Al-Isra
سورة الإسراء
سُبۡحٰنَ الَّذِیۡۤ اَسۡرٰی بِعَبۡدِہٖ لَیۡلًا مِّنَ الۡمَسۡجِدِ الۡحَرَامِ اِلَی الۡمَسۡجِدِ الۡاَقۡصَا الَّذِیۡ بٰرَکۡنَا حَوۡلَہٗ لِنُرِیَہٗ مِنۡ اٰیٰتِنَا ؕ اِنَّہٗ ہُوَ السَّمِیۡعُ الۡبَصِیۡرُ ﴿۱﴾
(૧) પાક છે તે જાત કે જે રાતો રાત પોતાના બંદાને મસ્જિદુલ હરામથી મસ્જિદે અકસા લઇ ગયો જેની આસપાસને અમોએ બરકતવાળી બનાવી કે જેથી અમે તેને અમારી અમુક નિશાનીઓ દેખાડી દઇએ; બેશક તે સાંભળનાર, દેખનારો છે.
فَاِذَا جَآءَ وَعۡدُ اُوۡلٰىہُمَا بَعَثۡنَا عَلَیۡکُمۡ عِبَادًا لَّنَاۤ اُولِیۡ بَاۡسٍ شَدِیۡدٍ فَجَاسُوۡا خِلٰلَ الدِّیَارِ ؕ وَ کَانَ وَعۡدًا مَّفۡعُوۡلًا ﴿۵﴾
(૫) પછી જ્યારે બે વાયદાઓમાંના પહેલાનો સમય આવશે ત્યારે અમોએ તમારી ખિલાફ અમારા તાકતવર બંદાઓ મુકર્રર કરશુ એટલે સુધી કે તેઓએ (ગુનેહગારોની) ઘરોમાં શોધખોળ કરશે અને આ ચોક્કસ પૂરો થનાર વાયદો છે.
اِنۡ اَحۡسَنۡتُمۡ اَحۡسَنۡتُمۡ لِاَنۡفُسِکُمۡ ۟ وَ اِنۡ اَسَاۡتُمۡ فَلَہَا ؕ فَاِذَا جَآءَ وَعۡدُ الۡاٰخِرَۃِ لِیَسُوۡٓءٗا وُجُوۡہَکُمۡ وَ لِیَدۡخُلُوا الۡمَسۡجِدَ کَمَا دَخَلُوۡہُ اَوَّلَ مَرَّۃٍ وَّ لِیُتَبِّرُوۡا مَا عَلَوۡا تَتۡبِیۡرًا ﴿۷﴾
(૭) અગર તમે કોઇ નેકી કરશો તો તમારા પોતાના માટે જ નેકી કરશો, અને જો તમે બદી કરશો તો તે તમારા માટે નુકસાનકારક છે પછી જયારે બીજા વાયદાનો સમય આવશે ત્યારે (દુશ્મન આવશે જેથી) તમારી હાલતને બગાડે અને તેઓ મસ્જિદમાં એવી રીતે દાખલ થાય કે જેવી રીતે તેઓ પહેલી વખત તેમાં દાખલ થયા હતા, અને પછી તેઓ જે વસ્તુઓ પર કાબૂ હાંસિલ કરશે તેને સંપૂર્ણપણે નાશ કરી નાખશે.
اِنَّ ہٰذَا الۡقُرۡاٰنَ یَہۡدِیۡ لِلَّتِیۡ ہِیَ اَقۡوَمُ وَ یُبَشِّرُ الۡمُؤۡمِنِیۡنَ الَّذِیۡنَ یَعۡمَلُوۡنَ الصّٰلِحٰتِ اَنَّ لَہُمۡ اَجۡرًا کَبِیۡرًا ۙ﴿۹﴾
(૯) બેશક આ કુરઆન તે રસ્તાની હિદાયત કરે છે કે જે સૌથી મજબૂત છે અને મોઅમીનોને કે જેઓ નેકીઓ કરે છે તેમને ખુશખબર સંભળાવે છે કે તેમના માટે મોટો બદલો છે.
وَ جَعَلۡنَا الَّیۡلَ وَ النَّہَارَ اٰیَتَیۡنِ فَمَحَوۡنَاۤ اٰیَۃَ الَّیۡلِ وَ جَعَلۡنَاۤ اٰیَۃَ النَّہَارِ مُبۡصِرَۃً لِّتَبۡتَغُوۡا فَضۡلًا مِّنۡ رَّبِّکُمۡ وَ لِتَعۡلَمُوۡا عَدَدَ السِّنِیۡنَ وَ الۡحِسَابَ ؕ وَ کُلَّ شَیۡءٍ فَصَّلۡنٰہُ تَفۡصِیۡلًا ﴿۱۲﴾
(૧૨) અને અમોએ રાત તથા દિવસને બે નિશાનીઓ બનાવી પછી અમોએ રાતની નિશાનીને મિટાવીને દિવસની નિશાનીને રોશન કરી દીધી કે જેથી તમે તમારા પરવરદિગારના ફઝલને તલબ કરો, અને વર્ષોની ગણતરી તથા હિસાબ જાણો; અને દરેક વસ્તુને અમોએ વિસ્તારથી બયાન કરી દીધી.
