અલ-કુરઆન

6

Al-Anaam

سورة الأنعام


اَلۡحَمۡدُ لِلّٰہِ الَّذِیۡ خَلَقَ السَّمٰوٰتِ وَ الۡاَرۡضَ وَ جَعَلَ الظُّلُمٰتِ وَ النُّوۡرَ ۬ؕ ثُمَّ الَّذِیۡنَ کَفَرُوۡا بِرَبِّہِمۡ یَعۡدِلُوۡنَ ﴿۱﴾

(૧) સર્વ વખાણ તે અલ્લાહ માટે છે જેણે આકાશો તથા ઝમીનને ખલ્ક કર્યા છે તથા ઝુલમત અને નૂરને રાખ્યા; છતાં (હકીકતનો) ઇન્કાર કરનારાઓએ બીજાઓને પોતાના પરવરદિગારના બરોબરીઆ ઠેરવે છે.

ہُوَ الَّذِیۡ خَلَقَکُمۡ مِّنۡ طِیۡنٍ ثُمَّ قَضٰۤی اَجَلًا ؕ وَ اَجَلٌ مُّسَمًّی عِنۡدَہٗ ثُمَّ اَنۡتُمۡ تَمۡتَرُوۡنَ ﴿۲﴾

(૨) તે એ જ છે જેણે તમને માટીમાંથી પૈદા કર્યા, પછી તેણે (તમારા જીવનની) એક મુદ્દત નક્કી કરી અને એ (જીવનની) ચોક્કસ મુદ્દત(ની જાણકારી) તેની પાસે છે છતાં તમે શક કરો છો ?

وَ ہُوَ اللّٰہُ فِی السَّمٰوٰتِ وَ فِی الۡاَرۡضِ ؕ یَعۡلَمُ سِرَّکُمۡ وَ جَہۡرَکُمۡ وَ یَعۡلَمُ مَا تَکۡسِبُوۡنَ ﴿۳﴾

(૩) અને આકાશો અને ઝમીનમાં તે (એક) જ અલ્લાહ છે; તમારી છૂપી (વાતો)ને જાણે છે અને તમારી જાહેર (વાતો)ને પણ; અને તમે જે કાંઇ કમાણી કરો છો તે પણ તે જાણે છે.

وَ مَا تَاۡتِیۡہِمۡ مِّنۡ اٰیَۃٍ مِّنۡ اٰیٰتِ رَبِّہِمۡ اِلَّا کَانُوۡا عَنۡہَا مُعۡرِضِیۡنَ ﴿۴﴾

(૪) અને નિશાનીઓમાંથી તેઓના રબની કોઇ નિશાની તેઓ પાસે નથી આવતી સિવાય કે તેઓ મોઢુ ફેરવતા હોય છે.

فَقَدۡ کَذَّبُوۡا بِالۡحَقِّ لَمَّا جَآءَہُمۡ ؕ فَسَوۡفَ یَاۡتِیۡہِمۡ اَنۡۢبٰٓؤُا مَا کَانُوۡا بِہٖ یَسۡتَہۡزِءُوۡنَ ﴿۵﴾

(૫) પછી જ્યારે પણ હક તેમની પાસે આવ્યું ત્યારે તેને તેમણે જરૂર જૂઠલાવ્યું પછી નઝદિકમાં જ જે (હક)ની તેઓ મજાક ઉડાવ્યા કરતા હતા તે (સજાની ખબર તેમ)ની સામે આવશે.

اَلَمۡ یَرَوۡا کَمۡ اَہۡلَکۡنَا مِنۡ قَبۡلِہِمۡ مِّنۡ قَرۡنٍ مَّکَّنّٰہُمۡ فِی الۡاَرۡضِ مَا لَمۡ نُمَکِّنۡ لَّکُمۡ وَ اَرۡسَلۡنَا السَّمَآءَ عَلَیۡہِمۡ مِّدۡرَارًا ۪ وَّ جَعَلۡنَا الۡاَنۡہٰرَ تَجۡرِیۡ مِنۡ تَحۡتِہِمۡ فَاَہۡلَکۡنٰہُمۡ بِذُنُوۡبِہِمۡ وَ اَنۡشَاۡنَا مِنۡۢ بَعۡدِہِمۡ قَرۡنًا اٰخَرِیۡنَ ﴿۶﴾

(૬) શું તેઓએ આ નથી જોયું કે અમોએ તેઓની પહેલા અમુક નસ્લોનો નાશ કરી નાખ્યો કે જેમને અમે ઝમીનમાં સગવડતાઓ આપી હતી કે જેવી સગવડતાઓ તમને આપવામાં નથી આવી, અને અમે તેમના પર ભરપૂર વરસાદ વરસાવનાર વાદળો મોકલ્યા, અને તેઓ(ના કદમો)ની હેઠળ નદીઓ વહેતી કરી દીધી; પછી તેઓના ગુનાહોના કારણે અમોએ તેઓને બરબાદ કરી નાખ્યા અને તેમના પછી બીજી નસ્લને પૈદા કરી દીધી.

وَ لَوۡ نَزَّلۡنَا عَلَیۡکَ کِتٰبًا فِیۡ قِرۡطَاسٍ فَلَمَسُوۡہُ بِاَیۡدِیۡہِمۡ لَقَالَ الَّذِیۡنَ کَفَرُوۡۤا اِنۡ ہٰذَاۤ اِلَّا سِحۡرٌ مُّبِیۡنٌ ﴿۷﴾

(૭) અને જો અમો તારા ઉપર લખેલ કાગળ નાઝિલ કરેત અને તેઓ તેને પોતાના હાથે અડકી શકેત તો પણ નાસ્તિકો ચોક્કસ કહેતે કે આ ખુલ્લા જાદુ સિવાય બીજું કાંઇ નથી.

وَ قَالُوۡا لَوۡ لَاۤ اُنۡزِلَ عَلَیۡہِ مَلَکٌ ؕ وَ لَوۡ اَنۡزَلۡنَا مَلَکًا لَّقُضِیَ الۡاَمۡرُ ثُمَّ لَا یُنۡظَرُوۡنَ ﴿۸﴾

(૮) અને તેઓ કહે છે કે તેના પર કોઇ ફરિશ્તો શા માટે નાઝિલ કરવામાં નથી આવ્યો? અને જો અમે કોઇ ફરિશ્તો નાઝિલ કરત તો ખરેખર મામલાનો ફેસલો (ત્યારે જ) થઇ જાત, પછી તેમને મોહલત આપવામાં ન આવેત.

وَ لَوۡ جَعَلۡنٰہُ مَلَکًا لَّجَعَلۡنٰہُ رَجُلًا وَّ لَلَبَسۡنَا عَلَیۡہِمۡ مَّا یَلۡبِسُوۡنَ ﴿۹﴾

(૯) અને અગર અમે તે (રસૂલ)ને ફરિશ્તો બનાવેત તો અમે જરૂર તેને માણસ (જેવોજ) બનાવેત અને ખરેખર અમે (આ મામલાને તેઓના અયોગ્ય વિચાર પ્રમાણે) તેઓ માટે શંકાશીલ બનાવી દેતે જેવી રીતે (અત્યારે) તેઓ શંકા કરી રહ્યા છે.

10

وَ لَقَدِ اسۡتُہۡزِیَٔ بِرُسُلٍ مِّنۡ قَبۡلِکَ فَحَاقَ بِالَّذِیۡنَ سَخِرُوۡا مِنۡہُمۡ مَّا کَانُوۡا بِہٖ یَسۡتَہۡزِءُوۡنَ ﴿٪۱۰﴾

(૧૦) અને ખરેખર તારી અગાઉના રસૂલોની મજાક ઉડાવવામાં આવી હતી. પરંતુ તેઓમાંથી મજાક ઊડાવનારાઓને જે (અઝાબ)ની મજાક ઊડાવતા હતા તેને જ ઘેરી લીધા.

11

قُلۡ سِیۡرُوۡا فِی الۡاَرۡضِ ثُمَّ انۡظُرُوۡا کَیۡفَ کَانَ عَاقِبَۃُ الۡمُکَذِّبِیۡنَ ﴿۱۱﴾

(૧૧) તું કહે કે તમે ઝમીનમાં હરો ફરો પછી જૂઓ કે (પયગંબરોને) જૂઠલાવનારાઓનો કેવો અંત હતો.

12

قُلۡ لِّمَنۡ مَّا فِی السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ ؕ قُلۡ لِّلّٰہِ ؕ کَتَبَ عَلٰی نَفۡسِہِ الرَّحۡمَۃَ ؕ لَیَجۡمَعَنَّکُمۡ اِلٰی یَوۡمِ الۡقِیٰمَۃِ لَا رَیۡبَ فِیۡہِ ؕ اَلَّذِیۡنَ خَسِرُوۡۤا اَنۡفُسَہُمۡ فَہُمۡ لَا یُؤۡمِنُوۡنَ ﴿۱۲﴾

(૧૨) તું કહે કે જે કાંઇ આકાશો તથા ઝમીનમાં છે તે કોનું છે? કહે કે તે અલ્લાહનું જ છે; તેણે પોતાની ઝાત પર રહેમતને (વાજિબ કરી) લખી દીધી છે; તે કયામતના દિવસે કે જેમાં કંઇ શંકા નથી તમો સર્વેને ભેગાં કરશે; જે લોકોએ પોતાની જાતને નુકસાન પહોંચાડ્યું છે તેઓ ઇમાન લાવશે નહિ.

13

وَ لَہٗ مَا سَکَنَ فِی الَّیۡلِ وَ النَّہَارِ ؕ وَ ہُوَ السَّمِیۡعُ الۡعَلِیۡمُ ﴿۱۳﴾

(૧૩) અને રાત્રિ તથા દિવસમાં જે વસ્તુઓ સાબિત (સ્થિર) છે તે તેની જ છે; અને તે સાંભળનાર, જાણનાર છે.

14

قُلۡ اَغَیۡرَ اللّٰہِ اَتَّخِذُ وَلِیًّا فَاطِرِ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ وَ ہُوَ یُطۡعِمُ وَ لَا یُطۡعَمُ ؕ قُلۡ اِنِّیۡۤ اُمِرۡتُ اَنۡ اَکُوۡنَ اَوَّلَ مَنۡ اَسۡلَمَ وَ لَا تَکُوۡنَنَّ مِنَ الۡمُشۡرِکِیۡنَ ﴿۱۴﴾

(૧૪) કહે કે શું હું અલ્લાહ કે જે આકાશો અને ઝમીનનો ખાલિક છે તેના સિવાય બીજા કોઇને સરપરસ્ત બનાવી લઉં જ્યારે કે તે (બધાને) ખવડાવે છે અને તેને (કંઇપણ) ખવડાવવામાં નથી આવતુ. તું કહે કે મને એવો હુકમ આપવામાં આવ્યો છે કે પહેલો ઇસ્લામ લાવનારો બનું અને (મને હુકમ આપ્યો છે) હરગિઝ મુશરિક ન બન.

15

قُلۡ اِنِّیۡۤ اَخَافُ اِنۡ عَصَیۡتُ رَبِّیۡ عَذَابَ یَوۡمٍ عَظِیۡمٍ ﴿۱۵﴾

(૧૫) તું કહે કે અગર હું (પણ) મારા પરવરદિગારની નાફરમાની કરૂં તો (તે) મહાન દિવસના અઝાબથી ડરૂં છું.

16

مَنۡ یُّصۡرَفۡ عَنۡہُ یَوۡمَئِذٍ فَقَدۡ رَحِمَہٗ ؕ وَ ذٰلِکَ الۡفَوۡزُ الۡمُبِیۡنُ ﴿۱۶﴾

(૧૬) તે દિવસે જેનાથી તે (અઝાબ) ફેરવી નાખવામાં આવ્યો, તેના ઉપર ખરે જ તેણે રહેમ કર્યો; અને એ જ ખુલ્લી કામ્યાબી છે.

17

وَ اِنۡ یَّمۡسَسۡکَ اللّٰہُ بِضُرٍّ فَلَا کَاشِفَ لَہٗۤ اِلَّا ہُوَ ؕ وَ اِنۡ یَّمۡسَسۡکَ بِخَیۡرٍ فَہُوَ عَلٰی کُلِّ شَیۡءٍ قَدِیۡرٌ ﴿۱۷﴾

(૧૭) જો અલ્લાહ તને કાંઇ નુકસાન પહોંચાડે તો તેના સિવાય તે (નુકસાન)નો ટાળનાર કોઇ નથી; અને જો તે તને કાંઇ ભલાઇ પહોંચાડે તો (અલબત્ત) તે દરેક વસ્તુ પર કાદીર છે.

18

وَ ہُوَ الۡقَاہِرُ فَوۡقَ عِبَادِہٖ ؕ وَ ہُوَ الۡحَکِیۡمُ الۡخَبِیۡرُ ﴿۱۸﴾

(૧૮) અને તે પોતાના બંદાઓ પર ગાલીબ (સંપૂર્ણ કાબૂ ધરાવે) છે; અને તે હિકમતવાળો, જાણકાર છે.

19

قُلۡ اَیُّ شَیۡءٍ اَکۡبَرُ شَہَادَۃً ؕ قُلِ اللّٰہُ ۟ۙ شَہِیۡدٌۢ بَیۡنِیۡ وَ بَیۡنَکُمۡ ۟ وَ اُوۡحِیَ اِلَیَّ ہٰذَا الۡقُرۡاٰنُ لِاُنۡذِرَکُمۡ بِہٖ وَ مَنۡۢ بَلَغَ ؕ اَئِنَّکُمۡ لَتَشۡہَدُوۡنَ اَنَّ مَعَ اللّٰہِ اٰلِہَۃً اُخۡرٰی ؕ قُلۡ لَّاۤ اَشۡہَدُ ۚ قُلۡ اِنَّمَا ہُوَ اِلٰہٌ وَّاحِدٌ وَّ اِنَّنِیۡ بَرِیۡٓءٌ مِّمَّا تُشۡرِکُوۡنَ ﴿ۘ۱۹﴾

(૧૯) તું (એ લોકોને) કહે કે ગવાહી માટે સૌથી મહાન વસ્તુ કઇ છે? તું જ કહી દે કે અલ્લાહની (ગવાહી), જે મારી અને તમારી વચ્ચે ગવાહ છે; અને આ કુરઆન મારા પર વહી થકી એ માટે મોકલવામાં આવ્યું છે કે તે વડે હું તમને ડરાવુ અને જેના જેના સુધી આ કુરઆન પહોંચે તેને પણ; શું તમે ખરેખર ગવાહી આપો છો કે અલ્લાહની સાથે બીજા પણ માઅબૂદો છે ? તું કહે કે હું તો (એવી) ગવાહી આપતો નથી. તું કહે કે તે એક જ માઅબૂદ છે અને જે (જે વસ્તુઓ)ને તમે તેની શરીક બનાવો છો તેનાથી હું બેઝાર છું.

20

اَلَّذِیۡنَ اٰتَیۡنٰہُمُ الۡکِتٰبَ یَعۡرِفُوۡنَہٗ کَمَا یَعۡرِفُوۡنَ اَبۡنَآءَہُمۡ ۘ اَلَّذِیۡنَ خَسِرُوۡۤا اَنۡفُسَہُمۡ فَہُمۡ لَا یُؤۡمِنُوۡنَ ﴿٪۲۰﴾

(૨૦) જે લોકોને અમોએ કિતાબ આપી છે તેઓ તે (પયગંબર)ને એવી રીતે ઓળખે છે કે જેવી રીતે તેઓ પોતાની ઔલાદને ઓળખે છે; જે લોકોએ પોતાના નફસને નુકસાનમાં રાખ્યો છે તેઓ ઇમાન લાવશે નહિ.

21

وَ مَنۡ اَظۡلَمُ مِمَّنِ افۡتَرٰی عَلَی اللّٰہِ کَذِبًا اَوۡ کَذَّبَ بِاٰیٰتِہٖ ؕ اِنَّہٗ لَا یُفۡلِحُ الظّٰلِمُوۡنَ ﴿۲۱﴾

(૨૧) અને તેના કરતાં વધારે ઝૂલમગાર કોણ છે કે જે અલ્લાહ ઉપર જૂઠી તોહમત ચઢાવે અથવા તેની આયતોને જૂઠલાવે; બેશક ઝુલમગારો સફળતા મેળવશે નહિ.

22

وَ یَوۡمَ نَحۡشُرُہُمۡ جَمِیۡعًا ثُمَّ نَقُوۡلُ لِلَّذِیۡنَ اَشۡرَکُوۡۤا اَیۡنَ شُرَکَآؤُکُمُ الَّذِیۡنَ کُنۡتُمۡ تَزۡعُمُوۡنَ ﴿۲۲﴾

(૨૨) અને જે દિવસે અમે તે સર્વેને ભેગાં કરીશું પછી (અલ્લાહના) શરીક બનાવનારાઓને કહીશું કે જેઓ વિશે તમે ગુમાન કરતા હતા તે તમારા (બનાવટી) શરીકો કયાં છે?

23

ثُمَّ لَمۡ تَکُنۡ فِتۡنَتُہُمۡ اِلَّاۤ اَنۡ قَالُوۡا وَ اللّٰہِ رَبِّنَا مَا کُنَّا مُشۡرِکِیۡنَ ﴿۲۳﴾

(૨૩) પછી તેમની કોઇ ચાલાકી ચાલશે નહિ સિવાય કે તેઓ કહેશે કે અલ્લાહની કસમ કે અમે મુશરિક ન હતા.

24

اُنۡظُرۡ کَیۡفَ کَذَبُوۡا عَلٰۤی اَنۡفُسِہِمۡ وَ ضَلَّ عَنۡہُمۡ مَّا کَانُوۡا یَفۡتَرُوۡنَ ﴿۲۴﴾

(૨૪) જૂઓ, આ (લોકો) પોતાની જ વિરૂઘ્ધ કેવું જૂઠું બોલવા લાગ્યા છે?! અને તેઓના ઉપજાવી કાઢેલ (શરીકો)ને તેઓ ખોઇ બેઠશે.

25

وَ مِنۡہُمۡ مَّنۡ یَّسۡتَمِعُ اِلَیۡکَ ۚ وَ جَعَلۡنَا عَلٰی قُلُوۡبِہِمۡ اَکِنَّۃً اَنۡ یَّفۡقَہُوۡہُ وَ فِیۡۤ اٰذَانِہِمۡ وَقۡرًا ؕ وَ اِنۡ یَّرَوۡا کُلَّ اٰیَۃٍ لَّا یُؤۡمِنُوۡا بِہَا ؕ حَتّٰۤی اِذَا جَآءُوۡکَ یُجَادِلُوۡنَکَ یَقُوۡلُ الَّذِیۡنَ کَفَرُوۡۤا اِنۡ ہٰذَاۤ اِلَّاۤ اَسَاطِیۡرُ الۡاَوَّلِیۡنَ ﴿۲۵﴾

(૨૫) અને તેઓમાંથી અમુક એવા પણ છે જે તને કાન દઇ સાંભળે છે, અને અમોએ તેમના દિલો પર પડદાઓ નાખી દીધા છે કે તેઓ તે સમજી ન શકે અને તેમના કાનો ભારી (બહેરા) કરી દીધા છે; અને જો તેઓ દરેક નિશાની જોઇ લેશે તો પણ તેના પર ઇમાન લાવશે નહિ, એટલે સુધી કે તેઓ તારી પાસે આવીને તારી સાથે તકરાર કરશે; જેઓ નાસ્તિકો છે તેઓ એ જ કહે છે કે આ કાંઇ નથી પણ જૂના ઝમાનાની વાર્તાઓ છે.

