سورة الإنفطار
اِذَا السَّمَآءُ انۡفَطَرَتۡ ۙ﴿۱﴾
(૧) જ્યારે આસમાન ફાટી જશે,
وَ اِذَا الۡکَوَاکِبُ انۡتَثَرَتۡ ۙ﴿۲﴾
(૨) અને જ્યારે તારાઓ વિખરાઇ જશે,
وَ اِذَا الۡبِحَارُ فُجِّرَتۡ ﴿ۙ۳﴾
(૩) અને જ્યારે દરિયાઓ એકબીજાથી જોડાઇ જશે:
وَ اِذَا الۡقُبُوۡرُ بُعۡثِرَتۡ ۙ﴿۴﴾
(૪) અને જ્યારે કબરોને ઊલટપુલટ થઇ જશે:
عَلِمَتۡ نَفۡسٌ مَّا قَدَّمَتۡ وَ اَخَّرَتۡ ؕ﴿۵﴾
(૫) દરેક જાણી લેશે કે તેણે કંઇ ચીઝ આગળ મોકલી છે અને કંઇ ચીઝ પાછળ મૂકી છે.
یٰۤاَیُّہَا الۡاِنۡسَانُ مَا غَرَّکَ بِرَبِّکَ الۡکَرِیۡمِ ۙ﴿۶﴾
(૬) અય ઇન્સાન! તને તારા કરીમ પરવરદિગારના સંબંધમાં કઇ વસ્તુએ ધોકામાં રાખ્યો છે?!
الَّذِیۡ خَلَقَکَ فَسَوّٰىکَ فَعَدَلَکَ ۙ﴿۷﴾
(૭) જેણે તને પેદા કર્યો, પછી તને સંપૂર્ણ અને સમતલ કર્યો :
فِیۡۤ اَیِّ صُوۡرَۃٍ مَّا شَآءَ رَکَّبَکَ ؕ﴿۸﴾
(૮) પછી જે સૂરત ચાહી તે (સૂરત)માં તારી રચના કરી.
کَلَّا بَلۡ تُکَذِّبُوۡنَ بِالدِّیۡنِ ۙ﴿۹﴾
(૯) હરગિઝ (તમે જેવુ ધારો છો) એવુ નથી બલ્કે તમે બદલા(ના દિવસ)ને જૂઠલાવો છો:
وَ اِنَّ عَلَیۡکُمۡ لَحٰفِظِیۡنَ ﴿ۙ۱۰﴾
(૧૦) અને ખરેખર તમારા ઉપર ચોકીદારો મુકર્રર છે...
کِرَامًا کَاتِبِیۡنَ ﴿ۙ۱۱﴾
(૧૧) કે જેઓ બુલંદ દરજ્જાઓવાળા લખનારા છે :
یَعۡلَمُوۡنَ مَا تَفۡعَلُوۡنَ ﴿۱۲﴾
(૧૨) કે તે તેઓ જાણે છે જે કાંઇ તમે કરો છો.
اِنَّ الۡاَبۡرَارَ لَفِیۡ نَعِیۡمٍ ﴿ۚ۱۳﴾
(૧૩) બેશક નેક લોકો (જન્નતી) નેઅમતોમાં છે:
وَ اِنَّ الۡفُجَّارَ لَفِیۡ جَحِیۡمٍ ﴿ۚۖ۱۴﴾
(૧૪) અને બેશક બદકાર લોકો જહીમ (જહન્નમ)માં છે:
یَّصۡلَوۡنَہَا یَوۡمَ الدِّیۡنِ ﴿۱۵﴾
(૧૫) બદલાના દિવસે તેઓ તેમાં દાખલ થશે:
وَ مَا ہُمۡ عَنۡہَا بِغَآئِبِیۡنَ ﴿ؕ۱۶﴾
(૧૬) અને હરગિઝ તેઓ તેનાથી છુપાયેલા કે દૂર નથી.
وَ مَاۤ اَدۡرٰىکَ مَا یَوۡمُ الدِّیۡنِ ﴿ۙ۱۷﴾
(૧૭) અને તું શું જાણે કે બદલાનો દિવસ શું છે?!
ثُمَّ مَاۤ اَدۡرٰىکَ مَا یَوۡمُ الدِّیۡنِ ﴿ؕ۱۸﴾
(૧૮) પછી તુ શું જાણે કે બદલાનો દિવસ શું છે?!
یَوۡمَ لَا تَمۡلِکُ نَفۡسٌ لِّنَفۡسٍ شَیۡئًا ؕ وَ الۡاَمۡرُ یَوۡمَئِذٍ لِّلّٰہِ ﴿٪۱۹﴾
(૧૯) તે દિવસે કોઇપણને બીજા કોઇ માટે કંઇપણ કરી શકવાની સત્તા નથી અને તે દિવસે દરેક કામની સત્તા અલ્લાહની જ છે.
મહત્વપૂર્ણ લિંક્સ
http://www.amillibrary.com
http://hajinaji.imperoserver.in/admin/important-links/create
આપણા સમુદાય સાથે જોડાવા અને એપ્લિકેશનનું અન્વેષણ કરવા માટે તમારો ફોન નંબર દાખલ કરો.
01:59 માં OTP ફરીથી મોકલો
કોડ મળ્યો નથી? ફરીથી મોકલો