Al-Hujraat
سورة الحجرات
یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡا لَا تَرۡفَعُوۡۤا اَصۡوَاتَکُمۡ فَوۡقَ صَوۡتِ النَّبِیِّ وَ لَا تَجۡہَرُوۡا لَہٗ بِالۡقَوۡلِ کَجَہۡرِ بَعۡضِکُمۡ لِبَعۡضٍ اَنۡ تَحۡبَطَ اَعۡمَالُکُمۡ وَ اَنۡتُمۡ لَا تَشۡعُرُوۡنَ ﴿۲﴾
(૨) અય ઇમાન લાવનારાઓ! તમારા અવાજને નબીના અવાજ કરતાં ઊંચો ન કરો, અને તેમની સાથે એવા ઊંચા અવાજે વાત ન કરો. જેવી રીતે તમે એક બીજાઓની સાથે વાત કરો છો. જેથી એવું ન થાય કે અજાણતાની હાલતમાં તમારા આમાલ રદ થઇ જાય.
اِنَّ الَّذِیۡنَ یَغُضُّوۡنَ اَصۡوَاتَہُمۡ عِنۡدَ رَسُوۡلِ اللّٰہِ اُولٰٓئِکَ الَّذِیۡنَ امۡتَحَنَ اللّٰہُ قُلُوۡبَہُمۡ لِلتَّقۡوٰی ؕ لَہُمۡ مَّغۡفِرَۃٌ وَّ اَجۡرٌ عَظِیۡمٌ ﴿۳﴾
(૩) બેશક જે લોકો અલ્લાહના રસૂલની પાસે પોતાના અવાજને ધીમો રાખે છે તેઓ એ જ છે કે જેમની પરહેઝગારી માટે તેમના દિલોને ખાલિસ કરેલ છે; તેમના માટે મગફેરત અને અજ્રે અઝીમ છે.
یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡۤا اِنۡ جَآءَکُمۡ فَاسِقٌۢ بِنَبَاٍ فَتَبَیَّنُوۡۤا اَنۡ تُصِیۡبُوۡا قَوۡمًۢا بِجَہَالَۃٍ فَتُصۡبِحُوۡا عَلٰی مَا فَعَلۡتُمۡ نٰدِمِیۡنَ ﴿۶﴾
(૬) અય ઇમાન લાવનારાઓ! જો તમારા પાસે ફાસિક કંઇ ખબર લાવે તો તેની સચ્ચાઇની ખાતરી કરો, જેથી એવુ ન થાય કે કોઇ કોમને અજાણતા નુકસાન પહોંચાડી દ્યો પછી તમારા કરેલા પર પસ્તાવ.
وَ اعۡلَمُوۡۤا اَنَّ فِیۡکُمۡ رَسُوۡلَ اللّٰہِ ؕ لَوۡ یُطِیۡعُکُمۡ فِیۡ کَثِیۡرٍ مِّنَ الۡاَمۡرِ لَعَنِتُّمۡ وَ لٰکِنَّ اللّٰہَ حَبَّبَ اِلَیۡکُمُ الۡاِیۡمَانَ وَ زَیَّنَہٗ فِیۡ قُلُوۡبِکُمۡ وَ کَرَّہَ اِلَیۡکُمُ الۡکُفۡرَ وَ الۡفُسُوۡقَ وَ الۡعِصۡیَانَ ؕ اُولٰٓئِکَ ہُمُ الرّٰشِدُوۡنَ ۙ﴿۷﴾
(૭) અને જાણી લો કે અલ્લાહનો રસૂલ તમારી વચ્ચે છે જો તે ઘણીખરી વાતોમાં તમારૂં કહ્યું માને તો તમે જરૂર તકલીફમાં પડી જશો, પરંતુ અલ્લાહે ઇમાનને તમારા માટે પસંદીદા બનાવ્યું, અને તેને તમારા દિલોમાં સુશોભિત કર્યુ, અને નાસ્તિકપણું, ગુનાહ અને નાફરમાનીને તમારા માટે અણગમતા બનાવ્યા જેઓમાં આ સિફતો છે તેઓ હિદાયત પામેલા છે!