26

وَ ہُمۡ یَنۡہَوۡنَ عَنۡہُ وَ یَنۡـَٔوۡنَ عَنۡہُ ۚ وَ اِنۡ یُّہۡلِکُوۡنَ اِلَّاۤ اَنۡفُسَہُمۡ وَ مَا یَشۡعُرُوۡنَ ﴿۲۶﴾

(૨૬) અને તેઓ બીજાઓને તે (કુરઆન)થી અટકાવે છે અને પોતે પણ તેનાથી દૂર રહે છે, જો કે તેઓ પોતાના જ નફસોને હલાકતમાં નાખે છે અને સમજતા નથી.

27

وَ لَوۡ تَرٰۤی اِذۡ وُقِفُوۡا عَلَی النَّارِ فَقَالُوۡا یٰلَیۡتَنَا نُرَدُّ وَ لَا نُکَذِّبَ بِاٰیٰتِ رَبِّنَا وَ نَکُوۡنَ مِنَ الۡمُؤۡمِنِیۡنَ ﴿۲۷﴾

(૨૭) અને અગર તું જોતે કે જ્યારે તેમને દોઝખની આગ(ના કિનારા) પાસે ઊભા રાખવામાં આવશે, પછી તેઓ કહેવા લાગશે કે કદાચ અમને (દુનિયામાં) પાછા મોકલવામાં આવે! તો અમે અમારા પરવરદીગારની આયતોને ન જૂઠલાવશુ અને ઇમાન લાવનારાઓમાં (શામિલ) થઇ જશું.

28

بَلۡ بَدَا لَہُمۡ مَّا کَانُوۡا یُخۡفُوۡنَ مِنۡ قَبۡلُ ؕ وَ لَوۡ رُدُّوۡا لَعَادُوۡا لِمَا نُہُوۡا عَنۡہُ وَ اِنَّہُمۡ لَکٰذِبُوۡنَ ﴿۲۸﴾

(૨૮) બલ્કે તેઓ પહેલાં જે કાંઇ સંતાડતા હતા તે તેમની સામે વાઝેહ થઇ ગયું; અને અગર તેઓને (દુનિયામાં) પાછા મોકલવામાં આવે તો પણ જે વસ્તુની તેઓને મનાઇ કરવામાં આવી હતી તે તેઓ ખરેખર ફરીથી પણ (નાફરમાની) કરશે, અને બેશક તેઓ જૂઠા છે.

29

وَ قَالُوۡۤا اِنۡ ہِیَ اِلَّا حَیَاتُنَا الدُّنۡیَا وَ مَا نَحۡنُ بِمَبۡعُوۡثِیۡنَ ﴿۲۹﴾

(૨૯) અને તેઓ કહે છે કે જે કાંઇ છે તે આ દુનિયાની જ ઝિંદગી છે, અને અમને (પાછા) ઉઠાડવામાં નહીં આવે.

30

وَ لَوۡ تَرٰۤی اِذۡ وُقِفُوۡا عَلٰی رَبِّہِمۡ ؕ قَالَ اَلَیۡسَ ہٰذَا بِالۡحَقِّ ؕ قَالُوۡا بَلٰی وَ رَبِّنَا ؕ قَالَ فَذُوۡقُوا الۡعَذَابَ بِمَا کُنۡتُمۡ تَکۡفُرُوۡنَ ﴿٪۳۰﴾

(૩૦) અને જ્યારે તેઓને તેમના પરવરદિગાર સામે ઊભા કરવામાં આવશે ત્યારે તુ જોઇશ. તે (અલ્લાહ) પૂછશે કે શું આ હક નથી? ત્યારે તેઓ કહેશે કે હા ! અમારા પરવરદિગારની કસમ (આ હક છે) તે (અલ્લાહ) ફરમાવશે કે તમે ઇન્કાર કર્યા કરતા હતા તેના અઝાબની મજા ચાખો.

31

قَدۡ خَسِرَ الَّذِیۡنَ کَذَّبُوۡا بِلِقَآءِ اللّٰہِ ؕ حَتّٰۤی اِذَا جَآءَتۡہُمُ السَّاعَۃُ بَغۡتَۃً قَالُوۡا یٰحَسۡرَتَنَا عَلٰی مَا فَرَّطۡنَا فِیۡہَا ۙ وَ ہُمۡ یَحۡمِلُوۡنَ اَوۡزَارَہُمۡ عَلٰی ظُہُوۡرِہِمۡ ؕ اَلَا سَآءَ مَا یَزِرُوۡنَ ﴿۳۱﴾

(૩૧) ખરેજ તેઓ નુકસાનમાં છે કે જેઓ અલ્લાહની મુલાકાતને જૂઠલાવે છે; ત્યાં સુધી કે જ્યારે તે ઘડી તેમના ઉપર અચાનક આવી જશે ત્યારે તેઓ કહેશે કે હાય અફસોસ જે (અલ્લાહની મુલાકાત) સંબંધમાં અમોએ કોતાહી કરી! અને તે વેળા તેઓ પોતાની કરણીનો ભાર પોતાની પીઠ ઉપર ઊંચકશે; ખબરદાર થઇ જાઓ કેવો બૂરો હશે તે (ભાર) કે જે તેઓએ ઊંચકેલો હશે!

32

وَ مَا الۡحَیٰوۃُ الدُّنۡیَاۤ اِلَّا لَعِبٌ وَّ لَہۡوٌ ؕ وَ لَلدَّارُ الۡاٰخِرَۃُ خَیۡرٌ لِّلَّذِیۡنَ یَتَّقُوۡنَ ؕ اَفَلَا تَعۡقِلُوۡنَ ﴿۳۲﴾

(૩૨) અને આ દુનિયાની ઝિંદગી રમત ગમત સિવાય બીજું કાંઇ નથી; અને ખરેખર આખેરતનું ઘર પરહેઝગારો માટે વધારે સારૂં છે; શું તમે વિચારતા નથી ?

33

قَدۡ نَعۡلَمُ اِنَّہٗ لَیَحۡزُنُکَ الَّذِیۡ یَقُوۡلُوۡنَ فَاِنَّہُمۡ لَا یُکَذِّبُوۡنَکَ وَ لٰکِنَّ الظّٰلِمِیۡنَ بِاٰیٰتِ اللّٰہِ یَجۡحَدُوۡنَ ﴿۳۳﴾

(૩૩) તેઓ જે કાંઇ કહે છે તેનાથી તને દુ:ખ થાય છે તે અમે ખરેખર જાણીએ છીએ; પરંતુ હકીકતમાં તેઓ તને જૂઠલાવતા નથી પણ એ ઝાલિમો અલ્લાહની આયતોનો ઇન્કાર કરે છે.

34

وَ لَقَدۡ کُذِّبَتۡ رُسُلٌ مِّنۡ قَبۡلِکَ فَصَبَرُوۡا عَلٰی مَا کُذِّبُوۡا وَ اُوۡذُوۡا حَتّٰۤی اَتٰہُمۡ نَصۡرُنَا ۚ وَ لَا مُبَدِّلَ لِکَلِمٰتِ اللّٰہِ ۚ وَ لَقَدۡ جَآءَکَ مِنۡ نَّبَاِی الۡمُرۡسَلِیۡنَ ﴿۳۴﴾

(૩૪) અને ખરેખર તારી પહેલાં ઘણાંય નબીઓને જૂઠલાવવામાં આવ્યા હતા. પણ તેમણે પોતાને જૂઠલાવવા અને તકલીફ આપવા ઉપર સબ્ર કરી, એટલે સુધી કે અમારી મદદ તેમને આવી પહોંચી; અને (તમારા સાથે પણ એવું જ થશે) જોકે અલ્લાહના કલામ (વાયદા)ને કોઇ બદલનાર નથી; અને ખરેખર તારી પાસે અમુક પયગંબરોનો અહેવાલ આવી ચૂક્યો છે.

35

وَ اِنۡ کَانَ کَبُرَ عَلَیۡکَ اِعۡرَاضُہُمۡ فَاِنِ اسۡتَطَعۡتَ اَنۡ تَبۡتَغِیَ نَفَقًا فِی الۡاَرۡضِ اَوۡ سُلَّمًا فِی السَّمَآءِ فَتَاۡتِیَہُمۡ بِاٰیَۃٍ ؕ وَ لَوۡ شَآءَ اللّٰہُ لَجَمَعَہُمۡ عَلَی الۡہُدٰی فَلَا تَکُوۡنَنَّ مِنَ الۡجٰہِلِیۡنَ ﴿۳۵﴾

(૩૫) અને અગર તેઓનું (હકથી) મોઢું ફેરવવું તને સખત લાગતું હોય તો તું ઝમીનમાં કોઇ એવું કાણું (નીચે જવા માટે) અથવા આસમાન પર (ચઢવા માટે) કોઇ નિસરણી (શોધી શકતો) હોય કે જેથી તેઓને કોઇ નિશાની લાવી આપી શકે (તો તેમ કર); અને અલ્લાહ ચાહતે તો ખરેખર તે સર્વેને (જબરદસ્તી) હિદાયત(ના માર્ગ) પર ભેગા કરી દીધા હોત; માટે તમે નાદાન (લોકો)માંથી ન થઇ જાવ.

36

اِنَّمَا یَسۡتَجِیۡبُ الَّذِیۡنَ یَسۡمَعُوۡنَ ؕؔ وَ الۡمَوۡتٰی یَبۡعَثُہُمُ اللّٰہُ ثُمَّ اِلَیۡہِ یُرۡجَعُوۡنَ ﴿؃ ۳۶﴾

(૩૬) ફકત તેઓ જ કબૂલ કરી લે છે કે જેઓ (તવજ્જોથી) સાંભળે છે; અને મરણ પામેલાઓને અલ્લાહ સજીવન કરશે, પછી તેઓને તે (અલ્લાહ)ની જ તરફ પલટાવવામાં આવશે.

37

وَ قَالُوۡا لَوۡ لَا نُزِّلَ عَلَیۡہِ اٰیَۃٌ مِّنۡ رَّبِّہٖ ؕ قُلۡ اِنَّ اللّٰہَ قَادِرٌ عَلٰۤی اَنۡ یُّنَزِّلَ اٰیَۃً وَّ لٰکِنَّ اَکۡثَرَ ہُمۡ لَا یَعۡلَمُوۡنَ ﴿۳۷﴾

(૩૭) અને તેઓ કહે છે કે તેના પરવરદિગાર તરફથી તેના પર કોઇ નિશાની નાઝિલ કરવામાં કેમ નથી આવી? તું કહે કે બેશક અલ્લાહ એ બાબત ઉપર કાદીર છે કે કોઇ નિશાની નાઝિલ કરે, પણ તેઓમાંના ઘણા જાણતા નથી.

38

وَ مَا مِنۡ دَآبَّۃٍ فِی الۡاَرۡضِ وَ لَا طٰٓئِرٍ یَّطِیۡرُ بِجَنَاحَیۡہِ اِلَّاۤ اُمَمٌ اَمۡثَالُکُمۡ ؕ مَا فَرَّطۡنَا فِی الۡکِتٰبِ مِنۡ شَیۡءٍ ثُمَّ اِلٰی رَبِّہِمۡ یُحۡشَرُوۡنَ ﴿۳۸﴾

(૩૮) અને ઝમીન પર કોઇ જાનવર તેમજ પોતાની બંને પાંખો વડે ઊડતુ કોઇ પંખી નથી સિવાય કે તેઓ (પણ) તમારા જેવી ઉમ્મતો છે. અમોએ આ કિતાબમાં કોઇ પણ બાબત પડતી મૂકી નથી. પછી તેઓ સર્વે પોતાના પરવરદિગારની બારગાહમાં ભેગાં કરવામાં આવશે.

39

وَ الَّذِیۡنَ کَذَّبُوۡا بِاٰیٰتِنَا صُمٌّ وَّ بُکۡمٌ فِی الظُّلُمٰتِ ؕ مَنۡ یَّشَاِ اللّٰہُ یُضۡلِلۡہُ ؕ وَ مَنۡ یَّشَاۡ یَجۡعَلۡہُ عَلٰی صِرَاطٍ مُّسۡتَقِیۡمٍ ﴿۳۹﴾

(૩૯) અને જે લોકો અમારી આયતોને જૂઠલાવે છે તેઓ બહેરા તથા મૂંગા અંધકારમાં (પડેલા) છે; અલ્લાહ જેને ચાહે છે તેને ગુમરાહ કરે છે અને જેને ચાહે છે તેને સેરાતે મુસ્તકીમ પર રાખે છે.

40

قُلۡ اَرَءَیۡتَکُمۡ اِنۡ اَتٰىکُمۡ عَذَابُ اللّٰہِ اَوۡ اَتَتۡکُمُ السَّاعَۃُ اَغَیۡرَ اللّٰہِ تَدۡعُوۡنَ ۚ اِنۡ کُنۡتُمۡ صٰدِقِیۡنَ ﴿۴۰﴾

(૪૦) તું કહે કે જો તમે સાચા હોવ તો જયારે અલ્લાહનો અઝાબ તમને પકડી લે અથવા તમારા પર કયામત આવી જાય ત્યારે શું તમે અલ્લાહના સિવાય બીજા કોઇને પોકારશો?

41

بَلۡ اِیَّاہُ تَدۡعُوۡنَ فَیَکۡشِفُ مَا تَدۡعُوۡنَ اِلَیۡہِ اِنۡ شَآءَ وَ تَنۡسَوۡنَ مَا تُشۡرِکُوۡنَ ﴿٪۴۱﴾

(૪૧) (નહિ) બલ્કે ફકત તે (અલ્લાહ)ને જ તમે પોકારશો, પછી તે ચાહશે તો જે (મુશ્કેલી દૂર કરવા) માટે તમો તેને પોકારો છો તેને દૂર કરી દેશે, અને તમે જેમને શરીક બનાવો છો તેને ભૂલી જશો.

42

وَ لَقَدۡ اَرۡسَلۡنَاۤ اِلٰۤی اُمَمٍ مِّنۡ قَبۡلِکَ فَاَخَذۡنٰہُمۡ بِالۡبَاۡسَآءِ وَ الضَّرَّآءِ لَعَلَّہُمۡ یَتَضَرَّعُوۡنَ ﴿۴۲﴾

(૪૨) અને ખરેજ અમોએ તારી પહેલાની ઉમ્મતો તરફ (રસૂલો) મોકલ્યા હતા, પછી અમોએ તેમને સખતી અને તકલીફમાં સપડાવ્યા કે કદાચને તેઓ વિનમ્ર બને.

43

فَلَوۡلَاۤ اِذۡ جَآءَہُمۡ بَاۡسُنَا تَضَرَّعُوۡا وَ لٰکِنۡ قَسَتۡ قُلُوۡبُہُمۡ وَ زَیَّنَ لَہُمُ الشَّیۡطٰنُ مَا کَانُوۡا یَعۡمَلُوۡنَ ﴿۴۳﴾

(૪૩) જયારે અમારો અઝાબ તેમના ઉપર આવી પહોંચ્યો ત્યારે તેઓ શા માટે વિનમ્ર (બની તસ્લીમ) ન થયા? પણ તેમના દિલ સખત થઇ ગયા અને જે આમાલ તેઓ અંજામ આપતા હતા તેને શેતાને (તેમના માટે) સુશોભિત બનાવી દીધા હતા.

44

فَلَمَّا نَسُوۡا مَا ذُکِّرُوۡا بِہٖ فَتَحۡنَا عَلَیۡہِمۡ اَبۡوَابَ کُلِّ شَیۡءٍ ؕ حَتّٰۤی اِذَا فَرِحُوۡا بِمَاۤ اُوۡتُوۡۤا اَخَذۡنٰہُمۡ بَغۡتَۃً فَاِذَا ہُمۡ مُّبۡلِسُوۡنَ ﴿۴۴﴾

(૪૪) જ્યારે તેઓ યાદ અપાવેલ (ચીઝો) ભૂલી ગયા ત્યારે અમોએ પણ તેમના ઉપર દરેક (નેઅમતની ચીઝ) વસ્તુઓના દરવાજા ખોલી નાખ્યા, અહીં સુધી કે તેઓ આપેલ ચીઝ-વસ્તુઓથી (સંપૂર્ણ) ખુશ (સંતુષ્ઠ) થઇ ગયા. આ સમયે અમોએ તેઓને અચાનક પકડી લીધા, પછી તેઓ અચાનક જ નાઉમ્મીદ થઇ ગયા.

45

فَقُطِعَ دَابِرُ الۡقَوۡمِ الَّذِیۡنَ ظَلَمُوۡا ؕ وَ الۡحَمۡدُ لِلّٰہِ رَبِّ الۡعٰلَمِیۡنَ ﴿۴۵﴾

(૪૫) પછી ઝુલમગારો(ના સિલસિલા)ને જળમૂળથી કાપી નાખવામાં આવ્યો; અને તમામ વખાણ અલ્લાહને જ માટે છે જે દુનિયાઓનો પાલનહાર છે.

46

قُلۡ اَرَءَیۡتُمۡ اِنۡ اَخَذَ اللّٰہُ سَمۡعَکُمۡ وَ اَبۡصَارَکُمۡ وَ خَتَمَ عَلٰی قُلُوۡبِکُمۡ مَّنۡ اِلٰہٌ غَیۡرُ اللّٰہِ یَاۡتِیۡکُمۡ بِہٖ ؕ اُنۡظُرۡ کَیۡفَ نُصَرِّفُ الۡاٰیٰتِ ثُمَّ ہُمۡ یَصۡدِفُوۡنَ ﴿۴۶﴾

(૪૬) તું કહે! શું તમે વિચાર્યુ છે કે અગર અલ્લાહ તમારી સાંભળવાની શક્તિ તથા તમારી જોવાની શક્તિ લઇ લે અને તમારા દિલો પર મહોર મારી દે તો અલ્લાહ સિવાય એવો કોણ માઅબૂદ છે જે તમને તે વસ્તુઓ પાછી આપી શકે? જોઇ લે! અમે આયતોને કેવી વિવિધ રીતે બયાન કરીએ છીએ પછી પણ તેઓ ફરી જાય છે.

47

قُلۡ اَرَءَیۡتَکُمۡ اِنۡ اَتٰىکُمۡ عَذَابُ اللّٰہِ بَغۡتَۃً اَوۡ جَہۡرَۃً ہَلۡ یُہۡلَکُ اِلَّا الۡقَوۡمُ الظّٰلِمُوۡنَ ﴿۴۷﴾

(૪૭) કહે! તમારા મત મુજબ જો અલ્લાહનો અઝાબ તમારા પર ઓચિંતો અથવા ખુલ્લી રીતે આવી પડે તો શું ઝુલમગારો સિવાય બીજા કોઇ હલાક થશે ?

48

وَ مَا نُرۡسِلُ الۡمُرۡسَلِیۡنَ اِلَّا مُبَشِّرِیۡنَ وَ مُنۡذِرِیۡنَ ۚ فَمَنۡ اٰمَنَ وَ اَصۡلَحَ فَلَا خَوۡفٌ عَلَیۡہِمۡ وَ لَا ہُمۡ یَحۡزَنُوۡنَ ﴿۴۸﴾

(૪૮) અને અમે રસૂલોને નથી મોકલ્યા પણ લોકોને ખુશખબર આપનારા તથા ડરાવનારા તરીકે, પછી જેઓ ઇમાન લાવે તથા નેક આમાલ કરે, ન તેમને કોઇ ડર રહેશે અને ન તેઓ ગમગીન થશે.

