Ghafir
سورة غافر
غَافِرِ الذَّنۡۢبِ وَ قَابِلِ التَّوۡبِ شَدِیۡدِ الۡعِقَابِ ۙ ذِی الطَّوۡلِ ؕ لَاۤ اِلٰہَ اِلَّا ہُوَ ؕ اِلَیۡہِ الۡمَصِیۡرُ ﴿۳﴾
(૩) તે ગુનાહોંને માફ કરનાર, તૌબાને કબૂલ કરનાર, (નાફરમાનોને) સખ્ત અઝાબ આપનાર અને (ફરમાબરદારને) વધારે નેઅમત (આપવા)વાળો છે, તેના સિવાય બીજો કોઇ માઅબૂદ નથી અને (દરેકનું) પાછું ફરવું તેની જ તરફ છે.
کَذَّبَتۡ قَبۡلَہُمۡ قَوۡمُ نُوۡحٍ وَّ الۡاَحۡزَابُ مِنۡۢ بَعۡدِہِمۡ ۪ وَ ہَمَّتۡ کُلُّ اُمَّۃٍۭ بِرَسُوۡلِہِمۡ لِیَاۡخُذُوۡہُ وَ جٰدَلُوۡا بِالۡبَاطِلِ لِیُدۡحِضُوۡا بِہِ الۡحَقَّ فَاَخَذۡتُہُمۡ ۟ فَکَیۡفَ کَانَ عِقَابِ ﴿۵﴾
(૫) અગાઉ નૂહની કોમ અને તેમના પછી (બીજા) ગિરોહે (રસૂલાને) જૂઠલાવ્યા દરેક ઉમ્મત ચાહતી હતી કે પોતાના રસૂલને કેદ કરે અને બાતિલ વડે હકને નાબૂદ કરવા વાદ-વિવાદ કરે, પરંતુ અમે તેને પકડી લીધા, જો કેવો હતો અમારો અઝાબ!
اَلَّذِیۡنَ یَحۡمِلُوۡنَ الۡعَرۡشَ وَ مَنۡ حَوۡلَہٗ یُسَبِّحُوۡنَ بِحَمۡدِ رَبِّہِمۡ وَ یُؤۡمِنُوۡنَ بِہٖ وَ یَسۡتَغۡفِرُوۡنَ لِلَّذِیۡنَ اٰمَنُوۡا ۚ رَبَّنَا وَسِعۡتَ کُلَّ شَیۡءٍ رَّحۡمَۃً وَّ عِلۡمًا فَاغۡفِرۡ لِلَّذِیۡنَ تَابُوۡا وَ اتَّبَعُوۡا سَبِیۡلَکَ وَ قِہِمۡ عَذَابَ الۡجَحِیۡمِ ﴿۷﴾
(૭) જે (ફરિશ્તા)ઓએ અર્શે ઇલાહીને ઊંચકે છે તથા જેઓ તેની આસપાસ છે તેઓ પોતાના પરવરદિગારના વખાણ અને તસ્બીહ કરે છે, તથા તેના ઉપર ઇમાન રાખે છે અને જે લોકો ઇમાન લાવ્યા છે તેમના માટે ઇસ્તગફાર કરે છે, કે અય પરવરદિગાર ! તારી રહેમત અને ઇલ્મે દરેક વસ્તુને ઘેરી લીધેલ છે; માટે જેઓ તૌબા કરી અને તારો રસ્તો અપનાવે છે તેમના ગુનાહ માફ કર, અને તેમને જહન્નમના અઝાબથી બચાવ.
رَبَّنَا وَ اَدۡخِلۡہُمۡ جَنّٰتِ عَدۡنِۣ الَّتِیۡ وَعَدۡتَّہُمۡ وَ مَنۡ صَلَحَ مِنۡ اٰبَآئِہِمۡ وَ اَزۡوَاجِہِمۡ وَ ذُرِّیّٰتِہِمۡ ؕ اِنَّکَ اَنۡتَ الۡعَزِیۡزُ الۡحَکِیۡمُ ۙ﴿۸﴾
(૮) પરવરદિગાર તેમને તથા તેમના બાપદાદાઓને અને તેમની ઔરતોને અને તેમની ઓલાદમાંથી જેઓ નેક બંદાઓ છે તેઓને હંમેશા બાકી રહેવાવાળી જન્નતોમાં દાખલ કર, જેનો તું એ વાયદો કર્યો છે, બેશક તું જબરદસ્ત અને હિકમતવાળો છો :
اِنَّ الَّذِیۡنَ کَفَرُوۡا یُنَادَوۡنَ لَمَقۡتُ اللّٰہِ اَکۡبَرُ مِنۡ مَّقۡتِکُمۡ اَنۡفُسَکُمۡ اِذۡ تُدۡعَوۡنَ اِلَی الۡاِیۡمَانِ فَتَکۡفُرُوۡنَ ﴿۱۰﴾
(૧૦) બેશક નાસ્તિકોને પોકારવામાં આવશે અલ્લાહની દુશ્મની (નફરત) તમારી પોતાના પ્રત્યેની દુશ્મની કરતા વધારે મોટી છે કારણકે તમને ઇમાન તરફ બોલાવતા હતા પરંતુ ઇન્કાર કરતા હતા.
