અલ-કુરઆન

89

Al-Fajr

سورة الفجر


وَ الۡفَجۡرِ ۙ﴿۱﴾

(૧) કસમ છે પ્રભાતની:

وَ لَیَالٍ عَشۡرٍ ۙ﴿۲﴾

(૨) અને દસ રાતોની:

وَّ الشَّفۡعِ وَ الۡوَتۡرِ ۙ﴿۳﴾

(૩) અને બેકી તથા એકીની:

وَ الَّیۡلِ اِذَا یَسۡرِ ۚ﴿۴﴾

(૪) અને રાતની જ્યારે કે વિદાય થાય છે.

ہَلۡ فِیۡ ذٰلِکَ قَسَمٌ لِّذِیۡ حِجۡرٍ ؕ﴿۵﴾

(૫) શું તેમાં અક્કલમંદો માટે (બીજી) કસમની (જરૂરત) છે?

اَلَمۡ تَرَ کَیۡفَ فَعَلَ رَبُّکَ بِعَادٍ ۪ۙ﴿۶﴾

(૬) શું તે જોયું કે તારા પરવરદિગારે આદની કોમ સાથે કેવો સુલુક કર્યો ?!

اِرَمَ ذَاتِ الۡعِمَادِ ۪ۙ﴿۷﴾

(૭) બુઝુર્ગીવાળા એરમ શહેરના લોકો સાથે,

الَّتِیۡ لَمۡ یُخۡلَقۡ مِثۡلُہَا فِی الۡبِلَادِ ۪ۙ﴿۸﴾

(૮) કે તેના જેવા બીજા શહેરો બનાવવામાં નથી આવ્યા!

وَ ثَمُوۡدَ الَّذِیۡنَ جَابُوا الصَّخۡرَ بِالۡوَادِ ۪ۙ﴿۹﴾

(૯) અને સમૂદની સાથે જેઓ મોટા પત્થરો ખીણમાંથી કોતરતા (અને તેમાંથી ઇમારતો બનાવતા)!

10

وَ فِرۡعَوۡنَ ذِی الۡاَوۡتَادِ ﴿۪ۙ۱۰﴾

(૧૦) અને ફિરઔન કે કુદરતમંદ અને ઝુલ્મગાર હતો.

11

الَّذِیۡنَ طَغَوۡا فِی الۡبِلَادِ ﴿۪ۙ۱۱﴾

(૧૧) જેમણે શહેરોમાં સરકશી કરી:

12

فَاَکۡثَرُوۡا فِیۡہَا الۡفَسَادَ ﴿۪ۙ۱۲﴾

(૧૨) અને તેમાં ફસાદ વધાર્યો :

13

فَصَبَّ عَلَیۡہِمۡ رَبُّکَ سَوۡطَ عَذَابٍ ﴿ۚۙ۱۳﴾

(૧૩) આ જ કારણે તારા પરવરદિગારે તેમના પર અઝાબનો કોરડો ચલાવ્યો:

14

اِنَّ رَبَّکَ لَبِالۡمِرۡصَادِ ﴿ؕ۱۴﴾

(૧૪) બેશક તારો પરવરદિગાર (ઝાલિમોની) તાકમાં છે.

15

فَاَمَّا الۡاِنۡسَانُ اِذَا مَا ابۡتَلٰىہُ رَبُّہٗ فَاَکۡرَمَہٗ وَ نَعَّمَہٗ ۬ۙ فَیَقُوۡلُ رَبِّیۡۤ اَکۡرَمَنِ ﴿ؕ۱۵﴾

(૧૫) પરંતુ જ્યારે ઇન્સાનને તેનો પરવરદિગાર અજમાવે છે, અને તેનો ઇકરામ (સન્માન) કરે છે, અને નેઅમતોથી નવાજે છે ત્યારે તે કહે છે કે મારા પરવરદિગારે મારો ઇકરામ કર્યો છે!

16

وَ اَمَّاۤ اِذَا مَا ابۡتَلٰىہُ فَقَدَرَ عَلَیۡہِ رِزۡقَہٗ ۬ۙ فَیَقُوۡلُ رَبِّیۡۤ اَہَانَنِ ﴿ۚ۱۶﴾

(૧૬) અને જ્યારે તેને અજમાવે છે અને તેની રોઝી તંગ કરી નાખે છે ત્યારે તે કહે છે કે મારા પરવરદિગારે મને ઝલીલ કરી નાખ્યો છે!

