અલ-કુરઆન

70

Al-Maarij

سورة المعارج


سَاَلَ سَآئِلٌۢ بِعَذَابٍ وَّاقِعٍ ۙ﴿۱﴾

(૧) એક માંગણી કરનારે આવનારા અઝાબની માંગણી કરી:

لِّلۡکٰفِرِیۡنَ لَیۡسَ لَہٗ دَافِعٌ ۙ﴿۲﴾

(૨) જે ખાસ નાસ્તિકો માટે છે કોઇપણ તેને રોકી શકનાર નથી :

مِّنَ اللّٰہِ ذِی الۡمَعَارِجِ ؕ﴿۳﴾

(૩) તે (બુલંદ) દરજ્જાવાળા અલ્લાહ તરફથી છે.

تَعۡرُجُ الۡمَلٰٓئِکَۃُ وَ الرُّوۡحُ اِلَیۡہِ فِیۡ یَوۡمٍ کَانَ مِقۡدَارُہٗ خَمۡسِیۡنَ اَلۡفَ سَنَۃٍ ۚ﴿۴﴾

(૪) જેની તરફ ફરિશ્તાઓ અને રૂહુલ અમીન ઊંચે ચઢે છે. તે દિવસમાં કે જેનો અંદાજ (દુનિયાના) પચાસ હજાર વર્ષની બરાબર છે.

فَاصۡبِرۡ صَبۡرًا جَمِیۡلًا ﴿۵﴾

(૫) માટે તું બહેતરીન સબ્ર કર.

اِنَّہُمۡ یَرَوۡنَہٗ بَعِیۡدًا ۙ﴿۶﴾

(૬) કારણકે તેઓ તે (કયામત)ને દૂર જોવે છે:

وَّ نَرٰىہُ قَرِیۡبًا ؕ﴿۷﴾

(૭) અને અમે તેને નજીક જોઇએ છીએ.

یَوۡمَ تَکُوۡنُ السَّمَآءُ کَالۡمُہۡلِ ۙ﴿۸﴾

(૮) જે દિવસે આસમાન પીગળેલા તાંબા જેવું થઇ જશે :

وَ تَکُوۡنُ الۡجِبَالُ کَالۡعِہۡنِ ۙ﴿۹﴾

(૯) અને પહાડો રંગબેરંગી પિંજેલા ઊન જેવા થઇ જશે:

10

وَ لَا یَسۡـَٔلُ حَمِیۡمٌ حَمِیۡمًا ﴿ۚۖ۱۰﴾

(૧૦) અને કોઇ પણ પાકો દોસ્ત તેના પાકા દોસ્તને પૂછશે નહિં :

11

یُّبَصَّرُوۡنَہُمۡ ؕ یَوَدُّ الۡمُجۡرِمُ لَوۡ یَفۡتَدِیۡ مِنۡ عَذَابِ یَوۡمِئِذٍۭ بِبَنِیۡہِ ﴿ۙ۱۱﴾

(૧૧) તેઓ સૌ એકબીજાને દેખાડવામાં આવે છે (પરંતુ દરેક પોતાની મુશ્કેલમાં છે); ગુનેહગારો એવુ ચાહે છે કે તે દિવસના અઝાબથી બચવા માટે પોતાની ઔલાદને કુરબાન કરે:

12

وَ صَاحِبَتِہٖ وَ اَخِیۡہِ ﴿ۙ۱۲﴾

(૧૨) તથા પોતાના જીવનસાથીને તથા ભાઇને :

13

وَ فَصِیۡلَتِہِ الَّتِیۡ تُــٔۡوِیۡہِ ﴿ۙ۱۳﴾

(૧૩) તથા તે ખાનદાનને જે હંમેશા તેને પનાહ આપતુ હતુ:

14

وَ مَنۡ فِی الۡاَرۡضِ جَمِیۡعًا ۙ ثُمَّ یُنۡجِیۡہِ ﴿ۙ۱۴﴾

(૧૪) તેમજ ઝમીન ઉપરના બધાને (કુરબાન કરે) જેથી તે (અઝાબથી) નજાત પામે,

15

کَلَّا ؕ اِنَّہَا لَظٰی ﴿ۙ۱۵﴾

(૧૫) હરગિઝ એવુ નહી થાય તે ભડકતી બાળનાર આગની જ્વાળા છે:

16

نَزَّاعَۃً لِّلشَّوٰی ﴿ۚۖ۱۶﴾

(૧૬) જે શરીરના બાહ્ય અંગોની ચામડી ઉતારી નાખનારી છે:

17

تَدۡعُوۡا مَنۡ اَدۡبَرَ وَ تَوَلّٰی ﴿ۙ۱۷﴾

(૧૭) તેઓને બોલાવશે કે જેઓએ (અલ્લાહના હુકમથી) મોઢુ ફેરવ્યુ અને પીઠ ફેરવી.