قَالُوۡا رَبَّنَاۤ اَمَتَّنَا اثۡنَتَیۡنِ وَ اَحۡیَیۡتَنَا اثۡنَتَیۡنِ فَاعۡتَرَفۡنَا بِذُنُوۡبِنَا فَہَلۡ اِلٰی خُرُوۡجٍ مِّنۡ سَبِیۡلٍ ﴿۱۱﴾
(૧૧) તેઓએ કહ્યું કે અય અમારા પરવરદિગાર! તે અમને બે વખત મોત આપ્યું અને બે વખત જીવતા કર્યા, હવે અમે અમારા ગુનાહો કબૂલ કર્યા, શું (અઝાબમાંથી) નીકળવાનો કોઇ રસ્તો છે ?
ذٰلِکُمۡ بِاَنَّہٗۤ اِذَا دُعِیَ اللّٰہُ وَحۡدَہٗ کَفَرۡتُمۡ ۚ وَ اِنۡ یُّشۡرَکۡ بِہٖ تُؤۡمِنُوۡا ؕ فَالۡحُکۡمُ لِلّٰہِ الۡعَلِیِّ الۡکَبِیۡرِ ﴿۱۲﴾
(૧૨) (આ એટલા માટે કે) જયારે એક અલ્લાહ તરફ બોલાવવામાં આવતા ત્યારે તમોએ ઇન્કાર કરતા, અને જો શિર્ક કરવામાં આવતુ તો તુરંત માની જાતા, હવે ફેસલો કરવાનો હક બુલંદ અને મહાન અલ્લાહનો જ છે.
رَفِیۡعُ الدَّرَجٰتِ ذُو الۡعَرۡشِ ۚ یُلۡقِی الرُّوۡحَ مِنۡ اَمۡرِہٖ عَلٰی مَنۡ یَّشَآءُ مِنۡ عِبَادِہٖ لِیُنۡذِرَ یَوۡمَ التَّلَاقِ ﴿ۙ۱۵﴾
(૧૫) તે અલ્લાહ (નેક બંદાના) દરજ્જાઓને બુલંદ કરે છે અને અર્શનો માલિક છે. તે પોતાના બંદાઓમાંથી જેના ઉપર ચાહે છે પોતાના હુકમથી રૂહ (વહી)ને મોકલે છે જેથી મુલાકાતના દિવસથી ચેતવે:
وَ اَنۡذِرۡہُمۡ یَوۡمَ الۡاٰزِفَۃِ اِذِ الۡقُلُوۡبُ لَدَی الۡحَنَاجِرِ کٰظِمِیۡنَ ۬ؕ مَا لِلظّٰلِمِیۡنَ مِنۡ حَمِیۡمٍ وَّ لَا شَفِیۡعٍ یُّطَاعُ ﴿ؕ۱۸﴾
(૧૮) તેઓને નઝદીક (આવનાર) દિવસથી ડરાવ જ્યારે વહેશતના કારણે કાળજાઓ ગળા સુધી પહોંચતા હશે, ગમ ખાતા હશે ત્યારે ઝાલિમો માટે ન કોઇ દોસ્ત હશે અને ન કોઇ શફાઅત કરનાર કે જેની વાત કબૂલ કરવામાં આવે.
اَوَ لَمۡ یَسِیۡرُوۡا فِی الۡاَرۡضِ فَیَنۡظُرُوۡا کَیۡفَ کَانَ عَاقِبَۃُ الَّذِیۡنَ کَانُوۡا مِنۡ قَبۡلِہِمۡ ؕ کَانُوۡا ہُمۡ اَشَدَّ مِنۡہُمۡ قُوَّۃً وَّ اٰثَارًا فِی الۡاَرۡضِ فَاَخَذَہُمُ اللّٰہُ بِذُنُوۡبِہِمۡ ؕ وَ مَا کَانَ لَہُمۡ مِّنَ اللّٰہِ مِنۡ وَّاقٍ ﴿۲۱﴾
(૨૧) શું તેઓએ ઝમીનમાં મુસાફરી નથી કરી જેથી તેઓ જોવે કે તેમની અગાઉના લોકોનો અંજામ કેવો હતો? જેઓ તાકત અને ઝમીનમાં બાંધકામના અવશેષો બાબતે આના કરતા ચઢીયાતા હતા, પરંતુ અલ્લાહે તેમને તેમના ગુનાહોંના કારણે પકડી લીધા, અને અલ્લાહથી તેમને બચાવનાર કોઇ ન હતું!
