અલ-કુરઆન

43

Az-Zukhruf

سورة الزخرف


حٰمٓ ۚ﴿ۛ۱﴾

(૧) હા મીમ.

وَ الۡکِتٰبِ الۡمُبِیۡنِ ۙ﴿ۛ۲﴾

(૨) વાઝેહ કિતાબની કસમ :

اِنَّا جَعَلۡنٰہُ قُرۡءٰنًا عَرَبِیًّا لَّعَلَّکُمۡ تَعۡقِلُوۡنَ ۚ﴿۳﴾

(૩) બેશક અમે તે કુરઆનને અરબીમાં રાખ્યુ કે કદાચ તમે સમજો.

وَ اِنَّہٗ فِیۡۤ اُمِّ الۡکِتٰبِ لَدَیۡنَا لَعَلِیٌّ حَکِیۡمٌ ؕ﴿۴﴾

(૪) અને તે (કિતાબ) અમારી પાસે લવહે મહફૂઝમાં બુલંદ અને હિકમતવાળી છે.

اَفَنَضۡرِبُ عَنۡکُمُ الذِّکۡرَ صَفۡحًا اَنۡ کُنۡتُمۡ قَوۡمًا مُّسۡرِفِیۡنَ ﴿۵﴾

(૫) અને શું અમે આ ઝિક્ર (કુરઆન)ને તમારી પાસેથી પાછુ ખેંચી લઇએ કારણ કે તમે હદ ઓળંગી જનારા છો ?

وَ کَمۡ اَرۡسَلۡنَا مِنۡ نَّبِیٍّ فِی الۡاَوَّلِیۡنَ ﴿۶﴾

(૬) અને અમોએ અગાઉની ઉમ્મતમાં કેટલાય નબીઓને મોકલ્યા.

وَ مَا یَاۡتِیۡہِمۡ مِّنۡ نَّبِیٍّ اِلَّا کَانُوۡا بِہٖ یَسۡتَہۡزِءُوۡنَ ﴿۷﴾

(૭) કોઇપણ નબી તેઓની પાસે આવતા ન હતા સિવાય કે તેની મશ્કરી કરતા હતા.

فَاَہۡلَکۡنَاۤ اَشَدَّ مِنۡہُمۡ بَطۡشًا وَّ مَضٰی مَثَلُ الۡاَوَّلِیۡنَ ﴿۸﴾

(૮) પરંતુ અમોએ તેમના કરતાં વધારે તાકતવર લોકોને હલાક કરી નાખ્યા અને અગાઉના દાખલા ગુજરી ચૂકયા.

وَ لَئِنۡ سَاَلۡتَہُمۡ مَّنۡ خَلَقَ السَّمٰوٰتِ وَ الۡاَرۡضَ لَیَقُوۡلُنَّ خَلَقَہُنَّ الۡعَزِیۡزُ الۡعَلِیۡمُ ﴿ۙ۹﴾

(૯) અને અગર તું તેમને (મુશરિકોને) સવાલ કરીશ કે ઝમીન અને આસમાનોને કોણે પેદા કર્યા છે? તો તેઓ જરૂર કહેશે કે જબરદસ્ત અને જાણકારે (અલ્લાહે) પેદા કર્યા છે :

10

الَّذِیۡ جَعَلَ لَکُمُ الۡاَرۡضَ مَہۡدًا وَّ جَعَلَ لَکُمۡ فِیۡہَا سُبُلًا لَّعَلَّکُمۡ تَہۡتَدُوۡنَ ﴿ۚ۱۰﴾

(૧૦) જેણે તમારા માટે ઝમીનને આરામની જગ્યા બનાવી અને તમારા માટે તેમાં રસ્તાઓ બનાવ્યા કે જેથી તમારી હિદાયત થાય.

11

وَ الَّذِیۡ نَزَّلَ مِنَ السَّمَآءِ مَآءًۢ بِقَدَرٍ ۚ فَاَنۡشَرۡنَا بِہٖ بَلۡدَۃً مَّیۡتًا ۚ کَذٰلِکَ تُخۡرَجُوۡنَ ﴿۱۱﴾

(૧૧) અને જેણે આસમાન પરથી માપસર પાણી વરસાવ્યું, પછી અમોએ તેના વડે ઉજ્જડ ઝમીનને જીવંત કરી, એવી જ રીતે તમને (ઝમીનમાંથી) કાઢશે.

12

وَ الَّذِیۡ خَلَقَ الۡاَزۡوَاجَ کُلَّہَا وَ جَعَلَ لَکُمۡ مِّنَ الۡفُلۡکِ وَ الۡاَنۡعَامِ مَا تَرۡکَبُوۡنَ ﴿ۙ۱۲﴾

(૧૨) અને જેણે દરેક જોડાને પેદા કર્યા અને કશ્તીઓ અને જાનવરોને તમારી સવારી માટે રાખ્યા કે જેમના પર તમે સવાર થાવ છો :

13

لِتَسۡتَوٗا عَلٰی ظُہُوۡرِہٖ ثُمَّ تَذۡکُرُوۡا نِعۡمَۃَ رَبِّکُمۡ اِذَا اسۡتَوَیۡتُمۡ عَلَیۡہِ وَ تَقُوۡلُوۡا سُبۡحٰنَ الَّذِیۡ سَخَّرَ لَنَا ہٰذَا وَ مَا کُنَّا لَہٗ مُقۡرِنِیۡنَ ﴿ۙ۱۳﴾

(૧૩) જેથી તમે તેમની પીઠ ઉપર બરાબર બેસો, પછી જયારે તમે તેના ઉપર બરાબર બેસી જાવ ત્યારે તમારા પરવરદિગારની નેઅમતને યાદ કરો અને કહો કે પાક છે તે અલ્લાહ કે જેણે આ સવારીને અમારા તાબે કરી નહિતર અમે તેને કાબૂમાં લાવી શકતે નહિં :

14

وَ اِنَّاۤ اِلٰی رَبِّنَا لَمُنۡقَلِبُوۡنَ ﴿۱۴﴾

(૧૪) અને બેશક અમે અમારા પરવરદિગારની તરફ પાછા ફરશુ.

