At-Taubah
سورة التوبة
فَسِیۡحُوۡا فِی الۡاَرۡضِ اَرۡبَعَۃَ اَشۡہُرٍ وَّ اعۡلَمُوۡۤا اَنَّکُمۡ غَیۡرُ مُعۡجِزِی اللّٰہِ ۙ وَ اَنَّ اللّٰہَ مُخۡزِی الۡکٰفِرِیۡنَ ﴿۲﴾
(૨) માટે ચારે મહિના (દરમિયાન) ઝમીનમાં હરો ફરો અને સમજી લો કે તમે અલ્લાહને લાચાર કરી શકશો નહી (મતલબ કે તેનાથી બચી નહી શકો) અને અલ્લાહ નાસ્તિકોને ઝલીલ કરનારો છે.
وَ اَذَانٌ مِّنَ اللّٰہِ وَ رَسُوۡلِہٖۤ اِلَی النَّاسِ یَوۡمَ الۡحَجِّ الۡاَکۡبَرِ اَنَّ اللّٰہَ بَرِیۡٓءٌ مِّنَ الۡمُشۡرِکِیۡنَ ۬ۙ وَ رَسُوۡلُہٗ ؕ فَاِنۡ تُبۡتُمۡ فَہُوَ خَیۡرٌ لَّکُمۡ ۚ وَ اِنۡ تَوَلَّیۡتُمۡ فَاعۡلَمُوۡۤا اَنَّکُمۡ غَیۡرُ مُعۡجِزِی اللّٰہِ ؕ وَ بَشِّرِ الَّذِیۡنَ کَفَرُوۡا بِعَذَابٍ اَلِیۡمٍ ۙ﴿۳﴾
(૩) અને અલ્લાહ તથા તેના રસૂલ તરફથી હજ્જે અકબરના દિવસે લોકો માટે એલાન છે કે અલ્લાહ અને તેના રસૂલ મુશરિકોથી બેઝાર છે; પછી અગર તમે તૌબા કરી લો તો તમારા માટે બેહતર છે, અને અગર (આ હુકમથી) મોઢું ફેરવી લેશો તો સમજી લો કે તમે અલ્લાહને લાચાર કરી શકનારા નથી; અને તું નાસ્તિકોને દર્દનાક અઝાબની ખુશખબર આપી દે:
اِلَّا الَّذِیۡنَ عٰہَدۡتُّمۡ مِّنَ الۡمُشۡرِکِیۡنَ ثُمَّ لَمۡ یَنۡقُصُوۡکُمۡ شَیۡئًا وَّ لَمۡ یُظَاہِرُوۡا عَلَیۡکُمۡ اَحَدًا فَاَتِمُّوۡۤا اِلَیۡہِمۡ عَہۡدَہُمۡ اِلٰی مُدَّتِہِمۡ ؕ اِنَّ اللّٰہَ یُحِبُّ الۡمُتَّقِیۡنَ ﴿۴﴾
(૪) સિવાય તે મુશરિકો કે જેમની સાથે તમે કરાર કર્યા હતા; પછી તેમણે તમારી સાથે (કરેલ કરારમાં) કાંઇ કમી કરી નથી; તેમજ તમારી ખિલાફ કોઇને મદદ પણ આપી નથી તો પછી તેમનો કરાર તેની મુદ્દત સુધી પૂરો કરો; બેશક અલ્લાહ પરહેઝગારોને દોસ્ત રાખે છે.
فَاِذَا انۡسَلَخَ الۡاَشۡہُرُ الۡحُرُمُ فَاقۡتُلُوا الۡمُشۡرِکِیۡنَ حَیۡثُ وَجَدۡتُّمُوۡہُمۡ وَ خُذُوۡہُمۡ وَ احۡصُرُوۡہُمۡ وَ اقۡعُدُوۡا لَہُمۡ کُلَّ مَرۡصَدٍ ۚ فَاِنۡ تَابُوۡا وَ اَقَامُوا الصَّلٰوۃَ وَ اٰتَوُا الزَّکٰوۃَ فَخَلُّوۡا سَبِیۡلَہُمۡ ؕ اِنَّ اللّٰہَ غَفُوۡرٌ رَّحِیۡمٌ ﴿۵﴾
(૫) પછી જ્યારે હુરમતવાળા (મજકુર ચાર) મહિના પૂરા થઇ જાય ત્યારે મુશરિકો જ્યાં પણ મળી આવે ત્યાં તેમને કત્લ કરી નાખજો, અને તેમને પકડી કૈદ કરી લેજો, અને તેમને ઘેરી લેજો, અને દરેક સંતાઇ રહેવાની જગ્યાએ તેમની તાકમાં રહેજો; પછી જો તેઓ તૌબા કરે અને નમાઝ કાયમ કરે તથા ઝકાત આપે તો તેમને છોડી દેજો; કારણકે અલ્લાહ ગફુરૂર રહીમ છે.
وَ اِنۡ اَحَدٌ مِّنَ الۡمُشۡرِکِیۡنَ اسۡتَجَارَکَ فَاَجِرۡہُ حَتّٰی یَسۡمَعَ کَلٰمَ اللّٰہِ ثُمَّ اَبۡلِغۡہُ مَاۡمَنَہٗ ؕ ذٰلِکَ بِاَنَّہُمۡ قَوۡمٌ لَّا یَعۡلَمُوۡنَ ٪﴿۶﴾
(૬) અને મુશરિકોમાંથી અગર કોઇ તારી પનાહ માંગે તો તેને પનાહ આપ જેથી તે અલ્લાહનો કલામ સાંભળે, પછી તેને તેની સલામતીની જગ્યાએ પહોંચાડી દો; આ એ માટે કે તેઓ એવા લોકો છે કે જેઓ જાણતા નથી.
کَیۡفَ یَکُوۡنُ لِلۡمُشۡرِکِیۡنَ عَہۡدٌ عِنۡدَ اللّٰہِ وَ عِنۡدَ رَسُوۡلِہٖۤ اِلَّا الَّذِیۡنَ عٰہَدۡتُّمۡ عِنۡدَ الۡمَسۡجِدِ الۡحَرَامِ ۚ فَمَا اسۡتَقَامُوۡا لَکُمۡ فَاسۡتَقِیۡمُوۡا لَہُمۡ ؕ اِنَّ اللّٰہَ یُحِبُّ الۡمُتَّقِیۡنَ ﴿۷﴾
(૭) અલ્લાહ અને તેના રસૂલના શિરે મુશરિકોનો કોઇ અહદો પયમાન (વાયદો) કેવી રીતે (બાકી) હોય શકે? સિવાય કે જેમની સાથે તમોએ મસ્જિદુલ હરામ પાસે કરાર કર્યો જેથી જ્યાં સુધી તેઓ તમારી સાથે તેના (કરાર) પર કાયમ રહે ત્યાં સુધી તમે પણ તેમની સાથે તેના (કરાર) પર કાયમ રહો; બેશક અલ્લાહ પરહેઝગારોને દોસ્ત રાખે છે.
کَیۡفَ وَ اِنۡ یَّظۡہَرُوۡا عَلَیۡکُمۡ لَا یَرۡقُبُوۡا فِیۡکُمۡ اِلًّا وَّ لَا ذِمَّۃً ؕ یُرۡضُوۡنَکُمۡ بِاَفۡوَاہِہِمۡ وَ تَاۡبٰی قُلُوۡبُہُمۡ ۚ وَ اَکۡثَرُہُمۡ فٰسِقُوۡنَ ۚ﴿۸﴾
(૮) તે કેવી રીતે (તેઓના કરાર પર બાકી હોય શકે) જો તેઓ તમારા પર કાબૂ મેળવી લેશે તો ન તેઓ તમારા સંબંધમાં સગપણનો વિચાર કરશે ન કોલ કરારનો; તેઓ (માત્ર) મોંઢા (ઝબાન)થી તમને રાઝી કરે છે, પરંતુ તેમના દિલો ઇન્કાર કરે છે, અને તેઓમાંના ઘણાખરા ફાસીકો છે.
فَاِنۡ تَابُوۡا وَ اَقَامُوا الصَّلٰوۃَ وَ اٰتَوُا الزَّکٰوۃَ فَاِخۡوَانُکُمۡ فِی الدِّیۡنِ ؕ وَ نُفَصِّلُ الۡاٰیٰتِ لِقَوۡمٍ یَّعۡلَمُوۡنَ ﴿۱۱﴾
(૧૧) પછી અગર તેઓ તૌબા કરી લે તથા નમાઝ કાયમ કરે તથા ઝકાત આપે તો તેઓ દીનમાં તમારા ભાઇઓ (દીની ભાઇઓ) છે; અને તે લોકો માટે કે જેઓ ઇલ્મ (અક્કલ) ધરાવે છે અમે તેમના માટે આયતોને વાઝેહ કરીએ છીએ.
وَ اِنۡ نَّکَثُوۡۤا اَیۡمَانَہُمۡ مِّنۡۢ بَعۡدِ عَہۡدِہِمۡ وَ طَعَنُوۡا فِیۡ دِیۡنِکُمۡ فَقَاتِلُوۡۤا اَئِمَّۃَ الۡکُفۡرِ ۙ اِنَّہُمۡ لَاۤ اَیۡمَانَ لَہُمۡ لَعَلَّہُمۡ یَنۡتَہُوۡنَ ﴿۱۲﴾
(૧૨) અને અગર તેઓ કરાર કર્યા બાદ પોતાની કસમોને તોડે અને તમારા દીન સંબંધમાં મેણાં મારે તો તમે નાસ્તિકોના સરદારો સાથે લડો. બેશક તેમની કસમ કાંઇપણ (કિંમત ધરાવતી) નથી. કદાચને તેઓ અટકી જાય;
اَلَا تُقَاتِلُوۡنَ قَوۡمًا نَّکَثُوۡۤا اَیۡمَانَہُمۡ وَ ہَمُّوۡا بِاِخۡرَاجِ الرَّسُوۡلِ وَ ہُمۡ بَدَءُوۡکُمۡ اَوَّلَ مَرَّۃٍ ؕ اَتَخۡشَوۡنَہُمۡ ۚ فَاللّٰہُ اَحَقُّ اَنۡ تَخۡشَوۡہُ اِنۡ کُنۡتُمۡ مُّؤۡمِنِیۡنَ ﴿۱۳﴾
(૧૩) શું તમે તે લોકોથી નહિ લડો કે જેમણે પોતાની કસમોને તોડી નાખી અને રસૂલને કાઢી મૂકવાનો ઇરાદો કર્યો અને તમારા પર હુમલો કરવાની પહેલ કરી? શું તમે તેમનાથી ડરો છો? પણ અગર તમે મોઅમીન હોવ તો અલ્લાહ તેનો વધુ હકદાર છે કે તમે તેનાથી ડરો.
اَمۡ حَسِبۡتُمۡ اَنۡ تُتۡرَکُوۡا وَ لَمَّا یَعۡلَمِ اللّٰہُ الَّذِیۡنَ جٰہَدُوۡا مِنۡکُمۡ وَ لَمۡ یَتَّخِذُوۡا مِنۡ دُوۡنِ اللّٰہِ وَ لَا رَسُوۡلِہٖ وَ لَا الۡمُؤۡمِنِیۡنَ وَلِیۡجَۃً ؕ وَ اللّٰہُ خَبِیۡرٌۢ بِمَا تَعۡمَلُوۡنَ ﴿٪۱۶﴾
(૧૬) શું તમોએ એવું ગુમાન કરી લીધું છે કે તમને (એમ જ) છોડી દેવામાં આવશે ? જ્યારે કે અલ્લાહે હજી સુધી (જાહેરી નિશાની વડે) એ જાણ્યું નથી કે તમારામાંથી કોણે જેહાદ કર્યો ? તથા અલ્લાહ તથા તેના રસૂલ તથા મોઅમીનો સિવાય બીજા કોઇને રાઝદાર નથી બનાવ્યા; અને તમે જે કાંઇ કરો છો તેનાથી અલ્લાહ સારી રીતે વાકેફ છે.
مَا کَانَ لِلۡمُشۡرِکِیۡنَ اَنۡ یَّعۡمُرُوۡا مَسٰجِدَ اللّٰہِ شٰہِدِیۡنَ عَلٰۤی اَنۡفُسِہِمۡ بِالۡکُفۡرِ ؕ اُولٰٓئِکَ حَبِطَتۡ اَعۡمَالُہُمۡ ۚۖ وَ فِی النَّارِ ہُمۡ خٰلِدُوۡنَ ﴿۱۷﴾
(૧૭) મુશરિકોને હક નથી કે અલ્લાહની મસ્જિદોની આબાદ કરે જયારે કે પોતાના નાસ્તિકપણાની ગવાહી પણ પોતે આપતા હોય! તેઓના આમાલ નાબૂદ થયા, અને તેઓ હંમેશા આગમાં રહેનારા થશે.
اِنَّمَا یَعۡمُرُ مَسٰجِدَ اللّٰہِ مَنۡ اٰمَنَ بِاللّٰہِ وَ الۡیَوۡمِ الۡاٰخِرِ وَ اَقَامَ الصَّلٰوۃَ وَ اٰتَی الزَّکٰوۃَ وَ لَمۡ یَخۡشَ اِلَّا اللّٰہَ فَعَسٰۤی اُولٰٓئِکَ اَنۡ یَّکُوۡنُوۡا مِنَ الۡمُہۡتَدِیۡنَ ﴿۱۸﴾
(૧૮) અલ્લાહની મસ્જિદો તો માત્ર તેઓ જ આબાદ કરે કે જેઓ અલ્લાહ તથા કયામતના દિવસ પર ઇમાન રાખતા હોય તથા નમાઝ કાયમ રાખતા હોય તથા ઝકાત આપતા હોય અને અલ્લાહ સિવાય બીજા કોઇથી ડરતા ન હોય; ઉમ્મીદ છે કે તેઓ હિદાયત પામેલા-ઓમાંના થઇ જાય.
