Aal-e-Imran
سورة آل عمران
مِنۡ قَبۡلُ ہُدًی لِّلنَّاسِ وَ اَنۡزَلَ الۡفُرۡقَانَ ۬ؕ اِنَّ الَّذِیۡنَ کَفَرُوۡا بِاٰیٰتِ اللّٰہِ لَہُمۡ عَذَابٌ شَدِیۡدٌ ؕ وَ اللّٰہُ عَزِیۡزٌ ذُو انۡتِقَامٍ ﴿۴﴾
(૪) આના પેહલાં લોકોની હિદાયત માટે અને હક તેમજ બાતિલને જુદા પાડનાર કિતાબ નાઝિલ કરી છે, બેશક જે લોકો અલ્લાહની આયતોનો ઇન્કાર કરે છે; તેના માટે સખ્ત અઝાબ છે, અને અલ્લાહ તાકતવર (તેમજ) સખ્ત ઇન્તેકામ લેવાવાળો છે.
ہُوَ الَّذِیۡۤ اَنۡزَلَ عَلَیۡکَ الۡکِتٰبَ مِنۡہُ اٰیٰتٌ مُّحۡکَمٰتٌ ہُنَّ اُمُّ الۡکِتٰبِ وَ اُخَرُ مُتَشٰبِہٰتٌ ؕ فَاَمَّا الَّذِیۡنَ فِیۡ قُلُوۡبِہِمۡ زَیۡغٌ فَیَتَّبِعُوۡنَ مَا تَشَابَہَ مِنۡہُ ابۡتِغَآءَ الۡفِتۡنَۃِ وَ ابۡتِغَآءَ تَاۡوِیۡلِہٖ ۚ وَ مَا یَعۡلَمُ تَاۡوِیۡلَہٗۤ اِلَّا اللّٰہُ ۘؔ وَ الرّٰسِخُوۡنَ فِی الۡعِلۡمِ یَقُوۡلُوۡنَ اٰمَنَّا بِہٖ ۙ کُلٌّ مِّنۡ عِنۡدِ رَبِّنَا ۚ وَ مَا یَذَّکَّرُ اِلَّاۤ اُولُوا الۡاَلۡبَابِ ﴿۷﴾
(૭) એ જ તે છે કે જેણે તારા ઉપર આ કિતાબ નાઝિલ કરી છે જેની અમુક આયતો મોહકમ (એક અર્થી) છે અને એ આયતો કિતાબનું મૂળ છે. બીજી મુતશાબેહ (બહુઅર્થી) છે; હવે જે લોકોના દિલોમાં ખોટ છે તેઓ તેમાંની બહુઅર્થી આયતોને અનુસરે છે ફિત્નો ફેલાવવાના હેતુથી, અને તેનો અર્થ (પોતાની) ઈચ્છા મુજબ કરવાના હેતુથી. જો કે તેનો (ખરો) અર્થ અલ્લાહના અને તેમના સિવાય કે જેઓ ઇલ્મમાં રાસીખ (જ્ઞાનમાં પ્રવિણ) છે અન્ય કોઈ જાણતું નથી; અને તેઓ કહે છે કે અમે આ કિતાબ પર ઈમાન લાવ્યા, અને દરેક (આયતો) અમારા પરવરદિગાર તરફથી છે, અને અક્કલમંદો સિવાય અન્ય કોઈ સમજી શકતુ નથી.
کَدَاۡبِ اٰلِ فِرۡعَوۡنَ ۙ وَ الَّذِیۡنَ مِنۡ قَبۡلِہِمۡ ؕ کَذَّبُوۡا بِاٰیٰتِنَا ۚ فَاَخَذَہُمُ اللّٰہُ بِذُنُوۡبِہِمۡ ؕ وَ اللّٰہُ شَدِیۡدُ الۡعِقَابِ ﴿۱۱﴾
(૧૧) (આવી જ હાલત) આલે ફિરઔન અને તેની અગાઉનાઓની હતી; તેમણે અમારી આયતોને જૂઠલાવી, પછી અલ્લાહે તેમના ગુનાહોના બદલે તેમને પકડી લીધા; અને અલ્લાહ સખત સજા કરનાર છે.
قَدۡ کَانَ لَکُمۡ اٰیَۃٌ فِیۡ فِئَتَیۡنِ الۡتَقَتَا ؕ فِئَۃٌ تُقَاتِلُ فِیۡ سَبِیۡلِ اللّٰہِ وَ اُخۡرٰی کَافِرَۃٌ یَّرَوۡنَہُمۡ مِّثۡلَیۡہِمۡ رَاۡیَ الۡعَیۡنِ ؕ وَ اللّٰہُ یُؤَیِّدُ بِنَصۡرِہٖ مَنۡ یَّشَآءُ ؕ اِنَّ فِیۡ ذٰلِکَ لَعِبۡرَۃً لِّاُولِی الۡاَبۡصَارِ ﴿۱۳﴾
(૧૩) ખરેખર તમારા માટે નિશાની હતી તે બે ટોળાના સબંધમાં કે જેઓ સામસામા થયા; (જંગે બદ્રમાં) એક જૂથ અલ્લાહની રાહમાં લડતું હતું અને બીજુ ઈન્કાર કરનારૂં હતું કે જેમને (મોઅમીનોને) નાસ્તિકો પોતાના કરતાં બમણાં જોઈ રહ્યા હતા; અને અલ્લાહ પોતાની મદદથી જેની ચાહે છે તેની તાઇદ કરે છે; બેશક આમાં બસીરત ધરાવનારાઓ માટે નસીહત છે.
زُیِّنَ لِلنَّاسِ حُبُّ الشَّہَوٰتِ مِنَ النِّسَآءِ وَ الۡبَنِیۡنَ وَ الۡقَنَاطِیۡرِ الۡمُقَنۡطَرَۃِ مِنَ الذَّہَبِ وَ الۡفِضَّۃِ وَ الۡخَیۡلِ الۡمُسَوَّمَۃِ وَ الۡاَنۡعَامِ وَ الۡحَرۡثِ ؕ ذٰلِکَ مَتَاعُ الۡحَیٰوۃِ الدُّنۡیَا ۚ وَ اللّٰہُ عِنۡدَہٗ حُسۡنُ الۡمَاٰبِ ﴿۱۴﴾
(૧૪) ઔરતો અને બાળકો તથા સોના ચાંદીનો ભેગો કરેલો ખજાનો, ચૂંટેલા ઘોડા, ઢોરઢાંખર અને ખેતીવાડીની ઈચ્છાઓ લોકોની નજરમાં સુશોભિત બનાવી દેવામાં આવી છે; (જો કે) આ વસ્તુઓ દુન્યવી ઝિંદગીના સાધનો છે, અને (જીવનનો) બહેતરીન અંજામ તો અલ્લાહની જ પાસે છે.
قُلۡ اَؤُنَبِّئُکُمۡ بِخَیۡرٍ مِّنۡ ذٰلِکُمۡ ؕ لِلَّذِیۡنَ اتَّقَوۡا عِنۡدَ رَبِّہِمۡ جَنّٰتٌ تَجۡرِیۡ مِنۡ تَحۡتِہَا الۡاَنۡہٰرُ خٰلِدِیۡنَ فِیۡہَا وَ اَزۡوَاجٌ مُّطَہَّرَۃٌ وَّ رِضۡوَانٌ مِّنَ اللّٰہِ ؕ وَ اللّٰہُ بَصِیۡرٌۢ بِالۡعِبَادِ ﴿ۚ۱۵﴾
(૧૫) (અય રસૂલ) કહે કે શું હું તમને આ (દુન્યવી ચીઝો) કરતાંય વધુ સારી વસ્તુઓની જાણ કરી દઉં? જેમણે પરહેઝગારી ઇખ્તેયાર કરી છે તેમના માટે તેમના પરવરદિગાર પાસે જન્નતો (બગીચાઓ) છે. જેમની હેઠળ નદીઓ વહેતી રહે છે, જેમાં તેઓ હંમેશને માટે રહેનાર છે; (તેમાં) પાકીઝા જીવનસાથીઓ છે અને અલ્લાહની ખુશનુદી છે, અને અલ્લાહ બંદાઓની હાલતથી સારી રીતે વાકેફ છે.
شَہِدَ اللّٰہُ اَنَّہٗ لَاۤ اِلٰہَ اِلَّا ہُوَ ۙ وَ الۡمَلٰٓئِکَۃُ وَ اُولُوا الۡعِلۡمِ قَآئِمًۢا بِالۡقِسۡطِ ؕ لَاۤ اِلٰہَ اِلَّا ہُوَ الۡعَزِیۡزُ الۡحَکِیۡمُ ﴿ؕ۱۸﴾
(૧૮) અલ્લાહ ગવાહી આપે છે કે તેની સિવાય કોઇ ઇબાદતને લાયક નથી, અને ફરિશ્તાઓ અને જે લોકો ઇલ્મ રાખે છે તેઓ પણ ગવાહી આપે છે કે તે ઇન્સાફ કાયમ રાખે છે, અને કોઇ ઇબાદતને લાયક નથી તે ઇઝ્ઝતવાળા, હિકમતવાળા સિવાય.
اِنَّ الدِّیۡنَ عِنۡدَ اللّٰہِ الۡاِسۡلَامُ ۟ وَ مَا اخۡتَلَفَ الَّذِیۡنَ اُوۡتُوا الۡکِتٰبَ اِلَّا مِنۡۢ بَعۡدِ مَا جَآءَہُمُ الۡعِلۡمُ بَغۡیًۢا بَیۡنَہُمۡ ؕ وَ مَنۡ یَّکۡفُرۡ بِاٰیٰتِ اللّٰہِ فَاِنَّ اللّٰہَ سَرِیۡعُ الۡحِسَابِ ﴿۱۹﴾
(૧૯) બેશક પસંદ કરેલો દીન તો અલ્લાહની પાસે ઈસ્લામ જ છે; અને જેમને કિતાબ આપવામાં આવી હતી તેમણે (આ પસંદ કરેલા દીન બાબતે) મતભેદ કર્યો નહિ. પણ તેમની પાસે ઇલ્મ આવી ગયા પછી (અને તે માત્ર) આપસની શરારતોના કારણે જ (મતભેદ કર્યો); અને જે કોઈ અલ્લાહની આયતોનો ઈન્કાર કરશે (તો તે જાણી લે કે) બેશક અલ્લાહ ઝડપી હિસાબ લેનાર છે.
فَاِنۡ حَآجُّوۡکَ فَقُلۡ اَسۡلَمۡتُ وَجۡہِیَ لِلّٰہِ وَ مَنِ اتَّبَعَنِ ؕ وَ قُلۡ لِّلَّذِیۡنَ اُوۡتُوا الۡکِتٰبَ وَ الۡاُمِّیّٖنَ ءَاَسۡلَمۡتُمۡ ؕ فَاِنۡ اَسۡلَمُوۡا فَقَدِ اہۡتَدَوۡا ۚ وَ اِنۡ تَوَلَّوۡا فَاِنَّمَا عَلَیۡکَ الۡبَلٰغُ ؕ وَ اللّٰہُ بَصِیۡرٌۢ بِالۡعِبَادِ ﴿٪۲۰﴾
(૨૦) છતાં જો તેઓ તારી સાથે તકરાર કરે તો કહે કે મેં તથા મારી ઇતાઅત કરનારાઓએ અલ્લાહની સામે (તાબેદારીનું) સર જૂકાવી દીધું છે; અને એહલે કિતાબ તથા અભણો (કિતાબ વગરના મુશરિકો)ને કહે કે શું તેઓ ઈમાન લાવ્યા? પછી જો તેઓ ઈસ્લામ લઈ આવે તો ખરેજ તેમણે હિદાયત મેળવી, તથા જો તેઓ મોઢું ફેરવી લે તો તારી જવાબદારી તો ફકત પયગામ પહોંચાડવાની છે; અને અલ્લાહ પોતાના બંદાઓથી સારી રીતે વાકેફ છે.
اِنَّ الَّذِیۡنَ یَکۡفُرُوۡنَ بِاٰیٰتِ اللّٰہِ وَ یَقۡتُلُوۡنَ النَّبِیّٖنَ بِغَیۡرِ حَقٍّ ۙ وَّ یَقۡتُلُوۡنَ الَّذِیۡنَ یَاۡمُرُوۡنَ بِالۡقِسۡطِ مِنَ النَّاسِ ۙ فَبَشِّرۡہُمۡ بِعَذَابٍ اَلِیۡمٍ ﴿۲۱﴾
(૨૧) બેશક જે લોકો અલ્લાહની નિશાનીઓનો ઈન્કાર કરે છે, અને નબીઓને નાહક મારી નાખે છે અને લોકોમાંથી તેઓને (પણ) મારી નાખે છે કે જેઓ અદલ ઈન્સાફનો હુકમ કરે છે, તેઓને દર્દનાક અઝાબની ખુશખબર સંભળાવ.
اَلَمۡ تَرَ اِلَی الَّذِیۡنَ اُوۡتُوۡا نَصِیۡبًا مِّنَ الۡکِتٰبِ یُدۡعَوۡنَ اِلٰی کِتٰبِ اللّٰہِ لِیَحۡکُمَ بَیۡنَہُمۡ ثُمَّ یَتَوَلّٰی فَرِیۡقٌ مِّنۡہُمۡ وَ ہُمۡ مُّعۡرِضُوۡنَ ﴿۲۳﴾
(૨૩) શું તુંએ તે લોકોને નથી જોયાં કે જેમને કિતાબનો થોડોક ભાગ આપવામાં આવ્યો છે? તેમને અલ્લાહની કિતાબ તરફ બોલાવવામાં આવે છે કે તે તેમની વચ્ચે ફેંસલો કરે. ત્યારે તેઓમાંથી અમુક લોકો મોઢું ફેરવી લે છે, અને તેઓ કિનારે ખસી જાય છે.
فَکَیۡفَ اِذَا جَمَعۡنٰہُمۡ لِیَوۡمٍ لَّا رَیۡبَ فِیۡہِ ۟ وَ وُفِّیَتۡ کُلُّ نَفۡسٍ مَّا کَسَبَتۡ وَ ہُمۡ لَا یُظۡلَمُوۡنَ ﴿۲۵﴾
(૨૫) પછી કેવી હાલત થશે જ્યારે અમે તેઓને ભેગા કરીશુ, જે દિવસે ભેગા કરવા બાબતે કંઇપણ શંકા નથી અને દરેક જણને તેના અમલનો પૂરેપૂરો બદલો આપવામાં આવશે અને તેમની સાથે નાઇન્સાફી કરવામાં આવશે નહિ.
قُلِ اللّٰہُمَّ مٰلِکَ الۡمُلۡکِ تُؤۡتِی الۡمُلۡکَ مَنۡ تَشَآءُ وَ تَنۡزِعُ الۡمُلۡکَ مِمَّنۡ تَشَآءُ ۫ وَ تُعِزُّ مَنۡ تَشَآءُ وَ تُذِلُّ مَنۡ تَشَآءُ ؕ بِیَدِکَ الۡخَیۡرُ ؕ اِنَّکَ عَلٰی کُلِّ شَیۡءٍ قَدِیۡرٌ ﴿۲۶﴾
(૨૬) કહે કે અય અલ્લાહ! અય સલ્તનતના માલિક! તું જેને ચાહે છો તેને સલ્તનત આપે છો, જેની ચાહે છો તેની સલ્તનત છીનવી લે છો, અને તું જેને ચાહે છે તેને ઈઝ્ઝત આપે છે અને જેને ચાહે છે તેને તું ઝલીલ કરે છે; તારા હાથમાં ભલાઇ છે; બેશક તું દરેક વસ્તુ પર કુદરત ધરાવનાર છો.
تُوۡلِجُ الَّیۡلَ فِی النَّہَارِ وَ تُوۡلِجُ النَّہَارَ فِی الَّیۡلِ ۫ وَ تُخۡرِجُ الۡحَیَّ مِنَ الۡمَیِّتِ وَ تُخۡرِجُ الۡمَیِّتَ مِنَ الۡحَیِّ ۫ وَ تَرۡزُقُ مَنۡ تَشَآءُ بِغَیۡرِ حِسَابٍ ﴿۲۷﴾
(૨૭) તું રાત્રિને દિવસમાં દાખલ કરે છે અને દિવસને રાત્રિમાં, તું નિર્જીવમાંથી જીવંતને કાઢી લાવે છે અને જીવંતમાંથી નિર્જીવને કાઢે છે, અને જેને ચાહે છે બેહિસાબ રોઝી આપે છે.
