અલ-કુરઆન

57

Al-Hadid

سورة الحديد


سَبَّحَ لِلّٰہِ مَا فِی السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ ۚ وَ ہُوَ الۡعَزِیۡزُ الۡحَکِیۡمُ ﴿۱﴾

(૧) ઝમીન અને આસમાનોની દરેક વસ્તુ અલ્લાહની તસ્બીહ કરે છે અને તે જબરદસ્ત અને હિકમતવાળો છે.

لَہٗ مُلۡکُ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ ۚ یُحۡیٖ وَ یُمِیۡتُ ۚ وَ ہُوَ عَلٰی کُلِّ شَیۡءٍ قَدِیۡرٌ ﴿۲﴾

(૨) આસમાનો તથા ઝમીનની બાદશાહત તેની જ છે, તે જીવન આપે છે તે મૌત આપે છે, અને દરેક વસ્તુ પર કુદરત ધરાવનાર છે!

ہُوَ الۡاَوَّلُ وَ الۡاٰخِرُ وَ الظَّاہِرُ وَ الۡبَاطِنُ ۚ وَ ہُوَ بِکُلِّ شَیۡءٍ عَلِیۡمٌ ﴿۳﴾

(૩) તે પહેલો અને છેલ્લો તથા જાહેર અને છુપાયેલો છે અને દરેક વસ્તુનો જાણકાર છે.

ہُوَ الَّذِیۡ خَلَقَ السَّمٰوٰتِ وَ الۡاَرۡضَ فِیۡ سِتَّۃِ اَیَّامٍ ثُمَّ اسۡتَوٰی عَلَی الۡعَرۡشِ ؕ یَعۡلَمُ مَا یَلِجُ فِی الۡاَرۡضِ وَ مَا یَخۡرُجُ مِنۡہَا وَ مَا یَنۡزِلُ مِنَ السَّمَآءِ وَ مَا یَعۡرُجُ فِیۡہَا ؕ وَ ہُوَ مَعَکُمۡ اَیۡنَ مَا کُنۡتُمۡ ؕ وَ اللّٰہُ بِمَا تَعۡمَلُوۡنَ بَصِیۡرٌ ﴿۴﴾

(૪) તે એ જ છે કે જેણે ઝમીન અને આસમાનોને છ દિવસમાં પેદા કર્યા, તથા અર્શ પર પોતાનો ઇકતેદાર કાયમ કર્યો, તે જાણે છે કે જે કાંઇ ઝમીનમાં દાખલ થાય છે અથવા જે કાંઇ ઝમીનમાંથી બહાર નીકળે છે અને જે કાંઇ આસમાનમાંથી નાઝિલ થાય છે અને જે કાંઇ તેની તરફ ઉપર ચઢે છે, અને તમે જયાં પણ હોવ તે તમારી સાથે છે, અને તે તમારા કાર્યો પ્રત્યે જાણકાર છે.

لَہٗ مُلۡکُ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ ؕ وَ اِلَی اللّٰہِ تُرۡجَعُ الۡاُمُوۡرُ ﴿۵﴾

(૫) આસમાનો અને ઝમીનની હુકૂમત તેની છે, અને તમામ બાબતો તેની તરફ પાછી ફરે છે.

یُوۡلِجُ الَّیۡلَ فِی النَّہَارِ وَ یُوۡلِجُ النَّہَارَ فِی الَّیۡلِ ؕ وَ ہُوَ عَلِیۡمٌۢ بِذَاتِ الصُّدُوۡرِ ﴿۶﴾

(૬) તે રાતને દિવસમાં અને દિવસને રાત્રિમાં દાખલ કરે છે અને તે દિલોના રાઝને જાણે છે.

