અલ-કુરઆન

25

Al-Furqan

سورة الفرقان


تَبٰرَکَ الَّذِیۡ نَزَّلَ الۡفُرۡقَانَ عَلٰی عَبۡدِہٖ لِیَکُوۡنَ لِلۡعٰلَمِیۡنَ نَذِیۡرَا ۙ﴿۱﴾

(૧) બરકતવાળો છે તે ખુદા કે જેણે પોતાના બંદા પર ફુર્કાન નાઝિલ કર્યુ કે જેથી તે તમામ દુનિયાવાળાઓને (અઝાબથી) ડરાવનાર બને.

ۣالَّذِیۡ لَہٗ مُلۡکُ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ وَ لَمۡ یَتَّخِذۡ وَلَدًا وَّ لَمۡ یَکُنۡ لَّہٗ شَرِیۡکٌ فِی الۡمُلۡکِ وَ خَلَقَ کُلَّ شَیۡءٍ فَقَدَّرَہٗ تَقۡدِیۡرًا ﴿۲﴾

(૨) જેના માટે આસમાનો તથા ઝમીનની સલ્તનત છે અને જેણે ન કોઇને પોતાનો ફરઝંદ પસંદ કર્યો અને ન સલ્તનતમાં તેનો કોઇ શરીક છે અને તેણે દરેક વસ્તુને ખલ્ક કરી અને દરેક વસ્તુનો યોગ્ય અંદાજ કર્યો.

وَ اتَّخَذُوۡا مِنۡ دُوۡنِہٖۤ اٰلِہَۃً لَّا یَخۡلُقُوۡنَ شَیۡئًا وَّ ہُمۡ یُخۡلَقُوۡنَ وَ لَا یَمۡلِکُوۡنَ لِاَنۡفُسِہِمۡ ضَرًّا وَّ لَا نَفۡعًا وَّ لَا یَمۡلِکُوۡنَ مَوۡتًا وَّ لَا حَیٰوۃً وَّ لَا نُشُوۡرًا ﴿۳﴾

(૩) અને તેઓએ અલ્લાહને છોડીને તેના સિવાય બીજા માઅબૂદો પસંદ કર્યા કે જેઓ કંઇપણ વસ્તુ પૈદા કરતા નથી, બલ્કે તેઓને પૈદા કરવામાં આવ્યા છે, અને પોતાના ફાયદા કે નુકસાનની સત્તા ધરાવતા નથી તેમજ ન મોતની સત્તા રાખે છે અને ન જીવનની અને ન મુર્દાને સજીવન કરવાની.

وَ قَالَ الَّذِیۡنَ کَفَرُوۡۤا اِنۡ ہٰذَاۤ اِلَّاۤ اِفۡکُۨ افۡتَرٰىہُ وَ اَعَانَہٗ عَلَیۡہِ قَوۡمٌ اٰخَرُوۡنَ ۚۛ فَقَدۡ جَآءُوۡ ظُلۡمًا وَّ زُوۡرًا ۚ﴿ۛ۴﴾

(૪) અને જેઓ ઇમાન નથી લાવ્યા તેઓ કહ્યુ કે આ (કુરઆન) જૂઠાણા સિવાય કાંઇ જ નથી કે જે તેણે ઘડી કાઢયું છે અને બીજી કોમે તેની તેમાં મદદ કરી છે, (આવી વાત કરીને) તમે ઝુલ્મ અને જૂઠનો ગુનાહ અંજામ આપ્યો છે.

وَ قَالُوۡۤا اَسَاطِیۡرُ الۡاَوَّلِیۡنَ اکۡتَتَبَہَا فَہِیَ تُمۡلٰی عَلَیۡہِ بُکۡرَۃً وَّ اَصِیۡلًا ﴿۵﴾

(૫) અને તેઓએ કહ્યુ છે કે આ ફકત આગળના લોકોની વાર્તા છે જેને તેઓએ લખી લીધુ છે અને સવાર સાંજ તેને ઇમ્લા કરવામાં આવે છે.

قُلۡ اَنۡزَلَہُ الَّذِیۡ یَعۡلَمُ السِّرَّ فِی السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ ؕ اِنَّہٗ کَانَ غَفُوۡرًا رَّحِیۡمًا ﴿۶﴾

(૬) તું કહે કે આ (કુરઆન)ને તેણે નાઝિલ કર્યુ જે આસમાનો તથા ઝમીનના રાઝને જાણે છે; હંમેશાથી તે ગફુરૂર રહીમ છે.

وَ قَالُوۡا مَالِ ہٰذَا الرَّسُوۡلِ یَاۡکُلُ الطَّعَامَ وَ یَمۡشِیۡ فِی الۡاَسۡوَاقِ ؕ لَوۡ لَاۤ اُنۡزِلَ اِلَیۡہِ مَلَکٌ فَیَکُوۡنَ مَعَہٗ نَذِیۡرًا ۙ﴿۷﴾

(૭) અને તેઓ કહ્યુ કે શા માટે આ રસૂલ ખાય છે અને બજારોમાં હરેફરે છે? અને શા માટે તેની પર કોઇ ફરિશ્તાને નાઝિલ કરવામાં નથી આવતો કે જે તેની સાથે લોકોને ડરાવે?

اَوۡ یُلۡقٰۤی اِلَیۡہِ کَنۡزٌ اَوۡ تَکُوۡنُ لَہٗ جَنَّۃٌ یَّاۡکُلُ مِنۡہَا ؕ وَ قَالَ الظّٰلِمُوۡنَ اِنۡ تَتَّبِعُوۡنَ اِلَّا رَجُلًا مَّسۡحُوۡرًا ﴿۸﴾

(૮) અથવા તેના માટે કોઇ ખજાનો ઉતારવામાં આવે અથવા કોઇ બગીચો હોય કે જેમાંથી તે ખાય; અને ઝાલિમોએ કહ્યુ કે તમે માત્ર એક જાદુમાં સપડાએલા માણસની તાબેદારી કરી રહ્યા છો.

