અલ-કુરઆન

19

Maryam

سورة مريم


کٓہٰیٰعٓصٓ ۟﴿ۚ۱﴾

(૧) કાફ-હા-યા-અયન સાદ.

ذِکۡرُ رَحۡمَتِ رَبِّکَ عَبۡدَہٗ زَکَرِیَّا ۖ﴿ۚ۲﴾

(૨) (આ) તારા પરવરદિગારની રહેમતનો ઝિક્ર છે, તેના બંદા ઝકરીયા પ્રત્યે.

اِذۡ نَادٰی رَبَّہٗ نِدَآءً خَفِیًّا ﴿۳﴾

(૩) જ્યારે કે તેણે પોતાના પરવરદિગારને એકાંતમાં ધીમા અવાજે પોકાર્યો.

قَالَ رَبِّ اِنِّیۡ وَہَنَ الۡعَظۡمُ مِنِّیۡ وَ اشۡتَعَلَ الرَّاۡسُ شَیۡبًا وَّ لَمۡ اَکُنۡۢ بِدُعَآئِکَ رَبِّ شَقِیًّا ﴿۴﴾

(૪) તેણે કહ્યુ : અય મારા પરવરદિગાર! ખરેખર મારા હાડકાં કમજોર થઇ ગયાં છે અને વૃઘ્ધાવસ્થાની જ્વાળાએ મારૂ માથુ ઘેરી લીધેલ છે અને અય મારા પરવરદિગાર! હું તારી પાસે દુઆની કબૂલીયતથી હરગિઝ મહેરૂમ થયો નથી.

وَ اِنِّیۡ خِفۡتُ الۡمَوَالِیَ مِنۡ وَّرَآءِیۡ وَ کَانَتِ امۡرَاَتِیۡ عَاقِرًا فَہَبۡ لِیۡ مِنۡ لَّدُنۡکَ وَلِیًّا ۙ﴿۵﴾

(૫) અને ખરેજ મને મારા પછી મારા સગાસંબંધી બાબતે ડર છે, અને મારી ઔરત બાંજ (વંઘ્યા) છે, માટે તારી પાસેથી મને એક વારસદાર અતા કર.

یَّرِثُنِیۡ وَ یَرِثُ مِنۡ اٰلِ یَعۡقُوۡبَ ٭ۖ وَ اجۡعَلۡہُ رَبِّ رَضِیًّا ﴿۶﴾

(૬) જે મારો વારસદાર બને અને યાકૂબની ઔલાદનો વારસદાર બને, અને અય મારા પરવરદિગાર! તેને તું પસંદ કરે એવો બનાવ.

یٰزَکَرِیَّاۤ اِنَّا نُبَشِّرُکَ بِغُلٰمِۣ اسۡمُہٗ یَحۡیٰی ۙ لَمۡ نَجۡعَلۡ لَّہٗ مِنۡ قَبۡلُ سَمِیًّا ﴿۷﴾

(૭) અય ઝકરીયા ! અમે બેશક તને એક એવા ફરઝંદની ખુશખબરી આપીએ છીએ કે જેનું નામ યાહ્યા છે, આ પહેલા અમોએ (યહ્યા) નામ કોઇ માટે રાખ્યું નથી.

قَالَ رَبِّ اَنّٰی یَکُوۡنُ لِیۡ غُلٰمٌ وَّ کَانَتِ امۡرَاَتِیۡ عَاقِرًا وَّ قَدۡ بَلَغۡتُ مِنَ الۡکِبَرِ عِتِیًّا ﴿۸﴾

(૮) તેણે કહ્યું: મારા પરવરદિગાર ! મને ફરઝંદ કેવી રીતે થશે? જયારે કે મારી ઔરત બાંજ (વંઘ્યા) છે અને હું ખુદ બુઢાપાની હાલતે પહોંચી ગયો છું!

قَالَ کَذٰلِکَ ۚ قَالَ رَبُّکَ ہُوَ عَلَیَّ ہَیِّنٌ وَّ قَدۡ خَلَقۡتُکَ مِنۡ قَبۡلُ وَ لَمۡ تَکُ شَیۡئًا ﴿۹﴾

(૯) તેણે કહ્યુ: એમ જ તારા પરવરદિગારે ફરમાવ્યુ છે કે એ મારા માટે સહેલું છે, અને બેશક હું તને અગાઉ પૈદા કરી ચૂક્યો છું કે જ્યારે તું કંઇપણ ન હતો.

10

قَالَ رَبِّ اجۡعَلۡ لِّیۡۤ اٰیَۃً ؕ قَالَ اٰیَتُکَ اَلَّا تُکَلِّمَ النَّاسَ ثَلٰثَ لَیَالٍ سَوِیًّا ﴿۱۰﴾

(૧૦) તેણે કહ્યુ કે અય મારા પરવરદિગાર! મને કોઇ નિશાની આપ. તેણે ફરમાવ્યું તારા માટે નિશાની એ છે કે તુ તંદુરસ્તીની હાલતમાં (પણ) ત્રણ રાત લોકો સાથે વાતચીત કરી શકશે નહિ.

11

فَخَرَجَ عَلٰی قَوۡمِہٖ مِنَ الۡمِحۡرَابِ فَاَوۡحٰۤی اِلَیۡہِمۡ اَنۡ سَبِّحُوۡا بُکۡرَۃً وَّ عَشِیًّا ﴿۱۱﴾

(૧૧) પછી તે ઇબાદતગાહમાંથી નીકળી પોતાની કોમ પાસે આવ્યા અને તેમને ઇશારાથી જણાવ્યું કે તેઓ સવાર-સાંજ (અલ્લાહની) તસ્બીહ કરે.

12

یٰیَحۡیٰی خُذِ الۡکِتٰبَ بِقُوَّۃٍ ؕ وَ اٰتَیۡنٰہُ الۡحُکۡمَ صَبِیًّا ﴿ۙ۱۲﴾

(૧૨) અય યાહ્યા! કિતાબને મજબૂતીથી પકડ, અને અમોએ તેને બચપણમાં હુકમ (નબૂવ્વત) અતા કરી!

13

وَّ حَنَانًا مِّنۡ لَّدُنَّا وَ زَکٰوۃً ؕ وَ کَانَ تَقِیًّا ﴿ۙ۱۳﴾

(૧૩) અને અમારા તરફથી તેને મહેરબાની અને પાકીઝગી અતા કરી, અને તે પરહેઝગાર હતો!