ذٰلِکَ بِاَنَّہُمۡ کَانَتۡ تَّاۡتِیۡہِمۡ رُسُلُہُمۡ بِالۡبَیِّنٰتِ فَکَفَرُوۡا فَاَخَذَہُمُ اللّٰہُ ؕ اِنَّہٗ قَوِیٌّ شَدِیۡدُ الۡعِقَابِ ﴿۲۲﴾
(૨૨) આ બધુ એ માટે થયું કે રસૂલ તેમની પાસે વાઝેહ નિશાનીઓ લઇને આવતા હતા છતાં તેઓ ઇન્કાર કરતા હતા, પછી અલ્લાહે તેમને પકડમાં લીધા, બેશક તે મહા શક્તિવાન અને સખત અઝાબ આપનાર છે.
فَلَمَّا جَآءَہُمۡ بِالۡحَقِّ مِنۡ عِنۡدِنَا قَالُوا اقۡتُلُوۡۤا اَبۡنَآءَ الَّذِیۡنَ اٰمَنُوۡا مَعَہٗ وَ اسۡتَحۡیُوۡا نِسَآءَہُمۡ ؕ وَ مَا کَیۡدُ الۡکٰفِرِیۡنَ اِلَّا فِیۡ ضَلٰلٍ ﴿۲۵﴾
(૨૫) પછી જયારે અમારા તરફથી હક તેમની પાસે લાવ્યા ત્યારે તેઓએ કહ્યું કે જેઓ તેની સાથે ઇમાન લાવ્યા છે તેમના ફરઝંદોને મારી નાખો, તથા તેમની ઔરતોને (ખિદમત માટે) જીવતી રાખો; અને નાસ્તિકોની મક્કારી નથી સિવાય કે ગુમરાહીમાં.
وَ قَالَ فِرۡعَوۡنُ ذَرُوۡنِیۡۤ اَقۡتُلۡ مُوۡسٰی وَ لۡیَدۡعُ رَبَّہٗ ۚ اِنِّیۡۤ اَخَافُ اَنۡ یُّبَدِّلَ دِیۡنَکُمۡ اَوۡ اَنۡ یُّظۡہِرَ فِی الۡاَرۡضِ الۡفَسَادَ ﴿۲۶﴾
(૨૬) અને ફિરઔને કહ્યું કે મને રજા આપો જેથી હું મૂસાને મારી નાખું, અને તે પોતાના પરવરદિગારને (નજાત માટે) પોકારે કારણકે મને ડર લાગે છે કે તે તમારા દીનને બદલી નાખે, અથવા ઝમીનમાં ફસાદ ફેલાવે!
وَ قَالَ رَجُلٌ مُّؤۡمِنٌ ٭ۖ مِّنۡ اٰلِ فِرۡعَوۡنَ یَکۡتُمُ اِیۡمَانَہٗۤ اَتَقۡتُلُوۡنَ رَجُلًا اَنۡ یَّقُوۡلَ رَبِّیَ اللّٰہُ وَ قَدۡ جَآءَکُمۡ بِالۡبَیِّنٰتِ مِنۡ رَّبِّکُمۡ ؕ وَ اِنۡ یَّکُ کَاذِبًا فَعَلَیۡہِ کَذِبُہٗ ۚ وَ اِنۡ یَّکُ صَادِقًا یُّصِبۡکُمۡ بَعۡضُ الَّذِیۡ یَعِدُکُمۡ ؕ اِنَّ اللّٰہَ لَا یَہۡدِیۡ مَنۡ ہُوَ مُسۡرِفٌ کَذَّابٌ ﴿۲۸﴾
(૨૮) અને ફિરઔનવાળાઓમાંથી એક મોઅમીન મર્દ કે જે પોતાના ઇમાનને છુપાવી રાખતો હતો તેણે કહ્યું કે શું તમે એક માણસને કત્લ કરવા ચાહો છો એટલા માટે કે તે કહે છે કે મારો પરવરદિગાર અલ્લાહ છે, અને એવી હાલતમાં કે તમારા પરવરદિગાર તરફથી રોશન દલીલો લાવ્યો છે ? અને જો તે જૂઠો હશે તો તેના જૂઠનુ નુકસાન તે ભોગવશે, પરંતુ જો તે સાચો હશે તો જે (અઝાબ)નો વાયદો કરે છે તેનો અમુક ભાગ તમારા સુધી પહોંચશે. હકીકતમાં અલ્લાહ ઇસ્રાફ કરનાર અને વધારે જૂઠ બોલનારની હિદાયત કરતો નથી.