اُنۡظُرۡ کَیۡفَ ضَرَبُوۡا لَکَ الۡاَمۡثَالَ فَضَلُّوۡا فَلَا یَسۡتَطِیۡعُوۡنَ سَبِیۡلًا ﴿٪۹﴾

(૯) જુઓ કે તેઓએ તારા માટે કેવી કેવી મિસાલો બયાન કરી તેઓ એવા ગુમરાહ થયા કે (હક) રસ્તો મેળવી શકતા નથી.

10

تَبٰرَکَ الَّذِیۡۤ اِنۡ شَآءَ جَعَلَ لَکَ خَیۡرًا مِّنۡ ذٰلِکَ جَنّٰتٍ تَجۡرِیۡ مِنۡ تَحۡتِہَا الۡاَنۡہٰرُ ۙ وَ یَجۡعَلۡ لَّکَ قُصُوۡرًا ﴿۱۰﴾

(૧૦) બરકતવાળી છે તેની જાત કે અગર તે ચાહે તો તારા માટે એના કરતાંય બહેતર વસ્તુઓ તને અતા કરે, (એટલે કે) એવા બગીચા કે જેની હેઠળ નદીઓ વહે છે, અને તારા માટે મહેલો અતા કરે.

11

بَلۡ کَذَّبُوۡا بِالسَّاعَۃِ ۟ وَ اَعۡتَدۡنَا لِمَنۡ کَذَّبَ بِالسَّاعَۃِ سَعِیۡرًا ﴿ۚ۱۱﴾

(૧૧) બલ્કે તેઓએ (કયામતની) ઘડીને જૂઠલાવી, અને જેઓ (કયામતની) ઘડીને જૂઠલાવે તેમના માટે અમોએ ભડભડતી આગ તૈયાર કરેલ છે.

12

اِذَا رَاَتۡہُمۡ مِّنۡ مَّکَانٍۭ بَعِیۡدٍ سَمِعُوۡا لَہَا تَغَیُّظًا وَّ زَفِیۡرًا ﴿۱۲﴾

(૧૨) જયારે જહન્નમની આગ તેઓને દૂરથી નિહાળશે ત્યારે તેઓ તેના ગુસ્સા સાથે શ્વાસ લેવાની અવાજને સાંભળશે.

13

وَ اِذَاۤ اُلۡقُوۡا مِنۡہَا مَکَانًا ضَیِّقًا مُّقَرَّنِیۡنَ دَعَوۡا ہُنَالِکَ ثُبُوۡرًا ﴿ؕ۱۳﴾

(૧૩) અને જેવા તેમને સાંકળોમાં જકડીને કોઇ સાંકડી જગ્યામાં નાખી દેવામાં આવશે ત્યાં જ તેઓ મૌત માટે પોકારશે.

14

لَا تَدۡعُوا الۡیَوۡمَ ثُبُوۡرًا وَّاحِدًا وَّ ادۡعُوۡا ثُبُوۡرًا کَثِیۡرًا ﴿۱۴﴾

(૧૪) આજે એક જ મૌતને ન પોકારો, બલ્કે ઘણા બધા મૌતને પોકારો.

15

قُلۡ اَذٰلِکَ خَیۡرٌ اَمۡ جَنَّۃُ الۡخُلۡدِ الَّتِیۡ وُعِدَ الۡمُتَّقُوۡنَ ؕ کَانَتۡ لَہُمۡ جَزَآءً وَّ مَصِیۡرًا ﴿۱۵﴾

(૧૫) (અય રસૂલ સ.અ.વ.) કહો શું આ બેહતર છે કે તે હંમેશની જન્નત કે જેનો પરહેઝગારોને વાયદો કરવામાં આવેલ છે? કે જે તેમનો બદલો અને ઠેકાણું છે.

16

لَہُمۡ فِیۡہَا مَا یَشَآءُوۡنَ خٰلِدِیۡنَ ؕ کَانَ عَلٰی رَبِّکَ وَعۡدًا مَّسۡـُٔوۡلًا ﴿۱۶﴾

(૧૬) જે કાંઇ તેઓ તમન્ના કરે, તે તેમાં હાજર છે, તેઓ હંમેશ માટે તેમાં જ રહેશે અને આ તારા પરવરદિગારનો લાઝમી વાયદો છે.

17

وَ یَوۡمَ یَحۡشُرُہُمۡ وَ مَا یَعۡبُدُوۡنَ مِنۡ دُوۡنِ اللّٰہِ فَیَقُوۡلُ ءَاَنۡتُمۡ اَضۡلَلۡتُمۡ عِبَادِیۡ ہٰۤؤُلَآءِ اَمۡ ہُمۡ ضَلُّوا السَّبِیۡلَ ﴿ؕ۱۷﴾

(૧૭) અને તે દિવસે અલ્લાહ તેઓ (મુશરીકો)ને અને તેઓના (ખોટા) ખુદાઓને કે જેમની તેઓ અલ્લાહને મૂકી ઇબાદત કરતા હતા, તેઓ સૌને મહેશૂર કરશે અને કહેશે કે શું તમોએ મારા બંદાઓને ગુમરાહ કર્યા હતા અથવા તેઓ પોતે ભટકી ગયા હતા?

18

قَالُوۡا سُبۡحٰنَکَ مَا کَانَ یَنۡۢبَغِیۡ لَنَاۤ اَنۡ نَّتَّخِذَ مِنۡ دُوۡنِکَ مِنۡ اَوۡلِیَآءَ وَ لٰکِنۡ مَّتَّعۡتَہُمۡ وَ اٰبَآءَہُمۡ حَتّٰی نَسُوا الذِّکۡرَ ۚ وَ کَانُوۡا قَوۡمًۢا بُوۡرًا ﴿۱۸﴾

(૧૮) ત્યારે તેઓ કહેશે કે તારી જાત પાક છે અને અમોને કોઇ હક નથી કે અમો તારા સિવાય બીજા કોઇને અમારો વલી બનાવીએ, પરંતુ હકીકત એ છે કે તે તેમને તથા તેમના બાપદાદાઓને (દુન્યવી નેઅમતોની) સગવડતા આપી, તેથી તેઓ તારી યાદથી ગાફિલ થઇ ગયા અને હલાક થનાર કોમ બની ગઇ.