14

وَّ بَرًّۢا بِوَالِدَیۡہِ وَ لَمۡ یَکُنۡ جَبَّارًا عَصِیًّا ﴿۱۴﴾

(૧૪) અને પોતાના વાલેદૈનની સાથે નેકી કરનારો હતો અને જબ્બાર કે નાફરમાન ન હતો!

15

وَ سَلٰمٌ عَلَیۡہِ یَوۡمَ وُلِدَ وَ یَوۡمَ یَمُوۡتُ وَ یَوۡمَ یُبۡعَثُ حَیًّا ﴿٪۱۵﴾

(૧૫) અને તેના પર સલામ જે દિવસે તે જનમ્યો તથા જે દિવસે તે મરણ પામશે, અને તે દિવસે (પણ) કે ફરીથી જીવંત કરી ઉઠાડવામાં આવશે.

16

وَ اذۡکُرۡ فِی الۡکِتٰبِ مَرۡیَمَ ۘ اِذِ انۡتَبَذَتۡ مِنۡ اَہۡلِہَا مَکَانًا شَرۡقِیًّا ﴿ۙ۱۶﴾

(૧૬) અને (અય પયગંબર) આ કિતાબમાં મરિયમને યાદ કર, જ્યારે તેણી પોતાના ખાનદાનથી પૂર્વ તરફની જગ્યાએ જઇને દૂર થઇ.

17

فَاتَّخَذَتۡ مِنۡ دُوۡنِہِمۡ حِجَابًا ۪۟ فَاَرۡسَلۡنَاۤ اِلَیۡہَا رُوۡحَنَا فَتَمَثَّلَ لَہَا بَشَرًا سَوِیًّا ﴿۱۷﴾

(૧૭) અને તેમની સામે પડદો કરી લીધો, પછી તેના તરફ અમારી રૂહને મોકલ્યો અને તેણી માટે તે સંપૂર્ણ ઇન્સાનના રૂપમાં જાહેર થયો.

18

قَالَتۡ اِنِّیۡۤ اَعُوۡذُ بِالرَّحۡمٰنِ مِنۡکَ اِنۡ کُنۡتَ تَقِیًّا ﴿۱۸﴾

(૧૮) તેણીએ કહ્યું : અગર તું પરહેઝગાર છો તો બેશક હું તારાથી રહમાન પાસે પનાહ ચાહુ છું.

19

قَالَ اِنَّمَاۤ اَنَا رَسُوۡلُ رَبِّکِ ٭ۖ لِاَہَبَ لَکِ غُلٰمًا زَکِیًّا ﴿۱۹﴾

(૧૯) તેણે કહ્યું કે હું માત્ર તારા પરવરદિગારનો મોકલેલો છું, કે તને એક પાકીઝા ફરઝંદ આપું.

20

قَالَتۡ اَنّٰی یَکُوۡنُ لِیۡ غُلٰمٌ وَّ لَمۡ یَمۡسَسۡنِیۡ بَشَرٌ وَّ لَمۡ اَکُ بَغِیًّا ﴿۲۰﴾

(૨૦) તેણીએ કહ્યું કે મને ફરઝંદ કેવી રીતે થાય? જ્યારે કે ન મારી સાથે કોઇ ઇન્સાને (શારિરીક) સંબંધ બાંઘ્યો છે અને ન હું બદકાર છું!

21

قَالَ کَذٰلِکِ ۚ قَالَ رَبُّکِ ہُوَ عَلَیَّ ہَیِّنٌ ۚ وَ لِنَجۡعَلَہٗۤ اٰیَۃً لِّلنَّاسِ وَ رَحۡمَۃً مِّنَّا ۚ وَ کَانَ اَمۡرًا مَّقۡضِیًّا ﴿۲۱﴾

(૨૧) તેણે કહ્યું, એમ જ થશે; તારા પરવરદિગારે ફરમાવ્યું છે કે તે મારા માટે આસાન છે, અને એટલા માટે કે અમે તેને લોકો માટે એક નિશાની અને અમારા તરફથી રહેમત બનાવીએ, અને આ બાબત નક્કી થઇ ચૂકી છે.

22

فَحَمَلَتۡہُ فَانۡتَبَذَتۡ بِہٖ مَکَانًا قَصِیًّا ﴿۲۲﴾

(૨૨) પરિણામે તેણી હામેલા બની ગઇ. તે (હમ્લ)ને ખૂબ જ દૂર લઇ ગઇ.

23

فَاَجَآءَہَا الۡمَخَاضُ اِلٰی جِذۡعِ النَّخۡلَۃِ ۚ قَالَتۡ یٰلَیۡتَنِیۡ مِتُّ قَبۡلَ ہٰذَا وَ کُنۡتُ نَسۡیًا مَّنۡسِیًّا ﴿۲۳﴾

(૨૩) પછી વિલાદતનું દર્દ એક ખજૂરીના થડ પાસે લઇ આવ્યુ, તેણીએ કહ્યું કાશ કે હું આ પહેલાં જ મરી ગઇ હોત અને સંપૂર્ણ ભૂલાઇ ગયેલી હોત!

24

فَنَادٰىہَا مِنۡ تَحۡتِہَاۤ اَلَّا تَحۡزَنِیۡ قَدۡ جَعَلَ رَبُّکِ تَحۡتَکِ سَرِیًّا ﴿۲۴﴾

(૨૪) પછી તેની હેઠળથી તેણીને પોકારીને કહ્યું કે ઉદાસ ન થા! તારા પરવરદિગારે તારી નીચે પાણીનું ઝરણું જારી કરેલ છે.

25

وَ ہُزِّیۡۤ اِلَیۡکِ بِجِذۡعِ النَّخۡلَۃِ تُسٰقِطۡ عَلَیۡکِ رُطَبًا جَنِیًّا ﴿۫۲۵﴾

(૨૫) અને આ ખજૂરના થડને તારી તરફ હલાવ, તાજી પાકેલી ખજૂરો તારા પર ખરી પડશે.

