અલ-કુરઆન

66

At-Tahrim

سورة التحريم


یٰۤاَیُّہَا النَّبِیُّ لِمَ تُحَرِّمُ مَاۤ اَحَلَّ اللّٰہُ لَکَ ۚ تَبۡتَغِیۡ مَرۡضَاتَ اَزۡوَاجِکَ ؕ وَ اللّٰہُ غَفُوۡرٌ رَّحِیۡمٌ ﴿۱﴾

(૧) અય નબી ! શા માટે અલ્લાહે તારા માટે જે કાંઇ હલાલ કર્યુ છે તેને તારી ઔરતોની ખુશી હાંસિલ કરવા માટે હરામ કરો છો? અને અલ્લાહ ગફુરૂર રહીમ છે.

قَدۡ فَرَضَ اللّٰہُ لَکُمۡ تَحِلَّۃَ اَیۡمَانِکُمۡ ۚ وَ اللّٰہُ مَوۡلٰىکُمۡ ۚ وَ ہُوَ الۡعَلِیۡمُ الۡحَکِیۡمُ ﴿۲﴾

(૨) અલ્લાહે તમારી કસમોમાંથી છુટ્ટા થવાનો રસ્તો (કફફારો) નક્કી કર્યો છે અને અલ્લાહ તમારો સરપરસ્ત છે અને તે જાણનાર અને હિકમતવાળો છે.

وَ اِذۡ اَسَرَّ النَّبِیُّ اِلٰی بَعۡضِ اَزۡوَاجِہٖ حَدِیۡثًا ۚ فَلَمَّا نَبَّاَتۡ بِہٖ وَ اَظۡہَرَہُ اللّٰہُ عَلَیۡہِ عَرَّفَ بَعۡضَہٗ وَ اَعۡرَضَ عَنۡۢ بَعۡضٍ ۚ فَلَمَّا نَبَّاَہَا بِہٖ قَالَتۡ مَنۡ اَنۡۢبَاَکَ ہٰذَا ؕ قَالَ نَبَّاَنِیَ الۡعَلِیۡمُ الۡخَبِیۡرُ ﴿۳﴾

(૩) અને જયારે નબીએ પોતાની ઔરતોમાંથી એકને રાઝની વાત કરી અને તેણીએ તે રાઝની વાત જાહેર કરી દીધી, અને અલ્લાહે નબીને તે વાત જણાવી, ત્યારે નબીએ અમુક વાત તેણીને જણાવી અને અમુકને અણદેખી કરી જ્યારે (નબીએ) તેણીને આ વાતની જાણ કરી ત્યારે તેણીએ કહ્યુ તમને કોણે આ વાતની જાણ કરી? નબીએ કહ્યું કે મને ખુદાએ અલીમ અને ખબીરે જાણ કરી!

اِنۡ تَتُوۡبَاۤ اِلَی اللّٰہِ فَقَدۡ صَغَتۡ قُلُوۡبُکُمَا ۚ وَ اِنۡ تَظٰہَرَا عَلَیۡہِ فَاِنَّ اللّٰہَ ہُوَ مَوۡلٰىہُ وَ جِبۡرِیۡلُ وَ صَالِحُ الۡمُؤۡمِنِیۡنَ ۚ وَ الۡمَلٰٓئِکَۃُ بَعۡدَ ذٰلِکَ ظَہِیۡرٌ ﴿۴﴾

(૪) જો તમે બંને અલ્લાહ પાસે તૌબા કરો (તો તમારા માટે સારૂ છે) કારણ કે તમો બંનેના દિલમાં અવળાઇ પૈદા થઇ ગઇ છે, અને જો તમે બંને તેની વિરૂઘ્ધ એકબીજાની મદદ કરશો (તો કાંઇ નહિ બગાડી શકો) કારણકે અલ્લાહ તેનો સરપરસ્ત છે તથા જિબ્રઇલ તથા નેક મોઅમીન અને બધા ફરિશ્તાઓ તેના મદદગાર છે.

