અલ-કુરઆન

20

Taha

سورة طه


طٰہٰ ۚ﴿۱﴾

(૧) તા. હા.

مَاۤ اَنۡزَلۡنَا عَلَیۡکَ الۡقُرۡاٰنَ لِتَشۡقٰۤی ۙ﴿۲﴾

(૨) આ કુરઆન અમોએ તારા ઉપર એ માટે નાઝિલ કર્યુ નથી કે તું મુશ્કેલીમાં મૂકાય જા!

اِلَّا تَذۡکِرَۃً لِّمَنۡ یَّخۡشٰی ۙ﴿۳﴾

(૩) સિવાય એ કે જે ડરે છે તેને યાદ દેવરાવે:

تَنۡزِیۡلًا مِّمَّنۡ خَلَقَ الۡاَرۡضَ وَ السَّمٰوٰتِ الۡعُلٰی ؕ﴿۴﴾

(૪) તેના તરફથી નાઝિલ કરવામાં આવેલ છે કે જેણે ઝમીન તથા ઊંચા આસમાનોને ખલ્ક કર્યા છે.

اَلرَّحۡمٰنُ عَلَی الۡعَرۡشِ اسۡتَوٰی ﴿۵﴾

(૫) રહેમાન જે અર્શ પર કુદરત રાખનાર છે.

لَہٗ مَا فِی السَّمٰوٰتِ وَ مَا فِی الۡاَرۡضِ وَ مَا بَیۡنَہُمَا وَ مَا تَحۡتَ الثَّرٰی ﴿۶﴾

(૬) જે કાંઇ આસમાનો તથા ઝમીનમાં છે અને જે કાંઇ તે બંનેની વચ્ચે છે તથા જે કાંઇ પાતાળમાં છે તેનું જ છે.

وَ اِنۡ تَجۡہَرۡ بِالۡقَوۡلِ فَاِنَّہٗ یَعۡلَمُ السِّرَّ وَ اَخۡفٰی ﴿۷﴾

(૭) અને જો તું મોટા અવાજે વાત કરે, (યા પછી ધીમા) તે ખરેખર રાઝ તથા છુપી વાતોને જાણે છે.

اَللّٰہُ لَاۤ اِلٰہَ اِلَّا ہُوَ ؕ لَہُ الۡاَسۡمَآءُ الۡحُسۡنٰی ﴿۸﴾

(૮) અલ્લાહ એ જ છે કે જેના સિવાય બીજો કોઇ માઅબૂદ નથી; બહેતરીન નામ તેના જ છે.

وَ ہَلۡ اَتٰىکَ حَدِیۡثُ مُوۡسٰی ۘ﴿۹﴾

(૯) અને શું તારી પાસે મૂસાની વાત પહોંચી છે ?

10

اِذۡ رَاٰ نَارًا فَقَالَ لِاَہۡلِہِ امۡکُثُوۡۤا اِنِّیۡۤ اٰنَسۡتُ نَارًا لَّعَلِّیۡۤ اٰتِیۡکُمۡ مِّنۡہَا بِقَبَسٍ اَوۡ اَجِدُ عَلَی النَّارِ ہُدًی ﴿۱۰﴾

(૧૦) જયારે તેણે એક આગ જોઇ ત્યારે પોતાના ખાનદાનને કહ્યું : થોભો, ખરેખર મેં એક આગ જોઇ. કદાચને હું તેમાંથી તમારા માટે જ્વાળા લઇ આવું, અથવા તે આગ વડે હું રસ્તો મેળવું.

11

فَلَمَّاۤ اَتٰىہَا نُوۡدِیَ یٰمُوۡسٰی ﴿ؕ۱۱﴾

(૧૧) પછી જ્યારે તે તેની પાસે આવ્યો ત્યારે અવાજ દેવામાં આવી : અય મૂસા !

12

اِنِّیۡۤ اَنَا رَبُّکَ فَاخۡلَعۡ نَعۡلَیۡکَ ۚ اِنَّکَ بِالۡوَادِ الۡمُقَدَّسِ طُوًی ﴿ؕ۱۲﴾

(૧૨) બેશક હું તારો પરવરદિગાર છું, માટે તું તારા જોડા કાઢી નાખ, કે તું (અત્યારે) તુવાની પાકીઝા વાદીમાં છો.

13

وَ اَنَا اخۡتَرۡتُکَ فَاسۡتَمِعۡ لِمَا یُوۡحٰی ﴿۱۳﴾

(૧૩) અને મેં તને મુન્તખબ કરી લીધો, માટે જે કાંઇ વહી કરવામાં આવે તે ઘ્યાનથી સાંભળ:

14

اِنَّنِیۡۤ اَنَا اللّٰہُ لَاۤ اِلٰہَ اِلَّاۤ اَنَا فَاعۡبُدۡنِیۡ ۙ وَ اَقِمِ الصَّلٰوۃَ لِذِکۡرِیۡ ﴿۱۴﴾

(૧૪) બેશક હું અલ્લાહ છું, મારા સિવાય બીજો કોઇ ઇબાદતને લાયક નથી, માટે તું મારી ઇબાદત કર અને મારી યાદ માટે નમાઝ કાયમ કર.

15

اِنَّ السَّاعَۃَ اٰتِیَۃٌ اَکَادُ اُخۡفِیۡہَا لِتُجۡزٰی کُلُّ نَفۡسٍۭ بِمَا تَسۡعٰی ﴿۱۵﴾

(૧૫) બેશક કયામત આવનાર છે-હું તે(ના સમય)ને છુપો રાખવા ચાહુ છું કે જેથી દરેકને તેની કોશિશ મુજબ બદલો આપવામાં આવે.

16

فَلَا یَصُدَّنَّکَ عَنۡہَا مَنۡ لَّا یُؤۡمِنُ بِہَا وَ اتَّبَعَ ہَوٰىہُ فَتَرۡدٰی ﴿۱۶﴾

(૧૬) માટે એમ ન થાય કે જે માણસ તેના પર ઇમાન નથી રાખતો અને પોતાની ખ્વાહીશાતોની પૈરવી કરે છે તે તને તેનાથી અટકાવી દે કે જેથી તું નાશ પામે.

17

وَ مَا تِلۡکَ بِیَمِیۡنِکَ یٰمُوۡسٰی ﴿۱۷﴾

(૧૭) અને અય મૂસા! આ તારા જમણા હાથમાં શું છે?!

18

قَالَ ہِیَ عَصَایَ ۚ اَتَوَکَّؤُا عَلَیۡہَا وَ اَہُشُّ بِہَا عَلٰی غَنَمِیۡ وَ لِیَ فِیۡہَا مَاٰرِبُ اُخۡرٰی ﴿۱۸﴾

(૧૮) તેણે કહ્યું : તે મારી લાકડી છે, તેના પર હું ટેકો દઉં છું અને તે વડે મારા ઘેટા માટે પાંદડા ખેરવું છું, અને મને તેનાં બીજા ફાયદાઓ થાય છે.

19

قَالَ اَلۡقِہَا یٰمُوۡسٰی ﴿۱۹﴾

(૧૯) તેણે કહ્યું કે અય મૂસા ! તેને ફેંક.

20

فَاَلۡقٰہَا فَاِذَا ہِیَ حَیَّۃٌ تَسۡعٰی ﴿۲۰﴾

(૨૦) આથી તેણે તેને ફેંકી કે તરત જ તે સળવળતો અજગર બની ગઇ.

21

قَالَ خُذۡہَا وَ لَا تَخَفۡ ٝ سَنُعِیۡدُہَا سِیۡرَتَہَا الۡاُوۡلٰی ﴿۲۱﴾

(૨૧) તેણે કહ્યું : તેને પકડી લે અને ડર નહિ; અમે તેને તેની અગાઉની સૂરત પલટાવી દઇશું.

22

وَ اضۡمُمۡ یَدَکَ اِلٰی جَنَاحِکَ تَخۡرُجۡ بَیۡضَآءَ مِنۡ غَیۡرِ سُوۡٓءٍ اٰیَۃً اُخۡرٰی ﴿ۙ۲۲﴾

(૨૨) અને તારા હાથ તારી બગલમાં દબાવી લે કે જે ખામી રહીત સફેદ બની બહાર નીકળશે: આ બીજી નિશાની છે:

23

لِنُرِیَکَ مِنۡ اٰیٰتِنَا الۡکُبۡرٰی ﴿ۚ۲۳﴾

(૨૩) જેથી અમે તને અમારી મોટી નિશાનીઓમાંથી દેખાડીએ.

24

اِذۡہَبۡ اِلٰی فِرۡعَوۡنَ اِنَّہٗ طَغٰی ﴿٪۲۴﴾

(૨૪) તું ફિરઔન પાસે જા, ખરેખર તેણે સરકશી કરેલ છે.

