અલ-કુરઆન

36

Ya Seen

سورة يس


یٰسٓ ۚ﴿۱﴾

(૧) યાસીન

وَ الۡقُرۡاٰنِ الۡحَکِیۡمِ ۙ﴿۲﴾

(૨) હિકમતવાળા કુરઆનની કસમ :

اِنَّکَ لَمِنَ الۡمُرۡسَلِیۡنَ ۙ﴿۳﴾

(૩) બેશક તું રસૂલોમાંથી છો :

عَلٰی صِرَاطٍ مُّسۡتَقِیۡمٍ ؕ﴿۴﴾

(૪) સીધા રસ્તા ઉપર છો.

تَنۡزِیۡلَ الۡعَزِیۡزِ الرَّحِیۡمِ ۙ﴿۵﴾

(૫) જબરદસ્ત અને રહીમ અલ્લાહ તરફથી નાઝિલ થયેલ છે :

لِتُنۡذِرَ قَوۡمًا مَّاۤ اُنۡذِرَ اٰبَآؤُہُمۡ فَہُمۡ غٰفِلُوۡنَ ﴿۶﴾

(૬) જેથી તું તે કોમને ડરાવ કે જેમના બાપદાદાઓને ડરાવવામાં નથી આવ્યા, આ કારણે તેઓ ગાફિલ હતા.

لَقَدۡ حَقَّ الۡقَوۡلُ عَلٰۤی اَکۡثَرِہِمۡ فَہُمۡ لَا یُؤۡمِنُوۡنَ ﴿۷﴾

(૭) બેશક તેઓમાંના ઘણાખરાઓ પર અમારો (અઝાબનો) વાયદો સાબિત થઇ ચૂકયો છે માટે તેઓ ઇમાન લાવશે નહિં.

اِنَّا جَعَلۡنَا فِیۡۤ اَعۡنَاقِہِمۡ اَغۡلٰلًا فَہِیَ اِلَی الۡاَذۡقَانِ فَہُمۡ مُّقۡمَحُوۡنَ ﴿۸﴾

(૮) બેશક અમોએ તેમની ગરદનોમાં તોક નાખી દીધા જે તેમની હડપચીને (ઠુડ્ડીને) અડેલા છે જેથી તેમના માથા ઊંચા છે.

وَ جَعَلۡنَا مِنۡۢ بَیۡنِ اَیۡدِیۡہِمۡ سَدًّا وَّ مِنۡ خَلۡفِہِمۡ سَدًّا فَاَغۡشَیۡنٰہُمۡ فَہُمۡ لَا یُبۡصِرُوۡنَ ﴿۹﴾

(૯) અને અમોએ તેમની સામે દિવાલ તથા તેમની પાછળ દિવાલ રાખી દીધી, અને તેમને ઢાંકી દીધા, જેથી તેઓ જોતા નથી.

10

وَ سَوَآءٌ عَلَیۡہِمۡ ءَاَنۡذَرۡتَہُمۡ اَمۡ لَمۡ تُنۡذِرۡہُمۡ لَا یُؤۡمِنُوۡنَ ﴿۱۰﴾

(૧૦) અને તેમના માટે બરાબર છે તું એને ડરાવે કે ન ડરાવે, તેઓ ઇમાન લાવશે નહિં.

11

اِنَّمَا تُنۡذِرُ مَنِ اتَّبَعَ الذِّکۡرَ وَ خَشِیَ الرَّحۡمٰنَ بِالۡغَیۡبِ ۚ فَبَشِّرۡہُ بِمَغۡفِرَۃٍ وَّ اَجۡرٍ کَرِیۡمٍ ﴿۱۱﴾

(૧૧) તું ફકત તેને જ ડરાવી શકે છે કે જે ઝિક્રની તાબેદારી કરે અને ખાનગીમાં રહેમાન (અલ્લાહ)થી ડરે તેને તું માફી તથા કિંમતી અજ્રની ખુશખબરી આપ.

12

اِنَّا نَحۡنُ نُحۡیِ الۡمَوۡتٰی وَ نَکۡتُبُ مَا قَدَّمُوۡا وَ اٰثَارَہُمۡ ؕؑ وَ کُلَّ شَیۡءٍ اَحۡصَیۡنٰہُ فِیۡۤ اِمَامٍ مُّبِیۡنٍ ﴿٪۱۲﴾

(૧૨) બેશક અમે મુર્દાઓને જીવતા કરીએ છીએ અને તેમના અગાઉ મોકલાવેલ કાર્યો અને તેની નિશાનીઓ લખીએ છીએ, અને અમોએ દરેક વસ્તુને રોશન ઇમામમાં જમા/ગણતરી કરી દીધી છે.

13

وَ اضۡرِبۡ لَہُمۡ مَّثَلًا اَصۡحٰبَ الۡقَرۡیَۃِ ۘ اِذۡ جَآءَہَا الۡمُرۡسَلُوۡنَ ﴿ۚ۱۳﴾

(૧૩) અને (પયગંબર) તમે મિસાલના તૌર પર તે વસ્તીનું બયાન કરો કે જ્યારે તેઓની પાસે અમારા રસૂલો આવ્યા.

