અલ-કુરઆન

71

Nooh

سورة نوح


اِنَّاۤ اَرۡسَلۡنَا نُوۡحًا اِلٰی قَوۡمِہٖۤ اَنۡ اَنۡذِرۡ قَوۡمَکَ مِنۡ قَبۡلِ اَنۡ یَّاۡتِیَہُمۡ عَذَابٌ اَلِیۡمٌ ﴿۱﴾

(૧) બેશક અમોએ નૂહને તેની કોમ તરફ મોકલ્યો (અને કહ્યુ) કે તું તારી કોમ ડરાવ એ પહેલા કે દર્દનાક અઝાબ તેઓ પાસે આવે.

قَالَ یٰقَوۡمِ اِنِّیۡ لَکُمۡ نَذِیۡرٌ مُّبِیۡنٌ ۙ﴿۲﴾

(૨) તેણે કહ્યું કે અય મારી કોમ ! બેશક હું તમારા માટે એક ખુલ્લો ડરાવનારો છું :

اَنِ اعۡبُدُوا اللّٰہَ وَ اتَّقُوۡہُ وَ اَطِیۡعُوۡنِ ۙ﴿۳﴾

(૩) કે અલ્લાહની ઇબાદત કરો, અને તેની નાફરમાનીથી પરહેઝ કરો અને મારી ઇતાઅત કરો:

یَغۡفِرۡ لَکُمۡ مِّنۡ ذُنُوۡبِکُمۡ وَ یُؤَخِّرۡکُمۡ اِلٰۤی اَجَلٍ مُّسَمًّی ؕ اِنَّ اَجَلَ اللّٰہِ اِذَا جَآءَ لَا یُؤَخَّرُ ۘ لَوۡ کُنۡتُمۡ تَعۡلَمُوۡنَ ﴿۴﴾

(૪) (જો આમ કરશો તો) તે તમારા ગુનાહ માફ કરશે, અને તમને ચોક્કસ મુદ્દત સુધી (જીવનની) મોહલત આપશે કારણકે અલ્લાહે મુકર્રર કરેલ સમય જયારે આવી પહોંચશે ત્યારે મોહલત આપવામાં નહી આવે જો તમે જાણતા હોત!

قَالَ رَبِّ اِنِّیۡ دَعَوۡتُ قَوۡمِیۡ لَیۡلًا وَّ نَہَارًا ۙ﴿۵﴾

(૫) તેણે કહ્યું અય મારા પરવરદિગાર ! મેં મારી કોમને રાત-દિવસ (તારી તરફ) બોલાવી:

فَلَمۡ یَزِدۡہُمۡ دُعَآءِیۡۤ اِلَّا فِرَارًا ﴿۶﴾

(૬) પરંતુ મારી દાવતે તેઓના (હકથી) ફરાર (નાસવા) સિવાય કંઇપણ વધારો કર્યો નહી!

وَ اِنِّیۡ کُلَّمَا دَعَوۡتُہُمۡ لِتَغۡفِرَ لَہُمۡ جَعَلُوۡۤا اَصَابِعَہُمۡ فِیۡۤ اٰذَانِہِمۡ وَ اسۡتَغۡشَوۡا ثِیَابَہُمۡ وَ اَصَرُّوۡا وَ اسۡتَکۡبَرُوا اسۡتِکۡبَارًا ۚ﴿۷﴾

(૭) અને મેં જયારે પણ તેમને બોલાવ્યા કે જેથી તું તેઓને માફ કરે ત્યારે તેઓએ પોતાની આંગળીઓ કાનમાં રાખી અને પોતાના કપડા ઓઢી લીધા, અને પોતાના વિરોધ પર અડગ રહ્યા અને ખૂબજ ઘમંડ કર્યો!

ثُمَّ اِنِّیۡ دَعَوۡتُہُمۡ جِہَارًا ۙ﴿۸﴾

(૮) તે પછી મેં તેમને બુલંદ અવાજથી દાવત આપી:

ثُمَّ اِنِّیۡۤ اَعۡلَنۡتُ لَہُمۡ وَ اَسۡرَرۡتُ لَہُمۡ اِسۡرَارًا ۙ﴿۹﴾

(૯) તે પછી મેં જાહેરમાં અને છુપી રીતે હકીકત બયાન કરી!