مَنِ اہۡتَدٰی فَاِنَّمَا یَہۡتَدِیۡ لِنَفۡسِہٖ ۚ وَ مَنۡ ضَلَّ فَاِنَّمَا یَضِلُّ عَلَیۡہَا ؕ وَ لَا تَزِرُ وَازِرَۃٌ وِّزۡرَ اُخۡرٰی ؕ وَ مَا کُنَّا مُعَذِّبِیۡنَ حَتّٰی نَبۡعَثَ رَسُوۡلًا ﴿۱۵﴾
(૧૫) જેણે હિદાયત મેળવી તેણે પોતાના માટે હિદાયત મેળવી, અને જે ગુમરાહ થયો તે પોતાના નુકસાનમાં ગુમરાહ થયો; અને કોઇ બોજો ઊંચકનાર બીજા કોઇ (ગુનાહ)નો બોજો ઊંચકશે નહીં; અને અમે (કોઇને) અઝાબ આપતા નથી ત્યાં સુધી કે કોઇ રસૂલને મોકલીએ.
وَ اِذَاۤ اَرَدۡنَاۤ اَنۡ نُّہۡلِکَ قَرۡیَۃً اَمَرۡنَا مُتۡرَفِیۡہَا فَفَسَقُوۡا فِیۡہَا فَحَقَّ عَلَیۡہَا الۡقَوۡلُ فَدَمَّرۡنٰہَا تَدۡمِیۡرًا ﴿۱۶﴾
(૧૬) અને જયારે અમે કોઇ વસ્તીને હલાક કરવાનો ઇરાદો કરીએ ત્યારે તે વસ્તીના મુત્રેફીન (દોલતના નશામાં ભાન ભૂલેલા)ને અમારો હુકમ પહોંચાડીએ છીએ, પછી તેઓ તે બાબતે નાફરમાની કરે છે, પરિણામે તે (વસ્તી) ઉપર અઝાબનો વાયદો હક (યોગ્ય) પૂરવાર થાય છે. જેથી અમે તેનો મુકમ્મલ રીતે નાશ કરી નાખીએ છીએ.
مَنۡ کَانَ یُرِیۡدُ الۡعَاجِلَۃَ عَجَّلۡنَا لَہٗ فِیۡہَا مَا نَشَآءُ لِمَنۡ نُّرِیۡدُ ثُمَّ جَعَلۡنَا لَہٗ جَہَنَّمَ ۚ یَصۡلٰىہَا مَذۡمُوۡمًا مَّدۡحُوۡرًا ﴿۱۸﴾
(૧૮) જે કોઇ (ફકત) જલ્દી પસાર થનાર (દુનિયા)ને તલબ કરશે તો તેમાંથી તેના માટે અમે જે ચાહીએ છીએ તે આપશુ, પછી તેના માટે જહન્નમ નક્કી કરશું, તે તેમાં હાંકી કઢાયેલ અને ઝિલ્લતની હાલતમાં બળશે.
وَ قَضٰی رَبُّکَ اَلَّا تَعۡبُدُوۡۤا اِلَّاۤ اِیَّاہُ وَ بِالۡوَالِدَیۡنِ اِحۡسَانًا ؕ اِمَّا یَبۡلُغَنَّ عِنۡدَکَ الۡکِبَرَ اَحَدُہُمَاۤ اَوۡ کِلٰہُمَا فَلَا تَقُلۡ لَّہُمَاۤ اُفٍّ وَّ لَا تَنۡہَرۡہُمَا وَ قُلۡ لَّہُمَا قَوۡلًا کَرِیۡمًا ﴿۲۳﴾
(૨૩) અને તારા પરવરદિગારે ફેસલો કર્યો કે તમે તેના સિવાય બીજા કોઇની ઇબાદત ન કરો અને વાલેદૈન સાથે નેકી કરો. અગર તેઓ બંનેમાંથી એક અથવા બન્ને વૃદ્ઘાવસ્થાએ પહોંચી જાય તો તેમની સામે ઉફ પણ ન કર, તેમજ તેમના ઉપર વરસી ન પડ, અને તેમની સાથે નેક (સારી) વાત કર.
وَ لَا تَقۡتُلُوا النَّفۡسَ الَّتِیۡ حَرَّمَ اللّٰہُ اِلَّا بِالۡحَقِّ ؕ وَ مَنۡ قُتِلَ مَظۡلُوۡمًا فَقَدۡ جَعَلۡنَا لِوَلِیِّہٖ سُلۡطٰنًا فَلَا یُسۡرِفۡ فِّی الۡقَتۡلِ ؕ اِنَّہٗ کَانَ مَنۡصُوۡرًا ﴿۳۳﴾
(૩૩) અને અલ્લાહે મોહતરમ બનાવેલ જીવને કત્લ ન કરો સિવાય કે હક હોય; અને જે કોઇ મઝલૂમ કત્લ થાય તો અમે તેના વલીને (ઇન્તેકામ લેવાનો) ઇખ્તેયાર આપ્યો, પણ તે કત્લમાં હદ બહાર જાય નહિ; કારણકે તેની મદદ કરવામાં આવી છે.