لَا یَتَّخِذِ الۡمُؤۡمِنُوۡنَ الۡکٰفِرِیۡنَ اَوۡلِیَآءَ مِنۡ دُوۡنِ الۡمُؤۡمِنِیۡنَ ۚ وَ مَنۡ یَّفۡعَلۡ ذٰلِکَ فَلَیۡسَ مِنَ اللّٰہِ فِیۡ شَیۡءٍ اِلَّاۤ اَنۡ تَتَّقُوۡا مِنۡہُمۡ تُقٰىۃً ؕ وَ یُحَذِّرُکُمُ اللّٰہُ نَفۡسَہٗ ؕ وَ اِلَی اللّٰہِ الۡمَصِیۡرُ ﴿۲۸﴾
(૨૮) મોઅમીનો ! તમે મોઅમીનોને મૂકી નાસ્તિકોને સરપરસ્ત ન બનાવો, અને જે એમ કરશો, તેનો અલ્લાહ સાથે કાંઈ સંબંધ નથી. સિવાય કે તમે નાસ્તિકોના (શરથી) બચવા માટે (સંબંધ રાખ્યો) હોય અને અલ્લાહ તમને પોતાની (નાફરમાનીથી) બચવા માટે ચેતવે છે; અને (સર્વનું) અલ્લાહ તરફ જ પાછું ફરવાનું છે.
قُلۡ اِنۡ تُخۡفُوۡا مَا فِیۡ صُدُوۡرِکُمۡ اَوۡ تُبۡدُوۡہُ یَعۡلَمۡہُ اللّٰہُ ؕ وَ یَعۡلَمُ مَا فِی السَّمٰوٰتِ وَ مَا فِی الۡاَرۡضِ ؕ وَ اللّٰہُ عَلٰی کُلِّ شَیۡءٍ قَدِیۡرٌ ﴿۲۹﴾
(૨૯) કહે કે જે કાંઈ તમારા દિલોમાં છે તે ચાહે સંતાડો યા જાહેર કરો, અલ્લાહ તેને જાણે છે; અને જે કાંઈ આસમાનોમાં છે તથા જે કાંઈ ઝમીનમાં છે તેને પણ જાણે છે; અને અલ્લાહ દરેક વસ્તુ પર કુદરત ધરાવનાર છે.
یَوۡمَ تَجِدُ کُلُّ نَفۡسٍ مَّا عَمِلَتۡ مِنۡ خَیۡرٍ مُّحۡضَرًا ۚۖۛ وَّ مَا عَمِلَتۡ مِنۡ سُوۡٓءٍ ۚۛ تَوَدُّ لَوۡ اَنَّ بَیۡنَہَا وَ بَیۡنَہٗۤ اَمَدًۢا بَعِیۡدًا ؕ وَ یُحَذِّرُکُمُ اللّٰہُ نَفۡسَہٗ ؕ وَ اللّٰہُ رَءُوۡفٌۢ بِالۡعِبَادِ ﴿٪۳۰﴾
(૩૦) તે દિવસે દરેક નફસ જે કાંઈ તેણે નેકી કરી છે તેને હાજર જોશે અને તે ઈચ્છશે કે તેની અને તે બદી વચ્ચે એક લાંબો ફાસલો હોય; અને અલ્લાહ તમને પોતાની (નાફરમાનીથી) બચતા રહેવાનું ફરમાવે છે; અને અલ્લાહ સર્વે બંદાઓ પર અતિ મહેરબાન છે.
قُلۡ اِنۡ کُنۡتُمۡ تُحِبُّوۡنَ اللّٰہَ فَاتَّبِعُوۡنِیۡ یُحۡبِبۡکُمُ اللّٰہُ وَ یَغۡفِرۡ لَکُمۡ ذُنُوۡبَکُمۡ ؕ وَ اللّٰہُ غَفُوۡرٌ رَّحِیۡمٌ ﴿۳۱﴾
(૩૧) કહે કે જો તમે અલ્લાહથી મોહબ્બત કરતા હોવ તો મારી ઇતાઅત કરો કે જેથી અલ્લાહ તમારાથી મોહબ્બત કરે અને તમારા ગુનાહ માફ કરે; અને અલ્લાહ માફ કરનાર, દયા કરનાર છે.
اِذۡ قَالَتِ امۡرَاَتُ عِمۡرٰنَ رَبِّ اِنِّیۡ نَذَرۡتُ لَکَ مَا فِیۡ بَطۡنِیۡ مُحَرَّرًا فَتَقَبَّلۡ مِنِّیۡ ۚ اِنَّکَ اَنۡتَ السَّمِیۡعُ الۡعَلِیۡمُ ﴿۳۵﴾
(૩૫) જયારે ઈમરાનની ઔરતે કહ્યું કે અય મારા પરવરદિગાર! બેશક મારા પેટમાં જે (બાળક) છે તેને મેં તારા (ઘરની ખિદમત) માટે (બીજા કામોથી) આઝાદ રહે તેવી માનતા કરી છે. માટે તું મારા તરફથી (તે) કબૂલ કર, બેશક તું સાંભળનાર, જાણનાર છો.
فَلَمَّا وَضَعَتۡہَا قَالَتۡ رَبِّ اِنِّیۡ وَضَعۡتُہَاۤ اُنۡثٰی ؕ وَ اللّٰہُ اَعۡلَمُ بِمَا وَضَعَتۡ ؕ وَ لَیۡسَ الذَّکَرُ کَالۡاُنۡثٰی ۚ وَ اِنِّیۡ سَمَّیۡتُہَا مَرۡیَمَ وَ اِنِّیۡۤ اُعِیۡذُہَا بِکَ وَ ذُرِّیَّتَہَا مِنَ الشَّیۡطٰنِ الرَّجِیۡمِ ﴿۳۶﴾
(૩૬) પછી જયારે તેણીએ તે (બાળક)ને જન્મ આપ્યો, ત્યારે કહેવા લાગી કે અય મારા પરવરદિગાર ! મેં તો આ છોકરી જણી છે; જો કે અલ્લાહ સારી રીતે જાણતો હતો કે તેણીએ શું જણ્યું છે; અને છોકરો છોકરીના જેવો હોતો નથી, અને મેં તેનું નામ મરિયમ રાખ્યું છે બેશક હું તેને તથા તેની નસ્લને શેતાન રજીમથી (બચાવવા) તારી પનાહમાં આપું છું.
فَتَقَبَّلَہَا رَبُّہَا بِقَبُوۡلٍ حَسَنٍ وَّ اَنۡۢبَتَہَا نَبَاتًا حَسَنًا ۙ وَّ کَفَّلَہَا زَکَرِیَّا ۚؕ کُلَّمَا دَخَلَ عَلَیۡہَا زَکَرِیَّا الۡمِحۡرَابَ ۙ وَجَدَ عِنۡدَہَا رِزۡقًا ۚ قَالَ یٰمَرۡیَمُ اَنّٰی لَکِ ہٰذَا ؕ قَالَتۡ ہُوَ مِنۡ عِنۡدِ اللّٰہِ ؕ اِنَّ اللّٰہَ یَرۡزُقُ مَنۡ یَّشَآءُ بِغَیۡرِ حِسَابٍ ﴿۳۷﴾
(૩૭) ત્યારે તેના પરવરદિગારે બહેતરીન અંદાજમાં કબૂલ કર્યુ અને તેને સારી રીતે ઉછેરી, અને અલ્લાહે તેણીની સરપરસ્તીને ઝકરીઆ (નબી)ના હવાલે કરી દીધી; જયારે ઝકરીયા મહેરાબમાં દાખલ થતા ત્યારે તેણીની પાસે ખોરાક જોતા, (અને તેણીને) પૂછતા કે અય મરિયમ! આ તારી પાસે કયાંથી આવ્યું? તે કહેતી કે તે અલ્લાહ પાસેથી છે; બેશક અલ્લાહ ચાહે તેને બેહિસાબ રોજી અર્પણ કરે છે.
فَنَادَتۡہُ الۡمَلٰٓئِکَۃُ وَ ہُوَ قَآئِمٌ یُّصَلِّیۡ فِی الۡمِحۡرَابِ ۙ اَنَّ اللّٰہَ یُبَشِّرُکَ بِیَحۡیٰی مُصَدِّقًۢا بِکَلِمَۃٍ مِّنَ اللّٰہِ وَ سَیِّدًا وَّ حَصُوۡرًا وَّ نَبِیًّا مِّنَ الصّٰلِحِیۡنَ ﴿۳۹﴾
(૩૯) તે (ઝકરિયા) મહેરાબમાં ઇબાદતની હાલતમાં ઊભા હતા (ત્યાં) ફરિશ્તાઓએ તેને અવાજ આપી કે અલ્લાહ તમને યહ્યાની ખુશખબરી આપે છે જે અલ્લાહના કલામની સચ્ચાઇ સાબિત કરનાર તથા સાલેહીન તથા પાક અને સદાચારી નબીઓમાંથી હશે.
قَالَ رَبِّ اَنّٰی یَکُوۡنُ لِیۡ غُلٰمٌ وَّ قَدۡ بَلَغَنِیَ الۡکِبَرُ وَ امۡرَاَتِیۡ عَاقِرٌ ؕ قَالَ کَذٰلِکَ اللّٰہُ یَفۡعَلُ مَا یَشَآءُ ﴿۴۰﴾
(૪૦) (ઝકરિયાએ) કહ્યું કે અય મારા પરવરદિગાર! મારે ફરઝંદ કયાંથી થશે જયારે કે બુઢાપો મારા સુધી પહોંચી ગયો છે અને મારી ઔરત ગર્ભધારણ કરવાને શક્તિમાન નથી, (અલ્લાહે) ફરમાવ્યું કે આ જ રીતે અલ્લાહ જે ચાહે છે તે કરે છે.
قَالَ رَبِّ اجۡعَلۡ لِّیۡۤ اٰیَۃً ؕ قَالَ اٰیَتُکَ اَلَّا تُکَلِّمَ النَّاسَ ثَلٰثَۃَ اَیَّامٍ اِلَّا رَمۡزًا ؕ وَ اذۡکُرۡ رَّبَّکَ کَثِیۡرًا وَّ سَبِّحۡ بِالۡعَشِیِّ وَ الۡاِبۡکَارِ ﴿٪۴۱﴾
(૪૧) (ઝકરિયાએ) કહ્યું કે અય મારા પરવરદિગાર! મારા માટે કોઈ નિશાની નક્કી કર; અલ્લાહે ફરમાવ્યું તારી નિશાની આ છે કે તું ત્રણ દિવસ સુધી લોકો સાથે ઈશારા સિવાય વાતચીત કરી શકીશ નહિ; અને તારા પરવરદિગારને વધુ પ્રમાણમાં યાદ કર અને સવાર સાંજ તેની તસ્બીહ કરતો રહે.
ذٰلِکَ مِنۡ اَنۡۢبَآءِ الۡغَیۡبِ نُوۡحِیۡہِ اِلَیۡکَ ؕ وَ مَا کُنۡتَ لَدَیۡہِمۡ اِذۡ یُلۡقُوۡنَ اَقۡلَامَہُمۡ اَیُّہُمۡ یَکۡفُلُ مَرۡیَمَ ۪ وَ مَا کُنۡتَ لَدَیۡہِمۡ اِذۡ یَخۡتَصِمُوۡنَ ﴿۴۴﴾
(૪૪) (અય પયગંબર) આ ગૈબ વાતોમાંથી એક છે કે જે અમે તને વહી દ્વારા જણાવીએ છીએ; અને મરિયમની દેખરેખ કોણ કરે એ નક્કી કરવા માટે તેઓ પોતાની કલમો (પાણીમાં) નાખી ત્યારે તું તેમની પાસે હાજર ન હતો, અને જયારે તેઓ આપસમાં ઝઘડતા હતા ત્યારે તું તેમની પાસે ન હતો.
اِذۡ قَالَتِ الۡمَلٰٓئِکَۃُ یٰمَرۡیَمُ اِنَّ اللّٰہَ یُبَشِّرُکِ بِکَلِمَۃٍ مِّنۡہُ ٭ۖ اسۡمُہُ الۡمَسِیۡحُ عِیۡسَی ابۡنُ مَرۡیَمَ وَجِیۡہًا فِی الدُّنۡیَا وَ الۡاٰخِرَۃِ وَ مِنَ الۡمُقَرَّبِیۡنَ ﴿ۙ۴۵﴾
(૪૫) જ્યારે ફરિશ્તાઓએ કહ્યું કે અય મરિયમ! બેશક અલ્લાહ તને પોતાના એક કલમાની ખુશખબર આપે છે જેનું નામ મસીહ છે, ઈસા ઈબ્ને મરિયમ જે દુનિયા તથા આખેરતમાં માનવંત અને (અલ્લાહની બારગાહમાં) મુકરરેબીનમાંથી છે:
قَالَتۡ رَبِّ اَنّٰی یَکُوۡنُ لِیۡ وَلَدٌ وَّ لَمۡ یَمۡسَسۡنِیۡ بَشَرٌ ؕ قَالَ کَذٰلِکِ اللّٰہُ یَخۡلُقُ مَا یَشَآءُ ؕ اِذَا قَضٰۤی اَمۡرًا فَاِنَّمَا یَقُوۡلُ لَہٗ کُنۡ فَیَکُوۡنُ ﴿۴۷﴾
(૪૭) તેણીએ કહ્યું કે અય મારા પરવરદિગાર! મારે ત્યાં બાળક કેવી રીતે થશે એવી હાલતમાં કે જયારે કોઈ પુરૂષે મારી સાથે (શારીરિક) સંબંધ નથી બાંઘ્યો. તેણે ફરમાવ્યું, આ જ રીતે અલ્લાહ જે ચાહે છે પેદા કરી દે છે; જ્યારે તે કોઈ મામલાનો ઈરાદો કરી લે છે ત્યારે તે માત્ર એટલું જ કહી દે છે કે થા એટલે તે થઈ જાય છે.
وَ رَسُوۡلًا اِلٰی بَنِیۡۤ اِسۡرَآءِیۡلَ ۬ۙ اَنِّیۡ قَدۡ جِئۡتُکُمۡ بِاٰیَۃٍ مِّنۡ رَّبِّکُمۡ ۙ اَنِّیۡۤ اَخۡلُقُ لَکُمۡ مِّنَ الطِّیۡنِ کَہَیۡـَٔۃِ الطَّیۡرِ فَاَنۡفُخُ فِیۡہِ فَیَکُوۡنُ طَیۡرًۢا بِاِذۡنِ اللّٰہِ ۚ وَ اُبۡرِیُٔ الۡاَکۡمَہَ وَ الۡاَبۡرَصَ وَ اُحۡیِ الۡمَوۡتٰی بِاِذۡنِ اللّٰہِ ۚ وَ اُنَبِّئُکُمۡ بِمَا تَاۡکُلُوۡنَ وَ مَا تَدَّخِرُوۡنَ ۙ فِیۡ بُیُوۡتِکُمۡ ؕ اِنَّ فِیۡ ذٰلِکَ لَاٰیَۃً لَّکُمۡ اِنۡ کُنۡتُمۡ مُّؤۡمِنِیۡنَ ﴿ۚ۴۹﴾
(૪૯) અને તેને બની ઈસરાઈલ તરફ એક રસૂલ (બનાવી મોકલીશ અને તે કહેશે કે) હું તમારા પરવરદિગાર તરફથી નિશાની લઈને આવ્યો છું, હું તમારા માટે માટી(માં)થી પક્ષી જેવો આકાર બનાવીશ પછી તેમાં ફૂંકીશ જેથી તે (આકાર) અલ્લાહના હુકમથી (જીવંત) પક્ષી થઈ જશે, અને હું જન્મથી આંધળા તથા કોઢીયાઓને સાજા કરીશ, તથા હું અલ્લાહના હુકમથી મરી ગએલાઓને સજીવન કરીશ, અને તમે તમારા ઘરોમાં જે કાંઈ ખાઓ છો તથા જે કાંઈ ઝખીરો કરો છો તેની તમને જાણ કરી દઈશ; જો તમે મોમીન હોવ તો ખરેખર આમાં તમારા માટે નિશાની મોજૂદ છે.