عَسٰی رَبُّہٗۤ اِنۡ طَلَّقَکُنَّ اَنۡ یُّبۡدِلَہٗۤ اَزۡوَاجًا خَیۡرًا مِّنۡکُنَّ مُسۡلِمٰتٍ مُّؤۡمِنٰتٍ قٰنِتٰتٍ تٰٓئِبٰتٍ عٰبِدٰتٍ سٰٓئِحٰتٍ ثَیِّبٰتٍ وَّ اَبۡکَارًا ﴿۵﴾

(૫) તે અગર તમને તલાક પણ આપે તો ઉમ્મીદ છે કે તેનો પરવરદિગાર તમારા બદલામાં તેને તમારા કરતા સારી ઔરતો -કે જેણીઓ ઇતાઅત ગુઝાર, મોઅમેના, તાબેદાર, તૌબા કરનારી, ઇબાદત કરનારી, નમ્રતા રાખવાવાળી અને કુંવારીઓ તેમજ અગાઉ શાદી થયેલ હોય- આપે.

یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡا قُوۡۤا اَنۡفُسَکُمۡ وَ اَہۡلِیۡکُمۡ نَارًا وَّ قُوۡدُہَا النَّاسُ وَ الۡحِجَارَۃُ عَلَیۡہَا مَلٰٓئِکَۃٌ غِلَاظٌ شِدَادٌ لَّا یَعۡصُوۡنَ اللّٰہَ مَاۤ اَمَرَہُمۡ وَ یَفۡعَلُوۡنَ مَا یُؤۡمَرُوۡنَ ﴿۶﴾

(૬) અય ઇમાન લાવનારાઓ ! તમારા નફસને અને તમારા ખાનદાનને તે આગથી બચાવો કે જેનું બળતણ ઇન્સાન તથા પત્થર છે, તેના ઉપર શદીદ અને સખ્ત ફરિશ્તાઓ નિયુક્ત કરેલા છે અને તેઓ હરગિઝ અલ્લાહના હુકમની નાફરમાની નથી કરતા, અને જે હુકમ આપવામાં આવે છે તેના ઉપર અમલ કરે છે!

یٰۤاَیُّہَا الَّذِیۡنَ کَفَرُوۡا لَا تَعۡتَذِرُوا الۡیَوۡمَ ؕ اِنَّمَا تُجۡزَوۡنَ مَا کُنۡتُمۡ تَعۡمَلُوۡنَ ٪﴿۷﴾

(૭) અય નાસ્તિકો આજે તમે કોઇ બહાના ન કાઢો કારણ કે જે કાર્યો તમે કરતા હતા તેનો બદલો તમને આપવામાં આવે છે.

یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡا تُوۡبُوۡۤا اِلَی اللّٰہِ تَوۡبَۃً نَّصُوۡحًا ؕ عَسٰی رَبُّکُمۡ اَنۡ یُّکَفِّرَ عَنۡکُمۡ سَیِّاٰتِکُمۡ وَ یُدۡخِلَکُمۡ جَنّٰتٍ تَجۡرِیۡ مِنۡ تَحۡتِہَا الۡاَنۡہٰرُ ۙ یَوۡمَ لَا یُخۡزِی اللّٰہُ النَّبِیَّ وَ الَّذِیۡنَ اٰمَنُوۡا مَعَہٗ ۚ نُوۡرُہُمۡ یَسۡعٰی بَیۡنَ اَیۡدِیۡہِمۡ وَ بِاَیۡمَانِہِمۡ یَقُوۡلُوۡنَ رَبَّنَاۤ اَتۡمِمۡ لَنَا نُوۡرَنَا وَ اغۡفِرۡ لَنَا ۚ اِنَّکَ عَلٰی کُلِّ شَیۡءٍ قَدِیۡرٌ ﴿۸﴾

(૮) અય ઇમાન લાવનારાઓ ! અલ્લાહની તરફ તોબા કરો, ખાલિસ તોબા: ઉમ્મીદ છે કે તમારો પરવરદિગાર તમારી બૂરાઇઓને ઢાંકી લ્યે, અને તમને એવી જન્નતોમાં દાખલ કરે કે જેની નીચે નહેરો વહે છે; તે દિવસે અલ્લાહ નબીને તથા તે લોકોને કે જેઓ તેની સાથે ઇમાન લાવ્યા છે રૂસ્વા નહી કરે, તેમનું નૂર તેમની આગળ અને જમણી બાજુએ ચાલે છે અને તેઓ કહે છે કે અય પરવરદિગાર ! તું અમારા નૂરને અમારા માટે કામીલ કર, અને અમારા ગુનાહ માફ કર; બેશક તું દરેક વસ્તુ પર કુદરત ધરાવે છો.