18

وَ جَمَعَ فَاَوۡعٰی ﴿۱۸﴾

(૧૮) જેમણે (માલ) જમા / ભેગો કર્યો અને સાંચવી રાખ્યો.

19

اِنَّ الۡاِنۡسَانَ خُلِقَ ہَلُوۡعًا ﴿ۙ۱۹﴾

(૧૯) બેશક ઇન્સાન લાલચું (અને ઓછા સબ્રવાળો) ખલ્ક કરવામાં આવેલ છે :

20

اِذَا مَسَّہُ الشَّرُّ جَزُوۡعًا ﴿ۙ۲۰﴾

(૨૦) જયારે સંકટ આવી પહોંચે છે ત્યારે બેચેન થાય છે:

21

وَّ اِذَا مَسَّہُ الۡخَیۡرُ مَنُوۡعًا ﴿ۙ۲۱﴾

(૨૧) અને જયારે માલ મળી છે ત્યારે બીજાઓ માટે રૂકાવટ બને છે.

22

اِلَّا الۡمُصَلِّیۡنَ ﴿ۙ۲۲﴾

(૨૨) સિવાય કે નમાઝ ગુઝાર:

23

الَّذِیۡنَ ہُمۡ عَلٰی صَلَاتِہِمۡ دَآئِمُوۡنَ ﴿۪ۙ۲۳﴾

(૨૩) જેઓ પોતાની નમાઝોની પાબંદી કરે છે:

24

وَ الَّذِیۡنَ فِیۡۤ اَمۡوَالِہِمۡ حَقٌّ مَّعۡلُوۡمٌ ﴿۪ۙ۲۴﴾

(૨૪) અને જેમના માલમાં એક મુકર્રર હક હોય છે...

25

لِّلسَّآئِلِ وَ الۡمَحۡرُوۡمِ ﴿۪ۙ۲۵﴾

(૨૫) માંગવાવાળા માટે અને મહેરૂમ (ગરીબ) લોકો માટે :

26

وَ الَّذِیۡنَ یُصَدِّقُوۡنَ بِیَوۡمِ الدِّیۡنِ ﴿۪ۙ۲۶﴾

(૨૬) અને જેઓ બદલાના દિવસને સાચો માને છે:

27

وَ الَّذِیۡنَ ہُمۡ مِّنۡ عَذَابِ رَبِّہِمۡ مُّشۡفِقُوۡنَ ﴿ۚ۲۷﴾

(૨૭) અને જેઓ પોતાના પરવરદિગારના અઝાબથી ડરે છે.

28

اِنَّ عَذَابَ رَبِّہِمۡ غَیۡرُ مَاۡمُوۡنٍ ﴿۲۸﴾

(૨૮) કારણકે તેમના પરવરદિગારના અઝાબથી કોઇપણ સલામતી નથી:

29

وَ الَّذِیۡنَ ہُمۡ لِفُرُوۡجِہِمۡ حٰفِظُوۡنَ ﴿ۙ۲۹﴾

(૨૯) અને જેઓ પોતાના દામનની હિફાઝત કરે છે:

30

اِلَّا عَلٰۤی اَزۡوَاجِہِمۡ اَوۡ مَا مَلَکَتۡ اَیۡمَانُہُمۡ فَاِنَّہُمۡ غَیۡرُ مَلُوۡمِیۡنَ ﴿ۚ۳۰﴾

(૩૦) સિવાય તેમની ઔરતોથી અને કનીઝોથી, કારણકે તેવા લોકો ઠપકાને પાત્ર નથી.

31

فَمَنِ ابۡتَغٰی وَرَآءَ ذٰلِکَ فَاُولٰٓئِکَ ہُمُ الۡعٰدُوۡنَ ﴿ۚ۳۱﴾

(૩૧) પછી જે કોઇ તે સિવાય (લજ્જત) તલબ કરે, તેઓ હદથી આગળ વધી જનારા છે!

32

وَ الَّذِیۡنَ ہُمۡ لِاَمٰنٰتِہِمۡ وَ عَہۡدِہِمۡ رٰعُوۡنَ ﴿۪ۙ۳۲﴾

(૩૨) અને જેઓ પોતાની અમાનતો અને વચનની કાળજી રાખે છે.

