અલ-કુરઆન

8

Al-Anfal

سورة الأنفال


یَسۡـَٔلُوۡنَکَ عَنِ الۡاَنۡفَالِ ؕ قُلِ الۡاَنۡفَالُ لِلّٰہِ وَ الرَّسُوۡلِ ۚ فَاتَّقُوا اللّٰہَ وَ اَصۡلِحُوۡا ذَاتَ بَیۡنِکُمۡ ۪ وَ اَطِیۡعُوا اللّٰہَ وَ رَسُوۡلَہٗۤ اِنۡ کُنۡتُمۡ مُّؤۡمِنِیۡنَ ﴿۱﴾

(૧) લોકો તને અનફાલ (હુકૂમતે ઇસ્લામીની મિલ્કત) સંબંધી સવાલ કરે છે; તું કહે કે અનફાલ અલ્લાહ અને તેના રસૂલ માટે છે; માટે તમે અલ્લાહ(ની નાફરમાની)થી બચો અને આપસમાં તમારા ઇખ્તેલાફ બાબતે સુલેહ કરો, અને જો તમે મોઅમીન હોવ તો અલ્લાહ અને તેના રસૂલની ઇતાઅત કરો.

اِنَّمَا الۡمُؤۡمِنُوۡنَ الَّذِیۡنَ اِذَا ذُکِرَ اللّٰہُ وَجِلَتۡ قُلُوۡبُہُمۡ وَ اِذَا تُلِیَتۡ عَلَیۡہِمۡ اٰیٰتُہٗ زَادَتۡہُمۡ اِیۡمَانًا وَّ عَلٰی رَبِّہِمۡ یَتَوَکَّلُوۡنَ ۚ﴿ۖ۲﴾

(૨) મોઅમીનો ફકત તેઓ જ છે કે જ્યારે અલ્લાહનું નામ લેવામાં આવે છે ત્યારે તેમના દિલો ધ્રુજી ઊઠે, અને જ્યારે તેની આયતો તેમની સામે પઢવામાં આવે છે ત્યારે તેમના ઇમાનમાં વધારો થાય છે, અને તેઓ પોતાના પરવરદિગાર ઉપર જ આધાર રાખે છે:

الَّذِیۡنَ یُقِیۡمُوۡنَ الصَّلٰوۃَ وَ مِمَّا رَزَقۡنٰہُمۡ یُنۡفِقُوۡنَ ؕ﴿۳﴾

(૩) જેઓ નમાઝ કાયમ કરે છે અને તેમને જે કાંઇ અમોએ આપ્યું છે તેમાંથી અમારી રાહમાં ઇન્ફાક (ખર્ચ) કરે છે.

اُولٰٓئِکَ ہُمُ الۡمُؤۡمِنُوۡنَ حَقًّا ؕ لَہُمۡ دَرَجٰتٌ عِنۡدَ رَبِّہِمۡ وَ مَغۡفِرَۃٌ وَّ رِزۡقٌ کَرِیۡمٌ ۚ﴿۴﴾

(૪) હકીકતમાં તેઓજ સાચા મોઅમીનો છે; તેમના માટે તેમના પરવરદિગાર પાસે (બુલંદ) દરજ્જાઓ તથા મગફેરત છે અને માનવંત રોઝી પણ છે.

کَمَاۤ اَخۡرَجَکَ رَبُّکَ مِنۡۢ بَیۡتِکَ بِالۡحَقِّ ۪ وَ اِنَّ فَرِیۡقًا مِّنَ الۡمُؤۡمِنِیۡنَ لَکٰرِہُوۡنَ ۙ﴿۵﴾

(૫) જેવી રીતે કે તારા પરવરદિગારે હકની સાથે તને ઘરમાંથી (જંગ માટે બહાર) કાઢ્યો; અને બેશક મોઅમીનોમાંથી એક જમાઅત નાખુશ હતી.

یُجَادِلُوۡنَکَ فِی الۡحَقِّ بَعۡدَ مَا تَبَیَّنَ کَاَنَّمَا یُسَاقُوۡنَ اِلَی الۡمَوۡتِ وَ ہُمۡ یَنۡظُرُوۡنَ ؕ﴿۶﴾

(૬) એ લોકો તારી સાથે હક વાઝેહ થઇ ગયા પછી પણ તકરાર કરે છે (અને એવા ડરે છે કે) જાણે તેઓને દેખતી આંખે મૌત તરફ ઢસડીને લઇ જવામાં આવી રહ્યા હોય.

وَ اِذۡ یَعِدُکُمُ اللّٰہُ اِحۡدَی الطَّآئِفَتَیۡنِ اَنَّہَا لَکُمۡ وَ تَوَدُّوۡنَ اَنَّ غَیۡرَ ذَاتِ الشَّوۡکَۃِ تَکُوۡنُ لَکُمۡ وَ یُرِیۡدُ اللّٰہُ اَنۡ یُّحِقَّ الۡحَقَّ بِکَلِمٰتِہٖ وَ یَقۡطَعَ دَابِرَ الۡکٰفِرِیۡنَ ۙ﴿۷﴾

(૭) જ્યારે અલ્લાહે તમને વાયદો આપ્યો હતો કે બે ગિરોહમાંથી એક ગિરોહ તમારા માટે હશે તમે ચાહતા હતા કે હથિયાર વગરનો ગિરોહ તમારા માટે હોય, જો કે અલ્લાહનો ઇરાદો હતો કે પોતાના કલામ વડે હકને સાબિત કરે અને નાસ્તિકોના મૂળને કાપી નાખે.

لِیُحِقَّ الۡحَقَّ وَ یُبۡطِلَ الۡبَاطِلَ وَ لَوۡ کَرِہَ الۡمُجۡرِمُوۡنَ ۚ﴿۸﴾

(૮) જેથી હકને સ્થાપિત કરે અને બાતિલનો નાશ કરી દે (પછી) ભલેને મુજરીમોને ન ગમે!

اِذۡ تَسۡتَغِیۡثُوۡنَ رَبَّکُمۡ فَاسۡتَجَابَ لَکُمۡ اَنِّیۡ مُمِدُّکُمۡ بِاَلۡفٍ مِّنَ الۡمَلٰٓئِکَۃِ مُرۡدِفِیۡنَ ﴿۹﴾

(૯) જ્યારે તમે તમારા પરવરદિગાર પાસે મદદ માંગી, પછી તેણે તમારી દુઆ કબૂલ કરી અને (કહ્યું કે) હું એક પછી એક, હજાર ફરિશ્તાઓના ગિરોહ થકી તમારી મદદ કરીશ.

10

وَ مَا جَعَلَہُ اللّٰہُ اِلَّا بُشۡرٰی وَ لِتَطۡمَئِنَّ بِہٖ قُلُوۡبُکُمۡ ۚ وَ مَا النَّصۡرُ اِلَّا مِنۡ عِنۡدِ اللّٰہِ ؕ اِنَّ اللّٰہَ عَزِیۡزٌ حَکِیۡمٌ ﴿٪۱۰﴾

(૧૦) અને આ (મદદ) અલ્લાહે તમારા દિલોના ઇત્મેનાન અને ખુશખબરી માટે રાખી હતી અને કામ્યાબી તો ફકત અલ્લાહ તરફથી જ છે, બેશક અલ્લાહ તાકતવર અને હિકમતવાળો છે.

11

اِذۡ یُغَشِّیۡکُمُ النُّعَاسَ اَمَنَۃً مِّنۡہُ وَ یُنَزِّلُ عَلَیۡکُمۡ مِّنَ السَّمَآءِ مَآءً لِّیُطَہِّرَکُمۡ بِہٖ وَ یُذۡہِبَ عَنۡکُمۡ رِجۡزَ الشَّیۡطٰنِ وَ لِیَرۡبِطَ عَلٰی قُلُوۡبِکُمۡ وَ یُثَبِّتَ بِہِ الۡاَقۡدَامَ ﴿ؕ۱۱﴾

(૧૧) (યાદ કરો તે સમયને) જયારે તમારા પરવરદિગાર તરફથી હળવી ઊંઘે તમને ઘેરી લીઘા જેથી તમને આરામ મળે અને આસમાનમાંથી તમારા ઉપર પાણી વરસાવ્યું કે તે વડે તમને પાક કરે અને શૈતાનની કસાફત (ગંદગી)ને તમારાથી દૂર કરી દે, અને તમારા દિલોને મજબૂત કરી દે અને તેના વડે સાબિત કદમ બનાવે.

