An-Naml
سورة النمل
وَ اَلۡقِ عَصَاکَ ؕ فَلَمَّا رَاٰہَا تَہۡتَزُّ کَاَنَّہَا جَآنٌّ وَّلّٰی مُدۡبِرًا وَّ لَمۡ یُعَقِّبۡ ؕ یٰمُوۡسٰی لَا تَخَفۡ ۟ اِنِّیۡ لَا یَخَافُ لَدَیَّ الۡمُرۡسَلُوۡنَ ﴿٭ۖ۱۰﴾
(૧૦) અને તારી અસા (લાકડી)ને ઝમીન પર ફેંક, પછી જયારે મૂસાએ જોયું તો તે સાંપની જેમ સળવળતો હતો, તે પાછા ફર્યા અને પાછળ વળીને જોયું પણ નહિં (ગૈબથી અવાજ આવ્યો કે) અય મૂસા ! ડરો નહિં, રસૂલો મારી પાસે ડરતા નથી:
وَ اَدۡخِلۡ یَدَکَ فِیۡ جَیۡبِکَ تَخۡرُجۡ بَیۡضَآءَ مِنۡ غَیۡرِ سُوۡٓءٍ ۟ فِیۡ تِسۡعِ اٰیٰتٍ اِلٰی فِرۡعَوۡنَ وَ قَوۡمِہٖ ؕ اِنَّہُمۡ کَانُوۡا قَوۡمًا فٰسِقِیۡنَ ﴿۱۲﴾
(૧૨) અને તું તારો હાથ ગિરેબાન નાખ જેથી ખરાબી વગર સફેદ અને ચમકદાર થઇને નીકળશે, આ તે નવ નિશાનીઓમાંથી એક છે જે ફિરઔન અને તેની કૌમની તરફ લઇ જા, કારણકે તે નાફરમાન કૌમ છે.
وَ وَرِثَ سُلَیۡمٰنُ دَاوٗدَ وَ قَالَ یٰۤاَیُّہَا النَّاسُ عُلِّمۡنَا مَنۡطِقَ الطَّیۡرِ وَ اُوۡتِیۡنَا مِنۡ کُلِّ شَیۡءٍ ؕ اِنَّ ہٰذَا لَہُوَ الۡفَضۡلُ الۡمُبِیۡنُ ﴿۱۶﴾
(૧૬) અને સુલયમાન દાવૂદનો વારસદાર થયો તેણે કહ્યું કે અય લોકો ! અમને પક્ષીઓની ઝબાન (ભાષા) શીખવવામાં આવેલ છે અને અમને દરેક ચીઝમાંથી હિસ્સો આપવામાં આવેલ છે અને આ ફઝીલત જાહેર છે.
حَتّٰۤی اِذَاۤ اَتَوۡا عَلٰی وَادِ النَّمۡلِ ۙ قَالَتۡ نَمۡلَۃٌ یّٰۤاَیُّہَا النَّمۡلُ ادۡخُلُوۡا مَسٰکِنَکُمۡ ۚ لَا یَحۡطِمَنَّکُمۡ سُلَیۡمٰنُ وَ جُنُوۡدُہٗ ۙ وَ ہُمۡ لَا یَشۡعُرُوۡنَ ﴿۱۸﴾
(૧૮) ત્યાં સુધી કે તેઓ કીડીઓની વાદીમાં પહોંચ્યા ત્યારે એક કીડીએ કહ્યું: અય કીડીઓ! તમે તમારા દરોમાં દાખલ થઇ જાઓ, જેથી કે સુલયમાન તથા તેનું લશ્કર ગફલતમાં તમને કચડી ન નાખે.