19

فَقَدۡ کَذَّبُوۡکُمۡ بِمَا تَقُوۡلُوۡنَ ۙ فَمَا تَسۡتَطِیۡعُوۡنَ صَرۡفًا وَّ لَا نَصۡرًا ۚ وَ مَنۡ یَّظۡلِمۡ مِّنۡکُمۡ نُذِقۡہُ عَذَابًا کَبِیۡرًا ﴿۱۹﴾

(૧૯) જે કાંઇ તમે કહો છો તે બાબતે તમને (તમારા માઅબૂદોએ) જૂઠલાવ્યા હવે ન તમે અઝાબને ટાળી શકશો અને ન મદદ માંગી શકશો, અને તમારામાંથી જે ઝુલ્મ કરશે તેને અમે સખ્ત અઝાબની મજા ચખાડીશું.

20

وَ مَاۤ اَرۡسَلۡنَا قَبۡلَکَ مِنَ الۡمُرۡسَلِیۡنَ اِلَّاۤ اِنَّہُمۡ لَیَاۡکُلُوۡنَ الطَّعَامَ وَ یَمۡشُوۡنَ فِی الۡاَسۡوَاقِ ؕ وَ جَعَلۡنَا بَعۡضَکُمۡ لِبَعۡضٍ فِتۡنَۃً ؕ اَتَصۡبِرُوۡنَ ۚ وَ کَانَ رَبُّکَ بَصِیۡرًا ﴿٪۲۰﴾

(૨૦) અને અમોએ તારી પહેલાં કોઇપણ રસૂલને મોકલ્યા નથી સિવાય કે તેઓ ખાતા હતા અને બજારોમાં હરતા ફરતા હતા; અને અમોએ તમારામાંથી અમુકોને અમુકો માટે અજમાઇશના ઝરીયા બનાવ્યા છે; તો શું તમે સબર કરી શકશો જયારે કે તારો પરવરદિગાર હર હંમેશ દેખનારો છે.

21

وَ قَالَ الَّذِیۡنَ لَا یَرۡجُوۡنَ لِقَآءَنَا لَوۡ لَاۤ اُنۡزِلَ عَلَیۡنَا الۡمَلٰٓئِکَۃُ اَوۡ نَرٰی رَبَّنَا ؕ لَقَدِ اسۡتَکۡبَرُوۡا فِیۡۤ اَنۡفُسِہِمۡ وَ عَتَوۡ عُتُوًّا کَبِیۡرًا ﴿۲۱﴾

(૨૧) અને જેઓ અમારી મુલાકાતની ઉમ્મીદ રાખતા નથી તેઓ કહે છે કે અમારા પર ફરિશ્તા કેમ નાઝિલ કરવામાં આવ્યા નથી ? અથવા અમે અમારા ખુદાને કેમ જોતા નથી ?! ખરેજ તેઓ મગરૂર બની ગયા અને હદ ઉપરાંતની સરકશી કરી!

22

یَوۡمَ یَرَوۡنَ الۡمَلٰٓئِکَۃَ لَا بُشۡرٰی یَوۡمَئِذٍ لِّلۡمُجۡرِمِیۡنَ وَ یَقُوۡلُوۡنَ حِجۡرًا مَّحۡجُوۡرًا ﴿۲۲﴾

(૨૨) જે દિવસે તેઓ ફરિશ્તાઓને જોશે તે દિવસે મુજરીમો માટે કોઇ ખુશખબર નહિ હોય, અને (ફરિશ્તાઓ) કહેશે (જન્નતની તમને) મનાઇ (છે).

23

وَ قَدِمۡنَاۤ اِلٰی مَا عَمِلُوۡا مِنۡ عَمَلٍ فَجَعَلۡنٰہُ ہَبَآءً مَّنۡثُوۡرًا ﴿۲۳﴾

(૨૩) અને જે આમાલ તેમણે કર્યા હશે તેની તરફ અમે ઘ્યાન આપીશું, પછી અમે તે (આમાલ)ને વિખરાએલા રજકણો જેવા કરી નાખીશું.

24

اَصۡحٰبُ الۡجَنَّۃِ یَوۡمَئِذٍ خَیۡرٌ مُّسۡتَقَرًّا وَّ اَحۡسَنُ مَقِیۡلًا ﴿۲۴﴾

(૨૪) તે દિવસે જન્નતીઓ માટે સારામાં સારા ઘરો હશે અને ઉમદા આરામ કરવાની જગ્યા હશે.

25

وَ یَوۡمَ تَشَقَّقُ السَّمَآءُ بِالۡغَمَامِ وَ نُزِّلَ الۡمَلٰٓئِکَۃُ تَنۡزِیۡلًا ﴿۲۵﴾

(૨૫) અને તે દિવસે આસમાન વાદળો સાથે ફાટી જશે અને ફરિશ્તાઓના ટોળે ટોળા નાઝિલ કરવામાં આવશે.

26

اَلۡمُلۡکُ یَوۡمَئِذِۣ الۡحَقُّ لِلرَّحۡمٰنِ ؕ وَ کَانَ یَوۡمًا عَلَی الۡکٰفِرِیۡنَ عَسِیۡرًا ﴿۲۶﴾

(૨૬) અને તે દિવસે ખરી હુકૂમત રહેમાન (અલ્લાહ)ની છે; અને તે દિવસ નાસ્તિકો માટે ખૂબ જ સખ્ત હશે.