اٰمِنُوۡا بِاللّٰہِ وَ رَسُوۡلِہٖ وَ اَنۡفِقُوۡا مِمَّا جَعَلَکُمۡ مُّسۡتَخۡلَفِیۡنَ فِیۡہِ ؕ فَالَّذِیۡنَ اٰمَنُوۡا مِنۡکُمۡ وَ اَنۡفَقُوۡا لَہُمۡ اَجۡرٌ کَبِیۡرٌ ﴿۷﴾

(૭) તમે લોકો અલ્લાહ અને તેના રસૂલ પર ઇમાન લાવો, તથા તે માલમાંથી ઇન્ફાક (ખર્ચ) કરો જેમાં તેણે તમને તેના નાએબ બનાવ્યા છે, (કારણકે) તમારામાંથી જેઓ ઇમાન લાવ્યા અને રાહે ખુદામાં ઇન્ફાક (ખર્ચ) કર્યો તેઓ માટે મહાન બદલો છે

وَ مَا لَکُمۡ لَا تُؤۡمِنُوۡنَ بِاللّٰہِ ۚ وَ الرَّسُوۡلُ یَدۡعُوۡکُمۡ لِتُؤۡمِنُوۡا بِرَبِّکُمۡ وَ قَدۡ اَخَذَ مِیۡثَاقَکُمۡ اِنۡ کُنۡتُمۡ مُّؤۡمِنِیۡنَ ﴿۸﴾

(૮) શા માટે તમે અલ્લાહ પર ઇમાન નથી લાવતા. એવી હાલતમાં કે રસૂલ તમને દાવત આપે છે કે તમારા પાલનહાર પર ઇમાન લાવો અને (અલ્લાહે) તમારાથી તેનું વચન પણ લીધું છે અગર તમે માનવા માટે તૈયાર છો.

ہُوَ الَّذِیۡ یُنَزِّلُ عَلٰی عَبۡدِہٖۤ اٰیٰتٍۭ بَیِّنٰتٍ لِّیُخۡرِجَکُمۡ مِّنَ الظُّلُمٰتِ اِلَی النُّوۡرِ ؕ وَ اِنَّ اللّٰہَ بِکُمۡ لَرَءُوۡفٌ رَّحِیۡمٌ ﴿۹﴾

(૯) તે એ જ છે જે પોતાના બંદા પર રોશન નિશાનીઓ નાઝિલ કરે છે કે જેથી તમને ઝુલ્મત (અંધકાર)માંથી કાઢી નૂર તરફ લાવે; અને બેશક અલ્લાહ તમારા માટે માયાળુ અને મહેરબાન છે.

10

وَ مَا لَکُمۡ اَلَّا تُنۡفِقُوۡا فِیۡ سَبِیۡلِ اللّٰہِ وَ لِلّٰہِ مِیۡرَاثُ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ ؕ لَا یَسۡتَوِیۡ مِنۡکُمۡ مَّنۡ اَنۡفَقَ مِنۡ قَبۡلِ الۡفَتۡحِ وَ قٰتَلَ ؕ اُولٰٓئِکَ اَعۡظَمُ دَرَجَۃً مِّنَ الَّذِیۡنَ اَنۡفَقُوۡا مِنۡۢ بَعۡدُ وَ قٰتَلُوۡا ؕ وَ کُلًّا وَّعَدَ اللّٰہُ الۡحُسۡنٰی ؕ وَ اللّٰہُ بِمَا تَعۡمَلُوۡنَ خَبِیۡرٌ ﴿٪۱۰﴾

(૧૦) શા માટે તમે અલ્લાહની રાહમાં ઇન્ફાક (ખર્ચ) નથી કરતા. એવી હાલતમાં કે આસમાનો અને ઝમીનનો વારસો અલ્લાહ માટે જ છે, અને તમારામાંથી જેઓએ ફત્હ પહેલા ઇન્ફાક કર્યો અને જેહાદ કર્યો (અને જેઓએ ફત્હ પછી ઇન્ફાક કર્યો અને જેહાદ કર્યો તે બંને) સમાન નથી, તેઓનો બુલંદ દરજ્જો છે તેના કરતા જેઓએ ફત્હ પછી ઇન્ફાક કર્યો અને જેહાદ કર્યો. જોકે અલ્લાહે બધા સાથે નેકીનો વાયદો કર્યો છે, અને તમે જે કાંઇ કરો છો તેને અલ્લાહ સારી રીતે જાણે છે.

11

مَنۡ ذَا الَّذِیۡ یُقۡرِضُ اللّٰہَ قَرۡضًا حَسَنًا فَیُضٰعِفَہٗ لَہٗ وَ لَہٗۤ اَجۡرٌ کَرِیۡمٌ ﴿ۚ۱۱﴾

(૧૧) કોણ છે જે અલ્લાહને "કર્ઝે હસના" આપે જેથી તેને અનેક ગણો કરી દે ? અને તેના માટે કિંમતી અજ્ર છે.

