Al-Qasas
سورة القصص
اِنَّ فِرۡعَوۡنَ عَلَا فِی الۡاَرۡضِ وَ جَعَلَ اَہۡلَہَا شِیَعًا یَّسۡتَضۡعِفُ طَآئِفَۃً مِّنۡہُمۡ یُذَبِّحُ اَبۡنَآءَہُمۡ وَ یَسۡتَحۡیٖ نِسَآءَہُمۡ ؕ اِنَّہٗ کَانَ مِنَ الۡمُفۡسِدِیۡنَ ﴿۴﴾
(૪) બેશક ફિરઔને ઝમીનમાં સરકશી કરી અને તેના રહેવાસીઓને અલગ અલગ હિસ્સાઓમાં તકસીમ કરી નાખ્યા, જેમાંથી એક સમૂહને કમજોર બનાવી દીધો, તેના ફરઝંદોને ઝબેહ કરી નાખતો હતો અને ઔરતોને (ખિદમત માટે) જીવતી રહેવા દેતો હતો; બેશક તે ફસાદ કરવાવાળાઓમાંથી હતો.
وَ اَوۡحَیۡنَاۤ اِلٰۤی اُمِّ مُوۡسٰۤی اَنۡ اَرۡضِعِیۡہِ ۚ فَاِذَا خِفۡتِ عَلَیۡہِ فَاَلۡقِیۡہِ فِی الۡیَمِّ وَ لَا تَخَافِیۡ وَ لَا تَحۡزَنِیۡ ۚ اِنَّا رَآدُّوۡہُ اِلَیۡکِ وَ جَاعِلُوۡہُ مِنَ الۡمُرۡسَلِیۡنَ ﴿۷﴾
(૭) અને અમોએ મૂસાની વાલેદાની તરફ વહી કરી કે તે પોતાના તે (બચ્ચા)ને દૂધ પીવડાવ જ્યારે તેના બારામાં ડર લાગે ત્યારે (પેટીમાં રાખી) દરિયામાં ફેંકી દેજે, ન ડરજે, ન ગમગીન થજે કારણકે અમે તેને તારી પાસે પાછો મોકલશું અને તેને રસૂલોમાંથી એક બનાવશું.
وَ قَالَتِ امۡرَاَتُ فِرۡعَوۡنَ قُرَّتُ عَیۡنٍ لِّیۡ وَ لَکَ ؕ لَا تَقۡتُلُوۡہُ ٭ۖ عَسٰۤی اَنۡ یَّنۡفَعَنَاۤ اَوۡ نَتَّخِذَہٗ وَلَدًا وَّ ہُمۡ لَا یَشۡعُرُوۡنَ ﴿۹﴾
(૯) અને ફિરઔનની ઔરતે કહ્યું કે આ મારી અને તારી આંખોની ઠંડક છે; માટે તેને મારી ન નાખો; કદાચને તે આપણને કાંઇક ફાયદો પહોંચાડે અથવા તેને આપણો ફરઝંદ બનાવી લઇએ, અને તેઓ કાંઇ સમજતા ન હતા.
وَ اَصۡبَحَ فُؤَادُ اُمِّ مُوۡسٰی فٰرِغًا ؕ اِنۡ کَادَتۡ لَتُبۡدِیۡ بِہٖ لَوۡ لَاۤ اَنۡ رَّبَطۡنَا عَلٰی قَلۡبِہَا لِتَکُوۡنَ مِنَ الۡمُؤۡمِنِیۡنَ ﴿۱۰﴾
(૧૦) અને મૂસાની વાલેદાનું દિલ (ફરઝંદની યાદ સિવાય) ખાલી થઇ ગયુ હતુ જો તેના દિલને ઇમાન (અને ઉમ્મીદ)થી મજબૂત ન કર્યુ હોત તો નજીક હતું કે આ રાઝને જાહેર કરી દે.
وَ حَرَّمۡنَا عَلَیۡہِ الۡمَرَاضِعَ مِنۡ قَبۡلُ فَقَالَتۡ ہَلۡ اَدُلُّکُمۡ عَلٰۤی اَہۡلِ بَیۡتٍ یَّکۡفُلُوۡنَہٗ لَکُمۡ وَ ہُمۡ لَہٗ نٰصِحُوۡنَ ﴿۱۲﴾
(૧૨) અને અમોએ મૂસા પર બીજી દૂધ પાનારીઓ પહેલાથી જ હરામ કરી દીધી, (જેથી તે વાલેદા પાસે પાછો ફરે) તેની બહેને (ફિરઔનના માણસોને) કહ્યું કે શું હું તમને એવા ઘરવાળાં દેખાડું કે જે તેની પરવરિશ કરે અને તેઓ તેના ખૈર ખ્વાહ હોય?
فَرَدَدۡنٰہُ اِلٰۤی اُمِّہٖ کَیۡ تَقَرَّ عَیۡنُہَا وَ لَا تَحۡزَنَ وَ لِتَعۡلَمَ اَنَّ وَعۡدَ اللّٰہِ حَقٌّ وَّ لٰکِنَّ اَکۡثَرَہُمۡ لَا یَعۡلَمُوۡنَ ﴿٪۱۳﴾
(૧૩) પછી અમોએ તેને (આ રીતે) તેની વાલેદા પાસે પાછો મોકલાવી દીધો. જેથી તેણીની આંખો ઠંડી થાય અને તેણી દિલગીર ન થાય અને તેણી જાણી લે કે અલ્લાહનો વાયદો બેશક સાચો છે; પરંતુ તેઓમાંથી ઘણાખરા લોકો જાણતા નથી.