وَ لَا تَقۡرَبُوۡا مَالَ الۡیَتِیۡمِ اِلَّا بِالَّتِیۡ ہِیَ اَحۡسَنُ حَتّٰی یَبۡلُغَ اَشُدَّہٗ ۪ وَ اَوۡفُوۡا بِالۡعَہۡدِ ۚ اِنَّ الۡعَہۡدَ کَانَ مَسۡـُٔوۡلًا ﴿۳۴﴾
(૩૪) અને યતીમના માલ પાસે ભલાઇ સિવાય જાઓ નહિ, જ્યાં સુધી કે તે પરિપકવ ન થઇ જાય; અને આપેલો વાયદો પૂરો કરો, બેશક (દરેક) વાયદા સંબંધી સવાલ કરવામાં આવશે.
ذٰلِکَ مِمَّاۤ اَوۡحٰۤی اِلَیۡکَ رَبُّکَ مِنَ الۡحِکۡمَۃِ ؕ وَ لَا تَجۡعَلۡ مَعَ اللّٰہِ اِلٰـہًا اٰخَرَ فَتُلۡقٰی فِیۡ جَہَنَّمَ مَلُوۡمًا مَّدۡحُوۡرًا ﴿۳۹﴾
(૩૯) જે હિકમતની વાતો તારા પરવરદિગારે તારી તરફ વહી કરી, તેમાંથી આ છે: અને તું અલ્લાહની સાથે બીજો માઅબૂદ બનાવ નહિં, (જો એમ કરીશ) તો મલામત અને હાંકી કાઢેલ હાલતમાં જહન્નમમાં ફેંકી દેવામાં આવીશ.
تُسَبِّحُ لَہُ السَّمٰوٰتُ السَّبۡعُ وَ الۡاَرۡضُ وَ مَنۡ فِیۡہِنَّ ؕ وَ اِنۡ مِّنۡ شَیۡءٍ اِلَّا یُسَبِّحُ بِحَمۡدِہٖ وَ لٰکِنۡ لَّا تَفۡقَہُوۡنَ تَسۡبِیۡحَہُمۡ ؕ اِنَّہٗ کَانَ حَلِیۡمًا غَفُوۡرًا ﴿۴۴﴾
(૪૪) સાતેય આસમાનો અને ઝમીન તથા જે બધા તેમાં છે તેઓ તેની તસ્બીહ કરે છે, અને એક પણ વસ્તુ એવી નથી કે જે તેના વખાણ અને તસ્બીહ કરતી ન હોય, પરંતુ તમો તેઓની તસ્બીહને સમજતા નથી; બેશક તે ખૂબ જ સહનશીલ, ક્ષમાવાન છે.
وَّ جَعَلۡنَا عَلٰی قُلُوۡبِہِمۡ اَکِنَّۃً اَنۡ یَّفۡقَہُوۡہُ وَ فِیۡۤ اٰذَانِہِمۡ وَقۡرًا ؕ وَ اِذَا ذَکَرۡتَ رَبَّکَ فِی الۡقُرۡاٰنِ وَحۡدَہٗ وَلَّوۡا عَلٰۤی اَدۡبَارِہِمۡ نُفُوۡرًا ﴿۴۶﴾
(૪૬) અને તેમના દિલો ઉપર અમોએ પડદા નાખી દીધા અને તેમના કાનો અમોએ ભારે કરી નાખ્યા, જેથી તેઓ તેને સમજી ન શકે; અને જયારે તું કુરઆનમાં તારા પરવરદિગારની તોહીદનો ઝિક્ર કરે છે ત્યારે તેઓ નફરત સાથે પીઠ ફેરવી લે છે.
نَحۡنُ اَعۡلَمُ بِمَا یَسۡتَمِعُوۡنَ بِہٖۤ اِذۡ یَسۡتَمِعُوۡنَ اِلَیۡکَ وَ اِذۡ ہُمۡ نَجۡوٰۤی اِذۡ یَقُوۡلُ الظّٰلِمُوۡنَ اِنۡ تَتَّبِعُوۡنَ اِلَّا رَجُلًا مَّسۡحُوۡرًا ﴿۴۷﴾
(૪૭) અમે તે સારી રીતે જાણીએ છીએ કે જ્યારે તેઓ તને કાન ધરી સાંભળે છે ત્યારે તેઓ શું સાંભળે છે! તેમજ જ્યારે તેઓ ખાનગીમાં વાતો કરે છે ત્યારે ઝાલિમો કહે છે : તમે જાદુ થયેલ ઇન્સાન સિવાય બીજા કોઇને અનુસરતા નથી.