12

یَوۡمَ تَرَی الۡمُؤۡمِنِیۡنَ وَ الۡمُؤۡمِنٰتِ یَسۡعٰی نُوۡرُہُمۡ بَیۡنَ اَیۡدِیۡہِمۡ وَ بِاَیۡمَانِہِمۡ بُشۡرٰىکُمُ الۡیَوۡمَ جَنّٰتٌ تَجۡرِیۡ مِنۡ تَحۡتِہَا الۡاَنۡہٰرُ خٰلِدِیۡنَ فِیۡہَا ؕ ذٰلِکَ ہُوَ الۡفَوۡزُ الۡعَظِیۡمُ ﴿ۚ۱۲﴾

(૧૨) તે દિવસે તું મોઅમીન મર્દો અને મોઅમેના ઔરતોને જોશે કે જેમનું નૂર તેમની આગળ અને જમણી તરફ ચાલતું હશે અને (તેમને કહેવામાં આવશે કે) આજે તમને ખુશખબરી છે તે જન્નતોની કે જેની નીચે નહેરો વહે છે અને તેમાં તમે હંમેશા રહેશો અને આ એ જ મોટી કામ્યાબી છે.

13

یَوۡمَ یَقُوۡلُ الۡمُنٰفِقُوۡنَ وَ الۡمُنٰفِقٰتُ لِلَّذِیۡنَ اٰمَنُوا انۡظُرُوۡنَا نَقۡتَبِسۡ مِنۡ نُّوۡرِکُمۡ ۚ قِیۡلَ ارۡجِعُوۡا وَرَآءَکُمۡ فَالۡتَمِسُوۡا نُوۡرًا ؕ فَضُرِبَ بَیۡنَہُمۡ بِسُوۡرٍ لَّہٗ بَابٌ ؕ بَاطِنُہٗ فِیۡہِ الرَّحۡمَۃُ وَ ظَاہِرُہٗ مِنۡ قِبَلِہِ الۡعَذَابُ ﴿ؕ۱۳﴾

(૧૩) તે દિવસે મુનાફિક મર્દો અને મુનાફિક ઔરતો ઇમાનવાળાઓને કહેશે કે અમારા તરફ (દયાની) નજર કરો કે અમે તમારા નૂરનો લાભ લઇએ, તેમને કહેવામાં આવશે કે તમે પાછા જાઓ અને નૂર હાંસિલ કરો, પછી તેમના વચ્ચે એક દિવાલ ઊભી કરી દેવામાં આવશે જેમાં દરવાજો છે, જેના અંદરના ભાગમાં રહેમત છે અને તેના બહારના ભાગમાં અઝાબ!

14

یُنَادُوۡنَہُمۡ اَلَمۡ نَکُنۡ مَّعَکُمۡ ؕ قَالُوۡا بَلٰی وَ لٰکِنَّکُمۡ فَتَنۡتُمۡ اَنۡفُسَکُمۡ وَ تَرَبَّصۡتُمۡ وَ ارۡتَبۡتُمۡ وَ غَرَّتۡکُمُ الۡاَمَانِیُّ حَتّٰی جَآءَ اَمۡرُ اللّٰہِ وَ غَرَّکُمۡ بِاللّٰہِ الۡغَرُوۡرُ ﴿۱۴﴾

(૧૪) અને તેઓ (મુનાફિકો) તેમને (ઇમાનવાળાઓને) પોકારીને કહેશે કે શું અમે તમારી સાથે ન હતા ? તેઓ જવાબ દેશે કે હા, પરંતુ તમોએ પોતે પોતાને હલાક કર્યા, અને (પયગંબરની વફાત) રાહ જોતા હતા, અને તમોએ શક કર્યો અને તમને ખોટી ઉમ્મીદોએ ધોકામાં રાખ્યા, એટલે સુધી કે અલ્લાહનો હુકમ આવી પહોંચ્યો અને દગાબાજ શૈતાને તમને અલ્લાહના સંબંધમાં છેતર્યા.

