અલ-કુરઆન

7

Al-Araf

سورة الأعراف


الٓـمّٓصٓ ۚ﴿۱﴾

(૧) અલિફ લામ મીમ સાદ.

کِتٰبٌ اُنۡزِلَ اِلَیۡکَ فَلَا یَکُنۡ فِیۡ صَدۡرِکَ حَرَجٌ مِّنۡہُ لِتُنۡذِرَ بِہٖ وَ ذِکۡرٰی لِلۡمُؤۡمِنِیۡنَ ﴿۲﴾

(૨) કિતાબ કે જે તારી ઉપર નાઝિલ કરવામાં આવી છે કે તેના વડે ડરાવવામાં તારા દિલમાં કોઇપણ જાતની તંગી (ભીંસ)નો અનુભવ ન થાય અને ઇમાનવાળાઓ માટે યાદદહાની બને.

اِتَّبِعُوۡا مَاۤ اُنۡزِلَ اِلَیۡکُمۡ مِّنۡ رَّبِّکُمۡ وَ لَا تَتَّبِعُوۡا مِنۡ دُوۡنِہٖۤ اَوۡلِیَآءَ ؕ قَلِیۡلًا مَّا تَذَکَّرُوۡنَ ﴿۳﴾

(૩) (અય લોકો !) તમારી પાસે તમારા પરવરદિગાર તરફથી જે કાંઇ નાઝિલ કરવામાં આવ્યું છે તેની તાબેદારી કરો અને તે (અલ્લાહ)ને મૂકી બીજા સરપરસ્તોની તાબેદારી કરો નહિ; તમે કેટલી ઓછી નસીહત લ્યો છો.

وَ کَمۡ مِّنۡ قَرۡیَۃٍ اَہۡلَکۡنٰہَا فَجَآءَہَا بَاۡسُنَا بَیَاتًا اَوۡ ہُمۡ قَآئِلُوۡنَ ﴿۴﴾

(૪) અને કેટલાય શહેરોનો અમે નાશ કરી દીધો અને અમારો અઝાબ તેમના ઉપર રાતના સમયે અથવા તેઓ બપોરના સૂઇ રહ્યા હતા ત્યારે આવી પહોંચ્યો.

فَمَا کَانَ دَعۡوٰىہُمۡ اِذۡ جَآءَہُمۡ بَاۡسُنَاۤ اِلَّاۤ اَنۡ قَالُوۡۤا اِنَّا کُنَّا ظٰلِمِیۡنَ ﴿۵﴾

(૫) પછી જ્યારે તેમના પર અમારો અઝાબ આવ્યો ત્યારે તેમની પોકાર એ સિવાય બીજી કાંઇ ન હતી “બેશક અમે ઝુલમગાર હતા.”

فَلَنَسۡـَٔلَنَّ الَّذِیۡنَ اُرۡسِلَ اِلَیۡہِمۡ وَ لَنَسۡـَٔلَنَّ الۡمُرۡسَلِیۡنَ ۙ﴿۶﴾

(૬) પછી અમે તેઓથી જરૂર સવાલ કરીશું કે જેઓના તરફ રસૂલો મોકલવામાં આવ્યા હતા અને રસૂલોને (પણ) અમે જરૂર પૂછીશું

فَلَنَقُصَّنَّ عَلَیۡہِمۡ بِعِلۡمٍ وَّ مَا کُنَّا غَآئِبِیۡنَ ﴿۷﴾

(૭) પછી અમે તેમને જરૂર સંપૂર્ણ જાણકારી સાથે આખી દાસ્તાન સંભળાવીશું, અને અમે પોતે પણ ગાયબ ન હતા.

وَ الۡوَزۡنُ یَوۡمَئِذِ ۣالۡحَقُّ ۚ فَمَنۡ ثَقُلَتۡ مَوَازِیۡنُہٗ فَاُولٰٓئِکَ ہُمُ الۡمُفۡلِحُوۡنَ ﴿۸﴾

(૮) અને તે દિવસે અમલનો વજન કરવું એક બરહક વસ્તુ છે, માટે જેની (નેકીઓનું) પલડું ભારે હશે તેઓ જ સફળ હશે.

وَ مَنۡ خَفَّتۡ مَوَازِیۡنُہٗ فَاُولٰٓئِکَ الَّذِیۡنَ خَسِرُوۡۤا اَنۡفُسَہُمۡ بِمَا کَانُوۡا بِاٰیٰتِنَا یَظۡلِمُوۡنَ ﴿۹﴾

(૯) અને જેમનુ (નેકીઓનું) પલડું હલકુ થશે તેઓ એ જ છે કે જેમણે અમારી આયતો ઉપર ઝુલ્મ કરીને પોતાનું નુકસાન કર્યુ.

10

وَ لَقَدۡ مَکَّنّٰکُمۡ فِی الۡاَرۡضِ وَ جَعَلۡنَا لَکُمۡ فِیۡہَا مَعَایِشَ ؕ قَلِیۡلًا مَّا تَشۡکُرُوۡنَ ﴿٪۱۰﴾

(૧૦) અને ખરેજ અમોએ તમને ઝમીન પર સત્તા આપી અને તેમાં તમારા માટે જીવન નિર્વાહના સાધનો મૂક્યા; છતાં તમે ઘણો ઓછો શુક્ર કરો છો.

11

وَ لَقَدۡ خَلَقۡنٰکُمۡ ثُمَّ صَوَّرۡنٰکُمۡ ثُمَّ قُلۡنَا لِلۡمَلٰٓئِکَۃِ اسۡجُدُوۡا لِاٰدَمَ ٭ۖ فَسَجَدُوۡۤا اِلَّاۤ اِبۡلِیۡسَ ؕ لَمۡ یَکُنۡ مِّنَ السّٰجِدِیۡنَ ﴿۱۱﴾

(૧૧) અને ખરેખર અમોએ તમને પૈદા કર્યા પછી તમારી સૂરતો બનાવી, પછી અમોએ ફરિશ્તાઓને ફરમાવ્યું કે આદમને સજદો કરો. જેથી સર્વોએ સજદો કર્યો સિવાય કે ઇબ્લીસ; તે સજદો કરનારાઓમાંથી ન હતો.

12

قَالَ مَا مَنَعَکَ اَلَّا تَسۡجُدَ اِذۡ اَمَرۡتُکَ ؕ قَالَ اَنَا خَیۡرٌ مِّنۡہُ ۚ خَلَقۡتَنِیۡ مِنۡ نَّارٍ وَّ خَلَقۡتَہٗ مِنۡ طِیۡنٍ ﴿۱۲﴾

(૧૨) તેણે (અલ્લાહે) ફરમાવ્યું કે જ્યારે મેં તને હુકમ કર્યો ત્યારે તને કઇ વસ્તુએ સજદો કરતાં અટકાવ્યો ? તેણે કહ્યું કે હું તેના કરતાં બેહતર છું. તેં મને અગ્નિમાંથી પૈદા કર્યો છે અને તેને માટીમાંથી!

13

قَالَ فَاہۡبِطۡ مِنۡہَا فَمَا یَکُوۡنُ لَکَ اَنۡ تَتَکَبَّرَ فِیۡہَا فَاخۡرُجۡ اِنَّکَ مِنَ الصّٰغِرِیۡنَ ﴿۱۳﴾

(૧૩) તેણે ફરમાવ્યું તું (આ જગ્યા ઉપરથી) ઊતરી જા, કારણ કે તને અધિકાર નથી કે તું અહીં રહી તકબ્બુર કરે માટે તું નિકળી જા, ખરેખર તું ઝલીલ લોકોમાંથી છો.

14

قَالَ اَنۡظِرۡنِیۡۤ اِلٰی یَوۡمِ یُبۡعَثُوۡنَ ﴿۱۴﴾

(૧૪) તેણે (ઇબ્લીસે) કહ્યુ કે જે દિવસે લોકોને ઊભા કરવામાં આવશે તે દિવસ સુધીની મને મોહલત આપ.

15

قَالَ اِنَّکَ مِنَ الۡمُنۡظَرِیۡنَ ﴿۱۵﴾

(૧૫) ફરમાવ્યું બેશક તું મોહલત મેળવનારાઓમાંથી છે.

16

قَالَ فَبِمَاۤ اَغۡوَیۡتَنِیۡ لَاَقۡعُدَنَّ لَہُمۡ صِرَاطَکَ الۡمُسۡتَقِیۡمَ ﴿ۙ۱۶﴾

(૧૬) તેણે કહ્યું કે તેં મને ગુમરાહ કર્યો છે તેથી હું જરૂર તારા સેરાતે મુસ્તકીમ ઉપર (લોકોને ગુમરાહ કરવાની) તાકમાં બેસી જઇશ.

17

ثُمَّ لَاٰتِیَنَّہُمۡ مِّنۡۢ بَیۡنِ اَیۡدِیۡہِمۡ وَ مِنۡ خَلۡفِہِمۡ وَ عَنۡ اَیۡمَانِہِمۡ وَ عَنۡ شَمَآئِلِہِمۡ ؕ وَ لَا تَجِدُ اَکۡثَرَہُمۡ شٰکِرِیۡنَ ﴿۱۷﴾

(૧૭) પછી તેમની પાસે તેમની સામેથી તથા પીઠ પાછળથી તથા જમણી બાજુથી તથા ડાબી બાજુથી જરૂર આવીશ; અને તું તેઓમાંથી ઘણાઓને શુક્ર ગુઝાર પામીશ નહિ.

18

قَالَ اخۡرُجۡ مِنۡہَا مَذۡءُوۡمًا مَّدۡحُوۡرًا ؕ لَمَنۡ تَبِعَکَ مِنۡہُمۡ لَاَمۡلَـَٔنَّ جَہَنَّمَ مِنۡکُمۡ اَجۡمَعِیۡنَ ﴿۱۸﴾

(૧૮) તેણે ફરમાવ્યું તું અહીંથી ઝલીલ, મરદુદ થઇને ચાલ્યો જા; તેઓમાંથી જે કોઇ તારી તાબેદારી કરશે, હું ખરેખર તમો સર્વોથી જહન્નમ ભરી નાખીશ.

19

وَ یٰۤاٰدَمُ اسۡکُنۡ اَنۡتَ وَ زَوۡجُکَ الۡجَنَّۃَ فَکُلَا مِنۡ حَیۡثُ شِئۡتُمَا وَ لَا تَقۡرَبَا ہٰذِہِ الشَّجَرَۃَ فَتَکُوۡنَا مِنَ الظّٰلِمِیۡنَ ﴿۱۹﴾

(૧૯) અને (અમોએ કહ્યું) અય આદમ ! તું તથા તારી ઔરત જન્નતમાં રહો; અને જ્યાંથી તમે ચાહો ખાઓ, પરંતુ આ ઝાડ પાસે જશો નહિ, નહિતર તમે બંને ઝાલિમોમાંના થઇ જશો.

20

فَوَسۡوَسَ لَہُمَا الشَّیۡطٰنُ لِیُبۡدِیَ لَہُمَا مَا وٗرِیَ عَنۡہُمَا مِنۡ سَوۡاٰتِہِمَا وَ قَالَ مَا نَہٰکُمَا رَبُّکُمَا عَنۡ ہٰذِہِ الشَّجَرَۃِ اِلَّاۤ اَنۡ تَکُوۡنَا مَلَکَیۡنِ اَوۡ تَکُوۡنَا مِنَ الۡخٰلِدِیۡنَ ﴿۲۰﴾

(૨૦) પછી શૈતાને તે બન્નેના મનમાં વસવસો નાખ્યો જેથી તે બંનેની તેઓથી છુપાયેલ શર્મગાહ જાહેર કરી નાખે, પછી કહ્યું કે તમારા માલિકે તમને આ ઝાડની મનાઇ કરી નથી પણ એ માટે કે તમે બંને ફરિશ્તાઓ બની જાઓ, અથવા હંમેશા (જન્નતમાં) રહેનાર થઇ જાઓ.

21

وَ قَاسَمَہُمَاۤ اِنِّیۡ لَکُمَا لَمِنَ النّٰصِحِیۡنَ ﴿ۙ۲۱﴾

(૨૧) અને તેણે બન્ને પાસે કસમ ખાધી કે બેશક હું તમારી ભલાઇ ચાહનાર છું.

22

فَدَلّٰىہُمَا بِغُرُوۡرٍ ۚ فَلَمَّا ذَاقَا الشَّجَرَۃَ بَدَتۡ لَہُمَا سَوۡاٰتُہُمَا وَ طَفِقَا یَخۡصِفٰنِ عَلَیۡہِمَا مِنۡ وَّرَقِ الۡجَنَّۃِ ؕ وَ نَادٰىہُمَا رَبُّہُمَاۤ اَلَمۡ اَنۡہَکُمَا عَنۡ تِلۡکُمَا الشَّجَرَۃِ وَ اَقُلۡ لَّکُمَاۤ اِنَّ الشَّیۡطٰنَ لَکُمَا عَدُوٌّ مُّبِیۡنٌ ﴿۲۲﴾

(૨૨) અને આવી રીતે છેતરપીંડીથી તેમને (તેમના દરજ્જાથી) નીચે લાવ્યો, પછી જેવા તે બન્નેએ તે ઝાડ(ના ફળ)ને ચાખ્યું ત્યારે તેમની શર્મગાહ તેમના પર જાહેર થઇ અને તેઓ જન્નતનાં પાંદડાં વડે પોતાને ઢાંકવા લાગ્યા; અને તેમના પરવરદિગારે તેમને પોકારીને કહ્યું કે શું મેં તમો બન્નેને આ ઝાડની મનાઇ કરી ન હતી? તથા શૈતાન તમારો ખુલ્લો દુશ્મન છે એ તમને કહી દીધું ન હતું?

23

قَالَا رَبَّنَا ظَلَمۡنَاۤ اَنۡفُسَنَا ٜ وَ اِنۡ لَّمۡ تَغۡفِرۡ لَنَا وَ تَرۡحَمۡنَا لَنَکُوۡنَنَّ مِنَ الۡخٰسِرِیۡنَ ﴿۲۳﴾

(૨૩) તે બન્નેએ કહ્યું કે અય અમારા પરવરદિગાર! અમો બન્નેએ અમારા પોતાના નફસ પર ઝુલ્મ કર્યો, અને જો તું અમને માફ નહિ કરે અને અમારા પર રહેમ નહિ કરે તો અમે ખરેખર નુકસાન ઉઠાવનારમાંના થઇ જઇશું.

24

قَالَ اہۡبِطُوۡا بَعۡضُکُمۡ لِبَعۡضٍ عَدُوٌّ ۚ وَ لَکُمۡ فِی الۡاَرۡضِ مُسۡتَقَرٌّ وَّ مَتَاعٌ اِلٰی حِیۡنٍ ﴿۲۴﴾

(૨૪) તેણે ફરમાવ્યું, ઊતરી જાઓ; તમારામાંના અમુક અમુકના દુશ્મન રહેશે, અને એક મુદ્દત સુધી ઝમીનમાં જ તમારૂં રોકાણ છે અને જીવન નિર્વાહનો સામાન છે.

25

قَالَ فِیۡہَا تَحۡیَوۡنَ وَ فِیۡہَا تَمُوۡتُوۡنَ وَ مِنۡہَا تُخۡرَجُوۡنَ ﴿٪۲۵﴾

(૨૫) (વળી) તેણે ફરમાવ્યું કે તેમાં જ તમે જીવન વીતાવશો, અને તેમાં જ મરણ પામશો, તથા તેમાંથી જ તમને બહાર લાવવામાં આવશે.

26

یٰبَنِیۡۤ اٰدَمَ قَدۡ اَنۡزَلۡنَا عَلَیۡکُمۡ لِبَاسًا یُّوَارِیۡ سَوۡاٰتِکُمۡ وَ رِیۡشًا ؕ وَ لِبَاسُ التَّقۡوٰی ۙ ذٰلِکَ خَیۡرٌ ؕ ذٰلِکَ مِنۡ اٰیٰتِ اللّٰہِ لَعَلَّہُمۡ یَذَّکَّرُوۡنَ ﴿۲۶﴾

(૨૬) અય આદમની ઔલાદ ! તમારી પરદાપોશી અને શણગાર માટે અમોએ તમારા પર લિબાસ નાઝિલ કર્યો છે; અને પરહેઝગારીનો લિબાસ એ જ સૌથી બહેતર છે; આ અલ્લાહની નિશાનીઓમાંથી છે કે કદાચને તેઓ નસીહત મેળવે.

27

یٰبَنِیۡۤ اٰدَمَ لَا یَفۡتِنَنَّکُمُ الشَّیۡطٰنُ کَمَاۤ اَخۡرَجَ اَبَوَیۡکُمۡ مِّنَ الۡجَنَّۃِ یَنۡزِعُ عَنۡہُمَا لِبَاسَہُمَا لِیُرِیَہُمَا سَوۡاٰتِہِمَا ؕ اِنَّہٗ یَرٰىکُمۡ ہُوَ وَ قَبِیۡلُہٗ مِنۡ حَیۡثُ لَا تَرَوۡنَہُمۡ ؕ اِنَّا جَعَلۡنَا الشَّیٰطِیۡنَ اَوۡلِیَآءَ لِلَّذِیۡنَ لَا یُؤۡمِنُوۡنَ ﴿۲۷﴾

(૨૭) અય આદમની ઔલાદ ! (ખબરદાર) શૈતાન તમને ધોકો ન આપે, જેવી રીતે કે તમારા વાલેદૈનને તેણે જન્નતમાંથી બહાર કઢાવ્યા અને તે બન્નેના લિબાસ ઉતરાવ્યા જેને પરિણામે તે બંનેની શર્મગાહ તેઓ માટે જાહેર કરે, બેશક તે (શૈતાન) તથા તેનું લશ્કર તમને એવી જગ્યાએથી જોવે છે જ્યાંથી તમે તેમને જોઇ શકતા નથી; બેશક અમોએ શૈતાનોને જેઓ ઇમાન નથી ધરાવતા તેમના સરપરસ્ત બનાવ્યા છે.

28

وَ اِذَا فَعَلُوۡا فَاحِشَۃً قَالُوۡا وَجَدۡنَا عَلَیۡہَاۤ اٰبَآءَنَا وَ اللّٰہُ اَمَرَنَا بِہَا ؕ قُلۡ اِنَّ اللّٰہَ لَا یَاۡمُرُ بِالۡفَحۡشَآءِ ؕ اَتَقُوۡلُوۡنَ عَلَی اللّٰہِ مَا لَا تَعۡلَمُوۡنَ ﴿۲۸﴾

(૨૮) અને જે સમયે તેઓ બદકારી કરી બેસે છે ત્યારે કહે છે કે અમોએ તો અમારા બાપદાદાઓને પણ એવું જ કરતા જોયા છે, અને અલ્લાહે અમને તેનો હુકમ કર્યો છે; તું કહે કે અલ્લાહ બદકારીનો હુકમ કરતો નથી; શું અલ્લાહ વિરૂઘ્ધ તમે જે કાંઇ જાણતા નથી તે બોલો છો ?

29

قُلۡ اَمَرَ رَبِّیۡ بِالۡقِسۡطِ ۟ وَ اَقِیۡمُوۡا وُجُوۡہَکُمۡ عِنۡدَ کُلِّ مَسۡجِدٍ وَّ ادۡعُوۡہُ مُخۡلِصِیۡنَ لَہُ الدِّیۡنَ ۬ؕ کَمَا بَدَاَکُمۡ تَعُوۡدُوۡنَ ﴿ؕ۲۹﴾

(૨૯) તું કહે કે મારા પરવરદિગારે મને ઇન્સાફનો હુકમ કર્યો છે, અને (એ કે) દરેક સજદા (નમાઝ)ના સમયે તમારા ચહેરા તેની તરફ રાખો, અને તેને ખાલિસ દીન સાથે પોકારો. જે રીતે પહેલી વખત તમારી ઇબ્તેદા (ખિલ્કત) કરી હતી એ જ પ્રમાણે તમો પાછા ફરશો.

30

فَرِیۡقًا ہَدٰی وَ فَرِیۡقًا حَقَّ عَلَیۡہِمُ الضَّلٰلَۃُ ؕ اِنَّہُمُ اتَّخَذُوا الشَّیٰطِیۡنَ اَوۡلِیَآءَ مِنۡ دُوۡنِ اللّٰہِ وَ یَحۡسَبُوۡنَ اَنَّہُمۡ مُّہۡتَدُوۡنَ ﴿۳۰﴾

(૩૦) એક વર્ગને તેણે હિદાયત કરી છે અને બીજા વર્ગ માટે ગુમરાહી સાબિત થઇ ગઇ છે; બેશક તેમણે અલ્લાહને મૂકી શૈતાનોને પોતાના દોસ્તો બનાવી લીધા છે અને તેઓ એવું ગુમાન કરે છે કે જાણે હિદાયત પામી ગયા છે.

31

یٰبَنِیۡۤ اٰدَمَ خُذُوۡا زِیۡنَتَکُمۡ عِنۡدَ کُلِّ مَسۡجِدٍ وَّ کُلُوۡا وَ اشۡرَبُوۡا وَ لَا تُسۡرِفُوۡا ۚ اِنَّہٗ لَا یُحِبُّ الۡمُسۡرِفِیۡنَ ﴿٪۳۱﴾

(૩૧) અય આદમની ઔલાદ ! તમે દરેક સજદા (નમાઝ)ના સમયે પોતાને શણગારો તથા ખાઓ અને પીઓ અને ઇસરાફ કરો નહિ; બેશક ઇસરાફ કરનારાઓને તે ચાહતો નથી.