49

وَ الَّذِیۡنَ کَذَّبُوۡا بِاٰیٰتِنَا یَمَسُّہُمُ الۡعَذَابُ بِمَا کَانُوۡا یَفۡسُقُوۡنَ ﴿۴۹﴾

(૪૯) અને જેઓએ અમારી આયતોને જૂઠલાવી, તેમની નાફરમાનીના કારણે અઝાબ તેઓ સુધી પહોંચશે.

50

قُلۡ لَّاۤ اَقُوۡلُ لَکُمۡ عِنۡدِیۡ خَزَآئِنُ اللّٰہِ وَ لَاۤ اَعۡلَمُ الۡغَیۡبَ وَ لَاۤ اَقُوۡلُ لَکُمۡ اِنِّیۡ مَلَکٌ ۚ اِنۡ اَتَّبِعُ اِلَّا مَا یُوۡحٰۤی اِلَیَّ ؕ قُلۡ ہَلۡ یَسۡتَوِی الۡاَعۡمٰی وَ الۡبَصِیۡرُ ؕ اَفَلَا تَتَفَکَّرُوۡنَ ﴿٪۵۰﴾

(૫૦) તું કહે કે હું તમારા સામે એવો દાવો નથી કરતો કે મારી પાસે અલ્લાહના ખજાનાઓ છે, અને ન હું ગૈબનું ઇલ્મ જાણુંં છું, ન તમને કહું છું કે બેશક હું એક ફરિશ્તો છું, હું માત્ર જે મારી તરફ વહી કરવામાં આવે છે તેની જ પૈરવી કરૂં છું, તું કહે કે શું આંધળો અને દેખતો સમાન હોય છે ? શું તમે (એટલુંયે) વિચારતા નથી?

51

وَ اَنۡذِرۡ بِہِ الَّذِیۡنَ یَخَافُوۡنَ اَنۡ یُّحۡشَرُوۡۤا اِلٰی رَبِّہِمۡ لَیۡسَ لَہُمۡ مِّنۡ دُوۡنِہٖ وَلِیٌّ وَّ لَا شَفِیۡعٌ لَّعَلَّہُمۡ یَتَّقُوۡنَ ﴿۵۱﴾

(૫૧) અને જે લોકો પોતાના પરવરદિગારની હજુરમાં મહેસૂર થવાનો ડર રાખે છે તેમને આ (કિતાબ) વડે (નાફરમાનીથી) ડરાવ (કે) તેમના માટે તે (અલ્લાહ)ની સિવાય ન કોઇ વલી (સરપરસ્ત) છે, ન કોઇ સિફારીશ કરનાર. કદાચને તેઓ પરહેઝગાર બને.

52

وَ لَا تَطۡرُدِ الَّذِیۡنَ یَدۡعُوۡنَ رَبَّہُمۡ بِالۡغَدٰوۃِ وَ الۡعَشِیِّ یُرِیۡدُوۡنَ وَجۡہَہٗ ؕ مَا عَلَیۡکَ مِنۡ حِسَابِہِمۡ مِّنۡ شَیۡءٍ وَّ مَا مِنۡ حِسَابِکَ عَلَیۡہِمۡ مِّنۡ شَیۡءٍ فَتَطۡرُدَہُمۡ فَتَکُوۡنَ مِنَ الظّٰلِمِیۡنَ ﴿۵۲﴾

(૫૨) અને જેઓ સવાર સાંજ પોતાના પરવરદિગારને પુકારે છે અને તેને જ પોતાનો મકસદ બનાવેલ છે તેમને તારાથી દૂર ન કર, ન તેમના હિસાબ(ની જવાબદારી) તારા માથે છે, અને ન તારા હિસાબ(ની જવાબદારી) તેઓ માથે છે, છતાંપણ જો તુ તેઓને (તારાથી) દૂર કરીશ તો ઝાલિમોમાંથી થઇ જઇશ.

53

وَ کَذٰلِکَ فَتَنَّا بَعۡضَہُمۡ بِبَعۡضٍ لِّیَقُوۡلُوۡۤا اَہٰۤؤُلَآءِ مَنَّ اللّٰہُ عَلَیۡہِمۡ مِّنۡۢ بَیۡنِنَا ؕ اَلَیۡسَ اللّٰہُ بِاَعۡلَمَ بِالشّٰکِرِیۡنَ ﴿۵۳﴾

(૫૩) અને આ જ પ્રમાણે અમે અમુકને અમુકથી અજમાવીએ છીએ કે બોલી ઉઠે છે શું અમારામાંના આ એ જ લોકો છે કે જેમના પર અલ્લાહે અહેસાન કર્યો છે ? શું અલ્લાહ શુક્ર ગુઝારોને (તેઓ કરતા) વધારે નથી જાણતો ?

54

وَ اِذَا جَآءَکَ الَّذِیۡنَ یُؤۡمِنُوۡنَ بِاٰیٰتِنَا فَقُلۡ سَلٰمٌ عَلَیۡکُمۡ کَتَبَ رَبُّکُمۡ عَلٰی نَفۡسِہِ الرَّحۡمَۃَ ۙ اَنَّہٗ مَنۡ عَمِلَ مِنۡکُمۡ سُوۡٓءًۢ ابِجَہَالَۃٍ ثُمَّ تَابَ مِنۡۢ بَعۡدِہٖ وَ اَصۡلَحَ فَاَنَّہٗ غَفُوۡرٌ رَّحِیۡمٌ ﴿۵۴﴾

(૫૪) અને જેઓ અમારી આયતો ઉપર ઇમાન રાખે છે તેઓ જ્યારે તારી પાસે આવે ત્યારે તું તેમને કહે કે તમારા ઉપર સલામ થાય; તમારા પરવરદિગારે પોતાની જાત પર રહેમત લખી લીધી (વાજિબ કરી દીધી) છે કે તમારામાંથી જે કોઇ નાદાનીમાં કાંઇ બદી કરી બેસે અને તે બાદ તૌબા કરી લે તથા સુધરી જાય, ત્યારબાદ તે (અલ્લાહ) ગફુરૂર રહીમ છે.

55

وَ کَذٰلِکَ نُفَصِّلُ الۡاٰیٰتِ وَ لِتَسۡتَبِیۡنَ سَبِیۡلُ الۡمُجۡرِمِیۡنَ ﴿٪۵۵﴾

(૫૫) અને આ રીતે અમે આયતોને વિગતવાર બયાન કરીએ છીએ અને તે એટલા માટે કે ગુનેહગારોનો રસ્તો રોશન થઇ (અલગ પડી) જાય.

56

قُلۡ اِنِّیۡ نُہِیۡتُ اَنۡ اَعۡبُدَ الَّذِیۡنَ تَدۡعُوۡنَ مِنۡ دُوۡنِ اللّٰہِ ؕ قُلۡ لَّاۤ اَتَّبِعُ اَہۡوَآءَکُمۡ ۙ قَدۡ ضَلَلۡتُ اِذًا وَّ مَاۤ اَنَا مِنَ الۡمُہۡتَدِیۡنَ ﴿۵۶﴾

(૫૬) કહે કે જેમને તમે અલ્લાહના સિવાય પોકારો છો તેમની ઇબાદત કરવાની મને મનાઇ કરવામાં આવી છે. કહે કે હું તમારી ઇચ્છાઓની પૈરવી કરીશ નહિ. (જો એમ કરૂં તો) ખરેખર હું ગુમરાહ થઇ જાઉં અને હિદાયત પામેલાઓમાં નહિ રહુ.

57

قُلۡ اِنِّیۡ عَلٰی بَیِّنَۃٍ مِّنۡ رَّبِّیۡ وَ کَذَّبۡتُمۡ بِہٖ ؕ مَا عِنۡدِیۡ مَا تَسۡتَعۡجِلُوۡنَ بِہٖ ؕ اِنِ الۡحُکۡمُ اِلَّا لِلّٰہِ ؕ یَقُصُّ الۡحَقَّ وَ ہُوَ خَیۡرُ الۡفٰصِلِیۡنَ ﴿۵۷﴾

(૫૭) તું કહે કે બેશક મારી પાસે મારા પરવરદિગાર તરફથી રોશન દલીલ છે અને તમે તેને જૂઠલાવો છો; જેની તમે ઉતાવળ કરો છો તે (અઝાબ કરવાનું) મારા હાથમાં નથી; ચૂકાદો ફકત અલ્લાહના હાથમાં જ છે; તે હક બયાન કરે છે અને એજ સૌથી સારો ફેસલો કરનાર છે.

58

قُلۡ لَّوۡ اَنَّ عِنۡدِیۡ مَا تَسۡتَعۡجِلُوۡنَ بِہٖ لَقُضِیَ الۡاَمۡرُ بَیۡنِیۡ وَ بَیۡنَکُمۡ ؕ وَ اللّٰہُ اَعۡلَمُ بِالظّٰلِمِیۡنَ ﴿۵۸﴾

(૫૮) કહે કે જેની તમે ઉતાવળ કરો છો તે જો મારી પાસે હોત તો ખરેખર મારા અને તમારા વચ્ચેના મામલાઓનો (ક્યારનોય) ફેસલો આવી ગયો હોત; અને અલ્લાહ ઝાલિમોથી સારી રીતે વાકેફ છે.

59

وَ عِنۡدَہٗ مَفَاتِحُ الۡغَیۡبِ لَا یَعۡلَمُہَاۤ اِلَّا ہُوَ ؕ وَ یَعۡلَمُ مَا فِی الۡبَرِّ وَ الۡبَحۡرِ ؕ وَ مَا تَسۡقُطُ مِنۡ وَّرَقَۃٍ اِلَّا یَعۡلَمُہَا وَ لَا حَبَّۃٍ فِیۡ ظُلُمٰتِ الۡاَرۡضِ وَ لَا رَطۡبٍ وَّ لَا یَابِسٍ اِلَّا فِیۡ کِتٰبٍ مُّبِیۡنٍ ﴿۵۹﴾

(૫૯) અને ગયબના ખઝાનાઓની ચાવીઓ તેની જ પાસે છે કે તેના સિવાય અન્ય કોઇ જાણતું નથી; અને તે ખુશ્કી તથા દરિયાઓમાં જે કાંઇ છે તે જાણે છે અને એક પાંદડું (પણ એવું) નથી પડતું કે જેને તે જાણતો ન હોય, અને ઝમીનના અંધકારમાં એવો કોઇ દાણો અને એવી કંઇ લીલી કે સૂકી (ચીઝ) નથી કે જેનુ બયાન કિતાબે મુબીનમાં ન હોય.

60

وَ ہُوَ الَّذِیۡ یَتَوَفّٰىکُمۡ بِالَّیۡلِ وَ یَعۡلَمُ مَا جَرَحۡتُمۡ بِالنَّہَارِ ثُمَّ یَبۡعَثُکُمۡ فِیۡہِ لِیُقۡضٰۤی اَجَلٌ مُّسَمًّی ۚ ثُمَّ اِلَیۡہِ مَرۡجِعُکُمۡ ثُمَّ یُنَبِّئُکُمۡ بِمَا کُنۡتُمۡ تَعۡمَلُوۡنَ ﴿٪۶۰﴾

(૬૦) અને તે અલ્લાહ એ જ છે જે તમને રાત્રે એક પ્રકારની મૌત આપે છે (સૂવરાવે છે), અને દિવસે જે કાંઇ તમે હાંસિલ કરો છો તે પણ જાણે છે, પછી તે તમને તે (દિવસ)માં ઉઠાડી ઊભા કરે છે કે જેથી મુકર્રર કરવામાં આવેલ (હયાતનો) સમય પૂરો કરી શકો, પછી તેની જ હજૂરમાં તમારૂં પાછું ફરવાનુ છે, પછી તમને તમારા આમાલથી વાકેફ કરી દેશે.

61

وَ ہُوَ الۡقَاہِرُ فَوۡقَ عِبَادِہٖ وَ یُرۡسِلُ عَلَیۡکُمۡ حَفَظَۃً ؕ حَتّٰۤی اِذَا جَآءَ اَحَدَکُمُ الۡمَوۡتُ تَوَفَّتۡہُ رُسُلُنَا وَ ہُمۡ لَا یُفَرِّطُوۡنَ ﴿۶۱﴾

(૬૧) અને તે પોતાના બંદાઓ પર ગાલીબ છે અને તમારા પર મુહાફીઝ મોકલે છે, ત્યાં સુધી કે જ્યારે તમારામાંથી કોઇની મૌત આવે છે ત્યારે અમારા ફરિશ્તાઓ તેની રૂહ કબ્ઝ કરે છે અને તેઓ (પોતાના કામમાં) કોતાહી કરતા નથી.

62

ثُمَّ رُدُّوۡۤا اِلَی اللّٰہِ مَوۡلٰىہُمُ الۡحَقِّ ؕ اَلَا لَہُ الۡحُکۡمُ ۟ وَ ہُوَ اَسۡرَعُ الۡحٰسِبِیۡنَ ﴿۶۲﴾

(૬૨) પછી તેમને હકીકી સરપરસ્ત અલ્લાહ તરફ પલટાવવામાં આવે છે; જાણી લો કે બધા ફેસલાનો હક તેનો જ છે, અને તે ઝડપી હિસાબ લેનારો છે.

63

قُلۡ مَنۡ یُّنَجِّیۡکُمۡ مِّنۡ ظُلُمٰتِ الۡبَرِّ وَ الۡبَحۡرِ تَدۡعُوۡنَہٗ تَضَرُّعًا وَّ خُفۡیَۃً ۚ لَئِنۡ اَنۡجٰىنَا مِنۡ ہٰذِہٖ لَنَکُوۡنَنَّ مِنَ الشّٰکِرِیۡنَ ﴿۶۳﴾

(૬૩) તું કહે કે ખુશ્કી તથા દરિયાના અંધકારમાંથી તમને કોણ છુટકારો આપે છે ? જ્યારે કે તમે કરગરીને અને છાનામાનાં એવી દુઆ માંગો છો કે જો તે અમને આ (આફત)માંથી પાર ઉતારી દે તો ખરેખર અમે શુક્રગુઝાર બની જઇશું.

64

قُلِ اللّٰہُ یُنَجِّیۡکُمۡ مِّنۡہَا وَ مِنۡ کُلِّ کَرۡبٍ ثُمَّ اَنۡتُمۡ تُشۡرِکُوۡنَ ﴿۶۴﴾

(૬૪) તું કહે કે અલ્લાહ જ તમને તેમાંથી તથા દરેક બેચેનીમાંથી છુટકારો આપે છે, તેમ છતાં તમે (બીજાને તેના) શરીક બનાવો છો.

65

قُلۡ ہُوَ الۡقَادِرُ عَلٰۤی اَنۡ یَّبۡعَثَ عَلَیۡکُمۡ عَذَابًا مِّنۡ فَوۡقِکُمۡ اَوۡ مِنۡ تَحۡتِ اَرۡجُلِکُمۡ اَوۡ یَلۡبِسَکُمۡ شِیَعًا وَّ یُذِیۡقَ بَعۡضَکُمۡ بَاۡسَ بَعۡضٍ ؕ اُنۡظُرۡ کَیۡفَ نُصَرِّفُ الۡاٰیٰتِ لَعَلَّہُمۡ یَفۡقَہُوۡنَ ﴿۶۵﴾

(૬૫) કહે કે તે તમારી ઉપરથી અથવા તમારા પગો હેઠળથી અઝાબ મોકલવાને શકિતમાન છે, અથવા તમારા (જુદા જુદા) ભાગલા પાડી સામ સામે લડાવી દે અને તમારામાંથી અમુક (બીજા) અમુકને લડાઇની મજા ચખાડે; તું જો, અમે આયતોને કેવી જુદી જુદી રીતે બયાન કરીએ છીએ કે કદાચને તેઓ સમજી શકે.

66

وَ کَذَّبَ بِہٖ قَوۡمُکَ وَ ہُوَ الۡحَقُّ ؕ قُلۡ لَّسۡتُ عَلَیۡکُمۡ بِوَکِیۡلٍ ﴿ؕ۶۶﴾

(૬૬) અને તારી કૌમ તે (કુરઆન)ને જૂઠલાવે છે, જો કે તે હક છે; તું કહે કે હું તમારો વકીલ (જવાબદાર) નથી.

67

لِکُلِّ نَبَاٍ مُّسۡتَقَرٌّ ۫ وَّ سَوۡفَ تَعۡلَمُوۡنَ ﴿۶۷﴾

(૬૭) દરેક આગાહીનો (એક નક્કી કરેલો) સમય છે, અને (તે) તમે નઝદીકમાં જાણી લેશો.

68

وَ اِذَا رَاَیۡتَ الَّذِیۡنَ یَخُوۡضُوۡنَ فِیۡۤ اٰیٰتِنَا فَاَعۡرِضۡ عَنۡہُمۡ حَتّٰی یَخُوۡضُوۡا فِیۡ حَدِیۡثٍ غَیۡرِہٖ ؕ وَ اِمَّا یُنۡسِیَنَّکَ الشَّیۡطٰنُ فَلَا تَقۡعُدۡ بَعۡدَ الذِّکۡرٰی مَعَ الۡقَوۡمِ الظّٰلِمِیۡنَ ﴿۶۸﴾

(૬૮) અને જે વખતે તું તે લોકોને અમારી આયતો(ના સંબંધે ખોટા વાદવિવાદ)માં ડુબેલા જો ત્યારે તું તેમના તરફથી મોઢું ફેરવી લે, જ્યાં સુધી કે તેઓ બીજી કોઇ વાતચીતમાં મશગૂલ ન થાય; અને અગર શૈતાન તને ભૂલાવી દે તો યાદ આવ્યા બાદ ઝાલિમ લોકો સાથે બેસ નહિ.

69

وَ مَا عَلَی الَّذِیۡنَ یَتَّقُوۡنَ مِنۡ حِسَابِہِمۡ مِّنۡ شَیۡءٍ وَّ لٰکِنۡ ذِکۡرٰی لَعَلَّہُمۡ یَتَّقُوۡنَ ﴿۶۹﴾

(૬૯) અને જે લોકો પરહેઝગાર છે તેમના માથે તેઓના હિસાબની કાંઇ પણ જવાબદારી નથી. પણ એટલી જ (જવાબદારી છે) કે (તેમને) યાદ દેવડાવતા રહે કે કદાચને તેઓ પરહેઝગાર બને.

70

وَ ذَرِ الَّذِیۡنَ اتَّخَذُوۡا دِیۡنَہُمۡ لَعِبًا وَّ لَہۡوًا وَّ غَرَّتۡہُمُ الۡحَیٰوۃُ الدُّنۡیَا وَ ذَکِّرۡ بِہٖۤ اَنۡ تُبۡسَلَ نَفۡسٌۢ بِمَا کَسَبَتۡ ٭ۖ لَیۡسَ لَہَا مِنۡ دُوۡنِ اللّٰہِ وَلِیٌّ وَّ لَا شَفِیۡعٌ ۚ وَ اِنۡ تَعۡدِلۡ کُلَّ عَدۡلٍ لَّا یُؤۡخَذۡ مِنۡہَا ؕ اُولٰٓئِکَ الَّذِیۡنَ اُبۡسِلُوۡا بِمَا کَسَبُوۡا ۚ لَہُمۡ شَرَابٌ مِّنۡ حَمِیۡمٍ وَّ عَذَابٌ اَلِیۡمٌۢ بِمَا کَانُوۡا یَکۡفُرُوۡنَ ﴿٪۷۰﴾

(૭૦) અને તે લોકો કે જેમણે પોતાના દીનને રમત ગમત બનાવી રાખ્યું છે, અને દુન્યવી ઝિંદગીએ તેમને ધોકો આપ્યો છે તેમને આ (કુરઆન) વડે યાદ દેવરાવો, જેથી પોતાની કરેલી કમાણીઓના કારણે (અઝાબમાં) ફસાઇ ન જાય; (તે વખતે) અલ્લાહના સિવાય તે (વ્યક્તિ)નો વાલી કે શફાઅત કરનારો કોઇ પણ હશે નહિ અને અગર તે ગમે તેવો બદલો આપવા ચાહશે તો તે પણ તેના તરફથી કબૂલવામાં આવશે નહિ; અને તેઓ એ જ છે કે જેઓ પોતાના આમાલના કારણે (અઝાબમાં) મુશ્કેલીઓમાં ફસાયેલ હશે, અને જેનો તેઓ ઇન્કાર કરતા હતા તે કારણે તેમના માટે ઉકળતા પાણીનું પીણું અને દર્દનાક અઝાબ હશે.