33

وَ الَّذِیۡنَ ہُمۡ بِشَہٰدٰتِہِمۡ قَآئِمُوۡنَ ﴿۪ۙ۳۳﴾

(૩૩) અને જેઓ પોતાની ગવાહીઓ અદા કરવા કયામ કરે છે.

34

وَ الَّذِیۡنَ ہُمۡ عَلٰی صَلَاتِہِمۡ یُحَافِظُوۡنَ ﴿ؕ۳۴﴾

(૩૪) અને જેઓ પોતાની નમાઝોની હિફાઝત કરે છે.

35

اُولٰٓئِکَ فِیۡ جَنّٰتٍ مُّکۡرَمُوۡنَ ﴿ؕ٪۳۵﴾

(૩૫) તે લોકોનું જન્નતોમાં સન્માન થશે.

36

فَمَالِ الَّذِیۡنَ کَفَرُوۡا قِبَلَکَ مُہۡطِعِیۡنَ ﴿ۙ۳۶﴾

(૩૬) આ નાસ્તિકોને શું થશે કે તેઓ તારી તરફ દોડી આવે છે...

37

عَنِ الۡیَمِیۡنِ وَ عَنِ الشِّمَالِ عِزِیۡنَ ﴿۳۷﴾

(૩૭) જમણી તથા ડાબી બાજુથી ગિરોહ-ગિરોહ.

38

اَیَطۡمَعُ کُلُّ امۡرِیًٔ مِّنۡہُمۡ اَنۡ یُّدۡخَلَ جَنَّۃَ نَعِیۡمٍ ﴿ۙ۳۸﴾

(૩૮) શું તેઓમાંથી દરેક (ખરાબ આમાલ હોવા છતા) એવી તમન્ના કરે છે કે તેને નેઅમતવાળી જન્નતમાં દાખલ કરવામાં આવે?!

39

کَلَّا ؕ اِنَّا خَلَقۡنٰہُمۡ مِّمَّا یَعۡلَمُوۡنَ ﴿۳۹﴾

(૩૯) હરગિઝ એવુ નથી; તેઓ જાણે છે કે અમોએ તેમને કઇ વસ્તુથી પેદા કર્યા!

40

فَلَاۤ اُقۡسِمُ بِرَبِّ الۡمَشٰرِقِ وَ الۡمَغٰرِبِ اِنَّا لَقٰدِرُوۡنَ ﴿ۙ۴۰﴾

(૪૦) હું તમામ મશરિક તથા મગરિબના પરવરદિગારની કસમ ખાઇને કહું છું કે બેશક અમો કુદરત રાખવાવાળા છીએ...

41

عَلٰۤی اَنۡ نُّبَدِّلَ خَیۡرًا مِّنۡہُمۡ ۙ وَ مَا نَحۡنُ بِمَسۡبُوۡقِیۡنَ ﴿۴۱﴾

(૪૧) કે તેમના બદલામાં તેમના કરતા સારા લોકોને લઇ આવીએ, અને હરગિઝ અમે (તેમ કરવામાં) મગલૂબ નહિ થાય!

42

فَذَرۡہُمۡ یَخُوۡضُوۡا وَ یَلۡعَبُوۡا حَتّٰی یُلٰقُوۡا یَوۡمَہُمُ الَّذِیۡ یُوۡعَدُوۡنَ ﴿ۙ۴۲﴾

(૪૨) માટે તેઓને છોડી દે, જેથી તેઓ નકામી બાબતોમાં ડુબેલા રહે અને રમતા રહે ત્યાં સુધી કે તે દિવસનો સામનો કરે કે જેનો તેમને વાયદો કરવામાં આવ્યો છે:

43

یَوۡمَ یَخۡرُجُوۡنَ مِنَ الۡاَجۡدَاثِ سِرَاعًا کَاَنَّہُمۡ اِلٰی نُصُبٍ یُّوۡفِضُوۡنَ ﴿ۙ۴۳﴾

(૪૩) જે દિવસે તેઓ કબ્રોમાંથી ઝડપથી નીકળશે, જાણે કે બૂતો તરફ દોડતા હોય!

44

خَاشِعَۃً اَبۡصَارُہُمۡ تَرۡہَقُہُمۡ ذِلَّۃٌ ؕ ذٰلِکَ الۡیَوۡمُ الَّذِیۡ کَانُوۡا یُوۡعَدُوۡنَ ﴿٪۴۴﴾

(૪૪) તેમની આંખો નમેલી અને ઝિલ્લત તેમના ઉપર છવાયેલી છે! અને આ એ જ દિવસ હશે કે જેનો તેમનાથી વાયદો કરવામાં આવેલો છે!