Ar-Rad
سورة الرعد
اَللّٰہُ الَّذِیۡ رَفَعَ السَّمٰوٰتِ بِغَیۡرِ عَمَدٍ تَرَوۡنَہَا ثُمَّ اسۡتَوٰی عَلَی الۡعَرۡشِ وَ سَخَّرَ الشَّمۡسَ وَ الۡقَمَرَ ؕ کُلٌّ یَّجۡرِیۡ لِاَجَلٍ مُّسَمًّی ؕ یُدَبِّرُ الۡاَمۡرَ یُفَصِّلُ الۡاٰیٰتِ لَعَلَّکُمۡ بِلِقَآءِ رَبِّکُمۡ تُوۡقِنُوۡنَ ﴿۲﴾
(૨) તે અલ્લાહ છે કે જેણે આકાશોને એવા સુતૂન (પાયા) વગર બુલંદ કર્યા જેને તમે જોઈ શકો, પછી (સત્તાના) અર્શ ઉપર બિરાજમાન થયો તથા સૂરજ અને ચાંદને તાબે કર્યા તે (દરેક બાબતની) તદબીર કરે છે (અને) નિશાનીઓને વાઝેહ કરે છે કે કદાચને તમારા પરવરદિગારની મુલાકાતનું તમને યકીન થઇ જાય.
وَ ہُوَ الَّذِیۡ مَدَّ الۡاَرۡضَ وَ جَعَلَ فِیۡہَا رَوَاسِیَ وَ اَنۡہٰرًا ؕ وَ مِنۡ کُلِّ الثَّمَرٰتِ جَعَلَ فِیۡہَا زَوۡجَیۡنِ اثۡنَیۡنِ یُغۡشِی الَّیۡلَ النَّہَارَ ؕ اِنَّ فِیۡ ذٰلِکَ لَاٰیٰتٍ لِّقَوۡمٍ یَّتَفَکَّرُوۡنَ ﴿۳﴾
(૩) અને તેણે ઝમીનને ફેલાવી અને તેમાં મજબૂત પહાડો અને નદીઓને પૈદા કરી, અને દરેક ફળોના તેણે જોડા બનાવ્યા, તે દિવસને રાત્રિ(ના અંધકાર)થી ઢાંકે છે, બેશક તેમાં ગૌરોફીક્ર (ચિંતન) કરનારા લોકો માટે નિશાનીઓ છે.
وَ فِی الۡاَرۡضِ قِطَعٌ مُّتَجٰوِرٰتٌ وَّ جَنّٰتٌ مِّنۡ اَعۡنَابٍ وَّ زَرۡعٌ وَّ نَخِیۡلٌ صِنۡوَانٌ وَّ غَیۡرُ صِنۡوَانٍ یُّسۡقٰی بِمَآءٍ وَّاحِدٍ ۟ وَ نُفَضِّلُ بَعۡضَہَا عَلٰی بَعۡضٍ فِی الۡاُکُلِ ؕ اِنَّ فِیۡ ذٰلِکَ لَاٰیٰتٍ لِّقَوۡمٍ یَّعۡقِلُوۡنَ ﴿۴﴾
(૪) અને ઝમીનના ભાગો એકબીજા સાથે જોડાએલા છે, તથા દ્રાક્ષના બગીચાઓ અને ખેતી તથા ખજૂરના વૃક્ષો કે જેમાં એક થડવાળા અને બે થડવાળા છે તે બધાને એક જ પાણી પીવડાવવામાં આવે છે આમ છતાં અમુકના ફળોને બીજાના (ફળો) કરતા બહેતર બનાવીએ છીએ બેશક તેમાં વિચાર કરનારાઓ માટે નિશાનીઓ છે.
وَ اِنۡ تَعۡجَبۡ فَعَجَبٌ قَوۡلُہُمۡ ءَ اِذَا کُنَّا تُرٰبًا ءَ اِنَّا لَفِیۡ خَلۡقٍ جَدِیۡدٍ ۬ؕ اُولٰٓئِکَ الَّذِیۡنَ کَفَرُوۡا بِرَبِّہِمۡ ۚ وَ اُولٰٓئِکَ الۡاَغۡلٰلُ فِیۡۤ اَعۡنَاقِہِمۡ ۚ وَ اُولٰٓئِکَ اَصۡحٰبُ النَّارِ ۚ ہُمۡ فِیۡہَا خٰلِدُوۡنَ ﴿۵﴾
(૫) અને જો તુ નવાઇ પામ તો તેઓની વાત વધુ નવાઇ ભરેલી છે: શું જયારે અમે માટી થઇ જશું ત્યારે અમને ફરીથી પૈદા કરવામાં આવશે? તેઓ એ છે કે જેઓ પોતાના પરવરદિગારનો ઇન્કાર કરે છે, અને તેઓની ગરદનો ઉપર તોક છે અને તેઓ જહન્નમવાસીઓ છે; જેમાં તેઓ હંમેશા રહેશે.