26

فَکُلِیۡ وَ اشۡرَبِیۡ وَ قَرِّیۡ عَیۡنًا ۚ فَاِمَّا تَرَیِنَّ مِنَ الۡبَشَرِ اَحَدًا ۙ فَقُوۡلِیۡۤ اِنِّیۡ نَذَرۡتُ لِلرَّحۡمٰنِ صَوۡمًا فَلَنۡ اُکَلِّمَ الۡیَوۡمَ اِنۡسِیًّا ﴿ۚ۲۶﴾

(૨૬) પછી ખાઇ-પી અને આંખ રોશન કર! (દિલને ઠંડક પહોંચાડ) પછી જો કોઇ ઇન્સાનને જો તો (ઇશારાથી) કહેજે કે મેં રહેમાન માટે રોઝાની નઝર કરી છે, (મૌન વ્રત) જેથી હું આજે કોઇ ઇન્સાન સાથે વાત નહિ કરૂં.

27

فَاَتَتۡ بِہٖ قَوۡمَہَا تَحۡمِلُہٗ ؕ قَالُوۡا یٰمَرۡیَمُ لَقَدۡ جِئۡتِ شَیۡئًا فَرِیًّا ﴿۲۷﴾

(૨૭) પછી તેણી તે ફરઝંદને લઇ પોતાની કૌમ પાસે આવી. તેઓ બોલ્યા કે અય મરિયમ! ખરેખર તે અજબ અને ખરાબ કામ અંજામ આપ્યુ!

28

یٰۤاُخۡتَ ہٰرُوۡنَ مَا کَانَ اَبُوۡکِ امۡرَ اَ سَوۡءٍ وَّ مَا کَانَتۡ اُمُّکِ بَغِیًّا ﴿ۖۚ۲۸﴾

(૨૮) અય હારૂનની બહેન ! ન તારો વાલિદ કોઇ બૂરો માણસ હતો અને ન તારી વાલેદા બદકાર હતી!

29

فَاَشَارَتۡ اِلَیۡہِ ؕ قَالُوۡا کَیۡفَ نُکَلِّمُ مَنۡ کَانَ فِی الۡمَہۡدِ صَبِیًّا ﴿۲۹﴾

(૨૯) આથી તેણીએ તે (નવજાત શીશુ)ની તરફ ઇશારો કર્યો. તેઓ બોલ્યા કે જે બાળક જૂલામાં હોય તેની સાથે અમે કેવી રીતે વાત કરીએ?

30

قَالَ اِنِّیۡ عَبۡدُ اللّٰہِ ۟ؕ اٰتٰنِیَ الۡکِتٰبَ وَ جَعَلَنِیۡ نَبِیًّا ﴿ۙ۳۰﴾

(૩૦) તેણે (નવજાત શીશુએ) કહ્યું : બેશક હું અલ્લાહનો બંદો છું, મને કિતાબ અતા કરવામાં આવેલ છે અને મને નબી બનાવવામાં આવ્યો છે.

31

وَّ جَعَلَنِیۡ مُبٰرَکًا اَیۡنَ مَا کُنۡتُ ۪ وَ اَوۡصٰنِیۡ بِالصَّلٰوۃِ وَ الزَّکٰوۃِ مَا دُمۡتُ حَیًّا ﴿۪ۖ۳۱﴾

(૩૧) અને જયાં પણ હું હોઉ મને બરકતવાળો બનાવવામાં આવ્યો છે, અને જ્યાં સુધી હું જીવતો રહું, મને નમાઝ તથા ઝકાતની વસિયત કરવામાં આવેલ છે.

32

وَّ بَرًّۢا بِوَالِدَتِیۡ ۫ وَ لَمۡ یَجۡعَلۡنِیۡ جَبَّارًا شَقِیًّا ﴿۳۲﴾

(૩૨) અને મને મારી વાલેદાની સાથે નેકી કરનાર બનાવવામાં આવ્યો છે અને મને જબ્બાર અને નાફરમાન નથી બનાવવામાં આવ્યો.

33

وَ السَّلٰمُ عَلَیَّ یَوۡمَ وُلِدۡتُّ وَ یَوۡمَ اَمُوۡتُ وَ یَوۡمَ اُبۡعَثُ حَیًّا ﴿۳۳﴾

(૩૩) અને મારા પર સલામ કે જે દિવસે હું જનમ્યો, અને જે દિવસે હું મરણ પામીશ અને જે દિવસે મને ઉઠાડવામાં આવશે.

34

ذٰلِکَ عِیۡسَی ابۡنُ مَرۡیَمَ ۚ قَوۡلَ الۡحَقِّ الَّذِیۡ فِیۡہِ یَمۡتَرُوۡنَ ﴿۳۴﴾

(૩૪) આ (નવજાત શીશુ) ઇસા ઇબ્ને મરિયમ છે અને, આ ખરી હકીકત છે કે જેના સંબંધમાં તેઓ શંકા કરે છે.

35

مَا کَانَ لِلّٰہِ اَنۡ یَّتَّخِذَ مِنۡ وَّلَدٍ ۙ سُبۡحٰنَہٗ ؕ اِذَا قَضٰۤی اَمۡرًا فَاِنَّمَا یَقُوۡلُ لَہٗ کُنۡ فَیَکُوۡنُ ﴿ؕ۳۵﴾

(૩૫) અલ્લાહના માટે મુનાસીબ નથી કે તે પોતાના માટે ફરઝંદ પસંદ કરે, તેની જાત પાક છે, જ્યારે તે કોઇ બાબત નક્કી કરી લ્યે ત્યારે ફકત તેને કહે કે : "થા" અને તે તરત જ થઇ જાય છે.

36

وَ اِنَّ اللّٰہَ رَبِّیۡ وَ رَبُّکُمۡ فَاعۡبُدُوۡہُ ؕ ہٰذَا صِرَاطٌ مُّسۡتَقِیۡمٌ ﴿۳۶﴾

(૩૬) અને બેશક અલ્લાહ મારો પરવરદિગાર છે અને તમારો પરવરદિગાર છે, માટે તમે તેની જ ઇબાદત કરો; આ જ સીધો રસ્તો છે.

37

فَاخۡتَلَفَ الۡاَحۡزَابُ مِنۡۢ بَیۡنِہِمۡ ۚ فَوَیۡلٌ لِّلَّذِیۡنَ کَفَرُوۡا مِنۡ مَّشۡہَدِ یَوۡمٍ عَظِیۡمٍ ﴿۳۷﴾

(૩૭) પછી તેઓમાંના અમુક સમૂહોએ અંદરો અંદર ઇખ્તેલાફ કર્યો, જેથી અફસોસ થાય તેઓ પર કે જેઓ મહાન દિવસે હાજર થવાનો ઇન્કાર કરે છે.