14

اِذۡ اَرۡسَلۡنَاۤ اِلَیۡہِمُ اثۡنَیۡنِ فَکَذَّبُوۡہُمَا فَعَزَّزۡنَا بِثَالِثٍ فَقَالُوۡۤا اِنَّاۤ اِلَیۡکُمۡ مُّرۡسَلُوۡنَ ﴿۱۴﴾

(૧૪) જયારે અમોએ તેમની તરફ બે રસૂલોને મોકલ્યા પરંતુ તેઓએ બંનેને જૂઠલાવ્યા, પછી અમોએ તેમની મદદ માટે ત્રીજા (રસૂલ)ને મોકલ્યા, તે બધાએ કહ્યુ કે અમને મોકલાવામાં આવેલ છે.

15

قَالُوۡا مَاۤ اَنۡتُمۡ اِلَّا بَشَرٌ مِّثۡلُنَا ۙ وَ مَاۤ اَنۡزَلَ الرَّحۡمٰنُ مِنۡ شَیۡءٍ ۙ اِنۡ اَنۡتُمۡ اِلَّا تَکۡذِبُوۡنَ ﴿۱۵﴾

(૧૫) તેઓએ કહ્યું કે તમે અમારા જેવા ઇન્સાન સિવાય કાંઇ નથી અને રહેમાને (અલ્લાહે) કાંઇ નાઝિલ નથી કર્યુ, તમે જૂઠ સિવાય કાંઇ બોલતા જ નથી.

16

قَالُوۡا رَبُّنَا یَعۡلَمُ اِنَّاۤ اِلَیۡکُمۡ لَمُرۡسَلُوۡنَ ﴿۱۶﴾

(૧૬) તેમણે કહ્યું કે અમારો પરવરદિગાર જાણે છે કે હકીકતમાં અમે તમારા તરફ મોકલવામાં આવ્યા છીએ.

17

وَ مَا عَلَیۡنَاۤ اِلَّا الۡبَلٰغُ الۡمُبِیۡنُ ﴿۱۷﴾

(૧૭) અને અમારી જવાબદારી (પયગામને) સ્પષ્ટ રીતે પહોંચાડવા સિવાય બીજી કાંઇ નથી.

18

قَالُوۡۤا اِنَّا تَطَیَّرۡنَا بِکُمۡ ۚ لَئِنۡ لَّمۡ تَنۡتَہُوۡا لَنَرۡجُمَنَّکُمۡ وَ لَیَمَسَّنَّکُمۡ مِّنَّا عَذَابٌ اَلِیۡمٌ ﴿۱۸﴾

(૧૮) તેઓએ કહ્યું કે અમે તમને નહુસતવાળા સમજીએ છીએ, જો તમે (તબલીગ કરવાથી) અટકશો નહિં તો અમે તમને પત્થરો વડે મારી નાખીશું, અને અમારા તરફથી તમને દર્દનાક સજા મળશે.

19

قَالُوۡا طَآئِرُکُمۡ مَّعَکُمۡ ؕ اَئِنۡ ذُکِّرۡتُمۡ ؕ بَلۡ اَنۡتُمۡ قَوۡمٌ مُّسۡرِفُوۡنَ ﴿۱۹﴾

(૧૯) તેઓએ કહ્યું કે જો તમને નસીહત આપવા આવે તો, (સમજશો કે) તમારી નહુસત તમારી સાથે છે, બલ્કે તમે ઇસરાફ કરનાર કોમ છો.

20

وَ جَآءَ مِنۡ اَقۡصَا الۡمَدِیۡنَۃِ رَجُلٌ یَّسۡعٰی قَالَ یٰقَوۡمِ اتَّبِعُوا الۡمُرۡسَلِیۡنَ ﴿ۙ۲۰﴾

(૨૦) અને શહેરના છેવટના ભાગમાંથી એક શખ્સ દોડતો આવ્યો અને તેણે કહ્યું કે અય મારી કોમ રસૂલોની તાબેદારી કરો :

21

اتَّبِعُوۡا مَنۡ لَّا یَسۡـَٔلُکُمۡ اَجۡرًا وَّ ہُمۡ مُّہۡتَدُوۡنَ ﴿۲۱﴾

(૨૧) તે લોકો (રસૂલો)ની તાબેદારી કરો કે જેઓ તમારાથી કંઇ બદલો માંગતા નથી, તથા તેઓ હિદાયત પામેલા છે.

22

وَ مَا لِیَ لَاۤ اَعۡبُدُ الَّذِیۡ فَطَرَنِیۡ وَ اِلَیۡہِ تُرۡجَعُوۡنَ ﴿۲۲﴾

(૨૨) શા માટે હુ તેની ઇબાદત ન કરૂ જેણે મને પેદા કર્યો અને તમો સૌને તેની જ બારગાહમાં પાછા પલટાવવામાં આવશે?!