27

وَ یَوۡمَ یَعَضُّ الظَّالِمُ عَلٰی یَدَیۡہِ یَقُوۡلُ یٰلَیۡتَنِی اتَّخَذۡتُ مَعَ الرَّسُوۡلِ سَبِیۡلًا ﴿۲۷﴾

(૨૭) અને તે દિવસે ઝાલિમ (અફસોસમાં) પોતાના બંને હાથો પર બટકા ભરશે અને કહેશે કે કદાચ મેં રસૂલની સાથેનો રસ્તો ઇખ્તીયાર કર્યો હોત!

28

یٰوَیۡلَتٰی لَیۡتَنِیۡ لَمۡ اَتَّخِذۡ فُلَانًا خَلِیۡلًا ﴿۲۸﴾

(૨૮) અને કહેશે કે હાય અફસોસ, મેં ફલાણાને મારો દોસ્ત બનાવ્યો ન હોત !

29

لَقَدۡ اَضَلَّنِیۡ عَنِ الذِّکۡرِ بَعۡدَ اِذۡ جَآءَنِیۡ ؕ وَ کَانَ الشَّیۡطٰنُ لِلۡاِنۡسَانِ خَذُوۡلًا ﴿۲۹﴾

(૨૯) તેણે મારી પાસે ઝિક્ર (કુરઆન) આવી ગયા પછી મને ગુમરાહ કરી દીધો, અને શૈતાન ઇન્સાનનો સાથ મૂકી દેનાર જ છે.

30

وَ قَالَ الرَّسُوۡلُ یٰرَبِّ اِنَّ قَوۡمِی اتَّخَذُوۡا ہٰذَا الۡقُرۡاٰنَ مَہۡجُوۡرًا ﴿۳۰﴾

(૩૦) અને તે વખતે રસૂલ અરજ કરશે કે અય મારા પરવરદિગાર ! ખરેખર મારી કોમે આ કુરઆનને નઝર અંદાઝ કરી દીધું.

31

وَ کَذٰلِکَ جَعَلۡنَا لِکُلِّ نَبِیٍّ عَدُوًّا مِّنَ الۡمُجۡرِمِیۡنَ ؕ وَ کَفٰی بِرَبِّکَ ہَادِیًا وَّ نَصِیۡرًا ﴿۳۱﴾

(૩૧) અને આજ પ્રમાણે અમે દરેક નબી માટે મુજરીમોમાંથી દુશ્મન બનાવ્યા; અને તારો પરવરદિગાર હિદાયત અને મદદ માટે કાફી છે.

32

وَ قَالَ الَّذِیۡنَ کَفَرُوۡا لَوۡ لَا نُزِّلَ عَلَیۡہِ الۡقُرۡاٰنُ جُمۡلَۃً وَّاحِدَۃً ۚۛ کَذٰلِکَ ۚۛ لِنُثَبِّتَ بِہٖ فُؤَادَکَ وَ رَتَّلۡنٰہُ تَرۡتِیۡلًا ﴿۳۲﴾

(૩૨) અને નાસ્તિકોએ કહ્યુ કે તેના ઉપર આખું કુરઆન એકી સાથે કેમ નાઝિલ કરવામાં ન આવ્યું? આ એ માટે કે અમે તે થકી તારા દિલને મજબૂત કરીએ અને અમોએ તેને ધીરે ધીરે નાઝિલ કર્યુ.

33

وَ لَا یَاۡتُوۡنَکَ بِمَثَلٍ اِلَّا جِئۡنٰکَ بِالۡحَقِّ وَ اَحۡسَنَ تَفۡسِیۡرًا ﴿ؕ۳۳﴾

(૩૩) અને આ લોકો કોઇ પણ મિસાલ તારી પાસે નથી લાવતા સિવાય કે અમે (તેના જવાબમાં) હક અને (તેના કરતા) બહેતરીન બયાન લાવીએ છીએ.

34

اَلَّذِیۡنَ یُحۡشَرُوۡنَ عَلٰی وُجُوۡہِہِمۡ اِلٰی جَہَنَّمَ ۙ اُولٰٓئِکَ شَرٌّ مَّکَانًا وَّ اَضَلُّ سَبِیۡلًا ﴿٪۳۴﴾

(૩૪) જે લોકોને તેમના ઊંંધા મોઢે જહન્નમ તરફ મહેશૂર કરવામાં આવશે, તેમનુ ઠેકાણું સૌથી ખરાબ છે, (કારણ કે) તેઓ સૌથી વધારે ભટકી ગયેલા છે.

35

وَ لَقَدۡ اٰتَیۡنَا مُوۡسَی الۡکِتٰبَ وَ جَعَلۡنَا مَعَہٗۤ اَخَاہُ ہٰرُوۡنَ وَزِیۡرًا ﴿ۚۖ۳۵﴾

(૩૫) અને બેશક અમોએ મૂસાને કિતાબ આપી અને તેના ભાઇ હારૂનને તેનો વઝીર બનાવ્યો.

36

فَقُلۡنَا اذۡہَبَاۤ اِلَی الۡقَوۡمِ الَّذِیۡنَ کَذَّبُوۡا بِاٰیٰتِنَا ؕ فَدَمَّرۡنٰہُمۡ تَدۡمِیۡرًا ﴿ؕ۳۶﴾

(૩૬) પછી અમોએ કહ્યું કે તમે બંને અમારી આયતોને જૂઠલાવનાર કોમ તરફ જાવ અને પછી અમોએ તેમને (ફીરઔન અને તેની કૌમને નાફરમાનીને કારણે) તબાહો બરબાદ કરી દીધા.