وَ مُصَدِّقًا لِّمَا بَیۡنَ یَدَیَّ مِنَ التَّوۡرٰىۃِ وَ لِاُحِلَّ لَکُمۡ بَعۡضَ الَّذِیۡ حُرِّمَ عَلَیۡکُمۡ وَ جِئۡتُکُمۡ بِاٰیَۃٍ مِّنۡ رَّبِّکُمۡ ۟ فَاتَّقُوا اللّٰہَ وَ اَطِیۡعُوۡنِ ﴿۵۰﴾
(૫૦) અને મારી પહેલાંની તૌરેતને સમર્થન કરૂં છું, અને એ માટે કે અમુક વસ્તુઓ કે જે (ગુનાહના કારણે) તમારા ઉપર હરામ કરવામાં આવી હતી તેને તમારા માટે હલાલ કરૂં અને હું તમારા પરવરદિગાર પાસેથી એક નિશાની લઈને આવ્યો છું, અલ્લાહની (નાફરમાનીથી) બચો અને મારી ઇતાઅત કરો.
فَلَمَّاۤ اَحَسَّ عِیۡسٰی مِنۡہُمُ الۡکُفۡرَ قَالَ مَنۡ اَنۡصَارِیۡۤ اِلَی اللّٰہِ ؕ قَالَ الۡحَوَارِیُّوۡنَ نَحۡنُ اَنۡصَارُ اللّٰہِ ۚ اٰمَنَّا بِاللّٰہِ ۚ وَ اشۡہَدۡ بِاَنَّا مُسۡلِمُوۡنَ ﴿۵۲﴾
(૫૨) પછી જયારે ઈસાને તેમની તરફથી કુફ્ર (વિરોધ)નો એહસાસ થયો ત્યારે તે બોલ્યો કે અલ્લાહની રાહમાં મારા મદદગાર કોણ છે? હવારીઓ બોલ્યા કે, અલ્લાહના મદદગાર અમે છીએ, અમે અલ્લાહ પર ઈમાન લાવ્યા છીએ, અને તમે ગવાહી આપો કે ખરેખર! અમે મુસલમાન (ફરમાબરદાર) છીએ.
اِذۡ قَالَ اللّٰہُ یٰعِیۡسٰۤی اِنِّیۡ مُتَوَفِّیۡکَ وَ رَافِعُکَ اِلَیَّ وَ مُطَہِّرُکَ مِنَ الَّذِیۡنَ کَفَرُوۡا وَ جَاعِلُ الَّذِیۡنَ اتَّبَعُوۡکَ فَوۡقَ الَّذِیۡنَ کَفَرُوۡۤا اِلٰی یَوۡمِ الۡقِیٰمَۃِ ۚ ثُمَّ اِلَیَّ مَرۡجِعُکُمۡ فَاَحۡکُمُ بَیۡنَکُمۡ فِیۡمَا کُنۡتُمۡ فِیۡہِ تَخۡتَلِفُوۡنَ ﴿۵۵﴾
(૫૫) અને જયારે અલ્લાહે ફરમાવ્યું કે અય ઈસા ! હું તારી (દુનિયામાં રહેવાની) મુદ્દત પૂરી કરનાર છું અને તને મારી તરફ ઉઠાવી લેનાર અને નાસ્તિકોની ખબાસતથી દૂર રાખીને તને પાક રાખનાર છું, અને જે લોકોએ તારી તાબેદારી કરી છે, તેમને કયામત સુધી નાસ્તિકો પર બરતરી દેનાર છું, પછી તમો સર્વેનું પાછું ફરવું મારી તરફ જ છે. પછી જે વિષય સંબંધી તમે મતભેદ કરતા હતા તેમાં હુ તમારી વચ્ચે ચૂકાદો આપીશ.
فَمَنۡ حَآجَّکَ فِیۡہِ مِنۡۢ بَعۡدِ مَا جَآءَکَ مِنَ الۡعِلۡمِ فَقُلۡ تَعَالَوۡا نَدۡعُ اَبۡنَآءَنَا وَ اَبۡنَآءَکُمۡ وَ نِسَآءَنَا وَ نِسَآءَکُمۡ وَ اَنۡفُسَنَا وَ اَنۡفُسَکُمۡ ۟ ثُمَّ نَبۡتَہِلۡ فَنَجۡعَلۡ لَّعۡنَتَ اللّٰہِ عَلَی الۡکٰذِبِیۡنَ ﴿۶۱﴾
(૬૧) જે કોઇ ઇલ્મ આવી ગયા પછી તારી સાથે તે (ઇસા અ.સ.ના બંદા અને રસૂલ હોવા)ના સંબંધમાં તકરાર કરે તો તું કહે કે આવો અમે અમારી ઔલાદને બોલાવીએ અને તમે તમારી ઔલાદને બોલાવો, અને અમે અમારી ઔરતોને બોલાવીએ અને તમે તમારી ઔરતોને (બોલાવો), અને અમે અમારા નફસોને બોલાવીએ તથા તમે તમારા નફસોને બોલાવો; પછી આપણે (અલ્લાહ પાસે) બદદુઆ (મુબાહેલા) કરીએ જેથી જૂઠું બોલનારાઓ પર અલ્લાહની લાનત થાય.
قُلۡ یٰۤاَہۡلَ الۡکِتٰبِ تَعَالَوۡا اِلٰی کَلِمَۃٍ سَوَآءٍۢ بَیۡنَنَا وَ بَیۡنَکُمۡ اَلَّا نَعۡبُدَ اِلَّا اللّٰہَ وَ لَا نُشۡرِکَ بِہٖ شَیۡئًا وَّ لَا یَتَّخِذَ بَعۡضُنَا بَعۡضًا اَرۡبَابًا مِّنۡ دُوۡنِ اللّٰہِ ؕ فَاِنۡ تَوَلَّوۡا فَقُوۡلُوا اشۡہَدُوۡا بِاَنَّا مُسۡلِمُوۡنَ ﴿۶۴﴾
(૬૪) કહો કે અય કિતાબવાળાઓ! એક એવી વાત તરફ આવી જાઓ જે અમારી તથા તમારી વચ્ચે સમાન છે (અને તે એ) કે આપણે અલ્લાહના સિવાય કોઈની ઇબાદત કરશું નહિ તથા કોઈને તેનો શરીક બનાવશું નહિ અને અલ્લાહ સિવાય આપસમાં એકબીજાને ખુદાઇનો દરજ્જો આપશું નહિ; આ છતાં જો તેઓ ફરી જાય તો કહી દો કે તમે ગવાહ રહેજો કે અમે તો મુસલમાન છીએ.
یٰۤاَہۡلَ الۡکِتٰبِ لِمَ تُحَآجُّوۡنَ فِیۡۤ اِبۡرٰہِیۡمَ وَ مَاۤ اُنۡزِلَتِ التَّوۡرٰىۃُ وَ الۡاِنۡجِیۡلُ اِلَّا مِنۡۢ بَعۡدِہٖ ؕ اَفَلَا تَعۡقِلُوۡنَ ﴿۶۵﴾
(૬૫) અય કિતાબવાળાઓ! ઈબ્રાહીમ સંબંધે શા માટે તકરાર કરો છો? (કે તે યહૂદી હતા અથવા ઇસાઇ હતા) તેમના પછી તૌરેત અને ઈન્જીલ નાઝિલ કરવામાં આવી હતી છતાં તમે વિચારતા નથી?
ہٰۤاَنۡتُمۡ ہٰۤؤُلَآءِ حَاجَجۡتُمۡ فِیۡمَا لَکُمۡ بِہٖ عِلۡمٌ فَلِمَ تُحَآجُّوۡنَ فِیۡمَا لَیۡسَ لَکُمۡ بِہٖ عِلۡمٌ ؕ وَ اللّٰہُ یَعۡلَمُ وَ اَنۡتُمۡ لَا تَعۡلَمُوۡنَ ﴿۶۶﴾
(૬૬) અય લોકો ! તમે એજ તો છો કે જેઓ તે (હઝરત ઇસા અ.સ.)ના વિશે ઇલ્મ હોવા છતાં પણ બહેસ કરતા હતા. પછી જે (હઝરત ઇબ્રાહીમ અ.સ.) વિશે તમને ઇલ્મ જ નથી તે વિશે શા માટે બહેસ કરો છો ? અને અલ્લાહ જાણે છે અને તમે જાણતા નથી.
اِنَّ اَوۡلَی النَّاسِ بِاِبۡرٰہِیۡمَ لَلَّذِیۡنَ اتَّبَعُوۡہُ وَ ہٰذَا النَّبِیُّ وَ الَّذِیۡنَ اٰمَنُوۡا ؕ وَ اللّٰہُ وَلِیُّ الۡمُؤۡمِنِیۡنَ ﴿۶۸﴾
(૬૮) બેશક તમામ લોકોની સરખામણીમાં ઈબ્રાહીમ (સાથે)નો વધુ સંબંધ તે લોકોને છે કે જેઓ તેમની પૈરવી કરી, આ નબી તથા તેઓ કે જેઓ ઇમાન લાવ્યા અને અલ્લાહ મોઅમેનીનનો સરપરસ્ત છે.
وَ قَالَتۡ طَّآئِفَۃٌ مِّنۡ اَہۡلِ الۡکِتٰبِ اٰمِنُوۡا بِالَّذِیۡۤ اُنۡزِلَ عَلَی الَّذِیۡنَ اٰمَنُوۡا وَجۡہَ النَّہَارِ وَ اکۡفُرُوۡۤا اٰخِرَہٗ لَعَلَّہُمۡ یَرۡجِعُوۡنَ ﴿ۚۖ۷۲﴾
(૭૨) અને એહલે કિતાબના એક સમૂહે કહ્યું: દિવસના પ્રથમ ભાગમાં તેના પર ઇમાન લાવો કે જે ઇમાનવાળાઓ ઉપર નાઝિલ કરવામાં આવ્યું છે, અને દિવસના અંતિમ ભાગમાં તેનો ઇન્કાર કરો, કદાચને તેઓ (પોતાના દીનથી) ફરી જાય.
وَ لَا تُؤۡمِنُوۡۤا اِلَّا لِمَنۡ تَبِعَ دِیۡنَکُمۡ ؕ قُلۡ اِنَّ الۡہُدٰی ہُدَی اللّٰہِ ۙ اَنۡ یُّؤۡتٰۤی اَحَدٌ مِّثۡلَ مَاۤ اُوۡتِیۡتُمۡ اَوۡ یُحَآجُّوۡکُمۡ عِنۡدَ رَبِّکُمۡ ؕ قُلۡ اِنَّ الۡفَضۡلَ بِیَدِ اللّٰہِ ۚ یُؤۡتِیۡہِ مَنۡ یَّشَآءُ ؕ وَ اللّٰہُ وَاسِعٌ عَلِیۡمٌ ﴿ۚۙ۷۳﴾
(૭૩) (તેઓએ કહ્યું) જેઓ તમારા દીન અનુસાર ચાલ્યા છે તેમના સિવાય બીજા ઉપર ઇમાન લાવશો નહી. તું કહે કે “ખરેખર (ખરી) હિદાયત અલ્લાહની હિદાયત છે,” અને એ (પણ કહે છે “માનશો નહી કે) જે (ફઝીલત અને નબુવ્વત) તમને આપવામાં આવી છે તે બીજાને આપવામાં આવે અથવા (કલ્પના પણ ન કરો કે બીજાઓ) અલ્લાહની બારગાહમાં તમારી સાથે વાદવિવાદ કરે,” કહો કે બેશક ફઝલો કરમ અલ્લાહના હાથમાં છે. તે ચાહે તેને આપે છે, અને અલ્લાહ ઉદાર, જાણનાર છે.
وَ مِنۡ اَہۡلِ الۡکِتٰبِ مَنۡ اِنۡ تَاۡمَنۡہُ بِقِنۡطَارٍ یُّؤَدِّہٖۤ اِلَیۡکَ ۚ وَ مِنۡہُمۡ مَّنۡ اِنۡ تَاۡمَنۡہُ بِدِیۡنَارٍ لَّا یُؤَدِّہٖۤ اِلَیۡکَ اِلَّا مَادُمۡتَ عَلَیۡہِ قَآئِمًا ؕ ذٰلِکَ بِاَنَّہُمۡ قَالُوۡا لَیۡسَ عَلَیۡنَا فِی الۡاُمِّیّٖنَ سَبِیۡلٌ ۚ وَ یَقُوۡلُوۡنَ عَلَی اللّٰہِ الۡکَذِبَ وَ ہُمۡ یَعۡلَمُوۡنَ ﴿۷۵﴾
(૭૫) અને એહલેકિતાબમાંથી અમુક એવા છે કે જો તેમની પાસે તું (નાણાંનો) ઢગલો અમાનત રાખે તો તે તને પાછો આપી દેશે, તથા તેમનામાંથી અમુક એવા છે કે જો તું એક દીનાર પણ તેમને સોંપે તો (જ્યાં સુધી) તેમના માથે સતત ઊભો રહી તકાઝો ન કરે ત્યાં સુધી તને પાછો આપશે નહિ; તેનું કારણ આ છે કે તેઓ કહે છે કે અમારા માથે આ (અરબ) જાહીલોના સંબંધમાં કાંઈ (ગુનોહ) નથી, અને તેઓ જાણી જોઈને અલ્લાહ ખિલાફ ખોટું બોલે છે.
اِنَّ الَّذِیۡنَ یَشۡتَرُوۡنَ بِعَہۡدِ اللّٰہِ وَ اَیۡمَانِہِمۡ ثَمَنًا قَلِیۡلًا اُولٰٓئِکَ لَا خَلَاقَ لَہُمۡ فِی الۡاٰخِرَۃِ وَ لَا یُکَلِّمُہُمُ اللّٰہُ وَ لَا یَنۡظُرُ اِلَیۡہِمۡ یَوۡمَ الۡقِیٰمَۃِ وَ لَا یُزَکِّیۡہِمۡ ۪ وَ لَہُمۡ عَذَابٌ اَلِیۡمٌ ﴿۷۷﴾
(૭૭) બેશક જે લોકો અલ્લાહને (આપેલા) વાયદા તથા પોતાની સોગંદોને નજીવી કિંમતે વેચી નાખે છે તેઓ માટે આખેરત(ની નેઅમતો)માં કાંઈ હિસ્સો નથી, અને ન અલ્લાહ તેમની સાથે વાત કરશે, અને ન કયામતના દિવસે તેમની તરફ (રહેમતની) નજર કરશે, અને ન તેમને પાક કરશે, અને તેમના માટે દર્દનાક અઝાબ છે.
وَ اِنَّ مِنۡہُمۡ لَفَرِیۡقًا یَّلۡوٗنَ اَلۡسِنَتَہُمۡ بِالۡکِتٰبِ لِتَحۡسَبُوۡہُ مِنَ الۡکِتٰبِ وَ مَا ہُوَ مِنَ الۡکِتٰبِ ۚ وَ یَقُوۡلُوۡنَ ہُوَ مِنۡ عِنۡدِ اللّٰہِ وَ مَا ہُوَ مِنۡ عِنۡدِ اللّٰہِ ۚ وَ یَقُوۡلُوۡنَ عَلَی اللّٰہِ الۡکَذِبَ وَ ہُمۡ یَعۡلَمُوۡنَ ﴿۷۸﴾
(૭૮) અને બેશક તેઓ (એહલે કિતાબ)માંથી એક સમૂહ એવો છે કે, જે કિતાબને પોતાની જબાન થકી એવી રીતે પઢે છે (ઉચ્ચારે છે) કે તમે તેને કિતાબ (નો ભાગ) છે એમ માની લો, પણ તે કિતાબ (નો ભાગ) નથી, અને તેઓ એમ પણ કહે છે કે તે અલ્લાહ તરફથી છે. જો કે તે અલ્લાહ તરફથી છે જ નહિ, એમ (કહીને) તેઓ અલ્લાહ વિશે જાણી જોઈને જૂઠી નિસ્બત આપે છે.