23

ءَاَتَّخِذُ مِنۡ دُوۡنِہٖۤ اٰلِہَۃً اِنۡ یُّرِدۡنِ الرَّحۡمٰنُ بِضُرٍّ لَّا تُغۡنِ عَنِّیۡ شَفَاعَتُہُمۡ شَیۡئًا وَّ لَا یُنۡقِذُوۡنِ ﴿ۚ۲۳﴾

(૨૩) શુ તેના બદલે બીજાને ઇબાદત માટે પસંદ કરૂ જો તે રહેમાન (અલ્લાહ) મને કંઇ નુકસાન પહોંચાડવાનો ઇરાદો કરશે તો ન તેઓની શફાઅત મને કંઇપણ ફાયદો પહોંચાડશે અને ન મને (અઝાબથી) નજાત આપશે?!

24

اِنِّیۡۤ اِذًا لَّفِیۡ ضَلٰلٍ مُّبِیۡنٍ ﴿۲۴﴾

(૨૪) (જોહું એમ કરીશ) તો હું ખુલ્લી ગુમરાહીમાં હોઇશ!

25

اِنِّیۡۤ اٰمَنۡتُ بِرَبِّکُمۡ فَاسۡمَعُوۡنِ ﴿ؕ۲۵﴾

(૨૫) હું તમારા પરવરદિગાર પર ઇમાન લાવ્યો છું માટે તમે મારી વાતને સાંભળો!

26

قِیۡلَ ادۡخُلِ الۡجَنَّۃَ ؕ قَالَ یٰلَیۡتَ قَوۡمِیۡ یَعۡلَمُوۡنَ ﴿ۙ۲۶﴾

(૨૬) (પરિણામે) તેને કહેવામાં આવ્યું કે જન્નતમાં દાખલ થઇ જા, તેણે કહ્યું અય! કાશ મારી કોમ જાણતી હોત.

27

بِمَا غَفَرَ لِیۡ رَبِّیۡ وَ جَعَلَنِیۡ مِنَ الۡمُکۡرَمِیۡنَ ﴿۲۷﴾

(૨૭) કે મારા પરવરદિગારે મને માફ કરી દીધો તથા મને મોહતરમ લોકોમાં જગ્યા આપી.

28

وَ مَاۤ اَنۡزَلۡنَا عَلٰی قَوۡمِہٖ مِنۡۢ بَعۡدِہٖ مِنۡ جُنۡدٍ مِّنَ السَّمَآءِ وَ مَا کُنَّا مُنۡزِلِیۡنَ ﴿۲۸﴾

(૨૮) ત્યારબાદ અમોએ તેની કોમ ઉપર ન આસમાનથી કોઇ લશકર મોકલ્યું અને આ રીતે લશ્કર મોકલવુ અમારી સુન્નત/રીત ન હતી.

29

اِنۡ کَانَتۡ اِلَّا صَیۡحَۃً وَّاحِدَۃً فَاِذَا ہُمۡ خٰمِدُوۡنَ ﴿۲۹﴾

(૨૯) (બલ્કે) તે ફકત એક ગર્જના હતી જેના બાદ અચાનક તેઓ ખામોશ થઇ ગયા!

30

یٰحَسۡرَۃً عَلَی الۡعِبَادِ ۚؑ مَا یَاۡتِیۡہِمۡ مِّنۡ رَّسُوۡلٍ اِلَّا کَانُوۡا بِہٖ یَسۡتَہۡزِءُوۡنَ ﴿۳۰﴾

(૩૦) અફસોસ તે બંદાઓ ઉપર કે તેમની પાસે કોઇ રસૂલ ન આવ્યો સિવાય કે તેઓ તેની મશ્કરી કરતા હતા.

31

اَلَمۡ یَرَوۡا کَمۡ اَہۡلَکۡنَا قَبۡلَہُمۡ مِّنَ الۡقُرُوۡنِ اَنَّہُمۡ اِلَیۡہِمۡ لَا یَرۡجِعُوۡنَ ﴿ؕ۳۱﴾

(૩૧) શું તેઓએ નથી જોયું કે અમોએ તેમની પહેલા કેટલીય કોમોને હલાક કરી નાખી કે જે હરગિઝ તેમની પાસે પાછી નહિં આવે?!

32

وَ اِنۡ کُلٌّ لَّمَّا جَمِیۡعٌ لَّدَیۡنَا مُحۡضَرُوۡنَ ﴿٪۳۲﴾

(૩૨) દરેકને અમારી પાસે હાજર કરવામાં આવશે.

33

وَ اٰیَۃٌ لَّہُمُ الۡاَرۡضُ الۡمَیۡتَۃُ ۚۖ اَحۡیَیۡنٰہَا وَ اَخۡرَجۡنَا مِنۡہَا حَبًّا فَمِنۡہُ یَاۡکُلُوۡنَ ﴿۳۳﴾

(૩૩) અને તેમના માટે અમારી નિશાની ઉજ્જડ/મુર્દા ઝમીન છે. જેને અમોએ સજીવન કરી અને તેમાંથી દાણાઓ કાઢ્યા જેમાંથી તેઓ ખાય છે.