اَوۡ خَلۡقًا مِّمَّا یَکۡبُرُ فِیۡ صُدُوۡرِکُمۡ ۚ فَسَیَقُوۡلُوۡنَ مَنۡ یُّعِیۡدُنَا ؕ قُلِ الَّذِیۡ فَطَرَکُمۡ اَوَّلَ مَرَّۃٍ ۚ فَسَیُنۡغِضُوۡنَ اِلَیۡکَ رُءُوۡسَہُمۡ وَ یَقُوۡلُوۡنَ مَتٰی ہُوَ ؕ قُلۡ عَسٰۤی اَنۡ یَّکُوۡنَ قَرِیۡبًا ﴿۵۱﴾
(૫૧) અથવા કોઇ બીજી મખ્લૂક કે જે તમારા વિચાર પ્રમાણે વધારે સખ્ત હોય, પછી તેઓ જલ્દી એમ કહેશે કે અમને પાછા કોણ ફેરવશે? તું કહે કે એ જ કે જેણે તમને પહેલી વાર પૈદા કર્યા, પછી તેઓ (નવાઇ સાથે) માથુ તમારી તરફ જૂકાવશે અને કહેશે, એ કયારે થશે ? તું કહે કે કદાચને તે નજીક હોય.
وَ قُلۡ لِّعِبَادِیۡ یَقُوۡلُوا الَّتِیۡ ہِیَ اَحۡسَنُ ؕ اِنَّ الشَّیۡطٰنَ یَنۡزَغُ بَیۡنَہُمۡ ؕ اِنَّ الشَّیۡطٰنَ کَانَ لِلۡاِنۡسَانِ عَدُوًّا مُّبِیۡنًا ﴿۵۳﴾
(૫૩) અને મારા બંદાઓને કહે કે તેઓ એવી વાત કરે કે જે સારી હોય કારણકે શૈતાન તેમની વચ્ચે અણબનાવ પેદા કરે છે; બેશક શૈતાન ઇન્સાનનો ખુલ્લો દુશ્મન છે.
رَبُّکُمۡ اَعۡلَمُ بِکُمۡ ؕ اِنۡ یَّشَاۡ یَرۡحَمۡکُمۡ اَوۡ اِنۡ یَّشَاۡ یُعَذِّبۡکُمۡ ؕ وَ مَاۤ اَرۡسَلۡنٰکَ عَلَیۡہِمۡ وَکِیۡلًا ﴿۵۴﴾
(૫૪) તમારો પરવરદિગાર તમારાથી વધારે જાણકાર છે; અગર તે ચાહશે તો તમારા પર રહેમ કરશે અથવા જો ચાહશે તો તમને અઝાબ આપશે; અને અમોએ તને તેમનો નિગેહબાન બનાવીને મોકલ્યો નથી.
وَ رَبُّکَ اَعۡلَمُ بِمَنۡ فِی السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ ؕ وَ لَقَدۡ فَضَّلۡنَا بَعۡضَ النَّبِیّٖنَ عَلٰی بَعۡضٍ وَّ اٰتَیۡنَا دَاوٗدَ زَبُوۡرًا ﴿۵۵﴾
(૫૫) અને આકાશો તથા ઝમીનમાં જે કોઇ છે તેનાથી તારો પરવરદિગાર સારી રીતે વાકેફ છે; અને ખરેજ અમોએ અમુક નબીઓને અમુક પર ફઝીલત આપી અને અમોએ દાવૂદને ઝબૂર અતા કરી.
اُولٰٓئِکَ الَّذِیۡنَ یَدۡعُوۡنَ یَبۡتَغُوۡنَ اِلٰی رَبِّہِمُ الۡوَسِیۡلَۃَ اَیُّہُمۡ اَقۡرَبُ وَ یَرۡجُوۡنَ رَحۡمَتَہٗ وَ یَخَافُوۡنَ عَذَابَہٗ ؕ اِنَّ عَذَابَ رَبِّکَ کَانَ مَحۡذُوۡرًا ﴿۵۷﴾
(૫૭) તેઓ જે (માઅબૂદો)ને પોકારે છે તેઓ પોતે તેમના પરવરદિગાર સુધી પહોંચવા માટે વસીલો શોધે છે, એવો વસીલો કે જે વધુ નઝદીક હોય, અને તે (અલ્લાહ)ની રહેમતની ઉમ્મીદ રાખે છે અને તેના અઝાબથી ડરે છે કારણકે તારા પરવરદિગારનો અઝાબ ચેતવા જેવો છે.
وَ اِنۡ مِّنۡ قَرۡیَۃٍ اِلَّا نَحۡنُ مُہۡلِکُوۡہَا قَبۡلَ یَوۡمِ الۡقِیٰمَۃِ اَوۡ مُعَذِّبُوۡہَا عَذَابًا شَدِیۡدًا ؕ کَانَ ذٰلِکَ فِی الۡکِتٰبِ مَسۡطُوۡرًا ﴿۵۸﴾
(૫૮) અને એક પણ વસ્તી એવી નથી સિવાય કે જેને અમે કયામતના દિવસ પહેલા હલાક કરીશું અથવા (જો તે નાફરમાન હોય તો) તેને સખ્ત અઝાબ આપીશું; આ (ઇલાહી) કિતાબમાં લખી દેવામાં આવ્યુ છે.