یٰقَوۡمِ لَکُمُ الۡمُلۡکُ الۡیَوۡمَ ظٰہِرِیۡنَ فِی الۡاَرۡضِ ۫ فَمَنۡ یَّنۡصُرُنَا مِنۡۢ بَاۡسِ اللّٰہِ اِنۡ جَآءَنَا ؕ قَالَ فِرۡعَوۡنُ مَاۤ اُرِیۡکُمۡ اِلَّا مَاۤ اَرٰی وَ مَاۤ اَہۡدِیۡکُمۡ اِلَّا سَبِیۡلَ الرَّشَادِ ﴿۲۹﴾
(૨૯) અય મારી કોમવાળા, બેશક આજે તમારી પાસે હુકૂમત છે, અને ઝમીન પર તમારો ગલબો છે, જો આપણા ઉપર અલ્લાહનો અઝાબ આવશે તો કોણ આપણી મદદ કરશે ? ફિરઔને કહ્યું, હું મારી માન્યતા સિવાય તમને કાંઇ બતાવતો નથી અને સહી રસ્તા સિવાય બીજા કોઇ રસ્તાની હિદાયત કરતો નથી.
وَ لَقَدۡ جَآءَکُمۡ یُوۡسُفُ مِنۡ قَبۡلُ بِالۡبَیِّنٰتِ فَمَا زِلۡتُمۡ فِیۡ شَکٍّ مِّمَّا جَآءَکُمۡ بِہٖ ؕ حَتّٰۤی اِذَا ہَلَکَ قُلۡتُمۡ لَنۡ یَّبۡعَثَ اللّٰہُ مِنۡۢ بَعۡدِہٖ رَسُوۡلًا ؕ کَذٰلِکَ یُضِلُّ اللّٰہُ مَنۡ ہُوَ مُسۡرِفٌ مُّرۡتَابُۨ ﴿ۚۖ۳۴﴾
(૩૪) અને તેની પહેલાં યુસુફ તમારી પાસે રોશન દલીલ લાવ્યા પરંતુ તમે જે કાંઇ તે લાવ્યા હતા તે બાબતે શંકામાં હતા ત્યાં સુધી કે તે દુનિયાથી ચાલ્યા ગયા ત્યારે તમે કહ્યુ કે અલ્લાહ તેના પછી કોઇ પણ રસૂલને નહિં મોકલે. અલ્લાહ આ રીતે ઝિયાદતી (ઇસરાફ) કરનારને અને શક કરનારને ગુમરાહ કરે છે.
الَّذِیۡنَ یُجَادِلُوۡنَ فِیۡۤ اٰیٰتِ اللّٰہِ بِغَیۡرِ سُلۡطٰنٍ اَتٰہُمۡ ؕ کَبُرَ مَقۡتًا عِنۡدَ اللّٰہِ وَ عِنۡدَ الَّذِیۡنَ اٰمَنُوۡا ؕ کَذٰلِکَ یَطۡبَعُ اللّٰہُ عَلٰی کُلِّ قَلۡبِ مُتَکَبِّرٍ جَبَّارٍ ﴿۳۵﴾
(૩૫) જે લોકો કોઇપણ દલીલ આવ્યા વગર અલ્લાહની આયતો બાબતે વાદ-વિવાદ કરે છે (તેઓનુ આ કામ) અલ્લાહ અને મોમીનોને સખ્ત નાપસંદ છે. આ રીતે અલ્લાહ દરેક તકબ્બૂર કરનાર અને સરકશ ઇન્સાનના દિલ ઉપર મહોર લગાવે છે.
اَسۡبَابَ السَّمٰوٰتِ فَاَطَّلِعَ اِلٰۤی اِلٰہِ مُوۡسٰی وَ اِنِّیۡ لَاَظُنُّہٗ کَاذِبًا ؕ وَ کَذٰلِکَ زُیِّنَ لِفِرۡعَوۡنَ سُوۡٓءُ عَمَلِہٖ وَ صُدَّ عَنِ السَّبِیۡلِ ؕ وَ مَا کَیۡدُ فِرۡعَوۡنَ اِلَّا فِیۡ تَبَابٍ ﴿٪۳۷﴾
(૩૭) આસમાનના અસ્બાબ જેથી હું મૂસાના ખુદાની જાણકારી મેળવુ જોકે હું ગુમાન કરૂં છુ કે મૂસા જૂઠ્ઠો છે; અને આ રીતે ફિરઔનના માટે તેના બૂરા આમાલ સુશોભિત દેખાણા અને તેને (હક) રસ્તાથી અટકાવી દેવામાં આવ્યો; અને ફિરઔનની ચાલાકીનો અંજામ હલાકત સિવાય કંઇ જ ન હતો.