38

اَسۡمِعۡ بِہِمۡ وَ اَبۡصِرۡ ۙ یَوۡمَ یَاۡتُوۡنَنَا لٰکِنِ الظّٰلِمُوۡنَ الۡیَوۡمَ فِیۡ ضَلٰلٍ مُّبِیۡنٍ ﴿۳۸﴾

(૩૮) જે દિવસે તેઓ અમારી હજૂરમાં આવશે તે દિવસે તેઓ કેવા વાઝેહ સાંભળનાર અને કેવું ખુલ્લું જોનાર હશે ! પરંતુ આજે ઝાલિમો ખુલ્લી ગુમરાહીમાં છે.

39

وَ اَنۡذِرۡہُمۡ یَوۡمَ الۡحَسۡرَۃِ اِذۡ قُضِیَ الۡاَمۡرُ ۘ وَ ہُمۡ فِیۡ غَفۡلَۃٍ وَّ ہُمۡ لَا یُؤۡمِنُوۡنَ ﴿۳۹﴾

(૩૯) અને તેમને તે અફસોસનાક દિવસથી ડરાવ કે, જ્યારે બધા મામલાઓ ખત્મ થઇ જશે; જો કે (હમણાં) તેઓ ગફલતમાં છે અને તેઓ ઇમાન લાવતા નથી.

40

اِنَّا نَحۡنُ نَرِثُ الۡاَرۡضَ وَ مَنۡ عَلَیۡہَا وَ اِلَیۡنَا یُرۡجَعُوۡنَ ﴿٪۴۰﴾

(૪૦) બેશક અમે જ ઝમીનના તેમજ જેઓ તેના પર (વસે) છે તેમના વારસદાર છીએ, અને અમારી તરફ તેમને પાછા ફેરવવામાં આવશે.

41

وَ اذۡکُرۡ فِی الۡکِتٰبِ اِبۡرٰہِیۡمَ ۬ؕ اِنَّہٗ کَانَ صِدِّیۡقًا نَّبِیًّا ﴿۴۱﴾

(૪૧) અને આ કિતાબમાં ઇબ્રાહીમનો ઝિક્ર કર; બેશક તે બહુ સાચા બોલા નબી હતા.

42

اِذۡ قَالَ لِاَبِیۡہِ یٰۤاَبَتِ لِمَ تَعۡبُدُ مَا لَا یَسۡمَعُ وَ لَا یُبۡصِرُ وَ لَا یُغۡنِیۡ عَنۡکَ شَیۡئًا ﴿۴۲﴾

(૪૨) જ્યારે તેણે પોતાના (પાલક) પિતાને કહ્યું કે અય મારા વાલિદ! તું એવાઓની શા માટે ઇબાદત કરે છો કે જે ન કાંઇ સાંભળે છે અને ન કાંઇ જૂએ છે અને ન કંઇ મૂશ્કેલી દૂર કરી શકે છે?

43

یٰۤاَبَتِ اِنِّیۡ قَدۡ جَآءَنِیۡ مِنَ الۡعِلۡمِ مَا لَمۡ یَاۡتِکَ فَاتَّبِعۡنِیۡۤ اَہۡدِکَ صِرَاطًا سَوِیًّا ﴿۴۳﴾

(૪૩) અય મારા (પાલક) પિતા ! ખરેજ મારી પાસે એવુ ઇલ્મ આવ્યુ જે તારી પાસે નથી આવ્યું માટે તું મારી પૈરવી કર જેથી હું તને સાચા રસ્તાની હિદાયત કરૂ.

44

یٰۤاَبَتِ لَا تَعۡبُدِ الشَّیۡطٰنَ ؕ اِنَّ الشَّیۡطٰنَ کَانَ لِلرَّحۡمٰنِ عَصِیًّا ﴿۴۴﴾

(૪૪) અય મારા (પાલક) પિતા ! તું શેતાનની ઇબાદત ન કર, બેશક શેતાન રહેમાન (અલ્લાહ)નો નાફરમાન છે.

45

یٰۤاَبَتِ اِنِّیۡۤ اَخَافُ اَنۡ یَّمَسَّکَ عَذَابٌ مِّنَ الرَّحۡمٰنِ فَتَکُوۡنَ لِلشَّیۡطٰنِ وَلِیًّا ﴿۴۵﴾

(૪૫) અય મારા (પાલક) પિતા ! બેશક હું ડરૂં છું કે રહેમાન (ખુદા) તરફથી તારી ઉપર અઝાબ આવી પહોંચે, પરિણામે તું શેતાનનો સાથી બની જા!

46

قَالَ اَرَاغِبٌ اَنۡتَ عَنۡ اٰلِہَتِیۡ یٰۤـاِبۡرٰہِیۡمُ ۚ لَئِنۡ لَّمۡ تَنۡتَہِ لَاَرۡجُمَنَّکَ وَ اہۡجُرۡنِیۡ مَلِیًّا ﴿۴۶﴾

(૪૬) તેણે કહ્યું: અય ઇબ્રાહીમ ! શું તું મારા માઅબૂદોથી મોઢું ફેરવીશ? જો તું નહિં અટકે તો હું ચોક્કસ તને સંગસાર કરીશ અને પછી તું લાંબી મુદ્દત સુધી મારાથી જૂદો થઇ જઇશ.

47

قَالَ سَلٰمٌ عَلَیۡکَ ۚ سَاَسۡتَغۡفِرُ لَکَ رَبِّیۡ ؕ اِنَّہٗ کَانَ بِیۡ حَفِیًّا ﴿۴۷﴾

(૪૭) તેણે (ઇબ્રાહીમે) કહ્યું : તારા પર સલામ થાય, નજીકમાં જ હું મારા પરવરદિગાર પાસે તારા માટે ઇસ્તિગફાર કરીશ કારણકે તે મારા પ્રત્યે હંમેશાથી મહેરબાન છે.