15

وَ جَعَلُوۡا لَہٗ مِنۡ عِبَادِہٖ جُزۡءًا ؕ اِنَّ الۡاِنۡسَانَ لَکَفُوۡرٌ مُّبِیۡنٌ ﴿ؕ٪۱۵﴾

(૧૫) અને તેઓ તે (અલ્લાહ)ના માટે બંદાઓમાંથી અમુકને તેનો ભાગ ઠેરવે છે; બેશક ઇન્સાન ખુલ્લો નાશુક્રો છે.

16

اَمِ اتَّخَذَ مِمَّا یَخۡلُقُ بَنٰتٍ وَّ اَصۡفٰکُمۡ بِالۡبَنِیۡنَ ﴿۱۶﴾

(૧૬) શું પોતાની મખ્લૂકમાંથી પોતાના માટે દુખ્તરો પસંદ કરી અને તમારા માટે ફરઝંદો પસંદ કર્યા?!

17

وَ اِذَا بُشِّرَ اَحَدُہُمۡ بِمَا ضَرَبَ لِلرَّحۡمٰنِ مَثَلًا ظَلَّ وَجۡہُہٗ مُسۡوَدًّا وَّ ہُوَ کَظِیۡمٌ ﴿۱۷﴾

(૧૭) અને જયારે તેઓમાંથી કોઇને તેની ખુશખબરી આપવામાં આવે કે જેની નિસ્બત તેઓ રહેમાનને આપેલ છે ત્યારે તેનો ચહેરો કાળો પડી જાય છે અને ગુસ્સે થાય છે.

18

اَوَ مَنۡ یُّنَشَّؤُا فِی الۡحِلۡیَۃِ وَ ہُوَ فِی الۡخِصَامِ غَیۡرُ مُبِیۡنٍ ﴿۱۸﴾

(૧૮) શું જેને ઘરેણામાં ઊછેરવામાં આવે છે અને વાદ-વિવાદમાં જેનુ બયાન રોશન નથી (તેની નિસ્બત અલ્લાહ સાથે આપો છો?)

19

وَ جَعَلُوا الۡمَلٰٓئِکَۃَ الَّذِیۡنَ ہُمۡ عِبٰدُ الرَّحۡمٰنِ اِنَاثًا ؕ اَشَہِدُوۡا خَلۡقَہُمۡ ؕ سَتُکۡتَبُ شَہَادَتُہُمۡ وَ یُسۡـَٔلُوۡنَ ﴿۱۹﴾

(૧૯) અને તેમણે ફરિશ્તાઓને કે જે અલ્લાહના બંદા છે તેમને માદા માની લીધા; શું તેમની ખિલ્કત વખતે તેઓ હાજર હતા? નજીકમાં જ તેમની ગવાહી લખી લેવામાં આવશે અને (તેના વિશે) સવાલ કરવામાં આવશે.

20

وَ قَالُوۡا لَوۡ شَآءَ الرَّحۡمٰنُ مَا عَبَدۡنٰہُمۡ ؕ مَا لَہُمۡ بِذٰلِکَ مِنۡ عِلۡمٍ ٭ اِنۡ ہُمۡ اِلَّا یَخۡرُصُوۡنَ ﴿ؕ۲۰﴾

(૨૦) અને તેઓએ કહ્યુ કે જો રહેમાન ચાહતે તો અમે તેમની ઇબાદત ન કરતે, પરંતુ તેમને એ વિશેનું કાંઇ ઇલ્મ નથી, તેઓ ફકત અનુમાન કરે છે.

21

اَمۡ اٰتَیۡنٰہُمۡ کِتٰبًا مِّنۡ قَبۡلِہٖ فَہُمۡ بِہٖ مُسۡتَمۡسِکُوۡنَ ﴿۲۱﴾

(૨૧) અથવા શું અમોએ તેમને આ પહેલાં કોઇ કિતાબ આપી કે જેના સાથે તેઓ જોડાયેલા છે?

22

بَلۡ قَالُوۡۤا اِنَّا وَجَدۡنَاۤ اٰبَآءَنَا عَلٰۤی اُمَّۃٍ وَّ اِنَّا عَلٰۤی اٰثٰرِہِمۡ مُّہۡتَدُوۡنَ ﴿۲۲﴾

(૨૨) બલ્કે તેઓ કહે છે કે અમોએ અમારા બાપદાદાઓને આ દીન ઉપર પામ્યા, અને બેશક અમે તેમના જ નકશે કદમ પર હિદાયત હાંસિલ કરી.

23

وَ کَذٰلِکَ مَاۤ اَرۡسَلۡنَا مِنۡ قَبۡلِکَ فِیۡ قَرۡیَۃٍ مِّنۡ نَّذِیۡرٍ اِلَّا قَالَ مُتۡرَفُوۡہَاۤ ۙ اِنَّا وَجَدۡنَاۤ اٰبَآءَنَا عَلٰۤی اُمَّۃٍ وَّ اِنَّا عَلٰۤی اٰثٰرِہِمۡ مُّقۡتَدُوۡنَ ﴿۲۳﴾

(૨૩) અને આ રીતે અમોએ તારી અગાઉ કોઇ વસ્તીમાં પયગંબર નથી મોકલ્યા સિવાય કે તે (વસ્તી)ના મોજમસ્તીમાં ભાન ભૂલેલાઓએ કહ્યું કે અમોએ અમારા બાપદાદાઓને (જે) દીન ઉપર જોયા છે અને અમે (તે દીન પર) તેમના નકશે કદમની પેરવી કરીએ છીએ.

