અલ-કુરઆન

64

At-Taghabun

سورة التغابن


یُسَبِّحُ لِلّٰہِ مَا فِی السَّمٰوٰتِ وَ مَا فِی الۡاَرۡضِ ۚ لَہُ الۡمُلۡکُ وَ لَہُ الۡحَمۡدُ ۫ وَ ہُوَ عَلٰی کُلِّ شَیۡءٍ قَدِیۡرٌ ﴿۱﴾

(૧) જે કાંઇ આસમાનોમાં અને ઝમીનમાં છે તે અલ્લાહની તસ્બીહ કરે છે, હુકૂમત તેની જ છે, અને વખાણ તેના જ માટે છે, અને એ જ દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.

ہُوَ الَّذِیۡ خَلَقَکُمۡ فَمِنۡکُمۡ کَافِرٌ وَّ مِنۡکُمۡ مُّؤۡمِنٌ ؕ وَ اللّٰہُ بِمَا تَعۡمَلُوۡنَ بَصِیۡرٌ ﴿۲﴾

(૨) તે એ જ છે જેણે તમને પેદા કર્યા, પછી તમારામાંથી અમુક નાસ્તિક છે અને અમુક મોઅમીન છે; અને તમે જે કાંઇ કરો છો તે અલ્લાહ જોવે છે.

خَلَقَ السَّمٰوٰتِ وَ الۡاَرۡضَ بِالۡحَقِّ وَ صَوَّرَکُمۡ فَاَحۡسَنَ صُوَرَکُمۡ ۚ وَ اِلَیۡہِ الۡمَصِیۡرُ ﴿۳﴾

(૩) તેણે આસમાનો અને ઝમીનને હક સાથે પૈદા કર્યા અને તમને આકાર આપ્યો, બહેતરીન આકાર; અને અંજામ તેની જ તરફ છે.

یَعۡلَمُ مَا فِی السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ وَ یَعۡلَمُ مَا تُسِرُّوۡنَ وَ مَا تُعۡلِنُوۡنَ ؕ وَ اللّٰہُ عَلِیۡمٌۢ بِذَاتِ الصُّدُوۡرِ ﴿۴﴾

(૪) તે જે કાંઇ ઝમીન અને આસમાનોમાં છે તેને જાણે છે તથા જે કાંઇ તમે જાહેર કરો છો અથવા જે કાંઇ તમે છુપાવો છો તેને જાણે છે અને જે કાંઇ છાતીઓ/દિલોમાં છે તેને જાણે છે.

اَلَمۡ یَاۡتِکُمۡ نَبَؤُا الَّذِیۡنَ کَفَرُوۡا مِنۡ قَبۡلُ ۫ فَذَاقُوۡا وَبَالَ اَمۡرِہِمۡ وَ لَہُمۡ عَذَابٌ اَلِیۡمٌ ﴿۵﴾

(૫) શું તમારી પાસે આની પહેલા નાસ્તિક થયેલા લોકોની ખબર નથી આવી?! (હા) તેઓએ પોતાના આમાલની સજાનો સ્વાદ ચાખ્યો અને તેઓ માટે દર્દનાક અઝાબ છે.

ذٰلِکَ بِاَنَّہٗ کَانَتۡ تَّاۡتِیۡہِمۡ رُسُلُہُمۡ بِالۡبَیِّنٰتِ فَقَالُوۡۤا اَبَشَرٌ یَّہۡدُوۡنَنَا ۫ فَکَفَرُوۡا وَ تَوَلَّوۡا وَّ اسۡتَغۡنَی اللّٰہُ ؕ وَ اللّٰہُ غَنِیٌّ حَمِیۡدٌ ﴿۶﴾

(૬) આ એ માટે કે તેમના રસૂલો તેમની પાસે ખુલ્લી નિશાનીઓ લઇને આવતા હતા (પરંતુ) તેઓએ (તકબ્બૂર કરીને) કહ્યું કે શું એક ઇન્સાન અમારી હિદાયત કરવા ચાહે છે? આ કારણે તેઓ નાસ્તિક થયા અને મોઢુ ફેરવી લીધુ; અને અલ્લાહને તેમના ઇમાનની જરૂરત ન હતી, અને અલ્લાહ બેનિયાઝ અને વખાણને પાત્ર છે!