25

قَالَ رَبِّ اشۡرَحۡ لِیۡ صَدۡرِیۡ ﴿ۙ۲۵﴾

(૨૫) તેણે કહ્યું અય મારા પરવરદિગાર! મારી છાતી મારા માટે વિશાળ કરી દે: (મન મોટું કર)

26

وَ یَسِّرۡ لِیۡۤ اَمۡرِیۡ ﴿ۙ۲۶﴾

(૨૬) અને મારા કાર્યને મારા માટે સરળ કરી દે:

27

وَ احۡلُلۡ عُقۡدَۃً مِّنۡ لِّسَانِیۡ ﴿ۙ۲۷﴾

(૨૭) અને મારી જીભમાંથી ગાંઠ ખોલી નાખ:

28

یَفۡقَہُوۡا قَوۡلِیۡ ﴿۪۲۸﴾

(૨૮) કે જેથી તેઓ મારી વાત સમજે.

29

وَ اجۡعَلۡ لِّیۡ وَزِیۡرًا مِّنۡ اَہۡلِیۡ ﴿ۙ۲۹﴾

(૨૯) અને મારા ખાનદાનમાંથી મારા માટે એક વઝીર બનાવ:

30

ہٰرُوۡنَ اَخِی ﴿ۙ۳۰﴾

(૩૦) મારા ભાઇ હારૂનને:

31

اشۡدُدۡ بِہٖۤ اَزۡرِیۡ ﴿ۙ۳۱﴾

(૩૧) તેના થકી મારી પીઠ મજબૂત કર:

32

وَ اَشۡرِکۡہُ فِیۡۤ اَمۡرِیۡ ﴿ۙ۳۲﴾

(૩૨) અને તેને મારા કાર્યમાં શરીક બનાવ:

33

کَیۡ نُسَبِّحَکَ کَثِیۡرًا ﴿ۙ۳۳﴾

(૩૩) કે જેથી અમે વધારે તારી તસ્બીહ કરીએ:

34

وَّ نَذۡکُرَکَ کَثِیۡرًا ﴿ؕ۳۴﴾

(૩૪) અને અમે તને ખૂબ યાદ કરીએ (વધારે ઝિક્ર કરીએ) :

35

اِنَّکَ کُنۡتَ بِنَا بَصِیۡرًا ﴿۳۵﴾

(૩૫) કારણકે તું અમને જૂએ છો.

36

قَالَ قَدۡ اُوۡتِیۡتَ سُؤۡلَکَ یٰمُوۡسٰی ﴿۳۶﴾

(૩૬) તેણે કહ્યું : અય મૂસા ! બેશક તારી મુરાદ પૂરી કરવામાં આવી.

37

وَ لَقَدۡ مَنَنَّا عَلَیۡکَ مَرَّۃً اُخۡرٰۤی ﴿ۙ۳۷﴾

(૩૭) અને ખરેજ બીજી વાર અમોએ તારા ઉપર અહેસાન કર્યો :

38

اِذۡ اَوۡحَیۡنَاۤ اِلٰۤی اُمِّکَ مَا یُوۡحٰۤی ﴿ۙ۳۸﴾

(૩૮) જયારે અમોએ તારી વાલેદા પર વહી કરી જે કાંઇ વહી કરવાની (જરૂર) હતી:

39

اَنِ اقۡذِفِیۡہِ فِی التَّابُوۡتِ فَاقۡذِفِیۡہِ فِی الۡیَمِّ فَلۡیُلۡقِہِ الۡیَمُّ بِالسَّاحِلِ یَاۡخُذۡہُ عَدُوٌّ لِّیۡ وَ عَدُوٌّ لَّہٗ ؕ وَ اَلۡقَیۡتُ عَلَیۡکَ مَحَبَّۃً مِّنِّیۡ ۬ۚ وَ لِتُصۡنَعَ عَلٰی عَیۡنِیۡ ﴿ۘ۳۹﴾

(૩૯) કે "તેને એક પેટીમાં મૂકે, અને તે પેટીને દરિયામાં નાખી દે, જેથી દરિયો તેને કિનારે નાખી દે અને મારો તથા તેનો દુશ્મન તેને ઊંચકી લે;" અને મેં (તેના દિલમાં) મારા તરફથી તારી ઉપર મોહબ્બત રાખી, જેથી તારી પરવરિશ મારી નજર સામે થાય.

40

اِذۡ تَمۡشِیۡۤ اُخۡتُکَ فَتَقُوۡلُ ہَلۡ اَدُلُّکُمۡ عَلٰی مَنۡ یَّکۡفُلُہٗ ؕ فَرَجَعۡنٰکَ اِلٰۤی اُمِّکَ کَیۡ تَقَرَّ عَیۡنُہَا وَ لَا تَحۡزَنَ ۬ؕ وَ قَتَلۡتَ نَفۡسًا فَنَجَّیۡنٰکَ مِنَ الۡغَمِّ وَ فَتَنّٰکَ فُتُوۡنًا ۬۟ فَلَبِثۡتَ سِنِیۡنَ فِیۡۤ اَہۡلِ مَدۡیَنَ ۬ۙ ثُمَّ جِئۡتَ عَلٰی قَدَرٍ یّٰمُوۡسٰی ﴿۴۰﴾

(૪૦) જ્યારે તારી બહેને ચાલતાં ચાલતાં કહ્યું: શું હું તમને એક એવાને દેખાડુ કે જે તેને ઉછેરે? પછી અમોએ તને તારી વાલેદા પાસે પાછો પહોંચાડ્યો કે જેથી તેની આંખો ઠંડી થાય અને તેણી ગમગીન ન થાય; અને તેં એક શખ્સને મારી નાખ્યો, પછી અમોએ તને દુ:ખમાંથી છૂટકારો આપ્યો અને વિવિધ રીતે તને અજમાવ્યો, પછી વર્ષો સુધી તું મદયનવાળાઓમાં રહ્યો; પછી અય મૂસા! અમોએ મુકદ્દર કર્યા મુજબ તું અહીં આવી પહોંચ્યો.

41

وَ اصۡطَنَعۡتُکَ لِنَفۡسِیۡ ﴿ۚ۴۱﴾

(૪૧) અને મેં તારી મારા માટે પરવરિશ કરી.

42

اِذۡہَبۡ اَنۡتَ وَ اَخُوۡکَ بِاٰیٰتِیۡ وَ لَا تَنِیَا فِیۡ ذِکۡرِیۡ ﴿ۚ۴۲﴾

(૪૨) તું અને તારો ભાઇ મારી આપેલી નિશાનીઓ સાથે જાઓ અને તમે બંને મારી યાદમાં સુસ્તી ન કરતા.

43

اِذۡہَبَاۤ اِلٰی فِرۡعَوۡنَ اِنَّہٗ طَغٰی ﴿ۚۖ۴۳﴾

(૪૩) તમે બંને ફિરઔન પાસે જાઓ, બેશક તે સરકશ થઇ ગયો છે.

44

فَقُوۡلَا لَہٗ قَوۡلًا لَّیِّنًا لَّعَلَّہٗ یَتَذَکَّرُ اَوۡ یَخۡشٰی ﴿۴۴﴾

(૪૪) પરંતુ તમે બંને તેની સાથે નરમાશથી વાતો કરજો કે કદાચ તે ઘ્યાન દે અથવા ડરે.

45

قَالَا رَبَّنَاۤ اِنَّنَا نَخَافُ اَنۡ یَّفۡرُطَ عَلَیۡنَاۤ اَوۡ اَنۡ یَّطۡغٰی ﴿۴۵﴾

(૪૫) તેઓ બન્નેએ કહ્યુ કે અય અમારા પરવરદિગાર! અમને ડર છે કે તે અમારી ઉપર પહેલ કરશે અથવા સરકશી કરશે.

46

قَالَ لَا تَخَافَاۤ اِنَّنِیۡ مَعَکُمَاۤ اَسۡمَعُ وَ اَرٰی ﴿۴۶﴾

(૪૬) તેણે કહ્યું, તમે બંને ડરો નહિ, બેશક હું તમારી સાથે છું, હું સાંભળું તથા જોઉં છું.

