Al-Munafiqoon
سورة المنافقون
اِذَا جَآءَکَ الۡمُنٰفِقُوۡنَ قَالُوۡا نَشۡہَدُ اِنَّکَ لَرَسُوۡلُ اللّٰہِ ۘ وَ اللّٰہُ یَعۡلَمُ اِنَّکَ لَرَسُوۡلُہٗ ؕ وَ اللّٰہُ یَشۡہَدُ اِنَّ الۡمُنٰفِقِیۡنَ لَکٰذِبُوۡنَ ۚ﴿۱﴾
(૧) (અય રસૂલ !) જયારે આ મુનાફીકો તારી પાસે આવે છે ત્યારે કહે છે કે અમે ગવાહી આપીએ છીએ કે બેશક તું, અલ્લાહનો રસૂલ છો અને અલ્લાહ જાણે છે કે તુ અલ્લાહનો રસૂલ છે અને અલ્લાહ ગવાહી આપે છે કે આ મુનાફીકો જૂઠા છે.
وَ اِذَا رَاَیۡتَہُمۡ تُعۡجِبُکَ اَجۡسَامُہُمۡ ؕ وَ اِنۡ یَّقُوۡلُوۡا تَسۡمَعۡ لِقَوۡلِہِمۡ ؕ کَاَنَّہُمۡ خُشُبٌ مُّسَنَّدَۃٌ ؕ یَحۡسَبُوۡنَ کُلَّ صَیۡحَۃٍ عَلَیۡہِمۡ ؕ ہُمُ الۡعَدُوُّ فَاحۡذَرۡہُمۡ ؕ قٰتَلَہُمُ اللّٰہُ ۫ اَنّٰی یُؤۡفَکُوۡنَ ﴿۴﴾
(૪) અને જયારે તું તેમને જોઇશ ત્યારે તેઓનુ શરીર અને જાહેરી દેખાવ તને નવાઇ પમાડશે અને જો તેઓ વાત કરશે તો તું સાંભળતો રહીશ, પરંતુ હકીકતમાં તેઓ એવા છે કે જાણે દિવાલને ટેકે ઊભેલી સૂકી લાકડીઓ કે જે દરેક બુલંદ અવાજને પોતાની વિરૂઘ્ધ સમજે છે અને તેઓ (તારા હકીકી) દુશ્મન છે માટે તેમનાથી સાવચેત રહે! અલ્લાહ તેમનો નાશ કરે; કેવી રીતે તેઓ (હક)થી ફરી જાય છે?!
وَ اِذَا قِیۡلَ لَہُمۡ تَعَالَوۡا یَسۡتَغۡفِرۡ لَکُمۡ رَسُوۡلُ اللّٰہِ لَوَّوۡا رُءُوۡسَہُمۡ وَ رَاَیۡتَہُمۡ یَصُدُّوۡنَ وَ ہُمۡ مُّسۡتَکۡبِرُوۡنَ ﴿۵﴾
(૫) અને જયારે તેમને કહેવામાં આવે છે આવો અલ્લાહના રસૂલ તમારા માટે ઇસ્તેગફાર કરે તો તેઓ પોતાના માથા હલાવે છે, અને તું તેમને જોવે છો કે તારી વાતથી મોઢુ ફેરવે અને તકબ્બૂર કરે છે.
ہُمُ الَّذِیۡنَ یَقُوۡلُوۡنَ لَا تُنۡفِقُوۡا عَلٰی مَنۡ عِنۡدَ رَسُوۡلِ اللّٰہِ حَتّٰی یَنۡفَضُّوۡا ؕ وَ لِلّٰہِ خَزَآئِنُ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ وَ لٰکِنَّ الۡمُنٰفِقِیۡنَ لَا یَفۡقَہُوۡنَ ﴿۷﴾
(૭) આ એ જ લોકો છે કે જેઓ કહે છે કે જેઓ અલ્લાહના રસૂલ પાસે છે તેઓ પર ઇન્ફાક (ખર્ચ) ન કરો, જેથી તેઓ વિખરાઇ જાય! (ગફલતમાં છે કે) આસમાનો અને ઝમીનના ખજાનાઓ અલ્લાહના જ છે, પરંતુ મુનાફીકો સમજતા નથી.
یَقُوۡلُوۡنَ لَئِنۡ رَّجَعۡنَاۤ اِلَی الۡمَدِیۡنَۃِ لَیُخۡرِجَنَّ الۡاَعَزُّ مِنۡہَا الۡاَذَلَّ ؕ وَ لِلّٰہِ الۡعِزَّۃُ وَ لِرَسُوۡلِہٖ وَ لِلۡمُؤۡمِنِیۡنَ وَ لٰکِنَّ الۡمُنٰفِقِیۡنَ لَا یَعۡلَمُوۡنَ ٪﴿۸﴾
(૮) તેઓ કહે છે કે જો અમે મદીના પાછા આવી જઇએ તો, આબરૂદાર લોકો (એટલે અમે) ત્યાંના ઝલીલ લોકોને (મુહાજીર મોમીનોને) જરૂર કાઢી મૂકશે; એવી હાલતમાં ખરી ઇજ્જત (અપરાજિત હોવુ) અલ્લાહ, રસૂલ અને મોઅમીનો માટે છે; પરંતુ મુનાફીકો જાણતા નથી.
وَ اَنۡفِقُوۡا مِنۡ مَّا رَزَقۡنٰکُمۡ مِّنۡ قَبۡلِ اَنۡ یَّاۡتِیَ اَحَدَکُمُ الۡمَوۡتُ فَیَقُوۡلَ رَبِّ لَوۡ لَاۤ اَخَّرۡتَنِیۡۤ اِلٰۤی اَجَلٍ قَرِیۡبٍ ۙ فَاَصَّدَّقَ وَ اَکُنۡ مِّنَ الصّٰلِحِیۡنَ ﴿۱۰﴾
(૧૦) અને અમોએ તમને જે કાંઇ રોઝી આપેલ છે તેમાંથી ઇન્ફાક (ખર્ચ) કરો એ પહેલાં કે તમારામાંથી કોઇને મોત આવી જાય અને તે કહે કે અય મારા પરવરદિગાર! શા માટે મને થોડા દિવસની મોહલત ન આપી કે જેથી હું ખૈરાત કરૂં તથા નેક બંદાઓમાંનો થઇ જાઉં?!