وَ یَسۡتَعۡجِلُوۡنَکَ بِالسَّیِّئَۃِ قَبۡلَ الۡحَسَنَۃِ وَ قَدۡ خَلَتۡ مِنۡ قَبۡلِہِمُ الۡمَثُلٰتُ ؕ وَ اِنَّ رَبَّکَ لَذُوۡ مَغۡفِرَۃٍ لِّلنَّاسِ عَلٰی ظُلۡمِہِمۡ ۚ وَ اِنَّ رَبَّکَ لَشَدِیۡدُ الۡعِقَابِ ﴿۶﴾
(૬) અને તેઓ તારી પાસે ભલાઇની (રહેમતની) પહેલાં બૂરાઇ (અઝાબ) માટે ઉતાવળ કરે છે; અને બેશક તેમની અગાઉ (નસીહત લેવા જેવા) અઝાબના દાખલા બની ગયા છે અને બેશક તારો પરવરદિગાર લોકોના ઝુલ્મ હોવા છતા તેઓની (તોબા કબૂલ કરી) બક્ષવાવાળો છે અને બેશક તારો પરવરદિગાર અઝાબ આપવામાં પણ સખ્ત છે.
وَ یَقُوۡلُ الَّذِیۡنَ کَفَرُوۡا لَوۡ لَاۤ اُنۡزِلَ عَلَیۡہِ اٰیَۃٌ مِّنۡ رَّبِّہٖ ؕ اِنَّمَاۤ اَنۡتَ مُنۡذِرٌ وَّ لِکُلِّ قَوۡمٍ ہَادٍ ٪﴿۷﴾
(૭) અને નાસ્તિકો(માંથી અમુક) કહે છે શા માટે તેની ઉપર તેના પરવરદિગાર તરફથી કોઇ નિશાની નાઝિલ કરવામાં નથી આવેલ? તું ફકત એક ડરાવનાર છો, અને દરેક કોમ માટે એક હાદી (રહેબર) છે.
اَللّٰہُ یَعۡلَمُ مَا تَحۡمِلُ کُلُّ اُنۡثٰی وَ مَا تَغِیۡضُ الۡاَرۡحَامُ وَ مَا تَزۡدَادُ ؕ وَ کُلُّ شَیۡءٍ عِنۡدَہٗ بِمِقۡدَارٍ ﴿۸﴾
(૮) અલ્લાહ જાણે છે કે દરેક ગર્ભવતી (સ્ત્રી અથવા જાનવર)ના પેટમાં શું છે, કંઇ ચીઝ (ગર્ભદાનમાં રહેવાની મુદ્દત) ઘટાડે છે અને કંઇ ચીઝ (આ મુદ્દતને) વધારે છે અને તેની પાસે દરેક વસ્તુનું પ્રમાણ નક્કી છે.
لَہٗ مُعَقِّبٰتٌ مِّنۡۢ بَیۡنِ یَدَیۡہِ وَ مِنۡ خَلۡفِہٖ یَحۡفَظُوۡنَہٗ مِنۡ اَمۡرِ اللّٰہِ ؕ اِنَّ اللّٰہَ لَا یُغَیِّرُ مَا بِقَوۡمٍ حَتّٰی یُغَیِّرُوۡا مَا بِاَنۡفُسِہِمۡ ؕ وَ اِذَاۤ اَرَادَ اللّٰہُ بِقَوۡمٍ سُوۡٓءًا فَلَا مَرَدَّ لَہٗ ۚ وَ مَا لَہُمۡ مِّنۡ دُوۡنِہٖ مِنۡ وَّالٍ ﴿۱۱﴾
(૧૧) તેના માટે (ઇન્સાનો માટે) હિફાઝત કરનારાઓ છે જેઓ અલ્લાહના હુકમથી તેની આગળ પાછળ રહી તેની હિફાઝત કરે છે, બેશક અલ્લાહ કોઇ કોમની હાલત નથી બદલતો જ્યાં સુધી કે તેઓ પોતે પોતાની હાલત બદલે નહિ; અને અલ્લાહ જ્યારે કોઇ કોમ માટે નુકસાનનો ઇરાદો કરે છે ત્યારે તેને પલટાવી શકાતો નથી, અને તેના સિવાય તેમનો (ઇન્સાનોનો) કોઇ સરપરસ્ત નથી.