48

وَ اَعۡتَزِلُکُمۡ وَ مَا تَدۡعُوۡنَ مِنۡ دُوۡنِ اللّٰہِ وَ اَدۡعُوۡا رَبِّیۡ ۫ۖ عَسٰۤی اَلَّاۤ اَکُوۡنَ بِدُعَآءِ رَبِّیۡ شَقِیًّا ﴿۴۸﴾

(૪૮) હું તમારાથી અને જેને તમે અલ્લાહ સિવાય પોકારો છો તેમનાથી દૂર થાવ છું અને હું મારા રબને જ પૂકારૂ છુ, આશા છે કે હું મારા રબ પાસે દુઆ બાબતે મહેરૂમ રહીશ નહિ.

49

فَلَمَّا اعۡتَزَلَہُمۡ وَ مَا یَعۡبُدُوۡنَ مِنۡ دُوۡنِ اللّٰہِ ۙ وَہَبۡنَا لَہٗۤ اِسۡحٰقَ وَ یَعۡقُوۡبَ ؕ وَ کُلًّا جَعَلۡنَا نَبِیًّا ﴿۴۹﴾

(૪૯) અને જ્યારે તેણે -તેઓને અને જે વસ્તુઓને તેઓ અલ્લાહના સિવાય ઇબાદત કરતા હતા,- મૂકી દીધા ત્યારે અમોએ તેને ઇસ્હાક તથા યાકૂબ આપ્યા અને દરેકને નબી બનાવ્યા.

50

وَ وَہَبۡنَا لَہُمۡ مِّنۡ رَّحۡمَتِنَا وَ جَعَلۡنَا لَہُمۡ لِسَانَ صِدۡقٍ عَلِیًّا ﴿٪۵۰﴾

(૫૦) તેઓને અમોએ અમારી રહેમતમાંથી હિસ્સો આપ્યો અને તેઓ માટે (લોકો દરમ્યાન) નેકનામી અને બુલંદ દરજ્જો અતા કર્યો.

51

وَ اذۡکُرۡ فِی الۡکِتٰبِ مُوۡسٰۤی ۫ اِنَّہٗ کَانَ مُخۡلَصًا وَّ کَانَ رَسُوۡلًا نَّبِیًّا ﴿۵۱﴾

(૫૧) અને આ કિતાબમાં મૂસાનો ઝિક્ર કર; કે તે મુખલીસ (નિખાલસ) હતો તથા એક રસૂલ અને નબી હતો.

52

وَ نَادَیۡنٰہُ مِنۡ جَانِبِ الطُّوۡرِ الۡاَیۡمَنِ وَ قَرَّبۡنٰہُ نَجِیًّا ﴿۵۲﴾

(૫૨) અને તેને અમોએ તૂર (પર્વત)ની જમણી બાજૂથી અવાજ કર્યો, અને અમોએ તેને રાઝની વાતો કરતા-કરતા વધુ નજદીક લાવ્યા.

53

وَ وَہَبۡنَا لَہٗ مِنۡ رَّحۡمَتِنَاۤ اَخَاہُ ہٰرُوۡنَ نَبِیًّا ﴿۵۳﴾

(૫૩) અને અમોએ અમારી રહેમતથી તેને તેના ભાઇ હારૂનને -કે જે નબી હતા- અતા કર્યો.

54

وَ اذۡکُرۡ فِی الۡکِتٰبِ اِسۡمٰعِیۡلَ ۫ اِنَّہٗ کَانَ صَادِقَ الۡوَعۡدِ وَ کَانَ رَسُوۡلًا نَّبِیًّا ﴿ۚ۵۴﴾

(૫૪) અને આ કિતાબમાં ઇસ્માઇલનો ઝિક્ર કર કે જે તે વાયદાને પાળનાર અને રસૂલ તથા નબી હતા.

55

وَ کَانَ یَاۡمُرُ اَہۡلَہٗ بِالصَّلٰوۃِ وَ الزَّکٰوۃِ ۪ وَ کَانَ عِنۡدَ رَبِّہٖ مَرۡضِیًّا ﴿۵۵﴾

(૫૫) અને તે સતત પોતાના કુટુંબીઓને નમાઝનો તથા ઝકાતનો હુકમ આપતા હતા અને તેનો પરવરદિગાર તેનાથી રાજી હતો.

56

وَ اذۡکُرۡ فِی الۡکِتٰبِ اِدۡرِیۡسَ ۫ اِنَّہٗ کَانَ صِدِّیۡقًا نَّبِیًّا ﴿٭ۙ۵۶﴾

(૫૬) અને આ કિતાબમાં ઇદરીસનો ઝિક્ર કર કે જે બહુજ સાચુ બોલનાર નબી હતા.

57

وَّ رَفَعۡنٰہُ مَکَانًا عَلِیًّا ﴿۵۷﴾

(૫૭) અને અમો તેને બુલંદ મકામ પર લઇ ગયા.

58

اُولٰٓئِکَ الَّذِیۡنَ اَنۡعَمَ اللّٰہُ عَلَیۡہِمۡ مِّنَ النَّبِیّٖنَ مِنۡ ذُرِّیَّۃِ اٰدَمَ ٭ وَ مِمَّنۡ حَمَلۡنَا مَعَ نُوۡحٍ ۫ وَّ مِنۡ ذُرِّیَّۃِ اِبۡرٰہِیۡمَ وَ اِسۡرَآءِیۡلَ ۫ وَ مِمَّنۡ ہَدَیۡنَا وَ اجۡتَبَیۡنَا ؕ اِذَا تُتۡلٰی عَلَیۡہِمۡ اٰیٰتُ الرَّحۡمٰنِ خَرُّوۡا سُجَّدًا وَّ بُکِیًّا ﴿ٛ۵۸﴾

(૫૮) આ નબીઓ છે કે જેમના પર અલ્લાહે નેઅમતો નાઝિલ કરી કે જેઓ આદમની ઔલાદમાંથી હતા, અને જેઓને અમે નૂહની સાથે હોડીમાં સવાર કર્યા હતા તથા જેઓ ઇબ્રાહીમ અને ઇસરાઇલની ઔલાદમાંથી હતા, કે જેમને અમોએ હિદાયત કરી અને ચૂંટી કાઢયા, જયારે તેમની સામે રહેમાન (ખુદા)ની આયતો પઢવામાં આવતી ત્યારે સિજદામાં પડી જતા અને રોતા હતા.