24

قٰلَ اَوَ لَوۡ جِئۡتُکُمۡ بِاَہۡدٰی مِمَّا وَجَدۡتُّمۡ عَلَیۡہِ اٰبَآءَکُمۡ ؕ قَالُوۡۤا اِنَّا بِمَاۤ اُرۡسِلۡتُمۡ بِہٖ کٰفِرُوۡنَ ﴿۲۴﴾

(૨૪) (નબીએ) કહ્યું કે અગર હું તેનાથી બહેતર હિદાયત આપનાર દીન લઇ આવું કે જેના પર તમોએ તમારા બાપદાદાને જોયા છે (છતાં નહી માનો) તેઓએ કહ્યું અમે તમારા પયગામને માનનારા નથી.

25

فَانۡتَقَمۡنَا مِنۡہُمۡ فَانۡظُرۡ کَیۡفَ کَانَ عَاقِبَۃُ الۡمُکَذِّبِیۡنَ ﴿٪۲۵﴾

(૨૫) આ જ કારણે અમોએ તેમનાથી બદલો લીધો; તમે જૂવો કે જૂઠલાવનારાઓનો અંજામ કેવો હતો?

26

وَ اِذۡ قَالَ اِبۡرٰہِیۡمُ لِاَبِیۡہِ وَ قَوۡمِہٖۤ اِنَّنِیۡ بَرَآءٌ مِّمَّا تَعۡبُدُوۡنَ ﴿ۙ۲۶﴾

(૨૬) અને જયારે ઇબ્રાહીમે પોતાના (પાલક) પિતા તથા તેની કોમને કહ્યું કે હકીકતમાં તમે જેની ઇબાદત કરો છો તેનાથી હું બેઝાર છું:

27

اِلَّا الَّذِیۡ فَطَرَنِیۡ فَاِنَّہٗ سَیَہۡدِیۡنِ ﴿۲۷﴾

(૨૭) સિવાય તે કે જેણે મને પેદા કર્યો, અને નજીકમાં તે મારી હિદાયત કરશે.

28

وَ جَعَلَہَا کَلِمَۃًۢ بَاقِیَۃً فِیۡ عَقِبِہٖ لَعَلَّہُمۡ یَرۡجِعُوۡنَ ﴿۲۸﴾

(૨૮) અને તેણે બાકી રહેનાર કલેમો તે (ઇબ્રાહીમ)ની નસ્લમાં રાખ્યો કે કદાચને તેઓ પાછા ફરે.

29

بَلۡ مَتَّعۡتُ ہٰۤؤُلَآءِ وَ اٰبَآءَہُمۡ حَتّٰی جَآءَہُمُ الۡحَقُّ وَ رَسُوۡلٌ مُّبِیۡنٌ ﴿۲۹﴾

(૨૯) બલ્કે તેઓને તથા તેઓના બાપદાદાઓને (દુન્યવી નેઅમતોથી) ફાયદો આપ્યો એટલે સુધી કે તેમની પાસે હક અને વાઝેહ રસૂલ આવ્યા.

30

وَ لَمَّا جَآءَہُمُ الۡحَقُّ قَالُوۡا ہٰذَا سِحۡرٌ وَّ اِنَّا بِہٖ کٰفِرُوۡنَ ﴿۳۰﴾

(૩૦) અને જયારે તેમની પાસે હક આવ્યુ ત્યારે તેઓએ કહ્યું કે આ જાદુ છે, અને બેશક અમે તેનો ઇન્કાર કરીએ છીએ.

31

وَ قَالُوۡا لَوۡ لَا نُزِّلَ ہٰذَا الۡقُرۡاٰنُ عَلٰی رَجُلٍ مِّنَ الۡقَرۡیَتَیۡنِ عَظِیۡمٍ ﴿۳۱﴾

(૩૧) અને તેમણે કહ્યું કે શા માટે આ કુરઆન બે વસ્તીઓ (મક્કા તથા તાઇફ)ના કોઇ મોટા માણસ પર નાઝિલ કરવામાં ન આવ્યું?

32

اَہُمۡ یَقۡسِمُوۡنَ رَحۡمَتَ رَبِّکَ ؕ نَحۡنُ قَسَمۡنَا بَیۡنَہُمۡ مَّعِیۡشَتَہُمۡ فِی الۡحَیٰوۃِ الدُّنۡیَا وَ رَفَعۡنَا بَعۡضَہُمۡ فَوۡقَ بَعۡضٍ دَرَجٰتٍ لِّیَتَّخِذَ بَعۡضُہُمۡ بَعۡضًا سُخۡرِیًّا ؕ وَ رَحۡمَتُ رَبِّکَ خَیۡرٌ مِّمَّا یَجۡمَعُوۡنَ ﴿۳۲﴾

(૩૨) શું તેઓ તારા પરવરદિગારની રહેમતને વહેંચી રહ્યા છે? અમોએ દુનિયાના જીવનમાં તેમની વચ્ચે જીવનસામગ્રી વહેંચી દીધી, અને તેઓમાંના અમુકના દરજ્જાઓ બીજા અમુકના દરજ્જાઓ કરતા બુલંદ રાખ્યા કે જેથી એક બીજાને તાબે કરી શકે, અને તારા પરવરદિગારની રહેમત જે કાંઇ તેઓ ભેગુ કરે છે તેના કરતા બહેતર છે.

