અલ-કુરઆન

51

Adh-Dhariyat

سورة الذاريات


وَالذّٰرِیٰتِ ذَرۡوًا ۙ﴿۱﴾

(૧) કસમ હવાઓની કે જે વાદળોને ચલાવે છે :

فَالۡحٰمِلٰتِ وِقۡرًا ۙ﴿۲﴾

(૨) કસમ વાદળોની કે જે ભાર ઊંચકનાર છે:

فَالۡجٰرِیٰتِ یُسۡرًا ۙ﴿۳﴾

(૩) કસમ તે કશ્તીઓની જે આસાનીથી ચાલે છે.

فَالۡمُقَسِّمٰتِ اَمۡرًا ۙ﴿۴﴾

(૪) કસમ તે ફરિશ્તાઓની જે કામોની વહેંચણી કરે છે.

اِنَّمَا تُوۡعَدُوۡنَ لَصَادِقٌ ۙ﴿۵﴾

(૫) બેશક તમારી સાથે જે વાયદો કરવામાં આવ્યો છે તે સાચો છે:

وَّ اِنَّ الدِّیۡنَ لَوَاقِعٌ ؕ﴿۶﴾

(૬) અને (આમાલનો) બદલો ચોક્કસ આપવાનો છે.

وَ السَّمَآءِ ذَاتِ الۡحُبُکِ ۙ﴿۷﴾

(૭) અને જુદા જુદા રસ્તાઓની ખૂબસૂરત ગોઠવણવાળા આસમાનની કસમ :

اِنَّکُمۡ لَفِیۡ قَوۡلٍ مُّخۡتَلِفٍ ۙ﴿۸﴾

(૮) તમે આપસમાં અલગ અલગ વાતોમાં પડ્યા છો!

یُّؤۡفَکُ عَنۡہُ مَنۡ اُفِکَ ﴿ؕ۹﴾

(૯) તે (કયામત)ના થી તે જ ફરી જાય છે જે હક કબૂલ કરવાથી દૂર રહે છે.

10

قُتِلَ الۡخَرّٰصُوۡنَ ﴿ۙ۱۰﴾

(૧૦) અટકળ લગાવવાવાળા માર્યા જાય:

11

الَّذِیۡنَ ہُمۡ فِیۡ غَمۡرَۃٍ سَاہُوۡنَ ﴿ۙ۱۱﴾

(૧૧) જેઓ નાદાની અને ગફલતમાં ડુબેલો છે.

12

یَسۡـَٔلُوۡنَ اَیَّانَ یَوۡمُ الدِّیۡنِ ﴿ؕ۱۲﴾

(૧૨) તેઓ પુછતા રહે છે કે બદલાનો દિવસ ક્યારે છે ?

13

یَوۡمَ ہُمۡ عَلَی النَّارِ یُفۡتَنُوۡنَ ﴿۱۳﴾

(૧૩) (હા) તે એ જ દિવસ છે જે દિવસે તેમને આગમાં બાળવામાં આવશે:

14

ذُوۡقُوۡا فِتۡنَتَکُمۡ ؕ ہٰذَا الَّذِیۡ کُنۡتُمۡ بِہٖ تَسۡتَعۡجِلُوۡنَ ﴿۱۴﴾

(૧૪) તમે તમારા અઝાબની મજા ચાખો, આ એ જ છે જેની તમે ઉતાવળ કરતા હતા!

15

اِنَّ الۡمُتَّقِیۡنَ فِیۡ جَنّٰتٍ وَّ عُیُوۡنٍ ﴿ۙ۱۵﴾

(૧૫) બેશક પરહેઝગારો જન્નતો અને ઝરણાંઓની વચ્ચે છે:

16

اٰخِذِیۡنَ مَاۤ اٰتٰہُمۡ رَبُّہُمۡ ؕ اِنَّہُمۡ کَانُوۡا قَبۡلَ ذٰلِکَ مُحۡسِنِیۡنَ ﴿ؕ۱۶﴾

(૧૬) જે કાંઇ તેમના રબે તેમને બક્ષેલ છે તે હાંસિલ કરતા રહે છે, કારણકે તેઓ આની પહેલા જ નેક કીરદાર હતા.

17

کَانُوۡا قَلِیۡلًا مِّنَ الَّیۡلِ مَا یَہۡجَعُوۡنَ ﴿۱۷﴾

(૧૭) તેઓ રાતે ઓછું સૂતા હતા.

