Al-Mumtahina
سورة الممتحنة
یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡا لَا تَتَّخِذُوۡا عَدُوِّیۡ وَ عَدُوَّکُمۡ اَوۡلِیَآءَ تُلۡقُوۡنَ اِلَیۡہِمۡ بِالۡمَوَدَّۃِ وَ قَدۡ کَفَرُوۡا بِمَا جَآءَکُمۡ مِّنَ الۡحَقِّ ۚ یُخۡرِجُوۡنَ الرَّسُوۡلَ وَ اِیَّاکُمۡ اَنۡ تُؤۡمِنُوۡا بِاللّٰہِ رَبِّکُمۡ ؕ اِنۡ کُنۡتُمۡ خَرَجۡتُمۡ جِہَادًا فِیۡ سَبِیۡلِیۡ وَ ابۡتِغَآءَ مَرۡضَاتِیۡ ٭ۖ تُسِرُّوۡنَ اِلَیۡہِمۡ بِالۡمَوَدَّۃِ ٭ۖ وَ اَنَا اَعۡلَمُ بِمَاۤ اَخۡفَیۡتُمۡ وَ مَاۤ اَعۡلَنۡتُمۡ ؕ وَ مَنۡ یَّفۡعَلۡہُ مِنۡکُمۡ فَقَدۡ ضَلَّ سَوَآءَ السَّبِیۡلِ ﴿۱﴾
(૧) અય ઇમાન લાવનારાઓ ! તમે મારા અને તમારા દુશ્મનોને દોસ્ત ન બનાવો, કે તેઓની તરફ દોસ્તીનો પયગામ આપો છો એવી હાલતમાં કે જે હક તમારી પાસે આવ્યું છે તેનો તેઓ ઇન્કાર કરી ચૂકયા છે, તેઓ તમને તથા રસૂલને ફકત તમારા પરવરદિગાર અલ્લાહ પર ઇમાન લાવવાના કારણે કાઢી મૂકે છે, અગર તમે ખરેખર મારી રાહમાં જેહાદ કરવા માટે અને મારી ખુશી હાંસિલ કરવા માટે હિજરત કરી છે તો તેઓ સાથે છુપી રીતે દોસ્તીનો સંબંધ ન બાંધો એવી હાલતમાં કે જે કાંઇ તમે છુપાવો છો અને જે કાંઇ જાહેર કરો છો તેને હું સારી રીતે જાણું છું; અને તમારામાંથી જે કોઇ તેમ કરશે તે ખરેખર સીધા રસ્તાથી ભટકી ગયો છે.
اِنۡ یَّثۡقَفُوۡکُمۡ یَکُوۡنُوۡا لَکُمۡ اَعۡدَآءً وَّ یَبۡسُطُوۡۤا اِلَیۡکُمۡ اَیۡدِیَہُمۡ وَ اَلۡسِنَتَہُمۡ بِالسُّوۡٓءِ وَ وَدُّوۡا لَوۡ تَکۡفُرُوۡنَ ؕ﴿۲﴾
(૨) અગર તેઓ તમારા ઉપર કાબૂ મેળવી લેશે તો તેઓ તમારા દુશ્મન બની જશે, અને તેમના હાથ અને જબાનને બદી માટે તમારા તરફ લંબાવશે અને એવું ચાહે છે કે તમે નાસ્તિક બની જાવ.
لَنۡ تَنۡفَعَکُمۡ اَرۡحَامُکُمۡ وَ لَاۤ اَوۡلَادُکُمۡ ۚۛ یَوۡمَ الۡقِیٰمَۃِ ۚۛ یَفۡصِلُ بَیۡنَکُمۡ ؕ وَ اللّٰہُ بِمَا تَعۡمَلُوۡنَ بَصِیۡرٌ ﴿۳﴾
(૩) કયામતને દિવસે તમારા રિશ્તેદારો અને તમારી ઓલાદ તમને કંઇ ફાયદો નહી પહોંચાડે અને (અલ્લાહ) તમારી વચ્ચે જુદાઇ નાખી દેશે અને તમે જે કાંઇ અમલ કરો છો તેને અલ્લાહ જૂએ છે.