33

وَ لَوۡ لَاۤ اَنۡ یَّکُوۡنَ النَّاسُ اُمَّۃً وَّاحِدَۃً لَّجَعَلۡنَا لِمَنۡ یَّکۡفُرُ بِالرَّحۡمٰنِ لِبُیُوۡتِہِمۡ سُقُفًا مِّنۡ فِضَّۃٍ وَّ مَعَارِجَ عَلَیۡہَا یَظۡہَرُوۡنَ ﴿ۙ۳۳﴾

(૩૩) અને જો (નાસ્તિકો માટે વધારે નેઅમતના કારણે) લોકો (ગુમરાહી ઉપર) એક મત ન થઇ જાત તો રહમાન પ્રત્યે નાસ્તિક થનારના ઘરોના છાપરા અને સીડીઓ કે જેના ઉપર તેઓ ચઢે છે, ચાંદીના બનાવી દેતે :

34

وَ لِبُیُوۡتِہِمۡ اَبۡوَابًا وَّ سُرُرًا عَلَیۡہَا یَتَّکِـُٔوۡنَ ﴿ۙ۳۴﴾

(૩૪) અને તેમના મકાનોના બારણાં અને તે બેઠકો કે જેમના પર તેઓ ટેકો દઇને બેસે છે :

35

وَ زُخۡرُفًا ؕ وَ اِنۡ کُلُّ ذٰلِکَ لَمَّا مَتَاعُ الۡحَیٰوۃِ الدُّنۡیَا ؕ وَ الۡاٰخِرَۃُ عِنۡدَ رَبِّکَ لِلۡمُتَّقِیۡنَ ﴿٪۳۵﴾

(૩૫) અને ઘરેણાઓ; પરંતુ આ બધુ દુન્યવી ઝિંદગીનો સામાન છે; અને આખેરત તારા પરવરદિગારની નજીક પરહેઝગારો માટે છે.

36

وَ مَنۡ یَّعۡشُ عَنۡ ذِکۡرِ الرَّحۡمٰنِ نُقَیِّضۡ لَہٗ شَیۡطٰنًا فَہُوَ لَہٗ قَرِیۡنٌ ﴿۳۶﴾

(૩૬) અને જે કોઇ રહેમાનના ઝિક્રથી મોઢુ ફેરવશે, તેનાં માટે અમે એક શૈતાન મુકર્રર કરી દેશું જેથી તેનો સાથી બને.

37

وَ اِنَّہُمۡ لَیَصُدُّوۡنَہُمۡ عَنِ السَّبِیۡلِ وَ یَحۡسَبُوۡنَ اَنَّہُمۡ مُّہۡتَدُوۡنَ ﴿۳۷﴾

(૩૭) અને તે શેતાનો તેમને (અલ્લાહના) રસ્તાથી અટકાવતા રહે છે, એવી હાલતમાં તેઓ એવું ગુમાન કરે છે કે તેઓ હિદાયત પામેલા છે.

38

حَتّٰۤی اِذَا جَآءَنَا قَالَ یٰلَیۡتَ بَیۡنِیۡ وَ بَیۡنَکَ بُعۡدَ الۡمَشۡرِقَیۡنِ فَبِئۡسَ الۡقَرِیۡنُ ﴿۳۸﴾

(૩૮) ત્યાં સુધી કે અમારી પાસે આવશે ત્યારે કહેશે કે અય કાશ મારી તથા તારી વચ્ચે પૂર્વથી પશ્ચિમ સુધીનો ફાસલો હોત! કેવો ખરાબ સાથી હતો!

39

وَ لَنۡ یَّنۡفَعَکُمُ الۡیَوۡمَ اِذۡ ظَّلَمۡتُمۡ اَنَّکُمۡ فِی الۡعَذَابِ مُشۡتَرِکُوۡنَ ﴿۳۹﴾

(૩૯) અને આજે આ (વાતચીત) તમને કંઇ ફાયદો નહિં પહોંચાડે, તમે બધા અઝાબમાં શરીક છો કારણ કે તમોએ ઝુલ્મ કર્યો !

40

اَفَاَنۡتَ تُسۡمِعُ الصُّمَّ اَوۡ تَہۡدِی الۡعُمۡیَ وَ مَنۡ کَانَ فِیۡ ضَلٰلٍ مُّبِیۡنٍ ﴿۴۰﴾

(૪૦) અય પયગંબર શું તું બહેરાને સંભળાવી શકે છો અથવા આંધળાની હિદાયત કરી શકે છો, કે જે ખુલ્લી ગુમરાહીમાં હોય?!

41

فَاِمَّا نَذۡہَبَنَّ بِکَ فَاِنَّا مِنۡہُمۡ مُّنۡتَقِمُوۡنَ ﴿ۙ۴۱﴾

(૪૧) પછી અગર અમે તને તેઓના દરમ્યાનથી લઇ લેશું, તો પણ તેમનાથી અમે બદલો જરૂર લેશું :

42

اَوۡ نُرِیَنَّکَ الَّذِیۡ وَعَدۡنٰہُمۡ فَاِنَّا عَلَیۡہِمۡ مُّقۡتَدِرُوۡنَ ﴿۴۲﴾

(૪૨) અથવા અમે તને તે (અઝાબ) દેખાડશું કે જેનો અમોએ તેમને વાયદો આપેલ છે, બેશક અમે તેમના પર કાબૂ ધરાવનારા છીએ.

43

فَاسۡتَمۡسِکۡ بِالَّذِیۡۤ اُوۡحِیَ اِلَیۡکَ ۚ اِنَّکَ عَلٰی صِرَاطٍ مُّسۡتَقِیۡمٍ ﴿۴۳﴾

(૪૩) માટે તારા તરફ જે કાંઇ વહી કરવામાં આવી છે તેને મજબૂતીથી પકડ કે તું બિલ્કુલ સીધા રસ્તા ઉપર છો.