مَنۡ عَمِلَ سَیِّئَۃً فَلَا یُجۡزٰۤی اِلَّا مِثۡلَہَا ۚ وَ مَنۡ عَمِلَ صَالِحًا مِّنۡ ذَکَرٍ اَوۡ اُنۡثٰی وَ ہُوَ مُؤۡمِنٌ فَاُولٰٓئِکَ یَدۡخُلُوۡنَ الۡجَنَّۃَ یُرۡزَقُوۡنَ فِیۡہَا بِغَیۡرِ حِسَابٍ ﴿۴۰﴾
(૪૦) જે કોઇ બૂરાઇ કરશે તેને તેનો જ બદલો આપવામાં આવશે, અને જે કોઇ મોમીન હોવાની હાલતમાં સારૂં કાર્ય કરશે ચાહે તે મર્દ હોય કે ઔરત, તેમને જન્નતમાં દાખલ કરવામાં આવશે, અને તેમાં તેમને બેહિસાબ રોઝી આપવામાં આવશે.
تَدۡعُوۡنَنِیۡ لِاَکۡفُرَ بِاللّٰہِ وَ اُشۡرِکَ بِہٖ مَا لَیۡسَ لِیۡ بِہٖ عِلۡمٌ ۫ وَّ اَنَا اَدۡعُوۡکُمۡ اِلَی الۡعَزِیۡزِ الۡغَفَّارِ ﴿۴۲﴾
(૪૨) તમે મને દાવત આપો છો કે હું અલ્લાહનો ઇન્કાર કરૂં, તથા તેઓને તેનો શરીક બનાવું કે જેનું મને કંઇ ઇલ્મ નથી અને હું તમને તેની તરફ દાવત આપુ છું જે જબરદસ્ત અને માફ કરનાર છે.
لَا جَرَمَ اَنَّمَا تَدۡعُوۡنَنِیۡۤ اِلَیۡہِ لَیۡسَ لَہٗ دَعۡوَۃٌ فِی الدُّنۡیَا وَ لَا فِی الۡاٰخِرَۃِ وَ اَنَّ مَرَدَّنَاۤ اِلَی اللّٰہِ وَ اَنَّ الۡمُسۡرِفِیۡنَ ہُمۡ اَصۡحٰبُ النَّارِ ﴿۴۳﴾
(૪૩) બેશક જેના તરફ તમે દાવત આપો છો ન તે દુનિયામાં પોકારવાને લાયક છે,અને ન આખેરતમાં, અને આપણા સર્વેનું પાછું ફરવું અલ્લાહની જ તરફ છે; અને હકીકતમાં ઇસરાફ કરનારાઓ જહન્નમવાસીઓ છે.
اَلنَّارُ یُعۡرَضُوۡنَ عَلَیۡہَا غُدُوًّا وَّ عَشِیًّا ۚ وَ یَوۡمَ تَقُوۡمُ السَّاعَۃُ ۟ اَدۡخِلُوۡۤا اٰلَ فِرۡعَوۡنَ اَشَدَّ الۡعَذَابِ ﴿۴۶﴾
(૪૬) તે આગ કે જેની સામે તેમને સવાર અને સાંજ હાજર કરવામાં આવે છે, અને જયારે કયામત આવશે ત્યારે (ફરિશ્તાઓને હુકમ કરવામાં આવશે કે) ફિરઔનવાળાઓને સૌથી ખરાબ અઝાબમાં દાખલ કરો.
وَ اِذۡ یَتَحَآجُّوۡنَ فِی النَّارِ فَیَقُوۡلُ الضُّعَفٰٓؤُا لِلَّذِیۡنَ اسۡتَکۡبَرُوۡۤا اِنَّا کُنَّا لَکُمۡ تَبَعًا فَہَلۡ اَنۡتُمۡ مُّغۡنُوۡنَ عَنَّا نَصِیۡبًا مِّنَ النَّارِ ﴿۴۷﴾
(૪૭) અને (તે સમય યાદ દેવરાવ કે) જયારે તેઓ આગમાં અંદરોઅંદર ઝઘડતા હશે, અને કમજોર લોકો તકબ્બૂર કરનારાઓને કહેશે કે અમે તમારી પૈરવી કરનારા હતા, શું તમે આગના થોડા હિસ્સાને અમારાથી દૂર કરી શકો છો?!
