سورة العلق
اِقۡرَاۡ بِاسۡمِ رَبِّکَ الَّذِیۡ خَلَقَ ۚ﴿۱﴾
(૧) પઢ તારા પરવરદિગારના નામથી કે જેણે પેદા કર્યો.
خَلَقَ الۡاِنۡسَانَ مِنۡ عَلَقٍ ۚ﴿۲﴾
(૨) કે જેણે ઈન્સાનને જામી ગયેલા લોહીમાંથી પેદા કર્યો.
اِقۡرَاۡ وَ رَبُّکَ الۡاَکۡرَمُ ۙ﴿۳﴾
(૩) પઢ અને તારો પરવરદિગાર સૌથી વધારે કરીમ છે :
الَّذِیۡ عَلَّمَ بِالۡقَلَمِ ۙ﴿۴﴾
(૪) જેણે કલમ વડે તાલીમ આપી :
عَلَّمَ الۡاِنۡسَانَ مَا لَمۡ یَعۡلَمۡ ؕ﴿۵﴾
(૫) અને ઇન્સાનને જે કાંઇ જાણતો ન હતો તેની તાલીમ આપી.
کَلَّاۤ اِنَّ الۡاِنۡسَانَ لَیَطۡغٰۤی ۙ﴿۶﴾
(૬) એવુ નથી (જેવુ તમે ધારો છો, સ્વભાવિક રીતે) ઇન્સાન સરકશ છે:
اَنۡ رَّاٰہُ اسۡتَغۡنٰی ﴿ؕ۷﴾
(૭) (જેવો) પોતાને બેનિયાઝ (આત્મનિર્ભર) જોવે!
اِنَّ اِلٰی رَبِّکَ الرُّجۡعٰی ؕ﴿۸﴾
(૮) બેશક તારા પરવરદિગાર તરફ પાછા ફરવાનું છે!
اَرَءَیۡتَ الَّذِیۡ یَنۡہٰی ۙ﴿۹﴾
(૯) મને ખબર આપ કે જે મનાઇ કરે છે
عَبۡدًا اِذَا صَلّٰی ﴿ؕ۱۰﴾
(૧૦) બંદે ખુદાને કે જયારે તે નમાઝ પઢે?
اَرَءَیۡتَ اِنۡ کَانَ عَلَی الۡہُدٰۤی ﴿ۙ۱۱﴾
(૧૧) મને ખબર આપ કે જો તે બંદો હિદાયત પર હોય તો:
اَوۡ اَمَرَ بِالتَّقۡوٰی ﴿ؕ۱۲﴾
(૧૨) અથવા પરહેઝગારીનો હુકમ કરતો હોય (તો અટકાવવું કેવું છે) ?
اَرَءَیۡتَ اِنۡ کَذَّبَ وَ تَوَلّٰی ﴿ؕ۱۳﴾
(૧૩) મને ખબર આપ કે જો તે (નાસ્તિક) જૂઠલાવે અને મોઢુ ફેરવે (શુ તેઓ સજાના હકદાર નથી)?
اَلَمۡ یَعۡلَمۡ بِاَنَّ اللّٰہَ یَرٰی ﴿ؕ۱۴﴾
(૧૪) શું તે નથી જાણતો કે અલ્લાહ જોવે છે?
کَلَّا لَئِنۡ لَّمۡ یَنۡتَہِ ۬ۙ لَنَسۡفَعًۢا بِالنَّاصِیَۃِ ﴿ۙ۱۵﴾
(૧૫) એવુ નથી (જેવુ તેઓ ધારે છે) જો તે (રોકવાથી) અટકશે નહિ તો અમે તેને પેશાનીના વાળ પકડીને ધસડીશું:
نَاصِیَۃٍ کَاذِبَۃٍ خَاطِئَۃٍ ﴿ۚ۱۶﴾
(૧૬) જૂઠા અને ખતાકારોની પેશાનીના વાળ!
فَلۡیَدۡعُ نَادِیَہٗ ﴿ۙ۱۷﴾
(૧૭) તે પછી જેને ચાહે (મદદ માટે) અવાજ આપે!
سَنَدۡعُ الزَّبَانِیَۃَ ﴿ۙ۱۸﴾
(૧૮) જલ્દી અમે તે (જહન્નમના રખેવાળ)ને અવાજ આપશું!
کَلَّا ؕ لَا تُطِعۡہُ وَ اسۡجُدۡ وَ اقۡتَرِبۡ ﴿٪ٛ۱۹﴾
(૧૯) એવુ નથી (જેવુ તે ધારે છે) તેનું કહેવું ન માન અને સજદો કર, અલ્લાહની કુરબત (નઝદીકી) હાંસિલ કર.
મહત્વપૂર્ણ લિંક્સ
http://www.amillibrary.com
http://hajinaji.imperoserver.in/admin/important-links/create
આપણા સમુદાય સાથે જોડાવા અને એપ્લિકેશનનું અન્વેષણ કરવા માટે તમારો ફોન નંબર દાખલ કરો.
01:59 માં OTP ફરીથી મોકલો
કોડ મળ્યો નથી? ફરીથી મોકલો