47

فَاۡتِیٰہُ فَقُوۡلَاۤ اِنَّا رَسُوۡلَا رَبِّکَ فَاَرۡسِلۡ مَعَنَا بَنِیۡۤ اِسۡرَآءِیۡلَ ۬ۙ وَ لَا تُعَذِّبۡہُمۡ ؕ قَدۡ جِئۡنٰکَ بِاٰیَۃٍ مِّنۡ رَّبِّکَ ؕ وَ السَّلٰمُ عَلٰی مَنِ اتَّبَعَ الۡہُدٰی ﴿۴۷﴾

(૪૭) તેથી તમે બન્ને તેની પાસે જાઓ અને કહો : બેશક અમે બન્ને તારા પરવરદિગારના રસૂલ છીએ, માટે તું બની ઇસરાઇલને અમારી સાથે મોકલ, અને તેમને સતાવ નહિ, અને બેશક અમે તારા પરવરદિગાર તરફથી નિશાની લાવ્યા છીએ; અને સલામતી તેના ઉપર છે કે જે હિદાયતની તાબેદારી કરે.

48

اِنَّا قَدۡ اُوۡحِیَ اِلَیۡنَاۤ اَنَّ الۡعَذَابَ عَلٰی مَنۡ کَذَّبَ وَ تَوَلّٰی ﴿۴۸﴾

(૪૮) ખરેખર અમારા તરફ વહી કરવામાં આવેલ છે કે અઝાબ તેના ઉપર છે જે જૂઠલાવે અને મોઢુ ફેરવે.

49

قَالَ فَمَنۡ رَّبُّکُمَا یٰمُوۡسٰی ﴿۴۹﴾

(૪૯) (ફિરઔને) કહ્યું કે અય મૂસા! તમારા બંનેનો પરવરદિગાર કોણ છે?

50

قَالَ رَبُّنَا الَّذِیۡۤ اَعۡطٰی کُلَّ شَیۡءٍ خَلۡقَہٗ ثُمَّ ہَدٰی ﴿۵۰﴾

(૫૦) તેણે કહ્યું કે અમારો પરવરદિગાર એ જ છે કે જેણે દરેક વસ્તુ ખલ્ક કરી પછી તેની હિદાયત કરી.

51

قَالَ فَمَا بَالُ الۡقُرُوۡنِ الۡاُوۡلٰی ﴿۵۱﴾

(૫૧) તેણે કહ્યું, આગલી પેઢીઓનું શું થશે?

52

قَالَ عِلۡمُہَا عِنۡدَ رَبِّیۡ فِیۡ کِتٰبٍ ۚ لَا یَضِلُّ رَبِّیۡ وَ لَا یَنۡسَی ﴿۫۵۲﴾

(૫૨) તેણે ફરમાવ્યું, તેની જાણકારી મારા પરવરદિગાર પાસે એક કિતાબમાં છે, મારો પરવરદિગાર ન ચૂકે છે અને ન ભૂલે છે.

53

الَّذِیۡ جَعَلَ لَکُمُ الۡاَرۡضَ مَہۡدًا وَّ سَلَکَ لَکُمۡ فِیۡہَا سُبُلًا وَّ اَنۡزَلَ مِنَ السَّمَآءِ مَآءً ؕ فَاَخۡرَجۡنَا بِہٖۤ اَزۡوَاجًا مِّنۡ نَّبَاتٍ شَتّٰی ﴿۵۳﴾

(૫૩) જેણે ઝમીનને તમારા માટે આરામની જગ્યા બનાવી અને તમારા માટે તેમાં રસ્તા બનાવ્યા, અને આસમાનથી પાણી વરસાવ્યુ, પછી અમોએ તેના વડે અલગ અલગ વનસ્પતિઓેના જોડા ખલ્ક કર્યા.

54

کُلُوۡا وَ ارۡعَوۡا اَنۡعَامَکُمۡ ؕ اِنَّ فِیۡ ذٰلِکَ لَاٰیٰتٍ لِّاُولِی النُّہٰی ﴿٪۵۴﴾

(૫૪) તમે ખાઓ અને તમારા જાનવરોને ચરાવો; બેશક તેમાં અક્કલમંદો માટે નિશાનીઓ છે.

55

مِنۡہَا خَلَقۡنٰکُمۡ وَ فِیۡہَا نُعِیۡدُکُمۡ وَ مِنۡہَا نُخۡرِجُکُمۡ تَارَۃً اُخۡرٰی ﴿۵۵﴾

(૫૫) તેમાંથી અમોએ તમને ખલ્ક કર્યા છે અને અમે તેમાંજ તમને પાછા ફેરવશું, અને તેમાંથી જ તમને ફરી વખત કાઢશું.

56

وَ لَقَدۡ اَرَیۡنٰہُ اٰیٰتِنَا کُلَّہَا فَکَذَّبَ وَ اَبٰی ﴿۵۶﴾

(૫૬) અને ખરેખર તેને અમોએ અમારી તમામ નિશાનીઓ દેખાડી, પરંતુ તેણે જૂઠલાવી અને ઇન્કાર કર્યો.

57

قَالَ اَجِئۡتَنَا لِتُخۡرِجَنَا مِنۡ اَرۡضِنَا بِسِحۡرِکَ یٰمُوۡسٰی ﴿۵۷﴾

(૫૭) તેણે કહ્યું અય મૂસા! શું તું અમારી પાસે એ માટે આવ્યો છે કે તું તારા જાદુ વડે અમને અમારી ઝમીનમાંથી કાઢી મૂકે?

58

فَلَنَاۡتِیَنَّکَ بِسِحۡرٍ مِّثۡلِہٖ فَاجۡعَلۡ بَیۡنَنَا وَ بَیۡنَکَ مَوۡعِدًا لَّا نُخۡلِفُہٗ نَحۡنُ وَ لَاۤ اَنۡتَ مَکَانًا سُوًی ﴿۵۸﴾

(૫૮) તો પછી અમે પણ તારા મુકાબલામાં એવો જ જાદુ લાવીશું, માટે તારા અને અમારા વચ્ચે સરખા અંતરે આવેલા ખુલ્લા મેદાનમાં ચોક્કસ સમયે મુલાકાતનો વાયદો કરીએ જે ન અમે ભંગ કરીશુ ન તુ (ભંગ કરીશ).

59

قَالَ مَوۡعِدُکُمۡ یَوۡمُ الزِّیۡنَۃِ وَ اَنۡ یُّحۡشَرَ النَّاسُ ضُحًی ﴿۵۹﴾

(૫૯) (મૂસાએ) કહ્યું : તમારી મુલાકાતનો સમય સજાવટ (ઇદ)નો દિવસ છે (એ શર્ત સાથે) કે ચઢતા દિવસે લોકો ભેગા થાય.

60

فَتَوَلّٰی فِرۡعَوۡنُ فَجَمَعَ کَیۡدَہٗ ثُمَّ اَتٰی ﴿۶۰﴾

(૬૦) આથી ફિરઔન પાછો ફર્યો અને પોતાના મક્રો ફરેબ (દાવપેચ) ભેગા કર્યા, પછી તે (મુકાબલા માટે) આવી ગયો.

61

قَالَ لَہُمۡ مُّوۡسٰی وَیۡلَکُمۡ لَا تَفۡتَرُوۡا عَلَی اللّٰہِ کَذِبًا فَیُسۡحِتَکُمۡ بِعَذَابٍ ۚ وَ قَدۡ خَابَ مَنِ افۡتَرٰی ﴿۶۱﴾

(૬૧) મૂસાએ તેમને કહ્યું : વાય તમારા ઉપર! અલ્લાહ તરફ જૂઠી નિસ્બત ન આપો, કે અઝાબ થકી તમારો નાશ કરી નાખશે, અને જે કોઇ જૂઠી નિસ્બત આપે, તે નાઉમ્મીદ થાય છે.

62

فَتَنَازَعُوۡۤا اَمۡرَہُمۡ بَیۡنَہُمۡ وَ اَسَرُّوا النَّجۡوٰی ﴿۶۲﴾

(૬૨) પછી તેઓ પોતાની બાબતમાં આપસમાં વાદ-વિવાદ કર્યો અને કાનાફૂસીને છુપાવી.

63

قَالُوۡۤا اِنۡ ہٰذٰىنِ لَسٰحِرٰنِ یُرِیۡدٰنِ اَنۡ یُّخۡرِجٰکُمۡ مِّنۡ اَرۡضِکُمۡ بِسِحۡرِہِمَا وَ یَذۡہَبَا بِطَرِیۡقَتِکُمُ الۡمُثۡلٰی ﴿۶۳﴾

(૬૩) (ત્યારબાદ) તેઓએ કહ્યું : ખરેજ આ બંને જાદુગરો છે. તેઓ ચાહે છે કે પોતાના જાદુ વડે તમને તમારી ઝમીનમાંથી કાઢી મૂકે અને તમારા નમૂના જેવા દીનનો નાશ કરે.

64

فَاَجۡمِعُوۡا کَیۡدَکُمۡ ثُمَّ ائۡتُوۡا صَفًّا ۚ وَ قَدۡ اَفۡلَحَ الۡیَوۡمَ مَنِ اسۡتَعۡلٰی ﴿۶۴﴾

(૬૪) માટે તમે તમારા મક્રો ફરેબ એકઠા કરી લો, પછી એક હરોળમાં ગોઠવાઇ જાવ; અને આજના દિવસે યકીનન તે જ સફળ થશે જે ગાલીબ આવશે.