فَتَبَسَّمَ ضَاحِکًا مِّنۡ قَوۡلِہَا وَ قَالَ رَبِّ اَوۡزِعۡنِیۡۤ اَنۡ اَشۡکُرَ نِعۡمَتَکَ الَّتِیۡۤ اَنۡعَمۡتَ عَلَیَّ وَ عَلٰی وَالِدَیَّ وَ اَنۡ اَعۡمَلَ صَالِحًا تَرۡضٰىہُ وَ اَدۡخِلۡنِیۡ بِرَحۡمَتِکَ فِیۡ عِبَادِکَ الصّٰلِحِیۡنَ ﴿۱۹﴾
(૧૯) અને સુલયમાન તેની વાત પર મલકાયા અને હંસીને કહ્યુ કે અય મારા પરવરદિગાર! મને તૌફીક (તક) આપ કે જે નેઅમત તે મને અને મારા વાલેદૈનને આપેલ તેનો હું શુક્ર કરૂં તથા એવા નેક અમલ કરૂં કે જેનાથી તું રાજી થઇ જા અને તારી રહેમતથી મને તારા સાલેહ બંદાઓમાં દાખલ કર.
وَجَدۡتُّہَا وَ قَوۡمَہَا یَسۡجُدُوۡنَ لِلشَّمۡسِ مِنۡ دُوۡنِ اللّٰہِ وَ زَیَّنَ لَہُمُ الشَّیۡطٰنُ اَعۡمَالَہُمۡ فَصَدَّہُمۡ عَنِ السَّبِیۡلِ فَہُمۡ لَا یَہۡتَدُوۡنَ ﴿ۙ۲۴﴾
(૨૪) મેં તેણીને તથા તેણીની કૌમને અલ્લાહને મૂકી સૂરજને સજદો કરતા જોયાં, અને શેતાને તેમના આમાલને તેમની નજરમાં સુશોભિત બનાવી દીધા, અને તેમને સહીહ રસ્તાથી રોકી દીધા જેથી તેઓની હિદાયત નથી થઇ:
قَالَتۡ اِنَّ الۡمُلُوۡکَ اِذَا دَخَلُوۡا قَرۡیَۃً اَفۡسَدُوۡہَا وَ جَعَلُوۡۤا اَعِزَّۃَ اَہۡلِہَاۤ اَذِلَّۃً ۚ وَ کَذٰلِکَ یَفۡعَلُوۡنَ ﴿۳۴﴾
(૩૪) (બિલ્કીસે) કહ્યું કે બેશક જ્યારે બાદશાહો કોઇ વસ્તીમાં દાખલ થાય ત્યારે તેઓ તેને વિરાન કરી નાખે અને તેના આબરૂદાર રહેવાસીઓને ઝલીલ કરે છે અને આ તેમનો તરીકો હોય છે.
فَلَمَّا جَآءَ سُلَیۡمٰنَ قَالَ اَتُمِدُّوۡنَنِ بِمَالٍ ۫ فَمَاۤ اٰتٰىنَِۧ اللّٰہُ خَیۡرٌ مِّمَّاۤ اٰتٰىکُمۡ ۚ بَلۡ اَنۡتُمۡ بِہَدِیَّتِکُمۡ تَفۡرَحُوۡنَ ﴿۳۶﴾
(૩૬) પછી જ્યારે તે (કાસીદ) સુલયમાન પાસે હાજર થયો ત્યારે તેણે (સુલયમાને) કહ્યું કે શું તમે માલ વડે મારી મદદ કરવા ચાહો છો? અલ્લાહે મને જે કાંઇ અતા કર્યું છે તે તમને આપવામાં આવેલ માલ કરતાં બેહતર છે બલ્કે તમારા તોહફાથી તમે જ ખુશ થાવ છો!
اِرۡجِعۡ اِلَیۡہِمۡ فَلَنَاۡتِیَنَّہُمۡ بِجُنُوۡدٍ لَّا قِبَلَ لَہُمۡ بِہَا وَ لَنُخۡرِجَنَّہُمۡ مِّنۡہَاۤ اَذِلَّۃً وَّ ہُمۡ صٰغِرُوۡنَ ﴿۳۷﴾
(૩૭) તેમની તરફ પાછો જા કે હું તેમની સામે એવું લશ્કર લઇને આવીશ કે જેમના મુકાબલાની તેમનામાં તાકાત નહિ હોય, અને અમે તેમને તે (દેશ)માંથી ઝલીલ કરીને કાઢી મૂકશું.
