અલ-કુરઆન

61

As-Saff

سورة الصف


سَبَّحَ لِلّٰہِ مَا فِی السَّمٰوٰتِ وَ مَا فِی الۡاَرۡضِ ۚ وَ ہُوَ الۡعَزِیۡزُ الۡحَکِیۡمُ ﴿۱﴾

(૧) જે કાંઇ આસમાનોમાં છે અને જે કાંઇ ઝમીનમાં છે તે અલ્લાહની તસ્બીહ કરે છે, અને એ જબરદસ્ત (અને) હિકમતવાળો છે.

یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡا لِمَ تَقُوۡلُوۡنَ مَا لَا تَفۡعَلُوۡنَ ﴿۲﴾

(૨) અય ઇમાન લાવનારાઓ ! શા માટે એવી વાત કરો છો કે જેના પર તમે અમલ નથી કરતા?!

کَبُرَ مَقۡتًا عِنۡدَ اللّٰہِ اَنۡ تَقُوۡلُوۡا مَا لَا تَفۡعَلُوۡنَ ﴿۳﴾

(૩) અલ્લાહની નઝદીક આ વાત સખ્ત નાપસંદ છે કે જે તમે કરતા નથી તે કહો!

اِنَّ اللّٰہَ یُحِبُّ الَّذِیۡنَ یُقَاتِلُوۡنَ فِیۡ سَبِیۡلِہٖ صَفًّا کَاَنَّہُمۡ بُنۡیَانٌ مَّرۡصُوۡصٌ ﴿۴﴾

(૪) બેશક અલ્લાહ તે લોકોને ચાહે છે જેઓ તેની રાહમાં એવી રીતે સફ બાંધીને લડે છે જાણે તેઓ એક સીસું પાયેલ બાંધકામ છે.

وَ اِذۡ قَالَ مُوۡسٰی لِقَوۡمِہٖ یٰقَوۡمِ لِمَ تُؤۡذُوۡنَنِیۡ وَ قَدۡ تَّعۡلَمُوۡنَ اَنِّیۡ رَسُوۡلُ اللّٰہِ اِلَیۡکُمۡ ؕ فَلَمَّا زَاغُوۡۤا اَزَاغَ اللّٰہُ قُلُوۡبَہُمۡ ؕ وَ اللّٰہُ لَا یَہۡدِی الۡقَوۡمَ الۡفٰسِقِیۡنَ ﴿۵﴾

(૫) અને (તે સમયને યાદ કર) જ્યારે મૂસાએ પોતાની કોમને કહ્યું કે અય મારી કોમ ! શા માટે તમે મને ઇજા પહોંચાડો છો? જો કે તમે જાણો છો કે ખરેજ હું તમારી તરફ અલ્લાહનો મોકલેલો રસૂલ છું?! પછી જ્યારે તેઓ (ઇતાઅતથી) ફરી ગયા ત્યારે અલ્લાહે તેઓના દિલોને (હકથી) ફેરવી નાખ્યા; અને અલ્લાહ ફાસિક કોમની હિદાયત નથી કરતો!

وَ اِذۡ قَالَ عِیۡسَی ابۡنُ مَرۡیَمَ یٰبَنِیۡۤ اِسۡرَآءِیۡلَ اِنِّیۡ رَسُوۡلُ اللّٰہِ اِلَیۡکُمۡ مُّصَدِّقًا لِّمَا بَیۡنَ یَدَیَّ مِنَ التَّوۡرٰىۃِ وَ مُبَشِّرًۢا بِرَسُوۡلٍ یَّاۡتِیۡ مِنۡۢ بَعۡدِی اسۡمُہٗۤ اَحۡمَدُ ؕ فَلَمَّا جَآءَہُمۡ بِالۡبَیِّنٰتِ قَالُوۡا ہٰذَا سِحۡرٌ مُّبِیۡنٌ ﴿۶﴾

(૬) અને (તે સમયને યાદ કર) જ્યારે ઇસા ઇબ્ને મરિયમે કહ્યું કે અય બની ઇસરાઇલ! બેશક હું તમારી તરફ અલ્લાહનો રસૂલ છું એવી હાલતમાં કે મારી અગાઉ આવેલ કિતાબ (તોરેત)ની સચ્ચાઇને ટેકો આપુ છું, અને એવા એક રસૂલની ખુશખબર આપનારો છું કે જે મારી પછી આવશે, જેનું નામ અહમદ છે! પછી જ્યારે તે તેમની પાસે ખુલ્લી દલીલો (મોઅજિઝા) લઇને આવ્યો ત્યારે લોકોએ કહ્યું કે આ ખુલ્લો જાદુ છે.

وَ مَنۡ اَظۡلَمُ مِمَّنِ افۡتَرٰی عَلَی اللّٰہِ الۡکَذِبَ وَ ہُوَ یُدۡعٰۤی اِلَی الۡاِسۡلَامِ ؕ وَ اللّٰہُ لَا یَہۡدِی الۡقَوۡمَ الظّٰلِمِیۡنَ ﴿۷﴾

(૭) અને તેના કરતા મોટો ઝાલિમ કોણ છે કે જે અલ્લાહ તરફ જૂઠી નિસ્બત આપે એવી હાલતમાં કે તેને ઇસ્લામ તરફ બોલાવવામાં આવતો હોય?! અને અલ્લાહ ઝાલિમ કોમની હિદાયત નથી કરતો!

