سورة الزلزلة
اِذَا زُلۡزِلَتِ الۡاَرۡضُ زِلۡزَالَہَا ۙ﴿۱﴾
(૧) જ્યારે ઝમીન સખ્ત રીતે ધ્રુજી ઊઠશે:
وَ اَخۡرَجَتِ الۡاَرۡضُ اَثۡقَالَہَا ۙ﴿۲﴾
(૨) અને પોતાનો ભાર બહાર કાઢશે:
وَ قَالَ الۡاِنۡسَانُ مَا لَہَا ۚ﴿۳﴾
(૩) અને ઈન્સાન કહેશે કે તે (ઝમીન)ને શું થઇ ગયું છે ? (કે આ રીતે ધ્રુજે છે)
یَوۡمَئِذٍ تُحَدِّثُ اَخۡبَارَہَا ۙ﴿۴﴾
(૪) તે દિવસે ઝમીન પોતાની ખબરો બયાન કરશે:
بِاَنَّ رَبَّکَ اَوۡحٰی لَہَا ؕ﴿۵﴾
(૫) કારણ કે તારા પરવરદિગારે તેને વહી કરેલ છે!
یَوۡمَئِذٍ یَّصۡدُرُ النَّاسُ اَشۡتَاتًا ۬ۙ لِّیُرَوۡا اَعۡمَالَہُمۡ ؕ﴿۶﴾
(૬) તે દિવસે લોકો જુદા જુદા સમૂહોમાં કબરોમાંથી નીકળશે કે જેથી તેઓના આમાલ તેઓને દેખાડવામાં આવે!
فَمَنۡ یَّعۡمَلۡ مِثۡقَالَ ذَرَّۃٍ خَیۡرًا یَّرَہٗ ؕ﴿۷﴾
(૭) પછી જે શખ્સે રજકણ બરાબર નેકી કરશે તેને તે નિહાળશે.
وَ مَنۡ یَّعۡمَلۡ مِثۡقَالَ ذَرَّۃٍ شَرًّا یَّرَہٗ ٪﴿۸﴾
(૮) અને જેણે રજકણ બરાબર બદી કરશે તેને પણ તે નિહાળશે.
મહત્વપૂર્ણ લિંક્સ
http://www.amillibrary.com
http://hajinaji.imperoserver.in/admin/important-links/create
આપણા સમુદાય સાથે જોડાવા અને એપ્લિકેશનનું અન્વેષણ કરવા માટે તમારો ફોન નંબર દાખલ કરો.
01:59 માં OTP ફરીથી મોકલો
કોડ મળ્યો નથી? ફરીથી મોકલો