59

فَخَلَفَ مِنۡۢ بَعۡدِہِمۡ خَلۡفٌ اَضَاعُوا الصَّلٰوۃَ وَ اتَّبَعُوا الشَّہَوٰتِ فَسَوۡفَ یَلۡقَوۡنَ غَیًّا ﴿ۙ۵۹﴾

(૫૯) પરંતુ તેમના બાદ એવા લોકો આવ્યા કે જેમણે નમાઝને બરબાદ કરી અને શેહવતોની પેરવી કરી, જલ્દી તેઓ ગુમરાહી(ના અઝાબ)ને જોશે.

60

اِلَّا مَنۡ تَابَ وَ اٰمَنَ وَ عَمِلَ صَالِحًا فَاُولٰٓئِکَ یَدۡخُلُوۡنَ الۡجَنَّۃَ وَ لَا یُظۡلَمُوۡنَ شَیۡئًا ﴿ۙ۶۰﴾

(૬૦) સિવાય તેમના કે જેઓ તૌબા કરે તથા ઇમાન લાવે તથા નેક અમલ કરે, તો એ લોકો જન્નતમાં દાખલ થશે, અને તેમના પર લેશમાત્ર પણ ઝુલ્મ કરવામાં નહિ આવે.

61

جَنّٰتِ عَدۡنِۣ الَّتِیۡ وَعَدَ الرَّحۡمٰنُ عِبَادَہٗ بِالۡغَیۡبِ ؕ اِنَّہٗ کَانَ وَعۡدُہٗ مَاۡتِیًّا ﴿۶۱﴾

(૬૧) હંમેશા રહેનારી જન્નતો કે જેનો વાયદો રહેમાન અલ્લાહે પોતાના બંદાઓને બતાવ્યા વિના કરી દીધો છે; બેશક તેનો વાયદો પૂરો થઇને જ રહેશે.

62

لَا یَسۡمَعُوۡنَ فِیۡہَا لَغۡوًا اِلَّا سَلٰمًا ؕ وَ لَہُمۡ رِزۡقُہُمۡ فِیۡہَا بُکۡرَۃً وَّ عَشِیًّا ﴿۶۲﴾

(૬૨) તેમાં તેઓ “સલામ” સિવાય કંઇપણ નકામી વાત સાંભળશે નહિ; અને તેમાં તેમની માટે રોઝી સવાર સાંજ (તૈયાર) હશે.

63

تِلۡکَ الۡجَنَّۃُ الَّتِیۡ نُوۡرِثُ مِنۡ عِبَادِنَا مَنۡ کَانَ تَقِیًّا ﴿۶۳﴾

(૬૩) આ એ જ જન્નત છે કે જેનો વારસો અમે અમારા મુત્તકી બંદાઓને આપશું.

64

وَ مَا نَتَنَزَّلُ اِلَّا بِاَمۡرِ رَبِّکَ ۚ لَہٗ مَا بَیۡنَ اَیۡدِیۡنَا وَ مَا خَلۡفَنَا وَ مَا بَیۡنَ ذٰلِکَ ۚ وَ مَا کَانَ رَبُّکَ نَسِیًّا ﴿ۚ۶۴﴾

(૬૪) અને (અય પયગંબર!) અમે તારા પરવરદિગારના હુકમ વગર નાઝિલ થતા નથી; અમારી સામે જે કાંઇ છે તથા જે કાંઇ અમારી પાછળ છે તથા જે કાંઇ તે બન્નેની વચ્ચે છે તે બધુ તેના જ ઇખ્તેયારમાં છે, અને તારો પરવરદિગાર ભૂલી જનાર નથી.

65

رَبُّ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ وَ مَا بَیۡنَہُمَا فَاعۡبُدۡہُ وَ اصۡطَبِرۡ لِعِبَادَتِہٖ ؕ ہَلۡ تَعۡلَمُ لَہٗ سَمِیًّا ﴿٪۶۵﴾

(૬૫) તે આસમાનો તથા ઝમીનનો અને જે કાંઇ તેમની વચ્ચે છે તેનો પરવરદિગાર છે, માટે તું તેની જ ઇબાદત કર અને તેની ઇબાદતમાં સબર કર; શું તું કોઇને તેની જેવો જાણે છો?!

66

وَ یَقُوۡلُ الۡاِنۡسَانُ ءَ اِذَا مَا مِتُّ لَسَوۡفَ اُخۡرَجُ حَیًّا ﴿۶۶﴾

(૬૬) અને ઇન્સાન કહે છે: જ્યારે હું મરી જઇશ ત્યારે શું મને જીવતો (કબ્રમાંથી) કાઢવામાં આવશે?

67

اَوَ لَا یَذۡکُرُ الۡاِنۡسَانُ اَنَّا خَلَقۡنٰہُ مِنۡ قَبۡلُ وَ لَمۡ یَکُ شَیۡئًا ﴿۶۷﴾

(૬૭) શું ઇન્સાનને યાદ નથી કે અમોએ તેને અગાઉ પેદા કર્યો હતો કે જ્યારે તે કાંઇ પણ ન હતો?

68

فَوَ رَبِّکَ لَنَحۡشُرَنَّہُمۡ وَ الشَّیٰطِیۡنَ ثُمَّ لَنُحۡضِرَنَّہُمۡ حَوۡلَ جَہَنَّمَ جِثِیًّا ﴿ۚ۶۸﴾

(૬૮) માટે તારા પરવરદિગારની કસમ! અમે તેઓ બધાને શેતાનોની સાથે જરૂર ભેગાં કરીશું, પછી જરૂર અમો તેમને જહન્નમની આસપાસ ગોઠણભેર હાજર કરીશું.

69

ثُمَّ لَنَنۡزِعَنَّ مِنۡ کُلِّ شِیۡعَۃٍ اَیُّہُمۡ اَشَدُّ عَلَی الرَّحۡمٰنِ عِتِیًّا ﴿ۚ۶۹﴾

(૬૯) પછી અમે દરેક ગિરોહમાંથી તેને અલગ કરશુ કે જે રહેમાન (ખુદા)ની સામે સૌથી વધારે નાફરમાની કરનાર હતો.

70

ثُمَّ لَنَحۡنُ اَعۡلَمُ بِالَّذِیۡنَ ہُمۡ اَوۡلٰی بِہَا صِلِیًّا ﴿۷۰﴾

(૭૦) તે પછી જેઓ જહન્નમમાં ફેંકવા માટે વધારે લાયક છે તેમનાથી અમે સારી રીતે વાકેફ છીએ.

