અલ-કુરઆન

4

An-Nisa

سورة النساء


یٰۤاَیُّہَا النَّاسُ اتَّقُوۡا رَبَّکُمُ الَّذِیۡ خَلَقَکُمۡ مِّنۡ نَّفۡسٍ وَّاحِدَۃٍ وَّ خَلَقَ مِنۡہَا زَوۡجَہَا وَ بَثَّ مِنۡہُمَا رِجَالًا کَثِیۡرًا وَّ نِسَآءً ۚ وَ اتَّقُوا اللّٰہَ الَّذِیۡ تَسَآءَلُوۡنَ بِہٖ وَ الۡاَرۡحَامَ ؕ اِنَّ اللّٰہَ کَانَ عَلَیۡکُمۡ رَقِیۡبًا ﴿۱﴾

(૧) અય લોકો ! તમે તમારા પરવરદિગાર(ની નાફરમાની)થી બચતા રહો કે જેણે તમને એક જ નફસમાંથી પેદા કર્યા છે તથા તેમાંથી જ તેના જીવનસાથીને બનાવ્યા અને તે બંનેમાંથી ઘણા મર્દો અને ઔરતોને (દુનિયામાં) ફેલાવ્યા, અને અલ્લાહથી ડરો જેનો વાસ્તો આપીને એકબીજાથી (પોતાના હક્કોની) માંગણી કરો છો અને ખૂનના રિશ્તેદારો(થી સંબંધ તોડવા) બાબતે ડરતા રહો કારણકે અલ્લાહ તમો સર્વો ઉપર નજર રાખનાર છે.

وَ اٰتُوا الۡیَتٰمٰۤی اَمۡوَالَہُمۡ وَ لَا تَتَبَدَّلُوا الۡخَبِیۡثَ بِالطَّیِّبِ ۪ وَ لَا تَاۡکُلُوۡۤا اَمۡوَالَہُمۡ اِلٰۤی اَمۡوَالِکُمۡ ؕ اِنَّہٗ کَانَ حُوۡبًا کَبِیۡرًا ﴿۲﴾

(૨) અને યતીમોને તેમની મિલકત આપી દો અને ખરાબ વસ્તુઓને સારી વસ્તુઓથી બદલો નહિ, અને તેમનો માલ તમારા માલની સાથે ભેળવી પચાવી પાડો નહિ; ખરેખર એ ઘણો મોટો ગુનાહ છે.

وَ اِنۡ خِفۡتُمۡ اَلَّا تُقۡسِطُوۡا فِی الۡیَتٰمٰی فَانۡکِحُوۡا مَا طَابَ لَکُمۡ مِّنَ النِّسَآءِ مَثۡنٰی وَ ثُلٰثَ وَ رُبٰعَ ۚ فَاِنۡ خِفۡتُمۡ اَلَّا تَعۡدِلُوۡا فَوَاحِدَۃً اَوۡ مَا مَلَکَتۡ اَیۡمَانُکُمۡ ؕ ذٰلِکَ اَدۡنٰۤی اَلَّا تَعُوۡلُوۡا ؕ﴿۳﴾

(૩) અને જો તમને (શાદી વખતે) એવો ડર હોય કે યતીમોના સંબંધમાં તમે ઇન્સાફ કરી શકશો નહિ તો એવી (બીજી) સ્ત્રીઓમાંથી તમને જે પસંદ પડે તે બે ત્રણ (અથવા) ચાર સાથે નિકાહ કરી લો, પણ જો તમને એવો ડર હોય કે (તેમની વચ્ચે) ઈન્સાફ કરી શકશો નહિ, તો પછી એકજ (સાથે નિકાહ કરો) અથવા કે જે (કનીઝો) તમારી મિલકતમાં હોય (તેનો ઊપયોગ કરો), આ બે ઇન્સાફીથી બચવાની આસાન રીત છે.

وَ اٰتُوا النِّسَآءَ صَدُقٰتِہِنَّ نِحۡلَۃً ؕ فَاِنۡ طِبۡنَ لَکُمۡ عَنۡ شَیۡءٍ مِّنۡہُ نَفۡسًا فَکُلُوۡہُ ہَنِیۡٓــًٔا مَّرِیۡٓــًٔا ﴿۴﴾

(૪) ઔરતોને તેઓની મહેર અદા કરી દો. પછી જો તેણીઓ (તેમની) મરજીથી અમુક હિસ્સો પરત કરવા ચાહે તો તે મનપસંદ (અને) શફાબક્ષ (ચીઝ)ને ખાવ.

وَ لَا تُؤۡتُوا السُّفَہَآءَ اَمۡوَالَکُمُ الَّتِیۡ جَعَلَ اللّٰہُ لَکُمۡ قِیٰمًا وَّ ارۡزُقُوۡہُمۡ فِیۡہَا وَ اکۡسُوۡہُمۡ وَ قُوۡلُوۡا لَہُمۡ قَوۡلًا مَّعۡرُوۡفًا ﴿۵﴾

(૫) અને અણસમજુઓને તમારો માલ કે જેને અલ્લાહે તમારા જીવનનો આધાર બનાવ્યો છે, સોંપો નહિ. પણ તેઓના માલથી તેમને ખવડાવો તથા પહેરાવો અને તેમની સાથે યોગ્ય વાતચીત કરો.

وَ ابۡتَلُوا الۡیَتٰمٰی حَتّٰۤی اِذَا بَلَغُوا النِّکَاحَ ۚ فَاِنۡ اٰنَسۡتُمۡ مِّنۡہُمۡ رُشۡدًا فَادۡفَعُوۡۤا اِلَیۡہِمۡ اَمۡوَالَہُمۡ ۚ وَ لَا تَاۡکُلُوۡہَاۤ اِسۡرَافًا وَّ بِدَارًا اَنۡ یَّکۡبَرُوۡا ؕ وَ مَنۡ کَانَ غَنِیًّا فَلۡیَسۡتَعۡفِفۡ ۚ وَ مَنۡ کَانَ فَقِیۡرًا فَلۡیَاۡکُلۡ بِالۡمَعۡرُوۡفِ ؕ فَاِذَا دَفَعۡتُمۡ اِلَیۡہِمۡ اَمۡوَالَہُمۡ فَاَشۡہِدُوۡا عَلَیۡہِمۡ ؕ وَ کَفٰی بِاللّٰہِ حَسِیۡبًا ﴿۶﴾

(૬) અને યતીમોને અજમાવો જયારે તેઓ બાલિગ થઇ જાય; પછી જો તમે તેમનામાં કાંઈ (સંસાર વહેવારની) લાયકાત જૂઓ તો તેમનો માલ તેમને સોંપી દો, અને એ માલને ઉડાઉપણે ખર્ચીને તથા (એવા વિચારથી) જલ્દીથી ખાઈ ન જાઓ (કે) યતીમો મોટા થઈ જશે; અને જે (વાલી) માલદાર હોય તો તે યતીમોના માલથી તદ્દન પરહેઝ કરે (પરવરીશ કરવા બદલ વળતર ન લે), અને જે (વાલી) ગરીબ હોય, તે વ્યાજબી રીતે ખાય; પછી જયારે તમે તેમનો માલ તેમને હવાલે કરો ત્યારે તેની ઉપર ગવાહ રાખી લો; જો કે અલ્લાહ હિસાબ લેવા માટે પૂરતો છે.

لِلرِّجَالِ نَصِیۡبٌ مِّمَّا تَرَکَ الۡوَالِدٰنِ وَ الۡاَقۡرَبُوۡنَ ۪ وَ لِلنِّسَآءِ نَصِیۡبٌ مِّمَّا تَرَکَ الۡوَالِدٰنِ وَ الۡاَقۡرَبُوۡنَ مِمَّا قَلَّ مِنۡہُ اَوۡ کَثُرَ ؕ نَصِیۡبًا مَّفۡرُوۡضًا ﴿۷﴾

(૭) માં-બાપ તથા નજીકના સગા જે (મિલકત) મૂકી જાય તેમાં મર્દોનો ભાગ છે, અને (એજ રીતે) વાલેદૈન તથા નજીકના સગાઓ જે (મિલકત) મૂકી જાય તેમાં ઔરતોનો ભાગ છે, પછી તે થોડો હોય કે વધારે, (દરેકનો) હિસ્સો નક્કી કરવામાં આવ્યો છે.

وَ اِذَا حَضَرَ الۡقِسۡمَۃَ اُولُوا الۡقُرۡبٰی وَ الۡیَتٰمٰی وَ الۡمَسٰکِیۡنُ فَارۡزُقُوۡہُمۡ مِّنۡہُ وَ قُوۡلُوۡا لَہُمۡ قَوۡلًا مَّعۡرُوۡفًا ﴿۸﴾

(૮) અને જો (વારસદારો સિવાય) બીજા સગાંવહાલાં તથા યતીમ અને મિસ્કીનો (વારસાની) વહેંચણી વખતે હાજર હોય તો તેમાંથી (થોડુંક) તેમને પણ આપી દો અને તેમની સાથે મુનાસીબ વાતચીત કરો.

وَ لۡیَخۡشَ الَّذِیۡنَ لَوۡ تَرَکُوۡا مِنۡ خَلۡفِہِمۡ ذُرِّیَّۃً ضِعٰفًا خَافُوۡا عَلَیۡہِمۡ ۪ فَلۡیَتَّقُوا اللّٰہَ وَ لۡیَقُوۡلُوۡا قَوۡلًا سَدِیۡدًا ﴿۹﴾

(૯) જેઓ પોતે કમજોર બાળકો મૂકી (મરી) જાય જો તે (બાળકો) ઉપર (બીજાના ઝુલ્મ)થી ડરતા હોય તો તેઓએ (બીજા યતીમો બાબતે) ડરવું જોઇએ અને અલ્લાહ(ની નાફરમાની)થી બચવું જોઇએ અને મુનાસીબ વાતચીત કરવી જોઇએ.

10

اِنَّ الَّذِیۡنَ یَاۡکُلُوۡنَ اَمۡوَالَ الۡیَتٰمٰی ظُلۡمًا اِنَّمَا یَاۡکُلُوۡنَ فِیۡ بُطُوۡنِہِمۡ نَارًا ؕ وَ سَیَصۡلَوۡنَ سَعِیۡرًا ﴿٪۱۰﴾

(૧૦) બેશક જેઓ જોર ઝુલ્મથી યતીમોનો માલ ખાઈ જાય છે તેઓ પોતાના પેટ આગથી ભરે છે; અને ટૂંક વખતમાં તેઓ ધગધગતી આગ (ના અઝાબ)માં દાખલ થશે.

11

یُوۡصِیۡکُمُ اللّٰہُ فِیۡۤ اَوۡلَادِکُمۡ ٭ لِلذَّکَرِ مِثۡلُ حَظِّ الۡاُنۡثَیَیۡنِ ۚ فَاِنۡ کُنَّ نِسَآءً فَوۡقَ اثۡنَتَیۡنِ فَلَہُنَّ ثُلُثَا مَا تَرَکَ ۚ وَ اِنۡ کَانَتۡ وَاحِدَۃً فَلَہَا النِّصۡفُ ؕ وَ لِاَبَوَیۡہِ لِکُلِّ وَاحِدٍ مِّنۡہُمَا السُّدُسُ مِمَّا تَرَکَ اِنۡ کَانَ لَہٗ وَلَدٌ ۚ فَاِنۡ لَّمۡ یَکُنۡ لَّہٗ وَلَدٌ وَّ وَرِثَہٗۤ اَبَوٰہُ فَلِاُمِّہِ الثُّلُثُ ۚ فَاِنۡ کَانَ لَہٗۤ اِخۡوَۃٌ فَلِاُمِّہِ السُّدُسُ مِنۡۢ بَعۡدِ وَصِیَّۃٍ یُّوۡصِیۡ بِہَاۤ اَوۡ دَیۡنٍ ؕ اٰبَآؤُکُمۡ وَ اَبۡنَآؤُکُمۡ لَا تَدۡرُوۡنَ اَیُّہُمۡ اَقۡرَبُ لَکُمۡ نَفۡعًا ؕ فَرِیۡضَۃً مِّنَ اللّٰہِ ؕ اِنَّ اللّٰہَ کَانَ عَلِیۡمًا حَکِیۡمًا ﴿۱۱﴾

(૧૧) અલ્લાહ તમને તમારી ઓલાદના સંબંધમાં વસિયત કરે છે; ફરઝંદ માટે બે દુખ્તરોની બરોબર ભાગ છે, પછી જો (બે અથવા) બે કરતાં વધારે દુખ્તરો હોય તો તે મરનાર જે કંઈ મૂકી જાય તેનો બે તૃતીઆંસ ભાગ તેમનો છે, અને જો એક જ દુખ્તર હોય તો તેના માટે અર્ધો ભાગ છે; અને જો તે (મરનાર)ને કોઈ ઓલાદ હોય તો તે (મરનાર)ના વાલેદૈનમાંથી દરેકને માટે તે મૂકી જાય તેનો છઠ્ઠો ભાગ છે. પણ જો તેને કોઈ ઓલાદ ન હોય અને (માત્ર) વાલેદૈન જ તેના વારસદાર હોય તો તેની વાલેદા માટે વારસાનો ત્રીજો ભાગ (અને બાકી વાલિદ માટે) છે; અને જો તેના ભાઈઓ હોય તો તેની વાલેદાનો છઠ્ઠો ભાગ (અને બાકી વાલિદ માટે) છે, (આ વહેંચણી) વસિયત પ્રમાણે વર્ત્યા પછી અને કરજ ચૂકવ્યા બાદ (કરવામાં આવે); તમારા બાપદાદા અને તમારા બાળકોમાંથી તમને લાભ પહોંચાડવા માટે કોણ તમારાથી નજીક છે, તે તમે જાણતા નથી; આ અલ્લાહ તરફથી નક્કી થએલી ફરજ છે; બેશક અલ્લાહ જાણકાર, હિકમતવાળો છે.

12

وَ لَکُمۡ نِصۡفُ مَا تَرَکَ اَزۡوَاجُکُمۡ اِنۡ لَّمۡ یَکُنۡ لَّہُنَّ وَلَدٌ ۚ فَاِنۡ کَانَ لَہُنَّ وَلَدٌ فَلَکُمُ الرُّبُعُ مِمَّا تَرَکۡنَ مِنۡۢ بَعۡدِ وَصِیَّۃٍ یُّوۡصِیۡنَ بِہَاۤ اَوۡ دَیۡنٍ ؕ وَ لَہُنَّ الرُّبُعُ مِمَّا تَرَکۡتُمۡ اِنۡ لَّمۡ یَکُنۡ لَّکُمۡ وَلَدٌ ۚ فَاِنۡ کَانَ لَکُمۡ وَلَدٌ فَلَہُنَّ الثُّمُنُ مِمَّا تَرَکۡتُمۡ مِّنۡۢ بَعۡدِ وَصِیَّۃٍ تُوۡصُوۡنَ بِہَاۤ اَوۡ دَیۡنٍ ؕ وَ اِنۡ کَانَ رَجُلٌ یُّوۡرَثُ کَلٰلَۃً اَوِ امۡرَاَۃٌ وَّ لَہٗۤ اَخٌ اَوۡ اُخۡتٌ فَلِکُلِّ وَاحِدٍ مِّنۡہُمَا السُّدُسُ ۚ فَاِنۡ کَانُوۡۤا اَکۡثَرَ مِنۡ ذٰلِکَ فَہُمۡ شُرَکَآءُ فِی الثُّلُثِ مِنۡۢ بَعۡدِ وَصِیَّۃٍ یُّوۡصٰی بِہَاۤ اَوۡ دَیۡنٍ ۙ غَیۡرَ مُضَآرٍّ ۚ وَصِیَّۃً مِّنَ اللّٰہِ ؕ وَ اللّٰہُ عَلِیۡمٌ حَلِیۡمٌ ﴿ؕ۱۲﴾

(૧૨) તમારી ઔરતો જે કાંઈ મૂકી જાય-જો તેમની કોઈ ઓલાદ ન હોય તો-તેમાંથી અર્ધું તમારૂં છે, પણ જો તેમને કોઈ ઓલાદ હોય તો તેણીઓ જે મૂકી જાય તેનો ચોથો ભાગ તમારો છે, જે વસિયત તેણીઓએ કરી હોય તે પ્રમાણે અમલ કર્યા પછી અને કરજ ચૂકવ્યા બાદ; અને અગર જો તમારે કોઈ ઓલાદ ન હોય તો તમે જે મૂકી ગયા હોવ તેમાંથી તેમના (યાને તમારી ઔરતો) માટે ચોથો ભાગ છે, પણ જો તમને ઓલાદ હોય તો તમે જે કાંઈ મૂકી ગયા હોવ તેમાંથી આઠમો ભાગ તેમનો છે, જે વસિયત તમે કરી હોય તે પ્રમાણે વર્ત્યા પછી અને કરજ ચૂકવ્યા બાદ; અને જો કોઈ મર્દ અથવા ઔરતના વારસદાર વાલેદૈન અથવા ઓલાદ ન હોય અને તેનો કોઈ ભાઈ અથવા બહેન હોય તો તેમાંથી દરેકને માટે છઠ્ઠો ભાગ છે, અને જો તે એક કરતાંય વધારે હોય તો ત્રીજા ભાગમાં તેઓ સઘળા સરખા ભાગીદારો છે (અલબત્ત) જે વસિયત કરવામાં આવી હોય તેમ વર્ત્યા પછી અને કરજ ચૂકવ્યા પછી, એવી શરતે કે (મરનાર તરફથી એવી વસિયત કરવામાં આવે જેથી વારસદારોને) નુકસાન ન પહોંચે, આ અલ્લાહ તરફથી નસીહત છે; અને અલ્લાહ જાણકાર અને સહનશીલ છે.

13

تِلۡکَ حُدُوۡدُ اللّٰہِ ؕ وَ مَنۡ یُّطِعِ اللّٰہَ وَ رَسُوۡلَہٗ یُدۡخِلۡہُ جَنّٰتٍ تَجۡرِیۡ مِنۡ تَحۡتِہَا الۡاَنۡہٰرُ خٰلِدِیۡنَ فِیۡہَا ؕ وَ ذٰلِکَ الۡفَوۡزُ الۡعَظِیۡمُ ﴿۱۳﴾

(૧૩) આ અલ્લાહની નક્કી કરેલી હદો છે; અને જે અલ્લાહ તથા રસૂલની ઇતાઅત કરશે, તેને (અલ્લાહ) જન્નતોમાં દાખલ કરશે જેની નીચે નદીઓ વહે છે. તેમાં તેઓ હંમેશા રહેશે; અને એજ મોટી કામ્યાબી છે.

14

وَ مَنۡ یَّعۡصِ اللّٰہَ وَ رَسُوۡلَہٗ وَ یَتَعَدَّ حُدُوۡدَہٗ یُدۡخِلۡہُ نَارًا خَالِدًا فِیۡہَا ۪ وَ لَہٗ عَذَابٌ مُّہِیۡنٌ ﴿٪۱۴﴾

(૧૪) અને જે કોઇ અલ્લાહ તથા તેના રસૂલની નાફરમાની કરશે તથા તેની હદોનું ઉલ્લંઘન કરશે, તેને તે દોઝખની આગમાં દાખલ કરશે. જેમાં તે હંમેશા રહેશે, અને તેના માટે ઝિલ્લત ભરેલી સજા હશે.

15

وَ الّٰتِیۡ یَاۡتِیۡنَ الۡفَاحِشَۃَ مِنۡ نِّسَآئِکُمۡ فَاسۡتَشۡہِدُوۡا عَلَیۡہِنَّ اَرۡبَعَۃً مِّنۡکُمۡ ۚ فَاِنۡ شَہِدُوۡا فَاَمۡسِکُوۡ ہُنَّ فِی الۡبُیُوۡتِ حَتّٰی یَتَوَفّٰہُنَّ الۡمَوۡتُ اَوۡ یَجۡعَلَ اللّٰہُ لَہُنَّ سَبِیۡلًا ﴿۱۵﴾

(૧૫) અને તમારી ઔરતોમાંથી જેઓ બદકારી કરે તેમની ખિલાફ તમારામાંના ચાર શખ્સોની ગવાહી માંગો, પછી જો તેઓ ગવાહી આપે તો તેણીને ઘરમાં કેદ રાખો જ્યાં સુધી કે મૌત તેણીઓનો અંત લાવે અથવા અલ્લાહ તેણીઓ માટે કોઈ રસ્તો કાઢી આપે.

16

وَ الَّذٰنِ یَاۡتِیٰنِہَا مِنۡکُمۡ فَاٰذُوۡہُمَا ۚ فَاِنۡ تَابَا وَ اَصۡلَحَا فَاَعۡرِضُوۡا عَنۡہُمَا ؕ اِنَّ اللّٰہَ کَانَ تَوَّابًا رَّحِیۡمًا ﴿۱۶﴾

(૧૬) અને તમારામાંના જે બે (મર્દ અને ઔરત) એવી (બદી) કરે, તે બંનેને સજા કરો, પછી જો તેઓ તૌબા કરે તથા પોતાની ઇસ્લાહ કરે તો તેમ(ની સજા)ને દરગુજર કરો; બેશક અલ્લાહ તૌબાનો કબૂલ કરનાર, રહીમ છે.

17

اِنَّمَا التَّوۡبَۃُ عَلَی اللّٰہِ لِلَّذِیۡنَ یَعۡمَلُوۡنَ السُّوۡٓءَ بِجَہَالَۃٍ ثُمَّ یَتُوۡبُوۡنَ مِنۡ قَرِیۡبٍ فَاُولٰٓئِکَ یَتُوۡبُ اللّٰہُ عَلَیۡہِمۡ ؕ وَ کَانَ اللّٰہُ عَلِیۡمًا حَکِیۡمًا ﴿۱۷﴾

(૧૭) અલ્લાહનું તોબા કબૂલ કરવું એવા લોકો માટે છે કે જેઓ નાદાનીથી બદી કરી બેસે છે પછી જલ્દી તોબા કરી લે છે. અલ્લાહ આવા લોકોની તોબા કબૂલ કરી લે છે; અને અલ્લાહ જાણનાર, હિકમતવાળો છે.

18

وَ لَیۡسَتِ التَّوۡبَۃُ لِلَّذِیۡنَ یَعۡمَلُوۡنَ السَّیِّاٰتِ ۚ حَتّٰۤی اِذَا حَضَرَ اَحَدَہُمُ الۡمَوۡتُ قَالَ اِنِّیۡ تُبۡتُ الۡـٰٔنَ وَ لَا الَّذِیۡنَ یَمُوۡتُوۡنَ وَ ہُمۡ کُفَّارٌ ؕ اُولٰٓئِکَ اَعۡتَدۡنَا لَہُمۡ عَذَابًا اَلِیۡمًا ﴿۱۸﴾

(૧૮) અને એવાઓ માટે તૌબા (કબૂલ) નથી કે જેઓ બદીઓ કર્યે જ જાય છે, એટલે સુધી કે તેમનામાંથી કોઈની મૌત આવી જાય ત્યારે કહે છે કે હવે હું તૌબા કરૂં છું અને ન તેમની (તૌબા કબૂલ છે) કે જેઓ નાસ્તિકપણાની હાલતમાં મરણ પામે છે; આ લોકો માટે અમોએ દર્દનાક અઝાબ તૈયાર કર્યો છે.