مَا کَانَ لِبَشَرٍ اَنۡ یُّؤۡتِیَہُ اللّٰہُ الۡکِتٰبَ وَ الۡحُکۡمَ وَ النُّبُوَّۃَ ثُمَّ یَقُوۡلَ لِلنَّاسِ کُوۡنُوۡا عِبَادًا لِّیۡ مِنۡ دُوۡنِ اللّٰہِ وَ لٰکِنۡ کُوۡنُوۡا رَبّٰنِیّٖنَ بِمَا کُنۡتُمۡ تُعَلِّمُوۡنَ الۡکِتٰبَ وَ بِمَا کُنۡتُمۡ تَدۡرُسُوۡنَ ﴿ۙ۷۹﴾
(૭૯) કોઇ પણ બશર (માણસ) માટે મુનાસીબ નથી કે ખુદા તેને કિતાબ અને હિકમત અતા કરે, અને તે લોકોને એમ કહેતો ફરે કે તમે અલ્લાહને મૂકી મારા બંદા બની જાઓ. બલ્કે (તેનો કલામ એ જ હોય છે) કે અલ્લાહવાળા બનો જેવી રીતે તમે કિતાબની તાલીમ આપો છો અને તેને પઢો છો;
وَ لَا یَاۡمُرَکُمۡ اَنۡ تَتَّخِذُوا الۡمَلٰٓئِکَۃَ وَ النَّبِیّٖنَ اَرۡبَابًا ؕ اَیَاۡمُرُکُمۡ بِالۡکُفۡرِ بَعۡدَ اِذۡ اَنۡتُمۡ مُّسۡلِمُوۡنَ ﴿٪۸۰﴾
(૮૦) અને તે તમને એવો પણ હુકમ ન આપે કે તમે ફરિશ્તા તથા પયગંબરોને માઅબૂદ તરીકે માનો; શું તે તમને મુસલમાન બની ચૂકયા પછી કુફ્ર ઇખ્તીયાર કરવાનો હુકમ આપશે?
وَ اِذۡ اَخَذَ اللّٰہُ مِیۡثَاقَ النَّبِیّٖنَ لَمَاۤ اٰتَیۡتُکُمۡ مِّنۡ کِتٰبٍ وَّ حِکۡمَۃٍ ثُمَّ جَآءَکُمۡ رَسُوۡلٌ مُّصَدِّقٌ لِّمَا مَعَکُمۡ لَتُؤۡمِنُنَّ بِہٖ وَ لَتَنۡصُرُنَّہٗ ؕ قَالَ ءَاَقۡرَرۡتُمۡ وَ اَخَذۡتُمۡ عَلٰی ذٰلِکُمۡ اِصۡرِیۡ ؕ قَالُوۡۤا اَقۡرَرۡنَا ؕ قَالَ فَاشۡہَدُوۡا وَ اَنَا مَعَکُمۡ مِّنَ الشّٰہِدِیۡنَ ﴿۸۱﴾
(૮૧) અને જ્યારે અલ્લાહે પયગંબરો પાસેથી વચન લીધું : જ્યારે તમને કિતાબ અને હિકમત આપુ ત્યારબાદ એક રસૂલ તમારી પાસે આવે અને જે કાંઇ તમારી પાસે છે તેનું સમર્થન કરે તો તમે જરૂર જરૂર તેના પર ઇમાન લાવજો, અને તેની મદદ કરજો. (પછી અલ્લાહે) ફરમાવ્યું: શું તમો આનો ઇકરાર કરો છો અને આ બાબતે પાકો વાયદો આપો છો? તેઓએ કહ્યું: અમો કબૂલ કરીએ છીએ. (અલ્લાહે) કહ્યું: હવે તમે ગવાહ રહેજો અને હું પણ તમારી સાથે ગવાહી આપનારાઓમાંથી છું.
اَفَغَیۡرَ دِیۡنِ اللّٰہِ یَبۡغُوۡنَ وَ لَہٗۤ اَسۡلَمَ مَنۡ فِی السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ طَوۡعًا وَّ کَرۡہًا وَّ اِلَیۡہِ یُرۡجَعُوۡنَ ﴿۸۳﴾
(૮૩) શું તેઓ અલ્લાહના દીન સિવાય અન્ય કોઈ દીન ચાહે છે? જ્યારે કે આકાશો અને ઝમીનમાં જે કાંઈ છે તે રાજીખુશીથી અથવા જબરદસ્તીથી તેને તાબે છે તથા તેની જ તરફ તેઓને પાછા ફેરવવામાં આવશે.
قُلۡ اٰمَنَّا بِاللّٰہِ وَ مَاۤ اُنۡزِلَ عَلَیۡنَا وَ مَاۤ اُنۡزِلَ عَلٰۤی اِبۡرٰہِیۡمَ وَ اِسۡمٰعِیۡلَ وَ اِسۡحٰقَ وَ یَعۡقُوۡبَ وَ الۡاَسۡبَاطِ وَ مَاۤ اُوۡتِیَ مُوۡسٰی وَ عِیۡسٰی وَ النَّبِیُّوۡنَ مِنۡ رَّبِّہِمۡ ۪ لَا نُفَرِّقُ بَیۡنَ اَحَدٍ مِّنۡہُمۡ ۫ وَ نَحۡنُ لَہٗ مُسۡلِمُوۡنَ ﴿۸۴﴾
(૮૪) (અય પયગંબર) કહે કે અમે અલ્લાહ પર ઈમાન લાવ્યા છીએ, અને અમારા પર જે નાઝિલ કરવામાં આવ્યું છે તેના ઉપર પણ, તથા તેના ઉપર કે જે ઈબ્રાહીમ તથા ઈસ્માઈલ તથા ઈસ્હાક તથા યાકૂબ તથા યાકૂબની આલ પર નાઝિલ કરવામાં આવ્યું, તથા તેના ઉપર કે જે મૂસા તથા ઈસા અને (અન્ય) પયગંબરોને તેમના પરવરદિગાર તરફથી આપવામાં આવ્યું છે; અને અમે તેઓ દરમ્યાન કાંઈ ભેદભાવ રાખતા નથી ,અને અમે અલ્લાહના જ ઇતાઅત ગુઝાર બંદા છીએ.
کَیۡفَ یَہۡدِی اللّٰہُ قَوۡمًا کَفَرُوۡا بَعۡدَ اِیۡمَانِہِمۡ وَ شَہِدُوۡۤا اَنَّ الرَّسُوۡلَ حَقٌّ وَّ جَآءَہُمُ الۡبَیِّنٰتُ ؕ وَ اللّٰہُ لَا یَہۡدِی الۡقَوۡمَ الظّٰلِمِیۡنَ ﴿۸۶﴾
(૮૬) અલ્લાહ એવા લોકોને હિદાયત કેવી રીતે કરે કે જેઓ ઈમાન લાવ્યા પછી ફરી નાસ્તિક થઈ ગયા? અને તેઓ ગવાહી પણ આપી ચૂકયા હતા કે રસૂલ બરહક છે તથા તેમની પાસે પ્રત્યક્ષ ખૂલ્લી નિશાનીઓ પણ આવી ચૂકી હતી; અને અલ્લાહ ઝાલિમ લોકોની હિદાયત કરતો નથી.
اِنَّ الَّذِیۡنَ کَفَرُوۡا وَ مَاتُوۡا وَ ہُمۡ کُفَّارٌ فَلَنۡ یُّقۡبَلَ مِنۡ اَحَدِہِمۡ مِّلۡءُ الۡاَرۡضِ ذَہَبًا وَّلَوِ افۡتَدٰی بِہٖ ؕ اُولٰٓئِکَ لَہُمۡ عَذَابٌ اَلِیۡمٌ وَّ مَا لَہُمۡ مِّنۡ نّٰصِرِیۡنَ ﴿٪۹۱﴾
(૯૧) બેશક જે લોકોએ કુફ્ર ઇખ્તેયાર કર્યુ અને કુફ્રની હાલતમાં મરી ગયા, તેઓમાંથી અગર કોઈ એટલું સોનું આપવા ચાહે કે જેનાથી આખી દુનિયા ભરાઈ જાય તો પણ તેનો એ ફિદયો (મુક્તિદંડ) કબૂલ કરવામાં આવશે નહિ; એ તેઓ માટે દર્દનાક અઝાબ છે અને તેમનો કોઈ મદદગાર નહિ હોય.
لَنۡ تَنَالُوا الۡبِرَّ حَتّٰی تُنۡفِقُوۡا مِمَّا تُحِبُّوۡنَ ۬ؕ وَ مَا تُنۡفِقُوۡا مِنۡ شَیۡءٍ فَاِنَّ اللّٰہَ بِہٖ عَلِیۡمٌ ﴿۹۲﴾
(૯૨) હરગિઝ તમે નેકીના બુલંદ દરજ્જા સુધી પહોંચી નહી શકો જ્યાં સુધી જે વસ્તુઓ તમને વહાલી છે તેમાંથી અલ્લાહની રાહમાં ઇન્ફાક (ખર્ચ) નહી કરો અને જે કાંઈ તમે (અલ્લાહની રાહમાં) ઇન્ફાક (ખર્ચ) કરો છો તે બેશક અલ્લાહ સારી રીતે જાણે છે.
کُلُّ الطَّعَامِ کَانَ حِلًّا لِّبَنِیۡۤ اِسۡرَآءِیۡلَ اِلَّا مَا حَرَّمَ اِسۡرَآءِیۡلُ عَلٰی نَفۡسِہٖ مِنۡ قَبۡلِ اَنۡ تُنَزَّلَ التَّوۡرٰىۃُ ؕ قُلۡ فَاۡتُوۡا بِالتَّوۡرٰىۃِ فَاتۡلُوۡہَاۤ اِنۡ کُنۡتُمۡ صٰدِقِیۡنَ ﴿۹۳﴾
(૯૩) દરેક જાતનો ખોરાક બની ઈસરાઈલ માટે હલાલ હતો સિવાય તેના કે જે ઈસરાઈલે તૌરેત નાઝિલ થવા પહેલાં પોતાના માટે હરામ કરી લીધો હતો; તું કહે કે જો તમે સાચા હોવ તો તૌરેત લાવીને પઢો.
فِیۡہِ اٰیٰتٌۢ بَیِّنٰتٌ مَّقَامُ اِبۡرٰہِیۡمَ ۬ۚ وَ مَنۡ دَخَلَہٗ کَانَ اٰمِنًا ؕ وَ لِلّٰہِ عَلَی النَّاسِ حِجُّ الۡبَیۡتِ مَنِ اسۡتَطَاعَ اِلَیۡہِ سَبِیۡلًا ؕ وَ مَنۡ کَفَرَ فَاِنَّ اللّٰہَ غَنِیٌّ عَنِ الۡعٰلَمِیۡنَ ﴿۹۷﴾
(૯૭) તેમાં ખુલ્લી નિશાનીઓ છે, મકામે ઈબ્રાહીમ છે, અને જે કોઈ તેમાં દાખલ થશે તે મહેફૂઝ થઈ જશે; અને તે લોકો કે જે ત્યાં સુધી પહોંચવાની શક્તિ ધરાવતા હોય તેમના ઉપર અલ્લાહના માટે એ ઘરની હજ કરવી વાજિબ કરવામાં આવી છે; અને જે કોઇ (આ હુકમની) નાફરમાની કરે તો બેશક અલ્લાહ તમામ દુનિયા(ના લોકો)થી બેનિયાઝ છે.
قُلۡ یٰۤاَہۡلَ الۡکِتٰبِ لِمَ تَصُدُّوۡنَ عَنۡ سَبِیۡلِ اللّٰہِ مَنۡ اٰمَنَ تَبۡغُوۡنَہَا عِوَجًا وَّ اَنۡتُمۡ شُہَدَآءُ ؕ وَ مَا اللّٰہُ بِغَافِلٍ عَمَّا تَعۡمَلُوۡنَ ﴿۹۹﴾
(૯૯) કહે કે અય કિતાબવાળાઓ! ઇમાન લાવનારાઓને રાહે ખુદાથી શા માટે રોકો છો? અને તેમાં કજી (વળાંક)ની તલાશ કરો છો, જયારે કે તેના (હક હોવાના) તમે ગવાહ છો અને તમે જે કાંઈ કરો છો તેનાથી અલ્લાહ ગાફિલ નથી.
یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡۤا اِنۡ تُطِیۡعُوۡا فَرِیۡقًا مِّنَ الَّذِیۡنَ اُوۡتُوا الۡکِتٰبَ یَرُدُّوۡکُمۡ بَعۡدَ اِیۡمَانِکُمۡ کٰفِرِیۡنَ ﴿۱۰۰﴾
(૧૦૦) અય ઈમાન લાવનારાઓ ! જો તમે તે લોકો કે જેમને કિતાબ આપવામાં આવી છે તેઓ-માંના એક સમૂહનું કહ્યું માનશો તો તેઓ તમારા ઈમાન લાવ્યા પછી તમને પાછા કુફ્ર તરફ ફેરવી દેશે.
وَ کَیۡفَ تَکۡفُرُوۡنَ وَ اَنۡتُمۡ تُتۡلٰی عَلَیۡکُمۡ اٰیٰتُ اللّٰہِ وَ فِیۡکُمۡ رَسُوۡلُہٗ ؕ وَ مَنۡ یَّعۡتَصِمۡ بِاللّٰہِ فَقَدۡ ہُدِیَ اِلٰی صِرَاطٍ مُّسۡتَقِیۡمٍ ﴿۱۰۱﴾٪
(૧૦૧) અને તમે કેવી રીતે ઈન્કાર કરી શકો જયારે કે તમને અલ્લાહની આયતો વાંચી સંભળાવવામાં આવે છે, અને વળી તમારામાં તેનો રસૂલ પણ મોજૂદ છે; અને જે કોઈ અલ્લાહથી વાબસ્તા રહ્યો, ખરેજ તેને સેરાતે મુસ્તકીમની હિદાયત મળી ગઇ.
وَ اعۡتَصِمُوۡا بِحَبۡلِ اللّٰہِ جَمِیۡعًا وَّ لَا تَفَرَّقُوۡا ۪ وَ اذۡکُرُوۡا نِعۡمَتَ اللّٰہِ عَلَیۡکُمۡ اِذۡ کُنۡتُمۡ اَعۡدَآءً فَاَلَّفَ بَیۡنَ قُلُوۡبِکُمۡ فَاَصۡبَحۡتُمۡ بِنِعۡمَتِہٖۤ اِخۡوَانًا ۚ وَ کُنۡتُمۡ عَلٰی شَفَا حُفۡرَۃٍ مِّنَ النَّارِ فَاَنۡقَذَکُمۡ مِّنۡہَا ؕ کَذٰلِکَ یُبَیِّنُ اللّٰہُ لَکُمۡ اٰیٰتِہٖ لَعَلَّکُمۡ تَہۡتَدُوۡنَ ﴿۱۰۳﴾
(૧૦૩) અને (તમે બધા) અલ્લાહની રસ્સીને મજબૂતીથી પકડી લો અને એકબીજાથી અલગ થાવ નહિ, અને અલ્લાહની નેઅમત જે તમારા ઉપર છે તેને યાદ કરતા રહો, જ્યારે તમે એક બીજાના દુશ્મન હતા ત્યારે તેણે તમારા દિલોને જોડયા. અને તેની નેઅમતથી તમે એક બીજાના ભાઈ બની ગયા; અને તમે (જહન્નમની) આગના કાંઠે હતા, પછી તેણે તમને તેનાથી બચાવી લીધાં; આ રીતે અલ્લાહ તમારા માટે પોતાની આયતો વાઝેહ કરે છે કે કદાચને તમે હિદાયત મેળવો.
