અલ-કુરઆન

68

Al-Qalam

سورة القلم


نٓ وَ الۡقَلَمِ وَ مَا یَسۡطُرُوۡنَ ۙ﴿۱﴾

(૧) નૂન; કસમ છે કલમની અને જે કાંઇ લખે છે:

مَاۤ اَنۡتَ بِنِعۡمَۃِ رَبِّکَ بِمَجۡنُوۡنٍ ۚ﴿۲﴾

(૨) કે તારા રબની નેઅમતથી તું દીવાનો નથી.

وَ اِنَّ لَکَ لَاَجۡرًا غَیۡرَ مَمۡنُوۡنٍ ۚ﴿۳﴾

(૩) અને બેશક તારા માટે મોટો અને હંમેશા રહેનાર બદલો છે.

وَ اِنَّکَ لَعَلٰی خُلُقٍ عَظِیۡمٍ ﴿۴﴾

(૪) અને બેશક તમે અખ્લાકના બુલંદ દરજ્જા પર છો!

فَسَتُبۡصِرُ وَ یُبۡصِرُوۡنَ ۙ﴿۵﴾

(૫) પછી નજીકમાં તું જોઇ લઇશ અને તેઓ પણ જોઇ લેશે:

بِاَىیِّکُمُ الۡمَفۡتُوۡنُ ﴿۶﴾

(૬) કે કોણ તમારામાંથી દીવાનો (પાગલ) છે?

اِنَّ رَبَّکَ ہُوَ اَعۡلَمُ بِمَنۡ ضَلَّ عَنۡ سَبِیۡلِہٖ ۪ وَ ہُوَ اَعۡلَمُ بِالۡمُہۡتَدِیۡنَ ﴿۷﴾

(૭) બેશક તારો પરવરદિગાર સારી રીતે જાણે છે કે કોણ તેના રસ્તાથી ભટકી ગયો છે, અને તે સારી રીતે જાણે છે કે કોણ હિદાયત પામેલો છે?

فَلَا تُطِعِ الۡمُکَذِّبِیۡنَ ﴿۸﴾

(૮) માટે તું જૂઠલાવનારાઓની તાબેદારી ન કરજે.

وَدُّوۡا لَوۡ تُدۡہِنُ فَیُدۡہِنُوۡنَ ﴿۹﴾

(૯) તેઓ ચાહે છે કે તું નરમી ઇખ્તિયાર કર જેથી તેઓ (પણ) નરમી ઇખ્તિયાર કરે.

10

وَ لَا تُطِعۡ کُلَّ حَلَّافٍ مَّہِیۡنٍ ﴿ۙ۱۰﴾

(૧૦) અને જે વધારે કસમ ખાતો હોય એવા ઝલીલની તાબેદારી ન કરજે.

11

ہَمَّازٍ مَّشَّآءٍۭ بِنَمِیۡمٍ ﴿ۙ۱۱﴾

(૧૧) ખૂબ જ એબ તલાશ કરનાર અને ચાડી ચુગલી માટે આવ-જા કરનારની:

12

مَّنَّاعٍ لِّلۡخَیۡرِ مُعۡتَدٍ اَثِیۡمٍ ﴿ۙ۱۲﴾

(૧૨) નેકીથી વધારે અટકાવનાર તથા હદથી વધી જનાર, ગુનેહગારની:

13

عُتُلٍّۭ بَعۡدَ ذٰلِکَ زَنِیۡمٍ ﴿ۙ۱۳﴾

(૧૩) આ ઉપરાંત કિનાખોર તથા ખાઉધરા અને ખરાબ સ્વભાવના તેમજ બદનામ છે!

14

اَنۡ کَانَ ذَا مَالٍ وَّ بَنِیۡنَ ﴿ؕ۱۴﴾

(૧૪) એવુ ન થાય કે તે માલદાર અને ઓલાદવાળો છે. (માટે તેની તાબેદારી કર)!

15

اِذَا تُتۡلٰی عَلَیۡہِ اٰیٰتُنَا قَالَ اَسَاطِیۡرُ الۡاَوَّلِیۡنَ ﴿۱۵﴾

(૧૫) જયારે તેની ઉપર અમારી આયતો પઢવામાં આવે છે ત્યારે કહે છે કે આ આગલાઓની વાર્તાઓ છે.

16

سَنَسِمُہٗ عَلَی الۡخُرۡطُوۡمِ ﴿۱۶﴾

(૧૬) નજીકમાં જ અમે તેના નાક પર રૂસ્વાઇની નિશાની લગાડશુ!