19

یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡا لَا یَحِلُّ لَکُمۡ اَنۡ تَرِثُوا النِّسَآءَ کَرۡہًا ؕ وَ لَا تَعۡضُلُوۡہُنَّ لِتَذۡہَبُوۡا بِبَعۡضِ مَاۤ اٰتَیۡتُمُوۡہُنَّ اِلَّاۤ اَنۡ یَّاۡتِیۡنَ بِفَاحِشَۃٍ مُّبَیِّنَۃٍ ۚ وَ عَاشِرُوۡہُنَّ بِالۡمَعۡرُوۡفِ ۚ فَاِنۡ کَرِہۡتُمُوۡہُنَّ فَعَسٰۤی اَنۡ تَکۡرَہُوۡا شَیۡئًا وَّ یَجۡعَلَ اللّٰہُ فِیۡہِ خَیۡرًا کَثِیۡرًا ﴿۱۹﴾

(૧૯) અય ઈમાન લાવનારાઓ ! આ તમારા માટે હલાલ નથી કે તમે બળજબરીથી ઔરતોના વારસા પર કબ્જો કરી લો; અને ન એ હેતુસર તેમની ઉપર દબાણ લાવો કે જે કાંઈ પણ તમે તેમને આપી ચૂકયા હોવ (મહેર વગેરે) તેમાંથી કાંઈ તેમની પાસેથી છીનવી લો, સિવાય કે તેણીએ ખુલ્લી બદકારી કરી હોય, અને તેણીઓ સાથે ભલાઈથી જીવન વિતાવો, પણ જો તમે તેણીઓ પ્રત્યે અણગમો રાખો તો (જલ્દી છુટ્ટા થવાનો ઇરાદો ન કરો કારણકે) તમે જે વસ્તુથી અણગમો રાખતા હોવ તેમાં કદાચને અલ્લાહે વધારે ભલાઇ રાખી હોય.

20

وَ اِنۡ اَرَدۡتُّمُ اسۡتِبۡدَالَ زَوۡجٍ مَّکَانَ زَوۡجٍ ۙ وَّ اٰتَیۡتُمۡ اِحۡدٰہُنَّ قِنۡطَارًا فَلَا تَاۡخُذُوۡا مِنۡہُ شَیۡئًا ؕ اَتَاۡخُذُوۡنَہٗ بُہۡتَانًا وَّ اِثۡمًا مُّبِیۡنًا ﴿۲۰﴾

(૨૦) અને જો તમે એક ઔરતને બદલે બીજી ઔરત બદલવા ચાહતા હોવ અને તેઓમાંથી એકને ઘણો બઘો માલ આપી ચૂકયા હોવ તો તેમાંથી કાંઈ પણ પાછું લેજો નહિ. શું તમે પાછું લેવા માટે આરોપ અને સ્પષ્ટ ગુનાહનો સહારો લેશો?

21

وَ کَیۡفَ تَاۡخُذُوۡنَہٗ وَ قَدۡ اَفۡضٰی بَعۡضُکُمۡ اِلٰی بَعۡضٍ وَّ اَخَذۡنَ مِنۡکُمۡ مِّیۡثَاقًا غَلِیۡظًا ﴿۲۱﴾

(૨૧) અને તમે તે કેવી રીતે પાછું લઈ શકો જ્યારે કે તમે એક બીજા ગાઢ સંબંધ રાખી ચૂકયા છો? તથા તેણીઓ (શાદી વખતે) તમારાથી પાકું વચન લઈ ચૂકી છે.

22

وَ لَا تَنۡکِحُوۡا مَا نَکَحَ اٰبَآؤُکُمۡ مِّنَ النِّسَآءِ اِلَّا مَا قَدۡ سَلَفَ ؕ اِنَّہٗ کَانَ فَاحِشَۃً وَّ مَقۡتًا ؕ وَ سَآءَ سَبِیۡلًا ﴿٪۲۲﴾

(૨૨) અને જે ઔરતો સાથે તમારા બાપ દાદા નિકાહ કરી ચૂકયા હોય તેમની સાથે તમે નિકાહ કરશો નહિ સિવાય કે જે અગાઉ (જાહેલીય્યતના ઝમાનામાં) થઈ ચૂકયું; બેશક આ (કાર્ય) બહુજ ખરાબ તથા નફરતનું કારણ છે અને અયોગ્ય રસ્તો છે.

23

حُرِّمَتۡ عَلَیۡکُمۡ اُمَّہٰتُکُمۡ وَ بَنٰتُکُمۡ وَ اَخَوٰتُکُمۡ وَ عَمّٰتُکُمۡ وَ خٰلٰتُکُمۡ وَ بَنٰتُ الۡاَخِ وَ بَنٰتُ الۡاُخۡتِ وَ اُمَّہٰتُکُمُ الّٰتِیۡۤ اَرۡضَعۡنَکُمۡ وَ اَخَوٰتُکُمۡ مِّنَ الرَّضَاعَۃِ وَ اُمَّہٰتُ نِسَآئِکُمۡ وَ رَبَآئِبُکُمُ الّٰتِیۡ فِیۡ حُجُوۡرِکُمۡ مِّنۡ نِّسَآئِکُمُ الّٰتِیۡ دَخَلۡتُمۡ بِہِنَّ ۫ فَاِنۡ لَّمۡ تَکُوۡنُوۡا دَخَلۡتُمۡ بِہِنَّ فَلَا جُنَاحَ عَلَیۡکُمۡ ۫ وَ حَلَآئِلُ اَبۡنَآئِکُمُ الَّذِیۡنَ مِنۡ اَصۡلَابِکُمۡ ۙ وَ اَنۡ تَجۡمَعُوۡا بَیۡنَ الۡاُخۡتَیۡنِ اِلَّا مَا قَدۡ سَلَفَ ؕ اِنَّ اللّٰہَ کَانَ غَفُوۡرًا رَّحِیۡمًا ﴿ۙ۲۳﴾

(૨૩) તમારા પર તમારી વાલેદાઓ તથા તમારી દુખ્તરો તથા તમારી બહેનો તથા તમારી ફુઈઓ તથા તમારી માસીઓ તથા ભત્રીજીઓ તથા ભાણજીઓને તથા તમારી (તે) વાલેદાઓ કે જેમણે તમને દૂધ પાયું અને તમારી દૂધ બહેનો તથા તમારી સાસુઓ અને જે ઔરતો સાથે તમે (શારીરિક) સંબંધ બાંધી ચૂક્યા હોય તેમની (આગલા ઘરની) દુખ્તરો કે જે તમારા ભરણ પોષણમાં હોય તે (સઘળી) હરામ કરવામાં આવી છે, પણ જો તમોએ તેમની સાથે (શારીરિક) સંબંધ બાંઘ્યો ન હોય તો (તેમની આગલા ઘરની દુખ્તરો સાથે નિકાહ કરવામાં) તમારા ઉપર કાંઈ હરજ નથી, અને તમારા તે ફરઝંદોની ઔરતો કે જે (ફરઝંદો) તમારી નસ્લના હોય (તમારા માટે હરામ છે), અને એ (પણ હરામ કરવામાં આવ્યું છે) કે એક જ વખતે બે બહેનોને (નિકાહમાં) સાથે રાખો સિવાય કે જે આ પહેલાં (જાહેલીયતના ઝમાનામાં) થઈ ચૂકયું; બેશક અલ્લાહ ગફુરૂર રહીમ છે.

24

وَّ الۡمُحۡصَنٰتُ مِنَ النِّسَآءِ اِلَّا مَا مَلَکَتۡ اَیۡمَانُکُمۡ ۚ کِتٰبَ اللّٰہِ عَلَیۡکُمۡ ۚ وَ اُحِلَّ لَکُمۡ مَّا وَرَآءَ ذٰلِکُمۡ اَنۡ تَبۡتَغُوۡا بِاَمۡوَالِکُمۡ مُّحۡصِنِیۡنَ غَیۡرَ مُسٰفِحِیۡنَ ؕ فَمَا اسۡتَمۡتَعۡتُمۡ بِہٖ مِنۡہُنَّ فَاٰتُوۡہُنَّ اُجُوۡرَہُنَّ فَرِیۡضَۃً ؕ وَ لَا جُنَاحَ عَلَیۡکُمۡ فِیۡمَا تَرٰضَیۡتُمۡ بِہٖ مِنۡۢ بَعۡدِ الۡفَرِیۡضَۃِ ؕ اِنَّ اللّٰہَ کَانَ عَلِیۡمًا حَکِیۡمًا ﴿۲۴﴾

(૨૪) અને શાદીશુદા ઔરતો તમારા માટે હરામ છે સિવાય કે જે (લડાઇમાં) તમારી કનીઝ બની ગઈ હોય; (આ) તમારા માટે અલ્લાહનો નક્કી કરેલો કાનૂન છે, અને એ સિવાય બધી (ઔરતો) તમારા માટે હલાલ કરવામાં આવી છે કે તમે તમારો માલ ખર્ચીને નિકાહમાં લેવાના હેતુથી તેમની સાથે રિશ્તો જોડો, ન કે ઝીનાના હેતુસર અને તેણીઓમાંથી જેની સાથે તમોએ મુત્આહ (ચોક્કસ મુદ્દતના નિકાહ) કરો, તેણીને ઠરાવેલી મહેર તેમને ચૂકવી દો; અને મહેર નક્કી થયા પછી કદાચને તમે અરસ પરસ (કાંઈ ઓછું વધતું કરવાને) રાજી થઈ જાઓ તો તમારા માથે કાંઈ ગુનોહ નથી; બેશક અલ્લાહ જાણનાર, હિકમતવાળો છે.

25

وَ مَنۡ لَّمۡ یَسۡتَطِعۡ مِنۡکُمۡ طَوۡلًا اَنۡ یَّنۡکِحَ الۡمُحۡصَنٰتِ الۡمُؤۡمِنٰتِ فَمِنۡ مَّا مَلَکَتۡ اَیۡمَانُکُمۡ مِّنۡ فَتَیٰتِکُمُ الۡمُؤۡمِنٰتِ ؕ وَ اللّٰہُ اَعۡلَمُ بِاِیۡمَانِکُمۡ ؕ بَعۡضُکُمۡ مِّنۡۢ بَعۡضٍ ۚ فَانۡکِحُوۡہُنَّ بِاِذۡنِ اَہۡلِہِنَّ وَ اٰتُوۡہُنَّ اُجُوۡرَہُنَّ بِالۡمَعۡرُوۡفِ مُحۡصَنٰتٍ غَیۡرَ مُسٰفِحٰتٍ وَّ لَا مُتَّخِذٰتِ اَخۡدَانٍ ۚ فَاِذَاۤ اُحۡصِنَّ فَاِنۡ اَتَیۡنَ بِفَاحِشَۃٍ فَعَلَیۡہِنَّ نِصۡفُ مَا عَلَی الۡمُحۡصَنٰتِ مِنَ الۡعَذَابِ ؕ ذٰلِکَ لِمَنۡ خَشِیَ الۡعَنَتَ مِنۡکُمۡ ؕ وَ اَنۡ تَصۡبِرُوۡا خَیۡرٌ لَّکُمۡ ؕ وَ اللّٰہُ غَفُوۡرٌ رَّحِیۡمٌ ﴿٪۲۵﴾

(૨૫) અને તમારામાં જે (કોઈ) આઝાદ મોઅમીન ઔરતો સાથે નિકાહ કરવાની પહોંચ ન ધરાવતો હોય, તે મોઅમીન કનીઝો કે જે તમારા કબજામાં હોય, (તેની સાથે નિકાહ કરે) અને અલ્લાહ તમારા ઈમાનથી સારી પેઠે વાકેફ છે; તમે આપસમાં એકજ છો. માટે તમે તેણીઓના માલિકોની પરવાનગી લઇને તેણીઓ સાથે નિકાહ કરો અને તેમની (ઠરાવેલી) મહેરો ન્યાયસર આપી દો, એવી સ્થિતિમાં કે તેણીઓ પાકદામન હોય, ન કે ઝીનાકાર. તથા ન ચોરી છુપીથી દોસ્ત રાખનારીઓ. પછી જ્યારે તેણીઓ નિકાહમાં આવી જાય અને જો બદકારી કરે તો તેણીઓ માટે આઝાદ ઔરતો કરતાં અર્ધી સજા છે; આ (કનીઝો સાથે નિકાહનો હુકમ) તેમના માટે છે કે તમારામાંથી જેઓ બદ કામમાં ફસાઈ જવાનો ડર રાખતા હોય; પણ જો તમે સબ્ર કરો તો તમારા માટે બેહતર છે; અને અલ્લાહ ગફુરૂર રહીમ છે.

26

یُرِیۡدُ اللّٰہُ لِیُبَیِّنَ لَکُمۡ وَ یَہۡدِیَکُمۡ سُنَنَ الَّذِیۡنَ مِنۡ قَبۡلِکُمۡ وَ یَتُوۡبَ عَلَیۡکُمۡ ؕ وَ اللّٰہُ عَلِیۡمٌ حَکِیۡمٌ ﴿۲۶﴾

(૨૬) અલ્લાહ ચાહે છે (કે આ હુકમ બયાન કરી ખુશ નસીબીના રસ્તાઓ) તમારા માટે રોશન કરે અને અગાઊના લોકોની (સહી) સુન્નત તરફ તમારી હિદાયત કરે અને તમારી તૌબાને કબૂલ કરે, અને અલ્લાહ જાણનાર, હિકમતવાળો છે.

27

وَ اللّٰہُ یُرِیۡدُ اَنۡ یَّتُوۡبَ عَلَیۡکُمۡ ۟ وَ یُرِیۡدُ الَّذِیۡنَ یَتَّبِعُوۡنَ الشَّہَوٰتِ اَنۡ تَمِیۡلُوۡا مَیۡلًا عَظِیۡمًا ﴿۲۷﴾

(૨૭) અને અલ્લાહ તમારી તૌબાને કબૂલ કરવા ચાહે છે, અને જે લોકો ખ્વાહિશાતની પૈરવી કરે છે તેઓ ચાહે છે કે તમે (રાહે હકથી) એકદમ દૂર થઇ જાઓ.

28

یُرِیۡدُ اللّٰہُ اَنۡ یُّخَفِّفَ عَنۡکُمۡ ۚ وَ خُلِقَ الۡاِنۡسَانُ ضَعِیۡفًا ﴿۲۸﴾

(૨૮) અલ્લાહ ચાહે છે (કે શાદીના એહકામ થકી) તમારા ઉપરના બંધનો હળવા કરે કારણકે ઇન્સાનને કમજોર પેદા કરવામાં આવ્યો છે.

29

یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡا لَا تَاۡکُلُوۡۤا اَمۡوَالَکُمۡ بَیۡنَکُمۡ بِالۡبَاطِلِ اِلَّاۤ اَنۡ تَکُوۡنَ تِجَارَۃً عَنۡ تَرَاضٍ مِّنۡکُمۡ ۟ وَ لَا تَقۡتُلُوۡۤا اَنۡفُسَکُمۡ ؕ اِنَّ اللّٰہَ کَانَ بِکُمۡ رَحِیۡمًا ﴿۲۹﴾

(૨૯) અય ઈમાન લાવનારાઓ! તમે આપસમાં એક બીજાનો માલ નાહક ખાઈ જાઓ નહિ, સિવાય તે વેપાર(નો નફો) કે જે એક બીજાની રાજી ખુશીથી થએલો હોય, અને તમો તમારી જાતને કત્લ કરો નહિ; બેશક અલ્લાહ તમારા પર રહેમ કરનારો છે.

30

وَ مَنۡ یَّفۡعَلۡ ذٰلِکَ عُدۡوَانًا وَّ ظُلۡمًا فَسَوۡفَ نُصۡلِیۡہِ نَارًا ؕ وَ کَانَ ذٰلِکَ عَلَی اللّٰہِ یَسِیۡرًا ﴿۳۰﴾

(૩૦) અને જે કોઈ આવું હદ બહાર જવા અને ઝુલ્મ કરવાના હેતુથી કરશે તો જલ્દી તેને અમે આગમાં નાખી દઈશું; અને આ અલ્લાહ માટે આસાન છે.

31

اِنۡ تَجۡتَنِبُوۡا کَبَآئِرَ مَا تُنۡہَوۡنَ عَنۡہُ نُکَفِّرۡ عَنۡکُمۡ سَیِّاٰتِکُمۡ وَ نُدۡخِلۡکُمۡ مُّدۡخَلًا کَرِیۡمًا ﴿۳۱﴾

(૩૧) જો જે મોટા ગુનાહોની તમને મનાઈ કરવામાં આવી છે તેનાથી પરહેઝ કરશો તો અમે તમારા (નાના) ગુનાહોને ઢાંકી દઈશું, અને અમે તમને બાઇઝ્ઝત મંઝીલમાં દાખલ કરીશું.

32

وَ لَا تَتَمَنَّوۡا مَا فَضَّلَ اللّٰہُ بِہٖ بَعۡضَکُمۡ عَلٰی بَعۡضٍ ؕ لِلرِّجَالِ نَصِیۡبٌ مِّمَّا اکۡتَسَبُوۡا ؕ وَ لِلنِّسَآءِ نَصِیۡبٌ مِّمَّا اکۡتَسَبۡنَ ؕ وَ سۡئَلُوا اللّٰہَ مِنۡ فَضۡلِہٖ ؕ اِنَّ اللّٰہَ کَانَ بِکُلِّ شَیۡءٍ عَلِیۡمًا ﴿۳۲﴾

(૩૨) અને તમારામાંથી અમુકને અમુક પર અલ્લાહે જે ફઝીલત આપી છે તેની આરઝુ કરો નહિ; મર્દોને તેમના આમાલ પ્રમાણે હિસ્સો મળશે અને ઔરતોને તેમના આમાલ પ્રમાણે હિસ્સો મળશે; અને અલ્લાહના ફઝલોકરમથી સવાલ કરો કારણકે અલ્લાહ દરેક ચીઝનો જાણનાર છે;

33

وَ لِکُلٍّ جَعَلۡنَا مَوَالِیَ مِمَّا تَرَکَ الۡوَالِدٰنِ وَ الۡاَقۡرَبُوۡنَ ؕ وَ الَّذِیۡنَ عَقَدَتۡ اَیۡمَانُکُمۡ فَاٰتُوۡہُمۡ نَصِیۡبَہُمۡ ؕ اِنَّ اللّٰہَ کَانَ عَلٰی کُلِّ شَیۡءٍ شَہِیۡدًا ﴿٪۳۳﴾

(૩૩) અને અમે દરેકના વારસદાર નક્કી કર્યા છે જેથી (તેઓ) વાલેદૈન અને સગાંવહાલાનો વારસો હાંસિલ કરે; અને જેમની સાથે તમે કરાર કર્યો હોય તેમને પણ તેમનો ભાગ આપી દો; બેશક અલ્લાહ દરેક વસ્તુ ઉપર ગવાહ છે.

34

اَلرِّجَالُ قَوّٰمُوۡنَ عَلَی النِّسَآءِ بِمَا فَضَّلَ اللّٰہُ بَعۡضَہُمۡ عَلٰی بَعۡضٍ وَّ بِمَاۤ اَنۡفَقُوۡا مِنۡ اَمۡوَالِہِمۡ ؕ فَالصّٰلِحٰتُ قٰنِتٰتٌ حٰفِظٰتٌ لِّلۡغَیۡبِ بِمَا حَفِظَ اللّٰہُ ؕ وَ الّٰتِیۡ تَخَافُوۡنَ نُشُوۡزَہُنَّ فَعِظُوۡہُنَّ وَ اہۡجُرُوۡہُنَّ فِی الۡمَضَاجِعِ وَ اضۡرِبُوۡہُنَّ ۚ فَاِنۡ اَطَعۡنَکُمۡ فَلَا تَبۡغُوۡا عَلَیۡہِنَّ سَبِیۡلًا ؕ اِنَّ اللّٰہَ کَانَ عَلِیًّا کَبِیۡرًا ﴿۳۴﴾

(૩૪) મર્દો ઔરતોના સરપરસ્ત (હાકીમ) છે અને તે ફઝીલતના લીધે કે જે અલ્લાહે અમુકને અમુક ઉપર આપી છે, અને બીજુ એ કે તેઓ પોતાનો માલ ખર્ચ કરે છે; નેક ઔરતો તે જ છે કે જેઓ ફરમાબરદાર છે અને (તેના મર્દની) ગેરહાજરીમાં એ બાબતોની હિફાઝત કરે છે જેની અલ્લાહે (તેણીઓ માટે) હિફઝ કરી છે અને જે ઔરતોની નાફરમાનીનો તમને ડર હોય, તેણીઓને નસીહત કરો અને (અસર ન થાય તો) તેણીઓને પથારી પર એકલી મૂકી દો અને (જો આ બંને બાબતની અસર ન થાય તો) તેણીઓને મારો. પછી જો તેણીઓ તમારી ઇતાઅત કરે તો તેમની ખિલાફ કોઇ રસ્તો (બહાનુ) શોધો નહિ, બેશક અલ્લાહ બુલંદ, મહાન છે.

35

وَ اِنۡ خِفۡتُمۡ شِقَاقَ بَیۡنِہِمَا فَابۡعَثُوۡا حَکَمًا مِّنۡ اَہۡلِہٖ وَ حَکَمًا مِّنۡ اَہۡلِہَا ۚ اِنۡ یُّرِیۡدَاۤ اِصۡلَاحًا یُّوَفِّقِ اللّٰہُ بَیۡنَہُمَا ؕ اِنَّ اللّٰہَ کَانَ عَلِیۡمًا خَبِیۡرًا ﴿۳۵﴾

(૩૫) અને જો તમને તે બંનેની વચ્ચેના સંબંધનો અંત થવાનો ભય હોય તો તે (મર્દ)ના તરફથી; એક હકમ (પંચ) નીમો. તથા એક હકમ (પંચ) તે (ઔરત)ના તરફથી; જો તે બંને સમાધાનનો ઈરાદો રાખશે તો અલ્લાહ તે બંનેમાં સંપ કરાવી દેશે; બેશક અલ્લાહ જાણનાર, ખબર રાખવાવાળો છે.

36

وَ اعۡبُدُوا اللّٰہَ وَ لَا تُشۡرِکُوۡا بِہٖ شَیۡئًا وَّ بِالۡوَالِدَیۡنِ اِحۡسَانًا وَّ بِذِی الۡقُرۡبٰی وَ الۡیَتٰمٰی وَ الۡمَسٰکِیۡنِ وَ الۡجَارِ ذِی الۡقُرۡبٰی وَ الۡجَارِ الۡجُنُبِ وَ الصَّاحِبِ بِالۡجَنۡۢبِ وَ ابۡنِ السَّبِیۡلِ ۙ وَ مَا مَلَکَتۡ اَیۡمَانُکُمۡ ؕ اِنَّ اللّٰہَ لَا یُحِبُّ مَنۡ کَانَ مُخۡتَالًا فَخُوۡرَا ﴿ۙ۳۶﴾

(૩૬) અને અલ્લાહની જ ઈબાદત કરો તથા કોઈપણને તેનો ભાગીદાર બનાવો નહિ. તથા વાલેદૈન તથા નજીકના સગાંવહાલાં તથા યતીમો તથા મિસ્કીનો તથા નજીકના પાડોશી તથા દૂરના પાડોશી તથા તમારા સાથીદારો તથા ગરીબ મુસાફરો તથા તમારા ગુલામો સાથે ભલાઈથી વર્તો; બેશક જેઓ ફખ્ર ફરોશ (મોટાઇનો દેખાવ કરનાર) અને મુતકબ્બીર (અભિમાની) છે તેમને અલ્લાહ ચાહતો નથી:

37

ۣالَّذِیۡنَ یَبۡخَلُوۡنَ وَ یَاۡمُرُوۡنَ النَّاسَ بِالۡبُخۡلِ وَ یَکۡتُمُوۡنَ مَاۤ اٰتٰہُمُ اللّٰہُ مِنۡ فَضۡلِہٖ ؕ وَ اَعۡتَدۡنَا لِلۡکٰفِرِیۡنَ عَذَابًا مُّہِیۡنًا ﴿ۚ۳۷﴾

(૩૭) જેઓ પોતે કંજૂસાઈ કરે છે તથા લોકોને પણ કંજૂસ બનવાનો હુકમ આપે છે અને અલ્લાહે પોતાના ફઝલથી તેમને જે કાંઈ આપ્યું છે તેને સંતાડે છે; અને અમોએ (નેઅમતોનો) ઇન્કાર કરનારાઓ માટે ઝિલ્લત ભર્યો અઝાબ ત્ૌયાર કર્યો છે:

38

وَ الَّذِیۡنَ یُنۡفِقُوۡنَ اَمۡوَالَہُمۡ رِئَآءَ النَّاسِ وَ لَا یُؤۡمِنُوۡنَ بِاللّٰہِ وَ لَا بِالۡیَوۡمِ الۡاٰخِرِ ؕ وَ مَنۡ یَّکُنِ الشَّیۡطٰنُ لَہٗ قَرِیۡنًا فَسَآءَ قَرِیۡنًا ﴿۳۸﴾

(૩૮) અને જેઓ (કેવળ) લોકોને દેખાડવા માટે પોતાના માલનો ઇન્ફાક (ખર્ચ) કરે છે અને અલ્લાહ તથા કયામત પર ઈમાન ધરાવતા નથી; અને (આવા લોકો શૈતાનના સાથી છે) જેનો સાથી શૈતાન હોય તે કેવો બૂરો સાથી છે!

