سورة الغاشية
ہَلۡ اَتٰىکَ حَدِیۡثُ الۡغَاشِیَۃِ ؕ﴿۱﴾
(૧) શું તમને ઢાંકી લેનાર (કયામતના) બનાવની ખબર પહોંચી છે?
وُجُوۡہٌ یَّوۡمَئِذٍ خَاشِعَۃٌ ۙ﴿۲﴾
(૨) તે દિવસે ઘણાં ચહેરા ઝિલ્લત ભર્યા છે:
عَامِلَۃٌ نَّاصِبَۃٌ ۙ﴿۳﴾
(૩) સતત અમલ કરેલા અને થાકેલા છે:
تَصۡلٰی نَارًا حَامِیَۃً ۙ﴿۴﴾
(૪) બાળનારી આગમાં દાખલ થાય છે;
تُسۡقٰی مِنۡ عَیۡنٍ اٰنِیَۃٍ ؕ﴿۵﴾
(૫) તેમને ઉકળતા પાણીની નહેરમાંથી પીવડાવવામાં આવે છે.
لَیۡسَ لَہُمۡ طَعَامٌ اِلَّا مِنۡ ضَرِیۡعٍ ۙ﴿۶﴾
(૬) તેઓ માટે ખોરાક “થોરનાં ઝાડ”ના સિવાય બીજો કાંઇ નથી;
لَّا یُسۡمِنُ وَ لَا یُغۡنِیۡ مِنۡ جُوۡعٍ ؕ﴿۷﴾
(૭) જે ન જાડાઇ વધારે છે અને ન ભૂખ મટાડે છે.
وُجُوۡہٌ یَّوۡمَئِذٍ نَّاعِمَۃٌ ۙ﴿۸﴾
(૮) અને અમુક ચહેરા તે દિવસે તાજગીભર્યા છે:
لِّسَعۡیِہَا رَاضِیَۃٌ ۙ﴿۹﴾
(૯) પોતાની કોશિશોથી રાજી છે:
فِیۡ جَنَّۃٍ عَالِیَۃٍ ﴿ۙ۱۰﴾
(૧૦) આલીશાન જન્નતોમાં છે:
لَّا تَسۡمَعُ فِیۡہَا لَاغِیَۃً ﴿ؕ۱۱﴾
(૧૧) જયાં કાંઇ નકામી વાત સંભળતા નથી.
فِیۡہَا عَیۡنٌ جَارِیَۃٌ ﴿ۘ۱۲﴾
(૧૨) તેમાં ઝરણાં વહે છે.
فِیۡہَا سُرُرٌ مَّرۡفُوۡعَۃٌ ﴿ۙ۱۳﴾
(૧૩) તેમાં ઊંચા ઊંચા તખ્તો છે.
وَّ اَکۡوَابٌ مَّوۡضُوۡعَۃٌ ﴿ۙ۱۴﴾
(૧૪) અને આસપાસ જામો ગોઠવેલા છે.
وَّ نَمَارِقُ مَصۡفُوۡفَۃٌ ﴿ۙ۱۵﴾
(૧૫) અને હારબંધ મૂકેલા તકીયા છે.
وَّ زَرَابِیُّ مَبۡثُوۡثَۃٌ ﴿ؕ۱۶﴾
(૧૬) અને ઉમદા ગાલીચા પાથરેલા છે.
اَفَلَا یَنۡظُرُوۡنَ اِلَی الۡاِبِلِ کَیۡفَ خُلِقَتۡ ﴿ٝ۱۷﴾
(૧૭) શું તેઓ ઊંટ તરફ નથી જોતા કે તેને કેવી રીતે પેદા કરવામાં આવેલ છે?!
وَ اِلَی السَّمَآءِ کَیۡفَ رُفِعَتۡ ﴿ٝ۱۸﴾
(૧૮) અને આસમાનને કેવી રીતે ઊંચું કરવામાં આવેલ છે?!
وَ اِلَی الۡجِبَالِ کَیۡفَ نُصِبَتۡ ﴿ٝ۱۹﴾
(૧૯) અને પહાડોને કેવી રીતે જડવામાં આવેલ છે?!
وَ اِلَی الۡاَرۡضِ کَیۡفَ سُطِحَتۡ ﴿ٝ۲۰﴾
(૨૦) અને ઝમીનને કેવી રીતે પાથરવામાં આવેલ છે?!
فَذَکِّرۡ ۟ؕ اِنَّمَاۤ اَنۡتَ مُذَکِّرٌ ﴿ؕ۲۱﴾
(૨૧) માટે તું નસીહત કર્યા કર; તું ફકત નસીહત કરનારો છો!
لَسۡتَ عَلَیۡہِمۡ بِمُصَۜیۡطِرٍ ﴿ۙ۲۲﴾
(૨૨) તું તેમના ઉપર કાંઇ કાબૂ ધરાવતો નથી (કે મજબૂર કરે)
اِلَّا مَنۡ تَوَلّٰی وَ کَفَرَ ﴿ۙ۲۳﴾
(૨૩) સિવાય કે જે મોઢું ફેરવે અને નાસ્તિક થાય,
فَیُعَذِّبُہُ اللّٰہُ الۡعَذَابَ الۡاَکۡبَرَ ﴿ؕ۲۴﴾
(૨૪) કે અલ્લાહ તેને મોટા અઝાબની સજા આપશે.
اِنَّ اِلَیۡنَاۤ اِیَابَہُمۡ ﴿ۙ۲۵﴾
(૨૫) બેશક તેઓનું પાછું ફરવું અમારી જ તરફ છે:
ثُمَّ اِنَّ عَلَیۡنَا حِسَابَہُمۡ ﴿٪۲۶﴾
(૨૬) અને બેશક તેઓનો હિસાબ અમારા ઉપર છે!
મહત્વપૂર્ણ લિંક્સ
http://www.amillibrary.com
http://hajinaji.imperoserver.in/admin/important-links/create
આપણા સમુદાય સાથે જોડાવા અને એપ્લિકેશનનું અન્વેષણ કરવા માટે તમારો ફોન નંબર દાખલ કરો.
01:59 માં OTP ફરીથી મોકલો
કોડ મળ્યો નથી? ફરીથી મોકલો