10

فَقُلۡتُ اسۡتَغۡفِرُوۡا رَبَّکُمۡ ؕ اِنَّہٗ کَانَ غَفَّارًا ﴿ۙ۱۰﴾

(૧૦) અને મેં કહ્યું કે તમારા પરવરદિગાર પાસે ઇસ્તગફાર કરો, બેશક તે ખૂબ માફ કરનાર છે...

11

یُّرۡسِلِ السَّمَآءَ عَلَیۡکُمۡ مِّدۡرَارًا ﴿ۙ۱۱﴾

(૧૧) જેથી તે તમારા ઉપર સતત આસમાન(માંથી વરસાદ) વરસાવે:

12

وَّ یُمۡدِدۡکُمۡ بِاَمۡوَالٍ وَّ بَنِیۡنَ وَ یَجۡعَلۡ لَّکُمۡ جَنّٰتٍ وَّ یَجۡعَلۡ لَّکُمۡ اَنۡہٰرًا ﴿ؕ۱۲﴾

(૧૨) અને ઘણાબધા માલ તથા ઔલાદ વડે તમારી મદદ કરે, અને તમારા માટે બગીચાઓ બનાવશે, અને નદીઓ વહાવશે.

13

مَا لَکُمۡ لَا تَرۡجُوۡنَ لِلّٰہِ وَقَارًا ﴿ۚ۱۳﴾

(૧૩) શા માટે તમે અલ્લાહની મહાનતાને સ્વીકારતા નથી?!

14

وَ قَدۡ خَلَقَکُمۡ اَطۡوَارًا ﴿۱۴﴾

(૧૪) એવી હાલતમાં કે તેણે તમને જુદી-જુદી હાલાતોમાંથી પસાર કરીને પેદા કર્યા છે.

15

اَلَمۡ تَرَوۡا کَیۡفَ خَلَقَ اللّٰہُ سَبۡعَ سَمٰوٰتٍ طِبَاقًا ﴿ۙ۱۵﴾

(૧૫) શું તમે નથી જાણતા કે કેવી રીતે ઉપરાઉપર સાત આસમાનો બનાવ્યા છે,

16

وَّ جَعَلَ الۡقَمَرَ فِیۡہِنَّ نُوۡرًا وَّ جَعَلَ الشَّمۡسَ سِرَاجًا ﴿۱۶﴾

(૧૬) અને ચાંદને આસમાનો દરમ્યાન નૂર બનાવ્યો છે અને સૂરજને એક રોશન ચિરાગ બનાવ્યો છે?!

17

وَ اللّٰہُ اَنۡۢبَتَکُمۡ مِّنَ الۡاَرۡضِ نَبَاتًا ﴿ۙ۱۷﴾

(૧૭) અને અલ્લાહે તમને ઝમીનમાંથી પેદા કર્યા જેવી રીતે વનસ્પતિને ઊગાવે છે:

18

ثُمَّ یُعِیۡدُکُمۡ فِیۡہَا وَ یُخۡرِجُکُمۡ اِخۡرَاجًا ﴿۱۸﴾

(૧૮) અને પછી તે તમને ફરી ઝમીનમાં પાછા મેળવી દેશે, અને પાછા બહાર કાઢશે!

19

وَ اللّٰہُ جَعَلَ لَکُمُ الۡاَرۡضَ بِسَاطًا ﴿ۙ۱۹﴾

(૧૯) અને અલ્લાહે ઝમીનને તમારા માટે બિછાવેલુ ફર્શ (પાથરણું) બનાવ્યું:

20

لِّتَسۡلُکُوۡا مِنۡہَا سُبُلًا فِجَاجًا ﴿٪۲۰﴾

(૨૦) જેથી તમે તેના વિશાળ માર્ગો પર અને ખીણોમાં હરો ફરો.