وَ یُسَبِّحُ الرَّعۡدُ بِحَمۡدِہٖ وَ الۡمَلٰٓئِکَۃُ مِنۡ خِیۡفَتِہٖ ۚ وَ یُرۡسِلُ الصَّوَاعِقَ فَیُصِیۡبُ بِہَا مَنۡ یَّشَآءُ وَ ہُمۡ یُجَادِلُوۡنَ فِی اللّٰہِ ۚ وَ ہُوَ شَدِیۡدُ الۡمِحَالِ ﴿ؕ۱۳﴾
(૧૩) અને મેઘગર્જના તેના વખાણની તસ્બીહ કરે છે, અને ફરિશ્તાઓ તેના ડરથી (તસ્બીહ કરે છે); અને તે વીજળી(ના કડાકા) મોકલે છે, પછી જેના સુધી ચાહે તેના સુધી પહોંચાડી દે છે, છતાં તેઓ અલ્લાહના સંબંધમાં એકબીજા સાથે બહેસ કરે છે જો કે તે જબરદસ્ત સજા આપનાર છે.
لَہٗ دَعۡوَۃُ الۡحَقِّ ؕ وَ الَّذِیۡنَ یَدۡعُوۡنَ مِنۡ دُوۡنِہٖ لَا یَسۡتَجِیۡبُوۡنَ لَہُمۡ بِشَیۡءٍ اِلَّا کَبَاسِطِ کَفَّیۡہِ اِلَی الۡمَآءِ لِیَبۡلُغَ فَاہُ وَ مَا ہُوَ بِبَالِغِہٖ ؕ وَ مَا دُعَآءُ الۡکٰفِرِیۡنَ اِلَّا فِیۡ ضَلٰلٍ ﴿۱۴﴾
(૧૪) દુઆ (કબૂલ કરવા)નો હક ફકત તેનો જ છે; અને જેઓ તેના સિવાય બીજાઓથી દુઆ માંગે છે તેઓ તેમને કાંઇજ જવાબ આપતા નથી અને તેઓ તેની જેમ છે કે જેણે પોતાના બન્ને હાથ (એવા હેતુથી) પાણી તરફ ફેલાવ્યા હોય કે તે પાણી તેના મોંઢામાં આવી જાય, પરંતુ તે પહોંચશે નહિ; અને નાસ્તિકોની દુઆ ગુમરાહી સિવાય કંઇ જ નથી.
قُلۡ مَنۡ رَّبُّ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ ؕ قُلِ اللّٰہُ ؕ قُلۡ اَفَاتَّخَذۡتُمۡ مِّنۡ دُوۡنِہٖۤ اَوۡلِیَآءَ لَا یَمۡلِکُوۡنَ لِاَنۡفُسِہِمۡ نَفۡعًا وَّ لَا ضَرًّا ؕ قُلۡ ہَلۡ یَسۡتَوِی الۡاَعۡمٰی وَ الۡبَصِیۡرُ ۬ۙ اَمۡ ہَلۡ تَسۡتَوِی الظُّلُمٰتُ وَ النُّوۡرُ ۬ۚ اَمۡ جَعَلُوۡا لِلّٰہِ شُرَکَآءَ خَلَقُوۡا کَخَلۡقِہٖ فَتَشَابَہَ الۡخَلۡقُ عَلَیۡہِمۡ ؕ قُلِ اللّٰہُ خَالِقُ کُلِّ شَیۡءٍ وَّ ہُوَ الۡوَاحِدُ الۡقَہَّارُ ﴿۱۶﴾
(૧૬) કહે કે : આકાશો તથા ઝમીનનો પરવરદિગાર કોણ છે ? કહે "અલ્લાહ" તેમને સવાલ કર : શું તમોએ અલ્લાહ સિવાય એવાઓને તમારા સરપરસ્તો બનાવ્યા છે કે જેઓ પોતાના નફા-નુકસાનની સત્તા રાખતા નથી? (તેમને પૂછ) : શું આંધળો અને દેખતો સરખા છે? શું રોશની અને અંધકાર સરખા છે ? અથવા શું તેઓએ અલ્લાહના એવા શરીક બનાવ્યા છે કે જેઓએ અલ્લાહની જેમ ખલ્ક કર્યુ છે જેથી તેઓ માટે ખિલ્કત શંકાસીલ બની જાય? કહે કે (ફકત) અલ્લાહ જ દરેક વસ્તુઓનો ખાલિક છે અને તે એક (દરેક ચીઝ ઉપર) છવાઇ જનાર છે.