65

قَالُوۡا یٰمُوۡسٰۤی اِمَّاۤ اَنۡ تُلۡقِیَ وَ اِمَّاۤ اَنۡ نَّکُوۡنَ اَوَّلَ مَنۡ اَلۡقٰی ﴿۶۵﴾

(૬૫) તેઓ બોલ્યા : અય મૂસા! તું (જાદુનો દાવ) ફેંકે છો કે અમે પહેલા ફેંકનાર થઇએ?

66

قَالَ بَلۡ اَلۡقُوۡا ۚ فَاِذَا حِبَالُہُمۡ وَ عِصِیُّہُمۡ یُخَیَّلُ اِلَیۡہِ مِنۡ سِحۡرِہِمۡ اَنَّہَا تَسۡعٰی ﴿۶۶﴾

(૬૬) તેણે કહ્યું : નહિં, તમે જ ફેંકો પછી તેમના દોરડા અને સોટીઓ તેમના જાદુના લીધે એવા દેખાણા કે જાણે તે સળવળી રહ્યા હોય.

67

فَاَوۡجَسَ فِیۡ نَفۡسِہٖ خِیۡفَۃً مُّوۡسٰی ﴿۶۷﴾

(૬૭) પછી મૂસાના દિલમાં ડર મહેસૂસ થયો.

68

قُلۡنَا لَا تَخَفۡ اِنَّکَ اَنۡتَ الۡاَعۡلٰی ﴿۶۸﴾

(૬૮) અમોએ કહ્યું, ડર નહિ, ખરેખર તું જ ગાલીબ છો.

69

وَ اَلۡقِ مَا فِیۡ یَمِیۡنِکَ تَلۡقَفۡ مَا صَنَعُوۡا ؕ اِنَّمَا صَنَعُوۡا کَیۡدُ سٰحِرٍ ؕ وَ لَا یُفۡلِحُ السَّاحِرُ حَیۡثُ اَتٰی ﴿۶۹﴾

(૬૯) અને તારા જમણા હાથમાં જે છે તેને ઝમીન પર નાખી દે કે જેથી તેમણે જે કાંઇ બનાવ્યું છે તેને ગળી જશે, તેઓએ જે બનાવ્યું છે તે જાદુગરોનો ફરેબ છે, અને જાદુગર ગમે ત્યાં જાય તેઓ સફળ થશે નહિં.

70

فَاُلۡقِیَ السَّحَرَۃُ سُجَّدًا قَالُوۡۤا اٰمَنَّا بِرَبِّ ہٰرُوۡنَ وَ مُوۡسٰی ﴿۷۰﴾

(૭૦) અને બધા જાદુગરોએ પોતાને સિજદામાં નાખી દીધા, તેમણે કહ્યું : અમે હારૂન તથા મૂસાના પરવરદિગાર પર ઇમાન લઇ આવ્યા.

71

قَالَ اٰمَنۡتُمۡ لَہٗ قَبۡلَ اَنۡ اٰذَنَ لَکُمۡ ؕ اِنَّہٗ لَکَبِیۡرُکُمُ الَّذِیۡ عَلَّمَکُمُ السِّحۡرَ ۚ فَلَاُقَطِّعَنَّ اَیۡدِیَکُمۡ وَ اَرۡجُلَکُمۡ مِّنۡ خِلَافٍ وَّ لَاُصَلِّبَنَّکُمۡ فِیۡ جُذُوۡعِ النَّخۡلِ ۫ وَ لَتَعۡلَمُنَّ اَیُّنَاۤ اَشَدُّ عَذَابًا وَّ اَبۡقٰی ﴿۷۱﴾

(૭૧) (ફિરઔને) કહ્યું, હું તમને રજા આપું તે પહેલાં જ તમે તેના પર ઇમાન લઇ આવ્યા? બેશક એ જ તમારા બધાનો બુઝુર્ગ છે કે જેણે તમને જાદુ શીખવ્યો છે, તેથી હું ખરેજ તમારા ઉલ્ટા સુલ્ટા હાથ અને પગ કાપી નાખીશ અને તમને ખજૂરના વૃક્ષના થડો ઉપર ફાંસીએ ચઢાવીશ, અને તમે ચોકકસ જાણી લેશો કે અમારામાંથી કોણી સજા વધારે સખત અને બાકી રહેનાર છે.

72

قَالُوۡا لَنۡ نُّؤۡثِرَکَ عَلٰی مَا جَآءَنَا مِنَ الۡبَیِّنٰتِ وَ الَّذِیۡ فَطَرَنَا فَاقۡضِ مَاۤ اَنۡتَ قَاضٍ ؕ اِنَّمَا تَقۡضِیۡ ہٰذِہِ الۡحَیٰوۃَ الدُّنۡیَا ﴿ؕ۷۲﴾

(૭૨) તેઓ (જાદુગરોએ) કહ્યું : જે ખુલ્લી દલીલો (મોઅજિઝા) અમારી સામે આવી, તેના મુકાબલામાં અને જેણે અમને પેદા કર્યા, તેની ઉપર અમે તને અગ્રતા નથી આપતા માટે તારે જે કાંઇ ફેસલો કરવાનો હોય તે કરી લે, તું માત્ર આ દુનિયાના જીવનના બારામાં હુકમ આપી શકે છો.

73

اِنَّـاۤ اٰمَنَّا بِرَبِّنَا لِیَغۡفِرَ لَنَا خَطٰیٰنَا وَ مَاۤ اَکۡرَہۡتَنَا عَلَیۡہِ مِنَ السِّحۡرِ ؕ وَ اللّٰہُ خَیۡرٌ وَّ اَبۡقٰی ﴿۷۳﴾

(૭૩) ખરેખર અમે અમારા પરવરદિગાર પર ઇમાન લાવ્યા કે જેથી તે અમારા ગુનાહોને તથા જે જાદુ કરવાની તેં અમને ફરજ પાડી હતી તેને માફ કરી દે, અને અલ્લાહ બેહતર અને બાકી રહેનારો છે.

74

اِنَّہٗ مَنۡ یَّاۡتِ رَبَّہٗ مُجۡرِمًا فَاِنَّ لَہٗ جَہَنَّمَ ؕ لَا یَمُوۡتُ فِیۡہَا وَ لَا یَحۡیٰی ﴿۷۴﴾

(૭૪) જે કોઇ પોતાના પરવરદિગારની હજૂરમાં ગુનેહગાર થઇને આવશે, જરૂર તેના માટે જહન્નમ છે; જેમાં તે ન મરણ પામશે અને ન જીવતો રહેશે.

75

وَ مَنۡ یَّاۡتِہٖ مُؤۡمِنًا قَدۡ عَمِلَ الصّٰلِحٰتِ فَاُولٰٓئِکَ لَہُمُ الدَّرَجٰتُ الۡعُلٰی ﴿ۙ۷۵﴾

(૭૫) અને તેની હજૂરમાં જે કોઇ મોઅમીન થઇને આવે (તથા) જેણે નેક અમલ કર્યા હશે, એવા લોકો માટે બુલંદ દરજ્જા છે.

76

جَنّٰتُ عَدۡنٍ تَجۡرِیۡ مِنۡ تَحۡتِہَا الۡاَنۡہٰرُ خٰلِدِیۡنَ فِیۡہَا ؕ وَ ذٰلِکَ جَزٰٓؤُا مَنۡ تَزَکّٰی ﴿٪۷۶﴾

(૭૬) જન્નતો, જેની હેઠળ નદીઓ વહે છે, તેઓ તેમાં હંમેશા રહેશે, અને જે પોતાના નફસને પાકીઝા રાખે તેનો આ બદલો છે.

77

وَ لَقَدۡ اَوۡحَیۡنَاۤ اِلٰی مُوۡسٰۤی ۬ۙ اَنۡ اَسۡرِ بِعِبَادِیۡ فَاضۡرِبۡ لَہُمۡ طَرِیۡقًا فِی الۡبَحۡرِ یَبَسًا ۙ لَّا تَخٰفُ دَرَکًا وَّ لَا تَخۡشٰی ﴿۷۷﴾

(૭૭) અને અમોએ મૂસાને વહી કરી : મારા બંદાઓ (બની ઇસરાઇલ)ને રાતના સમયે સાથે લઇ જા, પછી તેમના માટે દરિયામાં સૂકો રસ્તો ખોલ કે પકડાઇ જવાનો કે ડૂબી જવાનો ડર ન રાખ.