قَالَ الَّذِیۡ عِنۡدَہٗ عِلۡمٌ مِّنَ الۡکِتٰبِ اَنَا اٰتِیۡکَ بِہٖ قَبۡلَ اَنۡ یَّرۡتَدَّ اِلَیۡکَ طَرۡفُکَ ؕ فَلَمَّا رَاٰہُ مُسۡتَقِرًّا عِنۡدَہٗ قَالَ ہٰذَا مِنۡ فَضۡلِ رَبِّیۡ ۟ۖ لِیَبۡلُوَنِیۡۤ ءَاَشۡکُرُ اَمۡ اَکۡفُرُ ؕ وَ مَنۡ شَکَرَ فَاِنَّمَا یَشۡکُرُ لِنَفۡسِہٖ ۚ وَ مَنۡ کَفَرَ فَاِنَّ رَبِّیۡ غَنِیٌّ کَرِیۡمٌ ﴿۴۰﴾
(૪૦) જેની પાસે કિતાબનું થોડુંક ઇલ્મ હતું તેણે કહ્યું કે તારી પલક ઝબકે તે પહેલાં તેને તારી પાસે હાજર કરી દઇશ, પછી જયારે (સુલયમાને) તે (તખ્ત)ને પોતાની સામે સ્થિર જોયું ત્યારે કહ્યું કે આ મારા પરવરદિગારનો ફઝલ છે જેથી મારૂં ઇમ્તેહાન કરે કે હું શુક્ર કરૂં છું કે નાશુક્રી કરૂં છું, અને જે કોઇ શુક્ર કરશે તો તે પોતાના જ ફાયદા માટે શુક્ર કરશે, અને જે નાશુક્રી કરશે, તો મારો પરવરદિગાર બેનિયાઝ અને કરીમ છે.
قِیۡلَ لَہَا ادۡخُلِی الصَّرۡحَ ۚ فَلَمَّا رَاَتۡہُ حَسِبَتۡہُ لُجَّۃً وَّ کَشَفَتۡ عَنۡ سَاقَیۡہَا ؕ قَالَ اِنَّہٗ صَرۡحٌ مُّمَرَّدٌ مِّنۡ قَوَارِیۡرَ ۬ؕ قَالَتۡ رَبِّ اِنِّیۡ ظَلَمۡتُ نَفۡسِیۡ وَ اَسۡلَمۡتُ مَعَ سُلَیۡمٰنَ لِلّٰہِ رَبِّ الۡعٰلَمِیۡنَ ﴿٪۴۴﴾
(૪૪) તેણીને કહેવામાં આવ્યું કે આ મહેલમાં દાખલ થા, જ્યારે તેણીએ જોયું તો તેણીને પાણીનો હોજ લાગ્યો અને પોતાની બંને પીંડળીઓને ઊઘાડી; ત્યારે (સુલયમાને) કહ્યું કે આ મહેલ કાચમાંથી બનેલો છે; તેણીએ કહ્યું કે અય મારા પરવરદિગાર! બેશક મેં મારા નફસ પર ઝુલ્મ કર્યો અને હું સુલયમાનની સાથે તમામ દુનિયાઓના પરવરદિગારને તસ્લીમ થાવ છું.
قَالَ یٰقَوۡمِ لِمَ تَسۡتَعۡجِلُوۡنَ بِالسَّیِّئَۃِ قَبۡلَ الۡحَسَنَۃِ ۚ لَوۡ لَا تَسۡتَغۡفِرُوۡنَ اللّٰہَ لَعَلَّکُمۡ تُرۡحَمُوۡنَ ﴿۴۶﴾
(૪૬) તેણે કહ્યું કે અય મારી કોમ ! તમે ભલાઇની પહેલાં બૂરાઇની ઉતાવળ શા માટે કરો છો ? તમે અલ્લાહ પાસે ઇસ્તિગફાર કેમ નથી કરતા કે જેથી શાયદ તમારા પર રહેમ કરવામાં આવે?