39

وَ مَاذَا عَلَیۡہِمۡ لَوۡ اٰمَنُوۡا بِاللّٰہِ وَ الۡیَوۡمِ الۡاٰخِرِ وَ اَنۡفَقُوۡا مِمَّا رَزَقَہُمُ اللّٰہُ ؕ وَ کَانَ اللّٰہُ بِہِمۡ عَلِیۡمًا ﴿۳۹﴾

(૩૯) અગર તેઓ અલ્લાહ અને કયામત ઉપર ઈમાન લાવત અને અલ્લાહે તેમને જે કાંઈ આપ્યું છે તેમાંથી ઇન્ફાક (ખર્ચ) કરત તો તેમનું શું નુકસાન થાત? અને અલ્લાહ તેમનાથી સારી પેઠે વાકેફ છે.

40

اِنَّ اللّٰہَ لَا یَظۡلِمُ مِثۡقَالَ ذَرَّۃٍ ۚ وَ اِنۡ تَکُ حَسَنَۃً یُّضٰعِفۡہَا وَ یُؤۡتِ مِنۡ لَّدُنۡہُ اَجۡرًا عَظِیۡمًا ﴿۴۰﴾

(૪૦) બેશક અલ્લાહ જરા બરાબર પણ ઝુલ્મ કરતો નથી, જો કાંઈ નેકી હોય તો તેને અનેક ગણી કરી આપશે અને પોતાની પાસેથી ધણો મોટો બદલો આપશે.

41

فَکَیۡفَ اِذَا جِئۡنَا مِنۡ کُلِّ اُمَّۃٍۭ بِشَہِیۡدٍ وَّ جِئۡنَا بِکَ عَلٰی ہٰۤؤُلَآءِ شَہِیۡدًا ﴿ؕ؃۴۱﴾

(૪૧) પછી કેવી હાલત થશે જયારે અમે દરેક ઉમ્મતમાંથી ગવાહ લાવશું અને તને તેઓ ઉપર ગવાહ (તરીકે) લાવશું?

42

یَوۡمَئِذٍ یَّوَدُّ الَّذِیۡنَ کَفَرُوۡا وَ عَصَوُا الرَّسُوۡلَ لَوۡ تُسَوّٰی بِہِمُ الۡاَرۡضُ ؕ وَ لَا یَکۡتُمُوۡنَ اللّٰہَ حَدِیۡثًا ﴿٪۴۲﴾

(૪૨) નાસ્તિક અને રસૂલની નાફરમાની કરનાર (એવું) ઈચ્છશે કે અગર તેઓ ઝમીનમાં સમાય જતે તો સારૂં થતે; અને તેઓ (તે દિવસે) અલ્લાહથી કોઈ વાત છુપાવી શકશે નહિ.

43

یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡا لَا تَقۡرَبُوا الصَّلٰوۃَ وَ اَنۡتُمۡ سُکٰرٰی حَتّٰی تَعۡلَمُوۡا مَا تَقُوۡلُوۡنَ وَ لَا جُنُبًا اِلَّا عَابِرِیۡ سَبِیۡلٍ حَتّٰی تَغۡتَسِلُوۡا ؕ وَ اِنۡ کُنۡتُمۡ مَّرۡضٰۤی اَوۡ عَلٰی سَفَرٍ اَوۡ جَآءَ اَحَدٌ مِّنۡکُمۡ مِّنَ الۡغَآئِطِ اَوۡ لٰمَسۡتُمُ النِّسَآءَ فَلَمۡ تَجِدُوۡا مَآءً فَتَیَمَّمُوۡا صَعِیۡدًا طَیِّبًا فَامۡسَحُوۡا بِوُجُوۡہِکُمۡ وَ اَیۡدِیۡکُمۡ ؕ اِنَّ اللّٰہَ کَانَ عَفُوًّا غَفُوۡرًا ﴿۴۳﴾

(૪૩) અય ઈમાન લાવનારાઓ ! જ્યારે તમે નશાની હાલતમાં હોવ ત્યારે જ્યાં સુધી તમે જે કાંઈ કહો છો તે સમજવા લાગો નહિ ત્યાં સુધી નમાઝની નઝદીક ન થાજો અને આજ પ્રમાણે જ્યારે તમારા માટે ગુસ્લે જનાબત જરૂરી થઇ જાય ત્યારે સિવાય કે તમે (મસ્જિદમાંથી) પસાર થઇ જાવ એટલે સુધી કે તમે ગુસ્લ કરી લો; અને જો તમે બીમાર હોવ અથવા મુસાફરીમાં હોવ અથવા તમારામાંથી કોઈ પાયખાનાથી (પરવારીને) આવ્યો હોય અથવા તમે ઔરતો સાથે સોહબત કરી હોય અને તમને પાણી ન મળી શકે તો પાક ઝમીન ઉપર તયમ્મુમ કરો. (જેમાં) તમારા ચહેરાનો મસહ કરી લો અને તમારા હાથોને પણ; બેશક અલ્લાહ માફ કરનાર બક્ષવાવાળો છે.

44

اَلَمۡ تَرَ اِلَی الَّذِیۡنَ اُوۡتُوۡا نَصِیۡبًا مِّنَ الۡکِتٰبِ یَشۡتَرُوۡنَ الضَّلٰلَۃَ وَ یُرِیۡدُوۡنَ اَنۡ تَضِلُّوا السَّبِیۡلَ ﴿ؕ۴۴﴾

(૪૪) શું તુએ તે લોકો તરફ નજર નથી નાખી, કે જેમને કિતાબનો થોડોક ભાગ આપવામાં આવ્યો છે તેઓ ગુમરાહી ખરીદે છે અને ચાહે છે કે તમે પણ રાહે હકથી ભટકી જાઓ?

45

وَ اللّٰہُ اَعۡلَمُ بِاَعۡدَآئِکُمۡ ؕ وَ کَفٰی بِاللّٰہِ وَلِیًّا ٭۫ وَّ کَفٰی بِاللّٰہِ نَصِیۡرًا ﴿۴۵﴾

(૪૫) અને અલ્લાહ તમારા દુશ્મનોથી સારી પેઠે વાકેફ છે; અને અલ્લાહ (તમારી) સરપરસ્તી માટે કાફી છે, અને અલ્લાહ (તમારી) મદદ માટે (પણ) કાફી છે.

46

مِنَ الَّذِیۡنَ ہَادُوۡا یُحَرِّفُوۡنَ الۡکَلِمَ عَنۡ مَّوَاضِعِہٖ وَ یَقُوۡلُوۡنَ سَمِعۡنَا وَ عَصَیۡنَا وَ اسۡمَعۡ غَیۡرَ مُسۡمَعٍ وَّ رَاعِنَا لَـیًّۢا بِاَلۡسِنَتِہِمۡ وَ طَعۡنًا فِی الدِّیۡنِ ؕ وَ لَوۡ اَنَّہُمۡ قَالُوۡا سَمِعۡنَا وَ اَطَعۡنَا وَ اسۡمَعۡ وَ انۡظُرۡنَا لَکَانَ خَیۡرًا لَّہُمۡ وَ اَقۡوَمَ ۙ وَ لٰکِنۡ لَّعَنَہُمُ اللّٰہُ بِکُفۡرِہِمۡ فَلَا یُؤۡمِنُوۡنَ اِلَّا قَلِیۡلًا ﴿۴۶﴾

(૪૬) (અય રસૂલ !) યહૂદીઓમાંથી જેઓ કલેમાતે ઇલાહીને તેની જગ્યાએથી બદલી નાખે છે અને કહે છે કે અમે વાત સાંભળી અને નાફરમાની કરી, અને (પયગંબરની બેઅદબી કરીને કહે છે) સાંભળો તમે હરગિઝ સાંભળશો નહી (મશ્કરીમાં કહે છે) રાએના (અમને મૂર્ખ બનાવ). આ રીતે હકને ફેરવીને તમારા દીન બાબતે મેણા ટોણા મારે છે. જો આ લોકો એમ કહેતે કે અમે સાંભળ્યું અને ઇતાઅત કરી. તમે પણ સાંભળો અને અમારી ઉપર નજરે કરમ કરો, તો તેઓના હકમાં બહેતર અને મુનાસિબ હોત. પરંતુ અલ્લાહે તેઓના કુફ્રને કારણે તેઓ ઉપર લાનત કરી છે, માટે તેઓમાંથી થોડાક સિવાય ઇમાન નહીં લાવે.

47

یٰۤاَیُّہَا الَّذِیۡنَ اُوۡتُوا الۡکِتٰبَ اٰمِنُوۡا بِمَا نَزَّلۡنَا مُصَدِّقًا لِّمَا مَعَکُمۡ مِّنۡ قَبۡلِ اَنۡ نَّطۡمِسَ وُجُوۡہًا فَنَرُدَّہَا عَلٰۤی اَدۡبَارِہَاۤ اَوۡ نَلۡعَنَہُمۡ کَمَا لَعَنَّاۤ اَصۡحٰبَ السَّبۡتِ ؕ وَ کَانَ اَمۡرُ اللّٰہِ مَفۡعُوۡلًا ﴿۴۷﴾

(૪૭) અય તે (યહૂદી અને ઇસાઇ) લોકો ! કે જેમને કિતાબ આપવામાં આવી છે, અમોએ જે (કુરઆન) નાઝિલ કર્યુ છે તેના પર તમે ઈમાન લાવો કે જે તમારી પાસે છે. તે (આસમાની કિતાબ)ની સચ્ચાઇ સાબિત કરે છે. એ પહેલાં (ઇમાન લાવો) કે અમે અમુક ચહેરાઓ પર કાબૂ હાંસિલ કરી, અને પછી તેમને પીઠ તરફ ફેરવી દઈએ. અથવા એવી લાનત કરીએ જેવી કે અમોએ અસ્હાબે સબ્ત પર કરી હતી, અને અલ્લાહનો હુકમ (પૂર્ણ) થઈને જ રહેશે.

48

اِنَّ اللّٰہَ لَا یَغۡفِرُ اَنۡ یُّشۡرَکَ بِہٖ وَ یَغۡفِرُ مَا دُوۡنَ ذٰلِکَ لِمَنۡ یَّشَآءُ ۚ وَ مَنۡ یُّشۡرِکۡ بِاللّٰہِ فَقَدِ افۡتَرٰۤی اِثۡمًا عَظِیۡمًا ﴿۴۸﴾

(૪૮) અલ્લાહની સાથે કોઈને શરીક કરવામાં આવે તેને અલ્લાહ માફ કરતો નથી, અને તેનાથી નાના ગુનાહ જેના ચાહે (ગુનાહ માફી લાયક જાણે) તેના (ગુનાહ) માફ કરી દે છે, અને જે અલ્લાહની સાથે બીજા કોઈને શરીક કરે છે ખરેજ તે ધણો મોટો ગુનોહ કરે છે.

49

اَلَمۡ تَرَ اِلَی الَّذِیۡنَ یُزَکُّوۡنَ اَنۡفُسَہُمۡ ؕ بَلِ اللّٰہُ یُزَکِّیۡ مَنۡ یَّشَآءُ وَ لَا یُظۡلَمُوۡنَ فَتِیۡلًا ﴿۴۹﴾

(૪૯) શું તે તેઓને નથી જોયાં કે જેઓ પોતાને પાક ગણે છે ? બલ્કે અલ્લાહ જેને ચાહે છે તેને જ પાક કરે છે. તથા તેમના પર લેશ માત્ર પણ ઝુલ્મ કરતો નથી.

50

اُنۡظُرۡ کَیۡفَ یَفۡتَرُوۡنَ عَلَی اللّٰہِ الۡکَذِبَ ؕ وَ کَفٰی بِہٖۤ اِثۡمًا مُّبِیۡنًا ﴿٪۵۰﴾

(૫૦) જૂઓ ! અલ્લાહ તરફ તેઓ કેવી જૂઠી નિસ્બત આપે છે, અને આજ ખુલ્લો ગુનોહ (સજા માટે) બસ છે.

51

اَلَمۡ تَرَ اِلَی الَّذِیۡنَ اُوۡتُوۡا نَصِیۡبًا مِّنَ الۡکِتٰبِ یُؤۡمِنُوۡنَ بِالۡجِبۡتِ وَ الطَّاغُوۡتِ وَ یَقُوۡلُوۡنَ لِلَّذِیۡنَ کَفَرُوۡا ہٰۤؤُلَآءِ اَہۡدٰی مِنَ الَّذِیۡنَ اٰمَنُوۡا سَبِیۡلًا ﴿۵۱﴾

(૫૧) અય રસૂલ ! શું તે લોકોને નથી જોયા કે જેમને અલ્લાહની કિતાબમાંથી થોડોક હિસ્સો આપવામાં આવ્યો છે ? તેઓ જીબ્ત (કાલ્પનિક ખુદા) અને તાગૂત (જૂઠા ખુદા) પર ઇમાન લાવે છે અને નાસ્તિકોના સંબંધમાં કહે છે કે આ લોકો તે ઈમાન લાવનારાઓ કરતાં વધુ હિદાયત પામેલા છે.

52

اُولٰٓئِکَ الَّذِیۡنَ لَعَنَہُمُ اللّٰہُ ؕ وَ مَنۡ یَّلۡعَنِ اللّٰہُ فَلَنۡ تَجِدَ لَہٗ نَصِیۡرًا ﴿ؕ۵۲﴾

(૫૨) આ તે જ લોકો છે કે જેમના પર અલ્લાહે લાનત કરી છે, અને અલ્લાહ જેના પર લાનત કરે છે તુ તેના માટે કોઈને મદદગાર પામીશ નહી.

53

اَمۡ لَہُمۡ نَصِیۡبٌ مِّنَ الۡمُلۡکِ فَاِذًا لَّا یُؤۡتُوۡنَ النَّاسَ نَقِیۡرًا ﴿ۙ۵۳﴾

(૫૩) શું સલતનતમાં તેમનો કાંઈ હિસ્સો છે? જો હોત તો તેઓ લોકોને જરા બરાબર પણ આપત નહિ.

54

اَمۡ یَحۡسُدُوۡنَ النَّاسَ عَلٰی مَاۤ اٰتٰہُمُ اللّٰہُ مِنۡ فَضۡلِہٖ ۚ فَقَدۡ اٰتَیۡنَاۤ اٰلَ اِبۡرٰہِیۡمَ الۡکِتٰبَ وَ الۡحِکۡمَۃَ وَ اٰتَیۡنٰہُمۡ مُّلۡکًا عَظِیۡمًا ﴿۵۴﴾

(૫૪) અથવા અલ્લાહે પોતાના ફઝલથી તેઓને જે કાંઈ આપ્યું છે તેની આ લોકો ઇર્ષા કરે છે બેશક અમોએ ઈબ્રાહીમની ઓલાદને કિતાબ અને હિકમત આપી તથા તેમને ધણી મોટી સલ્તનત આપી.

55

فَمِنۡہُمۡ مَّنۡ اٰمَنَ بِہٖ وَ مِنۡہُمۡ مَّنۡ صَدَّ عَنۡہُ ؕ وَ کَفٰی بِجَہَنَّمَ سَعِیۡرًا ﴿۵۵﴾

(૫૫) પછી તેઓમાંથી અમુક એવા છે જે તેનાં પર ઈમાન લાવ્યા અને અમુકે (લોકોનો) રસ્તો રોકયો; અને જહન્નમની બાળનારી આગની જવાળાઓ તેઓ માટે પૂરતી છે.

56

اِنَّ الَّذِیۡنَ کَفَرُوۡا بِاٰیٰتِنَا سَوۡفَ نُصۡلِیۡہِمۡ نَارًا ؕ کُلَّمَا نَضِجَتۡ جُلُوۡدُہُمۡ بَدَّلۡنٰہُمۡ جُلُوۡدًا غَیۡرَہَا لِیَذُوۡقُوا الۡعَذَابَ ؕ اِنَّ اللّٰہَ کَانَ عَزِیۡزًا حَکِیۡمًا ﴿۵۶﴾

(૫૬) બેશક જે લોકોએ અમારી નિશાનીઓનો ઈન્કાર કર્યો, તેમને નજીકમાં આગમાં દાખલ કરી દેશું; જ્યારે તેમની ચામડીઓ બળીને ગળી જશે ત્યારે તેઓ અઝાબની મજા ચાખે એ માટે અમે બદલીને તેમને બીજી ચામડી આપીશું; બેશક અલ્લાહ ઇઝ્ઝતવાળો (અને) હિકમતવાળો છે.

57

وَ الَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ سَنُدۡخِلُہُمۡ جَنّٰتٍ تَجۡرِیۡ مِنۡ تَحۡتِہَا الۡاَنۡہٰرُ خٰلِدِیۡنَ فِیۡہَاۤ اَبَدًا ؕ لَہُمۡ فِیۡہَاۤ اَزۡوَاجٌ مُّطَہَّرَۃٌ ۫ وَّ نُدۡخِلُہُمۡ ظِلًّا ظَلِیۡلًا ﴿۵۷﴾

(૫૭) અને જે લોકો ઈમાન લાવ્યા તથા નેક આમાલ કર્યા તેમને નજીકમાં જન્નતોમાં દાખલ કરી દઈશું જેની હેઠળ નદીઓ વહેતી રહે છે; તેમાં તેઓ હંમેશને માટે રહેશે; તેમાં તેમના માટે પાકીઝા જીવનસાથી હશે, અને અમે તેમને ઘટાદાર છાયામાં દાખલ કરી દઈશું.

58

اِنَّ اللّٰہَ یَاۡمُرُکُمۡ اَنۡ تُؤَدُّوا الۡاَمٰنٰتِ اِلٰۤی اَہۡلِہَا ۙ وَ اِذَا حَکَمۡتُمۡ بَیۡنَ النَّاسِ اَنۡ تَحۡکُمُوۡا بِالۡعَدۡلِ ؕ اِنَّ اللّٰہَ نِعِمَّا یَعِظُکُمۡ بِہٖ ؕ اِنَّ اللّٰہَ کَانَ سَمِیۡعًۢا بَصِیۡرًا ﴿۵۸﴾

(૫૮) બેશક, અલ્લાહ તમને અમાનતો તેમના માલિકોને સોંપી દેવાનો હુકમ કરે છે; અને જ્યારે લોકો વચ્ચે ફેંસલો કરો ત્યારે ઇન્સાફથી ફેંસલો કરો; અને અલ્લાહ તમને બેહતરીન નસીહત કરે છે; બેશક અલ્લાહ સાંભળનાર, જોનાર છે.

59

یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡۤا اَطِیۡعُوا اللّٰہَ وَ اَطِیۡعُوا الرَّسُوۡلَ وَ اُولِی الۡاَمۡرِ مِنۡکُمۡ ۚ فَاِنۡ تَنَازَعۡتُمۡ فِیۡ شَیۡءٍ فَرُدُّوۡہُ اِلَی اللّٰہِ وَ الرَّسُوۡلِ اِنۡ کُنۡتُمۡ تُؤۡمِنُوۡنَ بِاللّٰہِ وَ الۡیَوۡمِ الۡاٰخِرِ ؕ ذٰلِکَ خَیۡرٌ وَّ اَحۡسَنُ تَاۡوِیۡلًا ﴿٪۵۹﴾

(૫૯) અય ઈમાન લાવનારાઓ ! અલ્લાહની ઇતાઅત કરો તથા તેના રસૂલની ઇતાઅત કરો અને તમારામાંથી ઉલીલ અમ્ર (ઇમામો)ની પણ; પછી જો કોઈ બાબતમાં તમારી વચ્ચે ઝઘડો થાય તો અલ્લાહ તથા રસૂલની તરફ તે (બાબત)ની રજૂઆત કરો અગર તમે અલ્લાહ તથા કયામતના દિવસ પર ઈમાન ધરાવતા હોવ તો તે (તમારા માટે) બેહતર છે અને પરિણામની રૂએ પણ બહેતરીન છે.

60

اَلَمۡ تَرَ اِلَی الَّذِیۡنَ یَزۡعُمُوۡنَ اَنَّہُمۡ اٰمَنُوۡا بِمَاۤ اُنۡزِلَ اِلَیۡکَ وَ مَاۤ اُنۡزِلَ مِنۡ قَبۡلِکَ یُرِیۡدُوۡنَ اَنۡ یَّتَحَاکَمُوۡۤا اِلَی الطَّاغُوۡتِ وَ قَدۡ اُمِرُوۡۤا اَنۡ یَّکۡفُرُوۡا بِہٖ ؕ وَ یُرِیۡدُ الشَّیۡطٰنُ اَنۡ یُّضِلَّہُمۡ ضَلٰلًۢا بَعِیۡدًا ﴿۶۰﴾

(૬૦) શું તેં તેઓને નથી જોયા કે જેઓ એવું ગુમાન કરે છે કે જે કાંઈ તારા ઉપર અને તારી પહેલાં નાઝિલ કરવામાં આવ્યું હતું તેના પર ઈમાન લાવ્યા છે? (છતાંપણ) તેઓ ચાહે છે કે તાગૂત (ઝાલિમ હાકીમો) પાસે ફેંસલા માટે જાય, જોકે તેઓને તે (ઝાલિમ હાકીમો)ને નકારવાનો હુકમ કરવામાં આવ્યો હતો; અને શેતાન એવું ઈચ્છે છે કે તેમને બેહકાવી દૂર ગુમરાહીમાં નાખી દે.

61

وَ اِذَا قِیۡلَ لَہُمۡ تَعَالَوۡا اِلٰی مَاۤ اَنۡزَلَ اللّٰہُ وَ اِلَی الرَّسُوۡلِ رَاَیۡتَ الۡمُنٰفِقِیۡنَ یَصُدُّوۡنَ عَنۡکَ صُدُوۡدًا ﴿ۚ۶۱﴾

(૬૧) અને જ્યારે તેમને કહેવામાં આવશે કે અલ્લાહે જે કાંઈ નાઝિલ કર્યુ છે તેની અને તેના રસૂલ તરફ આવો ત્યારે તું મુનાફીકોને જોઇશ કે તારાથી સખ્તી સાથે મોઢુ ફેરવશે.