12

اِذۡ یُوۡحِیۡ رَبُّکَ اِلَی الۡمَلٰٓئِکَۃِ اَنِّیۡ مَعَکُمۡ فَثَبِّتُوا الَّذِیۡنَ اٰمَنُوۡا ؕ سَاُلۡقِیۡ فِیۡ قُلُوۡبِ الَّذِیۡنَ کَفَرُوا الرُّعۡبَ فَاضۡرِبُوۡا فَوۡقَ الۡاَعۡنَاقِ وَ اضۡرِبُوۡا مِنۡہُمۡ کُلَّ بَنَانٍ ﴿ؕ۱۲﴾

(૧૨) જ્યારે તારા પરવરદિગારે ફરિશ્તાઓને વહી ફરમાવી કે હું તમારી સાથે છું માટે જે લોકો ઇમાન લાવ્યા છે તેમને તમે સાબિત કદમ રાખો; નાસ્તિકોના દિલોમાં હું દબદબો બેસાડી દઇશ, માટે તમે તેમની ગરદનો ઉપર વાર કરો તથા તેમની દરેક આંગળીઓના ટેરવા કાપી નાખો.

13

ذٰلِکَ بِاَنَّہُمۡ شَآقُّوا اللّٰہَ وَ رَسُوۡلَہٗ ۚ وَ مَنۡ یُّشَاقِقِ اللّٰہَ وَ رَسُوۡلَہٗ فَاِنَّ اللّٰہَ شَدِیۡدُ الۡعِقَابِ ﴿۱۳﴾

(૧૩) આ એ માટે છે કે તેમણે અલ્લાહ તથા તેના રસૂલની મુખાલેફત કરી, અને જે કોઇ અલ્લાહ અને તેના રસૂલની મુખાલેફત કરશે, બેશક અલ્લાહ સખત અઝાબ આપનાર છે.

14

ذٰلِکُمۡ فَذُوۡقُوۡہُ وَ اَنَّ لِلۡکٰفِرِیۡنَ عَذَابَ النَّارِ ﴿۱۴﴾

(૧૪) આ (દુન્યવી) સજા છે તેને ચાખો, નાસ્તિકો માટે (આખેરતમાં) જહન્નમનો અઝાબ છે.

15

یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡۤا اِذَا لَقِیۡتُمُ الَّذِیۡنَ کَفَرُوۡا زَحۡفًا فَلَا تُوَلُّوۡہُمُ الۡاَدۡبَارَ ﴿ۚ۱۵﴾

(૧૫) અય ઇમાન લાવનારાઓ! જ્યારે નાસ્તિકો લડવા માટે તમારી સામે આવે ત્યારે તેમના તરફ તમારી પીઠ ફેરવો નહિ. (ભાગો નહિ)

16

وَ مَنۡ یُّوَلِّہِمۡ یَوۡمَئِذٍ دُبُرَہٗۤ اِلَّا مُتَحَرِّفًا لِّقِتَالٍ اَوۡ مُتَحَیِّزًا اِلٰی فِئَۃٍ فَقَدۡ بَآءَ بِغَضَبٍ مِّنَ اللّٰہِ وَ مَاۡوٰىہُ جَہَنَّمُ ؕ وَ بِئۡسَ الۡمَصِیۡرُ ﴿۱۶﴾

(૧૬) અને જે કોઇ આ દિવસે લડાઇની યોજનારૂપે તથા બીજા ગિરોહની સાથે જોડાવા સિવાય (લડાઇના મેદાનથી) પીઠ ફેરવશે, ખરેખર તે અલ્લાહના ગઝબનો હકદાર બન્યો, તથા તેનું ઠેકાણું જહન્નમ છે, અને તે કેટલું ખરાબ રહેઠાણ છે.

17

فَلَمۡ تَقۡتُلُوۡہُمۡ وَ لٰکِنَّ اللّٰہَ قَتَلَہُمۡ ۪ وَ مَا رَمَیۡتَ اِذۡ رَمَیۡتَ وَ لٰکِنَّ اللّٰہَ رَمٰی ۚ وَ لِیُبۡلِیَ الۡمُؤۡمِنِیۡنَ مِنۡہُ بَلَآءً حَسَنًا ؕ اِنَّ اللّٰہَ سَمِیۡعٌ عَلِیۡمٌ ﴿۱۷﴾

(૧૭) અને તમોએ તેમને કતલ નથી કર્યા, પરંતુ અલ્લાહે તેમને કતલ કર્યા, અને (અય પયગંબર) તમે (કાંકરી) ફેંકી તે તમે નહોતી ફેંકી પણ અલ્લાહે ફેંકી હતી. જેથી અલ્લાહ તેના વડે મોઅમીનોની અજમાઇશ કરે; બેશક અલ્લાહ સાંભળનાર અને જાણનાર છે.

18

ذٰلِکُمۡ وَ اَنَّ اللّٰہَ مُوۡہِنُ کَیۡدِ الۡکٰفِرِیۡنَ ﴿۱۸﴾

(૧૮) (અંજામ) આ જ છે બેશક અલ્લાહ નાસ્તિકોના ષડયંત્રને કમજોર કરી નાખનાર છે.

19

اِنۡ تَسۡتَفۡتِحُوۡا فَقَدۡ جَآءَکُمُ الۡفَتۡحُ ۚ وَ اِنۡ تَنۡتَہُوۡا فَہُوَ خَیۡرٌ لَّکُمۡ ۚ وَ اِنۡ تَعُوۡدُوۡا نَعُدۡ ۚ وَ لَنۡ تُغۡنِیَ عَنۡکُمۡ فِئَتُکُمۡ شَیۡئًا وَّ لَوۡ کَثُرَتۡ ۙ وَ اَنَّ اللّٰہَ مَعَ الۡمُؤۡمِنِیۡنَ ﴿٪۱۹﴾

(૧૯) જો તમે જીતવા ચાહતા હતા તો તમારી જીત થઇ ગઇ, અને જો તમે (મુખાલેફત) બંધ કરો તો તે તમારા માટે બેહતર છે, અને જો તમે (લડાઇ તરફ) પલટશો તો અમે (મદદ તરફ) પલટશું, અને તમારૂં ટોળું ભલેને ગમે તેટલું મોટું કેમ ન હોય તમને કાંઇ કામ આવશે નહિ, અને અલ્લાહ મોઅમીનો સાથે છે.

20

یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡۤا اَطِیۡعُوا اللّٰہَ وَ رَسُوۡلَہٗ وَ لَا تَوَلَّوۡا عَنۡہُ وَ اَنۡتُمۡ تَسۡمَعُوۡنَ ﴿ۚۖ۲۰﴾

(૨૦) અય ઇમાન લાવનારાઓ ! અલ્લાહ અને તેના રસૂલની ઇતાઅત કરો અને જ્યારે તમે સાંભળતા હોવ ત્યારે તેનાથી મોઢું ન ફેરવો.

21

وَ لَا تَکُوۡنُوۡا کَالَّذِیۡنَ قَالُوۡا سَمِعۡنَا وَ ہُمۡ لَا یَسۡمَعُوۡنَ ﴿۲۱﴾

(૨૧) અને તે લોકો જેવા ન બનો કે જેઓએ કહ્યું કે અમે સાંભળ્યું, પણ (હકીકતમાં) તેઓ સાંભળતા નથી.

22

اِنَّ شَرَّ الدَّوَآبِّ عِنۡدَ اللّٰہِ الصُّمُّ الۡبُکۡمُ الَّذِیۡنَ لَا یَعۡقِلُوۡنَ ﴿۲۲﴾

(૨૨) બેશક અલ્લાહની નઝદીક બદતરીન ઝમીન પર ચાલનાર તે બહેરા-ગૂંગા છે જે કાંઇ વિચારતા નથી.

