અલ-કુરઆન

5

Al-Maeda

سورة المائدة


یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡۤا اَوۡفُوۡا بِالۡعُقُوۡدِ ۬ؕ اُحِلَّتۡ لَکُمۡ بَہِیۡمَۃُ الۡاَنۡعَامِ اِلَّا مَا یُتۡلٰی عَلَیۡکُمۡ غَیۡرَ مُحِلِّی الصَّیۡدِ وَ اَنۡتُمۡ حُرُمٌ ؕ اِنَّ اللّٰہَ یَحۡکُمُ مَا یُرِیۡدُ ﴿۱﴾

(૧) અય ઇમાન લાવનારાઓ! (મામલાના) વાયદા પૂરા કરો, ચોપગા જાનવરો તમારા માટે હલાલ કરવામાં આવ્યા છે. સિવાય કે જે તમને વાંચી સંભળાવવામાં આવ્યા છે; પણ જ્યારે તમે એહરામની હાલતમાં હોવ ત્યારે શિકાર (કરવા)ને હલાલ સમજશો નહિ; બેશક અલ્લાહ જેવો ચાહે છે તેવો હુકમ આપે છે.

یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡا لَا تُحِلُّوۡا شَعَآئِرَ اللّٰہِ وَ لَا الشَّہۡرَ الۡحَرَامَ وَ لَا الۡہَدۡیَ وَ لَا الۡقَلَآئِدَ وَ لَاۤ آٰمِّیۡنَ الۡبَیۡتَ الۡحَرَامَ یَبۡتَغُوۡنَ فَضۡلًا مِّنۡ رَّبِّہِمۡ وَ رِضۡوَانًا ؕ وَ اِذَا حَلَلۡتُمۡ فَاصۡطَادُوۡا ؕ وَ لَا یَجۡرِمَنَّکُمۡ شَنَاٰنُ قَوۡمٍ اَنۡ صَدُّوۡکُمۡ عَنِ الۡمَسۡجِدِ الۡحَرَامِ اَنۡ تَعۡتَدُوۡا ۘ وَ تَعَاوَنُوۡا عَلَی الۡبِرِّ وَ التَّقۡوٰی ۪ وَ لَا تَعَاوَنُوۡا عَلَی الۡاِثۡمِ وَ الۡعُدۡوَانِ ۪ وَ اتَّقُوا اللّٰہَ ؕ اِنَّ اللّٰہَ شَدِیۡدُ الۡعِقَابِ ﴿۲﴾

(૨) અય ઇમાન લાવનારાઓ ! અલ્લાહની નક્કી કરેલી નિશાનીઓની બેહુરમતીને હલાલ ન જાણો અને ન હુરમતવાળા મહીનાની અને ન કુરબાનીના જાનવરની અને ન ગળામાં પટ્ટા બાંધેલા જાનવરની અને ન તે લોકોની કે જેઓ પોતાના પરવરદિગારની મહેરબાની તથા તેની ખુશી મેળવવાની ઇચ્છાથી તે હુરમતવાળા ઘર તરફ જતા હોય; અને જ્યારે તમે એહરામ ઉતારી નાખો ત્યારે (ભલે) શિકાર કરો; અને એક કોમની દુશ્મનીએ તમને મસ્જિદુલ હરામથી રોક્યા, તે તમારા હદપાર કરી જવાનુ તથા ઝુલ્મનું કારણ ન બને અને નેકી તથા પરહેઝગારીમાં એકબીજાની મદદ કરો, અને ગુનાહ અને હદપાર કરવામાં એકબીજાની મદદ કરો નહિ અને અલ્લાહ(ની નાફરમાની)થી બચો; બેશક અલ્લાહ સખ્ત અઝાબ આપનાર છે.

حُرِّمَتۡ عَلَیۡکُمُ الۡمَیۡتَۃُ وَ الدَّمُ وَ لَحۡمُ الۡخِنۡزِیۡرِ وَ مَاۤ اُہِلَّ لِغَیۡرِ اللّٰہِ بِہٖ وَ الۡمُنۡخَنِقَۃُ وَ الۡمَوۡقُوۡذَۃُ وَ الۡمُتَرَدِّیَۃُ وَ النَّطِیۡحَۃُ وَ مَاۤ اَکَلَ السَّبُعُ اِلَّا مَا ذَکَّیۡتُمۡ ۟ وَ مَا ذُبِحَ عَلَی النُّصُبِ وَ اَنۡ تَسۡتَقۡسِمُوۡا بِالۡاَزۡلَامِ ؕ ذٰلِکُمۡ فِسۡقٌ ؕ اَلۡیَوۡمَ یَئِسَ الَّذِیۡنَ کَفَرُوۡا مِنۡ دِیۡنِکُمۡ فَلَا تَخۡشَوۡہُمۡ وَ اخۡشَوۡنِ ؕ اَلۡیَوۡمَ اَکۡمَلۡتُ لَکُمۡ دِیۡنَکُمۡ وَ اَتۡمَمۡتُ عَلَیۡکُمۡ نِعۡمَتِیۡ وَ رَضِیۡتُ لَکُمُ الۡاِسۡلَامَ دِیۡنًا ؕ فَمَنِ اضۡطُرَّ فِیۡ مَخۡمَصَۃٍ غَیۡرَ مُتَجَانِفٍ لِّاِثۡمٍ ۙ فَاِنَّ اللّٰہَ غَفُوۡرٌ رَّحِیۡمٌ ﴿۳﴾

(૩) તમારા પર મુરદાર તથા લોહી તથા સુવ્વરનું ગોશ્ત હરામ કરવામાં આવ્યું છે, અને તે જાનવર કે જેના ઉપર અલ્લાહ સિવાય બીજા કોઇનું નામ (ઝબ્હ કરતી વખતે) લેવામાં આવ્યું હોય, અને જેને ગૂંગળાવીને મારી નાખવામાં આવ્યું હોય, અને જે માર મારીને મારી નાખવામાં આવ્યું હોય, અને જે ઊંચાણ પરથી પડીને મરણ પામ્યું હોય અને જે (બીજા જાનવરના) શીંગડા (લાગવા)થી મરી ગયું હોય, અને જેને વહેશી જાનવરોએ ફાડી ખાધું હોય સિવાય કે (જેનામાં હજી જીવ હોય અને) તમોએ ઝબ્હ કર્યું હોય, અને જે મૂર્તિ સામે (જાહેલીય્યતની રસમ પ્રમાણે) ઝબ્હ કરવામાં આવ્યું હોય, અને એ પણ કે જે (શરત લગાવીને) બાણો વડે ભાગ પાડી લેવામાં આવ્યું હોય; આ બધું ફીસ્ક છે. આજના દિવસે નાસ્તિકો તમારા દીનથી નિરાશ થઇ ગયા છે માટે તમે તેમનાથી ડરો નહિ અને મારાથી જ ડરો. આજે મેં તમારા માટે તમારા દીનને કામીલ કરી દીધો છે. અને મારી નેઅમત તમારા પર તમામ કરી દીધી છે અને દીને ઇસ્લામને તમારા માટે પસંદ કરી લીધો છે; પણ જે કોઇ ભૂખના કારણે મજબૂર બનીને ગુનાહનો હેતુ ન હોય તો (ઉપર જણાવેલ હરામ જાનવર જરૂરત પૂરતું ખાવામાં હરજ નથી કારણકે) અલ્લાહ ગફુરૂર રહીમ છે.

یَسۡـَٔلُوۡنَکَ مَاذَاۤ اُحِلَّ لَہُمۡ ؕ قُلۡ اُحِلَّ لَکُمُ الطَّیِّبٰتُ ۙ وَ مَا عَلَّمۡتُمۡ مِّنَ الۡجَوَارِحِ مُکَلِّبِیۡنَ تُعَلِّمُوۡنَہُنَّ مِمَّا عَلَّمَکُمُ اللّٰہُ ۫ فَکُلُوۡا مِمَّاۤ اَمۡسَکۡنَ عَلَیۡکُمۡ وَ اذۡکُرُوا اسۡمَ اللّٰہِ عَلَیۡہِ ۪ وَ اتَّقُوا اللّٰہَ ؕ اِنَّ اللّٰہَ سَرِیۡعُ الۡحِسَابِ ﴿۴﴾

(૪) લોકો તને પૂછે છે કે તેમના માટે શું હલાલ કરવામાં આવ્યું છે ? તું કહે કે તમારા માટે બધી પાક વસ્તુઓ હલાલ કરવામાં આવી છે, અને તમોએ શિકાર માટે અલ્લાહના હુકમ મુજબ તરબીયત કરેલ શિકારી જાનવરોએ જે તમારા માટે પકડીને રાખેલ હોય તેમાંથી ખાવ અને તેઓ(ને શિકાર) ઉપર (છોડતી વખતે) અલ્લાહનું નામ લ્યો અને અલ્લાહ(ની નાફરમાની)થી બચતા રહો; બેશક અલ્લાહ ઘણો ઝડપી હિસાબ લેનાર છે.

اَلۡیَوۡمَ اُحِلَّ لَکُمُ الطَّیِّبٰتُ ؕ وَ طَعَامُ الَّذِیۡنَ اُوۡتُوا الۡکِتٰبَ حِلٌّ لَّکُمۡ ۪ وَ طَعَامُکُمۡ حِلٌّ لَّہُمۡ ۫ وَ الۡمُحۡصَنٰتُ مِنَ الۡمُؤۡمِنٰتِ وَ الۡمُحۡصَنٰتُ مِنَ الَّذِیۡنَ اُوۡتُوا الۡکِتٰبَ مِنۡ قَبۡلِکُمۡ اِذَاۤ اٰتَیۡتُمُوۡہُنَّ اُجُوۡرَہُنَّ مُحۡصِنِیۡنَ غَیۡرَ مُسٰفِحِیۡنَ وَ لَا مُتَّخِذِیۡۤ اَخۡدَانٍ ؕ وَ مَنۡ یَّکۡفُرۡ بِالۡاِیۡمَانِ فَقَدۡ حَبِطَ عَمَلُہٗ ۫ وَ ہُوَ فِی الۡاٰخِرَۃِ مِنَ الۡخٰسِرِیۡنَ ٪﴿۵﴾

(૫) આજના દિવસે તમારા પર તમામ પાક વસ્તુઓ હલાલ કરવામાં આવી છે; અને તે લોકોનો ખોરાક પણ કે જેમને કિતાબ આપવામાં આવી છે તે તમારા માટે હલાલ છે, અને તમારો ખોરાક તેમના માટે હલાલ છે; અને પાકીઝા મોઅમીન ઔરતો અને જેમને તમારી અગાઉ કિતાબ આપવામાં આવી હતી તેમાંથી પાકીઝા ઔરતો પણ (હલાલ છે), એ શરતે કે તમોએ તેમની મહેર આપી દીધી હોય, પાકીઝગી સાથે, નહિ કે ઝીના કરવા અથવા છુપો સંબંધ ધરાવવાના હેતુથી; અને જે કોઇ ઇમાનનો ઇન્કાર કરનાર હશે તેના બધા અમલ બરબાદ થશે, અને તે આખેરતમાં નુકસાન ભોગવનારાઓમાંથી થશે.

یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡۤا اِذَا قُمۡتُمۡ اِلَی الصَّلٰوۃِ فَاغۡسِلُوۡا وُجُوۡہَکُمۡ وَ اَیۡدِیَکُمۡ اِلَی الۡمَرَافِقِ وَ امۡسَحُوۡا بِرُءُوۡسِکُمۡ وَ اَرۡجُلَکُمۡ اِلَی الۡکَعۡبَیۡنِ ؕ وَ اِنۡ کُنۡتُمۡ جُنُبًا فَاطَّہَّرُوۡا ؕ وَ اِنۡ کُنۡتُمۡ مَّرۡضٰۤی اَوۡ عَلٰی سَفَرٍ اَوۡ جَآءَ اَحَدٌ مِّنۡکُمۡ مِّنَ الۡغَآئِطِ اَوۡ لٰمَسۡتُمُ النِّسَآءَ فَلَمۡ تَجِدُوۡا مَآءً فَتَیَمَّمُوۡا صَعِیۡدًا طَیِّبًا فَامۡسَحُوۡا بِوُجُوۡہِکُمۡ وَ اَیۡدِیۡکُمۡ مِّنۡہُ ؕ مَا یُرِیۡدُ اللّٰہُ لِیَجۡعَلَ عَلَیۡکُمۡ مِّنۡ حَرَجٍ وَّ لٰکِنۡ یُّرِیۡدُ لِیُطَہِّرَکُمۡ وَ لِیُتِمَّ نِعۡمَتَہٗ عَلَیۡکُمۡ لَعَلَّکُمۡ تَشۡکُرُوۡنَ ﴿۶﴾

(૬) અય ઇમાન લાવનારાઓ ! જ્યારે તમે નમાઝ માટે ઊભા થાવ ત્યારે તમારા ચહેરાને ધૂઓ અને તમારા હાથ કોણીઓ સુધી ધૂઓ, અને તમારા માથા તથા બંને પગોની ઘૂંટીઓ સુધી મસાહ કરી લો, અને જો તમે જનાબતની હાલતમાં હોવ તો (ગુસ્લ કરી) પાક થઇ જાઓ; અને અગર તમે બીમાર હોવ અથવા મુસાફરીમાં હોવ અથવા તમારામાંથી કોઇ પાયખાનામાંથી આવ્યો હોય અથવા ઔરતથી સોહબત કરી હોય, પછી જો તમને પાણી ન મળે તો પાક ઝમીન પર તયમ્મુમ કરી લો, અને તે વડે તમારા મોંઢા તથા તમારા બંને હાથનો મસાહ કરી લો; અલ્લાહ તમને મુશ્કેલીમાં મૂકવા નથી ચાહતો, બલ્કે તે તમને પાક કરવા તથા તમારા પર પોતાની નેઅમત તમામ કરવા ચાહે છે કે જેથી તમે શુક્રગુઝાર બનો.

وَ اذۡکُرُوۡا نِعۡمَۃَ اللّٰہِ عَلَیۡکُمۡ وَ مِیۡثَاقَہُ الَّذِیۡ وَاثَقَکُمۡ بِہٖۤ ۙ اِذۡ قُلۡتُمۡ سَمِعۡنَا وَ اَطَعۡنَا ۫ وَ اتَّقُوا اللّٰہَ ؕ اِنَّ اللّٰہَ عَلِیۡمٌۢ بِذَاتِ الصُّدُوۡرِ ﴿۷﴾

(૭) તમારા ઉપર અલ્લાહની નેઅમતો અને તમે તેને આપેલા પાકા વચનને યાદ કરો જ્યારે તમોએ આ કહી દીધું હતું કે અમોએ સાંભળ્યું અને ઇતાઅત કરી અને અલ્લાહ(ની નાફરમાની)થી બચતા રહો; બેશક અલ્લાહ દિલોના રાઝ જાણે છે.

یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡا کُوۡنُوۡا قَوّٰمِیۡنَ لِلّٰہِ شُہَدَآءَ بِالۡقِسۡطِ ۫ وَ لَا یَجۡرِمَنَّکُمۡ شَنَاٰنُ قَوۡمٍ عَلٰۤی اَلَّا تَعۡدِلُوۡا ؕ اِعۡدِلُوۡا ۟ ہُوَ اَقۡرَبُ لِلتَّقۡوٰی ۫ وَ اتَّقُوا اللّٰہَ ؕ اِنَّ اللّٰہَ خَبِیۡرٌۢ بِمَا تَعۡمَلُوۡنَ ﴿۸﴾

(૮) અય ઇમાન લાવનારાઓ! અલ્લાહના માટે કયામ કરનાર અને ઇન્સાફ સાથે ગવાહી આપનાર બનો, અને કોઇ કોમની દુશ્મનાઇ તમને એ વાત ઉપર ન ઉશ્કેરે કે તમે ઇન્સાફ ન કરો; ન્યાયથી વર્તો, તે પરહેઝગારીની વધુ નજીક છે, અને અલ્લાહ(ની નાફરમાની)થી બચતા રહો; બેશક તમે જે કાંઇ કરો છો તેને અલ્લાહ જાણે છે.

وَعَدَ اللّٰہُ الَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ ۙ لَہُمۡ مَّغۡفِرَۃٌ وَّ اَجۡرٌ عَظِیۡمٌ ﴿۹﴾

(૯) જેઓ ઇમાન લાવ્યા અને નેક અમલ કર્યા, તેમને અલ્લાહે વાયદો કર્યો છે કે તેમના માટે મગફેરત તથા અજ્રે અઝીમ છે.

10

وَ الَّذِیۡنَ کَفَرُوۡا وَ کَذَّبُوۡا بِاٰیٰتِنَاۤ اُولٰٓئِکَ اَصۡحٰبُ الۡجَحِیۡمِ ﴿۱۰﴾

(૧૦) અને જે લોકો ઇન્કાર કરનારા છે અને અમારી આયતોને જૂઠલાવે છે તેઓ જહન્નમી છે.

11

یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوا اذۡکُرُوۡا نِعۡمَتَ اللّٰہِ عَلَیۡکُمۡ اِذۡ ہَمَّ قَوۡمٌ اَنۡ یَّبۡسُطُوۡۤا اِلَیۡکُمۡ اَیۡدِیَہُمۡ فَکَفَّ اَیۡدِیَہُمۡ عَنۡکُمۡ ۚ وَ اتَّقُوا اللّٰہَ ؕ وَ عَلَی اللّٰہِ فَلۡیَتَوَکَّلِ الۡمُؤۡمِنُوۡنَ ﴿٪۱۱﴾

(૧૧) અય ઇમાન લાવનારાઓ! તમારા પર અલ્લાહની નેઅમતને યાદ કરો, કે જ્યારે એક કોમે પોતાના હાથો તમારા તરફ લંબાવવાનો ઇરાદો કર્યો હતો, પણ તેણે (અલ્લાહે) તમારાથી તેમના હાથો રોકી દીધા હતા, અને અલ્લાહ(ની નાફરમાની)થી બચતા રહો; અને મોઅમીનોએ અલ્લાહ ઉપર જ આધાર રાખવો જોઇએ.