71

وَ اِنۡ مِّنۡکُمۡ اِلَّا وَارِدُہَا ۚ کَانَ عَلٰی رَبِّکَ حَتۡمًا مَّقۡضِیًّا ﴿ۚ۷۱﴾

(૭૧) અને તમારામાંથી એક પણ એવો નથી કે જે તેમાં દાખલ નહિ થાય; (અને) આ બાબત તારા પરવરદિગાર પર નિશ્ચિત થયેલ છે.

72

ثُمَّ نُنَجِّی الَّذِیۡنَ اتَّقَوۡا وَّ نَذَرُ الظّٰلِمِیۡنَ فِیۡہَا جِثِیًّا ﴿۷۲﴾

(૭૨) પછી જેઓએ પરહેઝગારી કરી તેમને અમે નજાત આપીશું, અને ઝાલિમોને તેમાંજ ગોંઠણભર પડેલા છોડી દઇશું.

73

وَ اِذَا تُتۡلٰی عَلَیۡہِمۡ اٰیٰتُنَا بَیِّنٰتٍ قَالَ الَّذِیۡنَ کَفَرُوۡا لِلَّذِیۡنَ اٰمَنُوۡۤا ۙ اَیُّ الۡفَرِیۡقَیۡنِ خَیۡرٌ مَّقَامًا وَّ اَحۡسَنُ نَدِیًّا ﴿۷۳﴾

(૭૩) અને જ્યારે અમારી વાઝેહ (સ્પષ્ટ) આયતો તેમની સામે પઢવામાં આવે છે ત્યારે નાસ્તિકો મોઅમીનોને કહે છે કે બંને ગિરોહમાંથી કોણો દરજ્જો બહેતર છે અને કોણી મહેફીલ જામેલ છે ?

74

وَ کَمۡ اَہۡلَکۡنَا قَبۡلَہُمۡ مِّنۡ قَرۡنٍ ہُمۡ اَحۡسَنُ اَثَاثًا وَّ رِءۡیًا ﴿۷۴﴾

(૭૪) અને અમો તેમની પહેલાં કેટલીયે કોમનો નાશ કરી ચૂક્યા છીએ, જેઓ માલમત્તા તથા દેખાવમાં બહેતર હતા.

75

قُلۡ مَنۡ کَانَ فِی الضَّلٰلَۃِ فَلۡیَمۡدُدۡ لَہُ الرَّحۡمٰنُ مَدًّا ۬ۚ حَتّٰۤی اِذَا رَاَوۡا مَا یُوۡعَدُوۡنَ اِمَّا الۡعَذَابَ وَ اِمَّا السَّاعَۃَ ؕ فَسَیَعۡلَمُوۡنَ مَنۡ ہُوَ شَرٌّ مَّکَانًا وَّ اَضۡعَفُ جُنۡدًا ﴿۷۵﴾

(૭૫) તું કહે : જે ગુમરાહીમાં છે તેને રહેમાન (અલ્લાહ) મોહલત આપશે જેથી જેનો વાયદો આપવામાં આવ્યો છે તે અઝાબ અથવા (કયામતની) ઘડી જોઇ લ્યે પછી તેઓ જાણી લેશે કોની જગ્યા વધારે ખરાબ છે અને કોનું લશ્કર વધારે કમજોર છે!

76

وَ یَزِیۡدُ اللّٰہُ الَّذِیۡنَ اہۡتَدَوۡا ہُدًی ؕ وَ الۡبٰقِیٰتُ الصّٰلِحٰتُ خَیۡرٌ عِنۡدَ رَبِّکَ ثَوَابًا وَّ خَیۡرٌ مَّرَدًّا ﴿۷۶﴾

(૭૬) અને જેઓ હિદાયત પામેલા છે અલ્લાહ તેની હિદાયતમાં વધારો કરે છે, અને બાકી રહેનાર સારા કાર્યો તારા પરવરદિગારની પાસે સવાબને રૂએ અને પરિણામની રૂએ બેહતર છે.

77

اَفَرَءَیۡتَ الَّذِیۡ کَفَرَ بِاٰیٰتِنَا وَ قَالَ لَاُوۡتَیَنَّ مَالًا وَّ وَلَدًا ﴿ؕ۷۷﴾

(૭૭) શું તે તેને જોયો કે જેને અમારી આયતોનો ઇન્કાર કર્યો અને કહ્યુ છે : મને જરૂર માલ અને ઔલાદ આપવામાં આવશે?

78

اَطَّلَعَ الۡغَیۡبَ اَمِ اتَّخَذَ عِنۡدَ الرَّحۡمٰنِ عَہۡدًا ﴿ۙ۷۸﴾

(૭૮) શું તેને ગેબની ખબર મળી ગયેલ છે અથવા રહેમાન પરવરદિગાર પાસેથી વાયદો લીધેલ છે?

79

کَلَّا ؕ سَنَکۡتُبُ مَا یَقُوۡلُ وَ نَمُدُّ لَہٗ مِنَ الۡعَذَابِ مَدًّا ﴿ۙ۷۹﴾

(૭૯) હરગિઝ નહિ; તે જે કાંઇ બોલે છે તે અમે લખી લઇએ છીએ, અને તેના અઝાબની મુદ્દત અમે લંબાવી દઇશું.

80

وَّ نَرِثُہٗ مَا یَقُوۡلُ وَ یَاۡتِیۡنَا فَرۡدًا ﴿۸۰﴾

(૮૦) અને જે કાંઇ તે કહે છે (માલ અને ઔલાદ વિશે) અમે તેના વારસદાર થઇ જઇશું અને તે એકલો અમારી પાસે આવશે.

81

وَ اتَّخَذُوۡا مِنۡ دُوۡنِ اللّٰہِ اٰلِہَۃً لِّیَکُوۡنُوۡا لَہُمۡ عِزًّا ﴿ۙ۸۱﴾

(૮૧) અને તેઓએ અલ્લાહ સિવાયના માઅબૂદ પસંદ કર્યા જેથી તેઓ તેમના માટે ઇઝઝતનું કારણ બને;

82

کَلَّا ؕ سَیَکۡفُرُوۡنَ بِعِبَادَتِہِمۡ وَ یَکُوۡنُوۡنَ عَلَیۡہِمۡ ضِدًّا ﴿٪۸۲﴾

(૮૨) તેમ હરગિઝ નહિ થાય, નજીકમાં જ તેઓ તેમની ઇબાદતનો ઇન્કાર કરશે અને તેમના જ મુખાલીફ બની જશે.