32

قُلۡ مَنۡ حَرَّمَ زِیۡنَۃَ اللّٰہِ الَّتِیۡۤ اَخۡرَجَ لِعِبَادِہٖ وَ الطَّیِّبٰتِ مِنَ الرِّزۡقِ ؕ قُلۡ ہِیَ لِلَّذِیۡنَ اٰمَنُوۡا فِی الۡحَیٰوۃِ الدُّنۡیَا خَالِصَۃً یَّوۡمَ الۡقِیٰمَۃِ ؕ کَذٰلِکَ نُفَصِّلُ الۡاٰیٰتِ لِقَوۡمٍ یَّعۡلَمُوۡنَ ﴿۳۲﴾

(૩૨) તું કહે કે અલ્લાહે જે શણગારને પોતાના બંદાઓ માટે પૈદા કર્યા છે તે તથા પાક રોઝીને કોણે હરામ કર્યા છે ? તું કહે કયામતના દિવસે આ (વસ્તુઓ) ફકત તેઓ માટે જ હશે જેઓ દુનિયામાં ઇમાન લાવ્યા છે આ રીતે જે લોકો ઇલ્મ રાખે છે તેમના માટે અમારી આયતોને વાઝેહ બયાન કરીએ છીએ.

33

قُلۡ اِنَّمَا حَرَّمَ رَبِّیَ الۡفَوَاحِشَ مَا ظَہَرَ مِنۡہَا وَ مَا بَطَنَ وَ الۡاِثۡمَ وَ الۡبَغۡیَ بِغَیۡرِ الۡحَقِّ وَ اَنۡ تُشۡرِکُوۡا بِاللّٰہِ مَا لَمۡ یُنَزِّلۡ بِہٖ سُلۡطٰنًا وَّ اَنۡ تَقُوۡلُوۡا عَلَی اللّٰہِ مَا لَا تَعۡلَمُوۡنَ ﴿۳۳﴾

(૩૩) તું કહે કે મારા પરવરદિગારે બદકારીના કાર્યો કે જે ખુલ્લા હોય અથવા છુપા હોય તેને હરામ કર્યા છે તથા ગુનાહો અને નાહક ઝુલ્મ અને એ વાતને કે તમે (કોઇને) અલ્લાહનો શરીક બનાવી લો કે જેના વિશે અલ્લાહે કોઇ દલીલ નાઝિલ ન કરી હોય, અને જાણ્યા વગર કોઇ વાતને અલ્લાહ તરફ નિસ્બત આપવી. (હરામ કરી છે.)

34

وَ لِکُلِّ اُمَّۃٍ اَجَلٌ ۚ فَاِذَا جَآءَ اَجَلُہُمۡ لَا یَسۡتَاۡخِرُوۡنَ سَاعَۃً وَّ لَا یَسۡتَقۡدِمُوۡنَ ﴿۳۴﴾

(૩૪) અને દરેક ઉમ્મત માટે મુદ્દત નક્કી છે, પછી જ્યારે તેમનો સમય આવી પહોંચશે ત્યારે ઘડીભર પણ ન પાછળ ટળશે ન આગળ વધી શકશે.

35

یٰبَنِیۡۤ اٰدَمَ اِمَّا یَاۡتِیَنَّکُمۡ رُسُلٌ مِّنۡکُمۡ یَقُصُّوۡنَ عَلَیۡکُمۡ اٰیٰتِیۡ ۙ فَمَنِ اتَّقٰی وَ اَصۡلَحَ فَلَا خَوۡفٌ عَلَیۡہِمۡ وَ لَا ہُمۡ یَحۡزَنُوۡنَ ﴿۳۵﴾

(૩૫) અય આદમની ઔલાદ! જો તમારી પાસે તમારામાંથી જ રસૂલો આવે જેઓ અમારી આયતો તમને વાંચી સંભળાવે અને જે કોઇ પોતાને બૂરાઇથી બચાવશે તથા નેકી કરશે તો તેઓને ન કાંઇ ડર રહેશે અને ન તો તેઓ ગમગીન થશે.

36

وَ الَّذِیۡنَ کَذَّبُوۡا بِاٰیٰتِنَا وَ اسۡتَکۡبَرُوۡا عَنۡہَاۤ اُولٰٓئِکَ اَصۡحٰبُ النَّارِ ۚ ہُمۡ فِیۡہَا خٰلِدُوۡنَ ﴿۳۶﴾

(૩૬) અને જેમણે અમારી આયતો જૂઠલાવી તથા તકબ્બૂર રાખ્યો, તેઓજ જહન્નમવાસીઓ છે, જેમાં તેઓ હંમેશા રહેશે.

37

فَمَنۡ اَظۡلَمُ مِمَّنِ افۡتَرٰی عَلَی اللّٰہِ کَذِبًا اَوۡ کَذَّبَ بِاٰیٰتِہٖ ؕ اُولٰٓئِکَ یَنَالُہُمۡ نَصِیۡبُہُمۡ مِّنَ الۡکِتٰبِ ؕ حَتّٰۤی اِذَا جَآءَتۡہُمۡ رُسُلُنَا یَتَوَفَّوۡنَہُمۡ ۙ قَالُوۡۤا اَیۡنَ مَا کُنۡتُمۡ تَدۡعُوۡنَ مِنۡ دُوۡنِ اللّٰہِ ؕ قَالُوۡا ضَلُّوۡا عَنَّا وَ شَہِدُوۡا عَلٰۤی اَنۡفُسِہِمۡ اَنَّہُمۡ کَانُوۡا کٰفِرِیۡنَ ﴿۳۷﴾

(૩૭) પછી તેના કરતાં વધારે ઝુલમગાર કોણ હશે કે જે અલ્લાહના માટે જૂઠ ઘડી કાઢે, અથવા તેની નિશાનીઓને જૂઠલાવે ? તેઓને તેની કિસ્મતનો લખાયેલ હિસ્સો મળતો રહેશે ત્યાં સુધી કે અમારા મોકલેલ ફરિશ્તાઓ તેમની રૂહ કબ્ઝ કરી લેશે અને કહેશે કે અલ્લાહ સિવાય તમે જેમને પોકાર્યા કરતા હતા તેઓ કયાં છે? તેઓ કહેશે તેઓ અમારાથી ગુમ (દૂર) થઇ ગયા છે અને તેઓ બધા પોતાની જ ખિલાફ ગવાહી આપશે કે બેશક તેઓ નાસ્તિક હતા.

38

قَالَ ادۡخُلُوۡا فِیۡۤ اُمَمٍ قَدۡ خَلَتۡ مِنۡ قَبۡلِکُمۡ مِّنَ الۡجِنِّ وَ الۡاِنۡسِ فِی النَّارِ ؕ کُلَّمَا دَخَلَتۡ اُمَّۃٌ لَّعَنَتۡ اُخۡتَہَا ؕ حَتّٰۤی اِذَا ادَّارَکُوۡا فِیۡہَا جَمِیۡعًا ۙ قَالَتۡ اُخۡرٰىہُمۡ لِاُوۡلٰىہُمۡ رَبَّنَا ہٰۤؤُلَآءِ اَضَلُّوۡنَا فَاٰتِہِمۡ عَذَابًا ضِعۡفًا مِّنَ النَّارِ ۬ؕ قَالَ لِکُلٍّ ضِعۡفٌ وَّ لٰکِنۡ لَّا تَعۡلَمُوۡنَ ﴿۳۸﴾

(૩૮) તે ફરમાવશે કે તમે પણ તે ઉમ્મતો કે જે તમારી પહેલાં જિન્નાત તથા ઇન્સાનોમાંથી થઇ ચૂકી છે તેઓની સાથે જહન્નમની આગમાં દાખલ થઇ જાઓ; જ્યારે કોઇ ઉમ્મત (જહન્નમમાં) દાખલ થશે ત્યારે તે પોતાની (સહધર્મી) ઉમ્મતને લાઅનત કરશે; ત્યાં સુધી કે તેઓ બધા ઝિલ્લત સાથે ભેગા થઇ જશે, ત્યારે પૈરવી કરવાવાળા અગ્રેસરો વિશે કહેશે કે અય અમારા પરવરદિગાર ! અમને આ લોકોએ ગુમરાહ કર્યા, માટે તેઓને જહન્નમની આગનો બેવડો અઝાબ આપ; તે (અલ્લાહ) ફરમાવશે કે દરેકને માટે બેવડો જ (અઝાબ) છે, પરંતુ તમે જાણતા નથી.

39

وَ قَالَتۡ اُوۡلٰىہُمۡ لِاُخۡرٰىہُمۡ فَمَا کَانَ لَکُمۡ عَلَیۡنَا مِنۡ فَضۡلٍ فَذُوۡقُوا الۡعَذَابَ بِمَا کُنۡتُمۡ تَکۡسِبُوۡنَ ﴿٪۳۹﴾

(૩૯) અને તેઓમાંથી અગ્રેસરો પૈરવી કરવાવાળાઓને કહેશે કે હવે તમને અમારા પર કાંઇ ફઝીલત રહી નથી, માટે હવે તમે જે કાંઇ કમાણી કરી છે તેના લીધે અઝાબની મજા ચાખો.

40

اِنَّ الَّذِیۡنَ کَذَّبُوۡا بِاٰیٰتِنَا وَ اسۡتَکۡبَرُوۡا عَنۡہَا لَا تُفَتَّحُ لَہُمۡ اَبۡوَابُ السَّمَآءِ وَ لَا یَدۡخُلُوۡنَ الۡجَنَّۃَ حَتّٰی یَلِجَ الۡجَمَلُ فِیۡ سَمِّ الۡخِیَاطِ ؕ وَ کَذٰلِکَ نَجۡزِی الۡمُجۡرِمِیۡنَ ﴿۴۰﴾

(૪૦) બેશક જેમણે અમારી આયતોને જૂઠલાવી તથા તકબ્બૂર સાથે તેનાથી મોંઢું ફેરવ્યું તેમના માટે ન આસમાનના દરવાજા ઉઘાડવામાં આવશે અને ન તેઓ જન્નતમાં દાખલ થશે, જ્યાં સુધી કે સોયના નાકામાંથી ઊંટ નીકળી ન જાય; અને અમે ગુનેહગારોને આ રીતે બદલો આપીએ છીએ.

41

لَہُمۡ مِّنۡ جَہَنَّمَ مِہَادٌ وَّ مِنۡ فَوۡقِہِمۡ غَوَاشٍ ؕ وَ کَذٰلِکَ نَجۡزِی الظّٰلِمِیۡنَ ﴿۴۱﴾

(૪૧) જહન્નમમાં તેમના માટે આગની પથારી હશે તથા તેમના ઉપર ઓઢવાનું પણ (અગ્નિનું) હશે; અને અમે ઝાલિમોને આ રીતે બદલો આપીએ છીએ.

42

وَ الَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ لَا نُکَلِّفُ نَفۡسًا اِلَّا وُسۡعَہَاۤ ۫ اُولٰٓئِکَ اَصۡحٰبُ الۡجَنَّۃِ ۚ ہُمۡ فِیۡہَا خٰلِدُوۡنَ ﴿۴۲﴾

(૪૨) અને જે લોકો ઇમાન લાવ્યા તથા નેક આમાલ કર્યા - જો કે અમે કોઇ નફસને તેના ગજા ઉપરાંત જવાબદારી આપતા નથી - તેઓ જ જન્નતવાસીઓ છે; જેમાં તેઓ હંમેશા રહેશે.

43

وَ نَزَعۡنَا مَا فِیۡ صُدُوۡرِہِمۡ مِّنۡ غِلٍّ تَجۡرِیۡ مِنۡ تَحۡتِہِمُ الۡاَنۡہٰرُ ۚ وَ قَالُوا الۡحَمۡدُ لِلّٰہِ الَّذِیۡ ہَدٰىنَا لِہٰذَا ۟ وَ مَا کُنَّا لِنَہۡتَدِیَ لَوۡ لَاۤ اَنۡ ہَدٰىنَا اللّٰہُ ۚ لَقَدۡ جَآءَتۡ رُسُلُ رَبِّنَا بِالۡحَقِّ ؕ وَ نُوۡدُوۡۤا اَنۡ تِلۡکُمُ الۡجَنَّۃُ اُوۡرِثۡتُمُوۡہَا بِمَا کُنۡتُمۡ تَعۡمَلُوۡنَ ﴿۴۳﴾

(૪૩) અને તેમના દિલોમાંથી અમે કીન્નાખોરીને દૂર કરી દેશું, તેમના (મહેલ) હેઠળથી નદીઓ વહેતી હશે, અને તેઓ કહેશે કે તમામ વખાણ અલ્લાહને જ માટે છે કે જેણે અમને આ (જન્નત માટે)ની હિદાયત કરી, અને જો અલ્લાહે અમારી હિદાયત કરી ન હોત તો અમે હરગિઝ હિદાયત મેળવતે નહિ; ખરેખર અમારા પરવરદિગારના રસૂલો અમારી પાસે હક લઇને આવ્યા હતા. અને તેમને પોકારીને કહેવામાં આવશે કે આ એ જ જન્નત છે કે જેના તમને તમારા (નેક) આમાલના કારણે વારસદાર બનાવવામાં આવ્યા છે.

44

وَ نَادٰۤی اَصۡحٰبُ الۡجَنَّۃِ اَصۡحٰبَ النَّارِ اَنۡ قَدۡ وَجَدۡنَا مَا وَعَدَنَا رَبُّنَا حَقًّا فَہَلۡ وَجَدۡتُّمۡ مَّا وَعَدَ رَبُّکُمۡ حَقًّا ؕ قَالُوۡا نَعَمۡ ۚ فَاَذَّنَ مُؤَذِّنٌۢ بَیۡنَہُمۡ اَنۡ لَّعۡنَۃُ اللّٰہِ عَلَی الظّٰلِمِیۡنَ ﴿ۙ۴۴﴾

(૪૪) અને જન્નતવાળા જહન્નમવાળાઓને પુકારીને કહેશે કે અમારા પરવરદિગારે અમને જે વાયદો કર્યો હતો તે (વાયદા)ને અમે સાચો પામ્યો, શું તમારા પરવરદિગારે જે વાયદો તમને કર્યો હતો તે તમે સાચો પામ્યો? તેઓ જવાબ આપશે કે હા. પછી એક એલાન કરનાર એલાન કરશે કે ઝાલિમો પર અલ્લાહની લાનત છે:

45

الَّذِیۡنَ یَصُدُّوۡنَ عَنۡ سَبِیۡلِ اللّٰہِ وَ یَبۡغُوۡنَہَا عِوَجًا ۚ وَ ہُمۡ بِالۡاٰخِرَۃِ کٰفِرُوۡنَ ﴿ۘ۴۵﴾

(૪૫) જેઓ રાહે ખુદાથી (લોકોને) અટકાવે છે અને રાહે ખુદાને વાંકો ચૂકો બતાવવા ચાહે છે, અને તેઓ આખેરતનો ઇન્કાર કરનારા છે.

46

وَ بَیۡنَہُمَا حِجَابٌ ۚ وَ عَلَی الۡاَعۡرَافِ رِجَالٌ یَّعۡرِفُوۡنَ کُلًّۢا بِسِیۡمٰہُمۡ ۚ وَ نَادَوۡا اَصۡحٰبَ الۡجَنَّۃِ اَنۡ سَلٰمٌ عَلَیۡکُمۡ ۟ لَمۡ یَدۡخُلُوۡہَا وَ ہُمۡ یَطۡمَعُوۡنَ ﴿۴۶﴾

(૪૬) અને તે બન્ને વચ્ચે એક પરદો હશે, અને અઅરાફ (સૌથી ઊંચી જગ્યા) પર એવા માણસો હશે કે જેઓ દરેકને તેની નિશાનીઓથી ઓળખતા હશે, અને તેઓ જન્નતવાળાઓને સંબોધીને કહેશે કે તમારા પર સલામ થાય, જો કે તેઓ પોતે હજુ તેમાં દાખલ થયા નહિ હોય, પરંતુ ઉમેદવાર હશે.

47

وَ اِذَا صُرِفَتۡ اَبۡصَارُہُمۡ تِلۡقَآءَ اَصۡحٰبِ النَّارِ ۙ قَالُوۡا رَبَّنَا لَا تَجۡعَلۡنَا مَعَ الۡقَوۡمِ الظّٰلِمِیۡنَ ﴿٪۴۷﴾

(૪૭) અને જ્યારે તેઓની નજર જહન્નમવાસીઓ તરફ ફરશે, ત્યારે કહેશે કે અય અમારા પરવરદિગાર ! અમને ઝાલિમો સાથે રાખજે નહિ.

48

وَ نَادٰۤی اَصۡحٰبُ الۡاَعۡرَافِ رِجَالًا یَّعۡرِفُوۡنَہُمۡ بِسِیۡمٰہُمۡ قَالُوۡا مَاۤ اَغۡنٰی عَنۡکُمۡ جَمۡعُکُمۡ وَ مَا کُنۡتُمۡ تَسۡتَکۡبِرُوۡنَ ﴿۴۸﴾

(૪૮) અને અઅરાફવાળાઓ અમુકને કે જેમને તેઓ તેમની નિશાનીઓથી ઓળખતા હશે તેઓને પોકારીને કહેશે કે ન તમારી જમાઅત તમને કાંઇ કામ આવી અને ન તમારો તકબ્બુર.

49

اَہٰۤؤُلَآءِ الَّذِیۡنَ اَقۡسَمۡتُمۡ لَا یَنَالُہُمُ اللّٰہُ بِرَحۡمَۃٍ ؕ اُدۡخُلُوا الۡجَنَّۃَ لَا خَوۡفٌ عَلَیۡکُمۡ وَ لَاۤ اَنۡتُمۡ تَحۡزَنُوۡنَ ﴿۴۹﴾

(૪૯) શું આ તેઓજ છે કે જેમના વિશે તમે કસમ ખાઇને કહ્યા કરતા હતા કે તેમને અલ્લાહની રહેમત હાંસિલ થશે નહિ? (તેઓને કહેવામાં આવશે) તમે જન્નતમાં દાખલ થઇ જાઓ, ન તમને કાંઇ ડર રહેશે અને ન તમે ગમગીન થશો.

50

وَ نَادٰۤی اَصۡحٰبُ النَّارِ اَصۡحٰبَ الۡجَنَّۃِ اَنۡ اَفِیۡضُوۡا عَلَیۡنَا مِنَ الۡمَآءِ اَوۡ مِمَّا رَزَقَکُمُ اللّٰہُ ؕ قَالُوۡۤا اِنَّ اللّٰہَ حَرَّمَہُمَا عَلَی الۡکٰفِرِیۡنَ ﴿ۙ۵۰﴾

(૫૦) અને જહન્નમવાળા જન્નતવાળાઓને પોકારીને કહેશે કે અમને થોડુંક પાણી અથવા અલ્લાહે તમને જે કાંઇ આપ્યું છે તેમાંથી કંઇક આપો તેઓ જવાબ આપશે કે બેશક અલ્લાહે એ બન્ને વસ્તુઓ નાસ્તિકો માટે હરામ કરી છે:

51

الَّذِیۡنَ اتَّخَذُوۡا دِیۡنَہُمۡ لَہۡوًا وَّ لَعِبًا وَّ غَرَّتۡہُمُ الۡحَیٰوۃُ الدُّنۡیَا ۚ فَالۡیَوۡمَ نَنۡسٰہُمۡ کَمَا نَسُوۡا لِقَآءَ یَوۡمِہِمۡ ہٰذَا ۙ وَ مَا کَانُوۡا بِاٰیٰتِنَا یَجۡحَدُوۡنَ ﴿۵۱﴾

(૫૧) કે જે લોકોએ પોતાના દીનને રમત ગમત(નું સાધન) બનાવ્યુ અને જેમને દુનિયાની ઝિંદગીએ ધોકો આપ્યો, માટે આજના દિવસે અમે પણ તેમને એવી જ રીતે ભૂલી જઇશું જેવી રીતે કે તેઓ આ દિવસની મુલાકાતને ભૂલી ગયા હતા, કારણ કે તેઓ અમારી આયતોનો ઇન્કાર કર્યા કરતા હતા.

52

وَ لَقَدۡ جِئۡنٰہُمۡ بِکِتٰبٍ فَصَّلۡنٰہُ عَلٰی عِلۡمٍ ہُدًی وَّ رَحۡمَۃً لِّقَوۡمٍ یُّؤۡمِنُوۡنَ ﴿۵۲﴾

(૫૨) અને બેશક અમે તેમના માટે એક એવી કિતાબ લાવ્યા છીએ કે જેને અમોએ ઇલ્મ સાથે મુફસ્સલ (વિસ્તૃત) બયાન કરી છે અને જેઓ ઇમાન રાખે છે તેના માટે (આ કિતાબ) હિદાયત અને રહેમત છે.

53

ہَلۡ یَنۡظُرُوۡنَ اِلَّا تَاۡوِیۡلَہٗ ؕ یَوۡمَ یَاۡتِیۡ تَاۡوِیۡلُہٗ یَقُوۡلُ الَّذِیۡنَ نَسُوۡہُ مِنۡ قَبۡلُ قَدۡ جَآءَتۡ رُسُلُ رَبِّنَا بِالۡحَقِّ ۚ فَہَلۡ لَّنَا مِنۡ شُفَعَآءَ فَیَشۡفَعُوۡا لَنَاۤ اَوۡ نُرَدُّ فَنَعۡمَلَ غَیۡرَ الَّذِیۡ کُنَّا نَعۡمَلُ ؕ قَدۡ خَسِرُوۡۤا اَنۡفُسَہُمۡ وَ ضَلَّ عَنۡہُمۡ مَّا کَانُوۡا یَفۡتَرُوۡنَ ﴿٪۵۳﴾

(૫૩) શું તેઓ માત્ર તેના નતીજાની જ રાહ જૂએ છે? નતીજો જાહેર થવાના દિવસે, જેઓ તેને અગાઉ ભૂલી ગયા હતા તેઓ કહેશે કે બેશક અમારા પરવરદિગારના રસૂલો હક લઇને આવ્યા હતા, શું (હવે) કોઇ અમારી શફાઅત કરનારો છે કે જે અમારા માટે શફાઅત કરે, અથવા અમને પાછા મોકલી દેવામાં આવે કે જેથી જેવા અમલ અમે કર્યા કરતા હતા તેની સિવાયના (નેક) આમાલ કરીએ? ખરેજ તેઓએ પોતાને મોટું નુકસાન પહોંચાડ્યું અને જે વસ્તુઓ તેઓ ઉપજાવી કાઢતા હતા તે સર્વે તેઓથી દૂર થઇ ગઇ છે.