37

وَ قَوۡمَ نُوۡحٍ لَّمَّا کَذَّبُوا الرُّسُلَ اَغۡرَقۡنٰہُمۡ وَ جَعَلۡنٰہُمۡ لِلنَّاسِ اٰیَۃً ؕ وَ اَعۡتَدۡنَا لِلظّٰلِمِیۡنَ عَذَابًا اَلِیۡمًا ﴿ۚۖ۳۷﴾

(૩૭) અને નૂહની કોમે જ્યારે રસૂલોને જૂઠલાવ્યા ત્યારે અમોએ તેમને ડૂબાડી દીધા અને તે કોમને લોકો માટે એક નિશાની (નસીહત) બનાવી; અને અમોએ ઝાલિમો માટે દર્દનાક અઝાબ તૈયાર કરેલ છે.

38

وَّ عَادًا وَّ ثَمُوۡدَا۠ وَ اَصۡحٰبَ الرَّسِّ وَ قُرُوۡنًۢا بَیۡنَ ذٰلِکَ کَثِیۡرًا ﴿۳۸﴾

(૩૮) અને આદ, સમૂદની કોમને અને રસ્સના રહેવાસીઓને અને તેમની વચ્ચે થઇ ગયેલી ઘણીએ કૌમોંને (પણ બરબાદ કરી નાખી.)

39

وَ کُلًّا ضَرَبۡنَا لَہُ الۡاَمۡثَالَ ۫ وَ کُلًّا تَبَّرۡنَا تَتۡبِیۡرًا ﴿۳۹﴾

(૩૯) અને દરેકને અમોએ મિસાલ આપી (પરંતુ ન સમજ્યા માટે) બધાને નાબૂદ કરી નાખ્યા.

40

وَ لَقَدۡ اَتَوۡا عَلَی الۡقَرۡیَۃِ الَّتِیۡۤ اُمۡطِرَتۡ مَطَرَ السَّوۡءِ ؕ اَفَلَمۡ یَکُوۡنُوۡا یَرَوۡنَہَا ۚ بَلۡ کَانُوۡا لَا یَرۡجُوۡنَ نُشُوۡرًا ﴿۴۰﴾

(૪૦) અને ખરેખર તેઓ તે વસ્તી તરફ આવ્યા જેના ઉપર ખરાબ વરસાદ વરસાવવામાં આવ્યો હતો, શું તેઓ જોતા નથી? (કે ઇબ્રત હાંસિલ કરે) પરંતુ હકીકત એ છે કે તેઓ ફરીથી જીવંત થવાની ઉમ્મીદ રાખતા નથી.

41

وَ اِذَا رَاَوۡکَ اِنۡ یَّتَّخِذُوۡنَکَ اِلَّا ہُزُوًا ؕ اَہٰذَا الَّذِیۡ بَعَثَ اللّٰہُ رَسُوۡلًا ﴿۴۱﴾

(૪૧) અને જ્યારે તેઓ તને જૂએ છે ત્યારે તારી મશ્કરી સિવાય કંઇ કરતા જ નથી : (અને કહે છે કે) શું આ એ જ છે કે જેને અલ્લાહે રસૂલ બનાવીને મોકલ્યો છે?

42

اِنۡ کَادَ لَیُضِلُّنَا عَنۡ اٰلِہَتِنَا لَوۡ لَاۤ اَنۡ صَبَرۡنَا عَلَیۡہَا ؕ وَ سَوۡفَ یَعۡلَمُوۡنَ حِیۡنَ یَرَوۡنَ الۡعَذَابَ مَنۡ اَضَلُّ سَبِیۡلًا ﴿۴۲﴾

(૪૨) નજીક હતું કે જો આપણે આપણા ખુદાઓ(ની ઇબાદત) પર સાબિત કદમ ન રહેત તો તે (રસૂલ) આપણે તેનાથી ફેરવી નાખેત અને તેઓ નજીકમાં જાણી લેશે જયારે તેઓ અઝાબ નિહાળશે, કે વધારે ભટકી ગયેલા કોણ છે!

43

اَرَءَیۡتَ مَنِ اتَّخَذَ اِلٰـہَہٗ ہَوٰىہُ ؕ اَفَاَنۡتَ تَکُوۡنُ عَلَیۡہِ وَکِیۡلًا ﴿ۙ۴۳﴾

(૪૩) શું તેં તેને જોયો કે જેણે પોતાની ખ્વાહીશાતને પોતાનો ખુદા બનાવી લીધો છે, તો શું તમે તેના વકીલ/જવાબદાર બનશો?

44

اَمۡ تَحۡسَبُ اَنَّ اَکۡثَرَہُمۡ یَسۡمَعُوۡنَ اَوۡ یَعۡقِلُوۡنَ ؕ اِنۡ ہُمۡ اِلَّا کَالۡاَنۡعَامِ بَلۡ ہُمۡ اَضَلُّ سَبِیۡلًا ﴿٪۴۴﴾

(૪૪) અથવા શું તને એમ લાગે છે કે તેમનામાંથી ઘણા બધા સાંભળે કે સમજે છે? તેઓ પશુઓ જેવા છે, બલ્કે તેના કરતાંય વધારે ગુમરાહ છે.

45

اَلَمۡ تَرَ اِلٰی رَبِّکَ کَیۡفَ مَدَّ الظِّلَّ ۚ وَ لَوۡ شَآءَ لَجَعَلَہٗ سَاکِنًا ۚ ثُمَّ جَعَلۡنَا الشَّمۡسَ عَلَیۡہِ دَلِیۡلًا ﴿ۙ۴۵﴾

(૪૫) શું તેં આ નથી જોયું કે તારો પરવરદિગાર કેવી રીતે છાયો ફેલાવ્યો ? જો તે ચાહતે તો તેને સ્થિર બનાવી દેત પછી અમોએ સૂરજને તેની દલીલ (સાબીતી) બનાવી દીધી.

46

ثُمَّ قَبَضۡنٰہُ اِلَیۡنَا قَبۡضًا یَّسِیۡرًا ﴿۴۶﴾

(૪૬) પછી તેને અમે અમારી તરફ થોડો થોડો કરીને સંકેલી લઇએ છીએ.

