سورة المرسلات
وَ الۡمُرۡسَلٰتِ عُرۡفًا ۙ﴿۱﴾
(૧) કસમ ફરિશ્તાઓની જે એક પછી એક મોકલવામાં આવે છે.
فَالۡعٰصِفٰتِ عَصۡفًا ۙ﴿۲﴾
(૨) અને તેઓ કે ઝડપથી ફૂંકતા પવન જેમ ચાલે છે.
وَّ النّٰشِرٰتِ نَشۡرًا ۙ﴿۳﴾
(૩) અને કસમ છે તેની કે જે (વાદળ) ફેલાવે છે:
فَالۡفٰرِقٰتِ فَرۡقًا ۙ﴿۴﴾
(૪) અને તેને એકબીજાથી અલગ કરે છે:
فَالۡمُلۡقِیٰتِ ذِکۡرًا ۙ﴿۵﴾
(૫) કસમ તેની કે જે ઝિક્ર/વહી તલકીન કરે છે:
عُذۡرًا اَوۡ نُذۡرًا ۙ﴿۶﴾
(૬) બહાના ખત્મ/હુજ્જત તમામ કરવા અથવા ડરાવવા માટે:
اِنَّمَا تُوۡعَدُوۡنَ لَوَاقِعٌ ؕ﴿۷﴾
(૭) કે જે (કયામત)નો તમને વાયદો કરવામાં આવ્યો છે તે જરૂર બરપા થશે!
فَاِذَا النُّجُوۡمُ طُمِسَتۡ ۙ﴿۸﴾
(૮) ત્યારે સિતારાઓ ખત્મ થઇ જશે,
وَ اِذَا السَّمَآءُ فُرِجَتۡ ۙ﴿۹﴾
(૯) તથા આસમાન ફાટી જશે,
وَ اِذَا الۡجِبَالُ نُسِفَتۡ ﴿ۙ۱۰﴾
(૧૦) તથા પહાડ તેની જગ્યાએથી ઊખાડી ફેંકવામાં આવશે,
وَ اِذَا الرُّسُلُ اُقِّتَتۡ ﴿ؕ۱۱﴾
(૧૧) તથા ત્યારે રસૂલો(ની ગવાહી) માટેનો સમય નક્કી કરવામાં આવશે!
لِاَیِّ یَوۡمٍ اُجِّلَتۡ ﴿ؕ۱۲﴾
(૧૨) ક્યા દિવસ માટે તેને મુલતવી રાખવામાં આવ્યું છે?
لِیَوۡمِ الۡفَصۡلِ ﴿ۚ۱۳﴾
(૧૩) ફેંસલાના દિવસ માટે.
وَ مَاۤ اَدۡرٰىکَ مَا یَوۡمُ الۡفَصۡلِ ﴿ؕ۱۴﴾
(૧૪) અને તું શું જાણે કે ફેંસલાનો દિવસ શું છે?
وَیۡلٌ یَّوۡمَئِذٍ لِّلۡمُکَذِّبِیۡنَ ﴿۱۵﴾
(૧૫) વાય થાય તે દિવસે જૂઠલાવનારાઓ ઉપર!
اَلَمۡ نُہۡلِکِ الۡاَوَّلِیۡنَ ﴿ؕ۱۶﴾
(૧૬) શું અમોએ અગાઉના (મુજરીમ) લોકોને હલાક નથી કર્યા?!
ثُمَّ نُتۡبِعُہُمُ الۡاٰخِرِیۡنَ ﴿۱۷﴾
(૧૭) પછી બીજાઓને તેમની પાછળ મોકલીએ છીએ!
کَذٰلِکَ نَفۡعَلُ بِالۡمُجۡرِمِیۡنَ ﴿۱۸﴾
(૧૮) (હા) અમે મુજરીમો સાથે એવુંજ વર્તન કરીએ છીએ.
وَیۡلٌ یَّوۡمَئِذٍ لِّلۡمُکَذِّبِیۡنَ ﴿۱۹﴾
(૧૯) વાય થાય તે દિવસે જૂઠલાવનારાઓ ઉપર!
