Al-Muzzammil
سورة المزمل
اِنَّ رَبَّکَ یَعۡلَمُ اَنَّکَ تَقُوۡمُ اَدۡنٰی مِنۡ ثُلُثَیِ الَّیۡلِ وَ نِصۡفَہٗ وَ ثُلُثَہٗ وَ طَآئِفَۃٌ مِّنَ الَّذِیۡنَ مَعَکَ ؕ وَ اللّٰہُ یُقَدِّرُ الَّیۡلَ وَ النَّہَارَ ؕ عَلِمَ اَنۡ لَّنۡ تُحۡصُوۡہُ فَتَابَ عَلَیۡکُمۡ فَاقۡرَءُوۡا مَا تَیَسَّرَ مِنَ الۡقُرۡاٰنِ ؕ عَلِمَ اَنۡ سَیَکُوۡنُ مِنۡکُمۡ مَّرۡضٰی ۙ وَ اٰخَرُوۡنَ یَضۡرِبُوۡنَ فِی الۡاَرۡضِ یَبۡتَغُوۡنَ مِنۡ فَضۡلِ اللّٰہِ ۙ وَ اٰخَرُوۡنَ یُقَاتِلُوۡنَ فِیۡ سَبِیۡلِ اللّٰہِ ۫ۖ فَاقۡرَءُوۡا مَا تَیَسَّرَ مِنۡہُ ۙ وَ اَقِیۡمُوا الصَّلٰوۃَ وَ اٰتُوا الزَّکٰوۃَ وَ اَقۡرِضُوا اللّٰہَ قَرۡضًا حَسَنًا ؕ وَ مَا تُقَدِّمُوۡا لِاَنۡفُسِکُمۡ مِّنۡ خَیۡرٍ تَجِدُوۡہُ عِنۡدَ اللّٰہِ ہُوَ خَیۡرًا وَّ اَعۡظَمَ اَجۡرًا ؕ وَ اسۡتَغۡفِرُوا اللّٰہَ ؕ اِنَّ اللّٰہَ غَفُوۡرٌ رَّحِیۡمٌ ﴿٪۲۰﴾
(૨૦) બેશક તારો પરવરદિગાર જાણે છે કે તું રાતના ત્રણ ભાગમાંથી બે ભાગમાં અથવા અડધી રાત અથવા ત્રણ ભાગમાંથી એક ભાગ (ઇબાદત માટે) જાગે છો અને તારી સાથે બીજો એક સમૂહ પણ છે, અને અલ્લાહ દિવસ અને રાતની તકદીર કરે છે, તે જાણે છે કે તમે તેનો ચોક્કસ હિસાબ કરી શકતા નથી, તેથી તેણે તમને માફ કર્યા, અત્યારે કુરઆનમાંથી જેટલું બની શકે તેટલુ પઢો, અને તે જાણે છે કે તમારામાંથી અમુક બીમાર થશે અને અમુક અલ્લાહની રોઝી મેળવવા માટે મુસાફરીમાં જશે, અને અમુક અલ્લાહની રાહમાં જેહાદ કરશે, તેથી જેટલી શકય હોય એટલી તેની તિલાવત કરો અને નમાઝને કાયમ કરો, અને ઝકાત આપો અને અલ્લાહને કર્ઝે હસનહ આપો, અને (જાણી લો) જે કાંઇ તમારી ઝાત માટે નેકી આગળ મોકલશો તેને ખુદાની પાસે બહેતરીન રીતે અને મોટા બદલારૂપે પામશો અને અલ્લાહની બારગાહમાં ઇસ્તિગફાર કરો, બેશક તે ગફુરૂર રહીમ છે.