44

وَ اِنَّہٗ لَذِکۡرٌ لَّکَ وَ لِقَوۡمِکَ ۚ وَ سَوۡفَ تُسۡـَٔلُوۡنَ ﴿۴۴﴾

(૪૪) અને બેશક આ કુરઆન તારા તથા તારી કોમ માટે (ઉમદા) નસીહત છે અને (તે વિશે) નજીકમાં તમને સવાલ કરવામાં આવશે.

45

وَ سۡـَٔلۡ مَنۡ اَرۡسَلۡنَا مِنۡ قَبۡلِکَ مِنۡ رُّسُلِنَاۤ اَجَعَلۡنَا مِنۡ دُوۡنِ الرَّحۡمٰنِ اٰلِـہَۃً یُّعۡبَدُوۡنَ ﴿٪۴۵﴾

(૪૫) અને અમોએ તારી પહેલાં જે રસૂલો મોકલ્યા તેમને પૂછી જો, કે શું અમોએ રહમાન સિવાય બીજા માઅબૂદો નક્કી કર્યા કે જેની ઇબાદત કરવામાં આવે ?!

46

وَ لَقَدۡ اَرۡسَلۡنَا مُوۡسٰی بِاٰیٰتِنَاۤ اِلٰی فِرۡعَوۡنَ وَ مَلَا۠ئِہٖ فَقَالَ اِنِّیۡ رَسُوۡلُ رَبِّ الۡعٰلَمِیۡنَ ﴿۴۶﴾

(૪૬) અને ખરેજ અમોએ મૂસાને અમારી નિશાનીઓ સાથે ફિરઔન તથા તેના સરદારો તરફ મોકલ્યોે પછી તેણે કહ્યું કે હું તમામ દુનિયાઓના પરવરદિગારનો રસૂલ છું.

47

فَلَمَّا جَآءَہُمۡ بِاٰیٰتِنَاۤ اِذَا ہُمۡ مِّنۡہَا یَضۡحَکُوۡنَ ﴿۴۷﴾

(૪૭) પણ જ્યારે તેમની પાસે અમારી નિશાનીઓને રજૂ કરી ત્યારે તેઓ તેના પર હસવા લાગ્યા.

48

وَ مَا نُرِیۡہِمۡ مِّنۡ اٰیَۃٍ اِلَّا ہِیَ اَکۡبَرُ مِنۡ اُخۡتِہَا ۫ وَ اَخَذۡنٰہُمۡ بِالۡعَذَابِ لَعَلَّہُمۡ یَرۡجِعُوۡنَ ﴿۴۸﴾

(૪૮) અને અમે તેમને કોઇ એવી નિશાની દેખાડતા ન હતા સિવાય કે તે બીજી નિશાની કરતાં મોટી હતી, અને અમોએ તેમને અઝાબમાં પકડી લીધા કે કદાચને તેઓ પાછા ફરે.

49

وَ قَالُوۡا یٰۤاَیُّہَ السّٰحِرُ ادۡعُ لَنَا رَبَّکَ بِمَا عَہِدَ عِنۡدَکَ ۚ اِنَّنَا لَمُہۡتَدُوۡنَ ﴿۴۹﴾

(૪૯) અને તેઓએ કહ્યું કે અય જાદુગર ! (મૂસા) તારા પરવરદિગાર પાસે જે અહેદ છે તેના વડે અમારા માટે દુઆ કર કે અમે યકીનન હિદાયત પામશું.

50

فَلَمَّا کَشَفۡنَا عَنۡہُمُ الۡعَذَابَ اِذَا ہُمۡ یَنۡکُثُوۡنَ ﴿۵۰﴾

(૫૦) પરંતુ જયારે અમોએ અઝાબને દૂર કરતા હતા ત્યારે જ વાયદો તોડી નાખતા હતા.

51

وَ نَادٰی فِرۡعَوۡنُ فِیۡ قَوۡمِہٖ قَالَ یٰقَوۡمِ اَلَیۡسَ لِیۡ مُلۡکُ مِصۡرَ وَ ہٰذِہِ الۡاَنۡہٰرُ تَجۡرِیۡ مِنۡ تَحۡتِیۡ ۚ اَفَلَا تُبۡصِرُوۡنَ ﴿ؕ۵۱﴾

(૫૧) અને ફિરઔને તેની કોમ દરમ્યાન અવાજ આપી કે અય મારી કોમ ! શું મિસરની હુકૂમત અને (મારા મહેલની) નીચે વહેતી આ નહેરો મારી નથી? શું તમે જોતા નથી ?

52

اَمۡ اَنَا خَیۡرٌ مِّنۡ ہٰذَا الَّذِیۡ ہُوَ مَہِیۡنٌ ۬ۙ وَّ لَا یَکَادُ یُبِیۡنُ ﴿۵۲﴾

(૫૨) શું હું તે શખ્સ કરતાં બહેતર નથી જે પસ્ત હેસીયત (નિમ્ન કક્ષા)નો છે અને સાફ બોલી શકતો નથી ?!

53

فَلَوۡ لَاۤ اُلۡقِیَ عَلَیۡہِ اَسۡوِرَۃٌ مِّنۡ ذَہَبٍ اَوۡ جَآءَ مَعَہُ الۡمَلٰٓئِکَۃُ مُقۡتَرِنِیۡنَ ﴿۵۳﴾

(૫૩) (જો સાચો છે તો) શા માટે તેની ઉપર સોનાના કડા આપવામાં આવ્યા અથવા કેમ તેની સાથે ફરિશ્તાઓ ન આવ્યા?