23

وَ لَوۡ عَلِمَ اللّٰہُ فِیۡہِمۡ خَیۡرًا لَّاَسۡمَعَہُمۡ ؕ وَ لَوۡ اَسۡمَعَہُمۡ لَتَوَلَّوۡا وَّ ہُمۡ مُّعۡرِضُوۡنَ ﴿۲۳﴾

(૨૩) અને જો અલ્લાહે તેમનામાં કાંઇ ભલાઇ જાણી હોત તો તેમને (હક) સંભળાવતે; અને જો સંભળાવતે તો પણ જરૂર તેઓ લાપરવાહી સાથે મોઢું ફેરવી લેત.

24

یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوا اسۡتَجِیۡبُوۡا لِلّٰہِ وَ لِلرَّسُوۡلِ اِذَا دَعَاکُمۡ لِمَا یُحۡیِیۡکُمۡ ۚ وَ اعۡلَمُوۡۤا اَنَّ اللّٰہَ یَحُوۡلُ بَیۡنَ الۡمَرۡءِ وَ قَلۡبِہٖ وَ اَنَّہٗۤ اِلَیۡہِ تُحۡشَرُوۡنَ ﴿۲۴﴾

(૨૪) અય ઇમાન લાવનારાઓ ! અલ્લાહ અને રસૂલને જવાબ આપો જ્યારે તમને એવી ચીઝ તરફ બોલાવે છે કે જે તમને ઝિંદગી આપે છે અને જાણી લો કે અલ્લાહ ઇન્સાન અને તેના દિલના વચ્ચે હાએલ (આડ) છે, અને એ કે તમે સર્વે તેની તરફ મહેશૂર કરવામાં આવશો.

25

وَ اتَّقُوۡا فِتۡنَۃً لَّا تُصِیۡبَنَّ الَّذِیۡنَ ظَلَمُوۡا مِنۡکُمۡ خَآصَّۃً ۚ وَ اعۡلَمُوۡۤا اَنَّ اللّٰہَ شَدِیۡدُ الۡعِقَابِ ﴿۲۵﴾

(૨૫) અને તે ફિત્ના (ગુનાહની અસરો)થી બચતા રહો કે જે ફકત ઝુલમગારો સુધી નહી પહોંચે (બલ્કે બધાને ઘેરી લેશે), અને એ જાણી લો કે બેશક અલ્લાહ સખ્ત અઝાબ કરનાર છે.

26

وَ اذۡکُرُوۡۤا اِذۡ اَنۡتُمۡ قَلِیۡلٌ مُّسۡتَضۡعَفُوۡنَ فِی الۡاَرۡضِ تَخَافُوۡنَ اَنۡ یَّتَخَطَّفَکُمُ النَّاسُ فَاٰوٰىکُمۡ وَ اَیَّدَکُمۡ بِنَصۡرِہٖ وَ رَزَقَکُمۡ مِّنَ الطَّیِّبٰتِ لَعَلَّکُمۡ تَشۡکُرُوۡنَ ﴿۲۶﴾

(૨૬) અને યાદ કરો કે જ્યારે તમે તે (મક્કાની) ઝમીન પર થોડા અને કમજોર હતા અને એ વાતથી ડરતા હતા કે ક્યાંક લોકો તમને પકડીને લઇ ન જાય ત્યારે તેણે તમને આશરો આપ્યો, અને પોતાની મદદ વડે તમને મજબૂત કર્યા, અને પાકીઝા રોઝી આપી કે કદાચને તમે શુક્ર ગુઝાર બનો.

27

یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡا لَا تَخُوۡنُوا اللّٰہَ وَ الرَّسُوۡلَ وَ تَخُوۡنُوۡۤا اَمٰنٰتِکُمۡ وَ اَنۡتُمۡ تَعۡلَمُوۡنَ ﴿۲۷﴾

(૨૭) અય ઇમાન લાવનારાઓ ! તમે અલ્લાહ અને તેના રસૂલ સાથે ખયાનત કરો નહિ, અને તમારી અમાનતોમાં પણ જાણી જોઇને ખયાનત ન કરો.

28

وَ اعۡلَمُوۡۤا اَنَّمَاۤ اَمۡوَالُکُمۡ وَ اَوۡلَادُکُمۡ فِتۡنَۃٌ ۙ وَّ اَنَّ اللّٰہَ عِنۡدَہٗۤ اَجۡرٌ عَظِیۡمٌ ﴿٪۲۸﴾

(૨૮) અને જાણી લો કે તમારો માલ તથા તમારી ઔલાદ આજમાઇશ છે, અને અલ્લાહ પાસે તે (આજમાઇશ)નો મહાન બદલો છે.

29

یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡۤا اِنۡ تَتَّقُوا اللّٰہَ یَجۡعَلۡ لَّکُمۡ فُرۡقَانًا وَّ یُکَفِّرۡ عَنۡکُمۡ سَیِّاٰتِکُمۡ وَ یَغۡفِرۡ لَکُمۡ ؕ وَ اللّٰہُ ذُو الۡفَضۡلِ الۡعَظِیۡمِ ﴿۲۹﴾

(૨૯) અય ઇમાન લાવનારાઓ! અગર તમે અલ્લાહ(ની નાફરમાની)થી બચશો તો તે તમને ફુરકાન (બાતિલથી હકને જુદુ કરવાની શક્તિ) આપશે અને તમારી બૂરાઇ ઢાંકી દેશે, અને તમને માફ કરી દેશે; અને અલ્લાહ મહાન ફઝલનો માલિક છે.

30

وَ اِذۡ یَمۡکُرُ بِکَ الَّذِیۡنَ کَفَرُوۡا لِیُثۡبِتُوۡکَ اَوۡ یَقۡتُلُوۡکَ اَوۡ یُخۡرِجُوۡکَ ؕ وَ یَمۡکُرُوۡنَ وَ یَمۡکُرُ اللّٰہُ ؕ وَ اللّٰہُ خَیۡرُ الۡمٰکِرِیۡنَ ﴿۳۰﴾

(૩૦) જ્યારે નાસ્તિકો તારી વિરૂઘ્ધ ષડયંત્ર કરતા હતા કે તને કૈદી બનાવે અથવા કત્લ કરી નાખે અથવા (મક્કાની) બહાર કાઢી મૂકે, પરંતુ તેઓ ષડયંત્ર કરતા હતા અને અલ્લાહ (બચાવ માટે) યોજના કરતો હતો અને અલ્લાહ બહેતરીન યોજના કરનાર છે.

31

وَ اِذَا تُتۡلٰی عَلَیۡہِمۡ اٰیٰتُنَا قَالُوۡا قَدۡ سَمِعۡنَا لَوۡ نَشَآءُ لَقُلۡنَا مِثۡلَ ہٰذَاۤ ۙ اِنۡ ہٰذَاۤ اِلَّاۤ اَسَاطِیۡرُ الۡاَوَّلِیۡنَ ﴿۳۱﴾

(૩૧) અને જયારે અમારી આયતો તેમની સામે પઢવામાં આવે છે ત્યારે તેઓ કહે છે કે બેશક અમોએ સાંભળ્યું. જો અમે ઇચ્છીએ તો અમે પણ એના જેવું બોલીએ; આ તો ફકત પહેલાના લોકોની વાર્તાઓે સિવાય કાંઇ નથી.

32

وَ اِذۡ قَالُوا اللّٰہُمَّ اِنۡ کَانَ ہٰذَا ہُوَ الۡحَقَّ مِنۡ عِنۡدِکَ فَاَمۡطِرۡ عَلَیۡنَا حِجَارَۃً مِّنَ السَّمَآءِ اَوِ ائۡتِنَا بِعَذَابٍ اَلِیۡمٍ ﴿۳۲﴾

(૩૨) અને જ્યારે તેમણે કહ્યું કે અય અલ્લાહ! અગર આ તારા તરફથી હક છે તો અમારા ઉપર આસમાનમાંથી પથ્થર વરસાવ અથવા અમારા ઉપર દર્દનાક અઝાબ મોકલ.

