અલ-કુરઆન

47

Muhammad

سورة محمد


اَلَّذِیۡنَ کَفَرُوۡا وَ صَدُّوۡا عَنۡ سَبِیۡلِ اللّٰہِ اَضَلَّ اَعۡمَالَہُمۡ ﴿۱﴾

(૧) નાસ્તિકોએ (લોકોને) અલ્લાહના રાહથી અટકાવ્યા, અલ્લાહે તેમના આમાલને નાબૂદ કરશે.

وَ الَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ وَ اٰمَنُوۡا بِمَا نُزِّلَ عَلٰی مُحَمَّدٍ وَّ ہُوَ الۡحَقُّ مِنۡ رَّبِّہِمۡ ۙ کَفَّرَ عَنۡہُمۡ سَیِّاٰتِہِمۡ وَ اَصۡلَحَ بَالَہُمۡ ﴿۲﴾

(૨) અને જેઓ ઇમાન લાવ્યા તથા નેક અમલ કર્યા તથા જે કાંઇ મોહમ્મદ (સ.અ.વ.)ની ઉપર નાઝિલ કરવામાં આવ્યુ છે તે હક છે તેઓના રબ તરફથી તેના ઉપર ઇમાન લાવ્યા, તેમના ગુનાહો ઢાંકી દેશે અને તેમની હાલત સુધારશે.

ذٰلِکَ بِاَنَّ الَّذِیۡنَ کَفَرُوا اتَّبَعُوا الۡبَاطِلَ وَ اَنَّ الَّذِیۡنَ اٰمَنُوا اتَّبَعُوا الۡحَقَّ مِنۡ رَّبِّہِمۡ ؕ کَذٰلِکَ یَضۡرِبُ اللّٰہُ لِلنَّاسِ اَمۡثَالَہُمۡ ﴿۳﴾

(૩) આ એ માટે કે નાસ્તિકોએ બાતિલની તાબેદારી કરી, અને મોમીનોએ તેમના પરવરદિગાર તરફથી આવનાર હકની પેરવી કરી; અને અલ્લાહ આ રીતે લોકો માટે મિસાલ પેશ કરે છે!

فَاِذَا لَقِیۡتُمُ الَّذِیۡنَ کَفَرُوۡا فَضَرۡبَ الرِّقَابِ ؕ حَتّٰۤی اِذَاۤ اَثۡخَنۡتُمُوۡہُمۡ فَشُدُّوا الۡوَثَاقَ ٭ۙ فَاِمَّا مَنًّۢا بَعۡدُ وَ اِمَّا فِدَآءً حَتّٰی تَضَعَ الۡحَرۡبُ اَوۡزَارَہَا ۬ۚ۟ۛ ذٰؔلِکَ ؕۛ وَ لَوۡ یَشَآءُ اللّٰہُ لَانۡتَصَرَ مِنۡہُمۡ وَ لٰکِنۡ لِّیَبۡلُوَا۠ بَعۡضَکُمۡ بِبَعۡضٍ ؕ وَ الَّذِیۡنَ قُتِلُوۡا فِیۡ سَبِیۡلِ اللّٰہِ فَلَنۡ یُّضِلَّ اَعۡمَالَہُمۡ ﴿۴﴾

(૪) પછી જયારે નાસ્તિકો સાથે તમારો મુકાબલો થાય ત્યારે તેમની ગરદનો કાપી નાખો, (આ શરૂ રાખો) જેથી તેઓ ભાંગી પડે ત્યારે તેઓને બાંધી લો, ત્યારબાદ તેમના ઉપર એહસાન કરીને છોડી દો અથવા ફિદીયો (દંડની રકમ) લઇને છોડી દો, ત્યાં સુધી કે જંગમાં પોતાના હથિયાર મૂકી દે (લડાઇ ખત્મ થઇ જાય), આ (એટલા માટે) કે અગર અલ્લાહ ચાહત તો તે પોતેજ તેઓને સજા આપેત, પરંતુ એકબીજા થકી અજમાવવા ચાહે છે, અને જેઓ તેની રાહમાં કત્લ થયેલ છે અલ્લાહ તેમના આમાલ બરબાદ થવા દેતો નથી.