83

اَلَمۡ تَرَ اَنَّـاۤ اَرۡسَلۡنَا الشَّیٰطِیۡنَ عَلَی الۡکٰفِرِیۡنَ تَؤُزُّہُمۡ اَزًّا ﴿ۙ۸۳﴾

(૮૩) શું તું નથી જોતો કે અમોએ શેતાનોને નાસ્તિકો તરફ મોકલી દીધા જેથી તેમને સખ્ત ઊશ્કેર્યા કરે?

84

فَلَا تَعۡجَلۡ عَلَیۡہِمۡ ؕ اِنَّمَا نَعُدُّ لَہُمۡ عَدًّا ﴿ۚ۸۴﴾

(૮૪) માટે તું તેમના સંબંધમાં (અઝાબની) ઉતાવળ ન કર; અમે સરખી રીતે તેમ(ના આમાલ)ની ગણતરી કરી રહ્યા છીએ.

85

یَوۡمَ نَحۡشُرُ الۡمُتَّقِیۡنَ اِلَی الرَّحۡمٰنِ وَفۡدًا ﴿ۙ۸۵﴾

(૮૫) તે દિવસે પરહેઝગારોને રહેમાન પાસે ગિરોહ-ગિરોહ મહેશૂર કરવામાં આવશે.

86

وَّ نَسُوۡقُ الۡمُجۡرِمِیۡنَ اِلٰی جَہَنَّمَ وِرۡدًا ﴿ۘ۸۶﴾

(૮૬) અને મુજરીમોને અમે પ્યાસા જહન્નમ તરફ હંકારીશું.

87

لَا یَمۡلِکُوۡنَ الشَّفَاعَۃَ اِلَّا مَنِ اتَّخَذَ عِنۡدَ الرَّحۡمٰنِ عَہۡدًا ﴿ۘ۸۷﴾

(૮૭) તે વખતે કોઇને પણ શફાઅત કરવાનો ઇખ્તીયાર નહી હોય, સિવાય કે જેણે રહેમાન ખુદા પાસે વાયદો લીધેલ છે.

88

وَ قَالُوا اتَّخَذَ الرَّحۡمٰنُ وَلَدًا ﴿ؕ۸۸﴾

(૮૮) અને તેઓએ કહ્યુ કે રહેમાન (અલ્લાહ)એ એક ફરઝંદ પસંદ કર્યો.

89

لَقَدۡ جِئۡتُمۡ شَیۡئًا اِدًّا ﴿ۙ۸۹﴾

(૮૯) બેશક તમોએ ખરાબ વાત કરી:

90

تَکَادُ السَّمٰوٰتُ یَتَفَطَّرۡنَ مِنۡہُ وَ تَنۡشَقُّ الۡاَرۡضُ وَ تَخِرُّ الۡجِبَالُ ہَدًّا ﴿ۙ۹۰﴾

(૯૦) નજીક છે કે આસમાનો ફાટી પડે, અને ઝમીન ચિરાઇ જાય, અને પહાડ ઝડપથી તૂટી પડે.

91

اَنۡ دَعَوۡا لِلرَّحۡمٰنِ وَلَدًا ﴿ۚ۹۱﴾

(૯૧) કે તેઓએ રહેમાન (અલ્લાહ)ને ફરઝંદ હોવાનો દાવો કર્યો.

92

وَ مَا یَنۡۢبَغِیۡ لِلرَّحۡمٰنِ اَنۡ یَّتَّخِذَ وَلَدًا ﴿ؕ۹۲﴾

(૯૨) અને રહેમાન (અલ્લાહ) માટે યોગ્ય નથી કે પોતાના માટે ફરઝંદ પસંદ કરે.

93

اِنۡ کُلُّ مَنۡ فِی السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ اِلَّاۤ اٰتِی الرَّحۡمٰنِ عَبۡدًا ﴿ؕ۹۳﴾

(૯૩) આસમાન તથા ઝમીનમાં કોઇપણ એવો નથી સિવાય કે તે રહેમાન (પરવરદિગાર)ની પાસે બંદો બનીને આવે.

94

لَقَدۡ اَحۡصٰہُمۡ وَ عَدَّہُمۡ عَدًّا ﴿ؕ۹۴﴾

(૯૪) બેશક તે (અલ્લાહે) તેઓની ગણતરી કરી, સંપૂર્ણ રીતે ગણતરી કરી.

95

وَ کُلُّہُمۡ اٰتِیۡہِ یَوۡمَ الۡقِیٰمَۃِ فَرۡدًا ﴿۹۵﴾

(૯૫) અને તેઓ બધા કયામતના દિવસે તેની પાસે એકલા આવશે.

96

اِنَّ الَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ سَیَجۡعَلُ لَہُمُ الرَّحۡمٰنُ وُدًّا ﴿۹۶﴾

(૯૬) બેશક જેઓ ઇમાન લાવ્યા તથા નેક અમલ કર્યા નજીકમાં જ રહેમાન (અલ્લાહ) તેઓ માટે (દિલોમાં) મોહબ્બત પૈદા કરી દેશે.

97

فَاِنَّمَا یَسَّرۡنٰہُ بِلِسَانِکَ لِتُبَشِّرَ بِہِ الۡمُتَّقِیۡنَ وَ تُنۡذِرَ بِہٖ قَوۡمًا لُّدًّا ﴿۹۷﴾

(૯૭) હકીકતમાં અમોએ આ (કુરઆન) તારી ઝબાન પર સહેલું કરી દીધું જેથી તું પરહેઝગારોને ખુશખબરી સંભળાવે અને ઝઘડાખોરોને તેનાથી ચેતવે.

98

وَ کَمۡ اَہۡلَکۡنَا قَبۡلَہُمۡ مِّنۡ قَرۡنٍ ؕ ہَلۡ تُحِسُّ مِنۡہُمۡ مِّنۡ اَحَدٍ اَوۡ تَسۡمَعُ لَہُمۡ رِکۡزًا ﴿٪۹۸﴾

(૯૮) અને અમોએ તેમની પહેલાં કેટલીયે નસ્લોનો નાશ કરી નાખ્યો. શું તું તેઓમાંથી કોઇ એકના હોવાનો અહેસાસ કરે છો? અથવા તેમનો ધીમો અવાજ સાંભળે છો?