اَلَمۡ نَخۡلُقۡکُّمۡ مِّنۡ مَّآءٍ مَّہِیۡنٍ ﴿ۙ۲۰﴾
(૨૦) શું અમોએ તમને એક હકીર (તુચ્છ) પાણીથી પેદા નથી કર્યા ;
فَجَعَلۡنٰہُ فِیۡ قَرَارٍ مَّکِیۡنٍ ﴿ۙ۲۱﴾
(૨૧) પછી અમોએ તેને એક મહેફૂઝ અને તૈયાર કરેલી જગ્યામાં રાખ્યું,
اِلٰی قَدَرٍ مَّعۡلُوۡمٍ ﴿ۙ۲۲﴾
(૨૨) ચોક્કસ મુદ્દત સુધી?!
فَقَدَرۡنَا ٭ۖ فَنِعۡمَ الۡقٰدِرُوۡنَ ﴿۲۳﴾
(૨૩) અમે આ બાબતની કુદરત રાખીએ છીએ માટે અમે કેવા બહેતરીન કુદરત રાખનાર છીએ!
وَیۡلٌ یَّوۡمَئِذٍ لِّلۡمُکَذِّبِیۡنَ ﴿۲۴﴾
(૨૪) વાય થાય તે દિવસે જૂઠલાવનારાઓ ઉપર!
اَلَمۡ نَجۡعَلِ الۡاَرۡضَ کِفَاتًا ﴿ۙ۲۵﴾
(૨૫) શું અમોએ ઝમીનને (ઇન્સાનોના) ભેગા થવાની જગ્યા નથી બનાવી?,
اَحۡیَآءً وَّ اَمۡوَاتًا ﴿ۙ۲۶﴾
(૨૬) જીવતાઓ માટે પણ અને મરણ પામેલાઓ માટે પણ?!
وَّ جَعَلۡنَا فِیۡہَا رَوَاسِیَ شٰمِخٰتٍ وَّ اَسۡقَیۡنٰکُمۡ مَّآءً فُرَاتًا ﴿ؕ۲۷﴾
(૨૭) અને અમોએ તેમાં મજબૂત અને બુલંદ પહાડો કાયમ કર્યા અને તમને મનપસંદ પાણી પીવડાવ્યું.
وَیۡلٌ یَّوۡمَئِذٍ لِّلۡمُکَذِّبِیۡنَ ﴿۲۸﴾
(૨૮) વાય થાય તે દિવસે જૂઠલાવનારાઓ ઉપર!
اِنۡطَلِقُوۡۤا اِلٰی مَا کُنۡتُمۡ بِہٖ تُکَذِّبُوۡنَ ﴿ۚ۲۹﴾
(૨૯) જાવ તેની તરફ જેને તમે સતત જૂઠલાવતા હતા.
اِنۡطَلِقُوۡۤا اِلٰی ظِلٍّ ذِیۡ ثَلٰثِ شُعَبٍ ﴿ۙ۳۰﴾
(૩૦) જાઓ તે (ધુમાડાના) છાયા તરફ જે ત્રણ શાખાઓવાળો છે:
لَّا ظَلِیۡلٍ وَّ لَا یُغۡنِیۡ مِنَ اللَّہَبِ ﴿ؕ۳۱﴾
(૩૧) એવો છાયો કે જેમાં ન ઠંડક છે અને ન તે આગની જ્વાળાથી બચાવે છે.
اِنَّہَا تَرۡمِیۡ بِشَرَرٍ کَالۡقَصۡرِ ﴿ۚ۳۲﴾
(૩૨) તે એવી ચિંગારી ફેકે છે જાણે કે એક મહેલ!
کَاَنَّہٗ جِمٰلَتٌ صُفۡرٌ ﴿ؕ۳۳﴾
(૩૩) જાણે કે પીળા ઊંટ છે!
وَیۡلٌ یَّوۡمَئِذٍ لِّلۡمُکَذِّبِیۡنَ ﴿۳۴﴾
(૩૪) વાય થાય તે દિવસે જૂઠલાવનારાઓ ઉપર!
ہٰذَا یَوۡمُ لَا یَنۡطِقُوۡنَ ﴿ۙ۳۵﴾
(૩૫) આજે તે દિવસ છે કે નહી બોલે:
وَ لَا یُؤۡذَنُ لَہُمۡ فَیَعۡتَذِرُوۡنَ ﴿۳۶﴾
(૩૬) અને તેમને રજા આપવામાં નહિ આવે કે તેઓ બહાના રજૂ કરે!
وَیۡلٌ یَّوۡمَئِذٍ لِّلۡمُکَذِّبِیۡنَ ﴿۳۷﴾
(૩૭) વાય થાય તે દિવસે જૂઠલાવનારાઓ ઉપર!