54

اِنَّ رَبَّکُمُ اللّٰہُ الَّذِیۡ خَلَقَ السَّمٰوٰتِ وَ الۡاَرۡضَ فِیۡ سِتَّۃِ اَیَّامٍ ثُمَّ اسۡتَوٰی عَلَی الۡعَرۡشِ ۟ یُغۡشِی الَّیۡلَ النَّہَارَ یَطۡلُبُہٗ حَثِیۡثًا ۙ وَّ الشَّمۡسَ وَ الۡقَمَرَ وَ النُّجُوۡمَ مُسَخَّرٰتٍۭ بِاَمۡرِہٖ ؕ اَلَا لَہُ الۡخَلۡقُ وَ الۡاَمۡرُ ؕ تَبٰرَکَ اللّٰہُ رَبُّ الۡعٰلَمِیۡنَ ﴿۵۴﴾

(૫૪) બેશક તમારો પરવરદિગાર તે અલ્લાહ છે કે જેણે આકાશો અને ઝમીનને છ દિવસ (દૌરાન)માં પેદા કર્યા, અને અર્શ(ની સત્તા) પર બિરાજમાન થયો; તે રાત્રિને દિવસ પર ઢાંકી દે છે કે જે ઝડપથી તેની પાછળ ચાલી આવે છે, અને સૂરજ તથા ચાંદ તથા સિતારાઓ (ખલ્ક કર્યા) જે તેના હુકમને તાબે છે; જાણી લો કે ખલ્ક કરવું તથા તદબીર કરવુ એ તેનુંજ કામ છે; બરકતવાળો છે તે અલ્લાહ કે જે દુનિયાઓનો પાલનહાર છે.

55

اُدۡعُوۡا رَبَّکُمۡ تَضَرُّعًا وَّ خُفۡیَۃً ؕ اِنَّہٗ لَا یُحِبُّ الۡمُعۡتَدِیۡنَ ﴿ۚ۵۵﴾

(૫૫) તમે તમારા પરવરદિગારને કરગરીને તથા છાનામાના પોકારો; બેશક તે હદ બહાર જનારાઓને દોસ્ત રાખતો નથી.

56

وَ لَا تُفۡسِدُوۡا فِی الۡاَرۡضِ بَعۡدَ اِصۡلَاحِہَا وَ ادۡعُوۡہُ خَوۡفًا وَّ طَمَعًا ؕ اِنَّ رَحۡمَتَ اللّٰہِ قَرِیۡبٌ مِّنَ الۡمُحۡسِنِیۡنَ ﴿۵۶﴾

(૫૬) અને ઝમીન પર તેની ઇસ્લાહ થયા પછી ફસાદ કરો નહિ અને તેને (જવાબદારી અદા ન કરી શકવાના) ડર અને (રહેમતની) ઉમ્મીદ સાથે પોકારો; બેશક અલ્લાહની રહેમત નેકી કરનારાઓની નજીક છે.

57

وَ ہُوَ الَّذِیۡ یُرۡسِلُ الرِّیٰحَ بُشۡرًۢا بَیۡنَ یَدَیۡ رَحۡمَتِہٖ ؕ حَتّٰۤی اِذَاۤ اَقَلَّتۡ سَحَابًا ثِقَالًا سُقۡنٰہُ لِبَلَدٍ مَّیِّتٍ فَاَنۡزَلۡنَا بِہِ الۡمَآءَ فَاَخۡرَجۡنَا بِہٖ مِنۡ کُلِّ الثَّمَرٰتِ ؕ کَذٰلِکَ نُخۡرِجُ الۡمَوۡتٰی لَعَلَّکُمۡ تَذَکَّرُوۡنَ ﴿۵۷﴾

(૫૭) અને તે એ જ છે કે જે પોતાની રહેમતથી પહેલા ખુશખબર આપવા માટે હવા મોકલે છે; અહીં સુધી કે તે (પાણીથી) ભરપૂર વાદળાં લઇ આવે છે, જેને અમે નિર્જીવ ગામ (સૂકા ગામ) તરફ લઇ જઇએ છીએ, પછી તેમાંથી પાણી નાઝિલ કરીએ છીએ, પછી તેના વડે દરેક પ્રકારના ફળ ફળાદી પૈદા કરી દઇએ છીએ; એવી જ રીતે અમે મુડદાઓને પણ સજીવન કરશું કે કદાચને તમે યાદ કરો (અને નસીહત મેળવો.)

58

وَ الۡبَلَدُ الطَّیِّبُ یَخۡرُجُ نَبَاتُہٗ بِاِذۡنِ رَبِّہٖ ۚ وَ الَّذِیۡ خَبُثَ لَا یَخۡرُجُ اِلَّا نَکِدًا ؕ کَذٰلِکَ نُصَرِّفُ الۡاٰیٰتِ لِقَوۡمٍ یَّشۡکُرُوۡنَ ﴿٪۵۸﴾

(૫૮) અને અલ્લાહના હુકમથી પાકીઝા ઝમીનનો પાક (સારો) થાય છે અને જે ઝમીન ખબીસ હોય છે, તેમાંથી પાક થતો નથી સિવાય કે થોડોક / નકામો, આ રીતે અમે શુક્ર ગુઝારો માટે આયાત (નિશાનીઓ) બયાન કરીએ છીએ.

59

لَقَدۡ اَرۡسَلۡنَا نُوۡحًا اِلٰی قَوۡمِہٖ فَقَالَ یٰقَوۡمِ اعۡبُدُوا اللّٰہَ مَا لَکُمۡ مِّنۡ اِلٰہٍ غَیۡرُہٗ ؕ اِنِّیۡۤ اَخَافُ عَلَیۡکُمۡ عَذَابَ یَوۡمٍ عَظِیۡمٍ ﴿۵۹﴾

(૫૯) ખરેજ અમોએ નૂહને તેની કૌમ તરફ મોકલ્યા. તેણે કહ્યું કે અય મારી કૌમ ! અલ્લાહની ઇબાદત કરો, તેના સિવાય તમારો બીજો કોઇ માઅબૂદ નથી; ખરેજ હું તમારા માટે મહાન દિવસના અઝાબથી ડરૂં છું.

60

قَالَ الۡمَلَاُ مِنۡ قَوۡمِہٖۤ اِنَّا لَنَرٰىکَ فِیۡ ضَلٰلٍ مُّبِیۡنٍ ﴿۶۰﴾

(૬૦) તેની કૌમના આગેવાનોએ કહ્યું કે અમે તને ખુલ્લી ગુમરાહીમાં નિહાળીએ છીએ.

61

قَالَ یٰقَوۡمِ لَیۡسَ بِیۡ ضَلٰلَۃٌ وَّ لٰکِنِّیۡ رَسُوۡلٌ مِّنۡ رَّبِّ الۡعٰلَمِیۡنَ ﴿۶۱﴾

(૬૧) (નૂહે) ફરમાવ્યું કે અય મારી કૌમ ! હું ગુમરાહીમાં નથી, બલ્કે હું દુનિયાઓના પરવરદિગાર તરફથી એક રસૂલ છું.

62

اُبَلِّغُکُمۡ رِسٰلٰتِ رَبِّیۡ وَ اَنۡصَحُ لَکُمۡ وَ اَعۡلَمُ مِنَ اللّٰہِ مَا لَا تَعۡلَمُوۡنَ ﴿۶۲﴾

(૬૨) તમને મારા પરવરદિગારનો પયગામ પહોંચાડું છું અને તમારી ભલાઇ ચાહુ છું અને અલ્લાહ તરફથી હું જે કાંઇ જાણું છું તે તમે જાણતા નથી.

63

اَوَ عَجِبۡتُمۡ اَنۡ جَآءَکُمۡ ذِکۡرٌ مِّنۡ رَّبِّکُمۡ عَلٰی رَجُلٍ مِّنۡکُمۡ لِیُنۡذِرَکُمۡ وَ لِتَتَّقُوۡا وَ لَعَلَّکُمۡ تُرۡحَمُوۡنَ ﴿۶۳﴾

(૬૩) શું તમને નવાઇ લાગે છે કે તમારામાંથી એક માણસ થકી તમારા પરવરદિગાર તરફથી નસીહત આવી, જે તમને (તમારા આમાલના અંજામથી) ડરાવે જેથી તમે (નાફરમાનીથી) બચો અને કદાચ અલ્લાહની રહેમત હાંસિલ કરી લ્યો.

64

فَکَذَّبُوۡہُ فَاَنۡجَیۡنٰہُ وَ الَّذِیۡنَ مَعَہٗ فِی الۡفُلۡکِ وَ اَغۡرَقۡنَا الَّذِیۡنَ کَذَّبُوۡا بِاٰیٰتِنَا ؕ اِنَّہُمۡ کَانُوۡا قَوۡمًا عَمِیۡنَ ﴿٪۶۴﴾

(૬૪) પણ છેવટે તેમણે તેને (નૂહને) જૂઠલાવ્યો, પછી અમોએ તેને તથા તેની સાથે જેઓ તે વહાણમાં હતા તેમને બચાવ્યા અને જે લોકોએ અમારી આયતોને જૂઠલાવી તેઓને અમોએ ડૂબાડી દીધા; કારણકે તે લોકો (હક જોવાથી) આંધળા હતા.

65

وَ اِلٰی عَادٍ اَخَاہُمۡ ہُوۡدًا ؕ قَالَ یٰقَوۡمِ اعۡبُدُوا اللّٰہَ مَا لَکُمۡ مِّنۡ اِلٰہٍ غَیۡرُہٗ ؕ اَفَلَا تَتَّقُوۡنَ ﴿۶۵﴾

(૬૫) અને આદના (લોકો) તરફ અમોએ તેમના ભાઇ હૂદને મોકલ્યો; તેણે કહ્યું કે અય મારી કોમ! અલ્લાહની ઇબાદત કરો તેના સિવાય તમારો કોઇ માઅબૂદ નથી; શું તમે પરહેઝગાર નહિ થાવ?

66

قَالَ الۡمَلَاُ الَّذِیۡنَ کَفَرُوۡا مِنۡ قَوۡمِہٖۤ اِنَّا لَنَرٰىکَ فِیۡ سَفَاہَۃٍ وَّ اِنَّا لَنَظُنُّکَ مِنَ الۡکٰذِبِیۡنَ ﴿۶۶﴾

(૬૬) તેની કૌમમાંથી નાસ્તિક આગેવાનોએ કહ્યું અમે તને ખરેખર મૂર્ખાઇમાં જોઇએ છીએ, અને બેશક અમે તને જૂઠાઓમાંનો સમજીએ છીએ.

67

قَالَ یٰقَوۡمِ لَیۡسَ بِیۡ سَفَاہَۃٌ وَّ لٰکِنِّیۡ رَسُوۡلٌ مِّنۡ رَّبِّ الۡعٰلَمِیۡنَ ﴿۶۷﴾

(૬૭) (હૂદે) ફરમાવ્યું કે અય મારી કોમ! મારામાં મૂર્ખાઇ નથી, બલ્કે હું દુનિયાઓના પરવરદિગાર તરફથી મોકલેલ એક રસૂલ છું.

68

اُبَلِّغُکُمۡ رِسٰلٰتِ رَبِّیۡ وَ اَنَا لَکُمۡ نَاصِحٌ اَمِیۡنٌ ﴿۶۸﴾

(૬૮) મારા પરવરદિગારનો પયગામ તમને પહોંચાડું છું અને તમારા માટે ભલાઇ ચાહનારો અમાનતદાર છું.

69

اَوَ عَجِبۡتُمۡ اَنۡ جَآءَکُمۡ ذِکۡرٌ مِّنۡ رَّبِّکُمۡ عَلٰی رَجُلٍ مِّنۡکُمۡ لِیُنۡذِرَکُمۡ ؕ وَ اذۡکُرُوۡۤا اِذۡ جَعَلَکُمۡ خُلَفَآءَ مِنۡۢ بَعۡدِ قَوۡمِ نُوۡحٍ وَّ زَادَکُمۡ فِی الۡخَلۡقِ بَصۜۡطَۃً ۚ فَاذۡکُرُوۡۤا اٰلَآءَ اللّٰہِ لَعَلَّکُمۡ تُفۡلِحُوۡنَ ﴿۶۹﴾

(૬૯) શું તમને નવાઇ લાગે છે કે તમારા પરવરદિગારે તમારામાંથી એક માણસ ઉપર ઝિક્ર નાઝિલ કર્યો જેથી તે તમને (નાફરમાનીના અઝાબથી) ડરાવે? અને તમે યાદ કરો કે જ્યારે તે (અલ્લાહે) નૂહની કૌમ પછી તમને વારસદાર બનાવ્યા અને તમને કુદરતમંદ (તાકતવર) ખલ્ક કર્યા, તમે અલ્લાહની નેઅમતોને યાદ કરતા રહો જેથી તમે કામ્યાબ થાઓ.

70

قَالُوۡۤا اَجِئۡتَنَا لِنَعۡبُدَ اللّٰہَ وَحۡدَہٗ وَ نَذَرَ مَا کَانَ یَعۡبُدُ اٰبَآؤُنَا ۚ فَاۡتِنَا بِمَا تَعِدُنَاۤ اِنۡ کُنۡتَ مِنَ الصّٰدِقِیۡنَ ﴿۷۰﴾

(૭૦) તેમણે કહ્યું શું તું એ માટે અમારી પાસે આવ્યો છે કે અમે ફકત એક અલ્લાહની ઇબાદત કરીએ અને અમારા બાપદાદા જેમની ઇબાદત કરતા હતા તેમને છોડી દઇએ ? અગર તું સાચો હોય તો જે (અઝાબ)થી તું અમને ડરાવે છે તે અમારા પર લઇ આવ.

71

قَالَ قَدۡ وَقَعَ عَلَیۡکُمۡ مِّنۡ رَّبِّکُمۡ رِجۡسٌ وَّ غَضَبٌ ؕ اَتُجَادِلُوۡنَنِیۡ فِیۡۤ اَسۡمَآءٍ سَمَّیۡتُمُوۡہَاۤ اَنۡتُمۡ وَ اٰبَآؤُکُمۡ مَّا نَزَّلَ اللّٰہُ بِہَا مِنۡ سُلۡطٰنٍ ؕ فَانۡتَظِرُوۡۤا اِنِّیۡ مَعَکُمۡ مِّنَ الۡمُنۡتَظِرِیۡنَ ﴿۷۱﴾

(૭૧) (હૂદે) ફરમાવ્યું બેશક તમારા પરવરદિગાર તરફથી રિજસ (નાપાકી) અને ગઝબ તમારા પર નક્કી થઇ ચૂકયા છે; શું તમે એવાં નામોના સંબંધમાં મારી સાથે ઝઘડો કરો છો કે જેને તમે તથા તમારા બાપદાદાઓએ રાખી લીધાં છે; અલ્લાહે તે બાબતે કોઇ દલીલ નાઝિલ કરી નથી; માટે તમે ઇન્તેઝાર કરો અને હું પણ તમારી સાથે ઇન્તેઝાર કરનારાઓમાંથી છું.

72

فَاَنۡجَیۡنٰہُ وَ الَّذِیۡنَ مَعَہٗ بِرَحۡمَۃٍ مِّنَّا وَ قَطَعۡنَا دَابِرَ الَّذِیۡنَ کَذَّبُوۡا بِاٰیٰتِنَا وَ مَا کَانُوۡا مُؤۡمِنِیۡنَ ﴿٪۷۲﴾

(૭૨) પછી અમોએ અમારી રહમતથી તેને તથા તેના સાથીઓને નજાત આપી, અને જેમણે અમારી આયતોને જૂઠલાવી તથા ઇમાન ન લાવ્યા હતા તે લોકોના મૂળને કાપી નાખ્યા (તેઓની નસ્લ નાબૂદ કરી નાખી) અને તેઓ ઇમાન નહોતા લાવ્યા.

73

وَ اِلٰی ثَمُوۡدَ اَخَاہُمۡ صٰلِحًا ۘ قَالَ یٰقَوۡمِ اعۡبُدُوا اللّٰہَ مَا لَکُمۡ مِّنۡ اِلٰہٍ غَیۡرُہٗ ؕ قَدۡ جَآءَتۡکُمۡ بَیِّنَۃٌ مِّنۡ رَّبِّکُمۡ ؕ ہٰذِہٖ نَاقَۃُ اللّٰہِ لَکُمۡ اٰیَۃً فَذَرُوۡہَا تَاۡکُلۡ فِیۡۤ اَرۡضِ اللّٰہِ وَ لَا تَمَسُّوۡہَا بِسُوۡٓءٍ فَیَاۡخُذَکُمۡ عَذَابٌ اَلِیۡمٌ ﴿۷۳﴾

(૭૩) અને સમૂદ તરફ અમોએ તેમના ભાઇ સાલેહને મોકલ્યા, તેણે કહ્યું કે અય મારી કૌમ! અલ્લાહની ઇબાદત કરો જેના સિવાય બીજો કોઇ તમારો માઅબૂદ નથી; તમારા પરવરદિગાર તરફથી તમારી પાસે એક ખુલ્લો પૂરાવો આવી ચૂકયો છે; આ અલ્લાહની ઊંટણી તમારા માટે એક નિશાની છે માટે તેને છૂટી મૂકી દો કે તે અલ્લાહની ઝમીનમાં ચરતી ફરે અને તેને ઇજા ન પહોંચાડશો, નહિતર તમને દર્દનાક અઝાબ ઝડપી લેશે.

74

وَ اذۡکُرُوۡۤا اِذۡ جَعَلَکُمۡ خُلَفَآءَ مِنۡۢ بَعۡدِ عَادٍ وَّ بَوَّاَکُمۡ فِی الۡاَرۡضِ تَتَّخِذُوۡنَ مِنۡ سُہُوۡلِہَا قُصُوۡرًا وَّ تَنۡحِتُوۡنَ الۡجِبَالَ بُیُوۡتًا ۚ فَاذۡکُرُوۡۤا اٰلَآءَ اللّٰہِ وَ لَا تَعۡثَوۡا فِی الۡاَرۡضِ مُفۡسِدِیۡنَ ﴿۷۴﴾

(૭૪) અને યાદ કરો કે જ્યારે આદના લોકો પછી તેણે તમને વારસદાર બનાવીને ઝમીનમાં વસાવ્યા કે જેના મેદાનોમાં તમે મહેલ બનાવો છો અને પહાડોને કોતરીને તમે મકાનો બનાવો છો, માટે અલ્લાહની નેઅમતોને યાદ કરો અને ઝમીનમાં ફસાદ ન ફેલાવો.

75

قَالَ الۡمَلَاُ الَّذِیۡنَ اسۡتَکۡبَرُوۡا مِنۡ قَوۡمِہٖ لِلَّذِیۡنَ اسۡتُضۡعِفُوۡا لِمَنۡ اٰمَنَ مِنۡہُمۡ اَتَعۡلَمُوۡنَ اَنَّ صٰلِحًا مُّرۡسَلٌ مِّنۡ رَّبِّہٖ ؕ قَالُوۡۤا اِنَّا بِمَاۤ اُرۡسِلَ بِہٖ مُؤۡمِنُوۡنَ ﴿۷۵﴾

(૭૫) તે કૌમના મુતકબ્બીર (અભિમાની) આગેવાનોએ કમજોર બનાવી દેવામાં આવેલા ઇમાન લાવનારાઓને કહ્યુ. શું તમો જાણો છો કે સાલેહ તેના પરવરદિગાર તરફથી મોકલવામાં આવ્યો છે? તેઓએ કહ્યું કે બેશક અમે તેની સાથે જે કાંઇ મોકલવામાં આવ્યુ છે તેના પર ઇમાન રાખીએ છીએે.

76

قَالَ الَّذِیۡنَ اسۡتَکۡبَرُوۡۤا اِنَّا بِالَّذِیۡۤ اٰمَنۡتُمۡ بِہٖ کٰفِرُوۡنَ ﴿۷۶﴾

(૭૬) જેઓએ તકબ્બૂર કર્યો તેઓએ કહ્યું કે તમે જેના પર ઇમાન રાખો છો, બેશક અમે તેના મુન્કીર છીએ.

77

فَعَقَرُوا النَّاقَۃَ وَ عَتَوۡا عَنۡ اَمۡرِ رَبِّہِمۡ وَ قَالُوۡا یٰصٰلِحُ ائۡتِنَا بِمَا تَعِدُنَاۤ اِنۡ کُنۡتَ مِنَ الۡمُرۡسَلِیۡنَ ﴿۷۷﴾

(૭૭) પછી તેમણે ઊંટણીના પગ કાપી નાખ્યા અને પોતાના પરવરદિગારના હુકમની નાફરમાની કરી અને તેમણે કહ્યું કે અય સાલેહ! જો તું રસૂલોમાંથી હોય તો જે (અઝાબ)થી તે અમને ડરાવ્યા હતા તે અમારા પર લઇ આવ.

