અલ-કુરઆન

62

Al-Jumua

سورة الجمعة


یُسَبِّحُ لِلّٰہِ مَا فِی السَّمٰوٰتِ وَ مَا فِی الۡاَرۡضِ الۡمَلِکِ الۡقُدُّوۡسِ الۡعَزِیۡزِ الۡحَکِیۡمِ ﴿۱﴾

(૧) આસમાનો તથા ઝમીનમાં જે કાંઇ છે તે અલ્લાહની તસ્બીહ કરે છે. જે બાદશાહ પાકીઝા સિફતોનો માલિક, જબરદસ્ત અને હિકમતવાળો છે.

ہُوَ الَّذِیۡ بَعَثَ فِی الۡاُمِّیّٖنَ رَسُوۡلًا مِّنۡہُمۡ یَتۡلُوۡا عَلَیۡہِمۡ اٰیٰتِہٖ وَ یُزَکِّیۡہِمۡ وَ یُعَلِّمُہُمُ الۡکِتٰبَ وَ الۡحِکۡمَۃَ ٭ وَ اِنۡ کَانُوۡا مِنۡ قَبۡلُ لَفِیۡ ضَلٰلٍ مُّبِیۡنٍ ۙ﴿۲﴾

(૨) તેને ઉમ્મીયોની દરમ્યાન તેઓમાંથી એક રસૂલને મબઉસ કર્યો કે તેમની સામે તે (અલ્લાહ)ની આયતો તિલાવત કરે છે, તેમને પાક કરે છે અને તેમને કિતાબ અને હિકમતની તાલીમ આપે છે જોકે તેઓ અગાઉ ખુલ્લી ગુમરાહીમાં હતા!

وَّ اٰخَرِیۡنَ مِنۡہُمۡ لَمَّا یَلۡحَقُوۡا بِہِمۡ ؕ وَ ہُوَ الۡعَزِیۡزُ الۡحَکِیۡمُ ﴿۳﴾

(૩) (આવી જ રીતે) રસૂલ છે બીજા લોકો માટે પણ કે જેઓ હજી તેમના સાથે જોડાયા નથી; અને તે જબરદસ્ત અને હિકમતવાળો પણ છે.

ذٰلِکَ فَضۡلُ اللّٰہِ یُؤۡتِیۡہِ مَنۡ یَّشَآءُ ؕ وَ اللّٰہُ ذُو الۡفَضۡلِ الۡعَظِیۡمِ ﴿۴﴾

(૪) આ અલ્લાહનો ફઝલ છે, જેને ચાહે તેને આપે છે; અને અલ્લાહ મહાન ફઝલનો માલિક છે.

مَثَلُ الَّذِیۡنَ حُمِّلُوا التَّوۡرٰىۃَ ثُمَّ لَمۡ یَحۡمِلُوۡہَا کَمَثَلِ الۡحِمَارِ یَحۡمِلُ اَسۡفَارًا ؕ بِئۡسَ مَثَلُ الۡقَوۡمِ الَّذِیۡنَ کَذَّبُوۡا بِاٰیٰتِ اللّٰہِ ؕ وَ اللّٰہُ لَا یَہۡدِی الۡقَوۡمَ الظّٰلِمِیۡنَ ﴿۵﴾

(૫) જે લોકો ઉપર તોરાતની જવાબદારીનો બોજ નાખવામાં આવ્યો પરંતુ તેઓએ તેનો હક અદા ન કર્યો તેઓની મિસાલ એ ગધેડા જેવી છે જે કિતાબનો બોજ ઊપાડતો હોય છે, (પરંતુ તેને સમજતો નથી) કેવી ખરાબ મિસાલ છે અલ્લાહની આયતો જૂઠલાવનાર કોમની! અલ્લાહ ઝુલમગાર કોમની હિદાયત નથી કરતો!

قُلۡ یٰۤاَیُّہَا الَّذِیۡنَ ہَادُوۡۤا اِنۡ زَعَمۡتُمۡ اَنَّکُمۡ اَوۡلِیَآءُ لِلّٰہِ مِنۡ دُوۡنِ النَّاسِ فَتَمَنَّوُا الۡمَوۡتَ اِنۡ کُنۡتُمۡ صٰدِقِیۡنَ ﴿۶﴾

(૬) તું કહે કે અય યહૂદીઓ ! જો તમે એવું ગુમાન કરો છો કે ફકત તમે જ અલ્લાહના દોસ્ત છો ન કે બીજા લોકો, જો તમે સાચુ કહેતા હોવ તો મોતની તમન્ના કરો.