62

فَکَیۡفَ اِذَاۤ اَصَابَتۡہُمۡ مُّصِیۡبَۃٌۢ بِمَا قَدَّمَتۡ اَیۡدِیۡہِمۡ ثُمَّ جَآءُوۡکَ یَحۡلِفُوۡنَ ٭ۖ بِاللّٰہِ اِنۡ اَرَدۡنَاۤ اِلَّاۤ اِحۡسَانًا وَّ تَوۡفِیۡقًا ﴿۶۲﴾

(૬૨) તેમની દશા કેવી થશે જ્યારે તેમના હાથે કરેલા (કૃત્યો) ના કારણે તેમના પર કોઈ મુસીબત (આવી) પડશે ત્યારે તેઓ અલ્લાહની સોગંદ ખાતા તારી પાસે આવશે કે અમારો ઈરાદો નેકી તથા ઇત્તેહાદ (સમાધાન) સિવાય અન્ય કાંઈ ન હતો?

63

اُولٰٓئِکَ الَّذِیۡنَ یَعۡلَمُ اللّٰہُ مَا فِیۡ قُلُوۡبِہِمۡ ٭ فَاَعۡرِضۡ عَنۡہُمۡ وَ عِظۡہُمۡ وَ قُلۡ لَّہُمۡ فِیۡۤ اَنۡفُسِہِمۡ قَوۡلًۢا بَلِیۡغًا ﴿۶۳﴾

(૬૩) આ લોકો એ જ છે કે જે કાંઈ તેમના મનમાં છે તે અલ્લાહ સારી પેઠે જાણે છે, માટે તેઓ તરફ ઘ્યાન ન આપ તથા તેમને નસીહત કર અને (આમાલના અંજામ વિશે) તેઓ માટે હ્યદય સ્પર્શી અસરકારક બયાન કર.

64

وَ مَاۤ اَرۡسَلۡنَا مِنۡ رَّسُوۡلٍ اِلَّا لِیُطَاعَ بِاِذۡنِ اللّٰہِ ؕ وَ لَوۡ اَنَّہُمۡ اِذۡ ظَّلَمُوۡۤا اَنۡفُسَہُمۡ جَآءُوۡکَ فَاسۡتَغۡفَرُوا اللّٰہَ وَ اسۡتَغۡفَرَ لَہُمُ الرَّسُوۡلُ لَوَجَدُوا اللّٰہَ تَوَّابًا رَّحِیۡمًا ﴿۶۴﴾

(૬૪) અને અમોએ કોઈ પણ રસૂલને નથી મોકલ્યો પણ એ માટે કે અલ્લાહના હુકમથી તેની ઇતાઅત કરવામાં આવે; અને અગર તે લોકોએ જ્યારે પોતાના પર ઝુલ્મ કર્યો ત્યારે તારી પાસે આવી જતે અને અલ્લાહથી માફી માંગતે તથા રસૂલ પણ તેમના માટે ઇસ્તગફાર કરત, તો તેઓ જરૂર અલ્લાહને મોટો તૌબા કબૂલ કરનાર, રહીમ પામતે.

65

فَلَا وَ رَبِّکَ لَا یُؤۡمِنُوۡنَ حَتّٰی یُحَکِّمُوۡکَ فِیۡمَا شَجَرَ بَیۡنَہُمۡ ثُمَّ لَا یَجِدُوۡا فِیۡۤ اَنۡفُسِہِمۡ حَرَجًا مِّمَّا قَضَیۡتَ وَ یُسَلِّمُوۡا تَسۡلِیۡمًا ﴿۶۵﴾

(૬૫) ન એવુ નથી! તારા પરવરદિગારની કસમ! એ લોકો ઈમાન નથી લાવ્યા, સિવાય કે તેઓ પોતાના ઝઘડાઓમાં તને ફેસલો કરનાર (જજ) બનાવે; પછી તું જે કાંઈ ચૂકાદો આપે તેનાથી પોતાના મનમાં (લેશમાત્ર) ઓછું લાવે નહિ અને તેઓ તમારા ફેસલા સામે કામેલન (સંપૂર્ણ) તસ્લીમ થઇ જાય.

66

وَ لَوۡ اَنَّا کَتَبۡنَا عَلَیۡہِمۡ اَنِ اقۡتُلُوۡۤا اَنۡفُسَکُمۡ اَوِ اخۡرُجُوۡا مِنۡ دِیَارِکُمۡ مَّا فَعَلُوۡہُ اِلَّا قَلِیۡلٌ مِّنۡہُمۡ ؕ وَ لَوۡ اَنَّہُمۡ فَعَلُوۡا مَا یُوۡعَظُوۡنَ بِہٖ لَکَانَ خَیۡرًا لَّہُمۡ وَ اَشَدَّ تَثۡبِیۡتًا ﴿ۙ۶۶﴾

(૬૬) અને જો અમે તેમના પર (વાજિબ કરેત) લખી દેત કે તમે તમારી જાતને કત્લ કરી નાખો અથવા તમારા ધરોમાંથી નીકળી જાઓ તો તેમનામાંના થોડાક સિવાય તેવું કરેત નહિ; અને જો તેમને જે નસીહત કરવામાં આવતી હતી તે મુજબ અમલ કરેત તો તેમના માટે વધારે સારૂં હોત અને વધુ સાબિત કદમ બનેત.

67

وَّ اِذًا لَّاٰتَیۡنٰہُمۡ مِّنۡ لَّدُنَّـاۤ اَجۡرًا عَظِیۡمًا ﴿ۙ۶۷﴾

(૬૭) અને તે વેળા અમે પણ તેમને અમારા તરફથી ધણો મોટો બદલો આપત:

68

وَّ لَہَدَیۡنٰہُمۡ صِرَاطًا مُّسۡتَقِیۡمًا ﴿۶۸﴾

(૬૮) અને ખરેજ! અમે તેમને સીધા રસ્તાની હિદાયત કરેત.

69

وَ مَنۡ یُّطِعِ اللّٰہَ وَ الرَّسُوۡلَ فَاُولٰٓئِکَ مَعَ الَّذِیۡنَ اَنۡعَمَ اللّٰہُ عَلَیۡہِمۡ مِّنَ النَّبِیّٖنَ وَ الصِّدِّیۡقِیۡنَ وَ الشُّہَدَآءِ وَ الصّٰلِحِیۡنَ ۚ وَ حَسُنَ اُولٰٓئِکَ رَفِیۡقًا ﴿ؕ۶۹﴾

(૬૯) અને જેઓ અલ્લાહ તથા રસૂલની ઇતાઅત કરશે, તો તેઓ તેમની સાથે હશે કે જેમના પર અલ્લાહે નેઅમતો નાઝિલ કરી કે જે પયગંબરો તથા સિદ્દીકીન (સાચાઓ) તથા શહીદો અને સાલેહીન છે; અને એ લોકો સારા દોસ્તો છે.

70

ذٰلِکَ الۡفَضۡلُ مِنَ اللّٰہِ ؕ وَ کَفٰی بِاللّٰہِ عَلِیۡمًا ﴿٪۷۰﴾

(૭૦) આ ફઝલ અલ્લાહ તરફથી છે; અને અલ્લાહનું જાણનાર હોવું કાફી છે.

71

یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡا خُذُوۡا حِذۡرَکُمۡ فَانۡفِرُوۡا ثُبَاتٍ اَوِ انۡفِرُوۡا جَمِیۡعًا ﴿۷۱﴾

(૭૧) અય ઈમાન લાવનારાઓ! હિફાઝતના સાધનો સંભાળી લ્યો. પછી છૂટી છવાઈ ટૂકડીઓ બની અથવા એકી સાથે (જેહાદ માટે) નીકળી પડો.

72

وَ اِنَّ مِنۡکُمۡ لَمَنۡ لَّیُبَطِّئَنَّ ۚ فَاِنۡ اَصَابَتۡکُمۡ مُّصِیۡبَۃٌ قَالَ قَدۡ اَنۡعَمَ اللّٰہُ عَلَیَّ اِذۡ لَمۡ اَکُنۡ مَّعَہُمۡ شَہِیۡدًا ﴿۷۲﴾

(૭૨) અને બેશક તમારામાંથી એવા છે કે જેઓ (લડાઇમાં જવામાં) પાછળ રહી જાય છે; પછી જો તમારા ઉપર કોઈ મુસીબત આવી પડે તો કહે છે કે ખરેજ અલ્લાહે મારા પર એહસાન કર્યો કે હું તેમની સાથે હાજર ન હતો.

73

وَ لَئِنۡ اَصَابَکُمۡ فَضۡلٌ مِّنَ اللّٰہِ لَیَقُوۡلَنَّ کَاَنۡ لَّمۡ تَکُنۡۢ بَیۡنَکُمۡ وَ بَیۡنَہٗ مَوَدَّۃٌ یّٰلَیۡتَنِیۡ کُنۡتُ مَعَہُمۡ فَاَفُوۡزَ فَوۡزًا عَظِیۡمًا ﴿۷۳﴾

(૭૩) અને જો (જેહાદમાં જીતી જાઓ અને ગનીમત મળે તેમજ) તમારા પર અલ્લાહનો ફઝ્લ થઈ જાય તો જાણે તમારી અને તેની વચ્ચે કાંઈ દોસ્તી જ ન હોય (જેથી તમારા ફાયદાને પોતાનો ફાયદો ગણે) એમ કહેશે કે કેવું સારૂં થતે કે હું પણ તેમની સાથે હોત કે જેથી અઝીમ કામ્યાબી મને પણ નસીબ થતે.

74

فَلۡیُقَاتِلۡ فِیۡ سَبِیۡلِ اللّٰہِ الَّذِیۡنَ یَشۡرُوۡنَ الۡحَیٰوۃَ الدُّنۡیَا بِالۡاٰخِرَۃِ ؕ وَ مَنۡ یُّقَاتِلۡ فِیۡ سَبِیۡلِ اللّٰہِ فَیُقۡتَلۡ اَوۡ یَغۡلِبۡ فَسَوۡفَ نُؤۡتِیۡہِ اَجۡرًا عَظِیۡمًا ﴿۷۴﴾

(૭૪) માટે જેઓ આખેરતના બદલામાં આ દુનિયાની જિંદગી વેચી નાખે છે તેમને જેહાદ કરવો જોઇએ; અને જે કોઈ અલ્લાહની રાહમાં લડે પછી તે કત્લ થઇ જાય અથવા ફતેહ મેળવે, (બંને સૂરતમાં) અમે તેને અજ્રે અઝીમ આપીશું.

75

وَ مَا لَکُمۡ لَا تُقَاتِلُوۡنَ فِیۡ سَبِیۡلِ اللّٰہِ وَ الۡمُسۡتَضۡعَفِیۡنَ مِنَ الرِّجَالِ وَ النِّسَآءِ وَ الۡوِلۡدَانِ الَّذِیۡنَ یَقُوۡلُوۡنَ رَبَّنَاۤ اَخۡرِجۡنَا مِنۡ ہٰذِہِ الۡقَرۡیَۃِ الظَّالِمِ اَہۡلُہَا ۚ وَ اجۡعَلۡ لَّنَا مِنۡ لَّدُنۡکَ وَلِیًّا ۚۙ وَّ اجۡعَلۡ لَّنَا مِنۡ لَّدُنۡکَ نَصِیۡرًا ﴿ؕ۷۵﴾

(૭૫) અને તમને શું થઈ ગયું છે કે તમે અલ્લાહની રાહમાં જેહાદ કરતા નથી ? જ્યારે કે કમજોર મર્દો તથા ઔરતો અને બચ્ચાઓ કહી રહ્યા છે કે અય અમારા પરવરદિગાર! અમને આ વસ્તી (મક્કા)માંથી કે જેના રહેવાસીઓ ઝાલિમ છે નજાત દે. તથા તારા તરફથી અમારો કોઈ સરપરસ્ત બનાવ અને તારા તરફથી અમારો કોઈ મદદગાર બનાવ.

76

اَلَّذِیۡنَ اٰمَنُوۡا یُقَاتِلُوۡنَ فِیۡ سَبِیۡلِ اللّٰہِ ۚ وَ الَّذِیۡنَ کَفَرُوۡا یُقَاتِلُوۡنَ فِیۡ سَبِیۡلِ الطَّاغُوۡتِ فَقَاتِلُوۡۤا اَوۡلِیَآءَ الشَّیۡطٰنِ ۚ اِنَّ کَیۡدَ الشَّیۡطٰنِ کَانَ ضَعِیۡفًا ﴿٪۷۶﴾

(૭૬) જેઓ ઈમાન લાવ્યા છે તેઓ અલ્લાહની રાહમાં લડે છે, અને જેઓ ઈમાન લાવ્યા નથી તેઓ તાગૂત (ઝાલિમો)ની રાહમાં લડે છે. માટે તમે શેતાનના સાથીઓ સામે લડો; બેશક શેતાનનો મક્કર કમજોર છે.

77

اَلَمۡ تَرَ اِلَی الَّذِیۡنَ قِیۡلَ لَہُمۡ کُفُّوۡۤا اَیۡدِیَکُمۡ وَ اَقِیۡمُوا الصَّلٰوۃَ وَ اٰتُوا الزَّکٰوۃَ ۚ فَلَمَّا کُتِبَ عَلَیۡہِمُ الۡقِتَالُ اِذَا فَرِیۡقٌ مِّنۡہُمۡ یَخۡشَوۡنَ النَّاسَ کَخَشۡیَۃِ اللّٰہِ اَوۡ اَشَدَّ خَشۡیَۃً ۚ وَ قَالُوۡا رَبَّنَا لِمَ کَتَبۡتَ عَلَیۡنَا الۡقِتَالَ ۚ لَوۡ لَاۤ اَخَّرۡتَنَاۤ اِلٰۤی اَجَلٍ قَرِیۡبٍ ؕ قُلۡ مَتَاعُ الدُّنۡیَا قَلِیۡلٌ ۚ وَ الۡاٰخِرَۃُ خَیۡرٌ لِّمَنِ اتَّقٰی ۟ وَ لَا تُظۡلَمُوۡنَ فَتِیۡلًا ﴿۷۷﴾

(૭૭) શું તેં તેઓને નથી જોયા કે જેમને કહેવામાં આવ્યું (હતું) કે તમારા હાથ રોકી લો તથા નમાઝ કાયમ કરો અને ઝકાત આપતા રહો (તો તેઓ બેચેન થઇ ગયા) પછી જ્યારે તેમના પર જેહાદ લખવામાં (વાજિબ કરવામાં) આવ્યું ત્યારે તેઓમાંથી અમુક લોકોથી (દુશ્મનથી) એવા ડરવા લાગ્યા જે રીતે અલ્લાહથી ડરવું જોઈએ અથવા તેના કરતાંય વધારે, અને તેઓ કહેવા લાગ્યા કે અય અમારા પરવરદિગાર! તેં અમારા પર શા માટે જંગ લખી (વાજિબ કરી)? અમને વધુ થોડાક દિવસની મોહલત કેમ ન આપી? તું કહે કે દુન્યવી જીવનના સાધનો બહુજ થોડાક છે, અને આખેરત પરહેઝગારો માટે બેહતર છે; અને તમારા પર લેશમાત્ર પણ અન્યાય કરવામાં આવશે નહિ.

78

اَیۡنَ مَا تَکُوۡنُوۡا یُدۡرِکۡکُّمُ الۡمَوۡتُ وَ لَوۡ کُنۡتُمۡ فِیۡ بُرُوۡجٍ مُّشَیَّدَۃٍ ؕ وَ اِنۡ تُصِبۡہُمۡ حَسَنَۃٌ یَّقُوۡلُوۡا ہٰذِہٖ مِنۡ عِنۡدِ اللّٰہِ ۚ وَ اِنۡ تُصِبۡہُمۡ سَیِّئَۃٌ یَّقُوۡلُوۡا ہٰذِہٖ مِنۡ عِنۡدِکَ ؕ قُلۡ کُلٌّ مِّنۡ عِنۡدِ اللّٰہِ ؕ فَمَالِ ہٰۤؤُلَآءِ الۡقَوۡمِ لَا یَکَادُوۡنَ یَفۡقَہُوۡنَ حَدِیۡثًا ﴿۷۸﴾

(૭૮) જ્યાં પણ તમે હશો મૌત તમને પકડી પાડશે, પછી ભલેને તમે મજબૂત કિલ્લાઓમાં પણ કેમ ન હોવ અને જો તેમને કાંઈ ખૈર પહોંચે (જીત હાંસિલ થાય) તો કહે છે કે આ અલ્લાહ તરફથી છે, અને જો તેમને કાંઈ નુકસાન પહોંચે છે (હાર મળે) તો કહે છે કે (રસૂલ સ.અ.વ.) આ તારા તરફથી છે; તું કહે કે સધળું અલ્લાહ તરફથી જ છે; પછી આ લોકોને શું થઈ ગયું છે કે વાત સમજવા હાજર નથી?

79

مَاۤ اَصَابَکَ مِنۡ حَسَنَۃٍ فَمِنَ اللّٰہِ ۫ وَ مَاۤ اَصَابَکَ مِنۡ سَیِّئَۃٍ فَمِنۡ نَّفۡسِکَ ؕ وَ اَرۡسَلۡنٰکَ لِلنَّاسِ رَسُوۡلًا ؕ وَ کَفٰی بِاللّٰہِ شَہِیۡدًا ﴿۷۹﴾

(૭૯) જે કંઇ ફાયદો પહોંચે તે અલ્લાહ તરફથી જ છે, અને જે નુકસાન તને પહોંચે તે તારા પોતાના (આમાલના) કારણે છે; અને (અય રસૂલ!) અમોએ તને તમામ લોકો માટે પયગામ પહોંચાડનાર બનાવી મોકલ્યો છે; અને અલ્લાહ (આ બાબતની) ગવાહી માટે કાફી છે.

80

مَنۡ یُّطِعِ الرَّسُوۡلَ فَقَدۡ اَطَاعَ اللّٰہَ ۚ وَ مَنۡ تَوَلّٰی فَمَاۤ اَرۡسَلۡنٰکَ عَلَیۡہِمۡ حَفِیۡظًا ﴿ؕ۸۰﴾

(૮૦) જેણે રસૂલની ઇતાઅત કરી તેણે ખરેખર અલ્લાહની ઇતાઅત કરી; અને કોઇ (ઇતાઅતથી) ફરી જાય, અમોએ તને તેમના ઝિમ્મેદાર બનાવીને નથી મોકલ્યો.

81

وَ یَقُوۡلُوۡنَ طَاعَۃٌ ۫ فَاِذَا بَرَزُوۡا مِنۡ عِنۡدِکَ بَیَّتَ طَآئِفَۃٌ مِّنۡہُمۡ غَیۡرَ الَّذِیۡ تَقُوۡلُ ؕ وَ اللّٰہُ یَکۡتُبُ مَا یُبَیِّتُوۡنَ ۚ فَاَعۡرِضۡ عَنۡہُمۡ وَ تَوَکَّلۡ عَلَی اللّٰہِ ؕ وَ کَفٰی بِاللّٰہِ وَکِیۡلًا ﴿۸۱﴾

(૮૧) અને તેઓ કહે છે ‘ઇતાઅત કરી’, પણ જ્યારે તારી પાસેથી બહાર ચાલ્યા જાય છે ત્યારે તેઓમાંથી એક ટોળું રાત્રિના તારા કહેવા વિરૂઘ્ધ (તદબીર માટે) ભેગુ થાય છે; અને રાત્રે તેઓ જે કાંઈ (તદબીર) કરે છે તે અલ્લાહ લખી લે છે, માટે તું તેમની (તદબીર) તરફ ઘ્યાન ન દે અને અલ્લાહ ઉપર આધાર રાખ; અને આધાર રાખવા માટે અલ્લાહ કાફી છે.

82

اَفَلَا یَتَدَبَّرُوۡنَ الۡقُرۡاٰنَ ؕ وَ لَوۡ کَانَ مِنۡ عِنۡدِ غَیۡرِ اللّٰہِ لَوَجَدُوۡا فِیۡہِ اخۡتِلَافًا کَثِیۡرًا ﴿۸۲﴾

(૮૨) શું તેઓ કુરઆન પર મનન કરતા નથી? અને જો તે અલ્લાહના સિવાય બીજા કોઈની પાસેથી આવ્યું હોત તો ખરેજ તેઓ તેમાં ધણોજ ઇખ્તેલાફ (વિરોધાભાસ) જોતે.

83

وَ اِذَا جَآءَہُمۡ اَمۡرٌ مِّنَ الۡاَمۡنِ اَوِ الۡخَوۡفِ اَذَاعُوۡا بِہٖ ؕ وَ لَوۡ رَدُّوۡہُ اِلَی الرَّسُوۡلِ وَ اِلٰۤی اُولِی الۡاَمۡرِ مِنۡہُمۡ لَعَلِمَہُ الَّذِیۡنَ یَسۡتَنۡۢبِطُوۡنَہٗ مِنۡہُمۡ ؕ وَ لَوۡ لَا فَضۡلُ اللّٰہِ عَلَیۡکُمۡ وَ رَحۡمَتُہٗ لَاتَّبَعۡتُمُ الشَّیۡطٰنَ اِلَّا قَلِیۡلًا ﴿۸۳﴾

(૮૩) અને જ્યારે તેમને અમન અથવા ખૌફની કોઈ વાત માલૂમ પડી જાય છે ત્યારે તરત જ ફેલાવી દે છે; પણ જો તેઓ તે (વાત)ને પોતાના રસૂલ અને તેઓમાંથી ઉલીલ અમ્ર (ઇમામો) સામે રજૂ કરી દેતે કે જેઓ ઊંડાણપૂર્વક વાતને સમજવાની લાયકાત ધરાવે છે તો હકીકતને જાણી લેત, અને જો તમારા પર અલ્લાહનો ફઝલ અને મહેરબાની ન હોત તો તમારામાંથી થોડાક સિવાય બધા શેતાનની ઇતાઅત કરનારા બની ગયા હોત.

84

فَقَاتِلۡ فِیۡ سَبِیۡلِ اللّٰہِ ۚ لَا تُکَلَّفُ اِلَّا نَفۡسَکَ وَ حَرِّضِ الۡمُؤۡمِنِیۡنَ ۚ عَسَی اللّٰہُ اَنۡ یَّکُفَّ بَاۡسَ الَّذِیۡنَ کَفَرُوۡا ؕ وَ اللّٰہُ اَشَدُّ بَاۡسًا وَّ اَشَدُّ تَنۡکِیۡلًا ﴿۸۴﴾

(૮૪) તું અલ્લાહની રાહમાં લડ, અને તારી જાત સિવાય તું બીજા કોઈનો જવાબદાર નથી અને મોઅમીનોને (જેહાદનો) શૌખ અપાવ; કદાચ અલ્લાહ નાસ્તિકોની તાકતને રોકી દે; અને અલ્લાહ સૌથી વધારે તાકતવર છે અને સજા કરવામાં સૌથી વધારે સખત છે.

85

مَنۡ یَّشۡفَعۡ شَفَاعَۃً حَسَنَۃً یَّکُنۡ لَّہٗ نَصِیۡبٌ مِّنۡہَا ۚ وَ مَنۡ یَّشۡفَعۡ شَفَاعَۃً سَیِّئَۃً یَّکُنۡ لَّہٗ کِفۡلٌ مِّنۡہَا ؕ وَ کَانَ اللّٰہُ عَلٰی کُلِّ شَیۡءٍ مُّقِیۡتًا ﴿۸۵﴾

(૮૫) જે કોઈ નેકી બાબતે સિફારીશ કરશે, તેમાંથી તેને હિસ્સો મળશે, અને જે કોઈ બૂરાઇ બાબતે સિફારીશ કરશે, તેમાંથી તેને હિસ્સો મળશે; અને અલ્લાહ દરેક વસ્તુ પર નજર રાખનાર છે.

