Al-Jathiya
سورة الجاثية
وَ اخۡتِلَافِ الَّیۡلِ وَ النَّہَارِ وَ مَاۤ اَنۡزَلَ اللّٰہُ مِنَ السَّمَآءِ مِنۡ رِّزۡقٍ فَاَحۡیَا بِہِ الۡاَرۡضَ بَعۡدَ مَوۡتِہَا وَ تَصۡرِیۡفِ الرِّیٰحِ اٰیٰتٌ لِّقَوۡمٍ یَّعۡقِلُوۡنَ ﴿۵﴾
(૫) અને રાત તથા દિવસની અવરજવરમાં, તથા તે રોઝીમાં કે જેને અલ્લાહ આસમાનથી નાઝિલ કરે છે કે જેનાથી ઝમીનને તેના ઉજ્જડ થયા પછી ફરીથી જીવંત કરે છે અને હવાઓના ચાલવામાં તે કોમ માટે નિશાનીઓ છે કે જે વિચારે છે.
یَّسۡمَعُ اٰیٰتِ اللّٰہِ تُتۡلٰی عَلَیۡہِ ثُمَّ یُصِرُّ مُسۡتَکۡبِرًا کَاَنۡ لَّمۡ یَسۡمَعۡہَا ۚ فَبَشِّرۡہُ بِعَذَابٍ اَلِیۡمٍ ﴿۸﴾
(૮) અલ્લાહની આયતો તિલાવત કરવામાં આવે છે તેને તે સાંભળે છે, પરંતુ તકબ્બૂરના કારણે અડગતાપૂર્વક વિરોધ કરે છે જાણે કે તેણે કાંઇ સાંભળ્યુ જ નથી; માટે એવા લોકોને દર્દનાક અઝાબની ખુશખબર આપ.
مِنۡ وَّرَآئِہِمۡ جَہَنَّمُ ۚ وَ لَا یُغۡنِیۡ عَنۡہُمۡ مَّا کَسَبُوۡا شَیۡئًا وَّ لَا مَا اتَّخَذُوۡا مِنۡ دُوۡنِ اللّٰہِ اَوۡلِیَآءَ ۚ وَ لَہُمۡ عَذَابٌ عَظِیۡمٌ ﴿ؕ۱۰﴾
(૧૦) તેમની પાછળ જહન્નમ છે; અને તેમણે જે કાંઇ કમાવ્યું છે તે અને જેમને તેઓએ અલ્લાહના સિવાય પોતાના સરપરસ્ત બનાવી લીધા છે તે (સરપરસ્તો) તેઓને (જહન્નમથી) નહી બચાવે અને તેમના માટે મોટો અઝાબ છે.
وَ لَقَدۡ اٰتَیۡنَا بَنِیۡۤ اِسۡرَآءِیۡلَ الۡکِتٰبَ وَ الۡحُکۡمَ وَ النُّبُوَّۃَ وَ رَزَقۡنٰہُمۡ مِّنَ الطَّیِّبٰتِ وَ فَضَّلۡنٰہُمۡ عَلَی الۡعٰلَمِیۡنَ ﴿ۚ۱۶﴾
(૧૬) અને બેશક અમોએ બની ઇસરાઇલને કિતાબ, હુકુમત અને નબુવ્વત આપી, તથા તેમને પાકીઝા રોઝી આપી, અને તેમને (તે સમયના) તમામ દુનિયાવાળા ઉપર ફઝીલત આપી.