12

وَ لَقَدۡ اَخَذَ اللّٰہُ مِیۡثَاقَ بَنِیۡۤ اِسۡرَآءِیۡلَ ۚ وَ بَعَثۡنَا مِنۡہُمُ اثۡنَیۡ عَشَرَ نَقِیۡبًا ؕ وَ قَالَ اللّٰہُ اِنِّیۡ مَعَکُمۡ ؕ لَئِنۡ اَقَمۡتُمُ الصَّلٰوۃَ وَ اٰتَیۡتُمُ الزَّکٰوۃَ وَ اٰمَنۡتُمۡ بِرُسُلِیۡ وَ عَزَّرۡتُمُوۡہُمۡ وَ اَقۡرَضۡتُمُ اللّٰہَ قَرۡضًا حَسَنًا لَّاُکَفِّرَنَّ عَنۡکُمۡ سَیِّاٰتِکُمۡ وَ لَاُدۡخِلَنَّکُمۡ جَنّٰتٍ تَجۡرِیۡ مِنۡ تَحۡتِہَا الۡاَنۡہٰرُ ۚ فَمَنۡ کَفَرَ بَعۡدَ ذٰلِکَ مِنۡکُمۡ فَقَدۡ ضَلَّ سَوَآءَ السَّبِیۡلِ ﴿۱۲﴾

(૧૨) અને ખરેખર અલ્લાહે બની ઇસરાઇલ પાસેથી વચન લીધું હતું, અને તેમનામાંથી અમોએ બાર નકીબો (સરદારો) મબઉસ કર્યા હતા; અને અલ્લાહે ફરમાવ્યું કે બેશક હું તમારી સાથે છું; અગર તમે નમાઝ કાયમ રાખશો, તથા ઝકાત આપતા રહેશો તથા મારા રસૂલો પર ઇમાન લાવશો, તથા તેમની મદદ કરશો અને અલ્લાહને કર્ઝે હસના આપતા રહેશો તો ખરેખર હું તમારી બૂરાઇઓથી દરગુઝર કરીશ, અને તમને જરૂર જન્નતોમાં દાખલ કરીશ, જેની હેઠળ નદીઓ વહેતી હશે, પણ ત્યાર બાદ તમારામાંથી જે કોઇ ઇન્કાર કરશે, હકીકતમાં સીધા રસ્તાથી બહેકી ગયો છે.

13

فَبِمَا نَقۡضِہِمۡ مِّیۡثَاقَہُمۡ لَعَنّٰہُمۡ وَ جَعَلۡنَا قُلُوۡبَہُمۡ قٰسِیَۃً ۚ یُحَرِّفُوۡنَ الۡکَلِمَ عَنۡ مَّوَاضِعِہٖ ۙ وَ نَسُوۡا حَظًّا مِّمَّا ذُکِّرُوۡا بِہٖ ۚ وَ لَا تَزَالُ تَطَّلِعُ عَلٰی خَآئِنَۃٍ مِّنۡہُمۡ اِلَّا قَلِیۡلًا مِّنۡہُمۡ فَاعۡفُ عَنۡہُمۡ وَ اصۡفَحۡ ؕ اِنَّ اللّٰہَ یُحِبُّ الۡمُحۡسِنِیۡنَ ﴿۱۳﴾

(૧૩) પછી તેમના વચન ભંગ કરવાના કારણે અમોએ તેઓ પર લાનત કરી અને તેઓના દિલોને સખત કરી દીધા, કારણ કે તેઓ (અમારા) કલામને તેમની જગ્યાએથી બદલી નાખતા હતા, અને જે વસ્તુની તેમને નસીહત કરવામાં આવી હતી તેમાંથી અમુક ભૂલી ગયા હતા, અને તેઓમાંના અમુક સિવાય મોટા ભાગના લોકો વિશે ખયાનતકારીની ખબર મળતી રહેશે, પરંતુ તું તેમને માફ કર અને તેઓ તરફ ઘ્યાન ન આપ; બેશક અલ્લાહ એહસાન કરનારાને દોસ્ત રાખે છે.

14

وَ مِنَ الَّذِیۡنَ قَالُوۡۤا اِنَّا نَصٰرٰۤی اَخَذۡنَا مِیۡثَاقَہُمۡ فَنَسُوۡا حَظًّا مِّمَّا ذُکِّرُوۡا بِہٖ ۪ فَاَغۡرَیۡنَا بَیۡنَہُمُ الۡعَدَاوَۃَ وَ الۡبَغۡضَآءَ اِلٰی یَوۡمِ الۡقِیٰمَۃِ ؕ وَ سَوۡفَ یُنَبِّئُہُمُ اللّٰہُ بِمَا کَانُوۡا یَصۡنَعُوۡنَ ﴿۱۴﴾

(૧૪) અને તે લોકોમાંથી જેઓ એમ કહે છે કે અમે નસારા છીએ, અમે તેમનાથી વચન લઇ લીધું હતું, પણ તેમને જે કાંઇ નસીહત કરવામાં આવી હતી તેના એક ભાગને ભૂલી ગયા; આથી અમોએ તેમની વચ્ચે કયામતના દિવસ સુધી દુશ્મનાવટ અને કીનો રાખી દીધો છે; અને તેઓ શું કરતા હતા તે અલ્લાહ તેમને જણાવી દેશે.

15

یٰۤاَہۡلَ الۡکِتٰبِ قَدۡ جَآءَکُمۡ رَسُوۡلُنَا یُبَیِّنُ لَکُمۡ کَثِیۡرًا مِّمَّا کُنۡتُمۡ تُخۡفُوۡنَ مِنَ الۡکِتٰبِ وَ یَعۡفُوۡا عَنۡ کَثِیۡرٍ ۬ؕ قَدۡ جَآءَکُمۡ مِّنَ اللّٰہِ نُوۡرٌ وَّ کِتٰبٌ مُّبِیۡنٌ ﴿ۙ۱۵﴾

(૧૫) અય કિતાબવાળાઓ! ખરેજ અમારા રસૂલ તમારી પાસે આવ્યા એવી હાલતમાં કે તમે કિતાબમાંથી જે સંતાડ્યા કરતા હતા તેમાંથી તે તમારા પર ઘણું ખરૂં જાહેર કરે છે અને ઘણી ચીજો અણદેખી કરે છે; ખરેખર તમારી પાસે અલ્લાહ તરફથી નૂર અને વાઝેહ કિતાબ આવી ચૂકી છે;

16

یَّہۡدِیۡ بِہِ اللّٰہُ مَنِ اتَّبَعَ رِضۡوَانَہٗ سُبُلَ السَّلٰمِ وَ یُخۡرِجُہُمۡ مِّنَ الظُّلُمٰتِ اِلَی النُّوۡرِ بِاِذۡنِہٖ وَ یَہۡدِیۡہِمۡ اِلٰی صِرَاطٍ مُّسۡتَقِیۡمٍ ﴿۱۶﴾

(૧૬) જેના થકી અલ્લાહની ખુશીની પૈરવી કરનારને સલામતીના રસ્તાની હિદાયત કરે છે તથા તેમને (ગુમરાહીના) અંધકારમાંથી કાઢી પોતાના હુકમથી (હિદાયતની) રોશની તરફ લઇ આવે છે અને તેમને સેરાતે મુસ્તકીમની હિદાયત કરે છે.

17

لَقَدۡ کَفَرَ الَّذِیۡنَ قَالُوۡۤا اِنَّ اللّٰہَ ہُوَ الۡمَسِیۡحُ ابۡنُ مَرۡیَمَ ؕ قُلۡ فَمَنۡ یَّمۡلِکُ مِنَ اللّٰہِ شَیۡئًا اِنۡ اَرَادَ اَنۡ یُّہۡلِکَ الۡمَسِیۡحَ ابۡنَ مَرۡیَمَ وَ اُمَّہٗ وَ مَنۡ فِی الۡاَرۡضِ جَمِیۡعًا ؕ وَ لِلّٰہِ مُلۡکُ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ وَ مَا بَیۡنَہُمَا ؕ یَخۡلُقُ مَا یَشَآءُ ؕ وَ اللّٰہُ عَلٰی کُلِّ شَیۡءٍ قَدِیۡرٌ ﴿۱۷﴾

(૧૭) ખરેખર ! જેઓ કહે છે કે બેશક અલ્લાહ જ મસીહ ઇબ્ને મરિયમ છે. તેઓએ નાસ્તિકપણુંં કર્યુ; તું કહે કે જો અલ્લાહ મરિયમના ફરઝંદ મસીહ તથા તેની વાલેદાને તથા ઝમીનમાં જે કોઇપણ છે તે બધાનો નાશ કરવાનો ઇરાદો કરે તો તેના મુકાબલામાં કોણ (તેમની) કાંઇ (મદદ) કરી શકનાર છે ? અને આકાશો તથા ઝમીનમાં તથા જે કાંઇ તેમની વચ્ચે છે તેની માલીકી અલ્લાહની જ છે; જે ચાહે છે તે પૈદા કરે છે; અને અલ્લાહ દરેક વસ્તુ પર કુદરત ધરાવનાર છે.

18

وَ قَالَتِ الۡیَہُوۡدُ وَ النَّصٰرٰی نَحۡنُ اَبۡنٰٓؤُا اللّٰہِ وَ اَحِبَّآؤُہٗ ؕ قُلۡ فَلِمَ یُعَذِّبُکُمۡ بِذُنُوۡبِکُمۡ ؕ بَلۡ اَنۡتُمۡ بَشَرٌ مِّمَّنۡ خَلَقَ ؕ یَغۡفِرُ لِمَنۡ یَّشَآءُ وَ یُعَذِّبُ مَنۡ یَّشَآءُ ؕ وَ لِلّٰہِ مُلۡکُ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ وَ مَا بَیۡنَہُمَا ۫ وَ اِلَیۡہِ الۡمَصِیۡرُ ﴿۱۸﴾

(૧૮) અને યહૂદીઓ તથા નસારાઓ કહે છે કે અમે અલ્લાહના ફરઝંદો તથા તેના દોસ્તો છીએ; તું કહે કે પછી તમારા ગુનાહો બદલ કેમ સજા કરે છે ? (તેમ નથી) બલ્કે તમે પણ તેના પૈદા કરેલા (ઇન્સાનો)માંથી જ છો; તે જેને ચાહે છે તેને માફ કરે છે અને જેને ચાહે છે સજા કરે છે; અને સઘળાં આકાશો તથા ઝમીન અને તેમની વચ્ચે જે કાંઇ છે તે (બધુ) અલ્લાહનું જ છે અને (સૌને) તેની તરફ (જ) પાછું ફરવાનું છે.

19

یٰۤاَہۡلَ الۡکِتٰبِ قَدۡ جَآءَکُمۡ رَسُوۡلُنَا یُبَیِّنُ لَکُمۡ عَلٰی فَتۡرَۃٍ مِّنَ الرُّسُلِ اَنۡ تَقُوۡلُوۡا مَا جَآءَنَا مِنۡۢ بَشِیۡرٍ وَّ لَا نَذِیۡرٍ ۫ فَقَدۡ جَآءَکُمۡ بَشِیۡرٌ وَّ نَذِیۡرٌ ؕ وَ اللّٰہُ عَلٰی کُلِّ شَیۡءٍ قَدِیۡرٌ ﴿٪۱۹﴾

(૧૯) અય કિતાબવાળાઓ ! તમારા પાસે રસૂલોના આવવાનું એક મુદ્દત સુધી બંધ રહ્યા પછી અમારા આ રસૂલ (સ.અ.વ.) આવેલ છે જેથી (અમારા ફરમાનને) તમોને વાઝેહ કરી બયાન કરે. (એટલા માટે કે કયામતના દિવસે) તમે એમ ન કહો કે અમારી પાસે કોઇ ખુશખબર આપનાર તથા ડરાવનાર આવ્યો જ ન હતો. (માટે હવે) તમારી પાસે ખુશખબર આપનાર તથા ડરાવનાર ખરે જ આવી ચૂક્યો છે; અને અલ્લાહ દરેક વસ્તુ પર કુદરત ધરાવનાર છે.

20

وَ اِذۡ قَالَ مُوۡسٰی لِقَوۡمِہٖ یٰقَوۡمِ اذۡکُرُوۡا نِعۡمَۃَ اللّٰہِ عَلَیۡکُمۡ اِذۡ جَعَلَ فِیۡکُمۡ اَنۡۢبِیَآءَ وَ جَعَلَکُمۡ مُّلُوۡکًا ٭ۖ وَّ اٰتٰىکُمۡ مَّا لَمۡ یُؤۡتِ اَحَدًا مِّنَ الۡعٰلَمِیۡنَ ﴿۲۰﴾

(૨૦) અને જ્યારે મૂસાએ પોતાની કોમને કહ્યું કે અય મારી કોમ ! તમારા પર અલ્લાહની નેઅમતને યાદ કરો કે જ્યારે તમારામાંથી નબીઓ બનાવ્યા તથા તમને બાદશાહ બનાવ્યા અને તમને તે બધું આપ્યું કે જે દુનિયાઓ(ના લોકો)માંથી કોઇને પણ આપ્યું ન હતું.

21

یٰقَوۡمِ ادۡخُلُوا الۡاَرۡضَ الۡمُقَدَّسَۃَ الَّتِیۡ کَتَبَ اللّٰہُ لَکُمۡ وَ لَا تَرۡتَدُّوۡا عَلٰۤی اَدۡبَارِکُمۡ فَتَنۡقَلِبُوۡا خٰسِرِیۡنَ ﴿۲۱﴾

(૨૧) અય મારી કોમ ! તમે આ મુકદ્દસ ઝમીનમાં દાખલ થાઓ જે અલ્લાહે તમારા માટે લખી દીધી છે, અને (મેદાનથી) પીઠ ફેરવી પાછા ભાગો નહિ, નહિતર નુકસાન ઉઠાવનારા થઇ જશો.

22

قَالُوۡا یٰمُوۡسٰۤی اِنَّ فِیۡہَا قَوۡمًا جَبَّارِیۡنَ ٭ۖ وَ اِنَّا لَنۡ نَّدۡخُلَہَا حَتّٰی یَخۡرُجُوۡا مِنۡہَا ۚ فَاِنۡ یَّخۡرُجُوۡا مِنۡہَا فَاِنَّا دٰخِلُوۡنَ ﴿۲۲﴾

(૨૨) તેમણે કહ્યું કે અય મૂસા ! બેશક એમાં તો જબ્બાર લોકોની કોમ છે, અને જ્યાં સુધી તેમાંથી તેઓ નીકળી નહિ જાય ત્યાં સુધી અમે હરગિઝ તેમાં દાખલ થઇશું નહિ; જો તેઓ તેમાંથી નીકળી જશે તો પછી અમે જરૂર દાખલ થઇશું.

23

قَالَ رَجُلٰنِ مِنَ الَّذِیۡنَ یَخَافُوۡنَ اَنۡعَمَ اللّٰہُ عَلَیۡہِمَا ادۡخُلُوۡا عَلَیۡہِمُ الۡبَابَ ۚ فَاِذَا دَخَلۡتُمُوۡہُ فَاِنَّکُمۡ غٰلِبُوۡنَ ۬ۚ وَ عَلَی اللّٰہِ فَتَوَکَّلُوۡۤا اِنۡ کُنۡتُمۡ مُّؤۡمِنِیۡنَ ﴿۲۳﴾

(૨૩) તેઓમાંના બે શખ્સોએ કે જેઓ (અલ્લાહની નાફરમાનીથી) ડરતા હતા અને જેમને અલ્લાહે નેઅમત અતા કરી હતી કહ્યું કે દરવાજામાંથી દાખલ થઇ જાઓ, જો તમે તેમાં દાખલ થશો તો બેશક તમે જ ગાલીબ થશો, અને અગર તમે મોઅમીન હોવ તો અલ્લાહ ઉપર જ આધાર રાખો.

24

قَالُوۡا یٰمُوۡسٰۤی اِنَّا لَنۡ نَّدۡخُلَہَاۤ اَبَدًا مَّا دَامُوۡا فِیۡہَا فَاذۡہَبۡ اَنۡتَ وَ رَبُّکَ فَقَاتِلَاۤ اِنَّا ہٰہُنَا قٰعِدُوۡنَ ﴿۲۴﴾

(૨૪) તેઓએ (બની ઇસરાઇલે) કહ્યું કે અય મૂસા! જ્યાં સુધી તેઓ (જબ્બાર લોકો) તેની અંદર છે અમે હરગિઝ દાખલ નહિ થઇએ; તું અને તારો પરવરદિગાર જાઓ અને બંને તેઓથી લડો; અમે તો અહીંજ બેસી રહીશું.

25

قَالَ رَبِّ اِنِّیۡ لَاۤ اَمۡلِکُ اِلَّا نَفۡسِیۡ وَ اَخِیۡ فَافۡرُقۡ بَیۡنَنَا وَ بَیۡنَ الۡقَوۡمِ الۡفٰسِقِیۡنَ ﴿۲۵﴾

(૨૫) તેણે (હઝરત મૂસા અ.સ.એ) કહ્યું કે અય મારા પરવરદિગાર! હું ફકત મારી જાતનો તથા મારા ભાઇનો ઇખ્તેયાર રાખું છું; માટે તું અમને તે નાફરમાન લોકોથી જુદા પાડી દે.