34

وَ جَعَلۡنَا فِیۡہَا جَنّٰتٍ مِّنۡ نَّخِیۡلٍ وَّ اَعۡنَابٍ وَّ فَجَّرۡنَا فِیۡہَا مِنَ الۡعُیُوۡنِ ﴿ۙ۳۴﴾

(૩૪) અને તે (ઝમીન)માં અમોએ ખજૂર તથા દ્રાક્ષના બગીચાઓ પેદા કર્યા અને તેમાં ઝરણાં જારી કર્યા :

35

لِیَاۡکُلُوۡا مِنۡ ثَمَرِہٖ ۙ وَ مَا عَمِلَتۡہُ اَیۡدِیۡہِمۡ ؕ اَفَلَا یَشۡکُرُوۡنَ ﴿۳۵﴾

(૩૫) જેથી તેઓ તેના ફળ ખાય, એવી હાલતમાં કે આ તેમના હાથની મહેનત નથી! શું (અલ્લાહનો) શુક્ર અદા નથી કરતા?

36

سُبۡحٰنَ الَّذِیۡ خَلَقَ الۡاَزۡوَاجَ کُلَّہَا مِمَّا تُنۡۢبِتُ الۡاَرۡضُ وَ مِنۡ اَنۡفُسِہِمۡ وَ مِمَّا لَا یَعۡلَمُوۡنَ ﴿۳۶﴾

(૩૬) પાક છે (તે ખુદા કે) જેણે દરેક વસ્તુના જોડા પેદા કર્યા, કે જેને ઝમીન ઉગાડે છે અને તેમની (ઇન્સાનની) જાતમાંથી (જોડા પૈદા કર્યા) અને તે વસ્તુઓમાંથી કે જેનું તેમને ઇલ્મ નથી.

37

وَ اٰیَۃٌ لَّہُمُ الَّیۡلُ ۚۖ نَسۡلَخُ مِنۡہُ النَّہَارَ فَاِذَا ہُمۡ مُّظۡلِمُوۡنَ ﴿ۙ۳۷﴾

(૩૭) અને તેમના માટે એક નિશાની રાત છે, જેમાંથી અમે દિવસને ખેંચી લઇએ છીએ, એકાએક તેઓ ઉપર અંધકાર છવાઇ જાય છે:

38

وَ الشَّمۡسُ تَجۡرِیۡ لِمُسۡتَقَرٍّ لَّہَا ؕ ذٰلِکَ تَقۡدِیۡرُ الۡعَزِیۡزِ الۡعَلِیۡمِ ﴿ؕ۳۸﴾

(૩૮) અને સૂરજ તેના મુકર્રર મંઝિલ તરફ ચાલી રહ્યો છે, જે જબરદસ્ત, જાણકાર (અલ્લાહ) તરફથી મુકર્રર થયેલ છે.

39

وَ الۡقَمَرَ قَدَّرۡنٰہُ مَنَازِلَ حَتّٰی عَادَ کَالۡعُرۡجُوۡنِ الۡقَدِیۡمِ ﴿۳۹﴾

(૩૯) અને ચાંદ માટે અમે મંઝિલો નક્કી કરી છેવટે તે ખજૂરની સૂકેલી ડાળ જેવો થઇ જાય છે.

40

لَا الشَّمۡسُ یَنۡۢبَغِیۡ لَہَاۤ اَنۡ تُدۡرِکَ الۡقَمَرَ وَ لَا الَّیۡلُ سَابِقُ النَّہَارِ ؕ وَ کُلٌّ فِیۡ فَلَکٍ یَّسۡبَحُوۡنَ ﴿۴۰﴾

(૪૦) ન સૂરજ માટે યોગ્ય છે કે તે ચાંદને પામી લે અને ન રાત માટે યોગ્ય છે કે તે દિવસ કરતાં આગળ વધી જાય; અને દરેક પોતાની હદ (આસમાન)માં તરી રહ્યા છે.

41

وَ اٰیَۃٌ لَّہُمۡ اَنَّا حَمَلۡنَا ذُرِّیَّتَہُمۡ فِی الۡفُلۡکِ الۡمَشۡحُوۡنِ ﴿ۙ۴۱﴾

(૪૧) અને તેમના માટે અમારી એક નિશાની (એ પણ) છે કે અમોએ તેમની નસ્લને એક ભરેલી કશ્તીમાં ઉપાડ્યા:

42

وَ خَلَقۡنَا لَہُمۡ مِّنۡ مِّثۡلِہٖ مَا یَرۡکَبُوۡنَ ﴿۴۲﴾

(૪૨) અને તેના જેવી બીજી સવારીઓ પેદા કરી.