قَالُوۡۤا اَوَ لَمۡ تَکُ تَاۡتِیۡکُمۡ رُسُلُکُمۡ بِالۡبَیِّنٰتِ ؕ قَالُوۡا بَلٰی ؕ قَالُوۡا فَادۡعُوۡا ۚ وَ مَا دُعٰٓؤُا الۡکٰفِرِیۡنَ اِلَّا فِیۡ ضَلٰلٍ ﴿٪۵۰﴾
(૫૦) તેઓ કહેશે કે શું તમારી પાસે તમારા રસૂલો ખુલ્લી દલીલો લઇને આવ્યા ન હતા? તેઓ કહેશે કે હા ! તેમને કહેશે કે તમે દુઆ કરો, જો કે નાસ્તિકોની દુઆ નથી સિવાય ગુમરાહીમાં.
اِنَّ الَّذِیۡنَ یُجَادِلُوۡنَ فِیۡۤ اٰیٰتِ اللّٰہِ بِغَیۡرِ سُلۡطٰنٍ اَتٰہُمۡ ۙ اِنۡ فِیۡ صُدُوۡرِہِمۡ اِلَّا کِبۡرٌ مَّا ہُمۡ بِبَالِغِیۡہِ ۚ فَاسۡتَعِذۡ بِاللّٰہِ ؕ اِنَّہٗ ہُوَ السَّمِیۡعُ الۡبَصِیۡرُ ﴿۵۶﴾
(૫૬) બેશક જેઓ અલ્લાહની આયતોના સંબંધમાં તેઓની પાસે કંઇપણ દલીલ આવ્યા વિના ઝઘડતા રહે છે તેમના દિલોમાં ઘમંડ સિવાય બીજું કાંઇજ નથી, અને તેઓ (પોતાની ઇચ્છાઓ) સુધી પહોંચી નહિ શકે, માટે તું અલ્લાહની પનાહ માંગ; કે બેશક તે સાંભળનાર અને જોનાર છે.
وَ مَا یَسۡتَوِی الۡاَعۡمٰی وَ الۡبَصِیۡرُ ۬ۙ وَ الَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ وَ لَا الۡمُسِیۡٓءُ ؕ قَلِیۡلًا مَّا تَتَذَکَّرُوۡنَ ﴿۵۸﴾
(૫૮) અને યાદ રાખો કે આંધળા અને દેખતાં બરાબર નથી અને જેઓ ઇમાન લાવ્યા અને નેક આમાલ કર્યા તેઓ બદકારો જેવા નહિ થાય, પરંતુ તમે લોકો ઓછી નસીહત મેળવો છો!
وَ قَالَ رَبُّکُمُ ادۡعُوۡنِیۡۤ اَسۡتَجِبۡ لَکُمۡ ؕ اِنَّ الَّذِیۡنَ یَسۡتَکۡبِرُوۡنَ عَنۡ عِبَادَتِیۡ سَیَدۡخُلُوۡنَ جَہَنَّمَ دٰخِرِیۡنَ ﴿٪۶۰﴾
(૬૦) અને તમારા પરવરદિગારે કહ્યું છે કે તમે દુઆ કરો હું તમારી દુઆ જરૂર કબૂલ કરીશ. બેશક જેઓ મારી ઇબાદત કરવાથી અકડાય છે તેઓ નજીકમાં જ ઝિલ્લત સાથે જહન્નમમાં દાખલ થશે!
اَللّٰہُ الَّذِیۡ جَعَلَ لَکُمُ الَّیۡلَ لِتَسۡکُنُوۡا فِیۡہِ وَ النَّہَارَ مُبۡصِرًا ؕ اِنَّ اللّٰہَ لَذُوۡ فَضۡلٍ عَلَی النَّاسِ وَ لٰکِنَّ اَکۡثَرَ النَّاسِ لَا یَشۡکُرُوۡنَ ﴿۶۱﴾
(૬૧) અલ્લાહ તે છે કે જેણે તમારા માટે રાત બનાવી. જેથી તમે તેમાં આરામ કરો અને દિવસને રોશની આપનાર બનાવ્યો, બેશક તે લોકો પર મહેરબાની કરવાવાળો છે, પરંતુ મોટા ભાગના લોકો તેનો શુક્ર કરતા નથી!