اَجَعَلۡتُمۡ سِقَایَۃَ الۡحَآجِّ وَ عِمَارَۃَ الۡمَسۡجِدِ الۡحَرَامِ کَمَنۡ اٰمَنَ بِاللّٰہِ وَ الۡیَوۡمِ الۡاٰخِرِ وَ جٰہَدَ فِیۡ سَبِیۡلِ اللّٰہِ ؕ لَا یَسۡتَوٗنَ عِنۡدَ اللّٰہِ ؕ وَ اللّٰہُ لَا یَہۡدِی الۡقَوۡمَ الظّٰلِمِیۡنَ ﴿ۘ۱۹﴾
(૧૯) શું તમોએ હાજીઓને પાણી પીવડાવવું તથા મસ્જિદુલ હરામને આબાદ કરવા (જેવા કાર્યો)ને તે શખ્સની (ખિદમત) બરોબર ગણી લીધાં છે કે જે અલ્લાહ તથા કયામત પર ઇમાન રાખતો હોય અને જે રાહે ખુદામાં જેહાદ કરતો હોય? તેઓ અલ્લાહની પાસે સમાન નથી; અને અલ્લાહ ઝાલિમ લોકોની હિદાયત કરતો નથી.
اَلَّذِیۡنَ اٰمَنُوۡا وَ ہَاجَرُوۡا وَ جٰہَدُوۡا فِیۡ سَبِیۡلِ اللّٰہِ بِاَمۡوَالِہِمۡ وَ اَنۡفُسِہِمۡ ۙ اَعۡظَمُ دَرَجَۃً عِنۡدَ اللّٰہِ ؕ وَ اُولٰٓئِکَ ہُمُ الۡفَآئِزُوۡنَ ﴿۲۰﴾
(૨૦) જે લોકો ઇમાન લાવ્યા તથા જેમણે હિજરત કરી તથા પોતાના માલ અને જાન સાથે રાહે ખુદામાં જેહાદ કર્યો, અલ્લાહની પાસે તેઓના બુલંદ દરજ્જાઓ છે; અને તેઓ કામ્યાબ છે.
یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡا لَا تَتَّخِذُوۡۤا اٰبَآءَکُمۡ وَ اِخۡوَانَکُمۡ اَوۡلِیَآءَ اِنِ اسۡتَحَبُّوا الۡکُفۡرَ عَلَی الۡاِیۡمَانِ ؕ وَ مَنۡ یَّتَوَلَّہُمۡ مِّنۡکُمۡ فَاُولٰٓئِکَ ہُمُ الظّٰلِمُوۡنَ ﴿۲۳﴾
(૨૩) અય ઇમાનવાળાઓ! તમારા બાપદાદાઓે તથા ભાઇઓ અગર ઇમાનના મુકાબલામાં કુફ્રને પસંદ કરતા હોય તો તેમને તમારા વલી (આધાર) બનાવો નહિ, અને તમારામાંથી જે કોઇ તેમને વલી (આધાર) બનાવશે, તેઓ ઝાલિમો છે.
قُلۡ اِنۡ کَانَ اٰبَآؤُکُمۡ وَ اَبۡنَآؤُکُمۡ وَ اِخۡوَانُکُمۡ وَ اَزۡوَاجُکُمۡ وَ عَشِیۡرَتُکُمۡ وَ اَمۡوَالُۨ اقۡتَرَفۡتُمُوۡہَا وَ تِجَارَۃٌ تَخۡشَوۡنَ کَسَادَہَا وَ مَسٰکِنُ تَرۡضَوۡنَہَاۤ اَحَبَّ اِلَیۡکُمۡ مِّنَ اللّٰہِ وَ رَسُوۡلِہٖ وَ جِہَادٍ فِیۡ سَبِیۡلِہٖ فَتَرَبَّصُوۡا حَتّٰی یَاۡتِیَ اللّٰہُ بِاَمۡرِہٖ ؕ وَ اللّٰہُ لَا یَہۡدِی الۡقَوۡمَ الۡفٰسِقِیۡنَ ﴿٪۲۴﴾
(૨૪) તું કહે કે અગર તમારા બાપદાદા તથા તમારી ઔલાદ તથા તમારા ભાઇઓ તથા તમારી ઔરતો તથા તમારા કુટુંબીઓ તથા તમારી માલો દોલત કે જે તમોએ મેળવી છે, તથા વેપાર કે જેમાં નુકસાનથી તમે ડરો છો તથા મકાનો કે જેનાથી તમે રાજી છો (તે સર્વે) અલ્લાહ અને તેના રસૂલ તથા અલ્લાહની રાહમાં જેહાદ કરવા કરતાં તમને વધુ વહાલાં હોય તો અલ્લાહ પોતાનો હુકમ લઇ આવે ત્યાં સુધી ઇન્તેઝાર કરો; અને અલ્લાહ ફાસીકોની હિદાયત કરતો નથી.
لَقَدۡ نَصَرَکُمُ اللّٰہُ فِیۡ مَوَاطِنَ کَثِیۡرَۃٍ ۙ وَّ یَوۡمَ حُنَیۡنٍ ۙ اِذۡ اَعۡجَبَتۡکُمۡ کَثۡرَتُکُمۡ فَلَمۡ تُغۡنِ عَنۡکُمۡ شَیۡئًا وَّ ضَاقَتۡ عَلَیۡکُمُ الۡاَرۡضُ بِمَا رَحُبَتۡ ثُمَّ وَلَّیۡتُمۡ مُّدۡبِرِیۡنَ ﴿ۚ۲۵﴾
(૨૫) ખરેખર અલ્લાહે ઘણી જગ્યાએ તમારી મદદ કરી અને હુનૈન (ની લડાઇ)ના દિવસે કે જ્યારે તમારી બહુમતીએ તમને ઘમંડી બનાવી દીધા હતા, પરંતુ (આ બહુમતી) તમને કાંઇ કામ લાગી નહિ. ઝમીન વિશાળ હોવા છતાં તમારા માટે તંગ થઇ ગઇ, પછી તમે પીઠ ફેરવી ભાગી ગયા.
ثُمَّ اَنۡزَلَ اللّٰہُ سَکِیۡنَتَہٗ عَلٰی رَسُوۡلِہٖ وَ عَلَی الۡمُؤۡمِنِیۡنَ وَ اَنۡزَلَ جُنُوۡدًا لَّمۡ تَرَوۡہَا وَ عَذَّبَ الَّذِیۡنَ کَفَرُوۡا ؕ وَ ذٰلِکَ جَزَآءُ الۡکٰفِرِیۡنَ ﴿۲۶﴾
(૨૬) પછી અલ્લાહે પોતાની સકીના (શાંતિ) તેના રસૂલ તથા મોઅમીનો પર મોકલી અને એવાં લશ્કરોને નાઝિલ કર્યા કે જેમને તમે જોઇ શકતા ન હતા અને નાસ્તિકોને સજા કરી, અને નાસ્તિકોનો બદલો એ જ છે.
یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡۤا اِنَّمَا الۡمُشۡرِکُوۡنَ نَجَسٌ فَلَا یَقۡرَبُوا الۡمَسۡجِدَ الۡحَرَامَ بَعۡدَ عَامِہِمۡ ہٰذَا ۚ وَ اِنۡ خِفۡتُمۡ عَیۡلَۃً فَسَوۡفَ یُغۡنِیۡکُمُ اللّٰہُ مِنۡ فَضۡلِہٖۤ اِنۡ شَآءَ ؕ اِنَّ اللّٰہَ عَلِیۡمٌ حَکِیۡمٌ ﴿۲۸﴾
(૨૮) અય ઇમાન લાવનારાઓ! બધા મુશરિકો નાપાક છે, માટે તેઓ આ વર્ષ પછી મસ્જિદુલ હરામની નજદીક આવે નહિ; અને અગર તમને ગરીબીની ચિંતા હોય તો અલ્લાહ પોતાના ફઝલથી તમને ગની બનાવી દેશે જો તે ચાહશે તો; બેશક અલ્લાહ જાણનાર અને હિકમતવાળો છે.
قَاتِلُوا الَّذِیۡنَ لَا یُؤۡمِنُوۡنَ بِاللّٰہِ وَ لَا بِالۡیَوۡمِ الۡاٰخِرِ وَ لَا یُحَرِّمُوۡنَ مَا حَرَّمَ اللّٰہُ وَ رَسُوۡلُہٗ وَ لَا یَدِیۡنُوۡنَ دِیۡنَ الۡحَقِّ مِنَ الَّذِیۡنَ اُوۡتُوا الۡکِتٰبَ حَتّٰی یُعۡطُوا الۡجِزۡیَۃَ عَنۡ یَّدٍ وَّ ہُمۡ صٰغِرُوۡنَ ﴿٪۲۹﴾
(૨૯) એહલે કિતાબમાંથી જેઓ અલ્લાહ તથા કયામતના દિવસ પર ઇમાન નથી રાખતા અને જે વસ્તુઓ અલ્લાહે તથા તેના રસૂલે હરામ કરી છે તેને હરામ નથી ગણતા અને તેઓ દીને હકને કબૂલ કરતા નથી, તેઓની સાથે લડો જયાં સુધી કે તેઓ પોતાના હાથે ઝિલ્લત સાથે જઝીયો (ટેકસ) આપવા તૈયાર ન થઇ જાય.
وَ قَالَتِ الۡیَہُوۡدُ عُزَیۡرُۨ ابۡنُ اللّٰہِ وَ قَالَتِ النَّصٰرَی الۡمَسِیۡحُ ابۡنُ اللّٰہِ ؕ ذٰلِکَ قَوۡلُہُمۡ بِاَفۡوَاہِہِمۡ ۚ یُضَاہِـُٔوۡنَ قَوۡلَ الَّذِیۡنَ کَفَرُوۡا مِنۡ قَبۡلُ ؕ قٰتَلَہُمُ اللّٰہُ ۚ۫ اَنّٰی یُؤۡفَکُوۡنَ ﴿۳۰﴾
(૩૦) અને યહૂદીઓએ કહ્યુ કે ઉઝૈર અલ્લાહનો ફરઝંદ છે; અને ખ્રિસ્તીઓ કહ્યુ કે મસીહ અલ્લાહનો ફરઝંદ છે; આ વાત તેઓના મોઢેથી કહે છે જે અગાઉના નાસ્તિકો જેવી જ છે; અલ્લાહ તેઓને હલાક કરે; તેઓ કયાં બેહકી રહ્યા છે?
اِتَّخَذُوۡۤا اَحۡبَارَہُمۡ وَ رُہۡبَانَہُمۡ اَرۡبَابًا مِّنۡ دُوۡنِ اللّٰہِ وَ الۡمَسِیۡحَ ابۡنَ مَرۡیَمَ ۚ وَ مَاۤ اُمِرُوۡۤا اِلَّا لِیَعۡبُدُوۡۤا اِلٰـہًا وَّاحِدًا ۚ لَاۤ اِلٰہَ اِلَّا ہُوَ ؕ سُبۡحٰنَہٗ عَمَّا یُشۡرِکُوۡنَ ﴿۳۱﴾
(૩૧) તેઓએ અલ્લાહને છોડી પોતાના પાદરીઓ તથા રાહીબોને માઅબૂદ બનાવી લીધા અને ઇસા ઇબ્ને મરિયમને પણ. જયારે કે તેઓને હુકમ કરવામાં આવ્યો હતો કે તેઓ એક જ માઅબૂદની ઇબાદત કરે, જેના સિવાય બીજો કોઇ માઅબૂદ નથી. તેની જાત એ ચીજોથી પાક છે જેને તેની શરીક ગણવામાં આવે છે.
یُرِیۡدُوۡنَ اَنۡ یُّطۡفِـُٔوۡا نُوۡرَ اللّٰہِ بِاَفۡوَاہِہِمۡ وَ یَاۡبَی اللّٰہُ اِلَّاۤ اَنۡ یُّتِمَّ نُوۡرَہٗ وَ لَوۡ کَرِہَ الۡکٰفِرُوۡنَ ﴿۳۲﴾
(૩૨) તેઓ ચાહે છે કે અલ્લાહના નૂરને પોતાના મોઢેથી (ફૂંક મારી) બુઝાવી નાખે, અલ્લાહ એ સિવાય કંઇ નથી ચાહતો કે પોતાના નૂરને એના કમાલ સુધી પહોંચાડી દે પછી ભલેને નાસ્તિકોને નાપસંદ હોય.
یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡۤا اِنَّ کَثِیۡرًا مِّنَ الۡاَحۡبَارِ وَ الرُّہۡبَانِ لَیَاۡکُلُوۡنَ اَمۡوَالَ النَّاسِ بِالۡبَاطِلِ وَ یَصُدُّوۡنَ عَنۡ سَبِیۡلِ اللّٰہِ ؕ وَ الَّذِیۡنَ یَکۡنِزُوۡنَ الذَّہَبَ وَ الۡفِضَّۃَ وَ لَا یُنۡفِقُوۡنَہَا فِیۡ سَبِیۡلِ اللّٰہِ ۙ فَبَشِّرۡہُمۡ بِعَذَابٍ اَلِیۡمٍ ﴿ۙ۳۴﴾
(૩૪) અય ઇમાન લાવનારાઓ! બેશક પાદરીઓ તથા રાહીબો ઘણા ખરા એવા છે કે જેઓ લોકોનો માલ ખોટી રીતે ખાઇ જાય છે; અને (લોકોને) અલ્લાહના રસ્તાથી રોકે છે; અને જે લોકો સોનું અને ચાંદી ભેગું કરે છે અને તેને અલ્લાહની રાહમાં ઇન્ફાક (ખર્ચ) કરતા નથી, તેમને તું દર્દનાક અઝાબની બશારત આપી દે.