78

فَاَخَذَتۡہُمُ الرَّجۡفَۃُ فَاَصۡبَحُوۡا فِیۡ دَارِہِمۡ جٰثِمِیۡنَ ﴿۷۸﴾

(૭૮) છેવટે તેઓને ધરતીકંપે જકડી લીધા અને તેઓ પોતાના ઘરોમાં ઊંધે માથે પટકાઇ પડયા રહ્યા.

79

فَتَوَلّٰی عَنۡہُمۡ وَ قَالَ یٰقَوۡمِ لَقَدۡ اَبۡلَغۡتُکُمۡ رِسَالَۃَ رَبِّیۡ وَ نَصَحۡتُ لَکُمۡ وَ لٰکِنۡ لَّا تُحِبُّوۡنَ النّٰصِحِیۡنَ ﴿۷۹﴾

(૭૯) પછી તેણે તેમનાથી મોંઢું ફેરવી લીધું અને કહ્યું: અય મારી કૌમ! મેં ખરેખર મારા પરવરદિગારનો પયગામ તમને પહોંચાડી દીધો હતો અને હુ તમારી ભલાઇ ચાહુ છું, પરંતુ તમે ભલાઇ ચાહનારને પસંદ કરતા નથી.

80

وَ لُوۡطًا اِذۡ قَالَ لِقَوۡمِہٖۤ اَتَاۡتُوۡنَ الۡفَاحِشَۃَ مَا سَبَقَکُمۡ بِہَا مِنۡ اَحَدٍ مِّنَ الۡعٰلَمِیۡنَ ﴿۸۰﴾

(૮૦) અને જ્યારે લૂતે પોતાની કૌમને કહ્યું કે શું તમે એવી બદકારી કરો છો કે જેવી દુનિયામાં તમારી અગાઉ કોઇએ કરી નથી?

81

اِنَّکُمۡ لَتَاۡتُوۡنَ الرِّجَالَ شَہۡوَۃً مِّنۡ دُوۡنِ النِّسَآءِ ؕ بَلۡ اَنۡتُمۡ قَوۡمٌ مُّسۡرِفُوۡنَ ﴿۸۱﴾

(૮૧) બેશક તમે ઔરતોને મૂકી મર્દો પાસે શહવત (કામવાસના) માટે આવો છો; બલ્કે તમે ઇસરાફ કરનાર (હદ બહાર જનાર) લોકો છો.

82

وَ مَا کَانَ جَوَابَ قَوۡمِہٖۤ اِلَّاۤ اَنۡ قَالُوۡۤا اَخۡرِجُوۡہُمۡ مِّنۡ قَرۡیَتِکُمۡ ۚ اِنَّہُمۡ اُنَاسٌ یَّتَطَہَّرُوۡنَ ﴿۸۲﴾

(૮૨) અને તેમની કોમનો બીજો કંઇ જવાબ ન હતો સિવાય કે તેઓએ કહ્યું કે ‘તેઓને તમારા શહેરમાંથી કાઢી મૂકો, બેશક તે લોકો પાક-પાકીઝા બને છે.'

83

فَاَنۡجَیۡنٰہُ وَ اَہۡلَہٗۤ اِلَّا امۡرَاَتَہٗ ۫ۖ کَانَتۡ مِنَ الۡغٰبِرِیۡنَ ﴿۸۳﴾

(૮૩) પછી અમોએ તેને તથા તેના ખાનદાનને બચાવી લીધા સિવાય તેની ઔરતને કે જે પાછળ રહી જનારાઓમાંથી હતી.

84

وَ اَمۡطَرۡنَا عَلَیۡہِمۡ مَّطَرًا ؕ فَانۡظُرۡ کَیۡفَ کَانَ عَاقِبَۃُ الۡمُجۡرِمِیۡنَ ﴿٪۸۴﴾

(૮૪) અને પછી અમોએ તેમના ઉપર પત્થરનો વરસાદ વરસાવ્યો; જેથી તું જો કે ગુનેહગારોનો અંજામ કેવો આવ્યો.

85

وَ اِلٰی مَدۡیَنَ اَخَاہُمۡ شُعَیۡبًا ؕ قَالَ یٰقَوۡمِ اعۡبُدُوا اللّٰہَ مَا لَکُمۡ مِّنۡ اِلٰہٍ غَیۡرُہٗ ؕ قَدۡ جَآءَتۡکُمۡ بَیِّنَۃٌ مِّنۡ رَّبِّکُمۡ فَاَوۡفُوا الۡکَیۡلَ وَ الۡمِیۡزَانَ وَ لَا تَبۡخَسُوا النَّاسَ اَشۡیَآءَہُمۡ وَ لَا تُفۡسِدُوۡا فِی الۡاَرۡضِ بَعۡدَ اِصۡلَاحِہَا ؕ ذٰلِکُمۡ خَیۡرٌ لَّکُمۡ اِنۡ کُنۡتُمۡ مُّؤۡمِنِیۡنَ ﴿ۚ۸۵﴾

(૮૫) અને મદયન તરફ (અમોએ) તેમના ભાઇ શોઅયબને મોકલ્યો; તેણે કહ્યું કે અય મારી કોમ ! અલ્લાહની ઇબાદત કરો, તેના સિવાય બીજો કોઇ તમારો માઅબૂદ નથી; તમારા પરવરદિગાર તરફથી તમારી પાસે ખુલ્લી સાબિતી આવી ચૂકી છે, માટે તોલ-માપ પૂરેપૂરૂ આપો અને લોકોને તેમની વસ્તુઓ ઓછી ન આપો, ઝમીનમાં સુઘારણા થઇ ગયા પછી તેમાં ફસાદ ફેલાવો નહિ; અગર તમે મોઅમીન હોવ તો આ વાત તમારા માટે ઘણી જ સારી છે.

86

وَ لَا تَقۡعُدُوۡا بِکُلِّ صِرَاطٍ تُوۡعِدُوۡنَ وَ تَصُدُّوۡنَ عَنۡ سَبِیۡلِ اللّٰہِ مَنۡ اٰمَنَ بِہٖ وَ تَبۡغُوۡنَہَا عِوَجًا ۚ وَ اذۡکُرُوۡۤا اِذۡ کُنۡتُمۡ قَلِیۡلًا فَکَثَّرَکُمۡ ۪ وَ انۡظُرُوۡا کَیۡفَ کَانَ عَاقِبَۃُ الۡمُفۡسِدِیۡنَ ﴿۸۶﴾

(૮૬) દરેક રસ્તા ઉપર ન બેસો કે (ઇમાનવાળાને) ડરાવવો અને અલ્લાહના રસ્તામાં રૂકાવટ બનો અને તેને (શંકાશીલ બનાવીને) વાંકોચૂકો કરવાની કોશિશ કરો અને યાદ કરો કે જ્યારે તમે થોડા હતા ત્યારે તેણે તમને વધારી દીધા, અને જૂઓ કે ફસાદ કરનારાઓનો અંજામ કેવો આવ્યો?

87

وَ اِنۡ کَانَ طَآئِفَۃٌ مِّنۡکُمۡ اٰمَنُوۡا بِالَّذِیۡۤ اُرۡسِلۡتُ بِہٖ وَ طَآئِفَۃٌ لَّمۡ یُؤۡمِنُوۡا فَاصۡبِرُوۡا حَتّٰی یَحۡکُمَ اللّٰہُ بَیۡنَنَا ۚ وَ ہُوَ خَیۡرُ الۡحٰکِمِیۡنَ ﴿۸۷﴾

(૮૭) અને જો તમારામાંથી એક જમાઅત તે (હુકમ) પર કે જેની સાથે હું મોકલાએલો છું ઇમાન લઇ આવે અને બીજી જમાઅત ઇમાન ન લાવે તો જ્યાં સુધી અલ્લાહ આપણી વચ્ચે ફેંસલો કરે નહિ ત્યાં સુધી તમે સબ્ર કરો, અને તે સૌથી બહેતરીન ફેંસલો કરનાર છે.

88

قَالَ الۡمَلَاُ الَّذِیۡنَ اسۡتَکۡبَرُوۡا مِنۡ قَوۡمِہٖ لَنُخۡرِجَنَّکَ یٰشُعَیۡبُ وَ الَّذِیۡنَ اٰمَنُوۡا مَعَکَ مِنۡ قَرۡیَتِنَاۤ اَوۡ لَتَعُوۡدُنَّ فِیۡ مِلَّتِنَا ؕ قَالَ اَوَ لَوۡ کُنَّا کٰرِہِیۡنَ ﴿۟۸۸﴾

(૮૮) તેની કૌમના આગેવાનો કે જેઓ મુતકબ્બીર (અભિમાની) હતા તેમણે કહ્યું કે અય શોઅયબ! તને અને તારી સાથે જેઓ ઇમાન લાવ્યા છે તેઓને અમારા શહેરમાંથી જરૂર કાઢી મૂકીશું અથવા અમારા દીનમાં પાછા આવવું પડશે તેણે કહ્યું, શું અમે (તમારા ધર્મને) નાપસંદ કરતા હોઇએ (તો પણ)?

89

قَدِ افۡتَرَیۡنَا عَلَی اللّٰہِ کَذِبًا اِنۡ عُدۡنَا فِیۡ مِلَّتِکُمۡ بَعۡدَ اِذۡ نَجّٰنَا اللّٰہُ مِنۡہَا ؕ وَ مَا یَکُوۡنُ لَنَاۤ اَنۡ نَّعُوۡدَ فِیۡہَاۤ اِلَّاۤ اَنۡ یَّشَآءَ اللّٰہُ رَبُّنَا ؕ وَسِعَ رَبُّنَا کُلَّ شَیۡءٍ عِلۡمًا ؕ عَلَی اللّٰہِ تَوَکَّلۡنَا ؕ رَبَّنَا افۡتَحۡ بَیۡنَنَا وَ بَیۡنَ قَوۡمِنَا بِالۡحَقِّ وَ اَنۡتَ خَیۡرُ الۡفٰتِحِیۡنَ ﴿۸۹﴾

(૮૯) અલ્લાહ અમને તેનાથી નજાત આપી ચૂક્યા પછી પણ જો અમે તમારા દીનમાં પાછા આવીએ તો ખરેખર અમોએ અલ્લાહ પર જૂઠો આરોપ મૂક્યો કહેવાશે; અને અમારા માટે આ યોગ્ય નથી કે અમે તેમાં પાછા આવીએ. સિવાય કે અમારો પરવરદિગાર એવુ ઇચ્છે; અમારા પરવરદિગારના ઇલ્મે દરેક વસ્તુને ઘેરી લીધેલ છે; અમો અલ્લાહ ઉપર જ આઘાર રાખીએ છીએ; અય અમારા પરવરદિગાર! તું અમારી તથા અમારી કોમ વચ્ચે ખરો ફેસલો કરી દે, અને તું જ સૌથી બહેતરીન ફેસલો કરનારો છે.

90

وَ قَالَ الۡمَلَاُ الَّذِیۡنَ کَفَرُوۡا مِنۡ قَوۡمِہٖ لَئِنِ اتَّبَعۡتُمۡ شُعَیۡبًا اِنَّکُمۡ اِذًا لَّخٰسِرُوۡنَ ﴿۹۰﴾

(૯૦) અને તેની કૌમમાંથી નાસ્તિક આગેવાનોએ કહ્યું કે જો તમોએ શોઅયબની તાબેદારી કરી તો તમે બેશક નુકસાન ભોગવનારા થઇ જશો.

91

فَاَخَذَتۡہُمُ الرَّجۡفَۃُ فَاَصۡبَحُوۡا فِیۡ دَارِہِمۡ جٰثِمِیۡنَ ﴿ۚۖۛ۹۱﴾

(૯૧) પછી તેમને ઝલઝલાએ (ધરતીકંપે) જકડી લીધા, જેથી તેઓના નિર્જીવ શરીર પોતાના ઘરોમાં ઊંધે મોંઢે પટકાઈ પડ્યા રહ્યા.

92

الَّذِیۡنَ کَذَّبُوۡا شُعَیۡبًا کَاَنۡ لَّمۡ یَغۡنَوۡا فِیۡہَا ۚۛ اَلَّذِیۡنَ کَذَّبُوۡا شُعَیۡبًا کَانُوۡا ہُمُ الۡخٰسِرِیۡنَ ﴿۹۲﴾

(૯૨) જેઓએ શોઅયબને જૂઠલાવ્યો હતો તેઓ એવા થઇ ગયા કે જાણે તેઓ તેમાં ક્યારેય વસ્યા જ ન હતા; જેમણે શોઅયબને જૂઠલાવ્યો તેઓ જ (હકીકતમાં) નુકસાન ભોગવનારા હતા.

93

فَتَوَلّٰی عَنۡہُمۡ وَ قَالَ یٰقَوۡمِ لَقَدۡ اَبۡلَغۡتُکُمۡ رِسٰلٰتِ رَبِّیۡ وَ نَصَحۡتُ لَکُمۡ ۚ فَکَیۡفَ اٰسٰی عَلٰی قَوۡمٍ کٰفِرِیۡنَ ﴿٪۹۳﴾

(૯૩) જેથી તેણે (શોએબ અ.સ.એ) તેમના તરફથી મોંઢું ફેરવી લીધું અને કહ્યું કે અય મારી કૌમ! ખરેખર મેં તમને મારા પરવરદિગારનો પયગામ પહોંચાડી દીધો હતો તથા તમારી ભલાઇ ચાહી એવી હાલતમાં કેમ નાસ્તિકો ઉપર અફસોસ કરૂં?

94

وَ مَاۤ اَرۡسَلۡنَا فِیۡ قَرۡیَۃٍ مِّنۡ نَّبِیٍّ اِلَّاۤ اَخَذۡنَاۤ اَہۡلَہَا بِالۡبَاۡسَآءِ وَ الضَّرَّآءِ لَعَلَّہُمۡ یَضَّرَّعُوۡنَ ﴿۹۴﴾

(૯૪) અને એવું નથી બન્યું કે અમોએ કોઇ વસ્તીમાં પયગંબર મોકલ્યો હોય અને તેના રહેવાસીઓને (નાફરમાનીના કારણે) બલા અને મુસીબતમાં સપડાવ્યા ન હોય જેથી કદાચ તેઓ વિનમ્ર બને.

95

ثُمَّ بَدَّلۡنَا مَکَانَ السَّیِّئَۃِ الۡحَسَنَۃَ حَتّٰی عَفَوۡا وَّ قَالُوۡا قَدۡ مَسَّ اٰبَآءَنَا الضَّرَّآءُ وَ السَّرَّآءُ فَاَخَذۡنٰہُمۡ بَغۡتَۃً وَّ ہُمۡ لَا یَشۡعُرُوۡنَ ﴿۹۵﴾

(૯૫) પછી અમોએ તેમની ખરાબ હાલતને સારી હાલતમાં બદલી નાખી, અહીં સુધી કે તેઓ રાહત પામ્યા અને કહેવા લાગ્યા કે ખરેખર (સુખ દુ:ખ સ્વભાવિક છે કાંઇ કહેર નથી) અમારા બાપદાદાઓ પણ દુ:ખ અને સુખ વેઠી ચૂક્યાં છે. પછી ઓચિંતા ંગફલતની હાલતમાં અમોએ તેમને પકડી લીધા.

96

وَ لَوۡ اَنَّ اَہۡلَ الۡقُرٰۤی اٰمَنُوۡا وَ اتَّقَوۡا لَفَتَحۡنَا عَلَیۡہِمۡ بَرَکٰتٍ مِّنَ السَّمَآءِ وَ الۡاَرۡضِ وَ لٰکِنۡ کَذَّبُوۡا فَاَخَذۡنٰہُمۡ بِمَا کَانُوۡا یَکۡسِبُوۡنَ ﴿۹۶﴾

(૯૬) અને જો તે વસ્તીવાળાઓ ઇમાન લઇ આવતે અને (બૂરાઇથી) બચતા રહેતે તો અમે તેમના પર આસમાન તથા ઝમીનની બરકતો ખોલી નાખતે, પરંતુ તેમણે (હકને) જૂઠલાવ્યુ પછી તેમની કરણીઓના કારણે અમોએ તેમને પકડી લીધા.

97

اَفَاَمِنَ اَہۡلُ الۡقُرٰۤی اَنۡ یَّاۡتِیَہُمۡ بَاۡسُنَا بَیَاتًا وَّ ہُمۡ نَآئِمُوۡنَ ﴿ؕ۹۷﴾

(૯૭) શું વસ્તીવાળાઓ પોતાને મહેફૂઝ સમજે છે કે અમારો અઝાબ તેમને રાત્રિમાં પકડી લેશે, જયારે તેઓ સૂતા હોય!?

98

اَوَ اَمِنَ اَہۡلُ الۡقُرٰۤی اَنۡ یَّاۡتِیَہُمۡ بَاۡسُنَا ضُحًی وَّ ہُمۡ یَلۡعَبُوۡنَ ﴿۹۸﴾

(૯૮) અથવા શું વસ્તીવાળાઓ પોતાને મહેફૂઝ સમજે છે કે અમારો અઝાબ તેમને દિવસના અજવાળામાં પકડી લેશે, જયારે તેઓ ખેલકૂદમાં (રચ્યા-પચ્યા) હોય!?

99

اَفَاَمِنُوۡا مَکۡرَ اللّٰہِ ۚ فَلَا یَاۡمَنُ مَکۡرَ اللّٰہِ اِلَّا الۡقَوۡمُ الۡخٰسِرُوۡنَ ﴿٪۹۹﴾

(૯૯) શું ત્યારે તેઓ અલ્લાહના મક્ર (અઝાબ)થી બેપરવા થઇ ગયા છે ? જો કે અલ્લાહના મક્ર (અઝાબ)થી માત્ર નુકસાન ભોગવનારી કોમ સિવાય કોઇ બેપરવા રહેતુ નથી.

100

اَوَ لَمۡ یَہۡدِ لِلَّذِیۡنَ یَرِثُوۡنَ الۡاَرۡضَ مِنۡۢ بَعۡدِ اَہۡلِہَاۤ اَنۡ لَّوۡ نَشَآءُ اَصَبۡنٰہُمۡ بِذُنُوۡبِہِمۡ ۚ وَ نَطۡبَعُ عَلٰی قُلُوۡبِہِمۡ فَہُمۡ لَا یَسۡمَعُوۡنَ ﴿۱۰۰﴾

(૧૦૦) જેઓ જમીનના રહેવાસીઓ પછી વારસદાર થયા છે. તેઓને (આ બનાવોથી) ઇબ્રત નથી મળતી કે જો અમે ચાહતે તો તેમના ગુનાહોને લીધે તેમના પર પણ મુસીબત નાખી દેતે અને તેમના દિલો પર એવી મહોર મારી દેતે જેથી તેઓ સાંભળી શકતે નહિ?

101

تِلۡکَ الۡقُرٰی نَقُصُّ عَلَیۡکَ مِنۡ اَنۡۢبَآئِہَا ۚ وَ لَقَدۡ جَآءَتۡہُمۡ رُسُلُہُمۡ بِالۡبَیِّنٰتِ ۚ فَمَا کَانُوۡا لِیُؤۡمِنُوۡا بِمَا کَذَّبُوۡا مِنۡ قَبۡلُ ؕ کَذٰلِکَ یَطۡبَعُ اللّٰہُ عَلٰی قُلُوۡبِ الۡکٰفِرِیۡنَ ﴿۱۰۱﴾

(૧૦૧) આ એ જ વસ્તીઓ છે કે જેની અમુક ખબરો અમે તને બયાન કરીએ છીએ, અને ખરેખર તેમના પયગંબરો તેમની પાસે ખુલ્લી દલીલો લઇને આવ્યા હતા, પરંતુ જેને તેઓ અગાઉ જૂઠલાવી ચૂક્યા હતા તેના પર ઇમાન લાવવાના નથી; આ રીતે અલ્લાહ ઇન્કાર કરનારાઓના દિલો પર મહોર મારી દે છે.

102

وَ مَا وَجَدۡنَا لِاَکۡثَرِہِمۡ مِّنۡ عَہۡدٍ ۚ وَ اِنۡ وَّجَدۡنَاۤ اَکۡثَرَہُمۡ لَفٰسِقِیۡنَ ﴿۱۰۲﴾

(૧૦૨) અને અમોએ તેઓમાંના ઘણાખરાઓને વચનના પાબંદ જોયા નહિ, પરંતુ અમોએ ખરેખર તેઓમાંના ઘણાઓને ફાસિક જોયા છે.

103

ثُمَّ بَعَثۡنَا مِنۡۢ بَعۡدِہِمۡ مُّوۡسٰی بِاٰیٰتِنَاۤ اِلٰی فِرۡعَوۡنَ وَ مَلَا۠ئِہٖ فَظَلَمُوۡا بِہَا ۚ فَانۡظُرۡ کَیۡفَ کَانَ عَاقِبَۃُ الۡمُفۡسِدِیۡنَ ﴿۱۰۳﴾

(૧૦૩) તેમના પછી અમોએ મૂસાને અમારી નિશાનીઓ સાથે ફિરઔન તથા તેની કૌમના આગેવાનો તરફ મોકલ્યો, (પરંતુ) તેઓએ (કબૂલ ન કરીને) તેના પર ઝુલ્મ કર્યો, પછી જુઓ કે ફસાદ કરનારાઓનો અંજામ કેવો હતો!