86

وَ اِذَا حُیِّیۡتُمۡ بِتَحِیَّۃٍ فَحَیُّوۡا بِاَحۡسَنَ مِنۡہَاۤ اَوۡ رُدُّوۡہَا ؕ اِنَّ اللّٰہَ کَانَ عَلٰی کُلِّ شَیۡءٍ حَسِیۡبًا ﴿۸۶﴾

(૮૬) અને જ્યારે તમને સલામ કરવામાં આવે ત્યારે તમે તેના કરતાંય બેહતર રીતે સલામ કરો અથવા તેને (તેના જેવો જ) જવાબ આપો; બેશક અલ્લાહ દરેક વસ્તુનો હિસાબ રાખનાર છે.

87

اَللّٰہُ لَاۤ اِلٰہَ اِلَّا ہُوَ ؕ لَیَجۡمَعَنَّکُمۡ اِلٰی یَوۡمِ الۡقِیٰمَۃِ لَا رَیۡبَ فِیۡہِ ؕ وَ مَنۡ اَصۡدَقُ مِنَ اللّٰہِ حَدِیۡثًا ﴿٪۸۷﴾

(૮૭) અલ્લાહ કે જેના સિવાય અન્ય કોઈ ઇબાદતને લાયક નથી - કયામતના દિવસે તમો સધળાઓને જરૂર ભેગા કરશે કે જેમાં કંઇ શક નથી; અને અલ્લાહથી વધારે સાચું બોલનાર કોણ છે?

88

فَمَا لَکُمۡ فِی الۡمُنٰفِقِیۡنَ فِئَتَیۡنِ وَ اللّٰہُ اَرۡکَسَہُمۡ بِمَا کَسَبُوۡا ؕ اَتُرِیۡدُوۡنَ اَنۡ تَہۡدُوۡا مَنۡ اَضَلَّ اللّٰہُ ؕ وَ مَنۡ یُّضۡلِلِ اللّٰہُ فَلَنۡ تَجِدَ لَہٗ سَبِیۡلًا ﴿۸۸﴾

(૮૮) તમને શું થઈ ગયું છે કે મુનાફીકોના સંબંધમાં તમે બે પક્ષો થઈ ગયા છો? જો કે અલ્લાહે તેઓના આમાલના કારણે તેઓને (નાસ્તિકપણા તરફ) પાછા ફેરવી દીધા છે, શું તમે એવો ઈરાદો રાખો છો કે અલ્લાહે જેમને (તેના આમાલના કારણે) ગુમરાહ કરી દીધા છે તેમને તમે હિદાયત પર લઈ આવો? અને જે કોઇને અલ્લાહે ગુમરાહ કરી દીધા છે તેના માટે તું હરગિઝ કોઈ રસ્તો મેળવી શકશે નહિ.

89

وَدُّوۡا لَوۡ تَکۡفُرُوۡنَ کَمَا کَفَرُوۡا فَتَکُوۡنُوۡنَ سَوَآءً فَلَا تَتَّخِذُوۡا مِنۡہُمۡ اَوۡلِیَآءَ حَتّٰی یُہَاجِرُوۡا فِیۡ سَبِیۡلِ اللّٰہِ ؕ فَاِنۡ تَوَلَّوۡا فَخُذُوۡہُمۡ وَ اقۡتُلُوۡہُمۡ حَیۡثُ وَجَدۡتُّمُوۡہُمۡ ۪ وَ لَا تَتَّخِذُوۡا مِنۡہُمۡ وَلِیًّا وَّ لَا نَصِیۡرًا ﴿ۙ۸۹﴾

(૮૯) તેઓ (મુનાફીકો) ઇચ્છે છે કે જેવી રીતે તેઓ પોતે નાસ્તિક થયા તેવી રીતે તમે પણ નાસ્તિક થઇ જાવ કે જેથી તમે બધા સમાન થઈ જાઓ; માટે તમે તેમનામાંથી કોઈની પણ દોસ્તી ન રાખો, જ્યાં સુધી કે તેઓ અલ્લાહની રાહમાં હિજરત ન કરે; પછી જો તેઓ (આ વાતથી) મોઢુ ફેરવી લ્યે તો તેઓ જ્યાં પણ હોય તેમને પકડી લો અને મારી નાખો, અને તેઓમાંથી ન કોઈને દોસ્ત બનાવો અને ન મદદગાર;

90

اِلَّا الَّذِیۡنَ یَصِلُوۡنَ اِلٰی قَوۡمٍۭ بَیۡنَکُمۡ وَ بَیۡنَہُمۡ مِّیۡثَاقٌ اَوۡ جَآءُوۡکُمۡ حَصِرَتۡ صُدُوۡرُہُمۡ اَنۡ یُّقَاتِلُوۡکُمۡ اَوۡ یُقَاتِلُوۡا قَوۡمَہُمۡ ؕ وَ لَوۡ شَآءَ اللّٰہُ لَسَلَّطَہُمۡ عَلَیۡکُمۡ فَلَقٰتَلُوۡکُمۡ ۚ فَاِنِ اعۡتَزَلُوۡکُمۡ فَلَمۡ یُقَاتِلُوۡکُمۡ وَ اَلۡقَوۡا اِلَیۡکُمُ السَّلَمَ ۙ فَمَا جَعَلَ اللّٰہُ لَکُمۡ عَلَیۡہِمۡ سَبِیۡلًا ﴿۹۰﴾

(૯૦) સિવાય કે તેઓ એવી કોમ સાથે જઈ મળે કે તમારી અને તે કોમ વચ્ચે કોલ કરાર થયા હોય અથવા તમારી પાસે એવી હાલતમાં આવે કે તમારી સાથે લડવામાં અથવા પોતાની કોમ સાથે લડવામાં તેમના દિલ તંગ થતા હોય (અલ્લાહની મહેરબાની છે કારણકે) જો અલ્લાહ ચાહતે તો તેમને જરૂર તમારા પર ગાલીબ કરી દીધા હોત, પછી તેઓ તમારી સાથે જરૂર લડયા હોત; માટે જો તેઓ તમારાથી દૂર રહે તથા તમારી સાથે ન લડે અને તમને સુલેહ (કરવા) માટે પયગામ મોકલે તો અલ્લાહે તેમના ખિલાફ (હુમલો કરવાનો) તમારા માટે કોઈ રસ્તો રાખ્યો નથી.

91

سَتَجِدُوۡنَ اٰخَرِیۡنَ یُرِیۡدُوۡنَ اَنۡ یَّاۡمَنُوۡکُمۡ وَ یَاۡمَنُوۡا قَوۡمَہُمۡ ؕ کُلَّمَا رُدُّوۡۤا اِلَی الۡفِتۡنَۃِ اُرۡکِسُوۡا فِیۡہَا ۚ فَاِنۡ لَّمۡ یَعۡتَزِلُوۡکُمۡ وَ یُلۡقُوۡۤا اِلَیۡکُمُ السَّلَمَ وَ یَکُفُّوۡۤا اَیۡدِیَہُمۡ فَخُذُوۡہُمۡ وَ اقۡتُلُوۡہُمۡ حَیۡثُ ثَقِفۡتُمُوۡہُمۡ ؕ وَ اُولٰٓئِکُمۡ جَعَلۡنَا لَکُمۡ عَلَیۡہِمۡ سُلۡطٰنًا مُّبِیۡنًا ﴿٪۹۱﴾

(૯૧) નજીકમાં તમે બીજા કેટલાકોને જોશો કે તેઓ તમારાથી મહેફૂઝ રહેવા ઈચ્છે છે તથા પોતાની કોમથી પણ; જ્યારે પણ તેમને ફિત્ના તરફ બોલાવવામાં આવે છે ત્યારે તેઓ ઊંધે માથે તેમાં કૂદી પડે છે; પછી જો તે લોકો તમારાથી અલગ ન થાય અને તમારાથી સુલેહ ન કરે તથા પોતાના હાથ ન રોકે તો તેમને પકડી લો અને જ્યાં તેમને જૂઓ મારી નાખો; અને તેમના ઉપર અમોએ તમને ખુલ્લી સલ્તનત આપી દીધી છે.

92

وَ مَا کَانَ لِمُؤۡمِنٍ اَنۡ یَّقۡتُلَ مُؤۡمِنًا اِلَّا خَطَـًٔا ۚ وَ مَنۡ قَتَلَ مُؤۡمِنًا خَطَـًٔا فَتَحۡرِیۡرُ رَقَبَۃٍ مُّؤۡمِنَۃٍ وَّ دِیَۃٌ مُّسَلَّمَۃٌ اِلٰۤی اَہۡلِہٖۤ اِلَّاۤ اَنۡ یَّصَّدَّقُوۡا ؕ فَاِنۡ کَانَ مِنۡ قَوۡمٍ عَدُوٍّ لَّکُمۡ وَ ہُوَ مُؤۡمِنٌ فَتَحۡرِیۡرُ رَقَبَۃٍ مُّؤۡمِنَۃٍ ؕ وَ اِنۡ کَانَ مِنۡ قَوۡمٍۭ بَیۡنَکُمۡ وَ بَیۡنَہُمۡ مِّیۡثَاقٌ فَدِیَۃٌ مُّسَلَّمَۃٌ اِلٰۤی اَہۡلِہٖ وَ تَحۡرِیۡرُ رَقَبَۃٍ مُّؤۡمِنَۃٍ ۚ فَمَنۡ لَّمۡ یَجِدۡ فَصِیَامُ شَہۡرَیۡنِ مُتَتَابِعَیۡنِ ۫ تَوۡبَۃً مِّنَ اللّٰہِ ؕ وَ کَانَ اللّٰہُ عَلِیۡمًا حَکِیۡمًا ﴿۹۲﴾

(૯૨) અને કોઈ પણ મોમીનને હક નથી કે તે કોઈ મોમીનને મારી નાખે. સિવાય કે ભૂલથી, અને જે કોઈ અજાણતામાં કોઈ મોમીનને મારી નાખે, તેના માટે જરૂરી છે એક મોઅમીન ગુલામ આઝાદ કરે છે તથા તેના વારસદારોને ખૂનનો આર્થિક બદલો (દિય્યત) આપે, સિવાય કે તેઓ માફ કરી દે; પણ જો માર્યો ગએલો કોઈ એવી કોમનો હોય કે જે તમારા દુશ્મન છે છતાં (તે મરનાર) મોમીન હોય તો એક મોઅમીન ગુલામ આઝાદ કરવો; અને જો એવી કોમનો હોય કે તેની અને તમારી વચ્ચે સંધિ (કરાર) હોય તો તેના વારસદારોને ખૂનનો સંપૂર્ણ આર્થિક બદલો (દિય્યત) આપવો તથા એક મોઅમીન ગુલામને પણ આઝાદ કરવો; પછી જેને (ગુલામ) ન મળે, અલ્લાહ તરફથી તૌબા કરવા માટે તેના શિરે સતત બે માસના રોઝા છે; અને અલ્લાહ જાણનાર, હિકમતવાળો છે.

93

وَ مَنۡ یَّقۡتُلۡ مُؤۡمِنًا مُّتَعَمِّدًا فَجَزَآؤُہٗ جَہَنَّمُ خٰلِدًا فِیۡہَا وَ غَضِبَ اللّٰہُ عَلَیۡہِ وَ لَعَنَہٗ وَ اَعَدَّ لَہٗ عَذَابًا عَظِیۡمًا ﴿۹۳﴾

(૯૩) અને જે કોઈ જાણી જોઈને કોઈ મોઅમીનને મારી નાખે, તેની સજા જહન્નમ છે. તેમાં તે હંમેશા રહેશે, તથા અલ્લાહ તેના પર ગઝબ કરશે અને તેના ઉપર લાનત કરશે અને તેના માટે દર્દનાક અઝાબ તૈયાર છે.

94

یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡۤا اِذَا ضَرَبۡتُمۡ فِیۡ سَبِیۡلِ اللّٰہِ فَتَبَیَّنُوۡا وَ لَا تَقُوۡلُوۡا لِمَنۡ اَلۡقٰۤی اِلَیۡکُمُ السَّلٰمَ لَسۡتَ مُؤۡمِنًا ۚ تَبۡتَغُوۡنَ عَرَضَ الۡحَیٰوۃِ الدُّنۡیَا ۫ فَعِنۡدَ اللّٰہِ مَغَانِمُ کَثِیۡرَۃٌ ؕ کَذٰلِکَ کُنۡتُمۡ مِّنۡ قَبۡلُ فَمَنَّ اللّٰہُ عَلَیۡکُمۡ فَتَبَیَّنُوۡا ؕ اِنَّ اللّٰہَ کَانَ بِمَا تَعۡمَلُوۡنَ خَبِیۡرًا ﴿۹۴﴾

(૯૪) અય ઈમાન લાવનારાઓ! જ્યારે તમે અલ્લાહની રાહમાં (જેહાદ માટે) મુસાફરી કરતા હોવ ત્યારે (દુશ્મન બાબતે) ખાત્રી કરી લો અને જો કોઇ તમને સલામ કરે તો ફાની દુન્યવી ચીઝ વસ્તુ હાંસિલ કરવા માટે એમ ન કહો કે તુ મોઅમીન નથી કારણકે અલ્લાહની પાસે ઘણી ગનીમતો છે; તમે પણ અગાઉ એવા જ હતા પછી અલ્લાહે તમારા પર એહસાન કર્યો (હિદાયત કરી) માટે ખાત્રી કરી લો; બેશક તમે જે કાંઈ કરો છો તેનાથી અલ્લાહ સારી રીતે વાકેફ છે.

95

لَا یَسۡتَوِی الۡقٰعِدُوۡنَ مِنَ الۡمُؤۡمِنِیۡنَ غَیۡرُ اُولِی الضَّرَرِ وَ الۡمُجٰہِدُوۡنَ فِیۡ سَبِیۡلِ اللّٰہِ بِاَمۡوَالِہِمۡ وَ اَنۡفُسِہِمۡ ؕ فَضَّلَ اللّٰہُ الۡمُجٰہِدِیۡنَ بِاَمۡوَالِہِمۡ وَ اَنۡفُسِہِمۡ عَلَی الۡقٰعِدِیۡنَ دَرَجَۃً ؕ وَ کُلًّا وَّعَدَ اللّٰہُ الۡحُسۡنٰی ؕ وَ فَضَّلَ اللّٰہُ الۡمُجٰہِدِیۡنَ عَلَی الۡقٰعِدِیۡنَ اَجۡرًا عَظِیۡمًا ﴿ۙ۹۵﴾

(૯૫) મોઅમીનોમાંથી તેઓ કે જેમને કોઈ જાતની ઈજા પહોંચી ન હોય છતાં ઘરે બેસી રહે તથા અલ્લાહની રાહમાં પોતાના જાન માલથી જેહાદ કરનારાઓ સમાન નથી; (બલ્કે) પોતાના જાનમાલથી જેહાદ કરનારાઓને અલ્લાહે બેસી રહેનારાઓ પર દરજ્જામાં ફઝીલત આપી છે; જો કે સારા બદલાનો વાયદો તો દરેકથી કર્યો છે; અને અલ્લાહ જેહાદ કરનારાઓને બેસી રહેનારાઓ કરતા વધારે ફઝીલત આપી અને અજ્રે અઝીમ આપ્યો છે.

96

دَرَجٰتٍ مِّنۡہُ وَ مَغۡفِرَۃً وَّ رَحۡمَۃً ؕ وَ کَانَ اللّٰہُ غَفُوۡرًا رَّحِیۡمًا ﴿٪۹۶﴾

(૯૬) આ તેના (અલ્લાહ) તરફથી (મુજાહીદો માટે ઊંચા) દરજ્જાઓ, મગફેરત અને રહેમત છે; અને અલ્લાહ ગફુરૂર રહીમ છે.

97

اِنَّ الَّذِیۡنَ تَوَفّٰہُمُ الۡمَلٰٓئِکَۃُ ظَالِمِیۡۤ اَنۡفُسِہِمۡ قَالُوۡا فِیۡمَ کُنۡتُمۡ ؕ قَالُوۡا کُنَّا مُسۡتَضۡعَفِیۡنَ فِی الۡاَرۡضِ ؕ قَالُوۡۤا اَلَمۡ تَکُنۡ اَرۡضُ اللّٰہِ وَاسِعَۃً فَتُہَاجِرُوۡا فِیۡہَا ؕ فَاُولٰٓئِکَ مَاۡوٰىہُمۡ جَہَنَّمُ ؕ وَ سَآءَتۡ مَصِیۡرًا ﴿ۙ۹۷﴾

(૯૭) બેશક પોતાના નફસ પર ઝુલ્મ કરનારની રૂહ ફરિશ્તાઓ લઇ લેશે પછી તેમને કહેશે કે તમે કેવી હાલતમાં (જીવન વિતાવતા) હતા? તેઓ જવાબ આપશે કે અમે ઝમીન પર કમજોર હતા; (ત્યારે ફરીથી) ફરિશ્તાઓ કહેશે કે શું અલ્લાહની ઝમીન વિશાળ ન હતી કે જેમાં તમે હિજરત કરો? આ એ જ લોકો છે કે જેમનું ઠેકાણું જહન્નમ છે; અને તે ખરાબ અંજામ છે;

98

اِلَّا الۡمُسۡتَضۡعَفِیۡنَ مِنَ الرِّجَالِ وَ النِّسَآءِ وَ الۡوِلۡدَانِ لَا یَسۡتَطِیۡعُوۡنَ حِیۡلَۃً وَّ لَا یَہۡتَدُوۡنَ سَبِیۡلًا ﴿ۙ۹۸﴾

(૯૮) સિવાય તે મર્દો તથા ઔરતો અને બાળકો જે હકીકતમાં લાચાર હોય (પોતાના છૂટકારા માટે) ન કોઇ યોજના ઘડી શકતા હોય તથા ન કોઈ રસ્તો મેળવી શકતા હોય;

99

فَاُولٰٓئِکَ عَسَی اللّٰہُ اَنۡ یَّعۡفُوَ عَنۡہُمۡ ؕ وَ کَانَ اللّٰہُ عَفُوًّا غَفُوۡرًا ﴿۹۹﴾

(૯૯) ઉમ્મીદ છે કે અલ્લાહ તેઓને દરગુજર કરે; અને અલ્લાહ ગફુરૂર રહીમ છે.

100

وَ مَنۡ یُّہَاجِرۡ فِیۡ سَبِیۡلِ اللّٰہِ یَجِدۡ فِی الۡاَرۡضِ مُرٰغَمًا کَثِیۡرًا وَّ سَعَۃً ؕ وَ مَنۡ یَّخۡرُجۡ مِنۡۢ بَیۡتِہٖ مُہَاجِرًا اِلَی اللّٰہِ وَ رَسُوۡلِہٖ ثُمَّ یُدۡرِکۡہُ الۡمَوۡتُ فَقَدۡ وَقَعَ اَجۡرُہٗ عَلَی اللّٰہِ ؕ وَ کَانَ اللّٰہُ غَفُوۡرًا رَّحِیۡمًا ﴿۱۰۰﴾٪

(૧૦૦) અને જે કોઈ અલ્લાહની રાહમાં હિજરત કરશે, તે ઝમીનમાં ઘણી આરામની જગ્યા, પુષ્કળ સગવડતાઓ મેળવશે; અને જે અલ્લાહ તથા રસૂલ તરફ હિજરતના ઈરાદાથી પોતાના ઘરથી નીકળે પછી તેને મૌત આવી જાય, તેનો બદલો હકીકતમાં અલ્લાહના શિરે છે; અને અલ્લાહ ગફુરૂર રહીમ છે.

101

وَ اِذَا ضَرَبۡتُمۡ فِی الۡاَرۡضِ فَلَیۡسَ عَلَیۡکُمۡ جُنَاحٌ اَنۡ تَقۡصُرُوۡا مِنَ الصَّلٰوۃِ ٭ۖ اِنۡ خِفۡتُمۡ اَنۡ یَّفۡتِنَکُمُ الَّذِیۡنَ کَفَرُوۡا ؕ اِنَّ الۡکٰفِرِیۡنَ کَانُوۡا لَکُمۡ عَدُوًّا مُّبِیۡنًا ﴿۱۰۱﴾

(૧૦૧) અને જયારે તમે મુસાફરીમાં હોવ અને કાફિરોના ફિત્નાનો ડર હોય ત્યારે નમાઝને કસ્ર પઢવામાં કોઇ વાંધો નથી કારણકે નાસ્તિકો તમારા ખુલ્લા દુશ્મન છે.

102

وَ اِذَا کُنۡتَ فِیۡہِمۡ فَاَقَمۡتَ لَہُمُ الصَّلٰوۃَ فَلۡتَقُمۡ طَآئِفَۃٌ مِّنۡہُمۡ مَّعَکَ وَ لۡیَاۡخُذُوۡۤا اَسۡلِحَتَہُمۡ ۟ فَاِذَا سَجَدُوۡا فَلۡیَکُوۡنُوۡا مِنۡ وَّرَآئِکُمۡ ۪ وَ لۡتَاۡتِ طَآئِفَۃٌ اُخۡرٰی لَمۡ یُصَلُّوۡا فَلۡیُصَلُّوۡا مَعَکَ وَ لۡیَاۡخُذُوۡا حِذۡرَہُمۡ وَ اَسۡلِحَتَہُمۡ ۚ وَدَّ الَّذِیۡنَ کَفَرُوۡا لَوۡ تَغۡفُلُوۡنَ عَنۡ اَسۡلِحَتِکُمۡ وَ اَمۡتِعَتِکُمۡ فَیَمِیۡلُوۡنَ عَلَیۡکُمۡ مَّیۡلَۃً وَّاحِدَۃً ؕ وَ لَا جُنَاحَ عَلَیۡکُمۡ اِنۡ کَانَ بِکُمۡ اَذًی مِّنۡ مَّطَرٍ اَوۡ کُنۡتُمۡ مَّرۡضٰۤی اَنۡ تَضَعُوۡۤا اَسۡلِحَتَکُمۡ ۚ وَ خُذُوۡا حِذۡرَکُمۡ ؕ اِنَّ اللّٰہَ اَعَدَّ لِلۡکٰفِرِیۡنَ عَذَابًا مُّہِیۡنًا ﴿۱۰۲﴾

(૧૦૨) અને (અય રસૂલ સ.અ.વ.) જ્યારે તું તેમની દરમ્યાન હોય અને તું તેઓ (મુજાહેદીન) માટે નમાઝ કાએમ કર ત્યારે લાઝિમ છે કે તેઓ માંથી એક ટોળું તારી સાથે નમાઝ પઢવા ઊભું થઈ જાય અને પોતાના હથિયાર પણ સાથે રાખે; પછી જ્યારે સજદો કરી ચૂક્યા બાદ તેઓ માટે લાઝિમ છે કે તમારી પાછળ (હિફાઝત માટે) ગોઠવાઇ જાય, અને બીજા ટોળું કે જેણે હજી નમાઝ પઢી નથી તે આગળ આવીને તમારી પાછળ નમાઝમાં જોડાઇ જાય, અને તેઓ માટે લાઝિમ છે કે હિફાઝતની વસ્તુઓ તથા હથિયારો સાથે જ રાખે; નાસ્તિકો (એવું) ઈચ્છે છે કે તમે હથિયાર અને સામાન બાબતે ગાફિલ થાવ જેથી તેઓ એકી સાથે ઓચિંતો તમારા પર હુમલો કરી દે; અને જો તમને વરસાદથી તકલીફ થતી હોય અથવા તમે માંદા હોવ તો તમે હથિયાર મૂકી દો પણ હિફાઝતના સામાન (ઝિરાહ વિગેરે) સાથે રાખો તો તેમાં તમારા પર કાંઈ હરજ નથી, બેશક અલ્લાહે નાસ્તિકો માટે ઝલીલ કરનારો અઝાબ તૈયાર કર્યો છે.