71

قُلۡ اَنَدۡعُوۡا مِنۡ دُوۡنِ اللّٰہِ مَا لَا یَنۡفَعُنَا وَ لَا یَضُرُّنَا وَ نُرَدُّ عَلٰۤی اَعۡقَابِنَا بَعۡدَ اِذۡ ہَدٰىنَا اللّٰہُ کَالَّذِی اسۡتَہۡوَتۡہُ الشَّیٰطِیۡنُ فِی الۡاَرۡضِ حَیۡرَانَ ۪ لَہٗۤ اَصۡحٰبٌ یَّدۡعُوۡنَہٗۤ اِلَی الۡہُدَی ائۡتِنَا ؕ قُلۡ اِنَّ ہُدَی اللّٰہِ ہُوَ الۡہُدٰی ؕ وَ اُمِرۡنَا لِنُسۡلِمَ لِرَبِّ الۡعٰلَمِیۡنَ ﴿ۙ۷۱﴾

(૭૧) તું કહે કે શું અમે અલ્લાહને મૂકી તેઓને પોકારીએ જે અમને ન ફાયદો પહોંચાડે છે ન નુકસાન, અને (વળી) અલ્લાહ અમારી હિદાયત કરી ચૂક્યો છે તે પછી પણ તે શખ્સની જેમ પાછલા પગોએ ફરી જઇએ કે જેને શૈતાનોએ ઝમીનમાં (વસવસા કરી) મૂંઝવણમાં નાખી દીધો હોય ? અને તેના સાથીઓ તેને હિદાયત તરફ એમ કહેતા બોલાવતા હોય કે અમારી પાસે આવ, તું કહે કે બેશક અલ્લાહની હિદાયત એ જ (ખરી) હિદાયત છે; અને અમને ફરમાન આપવામાં આવ્યું છે કે અમે દુનિયાના પરવરદિગારને જ તસ્લીમ થઇએ:

72

وَ اَنۡ اَقِیۡمُوا الصَّلٰوۃَ وَ اتَّقُوۡہُ ؕ وَ ہُوَ الَّذِیۡۤ اِلَیۡہِ تُحۡشَرُوۡنَ ﴿۷۲﴾

(૭૨) અને તમે નમાઝ પઢતા રહો તથા તેની (નાફરમાની)થી બચો; અને તે એજ છે કે જેની હજૂરમાં તમે મહેસૂર કરવામાં આવશો.

73

وَ ہُوَ الَّذِیۡ خَلَقَ السَّمٰوٰتِ وَ الۡاَرۡضَ بِالۡحَقِّ ؕ وَ یَوۡمَ یَقُوۡلُ کُنۡ فَیَکُوۡنُ ۬ؕ قَوۡلُہُ الۡحَقُّ ؕ وَ لَہُ الۡمُلۡکُ یَوۡمَ یُنۡفَخُ فِی الصُّوۡرِ ؕ عٰلِمُ الۡغَیۡبِ وَ الشَّہَادَۃِ ؕ وَ ہُوَ الۡحَکِیۡمُ الۡخَبِیۡرُ ﴿۷۳﴾

(૭૩) અને તે એજ છે જેણે આકાશો તથા ઝમીનને હક સાથે પૈદા કર્યા છે; અને જે દિવસે તે ફરમાવશે “થઇ જા” અને તે થઇ જશે. તેનું ફરમાન હક છે; અને જે દિવસે સૂર ફૂંકવામાં આવશે, બાદશાહત તેની જ હશે; છુપી તથા જાહેર બાબતનો જાણનાર છે; અને તે હિકમતવાળો, જાણકાર છે.

74

وَ اِذۡ قَالَ اِبۡرٰہِیۡمُ لِاَبِیۡہِ اٰزَرَ اَتَتَّخِذُ اَصۡنَامًا اٰلِہَۃً ۚ اِنِّیۡۤ اَرٰىکَ وَ قَوۡمَکَ فِیۡ ضَلٰلٍ مُّبِیۡنٍ ﴿۷۴﴾

(૭૪) અને જ્યારે ઇબ્રાહીમે પોતાના (પાલક) બાપ આઝરને કહ્યું કે શું તું બૂતોને માઅબૂદ તરીકે પસંદ કરેલ છે ? ખરેજ હું તને તથા તારી કૌમને ખુલ્લી ગુમરાહીમાં જોઉં છું.

75

وَ کَذٰلِکَ نُرِیۡۤ اِبۡرٰہِیۡمَ مَلَکُوۡتَ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ وَ لِیَکُوۡنَ مِنَ الۡمُوۡقِنِیۡنَ ﴿۷۵﴾

(૭૫) અને આ રીતે અમે ઇબ્રાહીમને આકાશો તથા ઝમીનની સલ્તનત દેખાડી કે જેથી તે યકીન રાખનારાઓમાં(નો એક) થઇ જાય.

76

فَلَمَّا جَنَّ عَلَیۡہِ الَّیۡلُ رَاٰ کَوۡکَبًا ۚ قَالَ ہٰذَا رَبِّیۡ ۚ فَلَمَّاۤ اَفَلَ قَالَ لَاۤ اُحِبُّ الۡاٰفِلِیۡنَ ﴿۷۶﴾

(૭૬) પછી જ્યારે તેના પર રાતનું અંધારૂ છવાઇ ગયું ત્યારે તેણે એક તારો જોયો. તેણે કહ્યું કે શું આ મારો પરવરદિગાર છે ? પણ પછી જ્યારે તે આથમી ગયો ત્યારે તેણે કહ્યું કે હું આથમી જનારાઓને દોસ્ત રાખતો નથી.

77

فَلَمَّا رَاَ الۡقَمَرَ بَازِغًا قَالَ ہٰذَا رَبِّیۡ ۚ فَلَمَّاۤ اَفَلَ قَالَ لَئِنۡ لَّمۡ یَہۡدِنِیۡ رَبِّیۡ لَاَکُوۡنَنَّ مِنَ الۡقَوۡمِ الضَّآلِّیۡنَ ﴿۷۷﴾

(૭૭) પછી જ્યારે તેણે ચંદ્રને ઊગતો જોયો ત્યારે તેણે કહ્યું શું આ મારો પરવરદિગાર છે? પછી જ્યારે તે પણ આથમી ગયો ત્યારે કહ્યું કે જો મારો પરવરદિગાર મારી હિદાયત નહિં કરે તો ખરેખર હું પણ ગુમરાહ લોકોમાંનો (એક) થઇ જઇશ.

78

فَلَمَّا رَاَ الشَّمۡسَ بَازِغَۃً قَالَ ہٰذَا رَبِّیۡ ہٰذَاۤ اَکۡبَرُ ۚ فَلَمَّاۤ اَفَلَتۡ قَالَ یٰقَوۡمِ اِنِّیۡ بَرِیۡٓءٌ مِّمَّا تُشۡرِکُوۡنَ ﴿۷۸﴾

(૭૮) પછી જ્યારે તેણે સૂર્યને ઊગતો જોયો ત્યારે કહ્યું કે શું આ મારો પરવરદિગાર છે શું આ (સૌ કરતાં) મોટો છે? પણ જ્યારે તે આથમી ગયો ત્યારે તેણે કહ્યું કે અય મારી કોમ ! ખરેખર તમે જેમને (અલ્લાહના) શરીક બનાવો છો તેનાથી હું બેઝાર છું.

79

اِنِّیۡ وَجَّہۡتُ وَجۡہِیَ لِلَّذِیۡ فَطَرَ السَّمٰوٰتِ وَ الۡاَرۡضَ حَنِیۡفًا وَّ مَاۤ اَنَا مِنَ الۡمُشۡرِکِیۡنَ ﴿ۚ۷۹﴾

(૭૯) બેશક મેં તો ખાલીસ દિલથી તેની જ તરફ મોઢું ફેરવ્યું છે કે જેણે આકાશો તથા ઝમીનને પૈદા કર્યા છે અને હું મુશરિકોમાંથી નથી.

80

وَ حَآجَّہٗ قَوۡمُہٗ ؕ قَالَ اَتُحَآجُّوۡٓنِّیۡ فِی اللّٰہِ وَ قَدۡ ہَدٰىنِ ؕ وَ لَاۤ اَخَافُ مَا تُشۡرِکُوۡنَ بِہٖۤ اِلَّاۤ اَنۡ یَّشَآءَ رَبِّیۡ شَیۡئًا ؕ وَسِعَ رَبِّیۡ کُلَّ شَیۡءٍ عِلۡمًا ؕ اَفَلَا تَتَذَکَّرُوۡنَ ﴿۸۰﴾

(૮૦) અને તેની કૌમે તેની સાથે વાદવિવાદ કર્યો; ત્યારે તેણે કહ્યું શું તમે મારી સાથે અલ્લાહના સંબંધમાં તકરાર કરો છો ? જેણે ખરેખર મને સીધો રસ્તો દેખાડયો છે; અને જેમને તેના શરીક બનાવો છો તેમનાથી હું હરગિઝ ડરતો નથી, સિવાય કે મારો પરવરદિગાર પોતે જ કાંઇ ચાહે; મારા પરવરદિગારના ઇલ્મમાં દરેક વસ્તુ સમાએલી છે; છતાં પણ તમારૂ ઘ્યાન ખેંચાતુ નથી ?

81

وَ کَیۡفَ اَخَافُ مَاۤ اَشۡرَکۡتُمۡ وَ لَا تَخَافُوۡنَ اَنَّکُمۡ اَشۡرَکۡتُمۡ بِاللّٰہِ مَا لَمۡ یُنَزِّلۡ بِہٖ عَلَیۡکُمۡ سُلۡطٰنًا ؕ فَاَیُّ الۡفَرِیۡقَیۡنِ اَحَقُّ بِالۡاَمۡنِ ۚ اِنۡ کُنۡتُمۡ تَعۡلَمُوۡنَ ﴿ۘ۸۱﴾

(૮૧) અને જે વસ્તુઓને તમે (તેની) શરીક બનાવો છો તેનાથી હું કેવી રીતે ડરૂં? જ્યારે તમે એ વાતથી નથી ડરતા કે અલ્લાહનો શરીક (એવાને) બનાવો છો કે જેના વિશે તમારા પર કોઇ દલીલ નાઝિલ થઇ નથી; પછી જો તમે જાણતા હોવ તો કહો કે બંને ફીરકામાંથી ક્યો ફીરકો સલામતી બાબતે વધારે હકદાર છે?

82

اَلَّذِیۡنَ اٰمَنُوۡا وَ لَمۡ یَلۡبِسُوۡۤا اِیۡمَانَہُمۡ بِظُلۡمٍ اُولٰٓئِکَ لَہُمُ الۡاَمۡنُ وَ ہُمۡ مُّہۡتَدُوۡنَ ﴿٪۸۲﴾

(૮૨) જેઓ ઇમાન લાવ્યા અને પોતાના ઇમાનને ઝુલ્મ વડે ખરાબ નથી કર્યુ તેમના જ માટે સલામતી છે અને તેઓજ હિદાયત પામેલા છે.

83

وَ تِلۡکَ حُجَّتُنَاۤ اٰتَیۡنٰہَاۤ اِبۡرٰہِیۡمَ عَلٰی قَوۡمِہٖ ؕ نَرۡفَعُ دَرَجٰتٍ مَّنۡ نَّشَآءُ ؕ اِنَّ رَبَّکَ حَکِیۡمٌ عَلِیۡمٌ ﴿۸۳﴾

(૮૩) અને આ અમારી દલીલ હતી જે અમોએ ઇબ્રાહીમને તેની કૌમના મુકાબલામાં અતા કરી હતી; અમે ચાહીએ તેના દરજ્જા બુલંદ કરી દઇએ છીએ; બેશક તારો પરવરદિગાર હિકમતવાળો, જાણકાર છે.

84

وَ وَہَبۡنَا لَہٗۤ اِسۡحٰقَ وَ یَعۡقُوۡبَ ؕ کُلًّا ہَدَیۡنَا ۚ وَ نُوۡحًا ہَدَیۡنَا مِنۡ قَبۡلُ وَ مِنۡ ذُرِّیَّتِہٖ دَاوٗدَ وَ سُلَیۡمٰنَ وَ اَیُّوۡبَ وَ یُوۡسُفَ وَ مُوۡسٰی وَ ہٰرُوۡنَ ؕ وَ کَذٰلِکَ نَجۡزِی الۡمُحۡسِنِیۡنَ ﴿ۙ۸۴﴾

(૮૪) અને અમોએ તેને (ઇબ્રાહીમ અ.સ.ને) ઇસ્હાક અને યાકૂબ અતા કર્યા; દરેકને હિદાયત આપી, અને નૂહને પણ તે પહેલા હિદાયત આપી હતી અને તેની ઔલાદમાંથી દાવૂદ તથા સુલયમાન તથા ઐયુબ તથા યૂસુફ તથા મૂસા અને હારૂનને પણ (હિદાયત આપી); અને અમે નેકી કરનારાઓને એવી જ રીતે (સારો) બદલો આપીએ છીએ:

85

وَ زَکَرِیَّا وَ یَحۡیٰی وَ عِیۡسٰی وَ اِلۡیَاسَ ؕ کُلٌّ مِّنَ الصّٰلِحِیۡنَ ﴿ۙ۸۵﴾

(૮૫) અને ઝકરીયા તથા યહ્યા તથા ઇસા તથા ઇલીયાસને; દરેક સાલેહીનમાંથી હતા:

86

وَ اِسۡمٰعِیۡلَ وَ الۡیَسَعَ وَ یُوۡنُسَ وَ لُوۡطًا ؕ وَ کُلًّا فَضَّلۡنَا عَلَی الۡعٰلَمِیۡنَ ﴿ۙ۸۶﴾

(૮૬) અને ઇસ્માઇલ તથા યસઅ તથા યૂનુસ તથા લૂતને; અને દરેકને દુનિયાવાળાઓ પર ફઝીલત આપી.

87

وَ مِنۡ اٰبَآئِہِمۡ وَ ذُرِّیّٰتِہِمۡ وَ اِخۡوَانِہِمۡ ۚ وَ اجۡتَبَیۡنٰہُمۡ وَ ہَدَیۡنٰہُمۡ اِلٰی صِرَاطٍ مُّسۡتَقِیۡمٍ ﴿۸۷﴾

(૮૭) અને તેમના બાપ દાદાઓ તથા તેમની ઔલાદ તથા તેમના ભાઇઓમાંથી પણ (ફઝીલત આપી); અને અમોએ તેમને ચૂંટી કાઢ્યા અને સેરાતે મુસ્તકીમની હિદાયત કરી.

88

ذٰلِکَ ہُدَی اللّٰہِ یَہۡدِیۡ بِہٖ مَنۡ یَّشَآءُ مِنۡ عِبَادِہٖ ؕ وَ لَوۡ اَشۡرَکُوۡا لَحَبِطَ عَنۡہُمۡ مَّا کَانُوۡا یَعۡمَلُوۡنَ ﴿۸۸﴾

(૮૮) આ અલ્લાહની હિદાયત છે; જેના વડે પોતાના બંદાઓમાંથી જેની ચાહે છે હિદાયત કરે છે; અને જો તેમણે (કોઇને અલ્લાહનો) શરીક કર્યો હોત તો ખરેજ તેઓના (નેક) આમાલ બરબાદ થઇ જતે.

89

اُولٰٓئِکَ الَّذِیۡنَ اٰتَیۡنٰہُمُ الۡکِتٰبَ وَ الۡحُکۡمَ وَ النُّبُوَّۃَ ۚ فَاِنۡ یَّکۡفُرۡ بِہَا ہٰۤؤُلَآءِ فَقَدۡ وَکَّلۡنَا بِہَا قَوۡمًا لَّیۡسُوۡا بِہَا بِکٰفِرِیۡنَ ﴿۸۹﴾

(૮૯) તેઓ એ જ છે કે જેમને અમોએ કિતાબ તથા હુકમ તથા નબુવ્વત અતા કરી. પછી જો અગર તેઓ (કૌમના લોકો) તેનો ઇન્કાર કરે તો અમો એવી કોમને આ (જવાબદારી) સોંપી દઇશુ કે જે તેનો ઇન્કાર નહિં કરે.

90

اُولٰٓئِکَ الَّذِیۡنَ ہَدَی اللّٰہُ فَبِہُدٰىہُمُ اقۡتَدِہۡ ؕ قُلۡ لَّاۤ اَسۡـَٔلُکُمۡ عَلَیۡہِ اَجۡرًا ؕ اِنۡ ہُوَ اِلَّا ذِکۡرٰی لِلۡعٰلَمِیۡنَ ﴿٪۹۰﴾

(૯૦) તેઓ એ જ છે કે જેમની અલ્લાહે હિદાયત કરી છે; માટે તેમની હિદાયતની જ પૈરવી કર; તું કહે કે હું તમારી પાસે તે (તબલીગ) માટે કાંઇ બદલો માંગતો નથી; એ (તબલીગ) તો બીજું કાંઇ નથી પણ દુનિયાવાળાઓ માટે એક યાદદહાની છે.

91

وَ مَا قَدَرُوا اللّٰہَ حَقَّ قَدۡرِہٖۤ اِذۡ قَالُوۡا مَاۤ اَنۡزَلَ اللّٰہُ عَلٰی بَشَرٍ مِّنۡ شَیۡءٍ ؕ قُلۡ مَنۡ اَنۡزَلَ الۡکِتٰبَ الَّذِیۡ جَآءَ بِہٖ مُوۡسٰی نُوۡرًا وَّ ہُدًی لِّلنَّاسِ تَجۡعَلُوۡنَہٗ قَرَاطِیۡسَ تُبۡدُوۡنَہَا وَ تُخۡفُوۡنَ کَثِیۡرًا ۚ وَ عُلِّمۡتُمۡ مَّا لَمۡ تَعۡلَمُوۡۤا اَنۡتُمۡ وَ لَاۤ اٰبَآؤُکُمۡ ؕ قُلِ اللّٰہُ ۙ ثُمَّ ذَرۡہُمۡ فِیۡ خَوۡضِہِمۡ یَلۡعَبُوۡنَ ﴿۹۱﴾

(૯૧) અને તે લોકોએ અલ્લાહની કરવા જોગ કદર કરી નહિ (બરાબર માઅરેફત હાંસિલ કરી નહી), જ્યારે તેમણે કહ્યું કે અલ્લાહે કોઇ ઇન્સાન ઉપર કાંઇ વસ્તુ નાઝિલ કરી નથી. તું કહે કે તે કિતાબ જે મૂસા લાવ્યા હતા તે કોણે નાઝિલ કરી હતી? જે લોકો માટે નૂર અને હિદાયત હતી, જેને તમોએ વેર વિખેર કરીને (તેમાંથી) અમુક ભાગને જાહેર કરો છો અને ઘણાખરાં ભાગને સંતાડો છો. જ્યારે કે તેના થકી તમને તે બધું બતાવી દેવામાં આવ્યું હતું જે તમે અને તમારા બાપદાદા પણ જાણતા ન હતા. કહે કે ‘અલ્લાહ'; પછી તેમને છોડી દે કે તેઓ પોતાની રમતગમતમાં ડૂબ્યા રહે.