78

فَاَتۡبَعَہُمۡ فِرۡعَوۡنُ بِجُنُوۡدِہٖ فَغَشِیَہُمۡ مِّنَ الۡیَمِّ مَا غَشِیَہُمۡ ﴿ؕ۷۸﴾

(૭૮) પછી ફિરઔને પોતાનાં લશ્કર સાથે તેમનો પીછો કર્યો, પછી દરિયામાંથી મોજાઓએ તેઓને સંપૂર્ણ રીતે ઢાંકી દીધા.

79

وَ اَضَلَّ فِرۡعَوۡنُ قَوۡمَہٗ وَ مَا ہَدٰی ﴿۷۹﴾

(૭૯) અને ફિરઔને પોતાની કૌમને ગુમરાહ કરી અને હરગિઝ હિદાયત ન કરી.

80

یٰبَنِیۡۤ اِسۡرَآءِیۡلَ قَدۡ اَنۡجَیۡنٰکُمۡ مِّنۡ عَدُوِّکُمۡ وَ وٰعَدۡنٰکُمۡ جَانِبَ الطُّوۡرِ الۡاَیۡمَنَ وَ نَزَّلۡنَا عَلَیۡکُمُ الۡمَنَّ وَ السَّلۡوٰی ﴿۸۰﴾

(૮૦) અય બની ઇસરાઇલ ! બેશક અમોએ તમારા દુશ્મનોથી તમને છુટકારો આપ્યો, અને તૂરના પહાડની જમણી બાજુએ તમારી સાથે વાયદો કર્યો, અને તમારા પર મન્ના તથા સલ્વા નાઝિલ કર્યા.

81

کُلُوۡا مِنۡ طَیِّبٰتِ مَا رَزَقۡنٰکُمۡ وَ لَا تَطۡغَوۡا فِیۡہِ فَیَحِلَّ عَلَیۡکُمۡ غَضَبِیۡ ۚ وَ مَنۡ یَّحۡلِلۡ عَلَیۡہِ غَضَبِیۡ فَقَدۡ ہَوٰی ﴿۸۱﴾

(૮૧) અમોએ તમને જે કાંઇ પાકીઝા રોઝી આપેલ છે તેમાંથી ખાઓ, અને તેના બારામાં સરકશી કરો નહિં કે તમારા ઉપર મારો ગઝબ ઉતરશે અને જેના પર મારો ગઝબ ઉતરશે તે બેશક (હલાકતમાં) પડી જશે.

82

وَ اِنِّیۡ لَغَفَّارٌ لِّمَنۡ تَابَ وَ اٰمَنَ وَ عَمِلَ صَالِحًا ثُمَّ اہۡتَدٰی ﴿۸۲﴾

(૮૨) અને જે તૌબા કરે તથા ઇમાન લાવે તથા નેક અમલ કરે, પછી હિદાયત પામે હું તેને માફ કરનાર છું.

83

وَ مَاۤ اَعۡجَلَکَ عَنۡ قَوۡمِکَ یٰمُوۡسٰی ﴿۸۳﴾

(૮૩) અને અય મૂસા ! શા માટે તે તારી કૌમ કરતા વધારે ઉતાવળ કરી?

84

قَالَ ہُمۡ اُولَآءِ عَلٰۤی اَثَرِیۡ وَ عَجِلۡتُ اِلَیۡکَ رَبِّ لِتَرۡضٰی ﴿۸۴﴾

(૮૪) તેણે કહ્યું : તેઓ મારી પાછળ છે અને અય મારા પરવરદિગાર! હું તારી તરફ જલ્દી આવ્યો કે જેથી તું રાજી થાય.

85

قَالَ فَاِنَّا قَدۡ فَتَنَّا قَوۡمَکَ مِنۡۢ بَعۡدِکَ وَ اَضَلَّہُمُ السَّامِرِیُّ ﴿۸۵﴾

(૮૫) તેણે ફરમાવ્યું, બેશક અમોએ તારી પાછળ તારી કોમની આજમાઇશ કરી અને સામરીએ તેમને ગુમરાહ કર્યા.

86

فَرَجَعَ مُوۡسٰۤی اِلٰی قَوۡمِہٖ غَضۡبَانَ اَسِفًا ۬ۚ قَالَ یٰقَوۡمِ اَلَمۡ یَعِدۡکُمۡ رَبُّکُمۡ وَعۡدًا حَسَنًا ۬ؕ اَفَطَالَ عَلَیۡکُمُ الۡعَہۡدُ اَمۡ اَرَدۡتُّمۡ اَنۡ یَّحِلَّ عَلَیۡکُمۡ غَضَبٌ مِّنۡ رَّبِّکُمۡ فَاَخۡلَفۡتُمۡ مَّوۡعِدِیۡ ﴿۸۶﴾

(૮૬) આથી મૂસા ગઝબનાક થઇ અફસોસ કરતા પોતાની કોમ તરફ પાછા આવ્યા, (અને) કહ્યું: અય મારી કોમ! શું તમારા પરવરદિગારે તમારાથી સારો (નેક) વાયદો કર્યો ન હતો ? શું વાયદાની મુદ્દત તમારા માટે લાંબી થઇ પડી હતી, અથવા તમોએ એવું ચાહ્યું કે તમારા પર તમારા પરવરદિગારનો ગઝબ ઉતરે માટે તમોએ મારી સાથેના વાયદાને તોડી નાખ્યો?!

87

قَالُوۡا مَاۤ اَخۡلَفۡنَا مَوۡعِدَکَ بِمَلۡکِنَا وَ لٰکِنَّا حُمِّلۡنَاۤ اَوۡزَارًا مِّنۡ زِیۡنَۃِ الۡقَوۡمِ فَقَذَفۡنٰہَا فَکَذٰلِکَ اَلۡقَی السَّامِرِیُّ ﴿ۙ۸۷﴾

(૮૭) તેઓએ કહ્યું : અમોએ તારા સાથે કરેલો વાયદો અમારી મેળે નથી તોડયો, પરંતુ અમારા ઉપર કૌમના ઘરેણાનો વજન હતો પછી અમોએ તેને આગમાં નાખી દીધા, અને આ રીતે સામરીએ (પોતાના ઘરેણા) નાખ્યા.

88

فَاَخۡرَجَ لَہُمۡ عِجۡلًا جَسَدًا لَّہٗ خُوَارٌ فَقَالُوۡا ہٰذَاۤ اِلٰـہُکُمۡ وَ اِلٰہُ مُوۡسٰی ۬ فَنَسِیَ ﴿ؕ۸۸﴾

(૮૮) પછી તેઓ માટે એક વાછરડાની મૂર્તિ (બનાવી) કાઢી જેમાં ગાયનો ભાંભરવાનો અવાજ હતો અને તેઓએ કહ્યું: આ તમારો ખુદા છે અને મૂસાનો પણ ખુદા છે, પરંતુ તે (હકીકત) ભૂલી ગયો.

89

اَفَلَا یَرَوۡنَ اَلَّا یَرۡجِعُ اِلَیۡہِمۡ قَوۡلًا ۬ۙ وَّ لَا یَمۡلِکُ لَہُمۡ ضَرًّا وَّ لَا نَفۡعًا ﴿٪۸۹﴾

(૮૯) શું તેઓ જોતા નથી કે વાછરડુ તેઓને કાંઇ જવાબ આપતુ નથી; અને તે ન તો તેમના નફા-નુકસાનનુ માલિક છે.

90

وَ لَقَدۡ قَالَ لَہُمۡ ہٰرُوۡنُ مِنۡ قَبۡلُ یٰقَوۡمِ اِنَّمَا فُتِنۡتُمۡ بِہٖ ۚ وَ اِنَّ رَبَّکُمُ الرَّحۡمٰنُ فَاتَّبِعُوۡنِیۡ وَ اَطِیۡعُوۡۤا اَمۡرِیۡ ﴿۹۰﴾

(૯૦) અને ખરેખર હારૂને તેમને અગાઉ જ કહી દીધું હતું : અય મારી કોમ! આના વડે ફકત તમારી અજમાઇશ કરવામાં આવી છે, અને બેશક તમારો પરવરદિગાર રહેમાન (ખુદા) છે, માટે તમે મારી તાબેદારી કરો અને મારી ઇતાઅત કરો.

91

قَالُوۡا لَنۡ نَّبۡرَحَ عَلَیۡہِ عٰکِفِیۡنَ حَتّٰی یَرۡجِعَ اِلَیۡنَا مُوۡسٰی ﴿۹۱﴾

(૯૧) તેમણે કહ્યું કે અમે તેની પાસે જ (ઇબાદત માટે) રહીશું, જ્યાં સુધી કે મૂસા અમારી પાસે પાછો આવે.