اَنۡزَلَ مِنَ السَّمَآءِ مَآءً فَسَالَتۡ اَوۡدِیَۃٌۢ بِقَدَرِہَا فَاحۡتَمَلَ السَّیۡلُ زَبَدًا رَّابِیًا ؕ وَ مِمَّا یُوۡقِدُوۡنَ عَلَیۡہِ فِی النَّارِ ابۡتِغَآءَ حِلۡیَۃٍ اَوۡ مَتَاعٍ زَبَدٌ مِّثۡلُہٗ ؕ کَذٰلِکَ یَضۡرِبُ اللّٰہُ الۡحَقَّ وَ الۡبَاطِلَ ۬ؕ فَاَمَّا الزَّبَدُ فَیَذۡہَبُ جُفَآءً ۚ وَ اَمَّا مَا یَنۡفَعُ النَّاسَ فَیَمۡکُثُ فِی الۡاَرۡضِ ؕ کَذٰلِکَ یَضۡرِبُ اللّٰہُ الۡاَمۡثَالَ ﴿ؕ۱۷﴾
(૧૭) તે આસમાનથી પાણી વરસાવે છે, પછી (નદી વગેરેમાં તેના) અંદાજ મુજબનું પાણી (સમાવી વધારાનુ પાણી ઝમીનની) સપાટી ઉપર વહેવા લાગે છે જેમાં ફીણ વળે છે આ ફીણની મિસાલ એવી છે જેવી ધાતુને ઘરેણા કે બીજી ચીઝ-વસ્તુઓ બનાવવા માટે આગમાં ગરમ કરતી વખતે વળતા ફીણની. આ રીતે અલ્લાહ હક અને બાતિલની મિસાલ બયાન કરે છે, પછી જે ફીણ હોય છે તે ફના થઇ જાય છે, અને જે લોકોને ફાયદો પહોંચાડે છે તે (પાણી અથવા ધાતુ) ઝમીન ઉપર રહી જાય છે: અલ્લાહ આ રીતે મિસાલો બયાન કરે છે!
لِلَّذِیۡنَ اسۡتَجَابُوۡا لِرَبِّہِمُ الۡحُسۡنٰی ؕؔ وَ الَّذِیۡنَ لَمۡ یَسۡتَجِیۡبُوۡا لَہٗ لَوۡ اَنَّ لَہُمۡ مَّا فِی الۡاَرۡضِ جَمِیۡعًا وَّ مِثۡلَہٗ مَعَہٗ لَافۡتَدَوۡا بِہٖ ؕ اُولٰٓئِکَ لَہُمۡ سُوۡٓءُ الۡحِسَابِ ۬ۙ وَ مَاۡوٰىہُمۡ جَہَنَّمُ ؕ وَ بِئۡسَ الۡمِہَادُ ﴿٪۱۸﴾
(૧૮) તેઓ માટે સારો બદલો છે કે જેઓએ પોતાના પરવરદિગારની દાવત કબૂલ કરી, અને જે લોકોએ તેની દાવત કબૂલ ન કરી; જો તેની પાસે જે કાંઇ ઝમીન ઉપર છે, તે અને તેના જેટલુ જ બીજુ હોત તો તે બધુ પોતાના છૂટકારા માટે બદલારૂપે આપશે (પરંતુ કબૂલ કરવામાં નહી આવે) આ લોકોના હિસાબ બહુજ ખરાબ છે, અને તેમનું ઠેકાણું જહન્નમ છે, અને તે કેટલી ખરાબ જગ્યા છે.
اَفَمَنۡ یَّعۡلَمُ اَنَّمَاۤ اُنۡزِلَ اِلَیۡکَ مِنۡ رَّبِّکَ الۡحَقُّ کَمَنۡ ہُوَ اَعۡمٰی ؕ اِنَّمَا یَتَذَکَّرُ اُولُوا الۡاَلۡبَابِ ﴿ۙ۱۹﴾
(૧૯) શું તે શખ્સ કે જે જાણે છે કે તારા પરવરદિગાર તરફથી જે કાંઇ તારી તરફ નાઝિલ કરવામાં આવ્યું છે તે હક છે, એના જેવો છે કે જે આંધળો હોય?! ફકત અક્કલમંદો જ નસીહત હાંસિલ કરે છે!