104

وَ قَالَ مُوۡسٰی یٰفِرۡعَوۡنُ اِنِّیۡ رَسُوۡلٌ مِّنۡ رَّبِّ الۡعٰلَمِیۡنَ ﴿۱۰۴﴾ۙ

(૧૦૪) અને મૂસાએ ફરમાવ્યું કે અય ફિરઔન! બેશક હું તમામ દુનિયાઓના પરવરદિગાર તરફથી રસૂલ છું:

105

حَقِیۡقٌ عَلٰۤی اَنۡ لَّاۤ اَقُوۡلَ عَلَی اللّٰہِ اِلَّا الۡحَقَّ ؕ قَدۡ جِئۡتُکُمۡ بِبَیِّنَۃٍ مِّنۡ رَّبِّکُمۡ فَاَرۡسِلۡ مَعِیَ بَنِیۡۤ اِسۡرَآءِیۡلَ ﴿۱۰۵﴾ؕ

(૧૦૫) મારા માટે એ વ્યાજબી નથી કે અલ્લાહ બાબતે હક સિવાય બીજું કાંઇ બોલું; હું ખરેખર તમારા પરવરદિગાર તરફથી વાઝેહ દલીલો લઇને આવ્યો છું, માટે બની ઇસરાઇલને મારી સાથે મોકલી દે.

106

قَالَ اِنۡ کُنۡتَ جِئۡتَ بِاٰیَۃٍ فَاۡتِ بِہَاۤ اِنۡ کُنۡتَ مِنَ الصّٰدِقِیۡنَ ﴿۱۰۶﴾

(૧૦૬) (ફિરઔને) કહ્યું અગર તું કોઇ નિશાની લાવ્યો હોય અને જો તું સાચો હોય તો લાવ, તે રજૂ કર.

107

فَاَلۡقٰی عَصَاہُ فَاِذَا ہِیَ ثُعۡبَانٌ مُّبِیۡنٌ ﴿۱۰۷﴾ۚۖ

(૧૦૭) આથી (મૂસાએ) પોતાની અસા (લાકડી) ઝમીન પર નાખી દીધી જે જીવતો અજગર બની ગઇ.

108

وَّ نَزَعَ یَدَہٗ فَاِذَا ہِیَ بَیۡضَآءُ لِلنّٰظِرِیۡنَ ﴿۱۰۸﴾٪

(૧૦૮) અને તેણે પોતાનો હાથ (ગિરેબાનમાંથી) બહાર ખેંચી કાઢ્યો કે તરત જ તે દેખનારાઓ માટે સફેદ બની ગયો.

109

قَالَ الۡمَلَاُ مِنۡ قَوۡمِ فِرۡعَوۡنَ اِنَّ ہٰذَا لَسٰحِرٌ عَلِیۡمٌ ﴿۱۰۹﴾ۙ

(૧૦૯) (જે દેખીને) ફિરઔનની કૌમના બુઝુર્ગોએ કહ્યું કે, બેશક આ એક જાણકાર જાદુગર છે.

110

یُّرِیۡدُ اَنۡ یُّخۡرِجَکُمۡ مِّنۡ اَرۡضِکُمۡ ۚ فَمَا ذَا تَاۡمُرُوۡنَ ﴿۱۱۰﴾

(૧૧૦) તે તમને તમારા દેશમાંથી હાંકી કાઢવા ચાહે છે; માટે તમારો શું હુકમ (વિચાર) છે?

111

قَالُوۡۤا اَرۡجِہۡ وَ اَخَاہُ وَ اَرۡسِلۡ فِی الۡمَدَآئِنِ حٰشِرِیۡنَ ﴿۱۱۱﴾ۙ

(૧૧૧) તેમણે કહ્યું કે તેને તથા તેના ભાઇને (જવાબની ઉમ્મીદમાં) રોકી રાખો અને (બઘા) શહેરોમાં (જાદુગરોને) જમા કરવા મોકલ:

112

یَاۡتُوۡکَ بِکُلِّ سٰحِرٍ عَلِیۡمٍ ﴿۱۱۲﴾

(૧૧૨) કે જેથી તેઓ દરેક જાણકાર જાદુગરોને તારી હજૂરમાં લઇ આવે.

113

وَ جَآءَ السَّحَرَۃُ فِرۡعَوۡنَ قَالُوۡۤا اِنَّ لَنَا لَاَجۡرًا اِنۡ کُنَّا نَحۡنُ الۡغٰلِبِیۡنَ ﴿۱۱۳﴾

(૧૧૩) અને તે જાદુગરો ફિરઔન પાસે આવ્યા અને કહ્યું કે જો અમે કામ્યાબ થઇએ તો અમને જરૂર સારો બદલો મળશે?!

114

قَالَ نَعَمۡ وَ اِنَّکُمۡ لَمِنَ الۡمُقَرَّبِیۡنَ ﴿۱۱۴﴾

(૧૧૪) તેણે કહ્યું, હા. અને બેશક તમે મુકર્રબ બની જશો.

115

قَالُوۡا یٰمُوۡسٰۤی اِمَّاۤ اَنۡ تُلۡقِیَ وَ اِمَّاۤ اَنۡ نَّکُوۡنَ نَحۡنُ الۡمُلۡقِیۡنَ ﴿۱۱۵﴾

(૧૧૫) તેઓએ કહ્યું, અય મૂસા! તું (જાદુનો દાવ) ફેંકે છે કે અમે જ ફેંકનારા બનીએ?

116

قَالَ اَلۡقُوۡا ۚ فَلَمَّاۤ اَلۡقَوۡا سَحَرُوۡۤا اَعۡیُنَ النَّاسِ وَ اسۡتَرۡہَبُوۡہُمۡ وَ جَآءُوۡ بِسِحۡرٍ عَظِیۡمٍ ﴿۱۱۶﴾

(૧૧૬) તેણે કહ્યું ફેંકો. આથી જ્યારે તેઓએ (જાદુનો દાવ) ફેંક્યો ત્યારે લોકોની નજરને છેતરીને તેમને ખોફઝદા (ભયભિત) કરી મૂક્યા અને ઘણો જ મોટો જાદુ રજૂ કર્યો.

117

وَ اَوۡحَیۡنَاۤ اِلٰی مُوۡسٰۤی اَنۡ اَلۡقِ عَصَاکَ ۚ فَاِذَا ہِیَ تَلۡقَفُ مَا یَاۡفِکُوۡنَ ﴿۱۱۷﴾ۚ

(૧૧૭) અને અમોએ મૂસા તરફ વહી મોકલી કે તું તારી અસા (લાકડી) નાખી દે, પછી તરત જ જૂઠા જાદુને ગળી ગઇ.

118

فَوَقَعَ الۡحَقُّ وَ بَطَلَ مَا کَانُوۡا یَعۡمَلُوۡنَ ﴿۱۱۸﴾ۚ

(૧૧૮) પછી હક જાહેર થઇ ગયું અને જે કાંઇ તેઓ કરતા હતા તે બાતિલ થઇ ગયું.

119

فَغُلِبُوۡا ہُنَالِکَ وَ انۡقَلَبُوۡا صٰغِرِیۡنَ ﴿۱۱۹﴾ۚ

(૧૧૯) તેઓ ત્યાંજ મગલૂબ થયા (હારી ગયા) અને ઝલીલ બની પાછા ફર્યા.

120

وَ اُلۡقِیَ السَّحَرَۃُ سٰجِدِیۡنَ ﴿۱۲۰﴾ۚۖ

(૧૨૦) અને જાદુગરો (બેઇખ્તેયાર) સજદામાં પડી ગયા.

121

قَالُوۡۤا اٰمَنَّا بِرَبِّ الۡعٰلَمِیۡنَ ﴿۱۲۱﴾ۙ

(૧૨૧) તેઓએ કહ્યું કે અમે દુનિયાઓના પરવરદિગાર પર ઇમાન લઇ આવ્યા:

122

رَبِّ مُوۡسٰی وَ ہٰرُوۡنَ ﴿۱۲۲﴾

(૧૨૨) મૂસા તથા હારૂનના પરવરદિગાર પર.

123

قَالَ فِرۡعَوۡنُ اٰمَنۡتُمۡ بِہٖ قَبۡلَ اَنۡ اٰذَنَ لَکُمۡ ۚ اِنَّ ہٰذَا لَمَکۡرٌ مَّکَرۡتُمُوۡہُ فِی الۡمَدِیۡنَۃِ لِتُخۡرِجُوۡا مِنۡہَاۤ اَہۡلَہَا ۚ فَسَوۡفَ تَعۡلَمُوۡنَ ﴿۱۲۳﴾

(૧૨૩) ફિરઔને કહ્યું શું તમે તેના પર ઇમાન લાવ્યા, એ પહેલાં કે હું તમને (તેમ કરવાની) રજામંદી આપું? બેશક આ તમારી ચાલબાજી છે કે જે તમોએ આ શહેરના રહેવાસીઓને અહીંથી કાઢી મૂકવા (માટે) ચલાવી છે, પણ નઝદીકમાં જ તમે (અંજામ) જાણી લેશો.

124

لَاُقَطِّعَنَّ اَیۡدِیَکُمۡ وَ اَرۡجُلَکُمۡ مِّنۡ خِلَافٍ ثُمَّ لَاُصَلِّبَنَّکُمۡ اَجۡمَعِیۡنَ ﴿۱۲۴﴾

(૧૨૪) હું તમારા ઊલ્ટા હાથ પગ જરૂર કાપી નાખીશ, (એટલે કે જમણો હાથ ડાબો પગ અથવા તેનાથી ઉલટું) પછી તમો સર્વેને શૂળી પર ચઢાવીશ.

125

قَالُوۡۤا اِنَّاۤ اِلٰی رَبِّنَا مُنۡقَلِبُوۡنَ ﴿۱۲۵﴾ۚ

(૧૨૫) તેમણે કહ્યું કે બેશક અમે અમારા પરવરદિગાર તરફ પાછા ફરશું.

126

وَ مَا تَنۡقِمُ مِنَّاۤ اِلَّاۤ اَنۡ اٰمَنَّا بِاٰیٰتِ رَبِّنَا لَمَّا جَآءَتۡنَا ؕ رَبَّنَاۤ اَفۡرِغۡ عَلَیۡنَا صَبۡرًا وَّ تَوَفَّنَا مُسۡلِمِیۡنَ ﴿۱۲۶﴾٪

(૧૨૬) અને તું અમારાથી માત્ર એટલા માટે જ ઇન્તેકામ લે છો કે અમારા પરવરદિગારની આયતો અમારા પાસે આવી અને અમો તેના ઉપર લાવ્યા; અય અમારા પરવરદિગાર! તું અમને સબ્ર અતા કર, અને અમારી મૌત મુસલમાન હોવાની હાલતમાં લાવજે.

127

وَ قَالَ الۡمَلَاُ مِنۡ قَوۡمِ فِرۡعَوۡنَ اَتَذَرُ مُوۡسٰی وَ قَوۡمَہٗ لِیُفۡسِدُوۡا فِی الۡاَرۡضِ وَ یَذَرَکَ وَ اٰلِہَتَکَ ؕ قَالَ سَنُقَتِّلُ اَبۡنَآءَہُمۡ وَ نَسۡتَحۡیٖ نِسَآءَہُمۡ ۚ وَ اِنَّا فَوۡقَہُمۡ قٰہِرُوۡنَ ﴿۱۲۷﴾

(૧૨૭) અને ફિરઔનની કૌમના આગેવાનોએ તેને કહ્યું કે શું તું મૂસા તથા તેની કૌમને છોડી દઇશ કે તે ઝમીનમાં ફસાદ ફેલાવે અને તને તથા તારા માઅબૂદોને ત્યજી દે? તેણે કહ્યું અમે તેમના ફરઝંદોને મારી નાખીશું અને તેમની ઔરતોને (ખિદમત માટે) જીવતી રાખશું, અને બેશક આપણે જ તેમના પર ગાલીબ છીએ.

128

قَالَ مُوۡسٰی لِقَوۡمِہِ اسۡتَعِیۡنُوۡا بِاللّٰہِ وَ اصۡبِرُوۡا ۚ اِنَّ الۡاَرۡضَ لِلّٰہِ ۟ۙ یُوۡرِثُہَا مَنۡ یَّشَآءُ مِنۡ عِبَادِہٖ ؕ وَ الۡعَاقِبَۃُ لِلۡمُتَّقِیۡنَ ﴿۱۲۸﴾

(૧૨૮) મૂસાએ પોતાની કૌમને ફરમાવ્યું કે તમે અલ્લાહ પાસે મદદ માંગો અને ધીરજ રાખો; બેશક આ ઝમીન અલ્લાહની જ છે, તે પોતાના બંદાઓમાંથી જેને ચાહે છે તેને તે (ઝમીન)ના વારસદાર બનાવે છે; અને (નેક) અંત પરહેઝગારો માટે જ છે.

129

قَالُوۡۤا اُوۡذِیۡنَا مِنۡ قَبۡلِ اَنۡ تَاۡتِیَنَا وَ مِنۡۢ بَعۡدِ مَا جِئۡتَنَا ؕ قَالَ عَسٰی رَبُّکُمۡ اَنۡ یُّہۡلِکَ عَدُوَّکُمۡ وَ یَسۡتَخۡلِفَکُمۡ فِی الۡاَرۡضِ فَیَنۡظُرَ کَیۡفَ تَعۡمَلُوۡنَ ﴿۱۲۹﴾٪

(૧૨૯) તેઓએ કહ્યું કે અમોને તારા આવવા પહેલાં ઇજા પહોંચાડવામાં આવી છે અને તારા આવવા પછી પણ (આ સિલસિલો શરૂ છે); (મૂસાએ) ફરમાવ્યું ઉમ્મીદ છે કે તમારો પરવરદિગાર તમારા દુશ્મનોને નાબૂદ કરી નાખે અને તમને આ ઝમીનમાં તેમના વારસદાર બનાવી દે, પછી જુએ કે તમે કેવી રીતે અમલ કરો છો?

130

وَ لَقَدۡ اَخَذۡنَاۤ اٰلَ فِرۡعَوۡنَ بِالسِّنِیۡنَ وَ نَقۡصٍ مِّنَ الثَّمَرٰتِ لَعَلَّہُمۡ یَذَّکَّرُوۡنَ ﴿۱۳۰﴾

(૧૩૦) અને બેશક અમોએ ફિરઔનીઓને દુકાળ તથા ફળોની નુકસાનીમાં સપડાવ્યા કે કદાચને તેઓ ચેતે.

131

فَاِذَا جَآءَتۡہُمُ الۡحَسَنَۃُ قَالُوۡا لَنَا ہٰذِہٖ ۚ وَ اِنۡ تُصِبۡہُمۡ سَیِّئَۃٌ یَّطَّیَّرُوۡا بِمُوۡسٰی وَ مَنۡ مَّعَہٗ ؕ اَلَاۤ اِنَّمَا طٰٓئِرُہُمۡ عِنۡدَ اللّٰہِ وَ لٰکِنَّ اَکۡثَرَہُمۡ لَا یَعۡلَمُوۡنَ ﴿۱۳۱﴾

(૧૩૧) પછી જ્યારે તેઓને કોઇ નેકી (નેઅમત) હાંસિલ થતી ત્યારે તેઓ કહેતા કે આ તો અમારો હક છે; અને અગર તેઓ પર કોઇ બલા આવી પડતી તો તેને મૂસા તથા તેના સાથીઓની મનહુસી ગણી કાઢતા; જાણી લ્યો કે તેઓની મનહુસી માત્ર (તેઓના બદઆમાલના કારણે) અલ્લાહ તરફથી જ છે પણ તેઓમાંના ઘણા ખરા જાણતા નથી.

132

وَ قَالُوۡا مَہۡمَا تَاۡتِنَا بِہٖ مِنۡ اٰیَۃٍ لِّتَسۡحَرَنَا بِہَا ۙ فَمَا نَحۡنُ لَکَ بِمُؤۡمِنِیۡنَ ﴿۱۳۲﴾

(૧૩૨) અને તેમણે કહ્યું કે તું અમારા ઉપર જાદુ કરવા માટે ગમે તેવી નિશાની લઇ આવે, તો પણ અમે તારા પર કયારેય ઇમાન લાવીશું નહિ.

133

فَاَرۡسَلۡنَا عَلَیۡہِمُ الطُّوۡفَانَ وَ الۡجَرَادَ وَ الۡقُمَّلَ وَ الضَّفَادِعَ وَ الدَّمَ اٰیٰتٍ مُّفَصَّلٰتٍ ۟ فَاسۡتَکۡبَرُوۡا وَ کَانُوۡا قَوۡمًا مُّجۡرِمِیۡنَ ﴿۱۳۳﴾

(૧૩૩) પછી અમોએ તેમના ઉપર તીડો, ટોલા (જુ), દેડકા તથા લોહીના તોફાનની જુદી જુદી નિશાનીઓ મોકલી, છતાં પણ તેઓએ તકબ્બૂર (હઠાગ્રહ) રાખ્યો. ખરેખર તેઓ મુજરીમો હતા.

134

وَ لَمَّا وَقَعَ عَلَیۡہِمُ الرِّجۡزُ قَالُوۡا یٰمُوۡسَی ادۡعُ لَنَا رَبَّکَ بِمَا عَہِدَ عِنۡدَکَ ۚ لَئِنۡ کَشَفۡتَ عَنَّا الرِّجۡزَ لَنُؤۡمِنَنَّ لَکَ وَ لَنُرۡسِلَنَّ مَعَکَ بَنِیۡۤ اِسۡرَآءِیۡلَ ﴿۱۳۴﴾ۚ

(૧૩૪) અને જ્યારે તેમના પર આફત આવી ત્યારે તેઓએ કહ્યું કે અય મૂસા! તારા પરવરદિગારે તારી સાથે જે વાયદો કર્યો છે તે પ્રમાણે તેની પાસે અમારા માટે દુઆ માંગ; અગર તું અમારા ઉપરથી આ આફત ટાળી દઇશ તો અમે ખરેખર તારા ઉપર ઇમાન લાવીશું અને બની ઇસરાઇલને પણ તારી સાથે જરૂર મોકલી દઇશું.

135

فَلَمَّا کَشَفۡنَا عَنۡہُمُ الرِّجۡزَ اِلٰۤی اَجَلٍ ہُمۡ بٰلِغُوۡہُ اِذَا ہُمۡ یَنۡکُثُوۡنَ ﴿۱۳۵﴾

(૧૩૫) પછી જ્યારે અમે તેમના પરથી આફતને એક મુદ્દત પૂરી કરીને ઊઠાવી લેતા ત્યારે તેઓ ફરીથી વાયદા ખિલાફી કરતા હતા.

136

فَانۡتَقَمۡنَا مِنۡہُمۡ فَاَغۡرَقۡنٰہُمۡ فِی الۡیَمِّ بِاَنَّہُمۡ کَذَّبُوۡا بِاٰیٰتِنَا وَ کَانُوۡا عَنۡہَا غٰفِلِیۡنَ ﴿۱۳۶﴾

(૧૩૬) છેવટે અમોએ તેમનાથી બદલો લીધો. અને તેમને દરિયામાં ડૂબાડી દીધા, એ માટે કે તેઓ અમારી આયતોને (નિશાનીઓને) જૂઠલાવતા હતા અને તેનાથી ગાફિલ હતા.

137

وَ اَوۡرَثۡنَا الۡقَوۡمَ الَّذِیۡنَ کَانُوۡا یُسۡتَضۡعَفُوۡنَ مَشَارِقَ الۡاَرۡضِ وَ مَغَارِبَہَا الَّتِیۡ بٰرَکۡنَا فِیۡہَا ؕ وَ تَمَّتۡ کَلِمَتُ رَبِّکَ الۡحُسۡنٰی عَلٰی بَنِیۡۤ اِسۡرَآءِیۡلَ ۬ۙ بِمَا صَبَرُوۡا ؕ وَ دَمَّرۡنَا مَا کَانَ یَصۡنَعُ فِرۡعَوۡنُ وَ قَوۡمُہٗ وَ مَا کَانُوۡا یَعۡرِشُوۡنَ ﴿۱۳۷﴾

(૧૩૭) અને અમોએ તે કૌમને કે જે કમજોર બનાવીને રાખવામાં આવી હતી તેને અમોએ બરકત આપેલી ઝમીનમાં પૂર્વ તથા પશ્ચિમના વારસદાર બનાવ્યા; અને બની ઇસરાઇલના સંબંધમાં તેમના સબ્રના કારણે તારા પરવરદિગારનો બહેતરીન વાયદો પૂરો થઇ ગયો; અને ફિરઔન તથા તેની કૌમ જે કાંઇ નિર્માણ કરતા હતા અને (તેને) બુલંદ કરતા હતા. તેનો અમોએ નાશ કરી નાખ્યો.

138

وَ جٰوَزۡنَا بِبَنِیۡۤ اِسۡرَآءِیۡلَ الۡبَحۡرَ فَاَتَوۡا عَلٰی قَوۡمٍ یَّعۡکُفُوۡنَ عَلٰۤی اَصۡنَامٍ لَّہُمۡ ۚ قَالُوۡا یٰمُوۡسَی اجۡعَلۡ لَّنَاۤ اِلٰـہًا کَمَا لَہُمۡ اٰلِـہَۃٌ ؕ قَالَ اِنَّکُمۡ قَوۡمٌ تَجۡہَلُوۡنَ ﴿۱۳۸﴾

(૧૩૮) અને અમે ઇસરાઇલની ઔલાદને દરિયા પાર પહોંચાડી દીધી; પછી તેઓ એક એવી કોમ પાસે પહોંચ્યા કે જેઓ પોતાના બૂતોની ઇબાદતમાં રોકાયેલ હતા. તેઓએ કહ્યું કે અય મૂસા! અમારા માટે માઅબૂદ બનાવી આપ જેવી રીતે આ લોકો પાસે (તેમના) માઅબૂદો છે. તેણે કહ્યું, બેશક તમે નાદાન લોકો છો.

139

اِنَّ ہٰۤؤُلَآءِ مُتَبَّرٌ مَّا ہُمۡ فِیۡہِ وَ بٰطِلٌ مَّا کَانُوۡا یَعۡمَلُوۡنَ ﴿۱۳۹﴾

(૧૩૯) બેશક, આ લોકો જેમાં રચ્યા પચ્યા રહે છે તે અવશ્ય નાશ પામશે અને જે કાર્યો તેઓ કરે છે તે બાતિલ (નકામું) છે.