18

وَ بِالۡاَسۡحَارِ ہُمۡ یَسۡتَغۡفِرُوۡنَ ﴿۱۸﴾

(૧૮) અને સહેરીના સમયે ઇસ્તગફાર કરતા હતા.

19

وَ فِیۡۤ اَمۡوَالِہِمۡ حَقٌّ لِّلسَّآئِلِ وَ الۡمَحۡرُوۡمِ ﴿۱۹﴾

(૧૯) અને તેમના માલમાં માંગનારા અને (ન માંગનારા) મહેરૂમ લોકો માટે એક હક હતો.

20

وَ فِی الۡاَرۡضِ اٰیٰتٌ لِّلۡمُوۡقِنِیۡنَ ﴿ۙ۲۰﴾

(૨૦) અને ઝમીનમાં યકીન રાખવાવાળાઓ માટે નિશાનીઓ છે :

21

وَ فِیۡۤ اَنۡفُسِکُمۡ ؕ اَفَلَا تُبۡصِرُوۡنَ ﴿۲۱﴾

(૨૧) અને તમારામાં (પણ નિશાનીઓ છે) શું નથી જોતાં?!

22

وَ فِی السَّمَآءِ رِزۡقُکُمۡ وَ مَا تُوۡعَدُوۡنَ ﴿۲۲﴾

(૨૨) અને આસમાનમાં તમારી રોઝી છે, અને જેનો તમને વાયદો કરવામાં આવ્યો છે.

23

فَوَ رَبِّ السَّمَآءِ وَ الۡاَرۡضِ اِنَّہٗ لَحَقٌّ مِّثۡلَ مَاۤ اَنَّکُمۡ تَنۡطِقُوۡنَ ﴿٪۲۳﴾

(૨૩) આસમાન તથા ઝમીનના પાલનહારની કસમ ! બેશક આ મતલબ હક છે જેવી રીતે કે તમે વાતો કરો છો!

24

ہَلۡ اَتٰىکَ حَدِیۡثُ ضَیۡفِ اِبۡرٰہِیۡمَ الۡمُکۡرَمِیۡنَ ﴿ۘ۲۴﴾

(૨૪) શું તારી પાસે ઇબ્રાહીમના મોહતરમ મહેમાનોનો કિસ્સો પહોંચ્યો છે?!

25

اِذۡ دَخَلُوۡا عَلَیۡہِ فَقَالُوۡا سَلٰمًا ؕ قَالَ سَلٰمٌ ۚ قَوۡمٌ مُّنۡکَرُوۡنَ ﴿ۚ۲۵﴾

(૨૫) જયારે તેઓ તેની પાસે આવ્યા અને કહ્યુ કે સલામ થાય ત્યારે (ઇબ્રાહીમે) કહ્યુ સલામ (તમારા ઉપર), અજાણ્યા લોકો (લાગો છો).

26

فَرَاغَ اِلٰۤی اَہۡلِہٖ فَجَآءَ بِعِجۡلٍ سَمِیۡنٍ ﴿ۙ۲۶﴾

(૨૬) પછી ઘરવાળા તરફ ગયા અને એક જાડુ વાછરડું (શેકીને) લાવ્યા:

27

فَقَرَّبَہٗۤ اِلَیۡہِمۡ قَالَ اَلَا تَاۡکُلُوۡنَ ﴿۫۲۷﴾

(૨૭) પછી તેમની નઝદીક મૂકયું (પરંતુ તેઓએ ખાવા માટે હાથ ન લંબાવ્યા ત્યારે) કહ્યું શું તમે ખાતા નથી ?

28

فَاَوۡجَسَ مِنۡہُمۡ خِیۡفَۃً ؕ قَالُوۡا لَا تَخَفۡ ؕ وَ بَشَّرُوۡہُ بِغُلٰمٍ عَلِیۡمٍ ﴿۲۸﴾

(૨૮) અને તેણે તેઓથી ડર-મહેસૂસ થયો (ફરિશ્તાઓએ) કહ્યુ કે ન ડરો (ફરિશ્તા છીએ) અને તેને દાનશમંદ ફરઝંદની ખુશખબર આપી.