وَ الَّذِیۡنَ صَبَرُوا ابۡتِغَآءَ وَجۡہِ رَبِّہِمۡ وَ اَقَامُوا الصَّلٰوۃَ وَ اَنۡفَقُوۡا مِمَّا رَزَقۡنٰہُمۡ سِرًّا وَّ عَلَانِیَۃً وَّ یَدۡرَءُوۡنَ بِالۡحَسَنَۃِ السَّیِّئَۃَ اُولٰٓئِکَ لَہُمۡ عُقۡبَی الدَّارِ ﴿ۙ۲۲﴾
(૨૨) અને જે લોકો પોતાના પરવરદિગાર(ની ખુશ્નુદી) માટે સબ્ર કરે છે તથા નમાઝ કાયમ કરે છે અને જે કાંઇ અમોએ તેમને આપ્યું છે તેમાંથી છુપી અને જાહેર રીતે ઇન્ફાક (ખર્ચ) કરે છે તથા બૂરાઇને નેકીથી દૂર કરે છે તેમના માટે આખેરતની જગ્યા (સારી) છે:
جَنّٰتُ عَدۡنٍ یَّدۡخُلُوۡنَہَا وَ مَنۡ صَلَحَ مِنۡ اٰبَآئِہِمۡ وَ اَزۡوَاجِہِمۡ وَ ذُرِّیّٰتِہِمۡ وَ الۡمَلٰٓئِکَۃُ یَدۡخُلُوۡنَ عَلَیۡہِمۡ مِّنۡ کُلِّ بَابٍ ﴿ۚ۲۳﴾
(૨૩) હંમેશ કાયમ રહેનારી જન્નતો કે; જેમાં તેઓ દાખલ થશે અને તેમની સાથે તેમના બાપદાદાઓમાંથી તથા તેમની ઔરતોમાંથી તથા તેમની ઔલાદમાંથી જેણે જેણે નેકી કરી હશે તેઓ પણ (દાખલ થશે) અને ફરિશ્તાઓ દરેક દરવાજેથી દાખલ થશે (તેઓને કહેશે)
وَ الَّذِیۡنَ یَنۡقُضُوۡنَ عَہۡدَ اللّٰہِ مِنۡۢ بَعۡدِ مِیۡثَاقِہٖ وَ یَقۡطَعُوۡنَ مَاۤ اَمَرَ اللّٰہُ بِہٖۤ اَنۡ یُّوۡصَلَ وَ یُفۡسِدُوۡنَ فِی الۡاَرۡضِ ۙ اُولٰٓئِکَ لَہُمُ اللَّعۡنَۃُ وَ لَہُمۡ سُوۡٓءُ الدَّارِ ﴿۲۵﴾
(૨૫) જે લોકો અલ્લાહ સાથે કરાર કરીને તોડી નાખે છે, અને જેમની સાથે સંબંધ રાખવાનો હુકમ આપ્યો છે તેની સાથે સંબંધ તોડી નાખે છે, અને ઝમીન પર ફસાદ ફેલાવ્યા કરે છે, તેઓ માટે લાનત છે અને તેમના માટે ખરાબ જગ્યા છે.
اَللّٰہُ یَبۡسُطُ الرِّزۡقَ لِمَنۡ یَّشَآءُ وَ یَقۡدِرُ ؕ وَ فَرِحُوۡا بِالۡحَیٰوۃِ الدُّنۡیَا ؕ وَ مَا الۡحَیٰوۃُ الدُّنۡیَا فِی الۡاٰخِرَۃِ اِلَّا مَتَاعٌ ﴿٪۲۶﴾
(૨૬) અલ્લાહ જેના માટે ચાહે છે રોઝી વધારે છે અને ઘટાડે છે; અને તેઓ દુનિયાની જિંદગીથી ખુશ છે; અને દુનિયાની જિંદગી આખેરતના મુકાબલામાં થોડીક ફાયદાકારક ચીઝ સિવાય બીજું કાંઇજ નથી.