وَ اٰتَیۡنٰہُمۡ بَیِّنٰتٍ مِّنَ الۡاَمۡرِ ۚ فَمَا اخۡتَلَفُوۡۤا اِلَّا مِنۡۢ بَعۡدِ مَا جَآءَہُمُ الۡعِلۡمُ ۙ بَغۡیًۢا بَیۡنَہُمۡ ؕ اِنَّ رَبَّکَ یَقۡضِیۡ بَیۡنَہُمۡ یَوۡمَ الۡقِیٰمَۃِ فِیۡمَا کَانُوۡا فِیۡہِ یَخۡتَلِفُوۡنَ ﴿۱۷﴾
(૧૭) અમોએ તેમને અમારા હુકમની ખુલ્લી નિશાનીઓ આપી અને તેઓએ ઇખ્તેલાફ ન કર્યો પણ ઇલ્મ આવી ગયા બાદ, આ ઇખ્તેલાફ પરસ્પર ઝુલ્મ (અને હસદ)ને કારણે હતો, બેશક તારો પરવરદિગાર કયામતના દિવસે તેમની વચ્ચે તે બધી બાબતોનો ફેસલો કરી દેશે જેમાં તેઓ ઇખ્તેલાફ કરતા હતા.
اَمۡ حَسِبَ الَّذِیۡنَ اجۡتَرَحُوا السَّیِّاٰتِ اَنۡ نَّجۡعَلَہُمۡ کَالَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ ۙ سَوَآءً مَّحۡیَاہُمۡ وَ مَمَاتُہُمۡ ؕ سَآءَ مَا یَحۡکُمُوۡنَ ﴿٪۲۱﴾
(૨૧) શું જેઓએ ખરાબ કાર્યો કર્યા તેઓ એમ સમજે છે કે અમે તેમને ઇમાન લાવ્યા અને નેક આમાલ કર્યા તેના જેવા (દરજ્જામાં) રાખશુ કે તેમની હયાત અને મૌત એક સરખી રહે ? કેટલો ખરાબ ફેસલો કરે છે!
اَفَرَءَیۡتَ مَنِ اتَّخَذَ اِلٰـہَہٗ ہَوٰىہُ وَ اَضَلَّہُ اللّٰہُ عَلٰی عِلۡمٍ وَّ خَتَمَ عَلٰی سَمۡعِہٖ وَ قَلۡبِہٖ وَ جَعَلَ عَلٰی بَصَرِہٖ غِشٰوَۃً ؕ فَمَنۡ یَّہۡدِیۡہِ مِنۡۢ بَعۡدِ اللّٰہِ ؕ اَفَلَا تَذَکَّرُوۡنَ ﴿۲۳﴾
(૨૩) શું તે એ શખ્સને જોયો કે જેણે પોતાની ખ્વાહીશોને ખુદા બનાવી લીધો છે અને અલ્લાહે (તેની અયોગ્યતા) જાણી તેને ગુમરાહ કરી દીધો છે અને તેના કાન અને દિલ પર મોહર મારી દીધી છે અને તેની આંખ પર પડદા પાડી દીધા છે. એવી હાલતમાં અલ્લાહ સિવાય કોણ તેની હિદાયત કરી શકે છે? શું તમારા ઘ્યાનમાં નથી આવતુ?
وَ قَالُوۡا مَا ہِیَ اِلَّا حَیَاتُنَا الدُّنۡیَا نَمُوۡتُ وَ نَحۡیَا وَ مَا یُہۡلِکُنَاۤ اِلَّا الدَّہۡرُ ۚ وَ مَا لَہُمۡ بِذٰلِکَ مِنۡ عِلۡمٍ ۚ اِنۡ ہُمۡ اِلَّا یَظُنُّوۡنَ ﴿۲۴﴾
(૨૪) તેઓએ કહ્યુ આ દુન્યવી જીવન સિવાય કંઇ નથી અમુક મરીએ છીએ અને બીજા અમુક તેની જગ્યા લઇ લ્યે છે. અમને હલાક નથી કરતો સિવાય કે સમય, આ બાબતનુ તેઓને ઇલ્મ નથી, ફકત અટકળો કરે છે.