103

فَاِذَا قَضَیۡتُمُ الصَّلٰوۃَ فَاذۡکُرُوا اللّٰہَ قِیٰمًا وَّ قُعُوۡدًا وَّ عَلٰی جُنُوۡبِکُمۡ ۚ فَاِذَا اطۡمَاۡنَنۡتُمۡ فَاَقِیۡمُوا الصَّلٰوۃَ ۚ اِنَّ الصَّلٰوۃَ کَانَتۡ عَلَی الۡمُؤۡمِنِیۡنَ کِتٰبًا مَّوۡقُوۡتًا ﴿۱۰۳﴾

(૧૦૩) પછી જ્યારે તમે નમાઝથી ફારીગ થાવ ત્યારે ઊભા ઊભા અને બેઠા બેઠા તથા પડખાભેર સૂતા સૂતા અલ્લાહને યાદ કરતા રહો; પછી જ્યારે તમે મુત્મઇન થઈ જાવ ત્યારે નમાઝ પઢો; બેશક મોઅમીનો પર મોઅય્યન સમયે નમાઝ પઢવાનું લખી દેવામાં (વાજિબ કરવામાં) આવ્યું છે.

104

وَ لَا تَہِنُوۡا فِی ابۡتِغَآءِ الۡقَوۡمِ ؕ اِنۡ تَکُوۡنُوۡا تَاۡلَمُوۡنَ فَاِنَّہُمۡ یَاۡلَمُوۡنَ کَمَا تَاۡلَمُوۡنَ ۚ وَ تَرۡجُوۡنَ مِنَ اللّٰہِ مَا لَا یَرۡجُوۡنَ ؕ وَ کَانَ اللّٰہُ عَلِیۡمًا حَکِیۡمًا ﴿۱۰۴﴾٪

(૧૦૪) અને તું દુશ્મનનો પીછો કરવામાં સુસ્તી ન કર; જો તમને કાંઈ તકલીફ પડે છે તો તેમને પણ એવી જ રીતે તકલીફ પડે છે, પણ તમે અલ્લાહથી (સવાબની) ઉમ્મીદ રાખો છો તેવી ઉમ્મીદ તેઓ રાખતા નથી; અને અલ્લાહ જાણનાર, હિકમતવાળો છે.

105

اِنَّاۤ اَنۡزَلۡنَاۤ اِلَیۡکَ الۡکِتٰبَ بِالۡحَقِّ لِتَحۡکُمَ بَیۡنَ النَّاسِ بِمَاۤ اَرٰىکَ اللّٰہُ ؕ وَ لَا تَکُنۡ لِّلۡخَآئِنِیۡنَ خَصِیۡمًا ﴿۱۰۵﴾ۙ

(૧૦૫) બેશક અમોએ તારી તરફ આ કિતાબ હક સાથે નાઝિલ કરી છે કે જેથી અલ્લાહના બતાવ્યા મુજબ તું લોકો વચ્ચે ઇન્સાફ કરે; અને તું ખયાનત કરનારાઓની તરફદારી કરનાર બનજે નહી;

106

وَّ اسۡتَغۡفِرِ اللّٰہَ ؕ اِنَّ اللّٰہَ کَانَ غَفُوۡرًا رَّحِیۡمًا ﴿۱۰۶﴾ۚ

(૧૦૬) અને અલ્લાહની બારગાહમાં ઇસ્તગફાર કર; બેશક અલ્લાહ ગફુરૂર રહીમ છે.

107

وَ لَا تُجَادِلۡ عَنِ الَّذِیۡنَ یَخۡتَانُوۡنَ اَنۡفُسَہُمۡ ؕ اِنَّ اللّٰہَ لَا یُحِبُّ مَنۡ کَانَ خَوَّانًا اَثِیۡمًا ﴿۱۰۷﴾ۚۙ

(૧૦૭) અને જેઓ પોતાના નફસો સાથે ખયાનત કરે છે તેઓ વતી તું (લોકો સામે) તેઓનો બચાવ કર નહિ; બેશક અલ્લાહ ખયાનતકાર (અને) ગુનેહગારને દોસ્ત રાખતો નથી;

108

یَّسۡتَخۡفُوۡنَ مِنَ النَّاسِ وَ لَا یَسۡتَخۡفُوۡنَ مِنَ اللّٰہِ وَ ہُوَ مَعَہُمۡ اِذۡ یُبَیِّتُوۡنَ مَا لَا یَرۡضٰی مِنَ الۡقَوۡلِ ؕ وَ کَانَ اللّٰہُ بِمَا یَعۡمَلُوۡنَ مُحِیۡطًا ﴿۱۰۸﴾

(૧૦૮) તેઓ (પોતાની બૂરાઇને) લોકોથી છૂપાવી રાખે છે પરંતુ અલ્લાહથી છૂપાવી શકતા નથી, જયારે તેઓ રાત્રે ભેગા મળીને જે અલ્લાહને પસંદ નથી તે બાબતે સલાહ-મશ્વેરો કરતા હતા ત્યારે તે (અલ્લાહ) તેઓની સાથે હતો અને અલ્લાહ તેઓની દરેક કરતૂતોથી સારી પેઠે વાકેફ છે.

109

ہٰۤاَنۡتُمۡ ہٰۤؤُلَآءِ جٰدَلۡتُمۡ عَنۡہُمۡ فِی الۡحَیٰوۃِ الدُّنۡیَا ۟ فَمَنۡ یُّجَادِلُ اللّٰہَ عَنۡہُمۡ یَوۡمَ الۡقِیٰمَۃِ اَمۡ مَّنۡ یَّکُوۡنُ عَلَیۡہِمۡ وَکِیۡلًا ﴿۱۰۹﴾

(૧૦૯) હા, તમે જ છો કે જેઓ દુનિયાની ઝિંદગીમાં તેમની તરફદારીમાં તકરાર કરો છો, પરંતુ કયામતના દિવસે તેમના તરફથી અલ્લાહ સામે કોણ તકરાર કરશે અથવા તે (સાઝીશ કરનારાઓ)નો વકીલ બનશે?

110

وَ مَنۡ یَّعۡمَلۡ سُوۡٓءًا اَوۡ یَظۡلِمۡ نَفۡسَہٗ ثُمَّ یَسۡتَغۡفِرِ اللّٰہَ یَجِدِ اللّٰہَ غَفُوۡرًا رَّحِیۡمًا ﴿۱۱۰﴾

(૧૧૦) અને જે કોઈ બૂરાઇ કરે અથવા પોતાના નફસ પર કાંઈ ઝુલ્મ કરે, પછી અલ્લાહથી ઇસ્તગફાર કરે, અલ્લાહ ગફુરૂર રહીમ પામશે.

111

وَ مَنۡ یَّکۡسِبۡ اِثۡمًا فَاِنَّمَا یَکۡسِبُہٗ عَلٰی نَفۡسِہٖ ؕ وَ کَانَ اللّٰہُ عَلِیۡمًا حَکِیۡمًا ﴿۱۱۱﴾

(૧૧૧) અને જે કોઇ ગુનાહ કરે છે તો તે પોતાનું જ નુકસાન કરે છે; અને અલ્લાહ જાણનાર, હિકમતવાળો છે.

112

وَ مَنۡ یَّکۡسِبۡ خَطِیۡٓىـَٔۃً اَوۡ اِثۡمًا ثُمَّ یَرۡمِ بِہٖ بَرِیۡٓــًٔا فَقَدِ احۡتَمَلَ بُہۡتَانًا وَّ اِثۡمًا مُّبِیۡنًا ﴿۱۱۲﴾٪

(૧૧૨) અને જે કોઈ ભૂલ અથવા ગુનાહ કરે છે પછી તેનો આરોપ બીજા કોઈ બેગુનાહ ઉપર ચઢાવે, તેણે ખરેખર બોહતાન અને ખુલ્લા ગુનાહનો બોજો પોતાની (ગરદન) ઉપર ઉપાડેલ છે.

113

وَ لَوۡ لَا فَضۡلُ اللّٰہِ عَلَیۡکَ وَ رَحۡمَتُہٗ لَہَمَّتۡ طَّآئِفَۃٌ مِّنۡہُمۡ اَنۡ یُّضِلُّوۡکَ ؕ وَ مَا یُضِلُّوۡنَ اِلَّاۤ اَنۡفُسَہُمۡ وَ مَا یَضُرُّوۡنَکَ مِنۡ شَیۡءٍ ؕ وَ اَنۡزَلَ اللّٰہُ عَلَیۡکَ الۡکِتٰبَ وَ الۡحِکۡمَۃَ وَ عَلَّمَکَ مَا لَمۡ تَکُنۡ تَعۡلَمُ ؕ وَ کَانَ فَضۡلُ اللّٰہِ عَلَیۡکَ عَظِیۡمًا ﴿۱۱۳﴾

(૧૧૩) અને અગર તારા ઉપર અલ્લાહનો ફઝલ અને રહેમત ન હોત તો તેઓમાંથી એક ગિરોહે તને ગુમરાહ કરવાનો ઇરાદો કર્યોજ હતો, જો કે તેઓ પોતાની જાત સિવાય કોઇને ગુમરાહ નથી કરતા અને તને કાંઈ પણ નુકસાન પહોંચાડશે નહિ; અને અલ્લાહે તારા ઉપર કિતાબ તથા હિકમત નાઝિલ કરી, અને તું જે જાણતો ન હતો તેનું ઇલ્મ અતા કર્યુ; અને અલ્લાહનો ફઝલ તારા ઉપર ઘણો અઝીમ છે.

114

لَا خَیۡرَ فِیۡ کَثِیۡرٍ مِّنۡ نَّجۡوٰىہُمۡ اِلَّا مَنۡ اَمَرَ بِصَدَقَۃٍ اَوۡ مَعۡرُوۡفٍ اَوۡ اِصۡلَاحٍۭ بَیۡنَ النَّاسِ ؕ وَ مَنۡ یَّفۡعَلۡ ذٰلِکَ ابۡتِغَآءَ مَرۡضَاتِ اللّٰہِ فَسَوۡفَ نُؤۡتِیۡـہِ اَجۡرًا عَظِیۡمًا ﴿۱۱۴﴾

(૧૧૪) તેઓની ઘણીખરી ખાનગી ચર્ચાઓમાં કોઇ જાતની ભલાઈ હોતી નથી, સિવાય કે જેમાં તેઓ સદકો આપવા અથવા નેકી કરવા અથવા લોકો વચ્ચે સુલેહ કરાવી આપવાના સબંધમાં હુકમ કરે છે; અને જે કોઈ અલ્લાહની ખુશી હાંસિલ કરવા માટે આમ કરશે નજદીકમાંજ તેને અમે અજ્રે અઝીમ આપીશું.

115

وَ مَنۡ یُّشَاقِقِ الرَّسُوۡلَ مِنۡۢ بَعۡدِ مَا تَبَیَّنَ لَہُ الۡہُدٰی وَ یَتَّبِعۡ غَیۡرَ سَبِیۡلِ الۡمُؤۡمِنِیۡنَ نُوَلِّہٖ مَا تَوَلّٰی وَ نُصۡلِہٖ جَہَنَّمَ ؕ وَ سَآءَتۡ مَصِیۡرًا ﴿۱۱۵﴾٪

(૧૧૫) અને જે કોઈના ઉપર હિદાયત જાહેર થયા પછી રસૂલથી દૂર થઇ જાય, તથા મોઅમીનોના રસ્તા સિવાય બીજો રસ્તો અપનાવશે, અમે પણ તેને એ જ રસ્તા પર ચલાવીશું કે જે તેણે (પોતે) પસંદ કર્યો છે, અને તેને જહન્નમમાં પહોંચાડીશું; અને તે ઘણી જ ખરાબ (પાછા ફરવાની) જગ્યા છે.

116

اِنَّ اللّٰہَ لَا یَغۡفِرُ اَنۡ یُّشۡرَکَ بِہٖ وَ یَغۡفِرُ مَا دُوۡنَ ذٰلِکَ لِمَنۡ یَّشَآءُ ؕ وَ مَنۡ یُّشۡرِکۡ بِاللّٰہِ فَقَدۡ ضَلَّ ضَلٰلًۢا بَعِیۡدًا ﴿۱۱۶﴾

(૧૧૬) બેશક અલ્લાહ તેની સાથે કોઈને શરીક કરવાનો ગુનોહ હરગિઝ માફ નહી કરે અને તેના કરતા બીજા નાના ગુનાહ જેના ચાહશે તેના માફ કરી દેશે; અને જેણે અલ્લાહની ઝાતમાં શિર્ક કર્યું, તે ખરે જ ગુમરાહીમાં ઘણો દૂર ભટકી ગયો છે.

117

اِنۡ یَّدۡعُوۡنَ مِنۡ دُوۡنِہٖۤ اِلَّاۤ اِنٰثًا ۚ وَ اِنۡ یَّدۡعُوۡنَ اِلَّا شَیۡطٰنًا مَّرِیۡدًا ﴿۱۱۷﴾ۙ

(૧૧૭) તેઓ અલ્લાહને મૂકી અને ફકત ઔરતો(ના બુતો)ની ઇબાદત કરે છે અને બળવાખોર શૈતાનોને પુકારે છે;

118

لَّعَنَہُ اللّٰہُ ۘ وَ قَالَ لَاَتَّخِذَنَّ مِنۡ عِبَادِکَ نَصِیۡبًا مَّفۡرُوۡضًا ﴿۱۱۸﴾ۙ

(૧૧૮) અલ્લાહે જેના ઉપર લાનત કરી છે; અને તેણે પણ અલ્લાહને કહ્યું છે કે હું તારા બંદાઓમાંથી એક ચોક્કસ ભાગ જરૂર લઇ લઇશ;

119

وَّ لَاُضِلَّنَّہُمۡ وَ لَاُمَنِّیَنَّہُمۡ وَ لَاٰمُرَنَّہُمۡ فَلَیُبَتِّکُنَّ اٰذَانَ الۡاَنۡعَامِ وَ لَاٰمُرَنَّہُمۡ فَلَیُغَیِّرُنَّ خَلۡقَ اللّٰہِ ؕ وَ مَنۡ یَّتَّخِذِ الشَّیۡطٰنَ وَلِیًّا مِّنۡ دُوۡنِ اللّٰہِ فَقَدۡ خَسِرَ خُسۡرَانًا مُّبِیۡنًا ﴿۱۱۹﴾ؕ

(૧૧૯) અને હું તેમને જરૂર ગુમરાહ કરીશ અને તેમને ઉમ્મીદો અપાવીશ તથા હું તેમને જરૂર હુકમ આપીશ કે તેઓ જાનવરોના કાન ચીરી નાખે અને પછી હું તેમને જરૂર હુકમ કરીશ કે તેઓ અલ્લાહની મુકર્રર ખિલ્કતને જરૂર બદલી નાંખશે; અને જે કોઈ અલ્લાહને મૂકી શેતાનને વલી (સરપરસ્ત) બનાવશે તે ખરેજ ખુલ્લી નુકસાની ભોગવશે.

120

یَعِدُہُمۡ وَ یُمَنِّیۡہِمۡ ؕ وَ مَا یَعِدُہُمُ الشَّیۡطٰنُ اِلَّا غُرُوۡرًا ﴿۱۲۰﴾

(૧૨૦) તે (શેતાન) તેમને વાયદા કરે છે અને તેમને ઉમ્મીદો બંધાવે છે; અને શેતાનનો વાયદો ધોખા સિવાય બીજું કાંઇ નથી.

121

اُولٰٓئِکَ مَاۡوٰىہُمۡ جَہَنَّمُ ۫ وَ لَا یَجِدُوۡنَ عَنۡہَا مَحِیۡصًا ﴿۱۲۱﴾

(૧૨૧) એ લોકોનું ઠેકાણું જહન્નમ છે, જેનાથી છુટકારાનો કોઇ રસ્તો પામશે નહી.

122

وَ الَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ سَنُدۡخِلُہُمۡ جَنّٰتٍ تَجۡرِیۡ مِنۡ تَحۡتِہَا الۡاَنۡہٰرُ خٰلِدِیۡنَ فِیۡہَاۤ اَبَدًا ؕ وَعۡدَ اللّٰہِ حَقًّا ؕ وَ مَنۡ اَصۡدَقُ مِنَ اللّٰہِ قِیۡلًا ﴿۱۲۲﴾

(૧૨૨) અને જે લોકો ઈમાન લાવ્યા અને નેક આમાલ કર્યા, તેમને અમે નજીકમાં જન્નતમાં દાખલ કરી દઈશું. જેની નીચે નદીઓ વહેતી હશે, (અને) તેમાં તેઓ હંમેશને માટે રહેશે; અલ્લાહનો વાયદો સાચો છે; અને અલ્લાહ કરતાં વાતચીત (અને વાયદાની વફાદારી)માં વધારે સાચો કોણ છે?

123

لَیۡسَ بِاَمَانِیِّکُمۡ وَ لَاۤ اَمَانِیِّ اَہۡلِ الۡکِتٰبِ ؕ مَنۡ یَّعۡمَلۡ سُوۡٓءًا یُّجۡزَ بِہٖ ۙ وَ لَا یَجِدۡ لَہٗ مِنۡ دُوۡنِ اللّٰہِ وَلِیًّا وَّ لَا نَصِیۡرًا ﴿۱۲۳﴾

(૧૨૩) (આમાલનો બદલો) તમારી ખોટી ઉમ્મીદો તથા કિતાબવાળાઓની ઉમ્મીદો (સાથે સંબંધિત) નથી; જે કોઈ બદી કરશે તેને તેનો બદલો મળશે, અને ન અલ્લાહના સિવાય તેને કોઈ સરપરસ્ત મળશે, અને ન મદદગાર.

124

وَ مَنۡ یَّعۡمَلۡ مِنَ الصّٰلِحٰتِ مِنۡ ذَکَرٍ اَوۡ اُنۡثٰی وَ ہُوَ مُؤۡمِنٌ فَاُولٰٓئِکَ یَدۡخُلُوۡنَ الۡجَنَّۃَ وَ لَا یُظۡلَمُوۡنَ نَقِیۡرًا ﴿۱۲۴﴾

(૧૨૪) અને જે કોઈ કાંઈ નેકી કરશે પછી તે મર્દ હોય કે ઔરત, એવી હાલતમાં કે તે મોઅમિન હોય, તેઓ જન્નતમાં દાખલ થશે અને તેમના પર જરા બરાબર પણ ઝુલ્મ કરવામાં આવશે નહિ.

125

وَ مَنۡ اَحۡسَنُ دِیۡنًا مِّمَّنۡ اَسۡلَمَ وَجۡہَہٗ لِلّٰہِ وَ ہُوَ مُحۡسِنٌ وَّ اتَّبَعَ مِلَّۃَ اِبۡرٰہِیۡمَ حَنِیۡفًا ؕ وَ اتَّخَذَ اللّٰہُ اِبۡرٰہِیۡمَ خَلِیۡلًا ﴿۱۲۵﴾

(૧૨૫) અને જેણે પોતાને અલ્લાહની તાબેદારીમાં સોંપી દીધો હોય તથા તે નેક કીરદાર પણ હોય અને ઈબ્રાહીમના દીને હકની પૈરવી કરનાર હોય, તેના કરતાં દીન બાબતે બહેતર કોણ હશે ? અને અલ્લાહે ઈબ્રાહીમને પોતાના ખલીલ (દોસ્ત) બનાવ્યા છે.

126

وَ لِلّٰہِ مَا فِی السَّمٰوٰتِ وَ مَا فِی الۡاَرۡضِ ؕ وَ کَانَ اللّٰہُ بِکُلِّ شَیۡءٍ مُّحِیۡطًا ﴿۱۲۶﴾٪

(૧૨૬) અને જે કાંઈ આકાશોમાં છે તથા જે કાંઈ ઝમીનમાં છે તે સઘળું અલ્લાહનું છે; અને અલ્લાહે દરેક વસ્તુને (પોતાના ઇલ્મ અને કુદરતથી) ઘેરી રાખી છે.

127

وَ یَسۡتَفۡتُوۡنَکَ فِی النِّسَآءِ ؕ قُلِ اللّٰہُ یُفۡتِیۡکُمۡ فِیۡہِنَّ ۙ وَ مَا یُتۡلٰی عَلَیۡکُمۡ فِی الۡکِتٰبِ فِیۡ یَتٰمَی النِّسَآءِ الّٰتِیۡ لَاتُؤۡ تُوۡنَہُنَّ مَا کُتِبَ لَہُنَّ وَ تَرۡغَبُوۡنَ اَنۡ تَنۡکِحُوۡہُنَّ وَ الۡمُسۡتَضۡعَفِیۡنَ مِنَ الۡوِلۡدَانِ ۙ وَ اَنۡ تَقُوۡمُوۡا لِلۡیَتٰمٰی بِالۡقِسۡطِ ؕ وَ مَا تَفۡعَلُوۡا مِنۡ خَیۡرٍ فَاِنَّ اللّٰہَ کَانَ بِہٖ عَلِیۡمًا ﴿۱۲۷﴾

(૧૨૭) અને ઔરતો બાબતે સવાલ પૂછે છે કહો ઔરતો બાબતે અલ્લાહનો હુકમ તમને કિતાબમાં વાંચી સાંભળવામાં આવ્યો છે એવી યતીમ ઔરતો જેનો નક્કી થયેલ હિસ્સો આપતા નથી (તે પચાવી પાડવાના હેતુથી) તેની સાથે નિકાહ કરવાની ઇચ્છા રાખો છો (તેવી ઔરતો) કમજોર બાળકો અને યતીમો બાબતે ઇન્સાફ (કાયમ) રાખો અને જે કાંઇ તમે નેકી કરો છો અલ્લાહ જાણે છે.

128

وَ اِنِ امۡرَاَۃٌ خَافَتۡ مِنۡۢ بَعۡلِہَا نُشُوۡزًا اَوۡ اِعۡرَاضًا فَلَا جُنَاحَ عَلَیۡہِمَاۤ اَنۡ یُّصۡلِحَا بَیۡنَہُمَا صُلۡحًا ؕ وَ الصُّلۡحُ خَیۡرٌ ؕ وَ اُحۡضِرَتِ الۡاَنۡفُسُ الشُّحَّ ؕ وَ اِنۡ تُحۡسِنُوۡا وَ تَتَّقُوۡا فَاِنَّ اللّٰہَ کَانَ بِمَا تَعۡمَلُوۡنَ خَبِیۡرًا ﴿۱۲۸﴾

(૧૨૮) અને જો કોઈ ઔરતને પોતાના ધણી તરફથી હક અદા ન કરવા અથવા અવગણનાનો અંદેશો હોય તો પરસ્પર સુલેહ કરી લે તો તેમના પર કાંઈ હરજ નથી; અને સુલેહ કરવું એ વધારે સારૂં છે; પણ (જો કે લોકો પોતાના ફાયદા માટે સુલેહ કરવામાં) કંજૂસી કરે છે; અને જો તમે (બીજાઓ સાથે) ભલાઈ કરો અને પરહેઝગાર રહો તો જે કાંઈ તમે કરો છો તેનાથી અલ્લાહ સારી રીતે વાકેફ છે.

