અલ-કુરઆન

81

At-Takwir

سورة التكوير


اِذَا الشَّمۡسُ کُوِّرَتۡ ۪ۙ﴿۱﴾

(૧) જ્યારે સૂરજને લપેટી લેવામાં આવશે,

وَ اِذَا النُّجُوۡمُ انۡکَدَرَتۡ ۪ۙ﴿۲﴾

(૨) અને જ્યારે સિતારાઓ ઝાંખા પડી જશે,

وَ اِذَا الۡجِبَالُ سُیِّرَتۡ ۪ۙ﴿۳﴾

(૩) અને જ્યારે પહાડ ચાલવા લાગશે,

وَ اِذَا الۡعِشَارُ عُطِّلَتۡ ۪ۙ﴿۴﴾

(૪) અને જ્યારે દરેક કિંમતી ચીઝ-વસ્તુઓ ભૂલાઇ જશે,

وَ اِذَا الۡوُحُوۡشُ حُشِرَتۡ ۪ۙ﴿۵﴾

(૫) અને જ્યારે જાનવરોને મહેશૂર કરવામાં આવશે,

وَ اِذَا الۡبِحَارُ سُجِّرَتۡ ۪ۙ﴿۶﴾

(૬) અને જ્યારે દરિયાઓ ઊછળશે,

وَ اِذَا النُّفُوۡسُ زُوِّجَتۡ ۪ۙ﴿۷﴾

(૭) અને જ્યારે દરેકને તેના જોડીદાર સાથે જોડી દેવામાં આવશે:

وَ اِذَا الۡمَوۡءٗدَۃُ سُئِلَتۡ ۪ۙ﴿۸﴾

(૮) અને જ્યારે જીવતી દાટેલી દુખ્તરો બાબતે સવાલ કરવામાં આવશે,

بِاَیِّ ذَنۡۢبٍ قُتِلَتۡ ۚ﴿۹﴾

(૯) કે તેણીઓને કયા ગુનાહના કારણે મારી નાખવામાં આવી ?!

10

وَ اِذَا الصُّحُفُ نُشِرَتۡ ﴿۪ۙ۱۰﴾

(૧૦) અને જ્યારે નામએ આમાલ ખોલવામાં આવશે,

11

وَ اِذَا السَّمَآءُ کُشِطَتۡ ﴿۪ۙ۱۱﴾

(૧૧) અને જ્યારે આસમાનનો પડદો હટાવી લેવાશે,

12

وَ اِذَا الۡجَحِیۡمُ سُعِّرَتۡ ﴿۪ۙ۱۲﴾

(૧૨) અને જ્યારે જહીમની જ્વાળાઓ ભડકશે,

13

وَ اِذَا الۡجَنَّۃُ اُزۡلِفَتۡ ﴿۪ۙ۱۳﴾

(૧૩) અને જ્યારે જન્નત નજીક થશે,

14

عَلِمَتۡ نَفۡسٌ مَّاۤ اَحۡضَرَتۡ ﴿ؕ۱۴﴾

(૧૪) (હા) ત્યારે દરેક જીવ જાણી લેશે કે શુ તૈયાર કરેલ છે!

15

فَلَاۤ اُقۡسِمُ بِالۡخُنَّسِ ﴿ۙ۱۵﴾

(૧૫) કસમ તે તારાઓની જે પલ્ટે છે (છુપાઇ છે):

16

الۡجَوَارِ الۡکُنَّسِ ﴿ۙ۱۶﴾

(૧૬) ચાલે છે અને નજરોથી સંતાઇ જાય છે:

17

وَ الَّیۡلِ اِذَا عَسۡعَسَ ﴿ۙ۱۷﴾

(૧૭) અને રાતની કસમ જ્યારે કે તે વિદાય થાય છે :

18

وَ الصُّبۡحِ اِذَا تَنَفَّسَ ﴿ۙ۱۸﴾

(૧૮) અને સવારની કસમ જયારે તે શ્વાસ લે છે:

19

اِنَّہٗ لَقَوۡلُ رَسُوۡلٍ کَرِیۡمٍ ﴿ۙ۱۹﴾

(૧૯) બેશક આ એક મોહતરમ પયગામ લાવનારનો કોલ છે :

20

ذِیۡ قُوَّۃٍ عِنۡدَ ذِی الۡعَرۡشِ مَکِیۡنٍ ﴿ۙ۲۰﴾

(૨૦) જે કુદરતમંદ છે અને અર્શના માલિકની પાસે બુલંદ મરતબાવાળો છે:

21

مُّطَاعٍ ثَمَّ اَمِیۡنٍ ﴿ؕ۲۱﴾

(૨૧) તેની ત્યાં (આસમાનમાં) તાબેદારી કરવામાં આવે છે અને તે અમાનતદાર છે.

22

وَ مَا صَاحِبُکُمۡ بِمَجۡنُوۡنٍ ﴿ۚ۲۲﴾

(૨૨) અને તમારો સાથી દીવાનો નથી!

23

وَ لَقَدۡ رَاٰہُ بِالۡاُفُقِ الۡمُبِیۡنِ ﴿ۚ۲۳﴾

(૨૩) અને તેણે તે (જિબ્રઇલ)ને રોશન ઉફુક (ક્ષિતિજ) પર જોયો છે.

24

وَ مَا ہُوَ عَلَی الۡغَیۡبِ بِضَنِیۡنٍ ﴿ۚ۲۴﴾

(૨૪) અને તે (હાંસિલ કરેલ) ગેબની વાતોના બારામાં કંજૂસ નથી.

25

وَ مَا ہُوَ بِقَوۡلِ شَیۡطٰنٍ رَّجِیۡمٍ ﴿ۙ۲۵﴾

(૨૫) અને આ (કુરઆન) કોઇ હાંકી કાઢેલા શેતાનનું કલામ નથી:

26

فَاَیۡنَ تَذۡہَبُوۡنَ ﴿ؕ۲۶﴾

(૨૬) તો તમે ક્યાં જાવ છો ?

27

اِنۡ ہُوَ اِلَّا ذِکۡرٌ لِّلۡعٰلَمِیۡنَ ﴿ۙ۲۷﴾

(૨૭) આ તમામ દુનિયાઓ માટે નસીહત સિવાય બીજુ કંઇ જ નથી,

28

لِمَنۡ شَآءَ مِنۡکُمۡ اَنۡ یَّسۡتَقِیۡمَ ﴿ؕ۲۸﴾

(૨૮) જે તમારામાંથી (હિદાયતનો) સીધો રસ્તો અપનાવવા ચાહે તેના માટે!

29

وَ مَا تَشَآءُوۡنَ اِلَّاۤ اَنۡ یَّشَآءَ اللّٰہُ رَبُّ الۡعٰلَمِیۡنَ ﴿٪۲۹﴾

(૨૯) અને તમે કાંઇ પણ ચાહતા નથી સિવાય કે જે દુનિયાઓનો પરવરદિગાર અલ્લાહ ચાહે.