وَ مَا مَنَعَنَاۤ اَنۡ نُّرۡسِلَ بِالۡاٰیٰتِ اِلَّاۤ اَنۡ کَذَّبَ بِہَا الۡاَوَّلُوۡنَ ؕ وَ اٰتَیۡنَا ثَمُوۡدَ النَّاقَۃَ مُبۡصِرَۃً فَظَلَمُوۡا بِہَا ؕ وَ مَا نُرۡسِلُ بِالۡاٰیٰتِ اِلَّا تَخۡوِیۡفًا ﴿۵۹﴾
(૫૯) અને અમને નિશાનીઓ મોકલવામાં કાંઇ અડચણ નથી સિવાય કે અગાઉના લોકોએ (માંગણી મુજબની નિશાની આપવા છતાં) તેને જૂઠલાવી, જેમ કે અમોએ સમૂદને ખુલ્લી નિશાનીરૂપે ઊંટણી આપી, પણ તેઓએ તેની ઉપર ઝુલ્મ કર્યો, અને અમે નિશાનીઓ મોકલતા નથી સિવાય કે ડરાવવા માટે.
وَ اِذۡ قُلۡنَا لَکَ اِنَّ رَبَّکَ اَحَاطَ بِالنَّاسِ ؕ وَ مَا جَعَلۡنَا الرُّءۡیَا الَّتِیۡۤ اَرَیۡنٰکَ اِلَّا فِتۡنَۃً لِّلنَّاسِ وَ الشَّجَرَۃَ الۡمَلۡعُوۡنَۃَ فِی الۡقُرۡاٰنِ ؕ وَ نُخَوِّفُہُمۡ ۙ فَمَا یَزِیۡدُہُمۡ اِلَّا طُغۡیَانًا کَبِیۡرًا ﴿٪۶۰﴾
(૬૦) અને જ્યારે અમોએ તને કહ્યુ હતું કે બેશક તારા પરવરદિગાર (ના ઇલ્મ)એ લોકોને ઘેરેલ છે અમારૂ તમને સ્વપ્ન દેખાડવું અને કુરઆનમાં આવેલ લાનતી વૃક્ષ લોકોની આઝમાઇશ માટે હતુ અમે તેઓને ચેતવીએ છીએ પરંતુ તેઓમાં સખ્ત સરકશી સિવાય કંઇપણ વધારો થતો નથી.
وَ اِذۡ قُلۡنَا لِلۡمَلٰٓئِکَۃِ اسۡجُدُوۡا لِاٰدَمَ فَسَجَدُوۡۤا اِلَّاۤ اِبۡلِیۡسَ ؕ قَالَ ءَاَسۡجُدُ لِمَنۡ خَلَقۡتَ طِیۡنًا ﴿ۚ۶۱﴾
(૬૧) અને જયારે અમોએ ફરિશ્તાઓને કહ્યું: તમે આદમને સજદો કરો ત્યારે ઇબ્લીસ સિવાય બધાએ સજદો કર્યો. તેણે કહ્યું : શું હું તેને સજદો કરૂં કે જેને તે માટીથી પૈદા કર્યો છે?
قَالَ اَرَءَیۡتَکَ ہٰذَا الَّذِیۡ کَرَّمۡتَ عَلَیَّ ۫ لَئِنۡ اَخَّرۡتَنِ اِلٰی یَوۡمِ الۡقِیٰمَۃِ لَاَحۡتَنِکَنَّ ذُرِّیَّتَہٗۤ اِلَّا قَلِیۡلًا ﴿۶۲﴾
(૬૨) તેણે કહ્યું : શું આને તે મારા ઉપર ફઝીલત આપી છે ? અગર તું મને કયામત સુધીની મોહલત આપ તો ખરેખર હું તેની ઔલાદમાંથી થોડાક સિવાય બધાને જડમૂળથી ઉખેડી નાખીશ.
وَ اسۡتَفۡزِزۡ مَنِ اسۡتَطَعۡتَ مِنۡہُمۡ بِصَوۡتِکَ وَ اَجۡلِبۡ عَلَیۡہِمۡ بِخَیۡلِکَ وَ رَجِلِکَ وَ شَارِکۡہُمۡ فِی الۡاَمۡوَالِ وَ الۡاَوۡلَادِ وَ عِدۡہُمۡ ؕ وَ مَا یَعِدُہُمُ الشَّیۡطٰنُ اِلَّا غُرُوۡرًا ﴿۶۴﴾
(૬૪) અને તેઓમાંથી જેમને તું બહેકાવી શકતો હોય તેમને તારા અવાજ વડે બહેકાવી લે, અને તારા સવારો કે પ્યાદાઓને (ચાલકોને) તેઓ ઉપર મોકલ, અને તેમના માલ તથા ઔલાદમાં શરીક થઇ જા અને તેમનાથી વાયદા કર; જો કે શૈતાન તેમનાથી ધોકા સિવાય કાંઇ વાયદો કરશે નહિ.