قَالُوۡا تَقَاسَمُوۡا بِاللّٰہِ لَنُبَیِّتَنَّہٗ وَ اَہۡلَہٗ ثُمَّ لَنَقُوۡلَنَّ لِوَلِیِّہٖ مَا شَہِدۡنَا مَہۡلِکَ اَہۡلِہٖ وَ اِنَّا لَصٰدِقُوۡنَ ﴿۴۹﴾
(૪૯) તેમણે કહ્યું કે તમો સૌ આપસમાં અલ્લાહની કસમ ખાવ કે આપણે રાતના સાલેહ તથા તેના ઘરવાળાઓ પર હમલો કરીશું, પછી તેમના વારસદારને કહીશું કે અમે તેમના ઘરવાળાની હલાકતના સમયે હાજર જ ન હતા અને અમે બિલકુલ સાચા છીએ.
اَمَّنۡ خَلَقَ السَّمٰوٰتِ وَ الۡاَرۡضَ وَ اَنۡزَلَ لَکُمۡ مِّنَ السَّمَآءِ مَآءً ۚ فَاَنۡۢبَتۡنَا بِہٖ حَدَآئِقَ ذَاتَ بَہۡجَۃٍ ۚ مَا کَانَ لَکُمۡ اَنۡ تُنۡۢبِتُوۡا شَجَرَہَا ؕ ءَ اِلٰہٌ مَّعَ اللّٰہِ ؕ بَلۡ ہُمۡ قَوۡمٌ یَّعۡدِلُوۡنَ ﴿ؕ۶۰﴾
(૬૦) ભલા તે કોણ છે જેણે આસમાનો તથા ઝમીનને પેદા કર્યા અને તમારા માટે આસમાનથી પાણી વરસાવ્યું, પછી તેના વડે ખુશી આપનાર બગીચાઓ ઉગાવ્યા? જયારે કે તમે હરગિઝ તે વૃક્ષ નથી ઉગાડી શકતા; શું અલ્લાહ સાથે બીજો કોઇ માઅબૂદ છે? (નહિં પરંતુ) તેઓ બીજાઓને અલ્લાહની બરાબર ગણે છે.
اَمَّنۡ جَعَلَ الۡاَرۡضَ قَرَارًا وَّ جَعَلَ خِلٰلَہَاۤ اَنۡہٰرًا وَّ جَعَلَ لَہَا رَوَاسِیَ وَ جَعَلَ بَیۡنَ الۡبَحۡرَیۡنِ حَاجِزًا ؕ ءَ اِلٰہٌ مَّعَ اللّٰہِ ؕ بَلۡ اَکۡثَرُہُمۡ لَا یَعۡلَمُوۡنَ ﴿ؕ۶۱﴾
(૬૧) ભલા તે કોણ છે જેણે ઝમીનને સ્થિર બનાવી તથા તેની વચ્ચે નદીઓ વહાવી અને તે (પહાડો)ને મજબૂત (લંગર) બનાવ્યા અને બે દરિયા વચ્ચે એક આડ બનાવી; શું અલ્લાહની સાથે બીજો કોઇ માઅબૂદ છે? બલ્કે તેઓમાંથી મોટા ભાગના જાણતા નથી.
اَمَّنۡ یُّجِیۡبُ الۡمُضۡطَرَّ اِذَا دَعَاہُ وَ یَکۡشِفُ السُّوۡٓءَ وَ یَجۡعَلُکُمۡ خُلَفَآءَ الۡاَرۡضِ ؕ ءَ اِلٰہٌ مَّعَ اللّٰہِ ؕ قَلِیۡلًا مَّا تَذَکَّرُوۡنَ ﴿ؕ۶۲﴾
(૬૨) અથવા તે કે જે પરેશાન હાલ પુકારે ત્યારે સાંભળીને તેની મુશ્કેલી દૂર કરે અને તમને ઝમીનના વારસદાર બનાવે છે; શું અલ્લાહની સાથે બીજો કોઇ માઅબૂદ છે ? (નહિં) હકીકત એ છે કે તમે બહુ ઓછી નસીહત હાંસિલ કરો છો.