وَ یَقُوۡلُ الَّذِیۡنَ کَفَرُوۡا لَوۡ لَاۤ اُنۡزِلَ عَلَیۡہِ اٰیَۃٌ مِّنۡ رَّبِّہٖ ؕ قُلۡ اِنَّ اللّٰہَ یُضِلُّ مَنۡ یَّشَآءُ وَ یَہۡدِیۡۤ اِلَیۡہِ مَنۡ اَنَابَ ﴿ۖۚ۲۷﴾
(૨૭) અને નાસ્તિકો કહે છે કે તેના પરવરદિગાર તરફથી તેની ઉપર કોઇ નિશાની કેમ નાઝિલ કરવામાં આવેલ નથી? તું કહે કે અલ્લાહ જેને ચાહે છે તેને ગુમરાહ કરે છે અને જે તેની તરફ પલટે છે તેની હિદાયત કરે છે:
کَذٰلِکَ اَرۡسَلۡنٰکَ فِیۡۤ اُمَّۃٍ قَدۡ خَلَتۡ مِنۡ قَبۡلِہَاۤ اُمَمٌ لِّتَتۡلُوَا۠ عَلَیۡہِمُ الَّذِیۡۤ اَوۡحَیۡنَاۤ اِلَیۡکَ وَ ہُمۡ یَکۡفُرُوۡنَ بِالرَّحۡمٰنِ ؕ قُلۡ ہُوَ رَبِّیۡ لَاۤ اِلٰہَ اِلَّا ہُوَ ۚ عَلَیۡہِ تَوَکَّلۡتُ وَ اِلَیۡہِ مَتَابِ ﴿۳۰﴾
(૩૦) અને આ રીતે અમોએ તને એક એવી ઉમ્મતમાં મોકલ્યો, કે તેની અગાઉની ઉમ્મતો જીવન વિતાવી ચૂકી હતી, જેથી કે અમોએ જે તારા તરફ વહી કરી તેની તુ તેઓ ઉપર તિલાવત કરે, એવી હાલતમાં કે તેઓ વિશાળ દયાળુ (અલ્લાહ)નો ઇન્કાર કરે છે, કહે તે મારો પરવરદિગાર છે, તેના સિવાય કોઇ માઅબૂદ નથી, તેના ઉપર હું આધાર રાખુ છું અને તેની જ તરફ મારૂં પાછું ફરવાનું છે.
وَ لَوۡ اَنَّ قُرۡاٰنًا سُیِّرَتۡ بِہِ الۡجِبَالُ اَوۡ قُطِّعَتۡ بِہِ الۡاَرۡضُ اَوۡ کُلِّمَ بِہِ الۡمَوۡتٰی ؕ بَلۡ لِّلّٰہِ الۡاَمۡرُ جَمِیۡعًا ؕ اَفَلَمۡ یَایۡـَٔسِ الَّذِیۡنَ اٰمَنُوۡۤا اَنۡ لَّوۡ یَشَآءُ اللّٰہُ لَہَدَی النَّاسَ جَمِیۡعًا ؕ وَ لَا یَزَالُ الَّذِیۡنَ کَفَرُوۡا تُصِیۡبُہُمۡ بِمَا صَنَعُوۡا قَارِعَۃٌ اَوۡ تَحُلُّ قَرِیۡبًا مِّنۡ دَارِہِمۡ حَتّٰی یَاۡتِیَ وَعۡدُ اللّٰہِ ؕ اِنَّ اللّٰہَ لَا یُخۡلِفُ الۡمِیۡعَادَ ﴿٪۳۱﴾
(૩૧) અને જો કુરઆન વડે પહાડોને ચલાવવામાં આવે અથવા ઝમીનના ટુકડે ટુકડા કરી નાખવામાં આવે અથવા મુર્દા સાથે વાત કરાવવામાં આવે (તો પણ ઇમાન લાવશે નહી) પરંતુ દરેક બાબત અલ્લાહના હાથમાં છે. શું જેઓ ઇમાન લાવ્યા છે તેઓ (હજી પણ નાસ્તિકોના) ઇમાન લાવવાથી નિરાશ નથી થયા? કે અગર અલ્લાહ ચાહતે તો ચોકકસ તમામ ઇન્સાનોની (જબરદસ્તી) હિદાયત કરી દેતે. જે લોકો ઇમાન નથી લાવ્યા, તેમના આમાલને કારણે તેઓ ઉપર સતત મુસીબત આવતી રહેશે અથવા તેમના રહેઠાણની આસપાસ બલા ઉતરતી રહેશે, ત્યાં સુધી કે અલ્લાહનો વાયદો આવી જાય; બેશક અલ્લાહ વાયદાનો ભંગ કરતો નથી.