26

قَالَ فَاِنَّہَا مُحَرَّمَۃٌ عَلَیۡہِمۡ اَرۡبَعِیۡنَ سَنَۃً ۚ یَتِیۡہُوۡنَ فِی الۡاَرۡضِ ؕ فَلَا تَاۡسَ عَلَی الۡقَوۡمِ الۡفٰسِقِیۡنَ ﴿٪۲۶﴾

(૨૬) તેણે (અલ્લાહે) ફરમાવ્યું કે તેમના (બની ઇસરાઇલ) ઉપર ચાલીસ વર્ષ (મુકદ્દસ ઝમીનને) હરામ કરી દેવામાં આવી, તેઓ ઝમીન પર ભટક્યા કરશે; તું તે નાફરમાન લોકો માટે અફસોસ કરજે નહિ.

27

وَ اتۡلُ عَلَیۡہِمۡ نَبَاَ ابۡنَیۡ اٰدَمَ بِالۡحَقِّ ۘ اِذۡ قَرَّبَا قُرۡبَانًا فَتُقُبِّلَ مِنۡ اَحَدِہِمَا وَ لَمۡ یُتَقَبَّلۡ مِنَ الۡاٰخَرِ ؕ قَالَ لَاَقۡتُلَنَّکَ ؕ قَالَ اِنَّمَا یَتَقَبَّلُ اللّٰہُ مِنَ الۡمُتَّقِیۡنَ ﴿۲۷﴾

(૨૭) અને તું અય રસૂલ (સ.અ.વ.) તેમને આદમના બંને ફરઝંદોની ખરી હકીકત વાંચી સંભળાવ કે જ્યારે તેમણે (અલ્લાહથી) નઝદીકી હાંસિલ કરવા માટે કુરબાની પેશ કરી ત્યારે તે બંનેમાંથી એકની (કુરબાની) કબૂલ થઇ અને બીજાની કબૂલ થઇ નહિ; તેણે કહ્યું કે હું જરૂર તને મારી નાખીશ; (બીજાએ) કહ્યું કે અલ્લાહ પરહેઝગારોથી જ (કુરબાની કબૂલ) કરે છે.

28

لَئِنۡۢ بَسَطۡتَّ اِلَیَّ یَدَکَ لِتَقۡتُلَنِیۡ مَاۤ اَنَا بِبَاسِطٍ یَّدِیَ اِلَیۡکَ لِاَقۡتُلَکَ ۚ اِنِّیۡۤ اَخَافُ اللّٰہَ رَبَّ الۡعٰلَمِیۡنَ ﴿۲۸﴾

(૨૮) અગર તું તારો હાથ મને મારી નાખવાના ઇરાદાથી મારા તરફ લંબાવીશ તો પણ હું મારો હાથ તને મારી નાખવાના હેતુથી તારી તરફ લંબાવનાર નથી કારણકે હું તો રબ્બુલ આલમીનથી ડરૂં છું.

29

اِنِّیۡۤ اُرِیۡدُ اَنۡ تَبُوۡٓاَ بِاِثۡمِیۡ وَ اِثۡمِکَ فَتَکُوۡنَ مِنۡ اَصۡحٰبِ النَّارِ ۚ وَ ذٰلِکَ جَزٰٓؤُا الظّٰلِمِیۡنَ ﴿ۚ۲۹﴾

(૨૯) બેશક હું ચાહું છું કે તુ મારા (કત્લના) ગુનાહ અને તારા ગુનાહ સાથે (અલ્લાહની બારગાહમાં) પાછો ફર અને જહન્નમવાસીઓ-માંથી થઇ જા અને ઝાલિમનો બદલો એ જ છે.

30

فَطَوَّعَتۡ لَہٗ نَفۡسُہٗ قَتۡلَ اَخِیۡہِ فَقَتَلَہٗ فَاَصۡبَحَ مِنَ الۡخٰسِرِیۡنَ ﴿۳۰﴾

(૩૦) પછી તેના નફસે તેના ભાઇનું ખૂન કરવુ આસાન કરી નાખ્યુ અને તેણે (કાબીલે) તેને (હાબીલને) મારી નાખ્યો પરિણામે તે નુકસાન ઉઠાવનારાઓમાંથી થઇ ગયો.

31

فَبَعَثَ اللّٰہُ غُرَابًا یَّبۡحَثُ فِی الۡاَرۡضِ لِیُرِیَہٗ کَیۡفَ یُوَارِیۡ سَوۡءَۃَ اَخِیۡہِ ؕ قَالَ یٰوَیۡلَتٰۤی اَعَجَزۡتُ اَنۡ اَکُوۡنَ مِثۡلَ ہٰذَا الۡغُرَابِ فَاُوَارِیَ سَوۡءَۃَ اَخِیۡ ۚ فَاَصۡبَحَ مِنَ النّٰدِمِیۡنَ ﴿ۚۛۙ۳۱﴾

(૩૧) પછી અલ્લાહે એક કાગડાને મોકલ્યો જે ઝમીન ખોદવા લાગ્યો. એ માટે કે તેને દેખાડે કે તે પોતાના ભાઇની લાશને કેવી રીતે છુપાવે. તેણે કહ્યું હાય અફસોસ ! શું હું આ કાગડા જેવો (પણ) ન થઇ શક્યો કે મારા ભાઇની લાશને સંતાડી દઉ? છેવટે તે પસ્તાવો કરનારાઓમાંથી થઇ ગયો.

32

مِنۡ اَجۡلِ ذٰلِکَ ۚۛؔ کَتَبۡنَا عَلٰی بَنِیۡۤ اِسۡرَآءِیۡلَ اَنَّہٗ مَنۡ قَتَلَ نَفۡسًۢا بِغَیۡرِ نَفۡسٍ اَوۡ فَسَادٍ فِی الۡاَرۡضِ فَکَاَنَّمَا قَتَلَ النَّاسَ جَمِیۡعًا ؕ وَ مَنۡ اَحۡیَاہَا فَکَاَنَّمَاۤ اَحۡیَا النَّاسَ جَمِیۡعًا ؕ وَ لَقَدۡ جَآءَتۡہُمۡ رُسُلُنَا بِالۡبَیِّنٰتِ ۫ ثُمَّ اِنَّ کَثِیۡرًا مِّنۡہُمۡ بَعۡدَ ذٰلِکَ فِی الۡاَرۡضِ لَمُسۡرِفُوۡنَ ﴿۳۲﴾

(૩૨) આ કારણે અમોએ બની ઇસરાઇલ પર લાઝિમ કરી દીધું કે જે કોઇ એક જીવને બીજા જીવના બદલા અથવા ઝમીનમાં ફસાદ ફેલાવવા સિવાય કત્લ કરે તો જાણે તેણે બધા માણસોને કત્લ કર્યા બરાબર છે; અને જેણે એક જીવને જીવનદાન આપ્યું તો તેણે જાણે સઘળા માણસોને જીવનદાન આપ્યું; અને ખરેખર અમારા રસૂલો તેમની પાસે રોશન દલીલો લઇને આવ્યા પછી પણ તેઓમાંના ઘણા ખરા ઝમીન ઉપર હદપાર કરનારાઓ છે.

33

اِنَّمَا جَزٰٓؤُا الَّذِیۡنَ یُحَارِبُوۡنَ اللّٰہَ وَ رَسُوۡلَہٗ وَ یَسۡعَوۡنَ فِی الۡاَرۡضِ فَسَادًا اَنۡ یُّقَتَّلُوۡۤا اَوۡ یُصَلَّبُوۡۤا اَوۡ تُقَطَّعَ اَیۡدِیۡہِمۡ وَ اَرۡجُلُہُمۡ مِّنۡ خِلَافٍ اَوۡ یُنۡفَوۡا مِنَ الۡاَرۡضِ ؕ ذٰلِکَ لَہُمۡ خِزۡیٌ فِی الدُّنۡیَا وَ لَہُمۡ فِی الۡاٰخِرَۃِ عَذَابٌ عَظِیۡمٌ ﴿ۙ۳۳﴾

(૩૩) જેઓ અલ્લાહ અને તેના રસૂલ સાથે લડે છે તથા ઝમીનમાં ફસાદ ફેલાવવાની કોશિશ કરે છે, તેમનો બદલો એ જ છે કે તેમને મારી નાખવામાં આવે અથવા તેમને સલીબ ઉપર ચઢાવવામાં આવે અથવા તેમના હાથ તથા પગ ઉલટા સુલટા (જમણો હાથ ડાબો પગ અથવા ઉલટું) કાપી નાખવામાં આવે અથવા તેમને દેશપાર કરવામાં આવે; આ તેઓ માટે દુનિયાની ઝિલ્લત છે અને આખેરતમાં તેઓ માટે ઘણો મોટો અઝાબ છે :

34

اِلَّا الَّذِیۡنَ تَابُوۡا مِنۡ قَبۡلِ اَنۡ تَقۡدِرُوۡا عَلَیۡہِمۡ ۚ فَاعۡلَمُوۡۤا اَنَّ اللّٰہَ غَفُوۡرٌ رَّحِیۡمٌ ﴿٪۳۴﴾

(૩૪) સિવાય કે જેઓ તમારા કાબૂ મેળવ્યા પહેલા તોબા કરી લે તો તમે જાણી લો કે અલ્લાહ ગફુરૂર રહીમ છે.

35

یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوا اتَّقُوا اللّٰہَ وَ ابۡتَغُوۡۤا اِلَیۡہِ الۡوَسِیۡلَۃَ وَ جَاہِدُوۡا فِیۡ سَبِیۡلِہٖ لَعَلَّکُمۡ تُفۡلِحُوۡنَ ﴿۳۵﴾

(૩૫) અય ઇમાન લાવનારાઓ ! અલ્લાહ(ની નાફરમાની)થી બચો અને તેના સુધી (પહોંચવાનો) વસીલો તલાશ કરો તથા તેની રાહમાં જેહાદ કરો કે જેથી તમે કામ્યાબ થાઓ.

36

اِنَّ الَّذِیۡنَ کَفَرُوۡا لَوۡ اَنَّ لَہُمۡ مَّا فِی الۡاَرۡضِ جَمِیۡعًا وَّ مِثۡلَہٗ مَعَہٗ لِیَفۡتَدُوۡا بِہٖ مِنۡ عَذَابِ یَوۡمِ الۡقِیٰمَۃِ مَا تُقُبِّلَ مِنۡہُمۡ ۚ وَ لَہُمۡ عَذَابٌ اَلِیۡمٌ ﴿۳۶﴾

(૩૬) બેશક જેમણે કુફ્ર કર્યું તેઓ અગર જે કાંઇ ઝમીનમાં છે તે બધી (માલો-દોલત) અને તેની સાથે એટલી બીજી (માલો-દોલત) કયામતના દિવસના અઝાબથી બચવા માટે બદલામાં આપવા ચાહે તો પણ તેઓથી એ કબૂલ કરવામાં નહી આવે, અને તેઓ માટે દર્દનાક અઝાબ હશે.

37

یُرِیۡدُوۡنَ اَنۡ یَّخۡرُجُوۡا مِنَ النَّارِ وَ مَا ہُمۡ بِخٰرِجِیۡنَ مِنۡہَا ۫ وَ لَہُمۡ عَذَابٌ مُّقِیۡمٌ ﴿۳۷﴾

(૩૭) તેઓ આગમાંથી નીકળી (નાસી) જવાનો ઇરાદો કરશે છતાં તેઓ તેમાંથી નીકળી શકશે નહિ; અને તેમના માટે કાયમનો અઝાબ હશે.

38

وَ السَّارِقُ وَ السَّارِقَۃُ فَاقۡطَعُوۡۤا اَیۡدِیَہُمَا جَزَآءًۢ بِمَا کَسَبَا نَکَالًا مِّنَ اللّٰہِ ؕ وَ اللّٰہُ عَزِیۡزٌ حَکِیۡمٌ ﴿۳۸﴾

(૩૮) ચોરી કરનાર મર્દ અને ચોરી કરનાર ઔરત બંનેના હાથ કાપી નાખો, આ તેમની કરણીનો બદલો (અને) અલ્લાહ તરફથી સજા છે; અને અલ્લાહ ઇઝ્ઝતવાળો, હિકમતવાળો છે.

39

فَمَنۡ تَابَ مِنۡۢ بَعۡدِ ظُلۡمِہٖ وَ اَصۡلَحَ فَاِنَّ اللّٰہَ یَتُوۡبُ عَلَیۡہِ ؕ اِنَّ اللّٰہَ غَفُوۡرٌ رَّحِیۡمٌ ﴿۳۹﴾

(૩૯) પછી જે કોઇ પોતાના ઝુલ્મ પછી તૌબા કરે અને પોતાની ઇસ્લાહ કરે, બેશક અલ્લાહ તેની તૌબા કબૂલ કરી લેશે; કારણકે અલ્લાહ માફ કરનાર, દયા કરનાર છે.

40

اَلَمۡ تَعۡلَمۡ اَنَّ اللّٰہَ لَہٗ مُلۡکُ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ ؕ یُعَذِّبُ مَنۡ یَّشَآءُ وَ یَغۡفِرُ لِمَنۡ یَّشَآءُ ؕ وَ اللّٰہُ عَلٰی کُلِّ شَیۡءٍ قَدِیۡرٌ ﴿۴۰﴾

(૪૦) શું તું નથી જાણતો કે આકાશો તથા ઝમીનની બાદશાહત અલ્લાહની જ છે ? તે જેને ચાહે છે અઝાબ આપે છે અને જેને ચાહે છે માફ કરે છે; અને અલ્લાહ દરેક વસ્તુ પર સંપૂર્ણ કુદરત ધરાવનાર છે.

41

یٰۤاَیُّہَا الرَّسُوۡلُ لَا یَحۡزُنۡکَ الَّذِیۡنَ یُسَارِعُوۡنَ فِی الۡکُفۡرِ مِنَ الَّذِیۡنَ قَالُوۡۤا اٰمَنَّا بِاَفۡوَاہِہِمۡ وَ لَمۡ تُؤۡمِنۡ قُلُوۡبُہُمۡ ۚۛ وَ مِنَ الَّذِیۡنَ ہَادُوۡا ۚۛ سَمّٰعُوۡنَ لِلۡکَذِبِ سَمّٰعُوۡنَ لِقَوۡمٍ اٰخَرِیۡنَ ۙ لَمۡ یَاۡتُوۡکَ ؕ یُحَرِّفُوۡنَ الۡکَلِمَ مِنۡۢ بَعۡدِ مَوَاضِعِہٖ ۚ یَقُوۡلُوۡنَ اِنۡ اُوۡتِیۡتُمۡ ہٰذَا فَخُذُوۡہُ وَ اِنۡ لَّمۡ تُؤۡتَوۡہُ فَاحۡذَرُوۡا ؕ وَ مَنۡ یُّرِدِ اللّٰہُ فِتۡنَتَہٗ فَلَنۡ تَمۡلِکَ لَہٗ مِنَ اللّٰہِ شَیۡئًا ؕ اُولٰٓئِکَ الَّذِیۡنَ لَمۡ یُرِدِ اللّٰہُ اَنۡ یُّطَہِّرَ قُلُوۡبَہُمۡ ؕ لَہُمۡ فِی الدُّنۡیَا خِزۡیٌ ۚۖ وَّ لَہُمۡ فِی الۡاٰخِرَۃِ عَذَابٌ عَظِیۡمٌ ﴿۴۱﴾

(૪૧) અય રસૂલ ! જે લોકો નાસ્તિકપણુંં કરવામાં જલ્દબાઝી કરે છે એ (બનાવ) તને દિલગીર કરે નહિ (અને) તેઓમાંના અમુક એવા છે કે જેઓ પોતાના મોઢેથી કહે છે કે અમે ઇમાન લાવ્યા છીએ. જો કે તેમના દિલો ઇમાન લાવ્યા જ નથી, અને યહૂદીઓમાંના અમુક (એવા છે) કે જેઓ ખોટો અર્થ ઉપજાવવા (ના હેતુથી) ઘ્યાનપૂર્વક સાંભળનાર છે. જેથી બીજી કૌમો માટે અનર્થ બયાન કરે કે જેઓ હજી તારી પાસે આવ્યા નથી; તેઓ શબ્દોને તેના મૂળ જગ્યાએથી બદલી નાખે છે, (અને) કહે છે કે જો તમને આ આપવામાં આવે તો તે કબૂલ કરી લેજો અને જો તમને તે આપવામાં ન આવે તો (તેથી) પરહેઝ કરજો; અને જેનું અલ્લાહ (ગુનાહોની સજા આપવા માટે) ઇમ્તેહાન લેવા ચાહે, તું હરગિઝ અલ્લાહને ત્યાં તેના સંબંધમાં કાંઇ અધિકાર રાખતો નથી; તે લોકો એ જ છે કે જેમના દિલોને અલ્લાહે (પરાણે) પાક કરવા ઇચ્છયું નથી; દુનિયામાં તેમના માટે ઝિલ્લત છે અને આખેરતમાં તેમના માટે ઘણો મોટો અઝાબ હશે.