یَّوۡمَ یُحۡمٰی عَلَیۡہَا فِیۡ نَارِ جَہَنَّمَ فَتُکۡوٰی بِہَا جِبَاہُہُمۡ وَ جُنُوۡبُہُمۡ وَ ظُہُوۡرُہُمۡ ؕ ہٰذَا مَا کَنَزۡتُمۡ لِاَنۡفُسِکُمۡ فَذُوۡقُوۡا مَا کُنۡتُمۡ تَکۡنِزُوۡنَ ﴿۳۵﴾
(૩૫) તે દિવસે તે (ભેગી કરેલી ચીઝો)ને જહન્નમની આગમાં ગરમ કરવામાં આવશે, પછી તેના વડે તેમના કપાળ, તેમના પડખાં તથા તેમની પીઠોને ડામવામાં આવશે; આ એ જ છે કે જે તમે પોતાના માટે ભેગું કરતા હતા, માટે તમે જે ભેગું કરતા હતા તેને ચાખો.
اِنَّ عِدَّۃَ الشُّہُوۡرِ عِنۡدَ اللّٰہِ اثۡنَا عَشَرَ شَہۡرًا فِیۡ کِتٰبِ اللّٰہِ یَوۡمَ خَلَقَ السَّمٰوٰتِ وَ الۡاَرۡضَ مِنۡہَاۤ اَرۡبَعَۃٌ حُرُمٌ ؕ ذٰلِکَ الدِّیۡنُ الۡقَیِّمُ ۬ۙ فَلَا تَظۡلِمُوۡا فِیۡہِنَّ اَنۡفُسَکُمۡ وَ قَاتِلُوا الۡمُشۡرِکِیۡنَ کَآفَّۃً کَمَا یُقَاتِلُوۡنَکُمۡ کَآفَّۃً ؕ وَ اعۡلَمُوۡۤا اَنَّ اللّٰہَ مَعَ الۡمُتَّقِیۡنَ ﴿۳۶﴾
(૩૬) બેશક અલ્લાહ પાસે તેની કિતાબમાં આસમાનો અને ઝમીન પેદા કર્યા તે દિવસથી જ મહિનાઓની સંખ્યા બાર છે, જેમાંથી ચાર હુરમતવાળા છે; તે જ સાબિત (કાયમ રહેનાર) દીન છે, માટે તમે આ (મહિનાઓ)માં પોતાના પર ઝુલ્મ કરો નહિ, અને મુશરિકો સામે બધા ભેગા મળીને લડો, જેવી રીતે તેઓ બધા તમારી સામે ભેગા મળીને લડે છે; અને જાણી લો કે અલ્લાહ પરહેઝગારોની સાથે છે.
اِنَّمَا النَّسِیۡٓءُ زِیَادَۃٌ فِی الۡکُفۡرِ یُضَلُّ بِہِ الَّذِیۡنَ کَفَرُوۡا یُحِلُّوۡنَہٗ عَامًا وَّ یُحَرِّمُوۡنَہٗ عَامًا لِّیُوَاطِـُٔوۡا عِدَّۃَ مَا حَرَّمَ اللّٰہُ فَیُحِلُّوۡا مَا حَرَّمَ اللّٰہُ ؕ زُیِّنَ لَہُمۡ سُوۡٓءُ اَعۡمَالِہِمۡ ؕ وَ اللّٰہُ لَا یَہۡدِی الۡقَوۡمَ الۡکٰفِرِیۡنَ ﴿٪۳۷﴾
(૩૭) હુરમતવાળા મહિનાઓને મુલતવી (રાખી તેમાં ફેરફાર) કરવા એ કુફ્રમાં વધારો કરવા જેવું છે, નાસ્તિકો તેના વડે ગુમરાહ થાય છે એક વર્ષે તે (અમુક મહિનાઓ)ને હલાલ કરે છે અને બીજા વર્ષે તે (જ મહિનાઓ)ને હરામ કરે છે જેથી અલ્લાહે હરામ કરેલ મહિનાઓની સંખ્યા બરાબર થઇ જાય અને અલ્લાહે હરામ કરેલ મહિનાઆને હલાલ કરી શકે, તેઓના આમાલની બૂરાઇ સુશોભિત કરીને દેખાડવામાં આવે છે; અને અલ્લાહ નાસ્તિકોની હિદાયત કરતો નથી.
یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡا مَا لَکُمۡ اِذَا قِیۡلَ لَکُمُ انۡفِرُوۡا فِیۡ سَبِیۡلِ اللّٰہِ اثَّاقَلۡتُمۡ اِلَی الۡاَرۡضِ ؕ اَرَضِیۡتُمۡ بِالۡحَیٰوۃِ الدُّنۡیَا مِنَ الۡاٰخِرَۃِ ۚ فَمَا مَتَاعُ الۡحَیٰوۃِ الدُّنۡیَا فِی الۡاٰخِرَۃِ اِلَّا قَلِیۡلٌ ﴿۳۸﴾
(૩૮) અય ઇમાન લાવનારાઓ! તમને શું થઇ ગયું છે કે જ્યારે તમને એમ કહેવામાં આવે છે કે અલ્લાહની રાહમાં (જેહાદ માટે) નીકળી પડો ત્યારે તમે ઝમીન પર પડ્યા રહો છો (જેહાદ માટે નીકળતા નથી); શું તમે આખેરતના મુકાબલામાં દુનિયાની ઝિંદગીથી રાઝી થઇ ગયા છો? જો કે દુનિયાની ઝિંદગીનો સામાન આખેરતના મુકાબલામાં બહુ જ થોડો છે.
اِلَّا تَنۡفِرُوۡا یُعَذِّبۡکُمۡ عَذَابًا اَلِیۡمًا ۬ۙ وَّ یَسۡتَبۡدِلۡ قَوۡمًا غَیۡرَکُمۡ وَ لَا تَضُرُّوۡہُ شَیۡئًا ؕ وَ اللّٰہُ عَلٰی کُلِّ شَیۡءٍ قَدِیۡرٌ ﴿۳۹﴾
(૩૯) અગર તમે (જેહાદના મેદાન તરફ) નહિ નીકળી પડો તો તે તમને દર્દનાક અઝાબ આપશે, અને તમારા બદલે તમારા સિવાય બીજી કોમ(ને તમારી જગ્યાએ) લઇ આવશે, અને તમે તેને કાંઇ નુકસાન પહોંચાડી શકશો નહિ; અને અલ્લાહ દરેક વસ્તુ પર કાદીર છે.
اِلَّا تَنۡصُرُوۡہُ فَقَدۡ نَصَرَہُ اللّٰہُ اِذۡ اَخۡرَجَہُ الَّذِیۡنَ کَفَرُوۡا ثَانِیَ اثۡنَیۡنِ اِذۡ ہُمَا فِی الۡغَارِ اِذۡ یَقُوۡلُ لِصَاحِبِہٖ لَا تَحۡزَنۡ اِنَّ اللّٰہَ مَعَنَا ۚ فَاَنۡزَلَ اللّٰہُ سَکِیۡنَتَہٗ عَلَیۡہِ وَ اَیَّدَہٗ بِجُنُوۡدٍ لَّمۡ تَرَوۡہَا وَ جَعَلَ کَلِمَۃَ الَّذِیۡنَ کَفَرُوا السُّفۡلٰی ؕ وَ کَلِمَۃُ اللّٰہِ ہِیَ الۡعُلۡیَا ؕ وَ اللّٰہُ عَزِیۡزٌ حَکِیۡمٌ ﴿۴۰﴾
(૪૦) જો તમે તેની મદદ નહિ કરો (તો અલ્લાહ તેની મદદ કરશે) જે અલ્લાહે એવા સમયે તેની મદદ કરી હતી જ્યારે નાસ્તિકોએ તેને (મક્કાની) બહાર કર્યા હતા ત્યારે ગુફામાં બંનેમાંથી એક (પયગંબર) હતા જેણે પોતાના સાથીને કહ્યુ ગમગીન ન થા, અલ્લાહ આપણી સાથે છે પછી અલ્લાહે તે (પયગંબર)ની ઉપર સુકુન નાઝિલ કર્યુ અને એવા લશ્કર વડે તેની મદદ કરી જેને તમે જોઇ શકતા ન હતા, નાસ્તિકોના કલામને ઝલીલ (નીચે) કર્યો અને અલ્લાહના કલામને બુલંદ રાખ્યો, બેશક અલ્લાહ જબરદસ્ત (અને) હિકમતવાળો છે.
اِنۡفِرُوۡا خِفَافًا وَّ ثِقَالًا وَّ جَاہِدُوۡا بِاَمۡوَالِکُمۡ وَ اَنۡفُسِکُمۡ فِیۡ سَبِیۡلِ اللّٰہِ ؕ ذٰلِکُمۡ خَیۡرٌ لَّکُمۡ اِنۡ کُنۡتُمۡ تَعۡلَمُوۡنَ ﴿۴۱﴾
(૪૧) તમે (જવાબદારીના વજનથી) હળવા હોવ કે ભારી હોવ, નીકળી પડો અને અલ્લાહની રાહમાં તમારા માલ અને જાન વડે જેહાદ કરો; અગર તમે જાણતા હોવ તો એ જ તમારા માટે બેહતર છે.
لَوۡ کَانَ عَرَضًا قَرِیۡبًا وَّ سَفَرًا قَاصِدًا لَّاتَّبَعُوۡکَ وَ لٰکِنۡۢ بَعُدَتۡ عَلَیۡہِمُ الشُّقَّۃُ ؕ وَ سَیَحۡلِفُوۡنَ بِاللّٰہِ لَوِ اسۡتَطَعۡنَا لَخَرَجۡنَا مَعَکُمۡ ۚ یُہۡلِکُوۡنَ اَنۡفُسَہُمۡ ۚ وَ اللّٰہُ یَعۡلَمُ اِنَّہُمۡ لَکٰذِبُوۡنَ ﴿٪۴۲﴾
(૪૨) અગર (માલે ગનીમતનો) ફાયદો નજીક (આસાન) અને સફર પણ ટૂંકો હોત તો, તેઓ જરૂર તારી પાછળ નીકળી પડત, પરંતુ રસ્તો દૂર (મુશ્કેલ) છે (માટે નથી આવતા) અને તેઓ અલ્લાહની કસમ ખાઇને કહેશે કે જો અમારાથી શક્ય હોત તો જરૂર તમારી સાથે (મેદાન તરફ) બહાર નીકળત, (આ જૂઠથી) તેઓ પોતાને જ હલાક કરે છે, અને અલ્લાહ જાણે છે કે તેઓ ખરેખર જૂઠા છે.
لَا یَسۡتَاۡذِنُکَ الَّذِیۡنَ یُؤۡمِنُوۡنَ بِاللّٰہِ وَ الۡیَوۡمِ الۡاٰخِرِ اَنۡ یُّجَاہِدُوۡا بِاَمۡوَالِہِمۡ وَ اَنۡفُسِہِمۡ ؕ وَ اللّٰہُ عَلِیۡمٌۢ بِالۡمُتَّقِیۡنَ ﴿۴۴﴾
(૪૪) જે લોકો અલ્લાહ પર તથા કયામતના દિવસ પર ઇમાન રાખે છે તેઓ તારી પાસે પોતાના માલ અને જાન વડે જેહાદથી મુકિતની પરવાનગી લેવા નથી આવતા અને અલ્લાહ પરહેઝગારોથી સારી રીતે વાકેફ છે.
اِنَّمَا یَسۡتَاۡذِنُکَ الَّذِیۡنَ لَا یُؤۡمِنُوۡنَ بِاللّٰہِ وَ الۡیَوۡمِ الۡاٰخِرِ وَ ارۡتَابَتۡ قُلُوۡبُہُمۡ فَہُمۡ فِیۡ رَیۡبِہِمۡ یَتَرَدَّدُوۡنَ ﴿۴۵﴾
(૪૫) તારી પાસે રજા માંગનારા તે લોકો જ છે કે જેઓ અલ્લાહ પર તથા કયામતના દિવસ પર ઇમાન રાખતા નથી અને તેમના દિલો શંકાશીલ છે, માટે તેઓ પોતાની શંકામાં જ ગૂંચવાયેલા છે.
وَ لَوۡ اَرَادُوا الۡخُرُوۡجَ لَاَعَدُّوۡا لَہٗ عُدَّۃً وَّ لٰکِنۡ کَرِہَ اللّٰہُ انۡۢبِعَاثَہُمۡ فَثَبَّطَہُمۡ وَ قِیۡلَ اقۡعُدُوۡا مَعَ الۡقٰعِدِیۡنَ ﴿۴۶﴾
(૪૬) અને જો તેઓ નીકળવાની ઇચ્છા કરત તો જરૂર તેની કાંઇ તૈયારી કરત, પણ અલ્લાહે તેમનું (જેહાદ માટે) નિકળવું નાપસંદ કર્યું, માટે (તેમના ઇરાદાને સુસ્ત પાડી અને) તેઓને રોકી દીધા અને તેમને કહેવામાં આવ્યું કે તમે બેસી રહેનારાઓની સાથે બેસી રહો.
لَوۡ خَرَجُوۡا فِیۡکُمۡ مَّا زَادُوۡکُمۡ اِلَّا خَبَالًا وَّ لَا۠اَوۡضَعُوۡا خِلٰلَکُمۡ یَبۡغُوۡنَکُمُ الۡفِتۡنَۃَ ۚ وَ فِیۡکُمۡ سَمّٰعُوۡنَ لَہُمۡ ؕ وَ اللّٰہُ عَلِیۡمٌۢ بِالظّٰلِمِیۡنَ ﴿۴۷﴾
(૪૭) અગર તેઓ તમારી સાથે નીકળેત તો તેઓ તમારા માટે ખરાબી સિવાય બીજું કાંઇ વધારતે નહિ, અને તમારામાં ફિત્ના ફસાદ ફેલાવતા ફર્યા કરત અને તમારી વચ્ચે એવા લોકો છે જે તેઓની વાત ઘ્યાનપૂર્વક સાંભળે છે; અને અલ્લાહ ઝુલમગારોથી સારી રીતે વાકેફ છે.