15

فَالۡیَوۡمَ لَا یُؤۡخَذُ مِنۡکُمۡ فِدۡیَۃٌ وَّ لَا مِنَ الَّذِیۡنَ کَفَرُوۡا ؕ مَاۡوٰىکُمُ النَّارُ ؕ ہِیَ مَوۡلٰىکُمۡ ؕ وَ بِئۡسَ الۡمَصِیۡرُ ﴿۱۵﴾

(૧૫) માટે આજે ન તમારાથી (મુનાફીકોથી) કોઇ ફીદયો (મુક્તિદંડ) કબૂલ કરવામાં આવશે અને ન નાસ્તિકોથી, તમારૂ ઠેકાણું આગ છે, અને એ જ તમારો સરપરસ્ત છે, અને કેવી ખરાબ (પલટવાની) જગ્યા છે!

16

اَلَمۡ یَاۡنِ لِلَّذِیۡنَ اٰمَنُوۡۤا اَنۡ تَخۡشَعَ قُلُوۡبُہُمۡ لِذِکۡرِ اللّٰہِ وَ مَا نَزَلَ مِنَ الۡحَقِّ ۙ وَ لَا یَکُوۡنُوۡا کَالَّذِیۡنَ اُوۡتُوا الۡکِتٰبَ مِنۡ قَبۡلُ فَطَالَ عَلَیۡہِمُ الۡاَمَدُ فَقَسَتۡ قُلُوۡبُہُمۡ ؕ وَ کَثِیۡرٌ مِّنۡہُمۡ فٰسِقُوۡنَ ﴿۱۶﴾

(૧૬) શું જેઓ ઇમાન લાવ્યા તેમના માટે એ સમય નથી આવ્યો કે તેમના દિલ અલ્લાહની યાદ માટે તથા નાઝિલ કરવામાં આવેલ હક માટે નરમ થઇ જાય?! અને તેઓ એહલે કિતાબ જેવા ન થઇ જાય કે જેમને કિતાબ આપવામાં આવેલ હતી ત્યારપછી લાંબી મુદ્દત પસાર થઇ અને તેમના દિલ સખ્ત થઇ ગયા અને તેઓમાંથી મોટા ભાગના નાફરમાન છે.

17

اِعۡلَمُوۡۤا اَنَّ اللّٰہَ یُحۡیِ الۡاَرۡضَ بَعۡدَ مَوۡتِہَا ؕ قَدۡ بَیَّنَّا لَکُمُ الۡاٰیٰتِ لَعَلَّکُمۡ تَعۡقِلُوۡنَ ﴿۱۷﴾

(૧૭) જાણી લો કે અલ્લાહ ઝમીનને તેના મુર્દા થયા પછી જીવતી કરે છે અને અમોએ બધી નિશાનીઓને વાઝેહ રીતે બયાન કરી, કદાચ તમે વિચારો.

18

اِنَّ الۡمُصَّدِّقِیۡنَ وَ الۡمُصَّدِّقٰتِ وَ اَقۡرَضُوا اللّٰہَ قَرۡضًا حَسَنًا یُّضٰعَفُ لَہُمۡ وَ لَہُمۡ اَجۡرٌ کَرِیۡمٌ ﴿۱۸﴾

(૧૮) બેશક મર્દો તથા ઔરતો જેઓ સદકો આપે છે અને જેઓ કર્ઝે હસના આપે છે તેઓ માટે (આ કર્ઝો) અનેક ગણો વધારી આપવામાં આવશે અને તેઓ માટે કિંમતી અજ્ર છે.

19

وَ الَّذِیۡنَ اٰمَنُوۡا بِاللّٰہِ وَ رُسُلِہٖۤ اُولٰٓئِکَ ہُمُ الصِّدِّیۡقُوۡنَ ٭ۖ وَ الشُّہَدَآءُ عِنۡدَ رَبِّہِمۡ ؕ لَہُمۡ اَجۡرُہُمۡ وَ نُوۡرُہُمۡ ؕ وَ الَّذِیۡنَ کَفَرُوۡا وَ کَذَّبُوۡا بِاٰیٰتِنَاۤ اُولٰٓئِکَ اَصۡحٰبُ الۡجَحِیۡمِ ﴿٪۱۹﴾

(૧૯) અને જેઓ અલ્લાહ અને રસૂલ પર ઇમાન લાવ્યા, તેઓ જ પોતાના રબ પાસે સાચા અને શહીદોનો દરજ્જો ધરાવે છે અને તેઓ માટે તેઓનો અજ્ર અને તેઓનુ નૂર છે અને જેઓ નાસ્તિક થયા અને અમારી નિશાનીઓને જૂઠલાવી, તેઓ જહીમવાસી છે.