42

سَمّٰعُوۡنَ لِلۡکَذِبِ اَکّٰلُوۡنَ لِلسُّحۡتِ ؕ فَاِنۡ جَآءُوۡکَ فَاحۡکُمۡ بَیۡنَہُمۡ اَوۡ اَعۡرِضۡ عَنۡہُمۡ ۚ وَ اِنۡ تُعۡرِضۡ عَنۡہُمۡ فَلَنۡ یَّضُرُّوۡکَ شَیۡئًا ؕ وَ اِنۡ حَکَمۡتَ فَاحۡکُمۡ بَیۡنَہُمۡ بِالۡقِسۡطِ ؕ اِنَّ اللّٰہَ یُحِبُّ الۡمُقۡسِطِیۡنَ ﴿۴۲﴾

(૪૨) (તેઓ) અસત્યના સાંભળનારા, હરામના ખાનારા (છે); અગર તેઓ તારી પાસે આવે (તમને અધિકાર આપવામાં આવે છે કે ઇચ્છો) તો તેમની વચ્ચે ફેંસલો કરી દો અથવા તો તેમની તરફથી મોઢું ફેરવી લો, અને જો તું તેમનાથી મોઢું ફેરવી લઇશ તો પણ તેઓ હરગિઝ તને કાંઇ નુકસાન પહોંચાડી શકશે નહિ; અને અગર તું ફેસલો કરે તો તેમની વચ્ચે ઇન્સાફથી ફેસલો કરજે; બેશક અલ્લાહ ઇન્સાફ કરનારાઓને દોસ્ત રાખે છે.

43

وَ کَیۡفَ یُحَکِّمُوۡنَکَ وَ عِنۡدَہُمُ التَّوۡرٰىۃُ فِیۡہَا حُکۡمُ اللّٰہِ ثُمَّ یَتَوَلَّوۡنَ مِنۡۢ بَعۡدِ ذٰلِکَ ؕ وَ مَاۤ اُولٰٓئِکَ بِالۡمُؤۡمِنِیۡنَ ﴿٪۴۳﴾

(૪૩) અને આ લોકો તને કેવી રીતે હકમ (ફેંસલો કરનાર) બનાવે જ્યારે કે તેમની પાસે તૌરાત (મોજૂદ) છે, જેમાં અલ્લાહનો હુકમ છે; તે બાદ (પણ) તેઓ (હુકમથી) મોઢું ફેરવે છે, અને તેઓ ઇમાન લાવ્યા નથી.

44

اِنَّاۤ اَنۡزَلۡنَا التَّوۡرٰىۃَ فِیۡہَا ہُدًی وَّ نُوۡرٌ ۚ یَحۡکُمُ بِہَا النَّبِیُّوۡنَ الَّذِیۡنَ اَسۡلَمُوۡا لِلَّذِیۡنَ ہَادُوۡا وَ الرَّبّٰنِیُّوۡنَ وَ الۡاَحۡبَارُ بِمَا اسۡتُحۡفِظُوۡا مِنۡ کِتٰبِ اللّٰہِ وَ کَانُوۡا عَلَیۡہِ شُہَدَآءَ ۚ فَلَا تَخۡشَوُا النَّاسَ وَ اخۡشَوۡنِ وَ لَا تَشۡتَرُوۡا بِاٰیٰتِیۡ ثَمَنًا قَلِیۡلًا ؕ وَ مَنۡ لَّمۡ یَحۡکُمۡ بِمَاۤ اَنۡزَلَ اللّٰہُ فَاُولٰٓئِکَ ہُمُ الۡکٰفِرُوۡنَ ﴿۴۴﴾

(૪૪) બેશક અમોએ તૌરેત નાઝિલ કરી છે જેમાં હિદાયત તથા નૂર છે; અલ્લાહના ફરમાબરદાર નબીઓ યહૂદીઓ માટે ફેંસલા એ જ (તૌરેત)માંથી કરતા હતા એવી જ રીતે અલ્લાહવાળા લોકો અને યહૂદી આલિમો પણ, જે બાબતે તેઓને અલ્લાહની કિતાબના મુહાફીઝ બનાવવામાં આવ્યા હતા અને તેઓ તેના ગવાહ પણ હતા; માટે તમે લોકોથી ડરો નહી, પણ મારો જ ડર રાખો તથા મારી આયતોને નજીવી કિંમતમાં વેચી નાખો નહિ; અને જે લોકો અલ્લાહે નાઝિલ કરેલ (હુકમ) પ્રમાણે ફેસલો ન કરે, તેઓ જ નાસ્તિકો છે.

45

وَ کَتَبۡنَا عَلَیۡہِمۡ فِیۡہَاۤ اَنَّ النَّفۡسَ بِالنَّفۡسِ ۙ وَ الۡعَیۡنَ بِالۡعَیۡنِ وَ الۡاَنۡفَ بِالۡاَنۡفِ وَ الۡاُذُنَ بِالۡاُذُنِ وَ السِّنَّ بِالسِّنِّ ۙ وَ الۡجُرُوۡحَ قِصَاصٌ ؕ فَمَنۡ تَصَدَّقَ بِہٖ فَہُوَ کَفَّارَۃٌ لَّہٗ ؕ وَ مَنۡ لَّمۡ یَحۡکُمۡ بِمَاۤ اَنۡزَلَ اللّٰہُ فَاُولٰٓئِکَ ہُمُ الظّٰلِمُوۡنَ ﴿۴۵﴾

(૪૫) અને અમોએ નફસના બદલે નફસ તથા આંખના બદલે આંખ તથા નાકના બદલે નાક તથા કાનના બદલે કાન અને દાંતના બદલે દાંત અને એવી જ રીતે દરેક જખ્મનો કિસાસ (બદલો) હોય એવું તે (યહૂદીઓ) પર તે (તૌરેત)માં લખી (વાજિબ કરી) દીધું હતું; પછી જો કોઇ માફ કરી દે તો તે તેના (ગુનાહો) માટે કફફારો બની જશે; અને જેઓ અલ્લાહે કાંઇ નાઝિલ કર્યા પ્રમાણે ઇન્સાફ ન કરે, તેઓ જ ઝાલિમો છે.

46

وَ قَفَّیۡنَا عَلٰۤی اٰثَارِہِمۡ بِعِیۡسَی ابۡنِ مَرۡیَمَ مُصَدِّقًا لِّمَا بَیۡنَ یَدَیۡہِ مِنَ التَّوۡرٰىۃِ ۪ وَ اٰتَیۡنٰہُ الۡاِنۡجِیۡلَ فِیۡہِ ہُدًی وَّ نُوۡرٌ ۙ وَّ مُصَدِّقًا لِّمَا بَیۡنَ یَدَیۡہِ مِنَ التَّوۡرٰىۃِ وَ ہُدًی وَّ مَوۡعِظَۃً لِّلۡمُتَّقِیۡنَ ﴿ؕ۴۶﴾

(૪૬) અને અમોએ ઇસા ઇબ્ને મરિયમને નબીઓના નકશે કદમ પર ચલાવ્યા જે (તે સમયે) મોજૂદા તૌરાતની તસ્દીક (સમર્થન) કરતો હતો, અને તેને અમોએ ઇન્જીલ આપી જેમાં હિદાયત અને નૂર હતુ અને તે મોજૂદા તૌરાતની સચ્ચાઇ બયાન કરનારી પણ હતી અને પરહેઝગારો માટે હિદાયત તથા નસીહત હતી.

47

وَ لۡیَحۡکُمۡ اَہۡلُ الۡاِنۡجِیۡلِ بِمَاۤ اَنۡزَلَ اللّٰہُ فِیۡہِ ؕ وَ مَنۡ لَّمۡ یَحۡکُمۡ بِمَاۤ اَنۡزَلَ اللّٰہُ فَاُولٰٓئِکَ ہُمُ الۡفٰسِقُوۡنَ ﴿۴۷﴾

(૪૭) અને ઇન્જીલવાળાઓ માટે લાઝિમ છે કે અલ્લાહે તેમાં નાઝિલ કરેલ (હુકમ) પ્રમાણે ફેંસલો કરે; અને જેઓ અલ્લાહે નાઝિલ કરેલા (હુકમ) મુજબ ફેસલો ન કરે, તેઓ જ ખુલ્લા નાફરમાન છે.

48

وَ اَنۡزَلۡنَاۤ اِلَیۡکَ الۡکِتٰبَ بِالۡحَقِّ مُصَدِّقًا لِّمَا بَیۡنَ یَدَیۡہِ مِنَ الۡکِتٰبِ وَ مُہَیۡمِنًا عَلَیۡہِ فَاحۡکُمۡ بَیۡنَہُمۡ بِمَاۤ اَنۡزَلَ اللّٰہُ وَ لَا تَتَّبِعۡ اَہۡوَآءَہُمۡ عَمَّا جَآءَکَ مِنَ الۡحَقِّ ؕ لِکُلٍّ جَعَلۡنَا مِنۡکُمۡ شِرۡعَۃً وَّ مِنۡہَاجًا ؕ وَ لَوۡ شَآءَ اللّٰہُ لَجَعَلَکُمۡ اُمَّۃً وَّاحِدَۃً وَّ لٰکِنۡ لِّیَبۡلُوَکُمۡ فِیۡ مَاۤ اٰتٰىکُمۡ فَاسۡتَبِقُوا الۡخَیۡرٰتِ ؕ اِلَی اللّٰہِ مَرۡجِعُکُمۡ جَمِیۡعًا فَیُنَبِّئُکُمۡ بِمَا کُنۡتُمۡ فِیۡہِ تَخۡتَلِفُوۡنَ ﴿ۙ۴۸﴾

(૪૮) અને અમોએ તારા ઉપર આ કિતાબ હક સાથે નાઝિલ કરી છે, જે મૌજૂદા કિતાબોની તસ્દીક (સમર્થન) કરનારી છે તથા તેમની હિફાઝત કરનારી પણ છે, માટે અલ્લાહે જે કાંઇ નાઝિલ કર્યુ છે તે મુજબ તેમની વચ્ચે હુકમ કર, તથા જે હક તારી પાસે આવી ચૂક્યું છે તેને મૂકી તેઓની ઇચ્છાઓ મુજબ અમલ કરજે નહી. તમારામાંથી દરેકને માટે અમોએ એક શરીઅત તથા એક રસ્તો નક્કી કરી દીધો છે, અને જો અલ્લાહ ચાહતે તો તમને એક જ ઉમ્મત બનાવી દેતે, પરંતુ એ કે તેણે તમને જે કાંઇ આપ્યું છે તેમાં તમને અજમાવે (જેથી તમારો હાલ જાહેર કરી દે) માટે નેકી કરવામાં આગળ વધો; તમો સર્વેનું પાછું ફરવું અલ્લાહની તરફ છે, પછી તમે આપસમાં જે કાંઇ ઇખ્તેલાફ કરતા હતા તે તમને જણાવી દેશે:

49

وَ اَنِ احۡکُمۡ بَیۡنَہُمۡ بِمَاۤ اَنۡزَلَ اللّٰہُ وَ لَا تَتَّبِعۡ اَہۡوَآءَہُمۡ وَ احۡذَرۡہُمۡ اَنۡ یَّفۡتِنُوۡکَ عَنۡۢ بَعۡضِ مَاۤ اَنۡزَلَ اللّٰہُ اِلَیۡکَ ؕ فَاِنۡ تَوَلَّوۡا فَاعۡلَمۡ اَنَّمَا یُرِیۡدُ اللّٰہُ اَنۡ یُّصِیۡبَہُمۡ بِبَعۡضِ ذُنُوۡبِہِمۡ ؕ وَ اِنَّ کَثِیۡرًا مِّنَ النَّاسِ لَفٰسِقُوۡنَ ﴿۴۹﴾

(૪૯) અને અલ્લાહે જે (કાંઇ) નાઝિલ કર્યુ છે તે મુજબ જ તેમની વચ્ચે હુકમ કર, અને તેમની (અયોગ્ય) ઇચ્છાઓને અનુસર નહિ અને તેમનાથી આ વાતની સાવચેતી રાખ કે જે કાંઇ અલ્લાહે નાઝિલ કર્યુ છે તેના કોઇ ભાગ બાબતે તને ફિત્ના (ગૂંચવણ)માં ન નાખી દે; પછી જો તેઓ મોંઢું ફેરવે તો તું જાણી લે કે અલ્લાહ એવું જ ચાહે છે કે તેમને તેમના અમુક ગુનાહોના કારણે અઝાબમાં નાખે; અને બેશક લોકોમાંથી ઘણા ખરા નાફરમાન છે.

50

اَفَحُکۡمَ الۡجَاہِلِیَّۃِ یَبۡغُوۡنَ ؕ وَ مَنۡ اَحۡسَنُ مِنَ اللّٰہِ حُکۡمًا لِّقَوۡمٍ یُّوۡقِنُوۡنَ ﴿٪۵۰﴾

(૫૦) શું તેઓ જાહેલીયતનો હુકમ ચાહે છે? યકીન રાખનારાઓ માટે અલ્લાહ કરતાં બેહતર ફેંસલો કરનાર કોણ છે ?

51

یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡا لَا تَتَّخِذُوا الۡیَہُوۡدَ وَ النَّصٰرٰۤی اَوۡلِیَآءَ ۘؔ بَعۡضُہُمۡ اَوۡلِیَآءُ بَعۡضٍ ؕ وَ مَنۡ یَّتَوَلَّہُمۡ مِّنۡکُمۡ فَاِنَّہٗ مِنۡہُمۡ ؕ اِنَّ اللّٰہَ لَا یَہۡدِی الۡقَوۡمَ الظّٰلِمِیۡنَ ﴿۵۱﴾

(૫૧) અય ઇમાન લાવનારાઓ! યહૂદી તથા નસારાઓને વલી (આધાર) બનાવો નહિ; તેઓ આપસમાં એકબીજાના વલીઓ છે; અને તમારામાંથી જે કોઇ તેમને વલી બનાવશે તો બેશક તે તેઓમાંથી એક થઇ જશે; બેશક અલ્લાહ ઝાલિમ કૌમની હિદાયત કરતો નથી.

52

فَتَرَی الَّذِیۡنَ فِیۡ قُلُوۡبِہِمۡ مَّرَضٌ یُّسَارِعُوۡنَ فِیۡہِمۡ یَقُوۡلُوۡنَ نَخۡشٰۤی اَنۡ تُصِیۡبَنَا دَآئِرَۃٌ ؕ فَعَسَی اللّٰہُ اَنۡ یَّاۡتِیَ بِالۡفَتۡحِ اَوۡ اَمۡرٍ مِّنۡ عِنۡدِہٖ فَیُصۡبِحُوۡا عَلٰی مَاۤ اَسَرُّوۡا فِیۡۤ اَنۡفُسِہِمۡ نٰدِمِیۡنَ ﴿ؕ۵۲﴾

(૫૨) પછી જેમના દિલોમાં બીમારી છે તેમને તું જોશે કે તેઓની તરફ તેઓ ઉતાવળ કરે છે, (અને) કહે છે કે અમે પાછા કોઇ (મુસીબતના) વંટોળમાં ફસાઇ ન જઇએ તે માટે ડરીએ છીએ; કદાચને અલ્લાહ ફતેહ અથવા બીજો કોઇ હુકમ પોતાના તરફથી લાવે ત્યારે તેઓ જે કાંઇ પોતાના દિલોમાં છુપાવ્યુ છે તે માટે અફસોસ કરે.

53

وَ یَقُوۡلُ الَّذِیۡنَ اٰمَنُوۡۤا اَہٰۤؤُلَآءِ الَّذِیۡنَ اَقۡسَمُوۡا بِاللّٰہِ جَہۡدَ اَیۡمَانِہِمۡ ۙ اِنَّہُمۡ لَمَعَکُمۡ ؕ حَبِطَتۡ اَعۡمَالُہُمۡ فَاَصۡبَحُوۡا خٰسِرِیۡنَ ﴿۵۳﴾

(૫૩) અને ઇમાન લાવનારાઓ કહેશે કે શું આ તેઓ જ છે કે જેઓ અલ્લાહની સખત કસમો ખાતા હતા કે અમે જરૂર તમારી સાથે છીએ? તેમના આમાલ બરબાદ થઇ ગયા અને તેઓ નુકસાન ઉઠાવનાર થઇ ગયા.

54

یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡا مَنۡ یَّرۡتَدَّ مِنۡکُمۡ عَنۡ دِیۡنِہٖ فَسَوۡفَ یَاۡتِی اللّٰہُ بِقَوۡمٍ یُّحِبُّہُمۡ وَ یُحِبُّوۡنَہٗۤ ۙ اَذِلَّۃٍ عَلَی الۡمُؤۡمِنِیۡنَ اَعِزَّۃٍ عَلَی الۡکٰفِرِیۡنَ ۫ یُجَاہِدُوۡنَ فِیۡ سَبِیۡلِ اللّٰہِ وَ لَا یَخَافُوۡنَ لَوۡمَۃَ لَآئِمٍ ؕ ذٰلِکَ فَضۡلُ اللّٰہِ یُؤۡتِیۡہِ مَنۡ یَّشَآءُ ؕ وَ اللّٰہُ وَاسِعٌ عَلِیۡمٌ ﴿۵۴﴾

(૫૪) અય ઇમાન લાવનારાઓ ! તમારામાંથી જે કોઇ પોતાના દીનથી ફરી જશે; અલ્લાહ નઝદીકમાં એવા લોકોને લાવશે કે જેમને અલ્લાહ ચાહતો હશે અને જેઓ અલ્લાહને ચાહતા હશે, મોઅમીનો માટે તેઓ નરમાશ રાખનારા હશે (અને) નાસ્તિકો માટે સખત હશે; અલ્લાહની રાહમાં જેહાદ કરશે અને કોઇ ઠપકો આપનારના ઠપકાથી ડરશે નહિં; આ અલ્લાહનો ફઝલ છે તે જેને ચાહે આપે છે અને અલ્લાહ વિશાળતાથી આપનાર, જાણનાર છે.