وَ دَخَلَ الۡمَدِیۡنَۃَ عَلٰی حِیۡنِ غَفۡلَۃٍ مِّنۡ اَہۡلِہَا فَوَجَدَ فِیۡہَا رَجُلَیۡنِ یَقۡتَتِلٰنِ ٭۫ ہٰذَا مِنۡ شِیۡعَتِہٖ وَ ہٰذَا مِنۡ عَدُوِّہٖ ۚ فَاسۡتَغَاثَہُ الَّذِیۡ مِنۡ شِیۡعَتِہٖ عَلَی الَّذِیۡ مِنۡ عَدُوِّہٖ ۙ فَوَکَزَہٗ مُوۡسٰی فَقَضٰی عَلَیۡہِ ٭۫ قَالَ ہٰذَا مِنۡ عَمَلِ الشَّیۡطٰنِ ؕ اِنَّہٗ عَدُوٌّ مُّضِلٌّ مُّبِیۡنٌ ﴿۱۵﴾
(૧૫) અને મૂસા એવા સમયે શહેરમાં દાખલ થયા કે જયારે શહેરના લોકો ગાફિલ હતા, ઓંચિતા તેણે બે માણસોને આપસમાં ઝઘડતા જોયા, એક તેના ચાહવાવાળાઓમાંથી હતો અને બીજો તેના દુશ્મનોમાંથી હતો, પછી તેના ચાહવાવાળાએ તેના દુશ્મનની સામે મદદ માંગી તો મૂસાએ તેને એક ઘુસ્તો માર્યો અને તે(ના જીવન)નો ફેંસલો કરી દીધો, જેથી મૂસાએ કહ્યું કે ચોક્કસ આ (ઝઘડો) શૈતાનના કામોમાંથી હતું, ખરેખર શૈતાન દુશ્મન તથા ખુલ્લી રીતે ગુમરાહ કરનાર છે.
فَاَصۡبَحَ فِی الۡمَدِیۡنَۃِ خَآئِفًا یَّتَرَقَّبُ فَاِذَا الَّذِی اسۡتَنۡصَرَہٗ بِالۡاَمۡسِ یَسۡتَصۡرِخُہٗ ؕ قَالَ لَہٗ مُوۡسٰۤی اِنَّکَ لَغَوِیٌّ مُّبِیۡنٌ ﴿۱۸﴾
(૧૮) પછી (મૂસા) ડરની હાલતમાં (કોઇ બનાવની) રાહ જોતા હતા કે અચાનક તેણે જોયું કે જે માણસે કાલે મદદ માંગી હતી તે ફરી ફરિયાદ કરી રહ્યો છે, મૂસાએ તેને કહ્યું કે ખરેખર તું ખુલ્લો ગુમરાહ છો.
فَلَمَّاۤ اَنۡ اَرَادَ اَنۡ یَّبۡطِشَ بِالَّذِیۡ ہُوَ عَدُوٌّ لَّہُمَا ۙ قَالَ یٰمُوۡسٰۤی اَتُرِیۡدُ اَنۡ تَقۡتُلَنِیۡ کَمَا قَتَلۡتَ نَفۡسًۢا بِالۡاَمۡسِ ٭ۖ اِنۡ تُرِیۡدُ اِلَّاۤ اَنۡ تَکُوۡنَ جَبَّارًا فِی الۡاَرۡضِ وَ مَا تُرِیۡدُ اَنۡ تَکُوۡنَ مِنَ الۡمُصۡلِحِیۡنَ ﴿۱۹﴾
(૧૯) પછી જ્યારે મૂસાએ તે શખ્સ ઉપર કે જે તે બન્નેનો દુશ્મન હતો હાથ ઉપાડવા ઇરાદો કર્યો ત્યારે તેણે કહ્યું કે અય મૂસા ! શું તું એમ ચાહે છે કે જેવી રીતે તેં કાલે એક શખ્સને મારી નાખ્યો તેવી રીતે મને પણ મારી નાખે ? તું એમ ચાહે છે કે આ ઝમીનમાં તું ઝાલિમ બની જા, અને તું નથી ચાહતો કે તું ઇસ્લાહ કરનારાઓમાંથી થઇ જા?
وَ جَآءَ رَجُلٌ مِّنۡ اَقۡصَا الۡمَدِیۡنَۃِ یَسۡعٰی ۫ قَالَ یٰمُوۡسٰۤی اِنَّ الۡمَلَاَ یَاۡتَمِرُوۡنَ بِکَ لِیَقۡتُلُوۡکَ فَاخۡرُجۡ اِنِّیۡ لَکَ مِنَ النّٰصِحِیۡنَ ﴿۲۰﴾
(૨૦) અને શહેરના દૂરના વિસ્તારમાંથી એક માણસ દોડતો આવ્યો અને કહ્યુ "સરદારો તને મારવા માટે મશવેરો કરે છે માટે (શહેરની) બહાર નીકળી જા" હકીકતમાં હું તારી ભલાઇ ચાહનારાઓમાંથી છું.
وَ لَمَّا وَرَدَ مَآءَ مَدۡیَنَ وَجَدَ عَلَیۡہِ اُمَّۃً مِّنَ النَّاسِ یَسۡقُوۡنَ ۬۫ وَ وَجَدَ مِنۡ دُوۡنِہِمُ امۡرَاَتَیۡنِ تَذُوۡدٰنِ ۚ قَالَ مَا خَطۡبُکُمَا ؕ قَالَتَا لَا نَسۡقِیۡ حَتّٰی یُصۡدِرَ الرِّعَآءُ ٜ وَ اَبُوۡنَا شَیۡخٌ کَبِیۡرٌ ﴿۲۳﴾
(૨૩) અને જયારે તે મદયન (ગામ)ના પાણીના (ઝરણા) ઉપર પહોંચ્યો ત્યારે થોડાક લોકોને (જાનવરોને) પાણી પાતા જોયા તેઓ પાસે બે ઔરતો (પોતાના જાનવરોનુ) ઘ્યાન રાખતી હતી (મૂસાએ) કહ્યુ તમારૂ કામ શું છે? તેણીઓએ કહ્યુ કે અમે (જાનવરોને) પાણી નહી પીવડાવીએ જ્યાં સુધી ભરવાડો (પોતાન જાનવરોને) પાછા ફેરવે (અમે આવ્યા કારણકે) અમારા વાલિદ મોટી ઉમ્રના છે.