وَ لَا تَکُوۡنُوۡا کَالَّذِیۡنَ تَفَرَّقُوۡا وَ اخۡتَلَفُوۡا مِنۡۢ بَعۡدِ مَا جَآءَہُمُ الۡبَیِّنٰتُ ؕ وَ اُولٰٓئِکَ لَہُمۡ عَذَابٌ عَظِیۡمٌ ﴿۱۰۵﴾ۙ
(૧૦૫) અને તે લોકોના જેવા (એહલે કિતાબ જેવા) થાઓ નહિ કે જેઓ પાસે ખુલ્લી દલીલો આવ્યા પછી વેરવિખેર થઇ ગયા અને આપસમાં ઇખ્તેલાફ કર્યો, અને તેઓ માટે સખ્ત અઝાબ છે.
یَّوۡمَ تَبۡیَضُّ وُجُوۡہٌ وَّ تَسۡوَدُّ وُجُوۡہٌ ۚ فَاَمَّا الَّذِیۡنَ اسۡوَدَّتۡ وُجُوۡہُہُمۡ ۟ اَکَفَرۡتُمۡ بَعۡدَ اِیۡمَانِکُمۡ فَذُوۡقُوا الۡعَذَابَ بِمَا کُنۡتُمۡ تَکۡفُرُوۡنَ ﴿۱۰۶﴾
(૧૦૬) તે દિવસે અમુક ચહેરા સફેદ થઈ જશે અને અમુક ચહેરા કાળા, પછી જેમના ચહેરા કાળા થયા હશે (તેમને કહેવામાં આવશે કે) શુ તમે ઈમાન લાવ્યા પછી ઈન્કાર કર્યો ? તો હવે તમારા ઈન્કાર કરવાના લીધે અઝાબની મજા ચાખો.
کُنۡتُمۡ خَیۡرَ اُمَّۃٍ اُخۡرِجَتۡ لِلنَّاسِ تَاۡمُرُوۡنَ بِالۡمَعۡرُوۡفِ وَ تَنۡہَوۡنَ عَنِ الۡمُنۡکَرِ وَ تُؤۡمِنُوۡنَ بِاللّٰہِ ؕ وَ لَوۡ اٰمَنَ اَہۡلُ الۡکِتٰبِ لَکَانَ خَیۡرًا لَّہُمۡ ؕ مِنۡہُمُ الۡمُؤۡمِنُوۡنَ وَ اَکۡثَرُہُمُ الۡفٰسِقُوۡنَ ﴿۱۱۰﴾
(૧૧૦) તમો એ બહેતરીન ઉમ્મત છો કે જેને લોકો માટે પૈદા કરવામાં આવી. તમે નેકી કરવા માટે હુકમ કરો છો તથા બદીથી રોકો છો અને અલ્લાહ પર ઈમાન રાખો છો; અને જો કિતાબવાળાઓ પણ ઈમાન લઈ આવતે તો તેમના માટે સારૂં થતે; તેઓમાંથી અમુક તો મોઅમીનો છે અને તેઓમાંથી વધુ પડતા ફાસિકો છે.
ضُرِبَتۡ عَلَیۡہِمُ الذِّلَّۃُ اَیۡنَ مَا ثُقِفُوۡۤا اِلَّا بِحَبۡلٍ مِّنَ اللّٰہِ وَ حَبۡلٍ مِّنَ النَّاسِ وَ بَآءُوۡ بِغَضَبٍ مِّنَ اللّٰہِ وَ ضُرِبَتۡ عَلَیۡہِمُ الۡمَسۡکَنَۃُ ؕ ذٰلِکَ بِاَنَّہُمۡ کَانُوۡا یَکۡفُرُوۡنَ بِاٰیٰتِ اللّٰہِ وَ یَقۡتُلُوۡنَ الۡاَنۡۢبِیَآءَ بِغَیۡرِ حَقٍّ ؕ ذٰلِکَ بِمَا عَصَوۡا وَّ کَانُوۡا یَعۡتَدُوۡنَ ﴿۱۱۲﴾٭
(૧૧૨) તેઓ જ્યાં પણ મળી આવશે તેમના માટે ઝિલ્લત હશે, સિવાય કે કરારની રૂએ અલ્લાહની પનાહમાં અને લોકોની પનાહમાં આવી જાય, અને તેમણે હાથે કરીને અલ્લાહનો ગઝબ પોતાના પર લઇ લીધો છે અને તેમના પર દરબદર ભટકવાની માર પડી છે; આ એ માટે કે તેઓ અલ્લાહની આયતોનો ઈન્કાર કરતા હતા અને નબીઓને વિના કારણે મારી નાખતા હતા; આ એ માટે કે તેઓએ નાફરમાની કરી અને તેઓ હદ ઓળંગી જતા હતા.
یُؤۡمِنُوۡنَ بِاللّٰہِ وَ الۡیَوۡمِ الۡاٰخِرِ وَ یَاۡمُرُوۡنَ بِالۡمَعۡرُوۡفِ وَ یَنۡہَوۡنَ عَنِ الۡمُنۡکَرِ وَ یُسَارِعُوۡنَ فِی الۡخَیۡرٰتِ ؕ وَ اُولٰٓئِکَ مِنَ الصّٰلِحِیۡنَ ﴿۱۱۴﴾
(૧૧૪) તેઓ અલ્લાહ અને કયામતના દિવસ પર ઈમાન રાખે છે તથા અમ્ર બિલ માઅરૂફ અને નહી અનિલ મુન્કર કરે છે તથા સારા કાર્યોમાં આગળ વધે છે; અને તેઓ સાલેહીનમાંથી છે.
اِنَّ الَّذِیۡنَ کَفَرُوۡا لَنۡ تُغۡنِیَ عَنۡہُمۡ اَمۡوَالُہُمۡ وَ لَاۤ اَوۡلَادُہُمۡ مِّنَ اللّٰہِ شَیۡـًٔا ؕ وَ اُولٰٓئِکَ اَصۡحٰبُ النَّارِ ۚ ہُمۡ فِیۡہَا خٰلِدُوۡنَ ﴿۱۱۶﴾
(૧૧૬) બેશક જે લોકોએ કુફ્ર ઇખ્તેયાર કર્યુ તેમનો માલ તથા તેમની ઓલાદ તેમને અલ્લાહ (ના અઝાબ)થી બચાવશે નહિ; અને તેઓ આગના રહેવાસીઓ છે, જેમાં તેઓ હંમેશ માટે રહેશે.
مَثَلُ مَا یُنۡفِقُوۡنَ فِیۡ ہٰذِہِ الۡحَیٰوۃِ الدُّنۡیَا کَمَثَلِ رِیۡحٍ فِیۡہَا صِرٌّ اَصَابَتۡ حَرۡثَ قَوۡمٍ ظَلَمُوۡۤا اَنۡفُسَہُمۡ فَاَہۡلَکَتۡہُ ؕ وَ مَا ظَلَمَہُمُ اللّٰہُ وَ لٰکِنۡ اَنۡفُسَہُمۡ یَظۡلِمُوۡنَ ﴿۱۱۷﴾
(૧૧૭) આ દુનિયામાં તેઓ જે કાંઈ ખર્ચે છે તેનો દાખલો એક એવા પવન જેવો છે કે જેમાં સખત ઠંડક હોય અને તે એવી કોમની ખેતી ઉપર આવીને બરબાદ કરી નાખે છે કે જેમણે પોતાના નફસ ઉપર ઝુલ્મ કર્યો હોય, અને અલ્લાહે તો તેમની ઉપર કોઇ અન્યાય નથી કર્યો, બલ્કે તેઓ પોતે પોતાના ઉપર ઝુલ્મ કરે છે.
یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡا لَا تَتَّخِذُوۡا بِطَانَۃً مِّنۡ دُوۡنِکُمۡ لَا یَاۡلُوۡنَکُمۡ خَبَالًا ؕ وَدُّوۡا مَا عَنِتُّمۡ ۚ قَدۡ بَدَتِ الۡبَغۡضَآءُ مِنۡ اَفۡوَاہِہِمۡ ۚۖ وَ مَا تُخۡفِیۡ صُدُوۡرُہُمۡ اَکۡبَرُ ؕ قَدۡ بَیَّنَّا لَکُمُ الۡاٰیٰتِ اِنۡ کُنۡتُمۡ تَعۡقِلُوۡنَ ﴿۱۱۸﴾
(૧૧૮) અય ઈમાન લાવનારાઓ ! પોતાના સિવાય અન્યોને રાઝદાર બનાવો નહિ, તેઓ તમને નુકસાન પહોંચાડવમાં કમી કરશે નહિ; (ઉલ્ટું) તમારી મુસીબત તેઓને ગમે છે; તેમની વાતમાં નફરત તરી આવે છે, અને જે કાંઈ (કિન્નાખોરી) તેમના દિલોમાં છુપાયેલ છે તે આના કરતાં કેટલીએ વધારે છે; ખરેજ અમોએ તમારા માટે આયતોને વાઝેહ કરી દીધી છે, જો તમે વિચારો તો.
ہٰۤاَنۡتُمۡ اُولَآءِ تُحِبُّوۡنَہُمۡ وَ لَا یُحِبُّوۡنَکُمۡ وَ تُؤۡمِنُوۡنَ بِالۡکِتٰبِ کُلِّہٖ ۚ وَ اِذَا لَقُوۡکُمۡ قَالُوۡۤا اٰمَنَّا ۚ٭ۖ وَ اِذَا خَلَوۡا عَضُّوۡا عَلَیۡکُمُ الۡاَنَامِلَ مِنَ الۡغَیۡظِ ؕ قُلۡ مُوۡتُوۡا بِغَیۡظِکُمۡ ؕ اِنَّ اللّٰہَ عَلِیۡمٌۢ بِذَاتِ الصُّدُوۡرِ ﴿۱۱۹﴾
(૧૧૯) તમે તેમને મોહબ્બત કરો છો, અને તેઓ તમારી સાથે મોહબ્બત કરતા નથી, વળી તમે સંપૂર્ણ કિતાબ ઉપર ઈમાન રાખો છો, પરંતુ જ્યારે તેઓ તમને મળે છે ત્યારે કહે છે કે અમે પણ ઈમાન લાવ્યા છીએ, અને જ્યારે એકલા હોય છે ત્યારે તમારી ખિલાફ ગુસ્સે થઈને પોતાની આંગળીના ટેરવા (દાંતો)થી ચાવે છે! કહે કે તમે તમારા ગુસ્સામાંજ મરી જાઓ; બેશક અલ્લાહ દિલોના હાલથી વાકેફ છે.
اِنۡ تَمۡسَسۡکُمۡ حَسَنَۃٌ تَسُؤۡہُمۡ ۫ وَ اِنۡ تُصِبۡکُمۡ سَیِّئَۃٌ یَّفۡرَحُوۡا بِہَا ؕ وَ اِنۡ تَصۡبِرُوۡا وَ تَتَّقُوۡا لَا یَضُرُّکُمۡ کَیۡدُہُمۡ شَیۡـًٔا ؕ اِنَّ اللّٰہَ بِمَا یَعۡمَلُوۡنَ مُحِیۡطٌ ﴿۱۲۰﴾٪
(૧૨૦) અગર તમને કાંઈ લાભ મળે છે તો તેમને દુ:ખ થાય છે, અને જો તમારા ઉપર કોઈ મુસીબત પડે છે તો તેનાથી તેઓ ખુશ થાય છે; અને જો તમે ધીરજ ધરશો તથા પરહેઝગાર રહેશો તો તેમના મક્રો ફરેબ તમને સહેજ પણ નુકસાન નહિ કરે; બેશક તેઓ જે કાંઇ કરે છે તે અલ્લાહના (ઇલ્મના) ઘેરાવામાં છે.
بَلٰۤی ۙ اِنۡ تَصۡبِرُوۡا وَ تَتَّقُوۡا وَ یَاۡتُوۡکُمۡ مِّنۡ فَوۡرِہِمۡ ہٰذَا یُمۡدِدۡکُمۡ رَبُّکُمۡ بِخَمۡسَۃِ اٰلٰفٍ مِّنَ الۡمَلٰٓئِکَۃِ مُسَوِّمِیۡنَ ﴿۱۲۵﴾
(૧૨૫) હા, જો તમે સબ્ર કરશો તથા પરહેઝગાર રહેશો અને જો (તે સ્થિતિમાં) દુશ્મનો ઓચિંતા તમારા પર (હુમલો કરવા) આવી પહોંચે તો તમારો પરવરદિગાર પાંચ હજાર ફરિશ્તાઓ થકી તમારી મદદ કરશે જેના ઉપર (બહાદુરીના) નિશાન લાગેલા હશે.
وَ مَا جَعَلَہُ اللّٰہُ اِلَّا بُشۡرٰی لَکُمۡ وَ لِتَطۡمَئِنَّ قُلُوۡبُکُمۡ بِہٖ ؕ وَ مَا النَّصۡرُ اِلَّا مِنۡ عِنۡدِ اللّٰہِ الۡعَزِیۡزِ الۡحَکِیۡمِ ﴿۱۲۶﴾ۙ
(૧૨૬) અને અલ્લાહે આ (ખબર) રાખી નથી સિવાય કે તમારા માટે ખુશખબરી અને તમારા દિલો તેનાથી શાંત થઈ જાય; અને કામ્યાબી તો ફકત ઇઝ્ઝતવાળા (અને) હિકમતવાળા અલ્લાહ તરફથી જ છે.
وَ لِلّٰہِ مَا فِی السَّمٰوٰتِ وَ مَا فِی الۡاَرۡضِ ؕ یَغۡفِرُ لِمَنۡ یَّشَآءُ وَ یُعَذِّبُ مَنۡ یَّشَآءُ ؕ وَ اللّٰہُ غَفُوۡرٌ رَّحِیۡمٌ ﴿۱۲۹﴾٪
(૧૨૯) અને જે કાંઈ આસમાનોમાં તથા ઝમીનમાં છે તે તમામ અલ્લાહનું જ છે; તે જેને ચાહે માફ કરી દે છે અને જેને ચાહે તેના પર અઝાબ કરે છે, અને અલ્લાહ ગફુરૂર રહીમ છે.
الَّذِیۡنَ یُنۡفِقُوۡنَ فِی السَّرَّآءِ وَ الضَّرَّآءِ وَ الۡکٰظِمِیۡنَ الۡغَیۡظَ وَ الۡعَافِیۡنَ عَنِ النَّاسِ ؕ وَ اللّٰہُ یُحِبُّ الۡمُحۡسِنِیۡنَ ﴿۱۳۴﴾ۚ
(૧૩૪) જેઓ અમીરી અને ગરીબીમાં રાહે ખુદામાં ઇન્ફાક (ખર્ચ) કરતા રહે છે તથા ગુસ્સાને પી જનારા છે તથા લોકોથી દરગુજર કરનારા છે; અને અલ્લાહ (આવા) સારા કામ કરનારાઓને દોસ્ત રાખે છે.
وَ الَّذِیۡنَ اِذَا فَعَلُوۡا فَاحِشَۃً اَوۡ ظَلَمُوۡۤا اَنۡفُسَہُمۡ ذَکَرُوا اللّٰہَ فَاسۡتَغۡفَرُوۡا لِذُنُوۡبِہِمۡ ۪ وَ مَنۡ یَّغۡفِرُ الذُّنُوۡبَ اِلَّا اللّٰہُ ۪۟ وَ لَمۡ یُصِرُّوۡا عَلٰی مَا فَعَلُوۡا وَ ہُمۡ یَعۡلَمُوۡنَ ﴿۱۳۵﴾
(૧૩૫) અને તે લોકો જ્યારે બદકારી કરી બેસે છે અથવા પોતાના નફસ ઉપર ઝુલ્મ કરે છે ત્યારે અલ્લાહને યાદ કરીને પોતાના ગુનાહોની માફી માંગે છે; અને અલ્લાહ સિવાય કોણ ગુનાહો માફ કરી શકે છે? અને તે ફરી જાણી જોઈને (ગુનાહનો) હઠાગ્રહ કરતા નથી.
اُولٰٓئِکَ جَزَآؤُہُمۡ مَّغۡفِرَۃٌ مِّنۡ رَّبِّہِمۡ وَ جَنّٰتٌ تَجۡرِیۡ مِنۡ تَحۡتِہَا الۡاَنۡہٰرُ خٰلِدِیۡنَ فِیۡہَا ؕ وَ نِعۡمَ اَجۡرُ الۡعٰمِلِیۡنَ ﴿۱۳۶﴾ؕ
(૧૩૬) તેમનો બદલો તેમના પરવરદીગાર તરફથી મગફેરત છે તથા જન્નત છે જેની હેઠળ નદીઓ વહે છે, જેમાં તેઓ હંમેશા રહેનાર છે; અને આમાલ કરનારાઓ માટે કેવી બહેતરીન જઝા છે!