اَفَمَنۡ ہُوَ قَآئِمٌ عَلٰی کُلِّ نَفۡسٍۭ بِمَا کَسَبَتۡ ۚ وَ جَعَلُوۡا لِلّٰہِ شُرَکَآءَ ؕ قُلۡ سَمُّوۡہُمۡ ؕ اَمۡ تُنَبِّـُٔوۡنَہٗ بِمَا لَا یَعۡلَمُ فِی الۡاَرۡضِ اَمۡ بِظَاہِرٍ مِّنَ الۡقَوۡلِ ؕ بَلۡ زُیِّنَ لِلَّذِیۡنَ کَفَرُوۡا مَکۡرُہُمۡ وَ صُدُّوۡا عَنِ السَّبِیۡلِ ؕ وَ مَنۡ یُّضۡلِلِ اللّٰہُ فَمَا لَہٗ مِنۡ ہَادٍ ﴿۳۳﴾
(૩૩) શું જે દરેક ઉપર કાબૂ રાખે અને દરેકના આમાલ ઉપર દેખરેખ રાખે (તેના જેવો બીજો કોઇ હોઇ શકે? છતાંપણ) તેઓ અલ્લાહના શરીકો બનાવે છે! કહે કે તેના નામ લ્યો! શુ તમે જમીનમાંની એવી ચીઝની ખબર આપો છો જેનાથી તે (અલ્લાહ) બેખબર છે? અથવા ફકત વાતો જ કરો છો. બલ્કે જે લોકો ઇમાન નથી લાવ્યા તેમની ચાલો તેમની નજરમાં સુશોભિત બનાવી દેવામાં આવેલ છે, અને તેમને રસ્તાથી રોકી દેવામાં આવ્યા છે; અને જેને અલ્લાહ ગુમરાહ કરે, તેનો કોઇ હિદાયત કરનાર નથી.
مَثَلُ الۡجَنَّۃِ الَّتِیۡ وُعِدَ الۡمُتَّقُوۡنَ ؕ تَجۡرِیۡ مِنۡ تَحۡتِہَا الۡاَنۡہٰرُ ؕ اُکُلُہَا دَآئِمٌ وَّ ظِلُّہَا ؕ تِلۡکَ عُقۡبَی الَّذِیۡنَ اتَّقَوۡا ٭ۖ وَّ عُقۡبَی الۡکٰفِرِیۡنَ النَّارُ ﴿۳۵﴾
(૩૫) જે જન્નતનો પરહેઝગારોથી વાયદો કરવામાં આવ્યો છે તે એવી હશે કે જેની નીચે નદીઓ વહેતી હશે; તેના ફળ અને તેનો છાંયડો હંમેશા કાયમ રહેનારો છે; આ તે લોકોનો બદલો છે કે જેઓ પરહેઝગાર હતા, અને નાસ્તિકોનો બદલો જહન્નમ છે.
وَ الَّذِیۡنَ اٰتَیۡنٰہُمُ الۡکِتٰبَ یَفۡرَحُوۡنَ بِمَاۤ اُنۡزِلَ اِلَیۡکَ وَ مِنَ الۡاَحۡزَابِ مَنۡ یُّنۡکِرُ بَعۡضَہٗ ؕ قُلۡ اِنَّمَاۤ اُمِرۡتُ اَنۡ اَعۡبُدَ اللّٰہَ وَ لَاۤ اُشۡرِکَ بِہٖ ؕ اِلَیۡہِ اَدۡعُوۡا وَ اِلَیۡہِ مَاٰبِ ﴿۳۶﴾
(૩૬) અને જેમને અમોએ કિતાબ આપી છે તેઓ તારી તરફ જે કાંઇ નાઝિલ કરવામાં આવેલ છે તેનાથી ખુશ છે, અને (બીજા) ગિરોહના અમુક એવા પણ છે કે જેઓ તેના અમુક ભાગનો ઇન્કાર કરે છે. તું કહે; ખરેખર મને હુકમ આપવામાં આવ્યો છે કે હું અલ્લાહની ઇબાદત કરૂં અને કોઇને પણ તેનો શરીક ન બનાવું; તેની જ તરફ હું (તમને) બોલાવું છું અને તેની જ તરફ પલટવાનું છે.
وَ کَذٰلِکَ اَنۡزَلۡنٰہُ حُکۡمًا عَرَبِیًّا ؕ وَ لَئِنِ اتَّبَعۡتَ اَہۡوَآءَہُمۡ بَعۡدَ مَا جَآءَکَ مِنَ الۡعِلۡمِ ۙ مَا لَکَ مِنَ اللّٰہِ مِنۡ وَّلِیٍّ وَّ لَا وَاقٍ ﴿٪۳۷﴾
(૩૭) અને (અગાઉના પયગંબરોની) જેમ જ અમોએ તે (કુરઆન)ને અરબી ભાષામાં રોશન હુકમ (બનાવી) નાઝિલ કર્યુ છે; અને અગર તારી પાસે ઇલ્મ આવી ગયા બાદ (પણ) તું તેમની ખ્વાહિશાતોની તાબેદારી કરીશ, તો (ખરેજ) અલ્લાહની સામે તારો કોઇ મદદગાર કે બચાવનાર નથી.