سَیَہۡدِیۡہِمۡ وَ یُصۡلِحُ بَالَہُمۡ ۚ﴿۵﴾

(૫) તે જલ્દી જ તેમને હિદાયત કરશે અને તેમની હાલત સુધારશે.

وَ یُدۡخِلُہُمُ الۡجَنَّۃَ عَرَّفَہَا لَہُمۡ ﴿۶﴾

(૬) અને તેમને તે જન્નતમાં દાખલ કરી દેશે કે જેની ઓળખ તેમને પહેલાંથી આપી દીધી છે.

یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡۤا اِنۡ تَنۡصُرُوا اللّٰہَ یَنۡصُرۡکُمۡ وَ یُثَبِّتۡ اَقۡدَامَکُمۡ ﴿۷﴾

(૭) અય ઇમાન લાવનારાઓ ! અગર તમે અલ્લાહની મદદ કરશો તો તે તમારી મદદ કરશે, અને તમને સાબિત કદમ રાખશે.

وَ الَّذِیۡنَ کَفَرُوۡا فَتَعۡسًا لَّہُمۡ وَ اَضَلَّ اَعۡمَالَہُمۡ ﴿۸﴾

(૮) અને જે લોકો નાસ્તિક થયા તેઓ નાબૂદ થાય અને તેઓના આમાલ બરબાદ થાય.

ذٰلِکَ بِاَنَّہُمۡ کَرِہُوۡا مَاۤ اَنۡزَلَ اللّٰہُ فَاَحۡبَطَ اَعۡمَالَہُمۡ ﴿۹﴾

(૯) આ એ માટે કે અલ્લાહે જે નાઝિલ કર્યુ તેને નાપસંદ કર્યુ, માટે અલ્લાહે તેમના આમાલને બરબાદ કર્યા.

10

اَفَلَمۡ یَسِیۡرُوۡا فِی الۡاَرۡضِ فَیَنۡظُرُوۡا کَیۡفَ کَانَ عَاقِبَۃُ الَّذِیۡنَ مِنۡ قَبۡلِہِمۡ ؕ دَمَّرَ اللّٰہُ عَلَیۡہِمۡ ۫ وَ لِلۡکٰفِرِیۡنَ اَمۡثَالُہَا ﴿۱۰﴾

(૧૦) શું તે લોકો ઝમીનમાં હર્યા ફર્યા નથી કે જોવે કે તેમની અગાઉના લોકોનો અંજામ કેવો હતો ? અલ્લાહે તેમને હલાક કર્યા અને નાસ્તિકો માટે એવી જ સજા છે.

11

ذٰلِکَ بِاَنَّ اللّٰہَ مَوۡلَی الَّذِیۡنَ اٰمَنُوۡا وَ اَنَّ الۡکٰفِرِیۡنَ لَا مَوۡلٰی لَہُمۡ ﴿٪۱۱﴾

(૧૧) આ એ માટે કે અલ્લાહ તે લોકોનો સરપરસ્ત છે કે જે લોકો ઇમાન લાવ્યા, પરંતુ નાસ્તિકોનો કોઇ સરપરસ્ત નથી.

12

اِنَّ اللّٰہَ یُدۡخِلُ الَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ جَنّٰتٍ تَجۡرِیۡ مِنۡ تَحۡتِہَا الۡاَنۡہٰرُ ؕ وَ الَّذِیۡنَ کَفَرُوۡا یَتَمَتَّعُوۡنَ وَ یَاۡکُلُوۡنَ کَمَا تَاۡکُلُ الۡاَنۡعَامُ وَ النَّارُ مَثۡوًی لَّہُمۡ ﴿۱۲﴾

(૧૨) બેશક જે લોકો ઇમાન લાવ્યા અને નેક આમાલ કર્યા તેમને અલ્લાહ એવી જન્નતોમાં દાખલ કરશે કે જેની હેઠળ નદીઓ વહે છે એવી હાલતમાં કે નાસ્તિકો (દુન્યવી જીવનથી) ફાયદો ઉપાડે છે. તથા જાનવરોની જેમ ખાય છે અને તેમનું ઠેકાણું જહન્નમ છે!