لَقَدِ ابۡتَغَوُا الۡفِتۡنَۃَ مِنۡ قَبۡلُ وَ قَلَّبُوۡا لَکَ الۡاُمُوۡرَ حَتّٰی جَآءَ الۡحَقُّ وَ ظَہَرَ اَمۡرُ اللّٰہِ وَ ہُمۡ کٰرِہُوۡنَ ﴿۴۸﴾
(૪૮) ખરેખર તેમણે અગાઉ પણ ફિત્નો ફેલાવવા કોશિશ કરી હતી, અને તારા માટે મામલાઓ ઉલટ પુલટ કરીને બતાવ્યા હતા એટલે સુધી કે હક આવ્યું, અને અલ્લાહનો હુકમ જાહેર થયો, જો કે તેઓ તેને નાપસંદ કરતા હતા.
وَ مِنۡہُمۡ مَّنۡ یَّقُوۡلُ ائۡذَنۡ لِّیۡ وَ لَا تَفۡتِنِّیۡ ؕ اَلَا فِی الۡفِتۡنَۃِ سَقَطُوۡا ؕ وَ اِنَّ جَہَنَّمَ لَمُحِیۡطَۃٌۢ بِالۡکٰفِرِیۡنَ ﴿۴۹﴾
(૪૯) અને તેઓમાંથી અમુક એવા પણ છે કે જે કહે છે કે મને રજા આપો અને મને ફિત્નામાં ન નાખો. જાણી લો કે ફિત્નામાં તો તેઓ પડી ગયા છે, અને બેશક! જહન્નમે નાસ્તિકોને ઘેરી લીધેલ છે.
اِنۡ تُصِبۡکَ حَسَنَۃٌ تَسُؤۡہُمۡ ۚ وَ اِنۡ تُصِبۡکَ مُصِیۡبَۃٌ یَّقُوۡلُوۡا قَدۡ اَخَذۡنَاۤ اَمۡرَنَا مِنۡ قَبۡلُ وَ یَتَوَلَّوۡا وَّ ہُمۡ فَرِحُوۡنَ ﴿۵۰﴾
(૫૦) જો તને નેકી (કામ્યાબી) મળે તો તેમને દુ:ખ થાય છે, અને જો તારા પર કોઇ મુસીબત આવી પડે છે ત્યારે તેઓ કહે છે કે બેશક અમોએ તો અગાઉ જ અમારો નિર્ણય લઇ લીધો હતો; અને (પછી) તેઓ ખુશખુશાલ પલટી જાય છે.
قُلۡ ہَلۡ تَرَبَّصُوۡنَ بِنَاۤ اِلَّاۤ اِحۡدَی الۡحُسۡنَیَیۡنِ ؕ وَ نَحۡنُ نَتَرَبَّصُ بِکُمۡ اَنۡ یُّصِیۡبَکُمُ اللّٰہُ بِعَذَابٍ مِّنۡ عِنۡدِہٖۤ اَوۡ بِاَیۡدِیۡنَا ۫ۖ فَتَرَبَّصُوۡۤا اِنَّا مَعَکُمۡ مُّتَرَبِّصُوۡنَ ﴿۵۲﴾
(૫૨) તું કહે કે અમારા સંબંધમાં તમે બેમાંથી એક નેક વસ્તુ સિવાયની રાહ જૂઓ છો ? (અર્થાત શહાદત અથવા ફત્હ) અને અમે તમારા સંબંધમાં એવી રાહ જોઇ રહ્યા છીએ કે તમને અલ્લાહ પોતાના તરફથી કોઇ અઝાબમાં સપડાવે અથવા અમારા હાથે (કોઇ સઝા અપાવે); માટે તમે રાહ જૂઓ, અમે પણ તમારી સાથે રાહ જોઇ રહ્યા છીએ.
وَ مَا مَنَعَہُمۡ اَنۡ تُقۡبَلَ مِنۡہُمۡ نَفَقٰتُہُمۡ اِلَّاۤ اَنَّہُمۡ کَفَرُوۡا بِاللّٰہِ وَ بِرَسُوۡلِہٖ وَ لَا یَاۡتُوۡنَ الصَّلٰوۃَ اِلَّا وَ ہُمۡ کُسَالٰی وَ لَا یُنۡفِقُوۡنَ اِلَّا وَ ہُمۡ کٰرِہُوۡنَ ﴿۵۴﴾
(૫૪) તેઓનો ઇન્ફાક કબૂલ ન થવાનુ કારણ એ સિવાય બીજુ કાંઇ નથી કે તેઓ અલ્લાહ તથા તેના રસૂલની નાફરમાની કરે છે, અને તેઓ નમાઝ નથી પઢતા પણ આળસની સાથે, અને તેઓ ઇન્ફાક નથી કરતા પણ અણગમા સાથે.
فَلَا تُعۡجِبۡکَ اَمۡوَالُہُمۡ وَ لَاۤ اَوۡلَادُہُمۡ ؕ اِنَّمَا یُرِیۡدُ اللّٰہُ لِیُعَذِّبَہُمۡ بِہَا فِی الۡحَیٰوۃِ الدُّنۡیَا وَ تَزۡہَقَ اَنۡفُسُہُمۡ وَ ہُمۡ کٰفِرُوۡنَ ﴿۵۵﴾
(૫૫) અને તેઓનો માલ તથા તેઓની ઔલાદ(નો વધારો) તને નવાઇ ન પમાડે; અલ્લાહ તો ફકત એ જ ચાહે છે કે આ (વધારા) થકી તેઓને દુનિયાની ઝિંદગીમાં જ અઝાબ આપે અને તેમના જીવ નાસ્તિકપણાની હાલતમાં જ નીકળી જાય.
وَ مِنۡہُمۡ مَّنۡ یَّلۡمِزُکَ فِی الصَّدَقٰتِ ۚ فَاِنۡ اُعۡطُوۡا مِنۡہَا رَضُوۡا وَ اِنۡ لَّمۡ یُعۡطَوۡا مِنۡہَاۤ اِذَا ہُمۡ یَسۡخَطُوۡنَ ﴿۵۸﴾
(૫૮) અને તેઓમાંથી અમુક એવા પણ છે કે જેઓ સદકા (ગનીમત)ની (વહેંચણી) બાબતમાં તારા પર એઅતેરાઝ કરે છે, જેથી અગર તેમાંથી તેમને કાંઇ આપી દેવામાં આવે તો રાજી થઇ જશે, અને જો તેમાંથી તેમને આપવામાં ન આવે તો એ જ વખતે ગુસ્સે થઇ જશે.
وَ لَوۡ اَنَّہُمۡ رَضُوۡا مَاۤ اٰتٰىہُمُ اللّٰہُ وَ رَسُوۡلُہٗ ۙ وَ قَالُوۡا حَسۡبُنَا اللّٰہُ سَیُؤۡتِیۡنَا اللّٰہُ مِنۡ فَضۡلِہٖ وَ رَسُوۡلُہٗۤ ۙ اِنَّاۤ اِلَی اللّٰہِ رٰغِبُوۡنَ ﴿٪۵۹﴾
(૫૯) અને જો તેઓ અલ્લાહ તથા તેના રસૂલે તેમને જે આપ્યું હતું તેના પર રાજી થઇને કહેતે કે અમારા માટે તો અલ્લાહ બસ છે, અને નજીકમાં જ અલ્લાહ તથા તેનો રસૂલ પોતાના ફઝલથી અમને (ઘણુંય) આપી દેશે, બેશક અમે અલ્લાહ તરફ રગબત રાખીએ છીએ.
اِنَّمَا الصَّدَقٰتُ لِلۡفُقَرَآءِ وَ الۡمَسٰکِیۡنِ وَ الۡعٰمِلِیۡنَ عَلَیۡہَا وَ الۡمُؤَلَّفَۃِ قُلُوۡبُہُمۡ وَ فِی الرِّقَابِ وَ الۡغٰرِمِیۡنَ وَ فِیۡ سَبِیۡلِ اللّٰہِ وَ ابۡنِ السَّبِیۡلِ ؕ فَرِیۡضَۃً مِّنَ اللّٰہِ ؕ وَ اللّٰہُ عَلِیۡمٌ حَکِیۡمٌ ﴿۶۰﴾
(૬૦) સદકો તો (કેવળ) ગરીબો તથા મોહતાજો તથા તેને ભેગુ (કરવાની મહેનત) કરનારાઓ અને દિલોને હક તરફ ખેંચવા અને ગુલામીના બંધનોને છોડાવવા તથા કરજદારો(નું કરજ અદા કરવા) તથા અલ્લાહની રાહમાં (ખર્ચ કરવા) તથા રસ્તામાં ફસાઇ ગયેલ મુસાફરોની મદદ કરવા માટે છે; આ (વહેંચણી) અલ્લાહના તરફથી નક્કી થયેલ છે, અને અલ્લાહ જાણનાર, હિકમતવાળો છે.
وَ مِنۡہُمُ الَّذِیۡنَ یُؤۡذُوۡنَ النَّبِیَّ وَ یَقُوۡلُوۡنَ ہُوَ اُذُنٌ ؕ قُلۡ اُذُنُ خَیۡرٍ لَّکُمۡ یُؤۡمِنُ بِاللّٰہِ وَ یُؤۡمِنُ لِلۡمُؤۡمِنِیۡنَ وَ رَحۡمَۃٌ لِّلَّذِیۡنَ اٰمَنُوۡا مِنۡکُمۡ ؕ وَ الَّذِیۡنَ یُؤۡذُوۡنَ رَسُوۡلَ اللّٰہِ لَہُمۡ عَذَابٌ اَلِیۡمٌ ﴿۶۱﴾
(૬૧) અને તેઓમાંથી એવા પણ છે કે જેઓ નબીને દુ:ખ પહોંચાડે છે અને કહે છે કે એ તો કાચા કાનનો ઇન્સાન છે (જે કાંઇ સાંભળે છે તેને માની લે છે); તું કહે કે તે કાચા કાનનો ઇન્સાન તમારા માટે બહેતર છે, જે અલ્લાહ પર ઇમાન રાખે છે અને મોઅમીનોનું માને છે, અને તમારામાંથી જેઓ ઇમાન લાવ્યા છે તેમના માટે રહેમત છે; અને જેઓ અલ્લાહના રસૂલને દુ:ખ પહોંચાડે છે તેમના માટે દર્દનાક અઝાબ છે.
یَحۡذَرُ الۡمُنٰفِقُوۡنَ اَنۡ تُنَزَّلَ عَلَیۡہِمۡ سُوۡرَۃٌ تُنَبِّئُہُمۡ بِمَا فِیۡ قُلُوۡبِہِمۡ ؕ قُلِ اسۡتَہۡزِءُوۡا ۚ اِنَّ اللّٰہَ مُخۡرِجٌ مَّا تَحۡذَرُوۡنَ ﴿۶۴﴾
(૬૪) મુનાફિકો તે (વાત)થી ડરે છે કે (કદાચને) તેમની ખિલાફ કોઇ એવો સૂરો નાઝિલ કરવામાં આવે કે જે તેઓના દિલોના રાઝની ખબર આપે; તું કહે કે તમે મજાક ઊડાવ્યા કરો; બેશક જે વસ્તુથી તમે ડરો છો તેને અલ્લાહ જરૂર જાહેર કરશે.
وَ لَئِنۡ سَاَلۡتَہُمۡ لَیَقُوۡلُنَّ اِنَّمَا کُنَّا نَخُوۡضُ وَ نَلۡعَبُ ؕ قُلۡ اَ بِاللّٰہِ وَ اٰیٰتِہٖ وَ رَسُوۡلِہٖ کُنۡتُمۡ تَسۡتَہۡزِءُوۡنَ ﴿۶۵﴾
(૬૫) અને જો તું તેઓને પૂછશે તો તેઓ જરૂર એમ કહેશે કે અમે તો ફકત મજાક મસ્તી અને રમત ગમત કરતા હતા; તું કહે કે શું તમે અલ્લાહ તથા તેની આયતો તથા તેના રસૂલની મજાક કરતા હતા ?
لَا تَعۡتَذِرُوۡا قَدۡ کَفَرۡتُمۡ بَعۡدَ اِیۡمَانِکُمۡ ؕ اِنۡ نَّعۡفُ عَنۡ طَآئِفَۃٍ مِّنۡکُمۡ نُعَذِّبۡ طَآئِفَۃًۢ بِاَنَّہُمۡ کَانُوۡا مُجۡرِمِیۡنَ ﴿٪۶۶﴾
(૬૬) (ખોટા) બહાના કાઢો નહિ; તમે ઇમાન લાવ્યા બાદ ખરે જ નાસ્તિક થઇ ગયા છો; અગર અમે તમારામાંથી એક ગિરોહને (તોબાના કારણે) માફ કરી દઇશું તો અમે એક ગિરોહને સજા પણ કરીશું કારણ કે તેઓ મુજરીમો છે.
اَلۡمُنٰفِقُوۡنَ وَ الۡمُنٰفِقٰتُ بَعۡضُہُمۡ مِّنۡۢ بَعۡضٍ ۘ یَاۡمُرُوۡنَ بِالۡمُنۡکَرِ وَ یَنۡہَوۡنَ عَنِ الۡمَعۡرُوۡفِ وَ یَقۡبِضُوۡنَ اَیۡدِیَہُمۡ ؕ نَسُوا اللّٰہَ فَنَسِیَہُمۡ ؕ اِنَّ الۡمُنٰفِقِیۡنَ ہُمُ الۡفٰسِقُوۡنَ ﴿۶۷﴾
(૬૭) મુનાફીક મર્દો તથા મુનાફીક ઔરતો (તેઓ) બધા આપસમાં એક જ (ગિરોહ) છે; તેઓ મનાઇ કરેલા કાર્યો કરવાનો હુકમ આપે છે, અને નેક આમાલ કરવાની મનાઇ કરતા રહે છે, અને પોતાના હાથ (ઇન્ફાક કરવાથી) રોકી રાખે છે; તેઓ અલ્લાહને ભૂલી ગયા છે તેથી અલ્લાહ પણ તેઓને ભૂલી ગયો (નજરઅંદાઝ કરી દીધા) છે; બેશક મુનાફીક લોકો ફાસિકો છે.