فَجَآءَتۡہُ اِحۡدٰىہُمَا تَمۡشِیۡ عَلَی اسۡتِحۡیَآءٍ ۫ قَالَتۡ اِنَّ اَبِیۡ یَدۡعُوۡکَ لِیَجۡزِیَکَ اَجۡرَ مَا سَقَیۡتَ لَنَا ؕ فَلَمَّا جَآءَہٗ وَ قَصَّ عَلَیۡہِ الۡقَصَصَ ۙ قَالَ لَا تَخَفۡ ٝ۟ نَجَوۡتَ مِنَ الۡقَوۡمِ الظّٰلِمِیۡنَ ﴿۲۵﴾
(૨૫) પછી તે બંને પૈકી એક ઔરત શરમાતી ચાલીને તેની પાસે આવી અને કહ્યુ કે મારા વાલિદ તને બોલાવે છે કે જેથી તમે જે પાણી પાયું હતું તેનો બદલો આપે; પછી જ્યારે મૂસા તેની પાસે પહોંચ્યા અને તેને પોતાનો પૂરો કિસ્સો કહી સંભળાવ્યો ત્યારે તેણે કહ્યું કે ડર નહિં, તું ઝાલિમ કૌમથી નજાત પામી ચૂકયો છો.
قَالَ اِنِّیۡۤ اُرِیۡدُ اَنۡ اُنۡکِحَکَ اِحۡدَی ابۡنَتَیَّ ہٰتَیۡنِ عَلٰۤی اَنۡ تَاۡجُرَنِیۡ ثَمٰنِیَ حِجَجٍ ۚ فَاِنۡ اَتۡمَمۡتَ عَشۡرًا فَمِنۡ عِنۡدِکَ ۚ وَ مَاۤ اُرِیۡدُ اَنۡ اَشُقَّ عَلَیۡکَ ؕ سَتَجِدُنِیۡۤ اِنۡ شَآءَ اللّٰہُ مِنَ الصّٰلِحِیۡنَ ﴿۲۷﴾
(૨૭) (શોએબે) ફરમાવ્યું કે હું ચાહું છું કે આ મારી બે દુખ્તરોમાંથી એકના નિકાહ તારી સાથે એવી શરતે કરી દઉં કે તું આઠ વર્ષ (સુધી) મારા માટે કામ કર, પછી જો દસ વર્ષ પૂરા કરી નાખે તો તે તારી તરફથી હશે અને હુ તારી ઉપર સખ્તી કરવા નથી ચાહતો; અલ્લાહ ચાહશે તો તું મને સાલેહ લોકોમાંથી પામીશ.
قَالَ ذٰلِکَ بَیۡنِیۡ وَ بَیۡنَکَ ؕ اَیَّمَا الۡاَجَلَیۡنِ قَضَیۡتُ فَلَا عُدۡوَانَ عَلَیَّ ؕ وَ اللّٰہُ عَلٰی مَا نَقُوۡلُ وَکِیۡلٌ ﴿٪۲۸﴾
(૨૮) (મૂસાએ) કહ્યું કે આ મારા અને તમારા વચ્ચે કરાર છે, હું જે પણ મુદ્દત પૂરી કરૂં પછી મારા ઉપર કોઇ ઝુલ્મ થશે નહી, અને અમે જે કાંઇ કહીએ છીએ તેનો અલ્લાહ ગવાહ છે.
فَلَمَّا قَضٰی مُوۡسَی الۡاَجَلَ وَ سَارَ بِاَہۡلِہٖۤ اٰنَسَ مِنۡ جَانِبِ الطُّوۡرِ نَارًا ۚ قَالَ لِاَہۡلِہِ امۡکُثُوۡۤا اِنِّیۡۤ اٰنَسۡتُ نَارًا لَّعَلِّیۡۤ اٰتِیۡکُمۡ مِّنۡہَا بِخَبَرٍ اَوۡ جَذۡوَۃٍ مِّنَ النَّارِ لَعَلَّکُمۡ تَصۡطَلُوۡنَ ﴿۲۹﴾
(૨૯) પછી જ્યારે મૂસાએ મુદ્દત પૂરી કરી દીધી અને પોતાના ઘરવાળાંઓ સાથે રવાના થયા ત્યારે તેને પહાડ તરફ એક આગ જોઇ; આથી તેણે પોતાના ઘરવાળાને કહ્યું કે તમે રોકાવ, ખરેજ મેં એક આગ જોઇ છે, આશા છે કે તેની કાંઇક ખબર લાવું અથવા એક ચિંગારી લઇ આવું કે જેથી તમે ગરમી મેળવો. (તાપણીનું કામ લઇ શકો)
فَلَمَّاۤ اَتٰىہَا نُوۡدِیَ مِنۡ شَاطِیَٔ الۡوَادِ الۡاَیۡمَنِ فِی الۡبُقۡعَۃِ الۡمُبٰرَکَۃِ مِنَ الشَّجَرَۃِ اَنۡ یّٰمُوۡسٰۤی اِنِّیۡۤ اَنَا اللّٰہُ رَبُّ الۡعٰلَمِیۡنَ ﴿ۙ۳۰﴾
(૩૦) પછી જ્યારે તે આગની પાસે આવ્યો ત્યારે ખીણની જમણી બાજુના એક મુબારક ભાગમાં એક વૃક્ષમાંથી અવાજ આપવામાં આવ્યો કે અય મૂસા! હું દુનિયાઓનો પાલનહાર અલ્લાહ છું:
وَ اَنۡ اَلۡقِ عَصَاکَ ؕ فَلَمَّا رَاٰہَا تَہۡتَزُّ کَاَنَّہَا جَآنٌّ وَّلّٰی مُدۡبِرًا وَّ لَمۡ یُعَقِّبۡ ؕ یٰمُوۡسٰۤی اَقۡبِلۡ وَ لَا تَخَفۡ ۟ اِنَّکَ مِنَ الۡاٰمِنِیۡنَ ﴿۳۱﴾
(૩૧) અને તારી લાકડીને ઝમીન પર ફેંક; અને મૂસાએ જોયું કે તે સાપની જેમ સળવળે છે, ડર્યા અને પાછા ફર્યા અને તેની તરફ પાછુ ફરી જોયું નહિં, પછી અવાજ આવ્યો કે મૂસા આગળ વધો અને ડરો નહિં કે તમે સલામત રહેનારમાંથી છો.