وَ اِنۡ طَآئِفَتٰنِ مِنَ الۡمُؤۡمِنِیۡنَ اقۡتَتَلُوۡا فَاَصۡلِحُوۡا بَیۡنَہُمَا ۚ فَاِنۡۢ بَغَتۡ اِحۡدٰىہُمَا عَلَی الۡاُخۡرٰی فَقَاتِلُوا الَّتِیۡ تَبۡغِیۡ حَتّٰی تَفِیۡٓءَ اِلٰۤی اَمۡرِ اللّٰہِ ۚ فَاِنۡ فَآءَتۡ فَاَصۡلِحُوۡا بَیۡنَہُمَا بِالۡعَدۡلِ وَ اَقۡسِطُوۡا ؕ اِنَّ اللّٰہَ یُحِبُّ الۡمُقۡسِطِیۡنَ ﴿۹﴾
(૯) અને અગર મોઅમીનોના બે સમૂહ આપસમાં લડે તો તેમની વચ્ચે સુલ્હ કરાવી દો, પછી જો તે બન્નેમાંથી એક (પક્ષ) બીજા ઉપર ઝુલ્મ કરે તો ઝુલ્મ કરનારની સામે લડો, અહીં સુધી કે તે અલ્લાહના હુકમ તરફ રજૂ થાય, અને જ્યારે તે રજૂ થાય તો તેમની વચ્ચે ઇન્સાફથી સુલ્હ કરાવી દો અને અદાલતથી પેશ આવો; બેશક અલ્લાહ અદાલતથી પેશ આવનારાઓને દોસ્ત રાખે છે.
یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡا لَا یَسۡخَرۡ قَوۡمٌ مِّنۡ قَوۡمٍ عَسٰۤی اَنۡ یَّکُوۡنُوۡا خَیۡرًا مِّنۡہُمۡ وَ لَا نِسَآءٌ مِّنۡ نِّسَآءٍ عَسٰۤی اَنۡ یَّکُنَّ خَیۡرًا مِّنۡہُنَّ ۚ وَ لَا تَلۡمِزُوۡۤا اَنۡفُسَکُمۡ وَ لَا تَنَابَزُوۡا بِالۡاَلۡقَابِ ؕ بِئۡسَ الِاسۡمُ الۡفُسُوۡقُ بَعۡدَ الۡاِیۡمَانِ ۚ وَ مَنۡ لَّمۡ یَتُبۡ فَاُولٰٓئِکَ ہُمُ الظّٰلِمُوۡنَ ﴿۱۱﴾
(૧૧) અય ઇમાન લાવનારાઓ! તમારામાંથી અમુક મર્દો બીજા મર્દોની મજાક ઉડાડે નહિં, કદાચને તે મર્દો તેમના કરતા બેહતર હોય, તેમજ (અમુક) ઔરતો બીજી ઔરતોની મજાક ઉડાડે નહિં, કદાચને તે ઔરતો તેણીઓથી બેહતર હોય, અને એકબીજાને મેણાં ન મારો, તથા એકબીજાને ખરાબ ઉપનામથી ન બોલાવો, ઘણું ખરાબ છે કે ઇમાન પછી કોઇનુ નામ નાસ્તિકપણા-વાળુ રાખવામાં આવે, અને જે કોઇ તોબા નહિં કરે તે લોકો ઝાલિમ છે!
یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوا اجۡتَنِبُوۡا کَثِیۡرًا مِّنَ الظَّنِّ ۫ اِنَّ بَعۡضَ الظَّنِّ اِثۡمٌ وَّ لَا تَجَسَّسُوۡا وَ لَا یَغۡتَبۡ بَّعۡضُکُمۡ بَعۡضًا ؕ اَیُحِبُّ اَحَدُکُمۡ اَنۡ یَّاۡکُلَ لَحۡمَ اَخِیۡہِ مَیۡتًا فَکَرِہۡتُمُوۡہُ ؕ وَ اتَّقُوا اللّٰہَ ؕ اِنَّ اللّٰہَ تَوَّابٌ رَّحِیۡمٌ ﴿۱۲﴾
(૧૨) અય ઇમાનવાળાઓ વધારે ગુમાન કરવાથી બચો કારણકે અમુક ગુમાન ગુનાહ છે અને જાસૂસી ન કરો, અને તમારામાંથી કોઇપણ બીજાની ગિબત ન કરે શું તમારામાંથી કોઇ એ વાત પસંદ કરશે કે તે પોતાના મુર્દા ભાઇનું ગોશ્ત ખાય?! જરૂર તમને આ કામ અણગમતુ લાગે છે, અલ્લાહથી ડરો બેશક અલ્લાહ તૌબા કબૂલ કરનાર અને મહેરબાન છે.
