Fussilat
سورة فصلت
وَ قَالُوۡا قُلُوۡبُنَا فِیۡۤ اَکِنَّۃٍ مِّمَّا تَدۡعُوۡنَاۤ اِلَیۡہِ وَ فِیۡۤ اٰذَانِنَا وَقۡرٌ وَّ مِنۡۢ بَیۡنِنَا وَ بَیۡنِکَ حِجَابٌ فَاعۡمَلۡ اِنَّنَا عٰمِلُوۡنَ ؓ﴿۵﴾
(૫) અને તેઓ કહ્યુ કે તું જેની તરફ અમને બોલાવે છે તેની માટે અમારા દિલો પડદામાં છે. અને અમારા કાનોમાં બહેરાપણું છે, અને અમારી તથા તારી વચ્ચે એક પડદો છે; માટે તું તારૂં કામ કર, અને અમે અમારૂં કામ કરીએ છીએ.
قُلۡ اِنَّمَاۤ اَنَا بَشَرٌ مِّثۡلُکُمۡ یُوۡحٰۤی اِلَیَّ اَنَّمَاۤ اِلٰـہُکُمۡ اِلٰہٌ وَّاحِدٌ فَاسۡتَقِیۡمُوۡۤا اِلَیۡہِ وَ اسۡتَغۡفِرُوۡہُ ؕ وَ وَیۡلٌ لِّلۡمُشۡرِکِیۡنَ ۙ﴿۶﴾
(૬) તું કહે કે હું પણ તમારા જેવો એક ઇન્સાન છું, (પરંતુ) મારા તરફ વહી આવે છે કે તમારો માઅબૂદ ફકત એક છે, માટે તેની તરફ સંપૂર્ણ ઘ્યાન આપો, તથા તેનાથી મગફેરત ચાહો; અને મુશરિકોના હાલ પર અફસોસ છે:
وَ جَعَلَ فِیۡہَا رَوَاسِیَ مِنۡ فَوۡقِہَا وَ بٰرَکَ فِیۡہَا وَ قَدَّرَ فِیۡہَاۤ اَقۡوَاتَہَا فِیۡۤ اَرۡبَعَۃِ اَیَّامٍ ؕ سَوَآءً لِّلسَّآئِلِیۡنَ ﴿۱۰﴾
(૧૦) અને તેણે આ ઝમીન ઉપર મજબૂત પહાડ કાયમ કરી દીધા અને તેમાં બરકત પેદા કરી તેમજ જીવન જરૂરીયાતની બધી વસ્તુઓ મુકર્રર કરી દીધી -આ બધુ ચાર દિવસમાં હતુ- કે જે માંગણી કરનારની જરૂરત પ્રમાણે છે.
ثُمَّ اسۡتَوٰۤی اِلَی السَّمَآءِ وَ ہِیَ دُخَانٌ فَقَالَ لَہَا وَ لِلۡاَرۡضِ ائۡتِیَا طَوۡعًا اَوۡ کَرۡہًا ؕ قَالَتَاۤ اَتَیۡنَا طَآئِعِیۡنَ ﴿۱۱﴾
(૧૧) ત્યારબાદ તેણે આસમાન(ની ખિલકત) તરફ ઘ્યાન આપ્યું એવી હાલતમાં કે તે ધુમાડો હતુ પછી તેને અને ઝમીનને હુકમ કર્યો કે તમે બંને મરજીથી અથવા જબરદસ્તીથી આકાર પામો, બંનેએ કહ્યું કે અમે ફરમાબરદાર બનીને આકાર પામીએ છીએ.