33

وَ مَا کَانَ اللّٰہُ لِیُعَذِّبَہُمۡ وَ اَنۡتَ فِیۡہِمۡ ؕ وَ مَا کَانَ اللّٰہُ مُعَذِّبَہُمۡ وَ ہُمۡ یَسۡتَغۡفِرُوۡنَ ﴿۳۳﴾

(૩૩) પરંતુ અલ્લાહ તેઓને અઝાબ નહિ કરે જયાં સુધી તું તેઓની વચ્ચે છો અને જ્યાં સુધી તેઓ તોબા કરતા રહેશે ત્યાં સુધી અલ્લાહ અઝાબ કરનાર નથી.

34

وَ مَا لَہُمۡ اَلَّا یُعَذِّبَہُمُ اللّٰہُ وَ ہُمۡ یَصُدُّوۡنَ عَنِ الۡمَسۡجِدِ الۡحَرَامِ وَ مَا کَانُوۡۤا اَوۡلِیَآءَہٗ ؕ اِنۡ اَوۡلِیَآؤُہٗۤ اِلَّا الۡمُتَّقُوۡنَ وَ لٰکِنَّ اَکۡثَرَہُمۡ لَا یَعۡلَمُوۡنَ ﴿۳۴﴾

(૩૪) વળી અલ્લાહ તેમને શા માટે અઝાબ ન આપે જ્યારે કે તેઓ (લોકોને) મસ્જિદુલ હરામથી અટકાવે છે, જો કે તેઓ તેના મુતવલ્લી પણ નથી; તેના વ્યવસ્થાપક (મુતવલ્લી) તો ફકત પરહેઝગારો જ છે, પરંતુ તેમાંથી ઘણા ખરા નથી જાણતા.

35

وَ مَا کَانَ صَلَاتُہُمۡ عِنۡدَ الۡبَیۡتِ اِلَّا مُکَآءً وَّ تَصۡدِیَۃً ؕ فَذُوۡقُوا الۡعَذَابَ بِمَا کُنۡتُمۡ تَکۡفُرُوۡنَ ﴿۳۵﴾

(૩૫) અને બયતુલ્લાહ પાસે તેમની નમાઝ સીટી વગાડવા અને તાળીઓ પાડવા સિવાય બીજુ કાંઇ નથી; માટે જે નાસ્તિકપણું તમે કર્યા કરતા હતા તેના કારણે હવે અઝાબ ચાખો.

36

اِنَّ الَّذِیۡنَ کَفَرُوۡا یُنۡفِقُوۡنَ اَمۡوَالَہُمۡ لِیَصُدُّوۡا عَنۡ سَبِیۡلِ اللّٰہِ ؕ فَسَیُنۡفِقُوۡنَہَا ثُمَّ تَکُوۡنُ عَلَیۡہِمۡ حَسۡرَۃً ثُمَّ یُغۡلَبُوۡنَ ۬ؕ وَ الَّذِیۡنَ کَفَرُوۡۤا اِلٰی جَہَنَّمَ یُحۡشَرُوۡنَ ﴿ۙ۳۶﴾

(૩૬) બેશક નાસ્તિકો (લોકોને) અલ્લાહના રસ્તાથી અટકાવવા માટે માલ ખર્ચ કરે છે, આ ખર્ચ કરશે જે તેઓના અફસોસનું કારણ બનશે પછી તેઓ મગલૂબ (પરાજીત) થશે; નાસ્તિકોને દોઝખ તરફ મહેશૂર કરવામાં આવશે.

37

لِیَمِیۡزَ اللّٰہُ الۡخَبِیۡثَ مِنَ الطَّیِّبِ وَ یَجۡعَلَ الۡخَبِیۡثَ بَعۡضَہٗ عَلٰی بَعۡضٍ فَیَرۡکُمَہٗ جَمِیۡعًا فَیَجۡعَلَہٗ فِیۡ جَہَنَّمَ ؕ اُولٰٓئِکَ ہُمُ الۡخٰسِرُوۡنَ ﴿٪۳۷﴾

(૩૭) કે જેથી અલ્લાહ ખબીસને પાકીઝાથી અલગ કરી નાખે, અને ખબીસને એકબીજા ઉપર મૂકીને તે બધાને ઢગલો કરીને જહન્નમમાં નાખી દે. તેઓ નુકસાન ઉઠાવનારા છે.

38

قُلۡ لِّلَّذِیۡنَ کَفَرُوۡۤا اِنۡ یَّنۡتَہُوۡا یُغۡفَرۡ لَہُمۡ مَّا قَدۡ سَلَفَ ۚ وَ اِنۡ یَّعُوۡدُوۡا فَقَدۡ مَضَتۡ سُنَّتُ الۡاَوَّلِیۡنَ ﴿۳۸﴾

(૩૮) નાસ્તિકોને તું કહી દે કે જો તેઓ (પોતાના કુફ્રથી) અટકી જાય તો જે કાંઇ પસાર થઇ ગયું છે તેને માફ કરી દેવામાં આવશે, અને જો તેઓ પાછા (પોતાના કુફ્ર તરફ) ફરશે તો અગાઉના લોકો પર અપનાવાયેલ રીત (તમારા પર) લાગુ પડશે.

39

وَ قَاتِلُوۡہُمۡ حَتّٰی لَا تَکُوۡنَ فِتۡنَۃٌ وَّ یَکُوۡنَ الدِّیۡنُ کُلُّہٗ لِلّٰہِ ۚ فَاِنِ انۡتَہَوۡا فَاِنَّ اللّٰہَ بِمَا یَعۡمَلُوۡنَ بَصِیۡرٌ ﴿۳۹﴾

(૩૯) અને (અય મુસલમાનો!) તેમની સાથે એટલે સુધી જેહાદ કરો કે ફિતનો બાકી રહે નહિ અને સંપૂર્ણ દીન ફકત અલ્લાહ માટે જ રહે, પછી જો તેઓ અટકે તો બેશક અલ્લાહ તેઓ જે કાંઇ કરે છે તેને નિહાળે છે.

40

وَ اِنۡ تَوَلَّوۡا فَاعۡلَمُوۡۤا اَنَّ اللّٰہَ مَوۡلٰىکُمۡ ؕ نِعۡمَ الۡمَوۡلٰی وَ نِعۡمَ النَّصِیۡرُ ﴿۴۰﴾

(૪૦) અને જો તેઓ (કુફ્ર તરફ પાછા) ફરી જશે તો જાણી લો કે અલ્લાહ તમારો વલી છે; તે બહેતરીન વલી છે અને બહેતરીન મદદગાર છે.

41

وَ اعۡلَمُوۡۤا اَنَّمَا غَنِمۡتُمۡ مِّنۡ شَیۡءٍ فَاَنَّ لِلّٰہِ خُمُسَہٗ وَ لِلرَّسُوۡلِ وَ لِذِی الۡقُرۡبٰی وَ الۡیَتٰمٰی وَ الۡمَسٰکِیۡنِ وَ ابۡنِ السَّبِیۡلِ ۙ اِنۡ کُنۡتُمۡ اٰمَنۡتُمۡ بِاللّٰہِ وَ مَاۤ اَنۡزَلۡنَا عَلٰی عَبۡدِنَا یَوۡمَ الۡفُرۡقَانِ یَوۡمَ الۡتَقَی الۡجَمۡعٰنِ ؕ وَ اللّٰہُ عَلٰی کُلِّ شَیۡءٍ قَدِیۡرٌ ﴿۴۱﴾

(૪૧) અને આ જાણી લો કે તમે જે કાંઇ નફો મેળવો, તેનો પાંચમો ભાગ અલ્લાહનો તથા રસૂલનો તથા તેનાં સગાં વહાલાંઓનો તથા યતીમોનો તથા મોહતાજોનો તથા રસ્તામાં ફસાઇ ગયેલ મુસાફરોનો છે. અગર તમે અલ્લાહ પર ઇમાન રાખતા હોવ અને તેના પર કે જે (મદદ) અમોએ અમારા બંદા ઉપર હકની બાતિલથી જુદાઇ તથા બંને ગિરોહના સામસામે આવી જવાના દિવસે નાઝિલ કરેલ અને અલ્લાહ દરેક વસ્તુ પર કુદરત ધરાવનારો છે.