140

قَالَ اَغَیۡرَ اللّٰہِ اَبۡغِیۡکُمۡ اِلٰـہًا وَّ ہُوَ فَضَّلَکُمۡ عَلَی الۡعٰلَمِیۡنَ ﴿۱۴۰﴾

(૧૪૦) તેણે કહ્યું શું હું તમારા માટે અલ્લાહના સિવાય બીજો માઅબૂદ તલબ કરૂં ? જ્યારે કે તેણે તમને તમામ મખલૂક ઉપર ફઝીલત આપી છે.

141

وَ اِذۡ اَنۡجَیۡنٰکُمۡ مِّنۡ اٰلِ فِرۡعَوۡنَ یَسُوۡمُوۡنَکُمۡ سُوۡٓءَ الۡعَذَابِ ۚ یُقَتِّلُوۡنَ اَبۡنَآءَکُمۡ وَ یَسۡتَحۡیُوۡنَ نِسَآءَکُمۡ ؕ وَ فِیۡ ذٰلِکُمۡ بَلَآءٌ مِّنۡ رَّبِّکُمۡ عَظِیۡمٌ ﴿۱۴۱﴾٪

(૧૪૧) અને જ્યારે અમોએ તમને ફિરઔની-ઓથી છૂટકારો આપ્યો કે જેઓ તમને સખત સજા કરતા હતા, તમારા ફરઝંદોને મારી નાખતા હતા તમારી ઔરતોને (ખિદમત માટે) જીવતી રહેવા દેતા હતા; અને તેમાં તમારા પરવરદિગાર તરફથી સખત અજમાઇશ હતી.

142

وَ وٰعَدۡنَا مُوۡسٰی ثَلٰثِیۡنَ لَیۡلَۃً وَّ اَتۡمَمۡنٰہَا بِعَشۡرٍ فَتَمَّ مِیۡقَاتُ رَبِّہٖۤ اَرۡبَعِیۡنَ لَیۡلَۃً ۚ وَ قَالَ مُوۡسٰی لِاَخِیۡہِ ہٰرُوۡنَ اخۡلُفۡنِیۡ فِیۡ قَوۡمِیۡ وَ اَصۡلِحۡ وَ لَا تَتَّبِعۡ سَبِیۡلَ الۡمُفۡسِدِیۡنَ ﴿۱۴۲﴾

(૧૪૨) અને અમોએ મૂસા સાથે ત્રીસ રાત્રિઓની મુદ્દત નક્કી કરી અને પછી તેમાં દસ (ઉમેરી) તે (મુદ્દત) પૂરી કરી, જેથી તેના પરવરદિગારે નક્કી કરેલી ચાલીસ રાત્રિઓની મુદ્દત પૂરી થઇ ગઇ અને મૂસાએ પોતાના ભાઇ હારૂનને કહ્યું કે તું મારી કોમમાં મારો ખલીફા બનીને (કોમની) ઇસ્લાહ કર અને ફસાદખોરોના રસ્તાની તાબેદારી કરજે નહિ.

143

وَ لَمَّا جَآءَ مُوۡسٰی لِمِیۡقَاتِنَا وَ کَلَّمَہٗ رَبُّہٗ ۙ قَالَ رَبِّ اَرِنِیۡۤ اَنۡظُرۡ اِلَیۡکَ ؕ قَالَ لَنۡ تَرٰىنِیۡ وَ لٰکِنِ انۡظُرۡ اِلَی الۡجَبَلِ فَاِنِ اسۡتَقَرَّ مَکَانَہٗ فَسَوۡفَ تَرٰىنِیۡ ۚ فَلَمَّا تَجَلّٰی رَبُّہٗ لِلۡجَبَلِ جَعَلَہٗ دَکًّا وَّ خَرَّ مُوۡسٰی صَعِقًا ۚ فَلَمَّاۤ اَفَاقَ قَالَ سُبۡحٰنَکَ تُبۡتُ اِلَیۡکَ وَ اَنَا اَوَّلُ الۡمُؤۡمِنِیۡنَ ﴿۱۴۳﴾

(૧૪૩) અને જ્યારે મૂસા અમારા નક્કી કરેલા સમયે / સ્થળે આવ્યા અને તેના પરવરદિગારે તેની સાથે વાતો કરી ત્યારે તેણે વિનંતી કરી કે અય મારા પરવરદિગાર ! તું મને તારા દીદાર કરાવ કે જેથી હું તને જોઇ લઉં. તેણે ફરમાવ્યું કે તું મને હરગિઝ જોઇ શકશે નહિ, પરંતુ આ પહાડ તરફ નજર કર; પછી અગર તે પોતાની જગ્યાએ કાયમ રહે તો તું મને જોઇ શકશે, પછી જ્યારે તેના પરવરદિગારે પહાડ પર પોતાનો જલ્વો જાહેર કર્યો. ત્યારે તે પહાડ ભાંગીને ચૂર થઇ ગયો અને મૂસા બેભાન થઇ પડી ગયા: પછી જ્યારે હોશમાં આવ્યા ત્યારે કહ્યું કે પાક છે તારી જાત, હું તારી બારગાહમાં તૌબા કરૂં છું અને હું સૌથી પહેલો ઇમાન લાવનાર છું.

144

قَالَ یٰمُوۡسٰۤی اِنِّی اصۡطَفَیۡتُکَ عَلَی النَّاسِ بِرِسٰلٰتِیۡ وَ بِکَلَامِیۡ ۫ۖ فَخُذۡ مَاۤ اٰتَیۡتُکَ وَ کُنۡ مِّنَ الشّٰکِرِیۡنَ ﴿۱۴۴﴾

(૧૪૪) તેણે ફરમાવ્યું, અય મૂસા ! બેશક મેં તને મારી રિસાલત તથા મારા કલામ માટે લોકો પર (ફઝીલત આપી) ચૂંટી કાઢ્યો છે, માટે જે કાંઇ હું તને આપુંં તે લઇ લે અને શુક્ર ગુઝારોમાંથી થઇ જા.

145

وَ کَتَبۡنَا لَہٗ فِی الۡاَلۡوَاحِ مِنۡ کُلِّ شَیۡءٍ مَّوۡعِظَۃً وَّ تَفۡصِیۡلًا لِّکُلِّ شَیۡءٍ ۚ فَخُذۡہَا بِقُوَّۃٍ وَّ اۡمُرۡ قَوۡمَکَ یَاۡخُذُوۡا بِاَحۡسَنِہَا ؕ سَاُورِیۡکُمۡ دَارَ الۡفٰسِقِیۡنَ ﴿۱۴۵﴾

(૧૪૫) અને અમોએ તેના માટે (તૌરેતની) તખ્તીઓમાં દરેક વસ્તુઓ વિશેની નસીહત અને દરેક વસ્તુને તફસીલ (વિસ્તાર)થી બયાન કરી દીધી; માટે તેને મજબૂતીથી (અમલમાં) લ્યો અને તારી કૌમને હુકમ કર કે તે (લખાણ)ને બહેતરીન રીતે (અમલમાં) લ્યો, હું તમને નાફરમાનોનું રહેઠાણ દેખાડી દઇશ.

146

سَاَصۡرِفُ عَنۡ اٰیٰتِیَ الَّذِیۡنَ یَتَکَبَّرُوۡنَ فِی الۡاَرۡضِ بِغَیۡرِ الۡحَقِّ ؕ وَ اِنۡ یَّرَوۡا کُلَّ اٰیَۃٍ لَّا یُؤۡمِنُوۡا بِہَا ۚ وَ اِنۡ یَّرَوۡا سَبِیۡلَ الرُّشۡدِ لَا یَتَّخِذُوۡہُ سَبِیۡلًا ۚ وَ اِنۡ یَّرَوۡا سَبِیۡلَ الۡغَیِّ یَتَّخِذُوۡہُ سَبِیۡلًا ؕ ذٰلِکَ بِاَنَّہُمۡ کَذَّبُوۡا بِاٰیٰتِنَا وَ کَانُوۡا عَنۡہَا غٰفِلِیۡنَ ﴿۱۴۶﴾

(૧૪૬) હું ટૂંક સમયમાં જેઓ ઝમીન પર નાહક તકબ્બૂર (ઘમંડ) કર્યા કરે છે તેઓને મારી નિશાનીઓથી (દૂર) હટાવી દઇશ; અને જો તેઓ દરેક નિશાની જોઇ લેશે તો પણ તેના પર ઇમાન લાવશે નહિ. અને જો તેઓ હિદાયતનો રસ્તો જોઇ લેશે તો પણ તેને પોતાનો રસ્તો બનાવશે નહિ. અને જો તેઓ ગુમરાહીનો રસ્તો જોશે તો તેને પોતાનો રસ્તો બનાવી લેશે; આ એ માટે કે તેઓ અમારી નિશાનીઓ જૂઠલાવતા હતા અને તેનાથી ગાફિલ રહ્યા.

147

وَ الَّذِیۡنَ کَذَّبُوۡا بِاٰیٰتِنَا وَ لِقَآءِ الۡاٰخِرَۃِ حَبِطَتۡ اَعۡمَالُہُمۡ ؕ ہَلۡ یُجۡزَوۡنَ اِلَّا مَا کَانُوۡا یَعۡمَلُوۡنَ ﴿۱۴۷﴾٪

(૧૪૭) અને જે લોકો અમારી આયતોને તથા આખેરતની મુલાકાતને જૂઠલાવે છે તેમના આમાલ નાબૂદ થઇ જશે; શું તેઓને જે આમાલ કર્યા કરતા હતા તેના સિવાય બીજો કંઇ બદલો આપવામાં આવશે?

148

وَ اتَّخَذَ قَوۡمُ مُوۡسٰی مِنۡۢ بَعۡدِہٖ مِنۡ حُلِیِّہِمۡ عِجۡلًا جَسَدًا لَّہٗ خُوَارٌ ؕ اَلَمۡ یَرَوۡا اَنَّہٗ لَا یُکَلِّمُہُمۡ وَ لَا یَہۡدِیۡہِمۡ سَبِیۡلًا ۘ اِتَّخَذُوۡہُ وَ کَانُوۡا ظٰلِمِیۡنَ ﴿۱۴۸﴾

(૧૪૮) અને મૂસાની કોમે તેના (મુનાજાત માટે) જવા પછી પોતાના ઘરેણાંઓમાંથી એક વાછરડાની મૂર્તિ બનાવી, જેનો અવાજ ગાયના ભાંભરવા જેવો હતો. શું તેઓ એટલું પણ જોતા ન હતા કે તે ન તેમની સાથે વાત કરતું હતું અને ન તેમની હિદાયત કરતું હતું ? તેઆએ તેને (ઇબાદત માટે) પસંદ કર્યુ અને તેઓ ઝાલિમ હતા.

149

وَ لَمَّا سُقِطَ فِیۡۤ اَیۡدِیۡہِمۡ وَ رَاَوۡا اَنَّہُمۡ قَدۡ ضَلُّوۡا ۙ قَالُوۡا لَئِنۡ لَّمۡ یَرۡحَمۡنَا رَبُّنَا وَ یَغۡفِرۡ لَنَا لَنَکُوۡنَنَّ مِنَ الۡخٰسِرِیۡنَ ﴿۱۴۹﴾

(૧૪૯) અને જ્યારે તેઓને પસ્તાવો થયો અને જોયું કે તેઓ ગુમરાહ થઇ ગયા હતા ત્યારે તેમણે કહ્યુ કે જો અમારો પરવરદિગાર અમારા પર રહેમ નહિ કરે અને અમને માફ નહિ કરે તો અમે ખરેખર નુકસાન ભોગવાનારાઓમાંથી થઇ જઇશું.

150

وَ لَمَّا رَجَعَ مُوۡسٰۤی اِلٰی قَوۡمِہٖ غَضۡبَانَ اَسِفًا ۙ قَالَ بِئۡسَمَا خَلَفۡتُمُوۡنِیۡ مِنۡۢ بَعۡدِیۡ ۚ اَعَجِلۡتُمۡ اَمۡرَ رَبِّکُمۡ ۚ وَ اَلۡقَی الۡاَلۡوَاحَ وَ اَخَذَ بِرَاۡسِ اَخِیۡہِ یَجُرُّہٗۤ اِلَیۡہِ ؕ قَالَ ابۡنَ اُمَّ اِنَّ الۡقَوۡمَ اسۡتَضۡعَفُوۡنِیۡ وَ کَادُوۡا یَقۡتُلُوۡنَنِیۡ ۫ۖ فَلَا تُشۡمِتۡ بِیَ الۡاَعۡدَآءَ وَ لَا تَجۡعَلۡنِیۡ مَعَ الۡقَوۡمِ الظّٰلِمِیۡنَ ﴿۱۵۰﴾

(૧૫૦) અને જ્યારે મૂસા પોતાની કોમ તરફ એકદમ ગુસ્સાની હાલતમાં અને અફસોસ કરતા પાછા ફર્યા ત્યારે કહ્યું કે તમો મારા બાદ ખરાબ વારસદારો હતા; શા માટે પરવરદિગારના (મુદ્દત વધારવાના) હુકમ બાબતે ઉતાવળ કરી? અને (તૌરેતની) તખ્તીઓ ફેંકી દીધી અને પોતાના ભાઇનું માથું પકડી પોતાની તરફ ખેંચ્યો. (ત્યારે) તેણે (હારૂને) કહ્યું કે અય મારા માજાયા! ખરેજ કોમવાળાઓએ મને નાતવાન બનાવી દીધો હતો અને મને મારી નાખવાની અણી ઉપર હતા, માટે તું દુશ્મનોને મારી ઉપર મેણાટોણા મારવા(નો મોકો) ન દે અને મને ઝુલમગારોની સાથે ન રાખ.

151

قَالَ رَبِّ اغۡفِرۡ لِیۡ وَ لِاَخِیۡ وَ اَدۡخِلۡنَا فِیۡ رَحۡمَتِکَ ۫ۖ وَ اَنۡتَ اَرۡحَمُ الرّٰحِمِیۡنَ ﴿۱۵۱﴾٪

(૧૫૧) તેણે (મૂસાએ) કહ્યુ કે અય મારા પરવરદિગાર! તું મને તથા મારા ભાઇને માફ કરી દે અને અમો બન્નેને તારી રહેમતમાં દાખલ કરી લે, અને તું અરહમુર રાહેમીન છો.

152

اِنَّ الَّذِیۡنَ اتَّخَذُوا الۡعِجۡلَ سَیَنَالُہُمۡ غَضَبٌ مِّنۡ رَّبِّہِمۡ وَ ذِلَّۃٌ فِی الۡحَیٰوۃِ الدُّنۡیَا ؕ وَ کَذٰلِکَ نَجۡزِی الۡمُفۡتَرِیۡنَ ﴿۱۵۲﴾

(૧૫૨) બેશક જે લોકોએ વાછરડાને (ખુદા તરીકે) પસંદ કર્યુ તેમના પર તેમના પરવરદિગાર તરફથી ટૂંક સમયમાં ગઝબ આવી પડશે તથા આ દુનિયાના જીવનમાં તેમને ઝિલ્લત મળશે; અને અમે જૂઠી નિસ્બત આપનારને આવો જ બદલો આપીએ છીએ.

153

وَ الَّذِیۡنَ عَمِلُوا السَّیِّاٰتِ ثُمَّ تَابُوۡا مِنۡۢ بَعۡدِہَا وَ اٰمَنُوۡۤا ۫ اِنَّ رَبَّکَ مِنۡۢ بَعۡدِہَا لَغَفُوۡرٌ رَّحِیۡمٌ ﴿۱۵۳﴾

(૧૫૩) અને જે લોકો બૂરાઇ કર્યા બાદ તૌબા કરી લે અને ઇમાન લઇ આવે, બેશક તે (તોબા) બાદ તારો પરવરદિગાર ગફુરૂર રહીમ છે.

154

وَ لَمَّا سَکَتَ عَنۡ مُّوۡسَی الۡغَضَبُ اَخَذَ الۡاَلۡوَاحَ ۚۖ وَ فِیۡ نُسۡخَتِہَا ہُدًی وَّ رَحۡمَۃٌ لِّلَّذِیۡنَ ہُمۡ لِرَبِّہِمۡ یَرۡہَبُوۡنَ ﴿۱۵۴﴾

(૧૫૪) અને જ્યારે મૂસાનો ગુસ્સો શાંત થઇ ગયો ત્યારે તેણે તખ્તીઓ ઊંચકી લીધી, અને તે (તૌરેત)ના લખાણમાં હિદાયત અને રહેમત હતી તે લોકો માટે કે જેઓ તેમના પરવરદિગાર(ની નાફરમાની)થી ડરતા રહે છે.

155

وَ اخۡتَارَ مُوۡسٰی قَوۡمَہٗ سَبۡعِیۡنَ رَجُلًا لِّمِیۡقَاتِنَا ۚ فَلَمَّاۤ اَخَذَتۡہُمُ الرَّجۡفَۃُ قَالَ رَبِّ لَوۡ شِئۡتَ اَہۡلَکۡتَہُمۡ مِّنۡ قَبۡلُ وَ اِیَّایَ ؕ اَتُہۡلِکُنَا بِمَا فَعَلَ السُّفَہَآءُ مِنَّا ۚ اِنۡ ہِیَ اِلَّا فِتۡنَتُکَ ؕ تُضِلُّ بِہَا مَنۡ تَشَآءُ وَ تَہۡدِیۡ مَنۡ تَشَآءُ ؕ اَنۡتَ وَلِیُّنَا فَاغۡفِرۡ لَنَا وَ ارۡحَمۡنَا وَ اَنۡتَ خَیۡرُ الۡغٰفِرِیۡنَ ﴿۱۵۵﴾

(૧૫૫) અને મૂસાએ પોતાની કોમમાંથી સિત્તેર માણસોને અમારી નક્કી કરેલ જગ્યા(એ મુલાકાત) માટે ચૂંટી કાઢ્યા; પછી જ્યારે તેમને (ધરતીકંપના) જટકાએ પકડી લીધા ત્યારે (મૂસાએ) કહ્યું કે અય મારા પરવરદિગાર! અગર તું ચાહતે તો તેઓને તથા મને આ (જટકા) પહેલાં જ હલાક કરી નાખતે; શું તું અમને તે કાર્યો બદલ હલાક કરીશ કે જે અમારામાંથી અમુક મૂર્ખાઓએ કર્યા છે ? એ તો તારા તરફની અજમાઇશ સિવાય બીજું કાંઇ નથી જેના વડે તું જેને ચાહે તેને ગુમરાહ કરે છો અને જેને ચાહે તેની હિદાયત કરે છો; તું જ અમારો વાલી છો માટે તું અમને માફ કરી દે, અને અમારા પર દયા કર, અને તું બેહતરીન માફ કરનાર છો.

156

وَ اکۡتُبۡ لَنَا فِیۡ ہٰذِہِ الدُّنۡیَا حَسَنَۃً وَّ فِی الۡاٰخِرَۃِ اِنَّا ہُدۡنَاۤ اِلَیۡکَ ؕ قَالَ عَذَابِیۡۤ اُصِیۡبُ بِہٖ مَنۡ اَشَآءُ ۚ وَ رَحۡمَتِیۡ وَسِعَتۡ کُلَّ شَیۡءٍ ؕ فَسَاَکۡتُبُہَا لِلَّذِیۡنَ یَتَّقُوۡنَ وَ یُؤۡتُوۡنَ الزَّکٰوۃَ وَ الَّذِیۡنَ ہُمۡ بِاٰیٰتِنَا یُؤۡمِنُوۡنَ ﴿۱۵۶﴾ۚ

(૧૫૬) અને આ દુનિયામાં અને આખેરતમાં અમારા માટે ભલાઇ લખી દે; ખરે જ અમે તારી તરફ રજૂ થઇએ છીએ; તેણે (અલ્લાહે) કહ્યું કે હું મારો અઝાબ ચાહું તેના સુધી પહોંચાડી દઇશ અને મારી રહેમતે દરેક વસ્તુને ઘેરી લીધી છે, હું તે લોકો માટે લખી દઇશ (મુકર્રર કરીશ) કે જેઓ (નાફરમાનીથી) પરહેઝ કરે છે ઝકાત આપે છે તથા જેઓ અમારી આયતો પર ઇમાન રાખે છે.

157

اَلَّذِیۡنَ یَتَّبِعُوۡنَ الرَّسُوۡلَ النَّبِیَّ الۡاُمِّیَّ الَّذِیۡ یَجِدُوۡنَہٗ مَکۡتُوۡبًا عِنۡدَہُمۡ فِی التَّوۡرٰىۃِ وَ الۡاِنۡجِیۡلِ ۫ یَاۡمُرُہُمۡ بِالۡمَعۡرُوۡفِ وَ یَنۡہٰہُمۡ عَنِ الۡمُنۡکَرِ وَ یُحِلُّ لَہُمُ الطَّیِّبٰتِ وَ یُحَرِّمُ عَلَیۡہِمُ الۡخَبٰٓئِثَ وَ یَضَعُ عَنۡہُمۡ اِصۡرَہُمۡ وَ الۡاَغۡلٰلَ الَّتِیۡ کَانَتۡ عَلَیۡہِمۡ ؕ فَالَّذِیۡنَ اٰمَنُوۡا بِہٖ وَ عَزَّرُوۡہُ وَ نَصَرُوۡہُ وَ اتَّبَعُوا النُّوۡرَ الَّذِیۡۤ اُنۡزِلَ مَعَہٗۤ ۙ اُولٰٓئِکَ ہُمُ الۡمُفۡلِحُوۡنَ ﴿۱۵۷﴾٪

(૧૫૭) જે લોકો રસૂલની તાબેદારી કરે છે જે ઉમ્મી નબીનું વર્ણન પોતાની પાસેની તૌરેત તથા ઇન્જીલમાં લખેલું પામે છે, જે તેમને નેકીનો હુકમ કરે છે તથા બદીની મનાઇ કરે છે, તથા પાક વસ્તુઓ તેમના માટે હલાલ અને ખબીસ વસ્તુઓ તેમના માટે હરામ કરે છે અને તેમનો (મુશ્કીલ એહકામનો) બોજો તથા તે બેડીઓ (અડચણો) કે જે તેમની ઉપર પડી હતી તે ઉતારે છે; માટે જે લોકો તેના પર ઇમાન લાવે છે તથા તેની ઇજ્જત કરે છે તથા તેની મદદ કરે છે, અને તેની સાથે નાઝિલ થયેલ નૂરની તાબેદારી કરે છે, તેઓ કામ્યાબ છે.