92

قَالَ یٰہٰرُوۡنُ مَا مَنَعَکَ اِذۡ رَاَیۡتَہُمۡ ضَلُّوۡۤا ﴿ۙ۹۲﴾

(૯૨) (મૂસાએ) કહ્યું, અય હારૂન! જ્યારે તેં તેમને ગુમરાહ થતા જોયા ત્યારે કઇ વસ્તુએ તને અટકાવ્યો:

93

اَلَّا تَتَّبِعَنِ ؕ اَفَعَصَیۡتَ اَمۡرِیۡ ﴿۹۳﴾

(૯૩) કે તેં મારી તાબેદારી કરી નહિ, શું તેં મારા હુકમની મુખાલેફત કરી?

94

قَالَ یَبۡنَؤُمَّ لَا تَاۡخُذۡ بِلِحۡیَتِیۡ وَ لَا بِرَاۡسِیۡ ۚ اِنِّیۡ خَشِیۡتُ اَنۡ تَقُوۡلَ فَرَّقۡتَ بَیۡنَ بَنِیۡۤ اِسۡرَآءِیۡلَ وَ لَمۡ تَرۡقُبۡ قَوۡلِیۡ ﴿۹۴﴾

(૯૪) તેણે કહ્યું : અય મારા માજાયા ! તું મને દાઢી અને માથા વડે પકડ નહી. મને ડર હતો કે તું એમ ન કહે કે તેં બની ઇસરાઇલમાં કેમ ભાગલા કરી નાખ્યા અને મારી ભલામણનું ઘ્યાન ન રાખ્યુ.

95

قَالَ فَمَا خَطۡبُکَ یٰسَامِرِیُّ ﴿۹۵﴾

(૯૫) તેણે કહ્યું : અય સામરી ! તારો શુ મકસદ હતો ?

96

قَالَ بَصُرۡتُ بِمَا لَمۡ یَبۡصُرُوۡا بِہٖ فَقَبَضۡتُ قَبۡضَۃً مِّنۡ اَثَرِ الرَّسُوۡلِ فَنَبَذۡتُہَا وَ کَذٰلِکَ سَوَّلَتۡ لِیۡ نَفۡسِیۡ ﴿۹۶﴾

(૯૬) કહ્યુ મેં એવી ચીજ જોઇ જે તેઓએ ન જોઇ, (અલ્લાહના) મોકલેલાના અસરનો એક હિસ્સો લીધો પછી તે (મૂર્તિ)માં નાખી દીધો મારા મનની ઇચ્છાએ આ રીતે મારી નજરમાં સુશોભિત બનાવી દેખાડ્યું.

97

قَالَ فَاذۡہَبۡ فَاِنَّ لَکَ فِی الۡحَیٰوۃِ اَنۡ تَقُوۡلَ لَا مِسَاسَ ۪ وَ اِنَّ لَکَ مَوۡعِدًا لَّنۡ تُخۡلَفَہٗ ۚ وَ انۡظُرۡ اِلٰۤی اِلٰـہِکَ الَّذِیۡ ظَلۡتَ عَلَیۡہِ عَاکِفًا ؕ لَنُحَرِّقَنَّہٗ ثُمَّ لَنَنۡسِفَنَّہٗ فِی الۡیَمِّ نَسۡفًا ﴿۹۷﴾

(૯૭) તેણે કહ્યું : ચાલ્યો જા, તારા માટે આ (સજા) છે કે તું જયાં સુધી દુનિયામાં જીવીશ ત્યાં સુધી કહીશ કે મારો સંપર્ક ન કરો અને તારા માટે વાયદા ખિલાફી ન થાય એવો (અઝાબનો) વાયદો છે અને જો, તુ હંમેશા જેની ઇબાદત માટે રોકાયેલો રહેતો તેને હું જરૂર બાળીને દરિયામાં વેરવિખેર કરી નાખીશ.

98

اِنَّمَاۤ اِلٰـہُکُمُ اللّٰہُ الَّذِیۡ لَاۤ اِلٰہَ اِلَّا ہُوَ ؕ وَسِعَ کُلَّ شَیۡءٍ عِلۡمًا ﴿۹۸﴾

(૯૮) તમારો મામબૂદ ફકત અલ્લાહ છે, તેના સિવાય કોઇ માઅબૂદ નથી, દરેક વસ્તુને તેના ઇલ્મે ઘેરેલી છે.

99

کَذٰلِکَ نَقُصُّ عَلَیۡکَ مِنۡ اَنۡۢبَآءِ مَا قَدۡ سَبَقَ ۚ وَ قَدۡ اٰتَیۡنٰکَ مِنۡ لَّدُنَّا ذِکۡرًا ﴿ۖۚ۹۹﴾

(૯૯) આ રીતે અમે તને અગાઉના અમુક બનાવોની ખબર આપીએ છીએ, અને ખરેખર અમોએ તને અમારી પાસેથી ઝિક્ર અતા કર્યુ.

100

مَنۡ اَعۡرَضَ عَنۡہُ فَاِنَّہٗ یَحۡمِلُ یَوۡمَ الۡقِیٰمَۃِ وِزۡرًا ﴿۱۰۰﴾ۙ

(૧૦૦) જે કોઇ તેનાથી મોઢું ફેરવશે, તે ખરેખર કયામતના દિવસે (ગુનાહનો) બોજો ઉપાડશે.

101

خٰلِدِیۡنَ فِیۡہِ ؕ وَ سَآءَ لَہُمۡ یَوۡمَ الۡقِیٰمَۃِ حِمۡلًا ﴿۱۰۱﴾ۙ

(૧૦૧) તેઓ હંમેશા તેમાં રહેશે અને કયામતના દિવસે ખરાબ વજન ઉપાડશે.

102

یَّوۡمَ یُنۡفَخُ فِی الصُّوۡرِ وَ نَحۡشُرُ الۡمُجۡرِمِیۡنَ یَوۡمَئِذٍ زُرۡقًا ﴿۱۰۲﴾ۚۖ

(૧૦૨) જે દિવસે સૂર ફૂંકવામાં આવશે તે દિવસે અમે ગુનેહગારોને એવી હાલતમાં કે તેઓના શરીર કબુદ (આસમાની રંગના) હશે ભેગા કરીશું.

103

یَّتَخَافَتُوۡنَ بَیۡنَہُمۡ اِنۡ لَّبِثۡتُمۡ اِلَّا عَشۡرًا ﴿۱۰۳﴾

(૧૦૩) તેઓ ધીમે-ધીમે આપસમાં કહેશે તમો ફકત દસ દિવસ રહ્યા.

104

نَحۡنُ اَعۡلَمُ بِمَا یَقُوۡلُوۡنَ اِذۡ یَقُوۡلُ اَمۡثَلُہُمۡ طَرِیۡقَۃً اِنۡ لَّبِثۡتُمۡ اِلَّا یَوۡمًا ﴿۱۰۴﴾٪

(૧૦૪) જે વાતો તેઓ કરે છે તેનાથી અમે સારી રીતે વાકેફ છીએ કે જ્યારે તેઓમાંથી સારી રીતભાતવાળા લોકો કહેશે : તમે ફકત એક જ દિવસ રહ્યા હતા.

105

وَ یَسۡـَٔلُوۡنَکَ عَنِ الۡجِبَالِ فَقُلۡ یَنۡسِفُہَا رَبِّیۡ نَسۡفًا ﴿۱۰۵﴾ۙ

(૧૦૫) અને તેઓ તને પહાડોના બારામાં પૂછે છે તું કહે : મારો પરવરદિગાર તેમને જડમૂળથી ઉખેડી વેર-વિખેર કરી નાખશે;

106

فَیَذَرُہَا قَاعًا صَفۡصَفًا ﴿۱۰۶﴾ۙ

(૧૦૬) પછી તેને ઊજ્જડ મેદાન કરી મૂકશે;

107

لَّا تَرٰی فِیۡہَا عِوَجًا وَّ لَاۤ اَمۡتًا ﴿۱۰۷﴾ؕ

(૧૦૭) જેમાં તું ન કાંઇ વાકૂંચૂંકૂં જોશે ન કંઇ ઊંચાણ, નીચાણ.

108

یَوۡمَئِذٍ یَّتَّبِعُوۡنَ الدَّاعِیَ لَا عِوَجَ لَہٗ ۚ وَ خَشَعَتِ الۡاَصۡوَاتُ لِلرَّحۡمٰنِ فَلَا تَسۡمَعُ اِلَّا ہَمۡسًا ﴿۱۰۸﴾

(૧૦૮) તે દિવસ તેઓ એક બોલાવનાર કે જેમાં કોઇ વળાંક નથી તેની પૈરવી કરશે અને રહેમાન (અલ્લાહ) સામે બધી અવાજો ધીમી પડી જશે, અને તું વિનમ્ર અવાજ સિવાય કશુ સાંભળશે નહિં.