وَ اِذَا تُتۡلٰی عَلَیۡہِمۡ اٰیٰتُنَا بَیِّنٰتٍ مَّا کَانَ حُجَّتَہُمۡ اِلَّاۤ اَنۡ قَالُوا ائۡتُوۡا بِاٰبَآئِنَاۤ اِنۡ کُنۡتُمۡ صٰدِقِیۡنَ ﴿۲۵﴾
(૨૫) અને જ્યારે અમારી ચોખ્ખી આયતો તેમની સામે તિલાવત કરવામાં આવે છે ત્યારે તેમની દલીલ આ સિવાય કાંઇ નથી કે તેઓ કહે કે જો તમે સાચુ કહો છો તો અમારા બાપદાદાઓને (જીવતા કરીને) લઇ આવો.
قُلِ اللّٰہُ یُحۡیِیۡکُمۡ ثُمَّ یُمِیۡتُکُمۡ ثُمَّ یَجۡمَعُکُمۡ اِلٰی یَوۡمِ الۡقِیٰمَۃِ لَا رَیۡبَ فِیۡہِ وَ لٰکِنَّ اَکۡثَرَ النَّاسِ لَا یَعۡلَمُوۡنَ ﴿٪۲۶﴾
(૨૬) તું કહે કે અલ્લાહ તમને જીવાડે છે પછી તમને મોત આપશે પછી તમને કયામતના દિવસે ભેગા કરશે કે જેમાં કોઇ શક નથી, પરંતુ લોકોમાંથી ઘણાં (આ વાત) જાણતા નથી.
وَ اِذَا قِیۡلَ اِنَّ وَعۡدَ اللّٰہِ حَقٌّ وَّ السَّاعَۃُ لَا رَیۡبَ فِیۡہَا قُلۡتُمۡ مَّا نَدۡرِیۡ مَا السَّاعَۃُ ۙ اِنۡ نَّظُنُّ اِلَّا ظَنًّا وَّ مَا نَحۡنُ بِمُسۡتَیۡقِنِیۡنَ ﴿۳۲﴾
(૩૨) અને જયારે કહેવામાં આવ્યું કે અલ્લાહનો વાયદો હક છે અને (કયામતની) ઘડીમાં કોઇ શક નથી ત્યારે તમે કહ્યું કે અમે નથી જાણતા કે (કયામતની) ઘડી શું છે? અમે તેને એક ગુમાન સમજીએ છીએ; અને અમે તેમાં યકીન નથી રાખતા.
وَ قِیۡلَ الۡیَوۡمَ نَنۡسٰکُمۡ کَمَا نَسِیۡتُمۡ لِقَآءَ یَوۡمِکُمۡ ہٰذَا وَ مَاۡوٰىکُمُ النَّارُ وَ مَا لَکُمۡ مِّنۡ نّٰصِرِیۡنَ ﴿۳۴﴾
(૩૪) અને તેમને કહેવામાં આવ્યુ કે આજે અમો તમને એવી જ રીતે ભૂલી જાશુ કે જેવી રીતે તમે આજના દિવસની મુલાકાતને ભૂલી ગયા અને તમારૂં ઠેકાણું જહન્નમ છે અને તમારો કોઇ મદદગાર નથી.
ذٰلِکُمۡ بِاَنَّکُمُ اتَّخَذۡتُمۡ اٰیٰتِ اللّٰہِ ہُزُوًا وَّ غَرَّتۡکُمُ الۡحَیٰوۃُ الدُّنۡیَا ۚ فَالۡیَوۡمَ لَا یُخۡرَجُوۡنَ مِنۡہَا وَ لَا ہُمۡ یُسۡتَعۡتَبُوۡنَ ﴿۳۵﴾
(૩૫) આ એ માટે કે તમોએ અલ્લાહની આયતોની મજાક ઉડાવ્યો, અને દુનિયાની ઝિંદગીએ તમને ધોખો આપ્યો! આજે તેમને અઝાબમાંથી બહાર કાઢવામાં નહિ આવે, અને તેમનુ કોઇ બહાનુ કબૂલ કરવામાં નહિં આવે.