43

وَ اِنۡ نَّشَاۡ نُغۡرِقۡہُمۡ فَلَا صَرِیۡخَ لَہُمۡ وَ لَا ہُمۡ یُنۡقَذُوۡنَ ﴿ۙ۴۳﴾

(૪૩) અને જો અમે ચાહીએ તો તેઓને એવી રીતે ડુબાડી દઇએ કે તેમનો ન કોઇ ફરિયાદ સાંભળનારો હોય, અને ન તેમને નજાત આપવામાં આવે:

44

اِلَّا رَحۡمَۃً مِّنَّا وَ مَتَاعًا اِلٰی حِیۡنٍ ﴿۴۴﴾

(૪૪) સિવાય કે અમારી રહેમત તેમના શામીલે હાલ થાય, જેથી ચોક્કસ મુદ્દત સુધી (દુન્યવી જીવનથી) ફાયદો હાંસિલ કરે!

45

وَ اِذَا قِیۡلَ لَہُمُ اتَّقُوۡا مَا بَیۡنَ اَیۡدِیۡکُمۡ وَ مَا خَلۡفَکُمۡ لَعَلَّکُمۡ تُرۡحَمُوۡنَ ﴿۴۵﴾

(૪૫) અને જયારે તેમને કહેવામાં આવે છે કે (અઝાબથી) ડરો કે જે સામે અથવા પાછળ છે, જેથી તમારા ઉપર રહેમ કરવામાં આવે.

46

وَ مَا تَاۡتِیۡہِمۡ مِّنۡ اٰیَۃٍ مِّنۡ اٰیٰتِ رَبِّہِمۡ اِلَّا کَانُوۡا عَنۡہَا مُعۡرِضِیۡنَ ﴿۴۶﴾

(૪૬) અને તેમની પાસે તેમના પરવરદિગારની નિશાનીઓમાંથી કોઇપણ નિશાની નથી આવતી સિવાય કે તેઓ તેનાથી મોઢુ ફેરવી લેતા હોય છે.

47

وَ اِذَا قِیۡلَ لَہُمۡ اَنۡفِقُوۡا مِمَّا رَزَقَکُمُ اللّٰہُ ۙ قَالَ الَّذِیۡنَ کَفَرُوۡا لِلَّذِیۡنَ اٰمَنُوۡۤا اَنُطۡعِمُ مَنۡ لَّوۡ یَشَآءُ اللّٰہُ اَطۡعَمَہٗۤ ٭ۖ اِنۡ اَنۡتُمۡ اِلَّا فِیۡ ضَلٰلٍ مُّبِیۡنٍ ﴿۴۷﴾

(૪૭) અને જયારે તેમને કહેવામાં આવે કે "અલ્લાહે જે કાંઇ તમને આપ્યું તેમાંથી ઇન્ફાક (ખર્ચ) કરો" ત્યારે નાસ્તિકો મોઅમીનોને કહે છે કે "શું અમે એવાને ખવડાવીએ કે જેને અગર અલ્લાહ ચાહતો હોતો પોતે જ ખવડાવતો હોત?! તમે લોકો ફકત ખુલ્લી ગુમરાહીમાં છો."

48

وَ یَقُوۡلُوۡنَ مَتٰی ہٰذَا الۡوَعۡدُ اِنۡ کُنۡتُمۡ صٰدِقِیۡنَ ﴿۴۸﴾

(૪૮) અને તેઓ કહે છે કે "જો તમે સાચુ કહો છો તો આ (કયામતનો) વાયદો કયારે પૂરો થશે?"

49

مَا یَنۡظُرُوۡنَ اِلَّا صَیۡحَۃً وَّاحِدَۃً تَاۡخُذُہُمۡ وَ ہُمۡ یَخِصِّمُوۡنَ ﴿۴۹﴾

(૪૯) તેઓ રાહ નથી જોતા સિવાય એક ગર્જનાની જે તેઓને પકડી લ્યે એવી હાલતમાં કે તેઓ વાદ વિવાદમાં હોય.

50

فَلَا یَسۡتَطِیۡعُوۡنَ تَوۡصِیَۃً وَّ لَاۤ اِلٰۤی اَہۡلِہِمۡ یَرۡجِعُوۡنَ ﴿٪۵۰﴾

(૫૦) પછી તેઓ ન કાંઇ વસિયત કરી શકશે, અને ન પોતાના બાલબચ્ચાં પાસે પાછા ફરી શકશે.

51

وَ نُفِخَ فِی الصُّوۡرِ فَاِذَا ہُمۡ مِّنَ الۡاَجۡدَاثِ اِلٰی رَبِّہِمۡ یَنۡسِلُوۡنَ ﴿۵۱﴾

(૫૧) અને જ્યારે (બીજી વખત) સૂર ફૂંકવામાં આવશે ત્યારે એકાએક તેઓ કબરોમાંથી નીકળીને પોતાના પરવરદિગારની (બારગાહ) તરફ ઝડપથી ચાલવા માંડશે.