یٰۤاَیُّہَا النَّبِیُّ جَاہِدِ الۡکُفَّارَ وَ الۡمُنٰفِقِیۡنَ وَ اغۡلُظۡ عَلَیۡہِمۡ ؕ وَ مَاۡوٰىہُمۡ جَہَنَّمُ ؕ وَ بِئۡسَ الۡمَصِیۡرُ ﴿۹﴾

(૯) અય નબી ! તું નાસ્તિકો અને મુનાફીકો સાથે જેહાદ કર અને તેમના પર સખ્તાઇ કર! અને તેમનું ઠેકાણું જહન્નમ છે, અને તે કેવો ખરાબ અંજામ છે!

10

ضَرَبَ اللّٰہُ مَثَلًا لِّلَّذِیۡنَ کَفَرُوا امۡرَاَتَ نُوۡحٍ وَّ امۡرَاَتَ لُوۡطٍ ؕ کَانَتَا تَحۡتَ عَبۡدَیۡنِ مِنۡ عِبَادِنَا صَالِحَیۡنِ فَخَانَتٰہُمَا فَلَمۡ یُغۡنِیَا عَنۡہُمَا مِنَ اللّٰہِ شَیۡئًا وَّ قِیۡلَ ادۡخُلَا النَّارَ مَعَ الدّٰخِلِیۡنَ ﴿۱۰﴾

(૧૦) નાસ્તિકો માટે અલ્લાહ નૂહ અને લૂતની ઔરતોની મિસાલો બયાન કરેલ છે; તે બંને અમારા નેક બંદાઓની સરપરસ્તી હેઠળ હતી, પરંતુ તેણીઓએ ખયાનત કરી, જેથી તે બંનેને (નબીની ઔરત હોવાનો) અલ્લાહ તરફથી કંઇ ફાયદો ન થયો, અને તેમને કહેવામાં આવ્યું કે તમે બધા જહન્નમમાં દાખલ થનારાઓની સાથે દાખલ થાવ.

11

وَ ضَرَبَ اللّٰہُ مَثَلًا لِّلَّذِیۡنَ اٰمَنُوا امۡرَاَتَ فِرۡعَوۡنَ ۘ اِذۡ قَالَتۡ رَبِّ ابۡنِ لِیۡ عِنۡدَکَ بَیۡتًا فِی الۡجَنَّۃِ وَ نَجِّنِیۡ مِنۡ فِرۡعَوۡنَ وَ عَمَلِہٖ وَ نَجِّنِیۡ مِنَ الۡقَوۡمِ الظّٰلِمِیۡنَ ﴿ۙ۱۱﴾

(૧૧) અને અલ્લાહે મોઅમીનો માટે ફિરઓનની ઔરતની મિસાલ બયાન કરેલ છે કે જ્યારે તેણીએ કહ્યુ કે પરવરદિગાર! મારા માટે તારા પાસે જન્નતમાં એક ઘર બનાવ અને મને ફિરઓન અને તેના કાર્યોથી છુટકારો આપ અને મને ઝાલિમ કોમથી છુટકારો આપ:

12

وَ مَرۡیَمَ ابۡنَتَ عِمۡرٰنَ الَّتِیۡۤ اَحۡصَنَتۡ فَرۡجَہَا فَنَفَخۡنَا فِیۡہِ مِنۡ رُّوۡحِنَا وَ صَدَّقَتۡ بِکَلِمٰتِ رَبِّہَا وَ کُتُبِہٖ وَ کَانَتۡ مِنَ الۡقٰنِتِیۡنَ ﴿٪۱۲﴾

(૧૨) અને ઇમરાનની દુખ્તર મરિયમની મિસાલ કે જેણીએ પોતાના દામનને પાક રાખ્યુ, અમોએ તેણીમાં અમારી રૂહ ફૂંકી અને તેણીએ તેના પરવરદિગારના કલેમાત અને કિતાબોની સચ્ચાઇને ટેકો આપ્યો (તસદીક કરી), અને તેણી અમારા ફરમાબરદારોમાંથી હતી.