فَقَضٰہُنَّ سَبۡعَ سَمٰوَاتٍ فِیۡ یَوۡمَیۡنِ وَ اَوۡحٰی فِیۡ کُلِّ سَمَآءٍ اَمۡرَہَا ؕ وَ زَیَّنَّا السَّمَآءَ الدُّنۡیَا بِمَصَابِیۡحَ ٭ۖ وَ حِفۡظًا ؕ ذٰلِکَ تَقۡدِیۡرُ الۡعَزِیۡزِ الۡعَلِیۡمِ ﴿۱۲﴾
(૧૨) પછી બે દિવસમાં સાત આસમાનો બનાવ્યા, અને દરેક આસમાનને તેનો હુકમ વહી કર્યો અને અમોએ દુનિયાના આસમાનને ચિરાગોથી ઝીનત આપી અને મહેફૂઝ કર્યુ; કે આ જબરદસ્ત જાણકાર (અલ્લાહ)ની તકદીર છે.
اِذۡ جَآءَتۡہُمُ الرُّسُلُ مِنۡۢ بَیۡنِ اَیۡدِیۡہِمۡ وَ مِنۡ خَلۡفِہِمۡ اَلَّا تَعۡبُدُوۡۤا اِلَّا اللّٰہَ ؕ قَالُوۡا لَوۡ شَآءَ رَبُّنَا لَاَنۡزَلَ مَلٰٓئِکَۃً فَاِنَّا بِمَاۤ اُرۡسِلۡتُمۡ بِہٖ کٰفِرُوۡنَ ﴿۱۴﴾
(૧૪) જયારે તેમની સામે અને પાછળથી અમારા રસૂલો તેમની પાસે આવ્યા કે અલ્લાહ સિવાય બીજા કોઇની ઇબાદત કરો નહીં, ત્યારે તેમણે કહ્યું કે જો અમારો પરવરદિગાર ચાહતે તો ફરિશ્તાઓને મોકલતે, માટે તમે જે કાંઇ લાવ્યા છો તેનો ઇન્કાર કરીએ છીએ.
فَاَمَّا عَادٌ فَاسۡتَکۡبَرُوۡا فِی الۡاَرۡضِ بِغَیۡرِ الۡحَقِّ وَ قَالُوۡا مَنۡ اَشَدُّ مِنَّا قُوَّۃً ؕ اَوَ لَمۡ یَرَوۡا اَنَّ اللّٰہَ الَّذِیۡ خَلَقَہُمۡ ہُوَ اَشَدُّ مِنۡہُمۡ قُوَّۃً ؕ وَ کَانُوۡا بِاٰیٰتِنَا یَجۡحَدُوۡنَ ﴿۱۵﴾
(૧૫) પછી કોમે આદે ઝમીનમાં નાહક તકબ્બૂર કર્યુ, અને કહ્યુ કે અમારાથી વધારે તાકતવાળા કોણ છે? શું તેઓ જાણતા ન હતા કે તેઓને પેદા કરનાર અલ્લાહ તે લોકો કરતાં વધારે તાકતવાળો છે? (આ ખોટી ધારણાને કારણે) તેઓ અમારી નિશાનીઓનો ઇન્કાર કરતા હતા.
فَاَرۡسَلۡنَا عَلَیۡہِمۡ رِیۡحًا صَرۡصَرًا فِیۡۤ اَیَّامٍ نَّحِسَاتٍ لِّنُذِیۡقَہُمۡ عَذَابَ الۡخِزۡیِ فِی الۡحَیٰوۃِ الدُّنۡیَا ؕ وَ لَعَذَابُ الۡاٰخِرَۃِ اَخۡزٰی وَ ہُمۡ لَا یُنۡصَرُوۡنَ ﴿۱۶﴾
(૧૬) છેવટે અમોએ પણ તેમના ઉપર મનહુસ દિવસોમાં તેજ અવાજ કરનાર ઠંડી હવાની આંધી મોકલી કે જેથી તેમને દુનિયાના જીવનમાં ઝલીલ કરનાર અઝાબની મજા ચખાડીએ; અને હકીકતમાં આખેરતનો અઝાબ આના કરતાંય વધારે ઝલીલ કરનારો છે, અને (ક્યાંયથી) મદદ કરવામાં નહીં આવે.
