અલ-કુરઆન

102

At-Takathur

سورة التكاثر


اَلۡہٰکُمُ التَّکَاثُرُ ۙ﴿۱﴾

(૧) (માલ અને ઔલાદના) વધારાની હરિફાઇએ તમને મશગૂલ દીધા છે.

حَتّٰی زُرۡتُمُ الۡمَقَابِرَ ؕ﴿۲﴾

(૨) એટલે સુધી કે તમે કબરોની મુલાકાત કરી. (સંખ્યાની ગણતરી માટે)!

کَلَّا سَوۡفَ تَعۡلَمُوۡنَ ۙ﴿۳﴾

(૩) એવુ નથી (જેવુ તમે ધારો છો)! (હા) તમે જલ્દી જાણી લેશો:

ثُمَّ کَلَّا سَوۡفَ تَعۡلَمُوۡنَ ؕ﴿۴﴾

(૪) વળી પાછુ એવુ નથી (જેવુ તમે ધારો છો) જલ્દી જાણી લેશો.

کَلَّا لَوۡ تَعۡلَمُوۡنَ عِلۡمَ الۡیَقِیۡنِ ؕ﴿۵﴾

(૫) એવું નથી (જેવુ તમે ધારો છો) જો તમને (આખેરતનુ) ઇલ્મુલ યકીન હોય તો (આવી હરિફાઇ તમને ગાફિલ ન કરેત)!

لَتَرَوُنَّ الۡجَحِیۡمَ ۙ﴿۶﴾

(૬) ખરેખર તમે જહન્નમને જરૂર નિહાળશો!

ثُمَّ لَتَرَوُنَّہَا عَیۡنَ الۡیَقِیۡنِ ۙ﴿۷﴾

(૭) પછી તમે (તેમાં દાખલ થઇને) તેને યકીનની આંખે જરૂર નિહાળશો:

ثُمَّ لَتُسۡـَٔلُنَّ یَوۡمَئِذٍ عَنِ النَّعِیۡمِ ٪﴿۸﴾

(૮) પછી તે દિવસે તમારાથી નેઅમતોની બાબતે જરૂર સવાલ કરવામાં આવશે!