52

قَالُوۡا یٰوَیۡلَنَا مَنۡۢ بَعَثَنَا مِنۡ مَّرۡقَدِنَا ٜۘؐ ہٰذَا مَا وَعَدَ الرَّحۡمٰنُ وَ صَدَقَ الۡمُرۡسَلُوۡنَ ﴿۵۲﴾

(૫૨) તેઓ કહેશે કે હાય અમારા ઉપર અફસોસ! અમને અમારી કબ્રમાંથી કોણે ઊભા કર્યા?! આ એ જ છે કે જેનો રહેમાને (અલ્લાહે) વાયદો કર્યો અને તેના રસૂલોએ સાચુ જ કહ્યું.

53

اِنۡ کَانَتۡ اِلَّا صَیۡحَۃً وَّاحِدَۃً فَاِذَا ہُمۡ جَمِیۡعٌ لَّدَیۡنَا مُحۡضَرُوۡنَ ﴿۵۳﴾

(૫૩) (કયામત) એક ગર્જના સિવાય કંઇ નથી તરત જ તેઓ બધાને અમારી સામે હાજર કરી દેવામાં આવશે.

54

فَالۡیَوۡمَ لَا تُظۡلَمُ نَفۡسٌ شَیۡئًا وَّ لَا تُجۡزَوۡنَ اِلَّا مَا کُنۡتُمۡ تَعۡمَلُوۡنَ ﴿۵۴﴾

(૫૪) પછી (તેઓને કહેવામાં આવશે) આજના દિવસે કોઇના ઉપર ઝુલ્મ કંઇપણ કરવામાં નહિં આવે, અને તમો જે કંઇ અંજામ આપતા હતા તે સિવાય કંઇપણ બદલો આપવામાં નહી આવે.

55

اِنَّ اَصۡحٰبَ الۡجَنَّۃِ الۡیَوۡمَ فِیۡ شُغُلٍ فٰکِہُوۡنَ ﴿ۚ۵۵﴾

(૫૫) બેશક જન્નતવાસીઓ આજના દિવસે (અલ્લાહની નેઅમતોમાં) મશગૂલ અને ખુશહાલ છે.

56

ہُمۡ وَ اَزۡوَاجُہُمۡ فِیۡ ظِلٰلٍ عَلَی الۡاَرَآئِکِ مُتَّکِـُٔوۡنَ ﴿۵۶﴾

(૫૬) તેઓ તથા તેમની ઔરતોએ જન્નતના છાયામાં સિંહાસનો પર ટેકો દીધેલ છે.

57

لَہُمۡ فِیۡہَا فَاکِہَۃٌ وَّ لَہُمۡ مَّا یَدَّعُوۡنَ ﴿ۚۖ۵۷﴾

(૫૭) તેમના માટે લજ્જત આપનાર ફળો છે અને તે ઉપરાંત તેઓ જે કાંઇ ચાહશે તે તેઓના ઇખ્તેયારમાં છે.

58

سَلٰمٌ ۟ قَوۡلًا مِّنۡ رَّبٍّ رَّحِیۡمٍ ﴿۵۸﴾

(૫૮) તેમના માટે સલામ તેમના મહેરબાન પરવરદિગારનો કલામ છે.

59

وَ امۡتَازُوا الۡیَوۡمَ اَیُّہَا الۡمُجۡرِمُوۡنَ ﴿۵۹﴾

(૫૯) અને અય ગુનેહગારો! આજના દિવસે (તમે તેમનાથી) જુદા થાવ.

60

اَلَمۡ اَعۡہَدۡ اِلَیۡکُمۡ یٰبَنِیۡۤ اٰدَمَ اَنۡ لَّا تَعۡبُدُوا الشَّیۡطٰنَ ۚ اِنَّہٗ لَکُمۡ عَدُوٌّ مُّبِیۡنٌ ﴿ۙ۶۰﴾

(૬૦) મેં તમારી પાસેથી વચન ન લીધુ હતુ અય આદમની ઔલાદ! કે શૈતાનની ઇબાદત ન કરજો કારણ કે તે તમારો ખુલ્લો દુશ્મન છે?!

61

وَّ اَنِ اعۡبُدُوۡنِیۡ ؕؔ ہٰذَا صِرَاطٌ مُّسۡتَقِیۡمٌ ﴿۶۱﴾

(૬૧) અને મારી ઇબાદત કરજો કે આ જ સીધો રસ્તો છે?!

62

وَ لَقَدۡ اَضَلَّ مِنۡکُمۡ جِبِلًّا کَثِیۡرًا ؕ اَفَلَمۡ تَکُوۡنُوۡا تَعۡقِلُوۡنَ ﴿۶۲﴾

(૬૨) અને તમારામાંથી ઘણા ગિરોહને ગુમરાહ કર્યા, શું તમે વિચાર ન કર્યો?

63

ہٰذِہٖ جَہَنَّمُ الَّتِیۡ کُنۡتُمۡ تُوۡعَدُوۡنَ ﴿۶۳﴾

(૬૩) આ એ જ જહન્નમ છે કે જેનો તમને (દુનિયામાં) વાયદો કરવામાં આવતો હતો.

64

اِصۡلَوۡہَا الۡیَوۡمَ بِمَا کُنۡتُمۡ تَکۡفُرُوۡنَ ﴿۶۴﴾

(૬૪) આજે તેમાં નાસ્તિકપણાને લીધે દાખલ થાવ.