وَعَدَ اللّٰہُ الۡمُنٰفِقِیۡنَ وَ الۡمُنٰفِقٰتِ وَ الۡکُفَّارَ نَارَ جَہَنَّمَ خٰلِدِیۡنَ فِیۡہَا ؕ ہِیَ حَسۡبُہُمۡ ۚ وَ لَعَنَہُمُ اللّٰہُ ۚ وَ لَہُمۡ عَذَابٌ مُّقِیۡمٌ ﴿ۙ۶۸﴾
(૬૮) અલ્લાહે મુનાફીક મર્દો અને મુનાફીક ઔરતો તથા નાસ્તિકોને જહન્નમની આગનો વાયદો કરી દીધો છે તેઓ હંમેશા તેમાં જ રહેશે; એ જ (આગ) તેમના માટે બસ છે; અને અલ્લાહે તેમના પર લાનત કરી છે, અને તેમના માટે હંમેશા બાકી રહેનારો અઝાબ છે:
کَالَّذِیۡنَ مِنۡ قَبۡلِکُمۡ کَانُوۡۤا اَشَدَّ مِنۡکُمۡ قُوَّۃً وَّ اَکۡثَرَ اَمۡوَالًا وَّ اَوۡلَادًا ؕ فَاسۡتَمۡتَعُوۡا بِخَلَاقِہِمۡ فَاسۡتَمۡتَعۡتُمۡ بِخَلَاقِکُمۡ کَمَا اسۡتَمۡتَعَ الَّذِیۡنَ مِنۡ قَبۡلِکُمۡ بِخَلَاقِہِمۡ وَ خُضۡتُمۡ کَالَّذِیۡ خَاضُوۡا ؕ اُولٰٓئِکَ حَبِطَتۡ اَعۡمَالُہُمۡ فِی الدُّنۡیَا وَ الۡاٰخِرَۃِ ۚ وَ اُولٰٓئِکَ ہُمُ الۡخٰسِرُوۡنَ ﴿۶۹﴾
(૬૯) તમારી (મિસાલ) અગાઉ થઇ ગએલાઓની જેમ છે જો કે તેઓ તમારા કરતા વધારે તાકતવર હતા અને માલ તથા ઔલાદમાં પણ (વધારે હતા); તેઓએ પોતાના ભાગે આવેલી (અલ્લાહની) નેઅમતોનો ઉપયોગ કર્યો હતો તમે પણ તમારા ભાગે આવેલી (અલ્લાહની) નેઅમતોનો ઉપયોગ કરો જેવી રીતે તેઓએ પોતાના ભાગે આવેલી (અલ્લાહની) નેઅમતોનો ઉપયોગ કર્યો હતો તમે (પણ ગુનાહોમાં) ડુબી જાવ જેવી રીતે તેઓ ડુબી ગયા હતા (પરિણામે) તેઓના આમાલ દુનિયા અને આખેરતમાં નાબૂદ થયા અને તેઓ જ નુકસાન ભોગવનાર છે.
اَلَمۡ یَاۡتِہِمۡ نَبَاُ الَّذِیۡنَ مِنۡ قَبۡلِہِمۡ قَوۡمِ نُوۡحٍ وَّ عَادٍ وَّ ثَمُوۡدَ ۬ۙ وَ قَوۡمِ اِبۡرٰہِیۡمَ وَ اَصۡحٰبِ مَدۡیَنَ وَ الۡمُؤۡتَفِکٰتِ ؕ اَتَتۡہُمۡ رُسُلُہُمۡ بِالۡبَیِّنٰتِ ۚ فَمَا کَانَ اللّٰہُ لِیَظۡلِمَہُمۡ وَ لٰکِنۡ کَانُوۡۤا اَنۡفُسَہُمۡ یَظۡلِمُوۡنَ ﴿۷۰﴾
(૭૦) શું તેમની પાસે તે લોકોની કે જેઓ તેમની પહેલા થઇ ગયા હતા, (યાને) નૂહની કોમ તથા આદની તથા સમૂદની તથા ઇબ્રાહીમની કોમ તથા મદયનવાળાઓની તથા ઊંધી વળી ગએલી વસ્તીઓની ખબર નથી પહોંચી? તેમના રસૂલ તેમની પાસે ખુલ્લી દલીલો લઇને આવ્યા હતા, (પણ તેઓએ કબૂલ ન કરી) અલ્લાહ તેઓ ઉપર ઝુલ્મ કરનાર નથી, પરંતુ તેઓએ (નાફરમાની કરીને) પોતાના નફસ ઉપર ઝુલ્મ કરે છે.
وَ الۡمُؤۡمِنُوۡنَ وَ الۡمُؤۡمِنٰتُ بَعۡضُہُمۡ اَوۡلِیَآءُ بَعۡضٍ ۘ یَاۡمُرُوۡنَ بِالۡمَعۡرُوۡفِ وَ یَنۡہَوۡنَ عَنِ الۡمُنۡکَرِ وَ یُقِیۡمُوۡنَ الصَّلٰوۃَ وَ یُؤۡتُوۡنَ الزَّکٰوۃَ وَ یُطِیۡعُوۡنَ اللّٰہَ وَ رَسُوۡلَہٗ ؕ اُولٰٓئِکَ سَیَرۡحَمُہُمُ اللّٰہُ ؕ اِنَّ اللّٰہَ عَزِیۡزٌ حَکِیۡمٌ ﴿۷۱﴾
(૭૧) અને મોઅમીન મર્દો તથા મોઅમીન ઔરતો એકબીજાના મદદગાર છે; તેઓ (પરસ્પર) નેકીનો હુકમ કરે છે, અને બદીની મનાઇ કરે છે, અને નમાઝ કાયમ કરે છે, અને ઝકાત આપતા રહે છે, અને અલ્લાહ તથા તેના રસૂલની ઇતાઅત કરે છે. એ જ (તે) લોકો છે કે નજીકમાં અલ્લાહ તેમના પર રહેમ કરશે; બેશક અલ્લાહ જબરદસ્ત હિકમતવાળો છે.
وَعَدَ اللّٰہُ الۡمُؤۡمِنِیۡنَ وَ الۡمُؤۡمِنٰتِ جَنّٰتٍ تَجۡرِیۡ مِنۡ تَحۡتِہَا الۡاَنۡہٰرُ خٰلِدِیۡنَ فِیۡہَا وَ مَسٰکِنَ طَیِّبَۃً فِیۡ جَنّٰتِ عَدۡنٍ ؕ وَ رِضۡوَانٌ مِّنَ اللّٰہِ اَکۡبَرُ ؕ ذٰلِکَ ہُوَ الۡفَوۡزُ الۡعَظِیۡمُ ﴿٪۷۲﴾
(૭૨) અલ્લાહે મોઅમીન મર્દો તથા મોઅમીન ઔરતોને જન્નતનો વાયદો કર્યો છે જેની નીચે નદીઓ વહેતી હશે, જેમાં તેઓ હંમેશા રહેનારા થશે, અને જન્નતે અદનમાં પાકીઝા મકાનો હશે; અને અલ્લાહની ખુશનુદી મહાન છે અને એ મોટી સફળતા છે.
یَحۡلِفُوۡنَ بِاللّٰہِ مَا قَالُوۡا ؕ وَ لَقَدۡ قَالُوۡا کَلِمَۃَ الۡکُفۡرِ وَ کَفَرُوۡا بَعۡدَ اِسۡلَامِہِمۡ وَ ہَمُّوۡا بِمَا لَمۡ یَنَالُوۡا ۚ وَ مَا نَقَمُوۡۤا اِلَّاۤ اَنۡ اَغۡنٰہُمُ اللّٰہُ وَ رَسُوۡلُہٗ مِنۡ فَضۡلِہٖ ۚ فَاِنۡ یَّتُوۡبُوۡا یَکُ خَیۡرًا لَّہُمۡ ۚ وَ اِنۡ یَّتَوَلَّوۡا یُعَذِّبۡہُمُ اللّٰہُ عَذَابًا اَلِیۡمًا ۙ فِی الدُّنۡیَا وَ الۡاٰخِرَۃِ ۚ وَ مَا لَہُمۡ فِی الۡاَرۡضِ مِنۡ وَّلِیٍّ وَّ لَا نَصِیۡرٍ ﴿۷۴﴾
(૭૪) તેઓ અલ્લાહની કસમ ખાઇને કહે છે કે તેઓએ નથી કહ્યું, જો કે તેઓએ ખરે જ કુફ્રની વાત ઊચ્ચારી હતી, અને તેઓ પોતાના ઇસ્લામ પછી (પાછા) નાસ્તિક થઇ ગયા, અને એવી વાતનો ઇરાદો કર્યો હતો કે જે કરી જ ન શક્યા, અને તેઓના ગુસ્સાનું કારણ એ હતું કે અલ્લાહે તથા તેના રસૂલે પોતાના ફઝલથી તેમને (મુસલમાનોને) બેનિયાઝ બનાવી દીધા; (તેમ છતાં,) જો તેઓ તૌબા કરી લેશે તો તેઓના માટે સારૂં છે; અને જો તેઓ મોંઢું ફેરવી લેશે તો અલ્લાહ તેમને દુનિયા તથા આખેરતમાં દર્દનાક અઝાબ આપશે અને ઝમીન પર ન તેમનો કોઇ સરપરસ્ત હશે ન કોઇ મદદગાર.
فَاَعۡقَبَہُمۡ نِفَاقًا فِیۡ قُلُوۡبِہِمۡ اِلٰی یَوۡمِ یَلۡقَوۡنَہٗ بِمَاۤ اَخۡلَفُوا اللّٰہَ مَا وَعَدُوۡہُ وَ بِمَا کَانُوۡا یَکۡذِبُوۡنَ ﴿۷۷﴾
(૭૭) પછી તે (અલ્લાહ)ની મુલાકાતના દિવસ સુધી તેઓના દિલમાં નિફાક રહેવા દેશે; (એક તો) એ માટે કે જે વાયદો તેમણે અલ્લાહથી કર્યો હતો તેને વફા ન કર્યો અને (બીજું) એ કે તેઓ જૂઠું બોલતા હતા.
اَلَّذِیۡنَ یَلۡمِزُوۡنَ الۡمُطَّوِّعِیۡنَ مِنَ الۡمُؤۡمِنِیۡنَ فِی الصَّدَقٰتِ وَ الَّذِیۡنَ لَا یَجِدُوۡنَ اِلَّا جُہۡدَہُمۡ فَیَسۡخَرُوۡنَ مِنۡہُمۡ ؕ سَخِرَ اللّٰہُ مِنۡہُمۡ ۫ وَ لَہُمۡ عَذَابٌ اَلِیۡمٌ ﴿۷۹﴾
(૭૯) જેઓ મોઅમીનોમાંથી રાજી ખુશીથી સદકો કરનારાઓને મેણાં મારે છે, તથા તેમને પણ કે જેમની પાસે પોતાની મહેનત ઉપરાંત કાંઇ હોતું નથી, અને તેમની મશ્કરી કરે છે, અલ્લાહ પણ તેમની મશ્કરી કરશે, અને તેમના માટે દર્દનાક અઝાબ છે.
اِسۡتَغۡفِرۡ لَہُمۡ اَوۡ لَا تَسۡتَغۡفِرۡ لَہُمۡ ؕ اِنۡ تَسۡتَغۡفِرۡ لَہُمۡ سَبۡعِیۡنَ مَرَّۃً فَلَنۡ یَّغۡفِرَ اللّٰہُ لَہُمۡ ؕ ذٰلِکَ بِاَنَّہُمۡ کَفَرُوۡا بِاللّٰہِ وَ رَسُوۡلِہٖ ؕ وَ اللّٰہُ لَا یَہۡدِی الۡقَوۡمَ الۡفٰسِقِیۡنَ ﴿٪۸۰﴾
(૮૦) તું તેમના માટે ઇસ્તગફાર કર અથવા તેમના માટે ઇસ્તગફાર ન કર (બરાબર છે;) જો તુ તેમના માટે સિત્તેર વખત પણ ઇસ્તગફાર કરીશ તો પણ અલ્લાહ તેમને હરગિઝ માફ નહિ કરે; કારણકે તેઓએ અલ્લાહ તથા તેના રસૂલનો ઇન્કાર કર્યો છે અને અલ્લાહ નાફરમાન લોકોની હિદાયત કરતો નથી.
فَرِحَ الۡمُخَلَّفُوۡنَ بِمَقۡعَدِہِمۡ خِلٰفَ رَسُوۡلِ اللّٰہِ وَ کَرِہُوۡۤا اَنۡ یُّجَاہِدُوۡا بِاَمۡوَالِہِمۡ وَ اَنۡفُسِہِمۡ فِیۡ سَبِیۡلِ اللّٰہِ وَ قَالُوۡا لَا تَنۡفِرُوۡا فِی الۡحَرِّ ؕ قُلۡ نَارُ جَہَنَّمَ اَشَدُّ حَرًّا ؕ لَوۡ کَانُوۡا یَفۡقَہُوۡنَ ﴿۸۱﴾
(૮૧) અલ્લાહના રસૂલના ફરમાન વિરૂઘ્ધ (પોતાના ઘરોમાં) બેસી રહેનાર લોકો પોતાના (ઘરમાં) બેસી રહેવાથી ખુશ થયા, અને તેઓને પોતાના માલ અને જાન વડે અલ્લાહની રાહમાં જેહાદ કરવું નાપસંદ હતુ, તેઓ (બીજા લોકોને) કહે છે કે "ગરમીમાં બહાર ન નીકળો" જો તેઓ સમજે તો તુ કહે કે "જહન્નમની આગ વધારે ગરમ છે."