13

وَ کَاَیِّنۡ مِّنۡ قَرۡیَۃٍ ہِیَ اَشَدُّ قُوَّۃً مِّنۡ قَرۡیَتِکَ الَّتِیۡۤ اَخۡرَجَتۡکَ ۚ اَہۡلَکۡنٰہُمۡ فَلَا نَاصِرَ لَہُمۡ ﴿۱۳﴾

(૧૩) અને કેટલીએ એવી વસ્તીઓ જે તમારી આ વસ્તી કે જેમણે તમને કાઢી મૂકયા તેના કરતા તાકતવર હતી, અમોએ તેઓને હલાક કર્યા અને તેમનો કોઇ મદદગાર ન હતો.

14

اَفَمَنۡ کَانَ عَلٰی بَیِّنَۃٍ مِّنۡ رَّبِّہٖ کَمَنۡ زُیِّنَ لَہٗ سُوۡٓءُ عَمَلِہٖ وَ اتَّبَعُوۡۤا اَہۡوَآءَہُمۡ ﴿۱۴﴾

(૧૪) શું જેની પાસે પરવરદિગાર તરફથી રોશન દલીલ મોજૂદ હોય તે તેના જેવો છે ? જેના માટે તેના બૂરા આમાલ સુશોભિત કરી દેવામાં આવ્યા છે, અને પોતાની (નાહક) ખ્વાહિશાતોની તાબેદારી કરે છે?!

15

مَثَلُ الۡجَنَّۃِ الَّتِیۡ وُعِدَ الۡمُتَّقُوۡنَ ؕ فِیۡہَاۤ اَنۡہٰرٌ مِّنۡ مَّآءٍ غَیۡرِ اٰسِنٍ ۚ وَ اَنۡہٰرٌ مِّنۡ لَّبَنٍ لَّمۡ یَتَغَیَّرۡ طَعۡمُہٗ ۚ وَ اَنۡہٰرٌ مِّنۡ خَمۡرٍ لَّذَّۃٍ لِّلشّٰرِبِیۡنَ ۬ۚ وَ اَنۡہٰرٌ مِّنۡ عَسَلٍ مُّصَفًّی ؕ وَ لَہُمۡ فِیۡہَا مِنۡ کُلِّ الثَّمَرٰتِ وَ مَغۡفِرَۃٌ مِّنۡ رَّبِّہِمۡ ؕ کَمَنۡ ہُوَ خَالِدٌ فِی النَّارِ وَ سُقُوۡا مَآءً حَمِیۡمًا فَقَطَّعَ اَمۡعَآءَہُمۡ ﴿۱۵﴾

(૧૫) જેનો પરહેઝગારો સાથે વાયદો કરવામાં આવ્યો છે તે જન્નત એવી છે કે જેમાં એવી નહેરો છે જેનું પાણી ગંધાતુ નથી, એવી દૂધની નહેરો છે જેનો સ્વાદ બદલાતો નથી, એવી શરાબની નહેરો છે જે પીવાવાળાને લઝ્ઝત આપે છે અને ચોખ્ખા અને સારા મધની નહેરો છે તેમજ તેઓ માટે તેમાં દરેક પ્રકારના ફળો છે અને તેમના પરવરદિગાર તરફથી મગફેરત છે, શું આ પરહેઝગાર લોકો તેના જેવા છે જેઓ હંમેશા જહન્નમમાં છે ? અને જેમને ગરમ પાણી પીવડાવવામાં આવે કે જે તેઓના આંતરડાને ટુકડે ટુકડા કરી નાખે!

16

وَ مِنۡہُمۡ مَّنۡ یَّسۡتَمِعُ اِلَیۡکَ ۚ حَتّٰۤی اِذَا خَرَجُوۡا مِنۡ عِنۡدِکَ قَالُوۡا لِلَّذِیۡنَ اُوۡتُوا الۡعِلۡمَ مَاذَا قَالَ اٰنِفًا ۟ اُولٰٓئِکَ الَّذِیۡنَ طَبَعَ اللّٰہُ عَلٰی قُلُوۡبِہِمۡ وَ اتَّبَعُوۡۤا اَہۡوَآءَہُمۡ ﴿۱۶﴾

(૧૬) અને તેઓમાંથી કેટલાક એવા છે જે તારી વાતને ઘ્યાનથી સાંભળે છે અને પછી તારી પાસેથી બહાર નીકળે ત્યારે જેમને ઇલ્મ આપવામાં આવ્યું છે તેમને સવાલ કરે છે કે હમણાં તેણે શું કહ્યું?! આ એ લોકો છે કે જેમના દિલો પર અલ્લાહે મહોર મારી દીધી છે, તથા તેઓ પોતાની ખ્વાહીશાતોની પેરવી કરી છે.