قَدۡ کَانَتۡ لَکُمۡ اُسۡوَۃٌ حَسَنَۃٌ فِیۡۤ اِبۡرٰہِیۡمَ وَ الَّذِیۡنَ مَعَہٗ ۚ اِذۡ قَالُوۡا لِقَوۡمِہِمۡ اِنَّا بُرَءٰٓؤُا مِنۡکُمۡ وَ مِمَّا تَعۡبُدُوۡنَ مِنۡ دُوۡنِ اللّٰہِ ۫ کَفَرۡنَا بِکُمۡ وَ بَدَا بَیۡنَنَا وَ بَیۡنَکُمُ الۡعَدَاوَۃُ وَ الۡبَغۡضَآءُ اَبَدًا حَتّٰی تُؤۡمِنُوۡا بِاللّٰہِ وَحۡدَہٗۤ اِلَّا قَوۡلَ اِبۡرٰہِیۡمَ لِاَبِیۡہِ لَاَسۡتَغۡفِرَنَّ لَکَ وَ مَاۤ اَمۡلِکُ لَکَ مِنَ اللّٰہِ مِنۡ شَیۡءٍ ؕ رَبَّنَا عَلَیۡکَ تَوَکَّلۡنَا وَ اِلَیۡکَ اَنَبۡنَا وَ اِلَیۡکَ الۡمَصِیۡرُ ﴿۴﴾
(૪) તમારા માટે બહેતરીન મિસાલ ઇબ્રાહીમ અને તેના સાથીઓમાં હતી જયારે તેમણે પોતાની કોમને કહ્યું કે અમે તમારાથી અને તમે અલ્લાહ સિવાય જેની ઇબાદત કરો છો તેઓથી બેઝાર છીએ, અમોએ તમને જૂઠલાવ્યા, અને જ્યાં સુધી તમે એક અલ્લાહ પર ઇમાન નહિં લાવો ત્યાં સુધી અમારી અને તમારી વચ્ચે દુશ્મની અને કીનો એકદમ વાઝેહ છે. સિવાય કે ઇબ્રાહીમનુ વચન જે તેના (પાલક) પિતાને આપ્યુ હતુ કે જરૂર હું તમારા માટે ઇસ્તિગફાર કરીશ એવી હાલતમાં કે હુ મારા રબ પાસે તારા માટે કંઇપણ ચીજનો માલિક નથી. અમારા પરવરદિગાર! અમે તારા પર જ આધાર રાખીએ છીએ અને તારી તરફ રજૂ થાય અને દરેકનો અંજામ તારી તરફ જ છે!
لَقَدۡ کَانَ لَکُمۡ فِیۡہِمۡ اُسۡوَۃٌ حَسَنَۃٌ لِّمَنۡ کَانَ یَرۡجُوا اللّٰہَ وَ الۡیَوۡمَ الۡاٰخِرَ ؕ وَ مَنۡ یَّتَوَلَّ فَاِنَّ اللّٰہَ ہُوَ الۡغَنِیُّ الۡحَمِیۡدُ ٪﴿۶﴾
(૬) (હા) તમારા માટે તે લોકોમાં બહેતરીન નમૂનો હતો તેના માટે કે જે અલ્લાહ તથા કયામતના દિવસની ઉમ્મીદ રાખે છે; પરંતુ જે કોઇ ફરી જશે (તેને પોતાનુ જ નુકસાન કર્યુ કારણ કે) અલ્લાહ બેનિયાઝ અને વખાણને પાત્ર છે.
عَسَی اللّٰہُ اَنۡ یَّجۡعَلَ بَیۡنَکُمۡ وَ بَیۡنَ الَّذِیۡنَ عَادَیۡتُمۡ مِّنۡہُمۡ مَّوَدَّۃً ؕ وَ اللّٰہُ قَدِیۡرٌ ؕ وَ اللّٰہُ غَفُوۡرٌ رَّحِیۡمٌ ﴿۷﴾
(૭) ઉમ્મીદ છે કે અલ્લાહ તમારી અને તે લોકોની વચ્ચે કે જેમની સાથે તમે દુશ્મની કરી, દોસ્તી પેદા કરે અને અલ્લાહ શક્તિમાન છે; અને અલ્લાહ ગફુરૂર રહીમ છે.