47

وَ ہُوَ الَّذِیۡ جَعَلَ لَکُمُ الَّیۡلَ لِبَاسًا وَّ النَّوۡمَ سُبَاتًا وَّ جَعَلَ النَّہَارَ نُشُوۡرًا ﴿۴۷﴾

(૪૭) અને તે એ જ ખુદા છે જેણે રાતને તમારા માટે પડદો અને નીંદ (ઊંઘ)ને તમારી રાહત અને દિવસને ફરીથી ઉઠી જવા માટે બનાવ્યો.

48

وَ ہُوَ الَّذِیۡۤ اَرۡسَلَ الرِّیٰحَ بُشۡرًۢا بَیۡنَ یَدَیۡ رَحۡمَتِہٖ ۚ وَ اَنۡزَلۡنَا مِنَ السَّمَآءِ مَآءً طَہُوۡرًا ﴿ۙ۴۸﴾

(૪૮) અને તે એ જ છે કે જે પોતાની રહમતની આગળ પવનને ખુશખબરી તરીકે મોકલી, અને અમે આસમાનથી પાક અને પાકીઝા પાણી વરસાવ્યુ:

49

لِّنُحۡیَِۧ بِہٖ بَلۡدَۃً مَّیۡتًا وَّ نُسۡقِیَہٗ مِمَّا خَلَقۡنَاۤ اَنۡعَامًا وَّ اَنَاسِیَّ کَثِیۡرًا ﴿۴۹﴾

(૪૯) જેથી એના થકી મુર્દા ઝમીનને જીવતી કરી દઇએ અને અમારી મખ્લૂકાતમાંથી જાનવરો અને ઇન્સાનોની મોટી સંખ્યાને પીવરાવીએે.

50

وَ لَقَدۡ صَرَّفۡنٰہُ بَیۡنَہُمۡ لِیَذَّکَّرُوۡا ۫ۖ فَاَبٰۤی اَکۡثَرُ النَّاسِ اِلَّا کُفُوۡرًا ﴿۵۰﴾

(૫૦) અમે તેઓની દરમ્યાન આ (આયત)ને વિવિધ રીતે બયાન કરી જેથી તેઓનુ ઘ્યાન દોરાય, પરંતુ મોટા ભાગના લોકો નાસ્તિકપણા સિવાય દરેક ચીજનો અસ્વીકાર કરે છે.

51

وَ لَوۡ شِئۡنَا لَبَعَثۡنَا فِیۡ کُلِّ قَرۡیَۃٍ نَّذِیۡرًا ﴿۫ۖ۵۱﴾

(૫૧) અને જો અમે ચાહેત તો દરેક વસ્તીમાં એક ડરાવનારો મોકલી દેત.

52

فَلَا تُطِعِ الۡکٰفِرِیۡنَ وَ جَاہِدۡہُمۡ بِہٖ جِہَادًا کَبِیۡرًا ﴿۵۲﴾

(૫૨) માટે તું નાસ્તિકોની ઇતાઅત ન કર, અને આના થકી મહાન જેહાદ કર.

53

وَ ہُوَ الَّذِیۡ مَرَجَ الۡبَحۡرَیۡنِ ہٰذَا عَذۡبٌ فُرَاتٌ وَّ ہٰذَا مِلۡحٌ اُجَاجٌ ۚ وَ جَعَلَ بَیۡنَہُمَا بَرۡزَخًا وَّ حِجۡرًا مَّحۡجُوۡرًا ﴿۵۳﴾

(૫૩) અને જેણે બે દરિયાને પાસે રાખ્યા છે. આ(નુ પાણી) મીઠું અને મનગમતુ છે, અને તે(નુ પાણી) ખારૂં અને કડવું છે; અને તે બંનેની વચ્ચે એક રૂકાવટ રાખી જેથી (બંને) ભળી ન જાય.

54

وَ ہُوَ الَّذِیۡ خَلَقَ مِنَ الۡمَآءِ بَشَرًا فَجَعَلَہٗ نَسَبًا وَّ صِہۡرًا ؕ وَ کَانَ رَبُّکَ قَدِیۡرًا ﴿۵۴﴾

(૫૪) અને તે એ જ છે જેણે બશર (ઇન્સાન)ને પાણીમાંથી પેદા કર્યો, પછી તેને નસ્લ અને સગપણ ધરાવનાર બનાવી દીધો; અને હંમેશાથી તારો પરવરદિગાર કુદરતવાળો છે.

55

وَ یَعۡبُدُوۡنَ مِنۡ دُوۡنِ اللّٰہِ مَا لَا یَنۡفَعُہُمۡ وَ لَا یَضُرُّہُمۡ ؕ وَ کَانَ الۡکَافِرُ عَلٰی رَبِّہٖ ظَہِیۡرًا ﴿۵۵﴾

(૫૫) અને તેઓ અલ્લાહને છોડી એવાની ઇબાદત કરે છે કે જે ન તેમને નફો પહોંચાડે છે ન નુકસાન; અને નાસ્તિકો હંમેશા પોતાના પરવરદિગારની સામે એકબીજાને ટેકો આપનારા છે.

56

وَ مَاۤ اَرۡسَلۡنٰکَ اِلَّا مُبَشِّرًا وَّ نَذِیۡرًا ﴿۵۶﴾

(૫૬) અને અમોએ તને નથી મોકલ્યા સિવાય કે ખુશખબરી આપનાર અને ડરાવનાર બનાવીને.

57

قُلۡ مَاۤ اَسۡـَٔلُکُمۡ عَلَیۡہِ مِنۡ اَجۡرٍ اِلَّا مَنۡ شَآءَ اَنۡ یَّتَّخِذَ اِلٰی رَبِّہٖ سَبِیۡلًا ﴿۵۷﴾

(૫૭) તું કહે કે હું તમારી પાસે કાંઇ મહેનતાણું માંગતો નથી, સિવાય એ કે જે ચાહે તે પોતાના પરવરદિગાર તરફનો રસ્તો અપનાવી લ્યે.