65

اَلۡیَوۡمَ نَخۡتِمُ عَلٰۤی اَفۡوَاہِہِمۡ وَ تُکَلِّمُنَاۤ اَیۡدِیۡہِمۡ وَ تَشۡہَدُ اَرۡجُلُہُمۡ بِمَا کَانُوۡا یَکۡسِبُوۡنَ ﴿۶۵﴾

(૬૫) આજે અમે તેમના મોઢા પર મહોર મારી દઇશું. તેમના હાથ બોલશે અને તેમના પગ તેઓ જે કાર્યો કરતા હતા તેની ગવાહી આપશે.

66

وَ لَوۡ نَشَآءُ لَطَمَسۡنَا عَلٰۤی اَعۡیُنِہِمۡ فَاسۡتَبَقُوا الصِّرَاطَ فَاَنّٰی یُبۡصِرُوۡنَ ﴿۶۶﴾

(૬૬) અને અમે અગર ચાહીએ તો તેઓની આંખોને (આ દુનિયામાંજ) આંધળી કરી દઇએ. પછી તેઓ રસ્તા પર પસાર થવા માટે એકબીજાથી આગળ વધવા ચાહશે, તેઓ કેવી રીતે જોઇ શકશે? (કે તેઓ આગળ વધે)

67

وَ لَوۡ نَشَآءُ لَمَسَخۡنٰہُمۡ عَلٰی مَکَانَتِہِمۡ فَمَا اسۡتَطَاعُوۡا مُضِیًّا وَّ لَا یَرۡجِعُوۡنَ ﴿٪۶۷﴾

(૬૭) અને જો અમે ચાહીએ તો તે જ જગ્યાએ તેઓના સ્વરૂપને બદલી નાખીએ જેથી ન આગળ વધી શકે ન પાછળ આવી શકે.

68

وَ مَنۡ نُّعَمِّرۡہُ نُنَکِّسۡہُ فِی الۡخَلۡقِ ؕ اَفَلَا یَعۡقِلُوۡنَ ﴿۶۸﴾

(૬૮) અને જેને અમે લાંબી ઉમ્ર આપીએ, તેને ખિલ્કતમાં (બાળપણ તરફ) પલ્ટાવી નાખીએ છીએ, શું તેઓ વિચારતા નથી?

69

وَ مَا عَلَّمۡنٰہُ الشِّعۡرَ وَ مَا یَنۡۢبَغِیۡ لَہٗ ؕ اِنۡ ہُوَ اِلَّا ذِکۡرٌ وَّ قُرۡاٰنٌ مُّبِیۡنٌ ﴿ۙ۶۹﴾

(૬૯) અને અમોએ તે (રસૂલ)ને શાયરી નથી શીખવાડી અને ન તેના માટે યોગ્ય છે આ ફકત ઝિક્ર અને રોશન કુરઆન છે :

70

لِّیُنۡذِرَ مَنۡ کَانَ حَیًّا وَّ یَحِقَّ الۡقَوۡلُ عَلَی الۡکٰفِرِیۡنَ ﴿۷۰﴾

(૭૦) જેથી તેના વડે જે જીવંત છે તેમને (અલ્લાહના અઝાબથી) ડરાવીએ અને નાસ્તિક પર (અઝાબનો) વાયદો પૂરવાર થઇ જાય.

71

اَوَ لَمۡ یَرَوۡا اَنَّا خَلَقۡنَا لَہُمۡ مِّمَّا عَمِلَتۡ اَیۡدِیۡنَاۤ اَنۡعَامًا فَہُمۡ لَہَا مٰلِکُوۡنَ ﴿۷۱﴾

(૭૧) શું તેઓએ નથી જોયું કે અમોએ અમારી કુદરતથી તેઓ માટે ચોપગા જાનવર પેદા કર્યા કે તેઓ તેના માલિક છે?

72

وَ ذَلَّلۡنٰہَا لَہُمۡ فَمِنۡہَا رَکُوۡبُہُمۡ وَ مِنۡہَا یَاۡکُلُوۡنَ ﴿۷۲﴾

(૭૨) અને અમે તે (જાનવરો)ને તેઓના તાબે કરી દીધા, તેમાંથી અમુક તેઓની સવારી છે અને તેમાંથી અમુકને તેઓ ખાય છે.

73

وَ لَہُمۡ فِیۡہَا مَنَافِعُ وَ مَشَارِبُ ؕ اَفَلَا یَشۡکُرُوۡنَ ﴿۷۳﴾

(૭૩) અને તેમના માટે આ (પશુઓ)માં ફાયદાઓ તથા પીણાઓ છે. શું આમ છતાં પણ તેઓ શુક્ર નથી કરતા!?

