અલ-કુરઆન

85

Al-Burooj

سورة البروج


وَ السَّمَآءِ ذَاتِ الۡبُرُوۡجِ ۙ﴿۱﴾

(૧) બુરૂજવાળા (નક્ષત્રવાળા) આસમાનની કસમ:

وَ الۡیَوۡمِ الۡمَوۡعُوۡدِ ۙ﴿۲﴾

(૨) અને તે દિવસની કસમ કે જેનો વાયદો કરવામાં આવ્યો છે:

وَ شَاہِدٍ وَّ مَشۡہُوۡدٍ ؕ﴿۳﴾

(૩) અને ગવાહી આપનારની તથા જેની ગવાહી આપવામાં આવશે તેની કસમ.

قُتِلَ اَصۡحٰبُ الۡاُخۡدُوۡدِ ۙ﴿۴﴾

(૪) ઉખ્દુદવાળા (ઝાલિમો) હલાક થાય.

النَّارِ ذَاتِ الۡوَقُوۡدِ ۙ﴿۵﴾

(૫) મોટી જ્વાળાઓવાળી આગ:

اِذۡ ہُمۡ عَلَیۡہَا قُعُوۡدٌ ۙ﴿۶﴾

(૬) જ્યારે તેના કિનારે બેઠા હતા.

وَّ ہُمۡ عَلٰی مَا یَفۡعَلُوۡنَ بِالۡمُؤۡمِنِیۡنَ شُہُوۡدٌ ؕ﴿۷﴾

(૭) અને તેઓ ઇમાનવાળાઓ સાથે જે સુલુક કરી રહ્યા હતા તેને તેઓ જોતા હતા!

وَ مَا نَقَمُوۡا مِنۡہُمۡ اِلَّاۤ اَنۡ یُّؤۡمِنُوۡا بِاللّٰہِ الۡعَزِیۡزِ الۡحَمِیۡدِ ۙ﴿۸﴾

(૮) અને તેઓને તેમના (મોઅમીનો)થી કંઇ વાંધો ન હતો સિવાય કે જબરદસ્ત અને વખાણને લાયક અલ્લાહ પર ઇમાન લાવ્યા હતા:

الَّذِیۡ لَہٗ مُلۡکُ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ ؕ وَ اللّٰہُ عَلٰی کُلِّ شَیۡءٍ شَہِیۡدٌ ؕ﴿۹﴾

(૯) તે કે જેના કબ્જામાં આસમાનો અને ઝમીનની હુકૂમત છે; અને અલ્લાહ દરેક વસ્તુ પર ગવાહ છે.

10

اِنَّ الَّذِیۡنَ فَتَنُوا الۡمُؤۡمِنِیۡنَ وَ الۡمُؤۡمِنٰتِ ثُمَّ لَمۡ یَتُوۡبُوۡا فَلَہُمۡ عَذَابُ جَہَنَّمَ وَ لَہُمۡ عَذَابُ الۡحَرِیۡقِ ﴿ؕ۱۰﴾

(૧૦) બેશક જે લોકોએ ઇમાનદાર મર્દો તથા ઔરતોને સતાવ્યા પછી તૌબા ન કરી, તેઓ માટે જહન્નમનો અઝાબ છે અને તેઓ માટે (આગમાં) બળવાનો અઝાબ છે!

11

اِنَّ الَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ لَہُمۡ جَنّٰتٌ تَجۡرِیۡ مِنۡ تَحۡتِہَا الۡاَنۡہٰرُ ۬ؕؑ ذٰلِکَ الۡفَوۡزُ الۡکَبِیۡرُ ﴿ؕ۱۱﴾

(૧૧) બેશક જે લોકો ઇમાન લાવ્યા તથા નેક આમાલ કર્યા તેમના માટે જન્નતો છે કે જેની હેઠળ નદીઓ વહે છે, અને આ નજાત અને મોટી સફળતા છે.

12

اِنَّ بَطۡشَ رَبِّکَ لَشَدِیۡدٌ ﴿ؕ۱۲﴾

(૧૨) બેશક તારા પરવરદિગારની પકડ બહુ જ સખ્ત છે!

13

اِنَّہٗ ہُوَ یُبۡدِئُ وَ یُعِیۡدُ ﴿ۚ۱۳﴾

(૧૩) બેશક તેને જ ખિલકતની શરૂઆત કરી છે તથા તે જ પલ્ટાવશે / સજીવન કરશે.

14

وَ ہُوَ الۡغَفُوۡرُ الۡوَدُوۡدُ ﴿ۙ۱۴﴾

(૧૪) અને તે ગફુર અને (મોમીનોથી) મોહબ્બત કરનાર છે :

15

ذُو الۡعَرۡشِ الۡمَجِیۡدُ ﴿ۙ۱۵﴾

(૧૫) અર્શનો માલિક અને અઝમતવાળો છે:

16

فَعَّالٌ لِّمَا یُرِیۡدُ ﴿ؕ۱۶﴾

(૧૬) જે ચાહે છે તે કરે છે!

17

ہَلۡ اَتٰىکَ حَدِیۡثُ الۡجُنُوۡدِ ﴿ۙ۱۷﴾

(૧૭) શું તારી પાસે લશ્કરોની ખબર આવી છે?

18

فِرۡعَوۡنَ وَ ثَمُوۡدَ ﴿ؕ۱۸﴾

(૧૮) ફિરઔન તથા કૌમે સમૂદ(ના લશ્કર)ની ખબર!?

19

بَلِ الَّذِیۡنَ کَفَرُوۡا فِیۡ تَکۡذِیۡبٍ ﴿ۙ۱۹﴾

(૧૯) પરંતુ નાસ્તિકો સતત હકને જૂઠલાવે છે:

20

وَّ اللّٰہُ مِنۡ وَّرَآئِہِمۡ مُّحِیۡطٌ ﴿ۚ۲۰﴾

(૨૦) અને અલ્લાહે તેઓને ધેરી રાખેલા છે!

21

بَلۡ ہُوَ قُرۡاٰنٌ مَّجِیۡدٌ ﴿ۙ۲۱﴾

(૨૧) (આ જાદુ નથી) બલ્કે આ મહાન અઝમતવાળુ કુરઆન છે:

22

فِیۡ لَوۡحٍ مَّحۡفُوۡظٍ ﴿٪۲۲﴾

(૨૨) કે જે લવ્હે મહફૂઝમાં છે.