158

قُلۡ یٰۤاَیُّہَا النَّاسُ اِنِّیۡ رَسُوۡلُ اللّٰہِ اِلَیۡکُمۡ جَمِیۡعَۨا الَّذِیۡ لَہٗ مُلۡکُ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ ۚ لَاۤ اِلٰہَ اِلَّا ہُوَ یُحۡیٖ وَ یُمِیۡتُ ۪ فَاٰمِنُوۡا بِاللّٰہِ وَ رَسُوۡلِہِ النَّبِیِّ الۡاُمِّیِّ الَّذِیۡ یُؤۡمِنُ بِاللّٰہِ وَ کَلِمٰتِہٖ وَ اتَّبِعُوۡہُ لَعَلَّکُمۡ تَہۡتَدُوۡنَ ﴿۱۵۸﴾

(૧૫૮) તું કહે કે અય લોકો ! હું તમારા બધા તરફ અલ્લાહનો રસૂલ છું એ અલ્લાહ કે જેની હુકુમત આકાશોમાં અને ઝમીનમાં પણ છે, તેના સિવાય અન્ય કોઇ માઅબૂદ નથી, એ જ જીવતા કરે છે અને એ જ મારે છે, માટે તમે અલ્લાહ પર તથા તેના રસૂલ, ઉમ્મી નબી પર ઇમાન લાવો કે જેઓ અલ્લાહ તથા તેના કોલ પર ઇમાન રાખે છે અને તેની તાબેદારી કરો કે જેથી તમે હિદાયત પામેલા થઇ જાઓ.

159

وَ مِنۡ قَوۡمِ مُوۡسٰۤی اُمَّۃٌ یَّہۡدُوۡنَ بِالۡحَقِّ وَ بِہٖ یَعۡدِلُوۡنَ ﴿۱۵۹﴾

(૧૫૯) અને મૂસાની કોમમાંથી એક સમૂહ એવો હતો કે જે હક તરફ હિદાયત કરતો હતો અને હક સાથે ઇન્સાફ પણ કરતો હતો.

160

وَ قَطَّعۡنٰہُمُ اثۡنَتَیۡ عَشۡرَۃَ اَسۡبَاطًا اُمَمًا ؕ وَ اَوۡحَیۡنَاۤ اِلٰی مُوۡسٰۤی اِذِ اسۡتَسۡقٰىہُ قَوۡمُہٗۤ اَنِ اضۡرِبۡ بِّعَصَاکَ الۡحَجَرَ ۚ فَانۡۢبَجَسَتۡ مِنۡہُ اثۡنَتَا عَشۡرَۃَ عَیۡنًا ؕ قَدۡ عَلِمَ کُلُّ اُنَاسٍ مَّشۡرَبَہُمۡ ؕ وَ ظَلَّلۡنَا عَلَیۡہِمُ الۡغَمَامَ وَ اَنۡزَلۡنَا عَلَیۡہِمُ الۡمَنَّ وَ السَّلۡوٰی ؕ کُلُوۡا مِنۡ طَیِّبٰتِ مَا رَزَقۡنٰکُمۡ ؕ وَ مَا ظَلَمُوۡنَا وَ لٰکِنۡ کَانُوۡۤا اَنۡفُسَہُمۡ یَظۡلِمُوۡنَ ﴿۱۶۰﴾

(૧૬૦) અને અમોએ તેઓ(ની નસ્લ)ને બાર શાખાઓમાં ઉમ્મત તરીકે વહેંચી નાખ્યા અને મૂસાની પાસે જ્યારે તેની કોમે પાણી માંગ્યું ત્યારે અમોએ તેને વહી કરી કે તું તારી લાઠીને પથ્થર પર માર, પરિણામે તેમાંથી બાર ઝરણાં વહી નીકળ્યાં, દરેક કબીલો પોતપોતાની (પાણી) પીવાની જગ્યાને ઓળખતો હતો; અને અમોએ તેમના પર વાદળાઓથી છાંયડો કર્યો તથા તેમના પર મન્ના અને સલ્વા ઉતાર્યા; (પછી હુકમ આપ્યો કે) જે પાક વસ્તુઓ અમોએ તમને આપી છે તેમાંથી ખાઓ પીઓ. અને તેઓએ (ઇન્કાર કરી) અમારા ઉપર ઝુલ્મ નથી કર્યો, પરંતુ તેઓએ પોતાની જાત પર જ ઝુલ્મ કર્યો.

161

وَ اِذۡ قِیۡلَ لَہُمُ اسۡکُنُوۡا ہٰذِہِ الۡقَرۡیَۃَ وَ کُلُوۡا مِنۡہَا حَیۡثُ شِئۡتُمۡ وَ قُوۡلُوۡا حِطَّۃٌ وَّ ادۡخُلُوا الۡبَابَ سُجَّدًا نَّغۡفِرۡ لَکُمۡ خَطِیۡٓـٰٔتِکُمۡ ؕ سَنَزِیۡدُ الۡمُحۡسِنِیۡنَ ﴿۱۶۱﴾

(૧૬૧) અને જ્યારે તેમને કહેવામાં આવ્યું કે આ વસ્તીમાં વસવાટ કરો અને તેમાંથી તમારૂં મન જ્યાંથી ચાહે ખાઓ અને કહો : હિત્તા (અમારા માથેથી ગુનાહનો બોજ ઉતારી દે) અને સજદો કરતા કરતા દરવાજામાં દાખલ થાઓ ત્યારે અમે તમારી ભૂલોને માફ કરી દઇશું નેકી કરનારાઓને અમે વધારે અતા કરશું.

162

فَبَدَّلَ الَّذِیۡنَ ظَلَمُوۡا مِنۡہُمۡ قَوۡلًا غَیۡرَ الَّذِیۡ قِیۡلَ لَہُمۡ فَاَرۡسَلۡنَا عَلَیۡہِمۡ رِجۡزًا مِّنَ السَّمَآءِ بِمَا کَانُوۡا یَظۡلِمُوۡنَ ﴿۱۶۲﴾٪

(૧૬૨) પછી તેઓમાંથી ઝુલમગારોએ જે બોલવાનું કહેવામાં આવ્યું હતું તેને બદલી નાખ્યુ, જેથી અમોએ તેમના પર આસમાનમાંથી અઝાબ મોકલ્યો કારણ કે તેઓ ઝુલ્મ કરતા હતા.

163

وَ سۡـَٔلۡہُمۡ عَنِ الۡقَرۡیَۃِ الَّتِیۡ کَانَتۡ حَاضِرَۃَ الۡبَحۡرِ ۘ اِذۡ یَعۡدُوۡنَ فِی السَّبۡتِ اِذۡ تَاۡتِیۡہِمۡ حِیۡتَانُہُمۡ یَوۡمَ سَبۡتِہِمۡ شُرَّعًا وَّ یَوۡمَ لَا یَسۡبِتُوۡنَ ۙ لَا تَاۡتِیۡہِمۡ ۚۛ کَذٰلِکَ ۚۛ نَبۡلُوۡہُمۡ بِمَا کَانُوۡا یَفۡسُقُوۡنَ ﴿۱۶۳﴾

(૧૬૩) અને તેમને તે શહેર (ના લોકો)ના બારામાં પૂછ કે જે દરિયા કિનારે હતું; તેઓએે શનિવારના (દિવસે માછલાં પકડીને) નાફરમાની કરી, શનિવારે (માછલાં) પાણીની સપાટી પર આવી જતા, પરંતુ બીજા દિવસોમાં તે (પાણી સપાટી પર) આવતા ન હતા; આ રીતે અમોએ તેમની અજમાઇશ કરી કારણ કે તેઓ ગુનાહ કરતા હતા.

164

وَ اِذۡ قَالَتۡ اُمَّۃٌ مِّنۡہُمۡ لِمَ تَعِظُوۡنَ قَوۡمَۨا ۙ اللّٰہُ مُہۡلِکُہُمۡ اَوۡ مُعَذِّبُہُمۡ عَذَابًا شَدِیۡدًا ؕ قَالُوۡا مَعۡذِرَۃً اِلٰی رَبِّکُمۡ وَ لَعَلَّہُمۡ یَتَّقُوۡنَ ﴿۱۶۴﴾

(૧૬૪) અને જ્યારે તેઓમાંના એક જમાઅતે કહ્યું કે તમે એવા લોકોને નસીહત શા માટે કરો છો કે જેમનો અલ્લાહ નાશ કરી નાખનાર છે અથવા જેમને સખ્ત અઝાબ આપનાર છે? ત્યારે તેમણે કહ્યું કે (અમે તો) તમારા પરવરદિગારની હજૂરમાં (જવાબદારી અદા કરવાની) લાચારી દર્શાવવા, અને કદાચ તેઓ (બૂરાઇથી) બચે.

165

فَلَمَّا نَسُوۡا مَا ذُکِّرُوۡا بِہٖۤ اَنۡجَیۡنَا الَّذِیۡنَ یَنۡہَوۡنَ عَنِ السُّوۡٓءِ وَ اَخَذۡنَا الَّذِیۡنَ ظَلَمُوۡا بِعَذَابٍۭ بَئِیۡسٍۭ بِمَا کَانُوۡا یَفۡسُقُوۡنَ ﴿۱۶۵﴾

(૧૬૫) પછી જ્યારે તેમને જે (નેકીની વાતો) તેઓને યાદ દેવરાવવામાં આવેલ હતી તેને ભૂલાવી દીધી ત્યારે અમોએ જેઓ બદીથી અટકાવતા હતા તેમને નજાત આપી અને જેઓ ઝુલમગાર હતા તેમની નાફરમાનીના કારણે તેમને સખ્ત અઝાબમાં જકડી લીધા.

166

فَلَمَّا عَتَوۡا عَنۡ مَّا نُہُوۡا عَنۡہُ قُلۡنَا لَہُمۡ کُوۡنُوۡا قِرَدَۃً خٰسِئِیۡنَ ﴿۱۶۶﴾

(૧૬૬) પછી જ્યારે (ફરી વખત) તેમને જેની મનાઇ કરવામાં આવી હતી તે બાબતે નાફરમાની કરી ત્યારે અમોએ તેમને કહી દીધું કે ઝિલ્લત સાથે (હાંકી કાઢેલા) વાંદરા બની જાઓ.

167

وَ اِذۡ تَاَذَّنَ رَبُّکَ لَیَبۡعَثَنَّ عَلَیۡہِمۡ اِلٰی یَوۡمِ الۡقِیٰمَۃِ مَنۡ یَّسُوۡمُہُمۡ سُوۡٓءَ الۡعَذَابِ ؕ اِنَّ رَبَّکَ لَسَرِیۡعُ الۡعِقَابِ ۚۖ وَ اِنَّہٗ لَغَفُوۡرٌ رَّحِیۡمٌ ﴿۱۶۷﴾

(૧૬૭) અને જ્યારે તારા પરવરદિગારે એલાન કરી દીધુ કે તે તેમના પર કયામત સુધી કોઇ એવા (હાકેમ)ને જરૂર સત્તા આપતો રહેશે કે જે તેમને સખ્ત અઝાબ આપતો રહેશે; બેશક તારો પરવરદિગાર ઘણો ઝડપી સજા આપનારો છે અને બેશક તે (તોબા કરનાર માટે) ગફુરૂર રહીમ છે.

168

وَ قَطَّعۡنٰہُمۡ فِی الۡاَرۡضِ اُمَمًا ۚ مِنۡہُمُ الصّٰلِحُوۡنَ وَ مِنۡہُمۡ دُوۡنَ ذٰلِکَ ۫ وَ بَلَوۡنٰہُمۡ بِالۡحَسَنٰتِ وَ السَّیِّاٰتِ لَعَلَّہُمۡ یَرۡجِعُوۡنَ ﴿۱۶۸﴾

(૧૬૮) અમોએ તેમને (બની ઇસરાઇલને) ઝમીનમાં અલગ અલગ ટૂકડાઓમાં વિખેરી નાખ્યા, તેમાંથી અમુક નેક છે અને અમુક નેક નથી અમોએ તેમની નેઅમતો અને સખ્તી વડે અજમાઇશ કરી કે કદાચને તેઓ પાછા વળે.

169

فَخَلَفَ مِنۡۢ بَعۡدِہِمۡ خَلۡفٌ وَّرِثُوا الۡکِتٰبَ یَاۡخُذُوۡنَ عَرَضَ ہٰذَا الۡاَدۡنٰی وَ یَقُوۡلُوۡنَ سَیُغۡفَرُ لَنَا ۚ وَ اِنۡ یَّاۡتِہِمۡ عَرَضٌ مِّثۡلُہٗ یَاۡخُذُوۡہُ ؕ اَلَمۡ یُؤۡخَذۡ عَلَیۡہِمۡ مِّیۡثَاقُ الۡکِتٰبِ اَنۡ لَّا یَقُوۡلُوۡا عَلَی اللّٰہِ اِلَّا الۡحَقَّ وَ دَرَسُوۡا مَا فِیۡہِ ؕ وَ الدَّارُ الۡاٰخِرَۃُ خَیۡرٌ لِّلَّذِیۡنَ یَتَّقُوۡنَ ؕ اَفَلَا تَعۡقِلُوۡنَ ﴿۱۶۹﴾

(૧૬૯) પરંતુ તેમના પછી એક ખરાબ નસ્લ આવી કે જેઓ કિતાબના વારસદાર થયા, અને આ પસ્ત દુનિયાની તુચ્છ ચીઝ વસ્તુઓ (માલ) જમા કરતા રહ્યા અને કહેતા હતા કે (જો અમે ગુનેહગાર છીએ તો તોબા કરીએ છીએ) અમને માફ કરી દેવામાં આવશે, જો કે એવી જ બીજી ચીઝ વસ્તુઓ તેઓને મળે તો તે પણ લઇ લેશે; શું તેમની પાસેથી કિતાબમાં એવું વચન લેવામાં આવ્યું ન હતું કે તેઓ અલ્લાહના સંબંધમાં હક સિવાય કંઇપણ બોલશે નહિ, અને જે કાંઇ તેમાં છે તેને તેઓ વાંચી પણ ચૂક્યા છે અને જેઓ (બૂરાઇથી) બચતા રહે છે, તેમના માટે આખેરતનું ઘર બેહતર છે. શું તમે વિચારતા નથી?

170

وَ الَّذِیۡنَ یُمَسِّکُوۡنَ بِالۡکِتٰبِ وَ اَقَامُوا الصَّلٰوۃَ ؕ اِنَّا لَا نُضِیۡعُ اَجۡرَ الۡمُصۡلِحِیۡنَ ﴿۱۷۰﴾

(૧૭૦) અને જે લોકો કિતાબને વળગી રહે છે તથા નમાઝ કાયમ રાખે છે, બેશક અમે પણ નેકી કરનારાઓના બદલાને બરબાદ થવા દેતા નથી.

171

وَ اِذۡ نَتَقۡنَا الۡجَبَلَ فَوۡقَہُمۡ کَاَنَّہٗ ظُلَّۃٌ وَّ ظَنُّوۡۤا اَنَّہٗ وَاقِعٌۢ بِہِمۡ ۚ خُذُوۡا مَاۤ اٰتَیۡنٰکُمۡ بِقُوَّۃٍ وَّ اذۡکُرُوۡا مَا فِیۡہِ لَعَلَّکُمۡ تَتَّقُوۡنَ ﴿۱۷۱﴾٪

(૧૭૧) અને જ્યારે અમોએ પહાડ ઉપાડી તેઓની ઉપર છાંયો કરનાર છતની જેમ રાખ્યો, તેઓને ગુમાન થયુ કે તેઓ ઉપર પડશે, (ત્યારે અમે કહ્યું) જે કાંઇ અમે તમને આપ્યું છે તેને મજબૂતીથી લઇ લો અને તેમાં જે કાંઇ છે તેને યાદ રાખો (અને અમલ કરો) જેથી તમે પરહેઝગાર બનો.

172

وَ اِذۡ اَخَذَ رَبُّکَ مِنۡۢ بَنِیۡۤ اٰدَمَ مِنۡ ظُہُوۡرِہِمۡ ذُرِّیَّتَہُمۡ وَ اَشۡہَدَہُمۡ عَلٰۤی اَنۡفُسِہِمۡ ۚ اَلَسۡتُ بِرَبِّکُمۡ ؕ قَالُوۡا بَلٰی ۚۛ شَہِدۡنَا ۚۛ اَنۡ تَقُوۡلُوۡا یَوۡمَ الۡقِیٰمَۃِ اِنَّا کُنَّا عَنۡ ہٰذَا غٰفِلِیۡنَ ﴿۱۷۲﴾ۙ

(૧૭૨) અને જ્યારે તારા પરવરદિગારે આદમની ઔલાદમાંથી તેમની પીઠમાંથી તેમની ઝુરીય્યતને કાઢી, અને તેમના ઉપર ખુદ તેમને જ ગવાહ બનાવ્યા, શું હું તમારો પરવરદિગાર નથી? (સર્વેએ) કહ્યુ કે (હા) બેશક અમે ગવાહી આપીએ છીએ, આ એટલા માટે કે કયામતના દિવસે એમ ન કહો કે અમે આનાથી ગાફેલ હતા.

173

اَوۡ تَقُوۡلُوۡۤا اِنَّمَاۤ اَشۡرَکَ اٰبَآؤُنَا مِنۡ قَبۡلُ وَ کُنَّا ذُرِّیَّۃً مِّنۡۢ بَعۡدِہِمۡ ۚ اَفَتُہۡلِکُنَا بِمَا فَعَلَ الۡمُبۡطِلُوۡنَ ﴿۱۷۳﴾

(૧૭૩) અથવા તમે એમ ન કહો કે અમારા બાપદાદા શિર્ક કરતા હતા, અને અમે તેમની નસ્લમાંથી હતા; (તેઓના રસ્તા ઉપર ચાલવા) માટે (લાચાર હતા) શું તું અહેલે બાતિલના આમાલના કારણે અમને હલાક કરીશ?

174

وَ کَذٰلِکَ نُفَصِّلُ الۡاٰیٰتِ وَ لَعَلَّہُمۡ یَرۡجِعُوۡنَ ﴿۱۷۴﴾

(૧૭૪) અને આવી રીતે અમે આયતોને વાઝેહ કરી દઇએ છીએ કે કદાચને તેઓ (હક તરફ) પાછા ફરે.

175

وَ اتۡلُ عَلَیۡہِمۡ نَبَاَ الَّذِیۡۤ اٰتَیۡنٰہُ اٰیٰتِنَا فَانۡسَلَخَ مِنۡہَا فَاَتۡبَعَہُ الشَّیۡطٰنُ فَکَانَ مِنَ الۡغٰوِیۡنَ ﴿۱۷۵﴾

(૧૭૫) અને તેમને તે શખ્સની ખબર આપો કે જેને અમોએ અમારી આયતો આપી, પણ પછી તે તેનાથી અલગ થઇ ગયો, જેથી શૈતાન તેની પાછળ પડ્યો, પછી તે ગુમરાહોમાંથી થઇ ગયો.

176

وَ لَوۡ شِئۡنَا لَرَفَعۡنٰہُ بِہَا وَ لٰکِنَّہٗۤ اَخۡلَدَ اِلَی الۡاَرۡضِ وَ اتَّبَعَ ہَوٰىہُ ۚ فَمَثَلُہٗ کَمَثَلِ الۡکَلۡبِ ۚ اِنۡ تَحۡمِلۡ عَلَیۡہِ یَلۡہَثۡ اَوۡ تَتۡرُکۡہُ یَلۡہَثۡ ؕ ذٰلِکَ مَثَلُ الۡقَوۡمِ الَّذِیۡنَ کَذَّبُوۡا بِاٰیٰتِنَا ۚ فَاقۡصُصِ الۡقَصَصَ لَعَلَّہُمۡ یَتَفَکَّرُوۡنَ ﴿۱۷۶﴾

(૧૭૬) અને અગર અમે ચાહતે તો એ જ આયતો થકી તેને ઊચ્ચ દરજ્જે પહોંચાડી દેતે; પણ તે ઝમીનને વળગી રહ્યો અને પોતાની (પસ્ત) ખ્વાહીશાતોની પૈરવી કરતો રહ્યો, માટે તેનો દાખલો (તે) કૂતરાના દાખલા જેવો છે, અગર તું તેના પર હુમલો કરે તો તે તેની જીભ કાઢે અને જો તું તેને જતો કરે તો પણ તે જીભ કાઢે; આ અમારી આયત જૂઠલાવનાર લોકોનો દાખલો છે, માટે તું કિસ્સા વાંચી સંભળાવ કદાચ તેઓ વિચારે.