58

وَ تَوَکَّلۡ عَلَی الۡحَیِّ الَّذِیۡ لَا یَمُوۡتُ وَ سَبِّحۡ بِحَمۡدِہٖ ؕ وَ کَفٰی بِہٖ بِذُنُوۡبِ عِبَادِہٖ خَبِیۡرَا ﴿ۚۛۙ۵۸﴾

(૫૮) અને તું હંમેશ જીવંત રહેનાર ખુદા પર આધાર રાખ કે જેને કદી મૌત આવનાર નથી તથા તેનો હમ્દ તસ્બીહ કર; અને એટલુ જ કાફી છે કે તે પોતાના બંદાઓના ગુનાહોથી વાકેફ છે.

59

ۣالَّذِیۡ خَلَقَ السَّمٰوٰتِ وَ الۡاَرۡضَ وَ مَا بَیۡنَہُمَا فِیۡ سِتَّۃِ اَیَّامٍ ثُمَّ اسۡتَوٰی عَلَی الۡعَرۡشِ ۚۛ اَلرَّحۡمٰنُ فَسۡـَٔلۡ بِہٖ خَبِیۡرًا ﴿۵۹﴾

(૫૯) તેણે આસમાનો અને ઝમીન તથા તેની વચ્ચે જે કાંઇ છે તેને છ દિવસમાં પૈદા કર્યા, ત્યારબાદ અર્શ ઉપર પોતાનો ઇકતેદાર કાયમ કર્યો, તે રહેમાન છે, તેને સવાલ કર કે તે જાણકાર છે.

60

وَ اِذَا قِیۡلَ لَہُمُ اسۡجُدُوۡا لِلرَّحۡمٰنِ قَالُوۡا وَ مَا الرَّحۡمٰنُ ٭ اَنَسۡجُدُ لِمَا تَاۡمُرُنَا وَ زَادَہُمۡ نُفُوۡرًا ﴿٪ٛ۶۰﴾

(૬૦) અને જયારે તેમને કહેવામાં આવે છે કે રહેમાનને સજદો કરો ત્યારે તેઓ કહે છે કે આ રહેમાન શું છે? શું અમે તેને સજદો કરીએ કે જેના વિશે તું અમને હુકમ આપે? અને (આ રીતે) તેઓની નફરતમાં ઔર વધારો થાય છે.

61

تَبٰرَکَ الَّذِیۡ جَعَلَ فِی السَّمَآءِ بُرُوۡجًا وَّ جَعَلَ فِیۡہَا سِرٰجًا وَّ قَمَرًا مُّنِیۡرًا ﴿۶۱﴾

(૬૧) બરકતવાળો છે તે જેણે આસમાનમાં નક્ષત્રો બનાવ્યા, અને તેમાં ચિરાગ અને ચમકદાર ચાંદ મૂકયો.

62

وَ ہُوَ الَّذِیۡ جَعَلَ الَّیۡلَ وَ النَّہَارَ خِلۡفَۃً لِّمَنۡ اَرَادَ اَنۡ یَّذَّکَّرَ اَوۡ اَرَادَ شُکُوۡرًا ﴿۶۲﴾

(૬૨) તે એ જ છે કે જેણે રાત્રિ તથા દિવસને, -જે ઇબ્રત લેવા ચાહે અથવા પરવરદિગારનો શુક્ર કરવા ચાહે તેના માટે- એકબીજાના જાનશીન બનાવ્યા.

63

وَ عِبَادُ الرَّحۡمٰنِ الَّذِیۡنَ یَمۡشُوۡنَ عَلَی الۡاَرۡضِ ہَوۡنًا وَّ اِذَا خَاطَبَہُمُ الۡجٰہِلُوۡنَ قَالُوۡا سَلٰمًا ﴿۶۳﴾

(૬૩) અને રહેમાનના બંદાઓ તેઓ જ છે કે ઝમીન પર નમ્રતા પૂર્વક ચાલે છે, અને જયારે જાહીલ તેમને સંબોધે છે ત્યારે સલામ કહે છે.

64

وَ الَّذِیۡنَ یَبِیۡتُوۡنَ لِرَبِّہِمۡ سُجَّدًا وَّ قِیَامًا ﴿۶۴﴾

(૬૪) અને જેઓ રાતમાં પોતાના પરવરદિગાર માટે સજદા અને કયામની હાલતમાં હોય છે.

65

وَ الَّذِیۡنَ یَقُوۡلُوۡنَ رَبَّنَا اصۡرِفۡ عَنَّا عَذَابَ جَہَنَّمَ ٭ۖ اِنَّ عَذَابَہَا کَانَ غَرَامًا ﴿٭ۖ۶۵﴾

(૬૫) અને જેઓ કહે છે કે અય અમારા પરવરદિગાર અમારા પરથી જહન્નમનો અઝાબ દૂર કરી દે, બેશક તેનો અઝાબ સખત અને બાકી રહેનારો છે.

66

اِنَّہَا سَآءَتۡ مُسۡتَقَرًّا وَّ مُقَامًا ﴿۶۶﴾

(૬૬) બેશક તે સૌથી ખરાબ રહેવાની જગ્યા અને બૂરૂં ઠેકાણું છે.

67

وَ الَّذِیۡنَ اِذَاۤ اَنۡفَقُوۡا لَمۡ یُسۡرِفُوۡا وَ لَمۡ یَقۡتُرُوۡا وَ کَانَ بَیۡنَ ذٰلِکَ قَوَامًا ﴿۶۷﴾

(૬૭) અને તેઓ (રહેમાનના બંદાઓ) જયારે કાંઇ ઇન્ફાક (ખર્ચ) કરે છે ત્યારે ન ઇસ્રાફ કરે છે અને ન તો કંજૂસી કરે છે, પરંતુ તે બંને વચ્ચેનો મઘ્યમ રસ્તો ઇખ્તીયાર કરે છે.