لَا یَنۡہٰىکُمُ اللّٰہُ عَنِ الَّذِیۡنَ لَمۡ یُقَاتِلُوۡکُمۡ فِی الدِّیۡنِ وَ لَمۡ یُخۡرِجُوۡکُمۡ مِّنۡ دِیَارِکُمۡ اَنۡ تَبَرُّوۡہُمۡ وَ تُقۡسِطُوۡۤا اِلَیۡہِمۡ ؕ اِنَّ اللّٰہَ یُحِبُّ الۡمُقۡسِطِیۡنَ ﴿۸﴾
(૮) જે લોકો દીનના સંબંધમાં તમારી સાથે લડ્યા નથી અને તમને તમારા ઘરોમાંથી કાઢ્યા નથી તેમની સાથે નેકી કરવા અને ઇન્સાફથી પેશ આવવાની અલ્લાહ તમને મનાઇ કરતો નથી કારણકે અલ્લાહ ઇન્સાફ કરનારાઓને ચાહે છે.
اِنَّمَا یَنۡہٰىکُمُ اللّٰہُ عَنِ الَّذِیۡنَ قٰتَلُوۡکُمۡ فِی الدِّیۡنِ وَ اَخۡرَجُوۡکُمۡ مِّنۡ دِیَارِکُمۡ وَ ظٰہَرُوۡا عَلٰۤی اِخۡرَاجِکُمۡ اَنۡ تَوَلَّوۡہُمۡ ۚ وَ مَنۡ یَّتَوَلَّہُمۡ فَاُولٰٓئِکَ ہُمُ الظّٰلِمُوۡنَ ﴿۹﴾
(૯) અલ્લાહ તમને ફકત તે લોકો(ની દોસ્તી)થી રોકે છે કે જેઓ તમારી સાથે દીન બાબતે લડયા તથા તમને તમારા ઘરોમાંથી કાઢી મૂકયા તથા તમને કાઢવામાં (દુશ્મનોની) મદદ કરી અને જે કોઇ તેમની સાથે દોસ્તી રાખે તો બેશક તેઓ ઝાલિમો છે.
یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡۤا اِذَا جَآءَکُمُ الۡمُؤۡمِنٰتُ مُہٰجِرٰتٍ فَامۡتَحِنُوۡہُنَّ ؕ اَللّٰہُ اَعۡلَمُ بِاِیۡمَانِہِنَّ ۚ فَاِنۡ عَلِمۡتُمُوۡہُنَّ مُؤۡمِنٰتٍ فَلَا تَرۡجِعُوۡہُنَّ اِلَی الۡکُفَّارِ ؕ لَا ہُنَّ حِلٌّ لَّہُمۡ وَ لَا ہُمۡ یَحِلُّوۡنَ لَہُنَّ ؕ وَ اٰتُوۡہُمۡ مَّاۤ اَنۡفَقُوۡا ؕ وَ لَا جُنَاحَ عَلَیۡکُمۡ اَنۡ تَنۡکِحُوۡہُنَّ اِذَاۤ اٰتَیۡتُمُوۡہُنَّ اُجُوۡرَہُنَّ ؕ وَ لَا تُمۡسِکُوۡا بِعِصَمِ الۡکَوَافِرِ وَ سۡـَٔلُوۡا مَاۤ اَنۡفَقۡتُمۡ وَ لۡیَسۡـَٔلُوۡا مَاۤ اَنۡفَقُوۡا ؕ ذٰلِکُمۡ حُکۡمُ اللّٰہِ ؕ یَحۡکُمُ بَیۡنَکُمۡ ؕ وَ اللّٰہُ عَلِیۡمٌ حَکِیۡمٌ ﴿۱۰﴾
(૧૦) અય ઇમાનવાળાઓ ! જયારે તમારી પાસે હિજરત કરનારી મોઅમેના ઔરતો આવે તો પહેલા તમે તેમની અજમાઇશ કરો, -અલ્લાહ તેમના ઇમાનને સારી રીતે જાણે છે,- પછી અગર તમે જાણી લો કે તેણીઓ મોઅમેના છે તો તેમને નાસ્તિકો તરફ પાછી ન મોકલો, ન તેણીઓ તેમના માટે હલાલ છે અને ન તેઓ તેણીઓ માટે હલાલ છે, અને જે રકમ નાસ્તિકોએ મહેરમાં આપી છે તે તેમને પાછી આપી દ્યો, અને જ્યારે તેણીઓને મહેર આપો ત્યારે તેણીઓ સાથે નિકાહ કરવામાં કોઇ હરજ નથી, અને નાસ્તિક ઔરતો સાથેના શાદીશુદા સંબંધને આગળ ન વધારો અને તમે જે મહેર આપી છે તે (નાસ્તિકો પાસેથી) માંગી લ્યો જેવી રીતે તેઓને હક છે કે તેઓ (પોતાની હિજરત કરીને આવેલ ઔરતોની) મહેર માંગે આ અલ્લાહનો ફેસલો છે જે તે તમારા વચ્ચે કરે છે, અને તે જાણનાર અને હિકમતવાળો છે.