وَ اِذَا مَسَّکُمُ الضُّرُّ فِی الۡبَحۡرِ ضَلَّ مَنۡ تَدۡعُوۡنَ اِلَّاۤ اِیَّاہُ ۚ فَلَمَّا نَجّٰىکُمۡ اِلَی الۡبَرِّ اَعۡرَضۡتُمۡ ؕ وَ کَانَ الۡاِنۡسَانُ کَفُوۡرًا ﴿۶۷﴾
(૬૭) અને જ્યારે તમારા પર દરિયામાં કોઇ આફત આવી પડે છે ત્યારે તેના સિવાય જે બીજાઓને તમે પોકારતા હતા તે સર્વે ગૂમ થઇ જાય છે, પછી જ્યારે તે તમને બચાવીને ઝમીન સુધી પહોંચાડી દે છે ત્યારે તમે મોંઢું ફેરવી લો છો; અને ઇન્સાન ઘણો જ નાશુક્રો છે.
اَمۡ اَمِنۡتُمۡ اَنۡ یُّعِیۡدَکُمۡ فِیۡہِ تَارَۃً اُخۡرٰی فَیُرۡسِلَ عَلَیۡکُمۡ قَاصِفًا مِّنَ الرِّیۡحِ فَیُغۡرِقَکُمۡ بِمَا کَفَرۡتُمۡ ۙ ثُمَّ لَا تَجِدُوۡا لَکُمۡ عَلَیۡنَا بِہٖ تَبِیۡعًا ﴿۶۹﴾
(૬૯) અથવા તમે તે (વાત)થી સલામત છો કે બીજી વખત તમને દરિયામાં લઇ જાય, પછી તે તમારા પર ખતરનાક તોફાન મોકલે અને જે નેઅમતોની તમે નાશુક્રી કરી તે બદલ તમને ડુબાડી દે? ત્યારે તમે તેના સંબંધમાં અમારી વિરૂઘ્ધ કોઇને મદદગાર પામશો નહી.
وَ لَقَدۡ کَرَّمۡنَا بَنِیۡۤ اٰدَمَ وَ حَمَلۡنٰہُمۡ فِی الۡبَرِّ وَ الۡبَحۡرِ وَ رَزَقۡنٰہُمۡ مِّنَ الطَّیِّبٰتِ وَ فَضَّلۡنٰہُمۡ عَلٰی کَثِیۡرٍ مِّمَّنۡ خَلَقۡنَا تَفۡضِیۡلًا ﴿٪۷۰﴾
(૭૦) અને બેશક અમોએ આદમની ઔલાદને ઇજ્જત આપી અને ઝમીન તથા દરિયામાં તેમને સવાર કર્યા અને પાક વસ્તુઓમાંથી તેમને રોઝી આપી અને અમારી ઘણી બધી મખ્લૂક ઉપર તેમને ફઝીલત આપી.
یَوۡمَ نَدۡعُوۡا کُلَّ اُنَاسٍۭ بِاِمَامِہِمۡ ۚ فَمَنۡ اُوۡتِیَ کِتٰبَہٗ بِیَمِیۡنِہٖ فَاُولٰٓئِکَ یَقۡرَءُوۡنَ کِتٰبَہُمۡ وَ لَا یُظۡلَمُوۡنَ فَتِیۡلًا ﴿۷۱﴾
(૭૧) જે દિવસે અમે દરેક ઉમ્મતને તેના ઇમામ સાથે બોલાવીશું, પછી જે શખ્સને તેનું નામએ આમાલ જમણા હાથમાં આપવામાં આવશે તેઓ પોતાના નામએ આમાલનામાને વાંચશે અને ખજૂરીના વાળ બરાબર પણ તેમની સાથે ઝુલ્મ કરવામાં આવશે નહિં.
وَ اِنۡ کَادُوۡا لَیَفۡتِنُوۡنَکَ عَنِ الَّذِیۡۤ اَوۡحَیۡنَاۤ اِلَیۡکَ لِتَفۡتَرِیَ عَلَیۡنَا غَیۡرَہٗ ٭ۖ وَ اِذًا لَّاتَّخَذُوۡکَ خَلِیۡلًا ﴿۷۳﴾
(૭૩) અને બેશક નજદીક હતુ કે જે કાંઇ અમોએ તારી ઉપર વહી કરી હતી તે બાબતે તને ધોકો આપે જેથી તુ તે (વહી) સિવાયની બીજી નિસ્બત અમારી તરફ આપ અને ત્યારે તને દોસ્ત બનાવી લે.
قُلۡ لَّئِنِ اجۡتَمَعَتِ الۡاِنۡسُ وَ الۡجِنُّ عَلٰۤی اَنۡ یَّاۡتُوۡا بِمِثۡلِ ہٰذَا الۡقُرۡاٰنِ لَا یَاۡتُوۡنَ بِمِثۡلِہٖ وَ لَوۡ کَانَ بَعۡضُہُمۡ لِبَعۡضٍ ظَہِیۡرًا ﴿۸۸﴾
(૮૮) તું કહે કે અગર ઇન્સાનો અને જિન્નાતો એ વાત માટે ભેગા થઇ જાય કે આ કુરઆનના જેવું (બીજું) બનાવી લાવે (તો પણ) તેના જેવું લાવી શકશે નહિ (પછી) ભલેને તેઓ એક બીજાના મદદગાર બની જાય.