55

اِنَّمَا وَلِیُّکُمُ اللّٰہُ وَ رَسُوۡلُہٗ وَ الَّذِیۡنَ اٰمَنُوا الَّذِیۡنَ یُقِیۡمُوۡنَ الصَّلٰوۃَ وَ یُؤۡتُوۡنَ الزَّکٰوۃَ وَ ہُمۡ رٰکِعُوۡنَ ﴿۵۵﴾

(૫૫) ફકત અલ્લાહ તમારો સરપરસ્ત છે તથા તેનો રસૂલ અને જેઓ ઇમાન લાવ્યા છે, જેઓ નમાઝ કાયમ કરે છે તથા રૂકૂઅની હાલતમાં ઝકાત આપે છે.

56

وَ مَنۡ یَّتَوَلَّ اللّٰہَ وَ رَسُوۡلَہٗ وَ الَّذِیۡنَ اٰمَنُوۡا فَاِنَّ حِزۡبَ اللّٰہِ ہُمُ الۡغٰلِبُوۡنَ ﴿٪۵۶﴾

(૫૬) અને જે અલ્લાહ તથા તેના રસૂલને તથા મોઅમીનોને વલી બનાવશે (તેઓ અલ્લાહની જમાતવાળા છે) બેશક અલ્લાહ-વાળાની જમાઅત જ ગાલીબ થશે.

57

یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡا لَا تَتَّخِذُوا الَّذِیۡنَ اتَّخَذُوۡا دِیۡنَکُمۡ ہُزُوًا وَّ لَعِبًا مِّنَ الَّذِیۡنَ اُوۡتُوا الۡکِتٰبَ مِنۡ قَبۡلِکُمۡ وَ الۡکُفَّارَ اَوۡلِیَآءَ ۚ وَ اتَّقُوا اللّٰہَ اِنۡ کُنۡتُمۡ مُّؤۡمِنِیۡنَ ﴿۵۷﴾

(૫૭) અય ઇમાન લાવનારાઓ! તમારી અગાઊ કિતાબ આપવામાં આવેલ લોકોમાંથી જેઓ તારા દીનને મજાક-મશ્કરીમાં લે છે તેઓને તથા નાસ્તિકોને સરપરસ્ત બનાવો નહિ; અને જો તમે મોઅમીન હોવ તો અલ્લાહથી ડરતા રહો.

58

وَ اِذَا نَادَیۡتُمۡ اِلَی الصَّلٰوۃِ اتَّخَذُوۡہَا ہُزُوًا وَّ لَعِبًا ؕ ذٰلِکَ بِاَنَّہُمۡ قَوۡمٌ لَّا یَعۡقِلُوۡنَ ﴿۵۸﴾

(૫૮) અને જ્યારે તમને નમાઝ માટે બોલાવવામાં આવે ત્યારે તેઓ મજાક ઊડાવે છે અને મશ્કરી કરે છે; આ એ માટે કે તેઓ એવા લોકો છે કે જેઓ વિચારતા નથી.

59

قُلۡ یٰۤاَہۡلَ الۡکِتٰبِ ہَلۡ تَنۡقِمُوۡنَ مِنَّاۤ اِلَّاۤ اَنۡ اٰمَنَّا بِاللّٰہِ وَ مَاۤ اُنۡزِلَ اِلَیۡنَا وَ مَاۤ اُنۡزِلَ مِنۡ قَبۡلُ ۙ وَ اَنَّ اَکۡثَرَکُمۡ فٰسِقُوۡنَ ﴿۵۹﴾

(૫૯) તું કહે કે અય કિતાબવાળાઓ! શું તમે એ કારણે ટીકા કરો છો કે અમે અલ્લાહ પર તથા જે કાંઇ અમારા પર નાઝિલ કરવામાં આવ્યું છે તેના પર તથા જે કાંઇ (અમારી) પહેલાં નાઝિલ કરવામાં આવ્યું હતુ તેના પર ઇમાન લાવ્યા છીએ? અને આ (ટીકા કરવુ) એ માટે છે કે તમારામાંના ઘણાં ખરા નાફરમાન છે.

60

قُلۡ ہَلۡ اُنَبِّئُکُمۡ بِشَرٍّ مِّنۡ ذٰلِکَ مَثُوۡبَۃً عِنۡدَ اللّٰہِ ؕ مَنۡ لَّعَنَہُ اللّٰہُ وَ غَضِبَ عَلَیۡہِ وَ جَعَلَ مِنۡہُمُ الۡقِرَدَۃَ وَ الۡخَنَازِیۡرَ وَ عَبَدَ الطَّاغُوۡتَ ؕ اُولٰٓئِکَ شَرٌّ مَّکَانًا وَّ اَضَلُّ عَنۡ سَوَآءِ السَّبِیۡلِ ﴿۶۰﴾

(૬૦) તું કહે કે શું હું તમને તેમની ખબર આપું કે જેમના માટે અલ્લાહ તરફથી આના કરતાંય વધારે ખરાબ બદલા રૂપી સજા નક્કી થઇ ચૂકી છે ? જેમના પર અલ્લાહે લાનત કરી તથા પોતાનો ગઝબ નાઝિલ કર્યો અને તેઓમાંના અમુકને વાંદરા તથા સુવ્વરો બનાવ્યા તથા જેણે તાગૂત (જૂઠા ખુદાઓ)ની ઇબાદત કરી તેઓનું ઠેકાણુંં બહુ જ ખરાબ છે અને સીધા રસ્તાથી દૂર ગુમરાહ થઇ ગયેલા છે.

61

وَ اِذَا جَآءُوۡکُمۡ قَالُوۡۤا اٰمَنَّا وَ قَدۡ دَّخَلُوۡا بِالۡکُفۡرِ وَ ہُمۡ قَدۡ خَرَجُوۡا بِہٖ ؕ وَ اللّٰہُ اَعۡلَمُ بِمَا کَانُوۡا یَکۡتُمُوۡنَ ﴿۶۱﴾

(૬૧) અને જે વેળા તેઓ તમારી પાસે આવે છે ત્યારે તેઓ કહે છે કે અમે ઇમાન લાવ્યા છીએ. પણ વાસ્તવમાં તેઓ નાસ્તિકપણા સાથે આવે છે અને નાસ્તિકપણા સાથે ચાલ્યા જાય છે; અને જે તેઓ છુપાવે છે તે અલ્લાહ સારી રીતે જાણે છે.

62

وَ تَرٰی کَثِیۡرًا مِّنۡہُمۡ یُسَارِعُوۡنَ فِی الۡاِثۡمِ وَ الۡعُدۡوَانِ وَ اَکۡلِہِمُ السُّحۡتَ ؕ لَبِئۡسَ مَا کَانُوۡا یَعۡمَلُوۡنَ ﴿۶۲﴾

(૬૨) અને તું તેઓમાંથી ઘણાઓને (એવી હાલતમાં) જોશે કે ગુનાહ અને ઝુલ્મ કરવામાં તથા હરામનો માલ ખાવામાં ઊતાવળે આગળ વધે છે; ખરેજ તેઓ જે કાંઇ કરે છે તે ઘણું જ ખરાબ કરે છે.

63

لَوۡ لَا یَنۡہٰہُمُ الرَّبّٰنِیُّوۡنَ وَ الۡاَحۡبَارُ عَنۡ قَوۡلِہِمُ الۡاِثۡمَ وَ اَکۡلِہِمُ السُّحۡتَ ؕ لَبِئۡسَ مَا کَانُوۡا یَصۡنَعُوۡنَ ﴿۶۳﴾

(૬૩) અલ્લાહવાળા અને (યહૂદી) આલિમો તેમને ગુનાહભરી વાત કહેતાં તથા હરામનો માલ ખાતાં શા માટે અટકાવતા નથી ? ખરેખર તેઓ જે કાંઇ કરે છે તે કેટલુ ખરાબ કાર્ય છે!

64

وَ قَالَتِ الۡیَہُوۡدُ یَدُ اللّٰہِ مَغۡلُوۡلَۃٌ ؕ غُلَّتۡ اَیۡدِیۡہِمۡ وَ لُعِنُوۡا بِمَا قَالُوۡا ۘ بَلۡ یَدٰہُ مَبۡسُوۡطَتٰنِ ۙ یُنۡفِقُ کَیۡفَ یَشَآءُ ؕ وَ لَیَزِیۡدَنَّ کَثِیۡرًا مِّنۡہُمۡ مَّاۤ اُنۡزِلَ اِلَیۡکَ مِنۡ رَّبِّکَ طُغۡیَانًا وَّ کُفۡرًا ؕ وَ اَلۡقَیۡنَا بَیۡنَہُمُ الۡعَدَاوَۃَ وَ الۡبَغۡضَآءَ اِلٰی یَوۡمِ الۡقِیٰمَۃِ ؕ کُلَّمَاۤ اَوۡقَدُوۡا نَارًا لِّلۡحَرۡبِ اَطۡفَاَہَا اللّٰہُ ۙ وَ یَسۡعَوۡنَ فِی الۡاَرۡضِ فَسَادًا ؕ وَ اللّٰہُ لَا یُحِبُّ الۡمُفۡسِدِیۡنَ ﴿۶۴﴾

(૬૪) અને યહૂદીઓ કહે છે કે અલ્લાહનો હાથ બંધાયેલો છે; હકીકતમાં તેમના (યહૂદીઓના) જ હાથો બંધાયેલા છે! અને તેમના પર આ કહેવાના કારણે લાનત થઇ, બલ્કે તે (અલ્લાહ)ના બંને હાથ ખુલ્લા છે, જેવી રીતે ચાહે છે ઇન્ફાક (ખર્ચ) કરે છે, અને જે કાંઇ તારા પરવરદિગાર તરફથી તારા પર નાઝિલ કરવામાં આવ્યું છે તે તેઓમાંના ઘણાઓની સરકશી અને નાસ્તિકપણાને જરૂર વધારી મૂકશે; અને અમોએ તેમની વચ્ચે કયામત સુધી દુશ્મનાવટ અને સખ્ત કીન્નાખોરી નાખી દીધી છે; જ્યારે તેઓ લડાઇની આગ સળગાવે છે ત્યારે અલ્લાહ તેને બુઝાવી નાખે છે અને તેઓ ઝમીનમાં ફસાદ ફેલાવવાની કોશિશ કરે છે અને અલ્લાહ ફસાદ કરનારાઓને દોસ્ત રાખતો નથી.

65

وَ لَوۡ اَنَّ اَہۡلَ الۡکِتٰبِ اٰمَنُوۡا وَ اتَّقَوۡا لَکَفَّرۡنَا عَنۡہُمۡ سَیِّاٰتِہِمۡ وَ لَاَدۡخَلۡنٰہُمۡ جَنّٰتِ النَّعِیۡمِ ﴿۶۵﴾

(૬૫) અને જો કિતાબ ધરાવનારાઓ ઇમાન લાવતે તથા પરહેઝગાર બનતે તો અમે તેમના ગુનાહ માફ કરી દેતે અને તેમને નેઅમતવાળી જન્નતોમાં દાખલ કરતે.

66

وَ لَوۡ اَنَّہُمۡ اَقَامُوا التَّوۡرٰىۃَ وَ الۡاِنۡجِیۡلَ وَ مَاۤ اُنۡزِلَ اِلَیۡہِمۡ مِّنۡ رَّبِّہِمۡ لَاَکَلُوۡا مِنۡ فَوۡقِہِمۡ وَ مِنۡ تَحۡتِ اَرۡجُلِہِمۡ ؕ مِنۡہُمۡ اُمَّۃٌ مُّقۡتَصِدَۃٌ ؕ وَ کَثِیۡرٌ مِّنۡہُمۡ سَآءَ مَا یَعۡمَلُوۡنَ ﴿٪۶۶﴾

(૬૬) અને જો તેઓ તૌરેત તથા ઇન્જીલને તથા જે કાંઇ તેમના પરવરદિગાર તરફથી તેમના ઉપર નાઝિલ કરવામાં આવ્યું હતુ તે કાયમ રાખતે તો તેઓ તેમના ઉપર (આસ્માનમાં)થી તથા પગ નીચે (ઝમીનમાં)થી પણ (રીઝક) ખાત; તેઓ માંહેનું એક ટોળું મઘ્યમ (ઇન્સાફના) રસ્તે ચાલનારૂં છે; અને તેઓમાંના ઘણાં ખરા બૂરા આમાલ અંજામ આપે છે.

67

یٰۤاَیُّہَا الرَّسُوۡلُ بَلِّغۡ مَاۤ اُنۡزِلَ اِلَیۡکَ مِنۡ رَّبِّکَ ؕ وَ اِنۡ لَّمۡ تَفۡعَلۡ فَمَا بَلَّغۡتَ رِسَالَتَہٗ ؕ وَ اللّٰہُ یَعۡصِمُکَ مِنَ النَّاسِ ؕ اِنَّ اللّٰہَ لَا یَہۡدِی الۡقَوۡمَ الۡکٰفِرِیۡنَ ﴿۶۷﴾

(૬૭) અય રસૂલ! જે કાંઇ તારા પરવરદિગાર તરફથી તારી તરફ નાઝિલ કરવામાં આવ્યું છે તે પહોંચાડી દે; અને જો તું તેમ ન કરે તો તે (અલ્લાહ)નો પૈગામ પહોંચાડ્યો નથી; અને અલ્લાહ તને લોકો(ના શર)થી મહેફૂઝ રાખશે; બેશક અલ્લાહ ઇન્કાર કરનારાઓની હિદાયત કરતો નથી.

68

قُلۡ یٰۤاَہۡلَ الۡکِتٰبِ لَسۡتُمۡ عَلٰی شَیۡءٍ حَتّٰی تُقِیۡمُوا التَّوۡرٰىۃَ وَ الۡاِنۡجِیۡلَ وَ مَاۤ اُنۡزِلَ اِلَیۡکُمۡ مِّنۡ رَّبِّکُمۡ ؕ وَ لَیَزِیۡدَنَّ کَثِیۡرًا مِّنۡہُمۡ مَّاۤ اُنۡزِلَ اِلَیۡکَ مِنۡ رَّبِّکَ طُغۡیَانًا وَّ کُفۡرًا ۚ فَلَا تَاۡسَ عَلَی الۡقَوۡمِ الۡکٰفِرِیۡنَ ﴿۶۸﴾

(૬૮) તું કહે કે અય કિતાબવાળાઓ! જ્યાં સુધી તમે તૌરેત તથા ઇન્જીલ તથા જે કાંઇ તમારા પરવરદિગાર તરફથી તમારા પર નાઝિલ કરવામાં આવ્યું છે તેને કાયમ નહિ રાખો ત્યાં સુધી તમારી કોઇ હેસીયત નથી; અને જે કાંઇ તારા પરવરદિગાર તરફથી તારા પર નાઝિલ કરવામાં આવ્યું છે તે (લોકો)માંના ઘણાઓની સરકશી અને નાસ્તિકપણાને જરૂર વધારી મૂકશે, માટે નાસ્તિકોના હાલ પર અફસોસ ન કર.

69

اِنَّ الَّذِیۡنَ اٰمَنُوۡا وَ الَّذِیۡنَ ہَادُوۡا وَ الصّٰبِـُٔوۡنَ وَ النَّصٰرٰی مَنۡ اٰمَنَ بِاللّٰہِ وَ الۡیَوۡمِ الۡاٰخِرِ وَ عَمِلَ صَالِحًا فَلَا خَوۡفٌ عَلَیۡہِمۡ وَ لَا ہُمۡ یَحۡزَنُوۡنَ ﴿۶۹﴾

(૬૯) બેશક જેઓ ઇમાન લાવ્યા છે અને જેઓ યહૂદીઓ અને સાબેઇન (સિતારા પરસ્ત) અને ખ્રિસ્તીઓ છે, (તેઓમાંથી) જે કોઇ અલ્લાહ તથા કયામતના દિવસ પર ઇમાન રાખશે તથા (પોતાની જવાબદારી મુજબ) નેક આમાલ કરશે, તેમને ન કાંઇ ડર રહેશે અને ન તેઓ ગમગીન થશે.

70

لَقَدۡ اَخَذۡنَا مِیۡثَاقَ بَنِیۡۤ اِسۡرَآءِیۡلَ وَ اَرۡسَلۡنَاۤ اِلَیۡہِمۡ رُسُلًا ؕ کُلَّمَا جَآءَہُمۡ رَسُوۡلٌۢ بِمَا لَا تَہۡوٰۤی اَنۡفُسُہُمۡ ۙ فَرِیۡقًا کَذَّبُوۡا وَ فَرِیۡقًا یَّقۡتُلُوۡنَ ﴿٭۷۰﴾

(૭૦) ખરેજ અમોએ બની ઇસરાઇલ પાસેથી વચન લીધું અને તેમની તરફ રસૂલો મોકલ્યા હતા; જ્યારે તેમની પાસે કોઇ રસૂલ એવો હુકમ લાવતા કે જેને તેઓ ઇચ્છતા ન હતા ત્યારે તેઓ અમુકને જૂઠલાવતા અને અમુકને કત્લ કરી નાખતા.