42

اِذۡ اَنۡتُمۡ بِالۡعُدۡوَۃِ الدُّنۡیَا وَ ہُمۡ بِالۡعُدۡوَۃِ الۡقُصۡوٰی وَ الرَّکۡبُ اَسۡفَلَ مِنۡکُمۡ ؕ وَ لَوۡ تَوَاعَدۡتُّمۡ لَاخۡتَلَفۡتُمۡ فِی الۡمِیۡعٰدِ ۙ وَ لٰکِنۡ لِّیَقۡضِیَ اللّٰہُ اَمۡرًا کَانَ مَفۡعُوۡلًا ۬ۙ لِّیَہۡلِکَ مَنۡ ہَلَکَ عَنۡۢ بَیِّنَۃٍ وَّ یَحۡیٰی مَنۡ حَیَّ عَنۡۢ بَیِّنَۃٍ ؕ وَ اِنَّ اللّٰہَ لَسَمِیۡعٌ عَلِیۡمٌ ﴿ۙ۴۲﴾

(૪૨) જ્યારે કે તમે પહાડની બુલંદીની નજીક હતા, અને તેઓ તે બુલંદીથી દૂર હતા, અને કાફલો તમારાથી નિચાણવાળા ભાગમાં હતો, અને જો તમે બન્ને ગિરોહે પહેલેથી એક બીજાથી (લડાઇનો) વાયદો કર્યો હોત તો તમે જરૂર તે (વાયદા)ની ખિલાફ કરતે; પરંતુ (આ લડાઇ થઇ) જેથી અલ્લાહે કરેલ ફેંસલો જાહેર થઇ જાય અને હલાક થનાર રોશન દલીલ સાથે હલાક થાય અને જીવંત રહેનાર રોશન દલીલ સાથે જીવંત રહે; અને બેશક અલ્લાહ સાંભળનાર અને જાણનાર છે:

43

اِذۡ یُرِیۡکَہُمُ اللّٰہُ فِیۡ مَنَامِکَ قَلِیۡلًا ؕ وَ لَوۡ اَرٰىکَہُمۡ کَثِیۡرًا لَّفَشِلۡتُمۡ وَ لَتَنَازَعۡتُمۡ فِی الۡاَمۡرِ وَ لٰکِنَّ اللّٰہَ سَلَّمَ ؕ اِنَّہٗ عَلِیۡمٌۢ بِذَاتِ الصُّدُوۡرِ ﴿۴۳﴾

(૪૩) જ્યારે કે અલ્લાહે તે લોકોને તારા સ્વપ્નામાં થોડા કરીને દેખાડ્યા હતા; અને જો તે તને વધારે કરીને દેખાડતે તો તમે ખરેખર હિંમત હારી જતે અને તે બાબતમાં તમે જરૂર (આપસમાં) તકરાર કરતે, પણ અલ્લાહે (તમને) બચાવી લીધા; બેશક જે કાંઇ દિલોમાં છે તેનો તે જાણનાર છે.

44

وَ اِذۡ یُرِیۡکُمُوۡہُمۡ اِذِ الۡتَقَیۡتُمۡ فِیۡۤ اَعۡیُنِکُمۡ قَلِیۡلًا وَّ یُقَلِّلُکُمۡ فِیۡۤ اَعۡیُنِہِمۡ لِیَقۡضِیَ اللّٰہُ اَمۡرًا کَانَ مَفۡعُوۡلًا ؕ وَ اِلَی اللّٰہِ تُرۡجَعُ الۡاُمُوۡرُ ﴿٪۴۴﴾

(૪૪) અને જ્યારે તમારો એક બીજાનો મુકાબલો થયો હતો ત્યારે અલ્લાહે તેઓ (મુશરિકો)ને તમારી નજરમાં ઓછા દેખાડ્યા હતા અને તમને (પણ) તેઓની નજરમાં ઓછા કરીને દેખાડ્યા કે જેથી અલ્લાહે કરેલ ફેંસલો જાહેર થઇ જાય અને તમામ બાબતો અલ્લાહ તરફ જ ફેરવવામાં આવશે.

45

یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡۤا اِذَا لَقِیۡتُمۡ فِئَۃً فَاثۡبُتُوۡا وَ اذۡکُرُوا اللّٰہَ کَثِیۡرًا لَّعَلَّکُمۡ تُفۡلِحُوۡنَ ﴿ۚ۴۵﴾

(૪૫) અય ઇમાન લાવનારાઓ ! જ્યારે તમે કોઇ ગિરોહનો મુકાબલો કરો ત્યારે સાબિત કદમ રહો અને અલ્લાહને ખૂબ યાદ કરો કે જેથી તમે કામ્યાબ થઇ જાઓ.

46

وَ اَطِیۡعُوا اللّٰہَ وَ رَسُوۡلَہٗ وَ لَا تَنَازَعُوۡا فَتَفۡشَلُوۡا وَ تَذۡہَبَ رِیۡحُکُمۡ وَ اصۡبِرُوۡا ؕ اِنَّ اللّٰہَ مَعَ الصّٰبِرِیۡنَ ﴿ۚ۴۶﴾

(૪૬) અને અલ્લાહ તથા તેના રસૂલની ઇતાઅત કરો અને આપસમાં ઝઘડો નહિ, નહિતર તમે સુસ્ત પડી જશો તથા તમારો રોઅબ (દબદબો) ખત્મ થઇ જશે અને તમે સબ્ર કરો; બેશક અલ્લાહ સબ્ર કરનારાઓની સાથે છે.

47

وَ لَا تَکُوۡنُوۡا کَالَّذِیۡنَ خَرَجُوۡا مِنۡ دِیَارِہِمۡ بَطَرًا وَّ رِئَآءَ النَّاسِ وَ یَصُدُّوۡنَ عَنۡ سَبِیۡلِ اللّٰہِ ؕ وَ اللّٰہُ بِمَا یَعۡمَلُوۡنَ مُحِیۡطٌ ﴿۴۷﴾

(૪૭) અને તમે તે લોકોના જેવા ન થાઓ કે જેઓ તકબ્બૂર તથા દેખાવ કરતા ઘરોની બહાર નીકળ્યા અને અલ્લાહની રાહથી અટકાવતા હતા; અને જે કાંઇ તેઓ કરે છે અલ્લાહે તેને (પોતાના ઇલ્મમાં) ઘેરી રાખેલ છે.

48

وَ اِذۡ زَیَّنَ لَہُمُ الشَّیۡطٰنُ اَعۡمَالَہُمۡ وَ قَالَ لَا غَالِبَ لَکُمُ الۡیَوۡمَ مِنَ النَّاسِ وَ اِنِّیۡ جَارٌ لَّکُمۡ ۚ فَلَمَّا تَرَآءَتِ الۡفِئَتٰنِ نَکَصَ عَلٰی عَقِبَیۡہِ وَ قَالَ اِنِّیۡ بَرِیۡٓءٌ مِّنۡکُمۡ اِنِّیۡۤ اَرٰی مَا لَا تَرَوۡنَ اِنِّیۡۤ اَخَافُ اللّٰہَ ؕ وَ اللّٰہُ شَدِیۡدُ الۡعِقَابِ ﴿٪۴۸﴾

(૪૮) અને જ્યારે શૈતાને તેમના અમલ તેમની નજરમાં સુશોભિત કરી દીધા અને કહ્યું કે લોકોમાંથી કોઇપણ આજે તમારા ઉપર ગાલીબ થશે નહિ, અને બેશક હું તમને આશરો આપનાર છું. પછી જ્યારે તે બંને ગિરોહ સામસામે એકબીજાની નજરે પડ્યા ત્યારે શૈતાન ફરી ગયો અને કહ્યું કે બેશક હું તો તમારાથી બેઝાર છું; બેશક હું જે કાંઇ જોઉં છું તે તમે જોતા નથી; હું અલ્લાહથી ડરૂં છું; અને અલ્લાહ સખ્ત સજા આપનાર છે.