وَ لَقَدۡ اَرۡسَلۡنَا رُسُلًا مِّنۡ قَبۡلِکَ وَ جَعَلۡنَا لَہُمۡ اَزۡوَاجًا وَّ ذُرِّیَّۃً ؕ وَ مَا کَانَ لِرَسُوۡلٍ اَنۡ یَّاۡتِیَ بِاٰیَۃٍ اِلَّا بِاِذۡنِ اللّٰہِ ؕ لِکُلِّ اَجَلٍ کِتَابٌ ﴿۳۸﴾
(૩૮) અને ખરેખર અમોએ તારી પહેલા નબીઓ મોકલ્યા હતા અને તેઓ માટે ઔરતો અને બચ્ચાઓ મુકર્રર કર્યા હતા; અને કોઇપણ રસૂલ માટે એ યોગ્ય નથી કે અલ્લાહની રજા વગર નિશાની (મોઅજિઝા) લાવે; (તકદીરના) દરેક લખાણ માટે સમય નક્કી થયેલ છે.
وَ اِنۡ مَّا نُرِیَنَّکَ بَعۡضَ الَّذِیۡ نَعِدُہُمۡ اَوۡ نَتَوَفَّیَنَّکَ فَاِنَّمَا عَلَیۡکَ الۡبَلٰغُ وَ عَلَیۡنَا الۡحِسَابُ ﴿۴۰﴾
(૪૦) અને અમે જે (અઝાબ)નો વાયદો તેઓને આપ્યો છે તેમાંથી અમુક તને દેખાડીશું અથવા (જો તે પહેલા) તને મૌત આપીએ તો તારા માથે ફકત પયગામ પહોંચાડી દેવાની જવાબદારી છે અને હિસાબ લેવાનું (કાર્ય) અમારૂં છે.
اَوَ لَمۡ یَرَوۡا اَنَّا نَاۡتِی الۡاَرۡضَ نَنۡقُصُہَا مِنۡ اَطۡرَافِہَا ؕ وَ اللّٰہُ یَحۡکُمُ لَا مُعَقِّبَ لِحُکۡمِہٖ ؕ وَ ہُوَ سَرِیۡعُ الۡحِسَابِ ﴿۴۱﴾
(૪૧) શું તેઓ નથી જોતા કે અમે ઝમીનને તેની આજુબાજુથી ઘટાડીએ છીએ? અને અલ્લાહ હુકમ આપે છે, કોઇ તેના હુકમને ટાળી શકનાર નથી, અને તે ઘણો ઝડપી હિસાબ કરનાર છે.
وَ قَدۡ مَکَرَ الَّذِیۡنَ مِنۡ قَبۡلِہِمۡ فَلِلّٰہِ الۡمَکۡرُ جَمِیۡعًا ؕ یَعۡلَمُ مَا تَکۡسِبُ کُلُّ نَفۡسٍ ؕ وَ سَیَعۡلَمُ الۡکُفّٰرُ لِمَنۡ عُقۡبَی الدَّارِ ﴿۴۲﴾
(૪૨) અને તેમની પહેલા જે લોકો હતા તેમણે ખરેખર મક્કારી કરી હતી, પરંતુ તમામ યોજના અલ્લાહ માટે છે; દરેક નફસ જે કાંઇ કરે છે તે (અલ્લાહ) જાણે છે, અને ઇન્કાર કરનારાઓ જાણી લેશે કે આખેરતનું (સારૂ) ઠેકાણું કોના માટે છે!
وَ یَقُوۡلُ الَّذِیۡنَ کَفَرُوۡا لَسۡتَ مُرۡسَلًا ؕ قُلۡ کَفٰی بِاللّٰہِ شَہِیۡدًۢا بَیۡنِیۡ وَ بَیۡنَکُمۡ ۙ وَ مَنۡ عِنۡدَہٗ عِلۡمُ الۡکِتٰبِ ﴿٪۴۳﴾
(૪૩) અને જે લોકો ઇમાન નથી લાવ્યા તેઓ કહે છે કે તું રસૂલ નથી. તું કહે કે મારી અને તમારી વચ્ચે ગવાહ તરીકે અલ્લાહ કાફી છે અને તે (ગવાહ તરીકે પૂરતો છે) કે જેની પાસે કિતાબનું ઇલ્મ છે.