فَاِنۡ رَّجَعَکَ اللّٰہُ اِلٰی طَآئِفَۃٍ مِّنۡہُمۡ فَاسۡتَاۡذَنُوۡکَ لِلۡخُرُوۡجِ فَقُلۡ لَّنۡ تَخۡرُجُوۡا مَعِیَ اَبَدًا وَّ لَنۡ تُقَاتِلُوۡا مَعِیَ عَدُوًّا ؕ اِنَّکُمۡ رَضِیۡتُمۡ بِالۡقُعُوۡدِ اَوَّلَ مَرَّۃٍ فَاقۡعُدُوۡا مَعَ الۡخٰلِفِیۡنَ ﴿۸۳﴾
(૮૩) પછી જો અલ્લાહ તને તેઓમાંથી કોઇ ગિરોહ પાસે પાછો લાવે અને તેઓ તારી પાસે (જેહાદ માટે) નીકળવાની રજા માંગે તો તું કહી દેજે કે તમે હરગિઝ મારી સાથે નહી નીકળશો! અને મારી સાથે રહીને હરગિઝ કોઇ દુશ્મન સાથે નહી લડશો! બેશક તમે પહેલી વખતે (ઘરે) બેસી રહેવુ પસંદ કર્યુ હતું, અત્યારે પણ પાછળ રહી જનારાઓની સાથે (ઘરે) બેસી રહો.
وَ لَا تُصَلِّ عَلٰۤی اَحَدٍ مِّنۡہُمۡ مَّاتَ اَبَدًا وَّ لَا تَقُمۡ عَلٰی قَبۡرِہٖ ؕ اِنَّہُمۡ کَفَرُوۡا بِاللّٰہِ وَ رَسُوۡلِہٖ وَ مَا تُوۡا وَ ہُمۡ فٰسِقُوۡنَ ﴿۸۴﴾
(૮૪) અને જ્યારે તેઓમાંથી કોઇ મરી જાય ત્યારે તું તેમના ઉપર હરગિઝ નમાઝ પઢજે નહિ અને તેની કબર પાસે ઊભો પણ રહેજે નહિ; કારણકે તેમણે અલ્લાહ તથા તેના રસૂલનો ઇન્કાર કર્યો છે અને (એ જ) નાફરમાનીની હાલતમાં તેઓ મરી ગયા છે.
وَ لَا تُعۡجِبۡکَ اَمۡوَالُہُمۡ وَ اَوۡلَادُہُمۡ ؕ اِنَّمَا یُرِیۡدُ اللّٰہُ اَنۡ یُّعَذِّبَہُمۡ بِہَا فِی الدُّنۡیَا وَ تَزۡہَقَ اَنۡفُسُہُمۡ وَ ہُمۡ کٰفِرُوۡنَ ﴿۸۵﴾
(૮૫) અને તેઓનો માલ તથા તેમની ઔલાદ તને નવાઇ ન પમાડે! અલ્લાહ તો માત્ર એ જ ચાહે છે કે એ જ (વસ્તુઓ) વડે તેમને આ દુનિયામાંં અઝાબ આપે અને તેઓના જીવ નાસ્તિકપણાની હાલતમાં નીકળી જાય.
وَ اِذَاۤ اُنۡزِلَتۡ سُوۡرَۃٌ اَنۡ اٰمِنُوۡا بِاللّٰہِ وَ جَاہِدُوۡا مَعَ رَسُوۡلِہِ اسۡتَاۡذَنَکَ اُولُوا الطَّوۡلِ مِنۡہُمۡ وَ قَالُوۡا ذَرۡنَا نَکُنۡ مَّعَ الۡقٰعِدِیۡنَ ﴿۸۶﴾
(૮૬) અને જ્યારે કોઇ સૂરો નાઝિલ કરવામાં આવે છે કે તમે અલ્લાહ પર ઇમાન લાવો અને તેના રસૂલ સાથે રહી જેહાદ કરો ત્યારે તાકતવર (મુનાફિક) લોકો તારી પાસે રજા માંગે છે અને કહે છે કે અમને છોડી દે કે જેથી અમે (ઘરે) બેસી રહેનારાઓની સાથે બેસી રહીએ.
لٰکِنِ الرَّسُوۡلُ وَ الَّذِیۡنَ اٰمَنُوۡا مَعَہٗ جٰہَدُوۡا بِاَمۡوَالِہِمۡ وَ اَنۡفُسِہِمۡ ؕ وَ اُولٰٓئِکَ لَہُمُ الۡخَیۡرٰتُ ۫ وَ اُولٰٓئِکَ ہُمُ الۡمُفۡلِحُوۡنَ ﴿۸۸﴾
(૮૮) પરંતુ રસૂલ તથા જેઓ તેની સાથે ઇમાન લાવ્યા, પોતાના માલ અને જાન વડે જેહાદ કર્યો; અને તમામ નેકી (ભલાઇ) તેઓ માટે છે, અને તેઓ કામ્યાબ થનારા છે.
وَ جَآءَ الۡمُعَذِّرُوۡنَ مِنَ الۡاَعۡرَابِ لِیُؤۡذَنَ لَہُمۡ وَ قَعَدَ الَّذِیۡنَ کَذَبُوا اللّٰہَ وَ رَسُوۡلَہٗ ؕ سَیُصِیۡبُ الَّذِیۡنَ کَفَرُوۡا مِنۡہُمۡ عَذَابٌ اَلِیۡمٌ ﴿۹۰﴾
(૯૦) અને ગામડાના અમુક મુશ્કેલીવાળા લોકો (જેઓ જંગમાં નહોતા જોડાવા માંગતા) તેઓ તારા પાસે આવ્યા કે જેથી તેમને પણ (ઘરે) બેસી રહેવાની રજા આપવામાં આવે, (અને બીજા) એ લોકો જે અલ્લાહ તથા તેના રસૂલ સામે જૂઠું બોલી બેસી રહ્યા; તેઓમાંથી નાસ્તિકપણું કરનારને દર્દનાક અઝાબ મળશે.
لَیۡسَ عَلَی الضُّعَفَآءِ وَ لَا عَلَی الۡمَرۡضٰی وَ لَا عَلَی الَّذِیۡنَ لَا یَجِدُوۡنَ مَا یُنۡفِقُوۡنَ حَرَجٌ اِذَا نَصَحُوۡا لِلّٰہِ وَ رَسُوۡلِہٖ ؕ مَا عَلَی الۡمُحۡسِنِیۡنَ مِنۡ سَبِیۡلٍ ؕ وَ اللّٰہُ غَفُوۡرٌ رَّحِیۡمٌ ﴿ۙ۹۱﴾
(૯૧) અલ્લાહ અને તેના રસૂલ માટે ભલાઇ ચાહતા હોય તેવા અશકતો, બીમારો તથા જેઓની પાસે ઇન્ફાક (ખર્ચ) કરવા માટે કંઇપણ નથી તેઓ ઉપર (જેહાદ માટે ન નીકળવા બાબતે કોઇ) ગુનાહ નથી કારણકે નેક લોકો ઉપર (ગુનાહ સાબિત કરવાનો) કાંઇ રસ્તો જ નથી અને બેશક અલ્લાહ ગફુરૂર રહીમ છે.
وَّ لَا عَلَی الَّذِیۡنَ اِذَا مَاۤ اَتَوۡکَ لِتَحۡمِلَہُمۡ قُلۡتَ لَاۤ اَجِدُ مَاۤ اَحۡمِلُکُمۡ عَلَیۡہِ ۪ تَوَلَّوۡا وَّ اَعۡیُنُہُمۡ تَفِیۡضُ مِنَ الدَّمۡعِ حَزَنًا اَلَّا یَجِدُوۡا مَا یُنۡفِقُوۡنَ ﴿ؕ۹۲﴾
(૯૨) અને ન તેમના પર કોઇ ગુનાહ છે કે જ્યારે તેઓ તારી પાસે (આ હેતુસર) આવ્યા કે તું તેમને સવાર કરી લઇ જાય, (અને) તેં કહ્યુ કે મારી પાસે તો કોઇ એવી સવારી નથી કે જેના ઉપર હું તમને સવાર કરૂં, ત્યારે તેઓ એવી હાલતમાં પાછા ગયા કે તેમની આંખોમાંથી દુ:ખના કારણે આંસુ વહેતા હતા કે તેમની પાસે ઇન્ફાક (ખર્ચ) કરવા માટે કાંઇ ન હતું.
اِنَّمَا السَّبِیۡلُ عَلَی الَّذِیۡنَ یَسۡتَاۡذِنُوۡنَکَ وَ ہُمۡ اَغۡنِیَآءُ ۚ رَضُوۡا بِاَنۡ یَّکُوۡنُوۡا مَعَ الۡخَوَالِفِ ۙ وَ طَبَعَ اللّٰہُ عَلٰی قُلُوۡبِہِمۡ فَہُمۡ لَا یَعۡلَمُوۡنَ ﴿۹۳﴾
(૯૩) (ગુનાહ સાબિત કરવાનો) રસ્તો તેઓ ઉપર ખુલ્લો છે કે જેઓ(ની પાસે જેહાદ માટે સગવડતા છે એટલેકે) બેનિયાઝ હોવા છતાં તારી પાસેથી રજા માંગે છે; તેઓએ પાછળ રહી જનારાઓની સાથે રહેવાનું પસંદ કર્યુ, અને અલ્લાહે તેમના દિલો પર મહોર લગાડી દીધી, માટે જ તેઓ કાંઇ જાણતા નથી.
یَعۡتَذِرُوۡنَ اِلَیۡکُمۡ اِذَا رَجَعۡتُمۡ اِلَیۡہِمۡ ؕ قُلۡ لَّا تَعۡتَذِرُوۡا لَنۡ نُّؤۡمِنَ لَکُمۡ قَدۡ نَبَّاَنَا اللّٰہُ مِنۡ اَخۡبَارِکُمۡ ؕ وَ سَیَرَی اللّٰہُ عَمَلَکُمۡ وَ رَسُوۡلُہٗ ثُمَّ تُرَدُّوۡنَ اِلٰی عٰلِمِ الۡغَیۡبِ وَ الشَّہَادَۃِ فَیُنَبِّئُکُمۡ بِمَا کُنۡتُمۡ تَعۡمَلُوۡنَ ﴿۹۴﴾
(૯૪) જ્યારે તમે (જે મુનાફીકો જેહાદમાં આવેલ ન હતા) તેમની પાસે પાછા ફરશો ત્યારે તેઓ તમારી પાસે બહાનું રજૂ કરશે; તું કહે કે બહાના ન કાઢો, અમે તમારી વાત હરગિઝ માનીશું નહિ; અલ્લાહે અમને તમારી ખબર આપી દીધી છે; અને નઝદીકમાંજ અલ્લાહ તથા તેનો રસૂલ તમારા (ભાવિમાં થનારા ખરાબ) આમાલ જોશે, પછી તમને હાઝિર (જાહેર) અને ગાએબ (છુપી બાબત)ના જાણનારની પાસે પાછા ફેરવવામાં આવશે તથા તમને તમારા આમાલથી વાકેફ કરવામાં આવશે.
سَیَحۡلِفُوۡنَ بِاللّٰہِ لَکُمۡ اِذَا انۡقَلَبۡتُمۡ اِلَیۡہِمۡ لِتُعۡرِضُوۡا عَنۡہُمۡ ؕ فَاَعۡرِضُوۡا عَنۡہُمۡ ؕ اِنَّہُمۡ رِجۡسٌ ۫ وَّ مَاۡوٰىہُمۡ جَہَنَّمُ ۚ جَزَآءًۢ بِمَا کَانُوۡا یَکۡسِبُوۡنَ ﴿۹۵﴾
(૯૫) જ્યારે તમે તેઓની તરફ પાછા ફરીને આવશો ત્યારે તેઓ (જેહાદમાં શરીક ન થયેલ મુનાફિકો) તમારી સામે અલ્લાહની કસમ ખાશે જેથી તમે તેઓ(ના ગુનાહ) પર ઘ્યાન ન આપો, માટે તમે તેઓ પર ઘ્યાન ન આપો, કારણકે તેઓ નાપાક છે અને તેઓ જે કંઇ કરતા હતા તેના બદલારૂપે તેઓનું ઠેકાણુંં જહન્નમ છે.
یَحۡلِفُوۡنَ لَکُمۡ لِتَرۡضَوۡا عَنۡہُمۡ ۚ فَاِنۡ تَرۡضَوۡا عَنۡہُمۡ فَاِنَّ اللّٰہَ لَا یَرۡضٰی عَنِ الۡقَوۡمِ الۡفٰسِقِیۡنَ ﴿۹۶﴾
(૯૬) તેઓ (જેહાદ માટે ન આવેલ મુનાફીકો) તમારી સામે એ માટે કસમ ખાશે જેથી તમે તેઓથી રાજી થઇ જાઓ; પછી અગર તમે તેમનાથી રાજી થઇ જાઓ તો પણ અલ્લાહ હરગિઝ ગુનેહગાર લોકોથી રાજી થશે નહી.
اَلۡاَعۡرَابُ اَشَدُّ کُفۡرًا وَّ نِفَاقًا وَّ اَجۡدَرُ اَلَّا یَعۡلَمُوۡا حُدُوۡدَ مَاۤ اَنۡزَلَ اللّٰہُ عَلٰی رَسُوۡلِہٖ ؕ وَ اللّٰہُ عَلِیۡمٌ حَکِیۡمٌ ﴿۹۷﴾
(૯૭) ગામડાવાળાઓ નાસ્તિકપણા તથા નિફાકમાં ઘણા જ સખત છે. અને તેઓ એજ લાયક છે કે અલ્લાહે પોતાના રસૂલ પર નાઝિલ કરેલ (અહેકામોની) હદોને ન જાણે અને અલ્લાહ જાણવાવાળો, હિકમતવાળો છે.