129

وَ لَنۡ تَسۡتَطِیۡعُوۡۤا اَنۡ تَعۡدِلُوۡا بَیۡنَ النِّسَآءِ وَ لَوۡ حَرَصۡتُمۡ فَلَا تَمِیۡلُوۡا کُلَّ الۡمَیۡلِ فَتَذَرُوۡہَا کَالۡمُعَلَّقَۃِ ؕ وَ اِنۡ تُصۡلِحُوۡا وَ تَتَّقُوۡا فَاِنَّ اللّٰہَ کَانَ غَفُوۡرًا رَّحِیۡمًا ﴿۱۲۹﴾

(૧૨૯) અને તમે ગમે તેટલું ઈચ્છશો તો પણ (દિલી મોહબ્બત બાબતે) તમારી ઔરતો વચ્ચે તમે ન્યાય કરી શકશો નહિ, માટે તમે તદ્દન (એક ઔરત તરફ) વળી જતા નહિ કે જેથી બીજી ઔરતને આધાર વગરની મૂકી દો; અને જો તમે સુધારો કરો તથા પરહેઝગાર બનો તો બેશક અલ્લાહ ગફુરૂર રહીમ છે.

130

وَ اِنۡ یَّتَفَرَّقَا یُغۡنِ اللّٰہُ کُلًّا مِّنۡ سَعَتِہٖ ؕ وَ کَانَ اللّٰہُ وَاسِعًا حَکِیۡمًا ﴿۱۳۰﴾

(૧૩૦) અને જો તેઓ બંને જાદા થઈ જવા ચાહે તો અલ્લાહ બંનેને પોતાની વિશાળતાથી માલદાર કરી દેશે; અને અલ્લાહ વિશાળતાનો માલિક, હિકમતવાળો છે.

131

وَ لِلّٰہِ مَا فِی السَّمٰوٰتِ وَ مَا فِی الۡاَرۡضِ ؕ وَ لَقَدۡ وَصَّیۡنَا الَّذِیۡنَ اُوۡتُوا الۡکِتٰبَ مِنۡ قَبۡلِکُمۡ وَ اِیَّاکُمۡ اَنِ اتَّقُوا اللّٰہَ ؕ وَ اِنۡ تَکۡفُرُوۡا فَاِنَّ لِلّٰہِ مَا فِی السَّمٰوٰتِ وَ مَا فِی الۡاَرۡضِ ؕ وَ کَانَ اللّٰہُ غَنِیًّا حَمِیۡدًا ﴿۱۳۱﴾

(૧૩૧) અને જે કાંઈ આકાશોમાં અને ઝમીનમાં છે તે સઘળું અલ્લાહનું જ છે; અને હકીકતમાં તમારી અગાઊ કિતાબ આપવામાં આવેલ લોકો અને તમને પણ આ વસિયત કરી છે કે અલ્લાહ(ની નાફરમાની)થી બચતા રહો; પણ જો તમે (આ હુકમ માનવાથી) ઇન્કાર કરશો તો (ખુદાનું કઇ નુકસાન નથી કારણકે) આકાશો તથા ઝમીનમાં જે કાંઈ છે તે અલ્લાહનું જ છે; અને અલ્લાહ બેનિયાઝ વખાણને પાત્ર છે.

132

وَ لِلّٰہِ مَا فِی السَّمٰوٰتِ وَ مَا فِی الۡاَرۡضِ ؕ وَ کَفٰی بِاللّٰہِ وَکِیۡلًا ﴿۱۳۲﴾

(૧૩૨) અને જે કાંઇ આકાશોમાં તથા ઝમીનમાં છે તે અલ્લાહનું છે; અને સંચાલન માટે અલ્લાહ કાફી છે.

133

اِنۡ یَّشَاۡ یُذۡہِبۡکُمۡ اَیُّہَا النَّاسُ وَ یَاۡتِ بِاٰخَرِیۡنَ ؕ وَ کَانَ اللّٰہُ عَلٰی ذٰلِکَ قَدِیۡرًا ﴿۱۳۳﴾

(૧૩૩) અય લોકો ! જો તે ચાહે તો તમને (નાબૂદી તરફ) લઇ જાય અને તમારા બદલે બીજાઓને લઇ આવે; અને અલ્લાહ આમ કરવા માટે કાદીર છે.

134

مَنۡ کَانَ یُرِیۡدُ ثَوَابَ الدُّنۡیَا فَعِنۡدَ اللّٰہِ ثَوَابُ الدُّنۡیَا وَ الۡاٰخِرَۃِ ؕ وَ کَانَ اللّٰہُ سَمِیۡعًۢا بَصِیۡرًا ﴿۱۳۴﴾٪

(૧૩૪) જે કોઈ દુનિયાનો બદલો ચાહે છે (તેણે જાણવું જોઇએ કે) અલ્લાહની પાસે દુનિયાનો અને આખેરતનો સવાબ છે; અને અલ્લાહ સાંભળનાર, નિહાળનાર છે.

135

یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡا کُوۡنُوۡا قَوّٰمِیۡنَ بِالۡقِسۡطِ شُہَدَآءَ لِلّٰہِ وَ لَوۡ عَلٰۤی اَنۡفُسِکُمۡ اَوِ الۡوَالِدَیۡنِ وَ الۡاَقۡرَبِیۡنَ ۚ اِنۡ یَّکُنۡ غَنِیًّا اَوۡ فَقِیۡرًا فَاللّٰہُ اَوۡلٰی بِہِمَا ۟ فَلَا تَتَّبِعُوا الۡہَوٰۤی اَنۡ تَعۡدِلُوۡا ۚ وَ اِنۡ تَلۡوٗۤا اَوۡ تُعۡرِضُوۡا فَاِنَّ اللّٰہَ کَانَ بِمَا تَعۡمَلُوۡنَ خَبِیۡرًا ﴿۱۳۵﴾

(૧૩૫) અય ઈમાન લાવનારાઓ ! તમે હંમેશા ઇન્સાફ માટે કયામ કરો અને અલ્લાહ માટે ગવાહી આપનારા બનો, પછી ભલેને તે (ગવાહી) તમારા પોતાની અથવા (તમારા) વાલેદૈન અને ખાનદાનવાળાઓની ખિલાફ કેમ ન હોય; તે માલદાર હોય કે મોહતાજ, બંને કરતા અલ્લાહ(ના ફરમાનની પૈરવી કરવી) બહેતર છે; માટે તમે તમારી ખ્વાહીશાતની પૈરવી ન કરો, નહિતર તમે હકથી ફરી જશો; અને જો તમે (ગવાહી) બદલી નાખશો અથવા (ગવાહી) આપવાથી કિનારો કરશો તો જે કાંઈ પણ તમે કરો છો તેનાથી અલ્લાહ બેશક સારી રીતે વાકેફ છે.

136

یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡۤا اٰمِنُوۡا بِاللّٰہِ وَ رَسُوۡلِہٖ وَ الۡکِتٰبِ الَّذِیۡ نَزَّلَ عَلٰی رَسُوۡلِہٖ وَ الۡکِتٰبِ الَّذِیۡۤ اَنۡزَلَ مِنۡ قَبۡلُ ؕ وَ مَنۡ یَّکۡفُرۡ بِاللّٰہِ وَ مَلٰٓئِکَتِہٖ وَ کُتُبِہٖ وَ رُسُلِہٖ وَ الۡیَوۡمِ الۡاٰخِرِ فَقَدۡ ضَلَّ ضَلٰلًۢا بَعِیۡدًا ﴿۱۳۶﴾

(૧૩૬) અય ઈમાન લાવનારાઓ ! તમે અલ્લાહ પર તથા તેના રસૂલ પર અને તે કિતાબ પર જે તેણે પોતાના રસૂલ પર નાઝિલ કરી છે, અને તે કિતાબ પર કે જે તેણે આ પહેલા નાઝિલ કરી છે, ઈમાન લાવો; અને જે કોઈ અલ્લાહનો તથા તેના ફરિશ્તાઓનો તથા તેની કિતાબોનો તથા તેના રસૂલોનો અને કયામતના દિવસનો ઈન્કાર કરશે, હકીકતમાં તે ગુમરાહીમાં ઘણે દૂર ભટકી ગયો છે.

137

اِنَّ الَّذِیۡنَ اٰمَنُوۡا ثُمَّ کَفَرُوۡا ثُمَّ اٰمَنُوۡا ثُمَّ کَفَرُوۡا ثُمَّ ازۡدَادُوۡا کُفۡرًا لَّمۡ یَکُنِ اللّٰہُ لِیَغۡفِرَ لَہُمۡ وَ لَا لِیَہۡدِیَہُمۡ سَبِیۡلًا ﴿۱۳۷﴾ؕ

(૧૩૭) બેશક જે લોકો ઈમાન લાવ્યા (અને) પાછા ઈમાનથી ફરી ગયા, પછી પાછા ઈમાન લાવ્યા અને પાછા ઈમાનથી ફરી ગયા, પછી પોતાના નાસ્તિકપણામાં વધારો કર્યો, હરગિઝ અલ્લાહ ન તેમને માફ કરશે, અને ન તેમને સીધા રસ્તાની હિદાયત કરશે.

138

بَشِّرِ الۡمُنٰفِقِیۡنَ بِاَنَّ لَہُمۡ عَذَابًا اَلِیۡمَۨا ﴿۱۳۸﴾ۙ

(૧૩૮) મુનાફીકોને આ ખુશખબર સંભળાવી દે કે તેમના માટે દર્દનાક અઝાબ છે;

139

الَّذِیۡنَ یَتَّخِذُوۡنَ الۡکٰفِرِیۡنَ اَوۡلِیَآءَ مِنۡ دُوۡنِ الۡمُؤۡمِنِیۡنَ ؕ اَیَبۡتَغُوۡنَ عِنۡدَہُمُ الۡعِزَّۃَ فَاِنَّ الۡعِزَّۃَ لِلّٰہِ جَمِیۡعًا ﴿۱۳۹﴾ؕ

(૧૩૯) કે જે લોકો મોઅમીનોને છોડી નાસ્તિકોને સરપરસ્ત બનાવે છે; શું તેઓ તેમની પાસે ઈઝ્ઝત તલાશ કરે છે? જોકે (હકીકતમાં) તમામ ઈઝ્ઝત તો અલ્લાહ પાસે છે.

140

وَ قَدۡ نَزَّلَ عَلَیۡکُمۡ فِی الۡکِتٰبِ اَنۡ اِذَا سَمِعۡتُمۡ اٰیٰتِ اللّٰہِ یُکۡفَرُ بِہَا وَ یُسۡتَہۡزَاُ بِہَا فَلَا تَقۡعُدُوۡا مَعَہُمۡ حَتّٰی یَخُوۡضُوۡا فِیۡ حَدِیۡثٍ غَیۡرِہٖۤ ۫ۖ اِنَّکُمۡ اِذًا مِّثۡلُہُمۡ ؕ اِنَّ اللّٰہَ جَامِعُ الۡمُنٰفِقِیۡنَ وَ الۡکٰفِرِیۡنَ فِیۡ جَہَنَّمَ جَمِیۡعَۨا ﴿۱۴۰﴾ۙ

(૧૪૦) અને બેશક તેણે તમારા ઉપર કિતાબમાં નાઝિલ કર્યુ છે કે જયારે તમે સાંભળો કે અલ્લાહના ફરમાનોનો ઇન્કાર કરવામાં આવે અને તેની હાંસી ઉડાડવામાં આવે ત્યારે તમે એવા લોકો સાથે બેસો નહિ જયાં સુધી તેઓ બીજી કોઇ વાત શરૂં ન કરે, નહિતર તમો પણ એમની જેવા થઇ જશો બેશક અલ્લાહ મુનાફીકો અને નાસ્તિકોને જહન્નમમાં એક સાથે ભેગા કરશે;

141

الَّذِیۡنَ یَتَرَبَّصُوۡنَ بِکُمۡ ۚ فَاِنۡ کَانَ لَکُمۡ فَتۡحٌ مِّنَ اللّٰہِ قَالُوۡۤا اَلَمۡ نَکُنۡ مَّعَکُمۡ ۫ۖ وَ اِنۡ کَانَ لِلۡکٰفِرِیۡنَ نَصِیۡبٌ ۙ قَالُوۡۤا اَلَمۡ نَسۡتَحۡوِذۡ عَلَیۡکُمۡ وَ نَمۡنَعۡکُمۡ مِّنَ الۡمُؤۡمِنِیۡنَ ؕ فَاللّٰہُ یَحۡکُمُ بَیۡنَکُمۡ یَوۡمَ الۡقِیٰمَۃِ ؕ وَ لَنۡ یَّجۡعَلَ اللّٰہُ لِلۡکٰفِرِیۡنَ عَلَی الۡمُؤۡمِنِیۡنَ سَبِیۡلًا ﴿۱۴۱﴾٪

(૧૪૧) જેઓ રાહ જોતા રહે છે; પછી જો અલ્લાહ તરફથી તમને ફતેહ નસીબ થાય છે તો તેઓ કહે છે કે શું અમે તમારી સાથે ન હતા ? અને જો નાસ્તિકોને ફતેહ (નસીબ) થાય તો તેઓને કહે છે કે શું અમે તમારા પર ગાલીબ થઈ ગયા ન હતા? અને (છતાંપણ) શું અમોએ તમને મોઅમીનોથી બચાવ્યા ન હતા? (માટે અમે તમારા સાથી છીએ) પછી અલ્લાહ કયામતના દિવસે તમારી વચ્ચે ફેંસલો કરશે; અને અલ્લાહે નાસ્તિકો માટે મોઅમીનો પર હરગિઝ (કાબૂ મેળવવાનો) રસ્તો રાખ્યો જ નથી.

142

اِنَّ الۡمُنٰفِقِیۡنَ یُخٰدِعُوۡنَ اللّٰہَ وَ ہُوَ خَادِعُہُمۡ ۚ وَ اِذَا قَامُوۡۤا اِلَی الصَّلٰوۃِ قَامُوۡا کُسَالٰی ۙ یُرَآءُوۡنَ النَّاسَ وَ لَا یَذۡکُرُوۡنَ اللّٰہَ اِلَّا قَلِیۡلًا ﴿۱۴۲﴾۫ۙ

(૧૪૨) બેશક મુનાફીકો (પોતાના ગુમાન મુજબ) અલ્લાહને ધોખો આપે છે. પણ તે (અલ્લાહ) તેઓને ધોખો આપનાર છે; અને જ્યારે તેઓ નમાઝ માટે ઊભા થાય છે ત્યારે આળસ સાથે અને લોકોને દેખાડવા માટે જ ઊભા થાય છે અને અલ્લાહને ખૂબ ઓછુ યાદ કરે છે;

143

مُّذَبۡذَبِیۡنَ بَیۡنَ ذٰلِکَ ٭ۖ لَاۤ اِلٰی ہٰۤؤُلَآءِ وَ لَاۤ اِلٰی ہٰۤؤُلَآءِ ؕ وَ مَنۡ یُّضۡلِلِ اللّٰہُ فَلَنۡ تَجِدَ لَہٗ سَبِیۡلًا ﴿۱۴۳﴾

(૧૪૩) તેઓ (ઇસ્લામ અને કુફ્ર)ની વચ્ચે ડગમગી રહ્યા છે, ન આ તરફ, ન પેલી તરફ; અને જેને અલ્લાહ ગુમરાહી કરે, તું તેના માટે હરગિજ કોઈ રસ્તો પામીશ નહિ.

144

یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡا لَا تَتَّخِذُوا الۡکٰفِرِیۡنَ اَوۡلِیَآءَ مِنۡ دُوۡنِ الۡمُؤۡمِنِیۡنَؕ اَتُرِیۡدُوۡنَ اَنۡ تَجۡعَلُوۡا لِلّٰہِ عَلَیۡکُمۡ سُلۡطٰنًا مُّبِیۡنًا ﴿۱۴۴﴾

(૧૪૪) અય ઈમાન લાવનારાઓ! મોઅમીનોને મૂકી નાસ્તિકોને સરપરસ્ત બનાવો નહિ; શું તમે એમ ચાહો છો કે તમારા પોતાના ખિલાફ અલ્લાહના પાસે ખુલ્લી દલીલ કાયમ કરો ?

145

اِنَّ الۡمُنٰفِقِیۡنَ فِی الدَّرۡکِ الۡاَسۡفَلِ مِنَ النَّارِ ۚ وَ لَنۡ تَجِدَ لَہُمۡ نَصِیۡرًا ﴿۱۴۵﴾ۙ

(૧૪૫) બેશક મુનાફીકો જહન્નમનાં સૌથી નીચેના તબક્કામાં હશે, અને હરગિઝ તું તેમના માટે કોઈ મદદગાર પામીશ નહિ;

146

اِلَّا الَّذِیۡنَ تَابُوۡا وَ اَصۡلَحُوۡا وَ اعۡتَصَمُوۡا بِاللّٰہِ وَ اَخۡلَصُوۡا دِیۡنَہُمۡ لِلّٰہِ فَاُولٰٓئِکَ مَعَ الۡمُؤۡمِنِیۡنَ ؕ وَ سَوۡفَ یُؤۡتِ اللّٰہُ الۡمُؤۡمِنِیۡنَ اَجۡرًا عَظِیۡمًا ﴿۱۴۶﴾

(૧૪૬) સિવાય તેમના કે જેઓએ તૌબા કરે અને ઇસ્લાહ કરે તથા અલ્લાહથી વાબસ્તા થઇ જાય અને અલ્લાહના જ માટે પોતાના દીનને ખાલીસ કરી નાખે તો તેઓ જ મોઅમીનોની સાથે છે; અને અલ્લાહ મોઅમીનોને ઘણો મોટો બદલો આપશે.

147

مَا یَفۡعَلُ اللّٰہُ بِعَذَابِکُمۡ اِنۡ شَکَرۡتُمۡ وَ اٰمَنۡتُمۡ ؕ وَ کَانَ اللّٰہُ شَاکِرًا عَلِیۡمًا ﴿۱۴۷﴾

(૧૪૭) જો તમે શુક્ર કરો અને ઈમાન લાવો તો અલ્લાહ તમારા ઉપર શા માટે અઝાબ કરે? અને અલ્લાહ શુક્રને કબૂલ કરનાર અને (નિય્યતોનો) જાણનાર છે.

148

لَا یُحِبُّ اللّٰہُ الۡجَہۡرَ بِالسُّوۡٓءِ مِنَ الۡقَوۡلِ اِلَّا مَنۡ ظُلِمَ ؕ وَ کَانَ اللّٰہُ سَمِیۡعًا عَلِیۡمًا ﴿۱۴۸﴾

(૧૪૮) અલ્લાહ પસંદ કરતો નથી કે પોતાના શબ્દોથી (બીજાની) બૂરાઇ જાહેર કરો, સિવાય કે જેના ઉપર ઝુલ્મ કરવામાં આવ્યો હોય; અને અલ્લાહ સાંભળનાર, જાણનાર છે.

149

اِنۡ تُبۡدُوۡا خَیۡرًا اَوۡ تُخۡفُوۡہُ اَوۡ تَعۡفُوۡا عَنۡ سُوۡٓءٍ فَاِنَّ اللّٰہَ کَانَ عَفُوًّا قَدِیۡرًا ﴿۱۴۹﴾

(૧૪૯) જો તમે કોઇ નેકી જાહેર કરો અથવા છુપાવો અથવા કોઇ બૂરાઇથી દરગુજર કરો તો બેશક અલ્લાહ પણ દરગુજર કરનાર, કુદરતવાળો છે.

150

اِنَّ الَّذِیۡنَ یَکۡفُرُوۡنَ بِاللّٰہِ وَ رُسُلِہٖ وَ یُرِیۡدُوۡنَ اَنۡ یُّفَرِّقُوۡا بَیۡنَ اللّٰہِ وَ رُسُلِہٖ وَ یَقُوۡلُوۡنَ نُؤۡمِنُ بِبَعۡضٍ وَّ نَکۡفُرُ بِبَعۡضٍ ۙ وَّ یُرِیۡدُوۡنَ اَنۡ یَّتَّخِذُوۡا بَیۡنَ ذٰلِکَ سَبِیۡلًا ﴿۱۵۰﴾ۙ

(૧૫૦) બેશક જે લોકો અલ્લાહનો તથા તેના રસૂલોનો ઇન્કાર કરે છે તથા અલ્લાહ અને તેના રસૂલો વચ્ચે જુદાઇ પાડવા ઇચ્છે છે, અને કહે છે કે અમે અમુક (વાત)ને માનીએ છીએ અને અમુકનો ઇન્કાર કરીએ છીએ, અને તેઓ આ બંને (ઇમાન અને કુફ્ર) વચ્ચેનો (નવો) રસ્તો બનાવવા ઇચ્છે છે:

151

اُولٰٓئِکَ ہُمُ الۡکٰفِرُوۡنَ حَقًّا ۚ وَ اَعۡتَدۡنَا لِلۡکٰفِرِیۡنَ عَذَابًا مُّہِیۡنًا ﴿۱۵۱﴾

(૧૫૧) તેઓ જ ખરેખરા નાસ્તિક છે; અને અમોએ નાસ્તિકો માટે ઝિલ્લત ભર્યો અઝાબ તૈયાર કર્યો છે.

152

وَ الَّذِیۡنَ اٰمَنُوۡا بِاللّٰہِ وَ رُسُلِہٖ وَ لَمۡ یُفَرِّقُوۡا بَیۡنَ اَحَدٍ مِّنۡہُمۡ اُولٰٓئِکَ سَوۡفَ یُؤۡتِیۡہِمۡ اُجُوۡرَہُمۡ ؕ وَ کَانَ اللّٰہُ غَفُوۡرًا رَّحِیۡمًا ﴿۱۵۲﴾٪

(૧૫૨) અને જેઓ અલ્લાહ તથા તેના રસૂલો પર ઇમાન લાવ્યા છે અને તેમાંથી કોઇની વચ્ચે ભેદભાવ રાખતા નથી, (અલ્લાહ) તેમને તેમનો અજ્ર નજીકમાં આપશે; અને અલ્લાહ ગફુરૂર રહીમ છે.

153

یَسۡـَٔلُکَ اَہۡلُ الۡکِتٰبِ اَنۡ تُنَزِّلَ عَلَیۡہِمۡ کِتٰبًا مِّنَ السَّمَآءِ فَقَدۡ سَاَلُوۡا مُوۡسٰۤی اَکۡبَرَ مِنۡ ذٰلِکَ فَقَالُوۡۤا اَرِنَا اللّٰہَ جَہۡرَۃً فَاَخَذَتۡہُمُ الصّٰعِقَۃُ بِظُلۡمِہِمۡ ۚ ثُمَّ اتَّخَذُوا الۡعِجۡلَ مِنۡۢ بَعۡدِ مَا جَآءَتۡہُمُ الۡبَیِّنٰتُ فَعَفَوۡنَا عَنۡ ذٰلِکَ ۚ وَ اٰتَیۡنَا مُوۡسٰی سُلۡطٰنًا مُّبِیۡنًا ﴿۱۵۳﴾

(૧૫૩) કિતાબવાળાઓ તારાથી સવાલ કરે છે કે તું આસમાન પરથી તેમના ઉપર કિતાબ નાઝિલ કરાવ જો કે મૂસાને (પણ) આના કરતાંય મોટો સવાલ કરી ચૂક્યા હતા, તેમણે કહ્યું હતું કે અમને અલ્લાહ જાહેરમાં દેખાડી દે; તેમના ઝુલ્મના કારણે તેમને વીજળીએ પકડી પાડ્યા. વળી તેમની પાસે રોશન દલીલ આવી ગયા પછી પણ તેઓએ વાછરડાને (માઅબૂદ તરીકે) પસંદ કર્યુ, તેમ છતાં અમોએ તેઓને માફ કરી દીધા; અને મૂસાને રોશન દલીલ અતા કરી.