ہٰذَا یَوۡمُ الۡفَصۡلِ ۚ جَمَعۡنٰکُمۡ وَ الۡاَوَّلِیۡنَ ﴿۳۸﴾
(૩૮) આ ફેંસલાનો દિવસ છે, જેમાં અમોએ તમને તથા આગળનાઓને ભેગાં કરેલ છે.
فَاِنۡ کَانَ لَکُمۡ کَیۡدٌ فَکِیۡدُوۡنِ ﴿۳۹﴾
(૩૯) જો તમારી પાસે (છુટવાની) કોઇ યુકિત હોય તો અજમાવી જુવો!
وَیۡلٌ یَّوۡمَئِذٍ لِّلۡمُکَذِّبِیۡنَ ﴿٪۴۰﴾
(૪૦) વાય થાય તે દિવસે જૂઠલાવનારાઓ ઉપર!
اِنَّ الۡمُتَّقِیۡنَ فِیۡ ظِلٰلٍ وَّ عُیُوۡنٍ ﴿ۙ۴۱﴾
(૪૧) બેશક પરહેઝગારો (વૃક્ષોના) છાંયડા અને ઝરણાંઓ વચ્ચે છે,
وَّ فَوَاکِہَ مِمَّا یَشۡتَہُوۡنَ ﴿ؕ۴۲﴾
(૪૨) અને તેમની ખ્વાહિશ મુજબ ફળો હશે.
کُلُوۡا وَ اشۡرَبُوۡا ہَنِیۡٓــًٔۢا بِمَا کُنۡتُمۡ تَعۡمَلُوۡنَ ﴿۴۳﴾
(૪૩) મનપસંદ ખાવો-પીવો આ બધુ તે આમાલના બદલામાં છે જે તમે કરતા હતા!
اِنَّا کَذٰلِکَ نَجۡزِی الۡمُحۡسِنِیۡنَ ﴿۴۴﴾
(૪૪) બેશક અમે નેક અમલ કરનારાઓને એવો જ બદલો આપીએ છીએ!
وَیۡلٌ یَّوۡمَئِذٍ لِّلۡمُکَذِّبِیۡنَ ﴿۴۵﴾
(૪૫) વાય થાય તે દિવસે જૂઠલાવનારાઓ ઉપર!
کُلُوۡا وَ تَمَتَّعُوۡا قَلِیۡلًا اِنَّکُمۡ مُّجۡرِمُوۡنَ ﴿۴۶﴾
(૪૬) ખાવો (પીવો) અને (આ દુન્યવી નેઅમતોથી) થોડોક (સમય) ફાયદો ઉપાડી લ્યો (પરંતુ અલ્લાહનો અઝાબ તમારી રાહ જોવે છે) કારણકે તમે મુજરિમો છો.
وَیۡلٌ یَّوۡمَئِذٍ لِّلۡمُکَذِّبِیۡنَ ﴿۴۷﴾
(૪૭) વાય થાય તે દિવસે જૂઠલાવનારાઓ ઉપર!
وَ اِذَا قِیۡلَ لَہُمُ ارۡکَعُوۡا لَا یَرۡکَعُوۡنَ ﴿۴۸﴾
(૪૮) અને જ્યારે તેમને કહેવામાં આવ્યુ કે રૂકૂઅ કરો ત્યારે તેઓ રૂકૂઅ કરતા ન હતા.
وَیۡلٌ یَّوۡمَئِذٍ لِّلۡمُکَذِّبِیۡنَ ﴿۴۹﴾
(૪૯) વાય થાય તે દિવસે જૂઠલાવનારાઓ ઉપર!
فَبِاَیِّ حَدِیۡثٍۭ بَعۡدَہٗ یُؤۡمِنُوۡنَ ﴿٪۵۰﴾
(૫૦) આ (કુરઆન) પછી કયા કલામ ઉપર ઇમાન લાવશો?!
મહત્વપૂર્ણ લિંક્સ
http://www.amillibrary.com
http://hajinaji.imperoserver.in/admin/important-links/create
આપણા સમુદાય સાથે જોડાવા અને એપ્લિકેશનનું અન્વેષણ કરવા માટે તમારો ફોન નંબર દાખલ કરો.
01:59 માં OTP ફરીથી મોકલો
કોડ મળ્યો નથી? ફરીથી મોકલો