اَللّٰہُ الَّذِیۡ جَعَلَ لَکُمُ الۡاَرۡضَ قَرَارًا وَّ السَّمَآءَ بِنَآءً وَّ صَوَّرَکُمۡ فَاَحۡسَنَ صُوَرَکُمۡ وَ رَزَقَکُمۡ مِّنَ الطَّیِّبٰتِ ؕ ذٰلِکُمُ اللّٰہُ رَبُّکُمۡ ۚۖ فَتَبٰرَکَ اللّٰہُ رَبُّ الۡعٰلَمِیۡنَ ﴿۶۴﴾
(૬૪) અલ્લાહ તે છે કે જેણે ઝમીનને તમારા માટે આરામની જગ્યા અને આસમાનને છત બનાવી, અને તમને આકાર આપ્યો અને બહેતરીન આકાર આપ્યો! અને તમને પાકીઝા રોઝી અતા કરી; તે જ અલ્લાહ તમારો પરવરદિગાર છે, અલ્લાહ બરકતવાળો છે, જે તમામ દુનિયાઓનો પરવરદિગાર છે.
ہُوَ الۡحَیُّ لَاۤ اِلٰہَ اِلَّا ہُوَ فَادۡعُوۡہُ مُخۡلِصِیۡنَ لَہُ الدِّیۡنَ ؕ اَلۡحَمۡدُ لِلّٰہِ رَبِّ الۡعٰلَمِیۡنَ ﴿۶۵﴾
(૬૫) તે (હકીકતમાં) જીવંત છે, તેના સિવાય કોઇ માઅબૂદ નથી, જેથી તમે તેની ઇબાદત (બંદગી) કરો એવી હાલતમાં કે તેના માટે તમારૂ દીન ખાલિસ કરેલુ હોય, તમામ વખાણ દુનિયાઓના પાલનહાર અલ્લાહ માટે છે.
قُلۡ اِنِّیۡ نُہِیۡتُ اَنۡ اَعۡبُدَ الَّذِیۡنَ تَدۡعُوۡنَ مِنۡ دُوۡنِ اللّٰہِ لَمَّا جَآءَنِیَ الۡبَیِّنٰتُ مِنۡ رَّبِّیۡ ۫ وَ اُمِرۡتُ اَنۡ اُسۡلِمَ لِرَبِّ الۡعٰلَمِیۡنَ ﴿۶۶﴾
(૬૬) તું કહે કે મને એ વાતથી રોકવામાં આવ્યો છે કે હું તેઓની ઇબાદત કરૂં જેને તમે અલ્લાહને છોડીને પોકારો છો કારણ કે મારી પાસે મારા રબ તરફથી ખુલ્લી નિશાનીઓ આવી ચૂકી છે, અને મને હુકમ કરવામાં આવ્યો છે કે હું દુનિયાઓના પરવરદિગારને તસ્લીમ થાવ.
ہُوَ الَّذِیۡ خَلَقَکُمۡ مِّنۡ تُرَابٍ ثُمَّ مِنۡ نُّطۡفَۃٍ ثُمَّ مِنۡ عَلَقَۃٍ ثُمَّ یُخۡرِجُکُمۡ طِفۡلًا ثُمَّ لِتَبۡلُغُوۡۤا اَشُدَّکُمۡ ثُمَّ لِتَکُوۡنُوۡا شُیُوۡخًا ۚ وَ مِنۡکُمۡ مَّنۡ یُّتَوَفّٰی مِنۡ قَبۡلُ وَ لِتَبۡلُغُوۡۤا اَجَلًا مُّسَمًّی وَّ لَعَلَّکُمۡ تَعۡقِلُوۡنَ ﴿۶۷﴾
(૬૭) તે એ જ છે જેણે તમને માટીમાંથી પેદા કર્યા, પછી નુત્ફામાંથી પછી જામી ગયેલા ખૂનમાંથી, પછી તમને બાળક બનાવી બહાર લાવે છે પછી તમે સંપૂર્ણ શકિતશાળી થાવ છો પછી તમે વૃઘ્ધ થાવ છો અને તમારામાંથી અમુકને આની પહેલા ઉઠાવી લેવામાં આવે છે, અમુકને એ માટે (જીવતા રાખવામાં આવે છે) કે નક્કી મુદ્દત સુધી પહોંચી જાય અને કદાચ તમે સમજો.
فَاصۡبِرۡ اِنَّ وَعۡدَ اللّٰہِ حَقٌّ ۚ فَاِمَّا نُرِیَنَّکَ بَعۡضَ الَّذِیۡ نَعِدُہُمۡ اَوۡ نَتَوَفَّیَنَّکَ فَاِلَیۡنَا یُرۡجَعُوۡنَ ﴿۷۷﴾
(૭૭) હવે તમે સબ્ર કરો, અલ્લાહનો વાયદો સાચો છે, જે અઝાબથી અમે ડરાવી રહ્યા છીએ તેમાંથી અમુક તમને દેખાડીશું, અથવા તે પહેલાં જ તમને ઉઠાવી લઇએ. (તો પણ વાંધો નથી) કારણકે તેઓને અમારી જ તરફ પાછા ફેરવવામાં આવશે.