71

وَ حَسِبُوۡۤا اَلَّا تَکُوۡنَ فِتۡنَۃٌ فَعَمُوۡا وَ صَمُّوۡا ثُمَّ تَابَ اللّٰہُ عَلَیۡہِمۡ ثُمَّ عَمُوۡا وَ صَمُّوۡا کَثِیۡرٌ مِّنۡہُمۡ ؕ وَ اللّٰہُ بَصِیۡرٌۢ بِمَا یَعۡمَلُوۡنَ ﴿۷۱﴾

(૭૧) અને તેમણે એવું ગુમાન કર્યું હતું કે કંઇપણ સજા આપવામાં આવશે નહિ, જેથી તેઓ (હકીકત પ્રત્યે) આંધળા અને બહેરા થઇ ગયા; પછી અલ્લાહે તેમની તૌબા કબૂલ કરી લીધી, પછી (ફરીથી) તેઓમાંના ઘણાય (હકીકત પ્રત્યે) આંધળા તથા બહેરા થઇ ગયા; અને તેઓ જે કાંઇ કરે છે તે અલ્લાહ સારી રીતે જોઇ રહ્યો છે.

72

لَقَدۡ کَفَرَ الَّذِیۡنَ قَالُوۡۤا اِنَّ اللّٰہَ ہُوَ الۡمَسِیۡحُ ابۡنُ مَرۡیَمَ ؕ وَ قَالَ الۡمَسِیۡحُ یٰبَنِیۡۤ اِسۡرَآءِیۡلَ اعۡبُدُوا اللّٰہَ رَبِّیۡ وَ رَبَّکُمۡ ؕ اِنَّہٗ مَنۡ یُّشۡرِکۡ بِاللّٰہِ فَقَدۡ حَرَّمَ اللّٰہُ عَلَیۡہِ الۡجَنَّۃَ وَ مَاۡوٰىہُ النَّارُ ؕ وَ مَا لِلظّٰلِمِیۡنَ مِنۡ اَنۡصَارٍ ﴿۷۲﴾

(૭૨) ખરેખર જેઓ કહે છે કે બેશક અલ્લાહ એ જ મસીહ ઇબ્ને મરિયમ છે તેઓએ નાસ્તિકપણું કર્યુ અને મસીહે કહ્યું કે અય બની ઇસરાઇલ! અલ્લાહની ઇબાદત કરો જે મારો પરવરદિગાર છે અને તમારો (પણ) પરવરદિગાર છે; બેશક જે કોઇ અલ્લાહની સાથે કોઇને શરીક કરશે, તેના પર અલ્લાહે જન્નત હરામ કરી દીધી છે અને તેનું ઠેકાણું (જહન્નમની) આગ છે; અને ઝુલમગારોનો કોઇ મદદગાર નથી.

73

لَقَدۡ کَفَرَ الَّذِیۡنَ قَالُوۡۤا اِنَّ اللّٰہَ ثَالِثُ ثَلٰثَۃٍ ۘ وَ مَا مِنۡ اِلٰہٍ اِلَّاۤ اِلٰہٌ وَّاحِدٌ ؕ وَ اِنۡ لَّمۡ یَنۡتَہُوۡا عَمَّا یَقُوۡلُوۡنَ لَیَمَسَّنَّ الَّذِیۡنَ کَفَرُوۡا مِنۡہُمۡ عَذَابٌ اَلِیۡمٌ ﴿۷۳﴾

(૭૩) ખરેખર જે લોકો કહે કે બેશક અલ્લાહ ત્રણ (માઅબૂદ)માંથી ત્રીજો છે, તેઓએ નાસ્તિકપણું કર્યુ જો કે એક જ માઅબૂદ સિવાય અન્ય કોઇ માઅબૂદ નથી; અને જે કાંઇ તેઓ કહે છે તેનાથી જો તેઓ અટકશે નહિ તો તેઓમાંથી નાસ્તિકપણું કરનારને જરૂર દર્દનાક અઝાબ મળશે.

74

اَفَلَا یَتُوۡبُوۡنَ اِلَی اللّٰہِ وَ یَسۡتَغۡفِرُوۡنَہٗ ؕ وَ اللّٰہُ غَفُوۡرٌ رَّحِیۡمٌ ﴿۷۴﴾

(૭૪) શું તેઓ અલ્લાહની (બારગાહ) તરફ પાછા નહી ફરે અને તેનાથી માફી નહિ ચાહે? (જ્યારે કે) અલ્લાહ ગફુરૂર રહીમ છે.

75

مَا الۡمَسِیۡحُ ابۡنُ مَرۡیَمَ اِلَّا رَسُوۡلٌ ۚ قَدۡ خَلَتۡ مِنۡ قَبۡلِہِ الرُّسُلُ ؕ وَ اُمُّہٗ صِدِّیۡقَۃٌ ؕ کَانَا یَاۡکُلٰنِ الطَّعَامَ ؕ اُنۡظُرۡ کَیۡفَ نُبَیِّنُ لَہُمُ الۡاٰیٰتِ ثُمَّ انۡظُرۡ اَنّٰی یُؤۡفَکُوۡنَ ﴿۷۵﴾

(૭૫) મસીહ ઇબ્ને મરિયમ બીજો કોઇ નથી પણ એક રસૂલ છે, જેની અગાઉ ઘણાય રસૂલો થઇ ગયા છે; અને તેની વાલેદા સાચુ બોલનારી હતી; તેઓ બંને ખાવાનું પણ ખાતા હતા; હવે જૂઓ કે કેવી રીતે અમે તેમના માટે નિશાનીઓ રોશન કરીને બયાન કરીએ છીએ, પછી જૂઓ તેઓ (બહેકીને) કયા જઇ રહ્યા છે!

76

قُلۡ اَتَعۡبُدُوۡنَ مِنۡ دُوۡنِ اللّٰہِ مَا لَا یَمۡلِکُ لَکُمۡ ضَرًّا وَّ لَا نَفۡعًا ؕ وَ اللّٰہُ ہُوَ السَّمِیۡعُ الۡعَلِیۡمُ ﴿۷۶﴾

(૭૬) તું કહે કે શું તમે અલ્લાહને છોડી તેની ઇબાદત કરો છો કે જે તમારા નફા નુકસાનના માલિક નથી? અને અલ્લાહ સાંભળનાર, જાણનાર છે.

77

قُلۡ یٰۤاَہۡلَ الۡکِتٰبِ لَا تَغۡلُوۡا فِیۡ دِیۡنِکُمۡ غَیۡرَ الۡحَقِّ وَ لَا تَتَّبِعُوۡۤا اَہۡوَآءَ قَوۡمٍ قَدۡ ضَلُّوۡا مِنۡ قَبۡلُ وَ اَضَلُّوۡا کَثِیۡرًا وَّ ضَلُّوۡا عَنۡ سَوَآءِ السَّبِیۡلِ ﴿٪۷۷﴾

(૭૭) તું કહે, અય કિતાબવાળાઓ તમારા દીનમાં નાહક અતિશયોક્તિ ન કરો તથા તે કૌમની ઇચ્છાઓને ન અનુસરો કે જે આ પહેલાં ગુમરાહ થઇ ચૂકી છે, અને તેઓએ ઘણાઓને ગુમરાહ કર્યા અને સીધા રસ્તાથી બહેકી ગયા છે.

78

لُعِنَ الَّذِیۡنَ کَفَرُوۡا مِنۡۢ بَنِیۡۤ اِسۡرَآءِیۡلَ عَلٰی لِسَانِ دَاوٗدَ وَ عِیۡسَی ابۡنِ مَرۡیَمَ ؕ ذٰلِکَ بِمَا عَصَوۡا وَّ کَانُوۡا یَعۡتَدُوۡنَ ﴿۷۸﴾

(૭૮) બની ઇસરાઇલમાંથી જેઓ ઇમાન ન લાવ્યા તેમના ઉપર દાવૂદ તથા ઇસા ઇબ્ને મરિયમની ઝબાનથી લાઅનત કરવામાં આવી છે; એ માટે કે તેઓ નાફરમાની કરી તથા હદબહાર જતા હતા.

79

کَانُوۡا لَا یَتَنَاہَوۡنَ عَنۡ مُّنۡکَرٍ فَعَلُوۡہُ ؕ لَبِئۡسَ مَا کَانُوۡا یَفۡعَلُوۡنَ ﴿۷۹﴾

(૭૯) જે બદી તેઓ કરતા હતા તેનાથી એક બીજાને તેઓ અટકાવતા ન હતા; ખરેખર તેઓ જે કાંઇ કરતા હતા કેટલુ ખરાબ હતું!

80

تَرٰی کَثِیۡرًا مِّنۡہُمۡ یَتَوَلَّوۡنَ الَّذِیۡنَ کَفَرُوۡا ؕ لَبِئۡسَ مَا قَدَّمَتۡ لَہُمۡ اَنۡفُسُہُمۡ اَنۡ سَخِطَ اللّٰہُ عَلَیۡہِمۡ وَ فِی الۡعَذَابِ ہُمۡ خٰلِدُوۡنَ ﴿۸۰﴾

(૮૦) તેઓમાંથી ઘણા લોકોને તું નાસ્તિકોને દોસ્ત બનાવતા જોઇશ; અને જે કાંઇ તેમના નફસોએ પોતાના માટે અગાઉથી મોકલ્યું છે તે કેટલુ ખરાબ છે! અલ્લાહ તેમનાથી નારાજ છે અને તેઓ હંમેશા અઝાબમાં જ રહેનાર છે.

81

وَ لَوۡ کَانُوۡا یُؤۡمِنُوۡنَ بِاللّٰہِ وَ النَّبِیِّ وَ مَاۤ اُنۡزِلَ اِلَیۡہِ مَا اتَّخَذُوۡہُمۡ اَوۡلِیَآءَ وَ لٰکِنَّ کَثِیۡرًا مِّنۡہُمۡ فٰسِقُوۡنَ ﴿۸۱﴾

(૮૧) અને જો તેઓ અલ્લાહ પર તથા તેના નબી પર તથા જે કાંઇ તેના પર નાઝિલ કરવામાં આવ્યું છે તેના પર ઇમાન લાવ્યા હોત તો તેઓને (નાસ્તિકોને) દોસ્ત બનાવતે નહિ, પરંતુ તેઓમાંના ઘણા ખરા નાફરમાન છે.

82

لَتَجِدَنَّ اَشَدَّ النَّاسِ عَدَاوَۃً لِّلَّذِیۡنَ اٰمَنُوا الۡیَہُوۡدَ وَ الَّذِیۡنَ اَشۡرَکُوۡا ۚ وَ لَتَجِدَنَّ اَقۡرَبَہُمۡ مَّوَدَّۃً لِّلَّذِیۡنَ اٰمَنُوا الَّذِیۡنَ قَالُوۡۤا اِنَّا نَصٰرٰی ؕ ذٰلِکَ بِاَنَّ مِنۡہُمۡ قِسِّیۡسِیۡنَ وَ رُہۡبَانًا وَّ اَنَّہُمۡ لَا یَسۡتَکۡبِرُوۡنَ ﴿۸۲﴾

(૮૨) તમે યહૂદી તથા મુશરિકોને મોઅમીનોના કટ્ટર દુશ્મન પામશો અને મોઅમીનોની મોહબ્બતની નજદીક તે લોકોને પામશો જેઓ કહે છે કે અમે ખ્રિસ્તી છીએ કારણકે તેઓમાંથી અમુક પાદરી (આલિમ) અને અમુક રાહીબ (વૈરાગી) છે અને બેશક તેઓ તકબ્બુર કરતા (હઠાગ્રહ રાખતા) નથી.

83

وَ اِذَا سَمِعُوۡا مَاۤ اُنۡزِلَ اِلَی الرَّسُوۡلِ تَرٰۤی اَعۡیُنَہُمۡ تَفِیۡضُ مِنَ الدَّمۡعِ مِمَّا عَرَفُوۡا مِنَ الۡحَقِّ ۚ یَقُوۡلُوۡنَ رَبَّنَاۤ اٰمَنَّا فَاکۡتُبۡنَا مَعَ الشّٰہِدِیۡنَ ﴿۸۳﴾

(૮૩) અને જ્યારે તેઓ રસૂલની ઉપર જે નાઝિલ કરવામાં આવ્યું છે તે સાંભળશે ત્યારે હક ઓળખવાના કારણે તું તેમની આંખોમાંથી (ખુશીના) આંસુ વહી જતાં જોઇશ, તેઓ કહેશે કે અય અમારા પરવરદિગાર! અમે ઇમાન લાવ્યા છીએ, માટે તું અમને (હકની) ગવાહી આપનારાઓમાં લખી લે.

84

وَ مَا لَنَا لَا نُؤۡمِنُ بِاللّٰہِ وَ مَا جَآءَنَا مِنَ الۡحَقِّ ۙ وَ نَطۡمَعُ اَنۡ یُّدۡخِلَنَا رَبُّنَا مَعَ الۡقَوۡمِ الصّٰلِحِیۡنَ ﴿۸۴﴾

(૮૪) અને શા માટે અમે અલ્લાહ પર તથા અમારા પર આવેલા હક ઉપર ઇમાન ન લાવીએ જ્યારે કે અમો ઇચ્છીએ છીએ કે અમને અમારો પરવરદિગાર સાલેહીન લોકોમાં શામીલ કરી લે?

85

فَاَثَابَہُمُ اللّٰہُ بِمَا قَالُوۡا جَنّٰتٍ تَجۡرِیۡ مِنۡ تَحۡتِہَا الۡاَنۡہٰرُ خٰلِدِیۡنَ فِیۡہَا ؕ وَ ذٰلِکَ جَزَآءُ الۡمُحۡسِنِیۡنَ ﴿۸۵﴾

(૮૫) આથી અલ્લાહે તેમને તેમના આ કૌલ (અરજ)ના બદલામાં જન્નતો આપશે જેની હેઠળ નદીઓ વહેતી હશે, જેમાં તેઓ હંમેશા રહેશે; અને નેકી કરનારાઓનો આ બદલો છે.

86

وَ الَّذِیۡنَ کَفَرُوۡا وَ کَذَّبُوۡا بِاٰیٰتِنَاۤ اُولٰٓئِکَ اَصۡحٰبُ الۡجَحِیۡمِ ﴿٪۸۶﴾

(૮૬) અને જે લોકો ઇમાન નથી લાવ્યા તથા જેઓ અમારી આયતોને જૂઠલાવે છે તેઓજ જહીમ(ની આગ)ના રહેવાસીઓ છે.

87

یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡا لَا تُحَرِّمُوۡا طَیِّبٰتِ مَاۤ اَحَلَّ اللّٰہُ لَکُمۡ وَ لَا تَعۡتَدُوۡا ؕ اِنَّ اللّٰہَ لَا یُحِبُّ الۡمُعۡتَدِیۡنَ ﴿۸۷﴾

(૮૭) અય ઇમાન લાવનારાઓ ! અલ્લાહે તમારા માટે જે પાકીઝા વસ્તુઓ હલાલ કરી છે, તેને હરામ ન કરો અને હદ બહાર જાઓ નહિ; બેશક અલ્લાહ હદ બહાર જનારાઓને ચાહતો નથી.

88

وَ کُلُوۡا مِمَّا رَزَقَکُمُ اللّٰہُ حَلٰلًا طَیِّبًا ۪ وَّ اتَّقُوا اللّٰہَ الَّذِیۡۤ اَنۡتُمۡ بِہٖ مُؤۡمِنُوۡنَ ﴿۸۸﴾

(૮૮) અને જે પાકીઝા હલાલ (વસ્તુઓ) તમને અલ્લાહે આપી છે તેમાંથી ખાઓ પીઓ, અને જેના પર તમે ઇમાન લાવ્યા છો તે અલ્લાહ(ની નાફરમાની)થી બચો.

89

لَا یُؤَاخِذُکُمُ اللّٰہُ بِاللَّغۡوِ فِیۡۤ اَیۡمَانِکُمۡ وَ لٰکِنۡ یُّؤَاخِذُکُمۡ بِمَا عَقَّدۡتُّمُ الۡاَیۡمَانَ ۚ فَکَفَّارَتُہٗۤ اِطۡعَامُ عَشَرَۃِ مَسٰکِیۡنَ مِنۡ اَوۡسَطِ مَا تُطۡعِمُوۡنَ اَہۡلِیۡکُمۡ اَوۡ کِسۡوَتُہُمۡ اَوۡ تَحۡرِیۡرُ رَقَبَۃٍ ؕ فَمَنۡ لَّمۡ یَجِدۡ فَصِیَامُ ثَلٰثَۃِ اَیَّامٍ ؕ ذٰلِکَ کَفَّارَۃُ اَیۡمَانِکُمۡ اِذَا حَلَفۡتُمۡ ؕ وَ احۡفَظُوۡۤا اَیۡمَانَکُمۡ ؕ کَذٰلِکَ یُبَیِّنُ اللّٰہُ لَکُمۡ اٰیٰتِہٖ لَعَلَّکُمۡ تَشۡکُرُوۡنَ ﴿۸۹﴾

(૮૯) અલ્લાહ તમારી ઇરાદા વગરની કસમ ખાવા બાબતે તમારાથી જવાબ માંગશે નહિ, પરંતુ તે કસમ જે તમે જાણી જોઇને ઇરાદાપૂર્વક ખાધી હોય, તે કસમ (તોડવા)નો કફ્ફારો દસ ગરીબોને મઘ્યમ પ્રકારના ખાણામાંથી કે જે તમે તમારા કુટુંબીઓને ખવડાવો છો તે ખવડાવો અથવા દસ ગરીબોને કપડા પહેરાવો અથવા એક ગુલામ આઝાદ કરો; પણ જેનાથી આ થઇ ન શકે, તે ત્રણ દિવસના રોઝા રાખે; આ કફ્ફારો તમારી (તોડેલ) સોગંદનો છે (માટે) જયારે તમે સોગંદ ખાઓ ત્યારે તમારી સોગંદોની હિફાઝત કરો. આવી રીતે અલ્લાહ પોતાની આયતો તમારા માટે વાઝેહ બયાન કરે છે કે જેથી તમે શુક્રગુઝાર બનો.