وَ مِنَ الۡاَعۡرَابِ مَنۡ یَّتَّخِذُ مَا یُنۡفِقُ مَغۡرَمًا وَّ یَتَرَبَّصُ بِکُمُ الدَّوَآئِرَ ؕ عَلَیۡہِمۡ دَآئِرَۃُ السَّوۡءِ ؕ وَ اللّٰہُ سَمِیۡعٌ عَلِیۡمٌ ﴿۹۸﴾
(૯૮) અને ગામડાવાળાઓમાંથી એવા પણ છે કે જેઓ સખાવતને નુકસાન ગણે છે, અને તમારા પર (આફતના) વંટોળ આવવાનો ઇન્તેઝાર કરે છે; તેમની ઉપર સૌથી ખરાબ (આફતના) વંટોળ છે! અને અલ્લાહ સાંભળનાર, જાણનાર છે.
وَ مِنَ الۡاَعۡرَابِ مَنۡ یُّؤۡمِنُ بِاللّٰہِ وَ الۡیَوۡمِ الۡاٰخِرِ وَ یَتَّخِذُ مَا یُنۡفِقُ قُرُبٰتٍ عِنۡدَ اللّٰہِ وَ صَلَوٰتِ الرَّسُوۡلِ ؕ اَلَاۤ اِنَّہَا قُرۡبَۃٌ لَّہُمۡ ؕ سَیُدۡخِلُہُمُ اللّٰہُ فِیۡ رَحۡمَتِہٖ ؕ اِنَّ اللّٰہَ غَفُوۡرٌ رَّحِیۡمٌ ﴿٪۹۹﴾
(૯૯) અને ગામડાવાળાઓમાંથી એવા (પણ) છે કે જે અલ્લાહ તથા કયામત પર ઇમાન રાખે છે અને જે કાંઇ સખાવત કરે છે તેને અલ્લાહની નજદીકી તથા રસૂલની (નેક) દુઆ હાંસિલ કરવા નો વસીલો બનાવે છે જાણી લો કે તે (સખાવત) તેમના માટે (અલ્લાહની) નજીક થવાનું કારણ બનશે અને જલ્દી જ અલ્લાહ તેમને પોતાની રહેમતમાં દાખલ કરી લેશે; બેશક અલ્લાહ ગફુરૂર રહીમ છે.
وَ السّٰبِقُوۡنَ الۡاَوَّلُوۡنَ مِنَ الۡمُہٰجِرِیۡنَ وَ الۡاَنۡصَارِ وَ الَّذِیۡنَ اتَّبَعُوۡہُمۡ بِاِحۡسَانٍ ۙ رَّضِیَ اللّٰہُ عَنۡہُمۡ وَ رَضُوۡا عَنۡہُ وَ اَعَدَّ لَہُمۡ جَنّٰتٍ تَجۡرِیۡ تَحۡتَہَا الۡاَنۡہٰرُ خٰلِدِیۡنَ فِیۡہَاۤ اَبَدًا ؕ ذٰلِکَ الۡفَوۡزُ الۡعَظِیۡمُ ﴿۱۰۰﴾
(૧૦૦) અને મુહાજેરીન અને અન્સારમાંથી પહેલ કરનાર તથા બહેતરીન રીતે તેઓની પૈરવી કરનારથી અલ્લાહ રાઝી થયો અને તેઓ (પણ) તેનાથી રાઝી થયા તેઓ માટે (બેહિશ્તમાં) બાગો તૈયાર કરવામાં આવેલા છે. જેની હેઠળ નદીઓ વહે છે, તેમાં તેઓ હંમેશા રહેશે; આ જ છે સૌથી મોટી કામ્યાબી!
وَ مِمَّنۡ حَوۡلَکُمۡ مِّنَ الۡاَعۡرَابِ مُنٰفِقُوۡنَ ؕۛ وَ مِنۡ اَہۡلِ الۡمَدِیۡنَۃِ ۟ۛؔ مَرَدُوۡا عَلَی النِّفَاقِ ۟ لَا تَعۡلَمُہُمۡ ؕ نَحۡنُ نَعۡلَمُہُمۡ ؕ سَنُعَذِّبُہُمۡ مَّرَّتَیۡنِ ثُمَّ یُرَدُّوۡنَ اِلٰی عَذَابٍ عَظِیۡمٍ ﴿۱۰۱﴾ۚ
(૧૦૧) અને તમારી આસપાસના ગામડાવાળા-ઓમાંથી જે અમુક મુનાફીકો છે, અને મદીના-વાળાઓમાંથી પણ જેઓ નિફાક ઉપર અડગ છે; તું તેમને નથી જાણતો (પરંતુ) અમે તેમને જાણીએ છીએ! જલ્દી અમે તેમને બે વાર અઝાબ આપીશું, પછી તેમને મહાન અઝાબ તરફ વાળવામાં આવશે.
وَ اٰخَرُوۡنَ اعۡتَرَفُوۡا بِذُنُوۡبِہِمۡ خَلَطُوۡا عَمَلًا صَالِحًا وَّ اٰخَرَ سَیِّئًا ؕ عَسَی اللّٰہُ اَنۡ یَّتُوۡبَ عَلَیۡہِمۡ ؕ اِنَّ اللّٰہَ غَفُوۡرٌ رَّحِیۡمٌ ﴿۱۰۲﴾
(૧૦૨) અને બીજાએ પોતાના ગુનાહોની કબૂલાત કરી લીધી છે; તેમણે નેક અને બદઆમાલને ભેળવી નાખ્યા છે; ઉમ્મીદ છે કે અલ્લાહ તેમની તૌબાને કબૂલ કરશે; બેશક અલ્લાહ ગફુરૂર રહીમ છે.
خُذۡ مِنۡ اَمۡوَالِہِمۡ صَدَقَۃً تُطَہِّرُہُمۡ وَ تُزَکِّیۡہِمۡ بِہَا وَ صَلِّ عَلَیۡہِمۡ ؕ اِنَّ صَلٰوتَکَ سَکَنٌ لَّہُمۡ ؕ وَ اللّٰہُ سَمِیۡعٌ عَلِیۡمٌ ﴿۱۰۳﴾
(૧૦૩) તેમના માલમાંથી સદકો (ઝકાત) લઇ તેમને પાક અને પાકીઝા બનાવ અને તેમના માટે દુઆ કર; બેશક તારી દુઆ તેમના માટે સુકૂન(નું કારણ) છે; અને અલ્લાહ સાંભળનાર, જાણનાર છે.
وَ قُلِ اعۡمَلُوۡا فَسَیَرَی اللّٰہُ عَمَلَکُمۡ وَ رَسُوۡلُہٗ وَ الۡمُؤۡمِنُوۡنَ ؕ وَ سَتُرَدُّوۡنَ اِلٰی عٰلِمِ الۡغَیۡبِ وَ الشَّہَادَۃِ فَیُنَبِّئُکُمۡ بِمَا کُنۡتُمۡ تَعۡمَلُوۡنَ ﴿۱۰۵﴾ۚ
(૧૦૫) અને કહે કે તમે અમલ કરો પછી અલ્લાહ તમારા અમલને જોશે અને તેનો રસૂલ અને મોઅમીનો પણ (જોશે) પછી તમને છુપી અને જાહેર બાબતના જાણનારની બારગાહમાં પાછા ફેરવવામાં આવશે, અને તમે જે કાંઇ કરતા હતા તે તમને જણાવશે.
وَ الَّذِیۡنَ اتَّخَذُوۡا مَسۡجِدًا ضِرَارًا وَّ کُفۡرًا وَّ تَفۡرِیۡقًۢا بَیۡنَ الۡمُؤۡمِنِیۡنَ وَ اِرۡصَادًا لِّمَنۡ حَارَبَ اللّٰہَ وَ رَسُوۡلَہٗ مِنۡ قَبۡلُ ؕ وَ لَیَحۡلِفُنَّ اِنۡ اَرَدۡنَاۤ اِلَّا الۡحُسۡنٰی ؕ وَ اللّٰہُ یَشۡہَدُ اِنَّہُمۡ لَکٰذِبُوۡنَ ﴿۱۰۷﴾
(૧૦૭) અને જેઓએ (ઇસ્લામને) નુકસાન પહોંચાડવા, નાસ્તિકપણા(ને મજબૂત બનાવવા,) મોઅમીનો દરમ્યાન જુદાઇ નાખવા તથા આની અગાઉ અલ્લાહ અને તેના રસૂલની વિરૂઘ્ધ લડનારને, પનાહ આપવા માટે મસ્જિદ બનાવી; અને તેઓ કસમ ખાઇને જરૂર કહેશે કે અમારો મકસદ નેકી સિવાય બીજો કાંઇ ન હતો; અને અલ્લાહ ગવાહી આપે છે કે બેશક તેઓ જૂઠા છે.
لَا تَقُمۡ فِیۡہِ اَبَدًا ؕ لَمَسۡجِدٌ اُسِّسَ عَلَی التَّقۡوٰی مِنۡ اَوَّلِ یَوۡمٍ اَحَقُّ اَنۡ تَقُوۡمَ فِیۡہِ ؕ فِیۡہِ رِجَالٌ یُّحِبُّوۡنَ اَنۡ یَّتَطَہَّرُوۡا ؕ وَ اللّٰہُ یُحِبُّ الۡمُطَّہِّرِیۡنَ ﴿۱۰۸﴾
(૧૦૮) તે મસ્જિદમાં તું કદી (નમાઝ માટે) ઊભો રહેજે નહિ! અલબત્ત તે મસ્જિદ કે જેનો પાયો પહેલા દિવસથી જ પરહેજગારી પર નાખવામાં આવ્યો હોય તેમાં તું (નમાઝ માટે) ઊભો રહે તે વધુ યોગ્ય છે; તેમાં પાકીઝા રહેવાનું પસંદ કરનાર લોકો છે અને અલ્લાહ પાકીઝા રહેનારને દોસ્ત રાખે છે.
اَفَمَنۡ اَسَّسَ بُنۡیَانَہٗ عَلٰی تَقۡوٰی مِنَ اللّٰہِ وَ رِضۡوَانٍ خَیۡرٌ اَمۡ مَّنۡ اَسَّسَ بُنۡیَانَہٗ عَلٰی شَفَا جُرُفٍ ہَارٍ فَانۡہَارَ بِہٖ فِیۡ نَارِ جَہَنَّمَ ؕ وَ اللّٰہُ لَا یَہۡدِی الۡقَوۡمَ الظّٰلِمِیۡنَ ﴿۱۰۹﴾
(૧૦૯) શું જેણે પોતા(ના કામો)ની બુનિયાદ અલ્લાહની પરહેઝગારી અને ખુશ્નુદી પર મૂકી હોય તે બહેતર છે કે જેણે પોતા(ના કામો)ની બુનિયાદ (ગુનાહોની) જર્જરીત કિનારી ઉપર મૂકી હોય? જે તેને સાથે લઇ જહન્નમની આગમાં પડી જાય અને અલ્લાહ ઝાલિમ લોકોની હિદાયત કરતો નથી.
لَا یَزَالُ بُنۡیَانُہُمُ الَّذِیۡ بَنَوۡا رِیۡبَۃً فِیۡ قُلُوۡبِہِمۡ اِلَّاۤ اَنۡ تَقَطَّعَ قُلُوۡبُہُمۡ ؕ وَ اللّٰہُ عَلِیۡمٌ حَکِیۡمٌ ﴿۱۱۰﴾٪
(૧૧૦) હંમેશા તે બનાવેલી ઇમારત તેઓના દિલોમાં શકનું કારણ બન્યા કરશે, સિવાય કે તેમનાં દિલોના ટૂકડે ટૂકડા થઇ જાય (અને મૌત આવી જાય); અને અલ્લાહ જાણકાર, હિકમતવાળો છે.
اِنَّ اللّٰہَ اشۡتَرٰی مِنَ الۡمُؤۡمِنِیۡنَ اَنۡفُسَہُمۡ وَ اَمۡوَالَہُمۡ بِاَنَّ لَہُمُ الۡجَنَّۃَ ؕ یُقَاتِلُوۡنَ فِیۡ سَبِیۡلِ اللّٰہِ فَیَقۡتُلُوۡنَ وَ یُقۡتَلُوۡنَ ۟ وَعۡدًا عَلَیۡہِ حَقًّا فِی التَّوۡرٰىۃِ وَ الۡاِنۡجِیۡلِ وَ الۡقُرۡاٰنِ ؕ وَ مَنۡ اَوۡفٰی بِعَہۡدِہٖ مِنَ اللّٰہِ فَاسۡتَبۡشِرُوۡا بِبَیۡعِکُمُ الَّذِیۡ بَایَعۡتُمۡ بِہٖ ؕ وَ ذٰلِکَ ہُوَ الۡفَوۡزُ الۡعَظِیۡمُ ﴿۱۱۱﴾
(૧૧૧) બેશક! અલ્લાહે મોઅમીનોથી તેમના જાન તથા માલને ખરીદી લીધાં છે કે તેના બદલામાં તેમને જન્નત મળે; તેઓ અલ્લાહની રાહમાં લડે છે જેથી તેઓ (દુશ્મનોને) મારે અથવા (રાહે ખુદામાં) માર્યા જાય; તે (અલ્લાહ)ના શિરે તૌરેત, ઇન્જીલ તથા કુરઆનમાં હક-વાયદો છે, અને અલ્લાહ કરતાં બીજો કોણ વધારે વાયદાને વફા કરનાર છે ? અત્યારે આ સોદો કે જે તમોએ તેની સાથે કર્યો તેની ખુશખબરી આપવામાં આવે છે; અને આ છે મોટી કામ્યાબી!
اَلتَّآئِبُوۡنَ الۡعٰبِدُوۡنَ الۡحٰمِدُوۡنَ السَّآئِحُوۡنَ الرّٰکِعُوۡنَ السّٰجِدُوۡنَ الۡاٰمِرُوۡنَ بِالۡمَعۡرُوۡفِ وَ النَّاہُوۡنَ عَنِ الۡمُنۡکَرِ وَ الۡحٰفِظُوۡنَ لِحُدُوۡدِ اللّٰہِ ؕ وَ بَشِّرِ الۡمُؤۡمِنِیۡنَ ﴿۱۱۲﴾
(૧૧૨) તૌબા કરનારા, ઇબાદત કરનારા, હમ્દ કરનારા, રાહે ખુદામાં સફર (જેહાદ) કરનાર, રૂકૂઅ કરનારા, સિજદા કરનારા, અમ્ર બિલ મઅરૂફ કરનારા અને નહી અનિલ મુન્કર કરનારા અને અલ્લાહની હદોને જાળવી રાખનારા; અને (આવા) ઇમાન લાવનારાઓને ખુશખબરી આપી દે.