اُسۡلُکۡ یَدَکَ فِیۡ جَیۡبِکَ تَخۡرُجۡ بَیۡضَآءَ مِنۡ غَیۡرِ سُوۡٓءٍ ۫ وَّ اضۡمُمۡ اِلَیۡکَ جَنَاحَکَ مِنَ الرَّہۡبِ فَذٰنِکَ بُرۡہَانٰنِ مِنۡ رَّبِّکَ اِلٰی فِرۡعَوۡنَ وَ مَلَا۠ئِہٖ ؕ اِنَّہُمۡ کَانُوۡا قَوۡمًا فٰسِقِیۡنَ ﴿۳۲﴾
(૩૨) તારો હાથ તારી ગિરેબાનમાં નાખ જેથી ખોટ વગર સફેદ અને ચમકદાર થઇને બહાર નીકળશે અને ગભરાહટ દૂર કરવા માટે તારા હાથને તારી (છાતી) પર રાખ, તારા પાલનકર્તા તરફથી આ બે દલીલો ફિરઔન તથા તેના સરદારો તરફ (લઇ જવા માટે) છે કારણકે તેઓ નાફરમાન કૌમ છે.
وَ اَخِیۡ ہٰرُوۡنُ ہُوَ اَفۡصَحُ مِنِّیۡ لِسَانًا فَاَرۡسِلۡہُ مَعِیَ رِدۡاً یُّصَدِّقُنِیۡۤ ۫ اِنِّیۡۤ اَخَافُ اَنۡ یُّکَذِّبُوۡنِ ﴿۳۴﴾
(૩૪) અને મારો ભાઇ હારૂન જેની જબાન મારા કરતાં વધારે સ્પષ્ટ છે, જેથી તેને મારી સાથે મદદગાર બનાવી મોકલ કે તે મારી સચ્ચાઇને ટેકો આપે કારણકે હું ડરૂં છું કે તેઓ મને જૂઠલાવે.
قَالَ سَنَشُدُّ عَضُدَکَ بِاَخِیۡکَ وَ نَجۡعَلُ لَکُمَا سُلۡطٰنًا فَلَا یَصِلُوۡنَ اِلَیۡکُمَا ۚۛ بِاٰیٰتِنَاۤ ۚۛ اَنۡتُمَا وَ مَنِ اتَّبَعَکُمَا الۡغٰلِبُوۡنَ ﴿۳۵﴾
(૩૫) અલ્લાહે ફરમાવ્યું કે જલ્દી અમે તારા ભાઇ થકી તારા હાથ મજબૂત કરશુ અને તમો બન્ને માટે એવી સત્તા આપશુ કે તેઓ અમારી નિશાનીઓને કારણે તમારા સુધી નહિ પહોંચે અને તમે અને તમારી પૈરવી કરનારા ગાલિબ રહેશો.
فَلَمَّا جَآءَہُمۡ مُّوۡسٰی بِاٰیٰتِنَا بَیِّنٰتٍ قَالُوۡا مَا ہٰذَاۤ اِلَّا سِحۡرٌ مُّفۡتَرًی وَّ مَا سَمِعۡنَا بِہٰذَا فِیۡۤ اٰبَآئِنَا الۡاَوَّلِیۡنَ ﴿۳۶﴾
(૩૬) પછી જ્યારે મૂસા તેમની પાસે અમારી ખુલ્લી નિશાનીઓ લઇને આવ્યા ત્યારે તેઓએ કહ્યું કે આ ઘડી કાઢેલા જાદુ સિવાય કાંઇ જ નથી, અને અમોએ અમારા અગાઉના બાપદાદાઓથી આવું ક્યારેય સાંભળ્યું નથી.
وَ قَالَ مُوۡسٰی رَبِّیۡۤ اَعۡلَمُ بِمَنۡ جَآءَ بِالۡہُدٰی مِنۡ عِنۡدِہٖ وَ مَنۡ تَکُوۡنُ لَہٗ عَاقِبَۃُ الدَّارِ ؕ اِنَّہٗ لَا یُفۡلِحُ الظّٰلِمُوۡنَ ﴿۳۷﴾
(૩૭) અને મૂસાએ કહ્યું કે મારો પરવરદિગાર તેઓની હાલતથી સારી રીતે વાકેફ છે કે જેની પાસેથી હિદાયત તેના તરફથી લઇને આવ્યો અને જેના માટે આખેરતનું ઘર (બહેતર) છે; બેશક ઝુલમગારો સફળ થશે નહિં.
وَ قَالَ فِرۡعَوۡنُ یٰۤاَیُّہَا الۡمَلَاُ مَا عَلِمۡتُ لَکُمۡ مِّنۡ اِلٰہٍ غَیۡرِیۡ ۚ فَاَوۡقِدۡ لِیۡ یٰہَامٰنُ عَلَی الطِّیۡنِ فَاجۡعَلۡ لِّیۡ صَرۡحًا لَّعَلِّیۡۤ اَطَّلِعُ اِلٰۤی اِلٰہِ مُوۡسٰی ۙ وَ اِنِّیۡ لَاَظُنُّہٗ مِنَ الۡکٰذِبِیۡنَ ﴿۳۸﴾
(૩૮) અને ફિરઔને કહ્યું કે અય મારા સરદારો! હું મારા સિવાય બીજા કોઇને તમારો માઅબૂદ જાણતો નથી, માટે અય હામાન મારા માટે માટી ઉપર આગ સળગાવીને (પાકી ઇંટ બનાવ અને) પછી મારા માટે એક ઊંચુ મકાન બનાવ જેથી હું મૂસાના માઅબૂદના બારામાં જાણકારી મેળવું અને જો કે મારૂ ગુમાન છે કે મૂસા જૂઠા છે.
وَ لَقَدۡ اٰتَیۡنَا مُوۡسَی الۡکِتٰبَ مِنۡۢ بَعۡدِ مَاۤ اَہۡلَکۡنَا الۡقُرُوۡنَ الۡاُوۡلٰی بَصَآئِرَ لِلنَّاسِ وَ ہُدًی وَّ رَحۡمَۃً لَّعَلَّہُمۡ یَتَذَکَّرُوۡنَ ﴿۴۳﴾
(૪૩) અને અમોએ પહેલાની નસ્લોને હલાક કર્યા પછી મૂસાને કિતાબ આપી કે જે લોકોની માટે સમજણ, હિદાયત અને રહેમત હતી કે કદાચને તેઓ નસીહત હાંસિલ કરે.