وَ اَمَّا ثَمُوۡدُ فَہَدَیۡنٰہُمۡ فَاسۡتَحَبُّوا الۡعَمٰی عَلَی الۡہُدٰی فَاَخَذَتۡہُمۡ صٰعِقَۃُ الۡعَذَابِ الۡہُوۡنِ بِمَا کَانُوۡا یَکۡسِبُوۡنَ ﴿ۚ۱۷﴾
(૧૭) અને કોમે સમૂદની અમોએ હિદાયત કરી, પરંતુ તેમણે અંધકારને હિદાયત ઉપર અગ્રતા આપી આજ કારણે અને તેઓના આમાલના કારણે વીજળી -તે ઝલીલ કરનાર અઝાબે- તેઓને પકડી લીધા.
وَ قَالُوۡا لِجُلُوۡدِہِمۡ لِمَ شَہِدۡتُّمۡ عَلَیۡنَا ؕ قَالُوۡۤا اَنۡطَقَنَا اللّٰہُ الَّذِیۡۤ اَنۡطَقَ کُلَّ شَیۡءٍ وَّ ہُوَ خَلَقَکُمۡ اَوَّلَ مَرَّۃٍ وَّ اِلَیۡہِ تُرۡجَعُوۡنَ ﴿۲۱﴾
(૨૧) અને તેઓ પોતાની ચામડીઓને કહેશે શા માટે અમારી ખિલાફ ગવાહી આપી? તેઓ કહેશે કે અમને એ જ અલ્લાહે બોલતા કર્યા જેણે દરેક ચીઝને વાચા આપી છે, અને પહેલી વાર તેણે જ તમને પેદા કર્યા, અને તેની જ તરફ પાછા ફેરવવામાં આવશો.
وَ مَا کُنۡتُمۡ تَسۡتَتِرُوۡنَ اَنۡ یَّشۡہَدَ عَلَیۡکُمۡ سَمۡعُکُمۡ وَ لَاۤ اَبۡصَارُکُمۡ وَ لَا جُلُوۡدُکُمۡ وَ لٰکِنۡ ظَنَنۡتُمۡ اَنَّ اللّٰہَ لَا یَعۡلَمُ کَثِیۡرًا مِّمَّا تَعۡمَلُوۡنَ ﴿۲۲﴾
(૨૨) અને તમે એ માટે છુપાવતા ન હતા કે તમારા કાન તમારી આંખો અને તમારી ચામડીઓ તમારી ખિલાફ ગવાહી આપશે, પરંતુ તમારૂ ગુમાન હતુ કે અલ્લાહ તમારા ઘણાં કાર્યોને જાણતો નથી!
وَ قَیَّضۡنَا لَہُمۡ قُرَنَآءَ فَزَیَّنُوۡا لَہُمۡ مَّا بَیۡنَ اَیۡدِیۡہِمۡ وَ مَا خَلۡفَہُمۡ وَ حَقَّ عَلَیۡہِمُ الۡقَوۡلُ فِیۡۤ اُمَمٍ قَدۡ خَلَتۡ مِنۡ قَبۡلِہِمۡ مِّنَ الۡجِنِّ وَ الۡاِنۡسِ ۚ اِنَّہُمۡ کَانُوۡا خٰسِرِیۡنَ ﴿٪۲۵﴾
(૨૫) અને અમોએ તેમના માટે એવા સાથીઓ રાખ્યા હતા કે જેમણે તેમના આગલા પાછલા બધા કાર્યોને તેમની નજરમાં સારા બનાવી દીધા હતા, અને અગાઉની ઉમ્મતોમાંથી જિન્નાત અને ઇન્સાનો માટે પૂરવાર થયેલ અઝાબનો વાયદો તેઓ માટે પણ પૂરવાર થયો કે બેશક તેઓ નુકસાન ભોગવનારા હતા.