54

فَاسۡتَخَفَّ قَوۡمَہٗ فَاَطَاعُوۡہُ ؕ اِنَّہُمۡ کَانُوۡا قَوۡمًا فٰسِقِیۡنَ ﴿۵۴﴾

(૫૪) પછી ફિરઓને પોતાની કોમને હલકા સમજી(ને ધોકો આપ્યો) પરિણામે તેઓએ તેની ઇતાઅત કરી, કારણકે તેઓ ફાસિક હતા.

55

فَلَمَّاۤ اٰسَفُوۡنَا انۡتَقَمۡنَا مِنۡہُمۡ فَاَغۡرَقۡنٰہُمۡ اَجۡمَعِیۡنَ ﴿ۙ۵۵﴾

(૫૫) પછી જયારે તેમણે અમને ગઝબનાક કર્યા ત્યારે અમોએ તેનાથી બદલો લીધો અને તેઓ બધાને ડૂબાડી દીધા :

56

فَجَعَلۡنٰہُمۡ سَلَفًا وَّ مَثَلًا لِّلۡاٰخِرِیۡنَ ﴿٪۵۶﴾

(૫૬) પછી અમોએ તેમને (અઝાબ માટે) આગળ વધનાર અને બીજાઓ(ની ઇબ્રત) માટે નમૂના બનાવી દીધા.

57

وَ لَمَّا ضُرِبَ ابۡنُ مَرۡیَمَ مَثَلًا اِذَا قَوۡمُکَ مِنۡہُ یَصِدُّوۡنَ ﴿۵۷﴾

(૫૭) અને જયારે મરિયમના ફરઝંદનો દાખલો બયાન કરવામાં આવ્યો ત્યારે એકાએક તારી કોમ ઘોંઘાટ કરવા લાગી.

58

وَ قَالُوۡۤاءَ اٰلِہَتُنَا خَیۡرٌ اَمۡ ہُوَ ؕ مَا ضَرَبُوۡہُ لَکَ اِلَّا جَدَلًا ؕ بَلۡ ہُمۡ قَوۡمٌ خَصِمُوۡنَ ﴿۵۸﴾

(૫૮) અને કહ્યુ કે અમારા ખુદાઓ બહેતર છે કે તે? અને લોકોએ તે (ઇસા અ.સ.)ની મિસાલ વિવાદ કરવા માટે રજૂ કરી, અને તેઓ કીન્નાખોર છે.

59

اِنۡ ہُوَ اِلَّا عَبۡدٌ اَنۡعَمۡنَا عَلَیۡہِ وَ جَعَلۡنٰہُ مَثَلًا لِّبَنِیۡۤ اِسۡرَآءِیۡلَ ﴿ؕ۵۹﴾

(૫૯) તે (ઇસા) ફકત એક બંદો હતો, જેમના ઉપર અમોએ નેઅમતો ઉતારી અને તેને બની ઇસરાઇલ માટે અમારી કુદરતનો એક નમૂનો બનાવ્યો.

60

وَ لَوۡ نَشَآءُ لَجَعَلۡنَا مِنۡکُمۡ مَّلٰٓئِکَۃً فِی الۡاَرۡضِ یَخۡلُفُوۡنَ ﴿۶۰﴾

(૬૦) અને જ્યારે અમે ચાહીએ ત્યારે તમારા બદલે ફરિશ્તાઓને ઝમીનના વારસદાર બનાવી દઇએ.

61

وَ اِنَّہٗ لَعِلۡمٌ لِّلسَّاعَۃِ فَلَا تَمۡتَرُنَّ بِہَا وَ اتَّبِعُوۡنِ ؕ ہٰذَا صِرَاطٌ مُّسۡتَقِیۡمٌ ﴿۶۱﴾

(૬૧) અને બેશક તે(નુ નુઝુલ કયામતની) ઘડીની નિશાની છે, માટે તેમાં શક ન કરો, અને મારી પેરવી કરો ફકત એ જ સીધો રસ્તો છે.

62

وَ لَا یَصُدَّنَّکُمُ الشَّیۡطٰنُ ۚ اِنَّہٗ لَکُمۡ عَدُوٌّ مُّبِیۡنٌ ﴿۶۲﴾

(૬૨) અને શૈતાન તમને સીધા રસ્તાથી ન અટકાવે કારણકે તે તમારો ખુલ્લો દુશ્મન છે.

63

وَ لَمَّا جَآءَ عِیۡسٰی بِالۡبَیِّنٰتِ قَالَ قَدۡ جِئۡتُکُمۡ بِالۡحِکۡمَۃِ وَ لِاُبَیِّنَ لَکُمۡ بَعۡضَ الَّذِیۡ تَخۡتَلِفُوۡنَ فِیۡہِ ۚ فَاتَّقُوا اللّٰہَ وَ اَطِیۡعُوۡنِ ﴿۶۳﴾

(૬૩) અને જયારે ઇસા તેમની પાસે રોશન દલીલો લઇને આવ્યા, ત્યારે તેમણે કહ્યું કે હું તમારી પાસે હિકમત લઇને આવ્યો છું અને એ માટે કે અમુક બાબતો રોશન કરી દઉં, જેમાં તમે ઇખ્તેલાફ રાખો છે, માટે અલ્લાહથી ડરો અને મારી પેરવી કરો.

64

اِنَّ اللّٰہَ ہُوَ رَبِّیۡ وَ رَبُّکُمۡ فَاعۡبُدُوۡہُ ؕ ہٰذَا صِرَاطٌ مُّسۡتَقِیۡمٌ ﴿۶۴﴾

(૬૪) બેશક અલ્લાહ મારો અને તમારો પરવરદિગાર છે, માટે તેની જ ઇબાદત કરો કે એજ સીધો રસ્તો છે.