17

اِنَّا بَلَوۡنٰہُمۡ کَمَا بَلَوۡنَاۤ اَصۡحٰبَ الۡجَنَّۃِ ۚ اِذۡ اَقۡسَمُوۡا لَیَصۡرِمُنَّہَا مُصۡبِحِیۡنَ ﴿ۙ۱۷﴾

(૧૭) બેશક અમોએ તેમની એવી જ અજમાઇશ કરી છે જેવી બગીચાવાળાઓની અજમાઇશ કરી હતી, જ્યારે તેમણે કસમ ખાધી હતી કે (જરૂરતમંદોની નજરોથી દૂર) સવારે ફળ તોડી લેશે :

18

وَ لَا یَسۡتَثۡنُوۡنَ ﴿۱۸﴾

(૧૮) અને કંઇપણ (જરૂરતમંદ માટે) અલગ નહી રાખે,

19

فَطَافَ عَلَیۡہَا طَآئِفٌ مِّنۡ رَّبِّکَ وَ ہُمۡ نَآئِمُوۡنَ ﴿۱۹﴾

(૧૯) પરંતુ એવી હાલતમાં કે તેઓ ઊંઘતા હતા, તારા પરવરદિગાર તરફથી ચક્કર લગાવનાર (બલાએ બાગનો) ચક્કર માર્યો.

20

فَاَصۡبَحَتۡ کَالصَّرِیۡمِ ﴿ۙ۲۰﴾

(૨૦) અને તે બગીચો (સળગીને) કાળી રાત જેવો થઇ ગયો!

21

فَتَنَادَوۡا مُصۡبِحِیۡنَ ﴿ۙ۲۱﴾

(૨૧) પછી સવારે એક બીજાને અવાજ આવી:

22

اَنِ اغۡدُوۡا عَلٰی حَرۡثِکُمۡ اِنۡ کُنۡتُمۡ صٰرِمِیۡنَ ﴿۲۲﴾

(૨૨) કે જો ફળ તોડવા છે તો પોતાની વાડી તરફ ચાલો.

23

فَانۡطَلَقُوۡا وَ ہُمۡ یَتَخَافَتُوۡنَ ﴿ۙ۲۳﴾

(૨૩) તેઓ ચાલ્યા અને તેઓ આપસમાં ગુપ્ત રીતે કહેતા હતા:

24

اَنۡ لَّا یَدۡخُلَنَّہَا الۡیَوۡمَ عَلَیۡکُمۡ مِّسۡکِیۡنٌ ﴿ۙ۲۴﴾

(૨૪) કે (ઘ્યાન રાખજો) આજે એકપણ જરૂરતમંદ તમારા પર દાખલ થવા ન પામે!

25

وَّ غَدَوۡا عَلٰی حَرۡدٍ قٰدِرِیۡنَ ﴿۲۵﴾

(૨૫) (હા), તેઓએ સવારે ઇરાદો કર્યો કે તાકતથી જરૂરતમંદોને રોકે.

26

فَلَمَّا رَاَوۡہَا قَالُوۡۤا اِنَّا لَضَآلُّوۡنَ ﴿ۙ۲۶﴾

(૨૬) પછી જયારે તે (બગીચા)ને જોયો ત્યારે કહ્યુ કે ખરેખર આપણે ગુમરાહ છીએે:

27

بَلۡ نَحۡنُ مَحۡرُوۡمُوۡنَ ﴿۲۷﴾

(૨૭) બલ્કે મેહરૂમ છીએ!

28

قَالَ اَوۡسَطُہُمۡ اَلَمۡ اَقُلۡ لَّکُمۡ لَوۡ لَا تُسَبِّحُوۡنَ ﴿۲۸﴾

(૨૮) તેઓમાંથી જે અક્કલમંદ હતો તેણે કહ્યું કે મેં તમને કહ્યું ન હતું કે શા માટે તમે અલ્લાહની તસ્બીહ કરતા નથી?!

29

قَالُوۡا سُبۡحٰنَ رَبِّنَاۤ اِنَّا کُنَّا ظٰلِمِیۡنَ ﴿۲۹﴾

(૨૯) તેઓએ કહ્યું કે અમારો પરવરદિગાર પાક છે, બેશક અમે ઝાલિમો હતા.

30

فَاَقۡبَلَ بَعۡضُہُمۡ عَلٰی بَعۡضٍ یَّتَلَاوَمُوۡنَ ﴿۳۰﴾

(૩૦) તે પછી એકબીજાની સામસામી મલામત કરવા લાગ્યા.