90

یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡۤا اِنَّمَا الۡخَمۡرُ وَ الۡمَیۡسِرُ وَ الۡاَنۡصَابُ وَ الۡاَزۡلَامُ رِجۡسٌ مِّنۡ عَمَلِ الشَّیۡطٰنِ فَاجۡتَنِبُوۡہُ لَعَلَّکُمۡ تُفۡلِحُوۡنَ ﴿۹۰﴾

(૯૦) અય ઇમાન લાવનારાઓ ! શરાબ તથા જુગાર તથા સ્થાપિત કરેલી બૂતો તથા અઝલામ (બાણો વડે કરવામાં આવતી નસીબની વહેંચણી) શેતાનના ગંદા કાર્યોમાંથી છે; માટે તમે તેને ત્યજી દો કે કદાચને તમે કામ્યાબ થઇ જાઓ.

91

اِنَّمَا یُرِیۡدُ الشَّیۡطٰنُ اَنۡ یُّوۡقِعَ بَیۡنَکُمُ الۡعَدَاوَۃَ وَ الۡبَغۡضَآءَ فِی الۡخَمۡرِ وَ الۡمَیۡسِرِ وَ یَصُدَّکُمۡ عَنۡ ذِکۡرِ اللّٰہِ وَ عَنِ الصَّلٰوۃِ ۚ فَہَلۡ اَنۡتُمۡ مُّنۡتَہُوۡنَ ﴿۹۱﴾

(૯૧) શેતાન ફકત તમારી વચ્ચે શરાબ તથા જુગાર વડે દુશ્મનાવટ અને કિન્નાખોરી નાખવા ઇચ્છે છે અને તમને અલ્લાહની યાદ તથા નમાઝ અદા કરતાં અટકાવે છે; તો શું તમે અટકી જાશો ?

92

وَ اَطِیۡعُوا اللّٰہَ وَ اَطِیۡعُوا الرَّسُوۡلَ وَ احۡذَرُوۡا ۚ فَاِنۡ تَوَلَّیۡتُمۡ فَاعۡلَمُوۡۤا اَنَّمَا عَلٰی رَسُوۡلِنَا الۡبَلٰغُ الۡمُبِیۡنُ ﴿۹۲﴾

(૯૨) અને અલ્લાહ તથા રસૂલની ઇતાઅત કરતા રહો તથા (નાફરમાનીથી) બચતા રહો; પછી જો તમે મોઢું ફેરવી લેશો તો સમજી લો કે અમારા રસૂલની ઝીમ્મેદારી તો માત્ર વાઝેહ પયગામ પહોંચાડી દેવાની છે.

93

لَیۡسَ عَلَی الَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ جُنَاحٌ فِیۡمَا طَعِمُوۡۤا اِذَا مَا اتَّقَوۡا وَّ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ ثُمَّ اتَّقَوۡا وَّ اٰمَنُوۡا ثُمَّ اتَّقَوۡا وَّ اَحۡسَنُوۡا ؕ وَ اللّٰہُ یُحِبُّ الۡمُحۡسِنِیۡنَ ﴿٪۹۳﴾

(૯૩) જે લોકો ઇમાન લાવ્યા તથા નેક આમાલ કર્યા તેમણે (અગાઉ) જે કાંઇ ખાધું છે તે સંબંધી તેમના પર કાંઇ ગુનોહ નથી. જયારે તેઓ પરહેઝગાર બન્યા અને ઇમાન લઇ આવ્યા તથા નેક આમાલ કર્યા અને તે પછી (પણ) તેઓ ડર્યા અને ઇમાન લાવ્યા, ત્યારબાદ પણ તેઓ ડરતા રહ્યા અને નેકી કરતા રહ્યા; અને અલ્લાહ નેકી કરનારાઓને દોસ્ત રાખે છે.

94

یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡا لَیَبۡلُوَنَّکُمُ اللّٰہُ بِشَیۡءٍ مِّنَ الصَّیۡدِ تَنَالُہٗۤ اَیۡدِیۡکُمۡ وَ رِمَاحُکُمۡ لِیَعۡلَمَ اللّٰہُ مَنۡ یَّخَافُہٗ بِالۡغَیۡبِ ۚ فَمَنِ اعۡتَدٰی بَعۡدَ ذٰلِکَ فَلَہٗ عَذَابٌ اَلِیۡمٌ ﴿۹۴﴾

(૯૪) અય ઇમાન લાવનારાઓ ! અલ્લાહ તે શિકારના સંબંધમાં કે જેના સુધી તમારા હાથ તથા નૈઝાઓ પહોંચી શકે તેમાં તમારૂં જરૂર ઇમ્તેહાન કરશે કે જેથી તે (જાહેરી નિશાની વડે) જાણી લે કે છૂપી રીતે તેનાથી કોણ ડરે છે; પણ તે પછી જે હદબાર જશે તેના માટે દર્દનાક અઝાબ હશે.

95

یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡا لَا تَقۡتُلُوا الصَّیۡدَ وَ اَنۡتُمۡ حُرُمٌ ؕ وَ مَنۡ قَتَلَہٗ مِنۡکُمۡ مُّتَعَمِّدًا فَجَزَآءٌ مِّثۡلُ مَا قَتَلَ مِنَ النَّعَمِ یَحۡکُمُ بِہٖ ذَوَا عَدۡلٍ مِّنۡکُمۡ ہَدۡیًۢا بٰلِغَ الۡکَعۡبَۃِ اَوۡ کَفَّارَۃٌ طَعَامُ مَسٰکِیۡنَ اَوۡ عَدۡلُ ذٰلِکَ صِیَامًا لِّیَذُوۡقَ وَبَالَ اَمۡرِہٖ ؕ عَفَا اللّٰہُ عَمَّا سَلَفَ ؕ وَ مَنۡ عَادَ فَیَنۡتَقِمُ اللّٰہُ مِنۡہُ ؕ وَ اللّٰہُ عَزِیۡزٌ ذُو انۡتِقَامٍ ﴿۹۵﴾

(૯૫) અય ઇમાન લાવનારાઓ ! જ્યારે તમે એહરામની હાલતમાં હોવ ત્યારે શિકાર કરશો નહિ અને તમારામાંથી જેણે જાણી જોઇને શિકાર કર્યો તો તેની સજા (કફ્ફરો) એ છે કે ચોપગાં જાનવરોમાંથી તેણે જે માર્યું હોય તેવું જ એક કુરબાન કરે કે જેનો ફેસલો તમારામાંથી બે આદીલ વ્યક્તિ કરે, અને એ કુરબાની કાઅબામાં પહોંચાડવામાં આવે; અથવા કફ્ફારો (તેની કિંમતમાંથી જેટલા મિસ્કીનો ખાઇ શકે તેટલા) મિસ્કીનોને ખાવાનું ખવડાવવું અથવા (એટલા મિસ્કીનોની) સંખ્યા પ્રમાણે રોઝા રાખવા કે જેથી પોતાના કાર્યના અંજામની મજા ચાખે; (પરંતુ આ) પહેલાં જે થઇ ચૂક્યું છે તેનાથી અલ્લાહે દરગુજર કરી દીધી છે; અને જે ફરીથી તેમ કરશે, અલ્લાહ તેનાથી બદલો લેશે; અને અલ્લાહ ઇઝ્ઝતવાળો (કુદરતવાળો અને) બદલો લેનાર છે.

96

اُحِلَّ لَکُمۡ صَیۡدُ الۡبَحۡرِ وَ طَعَامُہٗ مَتَاعًا لَّکُمۡ وَ لِلسَّیَّارَۃِ ۚ وَ حُرِّمَ عَلَیۡکُمۡ صَیۡدُ الۡبَرِّ مَا دُمۡتُمۡ حُرُمًا ؕ وَ اتَّقُوا اللّٰہَ الَّذِیۡۤ اِلَیۡہِ تُحۡشَرُوۡنَ ﴿۹۶﴾

(૯૬) દરિયાઇ શિકાર કરવો અને તે (શિકારો)નું ખાવું તમારા માટે હલાલ કરવામાં આવ્યું છે. તમારા અને તમારા મુસાફર સાથીઓ માટે આ (શિકાર ખોરાક માટે ઉપયોગી) માઘ્યમ છે; અને જ્યાં સુધી તમે અહેરામની હાલતમાં હોવ ત્યાં સુધી તમારા ઉપર ઝમીન પરનો શિકાર હરામ કરવામાં આવ્યો છે; અને અલ્લાહ(ની નાફરમાની)થી બચતા રહો કે જેની હજૂરમાં તમને ભેગાં કરવામાં આવશે.

97

جَعَلَ اللّٰہُ الۡکَعۡبَۃَ الۡبَیۡتَ الۡحَرَامَ قِیٰمًا لِّلنَّاسِ وَ الشَّہۡرَ الۡحَرَامَ وَ الۡہَدۡیَ وَ الۡقَلَآئِدَ ؕ ذٰلِکَ لِتَعۡلَمُوۡۤا اَنَّ اللّٰہَ یَعۡلَمُ مَا فِی السَّمٰوٰتِ وَ مَا فِی الۡاَرۡضِ وَ اَنَّ اللّٰہَ بِکُلِّ شَیۡءٍ عَلِیۡمٌ ﴿۹۷﴾

(૯૭) અલ્લાહે હુરમત (બુઝુર્ગી) વાળા મકાન (યાને) કાઅબાને લોકોના (દીન દુનિયાની ભલાઇ) કાયમ રહેવાનું સ્થાન બનાવ્યું છે અને એવી જ રીતે હુરમતવાળા મહિના તથા કુરબાનીઓ તથા નિશાનીવાળી કુરબાનીને પણ (હુરમતવાળી બનાવી છે); આ એ માટે કે તમે જાણી લો કે બેશક આકાશો તથા ઝમીનમાં જે કાંઇ છે તે (સઘળું) અલ્લાહ જાણે છે અને એ કે અલ્લાહ દરેક વસ્તુનો જાણકાર છે.

98

اِعۡلَمُوۡۤا اَنَّ اللّٰہَ شَدِیۡدُ الۡعِقَابِ وَ اَنَّ اللّٰہَ غَفُوۡرٌ رَّحِیۡمٌ ﴿ؕ۹۸﴾

(૯૮) જાણી લો કે અલ્લાહ સખ્તમાં સખ્ત સજા આપનાર છે તેમજ અલ્લાહ ગફુરૂર રહીમ છે.

99

مَا عَلَی الرَّسُوۡلِ اِلَّا الۡبَلٰغُ ؕ وَ اللّٰہُ یَعۡلَمُ مَا تُبۡدُوۡنَ وَ مَا تَکۡتُمُوۡنَ ﴿۹۹﴾

(૯૯) રસૂલના માથે પયગામ પહોંચાડી દેવા સિવાય અન્ય કાંઇ (જવાબદારી) નથી; અને તમે જે કાંઇ જાહેર કરો છો તથા જે કાંઇ સંતાડો છો તે અલ્લાહ જાણે છે.

100

قُلۡ لَّا یَسۡتَوِی الۡخَبِیۡثُ وَ الطَّیِّبُ وَ لَوۡ اَعۡجَبَکَ کَثۡرَۃُ الۡخَبِیۡثِ ۚ فَاتَّقُوا اللّٰہَ یٰۤاُولِی الۡاَلۡبَابِ لَعَلَّکُمۡ تُفۡلِحُوۡنَ ﴿۱۰۰﴾٪

(૧૦૦) કહે કે પાકીઝા અને ખબીસ સરખા નથી, ભલે પછી ખબીસનો (સંખ્યામાં) વધારો તમને નવાઈ પમાડે; માટે અય અક્કલમંદો! અલ્લાહ(ની નાફરમાની)થી બચો જેથી તમે કામ્યાબ થાઓ.

101

یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡا لَا تَسۡـَٔلُوۡا عَنۡ اَشۡیَآءَ اِنۡ تُبۡدَ لَکُمۡ تَسُؤۡکُمۡ ۚ وَ اِنۡ تَسۡـَٔلُوۡا عَنۡہَا حِیۡنَ یُنَزَّلُ الۡقُرۡاٰنُ تُبۡدَ لَکُمۡ ؕ عَفَا اللّٰہُ عَنۡہَا ؕ وَ اللّٰہُ غَفُوۡرٌ حَلِیۡمٌ ﴿۱۰۱﴾

(૧૦૧) અય ઇમાન લાવનારાઓ ! તે વસ્તુઓ સંબંધી સવાલ ન કરો કે જો તે તમારી સામે જાહેર કરવામાં આવે તો તમને ખરાબ લાગશે, અને જો કુરઆન નાઝિલ થવાના સમયે અગર તમે તેના વિશે સવાલ કરશો તો તે તમારા માટે જાહેર કરી દેવામાં આવશે; અલ્લાહે (અગાઊ તમારી આસાની માટે અમુક બાબતો) અણદેખી કરી છે; અને અલ્લાહ માફ કરનાર, સહનશીલ છે.

102

قَدۡ سَاَلَہَا قَوۡمٌ مِّنۡ قَبۡلِکُمۡ ثُمَّ اَصۡبَحُوۡا بِہَا کٰفِرِیۡنَ ﴿۱۰۲﴾

(૧૦૨) ખરેખર એવા સવાલો તમારી પહેલાના લોકોએ પણ પૂછયા હતા, પછી તેઓએ તે (બાબતો)નો ઇન્કાર કર્યો હતો.

103

مَا جَعَلَ اللّٰہُ مِنۡۢ بَحِیۡرَۃٍ وَّ لَا سَآئِبَۃٍ وَّ لَا وَصِیۡلَۃٍ وَّ لَا حَامٍ ۙ وَّ لٰکِنَّ الَّذِیۡنَ کَفَرُوۡا یَفۡتَرُوۡنَ عَلَی اللّٰہِ الۡکَذِبَ ؕ وَ اَکۡثَرُہُمۡ لَا یَعۡقِلُوۡنَ ﴿۱۰۳﴾

(૧૦૩) અલ્લાહે બહીરા (કાન ચીરેલ ઊંટણી) તથા સાઇબા (અમુક બાળક આપનાર ગર્ભવતી ઊંટણી) તથા વસીલા (જોડીયા બાળકોને જન્મ આપનાર ઘેંટી) તથા હામ (દસ વખત ઊંટણીને ગર્ભવતી કરનાર ઊંટ માટે કોઇ હુકમ) નક્કી કર્યા નથી, બલ્કે નાસ્તિકો અલ્લાહ તરફ ખોટી નિસ્બત આપે છે, અને તેઓમાંથી ઘણાખરા વિચારતા નથી.

104

وَ اِذَا قِیۡلَ لَہُمۡ تَعَالَوۡا اِلٰی مَاۤ اَنۡزَلَ اللّٰہُ وَ اِلَی الرَّسُوۡلِ قَالُوۡا حَسۡبُنَا مَا وَجَدۡنَا عَلَیۡہِ اٰبَآءَنَا ؕ اَوَ لَوۡ کَانَ اٰبَآؤُہُمۡ لَا یَعۡلَمُوۡنَ شَیۡئًا وَّ لَا یَہۡتَدُوۡنَ ﴿۱۰۴﴾

(૧૦૪) અને જયારે તેમને કહેવામાં આવે છે કે અલ્લાહે જે નાઝિલ કર્યુ છે તેની તરફ તથા રસૂલ તરફ આવો. ત્યારે તેઓ કહે છે કે અમોએ જે (દીન) પર અમારા બાપદાદાઓને પામ્યા હતા એ જ અમારા માટે બસ છે; જો તેઓના બાપદાદાઓ કાંઇપણ ન જાણતા હોય અને હિદાયત પામેલા ન હોય તો પણ, (શું તેઓની પૈરવી કરશે?)

105

یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡا عَلَیۡکُمۡ اَنۡفُسَکُمۡ ۚ لَا یَضُرُّکُمۡ مَّنۡ ضَلَّ اِذَا اہۡتَدَیۡتُمۡ ؕ اِلَی اللّٰہِ مَرۡجِعُکُمۡ جَمِیۡعًا فَیُنَبِّئُکُمۡ بِمَا کُنۡتُمۡ تَعۡمَلُوۡنَ ﴿۱۰۵﴾

(૧૦૫) અય ઇમાન લાવનારાઓ! તમો તમારી જાતની સંભાળ લ્યો; અગર તમે હિદાયત પામેલા છો તો ગુમરાહોની ગુમરાહી તમને કાંઇ નુકસાન નહિં પહોંચાડે; તમો સર્વેનું પાછું ફરવું અલ્લાહની તરફ છે, પછી જે કાંઇ તમે કર્યા કરતા હતા તે તમને જણાવશે.