اَوۡ یَکُوۡنَ لَکَ بَیۡتٌ مِّنۡ زُخۡرُفٍ اَوۡ تَرۡقٰی فِی السَّمَآءِ ؕ وَ لَنۡ نُّؤۡمِنَ لِرُقِیِّکَ حَتّٰی تُنَزِّلَ عَلَیۡنَا کِتٰبًا نَّقۡرَؤُہٗ ؕ قُلۡ سُبۡحَانَ رَبِّیۡ ہَلۡ کُنۡتُ اِلَّا بَشَرًا رَّسُوۡلًا ﴿٪۹۳﴾
(૯૩) અથવા તારા માટે એક સોનાનો મહેલ હોય અથવા તું આસમાનમાં ચઢી જાય; અને અમે તારા ચઢી જવા છતાંય ઇમાન નહિ લાવીએ જ્યાં સુધી કે અમારા પર એક એવુ લખાણ નાઝિલ કરે કે જેને અમે વાંચીએ; તું કહે કે મારો પરવરદિગાર પાક છે, શું હું એક પયગામ પહોંચાડનાર ઇન્સાન સિવાય કાંઇ છું?
وَ مَنۡ یَّہۡدِ اللّٰہُ فَہُوَ الۡمُہۡتَدِ ۚ وَ مَنۡ یُّضۡلِلۡ فَلَنۡ تَجِدَ لَہُمۡ اَوۡلِیَآءَ مِنۡ دُوۡنِہٖ ؕ وَ نَحۡشُرُہُمۡ یَوۡمَ الۡقِیٰمَۃِ عَلٰی وُجُوۡہِہِمۡ عُمۡیًا وَّ بُکۡمًا وَّ صُمًّا ؕ مَاۡوٰىہُمۡ جَہَنَّمُ ؕ کُلَّمَا خَبَتۡ زِدۡنٰہُمۡ سَعِیۡرًا ﴿۹۷﴾
(૯૭) અને જેની અલ્લાહ હિદાયત કરે છે, તે હિદાયત પામેલ છે, અને જેને તે ગુમરાહ કરી દે છે, પછી તેમના માટે તેના સિવાય તું બીજા કોઇને તેઓના સરપરસ્ત પામીશ નહિ; અને કયામતના દિવસે અમે તેમને ઊંધા મોઢે મહેશૂર કરીશું એવી હાલતમાં કે તેઓ આંધળા, મૂંગા અને બહેરા હશે; તેમનું ઠેકાણું જહન્નમ છે. જયારે તે (જહન્નમની આગ) ખામોશ થશે, ત્યારે અમે તેની જ્વાળાઓ વધારી દઇશુ.
ذٰلِکَ جَزَآؤُہُمۡ بِاَنَّہُمۡ کَفَرُوۡا بِاٰیٰتِنَا وَ قَالُوۡۤاءَ اِذَا کُنَّا عِظَامًا وَّ رُفَاتًاءَ اِنَّا لَمَبۡعُوۡثُوۡنَ خَلۡقًا جَدِیۡدًا ﴿۹۸﴾
(૯૮) તેઓની આ સજા છે અમારી આયતોને જૂઠલાવવાના કારણે અને કહ્યું કે શું જયારે અમે હાડકાં અને સડેલી માટી બની જઇશું ત્યારે અમને ફરીથી જીવંત કરીને ઉઠાડવામાં આવશે?
اَوَ لَمۡ یَرَوۡا اَنَّ اللّٰہَ الَّذِیۡ خَلَقَ السَّمٰوٰتِ وَ الۡاَرۡضَ قَادِرٌ عَلٰۤی اَنۡ یَّخۡلُقَ مِثۡلَہُمۡ وَ جَعَلَ لَہُمۡ اَجَلًا لَّا رَیۡبَ فِیۡہِ ؕ فَاَبَی الظّٰلِمُوۡنَ اِلَّا کُفُوۡرًا ﴿۹۹﴾
(૯૯) શું તેઓ નથી જોયુ કે બેશક અલ્લાહ કે જેણે આકાશો તથા ઝમીનને પૈદા કર્યા, તેમના જેવા જ બીજા (ઝમીન આસમાન) પણ પૈદા કરવાની કુદરત ધરાવે છે ? અને તેણે તેમના માટે એક મુદ્દત નક્કી કરી દીધી જેમાં કોઇ પ્રકારની શંકા નથી; છતાંય આ ઝાલિમો નાસ્તિકપણા સિવાય (દરેક ચીઝ)નો ઇન્કાર કરે છે.