31

قَالُوۡا یٰوَیۡلَنَاۤ اِنَّا کُنَّا طٰغِیۡنَ ﴿۳۱﴾

(૩૧) અને કહ્યુ કે હાય અફસોસ અમારા પર! ખરેખર આપણે સરકશ હતા.

32

عَسٰی رَبُّنَاۤ اَنۡ یُّبۡدِلَنَا خَیۡرًا مِّنۡہَاۤ اِنَّاۤ اِلٰی رَبِّنَا رٰغِبُوۡنَ ﴿۳۲﴾

(૩૨) ઉમ્મીદ છે કે આપણો પરવરદિગાર તેના કરતાંય બહેતર આપે, કારણકે આપણે આપણા પરવરદિગાર તરફ રગબત રાખનાર છીએ.

33

کَذٰلِکَ الۡعَذَابُ ؕ وَ لَعَذَابُ الۡاٰخِرَۃِ اَکۡبَرُ ۘ لَوۡ کَانُوۡا یَعۡلَمُوۡنَ ﴿٪۳۳﴾

(૩૩) (દુનિયાનો) અઝાબ આવો છે; અને આખેરતનો અઝાબ તેનાથી મોટો છે, અગર તેઓ જાણતા હોત!

34

اِنَّ لِلۡمُتَّقِیۡنَ عِنۡدَ رَبِّہِمۡ جَنّٰتِ النَّعِیۡمِ ﴿۳۴﴾

(૩૪) બેશક પરહેઝગારો માટે તેમના પરવરદિગાર પાસે નેઅમતોવાળી જન્નતો છે!

35

اَفَنَجۡعَلُ الۡمُسۡلِمِیۡنَ کَالۡمُجۡرِمِیۡنَ ﴿ؕ۳۵﴾

(૩૫) શું અમે ફરમાબરદારોને ગુનેહગારોની જેમ રાખશું?!

36

مَا لَکُمۡ ٝ کَیۡفَ تَحۡکُمُوۡنَ ﴿ۚ۳۶﴾

(૩૬) તમને શું થઇ ગયું છે ? કેવો ફેસલો કરો છો ?

37

اَمۡ لَکُمۡ کِتٰبٌ فِیۡہِ تَدۡرُسُوۡنَ ﴿ۙ۳۷﴾

(૩૭) શું તમારી પાસે કોઇ કિતાબ છે કે જેમાંથી તમે શીખો છો...

38

اِنَّ لَکُمۡ فِیۡہِ لَمَا تَخَیَّرُوۡنَ ﴿ۚ۳۸﴾

(૩૮) કે તેમ જે કાંઇ પસંદ કરો તે તમારૂ છે?!

39

اَمۡ لَکُمۡ اَیۡمَانٌ عَلَیۡنَا بَالِغَۃٌ اِلٰی یَوۡمِ الۡقِیٰمَۃِ ۙ اِنَّ لَکُمۡ لَمَا تَحۡکُمُوۡنَ ﴿ۚ۳۹﴾

(૩૯) અથવા તમોએ અમારી પાસેથી કયામત સુધીનુ વચન લીધેલુ છે કે જે કાંઇ તમે હુકમ કરો તે તમારા માટે હોય?!

40

سَلۡہُمۡ اَیُّہُمۡ بِذٰلِکَ زَعِیۡمٌ ﴿ۚۛ۴۰﴾

(૪૦) તેમને પૂછ કે કોણ તેઓમાંથી આ બધી વસ્તુઓનો જામીન છે ?

41

اَمۡ لَہُمۡ شُرَکَآءُ ۚۛ فَلۡیَاۡتُوۡا بِشُرَکَآئِہِمۡ اِنۡ کَانُوۡا صٰدِقِیۡنَ ﴿۴۱﴾

(૪૧) અથવા તેમની પાસે (અલ્લાહના) શરીકો છે? જો સાચુ કહેતા હોય તો તેમના શરીકોને લાવે.

42

یَوۡمَ یُکۡشَفُ عَنۡ سَاقٍ وَّ یُدۡعَوۡنَ اِلَی السُّجُوۡدِ فَلَا یَسۡتَطِیۡعُوۡنَ ﴿ۙ۴۲﴾

(૪૨) જે દિવસે (ડરથી) પગની પિંડી ઉઘાડી થશે (કામ મુશ્કેલ થશે) અને તેમને સજદા માટે બોલાવવામાં આવશે પરંતુ તેઓ (સજદો) કરી શકશે નહિં.