17

وَ الَّذِیۡنَ اہۡتَدَوۡا زَادَہُمۡ ہُدًی وَّ اٰتٰہُمۡ تَقۡوٰىہُمۡ ﴿۱۷﴾

(૧૭) અને જેમણે હિદાયત મેળવી લીધી છે, (ખુદા) તેમની હિદાયતમાં વધારો કરે છે અને તેમને પરહેઝગારી(ની તોફીક) આપે છે.

18

فَہَلۡ یَنۡظُرُوۡنَ اِلَّا السَّاعَۃَ اَنۡ تَاۡتِیَہُمۡ بَغۡتَۃً ۚ فَقَدۡ جَآءَ اَشۡرَاطُہَا ۚ فَاَنّٰی لَہُمۡ اِذَا جَآءَتۡہُمۡ ذِکۡرٰىہُمۡ ﴿۱۸﴾

(૧૮) શું તેઓ આ સિવાય રાહ જોવે છે કે (કયામતની) ઘડી ઓચિંતી તેમની પાસે આવી જાય? (ત્યારે ઇમાન લાવે) એવી હાલતમાં કે તેની નિશાનીઓ આવી ચૂકી છે, અને જ્યારે તે આવી જશે ત્યારે તેઓને નસીહત હાંસિલ કરવાથી કાંઇ ફાયદો નહિં થાય.

19

فَاعۡلَمۡ اَنَّہٗ لَاۤ اِلٰہَ اِلَّا اللّٰہُ وَ اسۡتَغۡفِرۡ لِذَنۡۢبِکَ وَ لِلۡمُؤۡمِنِیۡنَ وَ الۡمُؤۡمِنٰتِ ؕ وَ اللّٰہُ یَعۡلَمُ مُتَقَلَّبَکُمۡ وَ مَثۡوٰىکُمۡ ﴿٪۱۹﴾

(૧૯) માટે જાણી લો કે અલ્લાહના સિવાય કોઇ માઅબૂદ નથી, અને તું તારા માટે અને ઇમાનદાર મર્દો તથા ઔરતો માટે ઇસ્તિગફાર કર, અલ્લાહ તમારા હરવા ફરવા અને રહેવાની જગ્યાને જાણે છે!

20

وَ یَقُوۡلُ الَّذِیۡنَ اٰمَنُوۡا لَوۡ لَا نُزِّلَتۡ سُوۡرَۃٌ ۚ فَاِذَاۤ اُنۡزِلَتۡ سُوۡرَۃٌ مُّحۡکَمَۃٌ وَّ ذُکِرَ فِیۡہَا الۡقِتَالُ ۙ رَاَیۡتَ الَّذِیۡنَ فِیۡ قُلُوۡبِہِمۡ مَّرَضٌ یَّنۡظُرُوۡنَ اِلَیۡکَ نَظَرَ الۡمَغۡشِیِّ عَلَیۡہِ مِنَ الۡمَوۡتِ ؕ فَاَوۡلٰی لَہُمۡ ﴿ۚ۲۰﴾

(૨૦) અને મોમીનો કહે છે શા માટે (જેહાદ માટે) કોઇ સૂરો નાઝિલ થતો નથી? પરંતુ જ્યારે સૂરો સ્પષ્ટ નાઝિલ થાય છે જેમા જેહાદની વાત હોય છે ત્યારે જેમના દિલમાં બીમારી છે તે (મુનાફીકો)ને તુ જોઇશ કે તારી તરફ એવી રીતે જોવે છે જાણે તેમના ઉપર મોતની બેહોશી છવાઇ ગઇ હોય, માટે કેવુ સારૂં છે કે તેઓ મરે!