یُرِیۡدُوۡنَ لِیُطۡفِـُٔوۡا نُوۡرَ اللّٰہِ بِاَفۡوَاہِہِمۡ وَ اللّٰہُ مُتِمُّ نُوۡرِہٖ وَ لَوۡ کَرِہَ الۡکٰفِرُوۡنَ ﴿۸﴾

(૮) તેઓ ચાહે છે કે અલ્લાહના નૂરને પોતાના મોઢેથી બુજાવી નાખે; પરંતુ અલ્લાહ તેના નૂરને કામીલ (સંપૂર્ણ) કરે છે પછી ભલે આ વાત નાસ્તિકોને નાપસંદ હોય!

ہُوَ الَّذِیۡۤ اَرۡسَلَ رَسُوۡلَہٗ بِالۡہُدٰی وَ دِیۡنِ الۡحَقِّ لِیُظۡہِرَہٗ عَلَی الدِّیۡنِ کُلِّہٖ وَ لَوۡ کَرِہَ الۡمُشۡرِکُوۡنَ ٪﴿۹﴾

(૯) તે અલ્લાહ એજ છે કે જેણે તેના રસૂલને હિદાયત તથા દીને હક સાથે મોકલ્યો જેથી તેને બીજા તમામ દીન ઉપર ગાલિબ બનાવે, પછી ભલેને મુશરિકોને તે વાત નાપસંદ હોય.

10

یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡا ہَلۡ اَدُلُّکُمۡ عَلٰی تِجَارَۃٍ تُنۡجِیۡکُمۡ مِّنۡ عَذَابٍ اَلِیۡمٍ ﴿۱۰﴾

(૧૦) અય ઇમાન લાવનારાઓ ! શું હું તમને એવો વેપાર દેખાડું કે જે તમને દર્દનાક અઝાબથી નજાત આપે?!

11

تُؤۡمِنُوۡنَ بِاللّٰہِ وَ رَسُوۡلِہٖ وَ تُجَاہِدُوۡنَ فِیۡ سَبِیۡلِ اللّٰہِ بِاَمۡوَالِکُمۡ وَ اَنۡفُسِکُمۡ ؕ ذٰلِکُمۡ خَیۡرٌ لَّکُمۡ اِنۡ کُنۡتُمۡ تَعۡلَمُوۡنَ ﴿ۙ۱۱﴾

(૧૧) તમે અલ્લાહ પર તથા તેના રસૂલ પર ઇમાન લાવો, અને અલ્લાહની રાહમાં તમારા માલ અને જાન સાથે જેહાદ કરો; અગર તમે જાણો તો (દરેક ચીઝ કરતા) આ તમારા માટે બહેતર છે!

12

یَغۡفِرۡ لَکُمۡ ذُنُوۡبَکُمۡ وَ یُدۡخِلۡکُمۡ جَنّٰتٍ تَجۡرِیۡ مِنۡ تَحۡتِہَا الۡاَنۡہٰرُ وَ مَسٰکِنَ طَیِّبَۃً فِیۡ جَنّٰتِ عَدۡنٍ ؕ ذٰلِکَ الۡفَوۡزُ الۡعَظِیۡمُ ﴿ۙ۱۲﴾

(૧૨) (જો એમ કરશો તો) તમારા ગુનાહોને માફ કરશે અને તમને તે જન્નતોમાં દાખલ કરશે કે જેની નીચે નહેરો વહે છે અને હંમેશા બાકી રહેવાવાળી જન્નતમાં પાકીઝા મકાનોમાં જગ્યા આપશે અને આ મોટી કામ્યાબી છે :

13

وَ اُخۡرٰی تُحِبُّوۡنَہَا ؕ نَصۡرٌ مِّنَ اللّٰہِ وَ فَتۡحٌ قَرِیۡبٌ ؕ وَ بَشِّرِ الۡمُؤۡمِنِیۡنَ ﴿۱۳﴾

(૧૩) અને બીજી નેઅમતો જે તમે પસંદ કરો છો તમને આપશે, અને અલ્લાહની મદદ અને ફત્હ નજદીક છે અને તું મોઅમીનોને ખુશખબર આપ.

14

یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡا کُوۡنُوۡۤا اَنۡصَارَ اللّٰہِ کَمَا قَالَ عِیۡسَی ابۡنُ مَرۡیَمَ لِلۡحَوَارِیّٖنَ مَنۡ اَنۡصَارِیۡۤ اِلَی اللّٰہِ ؕ قَالَ الۡحَوَارِیُّوۡنَ نَحۡنُ اَنۡصَارُ اللّٰہِ فَاٰمَنَتۡ طَّآئِفَۃٌ مِّنۡۢ بَنِیۡۤ اِسۡرَآءِیۡلَ وَ کَفَرَتۡ طَّآئِفَۃٌ ۚ فَاَیَّدۡنَا الَّذِیۡنَ اٰمَنُوۡا عَلٰی عَدُوِّہِمۡ فَاَصۡبَحُوۡا ظٰہِرِیۡنَ ﴿٪۱۴﴾

(૧૪) અય ઇમાન લાવનારાઓ! તમે અલ્લાહના મદદગાર બનો, જેમકે ઇસા ઇબ્ને મરિયમે હવારીઓને કહ્યુ કે કોણ અલ્લાહની રાહમાં મારા મદદગારો છે? ત્યારે હવારીઓએ કહ્યું કે અમે અલ્લાહના મદદગારો છીએ. આ સમયે બની ઇસરાઇલમાંથી એક એક ગિરોહ ઇમાન લાવ્યો અને બીજો ગિરોહ નાસ્તિક થયો અને અમોએ ઇમાન લાવનારની તેમના દુશ્મનોના મુકાબલામાં મદદ કરી પરિણામે તેઓ ગાલિબ થયા.