49

اِذۡ یَقُوۡلُ الۡمُنٰفِقُوۡنَ وَ الَّذِیۡنَ فِیۡ قُلُوۡبِہِمۡ مَّرَضٌ غَرَّہٰۤؤُ لَآءِ دِیۡنُہُمۡ ؕ وَ مَنۡ یَّتَوَکَّلۡ عَلَی اللّٰہِ فَاِنَّ اللّٰہَ عَزِیۡزٌ حَکِیۡمٌ ﴿۴۹﴾

(૪૯) જ્યારે મુનાફીકો તથા જે લોકોના દિલોમાં રોગ હતો તેઓએ કહ્યું કે આ લોકોને તેમના દીને ધોકો આપ્યો છે; પણ જે કોઇ અલ્લાહ પર આધાર રાખે છે, બેશક અલ્લાહ જબરદસ્ત (સમર્થ અને) હિકમતવાળો છે.

50

وَ لَوۡ تَرٰۤی اِذۡ یَتَوَفَّی الَّذِیۡنَ کَفَرُوا ۙ الۡمَلٰٓئِکَۃُ یَضۡرِبُوۡنَ وُجُوۡہَہُمۡ وَ اَدۡبَارَہُمۡ ۚ وَ ذُوۡقُوۡا عَذَابَ الۡحَرِیۡقِ ﴿۵۰﴾

(૫૦) અને કદાચને તું જોતે કે જ્યારે ફરિશ્તા તે નાસ્તિકોની રૂહ કબ્જ કરતા હતા અને તેમના મોંઢાં તથા પીઠ પર મારતા હતા, અને (કહેતા હતા) કે સળગાવનાર અઝાબની મજા ચાખો.

51

ذٰلِکَ بِمَا قَدَّمَتۡ اَیۡدِیۡکُمۡ وَ اَنَّ اللّٰہَ لَیۡسَ بِظَلَّامٍ لِّلۡعَبِیۡدِ ﴿ۙ۵۱﴾

(૫૧) અને આ (તેનો બદલો છે કે જે) તમારા હાથે અગાઉ મોકલી ચૂક્યા છો અને અલ્લાહ પોતાના બંદાઓ માટે હરગિઝ ઝાલિમ નથી:

52

کَدَاۡبِ اٰلِ فِرۡعَوۡنَ ۙ وَ الَّذِیۡنَ مِنۡ قَبۡلِہِمۡ ؕ کَفَرُوۡا بِاٰیٰتِ اللّٰہِ فَاَخَذَہُمُ اللّٰہُ بِذُنُوۡبِہِمۡ ؕ اِنَّ اللّٰہَ قَوِیٌّ شَدِیۡدُ الۡعِقَابِ ﴿۵۲﴾

(૫૨) આલે ફિરઔનની તથા તેમની અગાઉના લોકોની જેમજ તેમણે અલ્લાહની નિશાનીઓનો ઇન્કાર કર્યો હતો જેથી અલ્લાહે તેમને તેમના ગુનાહોના કારણે પકડયા; બેશક અલ્લાહ શક્તિવાન, સજા કરવામાં ઘણો સખ્ત છે.

53

ذٰلِکَ بِاَنَّ اللّٰہَ لَمۡ یَکُ مُغَیِّرًا نِّعۡمَۃً اَنۡعَمَہَا عَلٰی قَوۡمٍ حَتّٰی یُغَیِّرُوۡا مَا بِاَنۡفُسِہِمۡ ۙ وَ اَنَّ اللّٰہَ سَمِیۡعٌ عَلِیۡمٌ ﴿ۙ۵۳﴾

(૫૩) આ એ માટે કે કોઇ કોમને આપેલી નેઅમત અલ્લાહ બદલી નાખતો નથી, જ્યાં સુધી કે તેઓ પોતેજ તેને બદલી નાખે, અને બેશક અલ્લાહ સાંભળનાર અને જાણનાર છે:

54

کَدَاۡبِ اٰلِ فِرۡعَوۡنَ ۙ وَ الَّذِیۡنَ مِنۡ قَبۡلِہِمۡ ؕ کَذَّبُوۡا بِاٰیٰتِ رَبِّہِمۡ فَاَہۡلَکۡنٰہُمۡ بِذُنُوۡبِہِمۡ وَ اَغۡرَقۡنَاۤ اٰلَ فِرۡعَوۡنَ ۚ وَ کُلٌّ کَانُوۡا ظٰلِمِیۡنَ ﴿۵۴﴾

(૫૪) આલે ફિરઔન તથા તેઓની અગાઉના લોકોની જેમ જેઓએ પોતાના પરવરદિગારની આયતોને જૂઠલાવી. અમોએ તેમના ગુનાહોના કારણે તેમને હલાક કર્યા, અને આલે ફિરઔનને ડૂબાડી દીધા, અને તેઓ બધા ઝાલિમ હતા.

55

اِنَّ شَرَّ الدَّوَآبِّ عِنۡدَ اللّٰہِ الَّذِیۡنَ کَفَرُوۡا فَہُمۡ لَا یُؤۡمِنُوۡنَ ﴿ۖۚ۵۵﴾

(૫૫) બેશક અલ્લાહની નજરમાં (ઝમીન પર) ચાલનારાઓમાં સૌથી ખરાબ તે લોકો છે કે જેઓએ નાસ્તિકપણું કર્યુ અને ઇમાન લાવતા નથી.

56

اَلَّذِیۡنَ عٰہَدۡتَّ مِنۡہُمۡ ثُمَّ یَنۡقُضُوۡنَ عَہۡدَہُمۡ فِیۡ کُلِّ مَرَّۃٍ وَّ ہُمۡ لَا یَتَّقُوۡنَ ﴿۵۶﴾

(૫૬) તેઓ એ જ છે જેમની સાથે તું એ કરાર કર્યા, પછી તેઓ દરેક વખતે પોતાના કરાર તોડી નાખેલ છે અને (વાયદા ખિલાફીથી) પરહેઝ કરતા નથી

57

فَاِمَّا تَثۡقَفَنَّہُمۡ فِی الۡحَرۡبِ فَشَرِّدۡ بِہِمۡ مَّنۡ خَلۡفَہُمۡ لَعَلَّہُمۡ یَذَّکَّرُوۡنَ ﴿۵۷﴾

(૫૭) પછી જો (લડાઇમાં) તેઓ તમારા હાથે લાગી જાય તો (સખ્તીથી) તેઓને તથા તેઓની પાછળ રહેલાઓને વેરવિખેર કરી નાખો કદાચ તેઓ ઇબ્રત મેળવે.

58

وَ اِمَّا تَخَافَنَّ مِنۡ قَوۡمٍ خِیَانَۃً فَانۡۢبِذۡ اِلَیۡہِمۡ عَلٰی سَوَآءٍ ؕ اِنَّ اللّٰہَ لَا یُحِبُّ الۡخَآئِنِیۡنَ ﴿٪۵۸﴾

(૫૮) અને જો તમને કોઇ કોમ તરફથી ખયાનતનો ડર હોય તો તમે પણ (યોગ્ય જવાબ આપી કરારને) તેમના તરફ ઇન્સાફ સાથે ફેંકી દો; બેશક અલ્લાહ ખયાનત કરનારાઓને દોસ્ત રાખતો નથી.

59

وَ لَا یَحۡسَبَنَّ الَّذِیۡنَ کَفَرُوۡا سَبَقُوۡا ؕ اِنَّہُمۡ لَا یُعۡجِزُوۡنَ ﴿۵۹﴾

(૫૯) અને જેમણે કુફ્ર કર્યું છે તેઓ એવું ગુમાન ન કરે કે તેઓ (અમારી હદ કરતા) આગળ વધી ગયા; બેશક તેઓ (અમને સજા ન આપવા માટે) આજિઝ (લાચાર) કરી શકશે નહિ.