65

فَاخۡتَلَفَ الۡاَحۡزَابُ مِنۡۢ بَیۡنِہِمۡ ۚ فَوَیۡلٌ لِّلَّذِیۡنَ ظَلَمُوۡا مِنۡ عَذَابِ یَوۡمٍ اَلِیۡمٍ ﴿۶۵﴾

(૬૫) પછી કોમોએ આપસમાં ઇખ્તેલાફ કર્યો અફસોસ દર્દનાક અઝાબનો તેઓ ઉપર જેઓએ ઝુલ્મ કર્યો!

66

ہَلۡ یَنۡظُرُوۡنَ اِلَّا السَّاعَۃَ اَنۡ تَاۡتِیَہُمۡ بَغۡتَۃً وَّ ہُمۡ لَا یَشۡعُرُوۡنَ ﴿۶۶﴾

(૬૬) શું તેઓ આ સિવાય રાહ જોવે છે કે (કયામતની) ઘડી અચાનક આવી જાય એવી હાલતમાં કે તેઓ કાંઇ સમજી ન શકે ?

67

اَلۡاَخِلَّآءُ یَوۡمَئِذٍۭ بَعۡضُہُمۡ لِبَعۡضٍ عَدُوٌّ اِلَّا الۡمُتَّقِیۡنَ ﴿ؕ٪۶۷﴾

(૬૭) તે દિવસે પરહેઝગારો સિવાય બધા જ દોસ્તો એક બીજાના દુશ્મન બની જશે.

68

یٰعِبَادِ لَا خَوۡفٌ عَلَیۡکُمُ الۡیَوۡمَ وَ لَاۤ اَنۡتُمۡ تَحۡزَنُوۡنَ ﴿ۚ۶۸﴾

(૬૮) અય મારા બંદાઓ ! આજે ન તમને કાંઇ ડર છે, અને ન તમે દિલગીર થશો.

69

اَلَّذِیۡنَ اٰمَنُوۡا بِاٰیٰتِنَا وَ کَانُوۡا مُسۡلِمِیۡنَ ﴿ۚ۶۹﴾

(૬૯) આ એજ લોકો છે જેઓ અમારી નિશાનીઓ પર ઇમાન લાવ્યા અને અમારા ઇતાઅતગુઝાર હતા:

70

اُدۡخُلُوا الۡجَنَّۃَ اَنۡتُمۡ وَ اَزۡوَاجُکُمۡ تُحۡبَرُوۡنَ ﴿۷۰﴾

(૭૦) હવે તમે અને તમારા જીવનસાથીઓ સાથે ખુશ-ખુશાલ જન્નતમાં દાખલ થાવ!

71

یُطَافُ عَلَیۡہِمۡ بِصِحَافٍ مِّنۡ ذَہَبٍ وَّ اَکۡوَابٍ ۚ وَ فِیۡہَا مَا تَشۡتَہِیۡہِ الۡاَنۡفُسُ وَ تَلَذُّ الۡاَعۡیُنُ ۚ وَ اَنۡتُمۡ فِیۡہَا خٰلِدُوۡنَ ﴿ۚ۷۱﴾

(૭૧) તેમની આસપાસ સોનાના વાસણો અને (પાક શરાબના) જામ ફેરવવામાં આવશે અને ત્યાં તેમના માટે તે વસ્તુઓ છે જે તેમના દિલ ચાહે, અને આંખો જેનાથી લઝ્ઝત હાંસિલ કરે અને તમે તેમાં હંમેશા રહેશો.

72

وَ تِلۡکَ الۡجَنَّۃُ الَّتِیۡۤ اُوۡرِثۡتُمُوۡہَا بِمَا کُنۡتُمۡ تَعۡمَلُوۡنَ ﴿۷۲﴾

(૭૨) આ એ જ જન્નત છે જેના તમે વારસદાર થાશો તે આમાલના કારણે જેને તમો કરતા હતા.

73

لَکُمۡ فِیۡہَا فَاکِہَۃٌ کَثِیۡرَۃٌ مِّنۡہَا تَاۡکُلُوۡنَ ﴿۷۳﴾

(૭૩) તેમાં તમારા માટે ઘણાંય ફળો છે જેમાંથી તમે ખાશો.

74

اِنَّ الۡمُجۡرِمِیۡنَ فِیۡ عَذَابِ جَہَنَّمَ خٰلِدُوۡنَ ﴿ۚۖ۷۴﴾

(૭૪) બેશક ગુનેહગારો હંમેશા જહન્નમના અઝાબમાં રહેશે.

75

لَا یُفَتَّرُ عَنۡہُمۡ وَ ہُمۡ فِیۡہِ مُبۡلِسُوۡنَ ﴿ۚ۷۵﴾

(૭૫) તેમના અઝાબને ઓછો કરવામાં નહી આવે, અને તેઓ તેમાં નિરાશ છે.

76

وَ مَا ظَلَمۡنٰہُمۡ وَ لٰکِنۡ کَانُوۡا ہُمُ الظّٰلِمِیۡنَ ﴿۷۶﴾

(૭૬) અને અમોએ તેમના ઉપર ઝુલ્મ કર્યો નથી, પરંતુ તેઓ પોતે ઝુલ્મ કરતા હતા.

77

وَ نَادَوۡا یٰمٰلِکُ لِیَقۡضِ عَلَیۡنَا رَبُّکَ ؕ قَالَ اِنَّکُمۡ مّٰکِثُوۡنَ ﴿۷۷﴾

(૭૭) અને તેઓ પોકારશે કે અય માલિક! (અય કાશ!) તારો પરવરદિગાર અમને મોત આપે (તો છુટકારો થાય) તે કહેશે કે બેશક તમે અહીંયા જ રહેશો.

78

لَقَدۡ جِئۡنٰکُمۡ بِالۡحَقِّ وَ لٰکِنَّ اَکۡثَرَکُمۡ لِلۡحَقِّ کٰرِہُوۡنَ ﴿۷۸﴾

(૭૮) ખરેખર અમે તમારી પાસે હક લઇને આવ્યા, પરંતુ તમારામાંથી ઘણાં ખરા હકને નાપસંદ કરતા હતા.