اِنۡ یَّمۡسَسۡکُمۡ قَرۡحٌ فَقَدۡ مَسَّ الۡقَوۡمَ قَرۡحٌ مِّثۡلُہٗ ؕ وَ تِلۡکَ الۡاَیَّامُ نُدَاوِلُہَا بَیۡنَ النَّاسِ ۚ وَ لِیَعۡلَمَ اللّٰہُ الَّذِیۡنَ اٰمَنُوۡا وَ یَتَّخِذَ مِنۡکُمۡ شُہَدَآءَ ؕ وَ اللّٰہُ لَا یُحِبُّ الظّٰلِمِیۡنَ ﴿۱۴۰﴾ۙ
(૧૪૦) જો તમને (જંગે ઓહદમાં) ઘા લાગ્યો છે તો તે લોકોને પણ એવો જ ઘા લાગી ચૂકયો છે; અને આવા (હાર-જીતના) દિવસો અમે લોકો વચ્ચે વારા ફરતી લાવ્યા કરીએ છીએ, જેથી અલ્લાહ (જાહેરી નિશાની વડે) તમારામાંથી ઇમાન લાવનારને જાણી લે તથા તમારામાંથી અમુકને ગવાહ બનાવે અને અલ્લાહ ઝાલિમોને દોસ્ત રાખતો નથી;
وَ مَا مُحَمَّدٌ اِلَّا رَسُوۡلٌ ۚ قَدۡ خَلَتۡ مِنۡ قَبۡلِہِ الرُّسُلُ ؕ اَفَا۠ئِنۡ مَّاتَ اَوۡ قُتِلَ انۡقَلَبۡتُمۡ عَلٰۤی اَعۡقَابِکُمۡ ؕ وَ مَنۡ یَّنۡقَلِبۡ عَلٰی عَقِبَیۡہِ فَلَنۡ یَّضُرَّ اللّٰہَ شَیۡئًا ؕ وَ سَیَجۡزِی اللّٰہُ الشّٰکِرِیۡنَ ﴿۱۴۴﴾
(૧૪૪) મોહમ્મદ (સ.અ.વ.) માત્ર એક રસૂલ છે, જેની અગાઊ રસૂલો થઈ ગયા છે; અગર તે મરી જાય અથવા માર્યો જાય તો શું તમે તમારા (કુફ્ર તરફ) પાછા ફરી જશો? જે કોઇ (કુફ્ર તરફ) પાછા ફરી જશે તે અલ્લાહને કાંઈ પણ નુકસાન પહોંચાડી શકશે નહિ અને નજીકમાં જ અલ્લાહ શુક્રગુઝારોને સારો બદલો આપશે.
وَ مَا کَانَ لِنَفۡسٍ اَنۡ تَمُوۡتَ اِلَّا بِاِذۡنِ اللّٰہِ کِتٰبًا مُّؤَجَّلًا ؕ وَ مَنۡ یُّرِدۡ ثَوَابَ الدُّنۡیَا نُؤۡتِہٖ مِنۡہَا ۚ وَ مَنۡ یُّرِدۡ ثَوَابَ الۡاٰخِرَۃِ نُؤۡتِہٖ مِنۡہَا ؕ وَ سَنَجۡزِی الشّٰکِرِیۡنَ ﴿۱۴۵﴾
(૧૪૫) અને કોઈ નફસ અલ્લાહના હુકમ સિવાય મરણ પામતો નથી (પણ) લખાયેલ (નક્કી થયેલ) સમયે જ; અને જે કોઇ આ દુનિયામાં બદલો ઇચ્છશે અમે તેને તેમાંથી કાંઇક આપીશું, અને જે આખેરતમાં બદલો ઇચ્છશે તેને અમે તેમાંથી કાંઇક આપીશું; અને નજીકમાંજ અમે શુક્ર ગુઝારોને સારો બદલો આપીશું.
وَ کَاَیِّنۡ مِّنۡ نَّبِیٍّ قٰتَلَ ۙ مَعَہٗ رِبِّیُّوۡنَ کَثِیۡرٌ ۚ فَمَا وَہَنُوۡا لِمَاۤ اَصَابَہُمۡ فِیۡ سَبِیۡلِ اللّٰہِ وَ مَا ضَعُفُوۡا وَ مَا اسۡتَکَانُوۡا ؕ وَ اللّٰہُ یُحِبُّ الصّٰبِرِیۡنَ ﴿۱۴۶﴾
(૧૪૬) અને ઘણાંય નબીઓ હતા કે જેમની હિમાયતમાં અલ્લાહવાળાઓ (ઘણી) મોટી સંખ્યામાં લડયા હતા, અને પછી અલ્લાહની રાહમાં તેમના પર જે મુસીબત પડી હતી તેનાથી ન તેઓ હિમ્મત હાર્યા, ન કમજોર થયા, તેમજ (દુશ્મનો સામે) ન હલકા પડ્યા હતા; અને અલ્લાહ સબ્ર કરનારાઓને દોસ્ત રાખે છે.
وَ مَا کَانَ قَوۡلَہُمۡ اِلَّاۤ اَنۡ قَالُوۡا رَبَّنَا اغۡفِرۡ لَنَا ذُنُوۡبَنَا وَ اِسۡرَافَنَا فِیۡۤ اَمۡرِنَا وَ ثَبِّتۡ اَقۡدَامَنَا وَ انۡصُرۡنَا عَلَی الۡقَوۡمِ الۡکٰفِرِیۡنَ ﴿۱۴۷﴾
(૧૪૭) અને તેમનું કહેવું આ સિવાય કાંઈ ન હતું કે અય અમારા પરવરદિગાર! અમારા ગુનાહોને તથા અમારા મામલાઓમાંના ઇસ્રાફને માફ કરી દે તથા અમને સાબિત કદમ રાખ અને નાસ્તિકો સામે અમારી મદદ કર.
سَنُلۡقِیۡ فِیۡ قُلُوۡبِ الَّذِیۡنَ کَفَرُوا الرُّعۡبَ بِمَاۤ اَشۡرَکُوۡا بِاللّٰہِ مَا لَمۡ یُنَزِّلۡ بِہٖ سُلۡطٰنًا ۚ وَ مَاۡوٰىہُمُ النَّارُ ؕ وَ بِئۡسَ مَثۡوَی الظّٰلِمِیۡنَ ﴿۱۵۱﴾
(૧૫૧) નજીકમાં અમે નાસ્તિકોના દિલોમાં રોઅબ (દબદબો) નાખી દઈશું. કારણ કે તેમણે એવાને અલ્લાહના શરીક બનાવ્યા છે કે જેના વિશે અલ્લાહે કોઈ દલીલ નાઝિલ કરી નથી, અને તેમનું ઠેકાણું જહન્નમ છે; અને ઝાલિમોનું રહેઠાણ ઘણું જ ખરાબ છે.
وَ لَقَدۡ صَدَقَکُمُ اللّٰہُ وَعۡدَہٗۤ اِذۡ تَحُسُّوۡنَہُمۡ بِاِذۡنِہٖ ۚ حَتّٰۤی اِذَا فَشِلۡتُمۡ وَ تَنَازَعۡتُمۡ فِی الۡاَمۡرِ وَ عَصَیۡتُمۡ مِّنۡۢ بَعۡدِ مَاۤ اَرٰىکُمۡ مَّا تُحِبُّوۡنَ ؕ مِنۡکُمۡ مَّنۡ یُّرِیۡدُ الدُّنۡیَا وَ مِنۡکُمۡ مَّنۡ یُّرِیۡدُ الۡاٰخِرَۃَ ۚ ثُمَّ صَرَفَکُمۡ عَنۡہُمۡ لِیَبۡتَلِیَکُمۡ ۚ وَ لَقَدۡ عَفَا عَنۡکُمۡ ؕ وَ اللّٰہُ ذُوۡ فَضۡلٍ عَلَی الۡمُؤۡمِنِیۡنَ ﴿۱۵۲﴾
(૧૫૨) અને ખરેખર અલ્લાહે તમારી સાથે કરેલો વાયદો ત્યારે પૂરો કરી દેખાડયો જ્યારે કે તમે તેની રજાથી તેઓ (નાસ્તિકો)ને કતલ કરતા હતા એટલે સુધી કે જ્યારે તમે હિમ્મત હારી ગયા અને આ બાબતે અંદરો અંદર કજિયો કરવા લાગ્યા, અને જે વસ્તુને તમે ચાહતા હતા (દુશ્મનો ઉપર ફતેહ) તે અલ્લાહે દેખાડયા પછી તમોએ નાફરમાની કરી; તમારામાંથી અમુક દુનિયાને ચાહનારા હતા અને તમારામાંથી અમુક આખેરતને ચાહનારા હતા, પછી તેણે તમને તેઓ (નાસ્તિકો)થી દૂર કર્યા કે જેથી તે તમારૂ ઇમ્તેહાન લે, અને પછી ખરેખર અલ્લાહે તમારાથી દરગુજર કરી; અને અલ્લાહ મોઅમીનો પર ફઝલો કરમ કરવાવાળો છે.
اِذۡ تُصۡعِدُوۡنَ وَ لَا تَلۡوٗنَ عَلٰۤی اَحَدٍ وَّ الرَّسُوۡلُ یَدۡعُوۡکُمۡ فِیۡۤ اُخۡرٰىکُمۡ فَاَثَابَکُمۡ غَمًّۢا بِغَمٍّ لِّکَیۡلَا تَحۡزَنُوۡا عَلٰی مَا فَاتَکُمۡ وَ لَا مَاۤ اَصَابَکُمۡ ؕ وَ اللّٰہُ خَبِیۡرٌۢ بِمَا تَعۡمَلُوۡنَ ﴿۱۵۳﴾
(૧૫૩) એ સમયને યાદ કરો જ્યારે તમે બુલંદી તરફ જઇ રહ્યા હતા, અને કોઇ (તરફ) પાછુ ફરીને જોતા પણ ન હતા અને પાછળથી રસૂલ તમને બોલાવી રહ્યા હતા, પછી અલ્લાહે તમને દુ:ખ ઉપર દુ:ખ આપ્યું, જેથી તમારા હાથમાંથી કોઇ ચીઝ જતી રહેવા ઉપર ન ગમગીન થાવ અને તમારા ઉપર કોઇ મુસીબત આવી પડવા ઉપર ન અફસોસ કરો; અને અલ્લાહ તમારા આમાલથી સારી રીતે વાકેફ છે.
ثُمَّ اَنۡزَلَ عَلَیۡکُمۡ مِّنۡۢ بَعۡدِ الۡغَمِّ اَمَنَۃً نُّعَاسًا یَّغۡشٰی طَآئِفَۃً مِّنۡکُمۡ ۙ وَ طَآئِفَۃٌ قَدۡ اَہَمَّتۡہُمۡ اَنۡفُسُہُمۡ یَظُنُّوۡنَ بِاللّٰہِ غَیۡرَ الۡحَقِّ ظَنَّ الۡجَاہِلِیَّۃِ ؕ یَقُوۡلُوۡنَ ہَلۡ لَّنَا مِنَ الۡاَمۡرِ مِنۡ شَیۡءٍ ؕ قُلۡ اِنَّ الۡاَمۡرَ کُلَّہٗ لِلّٰہِ ؕ یُخۡفُوۡنَ فِیۡۤ اَنۡفُسِہِمۡ مَّا لَا یُبۡدُوۡنَ لَکَ ؕ یَقُوۡلُوۡنَ لَوۡ کَانَ لَنَا مِنَ الۡاَمۡرِ شَیۡءٌ مَّا قُتِلۡنَا ہٰہُنَا ؕ قُلۡ لَّوۡ کُنۡتُمۡ فِیۡ بُیُوۡتِکُمۡ لَبَرَزَ الَّذِیۡنَ کُتِبَ عَلَیۡہِمُ الۡقَتۡلُ اِلٰی مَضَاجِعِہِمۡ ۚ وَ لِیَبۡتَلِیَ اللّٰہُ مَا فِیۡ صُدُوۡرِکُمۡ وَ لِیُمَحِّصَ مَا فِیۡ قُلُوۡبِکُمۡ ؕ وَ اللّٰہُ عَلِیۡمٌۢ بِذَاتِ الصُّدُوۡرِ ﴿۱۵۴﴾
(૧૫૪) પછી અલ્લાહે તે દુ:ખ બાદ તમારા ઉપર સલામતી ઉતારી (જે) એક સુકુનવાળી નીંદર કે જે તમારામાંના એક સમૂહ ઉપર છવાઈ ગઈ, અને બીજો સમૂહ ચિંતામાં જ સપડાઈ ગયો હતો અને જાહેલીયતના ઝમાના જેવા ખોટા વિચારો અલ્લાહ વિશે કરવા લાગ્યો; (અને) કહેતા હતા શું આ જંગના મામલામાં અમારો કાંઇ ઇખ્તેયાર છે ? કહે, બેશક મામલો સંપૂર્ણ રીતે અલ્લાહના હાથમાં છે; તેઓ પોતાના મનમાં એવું કાંઈ છૂપાવી રહ્યા છે જે તારા પર જાહેર નથી કરતા; તેઓ કહેતા હતા કે જો આ મામલામાં અમારો કાંઈ ઇખ્તેયાર હોત તો અમે અહી મરત નહિ; કહે કે જો તમે તમારા ઘરોમાં પણ હોત તો પણ જેના માટે માર્યા જવાનું લખાઈ ચૂકયું હતું તેઓ પોતાના માર્યા જવાની જગ્યાએ જરૂર નીકળી આવતે, અને આ એટલા માટે કે અલ્લાહ જે તમારા દિલોમાં છે તેનું ઇમ્તેહાન કરી લે, તથા જે કાંઈ તમારા દિલોમાં છે તેને પાક કરી દે; અને જે કાંઇ દિલોમાં છે તેને અલ્લાહ સારી રીતે જાણે છે.
اِنَّ الَّذِیۡنَ تَوَلَّوۡا مِنۡکُمۡ یَوۡمَ الۡتَقَی الۡجَمۡعٰنِ ۙ اِنَّمَا اسۡتَزَلَّہُمُ الشَّیۡطٰنُ بِبَعۡضِ مَا کَسَبُوۡا ۚ وَ لَقَدۡ عَفَا اللّٰہُ عَنۡہُمۡ ؕ اِنَّ اللّٰہَ غَفُوۡرٌ حَلِیۡمٌ ﴿۱۵۵﴾٪
(૧૫૫) બેશક જે દિવસે બે લશ્કરો સામસામે આવી ગયા (તે દિવસે) તમારામાંથી જે લોકોએ (મેદાનમાંથી) પીઠ ફેરવી તેનું કારણ એ સિવાય બીજાં કાંઈ ન હતું કે તેમણે કરેલા અમુક બૂરા કાર્યોને લીધે શૈતાને તેમને બહેકાવ્યા હતા, અને ખરેખર અલ્લાહે તેમનાથી દરગુજર કરી; બેશક અલ્લાહ સહનશીલ માફ કરનાર છે.
یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡا لَا تَکُوۡنُوۡا کَالَّذِیۡنَ کَفَرُوۡا وَ قَالُوۡا لِاِخۡوَانِہِمۡ اِذَا ضَرَبُوۡا فِی الۡاَرۡضِ اَوۡ کَانُوۡا غُزًّی لَّوۡ کَانُوۡا عِنۡدَنَا مَا مَاتُوۡا وَ مَا قُتِلُوۡا ۚ لِیَجۡعَلَ اللّٰہُ ذٰلِکَ حَسۡرَۃً فِیۡ قُلُوۡبِہِمۡ ؕ وَ اللّٰہُ یُحۡیٖ وَ یُمِیۡتُ ؕ وَ اللّٰہُ بِمَا تَعۡمَلُوۡنَ بَصِیۡرٌ ﴿۱۵۶﴾
(૧૫૬) અય ઈમાન લાવનારાઓ! તમે તેમના જેવા ન થાઓ કે જેઓ નાસ્તિક થઇ ગયા અને પોતાના (દીની) ભાઈઓના સંબંધમાં જ્યારે તેઓ મુસાફરીમાં ગયા અથવા જેહાદમાં હાજર થયા ત્યારે તેઓએ કહ્યુ કે જો તેઓ અમારી સાથે હોત તો મરણ ન પામતે અને ન કત્લ થાત, જેથી અલ્લાહ આ વાત (ઉપર ઘ્યાન ન દેવુ) તેઓ (નાસ્તિકો)ના દિલોમાં ખેદ (નું કારણ) બનાવી દે; જો કે અલ્લાહ જ જીવાડે છે અને મારે છે; અને તમે જે કાંઇ કરો છો તેને અલ્લાહ જોઇ રહ્યો છે.
فَبِمَا رَحۡمَۃٍ مِّنَ اللّٰہِ لِنۡتَ لَہُمۡ ۚ وَ لَوۡ کُنۡتَ فَظًّا غَلِیۡظَ الۡقَلۡبِ لَانۡفَضُّوۡا مِنۡ حَوۡلِکَ ۪ فَاعۡفُ عَنۡہُمۡ وَ اسۡتَغۡفِرۡ لَہُمۡ وَ شَاوِرۡہُمۡ فِی الۡاَمۡرِ ۚ فَاِذَا عَزَمۡتَ فَتَوَکَّلۡ عَلَی اللّٰہِ ؕ اِنَّ اللّٰہَ یُحِبُّ الۡمُتَوَکِّلِیۡنَ ﴿۱۵۹﴾
(૧૫૯) અલ્લાહની રહેમતના કારણે તેં તેમની સાથે નમ્ર વર્તન ચલાવ્યું, પણ જો તું (પયગંબર સ.અ.વ.) સખત મિઝાજ અને સખત દિલનો હોત તો તેઓ તારી પાસેથી (ચોક્કસ) વિખેરાઈ ગયા હોત, માટે તું તેમનાથી દરગુજર કર અને તેમના માટે ઇસ્તગફાર કર તથા તેમની સાથે મામલાઓમાં સલાહ મશવેરો કર્યા કર, અને (સલાહ કર્યા પછી) જ્યારે કોઈ વાતનો ઇરાદો તું કરી લે ત્યારે અલ્લાહ પર આધાર રાખ; બેશક અલ્લાહ (આવા) આધાર રાખનારાઓને દોસ્ત રાખે છે.
اِنۡ یَّنۡصُرۡکُمُ اللّٰہُ فَلَا غَالِبَ لَکُمۡ ۚ وَ اِنۡ یَّخۡذُلۡکُمۡ فَمَنۡ ذَا الَّذِیۡ یَنۡصُرُکُمۡ مِّنۡۢ بَعۡدِہٖ ؕ وَ عَلَی اللّٰہِ فَلۡیَتَوَکَّلِ الۡمُؤۡمِنُوۡنَ ﴿۱۶۰﴾
(૧૬૦) અગર અલ્લાહ તમારી મદદ કરે તો તમારા ઉપર કોઈ પણ ગાલિબ થઇ શકતો નથી, અને જો તે તમારી મદદ કરવાનું મૂકી દે તો તેના પછી એવો કોણ છે જે તમારી મદદ કરે ? અને મોઅમીનો ફકત અલ્લાહ ઉપર જ આધાર રાખે છે.
وَ مَا کَانَ لِنَبِیٍّ اَنۡ یَّغُلَّ ؕ وَ مَنۡ یَّغۡلُلۡ یَاۡتِ بِمَا غَلَّ یَوۡمَ الۡقِیٰمَۃِ ۚ ثُمَّ تُوَفّٰی کُلُّ نَفۡسٍ مَّا کَسَبَتۡ وَ ہُمۡ لَا یُظۡلَمُوۡنَ ﴿۱۶۱﴾
(૧૬૧) અને કોઇ નબી ખયાનત કરતા નથી; અને જે કોઇ આવુ કરે તો કયામતના દિવસે જે ચીઝમાં ખયાનત કરી હશે તેની સાથે હાજર કરવામાં આવશે, પછી દરેકને તેના કર્મોનો પૂરેપૂરો બદલો આપવામાં આવશે અને તેમના પર કાંઇપણ ઝુલ્મ કરવામાં આવશે નહિ.
لَقَدۡ مَنَّ اللّٰہُ عَلَی الۡمُؤۡمِنِیۡنَ اِذۡ بَعَثَ فِیۡہِمۡ رَسُوۡلًا مِّنۡ اَنۡفُسِہِمۡ یَتۡلُوۡا عَلَیۡہِمۡ اٰیٰتِہٖ وَ یُزَکِّیۡہِمۡ وَ یُعَلِّمُہُمُ الۡکِتٰبَ وَ الۡحِکۡمَۃَ ۚ وَ اِنۡ کَانُوۡا مِنۡ قَبۡلُ لَفِیۡ ضَلٰلٍ مُّبِیۡنٍ ﴿۱۶۴﴾
(૧૬૪) બેશક અલ્લાહે મોઅમીનો પર (મોટો) એહસાન કર્યો કે તેઓમાંથી જ એક રસૂલને મબઉસ કર્યા, જે તેઓને અલ્લાહની આયતો વાંચી સંભળાવે તથા તેમને પાક કરે છે અને કિતાબ તથા હિકમતની તાલીમ આપે છે, જો કે તેઓ આ પહેલાં ખુલ્લી ગુમરાહીમાં હતા.
اَوَ لَمَّاۤ اَصَابَتۡکُمۡ مُّصِیۡبَۃٌ قَدۡ اَصَبۡتُمۡ مِّثۡلَیۡہَا ۙ قُلۡتُمۡ اَنّٰی ہٰذَا ؕ قُلۡ ہُوَ مِنۡ عِنۡدِ اَنۡفُسِکُمۡ ؕ اِنَّ اللّٰہَ عَلٰی کُلِّ شَیۡءٍ قَدِیۡرٌ ﴿۱۶۵﴾
(૧૬૫) શું જ્યારે તમારા ઉપર (જંગે ઓહદમાં) એવી મુસીબત આવી પડી કે જેનાથી ખરેખર બમણી (મુસીબત) તમે પોતેજ (નાસ્તિકોને) પહોંચાડી ચૂકયા હતા, તેમ કહ્યુ કે આ (મુસીબત) અમારા પર કયાંથી ? તું કહે કે એ તમારા પોતાના (અમલના) કારણે છે; બેશક અલ્લાહ દરેક વસ્તુ પર કુદરત ધરાવનાર છે.
وَ لِیَعۡلَمَ الَّذِیۡنَ نَافَقُوۡا ۚۖ وَ قِیۡلَ لَہُمۡ تَعَالَوۡا قَاتِلُوۡا فِیۡ سَبِیۡلِ اللّٰہِ اَوِ ادۡفَعُوۡا ؕ قَالُوۡا لَوۡ نَعۡلَمُ قِتَالًا لَّا تَّبَعۡنٰکُمۡ ؕ ہُمۡ لِلۡکُفۡرِ یَوۡمَئِذٍ اَقۡرَبُ مِنۡہُمۡ لِلۡاِیۡمَانِ ۚ یَقُوۡلُوۡنَ بِاَفۡوَاہِہِمۡ مَّا لَیۡسَ فِیۡ قُلُوۡبِہِمۡ ؕ وَ اللّٰہُ اَعۡلَمُ بِمَا یَکۡتُمُوۡنَ ﴿۱۶۷﴾ۚ
(૧૬૭) અને તેમને પણ જાણી લે કે જેઓ મુનાફીક હતા, અને તેમને કહેવામાં આવ્યું કે આવો, અલ્લાહની રાહમાં લડો અથવા બચાવ કરો; ત્યારે તેઓએ કહ્યું કે જો અમને ખબર હોત કે લડાઇ થશે તો અમે તમારી પૈરવી ન કરત, તે દિવસે તેઓ ઈમાન કરતાં કુફ્રની વધુ નજીક હતા, તેઓ પોતાના મોઢેથી જે કાંઇ કહે છે તે તેમના દિલમાં નથી; જો કે તેઓ જે કાંઈ સંતાડે છે તેનાથી અલ્લાહ સારી રીતે વાકેફ છે.
اَلَّذِیۡنَ قَالُوۡا لِاِخۡوَانِہِمۡ وَ قَعَدُوۡا لَوۡ اَطَاعُوۡنَا مَا قُتِلُوۡا ؕ قُلۡ فَادۡرَءُوۡا عَنۡ اَنۡفُسِکُمُ الۡمَوۡتَ اِنۡ کُنۡتُمۡ صٰدِقِیۡنَ ﴿۱۶۸﴾
(૧૬૮) જે લોકો (પોતાના ઘરોમાં) બેસી રહ્યા તેઓ (લડાઈમાં માર્યા ગએલા) તેમના ભાઈઓ સંબંધી કહેવા લાગ્યા કે જો તેઓ અમારૂં કહેવું માનતે તો માર્યા જતે નહિ; તું તેમને કહે કે જો તમે સાચા હોવ તો તમારા પોતાથી મૌતને ટાળી દો.
فَرِحِیۡنَ بِمَاۤ اٰتٰہُمُ اللّٰہُ مِنۡ فَضۡلِہٖ ۙ وَ یَسۡتَبۡشِرُوۡنَ بِالَّذِیۡنَ لَمۡ یَلۡحَقُوۡا بِہِمۡ مِّنۡ خَلۡفِہِمۡ ۙ اَلَّا خَوۡفٌ عَلَیۡہِمۡ وَ لَا ہُمۡ یَحۡزَنُوۡنَ ﴿۱۷۰﴾ۘ
(૧૭૦) અલ્લાહે પોતાના ફઝલથી તેમને જે કાંઈ આપ્યું છે તેનાથી તેઓ ખુશ છે, અને જે લોકો પાછળ રહી ગયા છે હજી તેમના સુધી પહોંચ્યા નથી, તેમના વિશે ખુશખબર મેળવે છે કે ન તેમના પર કોઈ જાતનો ખૌફ હશે. તેમજ ન તેઓ દિલગીર થશે.
اَلَّذِیۡنَ اسۡتَجَابُوۡا لِلّٰہِ وَ الرَّسُوۡلِ مِنۡۢ بَعۡدِ مَاۤ اَصَابَہُمُ الۡقَرۡحُ ؕۛ لِلَّذِیۡنَ اَحۡسَنُوۡا مِنۡہُمۡ وَ اتَّقَوۡا اَجۡرٌ عَظِیۡمٌ ﴿۱۷۲﴾ۚ
(૧૭૨) (જંગે ઓહદમાં) જેમને ઘા લાગી ચૂકયા પછી પણ અલ્લાહ તથા રસૂલની દાવત પર લબ્બૈક કહ્યું, તેઓમાંથી જેમણે નેક આમાલ કર્યા અને પરહેઝગારી કરી તેમના માટે અઝીમ અજ્ર છે.
اَلَّذِیۡنَ قَالَ لَہُمُ النَّاسُ اِنَّ النَّاسَ قَدۡ جَمَعُوۡا لَکُمۡ فَاخۡشَوۡہُمۡ فَزَادَہُمۡ اِیۡمَانًا ٭ۖ وَّ قَالُوۡا حَسۡبُنَا اللّٰہُ وَ نِعۡمَ الۡوَکِیۡلُ ﴿۱۷۳﴾
(૧૭૩) તેઓને લોકોએ કહ્યું કે ખરેખર લોકો તમારા (મુકાબલા) માટે (મોટા લશ્કર સાથે) ભેગા થઇ ગયા છે માટે તેમનાથી ડરો, છતાં તેઓના ઇમાનમાં વધારો થયો, અને તેઓએ કહ્યું કે અલ્લાહ અમારા માટે કાફી છે અને તે બેહતરીન મદદગાર છે.
فَانۡقَلَبُوۡا بِنِعۡمَۃٍ مِّنَ اللّٰہِ وَ فَضۡلٍ لَّمۡ یَمۡسَسۡہُمۡ سُوۡٓءٌ ۙ وَّ اتَّبَعُوۡا رِضۡوَانَ اللّٰہِ ؕ وَ اللّٰہُ ذُوۡ فَضۡلٍ عَظِیۡمٍ ﴿۱۷۴﴾
(૧૭૪) જેથી તેઓ અલ્લાહની નેઅમત તથા ફઝલ સાથે પાછા ફર્યા અને તેમને કાંઈપણ તકલીફ પહોંચી નહિ અને તેઓએ અલ્લાહની ખુશનુદીની પૈરવી કરી; અને અલ્લાહ અઝીમ ફઝલનો માલિક છે.
وَ لَا یَحۡزُنۡکَ الَّذِیۡنَ یُسَارِعُوۡنَ فِی الۡکُفۡرِ ۚ اِنَّہُمۡ لَنۡ یَّضُرُّوا اللّٰہَ شَیۡئًا ؕ یُرِیۡدُ اللّٰہُ اَلَّا یَجۡعَلَ لَہُمۡ حَظًّا فِی الۡاٰخِرَۃِ ۚ وَ لَہُمۡ عَذَابٌ عَظِیۡمٌ ﴿۱۷۶﴾
(૧૭૬) અને જે લોકો કુફ્ર માટે ઉતાવળ કરે છે તે (વાત) તને દુ:ખ ન પહોંચાડે કારણકે તેઓ અલ્લાહને કાંઇપણ નુકસાન પહોંચાડી શકશે નહિ; અલ્લાહ ચાહે છે કે આખેરતમાં તેમનો કાંઈ હિસ્સો બાકી ન રહે, અને તેમના માટે મોટો અઝાબ હશે.
وَ لَا یَحۡسَبَنَّ الَّذِیۡنَ کَفَرُوۡۤا اَنَّمَا نُمۡلِیۡ لَہُمۡ خَیۡرٌ لِّاَنۡفُسِہِمۡ ؕ اِنَّمَا نُمۡلِیۡ لَہُمۡ لِیَزۡدَادُوۡۤا اِثۡمًا ۚ وَ لَہُمۡ عَذَابٌ مُّہِیۡنٌ ﴿۱۷۸﴾
(૧૭૮) અને જે લોકો ઈમાન નથી લાવ્યા તેઓ કદી પણ એવું ગુમાન ન કરે કે અમે જે મોહલત તેમને આપીએ છીએ તે તેમના માટે લાભદાઈ છે; અમે તેમને મોહલત માત્ર એટલા માટે આપીએ છીએ કે ગુનાહ વધારે કરે, અને તેમના માટે ઝલીલ કરનારો અઝાબ (તૈયાર) છે.
مَا کَانَ اللّٰہُ لِیَذَرَ الۡمُؤۡمِنِیۡنَ عَلٰی مَاۤ اَنۡتُمۡ عَلَیۡہِ حَتّٰی یَمِیۡزَ الۡخَبِیۡثَ مِنَ الطَّیِّبِ ؕ وَ مَا کَانَ اللّٰہُ لِیُطۡلِعَکُمۡ عَلَی الۡغَیۡبِ وَ لٰکِنَّ اللّٰہَ یَجۡتَبِیۡ مِنۡ رُّسُلِہٖ مَنۡ یَّشَآءُ ۪ فَاٰمِنُوۡا بِاللّٰہِ وَ رُسُلِہٖ ۚ وَ اِنۡ تُؤۡمِنُوۡا وَ تَتَّقُوۡا فَلَکُمۡ اَجۡرٌ عَظِیۡمٌ ﴿۱۷۹﴾
(૧૭૯) એવું નથી કે અલ્લાહ મોઅમીનોને તેની તેજ હાલતમાં મૂકી દેશે, પરંતુ પાક લોકોને ખબીસથી જુદા પાડી નાખશે, અને એવું પણ નથી કે અલ્લાહ તમોને ગેબની વાતોથી વાકેફ કરે, પરંતુ અલ્લાહ પોતાના રસૂલોમાંથી જેને ચાહે તેને (ગૈબની જાણકારી દેવા માટે) ચૂંટી કાઢે છે, માટે તમે અલ્લાહ તથા તેના રસૂલો પર ઈમાન લાવો, અને અગર તમે ઈમાન લાવશો અને પરહેઝગાર બનશો તો તમારા માટે ઘણો મોટો બદલો છે.