وَ قَالَ الَّذِیۡنَ کَفَرُوۡا رَبَّنَاۤ اَرِنَا الَّذَیۡنِ اَضَلّٰنَا مِنَ الۡجِنِّ وَ الۡاِنۡسِ نَجۡعَلۡہُمَا تَحۡتَ اَقۡدَامِنَا لِیَکُوۡنَا مِنَ الۡاَسۡفَلِیۡنَ ﴿۲۹﴾
(૨૯) અને નાસ્તિકો કહેશે કે પરવરદિગાર જિન્નાત તથા ઇન્સાનોમાંથી અમને ગુમરાહ કરનારને દેખાડ જેથી અમે તેમને અમારા પગની નીચે રાખીએ જેથી સૌથી હલ્કા લોકો બની જાય.
اِنَّ الَّذِیۡنَ قَالُوۡا رَبُّنَا اللّٰہُ ثُمَّ اسۡتَقَامُوۡا تَتَنَزَّلُ عَلَیۡہِمُ الۡمَلٰٓئِکَۃُ اَلَّا تَخَافُوۡا وَ لَا تَحۡزَنُوۡا وَ اَبۡشِرُوۡا بِالۡجَنَّۃِ الَّتِیۡ کُنۡتُمۡ تُوۡعَدُوۡنَ ﴿۳۰﴾
(૩૦) બેશક જેઓએ કહ્યું કે અમારો પરવરદિગાર અલ્લાહ છે પછી તેમના ઉપર કાયમ રહ્યા તેમના ઉપર ફરિશ્તાઓ નાઝિલ થાય છે કે ન ડરો, ન દુ:ખી થાવ તમને જન્નતની ખુશખબરી કે જેનો તમને વાયદો કરવામાં આવેલ છે.
وَ مِنۡ اٰیٰتِہِ الَّیۡلُ وَ النَّہَارُ وَ الشَّمۡسُ وَ الۡقَمَرُ ؕ لَا تَسۡجُدُوۡا لِلشَّمۡسِ وَ لَا لِلۡقَمَرِ وَ اسۡجُدُوۡا لِلّٰہِ الَّذِیۡ خَلَقَہُنَّ اِنۡ کُنۡتُمۡ اِیَّاہُ تَعۡبُدُوۡنَ ﴿۳۷﴾
(૩૭) અને તેની નિશાનીઓમાંથી રાત અને દિવસ, સૂરજ તથા ચાંદ છે, માટે સૂરજ તથા ચાંદને સજદો ન કરો, (પરંતુ) જો તમે ફકત તેની જ ઇબાદત કરતા હોવ તો અલ્લાહને સજદો કરો જેણે તેને પેદા કર્યા છે.
وَ مِنۡ اٰیٰتِہٖۤ اَنَّکَ تَرَی الۡاَرۡضَ خَاشِعَۃً فَاِذَاۤ اَنۡزَلۡنَا عَلَیۡہَا الۡمَآءَ اہۡتَزَّتۡ وَ رَبَتۡ ؕ اِنَّ الَّذِیۡۤ اَحۡیَاہَا لَمُحۡیِ الۡمَوۡتٰی ؕ اِنَّہٗ عَلٰی کُلِّ شَیۡءٍ قَدِیۡرٌ ﴿۳۹﴾
(૩૯) અને તેની નિશાનીઓમાંથી એ છે કે તું ઝમીનને ઊજ્જડ જોવે છો પરંતુ જયારે અમે પાણી વરસાવીએ ત્યારે ઝમીન (પર લીલોતરી) લહેરાવા લાગે છે જેને તે (ઝમીન) જીવંત કરી તે જરૂર મુર્દાને જીવંત કરશે અને બેશક તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.