43

خَاشِعَۃً اَبۡصَارُہُمۡ تَرۡہَقُہُمۡ ذِلَّۃٌ ؕ وَ قَدۡ کَانُوۡا یُدۡعَوۡنَ اِلَی السُّجُوۡدِ وَ ہُمۡ سٰلِمُوۡنَ ﴿۴۳﴾

(૪૩) આ એવી હાલતમાં છે કે તેમની આંખો શરમથી ઢળેલી, અને ઝિલ્લત તેમના પર છવાએલી, જો કે અગાઉ તેઓને સજદા માટે બોલાવવામાં આવતા હતા એવી હાલતમાં કે તંદુરસ્ત હતા.

44

فَذَرۡنِیۡ وَ مَنۡ یُّکَذِّبُ بِہٰذَا الۡحَدِیۡثِ ؕ سَنَسۡتَدۡرِجُہُمۡ مِّنۡ حَیۡثُ لَا یَعۡلَمُوۡنَ ﴿ۙ۴۴﴾

(૪૪) અત્યારે મને અને તે વાતને જૂઠલાવનારા-ઓને રહેવા દે, અમે તેમને એવી જગ્યાએથી કે તેઓ જાણતા નથી ધીમે ધીમે અઝાબ તરફ લઇ જાશુ.

45

وَ اُمۡلِیۡ لَہُمۡ ؕ اِنَّ کَیۡدِیۡ مَتِیۡنٌ ﴿۴۵﴾

(૪૫) અને હું તેમને મોહલત આપુ છુ કારણકે મારી યોજના મજબૂત છે.

46

اَمۡ تَسۡـَٔلُہُمۡ اَجۡرًا فَہُمۡ مِّنۡ مَّغۡرَمٍ مُّثۡقَلُوۡنَ ﴿ۚ۴۶﴾

(૪૬) અથવા તું તેમનાથી અજ્ર માંગે છો કે તેઓ માટે આપવુ મુશ્કેલ છે?!

47

اَمۡ عِنۡدَہُمُ الۡغَیۡبُ فَہُمۡ یَکۡتُبُوۡنَ ﴿۴۷﴾

(૪૭) અથવા તેમની પાસે કાંઇ ગેબના રાઝ છે અને તેઓ તેને લખે છે?!

48

فَاصۡبِرۡ لِحُکۡمِ رَبِّکَ وَ لَا تَکُنۡ کَصَاحِبِ الۡحُوۡتِ ۘ اِذۡ نَادٰی وَ ہُوَ مَکۡظُوۡمٌ ﴿ؕ۴۸﴾

(૪૮) તો હવે તું તારા પરવરદિગારના હુકમ પર સબ્ર કર અને માછલીવાળા જેવો ન થા. જયારે તેણે અફસોસની હાલતમાં અવાજ આપ્યો હતો.

49

لَوۡ لَاۤ اَنۡ تَدٰرَکَہٗ نِعۡمَۃٌ مِّنۡ رَّبِّہٖ لَنُبِذَ بِالۡعَرَآءِ وَ ہُوَ مَذۡمُوۡمٌ ﴿۴۹﴾

(૪૯) અગર તેના પરવરદિગારની નેઅમતે તેની મદદ કરી ન હોત તો ખરે જ તે વિરાન મેદાનમાં મલામત થયેલ હાલતમાં ફેંકી દેવાયો હોત!

50

فَاجۡتَبٰہُ رَبُّہٗ فَجَعَلَہٗ مِنَ الصّٰلِحِیۡنَ ﴿۵۰﴾

(૫૦) પરંતુ તેના પરવરદિગારે તેને પસંદ કર્યો અને તેને નેક બંદાઓમાં શામિલ કર્યો.

51

وَ اِنۡ یَّکَادُ الَّذِیۡنَ کَفَرُوۡا لَیُزۡلِقُوۡنَکَ بِاَبۡصَارِہِمۡ لَمَّا سَمِعُوا الذِّکۡرَ وَ یَقُوۡلُوۡنَ اِنَّہٗ لَمَجۡنُوۡنٌ ﴿ۘ۵۱﴾

(૫૧) અને નઝદીક છે કે નાસ્તિકો કુરઆન સાંભળીને તને નજર લગાડે અને કહે કે તે દીવાનો છે!

52

وَ مَا ہُوَ اِلَّا ذِکۡرٌ لِّلۡعٰلَمِیۡنَ ﴿٪۵۲﴾

(૫૨) એવી હાલતમાં કે આ (કુરઆન) દુનિયાવાળાઓ માટે નસીહત છે.