وَ لٰکِنَّاۤ اَنۡشَاۡنَا قُرُوۡنًا فَتَطَاوَلَ عَلَیۡہِمُ الۡعُمُرُ ۚ وَ مَا کُنۡتَ ثَاوِیًا فِیۡۤ اَہۡلِ مَدۡیَنَ تَتۡلُوۡا عَلَیۡہِمۡ اٰیٰتِنَا ۙ وَ لٰکِنَّا کُنَّا مُرۡسِلِیۡنَ ﴿۴۵﴾
(૪૫) પરંતુ અમોએ ઘણી કૌમોને જુદા-જુદા સમયમાં પૈદા કરી, પછી તેમના ઉપર એક લાંબો સમય વીતી ગયો અને તું મદયન વાસીઓ વચ્ચે ન હતો કે જેથી તેઓને અમારી આયતો વાંચી સંભળાવે, પરંતુ અમે (રસૂલને) મોકલતા રહીએ છીએ.
وَ مَا کُنۡتَ بِجَانِبِ الطُّوۡرِ اِذۡ نَادَیۡنَا وَ لٰکِنۡ رَّحۡمَۃً مِّنۡ رَّبِّکَ لِتُنۡذِرَ قَوۡمًا مَّاۤ اَتٰىہُمۡ مِّنۡ نَّذِیۡرٍ مِّنۡ قَبۡلِکَ لَعَلَّہُمۡ یَتَذَکَّرُوۡنَ ﴿۴۶﴾
(૪૬) અને જયારે અમોએ (મૂસાને) પોકાર્યો ત્યારે તું તૂર (પહાડ)ની બાજુમાં ન હતો, પરંતુ આ (વહી) તારા પરવરદિગાર તરફથી રહેમત હતી કે તું તે લોકોને ડરાવે કે જેમની પાસે તારી પહેલા કોઇ ડરાવનારો આવ્યો ન હતો કે કદાચને તેઓ નસીહત મેળવે.
وَ لَوۡ لَاۤ اَنۡ تُصِیۡبَہُمۡ مُّصِیۡبَۃٌۢ بِمَا قَدَّمَتۡ اَیۡدِیۡہِمۡ فَیَقُوۡلُوۡا رَبَّنَا لَوۡ لَاۤ اَرۡسَلۡتَ اِلَیۡنَا رَسُوۡلًا فَنَتَّبِعَ اٰیٰتِکَ وَ نَکُوۡنَ مِنَ الۡمُؤۡمِنِیۡنَ ﴿۴۷﴾
(૪૭) જયારે (રસૂલ મોકલ્યા વગર) તેમના ઉપર અગાઉના કામોને લીધે કોઇ મુસીબત આવી પડશે ત્યારે તેઓ કહેશે કે પરવરદિગાર તુએ અમારી તરફ કોઇ રસૂલને કેમ ન મોકલ્યો કે અમે તારી નિશાનીઓની તાબેદારી કરીએ અને ઇમાન લાવનારાઓમાંના થઇ જઇએ.
فَلَمَّا جَآءَہُمُ الۡحَقُّ مِنۡ عِنۡدِنَا قَالُوۡا لَوۡ لَاۤ اُوۡتِیَ مِثۡلَ مَاۤ اُوۡتِیَ مُوۡسٰی ؕ اَوَ لَمۡ یَکۡفُرُوۡا بِمَاۤ اُوۡتِیَ مُوۡسٰی مِنۡ قَبۡلُ ۚ قَالُوۡا سِحۡرٰنِ تَظٰہَرَا ۟ٝ وَ قَالُوۡۤا اِنَّا بِکُلٍّ کٰفِرُوۡنَ ﴿۴۸﴾
(૪૮) અને પછી જયારે અમારી તરફથી હક આવ્યુ ત્યારે તેઓએ કહ્યુ કે તેમને એ બધુ શા માટે નથી આપવામાં આવ્યું કે જે મૂસાને આપવામાં આવ્યું? શું તેઓએ અગાઉ મૂસાને આપવામાં આવેલ (મોઅજિઝા)નો ઇન્કાર કર્યો ન હતો ? અને તેઓએ કહ્યુ કે આ બંને જાદુગરો છે જે એકબીજાને ટેકો આપનાર છે, અને અમો બંનેનો ઇન્કાર કરનારા છીએ.
فَاِنۡ لَّمۡ یَسۡتَجِیۡبُوۡا لَکَ فَاعۡلَمۡ اَنَّمَا یَتَّبِعُوۡنَ اَہۡوَآءَہُمۡ ؕ وَ مَنۡ اَضَلُّ مِمَّنِ اتَّبَعَ ہَوٰىہُ بِغَیۡرِ ہُدًی مِّنَ اللّٰہِ ؕ اِنَّ اللّٰہَ لَا یَہۡدِی الۡقَوۡمَ الظّٰلِمِیۡنَ ﴿٪۵۰﴾
(૫૦) પછી જો તે તારી વાત કબૂલ ન કરે તો જાણી લેજો કે તેઓ ફકત પોતાની ખ્વાહીશાતોની પૈરવી કરે છે અને તેના કરતાં વધારે ગુમરાહ કોણ છે જે ખુદાઇ હિદાયત વગર પોતાની ખ્વાહીશાતોની પૈરવી કરે હકીકતમાં અલ્લાહ ઝાલિમ કોમની હિદાયત કરતો નથી.
وَ اِذَا سَمِعُوا اللَّغۡوَ اَعۡرَضُوۡا عَنۡہُ وَ قَالُوۡا لَنَاۤ اَعۡمَالُنَا وَ لَکُمۡ اَعۡمَالُکُمۡ ۫ سَلٰمٌ عَلَیۡکُمۡ ۫ لَا نَبۡتَغِی الۡجٰہِلِیۡنَ ﴿۵۵﴾
(૫૫) અને જ્યારે તેઓ કંઇપણ નકામી વાત સાંભળે ત્યારે તેના તરફથી મોઢું ફેરવી લ્યે છે અને કહે છે કે અમારા આમાલ અમારા માટે છે અને તમારા આમાલ તમારા માટે છે, તમારા પર સલામ થાય. અમે જાહીલો(ની સંગત)ને ચાહતા નથી.