یٰۤاَیُّہَا النَّاسُ اِنَّا خَلَقۡنٰکُمۡ مِّنۡ ذَکَرٍ وَّ اُنۡثٰی وَ جَعَلۡنٰکُمۡ شُعُوۡبًا وَّ قَبَآئِلَ لِتَعَارَفُوۡا ؕ اِنَّ اَکۡرَمَکُمۡ عِنۡدَ اللّٰہِ اَتۡقٰکُمۡ ؕ اِنَّ اللّٰہَ عَلِیۡمٌ خَبِیۡرٌ ﴿۱۳﴾
(૧૩) અય લોકો ! બેશક અમોએ તમને મર્દ અને ઔરતમાંથી પેદા કર્યા, અને તમને જુદી જુદી કોમો તથા કબીલાઓમાં રાખ્યા જેથી તમે એક બીજાને ઓળખી શકો; બેશક અલ્લાહની નઝદીક તમારામાંથી વધારે મોહતરમ એ જ છે કે જે વધારે પરહેઝગાર છે; બેશક અલ્લાહ ખબર રાખનાર જાણકાર છે.
قَالَتِ الۡاَعۡرَابُ اٰمَنَّا ؕ قُلۡ لَّمۡ تُؤۡمِنُوۡا وَ لٰکِنۡ قُوۡلُوۡۤا اَسۡلَمۡنَا وَ لَمَّا یَدۡخُلِ الۡاِیۡمَانُ فِیۡ قُلُوۡبِکُمۡ ؕ وَ اِنۡ تُطِیۡعُوا اللّٰہَ وَ رَسُوۡلَہٗ لَا یَلِتۡکُمۡ مِّنۡ اَعۡمَالِکُمۡ شَیۡئًا ؕ اِنَّ اللّٰہَ غَفُوۡرٌ رَّحِیۡمٌ ﴿۱۴﴾
(૧૪) બદદુ અરબો (ગામડીયાઓ)એ કહ્યુ કે અમે ઇમાન લાવ્યા, તું કહે કે તમે ઇમાન નથી લાવ્યા, પરંતુ એમ કહો કે અમે ઇસ્લામ લાવ્યા, કેમ કે ઇમાન તમારા દિલોમાં હજુ દાખલ થયું નથી; અને અગર તમે અલ્લાહ તથા તેના રસૂલની ઇતાઅત કરશો તો તે તમારા આમાલ(ના સવાબ)માંથી કાંઇ ઓછું નહિં કરે; બેશક અલ્લાહ ગફુરૂર રહીમ છે.
اِنَّمَا الۡمُؤۡمِنُوۡنَ الَّذِیۡنَ اٰمَنُوۡا بِاللّٰہِ وَ رَسُوۡلِہٖ ثُمَّ لَمۡ یَرۡتَابُوۡا وَ جٰہَدُوۡا بِاَمۡوَالِہِمۡ وَ اَنۡفُسِہِمۡ فِیۡ سَبِیۡلِ اللّٰہِ ؕ اُولٰٓئِکَ ہُمُ الصّٰدِقُوۡنَ ﴿۱۵﴾
(૧૫) હકીકતમાં મોઅમીન તે લોકો છે જે અલ્લાહ તથા તેના રસૂલ પર ઇમાન લાવ્યા બાદ તેઓએ કદી શંકા નથી કરી, અને અલ્લાહની રાહમાં પોતાના માલથી તથા પોતાની જાનથી જેહાદ કરેલ છે; એજ લોકો (તેમના ઇમાનના દાવામાં) સાચા છે.
قُلۡ اَتُعَلِّمُوۡنَ اللّٰہَ بِدِیۡنِکُمۡ ؕ وَ اللّٰہُ یَعۡلَمُ مَا فِی السَّمٰوٰتِ وَ مَا فِی الۡاَرۡضِ ؕ وَ اللّٰہُ بِکُلِّ شَیۡءٍ عَلِیۡمٌ ﴿۱۶﴾
(૧૬) તું કહે કે શું તમે અલ્લાહને તમારા દીનની જાણકારી આપો છો? જો કે અલ્લાહ આસમાનો અને ઝમીનમાં જે કાંઇ છે તેને જાણે છે; અને અલ્લાહ દરેક વસ્તુને જાણે છે.
یَمُنُّوۡنَ عَلَیۡکَ اَنۡ اَسۡلَمُوۡا ؕ قُلۡ لَّا تَمُنُّوۡا عَلَیَّ اِسۡلَامَکُمۡ ۚ بَلِ اللّٰہُ یَمُنُّ عَلَیۡکُمۡ اَنۡ ہَدٰىکُمۡ لِلۡاِیۡمَانِ اِنۡ کُنۡتُمۡ صٰدِقِیۡنَ ﴿۱۷﴾
(૧૭) આ લોકો તારા ઉપર એહસાન જતાવે છે કે તેઓએ ઇસ્લામને કબૂલ કર્યો, કહે કે અમારા ઉપર તમારા ઇસ્લામનો એહસાન ન જતાવો, બલ્કે આ અલ્લાહનો એહસાન છે કે એણે તમને ઇમાન તરફ હિદાયત કરી અગર તમે (તમારા ઇમાન લાવવાના દાવામાં) સાચા છો તો.