اِنَّ الَّذِیۡنَ یُلۡحِدُوۡنَ فِیۡۤ اٰیٰتِنَا لَا یَخۡفَوۡنَ عَلَیۡنَا ؕ اَفَمَنۡ یُّلۡقٰی فِی النَّارِ خَیۡرٌ اَمۡ مَّنۡ یَّاۡتِیۡۤ اٰمِنًا یَّوۡمَ الۡقِیٰمَۃِ ؕ اِعۡمَلُوۡا مَا شِئۡتُمۡ ۙ اِنَّہٗ بِمَا تَعۡمَلُوۡنَ بَصِیۡرٌ ﴿۴۰﴾
(૪૦) બેશક જે લોકો અમારી આયતોમાં વક્રતા પેદા કરે છે, તેઓ અમારાથી છુપાએલા નથી, શું જેને જહન્નમમાં નાખવામાં આવે તે બહેતર છે કે જે કયામતના દિવસે સલામતી સાથે આવે? તમે જે ચાહો કરો, બેશક તમે કરો છો તેને તે જોવે છે.
وَ لَوۡ جَعَلۡنٰہُ قُرۡاٰنًا اَعۡجَمِیًّا لَّقَالُوۡا لَوۡ لَا فُصِّلَتۡ اٰیٰتُہٗ ؕ ءَؔاَعۡجَمِیٌّ وَّ عَرَبِیٌّ ؕ قُلۡ ہُوَ لِلَّذِیۡنَ اٰمَنُوۡا ہُدًی وَّ شِفَآءٌ ؕ وَ الَّذِیۡنَ لَا یُؤۡمِنُوۡنَ فِیۡۤ اٰذَانِہِمۡ وَقۡرٌ وَّ ہُوَ عَلَیۡہِمۡ عَمًی ؕ اُولٰٓئِکَ یُنَادَوۡنَ مِنۡ مَّکَانٍۭ بَعِیۡدٍ ﴿٪۴۴﴾
(૪૪) અને અગર અમે આ કુરઆનને અજમી ભાષામાં નાઝિલ કરત તો તેઓ કહેતે કે તેની આયતો વાઝેહ કેમ નથી, અને આ અજમી કિતાબ અરબ માટે?! કહે કે આ કિતાબ ઇમાનવાળા માટે શફા અને હિદાયત છે, અને જેઓ ઇમાન નથી લાવતા તેમના કાનમાં બહેરાપણું છે, અને તેમને તે દેખાતું નથી, અને (એવા છે જાણે કે) તેઓને દૂરથી પોકારવામાં આવતા હોય.
وَ لَقَدۡ اٰتَیۡنَا مُوۡسَی الۡکِتٰبَ فَاخۡتُلِفَ فِیۡہِ ؕ وَ لَوۡ لَا کَلِمَۃٌ سَبَقَتۡ مِنۡ رَّبِّکَ لَقُضِیَ بَیۡنَہُمۡ ؕ وَ اِنَّہُمۡ لَفِیۡ شَکٍّ مِّنۡہُ مُرِیۡبٍ ﴿۴۵﴾
(૪૫) અને બેશક અમોએ મૂસાને કિતાબ આપી તે પછી તેમાં ઇખ્તેલાફ થયો, અને તારા પરવરદિગાર તરફથી (મોહલત આપવાનુ) અગાઉથી નક્કી ન હોત તો તેમની વચ્ચે ફેસલો થઇ ગયો હોત, અને હકીકતમાં તેઓ બદગુમાનીવાળી શંકામાં પડયા છે.