92

وَ ہٰذَا کِتٰبٌ اَنۡزَلۡنٰہُ مُبٰرَکٌ مُّصَدِّقُ الَّذِیۡ بَیۡنَ یَدَیۡہِ وَ لِتُنۡذِرَ اُمَّ الۡقُرٰی وَ مَنۡ حَوۡلَہَا ؕ وَ الَّذِیۡنَ یُؤۡمِنُوۡنَ بِالۡاٰخِرَۃِ یُؤۡمِنُوۡنَ بِہٖ وَ ہُمۡ عَلٰی صَلَاتِہِمۡ یُحَافِظُوۡنَ ﴿۹۲﴾

(૯૨) અને આ તે કિતાબ છે કે જેને અમોએ નાઝિલ કરી છે, તે બરકતવાળી છે, મોજૂદા કિતાબની સચ્ચાઇ બયાન કરે છે, અને એટલા માટે કે તું મક્કાવાળા તથા તેની અતરાફમાં રહેનારાઓને ડરાવે; અને જેઓ આખેરત પર ઇમાન રાખે છે તેઓ તેના પર (કુરઆન પર) પણ ઇમાન રાખે છે અને પોતાની નમાઝોની હિફાઝત કરે છે.

93

وَ مَنۡ اَظۡلَمُ مِمَّنِ افۡتَرٰی عَلَی اللّٰہِ کَذِبًا اَوۡ قَالَ اُوۡحِیَ اِلَیَّ وَ لَمۡ یُوۡحَ اِلَیۡہِ شَیۡءٌ وَّ مَنۡ قَالَ سَاُنۡزِلُ مِثۡلَ مَاۤ اَنۡزَلَ اللّٰہُ ؕ وَ لَوۡ تَرٰۤی اِذِ الظّٰلِمُوۡنَ فِیۡ غَمَرٰتِ الۡمَوۡتِ وَ الۡمَلٰٓئِکَۃُ بَاسِطُوۡۤا اَیۡدِیۡہِمۡ ۚ اَخۡرِجُوۡۤا اَنۡفُسَکُمۡ ؕ اَلۡیَوۡمَ تُجۡزَوۡنَ عَذَابَ الۡہُوۡنِ بِمَا کُنۡتُمۡ تَقُوۡلُوۡنَ عَلَی اللّٰہِ غَیۡرَ الۡحَقِّ وَ کُنۡتُمۡ عَنۡ اٰیٰتِہٖ تَسۡتَکۡبِرُوۡنَ ﴿۹۳﴾

(૯૩) અને તેના કરતાં વધારે મોટો ઝાલિમ કોણ છે કે જે અલ્લાહ ઉપર જૂઠો આરોપ મૂકે! અથવા એમ કહે કે મારી ઉપર વહી કરવામાં આવી છે. જો કે તેના ઉપર કોઇ વહી મોકલવામાં આવી ન હોય; અને જે એમ કહે કે જે અલ્લાહે નાઝિલ કર્યુ છે તેવું હું પણ નાઝિલ કરીશ; અને કદાચને તું જોતે કે જ્યારે તે ઝાલિમો મૌતની મુસીબતમાં તરફડતા હશે અને હાથ ફેલાવીને ફરિશ્તાઓ (કહેતા) હશે કે તમારા જીવ સોંપી દો; આજે તમને નામોશી ભરેલો અઝાબ બદલા તરીકે આપવામાં આવશે, કારણ કે તમે અલ્લાહની ખિલાફ નાહક વાતો કહેતા હતા અને તેની આયતોની સામે તકબ્બૂર કરતા હતા.

94

وَ لَقَدۡ جِئۡتُمُوۡنَا فُرَادٰی کَمَا خَلَقۡنٰکُمۡ اَوَّلَ مَرَّۃٍ وَّ تَرَکۡتُمۡ مَّا خَوَّلۡنٰکُمۡ وَرَآءَ ظُہُوۡرِکُمۡ ۚ وَ مَا نَرٰی مَعَکُمۡ شُفَعَآءَکُمُ الَّذِیۡنَ زَعَمۡتُمۡ اَنَّہُمۡ فِیۡکُمۡ شُرَکٰٓؤُا ؕ لَقَدۡ تَّقَطَّعَ بَیۡنَکُمۡ وَ ضَلَّ عَنۡکُمۡ مَّا کُنۡتُمۡ تَزۡعُمُوۡنَ ﴿٪۹۴﴾

(૯૪) અને બેશક તમે અમારી પાસે એકલા આવ્યા છો જેવી રીતે અમોએ તમને પ્રથમવાર ખલ્ક કર્યા હતા, અને જે કાંઇ અમોએ તમને આપ્યું હતું તે તમે તમારી પાછળ મૂકી આવ્યા છો; અને અમે તમારા તે ભલામણ કરનારાઓને તમારી સાથે નથી જોતા કે જેમના વિશે તમે ગુમાન કરતા હતા કે જેઓ તમારી (શફાઅત) બાબતે (અમારા) શરીક છે; (હવે) તમારી અને તેમની વચ્ચેનો સંબંધ ખરે જ કપાઇ ગયો છે અને જે કાંઇ તમે ગુમાન કરતા હતા તે તમારાથી દૂર થઇ ગયું છે.

95

اِنَّ اللّٰہَ فَالِقُ الۡحَبِّ وَ النَّوٰی ؕ یُخۡرِجُ الۡحَیَّ مِنَ الۡمَیِّتِ وَ مُخۡرِجُ الۡمَیِّتِ مِنَ الۡحَیِّ ؕ ذٰلِکُمُ اللّٰہُ فَاَنّٰی تُؤۡفَکُوۡنَ ﴿۹۵﴾

(૯૫) બેશક અલ્લાહ દાણા તથા ઠળીયાને ફાડી (ઝાડ) ઊગાડે છે; નિર્જીવમાંથી સજીવને અને સજીવમાંથી નિર્જીવને બહાર કાઢે છે; એ જ તમારો અલ્લાહ છે! તો પછી તમે કયાં બહેકી રહ્યા છો?

96

فَالِقُ الۡاِصۡبَاحِ ۚ وَ جَعَلَ الَّیۡلَ سَکَنًا وَّ الشَّمۡسَ وَ الۡقَمَرَ حُسۡبَانًا ؕ ذٰلِکَ تَقۡدِیۡرُ الۡعَزِیۡزِ الۡعَلِیۡمِ ﴿۹۶﴾

(૯૬) જે રાત્રિના અંધકારને ચીરી સુબ્હને રોશન કરનાર છે; અને રાતને તેણે આરામ માટે બનાવી છે, અને સૂરજ તથા ચંદ્રને હિસાબ માટે પેદા કર્યા છે; આ ઇઝ્ઝતવાળા (કુદરતવાળા અને) જાણકાર (ખુદા)ની તકદીર છે.

97

وَ ہُوَ الَّذِیۡ جَعَلَ لَکُمُ النُّجُوۡمَ لِتَہۡتَدُوۡا بِہَا فِیۡ ظُلُمٰتِ الۡبَرِّ وَ الۡبَحۡرِ ؕ قَدۡ فَصَّلۡنَا الۡاٰیٰتِ لِقَوۡمٍ یَّعۡلَمُوۡنَ ﴿۹۷﴾

(૯૭) અને તે એ જ છે કે જેણે તમારા માટે સિતારા બનાવ્યા, જેથી તમે તેમના વડે ખુશ્કી તથા દરિયાના અંધકારમાં રસ્તો મેળવી શકો; ખરેખર અમોએ જાણકાર લોકો માટે વિગતવાર આયતોને બયાન કરી દીધી છે.

98

وَ ہُوَ الَّذِیۡۤ اَنۡشَاَکُمۡ مِّنۡ نَّفۡسٍ وَّاحِدَۃٍ فَمُسۡتَقَرٌّ وَّ مُسۡتَوۡدَعٌ ؕ قَدۡ فَصَّلۡنَا الۡاٰیٰتِ لِقَوۡمٍ یَّفۡقَہُوۡنَ ﴿۹۸﴾

(૯૮) અને તેણે તમને એક નફસમાંથી બનાવ્યા છે, પછી બધા માટે કાયમી રહેવાની જગ્યા તથા તેમાંથી અમુકની સમય રહેવાની જગ્યા પણ નક્કી કરી છે; ખરે જ સમજુ લોકો માટે અમોએ અમારી આયતોને વિગતવાર બયાન કરી દીધી છે.

99

وَ ہُوَ الَّذِیۡۤ اَنۡزَلَ مِنَ السَّمَآءِ مَآءً ۚ فَاَخۡرَجۡنَا بِہٖ نَبَاتَ کُلِّ شَیۡءٍ فَاَخۡرَجۡنَا مِنۡہُ خَضِرًا نُّخۡرِجُ مِنۡہُ حَبًّا مُّتَرَاکِبًا ۚ وَ مِنَ النَّخۡلِ مِنۡ طَلۡعِہَا قِنۡوَانٌ دَانِیَۃٌ وَّ جَنّٰتٍ مِّنۡ اَعۡنَابٍ وَّ الزَّیۡتُوۡنَ وَ الرُّمَّانَ مُشۡتَبِہًا وَّ غَیۡرَ مُتَشَابِہٍ ؕ اُنۡظُرُوۡۤا اِلٰی ثَمَرِہٖۤ اِذَاۤ اَثۡمَرَ وَ یَنۡعِہٖ ؕ اِنَّ فِیۡ ذٰلِکُمۡ لَاٰیٰتٍ لِّقَوۡمٍ یُّؤۡمِنُوۡنَ ﴿۹۹﴾

(૯૯) અને તે એ જ છે જેણે આસમાનમાંથી પાણી વરસાવ્યું, અને તે પાણીથી અમોએ દરેક પ્રકારની વનસ્પતિના અંકુર કાઢ્યા જેમાંથી હરિયાળી પૈદા કરી, સંકળાયેલા દાણાઓ કાઢીએ છીએ, ખજૂરની ડાળીઓમાંથી લટકતા ગુચ્છાઓ, દ્રાક્ષ, ઝયતુન તથા દાડમના બગીચાઓ પૈદા કર્યા, અમુક મળતા-હળતા અને અમુક બિલ્કુલ જુદાજ. તમે તેનાં ફળો તરફ જૂઓ, જ્યારે તે ફળ આપે છે અને જ્યારે પાકી જાય છે. બેશક તેમાં ઈમાન રાખનારાઓ માટે નિશાનીઓ છે.

100

وَ جَعَلُوۡا لِلّٰہِ شُرَکَآءَ الۡجِنَّ وَ خَلَقَہُمۡ وَ خَرَقُوۡا لَہٗ بَنِیۡنَ وَ بَنٰتٍۭ بِغَیۡرِ عِلۡمٍ ؕ سُبۡحٰنَہٗ وَ تَعٰلٰی عَمَّا یَصِفُوۡنَ ﴿۱۰۰﴾٪

(૧૦૦) અને તેમણે જિન્નાતોને અલ્લાહના શરીક બનાવ્યા જયારે કે અલ્લાહે તેઓ (જિન્નાતો)ને પૈદા કર્યા છે અને તેના માટે વગર ઇલ્મે ફરઝંદો અને દુખ્તરો નક્કી કરી નાખ્યા. જે કાંઇ તેઓ (અલ્લાહ વિશે) બયાન કરે છે તેના કરતા બુલંદ મરતબા અને પાક છે.

101

بَدِیۡعُ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ ؕ اَنّٰی یَکُوۡنُ لَہٗ وَلَدٌ وَّ لَمۡ تَکُنۡ لَّہٗ صَاحِبَۃٌ ؕ وَ خَلَقَ کُلَّ شَیۡءٍ ۚ وَ ہُوَ بِکُلِّ شَیۡءٍ عَلِیۡمٌ ﴿۱۰۱﴾

(૧૦૧) આસમાનો તથા ઝમીનનો પૈદા કરનાર! તેને ફરઝંદ ક્યાંથી હોય જ્યારે કે તેને કોઇ ઔરત જ નથી, અને જ્યારે તેણે જ દરેક વસ્તુને પેદા કરી છે, અને તે દરેક વસ્તુનો જાણકાર છે.

102

ذٰلِکُمُ اللّٰہُ رَبُّکُمۡ ۚ لَاۤ اِلٰہَ اِلَّا ہُوَ ۚ خَالِقُ کُلِّ شَیۡءٍ فَاعۡبُدُوۡہُ ۚ وَ ہُوَ عَلٰی کُلِّ شَیۡءٍ وَّکِیۡلٌ ﴿۱۰۲﴾

(૧૦૨) એ જ અલ્લાહ તમારો પરવરદિગાર છે, તેના સિવાય બીજો કોઇ માઅબૂદ નથી; (તે) દરેક વસ્તુનો ખાલિક છે, માટે તમે તેની જ ઈબાદત કરો, અને તે જ સર્વ વસ્તુઓનો ઘ્યાન રાખનાર છે.

103

لَا تُدۡرِکُہُ الۡاَبۡصَارُ ۫ وَ ہُوَ یُدۡرِکُ الۡاَبۡصَارَ ۚ وَ ہُوَ اللَّطِیۡفُ الۡخَبِیۡرُ ﴿۱۰۳﴾

(૧૦૩) (માણસોની) નિગાહો તેને પામી શકતી નથી, જ્યારે તે (પ્રત્યેક) નિગાહોને નિહાળે છે; તે બારીકબીન (સૂક્ષ્મદર્શી) અને બાખબર છે.

104

قَدۡ جَآءَکُمۡ بَصَآئِرُ مِنۡ رَّبِّکُمۡ ۚ فَمَنۡ اَبۡصَرَ فَلِنَفۡسِہٖ ۚ وَ مَنۡ عَمِیَ فَعَلَیۡہَا ؕ وَ مَاۤ اَنَا عَلَیۡکُمۡ بِحَفِیۡظٍ ﴿۱۰۴﴾

(૧૦૪) બેશક તમારી પાસે તમારા પરવરદિગાર તરફથી ખુલ્લી દલીલો આવી ચૂકી છે; પછી જે ઘ્યાનથી જોશે તો તે તેના પોતાના (ફાયદા) માટે છે; અને જે આંખો મીંચી લેશે તો તેનાથી તેને પોતાને જ નુકસાન છે; અને હું કાંઇ તમારો નિગેહબાન નથી.

105

وَ کَذٰلِکَ نُصَرِّفُ الۡاٰیٰتِ وَ لِیَقُوۡلُوۡا دَرَسۡتَ وَ لِنُبَیِّنَہٗ لِقَوۡمٍ یَّعۡلَمُوۡنَ ﴿۱۰۵﴾

(૧૦૫) અને અમે આ રીતે આયતોને વારંવાર બયાન કરીએ છીએ જેથી તેઓ કહે કે તેં વાંચી સંભળાવ્યું અને અમે જાણવાવાળાઓ માટે તેને વાઝેહ કરીને બયાન કરી દઇએ.

106

اِتَّبِعۡ مَاۤ اُوۡحِیَ اِلَیۡکَ مِنۡ رَّبِّکَ ۚ لَاۤ اِلٰہَ اِلَّا ہُوَ ۚ وَ اَعۡرِضۡ عَنِ الۡمُشۡرِکِیۡنَ ﴿۱۰۶﴾

(૧૦૬) જે વહી તને તારા પરવરદિગાર તરફથી કરવામાં આવી છે તેની પૈરવી કર; તેના સિવાય બીજો કોઇ માઅબૂદ નથી; અને મુશરિકોથી મોઢું ફેરવી લે.

107

وَ لَوۡ شَآءَ اللّٰہُ مَاۤ اَشۡرَکُوۡا ؕ وَ مَا جَعَلۡنٰکَ عَلَیۡہِمۡ حَفِیۡظًا ۚ وَ مَاۤ اَنۡتَ عَلَیۡہِمۡ بِوَکِیۡلٍ ﴿۱۰۷﴾

(૧૦૭) અને અગર અલ્લાહ ચાહતે તો તેઓ કોઇને (તેનો) શરીક બનાવતે નહિ; અને અમોએ તને તેમનો નિગેહબાન (જવાબદાર) નથી બનાવ્યો, અને ન તું તેમનું ઘ્યાન રાખનાર છો.

108

وَ لَا تَسُبُّوا الَّذِیۡنَ یَدۡعُوۡنَ مِنۡ دُوۡنِ اللّٰہِ فَیَسُبُّوا اللّٰہَ عَدۡوًۢا بِغَیۡرِ عِلۡمٍ ؕ کَذٰلِکَ زَیَّنَّا لِکُلِّ اُمَّۃٍ عَمَلَہُمۡ ۪ ثُمَّ اِلٰی رَبِّہِمۡ مَّرۡجِعُہُمۡ فَیُنَبِّئُہُمۡ بِمَا کَانُوۡا یَعۡمَلُوۡنَ ﴿۱۰۸﴾

(૧૦૮) અને જેમને તેઓ અલ્લાહ સિવાય પોકારે છે તેમને પણ અપશબ્દો કહો નહિ, કે તેઓ પણ સમજ્યા વગર દુશ્મનીમાં અલ્લાહને અપશબ્દો કહેવા લાગશે. આ રીતે અમોએ દરેક ઉમ્મતની નજરમાં તેમના કાર્યોને સુશોભિત બનાવી દીધા છે; પછી તેમનું પાછું ફરવું તેમના પરવરદિગાર તરફ છે, પછી જે કાંઇ તેઓ કર્યા કરતા હતા તેનાથી તેમને વાકેફ કરી દેશે.

109

وَ اَقۡسَمُوۡا بِاللّٰہِ جَہۡدَ اَیۡمَانِہِمۡ لَئِنۡ جَآءَتۡہُمۡ اٰیَۃٌ لَّیُؤۡمِنُنَّ بِہَا ؕ قُلۡ اِنَّمَا الۡاٰیٰتُ عِنۡدَ اللّٰہِ وَ مَا یُشۡعِرُکُمۡ ۙ اَنَّہَاۤ اِذَا جَآءَتۡ لَا یُؤۡمِنُوۡنَ ﴿۱۰۹﴾

(૧૦૯) અને તેઓ અલ્લાહની આકરામાં આકરી કસમ ખાઇ છે કે જો તેમની પાસે અલ્લાહની કોઇ નિશાની (મોઅજિઝો) આવે તો તેઓ તેના પર જરૂર ઇમાન લાવશે; તું કહે નિશાનીઓ માત્ર અલ્લાહ પાસે છે, અને તમને શું ખબર કે જયારે તે (નિશાનીઓ) આવશે ત્યારે પણ તેઓ ઇમાન લાવશે નહિ?

110

وَ نُقَلِّبُ اَفۡـِٕدَتَہُمۡ وَ اَبۡصَارَہُمۡ کَمَا لَمۡ یُؤۡمِنُوۡا بِہٖۤ اَوَّلَ مَرَّۃٍ وَّ نَذَرُہُمۡ فِیۡ طُغۡیَانِہِمۡ یَعۡمَہُوۡنَ ﴿۱۱۰﴾٪

(૧૧૦) અને અમે તેમના દિલો તથા તેમની નજરોને પલટાવી દઇશું, એવી જ રીતે કે જેમ પહેલી વખત પણ તેઓ ઇમાન લાવ્યા ન હતા, અને અમે તેમને તેમની સરકશીમાં છુટ્ટા મૂકી દેશુ જેથી ભટકતા ફરે.