وَ لَقَدۡ اَرۡسَلۡنَا رُسُلًا مِّنۡ قَبۡلِکَ مِنۡہُمۡ مَّنۡ قَصَصۡنَا عَلَیۡکَ وَ مِنۡہُمۡ مَّنۡ لَّمۡ نَقۡصُصۡ عَلَیۡکَ ؕ وَ مَا کَانَ لِرَسُوۡلٍ اَنۡ یَّاۡتِیَ بِاٰیَۃٍ اِلَّا بِاِذۡنِ اللّٰہِ ۚ فَاِذَا جَآءَ اَمۡرُ اللّٰہِ قُضِیَ بِالۡحَقِّ وَ خَسِرَ ہُنَالِکَ الۡمُبۡطِلُوۡنَ ﴿٪۷۸﴾
(૭૮) અને બેશક અમોએ તારી અગાઉ રસૂલોને મોકલ્યા, તેઓમાંના અમુકના કિસ્સા અમોએ તને બયાન કર્યા, અને અમુકના કિસ્સા તને બયાન કર્યા નથી, અને કોઇપણ રસૂલને હક નથી કે તે અલ્લાહના હુકમ સિવાય કોઇ મોઅજિઝો દેખાડે, પછી જયારે અલ્લાહનો હુકમ આવશે ત્યારે હક સાથે ફેસલો કરી દેવામાં આવશે અને ત્યાં અહલે બાતિલ નુકસાન ભોગવશે.
اَفَلَمۡ یَسِیۡرُوۡا فِی الۡاَرۡضِ فَیَنۡظُرُوۡا کَیۡفَ کَانَ عَاقِبَۃُ الَّذِیۡنَ مِنۡ قَبۡلِہِمۡ ؕ کَانُوۡۤا اَکۡثَرَ مِنۡہُمۡ وَ اَشَدَّ قُوَّۃً وَّ اٰثَارًا فِی الۡاَرۡضِ فَمَاۤ اَغۡنٰی عَنۡہُمۡ مَّا کَانُوۡا یَکۡسِبُوۡنَ ﴿۸۲﴾
(૮૨) શું તેઓ ઝમીનમાં હરતા-ફરતા નથી કે તેઓ જોઇ કે તેમની અગાઉના લોકોનો અંજામ કેવો હતો? જેઓ સંખ્યા, તાકાત અને ઝમીનમાં બાંધકામોના અવશેષો બાબતે આના કરતા ચઢીયાતા હતા, પરંતુ જે કાંઇ હાંસિલ કર્યુ હતુ તે તેઓને (અઝાબથી) બચાવી શક્યુ નહિ.
فَلَمَّا جَآءَتۡہُمۡ رُسُلُہُمۡ بِالۡبَیِّنٰتِ فَرِحُوۡا بِمَا عِنۡدَہُمۡ مِّنَ الۡعِلۡمِ وَ حَاقَ بِہِمۡ مَّا کَانُوۡا بِہٖ یَسۡتَہۡزِءُوۡنَ ﴿۸۳﴾
(૮૩) પછી જયારે તેમના રસૂલો તેમની પાસે રોશન દલીલો લાવ્યા ત્યારે પોતાના ઇલ્મ ઉપર ખુશ થવા લાગ્યા, પરંતુ જે (અઝાબ)ની તેઓ મજાક ઊડાવતા હતા તેને જ તેમને ઘેરી લીધા.
فَلَمۡ یَکُ یَنۡفَعُہُمۡ اِیۡمَانُہُمۡ لَمَّا رَاَوۡا بَاۡسَنَا ؕ سُنَّتَ اللّٰہِ الَّتِیۡ قَدۡ خَلَتۡ فِیۡ عِبَادِہٖ ۚ وَ خَسِرَ ہُنَالِکَ الۡکٰفِرُوۡنَ ﴿٪۸۵﴾
(૮૫) પરંતુ જ્યારે અઝાબને જોયો ત્યારે તેઓના ઇમાને તેઓને કંઇપણ ફાયદો ન આપ્યો. આ અલ્લાહની સુન્નત છે કે જે તેના બંદાઓમાં જારી (ચાલુ) છે અને ત્યાં નાસ્તિકોએ નુકસાન ઉઠાવ્યુ.