زَعَمَ الَّذِیۡنَ کَفَرُوۡۤا اَنۡ لَّنۡ یُّبۡعَثُوۡا ؕ قُلۡ بَلٰی وَ رَبِّیۡ لَتُبۡعَثُنَّ ثُمَّ لَتُنَبَّؤُنَّ بِمَا عَمِلۡتُمۡ ؕ وَ ذٰلِکَ عَلَی اللّٰہِ یَسِیۡرٌ ﴿۷﴾

(૭) તે નાસ્તિકો એમ ગુમાન કર્યુ કે હરગિઝ તેમને ઉઠાડવામાં નહિં આવે. કહે કે હા, મારા પરવરદિગારની કસમ જરૂર તમને ઉઠાડવામાં આવશે અને પછી તમે જે કાંઇ કરતા હતા તે તમને જણાવવામાં આવશે અને આ (કાર્ય) અલ્લાહ માટે સહેલુ છે!

فَاٰمِنُوۡا بِاللّٰہِ وَ رَسُوۡلِہٖ وَ النُّوۡرِ الَّذِیۡۤ اَنۡزَلۡنَا ؕ وَ اللّٰہُ بِمَا تَعۡمَلُوۡنَ خَبِیۡرٌ ﴿۸﴾

(૮) માટે અલ્લાહ, તેના રસૂલ અને તે નૂર પર ઇમાન લાવો કે જે અમોએ નાઝિલ કર્યુ છે, અને અલ્લાહ તમારા આમાલથી સારી રીતે માહિતગાર છે.

یَوۡمَ یَجۡمَعُکُمۡ لِیَوۡمِ الۡجَمۡعِ ذٰلِکَ یَوۡمُ التَّغَابُنِ ؕ وَ مَنۡ یُّؤۡمِنۡۢ بِاللّٰہِ وَ یَعۡمَلۡ صَالِحًا یُّکَفِّرۡ عَنۡہُ سَیِّاٰتِہٖ وَ یُدۡخِلۡہُ جَنّٰتٍ تَجۡرِیۡ مِنۡ تَحۡتِہَا الۡاَنۡہٰرُ خٰلِدِیۡنَ فِیۡہَاۤ اَبَدًا ؕ ذٰلِکَ الۡفَوۡزُ الۡعَظِیۡمُ ﴿۹﴾

(૯) આ તે દિવસે થશે કે તમને બધાને જમા/ભેગા કરવાના દિવસે ભેગા કરશે તે (નુકસાન માટે) અફસોસનો દિવસ છે! અને જે અલ્લાહ પર ઇમાન લાવે અને સારા કાર્યો કરે, અલ્લાહ તેની બૂરાઇઓને ઢાંકી દેશે, અને તેને એવી જન્નતોમાં દાખલ કરશે જેની નીચે નહેરો જારી છે, અને તેમાં તેઓ હંમેશા રહેશે અને એજ મોટી કામ્યાબી છે!

10

وَ الَّذِیۡنَ کَفَرُوۡا وَ کَذَّبُوۡا بِاٰیٰتِنَاۤ اُولٰٓئِکَ اَصۡحٰبُ النَّارِ خٰلِدِیۡنَ فِیۡہَا ؕ وَ بِئۡسَ الۡمَصِیۡرُ ﴿٪۱۰﴾

(૧૦) અને જે લોકો નાસ્તિક થયા અને અમારી આયતોને જૂઠલાવી, તેઓ જહન્નમીઓ છે. તેઓ તેમાં હંમેશા રહેશે, અને તે કેવુ ખરાબ પરિણામ છે!

11

مَاۤ اَصَابَ مِنۡ مُّصِیۡبَۃٍ اِلَّا بِاِذۡنِ اللّٰہِ ؕ وَ مَنۡ یُّؤۡمِنۡۢ بِاللّٰہِ یَہۡدِ قَلۡبَہٗ ؕ وَ اللّٰہُ بِکُلِّ شَیۡءٍ عَلِیۡمٌ ﴿۱۱﴾

(૧૧) કોઇ પણ મુસીબત આવતી નથી સિવાય કે અલ્લાહની ઇજાઝતથી, અને જે અલ્લાહ પર ઇમાન લાવે છે અલ્લાહ તેના દિલની હિદાયત કરે છે, અને અલ્લાહ દરેક વસ્તુનો જાણકાર છે!