21

قَالَ نُوۡحٌ رَّبِّ اِنَّہُمۡ عَصَوۡنِیۡ وَ اتَّبَعُوۡا مَنۡ لَّمۡ یَزِدۡہُ مَالُہٗ وَ وَلَدُہٗۤ اِلَّا خَسَارًا ﴿ۚ۲۱﴾

(૨૧) નૂહે કહ્યું કે અય મારા પરવરદિગાર! તેમણે મારી નાફરમાની કરી અને તેવા શખ્સની તાબેદારી કરી કે જે તેના માલ અને ઔલાદમાં નુકસાન સિવાય બીજુ કંઇ વધાર્યુ નથી!

22

وَ مَکَرُوۡا مَکۡرًا کُبَّارًا ﴿ۚ۲۲﴾

(૨૨) અને તેઓએ મોટી મક્કારી કરી...

23

وَ قَالُوۡا لَا تَذَرُنَّ اٰلِہَتَکُمۡ وَ لَا تَذَرُنَّ وَدًّا وَّ لَا سُوَاعًا ۬ۙ وَّ لَا یَغُوۡثَ وَ یَعُوۡقَ وَ نَسۡرًا ﴿ۚ۲۳﴾

(૨૩) અને લોકોને કહ્યું કે તમારા ખુદાઓને છોડી ન દેતા; ખાસ કરીને વદ, સૂવાઅ, યગૂસ, યઊક તથા નસ્રને છોડી ન દેજો. (મૂર્તિઓના નામ)

24

وَ قَدۡ اَضَلُّوۡا کَثِیۡرًا ۬ۚ وَ لَا تَزِدِ الظّٰلِمِیۡنَ اِلَّا ضَلٰلًا ﴿۲۴﴾

(૨૪) અને તેમણે ઘણાઓને ગુમરાહ કર્યા! ઝાલિમોની ગુમરાહી સિવાય કંઇપણ ન વધારજે.

25

مِمَّا خَطِیۡٓــٰٔتِہِمۡ اُغۡرِقُوۡا فَاُدۡخِلُوۡا نَارًا ۬ۙ فَلَمۡ یَجِدُوۡا لَہُمۡ مِّنۡ دُوۡنِ اللّٰہِ اَنۡصَارًا ﴿۲۵﴾

(૨૫) (હા, છેવટે) તેઓને પોતાના ગુનાહોના કારણે ડુબી ગયા, અને આગમાં દાખલ થયા, અને અલ્લાહ સિવાય કોઇપણને મદદગારો ન પામ્યા.

26

وَ قَالَ نُوۡحٌ رَّبِّ لَا تَذَرۡ عَلَی الۡاَرۡضِ مِنَ الۡکٰفِرِیۡنَ دَیَّارًا ﴿۲۶﴾

(૨૬) અને નૂહે કહ્યું કે અય મારા પરવરદિગાર! ઝમીન પર નાસ્તિકોમાંથી કોઇને પણ બાકી ન રાખજે!

27

اِنَّکَ اِنۡ تَذَرۡہُمۡ یُضِلُّوۡا عِبَادَکَ وَ لَا یَلِدُوۡۤا اِلَّا فَاجِرًا کَفَّارًا ﴿۲۷﴾

(૨૭) કારણ કે જો તું તેમને છોડી દેશે, તો બેશક તારા બંદાઓને ગુમરાહ કરશે અને તેઓ બદકાર અને નાસ્તિકો સિવાય કોઇને જન્મ નહિં આપે!

28

رَبِّ اغۡفِرۡ لِیۡ وَ لِوَالِدَیَّ وَ لِمَنۡ دَخَلَ بَیۡتِیَ مُؤۡمِنًا وَّ لِلۡمُؤۡمِنِیۡنَ وَ الۡمُؤۡمِنٰتِ ؕ وَ لَا تَزِدِ الظّٰلِمِیۡنَ اِلَّا تَبَارًا ﴿٪۲۸﴾

(૨૮) અય મારા પરવરદિગાર! તું મને માફ કર અને મારા વાલેદૈનને પણ, અને દરેક તે શખ્સને કે જે ઇમાનની હાલતમાં મારા ઘરમાં દાખલ થયો, અને તમામ ઇમાનદાર મરદ તથા તમામ ઇમાનદાર ઔરતોને; અને ઝાલિમો માટે હલાકત સિવાય કાંઇજ ન વધારજે!