وَ لَا یَتَمَنَّوۡنَہٗۤ اَبَدًۢا بِمَا قَدَّمَتۡ اَیۡدِیۡہِمۡ ؕ وَ اللّٰہُ عَلِیۡمٌۢ بِالظّٰلِمِیۡنَ ﴿۷﴾

(૭) પરંતુ તેઓ અગાઉ મોકલેલા આમાલને કારણે હરગિઝ મોતની તમન્ના નહિ કરે, અને અલ્લાહ ઝાલિમોને સારી રીતે જાણે છે.

قُلۡ اِنَّ الۡمَوۡتَ الَّذِیۡ تَفِرُّوۡنَ مِنۡہُ فَاِنَّہٗ مُلٰقِیۡکُمۡ ثُمَّ تُرَدُّوۡنَ اِلٰی عٰلِمِ الۡغَیۡبِ وَ الشَّہَادَۃِ فَیُنَبِّئُکُمۡ بِمَا کُنۡتُمۡ تَعۡمَلُوۡنَ ٪﴿۸﴾

(૮) તું કહે કે તે મોત કે જેનાથી તમે નાસતા ફરો છો છેવટે તમારી મુલાકાત કરશે, ત્યારબાદ તમને તેના હજૂરમાં પાછા ફેરવવામાં આવશે જે ગૈબ અને હાજરનો જાણકાર છે, અને તમે જે કાંઇ કરતા હતા તે જણાવશે.

یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡۤا اِذَا نُوۡدِیَ لِلصَّلٰوۃِ مِنۡ یَّوۡمِ الۡجُمُعَۃِ فَاسۡعَوۡا اِلٰی ذِکۡرِ اللّٰہِ وَ ذَرُوا الۡبَیۡعَ ؕ ذٰلِکُمۡ خَیۡرٌ لَّکُمۡ اِنۡ کُنۡتُمۡ تَعۡلَمُوۡنَ ﴿۹﴾

(૯) અય ઇમાન લાવનારાઓ ! જયારે જુમ્આના દિવસે નમાઝ માટે પોકારવામાં આવે ત્યારે તમે અલ્લાહની યાદ તરફ જલ્દી કરો અને વેપારને છોડી દ્યો કે આ તમારા માટે બહેતર છે જો તમે જાણતા હોત!

10

فَاِذَا قُضِیَتِ الصَّلٰوۃُ فَانۡتَشِرُوۡا فِی الۡاَرۡضِ وَ ابۡتَغُوۡا مِنۡ فَضۡلِ اللّٰہِ وَ اذۡکُرُوا اللّٰہَ کَثِیۡرًا لَّعَلَّکُمۡ تُفۡلِحُوۡنَ ﴿۱۰﴾

(૧૦) પછી જયારે નમાઝ પૂરી થાય ત્યારે ઝમીનમાં ફેલાઇ જાવ અને અલ્લાહના ફઝલને તલાશ કરો અને અલ્લાહને વધારે યાદ કરો કદાચ કામ્યાબ થાવ.

11

وَ اِذَا رَاَوۡا تِجَارَۃً اَوۡ لَہۡوَۨا انۡفَضُّوۡۤا اِلَیۡہَا وَ تَرَکُوۡکَ قَآئِمًا ؕ قُلۡ مَا عِنۡدَ اللّٰہِ خَیۡرٌ مِّنَ اللَّہۡوِ وَ مِنَ التِّجَارَۃِ ؕ وَ اللّٰہُ خَیۡرُ الرّٰزِقِیۡنَ ﴿٪۱۱﴾

(૧૧) અને જયારે તેઓ કોઇ વેપાર અથવા રમત-ગમતને જોવે ત્યારે વિખરાય જાય છે અને તેની તરફ જાય છે, અને તને કયામની હાલતમાં મૂકી દ્યે છે; તું કહે કે જે કાંઇ અલ્લાહ પાસે છે તે ખેલકૂદ અને વેપાર કરતાં બહેતર છે; અને અલ્લાહ બહેતરીન રોઝી આપનારો છે.