12

وَ اَطِیۡعُوا اللّٰہَ وَ اَطِیۡعُوا الرَّسُوۡلَ ۚ فَاِنۡ تَوَلَّیۡتُمۡ فَاِنَّمَا عَلٰی رَسُوۡلِنَا الۡبَلٰغُ الۡمُبِیۡنُ ﴿۱۲﴾

(૧૨) અને તમે અલ્લાહની ઇતાઅત કરો અને રસૂલની ઇતાઅત કરો પછી જો તમે મોઢુ ફેરવશો તો અમારા રસૂલની જવાબદારી ફકત પયગામને વાઝેહ રીતે પહોંચાડવાની છે.

13

اَللّٰہُ لَاۤ اِلٰہَ اِلَّا ہُوَ ؕ وَ عَلَی اللّٰہِ فَلۡیَتَوَکَّلِ الۡمُؤۡمِنُوۡنَ ﴿۱۳﴾

(૧૩) અલ્લાહ એ જ છે કે જેના સિવાય કોઇ માઅબૂદ નથી; અને મોઅમીનોને જોઇએ કે ફકત અલ્લાહ ઉપર આધાર રાખે.

14

یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡۤا اِنَّ مِنۡ اَزۡوَاجِکُمۡ وَ اَوۡلَادِکُمۡ عَدُوًّا لَّکُمۡ فَاحۡذَرُوۡہُمۡ ۚ وَ اِنۡ تَعۡفُوۡا وَ تَصۡفَحُوۡا وَ تَغۡفِرُوۡا فَاِنَّ اللّٰہَ غَفُوۡرٌ رَّحِیۡمٌ ﴿۱۴﴾

(૧૪) અય ઇમાનવાળાઓ ! તમારી ઔરતો અને ઔલાદમાંથી અમુક તમારા દુશ્મન છે, તેમનાથી સાવચેત રહો, અને જો તમે દરગુજર કરો ચશ્મપોશી કરો અને માફ કરો (તો અલ્લાહ તમને માફ કરશે) કારણકે અલ્લાહ ગફુરૂર રહીમ છે.

15

اِنَّمَاۤ اَمۡوَالُکُمۡ وَ اَوۡلَادُکُمۡ فِتۡنَۃٌ ؕ وَ اللّٰہُ عِنۡدَہٗۤ اَجۡرٌ عَظِیۡمٌ ﴿۱۵﴾

(૧૫) તમારો માલ અને ઔલાદ ફકત તમારી આજમાઇશનો વસીલો/માઘ્યમ છે, અને અલ્લાહ પાસે મહાન બદલો છે.

16

فَاتَّقُوا اللّٰہَ مَا اسۡتَطَعۡتُمۡ وَ اسۡمَعُوۡا وَ اَطِیۡعُوۡا وَ اَنۡفِقُوۡا خَیۡرًا لِّاَنۡفُسِکُمۡ ؕ وَ مَنۡ یُّوۡقَ شُحَّ نَفۡسِہٖ فَاُولٰٓئِکَ ہُمُ الۡمُفۡلِحُوۡنَ ﴿۱۶﴾

(૧૬) માટે તમારાથી જ્યાં સુધી શકય હોય અલ્લાહ (ની નાફરમાની)થી પરહેઝ કરો અને તેની વાતને સાંભળો અને તેની ઇતાઅત કરો અને (તેની રાહમાં) ઇન્ફાક (ખર્ચ) કરો, કે તે તમારા માટે બહેતર છે. જેને પોતાની જાતને કંજૂસીથી બચાવી તેઓ કામ્યાબ છે.

17

اِنۡ تُقۡرِضُوا اللّٰہَ قَرۡضًا حَسَنًا یُّضٰعِفۡہُ لَکُمۡ وَ یَغۡفِرۡ لَکُمۡ ؕ وَ اللّٰہُ شَکُوۡرٌ حَلِیۡمٌ ﴿ۙ۱۷﴾

(૧૭) અગર તમે અલ્લાહને "કર્ઝે હસના" આપશો તો તેને તમારા માટે બમણો / અનેક ગણો કરી દેશે અને તમને માફ કરી દેશે અને અલ્લાહ કદરદાન અને સહનશીલ છે.

18

عٰلِمُ الۡغَیۡبِ وَ الشَّہَادَۃِ الۡعَزِیۡزُ الۡحَکِیۡمُ ﴿٪۱۸﴾

(૧૮) તે હાજર અને ગાયબનો જાણકાર, જબરદસ્ત અને હિકમતવાળો છે!