79

اَمۡ اَبۡرَمُوۡۤا اَمۡرًا فَاِنَّا مُبۡرِمُوۡنَ ﴿ۚ۷۹﴾

(૭૯) બલ્કે તેમણે (ફરેબનો) મજબૂત ઇરાદો કરી લીધો, અમે પણ (તેના જવાબનો) મજબૂત ઇરાદો કરી લીધો.

80

اَمۡ یَحۡسَبُوۡنَ اَنَّا لَا نَسۡمَعُ سِرَّہُمۡ وَ نَجۡوٰىہُمۡ ؕ بَلٰی وَ رُسُلُنَا لَدَیۡہِمۡ یَکۡتُبُوۡنَ ﴿۸۰﴾

(૮૦) શું તેઓ એમ ગુમાન કરે છે કે અમે તેઓના રાઝ અને કાનાફૂસીને સાંભળતા નથી? હા (સાંભળીએ છીએ) અને અમારા રસૂલો જે તેઓની પાસે છે તેઓ લખે છે.

81

قُلۡ اِنۡ کَانَ لِلرَّحۡمٰنِ وَلَدٌ ٭ۖ فَاَنَا اَوَّلُ الۡعٰبِدِیۡنَ ﴿۸۱﴾

(૮૧) તું કહે કે અગર રહેમાનને કોઇ ફરઝંદ હોત તો હું સૌથી પહેલો (તેની) ઇબાદત કરનાર હોત.

82

سُبۡحٰنَ رَبِّ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ رَبِّ الۡعَرۡشِ عَمَّا یَصِفُوۡنَ ﴿۸۲﴾

(૮૨) આસમાનો, ઝમીન અને અર્શનો પરવરદિગાર આવી સિફતો જે તેઓ વર્ણવે છે તેનાથી પાક છે!

83

فَذَرۡہُمۡ یَخُوۡضُوۡا وَ یَلۡعَبُوۡا حَتّٰی یُلٰقُوۡا یَوۡمَہُمُ الَّذِیۡ یُوۡعَدُوۡنَ ﴿۸۳﴾

(૮૩) તેઓને તેમના હાલ પર છોડી દે, જેથી તેઓ ખોટી વાતોમાં ડુબેલા રહે અને રમત ગમતમાં પડયા રહે તે દિવસ સુધી કે જેની મુલાકાતનો વાયદો કરવામાં આવેલ છે.

84

وَ ہُوَ الَّذِیۡ فِی السَّمَآءِ اِلٰہٌ وَّ فِی الۡاَرۡضِ اِلٰہٌ ؕ وَ ہُوَ الۡحَکِیۡمُ الۡعَلِیۡمُ ﴿۸۴﴾

(૮૪) અને તે (અલ્લાહ) એ જ છે જે આસમાનોમાં માઅબૂદ છે અને ઝમીનમાં માઅબૂદ છે; અને તે હિકમતવાળો અને જાણકાર છે.

85

وَ تَبٰرَکَ الَّذِیۡ لَہٗ مُلۡکُ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ وَ مَا بَیۡنَہُمَا ۚ وَ عِنۡدَہٗ عِلۡمُ السَّاعَۃِ ۚ وَ اِلَیۡہِ تُرۡجَعُوۡنَ ﴿۸۵﴾

(૮૫) અને બરકતવાળી છે તેની જાત કે જેની હુકૂમત -આસમાનો તથા ઝમીન અને જે કાંઇ તે બંનેની વચ્ચે છે- તેની ઉપર છે અને (કયામતની) ઘડીનુ ઇલ્મ તેની જ પાસે છે; અને તેની જ તરફ તમને પાછા ફેરવવામાં આવશે.

86

وَ لَا یَمۡلِکُ الَّذِیۡنَ یَدۡعُوۡنَ مِنۡ دُوۡنِہِ الشَّفَاعَۃَ اِلَّا مَنۡ شَہِدَ بِالۡحَقِّ وَ ہُمۡ یَعۡلَمُوۡنَ ﴿۸۶﴾

(૮૬) અને તે (અલ્લાહ)ના સિવાય જેમને તેઓ પોકારે છે તેઓ શફાઅતનો અધિકાર ધરાવતા નથી સિવાય કે જે જાણકારી સાથે સાચી ગવાહી આપે.

87

وَ لَئِنۡ سَاَلۡتَہُمۡ مَّنۡ خَلَقَہُمۡ لَیَقُوۡلُنَّ اللّٰہُ فَاَنّٰی یُؤۡفَکُوۡنَ ﴿ۙ۸۷﴾

(૮૭) અને જો તું તેમને પૂછે કે તેમને પેદા કોણે કર્યા તો તેઓ જરૂર કહેશે કે અલ્લાહે તો પછી તેઓ કેવી રીતે (હકથી) ફરી જાય છે?

88

وَ قِیۡلِہٖ یٰرَبِّ اِنَّ ہٰۤؤُلَآءِ قَوۡمٌ لَّا یُؤۡمِنُوۡنَ ﴿ۘ۸۸﴾

(૮૮) અને તેનુ કહેણ કે અય મારા પરવરદિગાર આ કોમ ઇમાન નહિં લાવે.

89

فَاصۡفَحۡ عَنۡہُمۡ وَ قُلۡ سَلٰمٌ ؕ فَسَوۡفَ یَعۡلَمُوۡنَ ﴿٪۸۹﴾

(૮૯) માટે તેમનાથી મોઢું ફેરવી લે, અને કહે સલામ (તમારા પર), પછી નજીકમાં તેઓ જાણી લેશે!