وَ قَالُوۡۤا اِنۡ نَّتَّبِعِ الۡہُدٰی مَعَکَ نُتَخَطَّفۡ مِنۡ اَرۡضِنَا ؕ اَوَ لَمۡ نُمَکِّنۡ لَّہُمۡ حَرَمًا اٰمِنًا یُّجۡبٰۤی اِلَیۡہِ ثَمَرٰتُ کُلِّ شَیۡءٍ رِّزۡقًا مِّنۡ لَّدُنَّا وَ لٰکِنَّ اَکۡثَرَہُمۡ لَا یَعۡلَمُوۡنَ ﴿۵۷﴾
(૫૭) અને (નાસ્તિકો) કહે છે કે અગર અમો તારી સાથે હિદાયતની પૈરવી કરશું, તો અમે અમારી ઝમીનથી ઊંચકાઇ જશું! શું અમોએ તેમના ઇખ્તેયારમાં સલામત હરમ નથી આપ્યુ કે જ્યાં રોઝી રૂપે દરેક પ્રકારના ફળો લાવવામાં આવે છે; અમારા તરફથી આ રોઝી છે, પરંતુ તેઓમાંના ઘણાખરા સમજતા નથી.
وَ کَمۡ اَہۡلَکۡنَا مِنۡ قَرۡیَۃٍۭ بَطِرَتۡ مَعِیۡشَتَہَا ۚ فَتِلۡکَ مَسٰکِنُہُمۡ لَمۡ تُسۡکَنۡ مِّنۡۢ بَعۡدِہِمۡ اِلَّا قَلِیۡلًا ؕ وَ کُنَّا نَحۡنُ الۡوٰرِثِیۡنَ ﴿۵۸﴾
(૫૮) અને અમોએ વધારે નેઅમતોના નશામાં ભાન ભૂલેલ કેટલીય વસ્તીઓને હલાક કરી નાખી, તેમના આ મકાનો છે, જેમાં તેમના પછી થોડાક લોકો સિવાય કોઇ ન વસ્યુ; અને હકીકતમાં અમે જ તેના વારસદાર હતા.
وَ مَا کَانَ رَبُّکَ مُہۡلِکَ الۡقُرٰی حَتّٰی یَبۡعَثَ فِیۡۤ اُمِّہَا رَسُوۡلًا یَّتۡلُوۡا عَلَیۡہِمۡ اٰیٰتِنَا ۚ وَ مَا کُنَّا مُہۡلِکِی الۡقُرٰۤی اِلَّا وَ اَہۡلُہَا ظٰلِمُوۡنَ ﴿۵۹﴾
(૫૯) અને તારો પરવરદિગાર કોઇ વસ્તીને હલાક કરતો નથી, જયાં સુધી કે તેમની વચ્ચે કોઇ રસૂલને ન મોકલીએ કે જે તેમને અમારી આયતો વાંચીને સંભળાવે અને અમે કોઇ વસ્તીને હલાક કરતા નથી સિવાય કે તેના રહેવાસીઓ ઝાલિમો હોય.
وَ مَاۤ اُوۡتِیۡتُمۡ مِّنۡ شَیۡءٍ فَمَتَاعُ الۡحَیٰوۃِ الدُّنۡیَا وَ زِیۡنَتُہَا ۚ وَ مَا عِنۡدَ اللّٰہِ خَیۡرٌ وَّ اَبۡقٰی ؕ اَفَلَا تَعۡقِلُوۡنَ ﴿٪۶۰﴾
(૬૦) અને તેમને જે આપવામાં આવ્યું છે તે દુન્યવી જીવનની સામગ્રી અને શોભા છે અને જે અલ્લાહ પાસે છે એ બહેતર અને બાકી રહેવાવાળું છે, શું તમે વિચારતા નથી ?!
اَفَمَنۡ وَّعَدۡنٰہُ وَعۡدًا حَسَنًا فَہُوَ لَاقِیۡہِ کَمَنۡ مَّتَّعۡنٰہُ مَتَاعَ الۡحَیٰوۃِ الدُّنۡیَا ثُمَّ ہُوَ یَوۡمَ الۡقِیٰمَۃِ مِنَ الۡمُحۡضَرِیۡنَ ﴿۶۱﴾
(૬૧) શું જેની સાથે અમોએ બહેતરીન વાયદો કર્યો છે અને તેને તે મેળવશે, તેના જેવો છે કે જેને અમોએ દુન્યવી જીવનની સામગ્રીનો ફાયદો આપ્યો છે, પછી તેને કયામતના દિવસે હાજર કરવામાં આવશે?
قَالَ الَّذِیۡنَ حَقَّ عَلَیۡہِمُ الۡقَوۡلُ رَبَّنَا ہٰۤؤُلَآءِ الَّذِیۡنَ اَغۡوَیۡنَا ۚ اَغۡوَیۡنٰہُمۡ کَمَا غَوَیۡنَا ۚ تَبَرَّاۡنَاۤ اِلَیۡکَ ۫ مَا کَانُوۡۤا اِیَّانَا یَعۡبُدُوۡنَ ﴿۶۳﴾
(૬૩) જેના ઉપર (અઝાબનો) વાયદો સાબિત થયેલો છે તેઓ કહેશે કે આ લોકોએ અમોને ગુમરાહ કર્યા. (જૂઠા શરીકો કહેશે) તેઓને એવી રીતે ગુમરાહ કર્યા જે રીતે અમે ગુમરાહ થયા, (હવે) તારી પાસે તેમનાથી દૂરી ચાહીએ છીએ, હકીકતમાં તેઓ અમારી ઇબાદત કરતા ન હતા.
وَ قِیۡلَ ادۡعُوۡا شُرَکَآءَکُمۡ فَدَعَوۡہُمۡ فَلَمۡ یَسۡتَجِیۡبُوۡا لَہُمۡ وَ رَاَوُا الۡعَذَابَ ۚ لَوۡ اَنَّہُمۡ کَانُوۡا یَہۡتَدُوۡنَ ﴿۶۴﴾
(૬૪) અને તેમને કહેવામાં આવશે કે તમારા શરીકોને પોકારો, પછી તેઓ તેમને પોકારશે પરંતુ તેઓ તેમને કાંઇ જવાબ નહિ આપે, (ત્યારે) અઝાબને જોશે, (અને તમન્ના કરશે કે) જો તેઓએ હિદાયત હાંસિલ કરી હોત!