وَ لَا یَحۡسَبَنَّ الَّذِیۡنَ یَبۡخَلُوۡنَ بِمَاۤ اٰتٰہُمُ اللّٰہُ مِنۡ فَضۡلِہٖ ہُوَ خَیۡرًا لَّہُمۡ ؕ بَلۡ ہُوَ شَرٌّ لَّہُمۡ ؕ سَیُطَوَّقُوۡنَ مَا بَخِلُوۡا بِہٖ یَوۡمَ الۡقِیٰمَۃِ ؕ وَ لِلّٰہِ مِیۡرَاثُ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ ؕ وَ اللّٰہُ بِمَا تَعۡمَلُوۡنَ خَبِیۡرٌ ﴿۱۸۰﴾٪
(૧૮૦) અને જેઓ કંજૂસાઇ કરે છે તે (ચીઝોને ખર્ચ કરવા)માં જેને અલ્લાહે પોતાના ફઝલ (મહેરબાની)થી આપેલ છે, તેઓ એવું ગુમાન ન કરે કે તેમની આ (કંજૂસાઈ) તેમના માટે સારી છે; બલ્કે તે તેમના માટે ખરાબ છે; જે વસ્તુઓના સંબંધમાં તેઓ કંજૂસાઈ કરતા હતા, કયામતના દિવસે તૌક બનાવી તેમને પહેરાવવામાં આવશે; અને તમામ આકાશો તથા ઝમીનનો વારસદાર અલ્લાહ જ છે; અને જે કાંઈ તમે કરો છો અલ્લાહ તેનો જાણનાર છે.
لَقَدۡ سَمِعَ اللّٰہُ قَوۡلَ الَّذِیۡنَ قَالُوۡۤا اِنَّ اللّٰہَ فَقِیۡرٌ وَّ نَحۡنُ اَغۡنِیَآءُ ۘ سَنَکۡتُبُ مَا قَالُوۡا وَ قَتۡلَہُمُ الۡاَنۡۢبِیَآءَ بِغَیۡرِ حَقٍّ ۙ وَّ نَقُوۡلُ ذُوۡقُوۡا عَذَابَ الۡحَرِیۡقِ ﴿۱۸۱﴾
(૧૮૧) ખરેખર અલ્લાહે તે લોકોની વાતો સાંભળી છે જેમણે કહ્યું કે અલ્લાહ તો ફકીર છે, અને અમે તવંગર છીએ; તેમણે જે કાંઈ કહ્યું છે તે અને તેમનું નબીઓને નાહક મારી નાખવું અમે જરૂર લખીએ છીએ, અને અમે કહીશું કે ધગધગતી આગની સજાની મજા ચાખો.
اَلَّذِیۡنَ قَالُوۡۤا اِنَّ اللّٰہَ عَہِدَ اِلَیۡنَاۤ اَلَّا نُؤۡمِنَ لِرَسُوۡلٍ حَتّٰی یَاۡتِیَنَا بِقُرۡبَانٍ تَاۡکُلُہُ النَّارُ ؕ قُلۡ قَدۡ جَآءَکُمۡ رُسُلٌ مِّنۡ قَبۡلِیۡ بِالۡبَیِّنٰتِ وَ بِالَّذِیۡ قُلۡتُمۡ فَلِمَ قَتَلۡتُمُوۡہُمۡ اِنۡ کُنۡتُمۡ صٰدِقِیۡنَ ﴿۱۸۳﴾
(૧૮૩) જેઓ આ કહે છે કે અલ્લાહે અમારી પાસેથી વચન લઈ લીધું છે કે અમે કોઈ પણ રસૂલ પર ઈમાન ન લાવીએ, જ્યાં સુધી કે તે (રસૂલ) અમારી સામે એવી એક કુરબાની રજૂ ન કરે કે જેને (આસમાની) આગ ખાઈ જાય; તું કહે કે મારી પહેલાં (ઘણાંય) રસૂલો ખુલ્લી દલીલો લઈને તમારી પાસે આવ્યા હતા અને તમે જે કાંઈ કહો છો તે પણ લાવ્યા હતા જો તમે સાચા છો તો પછી તમોએ તેમને શા માટે કતલ કર્યા?
کُلُّ نَفۡسٍ ذَآئِقَۃُ الۡمَوۡتِ ؕ وَ اِنَّمَا تُوَفَّوۡنَ اُجُوۡرَکُمۡ یَوۡمَ الۡقِیٰمَۃِ ؕ فَمَنۡ زُحۡزِحَ عَنِ النَّارِ وَ اُدۡخِلَ الۡجَنَّۃَ فَقَدۡ فَازَ ؕ وَ مَا الۡحَیٰوۃُ الدُّنۡیَاۤ اِلَّا مَتَاعُ الۡغُرُوۡرِ ﴿۱۸۵﴾
(૧૮૫) દરેક નફસ મૌતની મજા ચાખનાર છે; અને કયામતના દિવસે તમને મુકમ્મલ અજ્ર આપવામાં આવશે; માટે જે કોઈ જહન્નમની આગથી બચાવી લેવામાં આવ્યો અને જન્નતમાં દાખલ કરવામાં આવ્યો, ખરે જ તે કામ્યાબ થયો; અને દુનિયાનું જીવન ધોકો આપનાર માઘ્યમ સિવાય બીજાં કાંઈ જ નથી.
لَتُبۡلَوُنَّ فِیۡۤ اَمۡوَالِکُمۡ وَ اَنۡفُسِکُمۡ ۟ وَ لَتَسۡمَعُنَّ مِنَ الَّذِیۡنَ اُوۡتُوا الۡکِتٰبَ مِنۡ قَبۡلِکُمۡ وَ مِنَ الَّذِیۡنَ اَشۡرَکُوۡۤا اَذًی کَثِیۡرًا ؕ وَ اِنۡ تَصۡبِرُوۡا وَ تَتَّقُوۡا فَاِنَّ ذٰلِکَ مِنۡ عَزۡمِ الۡاُمُوۡرِ ﴿۱۸۶﴾
(૧૮૬) તમને તમારા માલ અને જાનથી જરૂર અજમાવવામાં આવશે, અને તમારી પહેલાં જે લોકોને કિતાબ આપવામાં આવી છે તેમનાથી અને જેઓ શિર્ક કરનારા થઈ ગયા છે તેમનાથી તમે ઘણીયે દુ:ખદાયક વાતો જરૂર સાંભળશો; પણ જો તમે સબ્ર કરશો તથા પરહેઝગાર રહેશો તો બેશક તે મજબૂત (ઇરાદાવાળા) કામોમાંથી છે.
وَ اِذۡ اَخَذَ اللّٰہُ مِیۡثَاقَ الَّذِیۡنَ اُوۡتُوا الۡکِتٰبَ لَتُبَیِّنُنَّہٗ لِلنَّاسِ وَ لَا تَکۡتُمُوۡنَہٗ ۫ فَنَبَذُوۡہُ وَرَآءَ ظُہُوۡرِہِمۡ وَ اشۡتَرَوۡا بِہٖ ثَمَنًا قَلِیۡلًا ؕ فَبِئۡسَ مَا یَشۡتَرُوۡنَ ﴿۱۸۷﴾
(૧૮૭) અને જયારે જેમને કિતાબ આપવામાં આવી હતી તેમની પાસેથી અલ્લાહે વચન લીધું કે તમે તે (કિતાબ)ને લોકો સામે જરૂર વાઝેહ રીતે બયાન કરજો તથા તેને સંતાડજો નહિ! પરંતુ તેમણે આ (વચન)ને પીઠ પાછળ ફેંકી દીધુ તથા તેના બદલામાં નજીવી કિંમત લઈ લીધી; કેટલી ખરાબ (વસ્તુ) છે જે તેઓ ખરીદી રહ્યા છે!
لَا تَحۡسَبَنَّ الَّذِیۡنَ یَفۡرَحُوۡنَ بِمَاۤ اَتَوۡا وَّ یُحِبُّوۡنَ اَنۡ یُّحۡمَدُوۡا بِمَا لَمۡ یَفۡعَلُوۡا فَلَا تَحۡسَبَنَّہُمۡ بِمَفَازَۃٍ مِّنَ الۡعَذَابِ ۚ وَ لَہُمۡ عَذَابٌ اَلِیۡمٌ ﴿۱۸۸﴾
(૧૮૮) એવું ગુમાન ન કરો કે જે લોકો પોતાના કાર્યો પર ખુશ થાય છે અને ચાહે છે કે એવા (નેક) કાર્યો બદલ તેઓના વખાણ કરવામાં આવે જે તેઓએ નથી કર્યા, તેઓ અઝાબથી દૂર છે (પરંતુ) તેઓ માટે દર્દનાક અઝાબ છે.
الَّذِیۡنَ یَذۡکُرُوۡنَ اللّٰہَ قِیٰمًا وَّ قُعُوۡدًا وَّ عَلٰی جُنُوۡبِہِمۡ وَ یَتَفَکَّرُوۡنَ فِیۡ خَلۡقِ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ ۚ رَبَّنَا مَا خَلَقۡتَ ہٰذَا بَاطِلًا ۚ سُبۡحٰنَکَ فَقِنَا عَذَابَ النَّارِ ﴿۱۹۱﴾
(૧૯૧) કે જેઓ ઊભા ઊભા અને બેઠા (બેઠા) તથા પડખાભેર અલ્લાહને યાદ કરતા રહે છે અને આસમાનો તથા ઝમીનની ખિલકતમાં ગૌરો ફીક્ર કરે છે, (અને કહે છે) અમારા પરવરદિગાર! તેં આ બેકાર પૈદા કર્યુ નથી, તારી ઝાત પાક છે માટે અમને દોઝખની આગથી બચાવી લે.
رَبَّنَاۤ اِنَّنَا سَمِعۡنَا مُنَادِیًا یُّنَادِیۡ لِلۡاِیۡمَانِ اَنۡ اٰمِنُوۡا بِرَبِّکُمۡ فَاٰمَنَّا ٭ۖ رَبَّنَا فَاغۡفِرۡ لَنَا ذُنُوۡبَنَا وَ کَفِّرۡ عَنَّا سَیِّاٰتِنَا وَ تَوَفَّنَا مَعَ الۡاَبۡرَارِ ﴿۱۹۳﴾ۚ
(૧૯૩) અય અમારા પરવરદિગાર! બેશક અમોએ એક સાદ કરનારનો સાદ સાંભળ્યો કે તમે તમારા પરવરદિગાર પર ઈમાન લાવો જેથી અમે ઈમાન લાવ્યા; અય અમારા પરવરદિગાર! તું અમારા ગુનાહ માફ કરી દે તથા અમારી બૂરાઈઓને ઢાંકી દે અને અમારો અંત નેક બંદાઓ સાથે કર.
فَاسۡتَجَابَ لَہُمۡ رَبُّہُمۡ اَنِّیۡ لَاۤ اُضِیۡعُ عَمَلَ عَامِلٍ مِّنۡکُمۡ مِّنۡ ذَکَرٍ اَوۡ اُنۡثٰی ۚ بَعۡضُکُمۡ مِّنۡۢ بَعۡضٍ ۚ فَالَّذِیۡنَ ہَاجَرُوۡا وَ اُخۡرِجُوۡا مِنۡ دِیَارِہِمۡ وَ اُوۡذُوۡا فِیۡ سَبِیۡلِیۡ وَ قٰتَلُوۡا وَ قُتِلُوۡا لَاُکَفِّرَنَّ عَنۡہُمۡ سَیِّاٰتِہِمۡ وَ لَاُدۡخِلَنَّہُمۡ جَنّٰتٍ تَجۡرِیۡ مِنۡ تَحۡتِہَا الۡاَنۡہٰرُ ۚ ثَوَابًا مِّنۡ عِنۡدِ اللّٰہِ ؕ وَ اللّٰہُ عِنۡدَہٗ حُسۡنُ الثَّوَابِ ﴿۱۹۵﴾
(૧૯૫) પછી તેમના પરવરદિગારે તેમની દુઆ કબૂલ કરી (અને ફરમાવ્યું) કે હું તમારામાંથી કોઇ અમલ કરનારના અમલને બરબાદ થવા દઇશ નહિ ,પછી તે મર્દ હોય કે ઔરત, તમે એકબીજાથી છો, માટે જેઓએ હિજરત કરી અને જેઓને પોતાના ઘરોમાંથી કાઢી મૂકવામાં આવ્યા અને પરેશાન કરવામાં આવ્યા, અને જેઓએ મારી રાહમાં લડાઇ કરી અને તેમને મારી નાખવામાં આવ્યા, હું ચોક્કસ તેમની બૂરાઇઓને ઢાંકી દઇશ અને તેમને જન્નતોમાં દાખલ કરીશ જેમની નીચે નદીઓ વહે છે. અલ્લાહ તરફથી આ એક સવાબ છે અને અલ્લાહ પાસે (આનાથી પણ) બહેતરીન સવાબ છે.
لٰکِنِ الَّذِیۡنَ اتَّقَوۡا رَبَّہُمۡ لَہُمۡ جَنّٰتٌ تَجۡرِیۡ مِنۡ تَحۡتِہَا الۡاَنۡہٰرُ خٰلِدِیۡنَ فِیۡہَا نُزُلًا مِّنۡ عِنۡدِ اللّٰہِ ؕ وَ مَا عِنۡدَ اللّٰہِ خَیۡرٌ لِّلۡاَبۡرَارِ ﴿۱۹۸﴾
(૧૯૮) પરંતુ જે લોકો પોતાના પરવરદિગારની (નાફરમાની)થી બચે છે તેમના માટે બગીચાઓ છે જેની હેઠળ નદીઓ વહે છે તેઓ તેમાં હંમેશા રહેશે. (આ) અલ્લાહ તરફની તેઓની મહેમાન નવાઝી છે; અને અલ્લાહ પાસે જે છે તે નેક બંદાઓ માટે બેહતર છે.
وَ اِنَّ مِنۡ اَہۡلِ الۡکِتٰبِ لَمَنۡ یُّؤۡمِنُ بِاللّٰہِ وَ مَاۤ اُنۡزِلَ اِلَیۡکُمۡ وَ مَاۤ اُنۡزِلَ اِلَیۡہِمۡ خٰشِعِیۡنَ لِلّٰہِ ۙ لَا یَشۡتَرُوۡنَ بِاٰیٰتِ اللّٰہِ ثَمَنًا قَلِیۡلًا ؕ اُولٰٓئِکَ لَہُمۡ اَجۡرُہُمۡ عِنۡدَ رَبِّہِمۡ ؕ اِنَّ اللّٰہَ سَرِیۡعُ الۡحِسَابِ ﴿۱۹۹﴾
(૧૯૯) અને બેશક કિતાબવાળાઓમાંથી અમુક લોકો એવા છે કે જેઓ અલ્લાહની સામે નમ્ર રહીને (ખુશુઅ સાથે) તમારા પર અને જે તેઓ પર નાઝિલ કરવામાં આવ્યું છે તેના પર ઈમાન રાખે છે, તેઓ અલ્લાહની આયતોને નજીવી કિંમતમાં વેચી નાખતા નથી; આ તેઓ જ છે જેમના માટે તેમના પરવરિદગાર પાસે (નેક) બદલો છે; બેશક અલ્લાહ ઘણો ઝડપી હિસાબ કરનાર છે.
یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوا اصۡبِرُوۡا وَ صَابِرُوۡا وَ رَابِطُوۡا ۟ وَ اتَّقُوا اللّٰہَ لَعَلَّکُمۡ تُفۡلِحُوۡنَ ﴿۲۰۰﴾٪
(૨૦૦) અય ઈમાન લાવનારાઓ! (દુશ્મનના મુકાબલામાં) સબ્ર કરો અને સબ્ર કરવામાં એક બીજાની મદદ કરો અને (સરહદની હિફાઝતની તૈયારી માટે) એકબીજાની મદદ કરો; અને અલ્લાહ(ની નાફરમાની)થી બચતા રહો કે કદાચને તમે સફળતા પામો.