21

طَاعَۃٌ وَّ قَوۡلٌ مَّعۡرُوۡفٌ ۟ فَاِذَا عَزَمَ الۡاَمۡرُ ۟ فَلَوۡ صَدَقُوا اللّٰہَ لَکَانَ خَیۡرًا لَّہُمۡ ﴿ۚ۲۱﴾

(૨૧) તેમના માટે ઇતાઅત અને નેક વાત બહેતર છે, અને જો (જેહાદનો) હુકમ નક્કી થઇ જાય તો અલ્લાહ સાથે સાચુ બોલે (એટલે પોતાની વાત પર કાયમ રહે) તે તેમના માટે બહેતર છે.

22

فَہَلۡ عَسَیۡتُمۡ اِنۡ تَوَلَّیۡتُمۡ اَنۡ تُفۡسِدُوۡا فِی الۡاَرۡضِ وَ تُقَطِّعُوۡۤا اَرۡحَامَکُمۡ ﴿۲۲﴾

(૨૨) જો તમે આ હુકમથી મોઢુ ફેરવો તો આ સિવાય શું ઉમ્મીદ રહે કે ઝમીનમાં ફસાદ કરો અને રિશ્તેદારોથી સંબંધ તોડી નાખો ?

23

اُولٰٓئِکَ الَّذِیۡنَ لَعَنَہُمُ اللّٰہُ فَاَصَمَّہُمۡ وَ اَعۡمٰۤی اَبۡصَارَہُمۡ ﴿۲۳﴾

(૨૩) આ તે લોકો છે કે જેમના પર અલ્લાહે લાનત કરી છે, તથા તેમને બહેરા બનાવી દીધા છે, અને તેમની આંખોને આંધળી કરી નાખી છે.

24

اَفَلَا یَتَدَبَّرُوۡنَ الۡقُرۡاٰنَ اَمۡ عَلٰی قُلُوۡبٍ اَقۡفَالُہَا ﴿۲۴﴾

(૨૪) શું તેઓ કુરઆન પર ગૌરો ફીક્ર નથી કરતા, અથવા તેમના દિલો પર તાળાં મારેલા છે?

25

اِنَّ الَّذِیۡنَ ارۡتَدُّوۡا عَلٰۤی اَدۡبَارِہِمۡ مِّنۡۢ بَعۡدِ مَا تَبَیَّنَ لَہُمُ الۡہُدَی ۙ الشَّیۡطٰنُ سَوَّلَ لَہُمۡ ؕ وَ اَمۡلٰی لَہُمۡ ﴿۲۵﴾

(૨૫) બેશક જે લોકો હિદાયત વાઝેહ થવા પછી પણ ઊંધા પગે પાછા ફરી ગયા અને શૈતાને તેમના આમાલ સુશોભિત કરી દીધા અને લાંબી ઉમ્મીદોથી તેમને ધોકો આપ્યો.

26

ذٰلِکَ بِاَنَّہُمۡ قَالُوۡا لِلَّذِیۡنَ کَرِہُوۡا مَا نَزَّلَ اللّٰہُ سَنُطِیۡعُکُمۡ فِیۡ بَعۡضِ الۡاَمۡرِ ۚۖ وَ اللّٰہُ یَعۡلَمُ اِسۡرَارَہُمۡ ﴿۲۶﴾

(૨૬) આ એ માટે કે જેઓને અલ્લાહ તરફથી નાઝિલ કરેલી વાતો નાપસંદ છે તેઓએ કહ્યું કે અમો અમુક બાબતોમાં તમારી ઇતાઅત કરીએ? એવી હાલતમાં કે અલ્લાહ તેમના ભેદોની વાતોને જાણે છે.

27

فَکَیۡفَ اِذَا تَوَفَّتۡہُمُ الۡمَلٰٓئِکَۃُ یَضۡرِبُوۡنَ وُجُوۡہَہُمۡ وَ اَدۡبَارَہُمۡ ﴿۲۷﴾

(૨૭) ત્યારે તેમનો કેવો હાલ થશે જયારે ફરિશ્તાઓ તેમને દુનિયામાંથી ઉઠાવી લેશે અને તેમના મોઢા તથા પીઠ પર મારતા હશે ?