111

وَ لَوۡ اَنَّنَا نَزَّلۡنَاۤ اِلَیۡہِمُ الۡمَلٰٓئِکَۃَ وَ کَلَّمَہُمُ الۡمَوۡتٰی وَ حَشَرۡنَا عَلَیۡہِمۡ کُلَّ شَیۡءٍ قُبُلًا مَّا کَانُوۡا لِیُؤۡمِنُوۡۤا اِلَّاۤ اَنۡ یَّشَآءَ اللّٰہُ وَ لٰکِنَّ اَکۡثَرَہُمۡ یَجۡہَلُوۡنَ ﴿۱۱۱﴾

(૧૧૧) અને જો અમે તેમના ઉપર ખરેખર ફરિશ્તા પણ નાઝિલ કરી દેતે અને તેમની સાથે મરણ પામેલાઓ વાતો કરતે તથા તમામ વસ્તુઓ તેમની સામે જમા કરી લાવતે તો પણ તેઓ ઇમાન લાવતે નહિ, સિવાય કે અલ્લાહ ચાહે; પરંતુ તેઓમાંના ઘણાખરા નાદાનીથી કામ લે છે.

112

وَ کَذٰلِکَ جَعَلۡنَا لِکُلِّ نَبِیٍّ عَدُوًّا شَیٰطِیۡنَ الۡاِنۡسِ وَ الۡجِنِّ یُوۡحِیۡ بَعۡضُہُمۡ اِلٰی بَعۡضٍ زُخۡرُفَ الۡقَوۡلِ غُرُوۡرًا ؕ وَ لَوۡ شَآءَ رَبُّکَ مَا فَعَلُوۡہُ فَذَرۡہُمۡ وَ مَا یَفۡتَرُوۡنَ ﴿۱۱۲﴾

(૧૧૨) અને આ રીતે અમે દરેક નબી માટે શૈતાનો, ઇન્સાનો તથા જિન્નાતોમાંથી દુશ્મન રાખ્યા છે, તેમાંથી અમુક એકબીજાને આકર્ષક અને ધોકો આપનારી વાતો તરફ ઘ્યાન દોરે (વસવસો કરે) છે, અને અગર તારો પરવરદિગાર ચાહતે તો તેઓ તેમ ન કરતે; તેથી તેઓને તેઓની ઉપજાવી કાઢેલ વાતો સાથે છોડી દો.

113

وَ لِتَصۡغٰۤی اِلَیۡہِ اَفۡـِٕدَۃُ الَّذِیۡنَ لَا یُؤۡمِنُوۡنَ بِالۡاٰخِرَۃِ وَ لِیَرۡضَوۡہُ وَ لِیَقۡتَرِفُوۡا مَا ہُمۡ مُّقۡتَرِفُوۡنَ ﴿۱۱۳﴾

(૧૧૩) અને જેથી જેઓ આખેરત પર ઇમાન નથી લાવ્યા તેમના (દિલો) તેની તરફ ઝૂકી પડે, અને તેઓ તે (વાતો)થી રાજી થઇ જાય અને જે કાંઇ બૂરા આમાલ અંજામ આપવા હોય તે અંજામ આપી દે.

114

اَفَغَیۡرَ اللّٰہِ اَبۡتَغِیۡ حَکَمًا وَّ ہُوَ الَّذِیۡۤ اَنۡزَلَ اِلَیۡکُمُ الۡکِتٰبَ مُفَصَّلًا ؕ وَ الَّذِیۡنَ اٰتَیۡنٰہُمُ الۡکِتٰبَ یَعۡلَمُوۡنَ اَنَّہٗ مُنَزَّلٌ مِّنۡ رَّبِّکَ بِالۡحَقِّ فَلَا تَکُوۡنَنَّ مِنَ الۡمُمۡتَرِیۡنَ ﴿۱۱۴﴾

(૧૧૪) શું હું અલ્લાહને મૂકી બીજાને ફેસલો કરનાર બનાવું ? જ્યારે કે તે એ જ છે કે જેણે તમારા તરફ મુફસ્સલ (વિસ્તારપૂર્વક બયાન થયેલ) કિતાબ નાઝિલ કરી છે; અને તે લોકો કે જેમને અમોએ કિતાબ આપી છે તેઓ આ વાત જાણે છે કે તે તારા પરવરદિગાર તરફથી હક સાથે નાઝિલ કરવામાં આવી છે; માટે તું શક કરનારાઓમાંથી ન થાજે.

115

وَ تَمَّتۡ کَلِمَتُ رَبِّکَ صِدۡقًا وَّ عَدۡلًا ؕ لَا مُبَدِّلَ لِکَلِمٰتِہٖ ۚ وَ ہُوَ السَّمِیۡعُ الۡعَلِیۡمُ ﴿۱۱۵﴾

(૧૧૫) અને તારા પરવરદિગારનો કલેમો (કુરઆન) સચ્ચાઇ અને ઇન્સાફની રૂએ મુકમ્મલ છે તેના કલામને બદલનાર કોઇ નથી, તે સાંભળનાર અને જાણનાર છે.

116

وَ اِنۡ تُطِعۡ اَکۡثَرَ مَنۡ فِی الۡاَرۡضِ یُضِلُّوۡکَ عَنۡ سَبِیۡلِ اللّٰہِ ؕ اِنۡ یَّتَّبِعُوۡنَ اِلَّا الظَّنَّ وَ اِنۡ ہُمۡ اِلَّا یَخۡرُصُوۡنَ ﴿۱۱۶﴾

(૧૧૬) અને ઝમીનમાં તો એવા ઘણાય લોકો છે કે જેમનું કહેવું જો તું માની લેશે તો તેઓ તને અલ્લાહની રાહથી ગુમરાહ કરી દેશે; તેઓ ફકત ગુમાનની પૈરવી કરે છે અને (જૂઠી) અટકળોથી કામ લે છે.

117

اِنَّ رَبَّکَ ہُوَ اَعۡلَمُ مَنۡ یَّضِلُّ عَنۡ سَبِیۡلِہٖ ۚ وَ ہُوَ اَعۡلَمُ بِالۡمُہۡتَدِیۡنَ ﴿۱۱۷﴾

(૧૧૭) જેઓ તેની રાહથી ગુમરાહ થઇ જાય છે તેમને ખરેખર તારો પરવરદિગાર સારી રીતે જાણે છે, અને હિદાયત પામેલાઓને પણ સારી રીતે જાણે છે.

118

فَکُلُوۡا مِمَّا ذُکِرَ اسۡمُ اللّٰہِ عَلَیۡہِ اِنۡ کُنۡتُمۡ بِاٰیٰتِہٖ مُؤۡمِنِیۡنَ ﴿۱۱۸﴾

(૧૧૮) માટે જે જાનવર ઉપર (ઝબ્હ કરતી વખતે) અલ્લાહનું નામ લેવામાં આવ્યું હોય તેમાંથી ખાઓ, અગર તમે તેની આયતો પર ઇમાન રાખો છો.

119

وَ مَا لَکُمۡ اَلَّا تَاۡکُلُوۡا مِمَّا ذُکِرَ اسۡمُ اللّٰہِ عَلَیۡہِ وَ قَدۡ فَصَّلَ لَکُمۡ مَّا حَرَّمَ عَلَیۡکُمۡ اِلَّا مَا اضۡطُرِرۡتُمۡ اِلَیۡہِ ؕ وَ اِنَّ کَثِیۡرًا لَّیُضِلُّوۡنَ بِاَہۡوَآئِہِمۡ بِغَیۡرِ عِلۡمٍ ؕ اِنَّ رَبَّکَ ہُوَ اَعۡلَمُ بِالۡمُعۡتَدِیۡنَ ﴿۱۱۹﴾

(૧૧૯) અને તમને શું થઇ ગયું છે કે જેના ઉપર (ઝબ્હ કરતી વખતે) અલ્લાહનું નામ લેવામાં આવ્યું છે તેમાંથી ખાતા નથી ? જો કે જે વસ્તુઓ તેણે તમારા પર હરામ કરી છે તેને તમારા માટે વાઝેહ કરીને બયાન કરી દીધી છે, સિવાય કે જે તમને ન છૂટકે ખાવી પડે; અને બેશક ઘણા લોકો પોતાની (અયોગ્ય) ઇચ્છાઓ પ્રમાણે જાણ્યા કર્યા વિના (લોકોને) આડે રસ્તે લઇ જાય છે; બેશક તારો પરવરદિગાર હદ બહાર જનારાઓથી સારી રીતે વાકેફ છે.

120

وَ ذَرُوۡا ظَاہِرَ الۡاِثۡمِ وَ بَاطِنَہٗ ؕ اِنَّ الَّذِیۡنَ یَکۡسِبُوۡنَ الۡاِثۡمَ سَیُجۡزَوۡنَ بِمَا کَانُوۡا یَقۡتَرِفُوۡنَ ﴿۱۲۰﴾

(૧૨૦) અને જાહેરી તથા બાતેની ગુનાહોને છોડી દો; બેશક જેઓ ગુનાહ કર્યે જાય છે તેમને તેમની કરણીનો બદલો નજીકમાં જ આપવામાં આવશે.

121

وَ لَا تَاۡکُلُوۡا مِمَّا لَمۡ یُذۡکَرِ اسۡمُ اللّٰہِ عَلَیۡہِ وَ اِنَّہٗ لَفِسۡقٌ ؕ وَ اِنَّ الشَّیٰطِیۡنَ لَیُوۡحُوۡنَ اِلٰۤی اَوۡلِیٰٓئِہِمۡ لِیُجَادِلُوۡکُمۡ ۚ وَ اِنۡ اَطَعۡتُمُوۡہُمۡ اِنَّکُمۡ لَمُشۡرِکُوۡنَ ﴿۱۲۱﴾٪

(૧૨૧) અને જેના ઉપર (ઝબ્હ કરતી વખતે) અલ્લાહનું નામ લેવામાં નથી આવ્યું તેમાંથી ખાઓ નહિ, અને બેશક તે નાફરમાની છે; અને બેશક શૈતાનો તો પોતાના દોસ્તોના મનમાં વસવસા નાખ્યા કરે છે કે જેથી તેઓ તમારી સાથે વાદવિવાદ કરે, અને જો તમે તેઓની ઇતાઅત કરશો તો ખરેખર તમે પણ મુશરિક થઇ જશો.

122

اَوَ مَنۡ کَانَ مَیۡتًا فَاَحۡیَیۡنٰہُ وَ جَعَلۡنَا لَہٗ نُوۡرًا یَّمۡشِیۡ بِہٖ فِی النَّاسِ کَمَنۡ مَّثَلُہٗ فِی الظُّلُمٰتِ لَیۡسَ بِخَارِجٍ مِّنۡہَا ؕ کَذٰلِکَ زُیِّنَ لِلۡکٰفِرِیۡنَ مَا کَانُوۡا یَعۡمَلُوۡنَ ﴿۱۲۲﴾

(૧૨૨) શું જે મુર્દા હતો, પછી તેને અમે જીવંત કર્યો, તથા તેને અમોએ નૂર આપ્યું કે જેના વડે તે લોકો દરમ્યાન હરે ફરે છે, તે એવા શખ્સના જેવો હોય શકે કે જે અંધકારમાં હોય અને તેમાંથી બહાર નીકળતો નથી? આ રીતે નાસ્તિકો માટે તેઓ જે કાંઇ આમાલ કરતા હતા તેને સુશોભિત બનાવી દેવામાં આવ્યા છે.

123

وَ کَذٰلِکَ جَعَلۡنَا فِیۡ کُلِّ قَرۡیَۃٍ اَکٰبِرَ مُجۡرِمِیۡہَا لِیَمۡکُرُوۡا فِیۡہَا ؕ وَ مَا یَمۡکُرُوۡنَ اِلَّا بِاَنۡفُسِہِمۡ وَ مَا یَشۡعُرُوۡنَ ﴿۱۲۳﴾

(૧૨૩) અને એવી રીતે અમે દરેક વસ્તીમાં તેના મોટા ગુનેહગારોને (છુટ્ટા) રાખ્યા, (પરિણામે) તેઓ વસ્તી દરમ્યાન મક્કારી કરવા લાગ્યા, પરંતુ તેઓ સમજતા નથી કે પોતાની ઝાત સિવાય કોઇપણને છેતરતા નથી.

124

وَ اِذَا جَآءَتۡہُمۡ اٰیَۃٌ قَالُوۡا لَنۡ نُّؤۡمِنَ حَتّٰی نُؤۡتٰی مِثۡلَ مَاۤ اُوۡتِیَ رُسُلُ اللّٰہِ ؕۘؔ اَللّٰہُ اَعۡلَمُ حَیۡثُ یَجۡعَلُ رِسَالَتَہٗ ؕ سَیُصِیۡبُ الَّذِیۡنَ اَجۡرَمُوۡا صَغَارٌ عِنۡدَ اللّٰہِ وَ عَذَابٌ شَدِیۡدٌۢ بِمَا کَانُوۡا یَمۡکُرُوۡنَ ﴿۱۲۴﴾

(૧૨૪) અને જ્યારે પણ તેમની પાસે કોઇ નિશાની આવે છે ત્યારે તેઓ બોલી ઉઠે છે કે જ્યાં સુધી અમને પણ તેવું કાંઇ આપવામાં ન આવે જેવું કે અલ્લાહના રસૂલોને આપવામાં આવ્યું છે ત્યાં સુધી અમે હરગિઝ ઇમાન લાવીશું નહિ; (પણ) પોતાની રિસાલત(ની જવાબદારી) કોને આપવી તે અલ્લાહ સારી રીતે જાણે છે; ગુનેહગારો ઉપર અલ્લાહ તરફથી નામોશી ભર્યો સખત અઝાબ આવી પડશે કારણકે તેઓ મક્કારી કર્યા કરતા હતા.

125

فَمَنۡ یُّرِدِ اللّٰہُ اَنۡ یَّہۡدِیَہٗ یَشۡرَحۡ صَدۡرَہٗ لِلۡاِسۡلَامِ ۚ وَ مَنۡ یُّرِدۡ اَنۡ یُّضِلَّہٗ یَجۡعَلۡ صَدۡرَہٗ ضَیِّقًا حَرَجًا کَاَنَّمَا یَصَّعَّدُ فِی السَّمَآءِ ؕ کَذٰلِکَ یَجۡعَلُ اللّٰہُ الرِّجۡسَ عَلَی الَّذِیۡنَ لَا یُؤۡمِنُوۡنَ ﴿۱۲۵﴾

(૧૨૫) પછી અલ્લાહ જેને હિદાયત આપવા ચાહે છે તેની છાતી ઇસ્લામ (કબૂલ કરવા) માટે વિશાળ કરી દે છે, અને જેના વિશે તે ચાહે કે તેને ગુમરાહ કરે છે, તેની છાતી તંગ કરી દે છે (કે ઇસ્લામ કબૂલ કરવું એટલું મુશ્કેલ બની જાય) જાણે તે આસમાન ઉપર ચઢતો હોય. આ રીતે અલ્લાહ તે લોકો કે જેઓ ઇમાન નથી રાખતા તેઓ(ના દિલો) પર નાપાકી (ગંદકી)ને રહેવા દે છે.

126

وَ ہٰذَا صِرَاطُ رَبِّکَ مُسۡتَقِیۡمًا ؕ قَدۡ فَصَّلۡنَا الۡاٰیٰتِ لِقَوۡمٍ یَّذَّکَّرُوۡنَ ﴿۱۲۶﴾

(૧૨૬) અને આ તારા પરવરદિગારનો રસ્તો છે કે જે સીધો છે; ખરેજ નસીહત હાંસિલ કરનારાઓ માટે અમોએ આયતોને મુફસ્સલ (વિસ્તારપૂર્વક) બયાન કરી દીધી છે.

127

لَہُمۡ دَارُ السَّلٰمِ عِنۡدَ رَبِّہِمۡ وَ ہُوَ وَلِیُّہُمۡ بِمَا کَانُوۡا یَعۡمَلُوۡنَ ﴿۱۲۷﴾

(૧૨૭) તેમના પરવરદિગાર પાસે તેમના માટે સલામતીનું ઘર છે, અને તેઓ જે નેક (આમાલ) કરતા હતા તેને કારણે અલ્લાહ તેમનો સરપરસ્ત છે.

128

وَ یَوۡمَ یَحۡشُرُہُمۡ جَمِیۡعًا ۚ یٰمَعۡشَرَ الۡجِنِّ قَدِ اسۡتَکۡثَرۡتُمۡ مِّنَ الۡاِنۡسِ ۚ وَ قَالَ اَوۡلِیٰٓؤُہُمۡ مِّنَ الۡاِنۡسِ رَبَّنَا اسۡتَمۡتَعَ بَعۡضُنَا بِبَعۡضٍ وَّ بَلَغۡنَاۤ اَجَلَنَا الَّذِیۡۤ اَجَّلۡتَ لَنَا ؕ قَالَ النَّارُ مَثۡوٰىکُمۡ خٰلِدِیۡنَ فِیۡہَاۤ اِلَّا مَا شَآءَ اللّٰہُ ؕ اِنَّ رَبَّکَ حَکِیۡمٌ عَلِیۡمٌ ﴿۱۲۸﴾

(૧૨૮) અને જે દિવસે તે સઘળાઓને ભેગા કરશે, (પછી ફરમાવશે) કે અય જિન્નાતોના સમૂહ! તમોએ ઇન્સાનોમાંથી ઘણા બધા દોસ્તો પૈરવો બનાવી લીધા છે અને ઈન્સાનોમાંથી જેઓ તેઓના દોસ્તો હશે તેઓ કહેશે કે, અય અમારા પરવરદિગાર! અમારામાંથી અમુકે અમુકથી લાભ મેળવ્યો, અને જે મુદ્દત તેં અમારા માટે નક્કી કરી હતી તે મુદ્દતે અમે પહોંચી ગયા છીએ; (અલ્લાહ) ફરમાવશે કે તમારૂં ઠેકાણું જહન્નમમાં છે, તેમાં જ તમે હંમેશા રહેશો સિવાય કે અલ્લાહ જે કાંઇ ચાહે; બેશક તારો પરવરદિગાર હકીમ, જાણનાર છે.

129

وَ کَذٰلِکَ نُوَلِّیۡ بَعۡضَ الظّٰلِمِیۡنَ بَعۡضًۢا بِمَا کَانُوۡا یَکۡسِبُوۡنَ ﴿۱۲۹﴾٪

(૧૨૯) અને એવી રીતે અમે અમુક ઝૂલ્મગારોને તેમની કરણીઓના કારણે અમુક ઉપર સત્તા આપી દઇએ છીએ.

130

یٰمَعۡشَرَ الۡجِنِّ وَ الۡاِنۡسِ اَلَمۡ یَاۡتِکُمۡ رُسُلٌ مِّنۡکُمۡ یَقُصُّوۡنَ عَلَیۡکُمۡ اٰیٰتِیۡ وَ یُنۡذِرُوۡنَکُمۡ لِقَآءَ یَوۡمِکُمۡ ہٰذَا ؕ قَالُوۡا شَہِدۡنَا عَلٰۤی اَنۡفُسِنَا وَ غَرَّتۡہُمُ الۡحَیٰوۃُ الدُّنۡیَا وَ شَہِدُوۡا عَلٰۤی اَنۡفُسِہِمۡ اَنَّہُمۡ کَانُوۡا کٰفِرِیۡنَ ﴿۱۳۰﴾

(૧૩૦) અય ઇન્સાન તથા જિન્નાતોના સમૂહ! શું તમારામાંથી જ એવા રસૂલો આવ્યા ન હતા કે જેઓ તમને મારી આયતો સંભળાવતા અને તમારી આ દિવસની મુલાકાતથી તમને ડરાવતા હતા? તેઓ કહેશે કે અમે પોતે જ અમારી પોતાની ખિલાફ ગવાહી આપીએ છીએ. અને દુનિયાની ઝિંદગીએ તેમને છેતર્યા અને તેઓ પોતેજ પોતાની ખિલાફ ગવાહી આપશે કે તેઓ ખરે જ નાસ્તિક હતા.