177

سَآءَ مَثَلَاۨ الۡقَوۡمُ الَّذِیۡنَ کَذَّبُوۡا بِاٰیٰتِنَا وَ اَنۡفُسَہُمۡ کَانُوۡا یَظۡلِمُوۡنَ ﴿۱۷۷﴾

(૧૭૭) તે કોમનો દાખલો ઘણોજ ખરાબ છે જે અમારી આયતોને જૂઠલાવે છે અને તેઓ પોતાની જાત ઉપર જ ઝુલ્મ કરે છે.

178

مَنۡ یَّہۡدِ اللّٰہُ فَہُوَ الۡمُہۡتَدِیۡ ۚ وَ مَنۡ یُّضۡلِلۡ فَاُولٰٓئِکَ ہُمُ الۡخٰسِرُوۡنَ ﴿۱۷۸﴾

(૧૭૮) જેની અલ્લાહ હિદાયત કરે તેજ હિદાયત પામેલ છે; અને જેને ગુમરાહ કરે છે તેઓ નુકશાન ભોગવનારા છે.

179

وَ لَقَدۡ ذَرَاۡنَا لِجَہَنَّمَ کَثِیۡرًا مِّنَ الۡجِنِّ وَ الۡاِنۡسِ ۫ۖ لَہُمۡ قُلُوۡبٌ لَّا یَفۡقَہُوۡنَ بِہَا ۫ وَ لَہُمۡ اَعۡیُنٌ لَّا یُبۡصِرُوۡنَ بِہَا ۫ وَ لَہُمۡ اٰذَانٌ لَّا یَسۡمَعُوۡنَ بِہَا ؕ اُولٰٓئِکَ کَالۡاَنۡعَامِ بَلۡ ہُمۡ اَضَلُّ ؕ اُولٰٓئِکَ ہُمُ الۡغٰفِلُوۡنَ ﴿۱۷۹﴾

(૧૭૯) અને બેશક અમોએ જિન્નાતો તથા ઇન્સાનોમાંથી ઘણાઓને જહન્નમ માટે પેદા કર્યાં છે; તેઓ દિલ (મન) ધરાવે છે તેનાથી સમજતા (વિચારતા) નથી, અને તેમની આંખો છે તેનાથી જોતા નથી, અને તેમના કાન છે તેનાથી સાંભળતા નથી; તેઓ જાનવરો જેવા છે બલ્કે તેના કરતાંય વધુ ગુમરાહ છે; આ લોકો જ બેદરકાર (ગાફીલ) છે.

180

وَ لِلّٰہِ الۡاَسۡمَآءُ الۡحُسۡنٰی فَادۡعُوۡہُ بِہَا ۪ وَ ذَرُوا الَّذِیۡنَ یُلۡحِدُوۡنَ فِیۡۤ اَسۡمَآئِہٖ ؕ سَیُجۡزَوۡنَ مَا کَانُوۡا یَعۡمَلُوۡنَ ﴿۱۸۰﴾

(૧૮૦) અને અલ્લાહના સારા સારા નામ છે, માટે તે (અલ્લાહ)ને તેના વડે પોકારો અને તે લોકોને મૂકી દો જેઓ તેના નામોમાં (અયોગ્ય) ફેરફાર કરે છે તેઓના આમાલનો બદલો તેમને ટૂંક સમયમાં આપવામાં આવશે.

181

وَ مِمَّنۡ خَلَقۡنَاۤ اُمَّۃٌ یَّہۡدُوۡنَ بِالۡحَقِّ وَ بِہٖ یَعۡدِلُوۡنَ ﴿۱۸۱﴾٪

(૧૮૧) અને અમારા ખલ્ક કરેલામાંથી એક ગિરોહ હક સાથે હિદાયત કરે છે અને તે વડે ઇન્સાફ કરે છે.

182

وَ الَّذِیۡنَ کَذَّبُوۡا بِاٰیٰتِنَا سَنَسۡتَدۡرِجُہُمۡ مِّنۡ حَیۡثُ لَا یَعۡلَمُوۡنَ ﴿۱۸۲﴾ۚۖ

(૧૮૨) અને જે લોકો અમારી આયતોને જૂઠલાવે છે તેમને ખબર પણ નહિ પડે એ રીતે ધીમે ધીમે અમે તેમને (અઝાબમાં) જકડી લેશું.

183

وَ اُمۡلِیۡ لَہُمۡ ؕ۟ اِنَّ کَیۡدِیۡ مَتِیۡنٌ ﴿۱۸۳﴾

(૧૮૩) હું તેમને ઢીલ આપતો રહું છું; બેશક મારી યોજના મજબૂત છે.

184

اَوَ لَمۡ یَتَفَکَّرُوۡا ٜ مَا بِصَاحِبِہِمۡ مِّنۡ جِنَّۃٍ ؕ اِنۡ ہُوَ اِلَّا نَذِیۡرٌ مُّبِیۡنٌ ﴿۱۸۴﴾

(૧૮૪) શું તેઓ ચિંતન મનન (ફિક્ર) નથી કરતા કે તેમના સાથી (પયગંબર)માં પાગલપન નથી, તે ફકત વાઝેહ તૌર પર અઝાબથી ડરાવનાર છે?

185

اَوَ لَمۡ یَنۡظُرُوۡا فِیۡ مَلَکُوۡتِ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ وَ مَا خَلَقَ اللّٰہُ مِنۡ شَیۡءٍ ۙ وَّ اَنۡ عَسٰۤی اَنۡ یَّکُوۡنَ قَدِ اقۡتَرَبَ اَجَلُہُمۡ ۚ فَبِاَیِّ حَدِیۡثٍۭ بَعۡدَہٗ یُؤۡمِنُوۡنَ ﴿۱۸۵﴾

(૧૮૫) આકાશો તથા ઝમીનની હુકૂમતમાં અને (બીજું) જે કાંઇપણ અલ્લાહે પેદા કર્યુ છે તેને શું તેઓ (ઘ્યાનથી) જોતા નથી (કે) કદાચ તે(ના જીવન)ની મુદ્દત પૂરી થવાની નઝદીક હોય? પછી આના બાદ તેઓ કઇ વાત ઉપર ઇમાન લાવશે?

186

مَنۡ یُّضۡلِلِ اللّٰہُ فَلَا ہَادِیَ لَہٗ ؕ وَ یَذَرُہُمۡ فِیۡ طُغۡیَانِہِمۡ یَعۡمَہُوۡنَ ﴿۱۸۶﴾

(૧૮૬) અલ્લાહ જેને ગુમરાહ કરે પછી તેનો હિદાયત કરનારો કોઇ નહી હોય અને તેઓને સરકશીમાં ભટકતા રહેવા દેશે.

187

یَسۡـَٔلُوۡنَکَ عَنِ السَّاعَۃِ اَیَّانَ مُرۡسٰہَا ؕ قُلۡ اِنَّمَا عِلۡمُہَا عِنۡدَ رَبِّیۡ ۚ لَا یُجَلِّیۡہَا لِوَقۡتِہَاۤ اِلَّا ہُوَ ؕۘؔ ثَقُلَتۡ فِی السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ ؕ لَا تَاۡتِیۡکُمۡ اِلَّا بَغۡتَۃً ؕ یَسۡـَٔلُوۡنَکَ کَاَنَّکَ حَفِیٌّ عَنۡہَا ؕ قُلۡ اِنَّمَا عِلۡمُہَا عِنۡدَ اللّٰہِ وَ لٰکِنَّ اَکۡثَرَ النَّاسِ لَا یَعۡلَمُوۡنَ ﴿۱۸۷﴾

(૧૮૭) તેઓ તને તે નક્કી કરેલ ઘડી વિશે સવાલ કરે છે કે તે કયારે આવશે ? તું કહે કે તેની ખબર મારા પરવરદિગારને જ છે; તેના સિવાય કોઇ તેની નક્કી કરેલ ઘડીને જાહેર નહી કરે; તે આકાશો તથા ઝમીનમાં એક ભારે ઘડી હશે. જે તમારી ઉપર ઓચિંતા આવશે. તેઓ તને એવી રીતે પૂછે છે કે જાણે તું તેની હકીકત જાણતો હોય; તું કહે કે તેનું ઇલ્મ અલ્લાહની પાસે જ છે, પરંતુ ઘણા ખરા લોકો જાણતા નથી.

188

قُلۡ لَّاۤ اَمۡلِکُ لِنَفۡسِیۡ نَفۡعًا وَّ لَا ضَرًّا اِلَّا مَا شَآءَ اللّٰہُ ؕ وَ لَوۡ کُنۡتُ اَعۡلَمُ الۡغَیۡبَ لَاسۡتَکۡثَرۡتُ مِنَ الۡخَیۡرِۚۖۛ وَ مَا مَسَّنِیَ السُّوۡٓءُ ۚۛ اِنۡ اَنَا اِلَّا نَذِیۡرٌ وَّ بَشِیۡرٌ لِّقَوۡمٍ یُّؤۡمِنُوۡنَ ﴿۱۸۸﴾٪

(૧૮૮) તું કહે કે હું મારી જાત માટે કોઇપણ પ્રકારના નફા નુકસાનનો માલિક નથી. સિવાય કે જે અલ્લાહ ચાહે, અને જો હું ગૈબી વાતો જાણતો હોત તો હું ઘણો ફાયદો મેળવત અને બદી (નુકસાન) મને અડકતે પણ નહિ. હું ઇમાનવાળા માટે ફકત એક ડરાવનાર અને ખુશખબર આપનારો છું.

189

ہُوَ الَّذِیۡ خَلَقَکُمۡ مِّنۡ نَّفۡسٍ وَّاحِدَۃٍ وَّ جَعَلَ مِنۡہَا زَوۡجَہَا لِیَسۡکُنَ اِلَیۡہَا ۚ فَلَمَّا تَغَشّٰہَا حَمَلَتۡ حَمۡلًا خَفِیۡفًا فَمَرَّتۡ بِہٖ ۚ فَلَمَّاۤ اَثۡقَلَتۡ دَّعَوَا اللّٰہَ رَبَّہُمَا لَئِنۡ اٰتَیۡتَنَا صَالِحًا لَّنَکُوۡنَنَّ مِنَ الشّٰکِرِیۡنَ ﴿۱۸۹﴾

(૧૮૯) તે જેણે તમોને એક જ નફસમાંથી પૈદા કર્યા અને તેમાંથી જ એનો (જીવન)સાથી બનાવ્યો કે જેથી તેણીથી સુકુન મળે, પછી જયારે તેણી સાથે સોહબત કરી ત્યારે તેણીને હળવો બોજો (ગર્ભ) રહ્યો કે જે ઉપાડીને તે હરતી ફરતી હતી, પછી જયારે તે (ગર્ભ)નો ભાર વધી જાય છે ત્યારે તેઓ બંને તેમના પરવરદિગાર, અલ્લાહ પાસે દુઆ કરે છે કે જો તું અમને એક સાલેહ (ફરઝંદ) અતા કરીશ તો જરૂર અમો શુક્ર ગુઝારમાંથી થઇ જશું.

190

فَلَمَّاۤ اٰتٰہُمَا صَالِحًا جَعَلَا لَہٗ شُرَکَآءَ فِیۡمَاۤ اٰتٰہُمَا ۚ فَتَعٰلَی اللّٰہُ عَمَّا یُشۡرِکُوۡنَ ﴿۱۹۰﴾

(૧૯૦) પછી જ્યારે તે તેમને એક સાલેહ (ફરઝંદ) આપ્યો, ત્યારે અલ્લાહની અતામાં તેઓએ બીજાને તેના શરીક બનાવ્યા; પણ જેને તેઓ શરીક બનાવે છે અલ્લાહ તેઓથી બુલંદ છે.

191

اَیُشۡرِکُوۡنَ مَا لَا یَخۡلُقُ شَیۡئًا وَّ ہُمۡ یُخۡلَقُوۡنَ ﴿۱۹۱﴾۫ۖ

(૧૯૧) શું જેઓને ખલ્ક કરવામાં આવ્યા છે અને કોઇ ચીઝને ખલ્ક કરતા નથી, તેઓને શરીક બનાવે છે?

192

وَ لَا یَسۡتَطِیۡعُوۡنَ لَہُمۡ نَصۡرًا وَّ لَاۤ اَنۡفُسَہُمۡ یَنۡصُرُوۡنَ ﴿۱۹۲﴾

(૧૯૨) (શરીકો) પોતાની અને તેઓ (મુશરીકો)ની મદદ કરી શકશે નહી.

193

وَ اِنۡ تَدۡعُوۡہُمۡ اِلَی الۡہُدٰی لَا یَتَّبِعُوۡکُمۡ ؕ سَوَآءٌ عَلَیۡکُمۡ اَدَعَوۡتُمُوۡہُمۡ اَمۡ اَنۡتُمۡ صَامِتُوۡنَ ﴿۱۹۳﴾

(૧૯૩) અને જો તમે તેમને હિદાયત તરફ બોલાવશો તો તેઓ (મુશરિકો) તમારી પૈરવી કરશે નહિ; તમારા માટે સરખું જ છે તેમને બોલાવો કે ખામોશ રહો.

194

اِنَّ الَّذِیۡنَ تَدۡعُوۡنَ مِنۡ دُوۡنِ اللّٰہِ عِبَادٌ اَمۡثَالُکُمۡ فَادۡعُوۡہُمۡ فَلۡیَسۡتَجِیۡبُوۡا لَکُمۡ اِنۡ کُنۡتُمۡ صٰدِقِیۡنَ ﴿۱۹۴﴾

(૧૯૪) બેશક તમે અલ્લાહના સિવાય જેમને પોકારો છો તેઓ તમારા જેવી જ મખ્લૂક છે, જો તમે (શરીકો બાબતે) સાચા હોવ તો દુઆ કરો કે તેઓ તમને જવાબ આપે.

195

اَلَہُمۡ اَرۡجُلٌ یَّمۡشُوۡنَ بِہَاۤ ۫ اَمۡ لَہُمۡ اَیۡدٍ یَّبۡطِشُوۡنَ بِہَاۤ ۫ اَمۡ لَہُمۡ اَعۡیُنٌ یُّبۡصِرُوۡنَ بِہَاۤ ۫ اَمۡ لَہُمۡ اٰذَانٌ یَّسۡمَعُوۡنَ بِہَا ؕ قُلِ ادۡعُوۡا شُرَکَآءَکُمۡ ثُمَّ کِیۡدُوۡنِ فَلَا تُنۡظِرُوۡنِ ﴿۱۹۵﴾

(૧૯૫) શું તેમના પગ છે કે જેના વડે તેઓ ચાલે છે, અથવા તેમના હાથ છે કે જેના વડે તેઓ પકડે છે, અથવા તેમની આંખો છે કે જેના વડે તેઓ જૂએ છે, અથવા તેમના કાન છે કે જેના વડે તેઓ સાંભળે છે? કહે કે તમારા શરીકોને બોલાવો અને મારા વિરૂઘ્ધ જે મક્ર કરવો હોય તે કરો, અને મને કંઇપણ મોહલત ન આપજો!

196

اِنَّ وَلِیَِّۧ اللّٰہُ الَّذِیۡ نَزَّلَ الۡکِتٰبَ ۫ۖ وَ ہُوَ یَتَوَلَّی الصّٰلِحِیۡنَ ﴿۱۹۶﴾

(૧૯૬) બેશક મારો સરપરસ્ત અલ્લાહ છે કે જેણે કિતાબ નાઝિલ કરી છે, અને તે નેક બંદાઓનો સરપરસ્ત છે.

197

وَ الَّذِیۡنَ تَدۡعُوۡنَ مِنۡ دُوۡنِہٖ لَا یَسۡتَطِیۡعُوۡنَ نَصۡرَکُمۡ وَ لَاۤ اَنۡفُسَہُمۡ یَنۡصُرُوۡنَ ﴿۱۹۷﴾

(૧૯૭) અને તેના સિવાય તમે જેને પોકારો છો તેઓ ન તમારી મદદ કરી શકે છે, અને ન પોતાની મદદ કરી શકે છે.

198

وَ اِنۡ تَدۡعُوۡہُمۡ اِلَی الۡہُدٰی لَا یَسۡمَعُوۡا ؕ وَ تَرٰىہُمۡ یَنۡظُرُوۡنَ اِلَیۡکَ وَ ہُمۡ لَا یُبۡصِرُوۡنَ ﴿۱۹۸﴾

(૧૯૮) અને અગર તમે તેમને હિદાયત તરફ બોલાવશો તો પણ તેઓ કાંઇ સાંભળશે નહિ; અને તમે જોશો કે તેઓ તમારી તરફ જોઇ રહ્યા છે, જો કે (હકીકતમાં) તેઓ જોતા જ નથી.

199

خُذِ الۡعَفۡوَ وَ اۡمُرۡ بِالۡعُرۡفِ وَ اَعۡرِضۡ عَنِ الۡجٰہِلِیۡنَ ﴿۱۹۹﴾

(૧૯૯) દરગુજર અને નમ્રતાનો રસ્તો અપનાવો તથા નેકીનો હુકમ આપો અને નાદાનોથી મોઢું ફેરવી લો (ઘ્યાન ન આપો)

200

وَ اِمَّا یَنۡزَغَنَّکَ مِنَ الشَّیۡطٰنِ نَزۡغٌ فَاسۡتَعِذۡ بِاللّٰہِ ؕ اِنَّہٗ سَمِیۡعٌ عَلِیۡمٌ ﴿۲۰۰﴾

(૨૦૦) અને જો તને શૈતાન તરફથી કોઇ વસવસો થાય તો અલ્લાહથી પનાહ માંગ; કારણકે તે સાંભળનાર અને જાણનાર છે.

201

اِنَّ الَّذِیۡنَ اتَّقَوۡا اِذَا مَسَّہُمۡ طٰٓئِفٌ مِّنَ الشَّیۡطٰنِ تَذَکَّرُوۡا فَاِذَا ہُمۡ مُّبۡصِرُوۡنَ ﴿۲۰۱﴾ۚ

(૨૦૧) બેશક જેઓ પરહેઝગાર છે તેમને જ્યારે શૈતાની વસવસો થાય છે ત્યારે (અલ્લાહને) યાદ કરે છે પછી તેઓ (હકીકતોને) જોવા લાગે છે.

202

وَ اِخۡوَانُہُمۡ یَمُدُّوۡنَہُمۡ فِی الۡغَیِّ ثُمَّ لَا یُقۡصِرُوۡنَ ﴿۲۰۲﴾

(૨૦૨) અને તેઓ (મુશરિકો)ના (શૈતાન) ભાઇઓ તેમને ગુમરાહીમાં વધારે ખેંચી જાય છે, અને તેઓ જરા પણ કચાશ રાખતા નથી.

203

وَ اِذَا لَمۡ تَاۡتِہِمۡ بِاٰیَۃٍ قَالُوۡا لَوۡ لَا اجۡتَبَیۡتَہَا ؕ قُلۡ اِنَّمَاۤ اَتَّبِعُ مَا یُوۡحٰۤی اِلَیَّ مِنۡ رَّبِّیۡ ۚ ہٰذَا بَصَآئِرُ مِنۡ رَّبِّکُمۡ وَ ہُدًی وَّ رَحۡمَۃٌ لِّقَوۡمٍ یُّؤۡمِنُوۡنَ ﴿۲۰۳﴾

(૨૦૩) અને જ્યારે તું તેમની પાસે કોઇ આયત લાવતો નથી ત્યારે તેઓ કહે છે કે તું કોઇ આયત કેમ પસંદ કરી લેતો નથી ? તું કહે કે હું મારા પરવરદિગાર તરફથી જે કાંઇ મારા તરફ વહી કરવામાં આવે છે તેની જ તાબેદારી કરૂં છું, આ તમારા પરવરદિગાર તરફથી વાઝેહ દલીલો છે અને જેઓ ઇમાન લાવ્યા છે તેઓ માટે હિદાયત તથા રહેમત છે.

204

وَ اِذَا قُرِیَٔ الۡقُرۡاٰنُ فَاسۡتَمِعُوۡا لَہٗ وَ اَنۡصِتُوۡا لَعَلَّکُمۡ تُرۡحَمُوۡنَ ﴿۲۰۴﴾

(૨૦૪) અને જયારે કુરઆન પઢવામાં આવે ત્યારે તમે તેને ઘ્યાનપૂર્વક સાંભળો અને ચૂપ રહો. કદાચ તમારા પર રહેમ કરવામાં આવે.

205

وَ اذۡکُرۡ رَّبَّکَ فِیۡ نَفۡسِکَ تَضَرُّعًا وَّ خِیۡفَۃً وَّ دُوۡنَ الۡجَہۡرِ مِنَ الۡقَوۡلِ بِالۡغُدُوِّ وَ الۡاٰصَالِ وَ لَا تَکُنۡ مِّنَ الۡغٰفِلِیۡنَ ﴿۲۰۵﴾

(૨૦૫) અને તારા મનમાં તારા પરવરદિગારને ઊંચા સાદે નહિ પણ કરગરીને તથા ડરતા ડરતા સવાર સાંજ યાદ કરતો રહે, અને ગાફિલોમાંથી ન રહેજે.

206

اِنَّ الَّذِیۡنَ عِنۡدَ رَبِّکَ لَا یَسۡتَکۡبِرُوۡنَ عَنۡ عِبَادَتِہٖ وَ یُسَبِّحُوۡنَہٗ وَ لَہٗ یَسۡجُدُوۡنَ ﴿۲۰۶﴾٪ٛ

(૨૦૬) બેશક જે લોકો તારા પરવરદિગારના મુકર્રબ (નઝદીક) છે તેઓ તેની ઇબાદત કરવા વિશે તકબ્બૂર (ઘમંડ) રાખતા નથી, અને તેની તસ્બીહ કરે છે અને તેને જ (નમ્રતાપૂર્વક) સજદો કરે છે.