28

ذٰلِکَ بِاَنَّہُمُ اتَّبَعُوۡا مَاۤ اَسۡخَطَ اللّٰہَ وَ کَرِہُوۡا رِضۡوَانَہٗ فَاَحۡبَطَ اَعۡمَالَہُمۡ ﴿٪۲۸﴾

(૨૮) આ (સજા) -જે બાબતો અલ્લાહને નારાજ કરે છે તેની પૈરવી કરી અને જે બાબતો તેને ખુશ કરે છે તેને નાપસંદ કરી- તેના કારણે છે માટે જ અલ્લાહે તેઓના આમાલ નાબૂદ કરી નાખ્યા.

29

اَمۡ حَسِبَ الَّذِیۡنَ فِیۡ قُلُوۡبِہِمۡ مَّرَضٌ اَنۡ لَّنۡ یُّخۡرِجَ اللّٰہُ اَضۡغَانَہُمۡ ﴿۲۹﴾

(૨૯) શું જેમના દિલોમાં બીમારી છે તેઓ એમ ગુમાન કર્યુ કે અલ્લાહ તેમના કીનાને જાહેર નહી કરે?!

30

وَ لَوۡ نَشَآءُ لَاَرَیۡنٰکَہُمۡ فَلَعَرَفۡتَہُمۡ بِسِیۡمٰہُمۡ ؕ وَ لَتَعۡرِفَنَّہُمۡ فِیۡ لَحۡنِ الۡقَوۡلِ ؕ وَ اللّٰہُ یَعۡلَمُ اَعۡمَالَکُمۡ ﴿۳۰﴾

(૩૦) અને અગર અમે ચાહતા તો તેમને દેખાડી દેતા, જેથી તમે તેઓને ચહેરાની નિશાનીઓથી ઓળખી જાવ જો કે તેમની વાતચીતની છટાથી તેમને જરૂર ઓળખી જાશો; અને અલ્લાહ તમારા આમાલને જાણે છે!

31

وَ لَنَبۡلُوَنَّکُمۡ حَتّٰی نَعۡلَمَ الۡمُجٰہِدِیۡنَ مِنۡکُمۡ وَ الصّٰبِرِیۡنَ ۙ وَ نَبۡلُوَا۠ اَخۡبَارَکُمۡ ﴿۳۱﴾

(૩૧) અને અમે તમારી અજમાઇશ જરૂર કરીશું, જેથી અમે (જાહેરી નિશાની) વડે જાણીએ કે તમારામાં જેહાદ કરનાર તથા સબ્ર કરનાર કોણ છે, અને તમારી ખબરોને અજમાવીએે.

32

اِنَّ الَّذِیۡنَ کَفَرُوۡا وَ صَدُّوۡا عَنۡ سَبِیۡلِ اللّٰہِ وَ شَآقُّوا الرَّسُوۡلَ مِنۡۢ بَعۡدِ مَا تَبَیَّنَ لَہُمُ الۡہُدٰی ۙ لَنۡ یَّضُرُّوا اللّٰہَ شَیۡئًا ؕ وَ سَیُحۡبِطُ اَعۡمَالَہُمۡ ﴿۳۲﴾

(૩૨) બેશક જેઓએ નાસ્તિક થયા તથા (લોકોને) અલ્લાહના રસ્તાથી અટકાવ્યા, તથા હિદાયત વાઝેહ થઇ જવા બાદ રસૂલની મુખાલેફત કરી, હરગિઝ તેઓ અલ્લાહને કંઇ નુકસાન નહીં પહોંચાડે અને અલ્લાહ ટૂંક સમયમાં તેમના આમાલ નાબૂદ કરી નાખશે!

33

یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡۤا اَطِیۡعُوا اللّٰہَ وَ اَطِیۡعُوا الرَّسُوۡلَ وَ لَا تُبۡطِلُوۡۤا اَعۡمَالَکُمۡ ﴿۳۳﴾

(૩૩) અય ઇમાન લાવનારાઓ ! તમે અલ્લાહની ઇતાઅત કરો તથા રસૂલની ઇતાઅત કરો અને તમારા આમાલને બાતિલ ન કરો.