وَ اِنۡ فَاتَکُمۡ شَیۡءٌ مِّنۡ اَزۡوَاجِکُمۡ اِلَی الۡکُفَّارِ فَعَاقَبۡتُمۡ فَاٰتُوا الَّذِیۡنَ ذَہَبَتۡ اَزۡوَاجُہُمۡ مِّثۡلَ مَاۤ اَنۡفَقُوۡا ؕ وَ اتَّقُوا اللّٰہَ الَّذِیۡۤ اَنۡتُمۡ بِہٖ مُؤۡمِنُوۡنَ ﴿۱۱﴾
(૧૧) અને અગર તમારી અમુક ઔરતો નાસ્તિકો તરફ ચાલી જાય અને તમે લડાઇમાં તેઓ પર સફળતા હાંસિલ કરો તથા માલે ગનીમત હાંસિલ કરો તો જેની ઔરત ચાલી ગઇ છે તેણીની મહેરનો ખર્ચ (માલે ગનીમતમાંથી) આપો અને તે અલ્લાહની નાફરમાનીથી પરહેઝ કરો જેના પર તમે ઇમાન રાખો છો!
یٰۤاَیُّہَا النَّبِیُّ اِذَا جَآءَکَ الۡمُؤۡمِنٰتُ یُبَایِعۡنَکَ عَلٰۤی اَنۡ لَّا یُشۡرِکۡنَ بِاللّٰہِ شَیۡئًا وَّ لَا یَسۡرِقۡنَ وَ لَا یَزۡنِیۡنَ وَ لَا یَقۡتُلۡنَ اَوۡلَادَہُنَّ وَ لَا یَاۡتِیۡنَ بِبُہۡتَانٍ یَّفۡتَرِیۡنَہٗ بَیۡنَ اَیۡدِیۡہِنَّ وَ اَرۡجُلِہِنَّ وَ لَا یَعۡصِیۡنَکَ فِیۡ مَعۡرُوۡفٍ فَبَایِعۡہُنَّ وَ اسۡتَغۡفِرۡ لَہُنَّ اللّٰہَ ؕ اِنَّ اللّٰہَ غَفُوۡرٌ رَّحِیۡمٌ ﴿۱۲﴾
(૧૨) અય નબી ! જયારે ઇમાન લાવનારી ઔરતો તારી પાસે આવે અને બયઅત કરે કે તેણીઓ કોઇને પણ અલ્લાહનો શરીક નહિં બનાવે, અને ચોરી નહિં કરે અને ઝીના નહિ કરે અને પોતાની ઔલાદને મારી નહિ નાખે અને ઘડી કાઢેલ જૂઠ પોતાની સામે નહિ લાવે તેમજ કોઇપણ નેક કામમાં તારી નાફરમાની નહિ કરે તો તમે તેમની બયઅત સ્વીકારી લો, અને તેમના માટે અલ્લાહ પાસે ઇસ્તિગફાર કરો, બેશક અલ્લાહ ગફુરૂર રહીમ છે.
یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡا لَا تَتَوَلَّوۡا قَوۡمًا غَضِبَ اللّٰہُ عَلَیۡہِمۡ قَدۡ یَئِسُوۡا مِنَ الۡاٰخِرَۃِ کَمَا یَئِسَ الۡکُفَّارُ مِنۡ اَصۡحٰبِ الۡقُبُوۡرِ ﴿٪۱۳﴾
(૧૩) અય ઇમાન લાવનારાઓ ! તે લોકો સાથે દોસ્તી ન કરો કે જેમના પર અલ્લાહે ગઝબ કર્યો છે; તેઓ આખેરતથી એવી રીતે નિરાશ છે જેવી રીતે કબ્રવાળા નાસ્તિકોથી નિરાશ છે.