106

یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡا شَہَادَۃُ بَیۡنِکُمۡ اِذَا حَضَرَ اَحَدَکُمُ الۡمَوۡتُ حِیۡنَ الۡوَصِیَّۃِ اثۡنٰنِ ذَوَا عَدۡلٍ مِّنۡکُمۡ اَوۡ اٰخَرٰنِ مِنۡ غَیۡرِکُمۡ اِنۡ اَنۡتُمۡ ضَرَبۡتُمۡ فِی الۡاَرۡضِ فَاَصَابَتۡکُمۡ مُّصِیۡبَۃُ الۡمَوۡتِ ؕ تَحۡبِسُوۡنَہُمَا مِنۡۢ بَعۡدِ الصَّلٰوۃِ فَیُقۡسِمٰنِ بِاللّٰہِ اِنِ ارۡتَبۡتُمۡ لَا نَشۡتَرِیۡ بِہٖ ثَمَنًا وَّ لَوۡ کَانَ ذَا قُرۡبٰی ۙ وَ لَا نَکۡتُمُ شَہَادَۃَ ۙ اللّٰہِ اِنَّاۤ اِذًا لَّمِنَ الۡاٰثِمِیۡنَ ﴿۱۰۶﴾

(૧૦૬) અય ઇમાન લાવનારાઓ! જ્યારે તમારામાંથી કોઇની મૌત સામે આવી જાય ત્યારે વસિયત સમયે તમારામાંથી બે આદિલને ગવાહ રાખો અથવા જો તમે મુસાફરીમાં હોવ અને મોતની મુસીબત આવી પડે તો તમારા સિવાય બીજા બે ગવાહ રાખો, જો (બંને આદિલ ગવાહ બાબતે) તમને શક હોય તો નમાઝ પછી રોકીને અલ્લાહની કસમ ખવરાવો કે ગવાહીને કોઇ કિંમતે વહેંચશુ નહી. ભલે પછી સગાવ્હાલા માટે જ હોય તેમજ અલ્લાહ(ની ખુશી) માટે ગવાહીને છુપાવશું નહિ (જો એમ કરશુ તો) અમે ગુનેહગાર બનશું.

107

فَاِنۡ عُثِرَ عَلٰۤی اَنَّہُمَا اسۡتَحَقَّاۤ اِثۡمًا فَاٰخَرٰنِ یَقُوۡمٰنِ مَقَامَہُمَا مِنَ الَّذِیۡنَ اسۡتَحَقَّ عَلَیۡہِمُ الۡاَوۡلَیٰنِ فَیُقۡسِمٰنِ بِاللّٰہِ لَشَہَادَتُنَاۤ اَحَقُّ مِنۡ شَہَادَتِہِمَا وَ مَا اعۡتَدَیۡنَاۤ ۫ۖ اِنَّاۤ اِذًا لَّمِنَ الظّٰلِمِیۡنَ ﴿۱۰۷﴾

(૧૦૭) પછી જો આ વાતની ખબર પડી જાય કે તેઓ બંને ગુનેહગાર છે તો તેમના બદલે બીજા બે ગવાહો તે (મય્યતના સગાં વહાલાંઓ)માંના હોવા જોઇએ કે જેમણે પહેલા બે ગવાહોની જગ્યા લીધી હોય અને અલ્લાહની કસમ ખાઇને કહે કે અમારી ગવાહી તે બંને કરતા હકથી વધારે નઝદિક છે અને જો અમે હદપાર કરીએ તો ખરેખર અમે ઝુલમગાર થઇ જશું.

108

ذٰلِکَ اَدۡنٰۤی اَنۡ یَّاۡتُوۡا بِالشَّہَادَۃِ عَلٰی وَجۡہِہَاۤ اَوۡ یَخَافُوۡۤا اَنۡ تُرَدَّ اَیۡمَانٌۢ بَعۡدَ اَیۡمَانِہِمۡ ؕ وَ اتَّقُوا اللّٰہَ وَ اسۡمَعُوۡا ؕ وَ اللّٰہُ لَا یَہۡدِی الۡقَوۡمَ الۡفٰسِقِیۡنَ ﴿۱۰۸﴾٪

(૧૦૮) આ આસાન રસ્તો છે કે જેથી તેઓ સાચે સાચી ગવાહી આપે અથવા એ (વાત)થી ડરે કે તેઓની કસમ બાદ (બીજી કસમ વડે તેઓની) કસમ રદ કરવામાં આવશે; અને અલ્લાહ(ની નાફરમાની)થી બચે અને (તેના ફરમાનો) સાંભળે; અને અલ્લાહ ફાસિકોની હિદાયત કરતો નથી.

109

یَوۡمَ یَجۡمَعُ اللّٰہُ الرُّسُلَ فَیَقُوۡلُ مَا ذَاۤ اُجِبۡتُمۡ ؕ قَالُوۡا لَا عِلۡمَ لَنَا ؕ اِنَّکَ اَنۡتَ عَلَّامُ الۡغُیُوۡبِ ﴿۱۰۹﴾

(૧૦૯) જે દિવસે અલ્લાહ રસૂલોને ભેગાં કરીને પૂછશે તમને (તમારી કૌમ તરફથી તબલીગનો) શું જવાબ આપવામાં આવ્યો હતો? ત્યારે તેઓ કહેશે કે (તારી જાણકારીના મુકાબલામાં) અમે કંઇ જાણતા નથી; બેશક તું છુપી વાતોનો જાણનાર છો.

110

اِذۡ قَالَ اللّٰہُ یٰعِیۡسَی ابۡنَ مَرۡیَمَ اذۡکُرۡ نِعۡمَتِیۡ عَلَیۡکَ وَ عَلٰی وَالِدَتِکَ ۘ اِذۡ اَیَّدۡتُّکَ بِرُوۡحِ الۡقُدُسِ ۟ تُکَلِّمُ النَّاسَ فِی الۡمَہۡدِ وَ کَہۡلًا ۚ وَ اِذۡ عَلَّمۡتُکَ الۡکِتٰبَ وَ الۡحِکۡمَۃَ وَ التَّوۡرٰىۃَ وَ الۡاِنۡجِیۡلَ ۚ وَ اِذۡ تَخۡلُقُ مِنَ الطِّیۡنِ کَہَیۡـَٔۃِ الطَّیۡرِ بِاِذۡنِیۡ فَتَنۡفُخُ فِیۡہَا فَتَکُوۡنُ طَیۡرًۢا بِاِذۡنِیۡ وَ تُبۡرِیُٔ الۡاَکۡمَہَ وَ الۡاَبۡرَصَ بِاِذۡنِیۡ ۚ وَ اِذۡ تُخۡرِجُ الۡمَوۡتٰی بِاِذۡنِیۡ ۚ وَ اِذۡ کَفَفۡتُ بَنِیۡۤ اِسۡرَآءِیۡلَ عَنۡکَ اِذۡ جِئۡتَہُمۡ بِالۡبَیِّنٰتِ فَقَالَ الَّذِیۡنَ کَفَرُوۡا مِنۡہُمۡ اِنۡ ہٰذَاۤ اِلَّا سِحۡرٌ مُّبِیۡنٌ ﴿۱۱۰﴾

(૧૧૦) જે વખતે અલ્લાહ ફરમાવશે કે અય ઇસા ઇબ્ને મરિયમ ! (જરા) મારી તે નેઅમતને યાદ કર કે જે તારા પર તથા તારી વાલેદા પર હતી, જ્યારે મેં રૂહુલ કુદ્દુસ થકી તારી મદદ કરી; તું ગેહવારા તથા બુઢાપામાં પણ લોકોની સાથે વાતો કરતો હતો, અને જ્યારે મેં તને કિતાબ તથા હિકમત તથા તૌરેત અને ઇન્જીલનું ઇલ્મ આપ્યું અને જ્યારે તુ મારી રજાથી માટીમાંથી પરીન્દાના આકાર જેવી વસ્તુ બનાવતો હતો પછી તેમાં (રૂહ) ફૂંકતો હતો ત્યારે તે મારી રજાથી પરીન્દુ બની જતું હતું, અને તું જન્મ જાત આંધળા તથા કોઢીયાઓને મારી રજાથી સાજા કરી દેતો હતો, અને જ્યારે તું મરી ગએલાઓને મારી રજાથી સજીવન કરી દેતો હતો, અને જ્યારે તુ ઇસ્રાઇલ પાસે ખુલ્લી દલીલો (મોઅજિઝા) લઇને આવ્યો ત્યારે તેઓના શરને તારાથી રોક્યો હતો, પછી તેઓમાંથી અમુક નાસ્તિકોએ કહ્યું કે આ તો કાંઇ જ નથી પણ ખુલ્લો જાદુ છે.

111

وَ اِذۡ اَوۡحَیۡتُ اِلَی الۡحَوَارِیّٖنَ اَنۡ اٰمِنُوۡا بِیۡ وَ بِرَسُوۡلِیۡ ۚ قَالُوۡۤا اٰمَنَّا وَ اشۡہَدۡ بِاَنَّنَا مُسۡلِمُوۡنَ ﴿۱۱۱﴾

(૧૧૧) અને (કે) જ્યારે મેં હવારીઓને વહી કરી કે તમે મારા પર તથા મારા રસૂલ (ઇસા અ.સ.) પર ઇમાન લાવો, ત્યારે તેમણે કહ્યું કે અમે ઇમાન લાવ્યા અને તું ગવાહ રહે કે અમે ખરે જ મુસલમાન છીએે.

112

اِذۡ قَالَ الۡحَوَارِیُّوۡنَ یٰعِیۡسَی ابۡنَ مَرۡیَمَ ہَلۡ یَسۡتَطِیۡعُ رَبُّکَ اَنۡ یُّنَزِّلَ عَلَیۡنَا مَآئِدَۃً مِّنَ السَّمَآءِ ؕ قَالَ اتَّقُوا اللّٰہَ اِنۡ کُنۡتُمۡ مُّؤۡمِنِیۡنَ ﴿۱۱۲﴾

(૧૧૨) જ્યારે હવારીઓએ કહ્યું કે અય ઇસા ઇબ્ને મરિયમ ! શું તારો પરવરદિગાર અમારા માટે આસમાનથી સુફરો મોકલી શકે? તેણે ફરમાવ્યું કે જો તમે મોઅમીન હોવ તો અલ્લાહ(ની કુદરત બાબતે શક કરવા)થી બચો.

113

قَالُوۡا نُرِیۡدُ اَنۡ نَّاۡکُلَ مِنۡہَا وَ تَطۡمَئِنَّ قُلُوۡبُنَا وَ نَعۡلَمَ اَنۡ قَدۡ صَدَقۡتَنَا وَ نَکُوۡنَ عَلَیۡہَا مِنَ الشّٰہِدِیۡنَ ﴿۱۱۳﴾

(૧૧૩) તેમણે કહ્યું કે અમે તો એ ચાહીએ છીએ કે તેમાંથી કાંઇ ખાઇએ અને અમારા દિલોને ઇત્મીનાન મળે, અને અમે જાણી લઇએ કે ખરેખર તેં અમને સાચું કહ્યું છે અને અમે તે (મોઅજિઝા)ના ગવાહ બની જઇએ.

114

قَالَ عِیۡسَی ابۡنُ مَرۡیَمَ اللّٰہُمَّ رَبَّنَاۤ اَنۡزِلۡ عَلَیۡنَا مَآئِدَۃً مِّنَ السَّمَآءِ تَکُوۡنُ لَنَا عِیۡدًا لِّاَوَّلِنَا وَ اٰخِرِنَا وَ اٰیَۃً مِّنۡکَ ۚ وَ ارۡزُقۡنَا وَ اَنۡتَ خَیۡرُ الرّٰزِقِیۡنَ ﴿۱۱۴﴾

(૧૧૪) ઇસા ઇબ્ને મરિયમે કહ્યું કે અય અલ્લાહ! મારા પરવરદિગાર અમારા પર આસમાન પરથી સુફરો નાઝિલ કર કે અમારા પહેલાઓ તથા પાછળનાઓ માટે ઇદ બને. તેમજ તારા તરફની એક નિશાની (હોય), અને અમને રોઝી અતા કર અને તું બહેતરીન રોઝીનો આપનાર છે.

115

قَالَ اللّٰہُ اِنِّیۡ مُنَزِّلُہَا عَلَیۡکُمۡ ۚ فَمَنۡ یَّکۡفُرۡ بَعۡدُ مِنۡکُمۡ فَاِنِّیۡۤ اُعَذِّبُہٗ عَذَابًا لَّاۤ اُعَذِّبُہٗۤ اَحَدًا مِّنَ الۡعٰلَمِیۡنَ ﴿۱۱۵﴾٪

(૧૧૫) અલ્લાહે ફરમાવ્યું કે હું તે તમારા પર જરૂર નાઝિલ કરીશ, પરંતુ તમારામાંથી જે કોઇ ઈન્કાર કરશે તો બેશક તેને એવો અઝાબ આપીશ કે દુનિયાઓવાળાઓમાંથી કોઇને પણ એવો અઝાબ નહિ આપ્યો હોય.

116

وَ اِذۡ قَالَ اللّٰہُ یٰعِیۡسَی ابۡنَ مَرۡیَمَ ءَاَنۡتَ قُلۡتَ لِلنَّاسِ اتَّخِذُوۡنِیۡ وَ اُمِّیَ اِلٰہَیۡنِ مِنۡ دُوۡنِ اللّٰہِ ؕ قَالَ سُبۡحٰنَکَ مَا یَکُوۡنُ لِیۡۤ اَنۡ اَقُوۡلَ مَا لَیۡسَ لِیۡ ٭ بِحَقٍّ ؕ؃ اِنۡ کُنۡتُ قُلۡتُہٗ فَقَدۡ عَلِمۡتَہٗ ؕ تَعۡلَمُ مَا فِیۡ نَفۡسِیۡ وَ لَاۤ اَعۡلَمُ مَا فِیۡ نَفۡسِکَ ؕ اِنَّکَ اَنۡتَ عَلَّامُ الۡغُیُوۡبِ ﴿۱۱۶﴾

(૧૧૬) અને (કયામતના દિવસે) જ્યારે અલ્લાહ ફરમાવશે કે અય ઇસા ઇબ્ને મરિયમ! શું તેં લોકોને કહ્યું હતું કે અલ્લાહને મૂકી મને તથા મારી વાલેદા બંનેને ખુદા માની લો ? તે કહેશે કે તારી ઝાત પાક છે, મારા માટે આ યોગ્ય નથી કે હું એવી વાત કરૂ કે જેનો મને કાંઇજ હક નથી; જો મેં એવું કહ્યું હોત તો ખરેખર તું તે જરૂર જાણતે; તું મારા મનની વાત જાણે છે અને હું તારી ઝાતમાં જે કાંઇ છે તેનાથી અજાણ છું; બેશક તું ગૈબનો જાણનાર છો.

117

مَا قُلۡتُ لَہُمۡ اِلَّا مَاۤ اَمَرۡتَنِیۡ بِہٖۤ اَنِ اعۡبُدُوا اللّٰہَ رَبِّیۡ وَ رَبَّکُمۡ ۚ وَ کُنۡتُ عَلَیۡہِمۡ شَہِیۡدًا مَّا دُمۡتُ فِیۡہِمۡ ۚ فَلَمَّا تَوَفَّیۡتَنِیۡ کُنۡتَ اَنۡتَ الرَّقِیۡبَ عَلَیۡہِمۡ ؕ وَ اَنۡتَ عَلٰی کُلِّ شَیۡءٍ شَہِیۡدٌ ﴿۱۱۷﴾

(૧૧૭) મેં તેમને તેં જે હુકમ આપ્યો હતો. તે સિવાય કાંઇ પણ કહ્યું નથી. (અને તે એ) કે અલ્લાહ જે મારો પાલનહાર અને તમારો પણ પાલનહાર છે તેની ઇબાદત કરો; અને જ્યાં સુધી હુ તેઓ દરમ્યાન હતો તેઓ(ના આમાલ) ઉપર ગવાહ હતો. પછી જ્યારે તેં મારી (આ લોકો દરમ્યાન રહેવાની) મુદ્દત પૂરી કરી નાખી પછી તું પોતે તેઓ ઉપર દેખરેખ રાખનાર હતો; અને તું દરેક વસ્તુ પર ગવાહ છો.

118

اِنۡ تُعَذِّبۡہُمۡ فَاِنَّہُمۡ عِبَادُکَ ۚ وَ اِنۡ تَغۡفِرۡ لَہُمۡ فَاِنَّکَ اَنۡتَ الۡعَزِیۡزُ الۡحَکِیۡمُ ﴿۱۱۸﴾

(૧૧૮) જો તું તેમને અઝાબ આપે તો બેશક તેઓ તારા બંદા છે, અને જો તું તેમને માફ કરી દે તો બેશક તું ઇઝ્ઝતવાળો (કુદરતવાળો અને) હિકમતવાળો છો.

119

قَالَ اللّٰہُ ہٰذَا یَوۡمُ یَنۡفَعُ الصّٰدِقِیۡنَ صِدۡقُہُمۡ ؕ لَہُمۡ جَنّٰتٌ تَجۡرِیۡ مِنۡ تَحۡتِہَا الۡاَنۡہٰرُ خٰلِدِیۡنَ فِیۡہَاۤ اَبَدًا ؕ رَضِیَ اللّٰہُ عَنۡہُمۡ وَ رَضُوۡا عَنۡہُ ؕ ذٰلِکَ الۡفَوۡزُ الۡعَظِیۡمُ ﴿۱۱۹﴾

(૧૧૯) અલ્લાહ ફરમાવશે કે આ દિવસ એવો છે કે સાચાઓને તેમની સચ્ચાઇ ફાયદો પહોંચાડશે; તેમના માટે જન્નતો હશે જેની હેઠળ નદીઓ વહેતી હશે, જેમાં તેઓ હંમેશા રહેશે; અલ્લાહ તેમનાથી રાઝી છે અને તેઓ અલ્લાહથી રાઝી છે; એ જ મોટી કામ્યાબી છે.

120

لِلّٰہِ مُلۡکُ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ وَ مَا فِیۡہِنَّ ؕ وَ ہُوَ عَلٰی کُلِّ شَیۡءٍ قَدِیۡرٌ ﴿۱۲۰﴾٪

(૧૨૦) આકાશો તથા ઝમીનનો અને જે કાંઇ તેઓમાં છે તેની હુકૂમત અલ્લાહની જ છે; અને તે દરેક વસ્તુ પર કુદરત રાખે છે.