109

یَوۡمَئِذٍ لَّا تَنۡفَعُ الشَّفَاعَۃُ اِلَّا مَنۡ اَذِنَ لَہُ الرَّحۡمٰنُ وَ رَضِیَ لَہٗ قَوۡلًا ﴿۱۰۹﴾

(૧૦૯) તે દિવસે કોઇની પણ શફાઅત કામ લાગશે નહિ સિવાય કે જેને તે રહેમાને (પરવરદિગારે) રજા આપેલી અને જેના કોલથી તે રાજી છે.

110

یَعۡلَمُ مَا بَیۡنَ اَیۡدِیۡہِمۡ وَ مَا خَلۡفَہُمۡ وَ لَا یُحِیۡطُوۡنَ بِہٖ عِلۡمًا ﴿۱۱۰﴾

(૧૧૦) તે જાણે છે કે તેમની આગળ અને તેમની પાછળ શું છે, જયારે કે તેઓને તે (અલ્લાહ)ની બાબતે સંપૂર્ણ ઇલ્મ ધરાવતા નથી.

111

وَ عَنَتِ الۡوُجُوۡہُ لِلۡحَیِّ الۡقَیُّوۡمِ ؕ وَ قَدۡ خَابَ مَنۡ حَمَلَ ظُلۡمًا ﴿۱۱۱﴾

(૧૧૧) અને હંમેશા જીવંત સ્વનિર્ભર (ખુદા) સામે ચહેરાઓ જૂકી જશે અને તે ખરેખર નાઉમ્મીદ થશે, જેણે ઝુલ્મનો ભાર ઊંચકેલ હશે.

112

وَ مَنۡ یَّعۡمَلۡ مِنَ الصّٰلِحٰتِ وَ ہُوَ مُؤۡمِنٌ فَلَا یَخٰفُ ظُلۡمًا وَّ لَا ہَضۡمًا ﴿۱۱۲﴾

(૧૧૨) અને જે કોઇ નેકી કરે, એવી હાલતમાં કે મોઅમીન હોય, તો તેને ઝુલ્મનો કે પોતાનો હક પામાલ થવાનો ડર રહેશે નહિં.

113

وَ کَذٰلِکَ اَنۡزَلۡنٰہُ قُرۡاٰنًا عَرَبِیًّا وَّ صَرَّفۡنَا فِیۡہِ مِنَ الۡوَعِیۡدِ لَعَلَّہُمۡ یَتَّقُوۡنَ اَوۡ یُحۡدِثُ لَہُمۡ ذِکۡرًا ﴿۱۱۳﴾

(૧૧૩) અને આ પ્રમાણે અમોએ કુરઆનને અરબી ભાષામાં નાઝિલ કર્યુ, અને તેમાં જુદા જુદા પ્રકરના અઝાબથી ચેતવ્યા કે જેથી તેઓ (નાફરમાની કરવાથી) બચે, અથવા તેમનુ ઘ્યાન દોરાય.

114

فَتَعٰلَی اللّٰہُ الۡمَلِکُ الۡحَقُّ ۚ وَ لَا تَعۡجَلۡ بِالۡقُرۡاٰنِ مِنۡ قَبۡلِ اَنۡ یُّقۡضٰۤی اِلَیۡکَ وَحۡیُہٗ ۫ وَ قُلۡ رَّبِّ زِدۡنِیۡ عِلۡمًا ﴿۱۱۴﴾

(૧૧૪) હકીકી બાદશાહ અલ્લાહનો બુલંદ મરતબો છે (અય પયગંબર તિલાવતે) કુરઆન બાબતે ઉતાવળ ન કર જ્યાં સુધી તેની વહી તારા ઉપર પૂરી ન થાય અને કહે : અય મારા પરવરદિગાર મારા ઇલ્મમાં વધારો કર.

115

وَ لَقَدۡ عَہِدۡنَاۤ اِلٰۤی اٰدَمَ مِنۡ قَبۡلُ فَنَسِیَ وَ لَمۡ نَجِدۡ لَہٗ عَزۡمًا ﴿۱۱۵﴾٪

(૧૧૫) અને ખરેજ અમોએ અગાઉ આદમ પાસેથી વાયદો લીધો હતો, પરંતુ તે ભૂલી ગયો અને અમોએ તેનામાં મજબૂત ઇરાદો ન પામ્યા.

116

وَ اِذۡ قُلۡنَا لِلۡمَلٰٓئِکَۃِ اسۡجُدُوۡا لِاٰدَمَ فَسَجَدُوۡۤا اِلَّاۤ اِبۡلِیۡسَ ؕ اَبٰی ﴿۱۱۶﴾

(૧૧૬) અને જયારે અમોએ ફરિશ્તાઓને કહ્યું: તમે આદમને સિજદો કરો તેઓ બધાએ સિજદો કર્યો, સિવાય કે ઇબ્લીસ, તેણે ઇન્કાર કર્યો.

117

فَقُلۡنَا یٰۤـاٰدَمُ اِنَّ ہٰذَا عَدُوٌّ لَّکَ وَ لِزَوۡجِکَ فَلَا یُخۡرِجَنَّکُمَا مِنَ الۡجَنَّۃِ فَتَشۡقٰی ﴿۱۱۷﴾

(૧૧૭) પછી અમોએ કહ્યું : અય આદમ! ખરેખર આ તારો અને તારી ઔરતનો દુશ્મન છે, એવું ન થાય કે તે તમો બન્નેને જન્નતમાંથી કઢાવે અને તું મુશ્કેલીમાં મૂકાઇ જા.

118

اِنَّ لَکَ اَلَّا تَجُوۡعَ فِیۡہَا وَ لَا تَعۡرٰی ﴿۱۱۸﴾ۙ

(૧૧૮) કારણકે તુ તે (જન્નત)માં ભૂખ્યો કે નગ્ન નહી થા.

119

وَ اَنَّکَ لَا تَظۡمَؤُا فِیۡہَا وَ لَا تَضۡحٰی ﴿۱۱۹﴾

(૧૧૯) અને ન તેમાં પ્યાસો થઇશ અને ન તને સૂરજની ગરમી લાગશે.

120

فَوَسۡوَسَ اِلَیۡہِ الشَّیۡطٰنُ قَالَ یٰۤـاٰدَمُ ہَلۡ اَدُلُّکَ عَلٰی شَجَرَۃِ الۡخُلۡدِ وَ مُلۡکٍ لَّا یَبۡلٰی ﴿۱۲۰﴾

(૧૨૦) પરંતુ શૈતાને તેના મનમાં વસવસો નાખ્યો અને કહ્યું કે અય આદમ! શું હું તને અમર કરવાવાળુ ઝાડ અને ખત્મ ન થનારી સલ્તનતનુ માર્ગદર્શન આપુ?

121

فَاَکَلَا مِنۡہَا فَبَدَتۡ لَہُمَا سَوۡاٰتُہُمَا وَ طَفِقَا یَخۡصِفٰنِ عَلَیۡہِمَا مِنۡ وَّرَقِ الۡجَنَّۃِ ۫ وَ عَصٰۤی اٰدَمُ رَبَّہٗ فَغَوٰی ﴿۱۲۱﴾۪ۖ

(૧૨૧) પછી તેઓ બન્નેએ તેમાંથી ખાઇ લીધું, જેથી તેમની શર્મગાહ તેમના પર જાહેર થઇ ગઇ, અને તેઓ બન્ને જન્નતના પાંદડાં વડે પોતાના શરીર ઢાંકવા લાગ્યા, અને આદમે પોતાના પરવરદિગારની નસીહત પર અમલ કર્યો નહી (તર્કે અવલા કર્યુ), તેથી તેનું જીવન રાહતથી મહેરૂમ થયું.

122

ثُمَّ اجۡتَبٰہُ رَبُّہٗ فَتَابَ عَلَیۡہِ وَ ہَدٰی ﴿۱۲۲﴾

(૧૨૨) તે પછી તેના પરવરદિગારે તેને મુન્તખબ કર્યો, અને તેની તૌબા કબૂલ કરી અને હિદાયત કરી.

123

قَالَ اہۡبِطَا مِنۡہَا جَمِیۡعًۢا بَعۡضُکُمۡ لِبَعۡضٍ عَدُوٌّ ۚ فَاِمَّا یَاۡتِیَنَّکُمۡ مِّنِّیۡ ہُدًی ۬ۙ فَمَنِ اتَّبَعَ ہُدَایَ فَلَا یَضِلُّ وَ لَا یَشۡقٰی ﴿۱۲۳﴾

(૧૨૩) તેણે કહ્યુ બંને ઊતરી જાવ એવી હાલતમાં કે તમારામાંથી અમુક અમુકના દુશ્મન થશે પછી મારા તરફથી હિદાયત તમારી પાસે જરૂર આવશે, જે મારી હિદાયતની તાબેદારી કરશે, તે ગુમરાહ અને દુ:ખી નહિ થાય.