60

وَ اَعِدُّوۡا لَہُمۡ مَّا اسۡتَطَعۡتُمۡ مِّنۡ قُوَّۃٍ وَّ مِنۡ رِّبَاطِ الۡخَیۡلِ تُرۡہِبُوۡنَ بِہٖ عَدُوَّ اللّٰہِ وَ عَدُوَّکُمۡ وَ اٰخَرِیۡنَ مِنۡ دُوۡنِہِمۡ ۚ لَا تَعۡلَمُوۡنَہُمۡ ۚ اَللّٰہُ یَعۡلَمُہُمۡ ؕ وَ مَا تُنۡفِقُوۡا مِنۡ شَیۡءٍ فِیۡ سَبِیۡلِ اللّٰہِ یُوَفَّ اِلَیۡکُمۡ وَ اَنۡتُمۡ لَا تُظۡلَمُوۡنَ ﴿۶۰﴾

(૬૦) અને તમે તમારી શક્તિ મુજબ તેઓ (દુશ્મનોથી લડવા) માટે બળ (લશ્કર) અને કસાયેલ ઘોડા તૈયાર રાખો જેના વડે તમે અલ્લાહના દુશ્મન તથા તમારા દુશ્મન તથા આ સિવાયના બીજા (દુશ્મનો) જેઓને તમો નથી જાણતા (પરંતુ) અલ્લાહ જાણે છે (તેમને) ડરાવો; અને તમે અલ્લાહની રાહમાં જે કાંઇ ઇન્ફાક (ખર્ચ) કરશો તેનો તમને પૂરો બદલો આપવામાં આવશે, અને તમારી સાથે ઝુલ્મ કરવામાં આવશે નહિ.

61

وَ اِنۡ جَنَحُوۡا لِلسَّلۡمِ فَاجۡنَحۡ لَہَا وَ تَوَکَّلۡ عَلَی اللّٰہِ ؕ اِنَّہٗ ہُوَ السَّمِیۡعُ الۡعَلِیۡمُ ﴿۶۱﴾

(૬૧) અને જો તેઓ સુલેહ તરફ જૂકે તો તું પણ તે માટે નરમ બની જા અને અલ્લાહ પર આધાર રાખ; બેશક તે સાંભળનાર અને જાણનાર છે.

62

وَ اِنۡ یُّرِیۡدُوۡۤا اَنۡ یَّخۡدَعُوۡکَ فَاِنَّ حَسۡبَکَ اللّٰہُ ؕ ہُوَ الَّذِیۡۤ اَیَّدَکَ بِنَصۡرِہٖ وَ بِالۡمُؤۡمِنِیۡنَ ﴿ۙ۶۲﴾

(૬૨) અને જો તેઓ તને છેતરવા ચાહે તો બેશક અલ્લાહ તારા માટે બસ છે; તે એ જ છે જેણે પોતાની મદદ વડે તથા મોઅમીનોની (મદદ) વડે તને ટેકો આપ્યો.

63

وَ اَلَّفَ بَیۡنَ قُلُوۡبِہِمۡ ؕ لَوۡ اَنۡفَقۡتَ مَا فِی الۡاَرۡضِ جَمِیۡعًا مَّاۤ اَلَّفۡتَ بَیۡنَ قُلُوۡبِہِمۡ وَ لٰکِنَّ اللّٰہَ اَلَّفَ بَیۡنَہُمۡ ؕ اِنَّہٗ عَزِیۡزٌ حَکِیۡمٌ ﴿۶۳﴾

(૬૩) અને તેમના દિલોને જોડી દીધા છે જો ઝમીનમાં જે કાંઇ છે તે સઘળું જ તું ખર્ચી નાખતે તો પણ તેમના દિલોને જોડી શકતે નહિ, પણ અલ્લાહે તેમના દિલોને જોડી દીધા છે કારણકે અલ્લાહ જબરદસ્ત (અને) હિકમતવાળો છે.

64

یٰۤاَیُّہَا النَّبِیُّ حَسۡبُکَ اللّٰہُ وَ مَنِ اتَّبَعَکَ مِنَ الۡمُؤۡمِنِیۡنَ ﴿٪۶۴﴾

(૬૪) અય નબી ! અલ્લાહ તારા માટે પૂરતો છે અને તે મોઅમીનો માટે પણ કે જેઓ તને અનુસરે છે.

65

یٰۤاَیُّہَا النَّبِیُّ حَرِّضِ الۡمُؤۡمِنِیۡنَ عَلَی الۡقِتَالِ ؕ اِنۡ یَّکُنۡ مِّنۡکُمۡ عِشۡرُوۡنَ صٰبِرُوۡنَ یَغۡلِبُوۡا مِائَتَیۡنِ ۚ وَ اِنۡ یَّکُنۡ مِّنۡکُمۡ مِّائَۃٌ یَّغۡلِبُوۡۤا اَلۡفًا مِّنَ الَّذِیۡنَ کَفَرُوۡا بِاَنَّہُمۡ قَوۡمٌ لَّا یَفۡقَہُوۡنَ ﴿۶۵﴾

(૬૫) અય નબી ! મોઅમીનોને જેહાદ માટે હોસલા અફઝાઇ (પ્રોત્સાહિત) કર; અગર તમારામાંથી વીસ સબ્ર કરનારા (અડગ રહેનાર) હશે તો તેઓ બસો ઉપર ગાલીબ રહેશે, અને જો તમારામાંથી એક સો હશે તો એક હજાર નાસ્તિકો પર ગાલીબ થશે, એ માટે કે તે એવી કોમ છે કે જે સમજી શકતી નથી.

66

اَلۡـٰٔنَ خَفَّفَ اللّٰہُ عَنۡکُمۡ وَ عَلِمَ اَنَّ فِیۡکُمۡ ضَعۡفًا ؕ فَاِنۡ یَّکُنۡ مِّنۡکُمۡ مِّائَۃٌ صَابِرَۃٌ یَّغۡلِبُوۡا مِائَتَیۡنِ ۚ وَ اِنۡ یَّکُنۡ مِّنۡکُمۡ اَلۡفٌ یَّغۡلِبُوۡۤا اَلۡفَیۡنِ بِاِذۡنِ اللّٰہِ ؕ وَ اللّٰہُ مَعَ الصّٰبِرِیۡنَ ﴿۶۶﴾

(૬૬) અલ્લાહે તમારી કમજોરી જાણીને તમારા બોજને હળવો કર્યો માટે હવે જો તમારામાંથી સો સબ્ર કરનારા હશે તો તેઓ અલ્લાહના હુકમથી બસો ઉપર ગાલીબ રહેશે, અને તમારામાંથી જો હજાર હશે તો બે હજાર ઉપર ગાલીબ થશે; અને અલ્લાહ સબ્ર કરનારાઓની સાથે છે.

67

مَا کَانَ لِنَبِیٍّ اَنۡ یَّکُوۡنَ لَہٗۤ اَسۡرٰی حَتّٰی یُثۡخِنَ فِی الۡاَرۡضِ ؕ تُرِیۡدُوۡنَ عَرَضَ الدُّنۡیَا ٭ۖ وَ اللّٰہُ یُرِیۡدُ الۡاٰخِرَۃَ ؕ وَ اللّٰہُ عَزِیۡزٌ حَکِیۡمٌ ﴿۶۷﴾

(૬૭) જ્યાં સુધી દુશ્મનોને ઝમીન ઉપર કમજોર ન બનાવી દે ત્યાં સુધી કોઇ નબી પાસે (મુક્તિદંડ માટે) કેદીનું હોવુ મુનાસિબ (યોગ્ય) નથી, તમે માલે દુનિયા ચાહો છો, જયારે કે અલ્લાહ (તમારા માટે) આખેરત ચાહે છે, અને અલ્લાહ જબરદસ્ત, હિકમતવાળો છે.

68

لَوۡ لَا کِتٰبٌ مِّنَ اللّٰہِ سَبَقَ لَمَسَّکُمۡ فِیۡمَاۤ اَخَذۡتُمۡ عَذَابٌ عَظِیۡمٌ ﴿۶۸﴾

(૬૮) જો અલ્લાહે (કોઇને હુકમ પહોંચાડ્યા સિવાય નાફરમાની બાબતે સજા કરવી નહી એવુ) લખ્યુ ન હોત તો ખરેખર જે કાંઇ તમોએ (બદ્રના કૈદીઓ પાસેથી) લીધું છે તેના સંબંધમાં તમારા ઉપર ઘણો મોટો અઝાબ નાઝિલ કરત.