اِلَیۡہِ یُرَدُّ عِلۡمُ السَّاعَۃِ ؕ وَ مَا تَخۡرُجُ مِنۡ ثَمَرٰتٍ مِّنۡ اَکۡمَامِہَا وَ مَا تَحۡمِلُ مِنۡ اُنۡثٰی وَ لَا تَضَعُ اِلَّا بِعِلۡمِہٖ ؕ وَ یَوۡمَ یُنَادِیۡہِمۡ اَیۡنَ شُرَکَآءِیۡ ۙ قَالُوۡۤا اٰذَنّٰکَ ۙ مَا مِنَّا مِنۡ شَہِیۡدٍ ﴿ۚ۴۷﴾
(૪૭) (કયામતની) ઘડીનું ઇલ્મ તેની તરફ પલટે છે; અને કળીમાંથી કોઇ ફળ નથી નીકળતુ અથવા કોઇ માદા હામેલા નથી થતી અથવા જન્મ નથી આપતી સિવાય કે તે જાણે છે, અને જે દિવસે તેઓને તે પોકારશે ક્યા છે મારા શરીકો?! તેઓ કહેશે અમે અગાઉ એલાન કરી ચૂક્યા છીએ (આ બાબતે) અમારી પાસે કોઇ ગવાહ નથી.
وَ لَئِنۡ اَذَقۡنٰہُ رَحۡمَۃً مِّنَّا مِنۡۢ بَعۡدِ ضَرَّآءَ مَسَّتۡہُ لَیَقُوۡلَنَّ ہٰذَا لِیۡ ۙ وَ مَاۤ اَظُنُّ السَّاعَۃَ قَآئِمَۃً ۙ وَّ لَئِنۡ رُّجِعۡتُ اِلٰی رَبِّیۡۤ اِنَّ لِیۡ عِنۡدَہٗ لَلۡحُسۡنٰی ۚ فَلَنُنَبِّئَنَّ الَّذِیۡنَ کَفَرُوۡا بِمَا عَمِلُوۡا ۫ وَ لَنُذِیۡقَنَّہُمۡ مِّنۡ عَذَابٍ غَلِیۡظٍ ﴿۵۰﴾
(૫૦) અને જ્યારે તકલીફ પછી તેને રહેમતની મજા ચખાડીએ છીએ ત્યારે કહે છે કે આ મારો હક હતો હુ ગુમાન નથી કરતો કે કયામત આવે (જો આવશે તો) જ્યારે મને પરવરદિગારની તરફ પાછો ફેરવવામાં આવશે ત્યારે મારા માટે તેની પાસે ભલાઇ છે અને નાસ્તિકોને તેઓના અંજામ આપેલા આમાલની જાણ કરીશુ, અને તેમને સખત અઝાબની મજા ચખાડીશું.
وَ اِذَاۤ اَنۡعَمۡنَا عَلَی الۡاِنۡسَانِ اَعۡرَضَ وَ نَاٰ بِجَانِبِہٖ ۚ وَ اِذَا مَسَّہُ الشَّرُّ فَذُوۡ دُعَآءٍ عَرِیۡضٍ ﴿۵۱﴾
(૫૧) અને અમે જયારે ઇન્સાનને નેઅમત આપીએ છીએ ત્યારે અમારાથી મોઢું ફેરવે છે અને તકબ્બૂરની હાલતમાં દૂર થાય છે, અને જયારે થોડુક દુ:ખ આવી પડે છે ત્યારે લાંબી લાંબી દુઆ કરવા લાગે છે.
سَنُرِیۡہِمۡ اٰیٰتِنَا فِی الۡاٰفَاقِ وَ فِیۡۤ اَنۡفُسِہِمۡ حَتّٰی یَتَبَیَّنَ لَہُمۡ اَنَّہُ الۡحَقُّ ؕ اَوَ لَمۡ یَکۡفِ بِرَبِّکَ اَنَّہٗ عَلٰی کُلِّ شَیۡءٍ شَہِیۡدٌ ﴿۵۳﴾
(૫૩) અમે તેમને જલ્દી જ અમારી નિશાનીઓ દુનિયામાં તથા તમારા પોતાનામાં દેખાડીશું જેથી તેમના માટે વાઝેહ થઇ જાય કે તે હક છે, અને શું તે કાફી નથી કે તારો પરવરદિગાર દરેક વસ્તુનો ગવાહ છે?