131

ذٰلِکَ اَنۡ لَّمۡ یَکُنۡ رَّبُّکَ مُہۡلِکَ الۡقُرٰی بِظُلۡمٍ وَّ اَہۡلُہَا غٰفِلُوۡنَ ﴿۱۳۱﴾

(૧૩૧) આ એ માટે કે તારો પરવરદિગાર ઝાલિમ આબાદીઓને એવી હાલતમાં કે તેમના રહેવાસીઓ ગાફિલ હોય હલાક કરતો નથી.

132

وَ لِکُلٍّ دَرَجٰتٌ مِّمَّا عَمِلُوۡا ؕ وَ مَا رَبُّکَ بِغَافِلٍ عَمَّا یَعۡمَلُوۡنَ ﴿۱۳۲﴾

(૧૩૨) અને બઘા માટે તેમના આમાલના પ્રમાણમાં દરજ્જા છે; અને તેઓ જે કાંઇ કરે છે તેનાથી તારો પરવરદિગાર ગાફિલ નથી.

133

وَ رَبُّکَ الۡغَنِیُّ ذُو الرَّحۡمَۃِ ؕ اِنۡ یَّشَاۡ یُذۡہِبۡکُمۡ وَ یَسۡتَخۡلِفۡ مِنۡۢ بَعۡدِکُمۡ مَّا یَشَآءُ کَمَاۤ اَنۡشَاَکُمۡ مِّنۡ ذُرِّیَّۃِ قَوۡمٍ اٰخَرِیۡنَ ﴿۱۳۳﴾ؕ

(૧૩૩) અને તારો પરવરદિગાર બેનિયાઝ અને મહેરબાન છે; અગર તે ચાહે તો તે તમને દુનિયાથી ઉઠાવી લે, તમારા પછી જેને ચાહે તેને તમારી જગ્યાએ કાયમ કરી દે, જેવી રીતે બીજી કોમોની નસ્લમાંથી તમને પેદા કર્યા.

134

اِنَّ مَا تُوۡعَدُوۡنَ لَاٰتٍ ۙ وَّ مَاۤ اَنۡتُمۡ بِمُعۡجِزِیۡنَ ﴿۱۳۴﴾

(૧૩૪) જેનો તમને વાયદો કરવામાં આવ્યો છે તે જરૂર આવનાર છે, અને (તેનાથી) તમે બચી શકશો નહિ.

135

قُلۡ یٰقَوۡمِ اعۡمَلُوۡا عَلٰی مَکَانَتِکُمۡ اِنِّیۡ عَامِلٌ ۚ فَسَوۡفَ تَعۡلَمُوۡنَ ۙ مَنۡ تَکُوۡنُ لَہٗ عَاقِبَۃُ الدَّارِ ؕ اِنَّہٗ لَا یُفۡلِحُ الظّٰلِمُوۡنَ ﴿۱۳۵﴾

(૧૩૫) તું કહે કે અય મારી કોમ! તમે તમારી તાકત મુજબ અમલ કરો અને હું પણ (મારી જવાબદારી મુજબ) અમલ કરૂં છું; પછી જલ્દી જ તમે જાણી લેશો કે (સારૂં) પરિણામ કોના માટે છે? બેશક ઝાલિમો કામ્યાબ થશે નહિ.

136

وَ جَعَلُوۡا لِلّٰہِ مِمَّا ذَرَاَ مِنَ الۡحَرۡثِ وَ الۡاَنۡعَامِ نَصِیۡبًا فَقَالُوۡا ہٰذَا لِلّٰہِ بِزَعۡمِہِمۡ وَ ہٰذَا لِشُرَکَآئِنَا ۚ فَمَا کَانَ لِشُرَکَآئِہِمۡ فَلَا یَصِلُ اِلَی اللّٰہِ ۚ وَ مَا کَانَ لِلّٰہِ فَہُوَ یَصِلُ اِلٰی شُرَکَآئِہِمۡ ؕ سَآءَ مَا یَحۡکُمُوۡنَ ﴿۱۳۶﴾

(૧૩૬) અને તેઓ અલ્લાહે જે ખેતીવાડીની ઊપજ ઉગાડી છે અને જાનવરો પૈદા કર્યા છે તેમાંથી અલ્લાહ માટે હિસ્સો નક્કી કરે છે. પછી પોતાના વિચારો પ્રમાણે કહે છે કે આ અલ્લાહ માટે છે, અને આ અમારા શરીકો માટે છે; પછી જે કાંઇ તેમના શરીકોનો હિસ્સો છે તે અલ્લાહને નથી પહોંચતો, અને જે અલ્લાહનો હિસ્સો છે તે તેમના શરીકોને પહોંચે છે; તેઓ કેવો ખરાબ ફેસલો કરે છે !

137

وَ کَذٰلِکَ زَیَّنَ لِکَثِیۡرٍ مِّنَ الۡمُشۡرِکِیۡنَ قَتۡلَ اَوۡلَادِہِمۡ شُرَکَآؤُہُمۡ لِیُرۡدُوۡہُمۡ وَ لِیَلۡبِسُوۡا عَلَیۡہِمۡ دِیۡنَہُمۡ ؕ وَ لَوۡ شَآءَ اللّٰہُ مَا فَعَلُوۡہُ فَذَرۡہُمۡ وَ مَا یَفۡتَرُوۡنَ ﴿۱۳۷﴾

(૧૩૭) અને એવી રીતે મુશરિકોમાંથી ઘણા ખરાઓની નજરમાં તેઓના શરીકોએ ઔલાદને કત્લ કરવું સુશોભિત બનાવ્યું છે. જેના પરિણામે તેઓ હલાકતમાં પડી ગયા અને તેઓનો દીન તેઓ માટે શંકાશીલ બની ગયો અને અગર અલ્લાહ ચાહતે તો તેઓ આ મુજબ કરતે નહિ, માટે તું તેમને તેમની ઉપજાવી કાઢેલી વાતોમાં પડ્યા રહેવા દે.

138

وَ قَالُوۡا ہٰذِہٖۤ اَنۡعَامٌ وَّ حَرۡثٌ حِجۡرٌ ٭ۖ لَّا یَطۡعَمُہَاۤ اِلَّا مَنۡ نَّشَآءُ بِزَعۡمِہِمۡ وَ اَنۡعَامٌ حُرِّمَتۡ ظُہُوۡرُہَا وَ اَنۡعَامٌ لَّا یَذۡکُرُوۡنَ اسۡمَ اللّٰہِ عَلَیۡہَا افۡتِرَآءً عَلَیۡہِ ؕ سَیَجۡزِیۡہِمۡ بِمَا کَانُوۡا یَفۡتَرُوۡنَ ﴿۱۳۸﴾

(૧૩૮) અને તેઓ કહે છે કે આ જાનવરો તથા ખેતીના ઉપયોગની મનાઇ છે; માટે તેઓના ગુમાન મુજબ એવી જ વસ્તુ ખાઇ શકાય છે જે તેઓ ચાહે; અને અમુક એવા પ્રાણીઓ છે કે જેમની પીઠ (સવારી માટે) હરામ કરવામાં આવી છે અને અમુક એવા પ્રાણીઓ છે કે જેમના પર ઝબ્હ કરતી વખતે અલ્લાહનું નામ લેતા નથી. અને આમ કરવાની જૂઠી નિસ્બત અલ્લાહ સાથે જોડવામાં આવી છે; તેઓને નજીકમાં જે કાંઇ કાંઇ જૂઠી નિસ્બત આપતા હતા તેની સજા આપશે.

139

وَ قَالُوۡا مَا فِیۡ بُطُوۡنِ ہٰذِہِ الۡاَنۡعَامِ خَالِصَۃٌ لِّذُکُوۡرِنَا وَ مُحَرَّمٌ عَلٰۤی اَزۡوَاجِنَا ۚ وَ اِنۡ یَّکُنۡ مَّیۡتَۃً فَہُمۡ فِیۡہِ شُرَکَآءُ ؕ سَیَجۡزِیۡہِمۡ وَصۡفَہُمۡ ؕ اِنَّہٗ حَکِیۡمٌ عَلِیۡمٌ ﴿۱۳۹﴾

(૧૩૯) અને તેઓ કહે છે કે આ પ્રાણીઓના પેટમાં જે કાંઇ છે તે ખાસ અમારા મર્દો માટે જ છે અને અમારી ઔરતો માટે હરામ છે, અને અગર તે મરેલું જન્મે તો તેમાં તેઓ બધા ભાગીદાર છે; (અલ્લાહ) નજીકમાં જ તેમને આ સિફતો બયાન કરવાની સજા આપશે; બેશક તે મહાન હિકમતવાળો, જાણવાવાળો છે.

140

قَدۡ خَسِرَ الَّذِیۡنَ قَتَلُوۡۤا اَوۡلَادَہُمۡ سَفَہًۢا بِغَیۡرِ عِلۡمٍ وَّ حَرَّمُوۡا مَا رَزَقَہُمُ اللّٰہُ افۡتِرَآءً عَلَی اللّٰہِ ؕ قَدۡ ضَلُّوۡا وَ مَا کَانُوۡا مُہۡتَدِیۡنَ ﴿۱۴۰﴾٪

(૧૪૦) બેશક જેઓ જાણ્યા કર્યા વિના મૂર્ખાઇથી પોતાની ઔલાદને કત્લ કરી નાખે છે અને જે કાંઇ રોઝી અલ્લાહે તેમને આપી છે તે અલ્લાહ ઉપર તોહમત મૂકી હરામ કરે છે તેઓએ પોતાનું નુકસાન કર્યું છે; તેઓ ખરે જ ગુમરાહ થઇ ગયા છે અને હિદાયત પામેલા નથી.

141

وَ ہُوَ الَّذِیۡۤ اَنۡشَاَ جَنّٰتٍ مَّعۡرُوۡشٰتٍ وَّ غَیۡرَ مَعۡرُوۡشٰتٍ وَّ النَّخۡلَ وَ الزَّرۡعَ مُخۡتَلِفًا اُکُلُہٗ وَ الزَّیۡتُوۡنَ وَ الرُّمَّانَ مُتَشَابِہًا وَّ غَیۡرَ مُتَشَابِہٍ ؕ کُلُوۡا مِنۡ ثَمَرِہٖۤ اِذَاۤ اَثۡمَرَ وَ اٰتُوۡا حَقَّہٗ یَوۡمَ حَصَادِہٖ ۫ۖ وَ لَا تُسۡرِفُوۡا ؕ اِنَّہٗ لَا یُحِبُّ الۡمُسۡرِفِیۡنَ ﴿۱۴۱﴾ۙ

(૧૪૧) અને અલ્લાહ એ જ છે જેણે બગીચા પૈદા કર્યા છે કે જેમાં (અમુકના) વેલા (માંડવા પર) ચઢેલા હોય છે અને (અમુકના) વેલા ચઢેલા હોતા નથી, અને ખજૂરના ઝાડ તથા બગીચા જેમાં પ્રકાર પ્રકારના ફળ હોય છે, તથા ઝયતુન અને દાડમ જે (અમુક) એક બીજાને મળતા આવે છે અને (અમુક) સમાન હોતા નથી; જ્યારે તેમના પર ફળ આવી જાય ત્યારે તેમાંના ફળ ખાઓ અને (ફળ) ઊતારવાના દિવસે તેનો હક આપો અને ઇસરાફ કરો નહિ; બેશક ઇસરાફ કરનારાઓને તે દોસ્ત રાખતો નથી.

142

وَ مِنَ الۡاَنۡعَامِ حَمُوۡلَۃً وَّ فَرۡشًا ؕ کُلُوۡا مِمَّا رَزَقَکُمُ اللّٰہُ وَ لَا تَتَّبِعُوۡا خُطُوٰتِ الشَّیۡطٰنِ ؕ اِنَّہٗ لَکُمۡ عَدُوٌّ مُّبِیۡنٌ ﴿۱۴۲﴾ۙ

(૧૪૨) અને ચોપગા જાનવરોમાંથી અમુક તો બોજો ઊંચકનારા અને અમુક નાના જાનવરો (બીજા કાર્યો માટે) પૈદા કર્યા; અલ્લાહે જે કાંઇ તમને આપ્યું છે તેમાંથી ખાઓ પીઓ અને શૈતાનના નકશેકદમ પર ન ચાલો; બેશક તે તમારો ખુલ્લો દુશ્મન છે.

143

ثَمٰنِیَۃَ اَزۡوَاجٍ ۚ مِنَ الضَّاۡنِ اثۡنَیۡنِ وَ مِنَ الۡمَعۡزِ اثۡنَیۡنِ ؕ قُلۡ ءٰٓالذَّکَرَیۡنِ حَرَّمَ اَمِ الۡاُنۡثَیَیۡنِ اَمَّا اشۡتَمَلَتۡ عَلَیۡہِ اَرۡحَامُ الۡاُنۡثَیَیۡنِ ؕ نَبِّـُٔوۡنِیۡ بِعِلۡمٍ اِنۡ کُنۡتُمۡ صٰدِقِیۡنَ ﴿۱۴۳﴾ۙ

(૧૪૩) આઠ પ્રકારના જોડાં છે. ઘેટાની જાતમાંથી બે અને બકરાની જાતમાંથી બે, તું તેઓને કહે કે શું બન્ને નર અથવા બંને માદાને તેણે હરામ કર્યા છે? કે બન્ને માદાઓના રહેમ (ગર્ભ)માં જે કાંઇ છે તે હરામ કર્યુ છે? જો તમે સાચા હોવ તો મને યકીન સાથે ખબર આપો:

144

وَ مِنَ الۡاِبِلِ اثۡنَیۡنِ وَ مِنَ الۡبَقَرِ اثۡنَیۡنِ ؕ قُلۡ ءٰٓالذَّکَرَیۡنِ حَرَّمَ اَمِ الۡاُنۡثَیَیۡنِ اَمَّا اشۡتَمَلَتۡ عَلَیۡہِ اَرۡحَامُ الۡاُنۡثَیَیۡنِ ؕ اَمۡ کُنۡتُمۡ شُہَدَآءَ اِذۡ وَصّٰکُمُ اللّٰہُ بِہٰذَا ۚ فَمَنۡ اَظۡلَمُ مِمَّنِ افۡتَرٰی عَلَی اللّٰہِ کَذِبًا لِّیُضِلَّ النَّاسَ بِغَیۡرِ عِلۡمٍ ؕ اِنَّ اللّٰہَ لَا یَہۡدِی الۡقَوۡمَ الظّٰلِمِیۡنَ ﴿۱۴۴﴾٪

(૧૪૪) અને ઊંટોમાંથી બે તથા ગાયોમાંથી બે, તું કહે કે શું તેણે બન્ને નર હરામ કર્યા છે કે બન્ને માદા ? અથવા આ બન્ને માદાઓના રહેમ (ગર્ભ)માં જે કાંઇ છે તે હરામ કર્યુ છે ? અથવા શું તમે ત્યારે હાજર હતા જ્યારે તમને અલ્લાહે આ હુકમ કર્યો હતો ? માટે તેના કરતાં વધારે ઝાલિમ કોણ હશે કે જે અલ્લાહ ઉપર જૂઠી તોહમત મૂકે જેથી લોકાને વગર ઇલ્મે ગુમરાહ કરે; બેશક અલ્લાહ ઝાલિમ લોકોની હિદાયત કરતો નથી.

145

قُلۡ لَّاۤ اَجِدُ فِیۡ مَاۤ اُوۡحِیَ اِلَیَّ مُحَرَّمًا عَلٰی طَاعِمٍ یَّطۡعَمُہٗۤ اِلَّاۤ اَنۡ یَّکُوۡنَ مَیۡتَۃً اَوۡ دَمًا مَّسۡفُوۡحًا اَوۡ لَحۡمَ خِنۡزِیۡرٍ فَاِنَّہٗ رِجۡسٌ اَوۡ فِسۡقًا اُہِلَّ لِغَیۡرِ اللّٰہِ بِہٖ ۚ فَمَنِ اضۡطُرَّ غَیۡرَ بَاغٍ وَّ لَا عَادٍ فَاِنَّ رَبَّکَ غَفُوۡرٌ رَّحِیۡمٌ ﴿۱۴۵﴾

(૧૪૫) કહે કે મારા પર જે વહી આવી છે તેમાં હું ખાનારાઓ માટે કોઇ ખોરાક હરામ હોય એવું પામતો નથી, સિવાય કે (જે) પોતાની મેળે મૃત્યુ પામ્યુ હોય, અથવા વહેવડાવેલુ લોહી, અથવા સુવ્વરનું ગોશ્ત; બેશક તે ગંદી વસ્તુઓ છે; અથવા નાફરમાનીના હેતુથી (ઝબ્હ કરતી વખતે) જેના પર અલ્લાહના સિવાય બીજા કોઇનું (નામ) લેવામાં આવ્યું હોય (પણ); જે કોઇ મજબૂરીમાં હોય અને તે (હરામ ગોશ્ત ખાવા પાછળ)નો હેતુ અલ્લાહના હુકમનો વિરોધ કરવા કે સરકશી કરવાનો ન હોય તો બેશક તારો પરવરદિગાર ગફુરૂર રહીમ છે.

146

وَ عَلَی الَّذِیۡنَ ہَادُوۡا حَرَّمۡنَا کُلَّ ذِیۡ ظُفُرٍ ۚ وَ مِنَ الۡبَقَرِ وَ الۡغَنَمِ حَرَّمۡنَا عَلَیۡہِمۡ شُحُوۡمَہُمَاۤ اِلَّا مَا حَمَلَتۡ ظُہُوۡرُہُمَاۤ اَوِ الۡحَوَایَاۤ اَوۡ مَا اخۡتَلَطَ بِعَظۡمٍ ؕ ذٰلِکَ جَزَیۡنٰہُمۡ بِبَغۡیِہِمۡ ۫ۖ وَ اِنَّا لَصٰدِقُوۡنَ ﴿۱۴۶﴾

(૧૪૬) અને અમોએ યહૂદીઓ પર દરેક નખવાળા પ્રાણીઓ હરામ કર્યા હતાં, અને ગાય તથા બકરીની જાતમાંથી તે બન્નેની ચરબી હરામ કરી હતી, સિવાય કે જે તેમની પીઠ ઉપર અથવા આંતરડા પર હોય અથવા જે કાંઇ હાડકાં સાથે મળેલી હોય, આ સજા અમોએ તેમની બગાવતના કારણે તેમને કરી હતી, અને બેશક અમે સાચા છીએ.

147

فَاِنۡ کَذَّبُوۡکَ فَقُلۡ رَّبُّکُمۡ ذُوۡ رَحۡمَۃٍ وَّاسِعَۃٍ ۚ وَ لَا یُرَدُّ بَاۡسُہٗ عَنِ الۡقَوۡمِ الۡمُجۡرِمِیۡنَ ﴿۱۴۷﴾

(૧૪૭) જો તેઓ તને જૂઠલાવે તો તું કહે કે તમારો પરવરદિગાર વિશાળ રહેમતનો માલિક છે, પરંતુ તેનો અઝાબ મુજરીમોથી હરગિઝ ટાળી શકાતો નથી.