وَ ہُوَ اللّٰہُ لَاۤ اِلٰہَ اِلَّا ہُوَ ؕ لَہُ الۡحَمۡدُ فِی الۡاُوۡلٰی وَ الۡاٰخِرَۃِ ۫ وَ لَہُ الۡحُکۡمُ وَ اِلَیۡہِ تُرۡجَعُوۡنَ ﴿۷۰﴾
(૭૦) અને અલ્લાહ તે જ છે કે જેના સિવાય બીજો કોઇ માઅબૂદ નથી, અને દુનિયા તથા આખેરતમાં દરેક વખાણ તેના માટે છે, અને હુકૂમત તેના માટે જ છે અને તેની તરફ સર્વેને પાછા ફેરવવામાં આવશે.
قُلۡ اَرَءَیۡتُمۡ اِنۡ جَعَلَ اللّٰہُ عَلَیۡکُمُ الَّیۡلَ سَرۡمَدًا اِلٰی یَوۡمِ الۡقِیٰمَۃِ مَنۡ اِلٰہٌ غَیۡرُ اللّٰہِ یَاۡتِیۡکُمۡ بِضِیَآءٍ ؕ اَفَلَا تَسۡمَعُوۡنَ ﴿۷۱﴾
(૭૧) તું કહે કે તમે શું જોવ છો કે જો તે કયામત સુધી તમારા ઉપર રાતને કાયમ રાખે તો અલ્લાહ સિવાય બીજો કોઇ માઅબૂદ છે કે જે તમારા માટે રોશની લઇ આવે? શું તમે સાંભળતા નથી?
قُلۡ اَرَءَیۡتُمۡ اِنۡ جَعَلَ اللّٰہُ عَلَیۡکُمُ النَّہَارَ سَرۡمَدًا اِلٰی یَوۡمِ الۡقِیٰمَۃِ مَنۡ اِلٰہٌ غَیۡرُ اللّٰہِ یَاۡتِیۡکُمۡ بِلَیۡلٍ تَسۡکُنُوۡنَ فِیۡہِ ؕ اَفَلَا تُبۡصِرُوۡنَ ﴿۷۲﴾
(૭૨) તું કહે તમે શું જોવ છો કે જો અલ્લાહ કયામતના દિવસ સુધી તમારા પર સતત દિવસને કાયમ રાખે તો અલ્લાહના સિવાય બીજો કોઇ માઅબૂદ છે કે જે તમારા માટે રાત લઇ આવે કે જેમાં તમે આરામ કરો, શું તમે જોતા નથી?
وَ نَزَعۡنَا مِنۡ کُلِّ اُمَّۃٍ شَہِیۡدًا فَقُلۡنَا ہَاتُوۡا بُرۡہَانَکُمۡ فَعَلِمُوۡۤا اَنَّ الۡحَقَّ لِلّٰہِ وَ ضَلَّ عَنۡہُمۡ مَّا کَانُوۡا یَفۡتَرُوۡنَ ﴿٪۷۵﴾
(૭૫) અને અમે દરેક ઉમ્મતમાંથી એક ગવાહ લાવીશું અને (ઇન્કાર કરનારાઓને) કહીશું કે તમે તમારી દલીલો રજૂ કરો પરંતુ તેઓ જાણે છે કે હક અલ્લાહ માટે જ છે અને જે કાંઇ જૂઠી નિસ્બત આપતા હતા તે તેઓ પાસેથી ગુમ થઇ જશે.
اِنَّ قَارُوۡنَ کَانَ مِنۡ قَوۡمِ مُوۡسٰی فَبَغٰی عَلَیۡہِمۡ ۪ وَ اٰتَیۡنٰہُ مِنَ الۡکُنُوۡزِ مَاۤ اِنَّ مَفَاتِحَہٗ لَتَنُوۡٓاُ بِالۡعُصۡبَۃِ اُولِی الۡقُوَّۃِ ٭ اِذۡ قَالَ لَہٗ قَوۡمُہٗ لَا تَفۡرَحۡ اِنَّ اللّٰہَ لَا یُحِبُّ الۡفَرِحِیۡنَ ﴿۷۶﴾
(૭૬) બેશક કારૂન મૂસાની કોમમાંથી હતો, પરંતુ તેણે તેઓ ઉપર ઝુલ્મ કર્યો અને અમોએ તેને ખજાનાઓ આપ્યા કે જેની ચાવીઓ ઊપાડવી એક તાકતવર સમૂહ માટે મુશ્કેલ હતી! પછી જયારે તેની કોમે કહ્યું કે તું આ રીતે (ઘમંડથી) ખુશ ન થા, કારણકે અલ્લાહ (ઘમંડથી) ખુશ થનારાઓને ચાહતો નથી.
وَ ابۡتَغِ فِیۡمَاۤ اٰتٰىکَ اللّٰہُ الدَّارَ الۡاٰخِرَۃَ وَ لَا تَنۡسَ نَصِیۡبَکَ مِنَ الدُّنۡیَا وَ اَحۡسِنۡ کَمَاۤ اَحۡسَنَ اللّٰہُ اِلَیۡکَ وَ لَا تَبۡغِ الۡفَسَادَ فِی الۡاَرۡضِ ؕ اِنَّ اللّٰہَ لَا یُحِبُّ الۡمُفۡسِدِیۡنَ ﴿۷۷﴾
(૭૭) અને જે કાંઇ ખુદાએ આપ્યું છે તેનાથી આખેરતના ઘરની કોશિશ કર અને દુનિયામાં પોતાનો હિસ્સો ભૂલી ન જા અને અને નેકી કર જેવી રીતે અલ્લાહે તારી સાથે નેકી કરી અને ઝમીન પર ફસાદની કોશિશ ન કર, કે અલ્લાહ ફસાદ કરનારાઓને ચાહતો નથી.
