અલ-કુરઆન

101

Al-Qaria

سورة القارعة


اَلۡقَارِعَۃُ ۙ﴿۱﴾

(૧) છિન્નભિન્ન કરી નાખનાર (બનાવ) :

مَا الۡقَارِعَۃُ ۚ﴿۲﴾

(૨) અને કેવો છિન્નભિન્ન કરી નાખનાર (બનાવ)?

وَ مَاۤ اَدۡرٰىکَ مَا الۡقَارِعَۃُ ؕ﴿۳﴾

(૩) અને તને શું ખબર કે તે છિન્નભિન્ન કરનાર કંઇ ચીઝ છે ?

یَوۡمَ یَکُوۡنُ النَّاسُ کَالۡفَرَاشِ الۡمَبۡثُوۡثِ ۙ﴿۴﴾

(૪) તે દિવસે લોકો વિખરાઇ ગયેલા પતંગીયા જેવા થઇ જશે,

وَ تَکُوۡنُ الۡجِبَالُ کَالۡعِہۡنِ الۡمَنۡفُوۡشِ ؕ﴿۵﴾

(૫) અને ડુંગરાઓ એવા થઇ જશે જાણે કે પીંજાયેલુ રંગેબેરંગી ઊન.

فَاَمَّا مَنۡ ثَقُلَتۡ مَوَازِیۡنُہٗ ۙ﴿۶﴾

(૬) તે દિવસે જેના સારા કાર્યનું પલડુ ભારે છે,

فَہُوَ فِیۡ عِیۡشَۃٍ رَّاضِیَۃٍ ؕ﴿۷﴾

(૭) તે મનગમતા એશો આરામમાં હશે!

وَ اَمَّا مَنۡ خَفَّتۡ مَوَازِیۡنُہٗ ۙ﴿۸﴾

(૮) અને જેનું પલડુ હલકું છે,

فَاُمُّہٗ ہَاوِیَۃٌ ؕ﴿۹﴾

(૯) તેનું ઠેકાણું હાવિયાહ છે!

10

وَ مَاۤ اَدۡرٰىکَ مَا ہِیَہۡ ﴿ؕ۱۰﴾

(૧૦) અને તને શું ખબર કે હાવિયાહ કંઇ ચીઝ છે?

11

نَارٌ حَامِیَۃٌ ﴿٪۱۱﴾

(૧૧) તે એક ધગધગતી આગ છે!