اَمَّنۡ یَّہۡدِیۡکُمۡ فِیۡ ظُلُمٰتِ الۡبَرِّ وَ الۡبَحۡرِ وَ مَنۡ یُّرۡسِلُ الرِّیٰحَ بُشۡرًۢا بَیۡنَ یَدَیۡ رَحۡمَتِہٖ ؕ ءَ اِلٰہٌ مَّعَ اللّٰہِ ؕ تَعٰلَی اللّٰہُ عَمَّا یُشۡرِکُوۡنَ ﴿ؕ۶۳﴾
(૬૩) અથવા તે કે જે ઝમીન તથા દરિયાના અંધકારમાં તમને રસ્તો દેખાડે છે અને રહેમતના આગમન પહેલા ખુશખબરી તરીકે પવન મોકલે છે? શું અલ્લાહની સાથે બીજો કોઇ માઅબૂદ છે? યકીનન જેમને તેઓ અલ્લાહના શરીક બનાવે છે તેના કરતા બુલંદ છે.
اَمَّنۡ یَّبۡدَؤُا الۡخَلۡقَ ثُمَّ یُعِیۡدُہٗ وَ مَنۡ یَّرۡزُقُکُمۡ مِّنَ السَّمَآءِ وَ الۡاَرۡضِ ؕ ءَ اِلٰہٌ مَّعَ اللّٰہِ ؕ قُلۡ ہَاتُوۡا بُرۡہَانَکُمۡ اِنۡ کُنۡتُمۡ صٰدِقِیۡنَ ﴿۶۴﴾
(૬૪) અથવા જેને ખિલ્કતની શરૂઆત કરી છે? અને ફરી બીજી વખતે તે જ પેદા કરશે અને જે આસમાન તથા ઝમીનમાંથી તમને રોઝી આપે છે? શું અલ્લાહ સાથે બીજો કોઇ માઅબૂદ છે ? તું કહે કે જો તમે સાચા હોવ તો તમારી દલીલો રજૂ કરો.
وَ مَاۤ اَنۡتَ بِہٰدِی الۡعُمۡیِ عَنۡ ضَلٰلَتِہِمۡ ؕ اِنۡ تُسۡمِعُ اِلَّا مَنۡ یُّؤۡمِنُ بِاٰیٰتِنَا فَہُمۡ مُّسۡلِمُوۡنَ ﴿۸۱﴾
(૮૧) અને ન તું આંધળાઓને તેમની ગુમરાહીમાંથી સીધા રસ્તા ઉપર લાવી શકે છો; તું ફકત તે શખ્સને સંભળાવી શકે છે કે જેઓ અમારી આયતો પર ઇમાન લાવવા તથા અમને તસ્લીમ (સમર્પિત) થવા તૈયાર છે.
وَ اِذَا وَقَعَ الۡقَوۡلُ عَلَیۡہِمۡ اَخۡرَجۡنَا لَہُمۡ دَآبَّۃً مِّنَ الۡاَرۡضِ تُکَلِّمُہُمۡ ۙ اَنَّ النَّاسَ کَانُوۡا بِاٰیٰتِنَا لَا یُوۡقِنُوۡنَ ﴿٪۸۲﴾
(૮૨) અને જ્યારે તેમના પર (અઝાબનો) વાયદો પૂરવાર થશે અમે તેમના માટે ઝમીનમાંથી એક જીવ કાઢીશું જે તેમની સાથે વાત કરશે (અને કહેશે) લોકો અમારી આયત પર નહી લાવે.