مَا کَانَ لِلنَّبِیِّ وَ الَّذِیۡنَ اٰمَنُوۡۤا اَنۡ یَّسۡتَغۡفِرُوۡا لِلۡمُشۡرِکِیۡنَ وَ لَوۡ کَانُوۡۤا اُولِیۡ قُرۡبٰی مِنۡۢ بَعۡدِ مَا تَبَیَّنَ لَہُمۡ اَنَّہُمۡ اَصۡحٰبُ الۡجَحِیۡمِ ﴿۱۱۳﴾
(૧૧૩) નબી તથા મોઅમીનો માટે આ યોગ્ય નથી કે મુશરિકોનું જહન્નમી હોવાનું રોશન થઇ ગયા પછી તેઓ માટે ઇસ્તેગફાર કરે,(પછી) ભલેને તેઓના સગાંવહાલાં હોય.
وَ مَا کَانَ اسۡتِغۡفَارُ اِبۡرٰہِیۡمَ لِاَبِیۡہِ اِلَّا عَنۡ مَّوۡعِدَۃٍ وَّعَدَہَاۤ اِیَّاہُ ۚ فَلَمَّا تَبَیَّنَ لَہٗۤ اَنَّہٗ عَدُوٌّ لِّلّٰہِ تَبَرَّاَ مِنۡہُ ؕ اِنَّ اِبۡرٰہِیۡمَ لَاَوَّاہٌ حَلِیۡمٌ ﴿۱۱۴﴾
(૧૧૪) અને ઇબ્રાહીમનું પોતાના (પાલક) બાપ (કાકા આઝર) માટે ઇસ્તેગફાર કરવું ફકત એક વાયદાના કારણે હતું. કે જે તેની સાથે કર્યો હતો. પણ જ્યારે તેના પર વાઝેહ થઇ ગયું કે તે અલ્લાહનો દુશ્મન છે ત્યારે તેનાથી બેઝાર થઇ ગયો; બેશક ઇબ્રાહીમ ઘણો નરમ દિલ, સહનશીલ હતો.
وَ مَا کَانَ اللّٰہُ لِیُضِلَّ قَوۡمًۢا بَعۡدَ اِذۡ ہَدٰىہُمۡ حَتّٰی یُبَیِّنَ لَہُمۡ مَّا یَتَّقُوۡنَ ؕ اِنَّ اللّٰہَ بِکُلِّ شَیۡءٍ عَلِیۡمٌ ﴿۱۱۵﴾
(૧૧૫) એવું નથી કે અલ્લાહ કોઇપણ કોમને હિદાયત કર્યા પછી ગુમરાહ કરે સિવાય કે તેના માટે કંઇ ચીઝોથી બચવું જરૂરી છે તે રોશન કરી દે (અને તેઓ નાફરમાની કરે) કારણ કે અલ્લાહ દરેક વસ્તુથી સારી રીતે વાકેફ છે.
لَقَدۡ تَّابَ اللّٰہُ عَلَی النَّبِیِّ وَ الۡمُہٰجِرِیۡنَ وَ الۡاَنۡصَارِ الَّذِیۡنَ اتَّبَعُوۡہُ فِیۡ سَاعَۃِ الۡعُسۡرَۃِ مِنۡۢ بَعۡدِ مَا کَادَ یَزِیۡغُ قُلُوۡبُ فَرِیۡقٍ مِّنۡہُمۡ ثُمَّ تَابَ عَلَیۡہِمۡ ؕ اِنَّہٗ بِہِمۡ رَءُوۡفٌ رَّحِیۡمٌ ﴿۱۱۷﴾ۙ
(૧૧૭) ખરેખર અલ્લાહે નબી તથા તે મુહાજેરીન તથા અન્સારને માફ કરી દીધા છે કે જેમણે તંગીની હાલતમાં તે (રસૂલ સ.અ.વ.)નો સાથ આપ્યો હતો જયારે કે તેઓમાંના એક સમૂહના રાહે હકથી દિલો બહેકવાની નજદીક હતા, પછી (અલ્લાહે) તેઓની તૌબા કબૂલ કરી, બેશક તેમના માટે તે દયાળુ, મહેરબાન છે.
وَّ عَلَی الثَّلٰثَۃِ الَّذِیۡنَ خُلِّفُوۡا ؕ حَتّٰۤی اِذَا ضَاقَتۡ عَلَیۡہِمُ الۡاَرۡضُ بِمَا رَحُبَتۡ وَ ضَاقَتۡ عَلَیۡہِمۡ اَنۡفُسُہُمۡ وَ ظَنُّوۡۤا اَنۡ لَّا مَلۡجَاَ مِنَ اللّٰہِ اِلَّاۤ اِلَیۡہِ ؕ ثُمَّ تَابَ عَلَیۡہِمۡ لِیَتُوۡبُوۡا ؕ اِنَّ اللّٰہَ ہُوَ التَّوَّابُ الرَّحِیۡمُ ﴿۱۱۸﴾٪
(૧૧૮) અને તે ત્રણેય (કઅબ બિન માલિક, મુરારા બિન રબીઅ તથા હિલાલ બિન ઉમય્યા જેઓ જંગે તબુકમાં શરીક ન થયા) જેહાદમાં પાછળ રહી ગયા એટલે સુધી કે (સામાજિક બહિષ્કારના કારણે) ધરતી વિશાળ હોવા છતાં તેમના માટે તંગ થઇ ગઇ, અને પોતાની જાતથી કંટાળી ગયા, અને તેમણે જાણી લીધું કે અલ્લાહથી બચવા માટે તેના સિવાય બીજે ક્યાંય પનાહ મળનાર નથી, પછી અલ્લાહે તોબા કબૂલ કરી કે જેથી તેઓ (તેના ઘર તરફ) પાછા ફરે; બેશક અલ્લાહ માફ કરનાર, મહેરબાન છે.
مَا کَانَ لِاَہۡلِ الۡمَدِیۡنَۃِ وَ مَنۡ حَوۡلَہُمۡ مِّنَ الۡاَعۡرَابِ اَنۡ یَّتَخَلَّفُوۡا عَنۡ رَّسُوۡلِ اللّٰہِ وَ لَا یَرۡغَبُوۡا بِاَنۡفُسِہِمۡ عَنۡ نَّفۡسِہٖ ؕ ذٰلِکَ بِاَنَّہُمۡ لَا یُصِیۡبُہُمۡ ظَمَاٌ وَّ لَا نَصَبٌ وَّ لَا مَخۡمَصَۃٌ فِیۡ سَبِیۡلِ اللّٰہِ وَ لَا یَطَـُٔوۡنَ مَوۡطِئًا یَّغِیۡظُ الۡکُفَّارَ وَ لَا یَنَالُوۡنَ مِنۡ عَدُوٍّ نَّیۡلًا اِلَّا کُتِبَ لَہُمۡ بِہٖ عَمَلٌ صَالِحٌ ؕ اِنَّ اللّٰہَ لَا یُضِیۡعُ اَجۡرَ الۡمُحۡسِنِیۡنَ ﴿۱۲۰﴾ۙ
(૧૨૦) મદીનાવાસીઓ તથા તેમની આસપાસના રહેવાસીઓમાંથી ગામડાવાળાઓ માટે યોગ્ય નથી કે તેઓ અલ્લાહના રસૂલની નાફરમાની કરે અને ન એ કે રસૂલની જાન(ની હિફાઝત) કરતા પોતાની જાન(ની હિફાઝત)ને વધારે પસંદ કરે કારણ કે તેઓ અલ્લાહની રાહમાં ભૂખ-તરસ, થકાવટ સહન કરતા નથી, તેમજ નાસ્તિકોને ગુસ્સો આવે તેવા પગલા ભરતા નથી અને દુશ્મનો તરફથી કંઇ (નુકસાન) પહોંચતુ નથી, સિવાય કે આ (તકલીફોને સહન કરવી) તેમના માટે નેક અમલ તરીકે લખવામાં આવે છે; બેશક અલ્લાહ નેક કીરદારોનો બદલો બરબાદ થવા દેતો નથી.
وَ لَا یُنۡفِقُوۡنَ نَفَقَۃً صَغِیۡرَۃً وَّ لَا کَبِیۡرَۃً وَّ لَا یَقۡطَعُوۡنَ وَادِیًا اِلَّا کُتِبَ لَہُمۡ لِیَجۡزِیَہُمُ اللّٰہُ اَحۡسَنَ مَا کَانُوۡا یَعۡمَلُوۡنَ ﴿۱۲۱﴾
(૧૨૧) અને એ જ પ્રમાણે તેઓ નાની કે મોટી સખાવત નથી કરતા અને કોઇ ઝમીન ઉપરથી પસાર થતા નથી સિવાય કે તે તેમના માટે (નેકી) લખી લેવામાં આવે છે. જેથી અલ્લાહ તેમના કરેલા અમલોનો બહેતરીન બદલો આપે.
وَ مَا کَانَ الۡمُؤۡمِنُوۡنَ لِیَنۡفِرُوۡا کَآفَّۃً ؕ فَلَوۡ لَا نَفَرَ مِنۡ کُلِّ فِرۡقَۃٍ مِّنۡہُمۡ طَآئِفَۃٌ لِّیَتَفَقَّہُوۡا فِی الدِّیۡنِ وَ لِیُنۡذِرُوۡا قَوۡمَہُمۡ اِذَا رَجَعُوۡۤا اِلَیۡہِمۡ لَعَلَّہُمۡ یَحۡذَرُوۡنَ ﴿۱۲۲﴾٪
(૧૨૨) અને મોઅમીનો માટે યોગ્ય નથી કે તેઓ એકી સાથે બધા (જેહાદ માટે) નીકળી પડે; શા માટે દરેક ગિરોહમાંથી અમુક લોકો ઇલ્મેદીન હાંસિલ કરવા નથી નિકળતા જેથી તેઓ જ્યારે પાછા ફરે ત્યારે પોતાની કોમને (અલ્લાહની નાફરમાનીથી) ડરાવે?! કે શાયદ તેઓ (નાફરમાનીથી) બચે!
یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡا قَاتِلُوا الَّذِیۡنَ یَلُوۡنَکُمۡ مِّنَ الۡکُفَّارِ وَ لۡیَجِدُوۡا فِیۡکُمۡ غِلۡظَۃً ؕ وَ اعۡلَمُوۡۤا اَنَّ اللّٰہَ مَعَ الۡمُتَّقِیۡنَ ﴿۱۲۳﴾
(૧૨૩) અય ઇમાન લાવનારાઓ! નાસ્તિકોમાંથી કે જેઓ તમારી નજીક છે તેમની સાથે લડો અને તેઓ તમારા (તરફ)થી સખ્તાઇનો એહસાસ કરે; અને જાણી લો કે અલ્લાહ પરહેઝગારોની સાથે છે.
وَ اِذَا مَاۤ اُنۡزِلَتۡ سُوۡرَۃٌ فَمِنۡہُمۡ مَّنۡ یَّقُوۡلُ اَیُّکُمۡ زَادَتۡہُ ہٰذِہٖۤ اِیۡمَانًا ۚ فَاَمَّا الَّذِیۡنَ اٰمَنُوۡا فَزَادَتۡہُمۡ اِیۡمَانًا وَّ ہُمۡ یَسۡتَبۡشِرُوۡنَ ﴿۱۲۴﴾
(૧૨૪) અને જયારે પણ કોઇ સૂરો નાઝિલ કરવામાં આવે છે ત્યારે અમુક લોકો (બીજાને) કહે છે કે તમારામાંથી કોનું ઇમાન આ સૂરાએ વધારી દીધું છે? માટે (તુ તેઓને જવાબ આપ) જે લોકો ઇમાન લાવ્યા છે તેમના ઇમાનમાં વધારો થાય છે અને તેઓ ખુશ થાય છે.
وَ اِذَا مَاۤ اُنۡزِلَتۡ سُوۡرَۃٌ نَّظَرَ بَعۡضُہُمۡ اِلٰی بَعۡضٍ ؕ ہَلۡ یَرٰىکُمۡ مِّنۡ اَحَدٍ ثُمَّ انۡصَرَفُوۡا ؕ صَرَفَ اللّٰہُ قُلُوۡبَہُمۡ بِاَنَّہُمۡ قَوۡمٌ لَّا یَفۡقَہُوۡنَ ﴿۱۲۷﴾
(૧૨૭) અને જયારે પણ કોઇ સૂરો નાઝિલ કરવામાં આવે છે ત્યારે તેઓ (મુનાફિકો) એકબીજાને જૂએ છે; (અને કહે છે) શું તમને કોઇ જોઈ છે? પછી તેઓ (રસૂલ પાસેથી પાછા) ફરી જાય છે; અલ્લાહે તેમનાં દિલોને (હકથી) ફેરવી નાખ્યાં છે, કારણ કે તેઓ એવા લોકો છે કે જેઓ સમજતા નથી.
لَقَدۡ جَآءَکُمۡ رَسُوۡلٌ مِّنۡ اَنۡفُسِکُمۡ عَزِیۡزٌ عَلَیۡہِ مَا عَنِتُّمۡ حَرِیۡصٌ عَلَیۡکُمۡ بِالۡمُؤۡمِنِیۡنَ رَءُوۡفٌ رَّحِیۡمٌ ﴿۱۲۸﴾
(૧૨૮) ખરેખર તમારી પાસે તમારામાંથી જ એક રસૂલ આવ્યો કે જેના માટે તમારૂ દુ:ખ સખત છે; તમારી હિદાયત માટે ઘણોજ આતૂર છે; અને મોઅમીનો માટે ઘણો લાગણીશીલ અને મહેરબાન છે.