68

وَ الَّذِیۡنَ لَا یَدۡعُوۡنَ مَعَ اللّٰہِ اِلٰـہًا اٰخَرَ وَ لَا یَقۡتُلُوۡنَ النَّفۡسَ الَّتِیۡ حَرَّمَ اللّٰہُ اِلَّا بِالۡحَقِّ وَ لَا یَزۡنُوۡنَ ۚ وَ مَنۡ یَّفۡعَلۡ ذٰلِکَ یَلۡقَ اَثَامًا ﴿ۙ۶۸﴾

(૬૮) અને તેઓ અલ્લાહની સાથે બીજા કોઇ માઅબૂદને પોકારતા નથી, તથા અલ્લાહે મોહતરમ ઠેરવેલ જીવને યોગ્ય કારણ વગર કત્લ કરતા નથી અને ઝીના પણ નથી કરતા અને જે કોઇ એવું કામ કરશે તો તે તે(ગુનાહ)ની સજા ભોગવશે;

69

یُّضٰعَفۡ لَہُ الۡعَذَابُ یَوۡمَ الۡقِیٰمَۃِ وَ یَخۡلُدۡ فِیۡہٖ مُہَانًا ﴿٭ۖ۶۹﴾

(૬૯) કયામતના દિવસે તેનો અઝાબ બમણો કરી દેવામાં આવશે અને તે હંમેશા તેમાં ઝલીલ રહેશે;

70

اِلَّا مَنۡ تَابَ وَ اٰمَنَ وَ عَمِلَ عَمَلًا صَالِحًا فَاُولٰٓئِکَ یُبَدِّلُ اللّٰہُ سَیِّاٰتِہِمۡ حَسَنٰتٍ ؕ وَ کَانَ اللّٰہُ غَفُوۡرًا رَّحِیۡمًا ﴿۷۰﴾

(૭૦) સિવાય કે જે તૌબા કરે તથા ઇમાન લાવે અને નેક અમલ કરે, તો પછી તેમની બદીઓને અલ્લાહ નેકીઓથી બદલી નાખશે; અને હંમેશાથી અલ્લાહ ગફુરૂર રહીમ છે.

71

وَ مَنۡ تَابَ وَ عَمِلَ صَالِحًا فَاِنَّہٗ یَتُوۡبُ اِلَی اللّٰہِ مَتَابًا ﴿۷۱﴾

(૭૧) અને જે તૌબા કરે તથા નેક અમલ કરે, તો બેશક તે અલ્લાહ તરફ (માફી સાથે) પલટશે.

72

وَ الَّذِیۡنَ لَا یَشۡہَدُوۡنَ الزُّوۡرَ ۙ وَ اِذَا مَرُّوۡا بِاللَّغۡوِ مَرُّوۡا کِرَامًا ﴿۷۲﴾

(૭૨) અને જેઓ બાતિલ ગવાહી નથી આપતા, અને જયારે કોઇ નકામા કાર્યો પાસેથી પસાર થાય ત્યારે શરાફત સાથે પસાર થાય છે.

73

وَ الَّذِیۡنَ اِذَا ذُکِّرُوۡا بِاٰیٰتِ رَبِّہِمۡ لَمۡ یَخِرُّوۡا عَلَیۡہَا صُمًّا وَّ عُمۡیَانًا ﴿۷۳﴾

(૭૩) અને જેઓને જયારે તેમના પરવરદિગારની આયતોની યાદ દેવરાવવામાં આવે ત્યારે તેઓ બહેરા અને આંધળા બની પડી જતા નથી.

74

وَ الَّذِیۡنَ یَقُوۡلُوۡنَ رَبَّنَا ہَبۡ لَنَا مِنۡ اَزۡوَاجِنَا وَ ذُرِّیّٰتِنَا قُرَّۃَ اَعۡیُنٍ وَّ اجۡعَلۡنَا لِلۡمُتَّقِیۡنَ اِمَامًا ﴿۷۴﴾

(૭૪) અને જેઓ કહે છે કે અય અમારા પરવરદિગાર! અમને અમારી ઔરતો તથા અમારી ઓલાદો થકી આંખોની ઠંડક અતા કર અને અમને પરહેઝગારોના ઇમામ બનાવ.

75

اُولٰٓئِکَ یُجۡزَوۡنَ الۡغُرۡفَۃَ بِمَا صَبَرُوۡا وَ یُلَقَّوۡنَ فِیۡہَا تَحِیَّۃً وَّ سَلٰمًا ﴿ۙ۷۵﴾

(૭૫) આ એ જ લોકો છે જેમને સબર કરવાના લીધે જન્નતના બુલંદ દરજ્જાઓ આપવામાં આવશે અને જેમાં તેઓ દરૂદ અને સલામની રૂબરૂ થશે:

76

خٰلِدِیۡنَ فِیۡہَا ؕ حَسُنَتۡ مُسۡتَقَرًّا وَّ مُقَامًا ﴿۷۶﴾

(૭૬) તેઓ હંમેશા તેમાં જ રહેશે; અને કેવું બહેતરીન ઠેકાણું અને રહેઠાણ!

77

قُلۡ مَا یَعۡبَؤُا بِکُمۡ رَبِّیۡ لَوۡ لَا دُعَآؤُکُمۡ ۚ فَقَدۡ کَذَّبۡتُمۡ فَسَوۡفَ یَکُوۡنُ لِزَامًا ﴿٪۷۷﴾

(૭૭) (અય રસૂલ) તું કહી દે કે અગર તમારી દુઆઓ ન હોત તો મારો પરવરદિગાર તમારી પરવાહ કરતે નહિં, તમોએ (તેના રસૂલને) જૂઠલાવ્યા, તો તમને એની સજા નજીકમાં ભોગવવી પડશે.