20

اِعۡلَمُوۡۤا اَنَّمَا الۡحَیٰوۃُ الدُّنۡیَا لَعِبٌ وَّ لَہۡوٌ وَّ زِیۡنَۃٌ وَّ تَفَاخُرٌۢ بَیۡنَکُمۡ وَ تَکَاثُرٌ فِی الۡاَمۡوَالِ وَ الۡاَوۡلَادِ ؕ کَمَثَلِ غَیۡثٍ اَعۡجَبَ الۡکُفَّارَ نَبَاتُہٗ ثُمَّ یَہِیۡجُ فَتَرٰىہُ مُصۡفَرًّا ثُمَّ یَکُوۡنُ حُطَامًا ؕ وَ فِی الۡاٰخِرَۃِ عَذَابٌ شَدِیۡدٌ ۙ وَّ مَغۡفِرَۃٌ مِّنَ اللّٰہِ وَ رِضۡوَانٌ ؕ وَ مَا الۡحَیٰوۃُ الدُّنۡیَاۤ اِلَّا مَتَاعُ الۡغُرُوۡرِ ﴿۲۰﴾

(૨૦) જાણી લો કે દુનિયાનું જીવન ફકત એક રમત-ગમત, ઝીનત (શોભા) આપસમાં ફખ્ર કરવું અને માલ અને ઔલાદમાં વધારો કરવાની ચાહત છે, તેની મિસાલ વરસાદ જેવી છે કે જેની ઉપજ ખેડૂતને નવાઇ પમાડે છે, અને ત્યારબાદ તે કરમાઇ જાય છે અને એવી કે તું તેને પીળી પડી ગયેલી જોવે છો, અને અંતમાં તે સૂકાઇને ખડ થઇ જાય છે! અને આખેરતમાં સખત અઝાબ છે અથવા મગફેરત અને અલ્લાહની ખુશનુદી છે; અને દુનિયાનું જીવન છેતરામણી મૂડી સિવાય કશું જ નથી!

21

سَابِقُوۡۤا اِلٰی مَغۡفِرَۃٍ مِّنۡ رَّبِّکُمۡ وَ جَنَّۃٍ عَرۡضُہَا کَعَرۡضِ السَّمَآءِ وَ الۡاَرۡضِ ۙ اُعِدَّتۡ لِلَّذِیۡنَ اٰمَنُوۡا بِاللّٰہِ وَ رُسُلِہٖ ؕ ذٰلِکَ فَضۡلُ اللّٰہِ یُؤۡتِیۡہِ مَنۡ یَّشَآءُ ؕ وَ اللّٰہُ ذُو الۡفَضۡلِ الۡعَظِیۡمِ ﴿۲۱﴾

(૨૧) તમે તમારા પરવરદિગારની મગફેરત અને તે જન્નત તરફ પહેલ કરો જેની વિશાળતા ઝમીન અને આસમાનની બરાબર છે અને જેને તે લોકો માટે તૈયાર કરેલ છે કે જેઓ અલ્લાહ અને રસૂલ પર ઇમાન લાવ્યા છે, આ અલ્લાહનો ફઝલ છે કે જેને ચાહે છે તેને આપે છે અને અલ્લાહ અઝીમ ફઝલનો માલિક છે.