34

اِنَّ الَّذِیۡنَ کَفَرُوۡا وَ صَدُّوۡا عَنۡ سَبِیۡلِ اللّٰہِ ثُمَّ مَاتُوۡا وَ ہُمۡ کُفَّارٌ فَلَنۡ یَّغۡفِرَ اللّٰہُ لَہُمۡ ﴿۳۴﴾

(૩૪) બેશક જેઓ નાસ્તિક થયા તથા અલ્લાહના રસ્તામાં રૂકાવટ ઊભી કરી નાસ્તિકપણાની હાલતમાં મર્યા, અલ્લાહ તેમને કયારેય માફ નહિં કરે.

35

فَلَا تَہِنُوۡا وَ تَدۡعُوۡۤا اِلَی السَّلۡمِ ٭ۖ وَ اَنۡتُمُ الۡاَعۡلَوۡنَ ٭ۖ وَ اللّٰہُ مَعَکُمۡ وَ لَنۡ یَّتِرَکُمۡ اَعۡمَالَکُمۡ ﴿۳۵﴾

(૩૫) માટે તમે હિંમત ન હારો, અને (દુશ્મનને અપમાનવાળી) સુલેહની દાવત ન આપો, એવી હાલતમાં કે તમે સરબુલંદ છો અને અલ્લાહ તમારી સાથે છે. તે કયારેય તમારા આમાલ(ના સવાબ)ને ઘટાડશે નહિં!

36

اِنَّمَا الۡحَیٰوۃُ الدُّنۡیَا لَعِبٌ وَّ لَہۡوٌ ؕ وَ اِنۡ تُؤۡمِنُوۡا وَ تَتَّقُوۡا یُؤۡتِکُمۡ اُجُوۡرَکُمۡ وَ لَا یَسۡـَٔلۡکُمۡ اَمۡوَالَکُمۡ ﴿۳۶﴾

(૩૬) દુનિયાનું જીવન ફકત રમત ગમત છે, અને અગર તમે ઇમાન અને પરહેઝગારીને અપનાવશો તો અલ્લાહ તમને પૂરો બદલો આપશે, અને તમારાથી તમારો માલ નથી માંગતો.

37

اِنۡ یَّسۡـَٔلۡکُمُوۡہَا فَیُحۡفِکُمۡ تَبۡخَلُوۡا وَ یُخۡرِجۡ اَضۡغَانَکُمۡ ﴿۳۷﴾

(૩૭) અગર તે તમારાથી (માલ) તલબ કરશે અને ઇસરાર કરશે તો તમે કંજૂસાઇ કરશો, અને તમારા કીનાને જાહેર કરશો.

38

ہٰۤاَنۡتُمۡ ہٰۤؤُلَآءِ تُدۡعَوۡنَ لِتُنۡفِقُوۡا فِیۡ سَبِیۡلِ اللّٰہِ ۚ فَمِنۡکُمۡ مَّنۡ یَّبۡخَلُ ۚ وَ مَنۡ یَّبۡخَلۡ فَاِنَّمَا یَبۡخَلُ عَنۡ نَّفۡسِہٖ ؕ وَ اللّٰہُ الۡغَنِیُّ وَ اَنۡتُمُ الۡفُقَرَآءُ ۚ وَ اِنۡ تَتَوَلَّوۡا یَسۡتَبۡدِلۡ قَوۡمًا غَیۡرَکُمۡ ۙ ثُمَّ لَا یَکُوۡنُوۡۤا اَمۡثَالَکُمۡ ﴿٪۳۸﴾

(૩૮) (હા) તમે તે જ લોકો છો જેને અલ્લાહની રાહમાં ઇન્ફાક (ખર્ચ) કરવા માટે બોલાવવામાં આવે છે, તમારામાંથી અમુક કંજૂસાઇ કરે છે, અને જે કોઇ કંજૂસાઇ કરે છે તે પોતાની જાત માટે જ કંજૂસાઇ કરે છે, અને અલ્લાહ બેનિયાઝ છે, અને તમે મોહતાજ છો, અને જો તમે મોઢું ફેરવી લેશો તો તે તમારા બદલે બીજી કોમને લઇ આવશે, જે(ના લોકો) તમારા જેવા નહિં હોય.