29

فَاَقۡبَلَتِ امۡرَاَتُہٗ فِیۡ صَرَّۃٍ فَصَکَّتۡ وَجۡہَہَا وَ قَالَتۡ عَجُوۡزٌ عَقِیۡمٌ ﴿۲۹﴾

(૨૯) ત્યારે તેની ઔરત મોટેથી બોલતી સામે આવી, અને (નવાઇ સાથે) પોતાના મોઢા પર હાથ માર્યા અને કહ્યું કે હું એક બૂઢી અને બાંજ (બચ્ચાં જણી ન શકે) છું (કેવી રીતે એ શકય છે)!

30

قَالُوۡا کَذٰلِکِ ۙ قَالَ رَبُّکِ ؕ اِنَّہٗ ہُوَ الۡحَکِیۡمُ الۡعَلِیۡمُ ﴿۳۰﴾

(૩૦) તેઓએ કહ્યું, તારા પરવરદિગારે આમ જ કહ્યું છે, તે હિકમતવાળો અને જાણનાર છે.

31

قَالَ فَمَا خَطۡبُکُمۡ اَیُّہَا الۡمُرۡسَلُوۡنَ ﴿۳۱﴾

(૩૧) (ઇબ્રાહીમે) કહ્યું કે અય રસૂલો તમારી જવાબદારી શું છે?

32

قَالُوۡۤا اِنَّاۤ اُرۡسِلۡنَاۤ اِلٰی قَوۡمٍ مُّجۡرِمِیۡنَ ﴿ۙ۳۲﴾

(૩૨) તેમણે કહ્યું કે અમને એક ગુનેહગાર કોમ તરફ મોકલવામાં આવેલ છે:

33

لِنُرۡسِلَ عَلَیۡہِمۡ حِجَارَۃً مِّنۡ طِیۡنٍ ﴿ۙ۳۳﴾

(૩૩) જેથી અમે તેમના ઉપર માટીના ઢેફા વરસાવીએ:

34

مُّسَوَّمَۃً عِنۡدَ رَبِّکَ لِلۡمُسۡرِفِیۡنَ ﴿۳۴﴾

(૩૪) જેના ઉપર પરવરદિગાર તરફથી હદ ઓળંગી જનારાઓ માટે નિશાની લાગેલી છે.

35

فَاَخۡرَجۡنَا مَنۡ کَانَ فِیۡہَا مِنَ الۡمُؤۡمِنِیۡنَ ﴿ۚ۳۵﴾

(૩૫) પછી અમોએ તે (વસ્તી)માંથી મોઅમીનોને બહાર કાઢી લીધા.

36

فَمَا وَجَدۡنَا فِیۡہَا غَیۡرَ بَیۡتٍ مِّنَ الۡمُسۡلِمِیۡنَ ﴿ۚ۳۶﴾

(૩૬) પરંતુ અમે તેમાં સિવાય એક ઘર મુસ્લિમ / મોઅમીન ન પામ્યા.

37

وَ تَرَکۡنَا فِیۡہَاۤ اٰیَۃً لِّلَّذِیۡنَ یَخَافُوۡنَ الۡعَذَابَ الۡاَلِیۡمَ ﴿ؕ۳۷﴾

(૩૭) અને દર્દનાક અઝાબથી ડરનારાઓ માટે તેમાં એક નિશાની મૂકી દીધી.

38

وَ فِیۡ مُوۡسٰۤی اِذۡ اَرۡسَلۡنٰہُ اِلٰی فِرۡعَوۡنَ بِسُلۡطٰنٍ مُّبِیۡنٍ ﴿۳۸﴾

(૩૮) અને મૂસાના કિસ્સામાં પણ (અમારી નિશાનીઓ છે.) જયારે અમોએ તેને ફિરઔન તરફ રોશન દલીલ સાથે મોકલ્યા.

39

فَتَوَلّٰی بِرُکۡنِہٖ وَ قَالَ سٰحِرٌ اَوۡ مَجۡنُوۡنٌ ﴿۳۹﴾

(૩૯) પરંતુ તેણે પોતાના (લશ્કરી) બળ પર આધાર રાખીને મોઢું ફેરવી લીધું, અને કહ્યું કે આ જાદુગર અથવા દીવાનો છે!