154

وَ رَفَعۡنَا فَوۡقَہُمُ الطُّوۡرَ بِمِیۡثَاقِہِمۡ وَ قُلۡنَا لَہُمُ ادۡخُلُوا الۡبَابَ سُجَّدًا وَّ قُلۡنَا لَہُمۡ لَا تَعۡدُوۡا فِی السَّبۡتِ وَ اَخَذۡنَا مِنۡہُمۡ مِّیۡثَاقًا غَلِیۡظًا ﴿۱۵۴﴾

(૧૫૪) અને તેમનાથી વચન લેવા માટે તૂર (પર્વત)ને તેઓ માથે રાખીને અમોએ તેમને કહ્યું કે દરવાજામાંથી સજદો કરતા દાખલ થાઓ, તથા તેમને કહ્યું કે શનિવાર બાબતે અમારા હુકમનું ઉલ્લંઘન કરો નહિ; અને અમોએ તેમની પાસેથી પાકો વાયદો લીધો.

155

فَبِمَا نَقۡضِہِمۡ مِّیۡثَاقَہُمۡ وَ کُفۡرِہِمۡ بِاٰیٰتِ اللّٰہِ وَ قَتۡلِہِمُ الۡاَنۡۢبِیَآءَ بِغَیۡرِ حَقٍّ وَّ قَوۡلِہِمۡ قُلُوۡبُنَا غُلۡفٌ ؕ بَلۡ طَبَعَ اللّٰہُ عَلَیۡہَا بِکُفۡرِہِمۡ فَلَا یُؤۡمِنُوۡنَ اِلَّا قَلِیۡلًا ﴿۱۵۵﴾۪

(૧૫૫) પછી તેઓના વચન તોડવાના કારણે, અને અલ્લાહની આયતોનોનો ઇન્કાર કરવાના કારણે, અને નબીઓને વિના કારણે મારી નાખવાના કારણે, તેમના આ કહેવાના કારણે કે “અમારા દિલો (કુદરતી રીતે) ઢંકાએલા છે” હા, અલ્લાહે તેમના નાસ્તિકપણાના કારણે તેમના દિલો પર મહોર લગાડી દીધી છે, માટે તેઓમાંથી થોડાક સિવાય ઇમાન લાવશે નહિ.

156

وَّ بِکُفۡرِہِمۡ وَ قَوۡلِہِمۡ عَلٰی مَرۡیَمَ بُہۡتَانًا عَظِیۡمًا ﴿۱۵۶﴾ۙ

(૧૫૬) અને તેમની નાફરમાનીના કારણે, અને મરિયમ ઉપર ભારે તોહમત મૂકવાના કારણે:

157

وَّ قَوۡلِہِمۡ اِنَّا قَتَلۡنَا الۡمَسِیۡحَ عِیۡسَی ابۡنَ مَرۡیَمَ رَسُوۡلَ اللّٰہِ ۚ وَ مَا قَتَلُوۡہُ وَ مَا صَلَبُوۡہُ وَ لٰکِنۡ شُبِّہَ لَہُمۡ ؕ وَ اِنَّ الَّذِیۡنَ اخۡتَلَفُوۡا فِیۡہِ لَفِیۡ شَکٍّ مِّنۡہُ ؕ مَا لَہُمۡ بِہٖ مِنۡ عِلۡمٍ اِلَّا اتِّبَاعَ الظَّنِّ ۚ وَ مَا قَتَلُوۡہُ یَقِیۡنًۢا ﴿۱۵۷﴾ۙ

(૧૫૭) અને તેમના આ કહેવાના કારણે કે બેશક અમોએ અલ્લાહના રસૂલ મરિયમના ફરઝંદ, ઇસા મસીહને મારી નાખ્યો છે, જો કે તેમણે તેને ન મારી નાખ્યો અને ન સલીબ ઉપર ચઢાવ્યો, પરંતુ આ મામલો તેઓ માટે શંકાસ્પદ બની ગયો; અને બેશક જેઓ આ બાબતમાં મતભેદ કરે છે તેઓ આ બાબતમાં ખરેજ મોટી શંકામાં છે; ફકત ગુમાનની પૈરવી સિવાય તેમને આ બાબતમાં કાંઇ જાણકારી નથી, અને આ તો યકીની બાબત છે કે તેઓએ (યહૂદીઓએ) તેને (ઇસા અ.સ.ને) કત્લ કર્યો નથી:

158

بَلۡ رَّفَعَہُ اللّٰہُ اِلَیۡہِ ؕ وَ کَانَ اللّٰہُ عَزِیۡزًا حَکِیۡمًا ﴿۱۵۸﴾

(૧૫૮) બલ્કે તેને અલ્લાહે પોતાની તરફ ઊઠાવી લીધો છે; અને અલ્લાહ ઇઝ્ઝતવાળો (કુદરતવાળો અને) હિકમતવાળો છે.

159

وَ اِنۡ مِّنۡ اَہۡلِ الۡکِتٰبِ اِلَّا لَیُؤۡمِنَنَّ بِہٖ قَبۡلَ مَوۡتِہٖ ۚ وَ یَوۡمَ الۡقِیٰمَۃِ یَکُوۡنُ عَلَیۡہِمۡ شَہِیۡدًا ﴿۱۵۹﴾ۚ

(૧૫૯) અને કિતાબવાળાઓમાંથી કોઇપણ એવો નહિ હશે કે જે પોતાના મરણ પહેલાં તે (મસીહ)ની પર ઇમાન નહિ લાવે, અને કયામતના દિવસે તે (મસીહ) તેમની ખિલાફ ગવાહી આપશે.

160

فَبِظُلۡمٍ مِّنَ الَّذِیۡنَ ہَادُوۡا حَرَّمۡنَا عَلَیۡہِمۡ طَیِّبٰتٍ اُحِلَّتۡ لَہُمۡ وَ بِصَدِّہِمۡ عَنۡ سَبِیۡلِ اللّٰہِ کَثِیۡرًا ﴿۱۶۰﴾ۙ

(૧૬૦) પછી ઘણા લોકોને અલ્લાહની રાહથી રોકવાના કારણે, તેમજ યહૂદીઓના ઝુલ્મોના કારણે, તેમના માટે જે પાક વસ્તુઓ હલાલ હતી તેમાંથી ઘણીએ વસ્તુઓ અમોએ હરામ કરી નાખી.

161

وَّ اَخۡذِہِمُ الرِّبٰوا وَ قَدۡ نُہُوۡا عَنۡہُ وَ اَکۡلِہِمۡ اَمۡوَالَ النَّاسِ بِالۡبَاطِلِ ؕ وَ اَعۡتَدۡنَا لِلۡکٰفِرِیۡنَ مِنۡہُمۡ عَذَابًا اَلِیۡمًا ﴿۱۶۱﴾

(૧૬૧) અને તેઓના વ્યાજ લેવાના કારણે, જો કે તેની તેમને ખરેખર મનાઇ કરવામાં આવી હતી અને લોકોનો માલ ગેરવ્યાજબી રીતે ખાઇ જવાના કારણે; અને તેઓમાંથી નાસ્તિકો માટે અમોએ દર્દનાક અઝાબ તૈયાર રાખ્યો છે.

162

لٰکِنِ الرّٰسِخُوۡنَ فِی الۡعِلۡمِ مِنۡہُمۡ وَ الۡمُؤۡمِنُوۡنَ یُؤۡمِنُوۡنَ بِمَاۤ اُنۡزِلَ اِلَیۡکَ وَ مَاۤ اُنۡزِلَ مِنۡ قَبۡلِکَ وَ الۡمُقِیۡمِیۡنَ الصَّلٰوۃَ وَ الۡمُؤۡتُوۡنَ الزَّکٰوۃَ وَ الۡمُؤۡمِنُوۡنَ بِاللّٰہِ وَ الۡیَوۡمِ الۡاٰخِرِ ؕ اُولٰٓئِکَ سَنُؤۡتِیۡہِمۡ اَجۡرًا عَظِیۡمًا ﴿۱۶۲﴾٪

(૧૬૨) પરંતુ તેઓમાંથી જેઓ ઇલ્મમાં ઊંડા ઉતરેલા છે તથા ઇમાન ધરાવનારા છે, અને જે કાંઇ તારા પર નાઝિલ કરવામાં આવ્યું છે તેને અને જે કાંઇ તારી પહેલાં નાઝિલ કરવામાં આવ્યું છે તેના પર ઇમાન રાખે છે, અને તેઓ નમાઝ કાયમ કરનારા તથા ઝકાત આપનારા અને અલ્લાહ તથા કયામતના દિવસ પર ઇમાન લાવનારા છે. તેઓને અમે નઝદીકમાં ઘણો મોટો બદલો આપનાર છીએ.

163

اِنَّاۤ اَوۡحَیۡنَاۤ اِلَیۡکَ کَمَاۤ اَوۡحَیۡنَاۤ اِلٰی نُوۡحٍ وَّ النَّبِیّٖنَ مِنۡۢ بَعۡدِہٖ ۚ وَ اَوۡحَیۡنَاۤ اِلٰۤی اِبۡرٰہِیۡمَ وَ اِسۡمٰعِیۡلَ وَ اِسۡحٰقَ وَ یَعۡقُوۡبَ وَ الۡاَسۡبَاطِ وَ عِیۡسٰی وَ اَیُّوۡبَ وَ یُوۡنُسَ وَ ہٰرُوۡنَ وَ سُلَیۡمٰنَ ۚ وَ اٰتَیۡنَا دَاوٗدَ زَبُوۡرًا ﴿۱۶۳﴾ۚ

(૧૬૩) બેશક અમોએ તારા ઉપર એવી રીતે વહી મોકલી છે કે જેવી રીતે નૂહ પર અને તેના પછીના નબીઓ પર મોકલી હતી, અને જેવી રીતે અમોએ ઇબ્રાહીમ તથા ઇસ્માઇલ તથા ઇસ્હાક તથા યાકૂબ તથા અસ્બાત (બની ઇસરાઇલના નબીઓ) તથા ઇસા તથા ઐયુબ તથા યુનુસ તથા હારૂન તથા સુલયમાન પર વહી મોકલી હતી, અને દાવૂદને અમોએ ઝબૂર અતા કરી હતી.

164

وَ رُسُلًا قَدۡ قَصَصۡنٰہُمۡ عَلَیۡکَ مِنۡ قَبۡلُ وَ رُسُلًا لَّمۡ نَقۡصُصۡہُمۡ عَلَیۡکَ ؕ وَ کَلَّمَ اللّٰہُ مُوۡسٰی تَکۡلِیۡمًا ﴿۱۶۴﴾ۚ

(૧૬૪) અને (અમોએ મોકલેલા) રસૂલો કે જેમના કિસ્સા અમે તને આ પહેલાં બયાન કરી ચૂક્યા છીએ. તથા એવા રસૂલો પણ કે જેમના કિસ્સા અમે તને બયાન કર્યા નથી અને અલ્લાહે મૂસા સાથે વાતો કરી (આ ખાસ ફઝીલત છે).

165

رُسُلًا مُّبَشِّرِیۡنَ وَ مُنۡذِرِیۡنَ لِئَلَّا یَکُوۡنَ لِلنَّاسِ عَلَی اللّٰہِ حُجَّۃٌۢ بَعۡدَ الرُّسُلِ ؕ وَ کَانَ اللّٰہُ عَزِیۡزًا حَکِیۡمًا ﴿۱۶۵﴾

(૧૬૫) રસૂલોને (અમોએ) ખુશખબર આપનારા તથા ડરાવનારા બનાવી મોકલ્યા કે જેથી રસૂલો આવ્યા બાદ અલ્લાહના સામે માણસો પાસે કોઇ દલીલ (બહાનુ) બાકી ન રહે; અને અલ્લાહ ઇઝ્ઝતવાળો (કુદરતવાળો) અને હિકમતવાળો છે.

166

لٰکِنِ اللّٰہُ یَشۡہَدُ بِمَاۤ اَنۡزَلَ اِلَیۡکَ اَنۡزَلَہٗ بِعِلۡمِہٖ ۚ وَ الۡمَلٰٓئِکَۃُ یَشۡہَدُوۡنَ ؕ وَ کَفٰی بِاللّٰہِ شَہِیۡدًا ﴿۱۶۶﴾ؕ

(૧૬૬) (તેઓ માને કે ન માને) પણ અલ્લાહે તારા પર જે કાંઇ નાઝિલ કર્યુ છે તેની ગવાહી ખુદ અલ્લાહ પોતે આપે છે કે તે તેણે પોતાના ઇલ્મ સાથે નાઝિલ કર્યુ છે, તથા ફરિશ્તાઓ પણ ગવાહી આપે છે; અને અલ્લાહ ગવાહી માટે કાફી છે.

167

اِنَّ الَّذِیۡنَ کَفَرُوۡا وَ صَدُّوۡا عَنۡ سَبِیۡلِ اللّٰہِ قَدۡ ضَلُّوۡا ضَلٰلًۢا بَعِیۡدًا ﴿۱۶۷﴾

(૧૬૭) બેશક નાસ્તિકો તથા જેઓ બીજા (લોકો)ને અલ્લાહની રાહથી રોકે છે તેઓ ખરે જ ગુમરાહ થઇ ઘણે દૂર બહેકી ગયા છે.

168

اِنَّ الَّذِیۡنَ کَفَرُوۡا وَ ظَلَمُوۡا لَمۡ یَکُنِ اللّٰہُ لِیَغۡفِرَ لَہُمۡ وَ لَا لِیَہۡدِیَہُمۡ طَرِیۡقًا ﴿۱۶۸﴾ۙ

(૧૬૮) બેશક નાસ્તિકો તથા ઝાલિમોને અલ્લાહ હરગિઝ માફ કરશે નહિ, અને ન તેમને કોઇ (સહીહ) રસ્તાની હિદાયત કરશે:

169

اِلَّا طَرِیۡقَ جَہَنَّمَ خٰلِدِیۡنَ فِیۡہَاۤ اَبَدًا ؕ وَ کَانَ ذٰلِکَ عَلَی اللّٰہِ یَسِیۡرًا ﴿۱۶۹﴾

(૧૬૯) સિવાય કે જહન્નમના રસ્તાની કે જેમાં તેઓ હંમેશા રહેશે; અને અલ્લાહને માટે આ સરળ છે.

170

یٰۤاَیُّہَا النَّاسُ قَدۡ جَآءَکُمُ الرَّسُوۡلُ بِالۡحَقِّ مِنۡ رَّبِّکُمۡ فَاٰمِنُوۡا خَیۡرًا لَّکُمۡ ؕ وَ اِنۡ تَکۡفُرُوۡا فَاِنَّ لِلّٰہِ مَا فِی السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ ؕ وَ کَانَ اللّٰہُ عَلِیۡمًا حَکِیۡمًا ﴿۱۷۰﴾

(૧૭૦) અય લોકો! ખરેખર રસૂલ તમારા પરવરદિગાર તરફથી તમારી પાસે હક લઇને આવ્યો છે, તેના પર ઇમાન લાવો, (એ) તમારા માટે બેહતર છે; પણ જો તમે ઇન્કાર કરશો તો (અલ્લાહનું કાંઇ નુકસાન થશે નહી કારણકે) આકાશો તથા ઝમીનમાં જે કાંઇ છે તે સર્વ અલ્લાહનું છે; અને અલ્લાહ જાણનાર, હિકમતવાળો છે.

171

یٰۤاَہۡلَ الۡکِتٰبِ لَا تَغۡلُوۡا فِیۡ دِیۡنِکُمۡ وَ لَا تَقُوۡلُوۡا عَلَی اللّٰہِ اِلَّا الۡحَقَّ ؕ اِنَّمَا الۡمَسِیۡحُ عِیۡسَی ابۡنُ مَرۡیَمَ رَسُوۡلُ اللّٰہِ وَ کَلِمَتُہٗ ۚ اَلۡقٰہَاۤ اِلٰی مَرۡیَمَ وَ رُوۡحٌ مِّنۡہُ ۫ فَاٰمِنُوۡا بِاللّٰہِ وَ رُسُلِہٖ ۚ۟ وَ لَا تَقُوۡلُوۡا ثَلٰثَۃٌ ؕ اِنۡتَہُوۡا خَیۡرًا لَّکُمۡ ؕ اِنَّمَا اللّٰہُ اِلٰہٌ وَّاحِدٌ ؕ سُبۡحٰنَہٗۤ اَنۡ یَّکُوۡنَ لَہٗ وَلَدٌ ۘ لَہٗ مَا فِی السَّمٰوٰتِ وَ مَا فِی الۡاَرۡضِ ؕ وَ کَفٰی بِاللّٰہِ وَکِیۡلًا ﴿۱۷۱﴾٪

(૧૭૧) અય કિતાબવાળાઓ ! તમારા દીનના સંબંધમાં હદપાર કરો નહિ અને અલ્લાહના સંબંધમાં હક સિવાય બીજું કાંઇ પણ કહો નહિ; મસીહ મરિયમનો ફરઝંદ ઇસા ફકત અલ્લાહનો એક રસૂલ અને તેનો કોલ (મખ્લૂક) છે, જે તેણે મરિયમને આપ્યો અને (તે) તેના તરફથી એક રૂહ છે; માટે અલ્લાહ તથા તેના રસૂલો પર ઇમાન લાવો અને "ત્રણ" (ખુદાઓને માનીએ છીએ તેમ) કહો નહિ, અને (આ વાતથી) અટકી જાઓ એ તમારા માટે બેહતર છે, ફકત અલ્લાહ જ એકલો માઅબૂદ છે; તે એ વાતથી પાક છે કે તેને કોઇ ફરઝંદ હોય, આકાશો તથા ઝમીનમા જે કાંઇ છે તે તેનું જ છે અને અલ્લાહ (દુનિયાના) સંચાલન માટે પૂરતો છે.

172

لَنۡ یَّسۡتَنۡکِفَ الۡمَسِیۡحُ اَنۡ یَّکُوۡنَ عَبۡدًا لِّلّٰہِ وَ لَا الۡمَلٰٓئِکَۃُ الۡمُقَرَّبُوۡنَ ؕ وَ مَنۡ یَّسۡتَنۡکِفۡ عَنۡ عِبَادَتِہٖ وَ یَسۡتَکۡبِرۡ فَسَیَحۡشُرُہُمۡ اِلَیۡہِ جَمِیۡعًا ﴿۱۷۲﴾

(૧૭૨) મસીહ (ખુદ પોતે પણ) અલ્લાહનો બંદો બનવામાં હરગિઝ ઇન્કાર કરતો ન હતો. તેમજ નિકટના ફરિશ્તાઓને પણ; (બંદા હોવાનો ઇન્કાર કરતા નથી) અને જે કોઇ તેની ઇબાદતનો ઇન્કાર કરે છે અને તકબ્બૂર કરે છે, નજીકમાં જ તે તેમને પોતાની પાસે ભેગા કરી લેશે.

173

فَاَمَّا الَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ فَیُوَفِّیۡہِمۡ اُجُوۡرَہُمۡ وَ یَزِیۡدُہُمۡ مِّنۡ فَضۡلِہٖ ۚ وَ اَمَّا الَّذِیۡنَ اسۡتَنۡکَفُوۡا وَ اسۡتَکۡبَرُوۡا فَیُعَذِّبُہُمۡ عَذَابًا اَلِیۡمًا ۬ۙ وَّ لَا یَجِدُوۡنَ لَہُمۡ مِّنۡ دُوۡنِ اللّٰہِ وَلِیًّا وَّ لَا نَصِیۡرًا ﴿۱۷۳﴾

(૧૭૩) પછી જે લોકો ઇમાન લાવ્યા તથા નેક આમાલ કર્યા, તેમને તેનો પૂરો અજ્ર આપશે, વળી પોતાના ફઝલથી તેમને કાંઇ વધારી પણ આપશે; અને જે લોકો આને ઇન્કાર કરશે તથા તકબ્બુર કરશે, તેમને દર્દનાક અઝાબ આપશે. અને અલ્લાહ સિવાય તેઓને અન્ય કોઇ સરપરસ્ત કે મદદગાર મળશે નહિ.

174

یٰۤاَیُّہَا النَّاسُ قَدۡ جَآءَکُمۡ بُرۡہَانٌ مِّنۡ رَّبِّکُمۡ وَ اَنۡزَلۡنَاۤ اِلَیۡکُمۡ نُوۡرًا مُّبِیۡنًا ﴿۱۷۴﴾

(૧૭૪) અય લોકો ! બેશક તમારી પાસે તમારા પરવરદિગાર તરફથી રોશન દલીલ આવી ચૂકી છે અને અમોએ તમારા તરફ રોશન નૂર નાઝિલ કર્યુ છે.

175

فَاَمَّا الَّذِیۡنَ اٰمَنُوۡا بِاللّٰہِ وَ اعۡتَصَمُوۡا بِہٖ فَسَیُدۡخِلُہُمۡ فِیۡ رَحۡمَۃٍ مِّنۡہُ وَ فَضۡلٍ ۙ وَّ یَہۡدِیۡہِمۡ اِلَیۡہِ صِرَاطًا مُّسۡتَقِیۡمًا ﴿۱۷۵﴾ؕ

(૧૭૫) પછી જે લોકો અલ્લાહ પર ઇમાન લાવ્યા તથા તેને વાબસ્તા રહ્યા, તેમને નઝદીકમાં તે પોતાની રહેમત અને ફઝ્લમાં દાખલ કરશે અને તેમને પોતાના તરફના સીધા રસ્તાની હિદાયત કરશે.

176

یَسۡتَفۡتُوۡنَکَ ؕ قُلِ اللّٰہُ یُفۡتِیۡکُمۡ فِی الۡکَلٰلَۃِ ؕ اِنِ امۡرُؤٌا ہَلَکَ لَیۡسَ لَہٗ وَلَدٌ وَّ لَہٗۤ اُخۡتٌ فَلَہَا نِصۡفُ مَا تَرَکَ ۚ وَ ہُوَ یَرِثُہَاۤ اِنۡ لَّمۡ یَکُنۡ لَّہَا وَلَدٌ ؕ فَاِنۡ کَانَتَا اثۡنَتَیۡنِ فَلَہُمَا الثُّلُثٰنِ مِمَّا تَرَکَ ؕ وَ اِنۡ کَانُوۡۤا اِخۡوَۃً رِّجَالًا وَّ نِسَآءً فَلِلذَّکَرِ مِثۡلُ حَظِّ الۡاُنۡثَیَیۡنِ ؕ یُبَیِّنُ اللّٰہُ لَکُمۡ اَنۡ تَضِلُّوۡا ؕ وَ اللّٰہُ بِکُلِّ شَیۡءٍ عَلِیۡمٌ ﴿۱۷۶﴾٪

(૧૭૬) તેઓ તારી પાસે હુકમ વિશે સવાલ કરે છે; તું કહે કે અલ્લાહ તમને “કલાલહ” (ભાઇ-બહેન)ના સંબંધમાં હુકમ આપે છે; કે જો કોઇ મર્દ ઔલાદ વિના મરણ પામે અને તેની એક બહેન હોય તો તે (ભાઇ) જે મૂકી જાય તેનો અર્ધો ભાગ (બહેનને) મળશે, અને એવી જ રીતે તે શખ્સ તે બહેનનો વારસદાર થશે જો તેણીને ઔલાદ નહિ હોય તો (તમામ) વારસો મળશે; પણ જો બે (બહેનો) હોય તો બંનેને જે તે મૂકી જાય તેનો બે તૃતિયાંશ ભાગ મળશે; અને જો ભાઇઓ અને બહેનો હોય તો (દરેક) ભાઇને બે બહેન જેટલો હિસ્સો મળશે; અલ્લાહ તમારા માટે વાઝેહ કરે છે કે જેથી તમે ભટકી જાઓ નહિ; અને અલ્લાહ દરેક વસ્તુનો જાણનાર છે.