અલ-કુરઆન

78

An-Naba

سورة النبأ


عَمَّ یَتَسَآءَلُوۡنَ ۚ﴿۱﴾

(૧) તેઓ કંઇ ચીઝ વિશે એકબીજાને સવાલ કરે છે ?

عَنِ النَّبَاِ الۡعَظِیۡمِ ۙ﴿۲﴾

(૨) તે મહાન ખબરના વિશે:

الَّذِیۡ ہُمۡ فِیۡہِ مُخۡتَلِفُوۡنَ ؕ﴿۳﴾

(૩) જેનાં બારામાં તેઓ વચ્ચે મતભેદ છે ?

کَلَّا سَیَعۡلَمُوۡنَ ۙ﴿۴﴾

(૪) એવુ નથી (કે જેવુ તેઓ ધારે છે) જલ્દી તેઓ જાણી લેશે!

ثُمَّ کَلَّا سَیَعۡلَمُوۡنَ ﴿۵﴾

(૫) ફરીથી એવુ નથી (કે જેવુ તેઓ ધારે છે) જલ્દી જાણી લેશે.

اَلَمۡ نَجۡعَلِ الۡاَرۡضَ مِہٰدًا ۙ﴿۶﴾

(૬) શું અમોએ ઝમીનને તમારા આરામની જગ્યા નથી બનાવી?!

وَّ الۡجِبَالَ اَوۡتَادًا ﴿۪ۙ۷﴾

(૭) અને પહાડોને (ઝમીન માટે) ખીલા (જેવા નથી બનાવ્યા)?!

وَّ خَلَقۡنٰکُمۡ اَزۡوَاجًا ۙ﴿۸﴾

(૮) અને અમોએ તમને જોડા બનાવ્યા!

وَّ جَعَلۡنَا نَوۡمَکُمۡ سُبَاتًا ۙ﴿۹﴾

(૯) અને તમારી નિંદરને આરામનુ માઘ્યમ બનાવ્યુ!

10

وَّ جَعَلۡنَا الَّیۡلَ لِبَاسًا ﴿ۙ۱۰﴾

(૧૦) અને અમોએ રાતને (તમારા માટે) લિબાસ બનાવી:

11

وَّ جَعَلۡنَا النَّہَارَ مَعَاشًا ﴿۪۱۱﴾

(૧૧) અને અમોએ દિવસને આજીવિકાનુ માઘ્યમ બનાવ્યુ!

12

وَّ بَنَیۡنَا فَوۡقَکُمۡ سَبۡعًا شِدَادًا ﴿ۙ۱۲﴾

(૧૨) અને અમોએ તમારા પર સાત મજબૂત આસમાનો બનાવ્યા!

13

وَّ جَعَلۡنَا سِرَاجًا وَّہَّاجًا ﴿۪ۙ۱۳﴾

(૧૩) અને અમોએ (સૂરજને) એક રોશની અને ગરમી આપનાર ચિરાગ બનાવ્યો.

14

وَّ اَنۡزَلۡنَا مِنَ الۡمُعۡصِرٰتِ مَآءً ثَجَّاجًا ﴿ۙ۱۴﴾

(૧૪) અને અમોએ વરસનાર વાદળોમાંથી મૂશળધાર પાણી વરસાવ્યું!

15

لِّنُخۡرِجَ بِہٖ حَبًّا وَّ نَبَاتًا ﴿ۙ۱۵﴾

(૧૫) જેથી અમે તેના વડે અનાજ તથા શાકભાજી ઉગાવીએ :

16

وَّ جَنّٰتٍ اَلۡفَافًا ﴿ؕ۱۶﴾

(૧૬) અને (વૃક્ષોથી) ઢંકાયેલ બગીચાઓ!

17

اِنَّ یَوۡمَ الۡفَصۡلِ کَانَ مِیۡقَاتًا ﴿ۙ۱۷﴾

(૧૭) (હા, હક અને બાતિલની) જુદાઇનો દિવસ વાયદાની જગ્યા છે!

18

یَّوۡمَ یُنۡفَخُ فِی الصُّوۡرِ فَتَاۡتُوۡنَ اَفۡوَاجًا ﴿ۙ۱۸﴾

(૧૮) જે દિવસે સૂર ફૂંકવામાં આવશે અને તમે ગિરોહ ગિરોહ (મહેશરમાં) આવશો!

19

وَّ فُتِحَتِ السَّمَآءُ فَکَانَتۡ اَبۡوَابًا ﴿ۙ۱۹﴾

(૧૯) અને આસમાન(ના રસ્તાઓ) ખોલી નાખવામાં આવશે અને દરવાજાઓ બની જશે:

20

وَّ سُیِّرَتِ الۡجِبَالُ فَکَانَتۡ سَرَابًا ﴿ؕ۲۰﴾

(૨૦) અને પહાડો પોતાના જગ્યાએથી ચાલશે, અને તે મૃગજળ બની જશે.

21

اِنَّ جَہَنَّمَ کَانَتۡ مِرۡصَادًا ﴿۪ۙ۲۱﴾

(૨૧) બેશક જહન્નમ તાકમાં બેઠવાની જગ્યા છે:

22

لِّلطَّاغِیۡنَ مَاٰبًا ﴿ۙ۲۲﴾

(૨૨) જે સરકશોની પાછા ફરવાની જગ્યા છે!

23

لّٰبِثِیۡنَ فِیۡہَاۤ اَحۡقَابًا ﴿ۚ۲۳﴾

(૨૩) જેમાં તેઓ લાંબી મુદ્દત રહેશે.