74

وَ اتَّخَذُوۡا مِنۡ دُوۡنِ اللّٰہِ اٰلِہَۃً لَّعَلَّہُمۡ یُنۡصَرُوۡنَ ﴿ؕ۷۴﴾

(૭૪) અને તેઓએ અલ્લાહ સિવાય બીજાઓને માઅબૂદ તરીકે પસંદ કરી લીધા એવી ઉમ્મીદમાં કે તેમની મદદ કરવામાં આવે!

75

لَا یَسۡتَطِیۡعُوۡنَ نَصۡرَہُمۡ ۙ وَ ہُمۡ لَہُمۡ جُنۡدٌ مُّحۡضَرُوۡنَ ﴿۷۵﴾

(૭૫) પરંતુ તેઓ તેમની મદદ કરી શકશે નહિં અને તેઓ તે (માઅબૂદો)નુ લશ્કર હશે કે જેમને (અઝાબ માટે) હાજર કરવામાં આવશે.

76

فَلَا یَحۡزُنۡکَ قَوۡلُہُمۡ ۘ اِنَّا نَعۡلَمُ مَا یُسِرُّوۡنَ وَ مَا یُعۡلِنُوۡنَ ﴿۷۶﴾

(૭૬) માટે (અય પયગંબર) તમને તેમની વાતો ગમગીન ન કરે, કારણકે જે કાંઇ તેઓ છુપાવે છે અને જે કાંઇ તેઓ જાહેર કરે છે, અમે તેને જાણીએ છીએ.

77

اَوَ لَمۡ یَرَ الۡاِنۡسَانُ اَنَّا خَلَقۡنٰہُ مِنۡ نُّطۡفَۃٍ فَاِذَا ہُوَ خَصِیۡمٌ مُّبِیۡنٌ ﴿۷۷﴾

(૭૭) શું ઇન્સાન નથી જોતો કે અમોએ તેને નુત્ફામાંથી પેદા કર્યો ? હવે એકાએક ખુલ્લો ઝઘડાખોર બની ગયો છે.

78

وَ ضَرَبَ لَنَا مَثَلًا وَّ نَسِیَ خَلۡقَہٗ ؕ قَالَ مَنۡ یُّحۡیِ الۡعِظَامَ وَ ہِیَ رَمِیۡمٌ ﴿۷۸﴾

(૭૮) અને તે અમારા માટે મિસાલ આપી તથા પોતાની પૈદાઇશને ભૂલી ગયો અને કહ્યુ કે આ હાડકાંઓને કોણ જીવંત કરશે એવી હાલતમાં કે સડીને ભૂકો થઇ ગયા છે?

79

قُلۡ یُحۡیِیۡہَا الَّذِیۡۤ اَنۡشَاَہَاۤ اَوَّلَ مَرَّۃٍ ؕ وَ ہُوَ بِکُلِّ خَلۡقٍ عَلِیۡمُۨ ﴿ۙ۷۹﴾

(૭૯) તું કહે કે જેણે પહેલી વખત પૈદા કર્યા તે જ (ફરી) જીવંત કરશે, અને તે દરેક ખિલ્કતથી સારી રીતે વાકેફ છે :

80

الَّذِیۡ جَعَلَ لَکُمۡ مِّنَ الشَّجَرِ الۡاَخۡضَرِ نَارًا فَاِذَاۤ اَنۡتُمۡ مِّنۡہُ تُوۡقِدُوۡنَ ﴿۸۰﴾

(૮૦) જેણે તમારા માટે લીલા વૃક્ષમાંથી આગ પેદા કરી અને તમે તેના વડે આગ સળગાવો છો.

81

اَوَ لَیۡسَ الَّذِیۡ خَلَقَ السَّمٰوٰتِ وَ الۡاَرۡضَ بِقٰدِرٍ عَلٰۤی اَنۡ یَّخۡلُقَ مِثۡلَہُمۡ ؕ؃ بَلٰی ٭ وَ ہُوَ الۡخَلّٰقُ الۡعَلِیۡمُ ﴿۸۱﴾

(૮૧) તો શું જેણે આસમાનો અને ઝમીનને પેદા કર્યા તે એ વાત પર કાદીર નથી કે તેના જેવું ફરી પેદા કરે ?! હા, તે જાણકાર પેદા કરનાર છે.

82

اِنَّمَاۤ اَمۡرُہٗۤ اِذَاۤ اَرَادَ شَیۡئًا اَنۡ یَّقُوۡلَ لَہٗ کُنۡ فَیَکُوۡنُ ﴿۸۲﴾

(૮૨) તેનુ ફરમાન છે જયારે તે કોઇ વસ્તુનો ઇરાદો કરે છે ત્યારે કહે કે "થઇ જા" અને તે (તરત જ) થઇ જાય છે.

83

فَسُبۡحٰنَ الَّذِیۡ بِیَدِہٖ مَلَکُوۡتُ کُلِّ شَیۡءٍ وَّ اِلَیۡہِ تُرۡجَعُوۡنَ ﴿٪۸۳﴾

(૮૩) માટે પાક છે તે જાત કે જેનાં હાથમાં દરેક વસ્તુનો ઇખ્તેયાર છે અને તેની જ તરફ પાછા ફેરવવામાં આવશો.