22

مَاۤ اَصَابَ مِنۡ مُّصِیۡبَۃٍ فِی الۡاَرۡضِ وَ لَا فِیۡۤ اَنۡفُسِکُمۡ اِلَّا فِیۡ کِتٰبٍ مِّنۡ قَبۡلِ اَنۡ نَّبۡرَاَہَا ؕ اِنَّ ذٰلِکَ عَلَی اللّٰہِ یَسِیۡرٌ ﴿ۚۖ۲۲﴾

(૨૨) કોઇપણ મુસીબત જમીનમાં કે તમારી જાતમાં આવતી નથી સિવાય કે તે (બધી મુસીબત) તે (જમીન)ને પેદા કરવા પહેલા કિતાબ (લવ્હે મહેફૂઝ)માં લખેલી છે, અને આ કાર્ય અલ્લાહ માટે સહેલું છે:

23

لِّکَیۡلَا تَاۡسَوۡا عَلٰی مَا فَاتَکُمۡ وَ لَا تَفۡرَحُوۡا بِمَاۤ اٰتٰىکُمۡ ؕ وَ اللّٰہُ لَا یُحِبُّ کُلَّ مُخۡتَالٍ فَخُوۡرِۣ ﴿ۙ۲۳﴾

(૨૩) આ એ માટે કે તમારા હાથમાંથી જે કાંઇ જતું રહે તેના માટે અફસોસ ન કરો, અને તેણે તમને જે કાંઇ આપ્યું છે તેનાથી દિલ લગાવીને ખુશ ન થાવ; અને અલ્લાહ કોઇપણ ઘમંડી અને મોટાઇ કરવાવાળાને પસંદ કરતો નથી:

24

الَّذِیۡنَ یَبۡخَلُوۡنَ وَ یَاۡمُرُوۡنَ النَّاسَ بِالۡبُخۡلِ ؕ وَ مَنۡ یَّتَوَلَّ فَاِنَّ اللّٰہَ ہُوَ الۡغَنِیُّ الۡحَمِیۡدُ ﴿۲۴﴾

(૨૪) જેઓ કંજૂસી કરે છે તથા લોકોને કંજૂસીનો હુકમ કરે છે, તથા જે (અલ્લાહના ફરમાનથી) મોઢુ ફેરવે (તે પોતાનુ જ નુકસાન કરે છે કારણકે) અલ્લાહ બેનિયાઝ અને હમ્દને લાયક છે.

25

لَقَدۡ اَرۡسَلۡنَا رُسُلَنَا بِالۡبَیِّنٰتِ وَ اَنۡزَلۡنَا مَعَہُمُ الۡکِتٰبَ وَ الۡمِیۡزَانَ لِیَقُوۡمَ النَّاسُ بِالۡقِسۡطِ ۚ وَ اَنۡزَلۡنَا الۡحَدِیۡدَ فِیۡہِ بَاۡسٌ شَدِیۡدٌ وَّ مَنَافِعُ لِلنَّاسِ وَ لِیَعۡلَمَ اللّٰہُ مَنۡ یَّنۡصُرُہٗ وَ رُسُلَہٗ بِالۡغَیۡبِ ؕ اِنَّ اللّٰہَ قَوِیٌّ عَزِیۡزٌ ﴿٪۲۵﴾

(૨૫) બેશક અમોએ અમારા રસૂલોને વાઝેહ દલીલો સાથે મોકલ્યા અને તેમની સાથે કિતાબ અને અને મીઝાન નાઝિલ કર્યા, જેથી લોકો ઇન્સાફ કાયમ કરે અને અમોએ લોઢું પણ નાઝિલ કર્યુ જેમાં ભરપૂર તાકત અને (બીજા) ફાયદાઓ છે, અને એ માટે કે અલ્લાહ જાણી લે કે કોણ જોયા વગર તેની અને તેના રસૂલની મદદ કરે છે, અને બેશક અલ્લાહ જબરદસ્ત તાકતવર છે!

26

وَ لَقَدۡ اَرۡسَلۡنَا نُوۡحًا وَّ اِبۡرٰہِیۡمَ وَ جَعَلۡنَا فِیۡ ذُرِّیَّتِہِمَا النُّبُوَّۃَ وَ الۡکِتٰبَ فَمِنۡہُمۡ مُّہۡتَدٍ ۚ وَ کَثِیۡرٌ مِّنۡہُمۡ فٰسِقُوۡنَ ﴿۲۶﴾

(૨૬) અને અમોએ નૂહ અને ઇબ્રાહીમને મોકલ્યા, અને તેમની ઓલાદમાં નબુવ્વત તથા કિતાબ રાખી, તેઓમાંથી અમુક હિદાયત પામેલા અને મોટાભાગના નાફરમાનો છે.