69

فَکُلُوۡا مِمَّا غَنِمۡتُمۡ حَلٰلًا طَیِّبًا ۫ۖ وَّ اتَّقُوا اللّٰہَ ؕ اِنَّ اللّٰہَ غَفُوۡرٌ رَّحِیۡمٌ ﴿٪۶۹﴾

(૬૯) તો હવે તમોએ ગનીમત તરીકે જે કાંઇ લીધું છે તેમાંથી હલાલ અને પાક ખાઇ લો અને અલ્લાહ(ની નાફરમાની)થી બચતા રહો; બેશક અલ્લાહ ગફુરૂર રહીમ છે.

70

یٰۤاَیُّہَا النَّبِیُّ قُلۡ لِّمَنۡ فِیۡۤ اَیۡدِیۡکُمۡ مِّنَ الۡاَسۡرٰۤی ۙ اِنۡ یَّعۡلَمِ اللّٰہُ فِیۡ قُلُوۡبِکُمۡ خَیۡرًا یُّؤۡتِکُمۡ خَیۡرًا مِّمَّاۤ اُخِذَ مِنۡکُمۡ وَ یَغۡفِرۡ لَکُمۡ ؕ وَ اللّٰہُ غَفُوۡرٌ رَّحِیۡمٌ ﴿۷۰﴾

(૭૦) અય નબી ! જે કૈદીઓ તમારા કબ્જામાં છે તેમને કહી દે કે અગર અલ્લાહ તમારા દિલોમાં નેકી (સારો ઇરાદો) જોશે તો તમારી પાસેથી જે કાંઇ (લઇ) લેવામાં આવ્યું છે તેના કરતાંય બેહતર તમને આપશે અને તમને માફ કરી દેશે અને અલ્લાહ ગફુરૂર રહીમ છે.

71

وَ اِنۡ یُّرِیۡدُوۡا خِیَانَتَکَ فَقَدۡ خَانُوا اللّٰہَ مِنۡ قَبۡلُ فَاَمۡکَنَ مِنۡہُمۡ ؕ وَ اللّٰہُ عَلِیۡمٌ حَکِیۡمٌ ﴿۷۱﴾

(૭૧) અને અગર તેઓ તારી સાથે ખયાનત (કરવા)નો ઇરાદો કરે તો (તે કાંઇ નવી વાત નથી) તેઓ અલ્લાહ સાથે અગાઉ પણ ખયાનત કરી ચૂક્યા હતા, પછી અલ્લાહે (તમને) તેમના પર કાબૂ આપી દીધો હતો; અને અલ્લાહ જાણનાર, હિકમતવાળો છે.

72

اِنَّ الَّذِیۡنَ اٰمَنُوۡا وَ ہَاجَرُوۡا وَ جٰہَدُوۡا بِاَمۡوَالِہِمۡ وَ اَنۡفُسِہِمۡ فِیۡ سَبِیۡلِ اللّٰہِ وَ الَّذِیۡنَ اٰوَوۡا وَّ نَصَرُوۡۤا اُولٰٓئِکَ بَعۡضُہُمۡ اَوۡلِیَآءُ بَعۡضٍ ؕ وَ الَّذِیۡنَ اٰمَنُوۡا وَ لَمۡ یُہَاجِرُوۡا مَا لَکُمۡ مِّنۡ وَّلَایَتِہِمۡ مِّنۡ شَیۡءٍ حَتّٰی یُہَاجِرُوۡا ۚ وَ اِنِ اسۡتَنۡصَرُوۡکُمۡ فِی الدِّیۡنِ فَعَلَیۡکُمُ النَّصۡرُ اِلَّا عَلٰی قَوۡمٍۭ بَیۡنَکُمۡ وَ بَیۡنَہُمۡ مِّیۡثَاقٌ ؕ وَ اللّٰہُ بِمَا تَعۡمَلُوۡنَ بَصِیۡرٌ ﴿۷۲﴾

(૭૨) બેશક જે લોકો ઇમાન લાવ્યા તથા હિજરત કરી છે, અને જેમણે અલ્લાહની રાહમાં પોતાના માલ તથા જાનથી જેહાદ કર્યો છે, અને જેમણે (મુહાજીરોને) પનાહ આપી અને મદદ કરી છે, તેઓ એકબીજાના મદદગાર છે; અને જેઓ ઇમાન લાવ્યા છે પણ હિજરત કરી નથી, જ્યાં સુધી તેઓ હિજરત ન કરે ત્યાં સુધી તમારા ઉપર તેઓની કંઇપણ જવાબદારી નથી, સિવાય કે હિજરત કરે; અને જો તેઓ તમારી પાસે દીન(ની હિફાઝત) બાબતે મદદ માંગે તો તેમને મદદ આપવી તમારા ઉપર લાઝિમ છે, તે સિવાય કે તેમના દુશ્મનો અને તમારી વચ્ચે (લડાઇ ન કરવાનો) કરાર હોય; અને તમે જે કાંઇ કરો છો તે અલ્લાહ નિહાળે છે.

73

وَ الَّذِیۡنَ کَفَرُوۡا بَعۡضُہُمۡ اَوۡلِیَآءُ بَعۡضٍ ؕ اِلَّا تَفۡعَلُوۡہُ تَکُنۡ فِتۡنَۃٌ فِی الۡاَرۡضِ وَ فَسَادٌ کَبِیۡرٌ ﴿ؕ۷۳﴾

(૭૩) અને જે લોકો ઇમાન નથી લાવ્યા, તેઓ (આપસમાં) એક બીજાના મદદગાર છે; અગર તમે (આપસમાં એકબીજાની મદદ કરવાના હુકમ પર) અમલ નહિ કરો તો ઝમીન પર ફિત્નો અને મોટો ફસાદ થઇ જશે.

74

وَ الَّذِیۡنَ اٰمَنُوۡا وَ ہَاجَرُوۡا وَ جٰہَدُوۡا فِیۡ سَبِیۡلِ اللّٰہِ وَ الَّذِیۡنَ اٰوَوۡا وَّ نَصَرُوۡۤا اُولٰٓئِکَ ہُمُ الۡمُؤۡمِنُوۡنَ حَقًّا ؕ لَہُمۡ مَّغۡفِرَۃٌ وَّ رِزۡقٌ کَرِیۡمٌ ﴿۷۴﴾

(૭૪) અને જે લોકો ઇમાન લાવ્યા તથા હિજરત કરી અને અલ્લાહની રાહમાં જિહાદ કર્યો, અને જેમણે (મુહાજીરોને) પનાહ આપી અને મદદ કરી તેઓ જ હકીકી મોઅમીન છે; તેઓ માટે મગફેરત અને ઉમદા રોઝી છે.

75

وَ الَّذِیۡنَ اٰمَنُوۡا مِنۡۢ بَعۡدُ وَ ہَاجَرُوۡا وَ جٰہَدُوۡا مَعَکُمۡ فَاُولٰٓئِکَ مِنۡکُمۡ ؕ وَ اُولُوا الۡاَرۡحَامِ بَعۡضُہُمۡ اَوۡلٰی بِبَعۡضٍ فِیۡ کِتٰبِ اللّٰہِ ؕ اِنَّ اللّٰہَ بِکُلِّ شَیۡءٍ عَلِیۡمٌ ﴿٪۷۵﴾

(૭૫) અને જે લોકો ત્યારબાદ ઇમાન લાવ્યા અને હિજરત કરી અને તમારી સાથે મળીને જેહાદ કર્યો તેઓ તમારામાંથી જ છે; જો કે અલ્લાહની કિતાબ(ના હુકમ) મુજબ સગાવ્હાલાં એકબીજાના (વારસા) માટે (બીજા લોકો કરતા) વધારે હકદાર છે, બેશક અલ્લાહ દરેક વસ્તુનો જાણકાર છે.