17

کَلَّا بَلۡ لَّا تُکۡرِمُوۡنَ الۡیَتِیۡمَ ﴿ۙ۱۷﴾

(૧૭) એમ નથી, પરંતુ તમે યતીમનો ઇકરામ (સન્માન) નથી કરતા:

18

وَ لَا تَحٰٓضُّوۡنَ عَلٰی طَعَامِ الۡمِسۡکِیۡنِ ﴿ۙ۱۸﴾

(૧૮) અને મિસ્કીનોને ખવડાવવા માટે એક બીજાને પ્રોત્સાહન નથી આપતા :

19

وَ تَاۡکُلُوۡنَ التُّرَاثَ اَکۡلًا لَّمًّا ﴿ۙ۱۹﴾

(૧૯) અને વારસાનો માલ ભેગો કરીને (હલાલ અને હરામ બધો જ) ગળી જાવ છો:

20

وَّ تُحِبُّوۡنَ الۡمَالَ حُبًّا جَمًّا ﴿ؕ۲۰﴾

(૨૦) અને માલો દોલતને ચાહો છો.

21

کَلَّاۤ اِذَا دُکَّتِ الۡاَرۡضُ دَکًّا دَکًّا ﴿ۙ۲۱﴾

(૨૧) એવુ નથી (કે જેવુ તમે ધારો છો) જ્યારે ઝમીનને કુટીને ભૂકો કરી દેવામાં આવશે:

22

وَّ جَآءَ رَبُّکَ وَ الۡمَلَکُ صَفًّا صَفًّا ﴿ۚ۲۲﴾

(૨૨) અને તારા પરવરદિગારનો હુકમ આવશે અને ફરિશ્તાઓ હારબંધ હાજર થશે.

23

وَ جِایۡٓءَ یَوۡمَئِذٍۭ بِجَہَنَّمَ ۬ۙ یَوۡمَئِذٍ یَّتَذَکَّرُ الۡاِنۡسَانُ وَ اَنّٰی لَہُ الذِّکۡرٰی ﴿ؕ۲۳﴾

(૨૩) અને જે દિવસે જહન્નમને સામે લાવવામાંં આવશે, તે દિવસે ઇન્સાનનુ ઘ્યાન દોરાશે/સમજાશે; પરંતુ તે વખતે સમજવાનો શુ ફાયદો?

24

یَقُوۡلُ یٰلَیۡتَنِیۡ قَدَّمۡتُ لِحَیَاتِیۡ ﴿ۚ۲۴﴾

(૨૪) તે કહેશે કે કાશ મેં આ જીવન માટે આની અગાઉ કાંઇક મોકલ્યું હોત!

25

فَیَوۡمَئِذٍ لَّا یُعَذِّبُ عَذَابَہٗۤ اَحَدٌ ﴿ۙ۲۵﴾

(૨૫) પછી તે દિવસે તે (અલ્લાહ)ના જેવો કોઇપણ અઝાબ નહિ આપે,

26

وَّ لَا یُوۡثِقُ وَ ثَاقَہٗۤ اَحَدٌ ﴿ؕ۲۶﴾

(૨૬) અને તેના જેવો કોઇપણ (બીજા) કોઇને નહિ પકડે!

27

یٰۤاَیَّتُہَا النَّفۡسُ الۡمُطۡمَئِنَّۃُ ﴿٭ۖ۲۷﴾

(૨૭) અય નફસે મુત્મઇન્નાહ!

28

ارۡجِعِیۡۤ اِلٰی رَبِّکِ رَاضِیَۃً مَّرۡضِیَّۃً ﴿ۚ۲۸﴾

(૨૮) તારા પરવરદિગાર તરફ પાછો ફર એવી હાલતમાં કે તું તેનાથી રાજી છો અને તે તારાથી રાજી છે :

29

فَادۡخُلِیۡ فِیۡ عِبٰدِیۡ ﴿ۙ۲۹﴾

(૨૯) પછી તું મારા બંદાઓમાં દાખલ થઇ જા:

30

وَ ادۡخُلِیۡ جَنَّتِیۡ ﴿٪۳۰﴾

(૩૦) અને મારી જન્નતમાં દાખલ થઇ જા!