148

سَیَقُوۡلُ الَّذِیۡنَ اَشۡرَکُوۡا لَوۡ شَآءَ اللّٰہُ مَاۤ اَشۡرَکۡنَا وَ لَاۤ اٰبَآؤُنَا وَ لَا حَرَّمۡنَا مِنۡ شَیۡءٍ ؕ کَذٰلِکَ کَذَّبَ الَّذِیۡنَ مِنۡ قَبۡلِہِمۡ حَتّٰی ذَاقُوۡا بَاۡسَنَا ؕ قُلۡ ہَلۡ عِنۡدَکُمۡ مِّنۡ عِلۡمٍ فَتُخۡرِجُوۡہُ لَنَا ؕ اِنۡ تَتَّبِعُوۡنَ اِلَّا الظَّنَّ وَ اِنۡ اَنۡتُمۡ اِلَّا تَخۡرُصُوۡنَ ﴿۱۴۸﴾

(૧૪૮) નજીકમાં જ મુશરિકો કહેશે જો અલ્લાહ ચાહતે તો ન અમે શિર્ક કરતે, ન અમારા બાપદાદા (મુશરીક હોત); અને ન અમે કોઇ વસ્તુને હરામ ઠરાવતે; એવી જ રીતે તેમની પહેલાના લોકો (પણ) જૂઠલાવ્યા કરતા હતા, એટલે સુધી કે તેમણે અમારા અઝાબની મજા ચાખી; તું કહે કે શું તમારી પાસે કોઇ દલીલ છે ? તો અમને લાવી દેખાડો; (પણ) તમે ફકત ખોટા ગુમાનની પૈરવી કરો છો અને તમે અયોગ્ય અંદાજો લગાવો છો.

149

قُلۡ فَلِلّٰہِ الۡحُجَّۃُ الۡبَالِغَۃُ ۚ فَلَوۡ شَآءَ لَہَدٰىکُمۡ اَجۡمَعِیۡنَ ﴿۱۴۹﴾

(૧૪૯) તું કહે કે (બધા બહાનાઓ ખત્મ કરી) (હકીકત સુધી) પહોંચાડનાર હુજ્જત અલ્લાહ માટે જ છે. જો તે ચાહતે તો તમારા બધાની (જબરદસ્તીથી) હિદાયત કરી દેત.

150

قُلۡ ہَلُمَّ شُہَدَآءَکُمُ الَّذِیۡنَ یَشۡہَدُوۡنَ اَنَّ اللّٰہَ حَرَّمَ ہٰذَا ۚ فَاِنۡ شَہِدُوۡا فَلَا تَشۡہَدۡ مَعَہُمۡ ۚ وَ لَا تَتَّبِعۡ اَہۡوَآءَ الَّذِیۡنَ کَذَّبُوۡا بِاٰیٰتِنَا وَ الَّذِیۡنَ لَا یُؤۡمِنُوۡنَ بِالۡاٰخِرَۃِ وَ ہُمۡ بِرَبِّہِمۡ یَعۡدِلُوۡنَ ﴿۱۵۰﴾٪

(૧૫૦) તું કહે કે તમારા તે ગવાહોને બોલાવો કે જેઓ ગવાહી આપે કે અલ્લાહે આને હરામ કર્યુ છે, પછી અગર તેઓ ગવાહી આપે તો તું તેમની સાથે ગવાહી આપતો નહિ અને જેઓ અમારી આયતોને જૂઠલાવે છે તેમની ખ્વાહીશાતોની પૈરવી કરજે નહિ અને તેઓની પણ કે જેઓ આખેરત પર ઇમાન રાખતા નથી અને જેઓ બીજાઓને પોતાના પરવરદિગારની બરાબર ગણે છે.

151

قُلۡ تَعَالَوۡا اَتۡلُ مَا حَرَّمَ رَبُّکُمۡ عَلَیۡکُمۡ اَلَّا تُشۡرِکُوۡا بِہٖ شَیۡئًا وَّ بِالۡوَالِدَیۡنِ اِحۡسَانًا ۚ وَ لَا تَقۡتُلُوۡۤا اَوۡلَادَکُمۡ مِّنۡ اِمۡلَاقٍ ؕ نَحۡنُ نَرۡزُقُکُمۡ وَ اِیَّاہُمۡ ۚ وَ لَا تَقۡرَبُوا الۡفَوَاحِشَ مَا ظَہَرَ مِنۡہَا وَ مَا بَطَنَ ۚ وَ لَا تَقۡتُلُوا النَّفۡسَ الَّتِیۡ حَرَّمَ اللّٰہُ اِلَّا بِالۡحَقِّ ؕ ذٰلِکُمۡ وَصّٰکُمۡ بِہٖ لَعَلَّکُمۡ تَعۡقِلُوۡنَ ﴿۱۵۱﴾

(૧૫૧) તું કહે કે આવો હું વાંચી સંભળાવું કે જે તમારા પરવરદિગારે તમારા પર હરામ કર્યુ છે (તે આ) કે તમે કોઇને તેનો શરીક બનાવો નહિ, અને વાલેદૈન સાથે નેકી કરો, અને ગરીબાઇ(ના ડર)થી તમારી ઔલાદને મારી ન નાખો; અમે જ તમને રોજી આપીએ છીએ અને તેમને પણ; તેમજ બદકારી પાસે જાઓ નહિ, પછી તે ઝાહેરી હોય યા છૂપી, અને કોઇ નફસને કે જેનું મારી નાખવું, અલ્લાહે હરામ કર્યુ છે તેને તમે મારી ન નાખો, સિવાય કે તમને (કિસાસ વગેરેનો) હક હોય; આની જ તમને નસીહત કરવામાં આવી છે જેથી તમે સમજો.

152

وَ لَا تَقۡرَبُوۡا مَالَ الۡیَتِیۡمِ اِلَّا بِالَّتِیۡ ہِیَ اَحۡسَنُ حَتّٰی یَبۡلُغَ اَشُدَّہٗ ۚ وَ اَوۡفُوا الۡکَیۡلَ وَ الۡمِیۡزَانَ بِالۡقِسۡطِ ۚ لَا نُکَلِّفُ نَفۡسًا اِلَّا وُسۡعَہَا ۚ وَ اِذَا قُلۡتُمۡ فَاعۡدِلُوۡا وَ لَوۡ کَانَ ذَا قُرۡبٰی ۚ وَ بِعَہۡدِ اللّٰہِ اَوۡفُوۡا ؕ ذٰلِکُمۡ وَصّٰکُمۡ بِہٖ لَعَلَّکُمۡ تَذَکَّرُوۡنَ ﴿۱۵۲﴾ۙ

(૧૫૨) અને યતીમોના માલ પાસે જાઓ નહિ સિવાય કે બહેતરીન તરીકો (જે યતીમના ફાયદા માટે હોય), જ્યાં સુધી કે તેઓ પરિપકવ થઇ જાય; અને ઇન્સાફથી પૂરેપૂરાં તોલ અને માપ આપો. અમે કોઇ નફસને તેના ગજા ઉપરાંત જવાબદારી આપતા નથી; અને જ્યારે તમે બોલો ત્યારે ઇન્સાફ સાથે (બોલો) પછી ભલેને તે તમારા નજીકના સગા બાબતે હોય, અને અલ્લાહ સાથેનો કરાર પૂરો કરો; આની જ અલ્લાહે તમને નસીહત કરી છે કે જેથી તમે યાદ રાખો (અને કાળજી રાખો.)

153

وَ اَنَّ ہٰذَا صِرَاطِیۡ مُسۡتَقِیۡمًا فَاتَّبِعُوۡہُ ۚ وَ لَا تَتَّبِعُوا السُّبُلَ فَتَفَرَّقَ بِکُمۡ عَنۡ سَبِیۡلِہٖ ؕ ذٰلِکُمۡ وَصّٰکُمۡ بِہٖ لَعَلَّکُمۡ تَتَّقُوۡنَ ﴿۱۵۳﴾

(૧૫૩) અને જાણી લો કે આ જ મારો સીધો રસ્તો છે માટે તેની પૈરવી કરો, અને (બીજા જુદા જુદા) રસ્તાઓની પૈરવી ન કરો, કારણ કે તે તમને (અલ્લાહના) રસ્તાથી વિખૂટા પાડી દેશે; આ છે જેની તેણે તમને નસીહત કરી છે કે જેથી તમે (નાફરમાનીથી) બચો.

154

ثُمَّ اٰتَیۡنَا مُوۡسَی الۡکِتٰبَ تَمَامًا عَلَی الَّذِیۡۤ اَحۡسَنَ وَ تَفۡصِیۡلًا لِّکُلِّ شَیۡءٍ وَّ ہُدًی وَّ رَحۡمَۃً لَّعَلَّہُمۡ بِلِقَآءِ رَبِّہِمۡ یُؤۡمِنُوۡنَ ﴿۱۵۴﴾٪

(૧૫૪) પછી અમોએ મૂસાને એવી કિતાબ આપી જેથી (નેઅમત) નેક કીરદારો માટે કામિલ (સંપૂર્ણ) થઇ જાય અને જેમાં હિદાયત અને રહેમત તેમજ દરેક ચીઝનું વિગતવાર બયાન હતું કદાચ તેઓ પોતાના પરવરદિગારની મુલાકાત ઉપર ઇમાન રાખે.

155

وَ ہٰذَا کِتٰبٌ اَنۡزَلۡنٰہُ مُبٰرَکٌ فَاتَّبِعُوۡہُ وَ اتَّقُوۡا لَعَلَّکُمۡ تُرۡحَمُوۡنَ ﴿۱۵۵﴾ۙ

(૧૫૫) અને આ કિતાબ કે જે અમોએ નાઝિલ કરી છે તે બરકતવાળી છે, માટે તમે તેની પૈરવી કરો અને તકવા ઇખ્તેયાર કરો કે કદાચને તમારા પર રહેમ કરવામાં આવે.

156

اَنۡ تَقُوۡلُوۡۤا اِنَّمَاۤ اُنۡزِلَ الۡکِتٰبُ عَلٰی طَآئِفَتَیۡنِ مِنۡ قَبۡلِنَا ۪ وَ اِنۡ کُنَّا عَنۡ دِرَاسَتِہِمۡ لَغٰفِلِیۡنَ ﴿۱۵۶﴾ۙ

(૧૫૬) કે તમે એમ ન કહો કે અમારી પહેલાં બે જમાઅત પર જ કિતાબ નાઝિલ કરવામાં આવી હતી, અને અમે જે કાંઇ તેઓ પઢે પઢાવે છે તેનાથી ગાફિલ હતા:

157

اَوۡ تَقُوۡلُوۡا لَوۡ اَنَّاۤ اُنۡزِلَ عَلَیۡنَا الۡکِتٰبُ لَکُنَّاۤ اَہۡدٰی مِنۡہُمۡ ۚ فَقَدۡ جَآءَکُمۡ بَیِّنَۃٌ مِّنۡ رَّبِّکُمۡ وَ ہُدًی وَّ رَحۡمَۃٌ ۚ فَمَنۡ اَظۡلَمُ مِمَّنۡ کَذَّبَ بِاٰیٰتِ اللّٰہِ وَ صَدَفَ عَنۡہَا ؕ سَنَجۡزِی الَّذِیۡنَ یَصۡدِفُوۡنَ عَنۡ اٰیٰتِنَا سُوۡٓءَ الۡعَذَابِ بِمَا کَانُوۡا یَصۡدِفُوۡنَ ﴿۱۵۷﴾

(૧૫૭) અથવા તમે એમ ન કહો કે કદાચને અમારા પર કિતાબ નાઝિલ કરવામાં આવતે તો અમે તેમના કરતાંય વધારે હિદાયત મેળવનારા થઇ જતે; બેશક તમારા પરવરદિગાર તરફથી તમારી ઉપર વાઝેહ દલીલ તથા હિદાયત અને રહેમત આવી ચૂકી છે, તેના કરતાં વધારે ઝુલમગાર કોણ હશે કે જે અલ્લાહની આયતોને જૂઠલાવે અને તેનાથી મોઢું ફેરવે? નજીકમાં અમે તે લોકોને કે જેઓ અમારી આયતોથી મોઢું ફેરવે છે તેમને મોંઢા ફેરવવાના કારણે સખત સજા આપશું.

158

ہَلۡ یَنۡظُرُوۡنَ اِلَّاۤ اَنۡ تَاۡتِیَہُمُ الۡمَلٰٓئِکَۃُ اَوۡ یَاۡتِیَ رَبُّکَ اَوۡ یَاۡتِیَ بَعۡضُ اٰیٰتِ رَبِّکَ ؕ یَوۡمَ یَاۡتِیۡ بَعۡضُ اٰیٰتِ رَبِّکَ لَا یَنۡفَعُ نَفۡسًا اِیۡمَانُہَا لَمۡ تَکُنۡ اٰمَنَتۡ مِنۡ قَبۡلُ اَوۡ کَسَبَتۡ فِیۡۤ اِیۡمَانِہَا خَیۡرًا ؕ قُلِ انۡتَظِرُوۡۤا اِنَّا مُنۡتَظِرُوۡنَ ﴿۱۵۸﴾

(૧૫૮) હવે શું તેઓ એની રાહ જુએ છે કે તેમની પાસે ફરિશ્તા આવે અથવા તારો પરવરદિગાર આવે અથવા તારા પરવરદિગારની અમુક નિશાનીઓ આવે ? જે દિવસે તારા પરવરદિગારની અમુક નિશાનીઓ આવી પહોંચશે (તે દિવસે) કોઇને પણ તેનું ઇમાન ફાયદો પહોંચાડશે નહિ, સિવાય કે જે તે (નિશાની)ના (આવવા) પહેલા ઇમાન લાવ્યા હોય અથવા તેણે તે ઇમાન વડે નેક કમાણી કરી હોય; તું કહે કે તમે રાહ જુઓ અમે પણ રાહ જોઇએ છીએ.

159

اِنَّ الَّذِیۡنَ فَرَّقُوۡا دِیۡنَہُمۡ وَ کَانُوۡا شِیَعًا لَّسۡتَ مِنۡہُمۡ فِیۡ شَیۡءٍ ؕ اِنَّمَاۤ اَمۡرُہُمۡ اِلَی اللّٰہِ ثُمَّ یُنَبِّئُہُمۡ بِمَا کَانُوۡا یَفۡعَلُوۡنَ ﴿۱۵۹﴾

(૧૫૯) બેશક જેઓએ પોતાના દીનમાં તફરકો (ફુટફાટ) પૈદા કર્યો છે અને (જુદા-જુદા) ગિરોહમાં વહેંચાઇ ગયા છે તેમની સાથે તને કાંઇ લાગતું વળગતું નથી; તેમનો મામલો ફકત અલ્લાહના હાથમાં છે. પછી તેમને જે કાંઇ તેઓ કરતા હતા તેનાથી વાકેફ કરશે.

160

مَنۡ جَآءَ بِالۡحَسَنَۃِ فَلَہٗ عَشۡرُ اَمۡثَالِہَا ۚ وَ مَنۡ جَآءَ بِالسَّیِّئَۃِ فَلَا یُجۡزٰۤی اِلَّا مِثۡلَہَا وَ ہُمۡ لَا یُظۡلَمُوۡنَ ﴿۱۶۰﴾

(૧૬૦) જે એક નેકી લાવશે તેના માટે તેના જેવો દસ ગણો (બદલો) છે, અને જે એક બદી લાવશે તેને તેના જેવી (એક જ) સજા આપવામાં આવશે અને તેમના ઉપર ઝુલ્મ કરવામાં આવશે નહિ.

161

قُلۡ اِنَّنِیۡ ہَدٰىنِیۡ رَبِّیۡۤ اِلٰی صِرَاطٍ مُّسۡتَقِیۡمٍ ۬ۚ دِیۡنًا قِیَمًا مِّلَّۃَ اِبۡرٰہِیۡمَ حَنِیۡفًا ۚ وَ مَا کَانَ مِنَ الۡمُشۡرِکِیۡنَ ﴿۱۶۱﴾

(૧૬૧) તું કહે કે બેશક મને મારા પરવરદિગારે સીધા રસ્તાની હિદાયત કરી છે, મજબૂત દીનની કે જે બાતિલથી દૂરી ઇખ્તેયાર કરનાર ઇબ્રાહીમનો મઝહબ હતો, અને તે મુશરિકોમાંથી ન હતો.

162

قُلۡ اِنَّ صَلَاتِیۡ وَ نُسُکِیۡ وَ مَحۡیَایَ وَ مَمَاتِیۡ لِلّٰہِ رَبِّ الۡعٰلَمِیۡنَ ﴿۱۶۲﴾ۙ

(૧૬૨) તું કહે કે બેશક મારી નમાઝ તથા મારી ઇબાદતો અને મારૂં જીવવું તથા મારૂં મરવું તમામ દુનિયાઓના પાલનહાર અલ્લાહના જ માટે છે.

163

لَا شَرِیۡکَ لَہٗ ۚ وَ بِذٰلِکَ اُمِرۡتُ وَ اَنَا اَوَّلُ الۡمُسۡلِمِیۡنَ ﴿۱۶۳﴾

(૧૬૩) જેનો કોઇ શરીક નથી; અને તેનો મને હુકમ આપવામાં આવ્યો છે, અને હું પહેલો મુસલમાન છું.

164

قُلۡ اَغَیۡرَ اللّٰہِ اَبۡغِیۡ رَبًّا وَّ ہُوَ رَبُّ کُلِّ شَیۡءٍ ؕ وَ لَا تَکۡسِبُ کُلُّ نَفۡسٍ اِلَّا عَلَیۡہَا ۚ وَ لَا تَزِرُ وَازِرَۃٌ وِّزۡرَ اُخۡرٰی ۚ ثُمَّ اِلٰی رَبِّکُمۡ مَّرۡجِعُکُمۡ فَیُنَبِّئُکُمۡ بِمَا کُنۡتُمۡ فِیۡہِ تَخۡتَلِفُوۡنَ ﴿۱۶۴﴾

(૧૬૪) કહે કે શું હું અલ્લાહ સિવાય કોઇ બીજા પરવરદિગારને તલબ કરૂં ? જ્યારે કે તે જ દરેક વસ્તુનો પાલનહાર છે? અને કોઇપણ કંઇ (બૂરાઇ) અંજામ નથી આપતો પણ પોતાનું જ નુકસાન કરે છે, અને કોઇ બોજો ઊંચકનારા બીજા(ના ગુનાહ)નો બોજો ઊંચકશે નહિ, પછી તમો સર્વેનું તમારા પરવરદિગારની હજૂરમાં પાછું ફરવું થશે, પછી જે બાબતમાં તમે ઇખ્તેલાફ કર્યા કરતા હતા તેની તમને જાણ કરી દેશે.

165

وَ ہُوَ الَّذِیۡ جَعَلَکُمۡ خَلٰٓئِفَ الۡاَرۡضِ وَ رَفَعَ بَعۡضَکُمۡ فَوۡقَ بَعۡضٍ دَرَجٰتٍ لِّیَبۡلُوَکُمۡ فِیۡ مَاۤ اٰتٰکُمۡ ؕ اِنَّ رَبَّکَ سَرِیۡعُ الۡعِقَابِ ۫ۖ وَ اِنَّہٗ لَغَفُوۡرٌ رَّحِیۡمٌ ﴿۱۶۵﴾٪

(૧૬૫) અને તે એજ તો છે જેણે તમને ઝમીનના વારસદાર બનાવ્યા અને તમારામાંથી અમુકના દરજ્જાઓ અમુક કરતા બુલંદ રાખ્યા કે જેથી જે કાંઇ તમને આપ્યુ છે તેમાં તમારી અજમાઇશ કરે; બેશક તારો પરવરદિગાર ઝડપી સજા આપનારો છે, અને બેશક તે ગફુરૂર રહીમ છે.