24

لَا یَذُوۡقُوۡنَ فِیۡہَا بَرۡدًا وَّ لَا شَرَابًا ﴿ۙ۲۴﴾

(૨૪) ન કોઇ ઠંડી ચીઝ ચાખી શકશે અને ન કોઇ મનપસંદ પીણું (ચાખી શકશે):

25

اِلَّا حَمِیۡمًا وَّ غَسَّاقًا ﴿ۙ۲۵﴾

(૨૫) સિવાય કે ઉકળતું પાણી અને લોહી વાળુ પરૂં!

26

جَزَآءً وِّفَاقًا ﴿ؕ۲۶﴾

(૨૬) આ (તેમના આમાલનો) યોગ્ય બદલો છે!

27

اِنَّہُمۡ کَانُوۡا لَا یَرۡجُوۡنَ حِسَابًا ﴿ۙ۲۷﴾

(૨૭) કારણકે તેઓને હિસાબની કાંઇપણ ઉમ્મીદ ન હતી,

28

وَّ کَذَّبُوۡا بِاٰیٰتِنَا کِذَّابًا ﴿ؕ۲۸﴾

(૨૮) અને તેઓ અમારી આયતોને સંપૂર્ણપણે જૂઠલાવી.

29

وَ کُلَّ شَیۡءٍ اَحۡصَیۡنٰہُ کِتٰبًا ﴿ۙ۲۹﴾

(૨૯) અને અમોએ દરેક વસ્તુને ગણતરી કરી અને લખી લીધી છે!

30

فَذُوۡقُوۡا فَلَنۡ نَّزِیۡدَکُمۡ اِلَّا عَذَابًا ﴿٪۳۰﴾

(૩૦) માટે ચાખો કે અમે તમારા માટે અઝાબ સિવાય બીજું કાંઇ વધારશું નહી.

31

اِنَّ لِلۡمُتَّقِیۡنَ مَفَازًا ﴿ۙ۳۱﴾

(૩૧) બેશક પરહેઝગારો માટે નજાત અને સફળતા છે:

32

حَدَآئِقَ وَ اَعۡنَابًا ﴿ۙ۳۲﴾

(૩૨) લીલાછમ બગીચાઓ તથા પ્રકાર-પ્રકારની દ્રાક્ષ,

33

وَّکَوَاعِبَ اَتۡرَابًا ﴿ۙ۳۳﴾

(૩૩) અને સમાન વયની નવ જવાન હૂરો,

34

وَّ کَاۡسًا دِہَاقًا ﴿ؕ۳۴﴾

(૩૪) અને સતત છલકતા જામ!

35

لَا یَسۡمَعُوۡنَ فِیۡہَا لَغۡوًا وَّ لَا کِذّٰبًا ﴿ۚ۳۵﴾

(૩૫) તેઓ તેમાં ન કંઇ નકામી વાત સાંભળશે અને ન કંઇ જૂઠ્ઠી વાત!

36

جَزَآءً مِّنۡ رَّبِّکَ عَطَآءً حِسَابًا ﴿ۙ۳۶﴾

(૩૬) આ તારા પરવરદિગાર તરફથી (હિસાબ કરેલી) પૂરતી અતા છે અને (તમારા આમાલની) જઝા છે:

37

رَّبِّ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ وَ مَا بَیۡنَہُمَا الرَّحۡمٰنِ لَا یَمۡلِکُوۡنَ مِنۡہُ خِطَابًا ﴿ۚ۳۷﴾

(૩૭) તે આસમાનો અને ઝમીન તથા જે કાંઇ તે બંનેની વચ્ચે છે તેનો પરવરદિગાર છે, કોઇપણને રહેમાન (અલ્લાહ)ની રજા વગર વાત કરવાનો હક નથી.

38

یَوۡمَ یَقُوۡمُ الرُّوۡحُ وَ الۡمَلٰٓئِکَۃُ صَفًّا ؕ٭ۙ لَّا یَتَکَلَّمُوۡنَ اِلَّا مَنۡ اَذِنَ لَہُ الرَّحۡمٰنُ وَ قَالَ صَوَابًا ﴿۳۸﴾

(૩૮) જે દિવસે રૂહુલ કુદ્દુસ અને ફરિશ્તાઓ હારબંધ ઊભા હશે, અને કોઇપણ નહિ બોલે, સિવાય કે જેને રહેમાન રજા આપે અને (જ્યારે બોલશે ત્યારે) હક બોલશે!

39

ذٰلِکَ الۡیَوۡمُ الۡحَقُّ ۚ فَمَنۡ شَآءَ اتَّخَذَ اِلٰی رَبِّہٖ مَاٰبًا ﴿۳۹﴾

(૩૯) તે દિવસ હક છે, માટે જે ચાહે તે પોતાના પરવરદિગારની તરફ પાછા ફરવાનો રસ્તો પસંદ કરે!

40

اِنَّاۤ اَنۡذَرۡنٰکُمۡ عَذَابًا قَرِیۡبًا ۬ۚۖ یَّوۡمَ یَنۡظُرُ الۡمَرۡءُ مَا قَدَّمَتۡ یَدٰہُ وَ یَقُوۡلُ الۡکٰفِرُ یٰلَیۡتَنِیۡ کُنۡتُ تُرٰبًا ﴿٪۴۰﴾

(૪૦) અમોએ તમને નજીકમાં આવનાર અઝાબથી ડરાવ્યા, જે દિવસે ઇન્સાન પોતાના હાથે આગળ મોકલેલા (આમાલ)ને જોશે, અને નાસ્તિક તમન્ના કરીને કહેશે કે હું માટી હોત!