40

فَاَخَذۡنٰہُ وَ جُنُوۡدَہٗ فَنَبَذۡنٰہُمۡ فِی الۡیَمِّ وَ ہُوَ مُلِیۡمٌ ﴿ؕ۴۰﴾

(૪૦) તેથી અમોએ તેને તથા તેના લશ્કરને પકડમાં લીધા અને દરિયામાં નાખી દીધા એવી હાલતમાં કે તે ઠપકાને પાત્ર હતો.

41

وَ فِیۡ عَادٍ اِذۡ اَرۡسَلۡنَا عَلَیۡہِمُ الرِّیۡحَ الۡعَقِیۡمَ ﴿ۚ۴۱﴾

(૪૧) અને કોમે આદમાં પણ (એક નિશાની છે) જયારે અમોએ તેમના તરફ વરસાદ વગરનો તેજ પવન મોકલ્યો.

42

مَا تَذَرُ مِنۡ شَیۡءٍ اَتَتۡ عَلَیۡہِ اِلَّا جَعَلَتۡہُ کَالرَّمِیۡمِ ﴿ؕ۴۲﴾

(૪૨) તે કોઇપણ વસ્તુ પરથી પસાર થતો ન હતો સિવાય કે તેને સડેલા હાડકાની જેમ ચૂરેચૂરા કરી દેતો હતો.

43

وَ فِیۡ ثَمُوۡدَ اِذۡ قِیۡلَ لَہُمۡ تَمَتَّعُوۡا حَتّٰی حِیۡنٍ ﴿۴۳﴾

(૪૩) અને કોમે સમૂદમાં પણ (એક નિશાની છે,) જ્યારે તેમને કહેવામાં આવ્યું કે એક મુદ્દત સુધી (ઝિંદગીથી) ફાયદો ઉપાડી લ્યો.

44

فَعَتَوۡا عَنۡ اَمۡرِ رَبِّہِمۡ فَاَخَذَتۡہُمُ الصّٰعِقَۃُ وَ ہُمۡ یَنۡظُرُوۡنَ ﴿۴۴﴾

(૪૪) અને તેમણે પોતાના રબની નાફરમાની કરી, તેથી વીજળીએ તેમને પકડી લીધા એવી હાલતમાં કે તેઓ જોતાં રહી ગયા.

45

فَمَا اسۡتَطَاعُوۡا مِنۡ قِیَامٍ وَّ مَا کَانُوۡا مُنۡتَصِرِیۡنَ ﴿ۙ۴۵﴾

(૪૫) પરિણામે (એવા પડી ગયા કે) ન તેઓ ઊભા થઇ શકતા હતા અને ન મદદ માંગી શકતા હતા!

46

وَ قَوۡمَ نُوۡحٍ مِّنۡ قَبۡلُ ؕ اِنَّہُمۡ کَانُوۡا قَوۡمًا فٰسِقِیۡنَ ﴿٪۴۶﴾

(૪૬) અને તેઓની પહેલા કોમે નૂહ(ને હલાક કરી) કારણકે તે નાફરમાન કોમ હતી.

47

وَ السَّمَآءَ بَنَیۡنٰہَا بِاَیۡىدٍ وَّ اِنَّا لَمُوۡسِعُوۡنَ ﴿۴۷﴾

(૪૭) અને આસમાનને અમોએ અમારી કુદરતથી બનાવ્યું, અને અમે સતત તેને વિશાળતા આપીએ છીએ.

48

وَ الۡاَرۡضَ فَرَشۡنٰہَا فَنِعۡمَ الۡمٰہِدُوۡنَ ﴿۴۸﴾

(૪૮) અને ઝમીનને અમોએ જ બિછાવી, અને કેવા સારા બિછાવનાર છીએ!

49

وَ مِنۡ کُلِّ شَیۡءٍ خَلَقۡنَا زَوۡجَیۡنِ لَعَلَّکُمۡ تَذَکَّرُوۡنَ ﴿۴۹﴾

(૪૯) અને દરેક વસ્તુના અમોએ જોડા બનાવ્યા, કદાચને તમે નસીહત હાંસિલ કરો.

50

فَفِرُّوۡۤا اِلَی اللّٰہِ ؕ اِنِّیۡ لَکُمۡ مِّنۡہُ نَذِیۡرٌ مُّبِیۡنٌ ﴿ۚ۵۰﴾

(૫૦) માટે તમે અલ્લાહ તરફ ભાગો, કે હું તેની તરફથી સ્પષ્ટ ડરાવનાર છુંં.

