અલ-કુરઆન

87

Al-Ala

سورة الأعلى


سَبِّحِ اسۡمَ رَبِّکَ الۡاَعۡلَی ۙ﴿۱﴾

(૧) તારા મહાન પરવરદિગારના નામની તસ્બીહ કર :

الَّذِیۡ خَلَقَ فَسَوّٰی ۪ۙ﴿۲﴾

(૨) જેણે ખિલ્કત કરી અને મુનઝઝમ કર્યુ.

وَ الَّذِیۡ قَدَّرَ فَہَدٰی ۪ۙ﴿۳﴾

(૩) અને જેણે તકદીર કરી અને હિદાયત આપી:

وَ الَّذِیۡۤ اَخۡرَجَ الۡمَرۡعٰی ۪ۙ﴿۴﴾

(૪) અને જેણે ચરવાની જગ્યા બનાવી,

فَجَعَلَہٗ غُثَآءً اَحۡوٰی ؕ﴿۵﴾

(૫) પછી તેને સૂકાવીને ઘેરા રંગનુ ખડ બનાવી નાખ્યું.

سَنُقۡرِئُکَ فَلَا تَنۡسٰۤی ۙ﴿۶﴾

(૬) નજીકમાં અમે તને એવી રીતે પઢાવીશું કે તું કયારેય ભૂલીશ નહિં :

اِلَّا مَا شَآءَ اللّٰہُ ؕ اِنَّہٗ یَعۡلَمُ الۡجَہۡرَ وَ مَا یَخۡفٰی ؕ﴿۷﴾

(૭) સિવાય કે જે અલ્લાહ ચાહે કે જે જાહેર અને છુપી વસ્તુને જાણે છે.

وَ نُیَسِّرُکَ لِلۡیُسۡرٰی ۚ﴿ۖ۸﴾

(૮) અને અમે તને દરેક નેક કામની તૌફીક આપશું.

فَذَکِّرۡ اِنۡ نَّفَعَتِ الذِّکۡرٰی ؕ﴿۹﴾

(૯) માટે નસીહત કર જો નસીહત કરવી ફાયદાકારક હોય તો.

10

سَیَذَّکَّرُ مَنۡ یَّخۡشٰی ﴿ۙ۱۰﴾

(૧૦) નજીકમાંજ જે અલ્લાહથી ડરે છે તે નસીહત હાંસિલ કરશે:

11

وَ یَتَجَنَّبُہَا الۡاَشۡقَی ﴿ۙ۱۱﴾

(૧૧) અને તેનાથી કમનસીબ દૂર થઇ જશે:

12

الَّذِیۡ یَصۡلَی النَّارَ الۡکُبۡرٰی ﴿ۚ۱۲﴾

(૧૨) જે મોટી આગમાં દાખલ થશે.

13

ثُمَّ لَا یَمُوۡتُ فِیۡہَا وَ لَا یَحۡیٰی ﴿ؕ۱۳﴾

(૧૩) પછી તેમાં ન મરશે અને ન જીવશે!

14

قَدۡ اَفۡلَحَ مَنۡ تَزَکّٰی ﴿ۙ۱۴﴾

(૧૪) બેશક જે પાકીઝગી અપનાવશે તે સફળ થયો:

15

وَ ذَکَرَ اسۡمَ رَبِّہٖ فَصَلّٰی ﴿ؕ۱۵﴾

(૧૫) અને (તે કે) જેણે પોતાના પરવરદિગારના નામનો ઝિક્ર કર્યો ત્યારબાદ નમાઝ પઢી.

16

بَلۡ تُؤۡثِرُوۡنَ الۡحَیٰوۃَ الدُّنۡیَا ﴿۫ۖ۱۶﴾

(૧૬) પરંતુ તમે દુનિયાના જીવનને અગ્રતા આપો છો:

17

وَ الۡاٰخِرَۃُ خَیۡرٌ وَّ اَبۡقٰی ﴿ؕ۱۷﴾

(૧૭) એવી હાલતમાં કે આખેરત બહેતર અને બાકી રહેનારી છે.

18

اِنَّ ہٰذَا لَفِی الصُّحُفِ الۡاُوۡلٰی ﴿ۙ۱۸﴾

(૧૮) બેશક આ (મતલબ) અગાઉની કિતાબોમાં છે:

19

صُحُفِ اِبۡرٰہِیۡمَ وَ مُوۡسٰی ﴿٪۱۹﴾

(૧૯) ઇબ્રાહીમ તથા મૂસાના સહીફાઓમાં.