قَالَ اِنَّمَاۤ اُوۡتِیۡتُہٗ عَلٰی عِلۡمٍ عِنۡدِیۡ ؕ اَوَ لَمۡ یَعۡلَمۡ اَنَّ اللّٰہَ قَدۡ اَہۡلَکَ مِنۡ قَبۡلِہٖ مِنَ الۡقُرُوۡنِ مَنۡ ہُوَ اَشَدُّ مِنۡہُ قُوَّۃً وَّ اَکۡثَرُ جَمۡعًا ؕ وَ لَا یُسۡـَٔلُ عَنۡ ذُنُوۡبِہِمُ الۡمُجۡرِمُوۡنَ ﴿۷۸﴾
(૭૮) કારૂને કહ્યું કે મને આ બધુ મારા ઇલ્મના લીધે આપવામાં આવ્યું છે, શું તેને ખબર ન હતી કે અલ્લાહે તેની પહેલાં ઘણી નસલોને હલાક કરી નાખી કે જે તેનાથી વધારે શક્તિશાળી અને દોલતમંદ હતી? અને (અઝાબ વખતે) મુજરીમોથી તેમના ગુનાહો વિશે સવાલ નહી કરવામાં આવે.
فَخَرَجَ عَلٰی قَوۡمِہٖ فِیۡ زِیۡنَتِہٖ ؕ قَالَ الَّذِیۡنَ یُرِیۡدُوۡنَ الۡحَیٰوۃَ الدُّنۡیَا یٰلَیۡتَ لَنَا مِثۡلَ مَاۤ اُوۡتِیَ قَارُوۡنُ ۙ اِنَّہٗ لَذُوۡ حَظٍّ عَظِیۡمٍ ﴿۷۹﴾
(૭૯) પછી કારૂન પોતાની કોમ સામે સુશોભિત થઇને નીકળ્યો, જેમના દિલમાં દુન્યાવી હયાતની ચાહના હતી તેઓએ કહ્યુ અય કાશ! અમને એ આપવામાં આવેત જે કારૂનને આપવામાં આવ્યુ છે! હકીકતમાં આ બહુ મોટો નસીબદાર છે.
وَ قَالَ الَّذِیۡنَ اُوۡتُوا الۡعِلۡمَ وَیۡلَکُمۡ ثَوَابُ اللّٰہِ خَیۡرٌ لِّمَنۡ اٰمَنَ وَ عَمِلَ صَالِحًا ۚ وَ لَا یُلَقّٰہَاۤ اِلَّا الصّٰبِرُوۡنَ ﴿۸۰﴾
(૮૦) અને જેમને ઇલ્મ આપવામાં આવ્યું હતું તેઓએ કહ્યું કે અફસોસ તમારા પર, અલ્લાહનો સવાબ જેઓ ઇમાન લાવ્યા અને નેક આમાલ અંજામ આપ્યા તેના માટે બહેતર છે, જે સબ્ર કરનાર સિવાય બીજા કોઇને નહી મળે.
وَ اَصۡبَحَ الَّذِیۡنَ تَمَنَّوۡا مَکَانَہٗ بِالۡاَمۡسِ یَقُوۡلُوۡنَ وَیۡکَاَنَّ اللّٰہَ یَبۡسُطُ الرِّزۡقَ لِمَنۡ یَّشَآءُ مِنۡ عِبَادِہٖ وَ یَقۡدِرُ ۚ لَوۡ لَاۤ اَنۡ مَّنَّ اللّٰہُ عَلَیۡنَا لَخَسَفَ بِنَا ؕ وَیۡکَاَنَّہٗ لَا یُفۡلِحُ الۡکٰفِرُوۡنَ ﴿٪۸۲﴾
(૮૨) અને જેઓએ ગઇ કાલે તેની જગ્યાની તમન્ના કરી હતી, તેઓએ કહ્યુ અય! અફસોસ, અલ્લાહ જેની ચાહે તેની રોઝી વિશાળ અથવા તંગ કરે છે અને જો અલ્લાહે અમારા ઉપર એહસાન કર્યો ન હોત તો અમને પણ ધસાવી દેત; અય અફસોસ હકીકતમાં નાસ્તિકો કામ્યાબ થનાર નથી!
مَنۡ جَآءَ بِالۡحَسَنَۃِ فَلَہٗ خَیۡرٌ مِّنۡہَا ۚ وَ مَنۡ جَآءَ بِالسَّیِّئَۃِ فَلَا یُجۡزَی الَّذِیۡنَ عَمِلُوا السَّیِّاٰتِ اِلَّا مَا کَانُوۡا یَعۡمَلُوۡنَ ﴿۸۴﴾
(૮૪) જે કોઇ નેકી બજાવી લાવશે તો તેને તેના કરતાં બહેતર બદલો મળશે અને જે કોઇ બદી બજાવી લાવશે, અને જે બદીઓ આપતા હતા તે સિવાયની સજા આપવામાં નહી આવે.
اِنَّ الَّذِیۡ فَرَضَ عَلَیۡکَ الۡقُرۡاٰنَ لَرَآدُّکَ اِلٰی مَعَادٍ ؕ قُلۡ رَّبِّیۡۤ اَعۡلَمُ مَنۡ جَآءَ بِالۡہُدٰی وَ مَنۡ ہُوَ فِیۡ ضَلٰلٍ مُّبِیۡنٍ ﴿۸۵﴾
(૮૫) બેશક જેણે તારા ઉપર કુરઆન(ની તબ્લીગ)ને વાજિબ કર્યુ તે જરૂર તને તારી વાયદાની જગ્યા સુધી પહોંચાડી દેશે, તું કહે કે મારો પરવરદિગાર બહેતર જાણે છે કે કોણ હિદાયત લઇને આવ્યો અને કોણ ખુલ્લી ગુમરાહીમાં છે.
وَ لَا تَدۡعُ مَعَ اللّٰہِ اِلٰـہًا اٰخَرَ ۘ لَاۤ اِلٰہَ اِلَّا ہُوَ ۟ کُلُّ شَیۡءٍ ہَالِکٌ اِلَّا وَجۡہَہٗ ؕ لَہُ الۡحُکۡمُ وَ اِلَیۡہِ تُرۡجَعُوۡنَ ﴿٪۸۸﴾
(૮૮) અને અલ્લાહ સિવાય બીજા કોઇ માઅબૂદને પોકારો નહિં કે તેના સિવાય બીજો કોઇ માઅબૂદ નથી; તેના ચહેરા સિવાય દરેક વસ્તુ હલાક થનારી છે, હુકૂમત તેની જ છે અને તેની તરફ તમો સર્વોને પાછા ફેરવવામાં આવશે.