124

وَ مَنۡ اَعۡرَضَ عَنۡ ذِکۡرِیۡ فَاِنَّ لَہٗ مَعِیۡشَۃً ضَنۡکًا وَّ نَحۡشُرُہٗ یَوۡمَ الۡقِیٰمَۃِ اَعۡمٰی ﴿۱۲۴﴾

(૧૨૪) અને જે મારા ઝિક્રથી મોઢું ફેરવી લેશે, ખરેખર તેની જિંદગી તંગ થઇ જશે, અને કયામતના દિવસે અમે તેને આંધળો મહેશૂર કરીશું.

125

قَالَ رَبِّ لِمَ حَشَرۡتَنِیۡۤ اَعۡمٰی وَ قَدۡ کُنۡتُ بَصِیۡرًا ﴿۱۲۵﴾

(૧૨૫) અને પછી તે કહેશે કે અય મારા પરવરદિગાર ! તેં મને આંધળો કેમ મહેશૂર કર્યાં? જ્યારે હું તો (દુનિયામાં) ખરેજ દેખતો હતો.

126

قَالَ کَذٰلِکَ اَتَتۡکَ اٰیٰتُنَا فَنَسِیۡتَہَا ۚ وَکَذٰلِکَ الۡیَوۡمَ تُنۡسٰی ﴿۱۲۶﴾

(૧૨૬) તે કહેશે : આ જ રીતે અમારી નિશાનીઓ તારી પાસે આવી અને તુ (જાણી જોઇ)ને ભૂલી ગયો અને આજે આ જ પ્રમાણે તને ભૂલાવી દેવામાં આવશે.

127

وَ کَذٰلِکَ نَجۡزِیۡ مَنۡ اَسۡرَفَ وَ لَمۡ یُؤۡمِنۡۢ بِاٰیٰتِ رَبِّہٖ ؕ وَ لَعَذَابُ الۡاٰخِرَۃِ اَشَدُّ وَ اَبۡقٰی ﴿۱۲۷﴾

(૧૨૭) અને જે કોઇ ઇસરાફ કરે અને તેના પરવરદિગારના નિશાનીઓ પર ઇમાન ન લાવે અમે તેને આમ જ બદલો આપીએ છીએ, અને ખરેખર આખેરતનો અઝાબ વધારે સખ્ત અને બાકી રહેનારો છે.

128

اَفَلَمۡ یَہۡدِ لَہُمۡ کَمۡ اَہۡلَکۡنَا قَبۡلَہُمۡ مِّنَ الۡقُرُوۡنِ یَمۡشُوۡنَ فِیۡ مَسٰکِنِہِمۡ ؕ اِنَّ فِیۡ ذٰلِکَ لَاٰیٰتٍ لِّاُولِی النُّہٰی ﴿۱۲۸﴾٪

(૧૨૮) શું આ વાત તેમની હિદાયત નથી કરતી કે તેમની અગાઉ અમોએ કેટલીએ પેઢીઓનો નાશ કરી નાખ્યો કે જેમના મકાનોમાં તેઓ ચાલે છે? બેશક અક્કલમંદો માટે તેમાં નિશાનીઓ છે.

129

وَ لَوۡ لَا کَلِمَۃٌ سَبَقَتۡ مِنۡ رَّبِّکَ لَکَانَ لِزَامًا وَّ اَجَلٌ مُّسَمًّی ﴿۱۲۹﴾ؕ

(૧૨૯) જો તારા રબના (અઝાબના) વાયદાનો સમય નક્કી થયેલ ન હોત તો જરૂર (અઝાબ) આવી પડેત.

130

فَاصۡبِرۡ عَلٰی مَا یَقُوۡلُوۡنَ وَ سَبِّحۡ بِحَمۡدِ رَبِّکَ قَبۡلَ طُلُوۡعِ الشَّمۡسِ وَ قَبۡلَ غُرُوۡبِہَا ۚ وَ مِنۡ اٰنَآیِٔ الَّیۡلِ فَسَبِّحۡ وَ اَطۡرَافَ النَّہَارِ لَعَلَّکَ تَرۡضٰی ﴿۱۳۰﴾

(૧૩૦) માટે તેઓ (નાસ્તિકો) જે કાંઇ કહે છે તેના પર સબ્ર કરો, અને સૂરજ ઊગવા અને આથમવા પહેલાં તારા પરવરદિગારની તસ્બીહ અને વખાણ કરતા રહો, તથા રાતની ઘડીઓમાં અને દિવસના ભાગોમાં પણ તસ્બીહ કરો કદાચને તું ખુશ થઇ જા.

131

وَ لَا تَمُدَّنَّ عَیۡنَیۡکَ اِلٰی مَا مَتَّعۡنَا بِہٖۤ اَزۡوَاجًا مِّنۡہُمۡ زَہۡرَۃَ الۡحَیٰوۃِ الدُّنۡیَا ۬ۙ لِنَفۡتِنَہُمۡ فِیۡہِ ؕ وَ رِزۡقُ رَبِّکَ خَیۡرٌ وَّ اَبۡقٰی ﴿۱۳۱﴾

(૧૩૧) અને અમોએ તેમનામાંથી અમુક લોકોને જે ચીજોથી માલામાલ કર્યા તેની તરફ આંખ ઊંચકીને ન જો, આ દુનિયાના જીવનની રોનક છે જેથી તેમાં તેઓને અજમાવીએ, અને તારા પરવરદિગારની રોઝી બહેતર અને બાકી રહેનાર છે.

132

وَ اۡمُرۡ اَہۡلَکَ بِالصَّلٰوۃِ وَ اصۡطَبِرۡ عَلَیۡہَا ؕ لَا نَسۡـَٔلُکَ رِزۡقًا ؕ نَحۡنُ نَرۡزُقُکَ ؕ وَ الۡعَاقِبَۃُ لِلتَّقۡوٰی ﴿۱۳۲﴾

(૧૩૨) અને તારા કુટુંબીઓને નમાઝનો હુકમ કર અને તેના પર સબ્ર કર; અમે તારી પાસે રોઝી નથી માંગતા, અમે તો ખુદ તને રોઝી આપીએ છીએ; અને (નેક) આકેબત (અંજામ) પરહેઝગારો માટે છે.

133

وَ قَالُوۡا لَوۡ لَا یَاۡتِیۡنَا بِاٰیَۃٍ مِّنۡ رَّبِّہٖ ؕ اَوَ لَمۡ تَاۡتِہِمۡ بَیِّنَۃُ مَا فِی الصُّحُفِ الۡاُوۡلٰی ﴿۱۳۳﴾

(૧૩૩) અને તેઓ કહ્યુ કે તેના પરવરદિગાર તરફથી અમારા માટે કોઇ નિશાની શા માટે લાવતો નથી? (કહે) શું તેમની પાસે આગલી કિતાબોમાં મોજૂદ રોશન પૂરાવા નથી આવ્યા?

134

وَ لَوۡ اَنَّـاۤ اَہۡلَکۡنٰہُمۡ بِعَذَابٍ مِّنۡ قَبۡلِہٖ لَقَالُوۡا رَبَّنَا لَوۡ لَاۤ اَرۡسَلۡتَ اِلَیۡنَا رَسُوۡلًا فَنَتَّبِعَ اٰیٰتِکَ مِنۡ قَبۡلِ اَنۡ نَّذِلَّ وَ نَخۡزٰی ﴿۱۳۴﴾

(૧૩૪) અને જો અમો તેઓને (રસૂલના આવવા) અગાઉ નાશ કરી નાખતે તો તેઓ કહેતે કે અય અમારા પરવરદિગાર ! તેં અમારી પાસે રસૂલને કેમ ન મોકલ્યા કે જેથી અમે ઝલીલ અને રૂસવા થવા પહેલાં તારી નિશાનીઓની પૈરવી કરતે.

135

قُلۡ کُلٌّ مُّتَرَبِّصٌ فَتَرَبَّصُوۡا ۚ فَسَتَعۡلَمُوۡنَ مَنۡ اَصۡحٰبُ الصِّرَاطِ السَّوِیِّ وَ مَنِ اہۡتَدٰی ﴿۱۳۵﴾٪

(૧૩૫) તું કહે કે (આપણે) બધા રાહ જોઇએ છીએ, તમે પણ રાહ જૂઓ; નજીકમાં તમે જાણી લેશો કે કોણ સીધા રસ્તાવાળા અને હિદાયત પામેલા છે?!