27

ثُمَّ قَفَّیۡنَا عَلٰۤی اٰثَارِہِمۡ بِرُسُلِنَا وَ قَفَّیۡنَا بِعِیۡسَی ابۡنِ مَرۡیَمَ وَ اٰتَیۡنٰہُ الۡاِنۡجِیۡلَ ۬ۙ وَ جَعَلۡنَا فِیۡ قُلُوۡبِ الَّذِیۡنَ اتَّبَعُوۡہُ رَاۡفَۃً وَّ رَحۡمَۃً ؕ وَ رَہۡبَانِیَّۃَۨ ابۡتَدَعُوۡہَا مَا کَتَبۡنٰہَا عَلَیۡہِمۡ اِلَّا ابۡتِغَآءَ رِضۡوَانِ اللّٰہِ فَمَا رَعَوۡہَا حَقَّ رِعَایَتِہَا ۚ فَاٰتَیۡنَا الَّذِیۡنَ اٰمَنُوۡا مِنۡہُمۡ اَجۡرَہُمۡ ۚ وَ کَثِیۡرٌ مِّنۡہُمۡ فٰسِقُوۡنَ ﴿۲۷﴾

(૨૭) પછી અમોએ તેમના જ નકશે કદમ પર બીજા રસૂલ મોકલ્યા, અને તેમના બાદ ઇસા ઇબ્ને મરિયમને મબઉસ કર્યા, અને તેને ઇન્જીલ અતા કરી, અને તેમની પૈરવી કરવાવાળાઓના દિલોમાં મહેરબાની અને મોહબ્બત મૂકી. જેમને રૂહબાનીયત (સંસાર ત્યાગ)ને પોતાના તરફથી શરૂ કર્યો, અમે હુકમ આપ્યો ન હતો જો કે તેઓનો મકસદ અલ્લાહની ખુશી હતો પરંતુ તેઓએ તેની પૂરતી કાળજી ન રાખી, આ કારણે જેઓ ઇમાન લાવ્યા હતા, તેમને તેમનો અજ્ર અતા કર્યો, અને તેઓમાંથી મોટાભાગના ફાસિકો છે!

28

یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوا اتَّقُوا اللّٰہَ وَ اٰمِنُوۡا بِرَسُوۡلِہٖ یُؤۡتِکُمۡ کِفۡلَیۡنِ مِنۡ رَّحۡمَتِہٖ وَ یَجۡعَلۡ لَّکُمۡ نُوۡرًا تَمۡشُوۡنَ بِہٖ وَ یَغۡفِرۡ لَکُمۡ ؕ وَ اللّٰہُ غَفُوۡرٌ رَّحِیۡمٌ ﴿ۚۙ۲۸﴾

(૨૮) અય ઇમાન લાવનારાઓ ! અલ્લાહથી ડરો અને તેના રસૂલ (મોહમ્મદ સ.અ.વ.) પર ઇમાન લાવો કે જેથી તે પોતાની રહેમતનો બે ભાગ તમને આપે, અને તમારા માટે એવું નૂર કાયમ કરે કે જેની રોશનીમાં તમે ચાલો, અને તમને માફ કરે; અને અલ્લાહ મોટો માફ કરનાર તથા રહેમ કરનાર છે :

29

لِّئَلَّا یَعۡلَمَ اَہۡلُ الۡکِتٰبِ اَلَّا یَقۡدِرُوۡنَ عَلٰی شَیۡءٍ مِّنۡ فَضۡلِ اللّٰہِ وَ اَنَّ الۡفَضۡلَ بِیَدِ اللّٰہِ یُؤۡتِیۡہِ مَنۡ یَّشَآءُ ؕ وَ اللّٰہُ ذُو الۡفَضۡلِ الۡعَظِیۡمِ ﴿٪۲۹﴾

(૨૯) જેથી કિતાબવાળા જાણી લે કે તેઓ અલ્લાહના ફઝલ પર કંઇપણ કાબૂ રાખતા નથી, અને સંપૂર્ણ ફઝલ અલ્લાહના હાથમાં છે, તે જેને ચાહે આપે છે અને તે અઝીમ ફઝલનો માલિક છે.