51

وَ لَا تَجۡعَلُوۡا مَعَ اللّٰہِ اِلٰـہًا اٰخَرَ ؕ اِنِّیۡ لَکُمۡ مِّنۡہُ نَذِیۡرٌ مُّبِیۡنٌ ﴿ۚ۵۱﴾

(૫૧) અને અલ્લાહની સાથે બીજા કોઇને માઅબૂદ ન બનાવો; બેશક હું તેના તરફથી તમારા માટે સ્પષ્ટ ડરાવનાર છું.

52

کَذٰلِکَ مَاۤ اَتَی الَّذِیۡنَ مِنۡ قَبۡلِہِمۡ مِّنۡ رَّسُوۡلٍ اِلَّا قَالُوۡا سَاحِرٌ اَوۡ مَجۡنُوۡنٌ ﴿ۚ۵۲﴾

(૫૨) એ જ પ્રમાણે તેમની પહેલાં કોઇ કોમ પાસે કોઇ રસૂલ નથી આવ્યો સિવાય કે તેઓએ કહ્યું "આ જાદુગર છે અથવા દીવાનો."

53

اَتَوَاصَوۡا بِہٖ ۚ بَلۡ ہُمۡ قَوۡمٌ طَاغُوۡنَ ﴿ۚ۵۳﴾

(૫૩) શું તેઓએ એક બીજાને તેની વસીયત કરતા હતા? નહિં, પરંતુ તેઓ સરકશ કોમ છે.

54

فَتَوَلَّ عَنۡہُمۡ فَمَاۤ اَنۡتَ بِمَلُوۡمٍ ﴿٭۫۵۴﴾

(૫૪) માટે તમે તેમનાથી મોઢું ફેરવી લ્યો કે તમારા ઉપર કોઇ મલામત નથી :

55

وَّ ذَکِّرۡ فَاِنَّ الذِّکۡرٰی تَنۡفَعُ الۡمُؤۡمِنِیۡنَ ﴿۵۵﴾

(૫૫) અને (સતત) યાદ દેવરાવો, કારણ કે યાદી મોઅમીનોને ફાયદો પહોંચાડે છે.

56

وَ مَا خَلَقۡتُ الۡجِنَّ وَ الۡاِنۡسَ اِلَّا لِیَعۡبُدُوۡنِ ﴿۵۶﴾

(૫૬) અને મેં જિન્નાતો તથા ઇન્સાનોને પેદા નથી કર્યા સિવાય કે મારી ઇબાદત કરે.

57

مَاۤ اُرِیۡدُ مِنۡہُمۡ مِّنۡ رِّزۡقٍ وَّ مَاۤ اُرِیۡدُ اَنۡ یُّطۡعِمُوۡنِ ﴿۵۷﴾

(૫૭) તેમની પાસે ન હું રોઝી ચાહું છું, અને ન હું એ ચાહું છું કે તેઓ મને ખવડાવે.

58

اِنَّ اللّٰہَ ہُوَ الرَّزَّاقُ ذُو الۡقُوَّۃِ الۡمَتِیۡنُ ﴿۵۸﴾

(૫૮) કારણકે અલ્લાહ રોઝી આપનાર અને ઝબરદસ્ત સાહેબે કુવ્વત છે.

59

فَاِنَّ لِلَّذِیۡنَ ظَلَمُوۡا ذَنُوۡبًا مِّثۡلَ ذَنُوۡبِ اَصۡحٰبِہِمۡ فَلَا یَسۡتَعۡجِلُوۡنِ ﴿۵۹﴾

(૫૯) પછી તે ઝાલિમો માટે પણ તેવો જ (અઝાબનો) હિસ્સો છે જેવો તેમના સાથીઓ માટે હતો; માટે તેઓ ઉતાવળ ન કરે!

60

فَوَیۡلٌ لِّلَّذِیۡنَ کَفَرُوۡا مِنۡ یَّوۡمِہِمُ الَّذِیۡ یُوۡعَدُوۡنَ ﴿٪۶۰﴾

(૬૦) માટે વાય થાય નાસ્તિકો ઉપર તે દિવસ માટે કે જે દિવસનો તેમની સાથે વાયદો કરવામાં આવેલ છે.