قُلۡ لَّوۡ اَنۡتُمۡ تَمۡلِکُوۡنَ خَزَآئِنَ رَحۡمَۃِ رَبِّیۡۤ اِذًا لَّاَمۡسَکۡتُمۡ خَشۡیَۃَ الۡاِنۡفَاقِ ؕ وَ کَانَ الۡاِنۡسَانُ قَتُوۡرًا ﴿۱۰۰﴾٪
(૧૦૦) તું કહે: અગર તમે મારા પરવરદિગારની રહેમતના ખજાનાઓનો ઇખ્તેયાર રાખતા હોત તો તે હાલતમાં પણ ખર્ચાઇ જવાના ડરથી તમે (ખર્ચ કરવાથી) પરહેજ કરતે; અને ઇન્સાન છે જ કંજૂસ.
وَ لَقَدۡ اٰتَیۡنَا مُوۡسٰی تِسۡعَ اٰیٰتٍۭ بَیِّنٰتٍ فَسۡـَٔلۡ بَنِیۡۤ اِسۡرَآءِیۡلَ اِذۡ جَآءَہُمۡ فَقَالَ لَہٗ فِرۡعَوۡنُ اِنِّیۡ لَاَظُنُّکَ یٰمُوۡسٰی مَسۡحُوۡرًا ﴿۱۰۱﴾
(૧૦૧) અને ખરેજ અમોએ મૂસાને નવ ખુલ્લી નિશાનીઓ આપી હતી, માટે બની ઇસરાઇલને પૂછી જો કે જ્યારે તે તેમની પાસે આવ્યો ત્યારે ફિરઔને તેને કહ્યું કે અય મૂસા ! ખરેજ હું એમ ગુમાન કરૂ છું કે તારા પર જાદુ કરવામાં આવેલ છે.
قَالَ لَقَدۡ عَلِمۡتَ مَاۤ اَنۡزَلَ ہٰۤؤُلَآءِ اِلَّا رَبُّ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ بَصَآئِرَ ۚ وَ اِنِّیۡ لَاَظُنُّکَ یٰفِرۡعَوۡنُ مَثۡبُوۡرًا ﴿۱۰۲﴾
(૧૦૨) તેણે (મૂસા અ.સ.એ) ફરમાવ્યું : તુ જાણે છો કે આ (હકની) સમજણ આપનાર (નિશાનીઓ) આસમાનો અને ઝમીનોના પરવરદિગાર સિવાય બીજા કોઇએ નાઝિલ નથી કરી અને અય ફિરઔન! હુ તને હલાક થઇ ગયેલ જાણું છું.
قُلۡ اٰمِنُوۡا بِہٖۤ اَوۡ لَا تُؤۡمِنُوۡا ؕ اِنَّ الَّذِیۡنَ اُوۡتُوا الۡعِلۡمَ مِنۡ قَبۡلِہٖۤ اِذَا یُتۡلٰی عَلَیۡہِمۡ یَخِرُّوۡنَ لِلۡاَذۡقَانِ سُجَّدًا ﴿۱۰۷﴾ۙ
(૧૦૭) તું કહે : તમે તેના પર ઇમાન લાવો યા ન લાવો; બેશક જેમને આના પહેલાં ઇલ્મ આપવામાં આવેલ છે જ્યારે તેઓ ઉપર પઢવામાં આવે છે ત્યારે તેઓ સિજદા કરતા જમીન પર પડી જાય છે:
قُلِ ادۡعُوا اللّٰہَ اَوِ ادۡعُوا الرَّحۡمٰنَ ؕ اَیًّامَّا تَدۡعُوۡا فَلَہُ الۡاَسۡمَآءُ الۡحُسۡنٰی ۚ وَ لَا تَجۡہَرۡ بِصَلَاتِکَ وَ لَا تُخَافِتۡ بِہَا وَ ابۡتَغِ بَیۡنَ ذٰلِکَ سَبِیۡلًا ﴿۱۱۰﴾
(૧૧૦) તું કહે : અલ્લાહ કહીને પોકારો યા રહેમાન કહીને પોકારો; જે નામથી પણ પોકારો નેક નામો તેના જ છે, અને તું તારી નમાઝ ન એકદમ ઊંચા અવાજમાં પઢ અને ન એકદમ ધીમા અવાજમાં (પઢ). બલ્કે તે બન્ને વચ્ચેનો રસ્તો ઇખ્તેયાર કર.
وَ قُلِ الۡحَمۡدُ لِلّٰہِ الَّذِیۡ لَمۡ یَتَّخِذۡ وَلَدًا وَّ لَمۡ یَکُنۡ لَّہٗ شَرِیۡکٌ فِی الۡمُلۡکِ وَ لَمۡ یَکُنۡ لَّہٗ وَلِیٌّ مِّنَ الذُّلِّ وَ کَبِّرۡہُ تَکۡبِیۡرًا ﴿۱۱۱﴾٪
(૧૧૧) અને કહે : તમામ વખાણ અલ્લાહને માટે જ છે, જેણે ન કોઇને ફરઝંદ બનાવી લીધો છે અને ન સલ્તનતમાં તેનો કોઇ શરીક છે, અને એવું નથી કે કમજોરી (દૂર કરવા) માટે મદદગાર(ની જરૂરત) હોય અને તેને બહુજ મહાન જાણો.