اَلَمۡ یَرَوۡا اَنَّا جَعَلۡنَا الَّیۡلَ لِیَسۡکُنُوۡا فِیۡہِ وَ النَّہَارَ مُبۡصِرًا ؕ اِنَّ فِیۡ ذٰلِکَ لَاٰیٰتٍ لِّقَوۡمٍ یُّؤۡمِنُوۡنَ ﴿۸۶﴾
(૮૬) શું તેમણે નથી જોયું કે અમોએ રાત એટલા માટે બનાવી છે કે તેમાં તેઓ આરામ કરે અને દિવસને રોશની આપનાર (બનાવ્યો)? બેશક જેઓ ઇમાન રાખે છે તેમના માટે તેમાં નિશાનીઓ મોજૂદ છે.
وَ یَوۡمَ یُنۡفَخُ فِی الصُّوۡرِ فَفَزِعَ مَنۡ فِی السَّمٰوٰتِ وَ مَنۡ فِی الۡاَرۡضِ اِلَّا مَنۡ شَآءَ اللّٰہُ ؕ وَ کُلٌّ اَتَوۡہُ دٰخِرِیۡنَ ﴿۸۷﴾
(૮૭) અને જે કોઇ ઝમીન અને આસમાનોમાં છે તે બધા સૂર ફૂંકવાના દિવસે ગભરાઇ જશે, સિવાય કે જેને અલ્લાહ ચાહે (તે ગભરાશે નહી) અને બધા તેની હજૂરમાં નમ્રતા સાથે હાજર થશે.
وَ تَرَی الۡجِبَالَ تَحۡسَبُہَا جَامِدَۃً وَّ ہِیَ تَمُرُّ مَرَّ السَّحَابِ ؕ صُنۡعَ اللّٰہِ الَّذِیۡۤ اَتۡقَنَ کُلَّ شَیۡءٍ ؕ اِنَّہٗ خَبِیۡرٌۢ بِمَا تَفۡعَلُوۡنَ ﴿۸۸﴾
(૮૮) અને તું પહાડોને જોવે છો તો સ્થિર લાગે છે, જો કે તે વાદળાંઓની જેમ ચાલી રહ્યા છે; આ તે અલ્લાહની ખિલ્કત છે કે જેણે દરેક વસ્તુને મજબૂત બનાવી; બેશક તમે જે કાંઇ કરો છો તેનાથી તે સારી રીતે વાકેફ છે.
اِنَّمَاۤ اُمِرۡتُ اَنۡ اَعۡبُدَ رَبَّ ہٰذِہِ الۡبَلۡدَۃِ الَّذِیۡ حَرَّمَہَا وَ لَہٗ کُلُّ شَیۡءٍ ۫ وَّ اُمِرۡتُ اَنۡ اَکُوۡنَ مِنَ الۡمُسۡلِمِیۡنَ ﴿ۙ۹۱﴾
(૯૧) મને ફકત એ હુકમ આપવામાં આવ્યો છે કે હું આ શહેરના પરવરદિગારની ઇબાદત કરૂં. જેણે આ શહેરને મોહતરમ બનાવ્યું અને દરેક વસ્તુ તેની છે અને મને હુકમ આપવામાં આવ્યો છે કે હું મુસલમાનોમાંથી એક બની જાવ.
وَ اَنۡ اَتۡلُوَا الۡقُرۡاٰنَ ۚ فَمَنِ اہۡتَدٰی فَاِنَّمَا یَہۡتَدِیۡ لِنَفۡسِہٖ ۚ وَ مَنۡ ضَلَّ فَقُلۡ اِنَّمَاۤ اَنَا مِنَ الۡمُنۡذِرِیۡنَ ﴿۹۲﴾
(૯૨) અને કે હું કુરઆનની તિલાવત કરૂ, પછી જે કોઇ હિદાયત મેળવી લેશે તે પોતાના ફાયદા માટે હિદાયત મેળવશે અને જે કોઇ ગુમરાહ થશે તો તેને કહે કે હું ફકત ડરાવનારાઓમાંથી છું.